દરેક સભ્ય ને પ્રોત્સાહિત કરી, વિશ્વ ના ગુજરાતીઓને તેનો લાભ આપો છો.-પલક આશિષ વ્યાસ

 •  

  palak

   

   

   

   

   

   

  અભિનંદન પ્રજ્ઞાબેન, ફક્ત બે જ વર્ષ માં તમે બેઠક ને સફળતા ના ઉચ્ચ શિખર પર લઇ આવ્યા છો. તમે બેઠક ના દરેક સભ્ય ને પ્રોત્સાહિત કરી તેમની રચનાઓ, અને લેખો ને ‘શબ્દના સર્જન’ વેબસાઈટ પર મૂકી સમગ્ર વિશ્વ ના ગુજરાતીઓને તેનો લાભ આપો છો. આ બે વર્ષ માં બેઠક ના તમામ લેખકો ને “લિમ્કા બુક ઓફ રેકોર્ડ”ન મેળવવા બદલ અભિનંદન! અને ” ગીનીઝ બુક ઓફ રેકોર્ડ” માં સ્થાન મેળવવા શુભેચ્છા,

  બેઠક નો સફળ “નરસૈયો” પ્રોગ્રામ,જેમાં મારા પપ્પાજી શશીકાંતભાઈ વ્યાસ એ હર્મોનીંયમ પર, આશિષ વ્યાસ મારા પતિ એ તબલા પર સંગત કરેલી અને મારા બાળકો એ ભક્ત કવિ નરસિંહ મેહતા ના ભજનો ગાયેલાં તે હજુ મને યાદ છે.

  મારા મમ્મીજી નિહારીકાબેન વ્યાસે બેઠક માં ઘણા વિષયો પર લેખો આપ્યા છે. અને પ્રજ્ઞાબેને શબ્દો ના સર્જન પર મુકેલ છે તે બદલ તેમનો ખુબ ખુબ આભાર. બેઠક માં ગયા વર્ષે મારા જન્મદિને આવી હતી. વડીલો ના આશીર્વાદ અને શુભેચ્છાઓ મેળવ્યા હતા. એ દિન યાદ કરી ધન્યતા હું અનુભવું છુ.

  પ્રજ્ઞાબેન દાદભાવાલા, કલ્પનામાસી રઘુ, તરુલાતામાંસી, કુન્તામાંસી, ઉષામાંસી, રાજેશભાઈ અને મહેશભાઈ તમે બધા આવુજ સુંદર લખતા રહો એવી શુભેચ્છા. તમને બધાને મળવા આવીશ જલ્દી.

  આભાર પલક આશિષ વ્યાસ

“શુભેચ્છા સહ”(10)પલક આશિષ વ્યાસ

Slide11મિત્રો  ,આપ સહુ નિહારીકાબેન થી તો પરિચિત છો અને એમની અભિવ્યક્તિ પણ ખુબ સુંદર હોય છે ,તો આજે એમની દીકરી પલક જે બે એરિયાની ખુબ જાણીતી ગાયિકા છે જે  બેઠકમાં પણ આવી છે  અને એણે  સંગીતની સુંદર રજૂઆત કરી છે એના વિચારોની અભિવ્યક્તિ આજે આપ માણો।.. અને વાચ્યા પછી જરૂરથી કહેશો કે કહે છે ને મોરના ઈંડા ને ચિતરવા ન પડે….. 

શુભેચ્છા સહ…….

 

માલવણ નામના ગામ માં વિધવા શાન્તાબહેન રેહતા હતા. તેઓ ભણેલા નહિ હોવાથી ગામ માં લોકો ના ઘર ના કામ કરી ગુજારો કરતા હતા. તેમની એક દીકરી મીના પણ તેમને કામ માં મદદ કરતી અને ભણતી. મીનાએ ૧૦ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. પછી અભ્યાસ છોડી તે માતા ને કામ કરવામાં મદદમાં રેહતી. દીકરી મીના ને જુવાન થયેલી જોઈ શાંતાબહેન તેના લગ્ન ની ચિંતા કરતા હતા. મા- દીકરી તેજ ગામના ભીખુભાઈ શેઠને ત્યાં કામ કરતા. ભીખુભાઈ તેમના પત્ની અને દીકરો આમ ત્રણ નું સુખી જીવન હતું.

મીના નો સુશીલ સ્વભાવ જોઈ ભીખુભાઈ ના દીકરા નવીન ને તે પસંદ પડી ગઈ. નવીને તેના માતા- પિતાને મીનાને  પસંદ કરી અને લગ્ન માટે હા પાડી પરંતુ શાન્તાબહેન પાસે લગ્ન કરવા માટે રૂપિયા ન હતા તેથી તેઓ ખુબ દુઃખી હતા. આ વાત ની ખબર તેજ ગામમાં રેહતા ગંગાબા ને પડી. તે સામાન્ય સ્થિતિના હતા. તેઓ એ ૫૦૦૦ રૂપિયા એમની પાછલી જિંદગી માં અણધારી જરૂરિયાત માટે બચાવેલા હતા. તેમણે મીનાને ઘેર બોલાવી હાથમાં કવર આપ્યું. મીનાએ માતાને કવર આપ્યું. શાન્તાબહેને કવર ખોલ્યું તો તેમાં ૫૦૦૦ રૂપિયા હતા અને ચબરખી માં લખ્યું હતું કે શુભેચ્છા સહ  સ્વીકારશોજી.

પલક આશિષ વ્યાસ