માઈક્રોફિક્શન વાર્તા-(77)-પછાત-મધુરિકા શાહ

માનવ સેવા એજ સાચી સેવા  અને એજ પ્રભુ ની સેવા એવું માનતા  પતિ પત્ની પ્રિયા  અને આનંદે પોતાનું જીવન આદિવાસી  લોકોને સમર્પણ કર્યું ,એટલું જ નહિ પોતાના સંતાનો કે પરિવાર વિસ્તારવાનો વિચાર પણ ન કર્યો,લગ્ન સાત ફેરામાં સાત વચન હતા કે આદિવાસી લોકોને  સાક્ષર કરશું ,તીબીબી સહાય કરશું ,એમનો ઉત્કર્ષ કરશું ,સ્ત્રી વિકાસ કરશું ,બાળ સૌરક્ષ્ણ કરશું ,સ્વચ્છતા લાવશું અને એક બીજાના પુરક બની વિશ્વ જ કુટુંબ એવી ભાવના રાખશું અને માટે જ એમને પોતાના બાળકો ન્હોતા.

આનંદે પોતે નાનકડી હોસ્પિટલ પણ બનાવી હતી ,જ્યાં દર્દી અને પ્રસ્તુતા સ્ત્રી આવતા  બન્ને સાથે મળી સ્ત્રી શિક્ષણ સાથે તબીબી સારવાર આપતા એમનું સ્વપન હતું કે આ વિસ્તારના આદિવાસી સ્ત્રી-પુરુષોની એવી પેઢી તૈયાર કરવી કે જે પોતાના જાતભાઇઓને પણ ભણાવી શકે અને અજવાળાના માર્ગે આગળ જવાની પ્રેરણા આપી શકે.

પ્રિયા આજે આદિવાસી સ્ત્રીને ભણાવવા જવાની હતી  આનંદ પણ સાથે ગયો ,વ્યવસાયે ડૉ હતો માટે ત્યાં જઈ  લોકોને સ્વાસ્થય વિષે સજાગ કરતો ,હોસ્પીટલમાં અચાનક એક સ્ત્રી આવી પ્રસ્તુતિની વેદના સાથે અને પ્રસ્તુતિ થઇ, બાળકી જન્મી પરંતુ માં ન બચી. આ નવજાત બાળકને એક પછાત આદિવાસી સ્ત્રીએ પોતાના બાળક સાથે બીજી છાતીએ સ્તનપાન કરવાતા જોઈ પ્રિયાનું માતૃત્વ જાગી ઉઠ્યું, આનંદે બાળકી પ્રિયાના ખોળામાં મુકી.

અને આજે વીસ વર્ષ પછી પ્રિયાને પછાત આદિવાસી બાળકીએ એક સંપૂર્ણ સ્ત્રી – માં બનાવી.    

 

 તસવીર બોલે છે.-(24) મધુરિકા શાહ.

80646

નહીં જવા દઉં!

