“કયા સંબંધે”(20)પદમા-કાન

 

સદીઓ પુરાની છે એની ટેવ આ તો લપાછપીનો છે ખેલ,

સંબંધ વગરના આવી પડે જીવનમાં “ક્યાં સમ્બન્ધે”પ્રસન ઉઠે મનમાં?

આવી પડે કો સમસ્યા જીવનમાં,બંધ નયને નિહાળવું અંતરમાં!

આ વિશ્વ છે એક વિશાલ રંગમંચ,ખેલવું નટ નટીને સંગ.

અટપટા છે આ જીવનના રંગ,મેળવે કદી મેઘ ધનુષના રંગ

અણધાર્યો આવી ચડે કો વાદળ કાળો કાળો ડીબાંગ?

ત્યારે વીજના થાય ચમકારા!  એજ, એજ ચમકારામાં પરોવી લો ધાગો સુઈમાં

પરોવાઈ જાય આત્મા પરમાત્મામાં  એક જ સંબંધમાં

ને એક જ તદ્રુપ માનતા ને માણતો જીવ  ગર્ભમાં ગર્વમાં

એજ ત્દૃરૂપના છીએ આપણે સ્વરૂપ સંસારમાં

સૌની અંદરનો પ્રાણરસ તો એક જ રસાયણથી સિંચાય

આંતર ચેતનામાં સો સમાન છે,આનો પ્રત્યક્ષ પરિચય થાય

એક જ પિતાના સંતાન,તે જ એક તત્વ છે જોડી રાખે સંબંધમાં

જીવ કરે પ્લાન જતા પહેલા સંસારમાં

કીયું ગામ ને કિયા માબાપ ,કિયા  સંબંધીની હું જોઈ  રહ્યો વાટ,

અનેક જન્મોના શેષ કર્મ ફેડી દઉં આ ફેરીમાં

નવ માસની અવધ પૂરી થઈને, ઉવા ઉવા કરતા પૃથ્વી પર અવતરે બાળ

અજનબી આ આલમમાં,રંગ બેરંગી દુનિયામાં,મોહમયી આ નગરીમાં

પ્રવેશતાની સાથે જ માયાનો પડદો,વીટાઈ  વળે ચોપાસ.

નગ્નાવસ્થામાં બાળક જન્મે છે,પછી કદી નવસ્ત્ર તે રહે છે

.મમતાની મુરત સમું મળે વસ્ત્ર માતનું ને પ્યાર ભર્યું તાતનું

ભાઈ,ભાભી બહેન બનેવી, કાકા કાકી,ફોઈ ફૂવા

મામા મામી,માસી માસા,લોહી સમ્બન્ધના આમ  વસ્ત્રો મલે ખાસ્સા.

વસ્ત્ર મળ્યું ગુરુદેવનું વિદ્યા દેતા પાઠશાળામાં

હસતા રમતા કદી ઝગડતા સાથે ભણતા આ શાળામાં

અનેક સમ્બંધ મિત્રોના મળિયા ભણતા ભણતા આ ગાળામાં.

પ્રભુતામાં પગલા માંડતા,  પતી કે પત્ની, સાસુ સસરાના મળે અનેક સમ્બંધી,

નવી પેઢીને જૂની પેઢીનો ત્રાસ,અહિયાં કેમ બેસે પ્રાસ ?કોણ પિતા ને દાદા કોણ?

આમ સંસારના  સંબંધોમાં અટવાય.,અસલ સંબંધ પરમેશ્વરનો, તેની ક્યાંથી આવે યાદ?

કોણ પરમેશ્વર?I DON’T KNOW,નજરે ના નિહાળું તો માનું કેમ?મુહ મોડતો એમ

પેઢીની પેઢી વીતી જાય, જન્મો જન્મના ફેરા થાય

કિયા  જન્મના કયા સમ્બન્ધો,તન,મન અને ધનથી ફેડાય તે ના કળાય   

આ વિશ્વ છે મોટું રંગમંચ ને ત્યાં શરુ થઇ જાય નિત નવા ખેલ.

ઈચ્છા અનિચ્છાનો સવાલ પેદા જ ન થાય, બસ ખેલતા રહો સહુ ખેલ.

આ વિશ્વ રંગ મંચની છે એક જ ખૂબી પાત્ર ના જાણે તેને કયો કરવાનો છે ખેલ!

જ્ન્મોજ્ન્માન્તરના પડદા આમ પડતા જાય જુના સમ્બન્ધ ભૂલાતા જાય   

ના જાણે એ  સદીયો સુધી,કિયા જનમના સમ્બન્ધ, તેની ના હોય શુધી

એક ટપકા જેવડી કીડી, ચોરની જેમ લોખંડના કબાટમાં જાય ઘુસી

કબાટમાં કાચની બોટલ,બોટલમાં અમેરિકાની બદામ

બદામ એવી ખાધી,ઉપરનું છોતરું અકબંધ રાખી

આમ્ સંબંધ વગરના છોતરા અને કીડીએ  મને પુરેપુરી છેતરી!

ચી ચી કરતી આવી ચકલી,ચાર દાણા ચણે ને ઉડી જાય,

કા કા કરતો આવ્યો કાગડો,બે ટુકડા રોટીના ચાંચમાં ભરતો જાય,

ભાંભરતી આવે ગાય બારણામાં ખાધી રોટલી ને ચાલતી થાય,

મુંબઈ પુનાના હાય વેની વાટમાં,રમકડા વેચતા નાના નાના બાળ

માં મારું રમકડું ખરીદો, મેં કીધું મારે ના એની ખપ,

તો એ કહે પેસા મળે તો ભૂખ મારી ભાન્ગું હું વિચારું કેમ જાય આ લપ !

બીજી જ ક્ષણે આવ્યો અંતરમાંથી દયાનો ભાવ

ચાલ મારી સાથે હોટેલમાં તને જમાડી દઉં

મને? પ્રશ્ન કરતા સંકોચાતો મારી પાછળ આવતો

બાજુમાં મારી બેસીને જમતા, ભાવ ના કળાય મને મારા કે તેના મનના!

અમેરિકાના કો ખૂણેથી હિલીંગ માટેની માગણીની આવે એક ઈમૈલ,

ના કદી નજરે નિહાળ્યા,તોય કર્યું હિલીંગ,ને સાજા થાય!

માનો કે ના માનો શ્રધ્ધા અને વિશ્વાસના સમ્બન્ધે પ્રારબ્ધે આવી મળે    

આવા આવા તો આવે કઈક જીવનમાં જાણ્યા અજાણ્યા

સહુ સહુનો ભાગ લઇ પડે રસ્તે “કયા સમ્બન્ધે?”

પ્રશ્ન ઉઠે મનમાં એક જ પિતાના છે સંતાન?તો ભિન્ન ભિન્ન દીસે કેમ?

પિતા એક છે પણ પુત્ર અનેક છે સર્વમાં ચૈતન્ય  તત્વ પણ  એક છે.

માટીના  મટીરીયલના જુદા જુદા રંગ છે,રંગના ભિન્ન ભિન્ન ગુણના એ ભેદ છે   

કોઈ કાળા  તો કોઈ ગોરા કોઈ લાલ તો કોઈ પીળા!

ઋણાનુબંધ ને લેણ દેણનો  સંબંધ, અટલ છે એ   “કર્મનો સિદ્ધાંત”

દુનિયાના તમામ કાયદે હોય કાઈ ને કાઈ અપવાદ

કિન્તુ કર્મના કાયદામાં?ના મળે ક્યાય અપવાદ કે બાંધછોડ!

પછી ભલે તે હોય દશરથરાજા,રાજા રામના પિતા?

દેહ ધારણ કરી પૃથ્વી પર પધારે,કર્મના કાયદાનું ચુસ્ત પાલન કરે,

કર્માનુસાર પુત્ર વિયોગે,મૃત્યુને ભેટવું પડે.

શારીરિક કે માનસિક જે કોઈ નિત્ય ક્રિયા થાય,ખાવુપીવું,નાહવું ધોવું

નોકરી કરવી કે ધંધો,જાગવું કે ઊંઘવું, જન્મવું કે મરવું?

આ સઘળી ક્રિયા તે કર્મ કહેવાય.કર્મના પણ છે ત્રણ પ્રકાર.

(૧)ક્રિયમાણ કર્મ  (૨)સંચિત કર્મ (૩)પ્રારબ્ધ કર્મ

દિન દરમ્યાન કે જીવન દરમ્યાન થતી સઘળી ક્રિયા એ ક્રિયમાણ  કર્મ કહેવાય

આવા ક્રિયમાણ કર્મ અવશ્ય ફળ આપે પછી જ તે શાંત થાય.

દા.ત.ભૂખ લાગી,ખાવાનું કર્મ કર્યું ને ભૂખ મટી ગઈ

તમે કર્મ  કર્યું નાહવાનું ને શરીર શુદ્ધ થઇ ગયું,  

તમને કોઈએ ગાળ દીધી, તમે તેને લાફો માર્યો

ક્રિયમાણ કર્મ આમ તત્કાલ  ફળ ભોગ્વાવીને જ શાંત થાય.

કેટલાક ક્રિયમાણ કર્મ તાત્કાલિક ફળ ન દેતા સંચિત કર્મમાં  જમા થાય

દા,ત.આજે તમે પરીક્ષા આપી ને મહિના પછી આવે પરિણામ

 જવાનીમાં તમે દુઃખી કર્યા માબાપને,તો તમારી વૃદ્ધાવસ્થામાં તમને દુખી કરે તમારા સંતાન

બાજરી પાકે નેવું દિવસે,૧૨૦ દિવસે પાકે ઘઉં,આંબો ફળ આપે પાંચ વર્ષે,રાયણ ફળ આપે દસ વર્ષે/

જેવી જાતના ક્રિયમાણ કર્મ તે તદનુસાર ફળ મળતા લાગે વાર  

વધ શ્રવણનો કરતા,દશરથરાજાને મળે શ્રાપ,પુત્ર વિયોગે મૃત્યુ થાય,

જ્યાં પુત્ર જ ના હોય,ત્યાં કેમ લાગે શ્રાપ?ક્રિયમાણ કર્મ શાંત ન થતા સંચિત કર્મમાં જમા થાય

યુધ્ધમાં વિજયના અર્થે મળેલું દશરથરાજાનું જ દીધેલું વરદાન કૈકેઈનું પાકે?

દશરથ રાજાને મળેલો શ્રાપ પણ આહી પાકે?

ભરતને મળે ગાદી,ને રામને ચૌદ વર્ષનો વનવાસ એવું કૈકેઈ માંગે?

રામાયણ જોયું ને  હવે મહાભારતમાં ધ્રુતરાષ્ટ્ર ભગવાન કૃષ્ણને પૂછે

આ જીવનમાં ના કીધું એવું પાપ મેં,જેથી ૧૦૦ પુત્રો એક સામટા મરી જાય?

