વિનુ મરચંટ – 2017 વાર્તા સ્પર્ધા (9)પ્રવિણા કડકિયા

100_1617

પ્રવિણા કડકિયા

રાખી મને મળી

*************

અમેરિકા દર વર્ષે એકવાર આવતી. અચાનક આજે રાખીની યાદ આવી ગઈ. સાંભળ્યું હતું તે પણ અમેરિકામાં છે. હું તો આવું બાળકો સાથે સમય પસાર કરી બે અઠવાડિયામાં પાછી ભારત આવી જાંઉ. મારા નાના દીકરાની દીકરી એવી મિઠી અને વહાલી લાગે તેવી હતી. તેનું નામ રૈના. તેને બોલાવું ત્યારે રાખી મોઢામાંથી નિકળે.

આજે ભારત જવના વિમાનમાં બેઠી હતી. હવે બાળકો મને ‘બિઝનેસ ક્લાસમાં’ મોકલે છે. અમેરિકામાં બાળકોએ સારી પ્રગતિ સાધી  છે. આ કહેવાનો આશય કાંઈ જુદો છે.  વિમાનમાં, મારી જગ્યા બહારની હતી. મને બારી પાસેની જગ્યા ગમતી નહી. બાજુમાં એક તરવરાટ ભરી લગભગ ૪૦થી ૪૫ વર્ષની સ્ત્રી આવીને બેઠી. તેનો ઠસ્સો જોઈને મને બહુ ગમ્યું. એક  જમાનામાં હું પણ યુવાન હતી. હજુ તો એ બેઠી ન હતી ત્યાં અચાનક ઉભી થઈ મારી સામે ટગર ટગર જોવા લાગી.

માફ કરશો” તમે અનુબહેન ચોકસી છો”?

આવી સુંદર યુવતી મારા જેવા ખર્યા પાનને ઓળખી આવો અહોભાવ દર્શાવે એ મનમાં તો ગમ્યું પણ આશ્ચર્ય થયું.

‘હા’.

‘મારી અનુ આન્ટી’. કહી મને વળગી પડી.

‘બેટા, મેં તને ઓળખી નહી’.

‘બસ ને આન્ટી, આવું કરવાનું કહી મારે પગે પડી’.

હવે મને ખૂબ અચંબો થયો. ‘ બેટા હવે ઉમર થઈ. આંખમાં મહિના પહેલાં મોતિયો ઉતરાવ્યો છે. મારી આંખો નબળી થઈ ગઈ છે.’

‘આન્ટી, એવી રીતે બોલી કે મને બચપનમાં મારી બાજુમાં રહેતી રાખી યાદ આવી ગઈ. મા તેને નાની ઉમરમાં મૂકીને મરી ગઈ હતી. પિતા ફરી પરણ્યા, નવી માને રાખી આંખના કણાંની જેમ ખૂંચે.

મેં ધીરે રહીને કહ્યું , ‘બેટા તું રાખી તો નહી?’

‘હા, આન્ટી, હવે ઓળખાણ પડી ને’!

‘અરે, તને કેમ ભુલાય? પણ અંહી, આવી રીતે!  ન્યૂયોર્કથી મુંબઈ જતાં વિમાનમાં બિઝનેસ ક્લાસમાં તારી સાથે મુલાકાત થશે એ કેવી રીતે માની શકું?’

આન્ટી, આન્ટી કહીને રડવા જેવી થઈ ગઈ. ‘તમારા આશિર્વાદ અને મીઠી મનોકામના મને અંહી લાવ્યા. ‘

પહી તો આખે રસ્તે કઈ કેટ કેટલી વાતો મારી સાથે કરી રહી હતી. અંતે જ્યારે થાકી ત્યારે એક રેડ વાઈનનો ગ્લાસ પીને સૂઈ ગઈ.

એ તો સૂઈ ગઈ પણ મારી ઉંઘ ઊડી ગઈ.

રાખીની મમ્મી તાજી પરણીને અમારી બાજુમાં રહેવા આવી હતી. ખૂબ પ્રેમાળ મને માસી કહે. તેની સુવાવડ પણ મેં કરી હતી. તેની મા તબિયતની નરમ ગરમ રહેતી. સાસુ વહુની સુવાવડ શું કામ કરે? સુંદર કન્યાને જન્મ આપી વર્ષમાં તે નાની બિમારી ભોગવી વિદાય થઈ. રાખી ઘણું ખરું મારી પાસે રહેતી. પરાણે વહાલી લાગે તેવી સુંદર દીકરી હતી. બે વર્ષમાં પિતા ફરી પરણ્યા. રાખીને માથે આભ ટૂટી પડ્યું. નવીમાને તે દીઠી ગમતી નહી. તેમાં ય જ્યારે એને પેટે બે જોડિયા દીકરી જન્મી પછી તો ખેલ ખતમ.

રાખી દોડી દોડી મારે ત્યાં આવતી. ગભરૂ હરણી જેવી આવીને મારી સોડમાં લપાતી. મને બે દીકરા હતાં. તેથી દીકરીની ખોટ પૂરાતી જણાઈ.  શાળામાં જાય ત્યારે ઘરનું કામ કરવાનું. ઘરે આવે એટલે નાની બહેનોને રમાડવાની. તેમનું ધ્યાન રાખવાનું. એનું ધ્યાન ભગવાન રાખે. નસીબ સારાં કે ભણવામાં રાખી ખૂબ હોશિયાર હતી. તેને કાંઈ પણ જોઈએ તો આ એની આન્ટી તેની વહારે ધાય. તેની નવીમાને મારે સાચવવી પડતી.

‘એની મા મરવા ટાણે રાખી મને સોંપીને ગઈ હતી’.

બહાનું એવું બનાવ્યું કે તેને ગળે શીરાની માફક ઉતરી ગયું.  તેને તો ટાઢે પાણીએ ખસ ગઈ તેવું લાગ્યું. આમ પણ મને રાખી ખૂબ વહાલી હતી. તેને હમેશા કહેતી, બેટા સારું શિક્ષણ લેજે. તારું ભવિષ્ય ઉજ્જવલ બનાવજે.  વિદ્યા  માનવને જીવન જીવવામાં ખૂબ સહાય કરે છે. પ્રગતિનો રસ્તો તેને માટે સરળ બને છે. કોને ખબર રાખીને મારું પ્રોત્સાહન અને પ્યાર ખપમાં લાગ્યાં. તે પોતાની જાતને નમાયી માનતી ન હતી. જાણે હું જ તેની મા ન હોંઉ ? લાડ, જીદ બધું મારી પાસે કરતી. જ્યારે  તેની તબિયત નરમ હોય તો તેને હું મારે ત્યાં લઈ આવતી. તેના પિતા આ બધું જોતા. તેમની લાચારી હું સમજી શકતી.

રાખી એ ઘરમાં બધાના દિલ જીતી લીધા હતાં. મારા બે દીકરાઓ અમેરિકા ગયા તેમને રાખડી પણ મોકલતી. તેઓ પણ આવે ત્યારે રાખીને પ્રેમથી નવાજે. નવીમા જલી મરતી પણ બોલવાની તેનામાં તાકાત ન હતી. રાખી પણ પોતાની ચીજોમાંથી નાની બહેનોને આપી ખુશ થતી. જાણે આપવું એ એનો સ્વભાવ જ ન હોય! આમ રાખીને જે ઘરમાં ન મળ્યું તે મારા પ્યારમાં પામી. મને તેના મોઢા પર જરાય નરમાશ કે દયામણાપણું પસંદ ન હતાં.

અમારા ઘરમાં મળેલા પ્રેમથી તે ખૂબ સંવરી. આવી સુંદર દીકરીને રાજા જેવો કુંવર મળ્યો. લગ્ન કરીને સુખી થવાના આશિર્વાદ આપ્યા. કમનસિબે તેનો પીછો ન છોડ્યો.  તેનો વર અકસ્માતમાં હાથ ગુમાવી બેઠો. રાખી હિમત ન હારી. પોતાની આવડત પર અમેરિકન કંપનીમાં નોકરી લઈ અમેરિકા જતી રહી. ત્યાર પછી મારો તેની સાથે કોઈ સંપર્ક રહ્યો ન હતો.

‘હું તો અવાર નવાર બાળકોને મળવા અમેરિકા આવતી હતી. ‘

એક ઝોકુ ખાઈ લીધા પછી રાખી પાછી વાતો એ વળગી. આન્ટીને બધી વાત કહી.

તેણે અમેરિકા આવી પોતાના પતિને સર્જરી દ્વારા નવો હાથ બેસાડાવ્યો. રાખીનો પતિ કમપ્યુટરનો કાબેલ વ્યક્તિ હતો. નાના પાયા પર પોતાનો ધંધો શરૂ કર્યો. આન્ટી  મેં નોકરીમાં તરક્કી કરી. આજે હું બે બાલકોની માતા છું. મારી કંપનીમાં ‘ચીફ એક્ઝીક્યુટિવનો’ હોદ્દો ધરાવું છું. કંપનીના કામે લંડન જઈ રહી છું. બાળકોની સાર સંભાળ માટે ઘરમાં નેની પણ છે.  મારા પતિ રાકેશનો કમપ્યુટરનો ધંધો ખૂબ વિકસી રહ્યો છે.

‘આન્ટી તમે બધા બહુ યાદ આવો છો. તમને ખુશ ખબર આપું ,’મારી નાની બહેનોને આગળ ભણવા સ્પોન્સરશિપના કાગળ પણ મોકલ્યા છે. આમ તો હું કોલોરાડો રહું છું. ન્યુયોર્કનું કામ પતાવી લંડન બે દિવસ રહી પાછી આવીશ. આન્ટી જ્યારે કંપનીમાં ઉંચા હોદ્દા પર હોઈએ ત્યારે આવી રીતે કામકાજ માટે અવારનવાર જવું પડે છે. રાકેશ બાળકોને પ્રેમથી સાચવે છે. તે સમયે મને તમે અચૂક યાદ આવો છો. જુઓ આજે પણ આટલા વર્ષો પછી તમે મને ભૂલી ગયા પણ મેં તમને ઓળખી કાઢ્યા.’

‘રાખી, બેટા જે સંજોગોમાં તું મોટી થઈ અને આજે આવી સુંદર રીતે જીવન જીવે છે એ જાણી મને ખૂબ આનંદ થયો. જીવન એવું જીવજે તારી મરેલી માને તારા પર ગર્વ થાય’.

‘આન્ટી મને મારી મા યાદ નથી. મારી મા તો તમે છો. આજે હું જે કાંઈ પણ છું તેનો યશ તમને મળે છે. હા, મારી ભૂલ થઈ કે મારા જીવનમાં ઓતપ્રોત થયેલી હું તમને વિસરી ગઈ હતી. આજે ફરીથી મળ્યા. તમને વચન આપું છું. ભારત આવીશ ત્યારે જરૂરથી મળીશ. તમે બંગલામાં રહેવા ગયા પછી હું આવી નથી શકી.  બોલતાં બોલતાં એની બન્ને આંખોમાંથી આંસુ સરી પડ્યા.

‘બેટા તને આ સ્થિતિમાં જોઈ આજે મારી છાતી ગજ ગજ ફૂલે છે.’

‘બેટા તને આ સ્થિતિમાં જોઈ આજે મારી છાતી ગજ ગજ ફૂલે છે.’

એ તો લંડન ઉતરી ગઈ અને હું તેના વિચારોમાં ડૂબી ક્યારે સૂઇ ગઈ તેનું ભાન પણ ન રહ્યું.

સાંસ્કૃતિક સંઘર્ષ(કલ્ચરલ કૉન્ફ્લિક્ટ)-(8)દીકરીએ દિ’ ફેરવ્યો !-પ્રવિણા કડકિયા

‘મમ્મી તને આજે ‘સિનિયર્સ હોમ’માં મૂકવા જવાની છે’.

લતાની એકની એક દીકરી અનુષ્કા જાણે ગ્રોસરી લેવા ન જઈ રહી હોય તેવા સાવ સાદા ટોનમાં પોતાની લાડલી મમ્મીને જણાવી રહી.

