સાહિત્ય પ્રેમીઓની, માતૃભાષાના માધુર્યને ઝીલતી આ બેઠકો, પણ એટલી જ ગૌરવશાળી છે.

e216bb7748970e086542123ffe232338

 

 

 

“બેઠક” શબ્દની સૌરભ જ કોઈ ઓર છે. આપણા સંત શિરોમણી વલ્લભાચાર્યની વિચરણના ..સત્સંગના સ્થાનકો, આસ્થાની ગાદી બની તીર્થો બની ગયા છે. સાહિત્ય પ્રેમીઓની, માતૃભાષાના માધુર્યને ઝીલતી આ બેઠકો, પણ એટલી જ ગૌરવશાળી છે. સુશ્રી પ્રજ્ઞાબેન એટલે, ઉત્સાહી સૂત્રધાર ને તેમણે સાહિત્ય ઉપાસકોનો એટલો જ ઉમળકો મળ્યો..સૌ ધન્યવાદને પાત્ર છે. આપની વાર્તાને ઈનામ મળ્યું એ સમાચાર પણ મીઠડા છે. શ્રી દાવડા સાહેબનો અદમ્ય ઉત્સાહ અમને પણ પ્રેરણા આપે છે. સૌની સાથે સંવાદ જાળવવો એ એક કલા છે ને સુશ્રી પ્રજ્ઞાબેનના કાર્યની સુવાસ , બે એરિયાની સુવાસ બની ગઈ છે…સૌને અભિનંદન.

રમેશ પટેલ(આકાશદીપ)

બેઠકનું પ્રેરણાનું બળ બન્યા

ગુજરાતી ભાષાની લગોલગ ઉભા રહેવાનો “બેઠક”નો આ નમ્ર પ્રયત્ન છે.

ડો.પ્રતાપભાઈ પંડ્યા, વિજયભાઈ શાહ,કનુભાઈ શાહ,ડો. દિનેશ શાહ,, હરિકૃષ્ણ મજમુંદાર, પ્રેમલતા બા, મેઘલતા બેન મહેતા, પદ્મા શાહ ,જયશ્રીબેન તરુલતાબેન મહેતા, ,પ્રેરણાનું બળ બન્યા,અને તેલ પૂરી “બેઠક”નો દીવડો સદાય ઝગમગતો રાખ્યો.

ભાષાને જીવંત રાખવાના પ્રયત્નોને સલામ.-નિલમ દોશી

nd1

 

 

 

 

ગુજરાતથી દૂર રહીને ગુજરાતી ભાષાને જીવંત રાખવાના આપ સૌના પ્રયત્નોને સલામ.
બેઠકમાં ખૂબ સરસ કામ થઇ રહ્યું એ જાણીને. વાંચીને ખૂબ આનદ થયો.સર્વે સર્જકોને દિલના અભિનંદન..અને બેઠક ફૂલતી, ફાલતી રહે એવી શુભેચ્છાઓ..
કદીક રૂબરૂ પણ ચોક્ક્સ મળીશું.અત્યારે શબ્દો થકી આપ સૌને જાણૂં છું એ પણ કયાં ઓછું છે ?
પ્રજ્ઞાબહેન અને અન્ય સૌ સ્રજકોને ફરી એકવાર હાર્દિક વધાઇ

નિલમ દોશી

“પુસ્તક પરબ” એજ “બેઠક”-

10955541_10153182911209347_7545686870249663973_n

બેઠકનું આયોજન –પ્રજ્ઞા દાદભાવાળા,

સંચાલન:પ્રજ્ઞાબેન દાદભાવાળા,કલ્પનારઘુ શાહ ,રાજેશભાઈ શાહ.

સેવા અને સહકાર -રમેશભાઈ પટેલ,સતીશ રાવલ ,તસ્વીર –રઘુભાઈ શાહ 

સમાચાર પ્રસારણ: રાજેશભાઈ શાહ,રેડિયો પ્રસારણ –જાગૃતિ શાહ 

ધ્વની પ્રસારણ અને સંચાલન : દિલીપભાઈ શાહ .