કૃષ્ણ ભગવાને  દૃષ્ટિ આપી,પાછલા પચાસ જન્મ જોવા થકી,

પારધી જન્મે સળગતી જાળ નાખી,પકડવા પક્ષીઓને,બચવા માટે ઉડી ગયા કેટલાક,

કેટલાક સળગતી જાળની ગરમીથી  થયા અંધ,બાકીના નાના સો પક્ષી બળીને થયા ખાક

તેથી થયા તે અંધ,સો પુત્રનો થયો વધ, જાણ્યા પછી ના રહે કોઈ દ્વન્દ.

આમ સંચિત કર્મ પાકતા ફળ દેવા આવે તત્કાળ,તેને પ્રારબ્ધ કર્મ કહેવાય.

હજી ઘણા પ્રકારના છે કર્મ,શોધો જન્મો જન્મ,તોય ના પામો તેનો મર્મ

ખુદ ક્રષ્ણ ભગવાન ગીતામાં ગાય, ગહના  કર્મણો ગતિ,તો આપણી ચાલે ક્યાં મતિ?

કર્મની કરીએ સમાપ્તિ,ને બીજે કરીએ ગતી તો થાયે કાઈ પ્રગતી.

જીવન સમ્બન્ધના તાણાવાણાથી વણાયલ છે તેમાં કોઈ આડા તો કોઈ ઉભા છે.

હકીકતમાં ના તો કોઈ આડા છે ના કોઇ ઉભા છે.

જરા દૃષ્ટિને બદલી જુઓ,દિશાને ફેરવી જુઓ,આતો સમય સમયનો ખેલ છે.ખેલમાં સામેલ છીએ.

સમય સમયના સમ્બન્ધના સમ્બન્ધે દિન પછી રાત અને રાત પછી દિન એમ ચકરાવો ચાલે છે.

રાત્રીમાં કરવા નિરાતે પ્લાન,દિવસે કરવા સારા શાંતિથી કામ,

આડા ઉભા તાણા વાણાને ગુંથી લો ધૈર્યથી ,સુવિચારના સુઝથી એવી,રાત્રી ન લાગે ભેંકાર,દિન ના જાએ બેકાર

ભક્ત કબીર ભજનમાં ગાતા કહે છે “ઝીનીઝીનીરે બીની ચદરિયા” ત્યાં ન રહે કોઈ ઉભા કે આડા તાણા વાના

મનને રાખો સદા સત્સંગમાં,પ્રભુના સંગમાં,મિલન થશે આત્માનું પરમાત્મામાં ભક્તિના સમ્બન્ધમાં

છોડી દઈએ સમ્બન્ધ અને સિધ્ધાંત કર્મનો ,ના ભૂતને વતાવીયે, ના જાણીએ, ના ધૂણીએ

જગમાં છે માત્ર એક જ સમ્બન્ધ, પ્રેમ થકી સુતરના તાતણે બાંધી રાખે  છે જ્યમ  રાખી!

ભર સભામાં લાજ લુંટાતા એજ સુતરના તાંતણા થકી દ્રૌપદીની વહારે દોડી આવે ગિરિધારી

 

ખલીલ ઝીબ્રાને અમેરિકાના કવિયત્રી બાર્બરાને કહ્યું “તમને માત્રસાત જ શબ્દો મળે વારસામાં,તો તમે ક્યાં શબ્દો પસંદ કરો?”ત્યારે બાર્બરાએ કહ્યું “પ્રભુ,જીવન,પ્રેમ,સૌન્દર્ય,પૃથ્વી”ત્યારે ઝીબ્રાને કહ્યું કે જે બે શબ્દ વગર નિરર્થક છે “હું” અને તું”.જીવન એટલે “હું” થી “તું” તરફની યાત્રા.પ્રેમ જ આ શબ્દોની નૌકા બની શકે.ભક્ત સુરદાસના શબ્દો સબસે ઉંચી પ્રેમ સગાઈ. પ્રેમ સિવાય જીવનનું કોઈ રહસ્ય પ્રગટ ના થઇ  શકે.પ્રેમ દ્વારા માણસ માણસને જાણે છે. પ્રભુને જાણવાનો, પામવાનો રસ્તો પણ આજ છે.પ્રેમમાં આવી અમોઘ શક્તિ પડેલી છે. આસ્થા,શ્રધ્ધા,વિશ્વાસ,ભક્તિ,દયા,કરુણા,લાગણી,સેવા આ સર્વ ભાવો સમ્બન્ધે જીવનમાં  સહું પ્રેમ દર્શાવે એમ.

કર્મનો સિધ્ધાંત સમજાવતું સ્વરચિત ભજન

જીવ!તું શીદને ચિંતા કરે,પ્રભુને કરવું  હોય તે કરે  

નારાયણને કરવું હોય તે કરે

હવે બળાપો કરે શું વળે ખાલી ભેજામાં તું ભરે,ખાલી ભેજમાં ના ભારે.

જન્મોજન્મના કર્મ પ્રમાણે પ્રારબ્ધે આવી મળે,

જેનું જેટલું ઋણ બાકી, તે તો ચુકવવું પડે,

પ્રભુ તો અપાવીને જ જપે,એ તો કોઈનું ના બાકી રાખે …… પ્રભને

અટલ સિધ્ધાંત છે કર્મનો જેહ કરે એવું ભરે

કર્મની ગતિ અતિ છે ન્યારી,જ્યા જતી મતી  કામ ના કરે

એમાં પ્રભુ પણ ફેર  ના કરે …….પ્રભુને

માનવ ખોળિયું માતાએ દીધું તને,પ્રભુ પ્રાણ જ તેમાં પૂરે,

વિધિના લખિયા લેખ તેમાં મેખ ન મારી કોઈ શકે

ઈચ્છા કોઈની કામ ન આવે ……..પ્રભુને

માતા મુકે કોળીયો મોમાં તેથી પેટ ન આપણું ભરે

ચાવવો પડે,પચાવવો પડે તેથી માતાને દોષ નવ દીજે

તે તો શક્તિ ન આપી મને તેથી પેટ ન મારું ભરે ………પ્રભુને

શું ન આપ્યું પ્રભુ તુજને ઉડો વિચાર કેમ ના કરે?

માતા પિતા પતિ પુત્ર વેઈભવ,સંગ કળા ને વિદ્યા મળે

તારી સોય પ્રભુ સહુ પૂરી કરે,સફળતા ધેય્યમાં તને મળે …….પ્રભુને

સારા ખોટા કર્મ કર્યા તે જમા ઉધાર ખાતામાં જાતા,

પુણ્ય ખર્ચાઈ જાતા, ત્યાં તો પાપ જ ઉભા થઇ જાતા,

ત્યારે વ્હાલા જ વેરી બની જાતા……………..પ્રભુને

પાપ કર્મો સહુ ફેડાઈ જાતા , ભાગ્યનો ઉદય ત્યાં થાયે

સંબંધના તાણા વાના,પરત  આણામાં આવી મળે

ચક્રવર્તી વ્યાજ સહીત મળે ………………..પ્રભુને

જીવ તું! તારે કરવું હોય તે કરે,હવે દેર શાને કરે,

દેર નથી,અંધેર નથી તમારી રસીદ પાકી નથી,

તો એ કેમ મળે,પ્રતીક્ષા તેની કરવી પડે,પુરુષાર્થ તારે કરવો પડે ……..પ્રભુને

લગાવ લગની ,ધખાવ ધૂણી,તો એ કેમ ના ફળે

કર્મણ્યે વાધિકારસ્તે એ રસ્તે તું પડે ભલે એ ફ્લે કે ના મળે…………પ્રભને

લપા છપી નો ખેલ ખેલ્નતા પ્રભુ એજ આપણામાં રહે

પાપ કરતા, છાનો ઈશારો કરે પ્રભુ,તે તો ઉરમાં તું નવ ધરે!

જાણ્યા અજાણ્યા થઈને રહીએ તો “કયા સંબંધે”?

પ્રભુને દોષ કાં દઈએ,ફરિયાદ કદી ન ઓષ્ઠ પરે ………….પ્રભુને

શાંત ચિત્તે સખી સ્વરૂપે પ્રભુ સંગ ગોષ્ટી કરે

કેમ આપ્યું,કેમ ન આપ્યુ તારી મુઝવણ દુર કરે…………..પ્રભુને

પદમા-કાન  

 

“કીટ્ટા અને બુચ્ચા”(5)પદમાં-કાન

અહહાહા!શું સુંદર જોડી છે! કીટ્ટા અને બુચ્ચા.

બાળપણમાં થતી પળમાં કીટ્ટા પળમાં બુચ્ચા.

કીટ્ટામાં હોય રોષ છાનોછાનો તોય થોડો થોડો હોય ભીનો ભીનો

કીટ્ટામાં ખોટો ખોટો ગુસ્સો છે, અંદર અનહદ પ્રેમ છે.

કીટ્ટામાં થોડી થોડી મનમાની છે, બુચ્ચામાં બસ પ્રેમ જ પ્રેમ છે.

કટ કરવા અંગુઠાએ દ્ન્તની લીધી સહાય,ને કીટ્ટા ત્યાં જ થઇ  જાય?

બહુમતી ચાર આંગળીઓની હોઠોએ સંભાળી લઇ અંદર સમાવી લઇ.

કીટ્ટા બુચ્ચા હોય તો જ થાય રિસામણા મનામણા ,

તેને માણવા કરવા પડે કીટ્ટા કે પછી રિસામણા!

જ્યમ કલહ વિના ના ઘટવાય સ્નેહની ઉત્કૃષ્ટતા

કીટ ટા માં ડબ્બલ ટટુની  શક્તિ છે,જયારે બુચ્ચા?

બુ એટલે બહુ ,ચ્ચામાં દોઢો ચાહ છે.બુચ્ચામાં મિલનની ચાહ છે.

હોઠોમાં છે અમૃત તેથી અધરામૃતનું થાય છે પાન

ચાર આગળીઓ સાથે મળીને બુચ્ચાનું કરે છે આમ  સન્માન.

બાળપણની કીટ્ટાબુચ્ચા એ દોષ મુક્ત હોય છે.

એમાં ના કોઈ સ્વાર્થનું વિષ ઘોલાયેલ છે.

પણ મોટાઓની  કીટ્ટા બુચ્ચામાં સ્વમાન ઘવાય છે.

દઈ દો એ કીટ્ટાબુચ્ચાની રમતને નાના નાના બાળને

એજ રમી જાણે ને માણી જાણે નીજાનંદને

ખોટું ખોટું રમતા ઘર ઘરને,સાચો આનંદ  માણતા હતા

સાચું ઘર માંડતા માંડતા એક બીજાને ખો ખો દેતા,

સ્વની પહેચાન ભૂલી ગયા ખો ખોમાં ખોવાઈ ગયા.

આ લખતા લખતા મને મારું શાળાનું જીવન યાદ આવે છે.બહુ નાના નહી ને બહુ મોટા પણ નહિ.અમે ત્રણ બેનપણી,ગાઢ મેત્રી અમારી.વિચાર કર્યો કે આપણે કીટ્ટા કરીએ તો?ના,ના કીટ્ટાતો નજ થાય.તો?કીટ્ટા નહિ પણ અબોલા એ પણ મીઠા અબોલા.ત્રણ દિવસ એનો આનંદ કઈ અનેરો જ હતો.એક ઘડી પણ છુટા ન પડતા.સામસામે નજર ક્યારેક પડી જાય ,મીઠી નજરેથી જોવાઈ જાય,અંદરથી આવાજ આવે મીઠા અબોલા.મનમાં ને મનમાં મુસ્કુરાહટ થાય  અબોલા મીઠા અબોલા! ક્યારેક ત્રાસી નજરે જોવાનો એ આનદને  શબ્દોમાં વર્ણવવો મુશ્કેલ છે.