૮૨ વર્ષની લતા છેલ્લા પાંચ વર્ષથી કાયમ માટે અમેરિકા રહેતી હતી. તેને ખબર હતી. અંહી ઘરડાં લોકોની સ્થિતિ ખૂબ દયનિય હોય છે. પોતાની વહાલી એકની એક દીકરી, જેને લાખોની મિલકત મળવાની છે તે આવો ‘ધડાકો’ કરશે? પહેલા તો તેને પોતાના કાન ઉપર વિશ્વાસ ન બેઠો. પણ પછી તે સડક થઈ ગઈ. તબિયત અવારનવાર નરમ ગરમ રહેતી. જ્યારે સાજી હોય ત્યારે પોતાની દીકરી અનુષ્કાને બધી તરફની મદદ કરતી. અનુષ્કા તેની એકની એક દીકરી હતી. લક્ષ્મીચંદના વિયોગ પછી તે એકલી થઈ ગઈ હતી. લક્ષ્મીચંદ લાખોમાં રમતો વ્યાપારી હતો. સંતાન માત્ર એક જ હતું. અનુષ્કા પરણીને સાસરે ન્યૂયોર્ક આવીને સ્થાયી થઈ હતી. પપ્પા હતાં ત્યાં સુધી તો બધું બરાબર ચાલતું હતું. અચાનક ૬૫ વર્ષની ઉમરે પહેલો હાર્ટ એટેક આવ્યો અને લતા એકલી થઈ ગઈ. ૭૫ વર્ષની થઈ ત્યાં સુધી તો મુંબઈ નોકર ચાકર વિગેરેની હાજરીમાં બાદશાહની જેમ રહેતી.

જેમ ઉમર વધે તેમ દીકરીને ચિંતા થતી. ‘કાલે ઉઠીને મમ્મીને કાંઈ થઈ જાય તો આ બધું કોણ અવેરશે? અનુષ્કાનો પતિ ખૂબ વિચારીને ડગલાં ભરતો. ખબર હતી લાખોની જાયદાદ તેને જ મળવાની છે. પોતે પણ ડોક્ટર હતો. પૈસાની ક્યાં કમી હતી? આ તો જાણે લોટરી લાગી હોય તેવી વાત હતી. ધીમે ધીમે અનુષ્કાને સમજાવી મગજમાં ઠોકાવ્યું કે મમ્મીનું બધું મુંબઈથી સમેટી ઘર ભેગું કરી લે.  મમ્મી નહી હોય પછી મુંબઈના ચક્કર કોણ કાપશે?

અનુષ્કાને  આ વાત વ્યાજબી લાગી. મમ્મીને પ્યારથી સમજાવી. લક્ષ્મીચંદને મિત્રો ઘણા હતાં. તેના સ્વભાવમાં સહુને સહાય કરવી એવો મુદ્રાલેખ કોતરેલો હતો. જેને કારણે લતાને મુંબઈનું બધું સમેટતાં કોઈ અગવડ પડી નહી. અમરે બધા પૈસા બેંક મારફત અમેરિકા મગાવી લીધાં. લતા અમેરિકા ઘણીવાર આવીને રહી હતી તેથી તેને અંહી રહેવામાં પણ કોઈ વાંધો ન હતો. લતાને પ્રસુતિ આવે ત્યારે હમેશા આવતી અને છ મહિનાનું બાળક થાય ત્યાં સુધી અનુષ્કાને મદદ કરતી. પાછી ‘નેની’ તો હોય જ.

પાંચેક વર્ષ તો અનુષ્કાના બાળકો નાના હતાં એટલે મમ્મી આશીર્વાદ જેવી લાગે. બાળકોની ચિંતા નહી. તેમને ઘરની સુંદર અને તાજી ભાતભાતની વાનગીઓ પણ મળી રહેતી. બાળકો કાંઇ કાયમ નાના રહેવાના ન હોય ! મોટો તો હવે કૉલેજ ગ્રેડ્યુએટ થવાની તૈયારીમાં હતો. નાના બન્ને હાઈસ્કૂલમાં આવી ગયા હતાં.

અનુષ્કાએ અમરની ક્લિનિક પર જઈ ફાઇનાન્સ સંભાળી લીધું.

લતા પહેલાં કોઈક કોઈક વાર ગાડી ચલાવતી હતી. ૭૫ની થયા પછી સદંતર બંધ કરી દીધું. અનુષ્કાને કાંઇ પણ કહે તો ગલ્લાંતલ્લાં કરે. મનમા કહે,’ મમ્મી છે તો શું થઈ ગયું ? હું પણ થાકી જાંઉં છું. મારે ઘરે આવી અમર સાથે સમય પસાર કરવો હોય. બાળકોને એમની મનગમતી જગ્યાઓએ લઈ જવાનાં હોય.’

લતા સમજતી પણ બોલતી નહી. પોતાનાં કાંડા કાપી આપ્યા હતાં. મુંબઈની જગ્યા વેચી નાખી હતી. ધંધાની દુકાન ખૂબ મોકાની હતી. અરે માત્ર ભાડે આપી હોત તો પણ લતાને ચમન હતું. સંબંધીઓ પુષ્કળ હતાં. લક્ષ્મીચંદના ભાઇ તેમજ બહેન પણ મુંબઈમાં હતાં. દીકરીના પ્રેમમાં પાગલ થઈ બધું સમેટી લીધું હતું. છતાંય મુંબઈ જવું હોય તો જેઠનું અને નણંદનું ઘર તેને માટે ખુલ્લું હતું. મોટીભાભી હોવાને કારણે સહુ તેની ઈજ્જત કરતાં. મુંબઈમાં બધું સમેટતાં પહેલાં દિયર અને નણંદે ખૂબ સમજાવ્યાં હતાં. મોટી ભાભી તો ‘મા’ સમાન ગણાય. લતા એકની બે ન થઈ.

છેલ્લાં છએક મહિનાથી લતા વિચારી રહી હતી અનુષ્કા ઓછું બોલે અને મમ્મીની હાજરી ઘરમાં હોવા છતાં પણ ગણકારે નહી. મા હતી તેથી તેની પાસે જતી પણ ત્યારે ઉત્તર હા કે નામાં આપતી. તેને  ખૂબ અતડું લાગતું. શબ્દ બોલે નહી. અમર તો સવારે વહેલો જાય, રાતના મોડો આવે. બાળકો ભણવામાં વ્યસ્ત રહેતાં.

આજે સવારે અનુષ્કાએ કહ્યું, ‘મમ્મી તને ‘સિનિયર્સ’ હોમમાં મૂકવાની છે. હવે ભારત પાછાં જવાના બધા દરવાજા બંધ હતાં. મમ્મીને કારણે તેમને વેકેશન પર જવું હોય ત્યારે ખૂબ અગવડ પડતી. નાના બન્ને હવે રજામાં કૉલેજ જવાની તૈયારી કરી રહ્યાં હતાં.

અમરના માતા અને પિતા તો ૬૫ વર્ષની ઉમરે બદ્રીનાથ ગયા ત્યારે અકસ્માતમાં સાથે વિદાય થઈ ગયા હતાં. એ લપ અનુષ્કાને હતી નહી.

લતા વિચારી રહી હવે શું? તેને એમ કે ‘સિનિયર્સ હોમ’ એક જ શહેરમાં હશે. પણ ના, લગભગ ૫૦૦ માઈલ દૂર. અમર તો વ્યસ્ત હોય એટલે મૂકવા પણ ન ગયો. અનુષ્કાએ ખૂબ પ્યાર જતાવ્યો.

‘મમ્મી, તને રોજ ફોન કરીશ’.

‘મમ્મી, તને દર મહિને હું અને અમર મળવા આવીશું.’ સાવ ખોટાં અને બેહુદાં વચન લતાને આપી રહી !

લતા તો બહેરી અને મૂંગી થઈ ગઈ. તેનું દિમાગ કામ ન કરતું. બોલવાનો કોઈ અર્થ ન હતો. તેને ખબર હતી તેની જીદ્દી દીકરી પોતાના મનનું ધાર્યું જ કરવાની. જરૂરી સામાન લીધો. આમ પણ પતિ ગુમાવ્યા પછી તેની જરૂરિયાત ખૂબ ઓછી થઈ ગઈ હતી. જાણે ચાવી દીધેલું પૂતળું ન હોય. સારું હતું એને ઈંગ્લીશ આવડતું હતું. શરૂ શરૂમાં તો બે મહિના અનુષ્કા આવી. એક વાર અમર સાથે આવી ત્યારે સવારે આવી સાંજના જતી રહી.

‘મમ્મી, તારે કાંઈ જોઈએ છે?’

‘ના, બેટા’.

એકવાર તો કહે, ‘મમ્મી, મને આ મહિને ફાવે એવું નથી. હું આવતા મહિને આવીશ’.

‘સારું બેટા’.

લતાને હવે કોઈ ઉમળકો રહ્યો ન હતો. તેણે તો અંહી પોતાના મીઠા અને મળતાવડા સ્વભાવને કારણે ઘણા મિત્રો બનાવી લીધાં. ઈંગ્લીશમાં ભારતીય ફિલોસોફીની લોકોને વાતો કરતી.  પોતાની વાકચાતુર્યતાને કારણે લોકોમાં પ્રિય થઈ પડી. હમેશા સહુમાં સારું જોનાર દીકરીમાં શું કામ ખરાબ જુએ ? હકીકતનો સામનો કરવાનો મનોમન નિર્ધાર કર્યો. ‘ મા’  હમેશા પોતાના સંતાનનું સુખ અને સમૃદ્ધિ વાંછે.

લતા ખૂબ હોંશિયાર હતી. મુંબઈમાં તેને બધી સગવડ હતી. બાળપણમાં તેની માતાએ તેને ખૂબ લાડકોડ અને કાળજીથી ઉછેરી હતી. પૈસો કદાપિ તેના દિમાગ પર છવાયો ન હતો. હા, કોઈની ખુશામત કરી ન શક્તી. પોતાની આગવી પ્રતિભાને કારણે નર્સિંગહોમમાં આદર પામતી. પતિ સાથે આખી દુનિયા ફરી હતી. તે જાણતી હતી, મનુષ્ય માત્રમાં, ‘ માત્ર ચામડીના રંગ અલગ હોય બાકી સ્વભાવે સહુ સરખાં.’ અંહી બધી જ જાતની પ્રજા હતી પણ સહુની સાથે હળીમળીને તેની એકલતા દૂર થઈ ગઈ. તેની સગવડ બધી સચવાતી. હાથની છૂટ્ટી હોવાને કારણે બધાં તેનું કામ પણ પ્રેમથી કરતાં. એક વસ્તુ ખૂબ સુંદર રીતે પતિએ શિખવાડી હતી.

‘ભલે અનુષ્કા દીકરી છે. તારા પૈસાનો વહીવટ અને કાબૂ તારા હાથમાં રાખજે. તું નહિ હોય ત્યાર પછી બધું એ લોકોનું જ છે.’ તેને હવે અનુષ્કા મળવા આવે તો સારું, ન આવે તો ફિકર ન હતી. ‘એકલા આવ્યા એકલા જવાના’. મનોમન તેણે દીકરીનો આભાર માન્યો,  ‘હા, દીકરી તારે કારણે મારો દિ’ ફર્યો’.

વાર્તા રે વાર્તા-4 પ્રવિણા કડકિયા

ઉદય હવે અમેરિકાનો સીટીઝન થઇ ગયા પછી નિશ્ચિંત થઇ ગયો,એમતો ખુબ સારું ભણેલો અને ઉદય એક સ્ટાર્ટ અપ કંપનીમાં સારા હોદા ઉપર કામ કરતો હતો,પગાર પણ સારો હતો .પણ નોકરી કરતા પોતાની પણ એક ​સ્ટાર્ટ અપ ​કંપની  હોય તેવું સ્વપ્ન રોજ સેવ્યું હતું,જે  પૂરું કરવાનો સમય આવી ગયો, ​પોતાની પત્ની અનિતા ને આ વાત કરી, અનિત એ  તેને પ્રોત્સાહન આપતા કહ્યું.

