ચાલો લહાણ કરીએ -(17)સહજ -પદ્માબેન શાહ

“સહજ”

ના મોટી કછુ કુચ કરવી છે,કછુ કહું તો કૈક કરવું છે,

“સ” ની સાથે રહેવું છે,સકારાત્મકતામા જીવવું છે,

સરસ્વતીમાં ની સાથે રમવું છે

રમવામાં ખોવાઈ જાવું છે ને તેમાંજ વિરમવુંછે.

ખોવાઈ જવાનો સહજ જ આનંદ લેવો છે

જન જનમાં સહજ જ પ્રગટ થાવું છે,

ભલે હોય ઉગમણી ઉષા કે આથમતી સાંજ,

તેમાં જ કરવા સેટ, મારા શ્વાસોચ્છવાસ

ડાબેથી ચડું દિને ને ઉતરું જમણે,

રાત્રે જમણેથી ચડીને ઊતરું ડાબે

,સહજ જ કરું હું શ્વાસોછ્વાસને તાબે!

સહજમાં જ થઇ જાય હરદ્વારની હજ!

ત્રણ માત્ર ત્રણ જ અક્ષરમાં કરું હું સહજ જ  હજ!

હાશ,સરસ્વતીમાની સાથે રમતાં રમતાં ને તેમા ખોવાઈ જતાં,શબ્દોને સહારે મારી કવિતા

સહજ  જન જનમાં  પ્રગટ થઇ ગઈ!ખોવાઈ જવાનો આનંદ પણ ખુબ માણ્યો,પણ પણ લ્હાણી કરવાની તો રહી જ ગઈ?

કવિતા લખાઈ ગઈ તેનો સંતોષ સાથે આનંદ થયો.પણ વિચારમાળા તેથી અટકી ના ગઈ.ચારો ચરવાનો વિચારનો સ્વભાવ છે સગપણમાં ભત્રીજા વહુ,સત્સંગની વાતો કરીએ બહુ.એક દિવસ વાતવાતમાં તેને મેં કહ્યું,જયશ્રી મારે હરદ્વાર જાવું છે.તો તેણે મને કહ્યું કે ફઈબા અહી ઘેર બેઠા તમને જાત્રા કરાવી દઉં? પણ કેવી રીતે?

સહુથી પહેલા તમારે સુખાસન કે પદ્માસનમાં બેસવાનું.ત્યાર પછી અંગુઠાને બાજુની આંગળી ટેરવાથી જોડી દેવાની ને હથેળીને સીધી રાખી ઢીંચણ પર રાખવા.આ નાકનું દ્વાર જે દેખાય છે ને તે હરદ્વારનું પ્રવેશદ્વાર છે બસ ડાબે દ્વારથી તમારે ઉપર ચડવાનું ને જમણેથી ઉતરવાનું .આમ કર્યા કરવાથી તમારી હરદ્વારની જાત્રા થઇ  જાય.હા પણ એમ એક જ વારમાં ન થાય.વારંવાર કરવાથી તેના દ્વાર ખુલતા   હરીના દર્શન ત્યારે  જ થાય.

હા,આ વિચાર તો સારો છે.ભલેને શરીરને થોડું કષ્ટ પડે,તે પણ વગર નાણાએ અને કોઈ પણ હાડમારી વિના  જાત્રા થઇ જાય  ને તે પણ ઘેર બેઠા! વાહ  માર્ગદર્શન પણ મળી ગયું.વહેલી પરોઢે ઊઠી સ્નાન કરી સુખાસનમાં બેસી ગઈ.ઉરમાં ઉમંગ ખુબ હતો.એકાગ્રતા માટે અંગુઠાને બાજુની આંગળી સાથે જોડી દીધી.હજી ઉપર ચઢવાની શરૂઆત જ કરી, થોડા શ્વાસ લીધા ના લીધા ત્યાં તો કેરી વગરના ગોટલા આવ્યા ચઢી! હોસ્પિટલ વગરની નસો પણ  આમતેમ ભાગવા લાગી!રસ્તો મારો રોકવા લાગી.કેમ પહોંચીશ હું હરદ્વાર?

