નવા વર્ષની દરેક સર્જકને ભેટ

new year gift

મિત્રો ,

નવા વર્ષની શુભ કામના ,

આપણે સૌ જાણીએ છીએ નવા વર્ષની શુભેચ્છા માત્ર એક દિવસ માટે નથી હોતી પરંતુ સમગ્ર વર્ષ આપણને લાગુ પડે છે. સમય બદલાય છે કેલેન્ડર અને તારીખ્યા સાથે આપણા જીવનની દરેક ક્ષણ પણ બદલાય  છે અને નવી ક્ષણો આવે છે  હા આ ફૂલની માફક જીવન પણ ખીલે છે અને મુરજાય છે પણ દરેક ક્ષણમાં એવું કૈક હોય છે જે મધથી પણ મધુર છે તો મિત્રો આ નવા વર્ષે આવતી નવી ક્ષણોને આપ સૌ ભમરા બનીને માપો, તમારા બાહ્ય અને આંતરજગતને નવું વર્ષ ઉત્સાહ,આનંદ અને શક્તિથી થનગનતું રાખે.તમારી શબ્દોનું સર્જન કરવાની કળા ખૂબ ખીલે, તમે સહિયારું સર્જન કરી નિર્દોષ આનંદ મેળવતા ભાષાનું સંવર્ધન કરો, ભાષાનું સંવર્ધન લખવાથી થાય છે,જુના સાહિત્યમાં નવું ઉમેરવું જરૂરી છે વાંચન સાથે સર્જન થાય તો જ ભાષા કેળવાય અને ટકે,ભૂલતા નહિ તમારી કલમમાં આલેખેલા શબ્દોને જીવતા કરવાની તાકાત છે. તમારાં સર્જનના મહેકતા પુષ્પોથી વાચકનું મન પણ સુગંધિત થઈ જાય . “બેઠકમાં”  કે “સહિયારા સર્જનના” વિષયને પડકાર તરીકે ન લેતા, પણ એને તમારી કલમ અને વિચારો થકી શણગારો, તમારામાં સ્થપાયેલા સંસ્કારો કલમ દ્વારા બીજામાં સંચિત થાય, તોજ નવા વર્ષેનો  સુરજ ઉગે  અને નવી સવારનો જન્મ થાય જેમાં આપણે સૌ આપણા ધ્યેય થી ડહોળાઈ ન જઈએ અને લખતા રહીએ  અને બધાનું જીવન ભર્યુંભાદર્યું અને હર્ષોલ્લાસ  થી છલકાય, આપ સૌના લખવાના પ્રયત્ન માટે સંતોષના ઓડકાર ખાઓ એથી વિશેષ નવા વર્ષની  શું શુભેચ્છા આપીએ!

 વિજય શાહ ,પ્રજ્ઞા દાદભવાળા,પ્રવિણા અવિનાશ કડકિયા,હેમાબેન પટેલ ,કિરણ ઠાકર  

“બેઠક”  એજ “સહિયારું સર્જન”         

 

મહાગ્રંથ- ” સંવર્ધન- માતૃભાષાનું”

મહાગ્રંથ- ” સંવર્ધન- માતૃભાષાનું”- તૈયાર થઇ રહ્યો છે…

 

samvardhan matrubhashanu“સંવર્ધન માતૃભાષાનું”

 અમેરિકન સર્જકોનું પ્રદાન

પ્રસ્તાવના

team

ગુજરાતી ભાષાના ભવિષ્ય વિષે સમર્થકો અને વિદ્વાનો તો નિશ્ચિંત જ હતા અને માનતા હતા કે . ‘ભાષા, ભુષા (વેશભુષા),ભજન અને ભોજન’ એ સર્વની લહેજત માણવા દરેક વ્યક્તિએ પોતે પ્રયત્ન કરવો પડે. એક સરખા વિચારો માતૃભાષાનાં સંરક્ષણ અને સંવર્ધન માટે હોવા એ જોગાનુજોગ છે. એ વાત જુદી છે કે અમે પાંચમાંથી ૩ હ્યુસ્ટનમાં અને એક પશ્ચિમે સાનફ્રાન્સીસ્કોમાં અને એક પૂર્વે (અમદાવાદમાં)  માતૃભાષાનાં ઉલ્લાસોને વહેંચવા અને માણવા ભેગા થયા છીએ.

