બાળ વાર્તા -(૧૪)જુ અને રાજકુમાર-પન્નાબેન શાહ

ગટુ અને બટુ સાંભળો આ વાર્તા

જુ અને રાજકુમાર
બાળ વાર્તા ને બાળગીતો નું નામ આવતા જ બચપણ યાદ આવી જાય . જ્યારે હું બાળકો ને વાર્તા કહેવા બેસું પછી કાંઈ જ સાદ ના આવે . આજે હું જુ અને રાજકુમાર ની વાર્તા કહીશ .
એક રાજા હતા . રાજાજી ને એક રાજકુમાર તથા એક રાજકુમારી હતાં . બન્ને બાળકો ખુબ પ્રેમાળ ડાહ્યા ને સમજુ . રાણીમા મમતાળુ અને દયાળુ . રાજાજી મજાકીયા ને હસમુખ રહદય ના . રાજકુમાર ને વાર્તાઓ સાંભળવી ખુબ ગમે ને રાજકુમારી ને ગીતો .. રાજકુમાર તેના દાદીમા પાસે ગયો . “”દાદી દાદી વાર્તા કહો . નવી વાર્તા હોં ને!!!! દાદી એ વાર્તા કહેવા માંડી ,
એક વાર રાણીબા ના માથા માં જુ પડી . રાણીબા તો બિચારા માથું ખંજવાળવા માંડ્યા . માથું ખંજવાડી ને પરેશાન થઈ ગયા . છેવટે કંટાળી રાણીબા નદીકિનારે ગયાં. નદી માં નાહ્યા . નહાતાં નહાતાં જુબેન પાણી મા પડી ગયાં. અરેરેર્રેરે , જુબેને પાણી પીલીધું ને તેમનું પેટ ફાટી ગયું . નદી એ જુબેન ને કહ્યું જુબેન, આ શું થયું ??!! જુબેન બોલ્યા , નદી બેન નદીબેન , શું વાત કરું?! “” રાણી બેઠા નહાવા , જુ કા પેટ ફાટા , નદી લોહી લોહી “””” ને નદી નું પાણી લોહી લોહી થઈ ગયું . નદીબેન રડવા માંડ્યા . નદી ને કિનારે એક મોટું ઝાડ હતું . તેની ડાળે કાગડાભાઈ બેઠેલા . કાગડાભાઈ એ નદી નું પાણી લાલ જોયું . કાગડાભાઈ પુછી બેઠા , “” નદીબેન નદીબેન લાલ કેમ ??! ને કેમ રડો છો????! નદીબેન બોલી ઊઠ્યા ,
“” રાણી બેઠા નહાવા, જુ કા પેટ ફાટા , નદી લોહી લોહી , કાગડો કાંણો “”
ને તે સાથે જ કાગડાભાઈ કાંણાં થઈ ગયા .
ત્યાં તો વાર્તા કહેતા દાદીમા એ રાજકુમાર ને પૂછ્યું . બેટા વાર્તા માં શું કહ્યું
રાજકુમાર કહ્યું કાગડો કાંણો થઈ ગયો . દાદીમા એ વાર્તા આગળ ધપાવી.
કાગડાભાઈ ને અફસોસ થયો , ” મારા કયાં ભોગ લાગ્યા કે હું નદી બેન ને પુછી બેઠો !!!! નિરાશવદને કાગડાભાઈ બાવળ ના ઝાડ પર જઈ ને બેઠા . બાવળભાઈ એ કાગડાભાઈ ને કાંણાં જોયા . બાવળભાઈ એ ખબર પુછી ,
“” કાગડાભાઈ કાગડાભાઈ કાંણાં કેમ ???! ”
કાગડાભાઈ ઉવાચ, “” રાણી બેઠા નહાવા , જુ કા પેટ ફાટા , નદી લોહી લોહી , કાગડો કાંણો , બાવળ વાંકો “”” ને તે સાથે જ બાવળભાઈ વાંકા વડી ગયા . બાવળભાઈ ભગવાન ને કોશવા લાગ્યા . હે ભગવાન !!!!! તમે મને શું કુબુદ્ધિ સુજાળી . કાગડાભાઈ ને પુછી બેઠો ને કમરે થી વળી ગયો . બાવળભાઈ સુનમુન થઈ ગયા .
બાવળ ના ઝાડ પાસે રોજ એક સુથારભાઈ આવે . આજે બાવળ ને વળેલો જોઈ સુથારભાઈ બોલી ઉઠયા , “” બાવળભાઈ બાવળભાઈ , વાંકા કેમ !!!? “” બાવળભાઈ બોલ્યા , પુછો મા , રાણી બેઠા નહાવા , જુ કા પેટ ફાટા , નદી લોહી લોહી , કાગડો કાંણો , બાવળ વાંકો , સુથાર લુલો.!!!!!” ને સુથારભાઈ લુલા થઈ ગયા . લુલા સુથારભાઈ રડતા રડતા ઘરે ગયા . ઘરે જઈ ખાંધી પીધા વગર સુઈ ગયા .બીજા દિવસે સવારે સુથારભાઈ ઘરેથી વહેલા કામે નીકળી ગયા. રસ્તા માં મોદીકાકા મળ્યા . સુથારભાઈ ને લુલા દેખતાં બોલ્યા , “”” શું ભાઈ હાથે એકદમ શું થઈગયું ??! “” સુથારભાઈ ને થયું આ મોદીકાકા એ તો મારી દુખતી નસ ને દબાવી!? છતાં પણ છૂટકો નહતો .
અરેરે, મોદીકાકા ખબર છે ?? ” રાણી બેઠા નહાવા , જુ કા પેટ ફાટા , નદી લોહી લોહી , કાગડો કાંણો , બાવળ વાંકો , સુથાર લુલો ને મોદીકાકા બહેરા “” ને તે સાંભળતા જ મોદીકાકા બહેરા થઈ ગયા .
