વરિષ્ઠ નાગરિકનું સુખ તે જાતે નર્યા(4) પ્રવીણા કડકિયા

Picture1

exercising seniorsવરિષ્ઠતા  વયના વધારા સાથે તાલ  મિલાવે, એ જો સહજ બને તો જીવ્યું સાર્થક થાય.વયની સાથે શારિરીક સુખ સંકળાયેલું છે. વરિષ્ઠતાને વય સાથે સીધો  સંબંધ છે. એ દીપાવવો તે વ્યક્તિના હાથમાં છે. સમય અને સંજોગ તેમાં મહત્વનો ભાગ ભજવે છે.

જ્યાં વરિષ્ઠતા માત્ર પૈસાના જોરે છે ત્યાં શાંતિ અને સુખનો અભાવ જણાશે !”સુખ ત્યારે અસરકારક હશે જ્યારે જાત નરવી હશે!” ઉપરોક્ત ઉક્તિ સત્ય સભર છે. ખરું પૂછો તો ‘પહેલું સુખ તે જાતે નર્યા’ એ યુક્તિ સહુ માટે સાચી છે. ગમે તેટલું સુખ હોય, પૈસા હોય, મિલકત હોય, રાચરચિલું હોય પણ  જો જાતનું સુખ ન હોય તો એ બધા સુખની કોઈ કિમત નથી.

બેંકમાં થોડી ઓછી બચત હશે તો ચાલશે. જવાબ છે, કરકસર કરીશું. ગાડી નાની, સાદી યા ન પણ હોય ચાલશે. પગે ચાલીશું, બસમાં જઈશું યા કાળી પીળી કરીશું.

દરદથી પીડાતું તન હશે તો ચાલશે?  ખાઈન શકાતું હોય તો ચાલશે? ઉંઘ ન આવતી હોય તો શુ? ગોળીઓ ખાઈને ઉંઘ મેળવવી એ શું સૂચવે છે? જ્યારે માનવે બીજા મનવના દિલ ઉપર હકૂમત પ્રેમથી મેળવી હશે તે વરિષ્ઠતાના પાયા ખૂબ મજબૂત જણાશે.

વયોવૃદ્ધ માતા અને પિતા ,બાળકો પાછળ ફના થઈ ગયા હોય. એ બાળકો જ્યારે સમૃદ્ધિની છોળમાં રાચી માતા અને પિતાની અવગણના કરે એ દૃશ્ય વરવુ લાગે.  બીજી બાજુ એવા સમયે માતા અને  પિતા જો પૂજાતા હોય તો વરિષ્ઠતાનો આનંદ ચરમ સીમા ને આંબતો જણાય. એમાંય જો માતા અને પિતા સ્વતંત્રતા પૂર્વક હરી ફરી શકતા હોય તો સોનામાં સુગંધ ભળે.

વયોવૃદ્ધતાને આરે પહોંચેલો આજનો માનવ ખુલ્લું મન અને ઉદારતાને વરે તો પાછળની જીંદગી ખૂબ સુખમય બને. સંકુચિત મનોવૃત્તિ અને સ્વાર્થ જીવનમાં અસંતોષ ફેલાવે છે. તેને માટે સંપૂર્ણ જવાબદારી સ્વિકારવી યથાયોગ્ય છે.

એક માજી ૮૦ વર્ષની ઉમર અને ચાર દીકરા હોવા છતાં કોઈ દીકરો તેમને રાખવા તૈયાર નહી. કેવી શરમ જનક વાત. લખતાં પણ મારા હાથ ધ્રુજે છે. મને લાગણી થવાથી તેમની સાથે હમદર્દી પૂર્વક વાત ચાલુ કરી. માજીનું સ્વાસ્થ્ય આ ઉમરે પણ સરસ હતું. તેમનો હસતો ચહેરો ખૂબ આકર્ષક લાગે. મુખ ઉપર કદી નિરાશાને ફરકવા ન દે.  માજીનું સ્વાસ્થ્ય આ ઉમરે સારું કયા કારણ સર હતું એ પ્રશ્ન મગજમાં ઉઠ્યા વિના નહી રહે. હાથ કંગનને  અરીસાની જરૂર ન હોય. દરરોજનું નિયમિત જીવન. ભલે આખી જીંદગી ‘યોગ’ના આસન ન કર્યા હોય પણ વરિષ્ઠતા ને આંગણે આવી ઉભા હોઈએ ત્યારે પ્રાણાયામના ફાયદા નરી આંખે જોઈ શકાય છે . કાંઈ નહી તો ધ્યાનમાં જરૂર બેસે. જેને કારણે પરમ શાંતિનો અનુભવ થાય. જીવનમાં ચેતનાનો સંચાર  થાય.

