સુખ એટલે…?’(૨૦) પ્રભુલલ ટાટારિ

સુખ આ સરળ લાગતા શબ્દનો અર્થ કહો કે,ભાવર્થ ઘણો જ ગહન છે.ભાવાર્થ એટલા માટે કે તમે સુખને ક્યા મનોભાવથી તપાસો છો જેવો કે,આંધળાઓએ જોયેલો હાથી.જેના હાથમાં સુઢ આવી તે હાથીને લાંબો કહે છે તો જેના હાથમાં દંતુશુળ આવ્યું તે હાથીને વજ્ર ઘણે છે જેના હાથમાં પગ આવ્યા એ હાથીને થાંભલા જેવો ઘણે છે જેણે પેટ પર હાથ ફેરવ્યો તે હાથીને પર્વત કહેછે તો જેના હાથમાં પુછડું આવ્યું તે દોરડું જેવું કહે છે.

સુખનો આધાર માણસના મનો જગત પર છે.રસાયણ શાસ્ત્ર મુજબ સુખની કોઇ ચોક્કસ ફોર્મ્યુલા નથી કે,આ થીયરી પ્રમાણે હોય તે સુખ.કોઇને સારા કપડા પહેરવામાં સુખ મળતું હોય,કોઇને આલિશાન બંગલામાં સુખ મળતું હોય,કોઇને સારી અને મનગમતી બાઇક કે કારમાં સુખ મળતું હોય,કોઇને સુશીલ ગૃહિણી મેળવીને સુખ મળતું હોય,કોઇને સંતાન સુખથી સુખ મળતું હોય,કોઇને સારું સારું ખાવામાં સુખ મળતું હોય તો કોઇને બે ઘુંટડા પીવા મળે…..આમ આ યાદી અનંત છે.ખુબીની વાત એ છે કે,એકને લાગતું સુખ બીજા માટે દુઃખ પણ હોઇ શકે.
અમે એક મૌનીબાબાને મળવા ગયા ત્યારે મારા મનમાં ઘોળાતો પ્રશ્ન પુછ્યો સુખ એટલે…? તેમણે હાથના ઇશારાથી દર્પણ દર્શાવ્યું એટલે મેં કહ્યું હું સ્મજ્યો નહીં બાજુમાં પડેલ સ્લેટ ઉપર તેમણે લખ્યું સ+ઉ+ખ મને આપ્યું અને હાથના ઇશારાથી સમજાવ્યું કે,ઉંધે થી વાંચ તો થયું ખ+ઉ+સ મતલબ જે ખુશ હોય તે સુખી હોય.આ એક સરળ થીયરી છે કે,માણસ ખુશ હોય તેના પાસે સુખ હોય.