ખો ખો દેતા ખોવાઈ ગયા,પણ ક્યાં સુધી ?એ તો ન જ ચાલે ને?

નારી શક્તિ ચાર આંગળીઓને આવે વિચાર

બાંધી મુઠ્ઠી લાખની,ખુલી જાય તો ખાખની,

ના રહે કોઈની શાખની, તો શીદને જોવી વાટ કાલની?

આંગળીયો વિના અંગુઠો રહે બુઠ્ઠો,

ને આંગળીયો રહે તેના વિના, થઇ જાય વિના આધારની?

ચાર આગલીયે વિચાર કીધો,અંગુઠાને કરી દઈએ સીધો

બીજાને સીધા કરતા પહેલા, પોતાને કરવા પડશે સીધા !

ચારેય શક્તિએ વિચાર કીધો,અંગુઠાને પડખે લીધો

પંચ ત્યાં પરમેશ્વર,સવારે ઉઠતા કરતા જેનું દર્શન

શિવ અને શક્તિએ ત્રાસી નજરે કર્યું મિલન

ચાર આંગળીઓએ હોઠોથી અમૃતનો સ્વાદ લીધો,

ચૂમી લઈને  સામે પાર કરી દીધો. ત્યાતો ચમત્કાર સરજાયો!

સામેથી,હા હા બરાબર સામેથી એ જ ,એજ એક્ટિંગ કીધી

નયનોમાંથી વરસે નેહ,હૈયું હાથમાં રહે કેમ?

બાથમ બાથ ભેટી પડ્યા વૃદ્ધાવસ્થાને બાલ્યાવસ્થામાં ભેટી પડ્યા!

ના કોઈ રહી હવે અવસ્થા,માણીરહી, માગી રહી સદા આજ અવસ્થા

સાહિત્યની બેઠકમાં નિહાળી રહીએ સ્વસ્થતાથી કિટટા- બુચ્ચા.

પદમાં-કાન

 

“છબી એક -સ્મરણો અનેક”-(13)પદમાં-કાન

10988296_10152835078559842_2816535904507271234_n

શણગાર સોળે સજીને ,અનેક સપનોની ગઠરી બાંધીને, શુકનવંતુ શ્રીફળ હાથમાં ધરીને કરી નિશ્ચય પ્રીતમ ઘેર જાવાનો !પણ હવે તું કેમ ઉભી? બારણે આવીને શીદ થંભી?આ  નાના શા ઉંબર ને ઓળંગતા તું કેમ ધ્રુજી? દિવસમાં કેટલી ય વાર તું ઓળંગતી,આજ તારા પગ કેમ ગયા થંભી?પિયરની વિદાય વેળા આવી, સાસરીયે જવાની વેળા આવીને પગ  મારા એમ ગયા થંભી.ભગવાનને યાદ કરું ત્યાતો મગજમાં એક ચમકારો થયો ને તેની સાથે રાધા અને ગોપીઓ યાદ આવી ગઈ

ભગવાનની સાથે નાતો જોડતી ગોપીને પણ આવો જ કઈ અનુભવ થયો હશે નેકારણ કેપ્રીતમની અને પ્રભુની જાતી તો આખરે નરજાતિને! ને તેની સાથે શાળામાં ભણતા એક કવિતા યાદ આવી ગઈ.શ્યામ રંગ સમીપે ન જવું મારે આજ થકી સહુ માં કાળાશ એતો સહુ એક સરખું સહુમાં કપટ હશે આવું? એમાય આપણે તો માણસ જાતી  તે વિચાર આવતા તેના પગ ગયા થંભી.રખેને તેનો પીયુ——

ગોપી થોડી શંકા અને થોડી અધીરાઈથી

ગોપી વનમાં પૂછે છે ઝાડ ઝાડને રે,પીપળા તે તો પ્રીતમને દીઠા ?

તારી છાયામાં પ્રભુ રાસ રમે ,ગોપી પૂછે છે ઝાડ ઝાડને રે

વડલા તે તો વાલમને દીઠા?તારી થાળીમાં પ્રીતમ પ્રભુ ભોજન કરે

તુલસી તે તો ત્રીકમને દીઠા,તારા વીના પ્રભુ થાળ ના જમે.

ગોપી વનમાં પૂછે છે ઝાડ ઝાડને રે કાંટાળી વાડ વાડને રે

ગોપી વનમાં પૂછે છે ઝાડ ઝાડને રે   આમ દ્વીધામાં કેમ?

શું તેનો પતિ એક આદરણીય પ્રેમની નજરે તેને જોશે?ઘરમાં સાસુ નણંદ માંનની નજરે જોશે?કરિયાવરમાં કઈ વધતું ઓછુ તો નહી પડેને! મારા સગા સંબંધી મારા મિત્ર વર્તુળ સાથે હું મનની મોકલાશ અનુભવીશ?વળી મારી જોબનો પણ પ્રશ્ન –કરી શકીશ કે નહી?અને ધર્મનો પ્રશ્ન તો ઉભો જ?આવા તો અનેક પ્રશ્ન મનમાં  ઉઠતા ને પગ ગયા થંભી.

એટલામાં લાઉડ સ્પીકરમાં એક ગીત ગુંજી ઉઠ્યું, મરાઠીગીત હ્તુ,વ્હાલી દીકરીને વિદાય સાથે સાથે તેના સુખની મંગલ કામના કરતુ ગીત જા મૂલી જા તુઝા ઘરી તું સુખી રહામને યાદ અપાવી રહ્યું ને વળી પાછા મનમાં તરંગો ઉઠવા લાગ્યા ને જાવાની તાલાવેલી લાગી.ને માં તે તો મને સમજાવ્યું હતુ કે આ નાળીયેર છે ને તે તને જીવનમાં કેમ રહેવું તેની શિક્ષા આપે છે.પોતાની રક્ષા કાજે નાળીયેરના ઉપરના પડની જેમ સખ્ત એટલે કે મજબુત રહી મનથી શુદ્ધ અને મીઠાશ  ભર્યું રાખીશ તો જીવન હૃષ્ટ પુષ્ટ બનશે,અને જ્યાં જ્યાં નજર તારી ફરે આનંદ આનદ સઘળે વર્તાય.માં દીકરીને એક મરાઠી ગીતમાં કહે છે બગુ  નકો તું માગે માગે,લાડકે બઘ પુઢે ,મોઠ્યાચી તું સુન પાટલીન માંનાચી હ્સ્લે બીલ્વ્રર લગીન ચૂડે બઘુ નકો તું માઘે માઘેતારો લગ્ન ચૂડો હસી રહ્યો છે ને કહી રહ્યો છે તારે તો આગળ વધવાનું છે દીકરી તું પાછુ પાછુ વાળીને જોઇશ માં.મારી લાડકવાયી તું તો મોટા ઘરની વહુવારું છો પાછુ પાછુ વાળીને તું જોઇશ માં વળી મારી ભાભીના વ્હાલ ભર્યા બોલ મને આગળ વધવા પ્રેરણા કરે છે.માને  તો જેટલું કહેવાય તેટલું જ કહી  શકાયને? પણ મારી ભાભીનું સ્થાન મારા જીવનમાં મા કરતા  જરાય ઓછુ નથી.ભાભી તે મને જે પ્રેમની શીખ આપી છે ને તે મારા જીવનમાં અગ્રસ્થાને રહેશે. એ પ્રેમ વડે સારા સંસારને જીતી લઇશ.માં, તે દીધેલ સંસ્કાર મારામાં સારા વણાઈ ગયા છે

પ્રેમલ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ

ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ ,દુર નજર છો ના જાય,

દુર નજર જોવા લોભ લગીરના એક ડગલું બસ થાય,

મારે એક ડગલું બસ થાય

એક એક ડગલું ભરતા ભરતા ઉન્નતિના શિખરે હું પહોચું,

ત્યાંથી પાછી ના હું ફરું.

પદમાં-કાન  

થોડા થાવ વરણાગી …….(16) પદ્માબેન કનુભાઈ શાહ

થોડા થોડા થાવ વરણાગી  ……..
વરણાગીપણું  શેમાં લાવવું જોઈએ ?આપણા  સંતોએ  કહ્યું છે કે સાત્વિક  વિચાર ,વાણી અને વર્તનમાં  લાવવું જોઈએ.પ્રથમ સાત્વિક વિચાર વિષે વિચારીએ.
પરોપકારનું પ્રથમ પગથિયું  કુટુંબથી શરું કરવું જોઈએ. ઘરના ને મદદરૂપ થયા બાદ સમાજ ને અને દેશને ઉપયોગી થવાના પ્રયત્નો વધારી વરણાગી થવાય. વાણી માં વિવેક અને મીઠાશ લાવી વરણાગીપણું  ખીલવી શકાય. વિચાર અને  વાણી માં વરણાગીપણું  આવતાં  વર્તન આપોઆપ  વરણાગ્યું દેખાશે .
બેનો  ઘરની સ્વછતા , સુઘડતા  અને બાળકોનાં  શિક્ષણ માં રસ લઇ  વધુ વરણાગી થઇ શકે છે. સમયને અનુરૂપ થઇ ને રહેણીકરણી માં ફેરફારકરી  વરણાગી  થઇ શકાય . હાલના સંજોગ મુજબ  પાણી ની તેવડ કરવી અનિવાર્ય છે. પાણીનો યોગ્ય ઉપયોગ ,અને વપરાયેલા પાણીનો પણ
ઉપયોગ  કરી આંગણું લીલુંછમ રાખે  અને સમાજ માં બીજા લોકોને પણ  જણાવે તેય  વરણાગીપણા નું એક પાસું   છે. પૈસા ખર્ચી ને જ વરણાગી થવાય એવું નથી. તેવડ કરી વસ્તુ  ને શોભાયમાન કરવી એમાં સાચી કળા સમાયેલી છે. કસરત,યોગ આસન તેમજ ઘરના કામકાજ કરી , શારીરિક
સ્ફૂર્તિ મેળવી મોં ઉપર લાલાશ લાવીએતો  તે સાચું વરણાગીપણું  છે.

પદ્માબેન કનુભાઈ શાહ

“તસ્વીર બોલે છે”-(9)પદમાં –કાન

સહિયરુ સર્જન ટંતીય ખેંચ

માણસમાં જે કઈ વિકૃતિ આવવાની હોય તે  પહેલા દેડાકામાં દેખાય છે.પ્રકૃતિમાં પ્રદુષણ આવે છે એની અસર મનુષ્યોમાં આવે તે પહેલા દેડ્કામાં દેખાય છે.ખાસ કરીને વિકૃત બાળકો વિષે કહી શકાય.