dsc0117-bethak-team

“પુસ્તક પરબ” એજ “બેઠક”-
2012 મા પ્રતાપભાઈ પંડ્યા ના સૌજન્ય થી પુસ્તક પરબ શરુ કરેલ પછી “બે એરીયા ગુજરાતી સમાજે” પુસ્તક આપ્યા અને પુસ્તક પરબને નવું સ્વરૂપ આપ્યું” બેઠક” આપણી ભાષાને ઉજાગર કરવા ,ગુજરાતી ભાષાના વૈશ્વિક પ્રચાર, પ્રસાર અને જાળવણીના એક નાનકડો પ્રયાસ રૂપે “બેઠક”ની શરૂઆત થઇ અને બે એરીયામાં રહેતા ગુજરાતી ભાષાના પ્રેમીઓએ ઉપાડી કલમ…જેના.ફળ સ્વરૂપે માત્ર વાંચન નહિ લખવાનું કાર્ય બેઠકમા થયું. હેતુ છે,પુસ્તક દ્વારા નવા વિચારો સમાજને આપવા અને વાંચન ની સંવેદના ખીલવવાનો.અહી વાંચન સાથે સર્જન કાર્ય પણ થાય છે“નિતનવા વિષયો સાથે લખવું અને ભાષાની સાથે કલમને પણ સર્જકોએ કેળવવી”.., ગુજરાતી ભાષાની લગોલગ ઉભા રહેવાનો અમારો આ નમ્ર પ્રયત્ન છે. ડો.પ્રતાપભાઈ પંડ્યા, કનુભાઈ શાહ,ડો. દિનેશ શાહ, વિજયભાઈ શાહ, જયશ્રીબહેન મર્ચંટ પ્રેરણાનું બળ બન્યા. વિજયભાઈ શાહના સહિયારા સર્જન અને નૂતન વિષય સાથે સર્જન શક્તિ પણ ખીલવા માંડી, મૌલિક વિચારોએ લોકોનું ધ્યાન આપ મેળે ખેચયું, ઉગતા લેખકો-કવિઓ ને યોગ્ય તક ની સાથે યોગ્ય માર્ગદર્શન પણ મળી રહે અને સર્જન થાય તે માટે યોગ્ય વાતાવરણ ઉભુ કરવા દિનેશભાઈ શાહ ,દેવિકાબેન ધ્રુવ ,મહેશભાઈ રાવલ, કૃષ્ણ દવે ,આદમ ટંકારવી જેવા લેખકો અને કવિને બેઠકમાં આમંત્રણ આપી સર્જન ને યોગ્ય દિશા આપવાનો મારા પ્રયત્ન હજુ ચાલુ જ છે. ગઝલનો વર્કશૉપ રાખ્યો તો ક્યારેક વાર્તા સ્પર્ધા પણ યોજી. બાળકો દ્વારા નરસિંહ મહેતા આદિકવિ નસિહ મહેતાને સંગીત દ્વારા પ્રસ્તુત કરી ગુજરાતી સાહિત્યને જીવત કર્યું તો લેખકો દ્વારા ક્યારેક ઝવેરચંદ મેઘાણી, કલાપી તો ક્યારેક નરસિંહ જેવા કવિ ની કવિતા નો આસ્વાદ કરાવી સાહિત્યના પાના ઉખેડ્યા. “બેઠક”ની માળાના મણકામાં નિત નવા મણકા ઉમેરવાનો આ અમારો નમ્ર પ્રયાસ છે. જેના ફળ સ્વરૂપે પુસ્તક સર્જાયા,

આપ સર્વે આદર થી તેને વખાણશો – વધાવશો તો લખનાર ને પ્રોત્સાહન મળશે.

Presentation1

“બેઠક” વિષે

દર મહિને મળતી પુસ્તક પરબને મળ્યું નવું સ્વરૂપ… “બેઠક”પરબમાં કાવ્યપઠન,વિચારો અને લખાણો વાંચન પૂરતા માર્યાદિત હતા,તેને મોટો મંચ આપી, કોઈએ વાચ્યું હશે,અનુભવ્યું હશે તે સર્જન દ્વારા રજુ કરશે.તેમજ હવે”શબ્દોનાસર્જન”https://shabdonusarjan.wordpress.com/માં  લખતા લેખકો એમની રજૂઆત” બેઠક” દ્વારા કરશે.બેઠક લખવા માટે લોકોને પ્રેરશે,ગુજરાતી ભાષામાં જે ઉત્તમ સાહિત્ય સર્જન થાય છે તેને લોકો સમક્ષ રજૂ કરશે,બે એરિયાના ગુજરાતી ભાષાના પ્રેમીઓ અને પ્રતિભા ને મંચ આપી લોકો સમક્ષ રજુ કરશે ટુકમાં લેખક,વાચક,પ્રેક્ષક અને કલાકાર વચ્ચે કડી થવાનો સેતુ -​એટલે “બેઠક”

“બેઠક”માં ઔપચારિકતા કરતા નિકટતા વધુ છે.મારું કામ વાચક સર્જક અને પ્રક્ષકોને મેળવવાનું છે.બેઠકના સર્જકો પાસે વિચારો છે સાથે લખવાનો સંઘર્ષ પણ ,મહત્વની વાત એ છે કે કોઈ પ્રયત્ન છોડતા નથી ,કામ નાના પાયા પર થાય છે, “બેઠક” વાંચનાર ની અનુભૂતિનું સર્જન છે.અહી લખનાર દરેક વ્યક્તિ પહેલા વાંચે છે,અનુભવે છે અને અનુભવ્યા પછી કલમને ઉપાડે છે.

