અરરર !..પોદળો-(7)મનહરભાઈ શાહ

Mom & Dad
આ કાવ્ય ફૂલવતીબેન શાહના  પતિ  સ્વ.શ્રી મનહરભાઈ શાહે    એ  લખેલું છે.આજના સમયને અનુસરીને એમણે  તેમાં થોડા ફેરફાર અને ઉમેરો કર્યો છે. આશા છે કે વાંચક વર્ગને જરૂર ગમશે.ગુજરાત નાં ગામો માં જ્યાં ગલીઓમાં ગાયો ફરતી હોય અને અંધારામાં તમારો પગ ચંપાય , તો અનાયાસે અરરર………!  ઉદ્ગાર  મુખમાંથી સરી પડે! આવી એક પરિસ્થિતિ માંથી આ કવિતા લખાઈ ગઈ છે.  

 
પોદળો
                        અરરર ! આ શું પોચું પોચું  મુજ પાદ  તળે?
                        શું દેડકાનો દેહ કે પછી સર્પ ગુચળુંપડ્યું છે?

                        અરે, કોઈ બત્તી તો ધરો ! હું જોઉં તો ખરો ?
                        કે  શું  છે  આ ? કે  જેમાં  મુજ  પાદ પડ્યો ?
                       
                         અરરર..! આ તો  છે છાણ  તણો  પોદળો !

                        પથમાં અટૂલો એ પડ્યો  ઘેરાલીલા રંગનો,
                        વળી મહીં કંઈક છે, મિશ્રિત બંટ અને કોદરો
                        એ છાણ તણો પોદળો, જેમાં મુજ પાદપડ્યો.

                        અરે ઓ ગંદા?  તું  વિધાયક  સ્વચ્છતાનો!
                        ખેતરે ખાતર થઇ, લીંપાઈ ભૂમિ દીપાવતો
                        સુકાઈ ને છાણું તું બનતો, તારા અનેક રૂપો
                        ગરીબનું બળતણ બન્યો સળગાવીને ચૂલો.
                                          
                       પ્રાચીનયુગે ઋષિમુનીઓનાં યજ્ઞોને ઉજાળતો 

                      ગોબરગેસરૂપે  યંત્ર ચલાવે તું અર્વાચિયુગનો 
                      લગ્નની  વેદીએ  તું જ  છે ‘ જીવન ‘ બે જોડતો ,
                     સ્મશાને ય તું  છે  ‘મરણ’ ને ‘જીવન’ થી છોડતો  .

  !
             સ્વ.  મનહર  કે. શાહ

             ફૂલવતી મનહર શાહ

                            
                                          

લીલી વાડી પછી નું મૃત્યું તો ઉત્સવ છે. -ફૂલવતી શાહ

Mom 75th birthday ” લીલી વાડી પછી નું મૃત્યું તો ઉત્સવ છે. “

 