હા ઉદય તું કૈક નવું કર આમ પણ મને કામ પર પ્રોમોશન મળ્યું છે.માટે ઘરની જીમેદારી આપણા થી જીલાશે. અને ઉદયે પોતાની નોકરી છોડીને સ્ટાર્ટ અપ માં ઝંપલાવ્યું.  હવે ઘર ચલાવવાનો બધોજ ભાર અનીતા ઉપર આવ્યો.  ઉદય તો એકદમ વ્યસ્ત રહેવા લાગ્યો. એક તરફ પ્રોજેક્ટ  તૈયાર કરવાનો, બીજી તરફ ટીમ સાથે કામ લેવાનું, અને સાથે સાથે VC ને ફંડિંગ માટે મળવાનું.અનીતાને તેની નોકરી સંભાળવાની અને સાથે સાથે છોકરાને ભણાવવાના, અને તેમની અને પ્રવૃતિમાં મુકવા જવાના, લેવા જવાના વગેરે કાર્યોમાં તે પણ વ્યસ્ત રહેવા લાગી.  તેવામાં આ વાતે જુદો વણાંક લીધો અને અમેરિકાની ઈકોનોમી ખરાબ થઇ અને ચારે તરફ લોકોની નોકરી જતી રહી અને તેમાં ફંડિંગ ની તો વાત જ જવા દ્યો.ઉદય રોજ વિચાર કરતો હવે શું ? અને અનિતા પણ મુંજાણી. બે જ રસ્તા હતા ઉદય પાછો નોકરી શોધે કે સ્ટાર્ટ–

અપ કંપનીનું સ્વપનું સાકાર કરે ! સૂર્યનો ઉદય થાય પછી તે મધ્યાહ્ન સુધી તપતો રહે છે. તેને પ્રકૃતિનો નિયમ લાગુ પડે છે. પછી ભલેને દુનિયા આમથી તેમ ફરે! આ ‘ઉદય’ પણ અસ્તાચળ તરફ ત્યારે જશે જ્યારે તેનો સમય પાકશે. એણે બરાબર ઘરકામ કર્યું હતું. પત્ની અનિતાનો સંપૂર્ણ સહકાર હતો. હા, ઘરની બધી જવાબદારી તેના પર આવી હતી. ઉપરથી ખૂબ જવાબદારી પૂર્વકની નોકરી પણ કરવાની હતી.તેણે ઘરમાં રહે તેવી ‘મૅઈડ’ રાખી લીધી. ઘરની રસોઈની ,કામકાજની બધી જવાબદારી ઓછી થઈ ગઈ. હા ઈકોનોમીની અસર તેની નોકરી પર હતી. તેનું કામ ખૂબ સંતોષપૂર્વકનું હોવાથી તેનો બૉસ ખુશ હતો. મટિરયલ મેનેજેમેન્ટનું કામ કપરા કાળમાં કુશળતા માગી લે છે. કુનેહ પૂર્વક કામ સંભાળતી. આવા સમયે ઈન્વેન્ટરીનો કંટ્રોલ, સમયસર પ્રોડક્શન અને ડીસપેચ ઓફ રેડી ગુડ્સ ખૂબ હોશિયારી માગે તેવું હોય તેનાથી તે પરિચિત હતી.બાળકોના વર્ગ માટે બહેનપણી સાથે ‘કારપુલ ‘ કર્યું. શની અને રવિની રજામાં તે બીજાના બાળકોને ‘કાર પુલમાં’ શામિલ કરતી.’ ત્રેવડ ત્રીજો ભાઈ છે’. તેની મમ્મીએ બરાબર શિખવાડ્યું હતું. મુંબઈમાં ઉછરેલી અને એન્જીનિયરિંગ ભણેલી ચબરાક અનિતા, ઉદયને સાહસ કાજે ખૂબ પ્રોત્સાહન પુરું પાડતી.સમય આવ્યે ઉદયના માતા અને પિતાને તેડાવ્યા. વહુની આવડત બન્નેના હૈયે  વસી હતી. અનિતાને નાના ભાઈ અને બહેન હોવાથી તેના મમ્મી અને પપ્પા આવી શકે તેમ ન હતા. ઉદય તેના ઘરમાં સહુથી નાનો તેમજ ખટપટીયો હતો. ઉદયની ‘પ્રોડક્ટ’ અમેરિકામાં સહેલાઈથી ખપે તેવી હતી. જેના રોજના વપરાશથી અમેરિકન કુટુંબોને દર મહિને ‘ઈલેક્ટ્રિક’ના બિલમાં રાહત મળવાની હતી.ઉનાળામાં એર કન્ડીશન અને શિયાળામાં હિટર, વાપર્યા વગર અમેરિકનોને ચેન ન પડે. હવે જો એ ‘ગેજેટ’ ભવમાં લગભગ ૪૦થી ૪૫ ટકા નો બચાવ કરી આપે તો કયો અમેરિકન ન વાપરે. ઉદયે બુદ્ધિ શું વાપરી તેને ત્યાં કામ કરતા લોકોને ‘પ્રોફિટ શેરિંગ’નું  આકર્ષણ બતાવ્યું. ્તેને ત્યા કામ કરનાર બધા પોતાની બચત આ નવા’ વેન્ચર’માં રોકવા તૈયાર થયા. જેને કારણે કામની ગુણવત્તા વધી.જ્યારે માનવી પ્રતિકૂળ સંજોગોમાં હામ ગુમાવી નાસી પાસ થાય છે ત્યારે તેને સફઈઅતા જોજન દૂર જણાય છે. આવાઅ કપરા કાળમાં ધિરજ અને સ્વમાં વિશ્વાસ વધારવો એ અતિ ઉત્તમ રાહ છે. ઉદયના સારા નસિબે પત્નીનો સહકાર હતો. તેથી જ તો સ્ત્રીને ‘કાર્યેષુ મંત્રી’ કહી છે. સાથી હાથ બઢાના, એક અકેલા થક જાયેગા મિલ કર બોજ ઉઠાના. ગાડીના આગળના અને પાછળના પૈડા ફરે તો ગાડી હમેશા ઝાટકા આપ્યા વગર સરળતાથી રસ્તા પર દોડી શકે!

  પ્રવિણા અવિનાશ કડકિયા

પ્રતિકુળતા

પ્રતિકૂળતા ‘ (9)વાર્તા તરુલતા મહેતા
કોમલને બધાં અભિનન્દન આપી રહ્યાં છે.એના ‘પ્રતિકૂળ’વાર્તાસંગ્રહને પારિતોષક મળ્યું હતું.એની વાર્તાઓના પાત્રો વિપરીત સંજોગોમાં પોતાની અંદર પડેલી શક્તિને અદભુતપણે વિકસાવે છે,સમાજને નવો પ્રકાશ અર્પે છે.એટલું જ નહિ પ્રતિકૂળતામાંથી આનંદ અને ઉત્સાહ મેળવે છે.એમાંના કેટલાંક પાત્રો સ્વેચ્છાએ અનુકૂળ સંજોગો છોડી દઈ કોઈક સત્યને શોધવા નીકળી પડે છે.કોમલનું જીવન વિષેનું મંતવ્ય છે કે સુખની કેદમાંથી બહાર નીકળો તો વિરાટ જીવનનું દર્શન થાય છે.કોઈકે પશ્ન પૂછ્યો ,’કઈ વાર્તામાં તમારા જીવનની છબી છે?’ એણે જવાબ આપ્યો
‘બાબુ’ વાર્તા
‘ બાબુ આવ્યો ,બાબુ આવ્યો ‘ બાના હાથમાં ફૂલવાળી ગોદડીમાં ગોટમોટ ગુલાબી બાબુને જોવા એનાં મોટા ભાઈ -બહેન અધીરાં થયાં હતાં,બા હોસ્પીટલમાંથી આવી થાકી ગયાં હતાં ,તેઓ જરા અવાજ મોટો કાઢી સૌને આઘાં કરતાં બોલ્યા,’જાવ બધા તેયાર થઈ સ્કૂલે જાવ ,બાબુ ઊંઘી ગયો છે.’
કોમલ સ્કૂલે જવા તેયાર થઈ હતી ,તેની બહેનપણી તેની રાહ જોતી હતી ,બા પ્રેમથી
બોલ્યાં, કોમલ બેટા ,આજે તું ઘેર રહેજે ,મને પાણી અને ખાવાનું તારા સિવાય કોણ
આપશે? ‘ કોમલ પાંચમાં ધોરણમાં ભણતી હતી.તે કોચવાઈને બોલી ,’બા,આજથી પરીક્ષા શરુ થાય છે.હું નહિ જાઉં તો નાપાસ થઈશ.’ કોમલની આંખમાં આંસુ આવી ગયાં,તેણે પાણીનો તાંબાનો લોટો અને પ્યાલો બાને આપ્યો।બાજુમાં રહેતાં રમામાસીને બાનું ધ્યાન રાખવા કહ્યું। તેણે બાને કહ્યું ,’મારું પેપર પતાવી તરત આવી જઈશ.’બા થાકીને સૂઈ ગયાં,કોમલ હળવેથી સરકી ગઈ.આજ સુધી તેના ત્રણ મોટા ભાઈઓની નાનકી બેની હતી.ભાઈઓની જેમ હસતી ,રમતી સ્કુલે જતી.બા ઘરનું કામ કરી લેતાં, આજથી તેને માથે કોઈ જવાબદારી આવી ગઈ હોય તેમ એના ટીચરને કહ્યું ,’સર ,મને વહેલા જવાની રજા આપશો,મારાં બાને ઘરમાં મદદની જરૂર
છે.’ ટીચરે એને સમજાવી ,’વિપરીત સંજોગોમાં ભણતર ના બગાડતી ‘.વાત એના મનમાં ભમરીની જેમ ગુણ ગુણ કરતી હતી.
કોમલ ઘેર પહોંચી ત્યારે એને ‘હાશ’ થઈ.ગામડેથી દાદી આવી ગયાં હતાં,દાદીની ઉમર થયેલી તેથી રસોઈ કરતાં પણ કોમલને સ્કુલેથી આવીને ઘરમાં મદદ કરવી પડતી ,સાંજે બીજી બહેનપણીઓ રમતી હોય ત્યારે એને હોમવર્ક કરવું પડતું કે બાબુને હીંચકો નાખવો પડતો.ઘોડિયામાં ઝૂલતા બાબુને ટીચરે આપેલી કવિતાઓ
અને ગીતો સભળાવતી .અકબર બિરબલની વાર્તાઓ ,ઇતિહાસ,ભૂગોળના પાઠ વાંચતી.એની બહેનપણી એની મશ્કરી કરતી.’કોમલ ટીચર થવાની છે.’
એક મહિનામાં બા પહેલાંની જેમ ઘરમાં બધું કામ કરતાં થઈ ગયાં પણ નાનો બાબુ ખૂબ રડે ,પજવે છે.એની આંખ લાલ રહે છે.આંખમાંથી પાણી પડ્યા કરે,પીયા દેખાયા કરે.બા-બાપુ ચિતા કરે છે.ડોકટરનું કહેવું છે કે જરા મોટો થાય પછી તપાસ થાય. પછીના વર્ષે ડોક્ટરની તપાસમાં બાબુને ‘બાળમોતિયાનું ‘નિદાન થયું ,જેની સર્જરી એ પાંચ વર્ષનો થાય ત્યારે થશે.
બે વર્ષમાં કોમલના બન્ને મોટાભાઈઓ વડોદરાની કોલેજમાં ભણવા જતા રહયા.કોમલને અભ્યાસનું ભારણ વધ્યું હતું,પણ ઘરના કામમાં રોકાયેલી રહેતી બા બાબુને કોમલને સોંપી દેતી.બાબુ દોડીને કોમલની પાછળ ફર્યા કરતો ,
ઘડી ઘડી પડતો આખડતો ,બા બબડતાં ,’મોટી ઉમરે આવ્યો ને પાછો આંધળા જેવો,બિચારી નાનકીને લેસન કરવા દેતો નથી.કોમલને રડવું આવી જતું.તેનાથી બાબુને રડતો રાખી લેસન થતું નહી.ટીચરના શબ્દો ‘ભણતર ના બગાડતી ‘ગુણગુણ થયા કરતા.એ મનમાં ખૂબ મૂઝાતી હતી.એને થયું કોને પૂછું?બા ખાસ ભણી નહોતી પણ ‘છોકરાઓ ભણ્યા વગર ચાલશે નહિ ‘એમ હમેશાં કહેતા।બાબુના આવ્યા પછી બહુ ઉદાસ રહે છે.કોમલે બાની પાસે જઈ પૂછ્યું ‘બા બાબુ રડ્યા કરે છે,હું લેસન ક્યારે કરું?’,બાએ સાડલાના છેડાથી આંખો લુછતાં કહ્યું ,’નાનકી,બીજા બે વર્ષ આપણે બાબુને સાચવી લેવો પડશે,પછી એની આંખનું ઓપરેશન થશે.એનાથી બરોબર દેખાતું થશે,એટલે આપણને નહિ પજવે ‘કોમલને થયું બા એના દિલની વાત કરે છે.’મારા પર એમને ભરોસો છે,હું વિપરીત સ્થિતિમાં ભણીશ.’ એને એટલું સમજાયું કે બાબુ એનો ભાઈ હમેશાં એની સાથે ઘરમાં રહેવાનો છે.એણે બાબુને પટાવી લેસન કરવાનું છે ,રમવા જવું હોય તોય એને જોડે રમાડવાનો.
કોમલે બાબુનું બધું જ કામ ઉપાડી લીઘુ.રાત્રે પોતાની સાથે સૂવડાવતી ,સ્કુલે જતાં પહેલાં એને નવડાવી તેયાર કરતી.બાબુનું ખાવાનું ,દૂધ આપવાનું કરતી.જાણે બાબુની નાનકી મા !બાને હળવાશ લાગી પણ કોમલ માટે જીવ બાળતા પંખીની જેમ ઉડયા કરતી છોકરી પાંખ સમેટીને બેસી રહી છે.બાબુને દેખાતું થાય ને એ છૂટે।
કોમલ હવે હાઇસ્કુલમાં જતી હતી.હાઇસ્કૂલ દૂર હતી એટલે સાઇકલ પર જતી.એની બુક્સ અને બીજી જરૂરી ચીજો લેવા તે ગઈ હતી,તેણે પાંચ વર્ષના બાબુને આડા તેડા લીટા કરવાની મઝા આવે તેવી ચોપડી લીધી,એક નાનકડું બેગપેક લીધું। બાબુ નાનકીની રાહ જોતો ઘરની બહાર ઓટલે જ બેઠો હતો.સાઇકલની ઘંટડી નો અવાજ સાંભળી નાની ,નાની કરતો કૂદવા લાગ્યો,બા કહે ‘આણે તારા વગર ખાધુંપીધું ય નથી.’
બાબુ એનું બેકપેક લઈ દોડાદોડી કરે છે.બા રાજી થતાં હતાં ,કોમલ ખડખડાટ હસી એની પાછળ દોડતી હતી.
‘તું ય બાબુની જેમ રમવા લાગી કોમલ ‘ બહારથી આવેલા બાપૂજીએ કહ્યું ,ઘરમાં હસી ખુશી જોઈ તેઓ મલકાતા હતા.તેમણે જલેબીનું પેકેટ કાઢી બાને કહ્યું ,’ભગવાનને પ્રસાદ ધરાવ ,બાબુના ઓપરેશનનું નક્કી થયું।’ બાબુ જલેબી ખાવા ઉતાવળો થયો.એને બીજું ન સમજાયું પણ કોમલ બાને ભેટી પડી.ઘરમાં બાબુની કૂમળી આંખોમાં રતાશને બદલે બે દીવડા પ્રગટવાના હતા.ઘરને ખૂણેખૂણે દીવડા જળહળશે.દિવાળી ઉજવાશે।કોમલને થયું અભાવ પછીની પ્રાપ્તિનો
આનંદ અનેરો હોય છે.એણે બે ક્ષણ પોતાની આંખો બંધ કરી દીઘી।બાબુની દુનિયા એટલે રૂપરંગ વિનાની !અવાજ ની આંગળી ઝાલી દોડે અને સ્પર્શને ઓળખે।એનું હદય મીણની જેમ પીગળી રહ્યું ,એણે બાબુને માથે ચૂમી કરી.મનોમન બોલી ,’તારી બંધ આંખોની દુનિયામાંથી મારામાંના અણવિકસિત કોશેટાને પતંગિયું થવાનું ભાગ્ય મળ્યું ,હવે બાગના પ્રત્યેક ફૂલો રૂપ ,રંગ રસથી મને ભીજવશે.’
તરુલતા મહેતા 13મી જુલાઈ 2015
પ્રભુ ,મને મુશ્કેલી ન આપીશ એવું નહિ માગું ,
મને લડવાની તાકાત આપજે. રવીન્દ્રનાથ ટાગોર
પ્રતિકુળતા -(૮) રશ્મિ જાગીરદાર

