જળ વિના જીવન -હેમંત ઉપાધ્યાય

કરે  છે  ચિત્કાર    દીકરી , મને   આવવા    તો   દો

એક વાર  આ   ધરતી ને    નમન   કરવા  તો     દો

બાપ  ના  ઉર મહેલ   માં  , આનંદ નૃત્ય  કરવા તો  દો

એની   મિત્ર  થઇ ને એનું   ,જીવન    સજાવવા  તો  દો

કરી    વિદાય  મને  ,   આંખ  ના પાણી  વહેવા   તો  દો

દીકરી વિના  ડૂબી  ગયું   વિશ્વ ,  આંખ ને  કહેવા તો  દો

બે બે   પરિવાર ને  મન મૂકી   મને , મહેકાવવા    તો   દો

નારી છે  વિશ્વ   નું   આભુષણ ,  અમને  મલકવા    તો  દો

જેણે   રોક્યો   દીકરી  અવતાર ,એને   નરક માં જવા તો  દો

દીકરી વિના નો સંસાર ,પાણી વગર નો સાગર  કહેવા તો  દો

દીકરી છે સ્વર્ગ    ધરતી નું  , એ   વાત   અનુભવવા    તો  દો

દીકરી વિનાનું ભવન ,ને જળ  વિનાનું  જીવન   સહેવા   તો  દો

હેમંત   ઉપાધ્યાય

1065  W.HILL CT

CUPERTINO      CA  95014

USA

આ મહિનાનો વિષય -કવિતા(૩)સપના વિજાપુરા

પપ્પા

તમારી ભૂરી થાકેલી આંખોથી તાકતાં
તમે મને કહેતાં કે
“બાનીયા, મારાં પગ બહુ કળે છે
દબાવી દે”
અને હું નાનું ફ્રોક પહેરીને
તમારાં પલ્ંગ પર ચડી જતી
અને મચ્છરદાનીની બે લાકડીઓ પકડીને
તમારા એસીડથી બળેલા અને સફેદ ડાઘવાળા
પગ પર ચડીને હું ચાલ્યા કરતી..જ્યાં સુધી
તમે સૂઈ ન જતાં…
પપ્પા હવે મારાં પગ કળે છે પણ
એનાં પર ચાલવાવાળુ કોઈ નથી.
પણ મારે તો એ નાની ‘બાનકી’
બની જવું છે જે ફ્રોક પહેરીને
તમારાં પગ દબાવતી હતી..પણ
હવે તમારાં પગ નથી..દબાવવા માટે અને
સપના હવે નાની નથી….
સપના વિજાપુરા

આ મહિનાનો વિષય -કવિતા(2) પ્રજ્ઞા દાદભાવાળા

પપ્પા કેમ ભૂલી ગયા ?

નાનપણમાં વાર્તા સંભળાવતા

ભૂલકણા એ મારા પપ્પા  

પોતાની ચીજ ન મળે તો

બસ ગુસ્સે થઇ જતા

એકલા જમી ન શકતા

અને કોઈની પણ મદદ

વગર તૈયાર પણ ન થઇ શકતા

એટલું જ નહિ  અમારા વગર

એકલા ટકી પણ ન શકતા

હું કરી લઈશ કહેનારા

સિદ્ધાંત ને પકડી ચાલનારા

સાચકલા શબ્દો બોલનારા

મારી જીદ પૂરી કરનારા  

શાંત રહી

અમારા હૃદય સુધી પહોચનારા

પપ્પા  તમે  દીકરીને કેમ ભૂલી ગયા?

આ આંગળી પકડીને તમે ચાલતા શીખવ્યું હતું ને ?

નાની નાની વાતો કહી કૃષ્ણ ,ગાંધી બુદ્ધનો

પરિચય કરાવ્યો  હતો ને ?

અને  મારી જિંદગીની

ભુલભુલામણી માંથી બહાર  

તમે જ કાઢી હતી ને ?

અરે આ ઘરની ચાર દીવાલો ની બહાર

મારા પ્રથમ પગલાને તમે જ તો

કુમ કુમ પગલે વધાવ્યું હતું ને ?