કેટલાક વર્ષો પૂર્વે “ગુજરાત ટાઇમ્સ”માં  “રમેશ તન્નાની ડાયરી”માં વાંચેલ લેખ “વિદેશનાં સર્જકો ગારાનાં?” શબ્દો હૃદયમાં કણાંની જેમ ખુંચ્યા હતા, મન કહેતું હતું કે પરદેશમાં વસતા પંખીઓએ ભલે પોતાનો માળો પરદેશમાં બાંધ્યો હોય પણ કલરવમાં જે ગાઈને સંભળાવે છે તે ભાષા આજે પણ ગુજરાતી છે. ત્યારે રાજકોટથી આવેલા ડૉ. બળવંત જાનીની સમક્ષ મનમાં આવેલા આ પ્રયોગ વિશે વાત કરતા તેઓ એ સસ્મિત સંમતિ આપતા કહ્યું કે આજ તો વિદેશી સાહિત્યનું (ડાયાસ્પોરાનું) બળ છે.એ ક્ષણ મન-હૃદયમાં આજે પણ એકબંધ છે એમનો આ ઉમળકો અમારા માટે મોટી સોગાત છે.

માણસને ભોંયતળીએ કેવળ દટાઈને રહેવાનો કશો અર્થ નથી આ પુસ્તક, ભોંયતળીએથી અગાસી પર પહોંચવાનો અમારો પુરુષાર્થ છે. અમે ગદ્યના સર્જક એટલે પહેલો વિચાર આવ્યો કે આપણા સર્જક મિત્રોનાં સર્જનો એમેઝોન ઉપર તથા વિવિધ વેબ સાઇટ ઉપર છે પણ એની નોધ પાંખી રીતે લેવાતી હોય છે..(કદાચ કિંમત અને ઇંટરનેટ સમય તેનું કારણ હોય)કુટુંબીજનો અને મિત્રો પણ હળવેથી કહે પરદેશ ગયા પછી ક્યાં કોઈ ગુજરાતી બોલે છે?

દસ હજાર માઇલ દુર થી પ્રકાશન કાર્ય અને વિતરણ લગભગ નુકસાનકારક અને અશક્ય.. તેથી થતી ગુંચવણોમાં અપૂર્વભાઇ આશરનું સુચન કે કિરણ ઠાકરને પુછી જુઓ અને પ્રજ્ઞાબેનનો કિરણભાઇ માટે સારો અનુભવ એટલે અમારી કલ્પનાઓ ઘટનાઓનું સ્વરૂપ પકડતી ગઈ.

ગીની’ઝ રેકોર્ડ્બુક માં પહેલો પ્રયત્ન થયો ત્યારે ૪૨૦૦ પાનાનું પુસ્તક હતુ જે સહિયારા સર્જનનાં ૫૦ પુસ્તકો માટે પુરતુ હતુ પણ તે પ્રયત્ન અસ્વિકૃત થયો.. અને બીજા પ્રયત્ન ની વાત “ખુદી કો કર ઇતના બુલંદનાં” ધોરણે- ૧૦૦૦૦ પાના નો અપ્રગટ પ્રયત્ન હજી ગિની’ઝ બુકમા નિર્ણયની રાહ જોતો હતો તેને આંબવાનો અને તોડવાનો પ્રયત્ન વિચારાયો.

કોન્ફરન્સ કૉલ માં જ્યારે મુદ્દો મુકાયો ત્યારે કિરણભાઇએ “ડમી” તૈયાર કરી બધીજ સહાય કરીશ ની લીલી ઝંડી બતાવી “હું તમારા ઉત્સાહને વહેંચવા અને વેચવા તૈયાર છું” ત્યારે સૌ ખુશ હતા.લેખકો પર વિશ્વાસ મુકીને બેધડક પુસ્તક પ્રકાશિત કરવાનો શ્રેય એમના ફાળે જાય છે. અમારે માટે મોટો પડકાર એ હતો કે અમારી પાસે જે સાહિત્ય હતુ તે જોડણી અને પ્રુફ રીડીંગ માંગતુ હતુ. જે કામ કિરણભાઈએ ઉપાડી લીધું ને અમારી, તમારી અને આપણી માતૃભાષા ની અનોખી સફર શરુ થઇ ગઈ.