not known

આજે એનું છેલ્લું પેપર હતું , આગળનાં બધાં  પેપરો તો સરસ જ ગયા હતાં , પણ આજ નું પેપર !!! તેનું મન બેચેન બની ને ગભરાઈ રહ્યું ! 6 વાગે પેપર પતશે ને 8 ની  ટ્રેન માં તો ગામ જવાનું હતું !લગ્ન માં સ્તો  અને લગ્ન પણ કોના ખબર છે?—–તેનાં ખુદ ના !!!

                      એક બાજુ B. Sc.ની યુનિવર્સિટી ની પરિક્ષા ની તારીખ જાહેર થઇ ને બીજી બાજુ સાથે જ લગ્ન ની તારીખ પણ નક્કી થઇ નિષ્ઠાવાન —હોંશિયાર વિદ્યાર્થી માટે તો પરિક્ષા એ ગમતું ટાણું કહેવાય –પોનાની આવડત , યાદશક્તિ ,અને રજુઆત કરવાની કુશળતા  સર્વાંગીપણે  વ્યક્ત કરવાની આજ તો મહામુલી તક હોય છે।

                      તો સામે લગ્ન પણ જીવતર નો મહામુલો ને મન ના માણીગરને પામવાનો પ્રસંગ ! હવે જુઓ આ બંને જયશ્રી ને ગમતા પ્રસંગો એ સાથે આવી ને જાણે  તેના  જીવન માં પ્રતિકુળતા ની વણઝાર વહાવી દીધી .એક બાજુ લગ્ન ની ખરીદીની  પસંદગી માટે દોડવાનું ને યુનીવર્સીટી ની પરિક્ષા નું વાંચવાનું —- કશું જ અનુકુળ નહોતું  બંને પ્રસંગો પોતપોતાને સ્થાને એવા તો અગત્ય ના હતા કે ક્યાંય કોઈ પ્રકાર ની બાંધછોડ ને અવકાશ જ નહોતો . જયશ્રી આમ તો કાબેલ હતી બંને ક્ષેત્રે તૈયારીઓ થતી રહી પણ એક પ્રસંગ નું કામ ચાલુ હોય ત્યારે બીજા પ્રસંગ ની વાતો મન માં આવી ને ટેન્શન કરાવતી —–એમ કરતાં કરતાં છેલ્લું પેપર આપવા નીકળતી વખતે મમ્મી એ યાદ કરાવ્યું —” બેટા, પેપર 6 વાગે પતશે ને 8 વાગે ગાડી છે યાદ છે ને ? તો જલ્દી આવી જજે , પાછી આવી ને  સાડી પણ પહેરાવી પડશે। “

                           સમય તો આખરે સમય જ છેને? છેલ્લું પેપર પતાવી ને ઘર ના બધા સાથે જયશ્રી ટ્રૈન માં  બેઠી , તેને થયું હાશ ! આટલા બધા પ્રતિકુળ સંજોગો માં પણ બધા પેપરો સરસ ગયાં અને સાચું પૂછો તો લગ્ન ની બધી ખરીદી અને બીજી તૈયારી પણ પરફેક્ટ જ થઇ .  પણ પ્રતિકુળતા આમ ક્યાં તેનો પીછો છોડે તેમ હતી !!!

                               અત્યાર સુધી માબાપ ને ત્યાં ફ્રોક, સ્કર્ટ કે પેંટ– શર્ટ જેવા ડ્રેસ પહેરતી જે તેને અનુકુળ લગતા પણ આજે સાડી  પહેરવી પડી ,તેને તો સાડી  પહેરતાં    પણ નહોતું આવડતું  મોટીબેને પહેરાવી હતી તેને સાડી સાથે જરાય ફાવતું નહોતું ગામ પહોચ્યા પછી તો માથે પલ્લુ   પણ ઢાંકવો પડ્યો !   તેને થયું બાપરે!!! કેટલી બધી પ્રતિકુળતા!! કેટલી અગવડ!! રહી રહી ને તેને સ્કર્ટ પહેરી મહિયર ના હિંચકે હિંચતી જયશ્રી દેખાતી હતી !

                              પહોચ્યા ને ત્રીજે દિવસે જ લગ્ન હતાં , લગ્ન તો ધૂમધામ થી ને ખુબ હરખભેર પતી ગયાં બધા ખુશ હતાં રાત્રે લગભગ એકાદ વાગે કન્યા વિદાય થઇ . જયશ્રી ને જોરદાર થાક લાગ્યો હતો પણ સાસરે પહોચ્યા ત્યાં કેટલીક વિધિ ઓ કરવાની હતી ,પૈસા રમવાના, કંકુથાપા દેવાના ને જાણે કેટલુય !!!   સગાવ્હાલા ના ઘરે કંકુથાપા દઈ પાછા  ફરતાં  જયશ્રી ઉદાસ થઇ ગઈ તેને મમ્મી -પપ્પા યાદ આવ્યા ભાઈ બહેન અને એનો પ્યારો  હીંચકો પણ ક્યાં ભુલાતો  હતો? તેને પાછું પિયર પહોંચી જવાનું મન થયું અને તેનું મન કવિ શ્રી ની પ્રસિધ્ધ  પંક્તિ ઓ ગાઈ  રહ્યું। —–” કોઈ કંકુથાપા  ભૂંસી દઈ મને ભીંતે થી ઉતરાવો

                                          ——” કોઈ મીંઢળ  ની મરજાદા લઇ મને પાંચીકડાપકડાવો –જી

                        કામ  ગમે તેટલું ગમતું હોય પણ જયારે સમય ને સંજોગો અનુકુળ નહોય ત્યારે પ્રતિકુળતા થી ઘેરાયેલી વ્યક્તિ થોડી વાર  માટે  ચોક્કસ મુંજાઈ જાય પણ બધી જ પ્રતિકુળતા ઓ માંથી અનુકુળતા શોધી કાઢવી એ પણ કોઈ નાની સુની શોધ નથી —– પછી ભલે  ને  એને માટે કોઈ એવોર્ડ કે નોબેલ પ્રાઈઝ ના હોય !!!!     બધી પ્રતિકુળતા ઓ ને પહોંચી વાળીએ ને અનુકુળતા સાધી લઈએ એજ આપણો અવોર્ડ !!! ખરું કે નહી ?