ના  ભાવે કે ના ફાવે શબ્દ સાથે જ મારી મમ્મી મારી સામે જાણે આવી ગઈ! ના ભાવે એના કોળિયા એ પહેલા ભરાવતી ના ફાવે એ પહેલા કરાવતી.મા,તું મને માફ કરી દે.તારું પોઝીટીવ થીંકીંગ તો મારામા આજે પણ છે. પણ શું થાય ને હાલત મનને નબળું પાડી નાખે છે.પણ હવે તું મારી જરા પણ ચિંતા ના કરીશ.હવે સકારાત્મક એજ મારો મંત્ર અને એજ મારું ધેય.             

થોડી સાત્વિક બુદ્ધિની લઇ રજ એટલે કે  ધીરજ રાખી આ અંતરમુખી યાત્રામાં જેમ જેમ આપણે આગળ વધતાં જઈએ અથવા ઊંડે ઉતરતા જઈએ તેમતેમ એ પ્રદેશમાં અજવાળું પથરાવા લાગે છે.એમ આંતર યાત્રીઓ કહે છે.જાગૃતિના આરંભની એ અવસ્થા જ્ઞાનની નથી મળી શક્તિ.જ્ઞાન,ભક્તિ, સાધના,સેવા,સત્સંગ,એ અવસ્થા પ્રાપ્ત કરવાના સહારા જરૂર હોય છે.પણ એ આખો પ્રદેશ અનુભવનો હોય છે.જેમજેમ આપણો અહમ ભાવ,કર્તાભાવ ઓગળવા લાગે તેમતેમ એવા અનુભવોની માત્રા,તીવ્રતા,સતતતા વધવા લાગે છે.નિર્ભેળ આનંદ પરમશાંતિ,સમસ્ત સૃષ્ટિ પર કૃતજ્ઞતાનોભાવ,કરુણાભાવ,સર્જકતા,અપાર કાર્યશીલતા ઉભરવા લાગે છે.એ અનુભવના નાનકડાં ઝરણાનો ખળભળાટ એવી અનુભૂતિઓ તેવા પ્રદેશના હોવા વિષે આપણી પોતીકી પ્રતીતિ કરાવે છે.સહજ -સત્સંગ કરવાથી થોડી ભાળ મળી જાય, પણ એમ પણ કહેછે આ આખો પ્રદેશ અનુભવનો હોય છે.અનુભવ લેવા જતા મારી કેવી દશા થઇ?થોડા વખત  માટે એતો હું ભૂલી ગઈ.