નહીં જવા દઉં! હું તારો ટાંટીયો છોડવાની નથી. આપણાં બાળકોને હજુ આપણા બન્નેની જરૂર છે. સંસાર માંડ્યો છે.  ફરજો બજાવવી જ જોઇએ.સંસારથી આમ ભાગવાની જરૂર નથી. માત્ર આપણી ફરજો પૂરી કરતાં સંસાર આપણામાં ન ગરી જાય એ રીતે જાગતાં રહેવાની જરૂર છે. નહીં જવા દઉં!  સંસારમાં જે કર્તવ્‍ય છે, તેને છોડીને ભાગી જવું ઉચિત નથી. જયાં સુધી જીવો છો. કર્મ ચાલતુ જ રહેશે.આમ ભટક્યાં જ કરીશ!તમે દોડીને પણ જોઇ લીધું કે પહોંચી શકાતુ નથી.રથનાં બે પૈંડા સરખા હોય તો રથ સરળતાથી ચાલે. એક પૈંડાથી તો અધૂરપ જ રહે એઅલે જ પુરૂષ ને પ્રકૃતિ, ઇવ ને આદમની રચના કુદરતે કરી છે.પત્નીને અર્ધાંગીની કીધી છે પણ માત્ર અર્ધાંગથી તો અધુરું જ રહે.વાંધા વચકા કાઢ્યાં વગર અહંભાવ ઓછો કરી સહનશીલતા રાખી જો પતિ પત્ની એક બીજાનાં પૂરક બને તો ઘરેથી ભાગી મન બીજે ભટકે નહીં, અને જીવનથી એટલો હતાશ અને ભાંગી બાવો બની જાઉં એવા વિચાર આવે. સંસારથી દૂર ભાગવાની જરૂર નથી . જે જીવનમાં પ્રેમ નથી ,તે જીવનમાં એક પ્રકારનો અજંપો  હોય છે અનેક પ્રકારના રોગ હોય છે .પ્રેમના અભાવને કારણે બધી ગડમથલો છે.તને તારામાં ભરોશો નથી અને મારામા વિશ્વાસ નથીઆમ વિશ્વાસ ગુમાવવાથી શું મળશે હું તને ભાગેડુ નહિ બનવા દઉં,આપણે બન્ને સાથે મળીને આપણા પ્રશ્નો ઉકેલશું. હું તારો ટાંટીયો છોડવાની નથી.નહીં જવા દઉં!

છબી એક સ્મરણો અનેક-મધુરિકા શાહ

 

10988296_10152835078559842_2816535904507271234_n

પણ આ શું?  આ છબી શું કહી રહી છે?

ગભરૂ અને ગરીબ ઘરની આ કન્યા

સજ્યાં છે આજ સોળે શણગારા

વાટ જુવે એ મનનાં માનેલાની

કોડ ઘણેરાં છે અંતરમાં

માન્યો ચે જેને જનમ જનમનો સાથી

સેવ્યાં છે સપના સોનેરી અનેક

પણ આજે તડપ છે મિલનની

તોયે હૈયું થરથર કંપે છે.ક્યાં એ “બુધ્ધુ” નીતેશ ને ક્યાં આજે અમેરિકાથી મોટો સાહેબ  બનીને આવતો નીતેશ!નેહલ બાલપણનાં એ “બુધ્ધુ” નીતેશનાં સ્મરણોમાં સરી પડી.હંસાબેનને સમણીકભાઇનો બાલપણથી તે યુવાનીમાં પગલાં માંડ્યા ત્યાં સુધી સાથ જ હોય ને વળી સમણીકભાઇને હંસાબેન  અને પ્રવિણભાઇને પ્રતિમાબેનની મિત્રતા પણ ગાઢ.સમયના વ્હેણ સાથે આ બન્ને બાળકોની મિત્રતા પાગરતી ગઇ ને પ્રેમમાં પરિણમી.અચાનક એક દિવસ નેહલને સ્માચાર મળ્યાં કે નીતેશ આગળ ભણવા અમેરિકા જાય છે, ને નેહલ ખૂબજ રડી, જતા પહેલાં નીતેશ મળવા આવ્યો ને કહ્યું કે તું મારી વાટ જોજે.  લગ્ન તો હું તારી સાથે જ કરીશ.ત્યાર પછીના ચાર વર્ષમાં સંજોગો અનેક રીતે બદલાયા. પ્રતિમાબેનની માંદગી, અવસાન.હવે પ્રવીણભાઇ તો સાવ ખખડી ગયા. નેહલે નોકરી સ્વિકારી લીધી હતી.પ્રવીણભાઇએ હવે નેહલ ને નીતેશ પરણે એ આશા પણ  છોડીદીધી।પરંતુ નેહેલ હજી વાટ જોઈ રહી હતી.પ્રવીણભાઇએ રમણીકભાઇ હંસાબેનને નેહલનાં લગ્નની વાત કરી ને કોઇ સારા મૂરતીયો ખ્યાલમાં આવે તો જણાવવા કહ્યું.ત્યાં તો હંસાબેન બોલી ઉઠ્યા નીતેશ આવતી કાલે જ અમેરિકાથી આવી રહ્યો છે. રમણીકભાઇ તમારે માત્ર કંકુ કન્યા ને રુડુ રૂપાળુ શ્રીફળ સાથે તૈયાર રાખવાના  છે.શણગાર સજેલ કન્યા આશા નિરાશા વચ્ચે ઝોલાં ખાતી દ્વારે ઉભી છે વાટ નીરખતી કોડીલી કન્યા આ ચિત્ર માં દેખાય છે.ભય છે પણ મન કહે છે ….એ આવશે અને જરૂર આવશે.