પ્રતિકૂળતા (૭) હેમાબહેન પટેલ

not known

પ્રતિકૂળતા એ મનની એવી અવસ્થા છે જે કોઈ પણ માણસને પસંદ ન હોય છતાં પણ આ સંસારમાં કોઈ પણ એવી વ્યક્તિ શોધી ન મળે જેણે આ અવસ્થાનો સામનો ન કર્યો હોય. પ્રતિકૂળ સંજોગો આવે ત્યારે મન દુખી થઈ જાય એ અવસ્થામાં કોઈ રાજી ન હોય.આમ જોવા જઈએ તો પ્રતિકૂળતા અને અનુકૂળતા એ સુખ- દુખ સમાન છે જે માનવ જીવનમાં ઉભા થયેલ સંજોગો વ્યક્તિ કેટલી સહજતાથી તેનો સામનો કરે છે તેના ઉપર આધારીત છે.સુખ-દુખ, ચડતી-પડતી,પ્રતિકૂળ-અનુકૂળ એ તાણાવાણા સમાન જીવન સાથે ગુંથાયેલા હોવાથી તેમાંથી કોઈ બાકાત ન રહી શકે.સંસારમાં જો જન્મ-મૃત્યુ એક સત્ય હકીકત છે તો આ બધી વસ્તુ પણ જીવન ચક્ર સાથે ચાલતી રહેવાની છે.કોઈ કોઈ લોકોનુ જીવન પ્રતિકૂળતાથી ભરેલુ હોય છે એક પ્રોબલેમ સૉલ કરે ત્યાં બીજો આવીને ઉભો રહે, જાણે  પ્રતિકૂળ સંજોગોની વણ થંભી વણજાર ચાલી રહી છે.આવા લોકો  દુખોથી એવા ઘડાઈ ગયેલા હોય જેઓ ગમે તેવી પરિસ્થિતીમાં સંજોગોનો આસીનીથી સામનો કરી શકે છે, પહાડ સમુ દુખ આવે તો પણ સહન કરી શકે. આવા સંજોગો માણસને તેની સામે જજુમવાની તેની સામે લડવાની શક્તિ આપે છે. આખરે એક વીર યોધ્ધા સમાન બની જાય છે.પ્રતિકૂળતા જ માણસની કમજોરી અને ડર દુર કરીને જીવનને સાહસિક બનાવે  છે. એક સરખુ  સરળ જીવન ચાલે તો શું કામનુ ? તેમાં સુખ-દુખ, પ્રતિકૂળતા-અનુકૂળતા આવે તોજ જીવન જીવવા જેવું લાગે અને માણસને સંપુર્ણ બનાવી શકે.પ્રતિકૂળતા અને દુખોથી માણસની સહન શક્તિ વધે એતો સત્ય જ છે.Continue reading

પ્રતિકૂળતા (૬) પ્રવિણા કડકિઆ

  • not known
  • અનુકૂળતા અને પ્રતિકૂળતા એ સિક્કાની બે બાજુ છે. સિક્કો ઉંધો પડે એટલે માની લીધું અને જાણે પ્રતિકૂળતાની ઝલક દેખાઈ. જે ઘરમાં પવન પણ પૂછીને આવતો હોય, એ ઘરમાં જ્યારે વાવાઝોડું ઘુસી આવે! ત્યારે તમે સમજી શકો પ્રતિકૂળતા કેવી હોય. ઘરના સર્વે સાનભાન ગુમાવી બેસે. સાચુ ખોટું તો ઠીક પણ જાણે જીવનમાં સર્વસ્વ લુંટાઈ ગયું હોય તેવી ભાવના જન્મ લે. એવા કપરા પ્રતિકૂળ સંજોગમાંથી બહાર આવવું એ દાદ માગી લે તેવી વાત છે. ઉમર પણ કેવી, નહી નાની નહી ખૂબ મોટી !  બાળકોનું ભણતર હજુ તો આખરી મુકામ પર પહોંચવા માટે વલખાં મારતું  હતું! એવા સમયે ઘરનો મોભ ક ડ ડ ડ ભૂસ કરતો ટૂટી પડ્યો.
  • સંજોગ ભલે પ્રતિકૂળ હતા. હિમત ન હારતા દુખી અવસ્થામાં પણ સાન ભાન ગુમાવ્યા વગર નિરાશ હ્રદયે, શ્રદ્ધા પૂર્વક તેમાંથી બહાર આવવાનો પ્રયત્ન જારી રાખ્યો.” હતું ન હતું થવાનું ન હતું”. સંજોગો જરૂર બદલાયા હતા. પ્રતિકૂળતાનું સામ્રાજ્ય ચારેકોર છવાયું હતું. હૈયાની આશાની જ્યોત બુઝાવા ન દેતાં તેને જલતી રાખવાના સતત પ્રયત્ન જારી રાખ્યા. આ એ સમય હતો જ્યારે જીવનની આકરી કસોટીમાંથી પાર ઉતરવાનું હતું. ઈશ્વર સર્જીત આ પ્રતિકૂળતાનો કુનેહ ભેર સામનો કરી હેમખેમ પાર ઉતરવાનું હતું. પુરૂષાર્થ જારી રાખવાનો હતો.

એ તો નસિબ સારા, ૨૬ વર્ષનો જુવાન જોધ પુત્ર હજુ તો હાથનું મિંઢળ છુટ્યું પણ ન હતું . તેણે નાવને વાળી  તેનું સુકાન સંભાળી ફરીથી સંસારમાં તરતી મૂકી. આભાર માનવાનો સર્જનહારનો અને તેના માતા, પિતાના સંસ્કારનો. આમ પણ બચપનથી તેના સુંદર  લક્ષણ હતા . અભયતા તેને વરી હતી. ઘરના સહુને સાચવ્યા. ભર જુવાનીમાં પ્રતિકૂળતા સામે અણનમ ઉભો રહ્યો. માતા પ્રતિકૂળ સંજોગોમાં સાવ ભાંગી પડી હતી. નાના પુત્રએ તો કમાલ કરી. બે વર્ષ માટે બલિદાન આપ્યું. આગળ ભણવા જવાનું મુલતવી રાખ્યું. માતાનો સહારો બનીને રહ્યો. કોણ કહે છે, પુત્રને માતાની લાગણી નથી હોતી? સાવ ખોટી વાત ! તેઓ માતા તેમજ પિતાને ખૂબ ચાહે છે. માત્ર દીકરીઓની જેમ બોલીને કે સોડમાં સમાઈ લાગણી નથી દર્શાવતા. જે આવશ્યક પણ નથી. તેમના મુખેથી દરેક શબ્દ નર્યા પ્યાર ભીના હોય તે શું કાફી નથી ? માત્ર પુત્રની માતા જ તે લાગણીને અનુભવી શકે. દીકરા યા દીકરી એ સર્જનહારની કૃપા છે. જે હોય તેમાં સંતોષ અને પ્યાર સમાયેલા છે ! કોઈ પણ માતા પુત્ર હોય યા પુત્રી સરખું દર્દ અનુભવે છે.

પ્રતિકૂળ સંજોગને કેવી રીતે અનુકૂળ બનાવવા એ માટે બિરબલ અને અકબરની એક વાત ખૂબ મશહૂર છે, દીકરી પરણવવાના પૈસા ન હોવાથી એક આમ આદમી જીવના જોખમે જમુનાના ઠંડા નીરમાં આખી રાત ઉભો રહેવા તૈયાર થયો. દૂર દીવાદાંડીનો આછો પ્રકાશ, તેની જીજીવિષા જીવાડી ગયો. બરફ જેવી ઠંડીમાં તેણે પ્રતિકૂળ સંજોગનું શરણું સ્વીકારી  હાર  માનવાની ચોખ્ખી ના પાડી. સવારે જીવતો જાગતો બહાર આવ્યો. અકબર બાદશાહે અનાડીવેડા કર્યા. બિરબલ, બાદશાહને પાઠ ભણાવવા  માગતો હતો. ‘ખીચડી પકાતા’ હું નો નાટક કરી દરબારમાં ધરાહાર ગેરહાજર રહ્યો. બાદશાહની આંખ ખૂલી. બમણું ઈનામ આપી નવાજ્યો. હવે પ્રતિકૂળ સંજોગ, પ્રતિકૂળ બાદશાહનું વર્તન છતાંય હિમત ન હારનાર એ સામાન્ય માનવીને આપણે બિરદાવવો રહ્યો.

પ્રતિકૂળ સંજોગ કરતાં , સંજોગ પ્રત્યેનું આપણું દૃષ્ટી બિંદુ કેવું છે એ અતિ મહત્વનું છે. સંજોગને વિષે છણાવટ કરીશું તો ખ્યાલ આવશે આપણે હમેશા સ્વાર્થ વૃત્તિ કેળવી તેનું અવલોકન કરીએ છીએ. સારી કૉલેજમાં એડમિશન મેળવવું હતું. ડૉનેશન આપવું. ઈન્ટરવ્યુમાં સરખી રીતે દેખાવ કરવો. સારા ગુણાંક મેળવવા. હવે જો આ ત્રણેયમાં સારી રીતે પેશ આવીએ તો એડમીશન કેમ ન મળે? ડોનેશન તો માગ્યા કરતાં વધારે આપ્યું. ગૂણાંક્માં બહુ વાંધો ન આવ્યો. પણ ઈન્ટરવ્યુમાં ઉકાળ્યું. હવે  આમાં વાંક કોનો? બહાર આવીને ખોટી રીતે યુનિવરસિટીને બદનામ કરવી. ‘મારા જેવાને ના પાડી.’  આ બેકાર યુનિવરસિટી છે’. સંજોગો બધી રીતે અનુકૂળ હતા. તમારા પ્રતિકૂળ આચરણને કારણે નાસીપાસ થવું પડ્યું

હવે એ જ કિસ્સાને બીજી રીતે જોઈએ. એડમિશન ન મળ્યું તો સારું થયું. પિતાજીને હાર્ટ એટેક આવ્યો. તેમનાથી ધ્યાન ન રખાયું એટલે કંપની ડામાડોળ થઈ. તમારે પિતાજીના ચાલુ ધંધા પર બેસી સુકાન સંભાળવાનો વારો આવ્યો. જે પ્રતિકૂળ લાગ્યું હતું તે સંજોગવશાત એકદમ અનુકૂલ થઈ ગયું કારણ તમે જે શહેરમાં રહેતા હતાં ત્યાંની સ્થાનિક કૉલેજમાં જ ભણતા હતા. વિદ્યા મેળવવામાં પણ વાંધો ન આવ્યો. પિતાજી સારી દેખરેખને કારણે સાજા થયા. ધંધાને આંચ ન આવી. હવે સંજોગને બદનામ કરવા તેના કરતા ઉપચાર કરવો વધારે હિતાવહ છે.

જેમ લીલા ચશ્મા પહેર્યા હોય તો લીલુ દેખાય. એમ સંજોગને તમે કઈ નજરે નિહાળો છો એ ખૂબ અગત્યનું છે. જો સંજોગની સામે ટક્કર લેવાની હોય તો તેમાં પાછી પાની ન કરવી. પ્રતિકૂલ સંજોગને અનુકૂળ કઈ રીતે બનાવાય તે માટે કમર કસવી. યાદ છે ને ,’હિમતે મર્દા તો મદદે ખુદા’. બાકી સંજોગ પ્રતિકૂળ છે માની શરણાગતિ  સ્વીકારવામાં કોઈ કાંદા ન નિકળે. બાકી આ જીવનમાં અનુકૂળતા અને પ્રતિકૂળતાતો આવતી જ રહેવાની. બસ હસતે મુખે તેનો સામનો કરી માર્ગ મોકળો કરવાનો.

પ્રતિકૂળ સંજોગમાં માથે હાથ મૂકીને બેસવાથી સમસ્યા હલ થતી નથી. ઘરમાં અચાનક માંદગી આવી ! નોકરીમાંથી ફારગતી મળી. ધંધામાં રોકેલા પૈસા મંદીને કારણે ડૂબી ગયા. સ્ટૉક માર્કેટમાં તડાકો પડ્યો. સાધારણ સ્થિતિમાંથી કરોડો પતિ થઈ ગયા. જીવન છે. પાસા સીધા પણ પડે કે અવળા પણ પડે. સીધા પડે ત્યારે અભિમાનમાં ચકચૂર થવું. અવળા પડે ત્યારે પોક મૂકીને રડવા બેસવું. આ બન્ને સ્થિતિ પ્રશંશનિય નથી.