અરે મને મારા અસ્તિત્વનો

એ અહેસાસ પણ તમે જ આપ્યો. પપ્પા

આજે મને પાંખો આવી ગઈ છે..

બસ હવે મારી જાતે હું ઉડી શકું છું.

અરે  હિચકે બેસાડી  

ઊંચું  આકાશ  દેખાડી

ખોટા વ્યહવારમાં ઢંકાયેલી દુનિયાની

ઝાંખી તમે કરાવી હતી ને પપ્પા

પપ્પા યાદ  કરો

તમારી એ દીકરીને ….

હું દીકરી નહિ તમારો દીકરો છું કહ્યું હતું ને ?

તો શું પપ્પા

તમને વૃધાશ્રમમાં જતા રોકી

મારા ઘરે ન લાવી શકું ?

કવિતા (૧) “ચાલે ને?”પ્રીતિ સેનગુપ્તા

 

મિત્રો

આજે “બેઠક”માં  પ્રીતિ  સેનગુપ્તાની કવિતા રજૂ કરતા  આનંદ અને ગર્વ અનુભવું છું. એક એવી લેખિકા જેમને  “વિશ્વગુર્જરી” એવોર્ડ,ગુજરાત સાહિત્ય પરિષદનો પુરસ્કાર,ગુજરાત સાહિત્ય અકાદમીના ચાર પુરસ્કાર મળ્યા છે. એમણે આપણી પ્રવૃતિને વેગ આપવા આ મહિનાના વિષય માટે કવિતા લખી મોકલાવી છે શું  કહું મારી પાસે શબ્દો નથી. આપ સહુ આ કવિતા વાંચો અને પ્રેરણા મેળવો.

“ચાલે ને?”

             પ્રભુ, હરિ  ને ઈશ્વરને વચગાળે
              હું તમને જો સખા કહું તો ચાલે ?
             એમ તો મારે મિત્રો છે, પણ
              ના બને બહુ મળવાનું   .
               એકલી હોઉં , કોઈ સાથે
               ખાસ નહિ ભળવાનું  .
              તમે મળો તો બહુ સારું , ને
              કરીએ વાત નિરાંતે.
              તમને હું જો સખા કહું તો ચાલે?
               હું તમને જો સખા કહું તો ચાલે ?
               વળી ક્યારેક તો થાય કે મારે
               શા માટે ગભરાવું ?
               મને ગમતા નામે બોલાવીશ,
               એમાં શું શરમાવું ?
               તો હવે, પ્રિયજન , આપણ બેઉ
               કાયમને સંગાથે   .
               જો હું તમને સખા કહું તો ચાલે ?
               હું તમને જો સખા કહું તો ચાલે ?
                                   ——–પ્રીતિ  સેનગુપ્તા

આ મહિનાનો વિષય -કવિતા

ચાલો મિત્રો કવિતા લખીએ 

કવિતા એટલે શું?

છંદ અને પ્રાસમાં ગોઠવેલી વાણી? 

આગળ-પાછળ શબ્દો કરીને લખાયેલી ભાષા? 

કલ્પના, લય, પ્રાસનો સરવાળો? 

કવિતા કોને કહીશું? 

ઉમાશંકર જોશીએ કવિતાને આત્માની માતૃભાષા કહી છે. 

કવિતા તો આ સમગ્ર સૃષ્ટિમાં એ પરમચૈતન્યની જેમ કણેકણમાં સમાયેલી છે, કણેકણમાં ધબકી રહી છે. માત્ર તેને તમારી અમુક વિશિષ્ટ દ્રષ્ટિથી અને શોધી કાઢીને શબ્દસ્થ કરવાની છે, આકાશ પહાડો , ખળખળતાં ઝરણા, પંખીના ટહુકા, ફૂલોની સુગંધ એ બઘું જ હૃદયને તરબતર કરી નાંખનારું છે.કવિતાનું પણ આવું જ છે.

