નારાયણનું નામ જ લેતાં…..–પ્રવિણા કાડકિયા

Picture1નારાયણનું નામ જ લેતાં,  વારે  તેને તજીયે રે;

મનસા વાચા કર્મણા કરીનેલક્ષ્મી વરને ભજીયે રે.

કુળને તજીયેકુટુંબને તજીયેતજીયે મા ને બાપ રે;

ભગિની-સુત-દારાને તજીયેજેમ તજે કંચુકી સાપ રે

“નારાયણનું નામ જ લેતા” 

પ્રભુનું સ્મરણ કરતી વખતે મિથ્યા જગતને વિસ્મરણ કરવાની વાત અહી સરળ શબ્દોમાં આલેખી છે.જગતમાં કોઈ પણ નામ જો પ્યારું કરવું હોય તો તે છે’નારાયણનું!’ મન, વચન અને કર્મથી શ્રીમદ નારાયણને ભજવાથી આ જીવન ખૂબ સરળ બને છે.કર્મ ત્રણ પ્રકારે થાય છે. મનસા, વાચા અને કર્મણા. મનસા એટલે મનદ્વારા, વિચારો થી, વાચા અર્થાત વાણી થી અને કર્મણા એટ્લે કર્મથી.કેટલી મોટી વાત સરળ શબ્દોમાં સમજાવતા કહે છે કે નામ રટણથી આ ચંચલ મન સ્થિર બનતા, જીવનમાં આવતાં વિઘ્નો જીરવવાની શક્તિ સાંપડે છે. માત્ર ‘નારાયણના’ નામના રટણથી તેનાં સુમિરનથી જીવન પાર કરવું સહેલ બને છે.અહી નારાયણને લક્ષ્મી પતિ તરીખે  ઓળખ આપી છે ,પરંતુ આત્માએ મિથ્યા જગત અને લક્ષ્મીનો પણ અંતે ત્યાગ કરવાનો એ વાત સમજાવતા નરસિંહની આધ્યાત્મિકતા ના દર્શન થાય છે. નારાયણ ને ભજતાં જો કુળનો ત્યાગ કરવો પડે, કુટુંબને ત્યજવું પડે અરે માતા,પિતાનો સંગ પણ છોડવો પડે તો પણ ઘડી પળનો વિલંબ ન કરવો. આ બધા તો માત્ર દેહના સંબંધી છે. આત્મા નો સંબંધ તો’નારાયણ’સાથે અનાદિ કાળથી છે. બહેન, પુત્ર, પત્નીનો પણ ત્યાગ જેમ સાપ કાંચળી ઉતારે છે તેમ કરવો. સાપ તેના તરફ વળીને એક દૃષ્ટિપાત પણ કરતો નથી. અહી નરસિંહની સહજતા દેખાય છે કારણ તેમને આ માયાના બંધન ‘નારાયણ’ના નામ આગળ ગૌણ જણાય છે.માત્ર’નારાયણ’ના નામનું રટણ કરો, તેનું શરણું સ્વિકારો ! જગતના સઘળાં સંબંધો સરી જશે.

પ્રથમ પિતા પ્રહલાદે તજીયોનવ તજીયું હરિનું નામ રે;

ભરત શત્રુઘ્ને તજી જનેતાનવ તજીયા શ્રીરામ રે … નારાયણનું નામ.

ઋષિપત્નિએ શ્રીહરિ કાજેતજીયા નિજ ભરથાર રે;

તેમાં તેનું કાંઈયે ન ગયુંપામી પદારથ ચાર રે … નારાયણનું નામ.

વ્રજવનિતા વિઠ્ઠલને કાજેસર્વ તજી વન ચાલી રે;

આ પંક્તિમાં જોવો કેટલો પ્રભુ પરનો વિશ્વાસ અહી પ્રગટ થાય છે,પ્રભુનું સ્મરણ કરવું એ આપણા હાથની વાત છે જીવન મરણ એ પ્રભુના હાથની વાત છે. આવો જ અખૂટ વિશ્વાસ ભક્ત પ્રહલાદને છે અને માટેજ પ્રભુએ  હોલીકાનું દહન કર્યું અને નૃસિંહ રૂપ ધારણ કરી તેમના પિતાનો વધ કર્યો.’પિતાના વચન ખાતર જ્યારે રામ, સીતા અને લક્ષ્મણ બાર વર્ષ વનમાં ગયા ભાઈ ,માં ,ગાદી છોડી ત્યારે શ્રી રામે સ્વંય નારાયણ’નો મહિમા અપરંપાર માન્ય રાખ્યો! તો આપણે કેમ નહિ ? એવો જ દાખલો ઋષિપત્ની નો આપતા કહે છે કે એમણે  ‘નારાયણ’ને ખાતર પોતાના પતિનો ત્યાગ કર્યો ત્યારે કશું પણ ગુમાવાને બદલે તેને સ્વયં  ‘નારાયણે’ અંગિકાર કરી. અને ‘નારાયણ’ (આત્માને )ને પામ્યા, અને આગળ કહે છે નારાયણના નામની તાકાત તો જુઓ વ્રજની વનિતા, ગોપીઓ નારાયણને મળવા ખાતર સઘળું ત્યજીને વૃંદાવન ચાલી નિકળી. કાનાની વાંસળીના સૂર રેલાતાં ત્યારે ભાનભૂલી,ઘરબાર, છૈયાં, છોકરાં, માખણના શીકાં અને છોકરાં ત્યજીને કેમ  નિકળી પડતી?સાન ભાન ભૂલી જતી.,નારાયણની’ ધુનમાં સઘળું જગ વિસરાઈ કેમ જવાય છે?.’નારાયણ’નો મહિમા અપરંપાર છે. નરસિંહ મહેતાની સરળ ભાષામાં  ‘નારાયણ’ને સમજવા અને પામવા અતિ સહેલાં છે.માત્ર સતત તેમનું રટણ કરો અહી રટણ દ્વારા આત્માને જાગ્રત રાખવાની વાત છે ‘નારાયણના’ નામના મહિમાની અનુભૂતિ આ ભજન દ્વારા થાય  છે. ભજનમાં ભાવ ભળેભલા ભગવાન  ભક્તને  ભેટે !

 

પ્રવિનાશ

હ્યુસ્ટન, ટેક્સાસ