જીવનમાં જયારે પિતા ખુબ મહેનત કરીને આગળ આવ્યા હોય ને જે ઉચાઈએ પહોચ્યા હોય તો એ સ્વાભાવિક છે કેતેનું બાળક પણ મહેનત કરીને આગળ આવે. પિતા અનેક રીતે સમજાવી બાળકને પ્રોત્સાહન આપે છે,ને માર્ગ દર્શન  કરે છે.પણ હર કોઈ થોડી મહેનતે ઝાઝું મળે તેવી કોશિશ કરતા હોય છે.

અહિયાં પિતા એટલે પિતા પરમેશ્વર અને જીવરામ તેમનો પુત્ર.જીવરામ અને શિવનો જન્મોજનમનો સંબંધ એટલે  એક બીજાની સાથે જોડાયલા છે.જીવરામ સંસારમાં આવ્યા પછી,એટલે કે જીવ જયારે માતાના ગર્ભમાં હોય છે ત્યારે બહાર  નીકળવા માટે પ્રભુને ખુબ વિનવણી કરે છે.પણ જેવો તે પૃથ્વી પર અવતરણ કરે છે ત્યારે પ્રભુને ભૂલી જાય છે.અ અજનબી દુનિયામાં,મોહમયી આ નગરીમાં એ અટવાઈ જાય છે.પહેલા પહેલા તો આ માયાવી નગરીમાં બધું બહુ સારું લાગે છે,ને છેવટે મોહમયી નગરી એટલે ક્ષણભંગુર જ ને? ને તેમાં રહેવાથી જીવનની ચડતી પડતીના અનેક રંગો જોયા પછી મન ઉબાઈ જાય છે, હવે તે ત્રાસી જાય છે.

જીવનમાં તમે કઈ કમાવો કઈ પ્રગતી થાય,ઉન્નતી થાય તો પોતાને અનેં બીજા બધાને આનંદ થાય છે ને કૈક કરવાનો ઉત્સાહ આવે છે. જીંદગીમાં કેટલું કમાણા રે જરા સરવાળો માંડજો ,પણ જિંદગી કેટલી હતી ને કેટલી રહી એનો સરવાળો કેમ માંડવો? ખાધું પીધું ને વળી રાજ ખુબ કીધું એમાં ના કઈ દીધું, હવે સરવાળો કેમ માંડવો?નેં આ વિચારોમાં દૃષ્ટિ ને માથું સહજ ઉચું થઇ  જતા પ્રભુની યાદ આવી જતા તેની સહેજ સ્હેજ ઝાંખી થવા માંડે છે.ને એક ટ્યુબ  લાઈટ ઝબકી જતા અરે!આ શિવ ભગવાનને તો  હું જુગ જુગથી જાણું છુ પણ હવે કઈ ઓળખાણ લઈને તેની સમક્ષ જાઉં? આખી જિંદગી તો ખાધું, પીધું ને મોજ મઝા કીધી.ક્ષમા ભાવથી તેની સામે ટગર ટગર જોતા,પ્રભુએ મારા મનનો ભાવ જાણી લીધો.ને મનમાં જ મેં પ્રાર્થના કરી હે પ્રભુ!તારા અનંત ઉપકારો મારા પર છે,છતાં તને ભૂલી જવાની મેં મોટી ભૂલ કરી છે,મને ક્ષમા કરી દે.હવે હું તારી પાસે આવવા ઈચ્છું છુ પણ કયા મોઢે આવું?કયાં રસ્તે આવું? યોગા કરું કે ધ્યાન કરું? કારણ કે હવેતો આ કાયા પણ સાથ નથી આપતી એટલે ઉમરના હિસાબે થોડું થાકી જવાય.ઉંમર ગમે તેટલી થાય તોય આપણે તો કહેવાઈએ તેના બાળ,બરાબરને? છોરું  કછોરું થાય પણ તું તો માવિતર કહેવાય. ઉંમરના હિસાબે હવે વધારે કઈ કરવાનો  ડર  લાગેછે.

ભગવાન ખુબ દયાળુ છે,તે કરી  શકાય  તેવો ભક્તિનો માર્ગ બતાવે છે.એટલું તો જરૂરથી યાદ રાખજો,  જો તું રામનું નામ લઇશ ને તો મળશે આરામ .ને આ રામ મળશે તો મનને મળશે શાંતિ.મનમાં શાંતી  હશે તો આપોઆપ પ્રગટ થશે શક્તિ.ને હિમ્મતે મરદા  તો મદદે ખુદા તો તેયાર જ છે ને! તારે ફક્ત રામનું સીધે સીધું  નામ લેવાનું છે.એટલું તો કરીશ ને?ને હા એક વાત જરૂરથી ભૂલ્યા વગર યાદ રાખજો.શિવ ભલા છે, ભોળા છે ને તેમની પાસે ભાલો પણ છે.

આ ભક્તિમાર્ગ દેખાય છે સરળ પણ તેમાય ભક્તિ માર્ગ છે શૂરાનો નહી કાયરનું કામ જોને,પ્રથમ પહેલા મસ્તક મૂકી મુખેથી લેવું નામ જો ને.  ભક્તિ માર્ગના પથ પર ચાલતા તમારા મનનો ભાવ પણ શુદ્ધ હોય એ જરૂરી છે.મુખમે રામ બગલમે છુરી તો શિવજીનો ભાલો પછી રહેશે ના દુરી! વાયદો આપીને પ્રભુને કે તમારા આત્માને છેતરો  ના જરી!

પદમાં –કાન

Ek navtar prayog tsvir bole che

 1. Why frogs and not any other animals. They are adaptable for water and earth. They are flexible in the environment they eat the harmful insects who spoil the harvest and atmosphere. They are very helpful to the environment and nature. This thought goes for friendship in their relationship. One is to be friendly with others. Whether as a father, son, brother, sister, mother, daughter or a stranger.
 2. Their sounds are very attractive in the spring season which again sends message to the society that we should be lovable in talk, our language should be sweet in speaking.
 3. Both animals are climbing; older master is taking the younger untrained upwards. This shows upliftment, materialistically, socially, intellectually, emotionally or spiritually.
 4. Their intention is pure i.e. to go up to get a goal in their life.
 5. Both are focused like a frog who is only accessible in his pond only. He doesn’t want to go out of his pond.
 6. Support: which is very important factor in ones life. Without anybody’s support, no one can achieve his ones goal. It is a positive attitude of the older.
 7. Seeker: of help if we don’t demand help or good things, no one will help us. We should be humble to ask for  help or to attain knowledge from our elder.
 8. Expressive: they are very expressive younger is fearful, he speaks out and the older one is equally expressive. He gives the idea to hold his one leg at a time while climbing.
 9. Friendly behavior and logical mind older gives the logic while explaining the consequences of their fall if the younger holds both his legs.
 10. Step by step –progress is the theme.
 11. Spiritual attitude: ram and sita ram are involved while one world because without the grace of god no one can attain success of happiness.
 12. Open minded-for dialogue and discussion criticism

Rajni Aanand

“થોડા થાવ વરણાગી”-(9)પદમાં-કાન

 

આ નવા વર્ષના દિવસે અમે મંદીરમાં અન્નકૂટના  દર્શન કરવા ગયા.જાતજાતના પકવાન   જાતજાતના ફરસાણ .લીલો મેવો સુકો મેવો.શાક અને ફ્રુટને કલામય રીતે કાપીને , રંગના સુમેળ સાથે જુદી જુદી આકૃતિઓ બનાવેલી,અને રંગોળી પણ જાતજાતની ફૂલની ANAJNIEM  કઠોળની એમ ઘણી બધી વેરાયટી જોવા મળતા મન આનંદ વિભોર થઈ ગયું.ને સહુથી આશ્ચર્ય તોં અમેરિકન વાનગી “પીઝા” જોઇને થયું “ઓહ માય ગોડ” ભગવાનને પીઝા ખાવાનું મન થયું! હશે પિંડે  પિંડે મતિર્ભીન્ના, તેમજ દેશ વિદેશે રહેણી કરની સાથે વાનગી ભિન્ન. આપણા જીવનમાં શુષ્કતા આવે છે ત્યારે આ ભિન્ન ભિન્ન શબ્દ આપણને ભીનાભીના કરી નાખે છે.ને તાઝા માંઝા કરી દે છે,બત્રીસ પકવાનમાં પીઝાની જેમ. ભગવાનને જો પરિવર્તન ગમતું હોય તો આપણે પણ આપણામાં પરિવર્તન લાવીને જીવનને સુરમ્ય કા ન બનાવી શકીએ?

ખાવાની વાત તો માની લીધું ખાવાનું મન થયું ને ખાઈ  લીધું પણ કપડામાં પણ ફેન્સી  ડ્રેસ કોમ્પીટીશનમાં ઉતર્યા હોય તેમ તમે ગણેશોત્સવમાં અને નવરાત્રમાં માતાજીને નવાંનવા ડ્રેસમાં શણગારેલા જોશો..ને કપડા હોય તે પ્રમાણે અલંકાર તો જોઈએને?હીરા માણેક મોતી ને જાત્ જાતના અલંકાર .ભગવાનને ખુશ રાખવા ભક્તો શું શું નથી કરતા?ભગવાનને ભારે વસ્ત્રોમાં ANEALNKARMA અલંકારોમાં શણગારતો તેનો પુજરી રાંક કેમ રહી જાય?તેમના સ્ટેટ્સ પ્રમાણે તેના પૂજારીનો પણ થાટ,રૂઆબ દેખાવો જોઈએને/વળી હવે તો માલિક અને નોકર સમાન,એમ પણ માનવાવાળા હોય છે.પહેલા પુજારીને જોતા તો એક ધોતી ને જનોઈ ને ખેસ. હવે વરણાગી થવામાં આ કોઈની ટીકા નથીપણ બદલાયેલા જમાનાનું દ્રશ્ય છે.ખાસ કરીને સાઉથના પુજારી તમે  જોશો તો દસે આંગળીએ  વેઢ ,ગળામાં ભારી ચૈન,અને કાનમાં રૂડા કુંડલ શોભતા.સરસ રીતે તેયાર થયેલા એ બધાને જોવા ગમે છે આનંદ આવે છે પણ હા હજી એક વસ્તુ યાદ આવી ગઈ .હવે તો પગમાં,પહેલા તો રાજા મહારાજાઓ જ હીરા મોતી જડિત મોજડી પહેરતા હશે. ને હવે તો?જવા દો  એ વાત જ .દેખા દેખી ક્યાં જઈ અટકશે?લાંબા પાછળ ટુંકો  ધાય મરે નહી તો માદો થાય!થોડામાં સમજી લેજો.

માટીથી લીપી ગુપેલ ક્યાં ઝુપડીઓ ને ક્યાં હવે આધુનિક પદ્ધતિથી સજાયેલ ગગનચુંબી ઈમારતો આ પણ એક ફેશનનું પાસું ગણી  શકાય.આવા મકાનો બધા પાસે નહોય પણ  જમાનાની અતી આવશ્યક વસ્તુ મોબાઈલ એના વગર તો જાણે બધું અટકી ગયું.?હવે તો શાકભાજી વેચવાવાલોનો ધંધો  એના પર ચાલે છે ને આરામથી કમાણી કરી લે છે.નાનો માણસ હોય કે મોટો મુખ્ય પ્રધાન, સહુ કોઈનું આ એક જરૂરિયાત ઉપરાંત એ વરણાગી સો ટકા કહી શકાય.