મોદીકાકા તો પછી તેમની ધુન માં ભજન ગાતાં ગાતંા તેમની કરિયાણા ની દુકાનો જઈ ને બેઠા . દાદીમા પાછા રાજકુમાર ને પુછવા લાગ્યા , બેટા , વાર્તા કયાં સુધી આવી !!! રાજકુમારે કહ્યું દાદીમા મોદીકાકા સાચે જ બહેરા થઈ ગયા!? દાદીમા ને વિશ્વાસ બેઠો કે મારો લાડલેા મને સાંભળે તો છે! મા એ વાર્તા આગળ ધપાવી . મોદીકારા ની દુકાને રાણીમા એ દાસી ને ધાણી લેવા મોકલી . “”દાસી એ મોદીકાકા ને રામ રામ કર્યા ને કહ્યું મોદીકાકા ૫૦૦ ગ્રામ ધાણી આપો , મોદીકાકા એ ધાણી ને બદલે પાણી સાંભળી દાસી ને પાણી નો ગ્લાસ આપ્યો . દાસી સમજી કે મોદીકાકા એ પાણી આપ્યું છે તો પી લઉં , પાણી પીધા પછી દાસી એ કહ્યું મોદીકાકા મને ધાણી જલદી આપો . રાજમહેલ જવાની ઉતાવળ છે . મોદીકાકા તો ફરી પાણી લાવી ને દાસી ને આપ્યું . દાસી ને રાઈ નો પહાડ નહોતો કરવો તેથી ઈશારા થી કાન પર હાથ મુકી ને મોદીકાકા ને શું થયું છે તે જાણવા નો પ્રયત્ન કર્યો ત્યાં જ મોદીકાકા ઊવાચ ,
“”” રાણી બેઠા નહાવા , જુ કા પેટ ફાટા , નદી લોહી લોહી , કાગડો કાંણેા , બાવળ વાંકો , સુથાર લુલો , મોદી બહેરો , દાસી ઢોલ વગાડે “” ને તે સાથે જ દાસીબેન તો મોદીકાકા પાસે થી ઢોલ લઈ વગાડતા વગાડતા રાજમહેલ પહોંચ્યા . રાણીમા તો દાસી ને ઢોલ વગાડતી જોઈ ને અચંબા માં પડી ગયા . રાણીમા અે કહ્યું , દાસી , આજે કાંઈ બહુ ખુશ લાગેછે ને !!ભાઈ !, દાસી તો ઢોલ વગાડતા બોલી ,””રાણી બેઠા નહાવા , જુ કા પેટ ફાટા, નદી લોહી લોહી , કાગડો કાંણો , બાવળ વાંકો , સુથાર લુલો, મોદી બહેરો , દાસી ઢોલ વગાડે ,ને રાણીમા નાચ્યા જ કરે ભઈ નાચ્યા જ કરે! ૦””
ને રાણીમા તો સુંદર નાચવા માંડ્યા , બસ નાચવા માંડયા !. રાણીમા નાચતા નાચતા તેમના શયન કક્ષ માં ગયા ।
ત્યાં તો દાદીમા ફરી ઉવાચ, રાજાબેટા ,હવે બોલો દાસી એ શું કહ્યું?! રાજકુમારે કકહયું , રાણીમા ને નાચીને થાક ના લાગે?! દાદીમા તેમના કુંવર ની વાત સાંભળી ને હસી પડયાં . ને બોલ્યા , રાણી ને નાચતા જોઈ રાજાજીતો હસતાં હસતાં બોલ્યા , રાણીજી પિયર થી કોઈ સંદેશો આયો છે કે શું ?!! ખુશહાલ લાગો છો!! ત્યાં જ રાણીીસાહેબા બોલ્યા “” રાજાજી,આજે તો જબરી રમુજથઈ છે , ખબર છે !!! રાણી બેઠા નહાવા, જુ કા પેટ ફાટા, નદી લોહી લોહી, કાગડો કાંણો , બાવળ વાંકો , સુથાર લુલો, મોદી બહેરો , દાસી ઢોલ વગાડે , રાણીજી નાચ્યા કરે, ને———-રાજાજી તાળી પાડે “”ને રાજાજી તો તાળી પાડતા જાય ને હસતા જાય . “”” ત્યાં તો રાજાજી ની રાજકુંવરી દોડતી આવી ને રાજાજી ને વળગી પડી , પાપા પાપા તમે કેમ clapping કરો છો ! બેટા , રાણી બેઠી નહાવા, જુ કા પેટ ફાટા , નદી લોહી લોહી , કાગડો કાંણો, બાવળ વાંકો, સુથાર લુલો , મોદી બહેરો, દાસી ઢોલ વગાડે , રાણીજી નાચ્યા કરે , રાજાજી તાળીઓ પાડે ને રાજકુંવરી વાયોલિન વગાડે , ને રાજકુંવરી music 🎶 વગાડવા માંડી ને રાજકુમાર તો આ અવાજ મા જ ઊંધી ગયો તે ઊંધી ગયો ને દાદીમા વાર્તા ને સુખદ અંત આપવા તેમના લાડકા ના ઊઠવા ની રાહ જોઈ રહ્યા છે !!,,,
Moral : વાર્તા ના દરેક પાત્ર નો વારંવાર ઉપયોગ કરી ને બોલવાથી યાદશકિતનો વિકાસ થાય છે . બાળકો ના સર્વાંગી વિકાસ મા બાળવારતાઓ બાળગીતો નું સ્થાન ખુબ મહત્વ નો ભાગ ભજવે છે . આપ સૌ આ વાર્તા ને એક બાળ નૃત્ય નાટિકા તરીકે ભજવી શકો.
આભાર . પન્ના રાજુ શાહ (આસ્થા ) ૨૪ /૬/૨૦૧૭
pannarshah.3@gmail.com