સત્સંગમાં

શિવાનંદ બાબાનું પ્રવચન સાંભળતા ખબર પડી  કે દરેક પ્રોબ્લેમ કે શારીરિક બીમારીનું સોલ્યુશન આપણા શરીરમાં જ તેની વ્યવસ્થા પ્રભુએ પહેલેથી જ કરીને આપણને ધરતી પર મોકલ્યા છે.એટલું સાંભળતા જ હું તો આશ્ચર્ય વિભોર થઇ ગઇ!કલ્પનામાં ઘોડા દોડવા માંડ્યા.કોઈ દવા ન ખાવી પડે ને બધું ફોગટ!ને પછી આગળ જે બોલ્યાતે સાંભળીને હું આશ્ચર્ય કરું કે નિરાશા પ્રગટ કરુ?આ દેખાતા શરીરની અંદર બીજા ચાર શરીર છે.એક શરીરને સંભાળવાના તો  ફાંફાછે તો ચાર ચાર શરીરને કેવી રીતે સંભાળી શકીશ?.પ્રવચન આગળ ચાલ્યું.જબ કોઈ બાત બિગડ જાયે,જબ કોઈ મુશ્કિલ આ જાયે તબ તુમ લેના હરિકા નામ ઓમ નમઃ શિવાય.આ તો અતિ ઉત્તમ! મારો બેડો પાર! આમાં તો કોઈ કરતા કોઈ જ બેસવાનું,ઉભા રહેવાનું  કે ના   ચાલવાનું બંધન!પણ નસીબ બે ડગલા આગળ.. ને  આ સાયેટીકાનો દુખાવો થયોને તો ભગવાનનું નામ જ લેવાનું ભૂલી ગઈ હું મારા દુઃખને રડું કે પ્રભુ તને યાદ કરું? .પ્રવચન આગળ ચાલ્યું.સબસે ઊંચી પ્રેમ સગાઈ.પણ એમાં ય ભાવ તો ખરો.ઊંચા ભાવને મહત્વ આપ્યું છે.જેમકે રાધા,મીરાં,કે નરસિહ મેહતાનો ભાવ.ભાવ સાંભળીને આપણા હાંજા ગગડી જાય.ક્યાં રાધા,ક્યાં મીરાં ને ક્યાં હું? તમે દુઃખમાં ગાવ કે સુખમાં “જેવો તેવો પણ તારો હાથ પકડ પ્રભુ મારો.”ડગલે ને પગલે તે આપણને સાથ આપે જ છે.આપણે સમજતા નથી.કઈ સારું થયું તો મેં કર્યું,ને કઈ ખોટું થયું તો કહેશે કે મેં તારું કે કોઈનું કઈ બગાડ્યું નથી, સ્વપ્નમાં પણ વિચાર્યું નથી.તો આ ક્યા ગુનાની સજા? ને દોષ તેના માથે ઢોળી દે છે.નાનો રજ સરખો દોષ પણ તે કબૂલ કરવા તય્યાર નથી થતો.પણ હવે સકારાત્મક ને સહારે મારે આગે કુચ કરવી જ  છે.

કરવી હતી લહાણીને સહજમાં જ કરવી હજ,એ બે મનમાં ઘોળાયા કરતું હતું .મને માસી કહેતી મારી ભાણી પ્રજ્ઞા મને બેઠકમાં હતી જેણે  તાણી મારા જીવનમાં નિમિત્ત બની આવી.  સાહિત્યની બેઠકમાં જતા નવા નવા વિષયો ‘ક્યા સંબંધે, પ્રભુ જ્ઞાની જીવન દે,વૃધ્ધાવસ્થા અને સકારાત્મકતા ‘આવા અનેક વિષયો મળતા ગયા,વાચન વધ્યું, વિચાર શક્તિ કેળવાઈ,મારી માની શક્તિ સકારાત્મકમા પુષ્ટિમળી.વળી બેઠકમાં પુરુષોત્તમ સુણાવે ગીતામાં ક્ર્ષ્ણની વાણી,મહેશની ગજબ ગઝલ સુણી હર એક વ્યક્તિ અહી સાહિત્યની બેઠકમાં છે એક એક જ્યોતિ સમી જાણી,એટલું જ નહીં હવે તો એ જ્યોતિઓનો સંઘ “મહાગ્રંથ” પ્રયાણ કરી રહ્યો ગીનીસ બુક ભણી!સારું વિશ્વ રહ્યું એ જાણી!તો કેમ રહું હું અજાણી?ના હવે હું નથી અજાણી.આ સહુના સંઘમાં ને સંગમાં જ થઇ રહી છે મારી હજ એની મને પ્રતીતિ થઇ.

દરેક અવસ્થામાં બાળપણ,યુવાનીમાં ને વૃધ્ધાવસ્થા  આપણે ખાધું,પીધું ને લીધા શ્વાસ તે ગયું બેભાનમાં.હવે તેજ ક્રિયા કરો  સભાનમાં.યોગ્ય અયોગ્યનો આવશે વિચાર વાટમાં મળશે થોડો વિશ્રામ,બેઠકે બેઠકે મારીએ ડૂબકી ને તેમાંજ થઇ જાય હર હર ગંગે ગોદાવરી સ્નાન! પહેલા પણ નાહ્યા હતા પાણીથી પણ  હવે તે ધ્યાનમા ને   ભાનમા  સહજ જ  થઈ ગયું હરહર ગંગે સ્નાન! હવે  લો ધીમા શ્વાસ,ધીમા શ્વાસની પાછળ પાછળ ચાલતા ચલતા સહજમાં જ થઇ જાય ધ્યાન!તેનું પણ ના રહે ભાન ને ત્યાં તો ઉગી આવે ભાણ!.હવે તો જયારે જાગો ત્યારે સવાર કદિ ના થાય મોડું.