અનિલભાઈ ચાવાડા કહે છે .હું કવિતા લખું છું, કારણ કે મારે પોતાને મળવું છે. કવિતા દ્વારા હું મારા શ્વાસને ઈસ્ત્રી કરીને રાખી શકું છું. મેં આગને કાગળના પડીકે બાંધવાના મિથ્યા પ્રયત્નો કર્યા છે, અને આ પ્રયત્નોમાંથી ઉદભવી છે કવિતા. કવિતાએ મને નહીં આવેલાં આંસુને પણ લૂછવાની શક્તિ આપી છે. કવિતા દ્વારા હું મને જગત પાસે વંચાવી શકું છું..માત્ર તમારું હૃદય ખુલ્લું હોવું જોઈએ.  

માઈકલ એન્જેલો કહેતો હતો કે હું તો પથ્થરમાં છૂપાયેલી મૂર્તિનો વધારાનો નકામો ભાગ કાઢી નાખું છું. કવિ, સર્જક વધારાના નકામા ભાગને ખસેડીને સંસારમાંથી, સૃષ્ટિમાંથી કવિતા સમાજને ધરે છે. આપણે જે રોજનું આ જગત જોઈએ છીએ તેમાંથી જ છંદ લય પ્રગટાવીને કવિ કવિતાનું સર્જન કરે છે.

તમારી કવિતા કેટલે અંશે સારી છે કે કેટલે અંશે સાચી કવિતા છે તેનો નિર્ણય  વચકો અને વિવેચકો નક્કી કરશે. તમે જે વિચારોને શ્વસો છે બસ એને શબ્દોમાં પૂરજો ,એકથી વધુ લખો તો વાંધો નથી આમ પણ કલમ કેળવવા માટે લખવું જરૂરી છે. તમને ખબર છે ક્યારેક તમારી કવિતા વરસાદ રૂપે આવશે તો ક્યારેક પાણીની ધારમાં શબ્દો બની ટપકશે ,અને એ વાસંતી વાયરામાં કવિતા ટહુકો કરશે  તો ક્યારેક બાળપણની યાદમાં કે ભોળપણ બનીને આવશે ,અને માત્ર બે લીટીમાં ઘણું કહી જશે. જે માનવી સંવેદના અનુભવે છે તે રોજ કવિતા લખી શકે છે.  

મારા ગુરુ મિત્રોને કહીશ કે કવિતા વિષે આપના માર્ગદર્શન આપ મોકલો જેથી સર્જકોની લાગણી અને સંવેદના સુંદર રીતે શબસ્થ  થાય.  

ગોર્સરી સ્ટોર-પ્રજ્ઞા દાદભાવાળા

એક સગર્ભા સ્ત્રીની વાત મેં લખી છે. મે આ મહિનાના વિષય ઉપર લખવાનો પહેલો પ્રયત્ન કર્યો છે.
આપ સર્વે સાચા અભિપ્રાય આપશો.
ગોર્સરી સ્ટોર
કહે છે સભર્ગા અવસ્થામાં ખાવાનું ખુબ મન થાય છે.
બધા કહે છે ઘણું બધું ખાવાનું અને સારું ખાવાનું
સંતરા ,કીવી ,એપલ વગેરે…
હા મને  પણ ખાવાનું ખુબ મન થાય છે
હું  ગોર્સરી સ્ટોરમાં જાવ છું.
સ્પ્રીંગમાં આવતા નીતનવા ફળો લેવા
ગોર્સરી સ્ટોર જાણે ફળોથી લચી પડ્યા છે.
અને મને કેરીથી લચી પડતો આંબો
ઘરનો આંબો યાદ આવે છે.
જે  મોમાં સ્વાદ લઇ આવે છે.
અગાસીમાં અથાણા માટે સૂકવેલી પેલી ખાટી કેરી
અને  મોઢામાં પાણીના ફુવારા છુટે છે.
 લાળ જરે છે
અને જીભ ભીની અને ખાટી થઇ જાય છે
દાત અમ્બાઈ જાય છે.
અને એ તાજી સ્ટ્રોબેરી છોડી
અને આંખો કેરી શોધવા માંડે  છે
ખાટું ખાવા અહી કીવી પણ છે
પેલી ખાટી કેરી જેવા નથી
અચાનક મેક્સીકો ના જામફળ દેખાય છે.
 હું હાથમાં ઉપાડું છું  અને મને ખાવાનું મન થાય છે.
અને સાવરકુંડલાની પટેલની વાડી યાદ આવે છે
ધોધમાર પંપ નીચે નાહવાનું અને ઝાડ પર ચડી
જામફળ ઉતારવાના,ઉપરથી ફેકવાના
ધૂળ લાગે તો હાથેથી અને પછી ફ્રોકથી લુછવાના
હું એ જામફળને યાદ કરી એની સુગંધ લઉં છું
અહી કેટલા જામફળ સરસ પેકીંગમાં છે
અને  એ  પાછા મૂકી દઉં  છું
મારી ખાવાની ઈચ્છા મરી ગઈ છે.
પ્રજ્ઞા દાદભાવાળા