મનની મોસમ – લલિત નિબંધ (17)જીવનબાગ નું સાફલ્ય

Image may contain: tree, sky, outdoor, text and nature

મન ની મોસમ : કુદરત નિસર્ગ સૃષટી = જીવનબાગ નું સાફલ્ય .
જ્યારે પ્રવેશ કર્યો “બેઠક “” ના બારણે ,
વિચારોની માળા ગુંથાઈ “બેઠક”ના બારસાખ પર લીલાંછમ તોરણે.
મળ્યા સૌ સ્નેહીઓના મન fb ના કોલમે,.
રુબરુ મળ્યાં જયાં બાંધ્યાં સંબંધો ,
ને આત્મીય લાગણીઓ એ છેડી દીઘાં
સ્તવન મનગમતી મોસમ ના બેઠક ને આંગણે .
મન ની મોસમ એટલે ઈશ્વરે આપેલી અલૌકિક લૌકિક , કુદરત, નિસર્ગ , સૃષટી ની ભેટ જ નહી, પણ માનવ સૃષટી ની ભેટ . ઈશ્વરે આલહાદક વાતાવરણ ને માણવા ની મોલવાની શક્તિ અને ભક્તિ માનવ ને આપી માનવ જીવન સાર્થક બનાવવા ની જીવનશૈલી આપી . ઈશ્વર ની લીલા ન્યારી ને ગતિશીલ છે . પશુપંખી ,ફુલછોડ ,ઝાડપાન ,ડાળ શાખા ,પરીંદા ,રંગબેરંગી પતંગિયા ,આકાશ ,પાતાળ ,વાદળ ,ધરતી ,વરસાદી હરિયાળી , સફટીકી બરફીલી માયા, ઝરણું નદી સાગર મહાસાગર અખાત , મહેંક પાણી પવન મોર નો ટહુંકો ને કોયલ ની મીઠાશ , રુતુ ચક્ર ની મનગમતી મોસમ . સૂરજ ચંદ્ર તારા વગેરે ને આપણાઊપવન ની શોભામાં પુષ્ટિ કરવા વહેતા મુકયાં. ને આપણાં મુખેથી શબ્દ સરી પડે ,
ઈશ્વર કેટલાં મહાન છે. અરે વા !!!! શું વસંત ખીલી છે!! આકાશી ઓઢણી ને સાગર નો બિછાનો , ફૂંકાયો પવન પ્રણય નો ને ,ઊગયો છે સૂરજ મજાનો !!!!!
ધરતી એ ઓઢી છે હળિયાળી કાયા ,
” ગયાને”બિછાવી દીધી , સફટીકી બરફીલી છાયા !!!
વાદળે વરસાવયાં કરા ધરતી પર પથરાયા,
લાગણીઓ ની ઉમીઁઓ માં મનોરથ સજાયાં.!!!!! આ તો ભાઈ માનવ રહદય ની ભાવના ને ભીંજવતી પ્રેમ ની મનગમતી મોસમ .
ધરતી ભીની થાય છે વરસાદ ની હેલી ના આગમન થી ને માનવ હૈયું ભીનું થાય છે લાગણીઓ ના તલસાટ થી .
ફૂલ ખીલે છે તે કરમાય છે ત્યાં સુધી તેની સુવાસ ફેલાવતું રહેછે . તેવી જરીક માનવ રહદય ની
લાગણી પ્રેમ સદ્દભાવના સમતા પ્રેરણા ની પરબ સન્માર્ગેવહેતી રહે છે. ને તેની સુવાસ ચોમેર ફેલાય છે તેને પ્રેરણા ની મન ની મોસમ કહીશું .
સફળતા એને કહેવાય ……..જયા તમારી signature બીજાને માટે autograph બને. આ autograph ને signature તમારી જિંદગી ની મહામુલી મન ની મોસમની હૈયાતી ના હસ્તાક્ષર કહેવાય .
અરે!!!!!! પેલાં કલકલ વહેતાં ઝરણાં તો જૂઓ !! કેવાં ઉછળકુદ કરતાં અથડાતાં કુટાતાં પર્વત ની પથરીલી શાલાઓ માંથી માર્ગ કરી નદી માતા ને સાથ આપી રહ્યા છે!!! એવું કહી શકાય ,
“”” કલકલ વહેતું ઝરણું આવ્યું , સાગર ને મળવા ને .
સારે તેને ચુંમી લીધું ને , શૈશવ ને વાગોળવા ને.
“ઝરણું” ત્યાં કો બોલી ઉઠયું , કયાં છે મારી માડી!
મળવા આવ્યું નદીમા તને , વારતાઓ સાંભળવા ને .
નદીમા એ સ્તવન છેડ્યું તયાં, સ્થાન મળ્યું “હાલરડાં” ને.
ઝરણું સાગર મળ્યાં અેકમેક ને , કર્યું આલહાદક નિસર્ગ વાતાવરણ ને .
આ તો થઈ ઝરણું નદી સાગર મહાસાગર ના મન ની મોસમ ની વાત . માનવ પંખી મા પણ આવી મન ની મોસમ ના ફેરફાર જોવા મળે છે . બચપણ ,યુવાની જોબન , વસંત , પાનખરી વસંત ની પ્રક્રિયા બદલાતી રહેછે. માનવ પંખી પોતાના બાળકો ના શૈશવ ના સ્પંદનો માં પોતાના બચપણ ની યાદો ને ખુલ્લા ફલકની જેમ વાગોળી મમળાવી ્ યાદો ને તરોતાજી કરી મન ની મોસમ ને મુકત મને વહેતી કરીએ છીએ .