શાંત દરવાજે વાટ નીરખતી

એક કન્યાને મેં જોઈ હતી,

મે એક પ્રેમિકા જોઈ હતી.

એના હાથ ની મેંહ્દી હસતી તી,

એના આંખ નુ કાજળ હસતુ તુ,

એક નાની સરખી આહટ થી આશાનું કિરણ દેખાતું હતું

મધુરિકા શાહ

થોડા થાવ વરણાગી (15) મધુરિકા શાહ

 

madhurikaben

 

 

 

 

વિમળાબેન અને મનહરભાઇએ પોતાના બન્ને બાળકો સુરભી અને સૌરભને ખૂબ જ સાદાઇથી ઉછેર્યાં.  બાળકોને સારા સંસ્કાર આપ્યાં ને સાથે કરકસર કરી કેમ જીવન જીવાય તે પણ શીખવ્યું.સુરભી અને સૌરભ તો હવે વિશ્વવિદ્યાલયમાં જશે ને હવે પછીનાં નિવૄત જીવનમાં કંઇ કંઇ પ્રવૃત્તિ  કરીશું તે વિચરોમાં પતિ પત્ની રાચતા હતા.ભવિષ્યમાં શું સર્જાયું છે તે કોણ જાણે?  એક દિવસ વિમળાબેને કંઇ શરમાતા ક્ષોભ પામતાં નવા મહેમાનાનાં થનાર આગમનની વાત કરી.

સમય વીતતાં નવશીશુનો જન્મ થયો.  શીવમનાં આગમને આ દંપતિનાં જીવનમાં પરિવર્તન થયું.બે દશ્કા પછી જાણે દુનિયા બાળકો માટે પલટાઈ ગઈ હતી.  નવાં નવાં રમકડાં ને બાળકો માટેનાં સાધનો જોઇ મનહરભાઇ અને વિમળાબેન આભા બની ગયાં.  કંઇક વિચારી બન્નેએ નક્કી કર્યું કે સમયનાં વ્હેણ સાથે આપણે પણ આપણાં વિચારો રહેણી આમ અનેક રીતે બદલાવ લાવવાનો છે.

મનહરભાઇ કરકસર કરી જીવ્યા હતા એટલે સારી એવી મૂડી ભવિષ્યનો વિચાર કરી બચાવેલ.શીવમનાં નર્સરીનાં એડ્મીશન માટે મોટી રકમ આપવી પડી.  શીવમને જોઇતી દરેક વસ્તુ તેઓ પ્રેમપુર્વક લઈ આવ્યાં,શીવમ પ્રાયમરી સ્કુલમાં ગયો એટલે મિત્રોનાં જન્મદિવસની પાર્ટી, ગિફ્ટ, નવાં કપડાં આ બધું શરૂ થયું.

આજે શીવમની સ્કૂલમાં પેરન્ટ્સ ડે હતો.  શીવમે મમ્મીને કહ્યું મમ્મી આજે તમે મારા બીજા મિત્રોની મમ્મી તૈયાર થઈને આવે છે તેવાં જ કપડાં દાગીના પહેરીને આવશોને? હા! બે ઘડી તો વિમળાબેન વિમાસણમાં પડ્યાં પણ હસતું મોઢું સાખી કહ્યું જરૂર જરૂર બેટા!  સાંજે જવાના સમયે શીવમે મમ્મીને જોયાં ને ભેટી પડ્યો.  મમ્મી you look awesome!  ને મમ્મીની આંખમાંથી આંસુ સરી પડ્યાં.