લાફીંગમા મળે હસતા ચહેરા,સિનિયરોને લાવે નીયર સિદ્ધિ વિનાયક ને ફ્રિમોન્ટ મંદિર જાણે આવ્યા મહિયેર.વળી સીનીયર સેન્ટર “on lok life ways”માં ના પહેરવા પડે કોઈ જૂતા જાપાની કે પતલુન  ઇન્ગ્લીસ્તાની,ના કોઈ ભાષા જાણી,પાંચ આંગળીયો ને પંજા સાથ સહુ કરતાં હાય અને બાય,ભરકે આંખોમેં  પ્યાર,સબ પહચાન ગયે યેતો દિલ હય હિન્દુસ્તાની!

સ રસ્વતીમાની શરણમાં રહેતાં તે ઉતુંગ શીખરે પહોચતા,

હ  લ કરતા સહુ પ્રોબ્લેમ લક્ષ્મી માતા જય જયકાર તેમનો કરતા

જ  પ કરતાં સમુહમાં, ગાયત્રી માતાના વિશ્વની શાંતિમાં સહુ પરિવાર જોડાઈ જાય  એક યજ્ઞ બની જાય! જ્યાં ત્યાં પ્રેમની વર્ષા વરસી જાય!ત્રણ ત્રણ માતાની સાક્ષીમાં સહુ માતાઓને મધર’સ ડેની શુભકામનામા સહજ જ કરું હું લ્હાણી ને સહજ માણી રહી હું હજ!

પદમા-કાન  

૧૮મનની મોસમ – લલિત નિબંધ – આનંદો ,આનંદો,આનંદો!

હર પલ,હર ક્ષણ, હર ઘડી,બદલાયે મોસમ

આટલું લખ્તાની સાથે મનની મોસમ જાણે શરુ થઇ ગઈ ના હોય તેમ અચાનક એક સિનેમાનું ગીત મન ગણગણવા લાગ્યું.

હર ઘડી બદલ રહી હય યે જિંદગી,છાંવ હય કભી,કભી હય ધૂપ જિંદગી!હર પલ યહાં જી ભર જીઓ,જો હય સમાં કલ હો ન હો?

સમય ક્હો કે  મોસમ બન્ને અનિશ્ચિત છે.

મનની મોસમ જાણતા પહેલા આપણે મોસમને જાણીએ

હૂ હૂ કરતો આવે શિયાળો, ઉનાળો કરાવે હાય હાય

ભલે ભીંજાતાં વર્ષામાં,મુખેથી બોલતા જાય હાશ,હાશ!

મનનો વિચાર કરતા, મન નથી એકલું તન સાથે છે જોડાયલું

મન વિનાનું તન છે જાણે સહુ એ મડદું!પણ,પણ તન વિનાનું મન?

શું કહેવાય ભૂત કે પ્રેત?ના હું પહેચાનું.પણ

તનને વયની અવધિ છે, મનને ના કો અવધિ છે,

જ્યાં સુધી જોડાયેલ છે,હર મોસમના એ સંગી છે

તનની બાલ્યાવસ્થામાં હરખાઈને  બોલાવે વર્ષાને ગાઈ ગીતમાં

આવ રે વરસાદ ઘેબરિયો પ્રસાદ,ઉની ઉની રોટલી ને કારેલાનું શાક!

લાંબુ ચાલે ચોમાસું તો? તેના પણ  ગીત ગવાય!

તારે મેહુલીયા કરવા તોફાન અમારા લોકોના જાય છે જાન,

કેટલા દિવસનો તું આવ્યો છે અહી કેમ તારી બા તને લઇ જાય નહીં?