જેમ વૃક્ષ વૃદ્ધ થાય તો પણ છાંયો તો આપે જ છે , તેને આંગણાં માં રહેવા દો. તેવી જ રીતે માતા પિતા વૃદ્ધ કેમ નહોય તેમને તમારા બાળકો ના સંસ્કાર સિંચન માટે પણ તેમે ધરમાં રાખી માવજત કરો , એને કહેવાય મનગમતી મોસમ ની ભગવદ્ગીતા . જે માનવ પંખી એ આ મોસમ ને માંણી છે તે ગનીમત છે. Promise ” એટલે સરળ ભાષા માં કહીયે તો “બેયના” “હું”નો હવન કરી ને ” આપણે ” નો પ્રસાદ લેવો. આને કહીશું મન ની મોસમ નો પ્રસાદ.
ગુલાબ નું ફૂલ કાંટા મા રહીને સમતા ના મુલ મા જીવે છે . આપણે તો ભાઈ માનવપંખી , જીવન માંઆવતી આફતો માં કાંટાળા માર્ગ માં અડગ સ્થિરતા રાખી આવેલી પરિસ્થિતિ નો સામનો કરીએ છીએ . સમતા ને ક્ષમતા ના ફૂલ ને વેરતાંવેરતાં મંજીલ ને વધાવી લઈ મન ની મોસમ ને માંણી લઈએ છીએ .
મારી મન ની મોસમ એટલે મારું જીવનવૃક્ષ . મારા બાળકો , મારો સંસાર , મારા જીવનસાથી નો જીવન પર્યંત નો સાથ .
મારું જીવનવૃક્ષ હમેશાં મઘમઘતું, હમેશાં ઝગમગતું. હમેશાં હસતું હસાવતું .
ક્યારેક જીવન માં આવે જો ગ્લાનિ તો ,
દુ:ખ ને પણ પ્રેમ થી ટાળતું !
મન ને મનાવતું, હાસ્ય પ્રહસન કરતું ,
દિલ થી આવકારતું , હાથ ને પણ સાથ દેતું.
મન ના મનોરથ ને સાકાર કરતું , આ મારું જીવનવૃક્ષ . આ મારી મનગમતી મોસમ નું વૃક્ષ .
મજબૂત મનોબળ થી ભરેલું, મનોભાવ ના તોરણ થી બાંધેલું . મારી મનગમતી મોસમ ને તરબોળ કરતું મારું જીવનવૃક્ષ .
પ્રત્યેક સ્ત્રી ના જીવન મન ની મોસમ ની કલ્પના કરું તો એક જ વાત કરીશ .
” આવી હતી જીવન માં વસંત ની બહાર જેમ,
આજે ઝુમી રહી છું આ ઘર માં ફુલો નીમહેંક જેમ .
ઘડકતાતાં હૈયા , લગ્ન ની શરણાંઈ જેમ,
ગુંજે છે રહદય માં શબ્દ પહેલી આજ
મન ગમતી મેાસમ ની, “હાશ ” ગગન માં પડઘાંની જેમ .
મળ્યા હતાં નયન જયાં, સૂરજ માં રોશની ની જેમ .
ભીંજાઈ રહી છે એ લાગણીઓ , આંશુ રુપે “ઝાકળ” ની બિંદુ ની જેમ . યાદ કરું છું ભૂતકાળ ના દિવસો ને મુક્ત વહેતી મુગ્ધ સરિતા ની જેમ . મહાલી રહી છું આજે આ જ ઘર માં
વસંત ની પુરબહાર જેમ .
“આસ્થા ” ની આસ્થા એટલી ,
રબ ની મીઠી નજર નું નજરાણું
બનાવી દે મારા ઘરઊપવન ને
નિસર્ગ સ્વર્ગ ની જેમ .
આ જ મારી મન ની મોસમ .
હું એક જ શોખ જોરદાર રાખું છું , પરિસ્થિતિ ગમે તે હોય હું મારા ચહેરા પર સદા સ્મિત ને હાસ્ય રાખું છું .
મન ની મોસમ ને જાણવી છે? માંણવી છે?
તો મને વાંચો , ૧) મારો સ્વભાવ જ છે , દૂધ માં સાકર ની જેમ ભળી જવાનો , પણ તમને જ ગળ્યું ન ભાવે એમાં મારો શું વાંક?!!!!
જિંદગી એટલે
ન સુખ માં અલ્પવિરામ, ન દુ:ખ માં અલ્પવિરામ
બસ જયાં જુઓ ત્યાં અલ્પવિરામ .
જેનો કોઈ અંત જ નથી એ જિંદગી એટલે ન ની મોસમ મા હકારાત્મક જીવન જીવવાની જીવનબારી સદા ખુલ્લી જ રાખવી પડે . સારાંશ એટલો જ કે ,
“” Rivers never go reverse . So try to live like a riveForget past, & focus on future. Always be positive.
મન ની મોસમ ના બેઠક પરિવાર નો દિલ થી આભાર .