પ્રતિકૂળતા સમયે સંયમ રાખીને કામ કરીશું તો સફળતા કદમ ચુમતી આવશે. માનસિક સમતુલન અને સ્વમાં વિશ્વાસ કેળવાય છે. હિમત હાર્યા કરતાં શાંતિથી બેસીને તેમાંથી બહાર નિકળવાનો માર્ગ શોધવો આવશ્યક છે. એક પ્રસંગ જીંદગીમાં હૈયે કોતરાઈ ગયો છે. ૧૪ વર્ષની ઉમર હતી. એ વર્ષે વરસાદ ખૂબ પડ્યો. અમે પાંચ ભાઈ બહેન મમ્મી અને મોટાઈ સાથે ઘરમાં રહેતા હતા. જ્યાં અમે બે વર્ષ પહેલા રહેવા ગયા હતા. હવે પહેલા બે માળનું મકાન હતું. તેના પર બીજા બે માળ ચણ્યા હતા. અમને ખબર નહી. એ ચોમાસામાં અચાનક ઘરની દિવાલ દૂર ખસેલી જણાઈ. બંબાવાળા આવ્યા. પહેરેલા કપડે ઘરની બહાર કાઢ્યા. મારી  નાની બહેનનો હાથ પકડી ધડ ધડ ચાર દાદરા  ઉતરી ગઈ. મમ્મી કબાટમાંથી ચાંદીના વાસણ, દાગીના અને રોકડ રકમ લઈ રહી હતી. બંબાવાળા ઉતરવાનો તકાજો કરતા હતા. કપડાં કે કશું લેવાનો સમય ન આપ્યો. અમે નાના ત્રણ ભાઈ બહેન મામાને ત્યાં  ગયા. મમ્મી તેના મોટાભાઈ મતલબ મોટામામાને ત્યાં ગઈ. પિતાજી આખી રાત મકાનની સામે બીજા માળાના પાડોશી સાથે ઉભા રહ્યા.

સવારના ચાર વાગે આખું મકાન પત્તાના મહેલની માફક બેસી ગયું. મોટી બહેન તેના સાસરે ગઈ . મારો મોટોભાઈ મિત્રને ત્યાં. હવે આનાથી કયો વધારે પ્રતિકૂળ સમય ૧૪ વર્ષની ઉમરમાં કહેવાય? અમે કોઈ રડ્યા નથી. પિતાજી ખૂબ હિમતવાળા હતા. જેવી શ્રીનાથજીની ઈચ્છા કહી આભાર માન્યો કે ઘરના બધા સહિસલામત હતા. એક પણ જાનહાનિ થઈ ન હતી. વેપારી હતા. પૈસાની સગવડ કરી ૨૦ દિવસમાં નવો ત્રણ બેડરૂમનો ફ્લેટ મલબાર હિલ પર ખરીદ્યો. હવે આ સંજોગમાં તેઓ રડવા બેઠા હોત તો પાંચ બાળકોનો પરિવાર કેવી હાલતમાં આવી જાય. મમ્મી પણ ખૂબ કુશળ સ્ત્રી હતી. નિરાશાને નજીક સરવા ન દીધી. બાલકોને પાંખમાં ઘાલ્યા. આ પ્રસંગ ખરેખર સંજોગો સામે ઝુકવાને બદલે તેનો હલ કાઢવાનું શિખવે છે

જીવનમાં જો બધું જ અનુકૂળ હોત તો માનવી થોડો નમાલો યા પામર બને તેની શક્યતા વધારે છે.પ્રતિકૂળ સંજોગમાં માનવીમાં સાહસ અને કંઈક કરી શકવાની તમન્ના ઉત્પન્ન થાય છે. યાદ કરો આપણું  ભારત, જ્યારે અંગ્રેજોના નેજા હેઠળ હતું ત્યારે દેશભક્તો ગણ્યા ગણાય નહી તેટલા થયા. જેમના નામ ઈતિહાસને પાને કદી ન લખાયા. જેમનું જીવન મા ભોમની સ્વંતત્રતાનૉ લડતમાં હોમાઈ ગયું. કેટલી માના વહાલા લાડકવાયા  ચિતા પર પોઢી ગયા. કારણ એક જ મારી માતૃભૂમિ પરથી અંગ્રેજો હટવા જોઈએ. ‘મારી મા’ આઝાદ થવી જોઈએ. પ્રતિકૂળ સંજોગ તેનું મુખ્ય કારણ બન્યા.

આજે જ્યારે ભારત આઝાદ છે ત્યારે બતાવો કોઈ  માઈનો લાલ જેના દિલમાં દેશભક્તિ છે? સંજોગો અનુકૂળ છે. ભારત આઝાદ અરે, પ્રજાસત્તાક પણ છે. દરેકને પોતાની પડી છે. ‘ભારતમાકી ‘ઐસી કી તૈસી’. હા આજે હવે દેશદાઝ ગાયબ. આપણી સરકાર છે. જોયો પ્રતિકૂળ સંજોગોનો પ્રભાવ ! જીવનના હર ક્ષેત્રમાં આવું બનતું આવ્યું છે. સામાન્ય નાગરિક ઉપર આવવા અથાગ મહેનત કરે છે. પ્રતિકૂળ સંજોગોને ગાંઠતો નથી. તેને પોતાના પુરૂષાર્થ પર વિશ્વાસ છે. ‘યેન કેન પ્રકારે ન’ પોતાની મંઝિલ પર પહોંચે છે. સિદ્ધી સર કર્યાનો મુક્ત આનંદ મેળવે છે.

જેની પાસે લાખો અને કરોડો રૂપિયા હોય એવા શેઠિયાઓના નબીરા જુઓ. અનુકૂળ સંજોગો. લક્ષ્મી પ્રત્યે બેદરકારી. બાપની ગાદી પર બેસી રોફ જમાવવાનો. ભૂલી જાય છે બાપે કેટલી તનતોડ મહેનત કરી હતી. પરિણામ પૈસાને પગ આવે છે. પૈસા સાથે નામ, સાહેબી,  ગાડી, વાડી વઝીફા બધું ધીરે ધીરે અદૃશ્ય થવા લાગે છે. અનુકૂળ સંજોગોમાં જો જાગ્રતતા ન હોય તો તે સંજોગોને બદલાતાં ઝાઝો સમય લાગતો નથી. પછી માથે હાથ મૂકી રડવાથી ગયેલો સમય પાછો આવતો નથી. બેદરકારી, વિલાસીપણું, ઉધ્ધતાઈ એ બધા ચારે કોરથી પ્રવેશી જીવનમાં હુલ્લડ મચાવી ને ઝંપે છે.

અનુકૂલ સંજોગો હોય તો સંયમ ન ખોતાં આ્ભારવશ શાંતિથી જીવો ! જો ન ક્રરે નારાયણ્ને કુદરતનું ચક્ર ફરે તો હામ ન હારવી. સામે આવેલા સંજોગોને આહવાન આપો. શક્તિ મળશે અને ફરી પાછું ચક્ર ફરશે !

અસ્તુ

“પ્રતિકૂળતા” રેખા પટેલ (૫)

Continue reading

પ્રતિકૂળતા (૪) વિજય શાહ

.not known

શાબાશ મારી ભાભલડી

I am grateful for all my problems.After each one was overcome, I became stronger and more able to meet those that were still to come. I grew in all my difficulties.              —– James Cash Penny (Founder of J.C.Penny)

ફોન ઉપર મોટી બહેન કેતકી નાનાભાઇ ચેતનને અમેરિકા આવવા સમજાવતી હતી. “ ભાઇ, તું એકલો જ રહી ગયો! પપ્પા મમ્મી અને નાનો ભાઇલો તો આવી ગયા છે.”

‘પણ મોટી બેન હવે હું તો કાયદેસર રીતે આવી શકું તેમ નથી. ચેતના અને નાના દિગંતને અહીં મુકીને  કેવી રીતે  આવું ?

“ જો સાંભળ, ચેતના નોકરી કરે છે.  દિગંત સ્કુલે જતો થઇ ગયો છે. મને એમ છે કે, તું અહીં ફરવા માટે આવ અને કંઇક તીકડમ કરીને તું ગોઠવાઇ જાય તેવું કરીશું.” Continue reading

પ્રતિકૂળતા (૩) રોહિત કાપડિયા

                                     કઈ રીતે
__________
આ જખ્મો મને પ્રભુમય બનાવે છે .
દેનારને હું દોષિત ગણું તો કઈ રીતે ?

આ સંઘર્ષો મને નવશક્તિ આપે છે.
ઠોકરોને હું અવગણું તો કઈ રીતે ?

આ લાગણી મને ભીંજાયેલો રાખે છે.
જિંદગીને શુષ્ક ગણાવું તો કઈ રીતે ?

આ વિરહ તો પ્રેમને ગાઢો બનાવે છે.
અફસોસ જુદાઈનો કરું તો કઈ રીતે ?

કંટકો જ ફૂલથી મિલન કરાવે છે.
તીક્ષ્ણતા હૃદયને ચીરે તો કઈ રીતે ?

આ ખાલીપો મને ખુદથી મિલાવે છે.
એકલતા મને ડંખે તો કઈ રીતે ?

આ  પ્રતિકૂળતાએ  મને ઘડ્યો છે.
ફરિયાદ હું  કરું  તો  કઈ  રીતે ?

રોહિત  કાપડિયા

પ્રતિકૂળતા (૨) ડૉ.લલિત પરીખ

 not known

 જીવનમાં અણગમતી પ્રતિકૂળતા આવે ત્યારે તેનું પણ સ્વાગત આપણે મનગમતી અનુકૂળતાની જે મ જ

 કરવું જોઈએ. પ્રતિકૂળતા તો ક્યારેક શું,મોટા ભાગે આપણા માટે ગુરુ-બંધુ  સ્વરૂપે આવે છે.ગુરુ સમાન આપણી સાચી સમજણ ઉત્તમ માર્ગદર્શન આપીને

પ્રતિકૂળતાઓને સાનુકૂળતાઓમાં પરિવર્તિત કરવાની પ્રેરણા આપે છે,જરૂરી શારીરિક- માનસિક- આત્મિક શક્તિ આપે છે.

જરાક વિચારો, જો પ્રતિકૂળતાઓ મનુષ્યના જીવનમાં

આવી જ ન હોત તો માનવ સમાજનો વિકાસ જ ક્યાંથી થાત? ત્યારનો આદિ -પ્રસ્તર યુગનો જંગલી જેવો અવિકસિત મનુષ્ય પ્રતિકૂળતાઓ સામે સંઘર્ષ કરી કરીને તેમને અનુકૂળતાઓમાં પરિવર્તિત કરતો રહીને આજના વિકસનશીલ યુગનો,વૈજ્ઞાનિક યુગનો મહા માનવ બની શક્યો છે, એ સત્ય બરાબર સમજવું જરૂરી છે.અંધકારની પ્રતિકૂળતાએ તેને ત્યારે  ચકમકથી અગ્નિ ઉત્પન્ન કરી પ્રકાશના ઉજાસની શોધ કરવામાં સફળ બનાવ્યો અને એ શોધ વારંવાર અથડાતી-ભટકાતી  પ્રતિકૂળતાઓ પર વિજય મેળવતી રહી, આજના ઇલેક્ટ્રિક,ઇલેક્ટ્રોનિક,ઈન્ટરનેટ યુગ સુધી સતત વિકાસ કરતી રહી એ કેટલું મોટું સત્ય છે?                         ભોજન માટે જંગલી પશુઓના શિકારમાં વેડફાતા સમયની અને   જોખમની પ્રતિકૂળતાને  તેણે અનાજ-ફળ ઈત્યાદિની ખેતીવાડી દ્વારા ,કપાસની ખેતી દ્વારા અને ઘેટાઓના ઉછેર દ્વારા વસ્ત્ર -સભ્યતાની, ગોપાલન દ્વારા દૂધ-દહીં-માખણ-ઘી વી.ની વ્યવસ્થા ઊભી કરી, માનવ ઈતિહાસને નવી દૃષ્ટિ અને દિશા આપી, એ તો સાચી ઐતિહાસિક વાસ્તવિકતા છે,જે પ્રતિકૂળતાઓનો સામનો કરતા કરતા,તેમને સાનુકૂળતાઓમાં પરિવર્તિત કરતા રહીને સાધેલી વિકાસની,ઉન્નતિની યશ -ગાથા છે.