જેટલા અમેરિકામાં ગુજરાતી સર્જન કરતા હતા તે સૌ મિત્રોને એક ઇ મેલ મોકલ્યો અને બહુ જ ટુંકાગાળામાં મિત્રો એ તેમના અપ્રગટ અને પ્રગટ પુસ્તકો મોકલ્યા અને તેઓનાં માતૃભાષા પ્રત્યેનાં પ્રેમથી અમને સૌને તરબતર કર્યા…

હવે આ મહાગ્રંથનાં સર્જન ની ક્રિયા આરંભાઇ ત્યારે નામકરણ પહેલી જરુરિયાત હતી. લાંબા મંથનો ને અંતે મુખ્ય હેતૂ ઉપરથી જ નામ રાખવા સામે ક્યાંય વિરોધ નહોતો અને “સંવર્ધન માતૃભાષાનું”- અમેરિકન સર્જકોનું પ્રદાન સાથે જહેમતભરી યાત્રા શરુ થઇ દરેક પુસ્તકો વાંચવાનાં તેની શ્રેણી (વિભાગ) ફાળવવાની, શક્ય તેટલા વધુ સર્જકોને ઉજાસમાં લાવવાની ક્રિયામાં બ્લોગરો ખુબ જ ઉપયોગી થયા. અને જ્યારે લગભાગ નીચોવાઇ ગયાનાં તબક્કે ગીન્ની’ઝ રેકોર્ડ બુક માં થી ૧૨૦૦૦ પાનાનાં પુસ્તક્નાં પુરાવા મોકલવાની મંજુરી આવી અને સૌ ફરી થી પ્રોત્સાહીત થયા.

આ પુસ્તક બૃહદ સ્વરૂપે ૧૦૦ જેટલા અમેરિકામાં ગદ્ય લખતા બ્લોગરો અને લેખકોની કૃતિઓ વાચક સમક્ષ લાવે છે જેમાં ઘણાં લેખકો સુયોગ્ય ગતિએ ઘણું ગુજરાતી સર્જન કરી રહ્યા છે..

હજી જ્યારે અમે ગિની’ઝ બુકની કસોટીએ ઉભા છીયે ત્યારે એટલું તો નક્કી છે સંવંત ૨૦૧૬નું આ પહેલુ પુસ્તક હશે કે જેમાં ૧૨૫ કરતા વધુ પુસ્તકો હશે, જે પુસ્તકાલયો અને ગૃહપુસ્તકાલયોની શોભા બનશે. પ્રસ્તુત સાહિત્યની ગુણવત્તાની સાથે  સાથે કેટલાય જુદા જુદા પ્રયોગોથી સર્જકોને સર્જન કરવા જરુરી સંશોધનો અને વિવિધ તાલીમો આપવાનો પ્રયત્ન થયો છે, પાલો આલ્ટોનાં હરિક્રીષ્ણ મજ્મુંદાર દાદા તો ત્યાં સુધી કહે છે કે પ્રજ્ઞાબેને તેમની “પુસ્તક પરબ” કમ “બેઠક”ને ગુજરાતી સંવર્ધનની પ્રાથમિક શાળા બનાવી છે. જ્યાં સામાન્ય વાચક લેખક બની સંવર્ધન નાં યજ્ઞને અતિ વેગે વધાવી રહ્યો છે..

ગુજરાતી સાહિત્ય સરિતાનાં ઘણાં સર્જકો આ કક્ષાએથી જ વધીને પોતાનું અદકેરુ સર્જન માતૃભાષાને ચરણે ધરી રહ્યા છે જેમાં શૈલા મુન્શા, પ્રદીપ બ્રહ્મભટ્ટ, વિશ્વદીપ બારડ, સરયૂ પરિખ, નવિન બેંકર, ધીરુભાઇ શાહ, ચીમન પટેલ, ડૉ  ઇંદુબહેન શાહ પ્રવીણા કડકિયા, હેમાબેન પટેલ, ગીતા પંડ્યા, ચારુ વ્યાસ, મનોજ મહેતા, હિમંત શાહ,દેવિકાબેન ધ્રુવ, વંદના એન્જીનીયર,ગીરિશ દેસાઇ, કીરિટ ભક્ત,   અને વિજય શાહ બ્લોગ જગત અને પુસ્તક સર્જનનાં ઝગમગતા તારલા છે.