પ્રિય વાંચક ભાઈ / બેન ,
” લીલી વાડી પછી નું મૃત્યું તો ઉત્સવ છે. ” આ શીર્ષક ઉપર ઘણું બધું લખાયું અને  આપણે વાંચ્યું પણ ખરું. મને કંઈક જુદો વિચાર આવે છે. આ ઉત્સવનો અનુભવ  કોને થવાનો છે? ઉત્સવ મરનાર  વ્યક્તિ માટે  કે તેની આસપાસ સંકળાયે વ્યક્તિઓ માટે ? જ્યાંરે ચારે બાજુ પુત્રો, પુત્રવધુઓ ,પુત્રીઓ ,જમાઈઓ ,પૌત્રો,પૌત્રિઓ,દોહીત્રા તેમજ ભાઈ ભાંડુઓ નાં કુટુંબીજનો આનન્દ કિલ્લોલ કરતાં હોય , ઘરમાં મહેમાનોની આગતા સ્વાગતા થતી હોય ,ઉદાર હાથે દાન દક્ષિણા અપાતી હોય અને  વડીલ માટે સૌના દીલમાં પ્રેમ અને માન  હોય  ત્યારે સ્વપ્નામાં પણ કોઈ મારવાનો વિચાર કરે ખરો ? આવા આનંદિત વાતાવરણ માં વડીલ વિદાય લે તો તે પણ શાંત જળ માં પત્થર  ફેંકી ઉત્પાત પેદા કરવા જેવું ગણાય .સૌના આનંદ માં વિક્ષેપ પડશે. આને ઉત્સવ કેમ મનાય? વર્તમાન  પરિસ્થિતિ આનંદિત હોય ત્યારે મૃત્યુંનો વિચાર આવે તો પણ માણસને ખબર નથી કે મૃત્યુ ક્યારે આવશે?   અથવા તો મૃત્યુ બાદ  જીવાત્મા ની શું પરિસ્થિતિ હશે એ પણ એને ખબર નથી. કોણ માતાપિતા મળશે,કેવું કટુંબ હશે, કે કેવો જન્મ મળશે તેનું કઈ જ જ્ઞાન નથી   .નવી જીંદગી નવો દાવ. ફરી એકડો શીખવાનો. આવા અનેક પ્રશ્નો માનસિક ઉદ્ભવતા હોય.આનાં કરતા ચાલુ પ્રવાહ માં આનંદિત જીંદગી જેટલી જીવાય તેટલી સારું. એને જ  ઉત્સવ મનાય . એ સમય જ તે  વ્યક્તિ તેમજ તેમના કુટુંબ માટે  સાચો ઉત્સવ છે.
હું નાની  હતી ત્યારે મારા માતુશ્રી સાથે એક ભજન ગાતી હતી.તેની એક ટુંક  અહી લખું છું.
” પળ વાર જ  મોત  તું થોભ ભલા , મરવું મુજને હજી નાં ગમતું
.          નીરખી બધી આશા હજી નાં લગી, નીરખું તુજ ચક્ર  શિરે ભમતું…..પળવાર .”
પરંતુ  લીલી વાડી ને બદલે વીખરાયેલા વનમાંથી  પસાર થતી વ્યક્તિ ને મૃત્યુ  આશીર્વાદસમાન  લાગશે. શારીરિક શક્તિ હણાઈ ગઈ હોય, સાર સંભાળ લેનારા દુ:ખ જોઈ નાં શકતા હોય, શારીરિક, માનસિક અને આર્થિક પરિસ્થિતિ અનુકુળ નાં હોય ,  આસપાસ નાં લોકો  તુચ્છકાર કરતા હોય  તેવે સમયે મૃત્યુ એ  સાચો ઉત્સવ છે. મરનાર વ્યક્તિ દુ:ખ માંથી છૂટે છે અને  તેની સાથે સંકળાયેલા પણ વિશ્રામ અનુભવે   છે. સ્વજન  ગુમાવ્યાનો શોક જરૂર થશે ,આખોમાંથી આંસુ ટપકશે છતાં એ મૃત્યું  મરનાર માટે ઉત્સવ છે.અને સ્વજનો એ પણ પોતાનું આત્મીયજન દુ:ખ મુક્ત થયાનો  સંતોષ માનવો જોઈએ.વાસ્તવિકતા એ છે કે મળેલા અમૂલ્ય જીવનનો લાહવો જેટલો આનંદ પૂર્વક લેવાય તેટલો બધા સાથે મળીને લો અને મૃત્યુની બીક ન રાખો. દરેક જન્મેલાને મારવાનું છે જ. એ જ્યારે આવે ત્યારે આનંદ પૂર્વક વધાવો .
ફૂલવતી શાહ

ગિરિ તળેટી ને કુંડ દામોદર. … ફૂલવતી શાહ

         Mom 75th birthday                         ગિરિ તળેટી ને કુંડ દામોદર. …..