Image may contain: 1 person, indoor
પન્નાબેન શાહ

હાસ્ય સપ્તરંગી- (૧૨)ખીચડી-પન્ના શાહ

શુભ સવાર . બેઠક નો આ મહિના નો વિષય હાસ્યરસ પિરસવાનોછે . જોવા જાઓ તો હાસ્ય રમુજ ટીખળ વિનોદ આપણી સમીપ જ મમરાતું રહેતું હોય છે. હાસ્ય ઘરોઘર માં ગુંજતું રહેતું હોય છે . ઘણીવાર દુ:ખ મા વિરહ માં પણ હાસ્ય રસ પેદા થતું હોય છે. એક વ્યક્તિએ ખુબ સરસ કહ્યું છે કે ખીચડી એક એવી વાનગી છે જે લોકોના ઘર કરતા મગજમાં વધારે રંધાય છે.હું કોઈ વિષય લઈ ને નથી આવી પણ રોજબરોજ ની બનતી ઘટના ને મરમર કરવા ની છું.
સૌ પ્રથમ ઘર ની જ વાત ને લઈશું . બાળકો પણ હાસ્ય રસ ને વેરવા માં કમ નથી હોતા . બા દાદા મા પાપા ની વાતો ને સાંભળી રમુજ પેદા કરે ને સાથે સાથે વડીલો ને અસમંજસ માં પણ મુકી દે.
ક્યારેક દાદીમા હજારો કાઢે, જુવો ને આજકાલ ના ભાયડાઓ ( તેમના છોકરાઓ ને સંબોધી ને) બાયડીના થઈ ગયા છે. બાયડી કહે તેટલું જ બોલવા નું , ને કહે તેટલું જ કરવા નું . વહુઘેલા . એકરાર એક સ્વજન તેમના સ્વજન ની ખબર કાઢવા તેમના ઘરે ગયા. લાંબા સમય પછી આવેલ એટલે ઘર ની દોર જેમના હાથ મા હતી તેવા president “દાદીમા” એ આવનાર સ્વજન ને રાત નું ભોજન નું કહેણ આપી રોકી લીઘાં. સ્વજન તો વાતો મા એવા તલ્લીન થઈ ગયા કે સમય ક્યાંય પસાર થઈ ગયો તેની ખબર ના પડી . સ્વજન બેઠા હતા ત્યાં ઘરનું નાનકડું બાળક દોડંદોડી કરતું રમવામાં મસગૂલ હતું . સ્વજને બાળક સાથે બાળ સહજ રમત કરવા માંડી . નામ શું છે? પાપા નું નામ! મમાનું નામ ! દાદા બા વગેરે . તને શું ગમે ! ને વાત વાત મા પૂછ્યું તને પાપા ગમે કે મમા! તું કોનું કહ્યું માને ! પાપા કે મમા! બાળસહજ નિર્દોષ ભાવે બાળક બોલી ઊઠ્યું “”મમા નું”” પાપા નું કેમ નહી બેટા!!!! દાદી જ કહે છે પાપા મમા નું કહ્યું માને એટલે મારે પન મમા નું જ કહ્યું માનવું પરે ને ભાઈ ! નઈ ને દાદી ! આવનાર સ્વજન ને તો હાસ્ય રસ પ્રસાદ મળી ગયો . ને દાદી ની દશા શું થઈ હશે !!!! સમજી ગયા ને !!!
આવું જ જ્યારે બે મિત્રો ઘણા વરસો પછી ભેગા થાય ત્યારે ટીખળ રમુજ પેદા થાય . એકવખત બે અલગઅલગ પરિવાર ઊનાળાની રજાઓ ગાળવા hill station પર ગયા . સિમલા કુલુ મનાલી ની નૈસર્ગિક વાદીઓ ની મજા લુંટી રહ્યા હતા ત્યારે તે બે પરિવાર માના એક ભાઈ એ બીજા પરિવાર મોભીભાઈ ને બુમ પાડી, ” અલ્યા એ પકલા પોપટીયો તું ! યાર કેટલા વરસો પછી!!!! પેલા ભાઈ પણ બોલી ઊઠયાં, ” અલ્યા , સુરીયા લોચારીયો તું! ને બન્ને વરસો પછી એકબીજા ને મળી ભેટી પડયા, આંખમાંથી લંગોટીયા યાર ની જુની યાદો તાજી થઈ ગઈ . બન્ને ના પરિવાર તો તેમની જુની અદામાં વાતો સાંભળી હાસ્ય નો લહાવો લુંટી રહ્યા હતા . ત્યાં પ્રકાશે તેના મિત્ર સુરીલ ને એજ જુની અદા થી સંપુણઁ ઘર નો ઇતિહાસ જાણી લીધો . સુરીલે તેના મજાકીયા સ્વભાવ ની ઝાંખી કરાવી દીધી. એ ભાઈ જોડે છે તે ભાભી ને!! શું છૈયા છોકરાં !! પ્રકાશ ઊવાચ, ઊપરવાળા ની દયા થી બે દીકરા એક દીકરી . સુરીલભાઈ બોલી ઊઠ્યા , ” તારી ઉપર કોણ રહે છે ! ? તારે તો ભઈ, ઘીકેળાં!!!!!