અમારા ગામમાં એક જણ સરસ ફાફડા બનાવે છે અહીં દિલ્હીમાં તમને જલેબી મળે પણ ફાફડા ન મળે મેં કહ્યું તું દિલ્હી ચાલ તારો ધંધો ત્યાં સારો ચાલશે તો તેણે હસીને કહ્યું અહીં બાંધેલા સમયમાં હું ફાફડા બનાવું છું પછી હું મારી રીતે જીવું છું મિત્રોને મળુ છું ફેમિલી સાથે સમય વિતાવું છું ત્યાં મારું કોણ અને અહીં જેવી મજા મને દિલ્હીમાં ક્યાંથી મળે?આ હતી તેના સુખની વ્યાખ્યા.
એક વખત હું બસમાંથી ઉતર્યો મારા પહેલા ઉતરેલા ઉતારૂઓ જેમને જરૂર હતી એ ફટાફટ રીક્ષા ભાડે કરીને વહેતા થયા બધી રીક્ષા જતી રહી હું આમતેમ જોતો હતો તો દૂર એક રીક્ષા ઊભેલી દેખાઇ.મેં તેમાં બેસી મારા ઘરનું સરનામું આપ્યું અને એ મોજથી સીટી વગાડતા રીક્ષા ચલાવવા લાગ્યો.રસ્તામાં મેં એને પુછ્યું
‘બધા રીક્ષાવાળા બસને ઘેરીને ઊભા હતા તું કેમ ન આવ્યો તો એણે કહ્યું મને છેલ્લા ફેરો જ કરવો હતો અને જેને જરૂર હશે એ પોતે મારી પાસે આવશે જેમ સાહેબ તમે આવ્યા.’
‘છેલ્લો ફેરો મતલબ હવે તું રીક્ષા નહીં ચલાવે?’
‘ના મારી આજની તમારા ભાડાથી કમાણી પુરી થઇ ગઇ.હવે હું સિધ્ધો ઘેર જઇશ જમીશ મારી દીકરીને રમાડતા ઊંઘી જઇશ સાંજે મારી ઘરવાળી અને દીકરીને રિક્ષામાં બેસાડીને દરિયા કિનારે લઇ જઇશ મારી દીકરી ધુળમાં રમશે અને અમે ચિપ્સ ચાવતા વાતો કરતા તેની રમત જોઇશું’
આ હતી એક સામન્ય એક રીક્ષા વાળાના સુખની વ્યાખ્યા.
એક પાર્કમાં સાંજે સિનિયર સિટીઝન્સ ભેગા થઇને હાસ્ય કલ્બ ચલાવતા હતા.બધા સાથે મળીને બેસે ટૂચકાઓ સંભળાવે ગીતો ગાય અને મોટેથી ખડખડાટ હસે.હું પાર્કના દરવાજા પાસે ઊભો મારા મિત્ર સાથે વાતો કરતો હતો ત્યારે એક સિનીયર સિટીઝન બીજા ને કહેતા હતા આ અહીંથી ગયા બાદ રાત્રે સરસ ઊંઘ આવે છે અને મન ફ્રેશ થઇ જાય છે.આ હતી એ સિનીયર સિટીજનના સુખની વ્યાખ્યા.
છેલ્લે આપણા કોઇ આદ્યકવિએ લખ્યું છે કે,
‘સુખે સુવે સંસારમાં એક જ નર કુંભાર ચિંતા બાંધી ચાકડે ધન તેનો અવતાર’
ભાગોડેથી માટી લઇ આવે કોઇ પણ જાતના રોકાણ વગર અને માટલા ઘડી વેંચે ને રોટલા ખાય કશું ચોરાઇ જવાની બીક તો હોય નહીં એક ચિંતા એના ગધેડાની હોય એ ચાકડા સાથે બાંધી દે જેથી ભાગી ન જાય આ એ કુંભારના સુખની વ્યાખ્યા.
જો ચારે તરફ નજર ફેરવશો તો આવા ઘણા દાખલા જોવા મળશે ફકત આપણને જોવાની ફુરસદ અને સમય હોય તો….

સુખ એટલે……(7)પ્રભુલાલભાઈ ટાટારીઆ-ધુફારી

મિત્રો આપણા બ્લોગ પર પ્રથમવાર જ પ્રભુલાલભાઈ ટાટારીઆનો  આ લેખ મુકતા આનંદ અનુભવું છું , તેમનો પરિચય  – ગુજરાતી બ્લોગને “સાંકળતી કડી” નાં સર્જન  બ્લોગમાં નિયમીત રીતે મુકાયેલી તેમની કૃતિઓ છે, જેમાં ધ્યાનકર્ષક વાત એ છે કે કચ્છી ભાષામાં તેમના કાવ્યો મુકાયા છે અને તે સર્વાંગ સુંદર છે.તેમના શોખોની નોંધ અત્યારે લઉંતો જણાશે કે તેઓ તેમની જિંદગી બહુ પ્રવૃત્તિથી જીવ્યા છે. તેમના શોખો છે પેઇન્ટીંગ,ગ્લાસએનગ્રુવિન્ગ,ફોટોગ્રાફી,એકટીન્ગ,સાહિત્ય સર્જન(કવિતા,ગીત,ગઝલ.રાસ  ભજન, મુક્તક, શેર, હાઇકુ,છપ્પા, દોહા તથા અછાંદસ, નવલિકા બધી રચનાઓ ગુજરાતી  તથા કચ્છીમાં ઉપનામ “ધુફારી”થી લખે છે. આપ સર્વે એમને અહી વાંચી શકશો. આપનું સ્વાગત છે.