મનનો મિજાજ એજ મનની મોસમ ખરી ?ઘડી ઘડીમાં જાય એ ફરી ફરી?

હું રે મેહુલીયા રમવાને જાઉં ભૂખ્યો થાતા ઘેર પાછો આવું!

મન છે માંકડું ને સાંકડું,ઓથેથી રહીને બતાવે પોતાને મસ્ત  થઈ ફાકડું!

બદલાતી મોસમમાં થાય હુહુ,હાયહાય,કે હાશ હાશના ઉચ્ચાર !

હરેક મોસમમાં ગુંજી રહે  “હ’ નો હકારાત્મકનો હોકાર

એક વિખ્યાત લેખક ઈમર્સનના ખુબ સરસ  શબ્દો “યદી મુઝે નરક મેં રખા જાયે,

તો મય અપને સદગુણો કે કારણ વહા  ભી સ્વર્ગ  બના દુંગા”બખૂબ!

મન  સમ બની જાય,મોસમ! ત્યા રે જ એ  મનની મોસમ મણાય

એક બહુ  જૂનું ગીત” મીઠા લાગ્યા છે મને આજના ઉજાગરા”

જોતીતી વાલમની વાટ  રે અલબેલા કાજે ઉજાગરા. મનના ભાવથી

કરેલા મનગમતી વ્યક્તિ કાજે કરેલા ઉજાગરા એક એક ક્ષણ તેના મનને ઉત્સુક કરે છે.

ના મનને કે ના તનને કર્યા બોર, પ્રેમ આનંદમાં કરી દીધા તરબોળ!

મનને થોડી ઘહરાઈથી જોતા જ્ઞાત થયું,કે મનને બે જોડિયા ભાઈ છે!.એક છે જાગ્રત મન  અને બીજું છે અર્ધ જાગ્રત  મન.

જાગ્રત મન પાસે છે ૧૦%શક્તિ, જયારે અર્ધ જાગ્રત મન પાસે ૯૦% શક્તિ છે. એ ૯૦ %શક્તિનો ઉપયોગ કરવાનું આપણે જો શીખી લઈએ તો બધું મેળવી શકીએ.જાગ્રત મનથી  જીવનની સમસ્યાનો હલ ન કરી શકવાથી કોઈ સગા સમ્બંધી,કે સમર્થ વ્યક્તિ,કે જ્યોતીશ પાસે દોડી જાય છે.અંતે ભગવાનને શરણે જાય છે.એ પણ સહેલો તો ન કહેવાય.આ સિવાય વૈજ્ઞાનિક રીતે જે સચોટ રસ્તો છે એ છે “તમારા અર્ધ જાગ્રત મન” પાસે જવાનો.કારણ કે તમને મુઝવતા દરેક પ્રશ્નનો ઉકેલ તમારા અર્ધ જાગ્રત મન પાસે છે.