પ્રજ્ઞાબેન કહે છે તેમ સતત અંગ્રેજી અને સ્પેનિશ નાં વાતવરણમાં ગુજરાતી રહેવુ અને લખવુ સહેલું નથી, વળી તે લખાણ ને ઓપિનિયન, કુમાર,  અખંડ આનંદ કે નવનીત સમર્પણ જેવા સમૃધ્ધ સામાયિક સ્થાન પામવુ એ સ્વયં એક તપશ્ચર્યા અને સિધ્ધિ પણ છે.તરુલતા મહેતા ,મહેશ રાવળ ,જયશ્રી મર્ચન્ટ, સ્વ મેઘલતાબેન મહેતા,કલ્પના રઘુ શાહ,મેઘલતા મહેતા ,ડો મહેશ રાવળ,પ્રેમલતા મજમુંદાર,હરિકૃષ્ણ મજમુંદાર (દાદા),ડૉ દર્શના વરિયા,રાજેશ શાહ, નાડકર્ણી,જયવંતી પટેલ ,ભીખુભાઈ પટેલ ,હેમંત ઉપાધ્યાય,જયા ઉપાધ્યાય,પી.કે.દાવડા ,પદ્મા કાન્ત ,પદ્મા શાહ ,ફૂલવતી શાહ ,દિલીપ શાહ ,કુંતા શાહ ,વસુબેન શાહ ,ચંદ્રિકા વિપાણી ,હેતલ બ્રહ્મભટ્ટ ,નિહારિકા વ્યાસ ,મધુરિકા શાહ,પલક વ્યાસ,ધનંજંય પંડ્યા ,મધુરિકા શાહ,સમીર વસાવડા ,રમેશ પટેલ ,પ્રતાપભાઈ પંડ્યા ,ડો બંજારા ,સતીષ રાવળ,ધનંજય સુરતી ,સ્વ મીરા મહેતા,જેવા અનેક સર્જકોથી ભરેલુ છે.કેલીફોર્નીયા-સાન્ફ્રાન્સીસ્કો આજે પણ પ્રજ્ઞાબેન સાથે  વિદેશવાસી થયા પછીયે, પોતાના દેશ-પ્રદેશ અને સમાજ-સંસ્કૃતિની અવિસ્મૃત પરંપરામાં શ્વસતા રહીને “બેઠક”માં સર્જકો લખતા રહે છે જે ગૌરવની વાત છે.

આ પુસ્તક આવા સર્જકો ઉપરાંત રાજુલ કૌશિક ( બૉસ્ટન) યોગેન્દ્ર જાની ( વૉશિંગ્ટન) મહેન્દ્ર શાહ, ડો લલિત પરીખ, ડૉ નીલેશ રાણા, હરનીશ જાની  (પેન્સીલ્વીયા) આર.ડી. પટેલ, નટવર મહેતા પ્રીતિ સેનગુપ્તા, મોના નાયક, ધૃતિ સંજીવ, દિવ્યા સોની  ( ન્યુ જર્સી) ગીરીશ પરીખ, ડૉ ચંદ્રવદન મિસ્ત્રી, વિનોદભાઇ પટેલ, કેપ્ટન નરેશ ( કેલીફોર્નીયા) સુરેશ જાની ( ડલાસ) સપના વિજાપુરા, રેખા શુકલ ( શિકાગો), રેખા સિંધલ ( ટેનેસી) પ્રભુલાલ ટાટારીઆ ( ભૂજ) જયંતીભાઇ પટેલ (કરમસદ), રેખા પટેલ, પૂર્વી મોદી મલકાણ  (ડેલાવર), નરેશ ડોડીયા ( જામનગર), નીલમ દોશી ( પોરબંદર), અર્ચના પંડ્યા ( અમદાવાદ), કાંતિભાઇ કરસાલા ( જેતપુર), હીના પારેખ “ મનમૌજી” (વલસાડ), જિતેન્દ્ર પાઢ ( નોર્થ કેરોલીના),અનીલ શાહ (એટલાંટા), નયના પટેલ (લંડન)  જેવા લેખકોની કલમ થી સમૃધ્ધ છે. (

પુસ્તકમાં ગદ્યની રમણીયતા અનેક રીતે વહેંચી છે.આ પુસ્તકમાં મુખ્ય ધ્યાન ખેચે છે. “સહિયારી સર્જકતા” આપણી ભાષાને કેન્દ્રમાં રાખીને શબ્દો અહીં પાંગર્યા છે પછી એ નવલકથા હોય, નિબંધો, વાર્તા સંગ્રહો, હાસ્ય લેખો, આસ્વાદો, નાટકો, હેતૂલક્ષી પુસ્તકો, પ્રાયોગીક કે નવતર લખાણો, અહી કરેલે  ભાષા સંવર્ધન નાં નવતર પ્રયોગો પણ જેમ કે શબ્દ સ્પર્ધા..છબી એક સંવેદના અનેક અને “તસ્વીર બોલે છે”,જે ઘણા સર્જકોને સંશોધન કરવા પ્રેરશે એમાં કોઈ શંકા નથી .ટુંકમાં અહી લેખકો ક્યારેક રાગની વાત કરે છે તો ક્યારેક વિરાગની ક્યારેક કોઈ કાવ્યમૃતનું આચમન કરાવે છે તો ક્યારેક માનવીના મનને તાગવાનો પ્રયાસ, સર્વત્ર લેખકની નવી દ્રષ્ટિનો અણસાર પરખાય છે.દરેક લેખક શબ્દ અને ભાષામાં જીવ પરોવી પ્રવૃત્ત થયા છે.