બેઠકનો આ મહિનાનો વિષય: તમારે “ડાયાસ્પોરા” અનુભૂતિ પર “અછાંદસ” કવિતા લખવાની છે

મિત્રો  બેઠકનો આ મહિનાનો વિષય છે: અછાંદસ તમારે ડાયાસ્પોરા અનુભૂતિ પર અછાંદસ કવિતા લખવાની છે.

આ સાથે ખાસ જાણવાનું કે”બેઠક”ના સર્જકોનો યોગ્ય દિશામાં માર્ગદર્શન મળે માટે હવે આપણા બે એરિયાના સાક્ષર બાબુભાઈ સુધાર  પણ “બેઠક”ની પાઠશાળામાં સર્જકોને માર્ગદર્શન આપશે જેમનું આપણે સ્વાગત કરીએ છીએ અને રૂબરૂ આવતી બેઠકમાં મળી શકશો  આ સાથે એમની મુકું છું જે આપને વ્યવસ્થિત અછાંદસ કવિતા લખવા વિષે માટે સુંદર માર્ગદર્શિકા બનાવી છે જે આપને યોગ્ય રીતે લખવામાં મદદ કરશે

દાવડા સાહેબે બેઠકની પાઠશાળા માં જે વિચારો સરળ ભાષામાં રજુ કર્યા હતા તે અહી રજુ કરું છું  જે આપ સૌને સમજવામાં સરળ પડશે

સાહિત્ય ના બે વિભાગ ગદ્ય અને પદ્ય. ગદ્યના કેટલાક વિભાગ નિબંધ, વાર્તા, નવલકથાવગેરે. પદ્યના કેટલાક વિભાગ કવિતા, ગીત, ગઝલ, ભજન વગેરે. કવિતામાં છંદમાં અને છંદવગર એમ બે વિભાગ છે. અગાઉ છંદ વગરની કવિતાને ગદ્યપદ્ય અથવા અપદ્યગદ્યકહેવાતી. હવે એને અછાંદસ કે અછંદાસ કહેવાય છે.

છંદવાળી કવિતામાં એક લય હોય છે, અને આવી કવિતાઓ સહેલાઈથી યાદ રહે છે. આપણા મોટાભાગના છંદ સંસ્કૃતમાંથી લીધેલા છે. થોડાક છંદો આપણા મોટા ગજાના કવિઓએરચેલા છે. હવે આપણે છંદવાળી રચનાઓના એક બે નમૂના જોઈએ.

કવિતા માટે એક વિષય હોવો જોઈએ.

વિષય વિચારકેન્દ્રી,

કલ્પનાકેન્દ્રી કે સ્વાનુભવ કેન્દ્રી હોઈ શકે.

ત્યારબાદ એ વિષયને છંદના બંધારણમાં રહીને કહેવો જોઈયે. દા. ત. ભૂખથીટળવળતા હજારો લોકો પણ છે અને મોંઘીડાટ થાળી જમનારા લોકો પણ છે. આ વાત કહેવામાટે મેં શીખરીણી છંદ પસંદ કર્યો, અને આ પંક્તિઓ લખી.

લગાગા ગાગાગા લલલ લલગા ગાલ લલગા

(કુલ ૧૭ અક્ષર) યતિ છ અને અગિયાર અક્ષર પછી.