આપણા દરેકના અર્ધ જાગ્રત મન પાસે વિશ્વના સમગ્ર વાતાવરણ ઉપર અસર કરવાની  તાકાત છે.એ પછી ભૌતિક, માનસિક કે બાયોલોજિક વાતાવરણ હોય.આપણે જયારે અર્ધ જાગ્રત મનને કોઈ મહાન કાર્ય માટે આહ્વાન આપીએ છીએ ત્યારે આત્મ ચેતના જગાડીએ છીએ.અર્ધજાગ્રત મન વિશ્વ ચેતના (કોસ્મિક પાવર)પાસેથી શક્તિ મેળવી પોતાની ધારી અસર દેખાડે છે. ને ત્યાં કોઈ પણ દુરી નડતી નથી.આપની પ્રબળ ઈચ્છા {બર્નિંગ ડીઝાયર}તેના અર્ધ જાગ્રત મનમાં જઈને એક ચુંબકીય વાતાવરણ ઉત્પન્ન કરે છે.એ ચુંબકીય પાવરથી ભગવાન શ્રીરામ શબરીને ઘેર પધારે છે.અભણ જંગલમાં રહેતી એક આદિવાસી સ્ત્રી શબરી જો પોતાના અર્ધ જાગ્રત મન દ્વારા ભગવાનને પોતાના તરફ ખેંચી લાવે,તો આપણે આપણી  આ શક્તિને ઓળખી લઈએ અને બરાબર ઉપયોગ કરી  શકીએ તો?તો ના જવાબમાં અર્ધ જાગ્રત મન એ ભગવાનનો જ અંશ છે.તેની શક્તિ પર શંકા કરવા કરતા ધીરજ સાથે હકારાત્મક વિચારથી એકાંતની પ્રાર્થનામાં આપણે આપણી ચેતના શક્તિને જગાડતા,અર્ધ જાગ્રત મનને કાર્યશીલ કરીએ છીએ.ત્યારે વિશ્વ ચેતનામાંથી શક્તિનો સંચાર થાય છે.ચેતના શક્તિ એ શક્તિની જાગૃતિની ક્રિયા છે.આ શકતી છે તે પૃથ્વી અને બ્રહ્માંડને સંભાળે છે.તે બ્રહ્માંડની અદ્રશ્ય શક્તિ છે.તેગતિમાં રહે છે તે સંપૂર્ણ છે.દિવસમાં દીસે અનેક માર્ગ,સુઝે ના એકે માર્ગ?એક રાત્રીના અંધકારમાં,એક નાનાશા દીપકમાં પ્રગટી ભક્તિની જ્યોત,વહે શક્તિનો ધોધ,સ્નાન કરતા સ્વચ્છ થાયે મન ને ત્યારે જ ને ત્યારે જ ખીલી ઉઠે મનની મોસમ!

હર કણ હર ક્ષણ પ્રભુમય બની જાય!

આનંદો ,આનંદો,આનંદો!

પદમા-કાન

હાસ્ય સપ્તરંગી -(8)પદ્માબેનશાહ-“ઘડપણ”

“ઘડપણ”

ઘરડા કહેવાય છતા તેમને ઘરડા ન કહેવાય

એવા મારા સાસુમા શું કરું વાહ વાહ કે કરું તોબા તોબા?

ઉપરથી આપણને સમજાવે ઘરડા કોને કહેવાય?

પુત્રવધુ દર્શા અને પૌત્રી વિધિ સાથે ચર્ચા કરતા લખાઈ ગયું ઘડપણ

તો લોં સાંભળો

પૌત્રી કહે બા તમે હવે ઘરડા લાગો ઘરડા કહેવાવ

શું બોલી?મને ઘરડી કીધી?ખબરદાર જો ફરી બોલી!

પણ બા દાંત તો બધા હવે પડી ગયા!

મોઢામાં ના દીસે એકે દાંત ? તેથી શું થાય?

આખી બત્રીસી છે, ચોકઠું તેની સાક્ષી છે, સહુ સ્વાદની બક્ષિશ છે

તો ના ક્હો બોખી એટલું રાખજો ગોખી, સહુ  શબ્દો બોલો જોખી

બા હવે તો આંખે ચશ્માં આવી ગયાને!

આંખે ચશ્માં ફેશનનો છે મહિમા,જાતભાતના તમે પહેરો ચશ્માં

કદિ થયા તમે  ઘરડા,બોલો ?

ફેશનની ક્રાંતિમાં દીસે મુખની કાંતિ ,ચાર ચાર આંખોથી હું થઇ દુનિયા જોતી

બા,હવે તો લાકડીને વોકર પણ આવી ગયા!

આખું બ્રમ્ભ્માંડ ચાલી રહ્યું એકમેકના ટેકે ટેકે,તું ના હવે ટોકે

હાથમાં લાકડી કે વોકર એ તો બઢતી ઉંમરની છે બક્ષિશ!

તું ના હવે રોકે, હકારાત્મક વિચાર સદા હું રાખીશ!

પણ બા,તમે તો હવે વાંકા વળી ગયાને?