ભક્તકવિ  નરસિંહ  મહેતાનાં  નામથી કયો ગુજરાતી અજાણ હશે? એમનો પરિચય કોઈ ને આપવો, એ તે વ્યક્તિનું અપમાન કરવા બરાબર છે,એમનો જન્મસમયકાળ ઈ.સ. 1414  થી 1481 સુધી નો હતો.તેઓનો જન્મ નાગર  જ્ઞાતિ માં થયો હતો. એ જમાનો        જ્ઞાતિવાદ  નો  હતો . એ   જમાનામાં  ઉચ્ચ નીચનાં ભેદ સમાજની નસેનસમાં  વણાઈ ગયા હતા. બ્રાહ્મણ માનતાં કે તેઓ સર્વ  શ્રેષ્ઠ  છે. તેઓ  વણિકથી પોતાની જાતને  ઉંચા સમજતાં હતા. વણિક પોતાને ક્ષુદ્રોથી  ઉચ્ચ માનતાં .અને  ક્ષુદ્રોમાં  પણ અતિ  હલકું કામ કરનાર વર્ણ ને તદ્દનનીચા  સમજતાં.  તેઓનું સમાજમાં સ્થાન સાવ નીચું ગણાતું .એમને સમાજના અન્ય વર્ગો સાથે  નગરમાં રહેવાનો પણ અધિકાર નહતો.નગરનાં વાવ કૂવા માંથી તેઓને પીવા માટે પાણી ભરવા નો પણ અધિકાર ન હતો. તેઓ માટે અલગ જળાશય હતા. સમાજની કોઈ વ્યક્તિ એને અડકવા પણ તૈયાર ન હતી. તેઓ જો ભૂલથી કોઈ ને અડકી જતાં તો તેઓ અસહ્ય  શિક્ષાને  પાત્ર બનતાં.અને પોતાને  ઉંચી સમજનાર વ્યક્તિએ  પોતાને અભડાઈ ગયેલી ગણી ,પોતાની જાતને શુદ્ધ કરવા માટે સમાજે નક્કી કરેલાં  નિયમો અનુસાર પ્રાયશ્ચિત ની  પ્રક્રિયા માંથી પસાર થવું પડતું . અને ત્યાર પછી જ એના વર્ગના લોકો  એની સાથે સબંધ  બાંધતાં. આ હતો આપણા ભક્ત કવિશ્રી નરસિંહ મહેતા નો જમાનો !કેટલી અંધશ્રદ્ધા અને કેટલી અજ્ઞાનતા !આવી વિચાર સરણી વાળા યુગમાં થયેલા આપણાઆ કવિ એ લખેલાં કેટલાંય  કાવ્યો વાંચતા ,એમના વિચારો ની વિશાળતા જણાઈ

આવે છે.એક નહિ પણ એવાઅનેક કાવ્યો છે કે જેમાંએમના હૃદયની ભાવનાનાં સ્પષ્ટ દર્શન થાય છે. આપણાકવિનેભકત પ્રહલ્લાદની જેમ  કણકણમાં પ્રભુદેખાય છે.  અખિલ  બ્રહ્માંડ માં  એક શ્રીહરીનો વાસ જે અનુભવે તેને ઉચ્ચ નીચ નાં ભેદ ક્યાંથી હોય? “ગીરી તળેટીઅને કુંડદામોદર..”કાવ્યનું પઠન અને મનન કર્તા મહેતાજીનાં વિચારો નજર સમક્ષ આવી જાયછે. ઇશ્વર સૌનાંમાટે સરખો છે.સામાન્યત: દરેક મનુષ્ય ને પોતાની રીતે આ જન્મનું કલ્યાણ અને ભાવિ જન્મના ઉત્કર્ષ ની ભાવના હોય છે. પછી ભલે એ ક્ષુદ્ર કેમ નહોય? આ નિયમ અનુસાર ગામ બહાર રહેતી સમાજથી  અલગ કરાયેલી  જાતી કે જે ઢેડ વર્ણ તારીકે ઓળખાતી હોય ,તેમાંની કેટલીકવ્યક્તિ મહેતાજી ને પોતાના આવાસમાં આવી ભજન કરવા  વિનંતી કરે છે. આ પરિવારોને સવર્ણ વસ્તીમાંઆવી સાથે બેસીને ભજન સાંભળવાને અધિકારી નથી એ તેઓ જાણે  છે અને તેથી  જ જેને  ઉચ્ચનીચનો  ભેદભાવ નથી એવા મહેતાજી એમના આમંત્રણ નો સ્વીકાર કરે છે. વાતાવરણ ની શુદ્ધતા અને સ્વચ્છતાના આગ્રહી એવા ભક્તે તેમને તુલસી વૃક્ષ લાવી અને  ગૌ મુત્ર તેમજ છાણ થી નવું લીંપણ કરવા જણાવ્યું .આવા સ્વચ્છ અને સુઘડ વાતાવરણમાં નરસિંહ મહેતાએ આખી રાત ભજન કર્યું.જેને અડકવા સમાજ  તૈયાર નથી આવી વ્યક્તિઓ જ્યારે જન્મ મરણ  જંજાળ માંથી છુટવા અને પોતાને ભક્તિરસ નું પાન કરાવવાં વિનંતી કરે છે.ત્યારે દયાળુ હૃદય નાં મહેતા આનંદ પુર્વક  સ્વીકાર કરે છે. લોક ટીકાની બીક કે મર્યાદા ઉલ્લંઘન ની પરવા કર્યા સિવાય  તાલ પખવાજ વગાડતાં  તેઓ ભજન માંથી પાછા  ફરે છે.  ભજનમાંથી પાછા  ફરેલા મહેતાની લોકો હાંસી ઉડાવે છે. નાગર બ્રાહ્મણ તરીકે  નિંદનીય  વર્તનની ટીકા કરે છે. પરંતુ જેની પાસેવૈષ્ણવ જનની સાચી સમજ  છે એવા મહેતાજી મૌન નાં આગ્રહી  રહ્યા છે.અને  જે ની પાસે સમજ  નથી અથવા સમજવાની વૃત્તિ નથી એવા લોકો સાથે વાદ  વિવાદ કરવો નિરર્થક છે. જે લોકસમાજમાંઅડવાને યોગ્ય નથી એવું મનાતાં,પરંતુ ભક્તિસભર  હૃદયવાળા  લોકસમુદાય સાથે બેસી,પ્રભુ ભજન કરી નરસિંહ મહેતાએ “ અસ્પૃશ્યતા નિવારણ ” નો પવિત્ર મંત્ર  સમાજને આપ્યો..અનેઆ સમુદાયનાં લોકોને “હરીજન” જેવા સુંદર શબ્દોથી  નવાજ્યાં .