કહેવા નો આશય એટલો જ હાસ્ય પિરસવાનોછે ની કળા આપણી ” અત્ર તત્ર સર્વત્ર ” પથરાયેલી છે.
તમે કહેશો કે વિરહ, વેદના રંજ દુ:ખ મા તે વળી હાસ્ય ક્યાંથી છુપાયેલું હોય. ક્યારેક એક વ્યક્તિ ની વેદના ના શબ્દો તેના માટે લાગણી ના તંતુ હોય પણ આપણા માટે હાસ્ય નું મોજું હોય . આ વેદના ના તાર મા ક્યારેક આપણે પણ હોઈ શકીએ. આ એક સાચી બનેલી ઘટના છે.
લગભગ ચાલીશ વર્ષ ઉપર ની આ ઘટના છે. હું લગભગ દશ બાર વર્ષ ની . અમારા સાથી મોટા માસા નું નિધન થયું હતું. પહેલા ના સમય માં મરણ થાય તો લોકાચાર માટે ખરખરો કરવા સ્વજનો લોકિક કરતા. આજ ની જેમ એક દિવસ નું બેસણું ના હોય . મરણ પાછળ ની ઉત્તરક્રિયા ની વિધિ ચાલે ત્યાં સુધી સગાવહાલાઓ સમુહ મા મળવા આવે. મરણ પાછળ સ્ત્રી પુરુષો મરસિયા ગાતા. કોઈ ને દો મરસિયા ગાતા ના આવડે તો હાંસી ને પાત્ર બને.થોડંુક પણ આવડવું જોઈએ . ક્યારેક માણસ ને ડૂમો ભરાઈ જાય પણ રડી ના શકે.આંખ માથી અશ્રુ પણ ના નીકળે . અકળ પરિસ્થિતિ પેદા થાય. મરસિયા આવડે નહી . આ બધી પરિસ્થિતિ નો સામનો અમારા માસીયાઈ ભાઈ ને થયો . રડવું હતું, કહેવું હતું , લાગણી વ્યક્ત કરવી હતી પણ કરી શકતા ન હતા. બેસણાં મા બધા વચ્ચે થોડીથોડી વારે ઊભા થઈ પાણી ની ટાંકી પાસે જઈ રુમાલ ને ભીનો કરી આંખો ને લુછતાં લુછતાં બહાર આવી બેસી જતા . સ્વજનો તેમને આશ્વાસન આપે ને કહેતા ભાઈ બહુ ના રડીશ !!!! તે તો તારા બાપુની ની વિશેષ સેવાચાકરી કરી છે!!! ભાઈ પરણિત હતા તેથી તેમના સાસરીપક્ષ માંથી બધા લોકિત કરવા આવેલા. ઘર માં બન ભાભીઓ માસીઓ કાકી ફોઈઓ ને કહી રાખ્યું તું કે જ્યારે લોકિત નો વારો આવે ત્યારે તમે બધા મને સાથ આપજેા !! હું બોલી રહ્ું પછી બઘાએ “”હાય હાય “” બોલવું .
તેમણે ગાયેલા મરસિયા ના લગણીસભર શબ્દો નીચે મુજબ હતા . આ મરસિયા ના શબ્દ વાંચ્યા પછી આપણને હાસ્ય ની વેદના છુપાયેલી જોવા મળશે . મરસિયા ના શબ્દ આ પ્રમાણે હતા!!!!
ભાઈ — કડવાં તુરીયા,
શોકાતુર વૃંદ —- હાય હાય
ભાઈ — વાડે વરિયા ,
શોકાતુર વૃંદ — હાય હાય
ભાઈ — ક્યારે વરિયા,
શોકાતુર વૃંદ — હાય હાય
ભાઈ — ક્યાંથી વરિયા ,
શોકાતુર વૃંદ— હાય હાય
ભાઈ—– કેમે વરિયા ,
શોકાતુર વૃંદ — હાય હાય
ભાઈ- — નહોતું ધાર્યું ,
શોકાતુર વૃંદ — હાય હાય !!!!!!!!!!!!!
ને છાતી એથી પગ સુધી હાથ લઈ ડૂસકાં સાથે બોલતા “” હતાં ત્યારે આટલે ને ગયા ત્યારે આટલે. હતા ત્યારે !!!!!!!!!!!!!!!
આજે અમારા આ ભાઈ લગભગ પંચોતેર ની નજદીક આવી ગયા છે પણ આ મરસિયા પાછળ માસા ને યાદ કરી વિરહ માં પણ રમુજ કરી લે છે. આ હાસ્ય વિરહ રસ થી ભરેલી ઘટના મા આપણે પણ હાસ્ય ને પાત્ર હોઈ શકીએ તેવું હું પોતે માનું છું . હાસય ને મૌલિકતા સભર વહેતો મુરલી નો મારો પ્રયત્ન તમને સૌ ને હલાવશે હસાવશે એ ચોક્કસ છે.
બસ , બધા હસતા રહો હસાવતા રહો . હસે તેનું ઘર વસે, બાકી બધા ફસે . “બેઠક ના હાસ્ય દરબારમાં ” સૌ ને ખિલખિલાટ મુકતમને હસતાં રહેવાની શુભભાવના સાથે વિરમીશ. !!!! જયશ્રી કૃષ્ણ . જય હાસ્ય .