“ થોડા  થાવ વરણાગી”એમાં બે સંદેશા છુપાયા છે થાવ વરણાગી એટલે તમે જ્યાં છો ત્યાંથી આગળ વધો.જો એ પ્રગતિ ન હોય તો તમારું જીવન સ્થગિત બની જાય. કુદરતમાં નિરીક્ષણ કરીશું તો હર ક્ષણે હવા, હવામાન બદલતું રહે છે.ને એ બદલાતી હવા આપણને જીવંત રાખે છે. આજે આધુનિકતાનો વિચાર છે એ જીવનનો મૂળભૂત પાયો છે.જો એ ફેરફારનો દૃષ્ટિકોણ ન આવે તો બંધિયાર પાણી જેવું થઈ જાય એક જ સ્થીતીમાં પડે પડે શરીરમાં કીડા પડી જાય, પાણીમાં જીવાત થઈ જાય, ઘરને ઉધઈ લાગી જાય,ને કપડા પણ પડે પડે ગેડ્માંથી બેસી જાય છે એટલે દરેક ક્ષેત્રમાં પરિવર્તનની આવશ્યકતા છે. ઋતુઓમાં બદલાવ જેમકે ઠંડીથી તમે કંટાલ્યા કે હાશ હવે ઠંડી ગઈ ને ઉનાળાની ગરમીને આપણે અવકારીયે છીએ.પણ ગરમી ઉપર ગરમી વધી જતા માણસ તોબા પોકારી જાય છે ને તેનાથી અકળાઈ જાય છે,ત્યારે વરસાદની ચાતકની જેમ રાહ જોઈએ છીએ.પણ એ પુર બહારમાં આવી જાય તો અક્લ્પ્ય વિનાશ નોતરે છે.

હવે તમે શીર્ષકને બરાબર સમજશો.”થોડા’શબ્દને આગળ કરીને આપણને જે કરો એ મર્યાદામાં રહીને કરો. “થોડા”એ શીર્ષકનો બીજો સંદેશ છે અહિયાં તમે થોડા થોભો આને તમે રેડ સિગ્નલ સમજી લેશો.થોડી સબૂરી બચાવે બુરી.અહિયાં તમે જે વયમાં છો ,જે પરિસ્થિતિમાં છો ,શારીરિક કે માનસિક ને ખિસ્સું? હલકું છે કે ભારે એનો તો પહેલા કરવો રહ્યો વિચાર નહી તો આવશે માથા ઉપર ભાર.વર એટલે શ્રેષ્ઠ ને ઉચું .આ બધાનો સમન્વય કરીને તમે જે પણ કરશો અથવા તો જે પણ અપનાવશો તે ખરેખર તમારા જીવનમાં નિશંક ચાર ચાંદ લગાડી દેશે. નહી તો વરણાગી માંથી વર જતો રહેશે  ને નાગી શબ્દ તમારા જીવનમાં રહી જશે.

આપણામાં એક્ કહેવત છે કે રસના ચટકા હોય ,રસના કુડા ન હોય.તો આવી જાવ એ રસના ચટકાને માણવા ,સાથે હાથનો કરો લટકો ને આંખનો કરો મટકો! પણ હવે આ ઉતરતી વયમાં?કેવી રીતે ?મથાળામાં એટલે કે તમારા માથામાં “થોડા” શબ્દને હીરાના નંગની જેમ જડી દો બસ.ને જયારે તમે કઈ નવું કરવા જશોને એ વખતે “થોડા” નંગ ઝબૂકવા લાગે ત્યાં થોડો રેસ્ટ કરી લેશોને થોડું શાંતિથી વિચારી લેશો તો ધીરે ધીરે પણ તમે સસલાની રેસ જરૂર જીતી જશો.ના આગે ,ના પીછે!

આધુનિકતા માટે ધગશની જરૂર છે.મનોવૈજ્ઞાનિક કહે છે તેના માટે  પોઝીટીવીટી જોઈએ ને તેમાંથી સમગ્ર માનવ જીવનના દરેક પાસામાં પ્રગતિ લાવે છે.ભગવાને આપણને બુધ્ધિ આપી છે તો તેના દ્વારા આપણે આપણામાં બદલાવ લાવીશું ને જમાનાની સાથે ચાલતા ચાલતા તેમનું એક અંગ બની જઈશું,ને તેનાથી આપણને ભરપુર આનંદ મળશે.

આપણું તંદુરસ્ત હોવું એ પણ વરણાગી છે.યોગા વ્યાયામથી તનને અને સારા વાચન, વિચારથી મનને હૃષ્ટ પુષ્ટ રાખી શકાય.દેહને શણગારવું શોખ પુરા કરવા એ ઉંમર ઉમરની જરૂરિયાત છે ને કરવા જોઈએ.આ બધું અલ્પ સમય માટે છે.માટે કવિએ શરુઆતમાં જ”થોડા” એ  થોડા શબ્દ કહીને આપણને સજાગ કરી દીધા છે.

દુનિયામાં આપણે દૃષ્ટિ કરીશું તો નાનાથી માંડીને દરેક ક્ષેત્રમાં બદલાવ આવી રહ્યો છે. પણ હું દુનિયાની વાત શા માટે કરી રહી છું?મેં મારા જીવનમાં ડોકિયું કર્યું ને એક એક પ્રશ્નના જવાબ મને મળતા ગયા.અમેરિકાની જાહોજલાલી જોઇને મન ખુશ થઈ જાય છે.પણ  રોજની જીવન ચર્યામાં ફીટ થવામાં આનાકાની થાય છેને મન દ્વિધામાં પડી જાય છે પહેલી વાર અમેરિકામાં આવ્યા. મારો દીકરો કહે કે અહીની મમ્મીની જેમ તું પેન્ટ પહેર.ઇન્ડીયામાં ક્યારેય સાડી સિવાય કઈ પહેર્યું જ ના હોય તો તો?થોડા જ દિવસ ગયા ને હું ચાલતા ચાલતા પડી ગઈ ને બન્ને હાથમાં પ્લાસ્ટર આવ્યું.હવે?હું એક નાના બાળક જેવી થઈ ગઈ.ફક્ત એપ્રન સિવાય હું કઈ પહેરી શક્તિ નોતી.ને હું પેન્ટ પર આવી ગઈ.આ ઉપરથી હું સમજી ગઈ કે જીવનમાં ફક્ત મરજિયાત પ્રમાણે નથી જીવાતું.ક્યારેક ફરજીયાત અપનાવવું પડેછે.કપડાનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો.

હવે આવ્યો ખાવાનો પ્રશ્ન.ઇન્ડીયામાં કોઈ મહેમાન જમવાના હોય તો પહેલા તો લાડવો,શીરો,કે લાપસી.ફરસાણમાં ક્યારેક ભજીયા કે પાતરા.તેમાં પણ સુધારો થતા દૂધપાક જાતજાતની બાસુદી.આ તો આપણા માટે મિષ્ટાન એટલે ભગવાન.પણ અહિયાં તો કોઈ જમવાનું હોયતો નવી નવી ડીશ જેમ કે ચાયનીઝ ફૂડ,થાય ફૂડ,પાસ્તા,ને કાંદા લસણ વગર તો ચાલે જ નહી.એટલે મારે માટે ઘરે તો જુદું બનાવે.પણ બહાર જવાનું થાય ત્યારે થોડો પ્રોબ્લેમ આવે.થોડો વખત આમ ચાલ્યું.પણ હું ના સુધરી

.હવે મારી પોત્રી થોડી મોટી થઈ ગઈ હતી.ને તેને પણ નવુંનવું બનાવવાનો શોખ હતો. એક દિવસ તે પાસ્તા બનાવતી હ્તી મને  કહે કે બા તમે પાસ્તા ખાશો? હુ સરસ બનાવું છું.મેં કહ્યું કે ના બેટા હું કાંદા નથી ખાતી.પણ તેણે એટલા પ્રેમથી કીધું હતું કે તરત મારા મગજમાં બીજલી ચમકી કે જયારે આટલી નાની છોકરી મારા માટે આટલો પ્રેમ કરે છે ને હું જો તેના પાસ્તા નહી ખાઉં તો તે નારાજ તો થશે જ પણ કાયમના માટે અમારા વચ્ચેનું અંતર વધતું જશે. બસ કાલનો દિવસ ને આજની ઘડી.ના કહેવાનું મેં છોડી દીધું.હવે એમાંથી અમે બધા ફ્રી થઈ ગયા.ને હું ઇન્ડિયા ગઈને તો મારા બે દોહિત્ર એ પણ મને ખૂબ પ્રેમ કરે છે.બહાર લઈ જાયને નવા નવા ટેસ્ટ કરાવે.આ મોડ  પર હું બદલાઈ ગઈ ને જીન્દગીને એક નવો વળાંક મળ્યો. નકારાત્મકને તિલાંજલિ દીધી ને  સકારાત્મકને સ્થાપી દીધી ને  હુ વિચારોમાં બદલાવ લાવીને થોડી વરણાગી બની,બની એટલે વર્તમાનમાં બધા નાના મોટાની સાથે હું  જીવતા શીખી.બધાની સાથે સાથે ચાલવાનો આનંદ હું માણી શકી.પણ ખાવાપીવાનું કે પહેરવાથી તમે મોડર્ન નથી થઈ જતા.

આચાર. વિચારમાં પણ પરિવર્તનની જરૂર છે.તમારી બોલવાની ભાષામાં પણ ખાસ કારણ કે તમે જે બોલશો તે સામેવાળાના કાનમાં થઈ સીધું હ્રદયમાં ઉતરી જશે,તોછડાઈથી બોલાયલા અને પ્રેમથી બોલાયલા શબ્દો નકારાત્મક અને સકારાત્મકમાં પરિણમશે. નકારાત્મક સંબંધ ભંગ કરાવશે જયારે સકારાત્મક સંબંધોને  આગળ વધારશે ને પ્રેમ  વધારતો જશે.પ્રેમ કરવો એ તો વરણાગીમાં અતિ આવશ્યક છે.તમારા પ્રેમાળ સ્વભાવથી ભલભલાને તમે પોતાના કરી શકશો.પ્રેમનું વર્તુળ વધતા તમારા આનંદનું વર્તુળ વધતું જશે.