 

સુખ એટલે……

                  આ શબ્દના અર્થ ઘટન અસંખ્ય રીતે થાય છે, પણ જવાબ જરા અટપટા,અકલ્પનાતીત અને અસ્પષ્ટ છે.જુના વખતના કોઇ સાક્ષરે તેના માટે કહ્યું છે કે….

“પહેલું સુખ તે જાતે નર્યા બીજુ સુખ તે ફેરા ફર્યા ત્રીજુ સુખ તે સુલક્ષણા નાર ચોથુ સુખતે કોઠીમાં જાર….”(આમાં કોઇ ખોટો શબ્દ પ્રયોજાયો હોય તે જાણકાર મને ક્ષમા કરે) એ રચના બહુ લાંબી છે હવે કોને સુખ કહેવું ને કોને અવગણવું એ એક પ્રશ્ન છે. દાખલા તરિકે કોબીનો દડો એક પાન કાઢો તો બીજો દેખાય હવે કોબીના પહેલા પાનને કોબી કહેવી કે છેલ્લા પાનને કે પછી આખા દડાને કોબી કહેવી? દારૂ પી ને મસ્ત થયેલાને ત્યારે કેવો સુખદ્‍ અનુભવ થતો હોય છે તે તો એને જ ખબર હોય છે તેનું વર્ણન અશક્ય છે આ તો “મ્હાય પડ્યા તે મહાસુખ માણે…..”એક સુખ એકને આનંદ આપનાર હોય તો બીજાની દ્રષ્ટીમાં એની કોઇ કીંમત ન હોય એવું બને.      

       સાચું સુખ માપવાના કોઇ કાંટલા હોતા નથી કે,આટલું વજન હોય તો એ સાચું સુખ.સુખનો કોઇ ચોકક્સ માપદંડ નથી કે આટલો લાંબો,પહોળો કે આટલો ઉંચો અથવા આટલી ત્રિજયા વાળો હોય તો એ સાચો સુખ.સુખ કોઇ પાણીદાર હીરો પણ નથી કે આટલી પહેલ પાડેલી હોય કે આટલા કેરેટ વજન હોય એ સાચું સુખ.સોનાની પરખ કસોટી પર ઘસીને ને કરવામાં આવે છે પણ સુખ તપાસવાની કોઇ કસોટી હજુ શોધાઇ નથી.એક માછીમારનો દાખલો લઇએ

              એક માછીમાર માછલા પકડી અને તેને તળકે સુકવવા નાખી પોતાની હોડીમાં આરામથી સુતો હતો.એક બિઝનેસ મેનેજમેન્ટ ભણેલાએ આ સરસ માછલીઓ જોઇ માછીમારને પુછ્યું

‘આ માછલા પકડતા તમને કેટલો સમય લાગ્યો?’

‘બહુ જાજો નહીં….’

‘તો તમે જરા વધારે વખત દરિયામાં રહી વધુ માછલી કેમ પકડતા નથી?’

‘અત્યારે હું જેટલી માછલીઓ પકડું છું તેમાંથી મારું અને મારા કુટુંબનું ગજરાન સારી રીતે થાય છે’

‘તો બાકીના સમયમાં શું કરો છો?’