પન્ના શાહ

માઈક્રોફિકસનવાર્તા (11)” બાળમાનસ ની નિર્દોષ ,નિખાલસતા . “પન્ના શાહ

પ્રેરણા બેન ની સોસાયટી માં હોહા નાસભાગ ના અવાજો આવી રહ્યા હતા તેથી કુતૂહલવસ અને શું થયું હશે તેની ઇનતેજારી થી પ્રેરણા બેન તેમના 5 વરસ ના પૌત્ર રાહત ને લઈ બહાર આવ્યા . જાણવા મલ્યું કે કોઇ અભાગી સ્ત્રી તેના નવજાત શીશુંને સોસાયટી ના નાકે અેક કોથળા માં નાંખી રફુચક્કર થઈ ગઈ છે. જનલોક માં ચિત્ર વિચિત્ર વાતો થઈ રહી હતી . કેવી “મા” , તેનું હહદય કેવું પથ્થર જેવું , પગ ક્યાંક કૂંડાળા માં પડી ગયો હશે , મજબુરી હશે , ઘણું બધું સાંભળવા મલ્યું . પણ અચરજ તો એ થયું ” એક તાજી વિવાયેલી કૂતરી તેના પાંચ ગલુડીયાઆે સાથે આ બાળક નું રક્ષણ કરી રહી હતી ને નવજાત શીશુને તેનું દૂધ પીવડાવવાનો પ્રયત્ન કરી રહી હતી . બાળક પાસે કોઇ ને આવવા દેતી ન હતી . કુદરતની લીલા નો એક ઉન્નત નજારો જોવા મલ્યો . પશુ માં મા ની મમતા નું વાસ્તલય ના દર્શન થયા. ત્યાં જ પ્રેરણાબેન નો 5 વરસ નો રાહત બોલી ઊઠ્યો, “”મા, મા, આપણે આ બબુને આપણા ઘરે લઈ જઈશું?!!!!!!!!!! કેવું સલસ છે, હું તેને મમ આપીશ, મારા toys રમવા આપીશ . ।।।।।।।।।।। પ્રેરણાબેને કહ્યું , બેટું, આ આપણા થી ના લઈ જવાય . ત્યારે રાહત ની એક વિનંતી સાંભળી ફક્ત પ્રેરણાબેન જ નહી પણ ભેગી થયેલી જનમેદની અવાક થઈ ગઈ . !!!!!!! વાત એમ હતી , પ્રેરણાબેન ના ભાઇ ભાભી ને ત્યાં દશ વર્ષે મૃતબાળક અવતર્યો હતો , ને ડોકટર ના રિપોર્ટ મુજબ બાળક ની આશા નહિવત્ હતી . અમરભાઇ ને અમીભાભી દતક બાળક લઈ તેમની ખેવના પુરી કરે તેવી ઘર ના સૌ સ્વજનો ની ઇચ્છા હતી .!!!!!!!!!!!! નાનકડા રાહતના બાળ માનસે આ સાંભળ્યું હતું . અને ‘,,,,,,,,,,,,, આજે આ નિખાલસ બાળકે તેની નિખાલસતા અને નિર્મલ રહદય પુરવાર કર્યા હતા.!!!! મા, મામીદાદી ને બબુ મલશે, બબુને મમાં મળશે !!!!,,,,, પ્રેરણાબેન નિ:શબ્દ ———- હરખ ના , ગૌરવ ના આંશું સાથે.
આ એક સત્ય ઘટના ઘટેલી વાર્તા છે .
બેઠક માં આવતી વાર્તાઓ ,ને લેખ હું વાંચું છું. સૌ ને મારા અભિનંદન .

બેઠક એક ગુજરાતી સાહિત્યિક પરિવાર-પન્ના શાહ

Picture2

બેઠક એક ગુજરાતી સાહિત્યિક પરિવાર . અેક વર્ષ પૂરું કર્યું . મારો બેઠક મા આવકાર 3જી ડીસેમબરે થયો પણ મને એવી અનુભૂતિ થઈ જાણે હૂં તમારા સૌ સાથે વર્ષો ના સંબધ થી વણાયેલી છું . તમે સૌ તો શુક્રવાર ની રાહ જોતા હશો પણ હું તો તમને સહુ ને મળવા આતુર છું . મળ્યા વિનાનો ભાવ દિલેર છે તો મળ્યા પછીની કલ્પના અવ્યક્ત છે . બેઠક એટલે મનની ઊદભવેલી કલ્પનાઓની મંજરી ને બેઠા પછી ઠસ્સા થી વાસંતિક વાયરા ના કક્ષમાં લાગણીઓના બારણે વહેતી મૂકવાની એક મનગમતી જગા. બેઠક સહુ ના અંતર મા છવાયેલી રહે તેવી હું હાર્દિક મનોકામના ઇચ્છુ છું . પરિવાર ના સદસ્યો ના લેખ જે વાંચ્યા છે તે ખૂબ સુંદર શબ્દરચના સભર છે સૌને મારા અભિનંદન .