દરરોજ સવારે મળસ્કે ઉઠી ધ્યાનમાં બેસવું. મગજને શાંત કરી  એકાગ્રતા કેળવવી. શ્વાસ અને ઉચ્છવાસનું અવલોકન કરવું.  આંખો બંધ કરી મનના ઉંડાણમાં ડૂબકી લગાવી ઈશ્વર અર્પિત  માનવ શરીરને નિહાળવું. ખૂબીની વાત તો એ છે કે જન્મ ધર્યો ત્યારથી શ્વાસ લઈએ   છીએ પણ કેટલા   બેદરકાર છીએ. કદી તેના પર ધ્યાન કેંદ્રિત કર્યું નથી!  જગ જાહેર છે કે શ્વાસ લેવાનું અટકી જાય તો તેનું પરિણામ શું આવે?

સંયમ અને સમજ, હકારાત્મક વલણનું પરિણામ છે. તેમાં જ્યારે સ્ફૂર્તિલી નરવી તબિયત સાથ આપે તો શેષ જીવન ખૂબ શાંતિમય બને તેમાં શંકાને સ્થાન નથી. કુટુંબની સુખ અને શાંતિ જળવાઈ રહે તે નફામાં. મરવાને વાંકે પાછળનું જીવન જીવવાના કપરા દિવસો ન આવે.

૨૧મી સદીમા એટલું તો ચોક્કસ કહેવું પડશે વરિષ્ઠતાને આરે ઉભેલો માનવ વિચારતો થયો છે. જડતાની જગ્યા સમજ્ણે લીધી છે.  વિશાળ વાંચન અને સુંદર અભિગમ દ્વારા તેને સત્ય અને પ્રેમની સાચી પરખ જણાય છે. પોતાની તબિયત માટે સજાગતા આવી છે. સાત્વિક ખોરાક , સુંદર વાંચન, જીભ પર સંયમ, યોગ્ય નિયમિત કસરત,સહકાર   અને નિસ્પૃહતા કેળવીએ તો તાકાત છે કોઈ પણ રોગ નજીક ફરકી શકે.

અગત્યની વાત કહેવી જ પડશે. મુખ પર સદા સ્મિત ફરકતું રહે, ઉમર એ માત્ર આંકડા છે. જેને કારણે હમેશા ભારેખમ મોઢું રાખીને ફરવું. ‘હસવું એ તો ઉત્તમ દવા છે’. જેની કોઈ આડ અસર શરીર યા મન પર નથી ! નિરોગી રહેવાની મફત દવા, વરિષ્ઠો કાન ખુલ્લા રાખીને સાંભળો. ‘હસો અને હસાવો.’ જીવનમાં બની ગયેલા જૂના રમૂજી પ્રસંગો યાદ કરી હસો. રોજની જીંદગીમાં ઉમરના તફાવતને કારણે બનતા રમૂજી પ્રસંગોને હસી કાઢો. વગર  પૈસાની દવા તેમજ સલાહ અપનાવવા જેવી !

જ્યાં જ્યાં હજુ પણ અનૈતિકતા અને અનાચાર નજરે પડે છે. ત્યારે લાગે છે શું હજુ પણ આપણે ઠેરના ઠેર છીએ. જીવનના આટલા બધા વર્ષો જીવ્યા કે ખાલી વ્યર્થ ગયા. અરે, જીવન તો જીવ જંતુ અને પ્રાણીઓ પણ જીવે છે. જનમ્યા, ખાધું , પીધું, પ્રજોત્પત્તિ કરી અને મરી ગયા.

જીવન પ્રત્યેનું વલણ, તેમાંથી શિખેલા પાઠ અને તેનું આચરણ એ મહત્વના છે. કાલે શું હતા અને આજે શું છીએ એ ભેદ નરી આંખે દેખાવો જોઈએ.