તે જ પ્રમાણે એક સ્થળેથી બીજા સ્થળે જવાની ભયંકર અગવડભરી પ્રતિકૂળતાએ મનુષ્યને એ પ્રતિકૂળતાને સાનુકૂળતામાં પરિવર્તિત કરવાના પ્રયાસમાં વિમાન યુગ સુધીની પ્રગતિ સાધી, ઝડપી યુગમાં પહોંચી જવાની સફળ સફર યાત્રા કરાવી છે.                            બિમારીનો સામનો કરતા કરતા આવતી રહેલી પ્રતિકૂળતાઓનો સાનુકૂળતાઓમાં પરિવર્તિત કરતા કરતા મનુષ્યે આખું મેડિકલ-સર્જિકલ જગત ઊભું કરી દીધું, એ મનુષ્ય માટે કેટલું મોટું ઉપાદેય પ્રદાન છે? જ્ઞાન-વિજ્ઞાનમય આ વિરાટ સ્વરૂપે વિકસી રહેલા વિશ્વના ઉત્કર્ષ-ઉત્થાનમાં સતત આવતી રહેતી  પ્રતિકૂળતાઓને સાનુકૂળતોમા પરિવર્તિત કરનારી સમજણની માસ્ટર- કી,ગુરુ- ચાવીનો જ ચમત્કાર છે.

  1. પ્રતિકૂળતાઓથી ગભરાવાથી,નાસીપાસ થવાથી કે નાસતા રહેવાથી નહિ,બલકે તેમનો સામનો કરતા રહી તેમને સાનુકૂળતાઓમાં પરિવર્તિત કરવાથી જ -વ્યક્તિ શું કે સમષ્ટિ શું-નો વિકાસ થયો છે,થતો રહ્યો છે,થઇ રહ્યો છે અને સદાસર્વદા થતો જ રહેવાનો છે,  એ મહા સત્ય સ્વીકારીને, પ્રતિકૂળતાઓને ગુરુ બંધુ માની લેવામાં અને સમજણને ગુરુ સ્વીકારી લેવામાં જ મનુષ્યનું પરમ કલ્યાણ થયું છે,થઇ રહ્યું છે અને થતું રહેવાનું છે, એ જીવનમંત્ર આત્મસાત કરવો જરૂરી છે.કુંતી માતાએ દુખ માંગેલું, જેથી ઈશ્વર સ્મરણ સહજ બને, એવી જ રીતે પ્રતિકૂળતાઓ આગળ વધવા માટેની વિકાસ કેડી છે એ બરાબર સમજી લઈને તેમને  સાનુકૂળતાઓમાં પરિવર્તિત કરતા રહી સુખ -શાંતિનો,હાશ-નિરાંતનો,સંતોષ-આનંદનો જીવન -માર્ગ પ્રશસ્ત કરી તન-મન -જીવનને મનુષ્યે કાયમ અજવાળતા જ અજવાળતા જ  અજવાળતા રહેવું  જોઈએ. રહેવું જોઈએ.                             (સમાપ્ત)
પ્રતિકુળતા – પ્રજ્ઞા દાદભાવાળા
not known


હું હોસ્પીટલની શાંત રાતોમાં મારી જાતને ગોઠવવાની કોશિશ કરતી હતી. અચાનક જીવનમાં કોઈ ઘટના સર્જાય અને સત્ય સીધેસીધું આવે તો ત્યારે એક થડકો અનુભવાય છે જે હું અનુભવતી હતી…વાસ્તવિકતાને કેમ અને કેવી રીતે સ્વીકારવી? આવી સ્થિતિમાં મારા બાળકો જાણે મારાથી વધારે પરિપક્વ લગતા હતા અત્યારની જનરેશન કદાચ આપણા કરતા આવી પડેલ સંજોગોને વધારે સહજ રીતે અને ઝડપથી સ્વીકારી શકે છે એમ મને લાગ્યું,જે થવાનું હતું તે થઇ ગયું હવે what is next અને પછી પોતાની બધી તાકાત નાસીપાસ થયા વગર પરિસ્થિતિ ને ફેરવવામાં લગાડી ..
જયારે મારા પતિ શરદની એક્સીડેન્ટ ની ઘટના એ મને વિષાદમાં ઘેરી લીધી હતી હવે શું થશે ? પ્રશ્નો ની વણઝાર ક્યાંય અટકવાનું નામ લેતી ન હતી….જે અજાણ્યું છે માટે ભય વધારે છે તમને વસ્તુ કરતા વસ્તુનો પડછાયો મોટો દેખાય છે એમ મારા બાળકો મને કહેતા હતા .. જે પરિસ્થિતિને સ્વીકારે નહિ ત્યારે મોટે ભાગે એ પોતાને ગમતા એવાં સમાધાન તરફ લલચાતી હોય છે..મેં પણ એમજ કર્યું એક્સીડેન્ટ થયો તો મન ને મનાવતા કહ્યું ઘાત ગઈ.આટલેથી જ પત્યું ,આપણા મનની માનવ સહજ નબળાઈઓ- ‘ડુબતો તરણું શોધે’ ને અને મેં ભગવાનને હાથ જોડ્યા..અને ત્યારે હોસ્પીટલની દીવાલ પર લગાવેલું આ વાક્યએ મને જાગૃત કરી… “ “પ્રતિકૂળતા પોતાની જાતને એક માણસ પરિચય આપે છે.” ~ આલ્બર્ટ આઈન્સ્ટાઈન
Unfavorableness…..પ્રતિકુળતા એટલે શું..નિયતિ ક્યારેક પ્રહાર રૂપે આવે છે એમ લાગે છે.બસ આ પ્રહારને આપણે પ્રતિકુળતા કહીએ છીએ। .. પ્રત્યેક ઘટના જે પ્રમાણે થવી જોઈએ એ પ્રમાણે ન થાય ..કે ઈચ્છી ન હોય તેવી પરિસ્થિતિ.સર્જાય ..જીન્દગી હંમેશા સુવિધાથી ભરેલી નથી હોતી.તમે હું આપણે સહુ જાણીએ છીએ। .જિંદગી હંમેશા ગાંઠો વાળી હોય છે.અનેક ગુંચવણો, સમસ્યાઓ અને પ્રશ્નો આવતા જ રહે છે . દુઃખ આવે,પ્રતિકુળતા,વિરોધ કે સંકટનો સામનો કરવો જ પડે છે અને મેં મારી જાતને સમજાવી..મારે હિંમત નથી હારવાની, નિરાશ નથી થવાનું, ને નાસીપાસથયા વગર ગૂંચો ને ઉકેલવાની છે. ..સાદી ચાલી જતી જીંદગીમાં અચાનક સ્પીડ બ્રેકરની જેમ ઘટના સર્જાય અને રુકાવટ લાવે અને આપણે ધ્રુજી જઈએએ સ્વાભાવિક છે,ક્યારેક નિરાશ તો ક્યારેક હતાશ થઇ જઈએ છે કોઈ ખુબ રડે છે તો કોઈ ખુબ શાંત બની અંદર સોસવાય છે. સામાન્ય રીતે મુશ્કેલીઓની વચ્ચે આપણે ખુશ નથી રહી શકતા. સાવ અજાણ ભાવી, જીવનની અચોક્કસતા વી. અજ્ઞાત પરીબળો માણસની ભયની લાગણીને ઉત્તેજીત કરે છે. -અચાનક આવી પડેલ સંજોગોમાં વિષાદ આપણ ને ઘેરી વડે છે છે.અને આપણે લાચાર થઇ જઈએ છે આ લાચારી કેમ આવે છે?.હવે શું ? થી પ્રશ્નો ઘેરી વળે છે. આપણી એક સામાન્ય સમજણ એવી હોય છે કે મારી મુશ્કેલી જ મારું દુખ છે જો મારી મુશ્કેલી દુર થઇ જાય, તો મારું દુઃખ પણ અદ્રશ્ય થઇ જાય, અને હું ખુશી પણ અનુભવું….જો કે તેવું ભાગ્યે જ હોય છે… અને ભાગ્યેજ થાય છે ..

-ત્યારે પ્રશ્ન થાય કે પ્રતિકુળતા શું છે એ ભ્રમીત માનસીકતા ?.

સંજોગને ‘સમજવું’ અથવા‘ઓળખવું’ કઈ રીતે?

પ્રતિકૂળતાને અનુકૂળતામાં ફેરવવાના કઈ રીતે ?

શું પ્રતિકુળતા જ માનવી નું દુઃખ છે .

શું માનવી સંજોગો ને આધીન છે?

માણસની સૌથી મોટી જાગૃતિ કઈ ?

આપણે કોઈ વ્યક્તિને ખરેખર જાગૃત છે એમ ક્યારે કહી શકીએ ? –

ટુકમાં વિપરીત પરિસ્થિતિમાં માનવી પોતાને સભાળી શકતો નથી .. એક વાત નક્કી છે  સંજોગો અને સંયોગો ને આપણે ફરેવી શકતા નથી…. ત્યારે સંયોગો કે સંજોગો નહીં પણ સમજણને વશમાં રાખીએ તો….. મેં મારી જાતને સમજાવી …પ્રતિકુળતા નો સારો અર્થ લઈએ તો શબ્દનો મૂળ અર્થ છે વિકસિત થવું.જાગૃતિ વગર વિકસી શકાય નહિ

…સાચો રસ્તો આ નબળાઈઓ દુર કરી જીવનમાં વિશ્વાસ પેદા કરવાનો છે. ખોટી માન્યતાઓ, વિચારો, ડરપોકપણું, અને મનની અસ્થિરતામાંથી બહાર આવીને પ્રજ્ઞાવાન, જાગૃત અને સ્વસ્થ થવું. કોઈ પણ પરિસ્થિતિ, ઘટના, વ્યક્તિઓના વિચારો ને સમજવાની પ્રજ્ઞા આપણા માં વિકસિત થવી જોઈએ.પ્રતિકુળતા પ્રકૃતિ તરફથી થતી વિપરિત પરિસ્થિતિઓ વચ્ચે જીવતા શીખવાડે છે, આપણને ઈશ્વરીય તત્વની અનુભૂતિ કરાવવા માટે અને નમ્રતાપૂર્વક માનવીય મૂલ્યોને સાથે લઈને જીવાડવા માટે છે. .. એની સાથે સમજણ મળે છે. એની જાગૃતિ પણ આવે છે. એની વિવેકશક્તિ પણ એની જાતે ખીલે છે.

પ્રતિકૂળતા માણસના ઉત્થાનનું કારણ છે અને તેને યોગ્ય રીતે ઊપયોગમાં લેવું.ઘણી વાર પ્રતિકુળતા હોકાયંત્ર જેવું કામ કરે છે માનવી પ્રતિકુળતા માં નવા માર્ગ કે રસ્તા શોધે છે જિંદગીની સફરમાં પ્રતિકુળતા ‘કવોલિટી કંટ્રોલ’ ડિપાર્ટમેન્ટની જેમ આપણી ગુણવત્તાને માપતી હોય છે.જે જીવન આપણ ને ડરાવે તે જીવન શું કામનું? ડરી ડરી ને જીવતી વ્યક્તિ રોજ મરતી હોય છે. અભાવ જેવું જીવનમાં છે જ નહિ
…….પ્રત્યેક ઘટના જે પ્રમાણે થવી જોઈએ એ પ્રમાણે જ થાય છે. એમાં બે અંશ ઓછા નથી થતા કે બે અંશ વધારે નથી થતા…મેં મારી જાતને ટોકી ….મુશ્કેલીઓનો સામનો કરતાં શીખ. તારામાં સાહસ હોવું જ જોઈએ…સારા ખરાબ એ બધા વિચારો કરવાના છોડીને પ્રત્યેક સંજોગને જોતા શીખવું જોઈએ..મનમાં ખરાબ વિચારો આવતા હોય, પરિસ્થિતિ વિપરિત હોય ત્યારે પણ જીવતા શીખ. બધી જ વખતે બધી અનુકૂળ પરિસ્થિતિ હોય એવું કંઈ જરૂરી નથી.પણ જો એનો સ્વીકાર કરી લે તો..