પન્ના શાહ

જીવન ની જીવંત વાત-(7)પન્ના શાહ

જીવન મણી

જીવન ની જીવંત વાત “બેઠક” નો વિષય . મને આવકાર મળ્યો તે પણ જીવંત વાત . જીવન મા મળવું અને મેળવવું એ બનાવ કહેવાય પણ મને તમે સૌ એ જે ભાવ સાથે આવકારી તેને આનંદ ની ઘટના કહેવાય . આ આનંદ ની હેલી ને “જીવનની જીવંત વાત ” આજીવન સહર્ષ યાદગાર રાખી એક રચના રજૂ કરવા માંગું છું .
“”જીવન મણી “”
સૂર્ય નું પ્રકાશવું , કળી નું ખીલવું ,
પુષ્પ નું પાંગરવું, ફૂલ બની મહેકવું ,
પક્ષી નું ઊડવું , નદી નું વહેવું ,
પવનનું ફરફર લહેરવું , સાગર નું ઊછળવું ,
ચાંદની નું ચમકવું, તારાઓ નું ટમટમવું ,
ઊષા નું આગમન, સંધ્યા નું ગમન,
સૂર્ય નું પુનરાગમન , ચંદ્ર નું શીતળમન,
બસ આનું નામ જીવન.!!!!!!
સુખ ને છલકાવે, દુખ મા પણ મલકાવે,
તેનું જીવન રહે સદા “”નંદંનવન ” .
એ ધર બને સદા “”મંગલમ “”

પન્ના શાહ
Panna .R Shah
( Aastha) આસ્થા “” ( 13.3.2005)

“જીવનની જીવંત વાત(2)પન્ના શાહ

539881_572482386110143_1014072843_nમિત્રો આપણી બેઠકના વાચક પન્ના શાહ ને લેખક તરીખે આવકારતા વધાવું છું આપ સર્વે પણ આપના પ્રતિભાવ આપી આવકારશો ,પન્નાબેન આપનું બેઠકમાં સ્વાગત છે.

બંધ આંખ નું હહદય ના દ્વાર ખોલતું સ્વપ્ન ——-

એક વખત મને સવાર ના પહોર મા એક સ્વપ્ન આવ્યું . દિપાવલી ના પર્વ ચાલી રહ્યા છે. મૃત્યુ લોક માથી યમદાદા ના સેવકો ” દુખ અને રંજ ” આલોક ની દિવાળી ની મજા લેવા આવ્યા છે . તેઓએ નક્કી કર્યું કે આપણે જયાં માતમ છવાયેલો હોય , વિષાદ પથરાયેલો હોય તેવા ઘરે ધામા નાંખી તહેવાર ની મજા લુંટીએ . “દુખ અને રંજ ” એક એવા ધર પાસેઆવીને અટક્યાં જયાં મોત નો માતમ છવાયેલો, ધર નો જુવાનજોધ કમાતાે દીકરો ફાની દુનિયા છોડી ગયો હતો. વૃદ્ધ માતા પિતા ની લાકડી , સ્ત્રી નો અમર ચાંદલો નંદવાયેલું , અને નાના બાલકોનો આધાર ઝૂંટવાઈ ગયો હતો. દુખે બારી પાસે ઊભા રહી રંજ ને બારણું ખટખટાવવા કહ્યું . પણ અંદર થતી ગહન વાતો સાંભળી “દુખ “અવાક થઈ ગયું . ધર ની પુત્રવધૂ તેના નિરાધાર નિસહાય વૃદ્ધ માતા પિતા અને તેના તેના બાળકો ને કાખ મા લઈ આવેલી પરિસ્થિતિ સાથે સમાધાન કરી રહી હતી. માબાપ ના આંસુ લુછતા કહી રહી હતી, ” આજ થી હું તમારો દીકરો , મારા બાળકોની ફક્ત મા જ નહી પિતા બની ને રહીશ , હદય પર પથ્થર મુકી ને પોતાના દુખ ને ભૂલી જઈ પરિસ્થિતિ ને નવો વળાંક આપ્યો . પાપા, આદિવસો પણ રહેવાના નથી . સોના નો સૂરજ જરૂર ઊગશે જ , કાળજા ને કઠણ કરી અંદર ગઈ મીઠાઈ ફટાકડા લઈ બહાર આવી , બોલી ઊઠી પિતાજી હું છું ત્યાં સુધી આ ધર મા અંધારું નહી રહે કેમકે તેમની નિશાની નો અંશ આપણી પાસે છે , ને ધર મા દીવડા પ્રગટવયા . દ્વાર ખોલવા જતી પુત્રવધૂ ને આવતા જોતાની સાથે જ ” દુખ ” અવાચક થઈ ગયું ને “રંજ” ને ત્યાંથી રવાના થઈ જવા કહ્યું . દુખ ની ધારણા ખોટી પડી . આસાને મારી આંખ ખુલ્લી ગઈ . હું સફાળી બેઠી થઈ ગઈ , વિચાર મા પડી ગઈ “”””” આ શું હતું!!!!!! વાસ્તવિકતા “” કે —- સ્વપ્ન . !!!?????!! નહી,

આ સપનું નહી વાસ્તવિકતા જ કહેવાય. આવેલી વિકટ, વિષાદ , વસમી પરિસ્થિતિમા પણ માનવીએ સમય ને માન આપી સંયમતા, સહજતાઅને શાલિનતા થી કેવીરીતે માર્ગ કાઢવો જોઈએ તેની ઝાંખી કરાવી દીધી છે, “””” યે દિન ભી બીત જાયેગેં “” નો “હકારાત્મક અભિગમ ” અપનાવી ને જીવવાની પ્રેરણા આપી જાય છે. બસ, આ સપનાંની ઘટના એ મને સહજતા થી જીવવા ની પ્રેરણા પુરી પાડી છે . Always ” Think positive , be positive . Believe in yr istdev & believe in yourself only. આ મને આવેલા જીવંત સ્વપ્ન ના હકાર ની વાર્તા છે.

JSK [?]🏻[?]🏻✅[?][?][?]🏻[?]🏻