‘ઘેર જઇને મારા બાળકો સાથે રમું છું,બપોરના લાંબા સમય સુધી ઊંઘ લઉ છું,રાતે જમીને મિત્રો સાથે બેસી બે ઘુટડા દારૂ પિવું છું,ગીટાર વગાડું છું,મિત્રો સાથે નાચું છું, ગાઉ છું એમ હું સુખી છું’

‘પણ તમે જો વધારે વખત દરિયામાં રહીને વધુ માછલીઓ પકડો તો તમારી આવક વધી જાય તેમાંથી તમે આનાથી મોટી હોડી ખરીદી શકો’

‘પછી….?’

‘ત્યાર બાદ બીજી ત્રીજી ચોથી એમ તમારી પાસે હોડીઓનો કાફલો થઇ જાય’

‘પછી…?’

‘અત્યારે તમે તમારો માલ દલાલને આપો છો પછી તમે માછલી પેક કરતી કંપનીને જ માલ સપ્લાય કરી શકો’

‘પછી….’

‘ભવિષ્યમાં કદાચ તમે માછલી પેક કરવાનું કારખાનું નાખી શકો’

‘પછી….?’

‘તમે આ નાના ગામડાના બદલે કોઇ મેટ્રો સીટીમાં રહી શકો’

‘પછી….?’

‘મેટ્રો સીટીમાં તમારો વેપાર વધતા તમે શેર બઝારમાં કરોડો રૂપિયા કમાઇ શકો’

‘કરોડો….? પણ એ કમાયા પછી…?

‘પછીની વાત બહુ રસિક છે…..એક દૂર નાના ગામડામાં એક મકાન લઇને તમે બાકીની જીન્દગી સુખે પસાર કરી શકો… ઘેર જઇને તમારા બાળકો સાથે રમો, બપોરના લાંબા સમય સુધી ઊંઘ લો,રાતે જમીને મિત્રો સાથે બેસી બે ઘુટડા દારૂ પિવો,ગીટાર વગાડો,મિત્રો સાથે નાચો,ગાવ વગેરે વગેરે…’

‘ભાઇ મારા આ બધુ થાતા કેટલો સમય લાગે…?’

’અં….અંદાઝે….૨૦ કે ૨૫ વરસ…..’

‘તો ૨૦ કે ૨૫ વરસ પછી આ જ મળવાનું હોય તો મારે મારા સુખના કિમતી ૨૦ કે ૨૫ વરસ શા માટે હાય વોયમાં કાઢવા…?’

          આ વાત કહેવાનો તાત્પર્ય એ જ છે કે સાચા સુખનું બીજું નામ છે સંતોષ એટલે જ કહેવાયું છે કે “સંતોષી નર સદા સુખી”.હાલશે…ચાલશે…ફાવશે….ભાવશે અને ગમશે તમે આ પાંચ શબ્દો અપનાવી લો તો સાચુ સુખ હાથ વેંતમાં છે.બાકી તો તુંડે તુંડે મતિ ભિન્ન તેમ તુંડે તુંડે સુખ ભિન્ન.ભક્ત કવિ નરસૈયાએ કહ્યું છે કે “સુખ દુઃખ મનમાં ન આણિયે ઘટ સાથે જ ઘડીયા….”જન્મથી સુખ અને દુઃખ આપણને સાથે જ મળેલા છે પણ આપણે જો આપણું સુખ સિમિત રાખીએ તો દુઃખી થવાનો વારો ન આવે.નહિતર સુખ મેળવવાની દોડમાં લાગ્યા પછી એક સુખ મળ્યા પછી તેથી વધારે સુખની દોડમાં લાગી જઇએ એમ સતત દોડતા જ રહીએ છીએ અને મળેલા સુખને માણ્યા વગર આયખું પુરું કરીએ છીએ બસ આટલા લખાણથી જ સંતોષ માની લઉં?

પ્રભુલાલ ટાટારીઆ”ધુફારી

Blog:-http://dhufari.wordpress.com/
E-Mail:-dhufari@yahoo.com & dhufari@gmail.com

http://gujaratisahityasangam.wordpress.com/2009/05/02/prabhulal-tataria-dhufari/