ફૂલવતી શાહ

 

આપ સૌનો ” ગીરી તળેટી ને કુંડ દામોદર … ” કાવ્ય આસ્વાદ માણવા બદલ આભાર.
જીજ્ઞાસુ વાંચક ની ઈચ્છાને માન આપી નરસિહ મહેતા નું પદ અત્રે રજુ કરું છું


ગિરિ તળેટી ને કુંડ દામોદર. ત્યાં મેહતાજી ન્હાવા જાયઃ
ઢેઢ વરણમા દ્રઢ હરી ભક્તિ, તે પ્રેમ ભરીને લાગ્યા પાય… ગિરિ—-

કર જોડીને પ્રાર્થના કીધી, વિનતિતણા બહુ વદ્યા રે વચનઃ
મહાંત પુરુષ અમારી અરજ એટલી, અમારે આંગણે કરો રે કીર્તન… ગિરિ –

પ્રેમ પદારથ અમો રે પામિયે, વામીયે જનમ મરણ જંજાળઃ
કર જોડતા કરુણા ઉપજી, મહેતાજી વૈશ્નવ પરમ દયાળ… ગિરિ—-

પક્ષા-પક્ષિ ત્યાં નહિં પરમેશ્વર, સમ-દ્રષ્ટિ ને સર્વ સમાનઃ
ગૌમુત્ર તુલસી વૃક્ષ કરી લીપજો, એવું વૈશ્નવને આપ્યું વરદાન… ગિરિ —-

મહેતાજી નિશાએ આવ્યા, લાવ્યા પ્રસાદ ને કર્યો રે ઓચ્છવ ;
ભોર થયા લગી ભજન કીધુ, સંતોશ પામ્યા સૌ વૈશ્નવ… ગિરિ—–

ધેર પધાર્યા હરિજશ ગાતા, વાતા તાળ ને શંખ -મૃદંગ
હસી હસી નગરો તાળીયો લે છે, આ શા રે બ્રહ્મણ ના ઢંગ?… ગિરિ—-

મૌન ગ્રહીને મેહતાજી ચાલ્યા, અધવધને શું ઉત્તર દેઉ ?
જાગ્યા લોક નર નારી પુછે, મેહતાજી તમે એવા શું ?… ગિરિ—–

નાત ન જાણો ને જાત ન જાણો, ના જાણો કઈ વિવેકવિચાર;
કર જોડી કહે નરસૈયો, વૈશ્નવ તણો મને છે આધાર ૦ ગિરિ— “

 

 

 

 

 

 

 

 

 

 

 

 

પ્રેમ એટલે બસ પ્રેમ!.. ફુલવતી શાહ..