 

આજે હું મારી વાત કહેવા બેઠી છું તો મારા મનની વાત આપણી સમક્ષ રજુ કરી જ દઉં છું.મને બીના દવા ઉપચારમાં વધારે રસ છે.સેવા કરવાની ભાવના પણ ખરી.ને ભગવાને તેમાં મને મદદ કરી.એક પ્રાણાયામના ક્લાસ માં જતા મને ખબર પડી કે રેકી એવી થેરપી છે કે જેનાથી વગર દવાએ તમે સ્વસ્થ રહી શકો છો અને બીજાને પણ

તમે બીના દવા ઉપચાર કરી શકો છો.મેં તો એમાં ઝંપલાવી દીધું.અગિયાર દિવસની સાધના પછી તમે તેનો ઉપયોગ કરી શકો.મને તે મોકો તરત જ મળ્યો.મારા પાડોશીને હું મળવા ગઈ તેનું માથું દુખતું હતું તેથીતે થોડી નરમ હતી.મને થયું કે અહી મારા રેકીનો ઉપચાર કરી જોઉં?તેને ના કહેતા મેં તેને રેકીની સારવાર બે ત્રણ મિનીટ જ

કરી ને તેણે મને સવાલ કર્યો કે આપે કઈ જાદુ કર્યું? મને પણ માન્યામાં નોતું આવતું કે એટલું જલ્દી પરિણામ આવી શકે છે!હું મનમાં થોડી ગભરાઈલી હતી એટલે રેકી કરી છે એવું મેં ના કીધું.મનમાં ખાત્રી  થઈ ગઈ.ને પછી તો એક પછી એક પેશન્ટ મને મળવા લાગ્યા,એમ કહું  એના કરતા કોઈ પોતાની તકલીફ વ્યક્ત કરે અથવા  કે તરત  જ તેની  વ્હારે દોડી જાઉં. હવે તો મારા પોત્ર પોત્રીને કઈ થાય કે તરત તેના મમ્મી પપ્પાને કહેશે કે બાને

બોલાવને, રેકી કરુને રિલેક્ષ થઈ જાય.મને મનમાં આનંદ થાય.એક અતિ આનંદની વાત કહું.ન્યુજર્સીમાં રહેતા મારા ભાભી માદા પડ્યા.તેમણે મારી પાસે રેકી ની માંગણી કરી.મેં તેમને આપી. બાજુમાં અમેરિકન પેશન્ટ,તેણે પુછપરછ કરીને તેની મમ્મી માટે કરવા કહ્યું.થોડીવારમાં મારા ભત્રીજા જમાઈ ત્યાના ડોક્ટર હતા તે મારી સામે આવીને બેસી ગયા.ને કહ્યું ફઈબા મને પગમાં સખ્ત દુખાવો છે રેકી આપી દો.ડોક્ટર જયારે મારી સામે આવીને આવીરીતે વિનવણી કરે તો?ખરેખર મને ખૂબ આનંદ થયો.તે થોડા રિલેક્ષ થયા.એટલામાં મારી ભત્રીજી એ પણ ત્યાની ડોક્ટર જ છે તે આવી કે તરત તેને કહ્યું કે ફઈબા પાસે રેકી કરાવિ લે.તેને પણ ઢીચણમાં થોડી તકલીફ હતી.એટલામાં તેનો ૩૦ વર્ષનો ડોક્ટર દીકરો ત્યાં આવી પહોચ્યો. મારી ભત્રીજી અને આ ડોક્ટર દીકરા એ બન્નેએ મારી પાસે દીક્ષા લીધી હતી પણ તેમણે સાધના સમયના અભાવે નોતી કરી,તેમાં શ્રધ્ધા ખરી તેને પણ રેકી લીધી.ખરી મઝા તો તેની ફિયાન્સી આવી ત્યારે આવી તેને પણ પાનીમાં થોડુ  દુખતું હતું તેની પણ હસતા હસતા તેને પણ રિલેક્ષ  કરી .ખરેખર ખૂબ મઝા આવી. પહેલા હું પેશન્ટ શોધતી હતી,હેતુ કોઈની તકલીફ દુર કરી શકું.આવી જ રીતે મારા દાતના ડોક્ટર પાસે હું મારા દાતની ટ્રીટમેન્ટ માટે જતી હતી.વાતવાતમાં ખબર પડી કે ડોકટરના પગમાં મોચ આવી છે.તેમણે કઈ વાધો ન હોય તો તેમના પગે જોવાની મેં પરમીશન લીધી. તેમના પગે રેકીની સારવાર આપી ને તેઓ પગ આમતેમ હલાવતા મને થયું કે કઈ વધારે તો નથી થયું ને!તેને પૂછ્યું શું થયું?અને. તેમણે કહ્યું  કે pain is gonee. હું પણ રિલેક્ષ થઈ ગઈ.

જમાનાની સાથે ચાલતા ચાલતા મને લાગે છે કે હવે  જમાનો મારી સાથે ચાલેછે.છે તેનું હું અભિમાન નથી કરતી પણ એક અનોખા પ્રકારના આનંદની અનુભૂતિ મનમાં જરૂર થાય છે. અરે !એક વાત કહેવાની તો રહી ગઈ! ૮૩ વર્ષની ઉંમરે હું કમ્પ્યુટરમાં ગુજરાતીમાં ટાઇપ કરતા શીખી એનો અતિ આનંદ છે.આ માટે હું પ્રજ્ઞાબેનનો ખૂબ ખૂબ આભાર માનીશ.મને પ્રોત્સાહનનું પેટ્રોલ મળે છે અને મારી ગાડી દોડી રહી છે. બે વર્ષ પહેલા હું ઇન્ડિયા ગઈ .ત્યાં એક ડોક્ટર હિલીન્ગનો કોર્સ કરાવતા હતા.મેં તે શીખવા માટેની ઈચ્છા દર્શાવી.બે થી  ત્રણ વાર એવું બન્યું કે હું જયારે પુછુ તો હમણાં જ મારો ક્લાસ થઈ ગયો એમ કહેતા.ચોથીવાર તો તેમને મેં કહી દીધું કે આ વખતે હું શીખ્યા વગર જવાની  નથી ત્યારે તેમણે કહ્યુ કે આ વખતે તમે એકલા હશો તો પણ શીખવીશ.ક્લાસ શરુ થયો અમે છ થી સાત જણા હતા.એમાં બે ત્રણ લેડીઝ હતી ને ત્રણ સીનીયર ભાઈ હતા.છેલ્લા દિવસે પેલા ત્રણ સીનીયર ભાઈએ મને  મને કીધું કે માસી,અમે ક્લાસમાં નોતા આવ્યા અમે તો તમને જોવા આવ્યા હતા.

આનાથી વધારે વરણાગીપણું આ ઉંમરમાં શું હોઈ શકે?હા, આધ્યાત્મિક ક્ષેત્રે શીવયોગ સાધનામાં અને ગાયત્રી પરિવારમાં જતા તેમાં મારી ઉન્નતિ થાય એવી અપેક્ષા રાખું છું.આ લખવાની કલા એ શું વરણાગી નથી?

પદમાં-કાન

 

 

પ્રભુ! જ્ઞાની જીવન દે”-6-પદ્મા -કાન

“પ્રભુ! જ્ઞાની જીવન દે”

પ્રભુએ સૃષ્ટિ સર્જીને તેના  દ્વારા ઘણું બધું આપ્યું છે. જ્ઞાન આપણને અનેક રીતે મળે છે.માતા, પિતા, ગુરુ દ્વારા, કોઈ પુસ્તક દ્વારા, મળેલા જીવનના કડવા મીઠા અનુભવો દ્વારા, મિત્રો દ્વારા ઘણું બધુ જ્ઞાન આપણને મળે છે.ભાગવત ગીતામાં કૃષ્ણ ભગવાને અર્જુન સાથેના સંવાદમાં પૂર્ણ જ્ઞાનની માહિતી આપી દીધી છે.વળી પ્રભુએ સૃષ્ટિ સર્જીને તેમાં  ભ્રમણ કરવા આપણને તેમાં છોડી દીધા.તેમાં કોઈ જાતનું બંધન નથી રાખ્યું.જ્યાં જ્વુ હોય, જે લેવું હોય, ને જેટલું લેવું હોય તેમાં કોઈ મર્યાદા નથી રાખી.તેમાં ફક્ત તમારી ઈચ્છા શક્તિ, પ્રબળ ઈચ્છાને તે મેળવવાની ધગશ, સતત જાગૃતતાની જરૂર  છે.હું જે જાણું છું તેને સમજી શકું, જે સમજુ છું તેને જીવનમાં ઉતારી શકું ને પ્રયત્ને મારા અંતરમાં પ્રભુની કૃપાથી  જ્ઞાન  પ્રગટે.

વળી જ્ઞાની જીવન દેકહેવાથી જ્ઞાની જીવન નથી મળી જતું.તેના માટે લેવું પડે છે.તેમાં મારા મંતવ્ય પ્રમાણે આપવા કરતા લેવાવાળાની ઈચ્છાની ગુણવત્તા કે ક્વોલીટી કહો તેના પર બહુ આધાર રાખે છે. એક જ વર્ગમાં ભણતા વિદ્યાર્થીઓને સમાન ભાવે ગુરુ શિક્ષા આપે છે, તેમાં કોઈ ભેદભાવ  ન હોવા છતાં આપણે જોઈએ છીએ કે સોમાંથી એકનો જ પહેલો નંબર આવેછે કેમ?ગુરુએ બધાને એક સાથે જ સમાન ભાવે વિદ્યાનું વિતરણ કર્યું હતું પણ જે લેવાને અસમર્થ  કહો કે, બેધ્યાન કહો કે ન લેવાની વૃત્તિ કહો તે વિદ્યાર્થી તે જ્ઞાન ન લઈ શક્યા. તેવી જ રીતે તેનાથી ઉલટું આપણે જોઈએ કે એકલવ્ય તે નીચી જાતિમાં જન્મ્યો હોવાથી તેને દ્રોણ ગુરુએ અવગણીને વિદ્યા પ્રાપ્તિ માટે નાસીપાસ કર્યો. છતાં એકલવ્ય હિમ્મત હાર્યા વગર ખાસ તો એ કે ગુરુએ તેનો અનાદર કર્યો પણ તેને તો ગુરુ પ્રત્યે એટલી શ્રધ્ધા રાખીને ગુરૂનું માટીનું પૂતળું બનાવ્યું.તેમાં જ ગુરુના પ્રાણ  પૂરી તે જ બાણ વિદ્યા  તે શીખ્યો જે ગુરુની સમક્ષ રહીને અર્જુન શીખ્યો.આના પરથી આપણને સમજાય છે જ્ઞાન દેવાથી નહી પણ અંતરની પ્રબળ ઈચ્છાથી પ્રગટ થાય છે.ને અંતરમાંથી ઉદભવેલું જ્ઞાન એ જ  સાચું જ્ઞાન છે.

જ્ઞાન એટલે પ્રકાશ, અસતો માં સદગમય, તમસો માં જ્યોતિર્ગમય, અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવાની માંગણીછે.અંધારામાં આપણે ગોથા ખાઈએ છીએ.પ્રત્યેક કાર્યમાં તર્ક વિતર્ક કરીને શંકામાં ગોથા ખાઈએ છીએ. શંકા હોય ત્યાં ભય આવે છે. શું સાચું ને શું ખોટું?એવા મનમાં પ્રશ્ન ઉઠે છે, ને ન સમજાતા ભક્ત હ્રદય બોલી ઉઠે છે, “ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય”પ્રભુ સુધી પહોચવાનો એક માર્ગ ભક્તિ માર્ગ છે, તે પણ ગુરુએ ચીંધ્યો હોય, તે માર્ગ પર ચાલતા ચાલતા પ્રભુમાં લીન થવાય, ઐક્ય થવાય એ જ જ્ઞાન ને એ જ પરમેશ્વર, એ જ સત્ય .ગાંધીબાપુએ સત્યને જ પરમેશ્વર માન્યા  હતા.

