Tag Archives: પરિવર્તન

પરિવર્તન-

પરિવર્તન મને યાદ છે કે જ્યારે હું નાનો હતો ત્યારે મારા ઘરથી શાળા સુધીના રસ્તામા ચાટની રેંકડી,  જલેબીની દુકાન,બરફનાગોલાવાળો,  બધું જ ખુલ્લું હતું. હવે ત્યાં મોબાઈલની દુકાન, વિડિયો પાર્લર, બેંક અને એ.ટી.એમ. બુથ છે,  બધું બંધ બારણે છે.કેવું સુનુ સુનુ લાગે છે?….   જ્યારે હું નાનો હતો ત્યારે સાંજ બહુ લાંબી હતી. કલાકો સુધી રમતો, થાકી ને લોથપોથ થઈ ઘરે જતો.  હવે સાંજ હોતી જ નથી.કોમ્પ્યુટર અને ટી.વી. સાથે દિવસ ઢળે છે અને રાત થઈ જાય છે.  કદાચ સમય સંકોચાઈ રહ્યો છે…..   જ્યારે હું નાનો હતો ત્યારે દોસ્તી બહુ ગહેરી હતી, સાથે મળીને ગપ્પા મારતા,  એક બીજાને ઘરે નાસ્તા કરતા, એક બીજાનુંસુખ–દુખ વાંટતા.  આજે સામા મળિએ તો ચાલવાનું રોક્યા વગર “હાય!” કહીએ છીએ, sms મોકલીએ છીએ અને તહેવારોમાશુભેચ્છાના ફોન કરીએ છીએ.  પડોસીને પણ માત્ર લીફ્ટમાં જ મળીએ છીએ.   આજે પણ મારા ઘણા મિત્રો છે,  કેટલાક ભારતમા તો કેટલાક અમેરિકામા છે તો કેટલાક યુરોપમા છે.  રોજ ઈ–મેલથી મળીએછીએ. સારી સારી વાતો કરીએ છીએ.   એકબીજા પર સારી છાપ પાડવાનો સતત પ્રયત્ન કરીએ છીએ.  ક્યારેય ઝગડતા નથી.  ખબર નથી કે ઝગડા વગરની દોસ્તીને દોસ્તી કહેવાય કે નહિં?   લોકો કહે છે દુનિયા નાની થઈ ગઈ છે.  આજે યુરોપ અમેરિકાના મિત્રો સાથે સહેલાઈથી અને સસ્તામા વાત થઈ શકે છે.  યુરોપ  અમેરિકા સહેલાઈથી જઈ શકાય છે.  ખબર નથી દુનિયા નાની થઈ છે કે મન નાના થયા છે.   પરિવર્તનનું પરિણામ શું આવ્યું? હાઈ બ્લડ પ્રેસર, ડાયાબિટીસ અને ડીપ્રેશન. –પી.કે.દાવડા જિંદગી સતત બદલાતી રહે છે   “પરિવર્તન સંસારનો નિયમ છે”અને … Continue reading

Posted in પી. કે. દાવડા | Tagged , , , , , | 3 Comments

પરિવર્તન નો સ્વીકાર એટલે જ જિંદગીનો હકારાત્મક અભિગમ

કૃષ્ણકાંત ઉનડકટે એક વાત ખુબ સરસ કરી કે ઘડિયાળ અને તારીખિયું એ વાતની ગવાહી આપે છે કે બધું જ સતત બદલાતું રહે છે. કંઈ જ સ્થિર અને કાયમી નથી. પ્રકૃતિ રંગ બદલતી રહે છે. મેઘધનુષ થોડાક સમય પછી ઓગળી જાય … Continue reading

Posted in ગમતા નો કરીએ ગુલાલ | Tagged , , , , , , | 3 Comments