સંવત વર્ષ ૨૦૭૧ માટે નૂતન વર્ષાભિનંદન

નવા વર્ષના પ્રવાસમાં આપનું સ્વાગત અને સાથે સાથે અભિનંદન. અભિનંદન એટલા માટે કે શબ્દોનુંસર્જન ના બ્લોગને   આપ સૌએ તેને સુંદર રીતે વધાવી અને ઉત્સાહદાયક પ્રતિભાવ આપ્યા. સહિયારા સર્જનમાં સાથે કામ કરવાનો અનુભવ અવર્ણનીય રહ્યો.કેટલાક સહયાત્રીઓએ (વિજયભાઈ શાહ ) આપણા લેખને પુસ્તક સ્વરૂપે  પ્રસિદ્ધ કરવા પ્રેરણા આપી.પુસ્તક પ્રકાશિત થતાં જ તેને સારો આવકાર મળ્યો વાચકો દ્વારા..  . વાચકો આપના પ્રતિભાવ વગર “શબ્દોનુંસર્જન” બ્લોગ સુનો હોત  તેમજ  નમ્રતાપૂર્વક કહી કે મહેશભાઈ રાવલ ,દેવિકાબેન ધ્રુવ ,દિનેશભાઈ શાહ ,જયશ્રીબેન મર્ચન્ટ ,જેવા અનુભવી લેખકોના માર્ગદર્શને સર્જકોને પ્રેરણા આપી.આ સાથે બીજા અનેક બ્લોગરે આ બ્લોગને અનેક રીતે પ્રોત્સાહન પણ આપ્યું.આ બ્લોગના સર્જકો થકી બ્લોગ સદાય લીલોછમ રહ્યો એમાં કોઈ શંકાને સ્થાન નથી સૌથી મોટીવાત કે જે ધ્યેય સાથે આ બ્લોગને શર્યું કર્યો હતો તે ધ્યેય ને સર્જકો દ્વારા જ પરિપૂર્ણ થતા જોઈ રહી છું   વડીલોને મોંન તોડી ભાષાને અભિવ્યક્ત કરતા જોઉં છું ત્યારે થાય છે હાશ. હવે આપણા વડીલોના  જીવનમાં શબ્દો  મહોરી ઉઠેશે . એને  કરચલીવાળા  મોઢા પર સ્મિત  જોઇશ.આભાર માની કોઈને અળગા નથી કરવા છતાં આ બ્લોગનો શ્રેય સર્જક અને વાચક આપને જાય છે તે નમ્રતાપૂર્વક કહીશ.

પ્રજ્ઞાજી-પ્રજ્ઞા દાદભાવાળા