(અસત્યો માહીથી પ્રભુ ! પરમ સત્યે તું લઇ જા)

 

હવે જુઓ મારી કવિતા

અરે ખાવા આપો, અમ ઉદર ખાડા બહુ પડ્યા,

હજારો ભુખ્યાના શ્રવણ પડિયા શબ્દ કર્ણ, ત્યાં

તિજોરીના  નાણા  ખડ ખડ  કરીને  હસી પડ્યા,

અને એ હાસ્યો સૌ ધનિક ઉદરે પ્રતિધ્વનિત થ્યા,

પુકારે  ત્રુપ્તિના,  મમ  ઉદર  વિષે  પ્રશ્ન ઉઠતો,

હજારોની  થાળી  એક   ઉદરમાં  શું  શમી  ગઈ?

 

(સાહિત્યના મુખ્ત્વે બે પ્રકાર છે. એક ગદ્ય અને બીજું પદ્ય.અપદ્ય ગદ્ય એ એ વચગાળાનો પ્રકારછે.પણ એને પદ્યમાં ગણી શકાય.

જે કવિતા આવા છંદોમાં લખાઈ નથી, એ અછાંદસ કવિતા કહેવાય.

એ લખાણ ગદ્યમાં કે પદ્યમાં બેસતું નથી,

છતાં લોકોને ગમે છે, એટલે એને કવિતાના એક પ્રકાર રૂપે સ્વીકૃતિઆપવામાં આવી છે.

આ પ્રકાર છેલ્લા ૫૦ વર્ષથી અસ્તિત્વમાં છે.

૧૯૫૬ માં ઉમાશંકર જોશીએ આનો પ્રયોગ કરીએને સાહિત્ય જગતમાં માન્યતા અપાવી.

એ પહેલાં નાન્હાનાલાલે દીર્ધકાવ્ય નામ આપીઆવો જ પ્રકાર શરૂ કરેલો.

છંદની પડોજણમાંથી મુકત થવાની ઝંખનાને પરિણામે આ પ્રકાર અસ્તિત્વમાં આવ્યો.

એકવ્યક્તિ પાસે વિચાર છે, એ એને કાવ્ય સ્વરૂપે કહેવા માગે છે, પણ છંદ નથી ફાવતા,

એમનામાટેનું આ વાહન છે.

હવે આપણે એક ઉદાહરણ જોઈએ. મારી આ ટુંકી કવિતા

હું ડોટ કોમ

તું ડોટ કોમ

બધા ડોટ કોમ

ડોટ કોન નથી તો હું હું નથી, તું તું નથી,

યાહુંમાં નથી ને ગુગલમાં પણ નથી,

જે ગુગલમાં નથી તે આ જગતમાં નથી

ક્રીશ્ના ડોટ કોમ લખો તો સ્વયં પ્રભુ પધારે,

છે કોઈ શક્તિ ડોટ કોમથી વધારે?

જન્મીને ના કોઈ કુંડળી બનાવો,

તરત નામ રાખીને ડોટ કોમ કરાવો.

ડાયાસ્પોરાઃ

વર્ષોસુધી વતનમાં રહ્યા બાદ, સંજોગ જ્યારે પરદેશ લઈ જાય, અને ત્યાં લાંબો સમય રહેવાનું થાય, ત્યારે માણસ ઉપર વતનની સંસ્કૃતિની સાથે સાથે એ જે દેશમાં રહેતો હોય ત્યાંની સંસ્કૃતિનો રંગ ચડવા લાગે છે. એની વાણી, વર્તન ઉપરાંત એના સાહિત્ય સર્જનમાં પણ આ અસર દેખાવા લાગે છે.