Displaying Mom 75th birthday.png
પ્રેમ એટલે  બસ પ્રેમ!
પ્રેમ વિષે ઘણી બધી ચર્ચા થઇ ગઈ. પ્રેમ વિષે નાં મારા વિચારો બહુ ટુંકાણ  માં રજુ કરવા પ્રયત્ન કરીશ  .
પ્રેમ એટલે શું? એને રંગ ,રૂપ કે સુગંધ નથી. એને નથી આકાર ! એની ફક્ત અનુભૂતિ જ થઇ શકે. જે મનથી અનુભવાય અને
માનિસક આનંદ ઉપજાવે એવી પરિસ્થિતિ એનુ જ નામ પ્રેમ!
માતા-બાળક , પિતા-પરિવાર , ભાઈ-બેન,પતિ-પત્ની ,ગુરુ-શિષ્ય ,મિત્ર-મિત્ર કે સમાજ નાં બીજા કોઈ પણ સબંધો એકબીજા સાથે
પ્રેમની સાંકળે બંધાયેલા છે. અરે ફક્ત માનવ – માનવ વચ્ચે જ  નહિ પણ માનવ અને પ્રાણી  વચ્ચે , તેમજ  પ્રાણી -પ્રાણી વચ્ચે    પણ
પ્રેમ સંબંધ બંધાય છે  . પ્રશ્ન એટલો જ છે કે આ  સબંધો માં ‘પ્રેમ ‘ ક્યારે ઉદ્ભભવે?   મારી સમજ પ્રમાણે ” સમર્પણ અને ક્ષમા” ની ઉચ્ચ ભાવના પ્રગટે તો જ ! અને એનું જ નામ પ્રેમ! પરસ્પર હૃદય પૂર્વક  આનંદ આપતું વર્તન કરી એકબીજાને પ્રેમનો સાચો  અનુભવ કરાવી  શકાય  .આ થઇ દુન્યવી પ્રેમ ની વાત.
ભક્ત અને ભગવાનના દિવ્ય પ્રેમની તુલના દુન્યવી પ્રેમ સાથે ક્દાપી ન થઈ શકે. ભક્તનું જીવન પ્રભુની સેવા અને પ્રેરણા રૂપ છે.  પ્રભુભક્ત સૃષ્ટિના સૌ જીવ માં પરમાત્માને નિહાળે .હર મનુષ્ય અને પ્રાણી માં પરમાત્માનું પ્રતિબિંબ નિહાળે છે. હંમેશા વિચારે કે પ્રભુ મારું વર્તન એવું કરાવ કે જેથી મારા થકી કોઈને  દુ:ખ નાં પહોંચે .મારા થાકી મારા પ્રભુને કષ્ઠ ન પડે એવું વિચારે છે . આવું ઉદાર અને અભિમાન રહિત જીવન દુનિયામાં ” પ્રેમ” ની વર્ષા વરસાવે ! ” સબસે ઉંચી પ્રેમ સગાઇ ” ભજન દ્વારા શ્રી કૃષ્ણ એ  પોતે મનુષ્ય સ્વરૂપે ભક્ત માટે કેટલો કષ્ઠ વેઠ્યો અને કેવું વર્તન કર્યું તે કવિ વર્ણવે  છે.માટે જ પ્રેમ એટલે પ્રેમી માટે સમર્પણ ભર્યું વર્તન !
Fulvati Shah

ફુલવતી શાહ

” તો સારુ…” -ફૂલવતી શાહ.

મિત્રો ગઈ કાલની બેઠક ખુબ સરસ રહી  …..35થી વધુ લોકોની હાજરી રહી,  એ કરતા પણ વધુ, ઘણાએ પોતાની કલમ ઉપાડી અને અંદરના લેખકને જગાડ્યો ,ઘણા હાજર ન રહી શક્યા  તો લખી મોકલ્યું ,ફુલવતીબેને પણ ઉમરા ઓળંગી પોતાના વિચારોને શબ્દ્સ્વરૂપ આપ્યું ,આજે પહેલીવાર એમના લખાણ ને આપની સમક્ષ રજુ કરું છું ,તો પ્રોત્સાહન આપી આવકારજો ,ફુલવતી બેન આપનું સ્વાગત છે, 

 Displaying Mom 75th birthday.png

મારા પ્રિય ભાઈ બહેનો,

આજે હુ તમારી સમક્ષ પ્રત્યક્ષ હાજર નથી રહી શકતી  પરન્તુ  મારા શબ્દો  દ્વારા  આજ ની  “બેઠક’ માં હાજરી આપુ છુ. સૌને મારા સ્નેહ વંદન.