ભાગવતગીતામાં  પહેલા ૬ અધ્યાયમાં કર્મયોગ ,૭થી૧૨ અધ્યાયમાં જ્ઞાનયોગ અને ૧૩ થી૧૮ અધ્યાયમાં ભક્તિયોગ સરસ રીતે સમજાવ્યું છે.યોગ એટલે જોડાવું, કર્મયોગમાં સમજાવતા કહ્યું કે કર્મણ્યેવાધિકારસ્તે માં ફ્લેશું કદાચન.  કર્મ તો નિત્ય કરતા રહેવું પણ કેવી રીતે?તેમાં આસક્તિ રાખ્યા વગર નિર્ણય પ્રભુને સોપી દેવો. જ્ઞાન દ્વારા પણ પ્રભુની પ્રાપ્તિ થાય.ને છેવટે ભક્તિયોગ, ભક્તિ  દ્વારા પ્રભુની પ્રાપ્તિ, જેવી રીતે નરસિહ અને મીરાને અનુભૂતિ થઈ હતી.તેઓ કોઈ યુનિવર્સીટીમાં ભણવા નોતા ગયા, છતાં તેમની પાસે ઉત્તમ પ્રકારનું  જ્ઞાન હતું તેથી તેમણે પ્રભુના દર્શન થયા હતા.

“જ્ઞાની જીવન દે”આ વિષય અતિ ગહન છે તેમાં ઊંડે ને ઊંડે ઉતરતા જાવ, ઉતરતા જાવ, નેને મારું સાચું સ્વરૂપ શું છે તે ખબર પડે  તે જ સાચું જ્ઞાન, અંતરમાંથી જે પ્રગટે એ જ સત્ય એજ જ્ઞાન.

પગ મુક્યો મેં ઉંબરની બહાર, શોધવા નીકલ્યો હું જ્ઞાન, પ્રભુ!જ્ઞાની જીવન દે

ઉંબર તો ઓળંગી લીધો એમ સહજ, તોય ના આવ્યું જ્ઞાન

કારણ કે, એ તો મારી સહજ બુધ્ધિનું હતું જ્ઞાન

ચાલતા ચાલતા, પગમાં કાટો વાગ્યો, ને પગ ગયો થંભી

ફટક દઈને ખેંચી કાઢ્યો કાંટો, તો નીકળી ગયો એ વાર,

નહી તો જિંદગી ભર ખોતરતા ખોતરતા ના આવ્યો હતે પાર!

રખડી કુદરતને ખોળે મેળવવા હું જ્ઞાન!

નાના નાના રંગ બેરંગી પુષ્પોને પૂછ્યું, કોણે દીધું આ સૌન્દર્ય અને સુવાસ?

આ સૌન્દર્ય અને સુવાસ એ તો મૂળ બીજમાં જ હતું

તેથી રહ્યા અમે મઘમઘાટ!

ઉચા, ઉચા શિખરો ધરનતા પર્વત, પહાડોને પૂછ્યું

આટલા ઉચા થવાનો શો કરવો પડે પ્રયાસ?

કઈ નહી, બસ ઊભા રહો, ઊભા રહો

એટલે શું?

એટલે કે તપસ્યા.

એટલે કે દિવસ ઊગે ને આથમે, શિયાળામાં હુહુ કરતા ઠુંઠવાઇ મરો

ને ઉનાળામાં?

ભર તડકામાં તપી રહો, તપી રહો અગ્નિ સ્નાન કરતા રહો

તપસ્યાથી થાયે જ્ઞાન, ત્યારે જ ઉત્તુંગ શિખરે ઊભું રહેવાય.

ને ચોમાસામાં?

કોઈ આવે કે ના કોઈ વાવે, પૂર્વજન્મના સંસ્કાર ત્યાં આવે

ને ઉગી નીકળે રંગબેરંગી ફૂલ અને ફળ, વીના ખત

એક એક અણુને પરમાણું, હોયે શુધ્ધ માતાપિતાનું

ત્યાં આપોઆપ પ્રગટે ત્રણેય દત્ત  

આત્રેય ઋષિ નેં અનસુયા માતાનું બાળ, દત્તાત્રેય

વિસર્જન ને સર્જન કરતા કરતા જ થાય નવસર્જન

કરતા જાવ કુકર્મનું વિસર્જન જીવનમાં, વિશુધ્ધ થતું જાયે મન

શુધ્ધા હી બુધ્ધિ: કિલ કામધેનું વિશુધ્ધ બુધ્ધિ કામધેનુંની માફક જીવન વિકાસના બારામા યથેચ્છ ફળ આપે છે.બુધ્ધિને વિશુધ્ધ કરવા માટે તેને રોજ સ્વાધ્યાયથી સ્નાન કરાવવું જોઈએ. માનવી ભલે બધું ખોઈ બેસે પરંતુ જો તેની બુધ્ધિ સુયોગ્ય અને સલામત હોય તો તે પાછી શૂન્યમાંથી સૃષ્ટિ સર્જી શકે.

નિજ સત્ય સ્વરૂપનું થાયે દર્શન, એ જ સત્ય અને એજ જ્ઞાન, અંતરમાંથી જે પ્રગટે બસ, એજ સત્ય અને એજ જ્ઞાન.

પદમાં-કાન

“શુભેચ્છા સહ”-પદ્માં-કાન

મંગલમ,મંગલમ,મંગલમ,

“વહાલી નેહા –પંકજના લગ્નની શુભાશિષ”

લગ્નની તૈયારી કેવી છે? તો તેના જવાબ માત્ર આંસુ છે?

ના હોય! ના કેવળ આ આંસુ છે આ તો શુધ્ધ પ્રેમના વારિ છે

હ્રદયમાં ભરીભરી આવ્યા છે,નેહાના લગ્નમાં છલકાયા છે

એ પવિત્ર માતા પિતાના નયનોના વારિ ગંગા સિંધુ સરસ્વતી

ચ યમુના, ગોદાવરી, નર્મદા, કાવેરી, સરયુ મંગલ અષ્ટકના વારિ

નેહાના સીર પર વરસે,  એક એક બુંદનો અભિષેક થાય,

નેહામાં પ્રેમનું સિંચન થાય !

નેહ એતો પ્રેમ છે, પ્રજ્ઞા શરદના પ્રેમનું સ્વરૂપ છે

એજ નેહાના નીરથી પંકજ ઉદ્યાન ખીલે નીજ જીવનમાંય

પ્રગ્નાબેની! ના બહાવો નયનોથી આંસુ

હવે તો તમે થઈ ગયા છો જમાઈરાજાના સાસુ

ને શરદભાઈ! બની ગયા સસરા નિત જુઓ સોહામણા સપના!

બન્ને  પક્ષના સાસુ સસરાને નવી પદવીના આપીએ વધામણા

પ્રથમ ગણેશજીની સ્થાપના થાય,રિદ્ધિ સિદ્ધિની પધરામણી થાય

કુળદેવી કરે રક્ષા,પ્રજ્ઞા શરદભાઈની તન્ના .

“નેહા –પંકજ”ને શુભાશિષ દેતા સહુ વદે  શુભ મંગલ સાવધાન થઈ પ્રસન્ના

શિરે પાઘડી,ને પગમાં મોજડી,ગળામાં પુષ્પોના હારની છે ગુથણી

શ્વેત શુદ્ધતા ની ઝાંખી કરાવતું ,હસ્તમાં શુકનવંતુ શ્રીફળ શોભતું,

અંદરથી મુલાયમ ને પુષ્ટ કોપરું અંતરના પડઘા પાડતું

 

આટલું જ બસ લઈ આવ્યો મારી પ્રિય નેહાને સાટું

નેત્રમાં નેત્ર પરોવી,નેહથી ગુંથેલી, હૈયાના હેતથી સજાવી

સુંદર સ્વપ્નોની માળા લઇ આવે નેહા

આ જ મારી છે વરમાળા ને આ જ છે આપણો  માળો

ચી ચી કરતા ચક ચક કરશું ગજાવીશું ને સજાવીશું અમ માળો

માત પિતા અને સાસુ શ્વસુરના  સાથમાં આનંદો જન્મારો

પ્રભુ !એટલો દેજે સથવારો.

મંગલમ,મંગલમ,મંગલમ,મંગલમ

પરિવાર સહિત પદમામાસીની સ્નેહાશીશ

 પદ્માં-કાન

“ના હોય”(5) પદમાં-કાન

 

ઇન્ડીયામાં ઘર દીઠ ગાડી ના હોય, અમેરિકામાં ઘરઘાટી ના હોય!

અમેરિકામાં સવાર થતા ફોનમાં હાય હાય શરૂ થઇ જાય? ના હોય!

ઇન્ડીયામાં સવાર થતા કામવાળી બાઈની હાય હાય શરુ થઈ જાય “ના” “હોય’’

અમેરિકામાં રંગ બેરંગી વિવિધ આકારના સુંદર પુષ્પો ખીલી ઉઠે ગાર્ડનમાંય !

પણ ઇન્ડીયાના જાઈજુઈ, ચંપો ચમેલી, ગુલાબ મોગરાની સુવાસ ત્યાં હોય? ના હોય

અમેરિકામાં સવારના પોરમાં મેડીટેશન કરતા ઓમકારનો ઉચ્ચાર મોટેથી થાય,

તો ત્યાં ડીસ ટર્બ સહુ થઇ જાય. “ના હોય”!

ઓમકાર ઉચ્ચારનો નાદ ઇન્ડીયામાં થતા હવામાં શુદ્ધિ થાય,

વાતાવરણ પવિત્ર બની જાય. “ના” “હોય”!

આજે સવારે સવારે એક ગમ્મત થઈ ગઈ. ફોનની ઘંટી વાગી ને મેં ફોન ઉપાડ્યો ને હલો કહું છું ત્યાં તરત જ ફોનમાં બોલ્યા હું હસું. ને મારાથી બોલાઈ ગયું હસો. પાછા એ બોલ્યા ના ના હું હસું છું. તો મેં કહ્યું ભઈ, હ્સોને મેં ક્યાં ના પડી છે?તો એ બોલ્યા અરે તમે મને ના ઓળખી? તમારા ભત્રીજા વહુની બેન હું હસમુખ! ને મારાથી બોલાઈ ગયું “ના હોય”ઓહ હસમુખ બેન !તો એમ બોલોને/હા. બોલો હવે શું ખબર છે?

હસુબેન-તમે આજનું છાપુ વાંચ્યું?

મેં કહ્યું ના કેમ શું થયું?

હસુબેન –બે ખબર એવી છે ને કે વાંચીને આપણા રુવાડા અધ્ધર થઇ જાય!

મેં કહ્યું ના હોય એવું તો શું બન્યું છે? બેન, તમે જરા સ્પષ્ટતા કરશો

હસુબેન –ક્યાય કદી સાંભળ્યું છે? બાપે દિકરી પર બળાત્કાર કર્યો હોય!

ના હોય!શું વાત કરો છો તમે? માન્યામાં જ ન આવે!