આ વાત સમજવા રેખાબહેન સિંધલે એક સરસ દાખલો આપ્યો છે. જ્યારે સાસરે ગયેલી સ્ત્રી જેમ પિયરની પ્રીતને ભૂલ્યા વગર પતિના ઘરને સ્વગૃહ કરવા મથે છે અને એમાં પોતાનું અસ્તિત્વ ઓગાળીને કેટલાંક નવા મૂલ્યો અને કેટલાક જૂના મૂલ્યોનો સમન્વય સાધી બંને ઘરની આબરૂ વધારે છે, એટલું જ નહિં, બે કુટુંબો વચ્ચે સેતુ બનીને એક જુદીજ પરંપરા સર્જવા સમર્થ બને છે, એજ રીતે અન્ય દેશમાં વસવાટ કરતો માણસ બે દેશની અલગ સંસ્કૃતિના સુભગ સમન્વયથી આત્મવિકાસ સાધે છે, જેથી નવી સંસ્કૃતિનો જન્મ અને વિકાસ થાય છે, અને વૈશ્વીકરણના આજના યુગમાં માનવ-માનવ વચ્ચેના સંબંધોમાં એક નવી દૃષ્ટિ દ્વારા સામાજીક એકતા સાધે છે.

બસ ડાયસ્પોરામાં પણ લગભગ આવું જ છે.

please see this file

Bethak free verse poems

 

મિત્રો  “અછાંદસ” અહી વાંચવા મળશે

http://pannanaik.com/

http://layastaro.com/?cat=5

– સુરેશ દલાલ

 

 

 

 

 

આવતા મહિનાનો બેઠકનો વિષય

                                                   સર્જક મિત્રોને  ખુલ્લુ આમંત્રણ

-આવતા મહિના નો બેઠકનો  વિષય છે.  

“કયા સંબંધે” 

માણસમાણસ વચ્ચે સંબંધો  અને સહયોગનો જે જીવંત વહેવાર ચાલ્યા જ કરતો હોય છે…તો એ વિષય ને લઈને  .

માત્ર .લેખ નહિ, કવિતા ,હાયકુ કે કોઈ પણ સ્વરૂપે આપના વિચારો લખી મોકલો .

બસ તો કસો મગજને અને ચલાવો હં હં ચાલવો નહિ દોડાવો.. તમારી આંગળીઓને ટપ ટપ અવાજ સાથે ટપકાવો તમારા વિચારોને અને બસ લેખ તૈયાર એક વધુ એક બટન દબાવો અને send  કરી મોકલો….. pragnad@gmail .com 

         પુસ્તક અને બ્લોગ માટે આપનો લેખ 1000- 1500  અથવા વધુ શબ્દો લખી મોકલી શકશો .  જે “શબ્દોનાસર્જન” પર મુકાશે અને પ્રસિદ્ધ થતા પુસ્તકમાં પણ આવરી લેવાશે,

તો મિત્રો ટાઈપ  કરી word માં(PDF નહિ ચાલે )  ઇમૈલ દ્વારા મોકલશો.  

pragnad@gmail.com પર મોકલશો 

 

.https://shabdonusarjan.wordpress.com/ 

                અથવા બેઠક ની facebook –“Bethak”Gujarati literary group

પરંતુ  મિત્રો આપની બેઠકમાં (બોલીને કરવામાં આવતી) રજૂઆત માત્ર  500 શબ્દો સુધી કરશો. રજૂઆત માં સમય મર્યાદા છે-જેની નોથ લેશો,

આવતી બેઠક 05/22/2015 સાંજે 6.30વાગે મળશે, 

જેમાં બોલવા માટે પહેલથી જણવવાનું રહેશે.   

  આ કોઈ કવિની  પંક્તિઓ કદાચ આપને લેખ લખવા માટે પ્રેરણા દેશે. 

“ક્યા સંબંધે ” ..… 

સંબંધો કયા કોઇના કાયમ ના હોય છે.

આજે આપણા તો કાલે પરાયા હોય છે.

                         મન થી મન મળે એજ સંબંધ સાચા હોય છે.(વિનુભાઈ પટેલ )

પરાયા પણ ત્યારે  આપણા હોય છે. 

અચાનક કોઈ પૂછે છે ખબર અને કહે છે,કેમ છો?

   કહો જોઉં “કયા સંબધે” આમ હોય છે!.   

હવે પછી
આપણી દરેક મહિનાની “બેઠક”ના “વિષય” ઉપર આવેલ સારી કૃતિને ઇનામ મળશે.
પછી એ કવિતા હોય કે લેખ વાર્તા કે કોઈ પણ સ્વરૂપે સ્વીરાશે-jagruti shah