હા આ પુસ્તક હીચકે ઝુલતા તો કદાચ નહીં વંચાય પણ ટેબલ ખુરસી ઉપર મુકીને જરુર વંચાશે.અને જો ગીનેશ બુકમાં આ પુસ્તકને સ્થાન મળશે તો ગુજરાતનું અને ગુજરાતી ભાષાનું આ પહેલું પુસ્તક વૈશ્વિક સ્તરે આદરણીય જાડુ પુસ્તક બનશે ( Thickest book of world)

આ પુસ્તક સંપાદનોમાં અવશ્ય અનોખું થઈને રહેશે, જે ગદ્યના મહાન રસ્તા પર એક મહત્વનું સીમાચિન્હ બની રહેવાનું છે એમાં કોઈ શંકા નથી. સંવર્ધનમાં ગતિ નું પણ મહત્વ છે પહેલાનું સાહિત્ય જાળવાતાની સાથે નૂતન સર્જનનું ઉર્ધ્વગમન પણ થાય તે જરૂરી છે.ભાષા કે સાહિત્યક્ષેત્રે  નિર્માણ કરવા નવા સર્જકો ઉભા કરવા જરૂરી છે. જુના સાહિત્યમાં નવું ઉમેરવું જરૂરી છે વાંચન સાથે સર્જન થાય તો જ ભાષા કેળવાય અને ટકે.આ મહા ગ્રંથ માત્ર રેકોર્ડ બ્રેક પુસ્તક નથી તેમાં છયાસીથી વધુ લેખકની પરદેશમાં ભાષાને જીવતી રાખવાનો પ્રયત્ન છે. એક જાગૃતિ  પ્રતિક છે લોકોનું ધ્યાન આપણી ભાષા તરફ જાય અને વિશ્વ સ્તરે ગુજરાતી ભાષાની ઓળખ આ પુસ્તક છે  એ માત્ર આર્થિક પ્રવૃત્તિ નથી.માત્ર એકવાર નહિ નિયમિત બેઠક કે સહિયારા સર્જનમાં નિતનવા વિષય કે વાર્તા પર લખી સર્જકો એ ભાષાને કેળવી છે. એમાં સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક મૂલ્યો સંકળાયેલાં છે.પુસ્તક એ ભાષાની તાકાત છે  સર્જનાત્મક ગદ્ય ના પણ હોય તો પણ ગદ્ય મૌલિક ગદ્ય તો છે જદરેક લેખકનું સાતત્ય આ પુસ્તકનું આકર્ષણ છે પછી એને વધાવવાની અને વસાવવાની જવાબદારી આપણા સૌની છે. વાંચીને પોરસવાનો આત્મીય આનંદમાંથી વંચિત ન રહેતા કારણ વાચક દુર હોય તો પણ તેના પ્રોત્સાહન થકી સદાય પાસે લાગે છે. આપ વાંચી દાદ પ્રતિસાદ આપશો ત્યારે સાર્થક થયેલું લાગશે કારણ લેખકોને ભાવકોનું પીઠબળ જ લખાવે છે.કલમનું સ્થાન સર્જન અને પ્રેરણા બંનેમાં છે હા ભૂલતા નહિ આપણે તો બીનગુજરાતી લોકોને પણ ગુજરાતીમાં વાંચતા કરવા છે અથવા આવા બધા સર્જનોનાં અનુવાદો અન્ય ભાષામાં થાય ત્યારે ભાષાનું હીર સમૃધ્ધ થાય છે.

વિનમ્ર ભાવે ગુજરાતી પૂર્વક આપના

સર્જન, સંકલન  અને સંપાદન

પ્રજ્ઞા દાદભાવાળા હેમા પટેલ, પ્રવીણા કડકિયા, વિજય શાહ,

પ્રકાશનઃ

કિરણ ઠાક્રર (બુક પબ અમદાવાદ)

(કોઇક નામ રહી ગયું હોય તો ક્ષમા -તે અમારી ક્ષતિછે જાણ કરશો તો સુધારી લઇશું)