નિરોગી, નિર્મળ જીવન જીવવું આપણા હાથમાં છે.
એ તો ઈશની પ્રસાદી છે જો જો વેડફાય ના !

મારી મિત્ર બાળકો સ્થાયી થયા પછી કદી કોઈ પણ બાબતમાં માથુ મારતી નથી. ખાવા પીવામાં સતર્કતા છે.ચાવીનો ગુચ્છો વહુઓને સોંપી સમાજ સેવામાં પરોવાઈ. જ્યાં જ્યાં મદદની ધા પડે ત્યાં પહોંચી જાય.

વડીલો પોતાના હકારાત્મક વલણ દ્વારા બોલ્યા વગર વરિષ્ઠતા દીપાવતા નિહાળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. નાનેરાઓ પૂછે ત્યારે પોતાના વર્તન દ્વારા સાચો અભિગમ દાખવે !

બડા હુઆ તો ક્યા હુઆ જૈસે પેડ ખજૂર
પંથીનકો છાયા નહી ફલ લાગે અતિ દૂર

વડીલો વડલા સમાન હોય! તમની શીળી છાયામાં ના, મોટા, પરિવારના કે અજાણ્યા સહુને શીળી છાયા અને બે શબ્દ અસરકારક સાંભળવા મળે! મારા મોટાભાભી બે જમાઈ અને બે વહુના ભર્યા કુટુંબમાં પોતાના હકારાત્મક વલણને કાજે ખૂબ માન પૂર્વક જીવન ગુજારે છે.  જાત અને  તબિયત પ્રત્યે કદી બેદરકાર બન્યા નથી.

વરિષ્ઠતા દીપાવવી, સદાય હરતા ફરતા રહેવાની  અને અંતરના સાદને સુણવાની  ટેવ જીવનને સુખમય બનાવવા જરૂરી છે. દરેકના હાથમાં છે.

http://pravinash.wordpress.com/

સુખ એટલે…(9)પ્રવીણા કડકિયા

Picture1મનને ગમે તે સુખ. મન ન માને તે દુઃખ.આમ જોઈએ તો ખૂબ સરળ છે.

ના, તેના ગર્ભમાં ડોકિયુ કરી જુઓ! ખૂબ વિચલિત થઈ જવાશે. માનવ

સ્વભાવ છે, સપાટી ઉપર નિરિક્ષણ કરવાનો. અરે, પેલા મરજીવાને જુઓ

કેવા પરવાળા અને મોતી વીણી લાવે છે. કેટલે ઉંડે સાગરમાં ડૂબકી મારે

ત્યારે તે પામવાનું સૌભાગ્ય મેળવે છે.

‘માંહી પડ્યા તે મહા સુખ માણે.’

શું બેંકમાં મિલિયન ડૉલર સુખ આપે છે કે પેલા હીરા, મોતી અને સોનાના

દાગીનાથી ઉભરાતી તિજોરી  સુખના સાગર લહેરાવે છે? પૂછી જો જો પેલા

શાંત જણાતા મનને, જે જવાબ પ્રથમ સંભળાય તે સાચો ! વિચાર મંથન

કરીને મળે તે સગવડિયો.

એમ રખે માનતા મર્સિડિઝમાં ફરનાર સુખી છે અને ફોર્ડ ફોકસ દુઃખ યા ગ્લાનિ

દર્શાવે છે.

સુખ એ નજરનો અંદાઝ છે. દરેકની નજર અને નજરિયા અલગ અલગ હોઈ

શકે. માત્ર સુખની માત્રા બદલાતી નથી. કોઈને રોટલોને દહી ખાવામાં સ્વર્ગનું

સુખ લાગે છે તો કોઈને બાસુંદી અને માલપુવામાં.  તેનો અર્થ જોનારને ભિન્ન

જણાય માણનારને નહી. આ તો પસંદ અપની અપની ખયાલ અપના અપના

જેવી લાગણી છે.

રામ સાથે સીતા જંગલમાં સુખી હતી. જ્યારે ઉર્મિલા રાજમહેલમાં પતિના

સુહાના સંગ વગર તરફડતી હતી. સુખ યા દુખને કોઈ સીમા યા બંધનમાં

બાંધવા શક્ય નથી. આજે જણાતું સુખ કાલે દુઃખ જણાય તો નવાઈ ન પામશો!