આજની બેઠક નો વિષય છે ” તો સારુ…” એક જ અક્ષરનો કા’નો અને માત્રા  વાળો શબ્દ ” તો “નું કેટલું મહત્વ છે એ વિચારશો તો સમજાશે. આપણી ગુજરાતી ભાષા માં એક જુની કહેવત માં ” તો ” ને તોતેર  (૭૩) મણ નો “તો” આવુ કહેવા માં આવતું. જો આ “તો ” વ્યક્તિથી જીતાય તો જ ધાર્યુ કાર્ય સંપુર્ણ થઈ શકે. જો તે કાર્ય કરવાનુ હોય તો કરીને,અથવા ન કરવા જેવુ કાર્ય હોય તો અટકાવી ને સફળતાને આરે પહોંચી શકાય.આજે હું આ “તો” શબ્દ વ્યક્તિગત, કૌટુમ્બીક, સામાજીક કે રાજકીય ક્ષેત્રે ક્યાંઅને કેવી રીતે સ્પર્ષે છે તેનો વિચાર રજુ કરીશ.

વ્યક્તીથી  કુટુંબ બનેલુ છે અને કુટુંબથી સમાજ રચાયો છે. એજ રીતે સમાજ થી રાષ્ટ્રો અને વિશ્વ રચાયું છે. આમ વિશ્વ નો એકમ વ્યક્તિ પોતે છે. અને માટે જ દરેક વ્યકતિ પોતાના વર્તન અને ગુણદોષને નિહાળે “તો સારુ…”પરીણામે કૌટુંબિક , સામાજિક,રાજકીય અને  વિશ્વ માં શાંતિ  ફેલાય. દરેક વ્યક્તિ પોતે પહેલા પોતાના વર્તન માં  સુધારો કરે.પોતાનાં વિચારો અને વર્તન બીજાને દુઃખ દાયક નહીં થાય એનો વિચાર કરી અમલ કરે. જીવનમાં  નીતિ નિયમોનું પાલન કરે અને સાત્વીક વ્રુત્તિથી જીવન જીવે.અને  પછી”તોસારુ” જ પરિણામ મળશે. આજે આપણે સૌ મળી સંકલ્પ કરીએ  અને એના પરિણામે …” તો સારુ …’  ફળ મેળવીએ.વ્યક્તિઓના અરસપરસના સબંધોએ કુટુંબો રચ્યાં. માતા પિતા ઇછ્છે કે આપણા બાળકો સારો અભ્યાસ કરી ઉજ્જવલ કારકિરર્દી બનાવે.અને તે જ બાળકો યુવાન વયે પુત્ર, પુત્રી, પુત્રવધુ કે જમાઈ ના રુપે વૃધ્ધ માતા પિતાની  ખુટતી  શક્તિ ના પુરક બને. આવા કુટુંબો પરોપકારી  ભાવના  પ્રગટાવી સમાજ સેવા કરી સામાજિક રુણ પણ અદા કરી શકે. આવુ થાય તો કેવુ સારુ!

નિઃસ્વાર્થ ભાવે નિષ્ઠાવાન નાગરિકો રાજકારણમાં ભાગ લઈ સમાજ અને દેશની ઉન્નતિ અને પ્રગતિ ના કાર્યોમાં સહાય રુપ થાય.યોગ્ય વ્યક્તિ લોક સેવા અને સ્વદેશપ્રેમની ભાવનાં પુર્વક રાજકારણમાં પ્રવેશે. લાંચ અને રુશવત જેવા શબ્દો સદન્તર ભુંસાઈ જાય અને ચોરી, લૂંટફાટ, અપહરણ, બળાત્કાર અને ખુન જેવા શબ્દો સમાચાર પત્રો માંથી  બાકાત થઈ જાય. અને ફરી ” રામ રાજ્ય”ની સ્થાપના થાય

તો કેવું સારુ!

.

ફૂલવતી શાહ.