ઓહ! તેથી શું થયું?બેટા, વળવું એતો જીવનનો છે  ટર્નીંગ પોઈન્ટ

વળવાથી આવે નમ્રતા,ઇન્ડીયન હોય કે કે અમેરિકન પ્રેસીડન્ટ

એક હાથે કે બે હાથ સંગ ઝુકતા જાયે સહુ સંત

આખી ઉંમર હુ ટટાર રહી,પ્રભુ દ્વારે હું અટકી ગઈ/

એક   ડાળી વૃક્ષની  ના વળી ,અફ્સોસ, એ તૂટી ગઈ !

એક   ડાળી  વૃક્ષની  ઝુકી ગઈ,વાંકા વળતા વળતાં હું જીવી ગઈ!

અંતરમાં પ્રભુના ચરણને છુ ગઈ!

પદમા-કાન

આ મહિનાનો વિષય -કવિતા(13,14) પદમા-કાન

કવિતા 

“સ્વપ્ન કે આશિષ? લખતાં બની ગઈ કવિતા”!

ના કોઈ આ સ્વપ્ન હતું,ના સ્વપ્નમાં પણ સોચ્યું હતું

પ્રતાપભાઈ ની પુસ્તક પરબે,મળતા સહુ  સાહિત્યની બેઠકે

ચકળવકળ  ફરતાં નેણ,પ્રજ્ઞાને ના પડતું ચેન

તરસ્યાં આવે પીવા પાણી બેઠકમાં સહુ સુણતાં વાણી,

શું કરું “”તો સારું” પ્રથમ વિષયે વિચાર્યું,

ચરતાં ચરતાં વિચાર્યું, “સંવર્ધન -માતૃભાષાનું” મહાગ્રંથમાં ઉતાર્યું,

એ ગ્રંથમાં અમને ઉતાર્યા! ને અમે?અમે સહુ ઉચકાયા!

“સંવર્ધન-માતૃભાષા”નું થાય,મા સરસ્વતીનું પૂજન થાય!

’સંવર્ધન-માતૃભાષા”મા સહુ મલકે,છલકે,ઝલકે  

પ્રવીણ પ્રજ્ઞા,હેમ કિરણે,વિજયનો ઘંટ રણકે

ઝીલવા પ્રભુની આશિષ,આતુર સહુ નત મસ્તકે!

આનંદે,આનંદે,આનંદે.

પદમાં-કાન  

******************************************

“ઈશારો કુદરતનો” કવિતા

પ્રેમ પ્રકૃતિનો છે ગાઢો સંબંધ,જળવાઈ રહે સારું જગ તેમાં અકબંધ

વર્ષા પહેલા વાદળ ગરજે ,ગર્જના સાથ વીજળી ચમકે

શક્ય છે કે કાળા કાળા વાદળમાં વીજળી ચમકે? હા

ભાવી ચમકે વીજળીના ચમકારે, ઢોલ નગારા  વાદળના ગડગડાટે,

તો એ માનવ કાં ન સમજે ?એજ ક્રમતો તેના જીવનમાં સર્જે!

વરસતાં પહેલાં વર્ષાને પણ ખુબ તપવું પડે છે

અગ્નિ પરીક્ષા સૂર્યની ટોચ પર લઈ જાયે

એટલું જ નહિ ત્યાંથી પડતું મુકાવે, એને જ માનવ સુખની હેલી સમજે

ધીર ધરે,સમતા રાખે નીરીક્ષણ કરે ,વાગોળે

તો કાં ન પામે ? માનવ,ઈશારો કુદરતનો? જરૂર પામે!

પદમા-કાન

માયકોફ્રીક્સ્ન વાર્તા (71)“પરિવર્તન”-

અરે શીલા તું તો સાવ બદલાઇ ગઈ ને શું?