જે રસગુલ્લા આજે મનભાવન હતા તે કાલે ‘મધુપ્રમેહના’ દર્દ ને કારણે દુઃખ

આપવા સર્જાયા હોય તેમ લાગે. જે દીકરો બાળપણમાં વહાલો હતો તે કુકર્મોમાં

સપડાઈ અવળા ધંધા કરે તો નિઃસંકોચ દુઃખનું કારણ બની શકે છે.

પેટમાં ચુંક આવતી હોય ત્યારે શીરો નહી ખિચડી પ્યારી લાગે. છાશ હૈયાને

ટાઢક આપે. દારૂની બાટલી પીવાથી તેનો નશો સુખ આપે છે? જો નશો સુખ

આપતો હોય તો દારૂની બાટલીના સુખનો અંદાઝ કાઢવો કેટલો સરળ થઈ

જાય. કિમત બાટલીના કદ યા આકારની નહી, અંદર પૂરાયેલા પ્રવાહીની છે.

સુખ માણસના બહારના દેખાવ, કપડાં યા ગાડીથી નહી તેની અંદરની શાંતિ

અને વર્તન પર આધારિત છે!

ભૌતિકતામાં સુખને માણનારનું સુખ ખૂબ મર્યાદિત સમય માટે સત્ય પુરવાર

થાય. બાકી સ્વમાં વિશ્વાસ અને શ્રદ્ધા દ્વારા જે સુખ પ્રાપ્ત થાય તેને મિટાવવું

ખૂબ મુશ્કેલ કાર્ય છે.

સુખ યા દુખ કશું શાશ્વત નથી. સુખની વ્યાખ્યા હરએક વ્યક્તિની અલગ અલગ

હોવાની. સમય, સ્થળ અને  સંજોગો પર તેનો આધાર હોય છે. જે સુખ, આધારિત

હોય તેનું આયુષ્ય કમ તેમાં શંકાને સ્થાન નથી. મનમાં શાંતિ, સ્વમાં વિશ્વાસ અને

હૈયા ટાઢક એ સુખના ગુણધર્મો છે. બાકી દર્શનના સુખથી જે અંજાય છે તે કદાચ

પોકળ પણ હોઈ શકે?

સુખ એ માનવની આંતરિક શક્તિ છે. માનસિક, લાગણી સભર કે જીવન પ્રત્યેનો

અભિગમ. સંતોષ સઘળાં સુખનું મૂળ છે. સુખને મેળવવું, તેનો અહેસાસ માણવો,

તેના દ્વારા પ્રપ્ત થતી આનંદની ભાવનામાં રાચવું એ  માટે સહુ સ્વતંત્ર છે.   દરેક

વ્યક્તિના જીવનની આકાંક્ષા છે સુખની ‘પ્રાપ્તિ.’

યેન કેન પ્રકારેણ’ મેળવેલું સુખ લાંબુ ટકી ન શકે. સાત્વિક પ્રયત્ન અને શુદ્ધ મનની

ભાવના જરૂરી છે. સુખ એટલે વિનયી વર્તન,  પ્રેમથી છલકતી આંખો અને હ્રદયની

વિશાળતા . જો પૈસો સુખનું સાધન બને અને સાથે અહંકાર યા ઉદ્ધતાઈ રુમઝુમ કરતાં

આવે તો શું સુખનો અનેરો આનંદ પમાય ખરો ?

સુખના પ્રકાર અલગ અલગ છે. સુંદર કુદરતી દૃશ્ય, સંગિત, નાટક  યા સિનેમા દ્વારા

પ્રાપ્ત થતો આનંદ એટલે સુખ એ ટુંકા ગાળાનું સુખ છે. લોટરી લાગે, બોનસ મળે કે

ધંધામાં જંગી નફો થાય   તે સુખનો આનંદ નશો આપે છે. જ્યારે વ્યક્તિમાં કલાનું

અસ્તિત્વ હોય તો સર્જનતાનો આનંદ અને સુખ લાંબા ગાળાનું હોઈ શકે.

એક વાત યાદ રાખવી સુખ ક્યારે દુઃખ્નું કારણ બને તે કળવું મુશ્કેલ છે. અત્યારે તો

આપણે આ લેખ લખતા હું અને વાંચતા તમે સુખ માણીએ તે ઘણું છે!

પ્રવીણા કડકિયા

http://pravinash.wordpress.com/