સમયનાં વદલાવથી સાથે દરેક ક્ષેત્રમા થોડો ઘણો બદલાવ આવે છે ને લાવવાનો હોય છે જેથી પરસ્પરનો આનંદ બમણો થાય છે.

મધુરિકા શાહ

 

સુખ એટલે…(18)મધુરિકા શાહ.  

સુખનું નામ લેતાં જ શાંતિ મળે છે.  માનવીને, પ્રાણી માત્રને સુખ ગમે છે ને જીવન પર્યંત એ માટે વલખાં મારે છે.સુખ અનેક પ્રકારનાં છે ને મને પણ બાલપણમાં ઢીગલા ઢીંગલીઓથી રમવામાં અનેરુ સુખ મળતું પછી પરિક્ષાનું પરિણામ સારું આવે તે દિવસનું સુખ, સાહેલીઓ સાથે મસ્તી કરવાનું સુખ, તરવાનું સુખ, પરણ્યાનું સુખ, બાળકને ઉછેરી સારા સંસ્કાર આપી પ્રેમ કરવાનું, પરણાવવાનું તેના બાળકોને રમાડવાનું. હવે મારાં ગાત્ર ઢીલાં પડવાં લાગ્યાં છે.  ઉપર જણાવેલ બધાં જ સુખો પરિવર્તનશીલ છે તે અનુભવે જાણ્યું.સૌ કીયે છે કે ઘડપણમાંતો ગોવિંદને ભજી લ્યો તો બેડો પાર.મારા આધ્યાત્મિક વાંચન અનુસાર મને એક વાત મગજમાં બેસી ગઇ કે જો આપણું લક્ષ મોક્ષનું હોય તો માત્ર ક્રીયાજડ થયે નહિ ચાલે.સદગુરુનું માર્ગદર્શન જોઇએ.પણ સદગુરુ શોધવા ક્યાં ને આપણે શોધ્યે જડે છે પણ ક્યાં?  મારા સદભાગ્યે મને બ્રહ્મશ્રોતિય સદગુરુ મળ્યાં જેના ઓજસ ને હાજરીથી પણ આપણામાં આનંદના ફુવારા સ્ફુરે.આ સદગુરુના સત્સંગ વ્યાખ્યાન સાંભળતાં પણ આપણામાં કોઇ દિવ્ય પ્રકારનો આનંદ આવે ને હવે હું એટલું તો સમજી છું કે આધ્યાત્મિક મારગે ચલતાં સદગુરુની આજ્ઞાએ ચાલતાં જે સુખ મળે તે દિવ્ય સુખ હોય.

“પરમ સુખ શાંતિ પાના જો તો સદગુરુકે શરણ જાના”

         નિધ્યાજ સેવા, નિષ્કામ ભક્તિ હો શ્રેય પંથે મુજ આત્મશક્તિ.

મારાં જીવનનો આ છેલ્લો દશકોજ હશે.  સદગુરુનાં વચનો સાંભળુ છું ને કોષિશ કરું છું ને કોઇવખત તેમનાં વાક્યો વાગોળું છું તો તો પણ અનેરી મસ્તી માણું છું, ને હું સુખની સેજમાં હોઉં એમ લાગે છે.  તો તેમના કીધેલ, ચીંધેલ ને જે દીધું છે તે મારગે પરમાનંદ ને સુખ શાંતિજ હોય ને એક ભક્તે કહ્યું છે કે

“હા! હું ને મારુંના હવન ક્યારે

હવે થઇ મારા હૈયામાં હાશ,

     અગમ ઘરે જઇ ચઢી”

આ હું પણુ મારે છોડવાનું છે.  મારગમાં સંપૂર્ણ સમર્પણભાવ જોઇએ સમય થોડો છે ને કામ તો હજુ સદગુરુનાં વચને ચાલવાનું ઘણું કરવાનું છે.  અત્યારે તો પ્રભુની સાથે વાતો કરીને પણ સુખ સુખ માણું છું કે

“કબ હોગા પ્રભુ કબ હોગા

  યહ દિવસ હમારા કબ હોગા?”