મેં જાતે મહેસુસ કર્યું છે જીવન ત્યારબાદ અસુવિધાજનક કે પ્રતિકુળ નથી રહેતું, આપણી પ્રતિકુળતા આપણને આકાર આપે છે, આપણને એક વ્યાખ્યા આપે છે. .મેં મારા ભયને, મારી ધારણાઓને, અને મારી માન્યતાઓને એક ક્ષણ માટે ત્યાગી દીધી….હવે શું પ્રશ્નને ફેકી દીધો અથવા ખંખેરી નાખ્યો મારા અંતરાત્માને સાંભળયો. તમારી અંદર કોઈપણ કે કશુંપણ ભય ભરી શકે તેમ નથી કે તમને દુઃખી કરી શકે તેમ નથી.

આ જીવન, આ ક્ષણ બસ આજ જે છે તે. આ જ એકમાત્ર સત્ય છે. અને મેં સત્યને સ્વીકાર્યું ..વ્યક્તિની ભીતરે વસતા અને સમય-સંજોગ અને સંસ્કારને વશવર્તીને આવી પડેલ સજોગોમાં આપણી સમજણ નો ઉપયોગ કરવો એમાં જ ડહાપણ છે.. એ વાત મને સમજાઈ ગઈ …પરિસ્થિતિ ને ‘સમજવી ’ અથવા ‘ઓળખવી ’ અને તેને યોગ્ય રીતે ઉપાય શોધવો …

નાના બાળક સામે જ્યારે કોઈ નવું રમકડું મૂકવામાં આવે છે પહેલા ઘણીવાર ડરે છે ત્યારે પછી તે ધ્યાનથી તેને જુએ છે. તેને ઓળખે છે. તેનો સ્પર્શ કરે છે. અને પછી રમવા માંડે છે એ ડરાવતું નથી એમ પ્રતિકુળતા ને સમજી જીવન સરિતાના વહેણ સાથે વહેવા લાગીએ તો .. જે પણ થયું હોય, તેને બાજુ પર મૂકી દો…તો , વર્તમાનને ખુબ જ સુંદર બનાવવામાં મંડી પડીએ તો…કિંમતી બનાવી સાચવીએ તો?

સહેલું નથી પણ સમાધાન નથી કરવાનું…અહી હું એક વાત શીખી કે સ્વીકારમાં કઈક દૈવી વાત છે. પરિસ્થિતિ ને જેવી છે તેવી સ્વીકારી લેવાથી તમારા અસ્તિત્વનાં દરેક અણુમાં શાંતિ સ્ફુરે છે. અને હું બમણા જોરથી મારા પતિને સાજા કરવામાં મંડી પડું છું…. વાસ્તવિક્તાનો સ્વીકાર કર્યા સિવાય કોઈને છૂટકો પણ નથી કારણ કે અસ્વીકાર એ પ્રતિકારનું સમાનાર્થી છે, તેના માટે એક ચુનોતીની જરૂર પડે છે, તેને પ્રવાહની સામે તરવા જેવું કહી શકાય, તે હંમેશા અઘરું હોવાનું. હું મારા સંજોગોથી નાખુશ હોઉં તો મારે તેમને બદલવા માટે લાગી જવું પડશે. સ્વીકારનો અર્થ એવો નથી કે જે પરિસ્થિતિ આવી છે તેનું મહત્વ ન સાચવવું તેનો અર્થ એ છે કે મારા વર્તમાન સંજોગો કે પરિણામની અસર મારી શાંતિ પર ન થવા દેવી. તમે કેવું અનુભવો છો કે તમે દરેક વસ્તુને કેવી રીતે જુઓ છો તેનો સંપૂર્ણ આધાર આપણા ઉપર છે.તમારી પાસે બે વિકલ્પો છે, કાં તો હકારાત્મક વલણ રાખવું કે પછી નકારાત્મક. તમે જ પસંદ કરો.. 

મેં નક્કી કર્યું કે અમે શરદને ફરી ઉભા કરશું …અને આ અમારા બધાનો ખુબ જાગૃતિ સાથે નો સંકલ્પ હતો. કારણ વિકલ્પ પસંદ કરવા માટે જાગૃતતા હોવી જરૂરી છે..જીવનને પ્રતિકુળતા સાથે ચાહવાની શક્તિ બસ દેખાડવાની છે નિયતિ ક્યારેય પ્રહાર કરતી જ નથી। ..અમે નક્કી કર્યું કે જીવનને એટલું અર્થસભર બનાવી એ કે પ્રતિકુળતા પણ તમારા પગે પડીને કહે કે માફ કરો,બસ વહેરાઈ જવાનો કોઈ અર્થ નથી અનુકુળતા અને પ્રતિકુળતા થી જ જીવન પૂર્ણ છે. જીવનને પ્રતિકુળતા સાથે સ્વીકારો કારણકે તમારી આસપાસ પ્રતિકુળતા પણ જીવનને માણતું હોય છે….

 Pragna Dadbhawala

Continue reading

કિટ્ટા્ અને બુચ્ચા-(3)-પ્રવીણા કડકિયા

કિટ્ટા્ અને બુચ્ચા

હોય ના લુચ્ચા

બચપનના ભેદ એ ખોલે બધ્ધા

ગમો અણગમો છુપાયો છે બચ્ચા

લડતા ઝઘડતા ત્યારે કરતાંતા કિટ્ટા

મનગમતાં સંગે હમેશા બુચ્ચા

હવે ન આવડે કરતાં કિટ્ટા

સહુની સંગે કરી છે બુચ્ચા

રાત ગઈ વાત ગઈ માણ હવે મજ્જા

યાદ રાખજે આ વાત મારા રાજ્જા

નહી તો કરીશ તને મનમાની સજ્જા

હસી કે રૂદન, સુખ યા દુખ , જીવન હો યા મૃત્યુ

સહુની સંગે મુસ્કુરાઈને કરી લીધી બુચ્ચા.

 

નારાયણનું નામ જ લેતાં…..–પ્રવિણા કાડકિયા

Picture1નારાયણનું નામ જ લેતાં,  વારે  તેને તજીયે રે;

મનસા વાચા કર્મણા કરીનેલક્ષ્મી વરને ભજીયે રે.

કુળને તજીયેકુટુંબને તજીયેતજીયે મા ને બાપ રે;

ભગિની-સુત-દારાને તજીયેજેમ તજે કંચુકી સાપ રે

“નારાયણનું નામ જ લેતા” 

પ્રભુનું સ્મરણ કરતી વખતે મિથ્યા જગતને વિસ્મરણ કરવાની વાત અહી સરળ શબ્દોમાં આલેખી છે.જગતમાં કોઈ પણ નામ જો પ્યારું કરવું હોય તો તે છે’નારાયણનું!’ મન, વચન અને કર્મથી શ્રીમદ નારાયણને ભજવાથી આ જીવન ખૂબ સરળ બને છે.કર્મ ત્રણ પ્રકારે થાય છે. મનસા, વાચા અને કર્મણા. મનસા એટલે મનદ્વારા, વિચારો થી, વાચા અર્થાત વાણી થી અને કર્મણા એટ્લે કર્મથી.કેટલી મોટી વાત સરળ શબ્દોમાં સમજાવતા કહે છે કે નામ રટણથી આ ચંચલ મન સ્થિર બનતા, જીવનમાં આવતાં વિઘ્નો જીરવવાની શક્તિ સાંપડે છે. માત્ર ‘નારાયણના’ નામના રટણથી તેનાં સુમિરનથી જીવન પાર કરવું સહેલ બને છે.અહી નારાયણને લક્ષ્મી પતિ તરીખે  ઓળખ આપી છે ,પરંતુ આત્માએ મિથ્યા જગત અને લક્ષ્મીનો પણ અંતે ત્યાગ કરવાનો એ વાત સમજાવતા નરસિંહની આધ્યાત્મિકતા ના દર્શન થાય છે. નારાયણ ને ભજતાં જો કુળનો ત્યાગ કરવો પડે, કુટુંબને ત્યજવું પડે અરે માતા,પિતાનો સંગ પણ છોડવો પડે તો પણ ઘડી પળનો વિલંબ ન કરવો. આ બધા તો માત્ર દેહના સંબંધી છે. આત્મા નો સંબંધ તો’નારાયણ’સાથે અનાદિ કાળથી છે. બહેન, પુત્ર, પત્નીનો પણ ત્યાગ જેમ સાપ કાંચળી ઉતારે છે તેમ કરવો. સાપ તેના તરફ વળીને એક દૃષ્ટિપાત પણ કરતો નથી. અહી નરસિંહની સહજતા દેખાય છે કારણ તેમને આ માયાના બંધન ‘નારાયણ’ના નામ આગળ ગૌણ જણાય છે.માત્ર’નારાયણ’ના નામનું રટણ કરો, તેનું શરણું સ્વિકારો ! જગતના સઘળાં સંબંધો સરી જશે.

પ્રથમ પિતા પ્રહલાદે તજીયોનવ તજીયું હરિનું નામ રે;

ભરત શત્રુઘ્ને તજી જનેતાનવ તજીયા શ્રીરામ રે … નારાયણનું નામ.

ઋષિપત્નિએ શ્રીહરિ કાજેતજીયા નિજ ભરથાર રે;

તેમાં તેનું કાંઈયે ન ગયુંપામી પદારથ ચાર રે … નારાયણનું નામ.

વ્રજવનિતા વિઠ્ઠલને કાજેસર્વ તજી વન ચાલી રે;

આ પંક્તિમાં જોવો કેટલો પ્રભુ પરનો વિશ્વાસ અહી પ્રગટ થાય છે,પ્રભુનું સ્મરણ કરવું એ આપણા હાથની વાત છે જીવન મરણ એ પ્રભુના હાથની વાત છે. આવો જ અખૂટ વિશ્વાસ ભક્ત પ્રહલાદને છે અને માટેજ પ્રભુએ  હોલીકાનું દહન કર્યું અને નૃસિંહ રૂપ ધારણ કરી તેમના પિતાનો વધ કર્યો.’પિતાના વચન ખાતર જ્યારે રામ, સીતા અને લક્ષ્મણ બાર વર્ષ વનમાં ગયા ભાઈ ,માં ,ગાદી છોડી ત્યારે શ્રી રામે સ્વંય નારાયણ’નો મહિમા અપરંપાર માન્ય રાખ્યો! તો આપણે કેમ નહિ ? એવો જ દાખલો ઋષિપત્ની નો આપતા કહે છે કે એમણે  ‘નારાયણ’ને ખાતર પોતાના પતિનો ત્યાગ કર્યો ત્યારે કશું પણ ગુમાવાને બદલે તેને સ્વયં  ‘નારાયણે’ અંગિકાર કરી. અને ‘નારાયણ’ (આત્માને )ને પામ્યા, અને આગળ કહે છે નારાયણના નામની તાકાત તો જુઓ વ્રજની વનિતા, ગોપીઓ નારાયણને મળવા ખાતર સઘળું ત્યજીને વૃંદાવન ચાલી નિકળી. કાનાની વાંસળીના સૂર રેલાતાં ત્યારે ભાનભૂલી,ઘરબાર, છૈયાં, છોકરાં, માખણના શીકાં અને છોકરાં ત્યજીને કેમ  નિકળી પડતી?સાન ભાન ભૂલી જતી.,નારાયણની’ ધુનમાં સઘળું જગ વિસરાઈ કેમ જવાય છે?.’નારાયણ’નો મહિમા અપરંપાર છે. નરસિંહ મહેતાની સરળ ભાષામાં  ‘નારાયણ’ને સમજવા અને પામવા અતિ સહેલાં છે.માત્ર સતત તેમનું રટણ કરો અહી રટણ દ્વારા આત્માને જાગ્રત રાખવાની વાત છે ‘નારાયણના’ નામના મહિમાની અનુભૂતિ આ ભજન દ્વારા થાય  છે. ભજનમાં ભાવ ભળેભલા ભગવાન  ભક્તને  ભેટે !

 

પ્રવિનાશ

હ્યુસ્ટન, ટેક્સાસ