હજી બીજા પણ એવા જ સમાચાર સાંભળતા આપણા કાન ફાટી જાય અને કહેતા જીભ લજવાય ક્યાય સાંભળ્યું છે?દીકરાએ માં પર બળાત્કાર કર્યો!આવું શું હોય?

હે!નાહોય! શું કળજગ આવ્યો છે! નાહોય, આવું ના હોય, આ તો હડહડતો કળજુગ!

હસમુખબેન-હજી એક સમાચાર,

હવે વળી પાછુ શું છે?

હસમુખબેન – આમાં ગભરાવાનુ નથી તમને સાંભળીને સારું લાગશે એ વાત નક્કી. બન્ને પ્રેમી આપઘાત કરવા રેલવેના પાટા પર જઇને સુઈ ગયા. રેલગાડી બન્નેના ઉપરથી સડસડાટ ચાલી ગઈ?

હે! આ તું શું કહે છે! ના હોય! ને તે બન્ને?

હસમુખબેન-તે બન્ને આબાદ બચી ગયા. આવું બને કદી? એ તો એ બન્નેમાંથી કોઈને ઉ નીઆંચ પણ નથી આવી!આને જ કહેવાય રામ રાખે તેને કોણ ચાખે? આતો ખરેખર પ્રભુની મોટી કૃપા કહેવાય.નહી તો આવું ના હોય! હવે તને શાંતિ થઈને?

હાશ મને સારું લાગ્યું, ને એવા કોઈ સમાચાર સાંભળું ને તો જીવ ઉચાટમાં પડી જાય.

હસમુખબેન- બાકી બધું ઠીક છે ને?

હા પણ જો ને, અહિયાં આ બાઈઓનો મને ખૂબ ત્રાસ લાગે છે. અમેરિકા જતા જતા મારા દીકરાએ બાઈને થોડા વધારે પેઈસા આપીએ તો તે રસોઈ પણ કરે અને પપ્પાનું કામતો તે કરે છે એટલે મને થોડી શાંતિ, પણ શું ખાક શાંતિ? ને તમને ખબર છે હસમુખબેન, જે દિવસે મહેમાન આવવાના હોય ને એ દીવસે તો અચૂક તેનો ખાડો હોય જ.

હસમુખબેન-જુઓ બેન એક વાત તમને કહું? અહીના કામવાળા બહુ હોશિયાર હોય આપણી ફોન પર વાત ચાલતી હોય ને તે સાંભળી જાય કે કાલે મહેમાનની પધરામણી થવાની છે તો તમે કહ્યું તેમ સમજી લો ડબ્બા ગુલ!

એમ !ના હોય હૂ તો એને ખાસ કહું કે ભઈ કાલે તું જરા જલ્દી આવજે હો આપણે ત્યાં મહેમાન આવવાના છે

હસમુખબેન –ના હોય, જોજો હવે આવી ભૂલ કરતા!

ના હવે એવી ભૂલ ના થાય, પણ એક દિવસ એવું થયું કે બાર વાગી ગયા હતા ને બાઈ નોતી આવી ને તેમની ઓફિસમાંથી મને ફોન આવ્યો કે તમારી બાઈ શું કરે છે? મેં એનો બચાવ કરતા કહ્યું કે દુરથી આવે છે ને એટલે કોઈ વાર મોડું થઈ જાય. તે હજી આવી નથી. તો ઉપરથી મને દબડાવવા માંડી કે કેમ નથી આવી? તમે અમને ફરિયાદ કેમ ના કરી? તમારી બાઈ અત્યારે અમારી ઓફિસમાં મારી સામે ઉભી છે.

હે “ના હોય!” જ્વા દે મારું તો માથું દુઃખી ગયું.ફરી કોઈ વાર મળશું.

પદમાં-કાન

“શુભેચ્છા સહ”-(2)પદમાં-કાન

 

નૂતન વર્ષના સહુને અભિનદન

સામાન્ય રીતે જોઈએ તો જે બીજમાં જેવા ગુણ હોય તેવી તેની ગુણવત્તા આપણને તેના ગુણમાં જોવા મળે છે જાણવા મળે છે. જેમકે એક કહેવત “વડ એવા ટેટા, બાપ એવા બેટા.” તેવી જ રીતે મનુષ્યના મનમાં રહેલા ગુણો તેના દ્વારા પ્રગટ થાય છે.એટલે મનુષ્યના મનમાં પ્રસન્નતા, સૌમ્યભાવ, મૌન, આત્મસયમ, ભાવનાની શુદ્ધિ એ ગુણવાળા  બીજ રોપાયા હશે તો જ તેના મુખમાંથી સદાય કોઈને ઉદ્વેગ ન કરનારી, સત્ય, પ્રિય અને હિતકારી વાણી જ શુભેચ્છા રૂપે પ્રગટ થશે. તેને આપણે ‘શુભેચ્છા સહ “લખીને શબ્દોને આશિષના સ્વરૂપમાં મોકલીએ છીએ.

શુભેચ્છા સહ એટલે પ્રેમ સહિત. જીવનમાં આપણે શુભેચ્છા કોને કોને મોકલી શકીએ? અલબત્ત આપણા સ્વજન, સ્નેહીજન વળી વિશાલ અર્થમાં કહીએ તો VASUDHEIV વ્સુધએવ કુટુમ્બકમ. પૂરી સૃષ્ટિ માટે, વિશ્વશાંતિ માટે પણ આપણે શુભેચ્છા મોકલી શકીએ. જેમ કે હમણાં તાજેતરમાં જ નવરાત્રીના શુભ પ્રસગે”ગાયત્રી પરિવાર” વાળાએ  કેલીફોર્નીયામાં ફ્રીમોન્ટ મંદીરમાં ગાયત્રી મંત્રના સમુહમાં દસ લાખ જપનું વિશ્વશાંતિ માટેનું આયોજન કર્યું હતું. જેનાથી શક્ય હતું તે બધાની હાજરી સાથે જપ કર્યા.બાકી શું સહુ સહુના ઘરેથી અમેરિકા અને ભારત દેશના વાસીઓએ  નવરાત્રી દરમ્યાન મંત્ર જાપ કરીને પોતાનું યોગદાન આપી વિશ્વશાંતિ માટેની શુભેચ્છા પાઠવી હતી.

“રેકી” માં કહ્યું છે કે તમે બધાને એટલે માણસ, પશુ, પંખી, વનસ્પતિ સ્થાવર જંગમ બધાને “રેકી” મોકલી શકો છો. “રેકી” એ બીજું કઈ નહી ફક્ત પ્રેમ છે. શુભેચ્છા એ પણ પ્રેમનું સ્વરૂપ છે. રેકીમાં આપણે બે હાથદ્વારા આપણા શરીરના ભાગોને રેકી મોક્લીને તેને રોગ મુક્ત કરી શકીએ છીએ. આ રીતે આપણે આપણા શરીરને શુભેચ્છા પાઠવી તેની મંગલ કામના કરી શકાય છે. એક શુભેચ્છા મુખમાંથી નીકળે છે, ને એક શુભેચ્છા હ્રદયમાંથી. બાળક કેટલાય જોજન દુર હોય તો પણ એક માતાના ઉરમાંથી નીકળેલી નિસ્વાર્થ શુભેચ્છા અંક્ન્ડીશનલ લવ આશીર્વાદ બની જાય છે. અહી એક કવિતાની પંક્તિ “કપૂત જો પુત્ર થાયે તો, કુમાતા થાય ના માતા.” અચૂક યાદ આવી જાય છે.શુભેચ્છાની સફળતાનો આધાર શુભેચ્છા આપનારના જીવન પર આધારિત છે. એક માની અને એક સદગુરૂની શુભાશિષ અચૂક ફળે છે. ગુરુઓ અને વડીલો  હાથના પંજા દ્વારા શુભાશિષ આપે છે.તો કોઈની તો આંખની ફક્ત એક અમીની દૃષ્ટિ જ આશિષ માટે પર્યાપ્ત છે.

રામાયણમાં રામ ભગવાને દરિયાની પૂજા કરી એમાં રામ ક્રોધ કરીને દરિયાને સુકવી શક્યા હોત પણ તેમ ન કરતા તેમણે તપ કરીને પ્રાર્થના કરી કે જે શુભેચ્છાનું એક રૂપ છે. તક્ષક નાગ જે ખૂબ ઝેરીલો નાગ કહેવાય છે તેને મહાવીર ભગવાને પ્રેમથી વશ કીધો હતો. શુભેચ્છામાં સામેવાળાને આકર્ષવાનું બળ છે, શક્તિ છે. કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વતની પૂજા કરીને માટીના કણકણની પુજામાં સર્વેના મંગલ કામનાની જ ભાવના હતી. એટલે સંક્ષિપ્તમાં કુદરતને અને કુદરતમાં રહેલી હરએક વસ્તુને તમે તમારી “શુભેચ્છા સહ” શુભેચ્છા મોકલી શકો છો.

ઘણીવાર આપણે એવા કિસ્સા સાંભળીએ છીએ કે કોઈ વ્યક્તિ ભયંકર બીમારીથી પીડાઈને છેલ્લા શ્વાસ લઈ રહ્યો છે ને ડોક્ટર હવે કઈ કરી શકે એમ નથી તેણે છેલ્લામાં છેલ્લો ઉપાય પણ અજમાવી જોયો,ને હારીને બે હાથ ઊંચા કરી ડે છે, ત્યારે જ અનેક કહો કે હજાર હાથ પ્રભુની દુઆ માટે ઉપર તરફ ઉઠે છે.ને ચમત્કારના સ્વરૂપમાં દર્દી એકદમ સાજો પહેલા કરતા પણ સાજો અને તેજસ્વી જોવા મળે છે.કારણ કે હજાર હાથોની દુઆ પ્રભુએ સ્વીકારી છે ને વિશુધ્ધ સ્વરૂપે તે દર્દીને મોકલી તેને તેજસ્વી બનાવે છે.

શુભેચ્છા આપણે બે રીતે મોકલી શકીએ. કોઈને તકલીફમાંથી મુક્ત કરવા માટે હોય અને કોઈને બધું વ્યવસ્થિત હોય તો તેની આગળ પ્રગતિ થાય તેના માટે. તો મિત્રો, આવો સહુસાથે મળીને  શુભ નૂતનવર્ષની સહુની મંગલ કામના કરતા કરતા ગાઈએ.

શુભ મંગલ હો શુભ મંગલ હો, શુભ મંગલ મંગલ મંગલ હો,

નભ મંગલ ધરતી મંગલ હો, ધરતીકા  કણકણ મંગલ હો

શુભ મંગલ હો શુભ મંગલ હો શુભ મંગલ મંગલ મંગલ હો,

ગતી મંગલ હો સ્થિતિ મંગલ હો જીવનકા ક્ષણ ક્ષણ મંગલ હો,

શુભ મંગલ હો, શુભ મંગલ હો, શુભ મંગલ મંગલ મંગલ હો,

 

મતી મંગલ હો, પ્રીતિ મંગલ હો માનવકી હર કૃતિ મંગલ હો,

શુભ મંગલ હો, શુભ મંગલ હો, શું મંગલ મંગલ મંગલ હો.

 

પદમાં-કાન