પરદેશમાં ગુજરાતી વાંચવાની ભૂખ પરબમાં સંતોષાય છે.પુસ્તકોમાં પાના ફેરવી જતા લોકો વાંચતા થયા છે ત્યારે મને પરદેશમાં ગુજરાતી ભાષા જીવંત છે તેવું લાગે છે,અહી નું આયોજન મુક્ત રહી… કહી પણ પુરવાર કાર્ય વગર માત્ર નિજાનંદ માટે છે હું એક બેઠકના આયોજક તરીકે માનું છું  કે અતિશય બુદ્ધિમતા પ્લાનિંગ અને આયોજન કરી લખનાર વ્યક્તિ સારો સર્જનકાર ન થઇ શકે.બેઠક બોલાવવી,લેખો છાપવા,પુસ્તકો પ્રકાશિત કરવા એ માત્ર પ્રેરણાના બળ છે, કોઈ નામના કે પૈસા કમાવાની કે ફંડ ઉભો કરવાની વૃતિ નથી.લખનાર વ્યક્તિ અત્યારે પોતાના સ્તર મુજબ લખે છે, અત્યારે માત્ર સાહિત્યનો સ્પર્શ માત્ર દેખાશે,હું માનું છું કે આજના હૃદયમાંથી નીકળેલા અનુભૂતિના શબ્દો ભવિષ્યમાં સાહિત્ય જરૂર બનશે…આપણી ભાષાને વાંચન,લેખનઅને રજૂઆત  દ્વારા જીવંત રાખવાનો “બેઠક”નો  અમારો નમ્ર પ્રયત્ન છે.વાચકો ,સર્જકો પ્રક્ષકો,જાણતા અજાણતા સાહિત્યના પાના ઉખેડે છે.વડીલો જે પરદેશમાં પોતાની માતૃભાષાને શોધતા હતા તેમના માટે “બેઠક”ગોળના લાડવા છે,મારો પ્રયત્ન માત્ર ધરબી રાખેલું બહાર કાઢવાનો છે,બેઠકમાં સંખ્યાનું મહત્વ નથી,હાજરી કે આંકડાની વાત ક્યાય નથી,જેને માન થાય તે ભાષાને શોધતા આવે છે અને ન આવી શકે તો પોતાનું લખાણ જરૂર મોકલે છે ત્યારે મને “બેઠક”બોલાવ્યાની સાર્થકતા લાગે છે.

“બેઠક”પરદેશમાં ભાષાપ્રેમી ગુજરાતી માટે જીવનને પુષ્ટ કરતુ પરિબળ બને,અને માતૃભાષાના સંવર્ધન અને વિકાસનો એક પ્રયત્ન પણ બની રહે તો મને એક નીમ્મિત થયાનો સંતોષ જરૂર થશે.

પ્રજ્ઞા દાદભાવાળા

અભિવ્યક્તિ-રેખા શુક્લ

કૂમળી કાયા કંચનવર્ણી જો ને “બેઠક” છે આંગણે
પ્રેમની હેલી ને શબ્દો નું ટોળુ “બેઠક” છે પ્રાંગણે

ગમતીલા મિત્રોનો પરિવાર જ “બેઠક” છે આંગણે
ટહુક્યા જ કરે મયુરપંખીણી રે “બેઠક” છે પ્રાંગણે

મેહફિલનું લીલુછમ્મ મેદાન છે “બેઠક” છે આંગણે
પ્રેમી પંખીડાનું ગગન ખુલ્લુ રે “બેઠક” છે પ્રાંગણે
—-રેખા શુક્લ

દિવાના છે શબ્દો ના અહીં બધા
હૈયે ટાઢક પોઢી છાયા, રોજ આપે એક ગઝલ બેઠકમાં
મિત્રોના નામ નહીં ગઝલ શબ્દો આશ્વાસન બેઠકમાં

નખરાળી ને મિઠ્ઠી મિઠ્ઠી વાતો ને ટાંકવી બેઠક માં
નંબર-વન જુગલબંધી ને રૂમઝૂમ ચાલ બેઠક માં

પ્રીતમ હોય છે , ક્યાંક ટહુકી ને વણી ગઝલ માં
દિલના દ્વાર ખોલી નાંખે એક ગઝલ એક બેઠક માં

પાલવડે થી છૂટ્ટા થયા છે મોતીડાં ભેગા બેઠક માં
પર્વ સંગ આવી અવસર બનવા આવો ને બેઠકમાં

જાય પ્રજવલ્લી શમ્માની અહીં એક ગઝલ બેઠકમાં
દર્દીલા ગીતો મહીં પુષ્પો વેર્યા મેહફિલે બેઠક માં

શબ્દો ની સરિતા વેહતી ગઝલ નાજુક બેઠક માં
થન ગન નાચે રૂપ-સુંદરી વાતો અહીં બેઠક માં

મળે છે દિલ થી દિલ અહીં શબ્દો સાથે બેઠક માં
પૂરવાને બેઠક માં પ્રાણ આવી એક ગઝલ બેઠક માં
——રેખા શુક્લ