હા ભાભી તમારા જેવા જેઠાણી હોય ખરેખર તમે મને દેવી ભાગવત લાવી આપ્યું હતું ને ,ધીમે ધીમે હું વાચતા શીખી એમ કહો કે મારુ નસીબનું પાંદડું ફરી ગયું.હવે તો હિસાબ કરતા પણ. અને બહુ સરસ હવે એક કામ કર.જો તારો આવાજ બહુજ સરસ છે તું ગાવાનું શીખી જા.એને થોડો કેળવવાની જરૂર છે.તારી પાસે તારો મધુરો અવાજ છે સ્વાદિષ્ટ રસોઈ બનાવી બધાને જમાડે .હા,એક  કામ  દીકરા વહુને રાજી ખુશી થી જુદા રહેવાની પરવાનગી આપી તે  ઉત્તમ  કામ કર્યું છે.તમને જુદા કરવામા તારી બન્ને દીકરી  અને મારી સમ્મતી હતી તેથી જ ધવલે તારી સામે જુદા રહેવાનો પ્રસ્તાવ મુક્યો હતો.

પરણીને હું આવી ત્યારે હું સાવ ગમાર અલ્લડ હતી, તમે મારું જીવન સુધાર્યું.

સારા થવું કે ખરાબ એમાં માણસ પોતે જ જવાબદાર છે.   તે પતિ પત્ની વ્ચ્ચે કોઈ પ્રોબ્લેમ નોતો .માં બાપને કે પત્નીને કોઈને અલગ કરવા નોતો માંગતો ધવલ મનમાં મુઝાતો હતો.છુટા છેડાનો વિચાર અમૃતાએ બદલ્યો.જુદા રહેવાથી બન્નેને પોતાની ભૂલોનો એફ્સાસ થશે વિચારવાનો મોકો મળશે ને વખત જતા આપણે પાછા એક થઇ જઈશું.તેમનું બધું ધ્યાન આપણે રાખશું. અમૃતાએ બન્ને ઘરની જવાબદારી  લીધી.કોમ્પ્યુટર એન્જીનીયર હતી કમ્પનીમાં સારી પોસ્ટ પર હતી.ડૂબતા વહાણને તારી લીધું.સંયુક્ત કુટુંબમાં વડીલો બાળકો પરણી જાય તો પણ તેમને નાના જ સમજે છે.

ભાભી એક વાત સાંભળી લો તમને ખુબ આનંદ થશે.અમૃતા પાસે ગાડી છે તો અમને બન્નેને રાજુલના ગણપતિના દર્શન કરવા લઇ ગઈ હતી.અમને જમવા બોલાવ્યા હતા.રસ રોટલી જમાડ્યા હતા.

મમ્મી મને બેપડી રોટલી નથી આવડતી.

કઈ નહિ, સાદી રોટલી ચાલશે ને અમે બધા સાથે જમ્યા.

આનંદો આનંદો

પદમા-કાન   

**********************************************************

માય્ક્રોફ્રીક્સન  વાર્તા  “તૂટતા  પહેલા”

તૂટતાં પહેલા વળી જાશો

વળતા પહેલા જરૂર વિચારશો

વિચારોમાં ના અટવાઈ જાશો

એક ચરણ આગળ મુકશો

ધૈર્ય ને શ્ર્દ્ધધા મનમાં ધરશો

મોકળો થઇ જાશે રસ્તો

રસ્તે જાતા કરશું વાતો

વાત વાતમાં કટી  જાય રસ્તો

જીવન વીતી જાય રમતો રમતો

જોઉં તો સામે ?ઊભો ફિરસ્તો!

પદમા –કાન

************************************************************************

માયક્રોફ્રીક્સ્ન વાર્તા(72) પદમા –કાન                 

“ચમત્ત્કાર”  સત્ય ઘટના

હલો ભામિની, જાત્રા કરીને આવી ગયા?કેવું રહ્યું?

હા માસી સાથે એક એવી ઘટના બની જે તમે સાંભળીને માની નહિ શકો આશ્ચર્ય સાથે આનંદ જરૂર થશે.મારી સાથે મારો ભત્રીજો નીખીલ,તેની પત્ની આરતી ને તેનો ચાર વર્ષનો બાબો.તમારા જમાઈ બીપીન હતા ત્યારે અમે દર વર્ષે બાવલા દર્શન કરવા જતા હતા. બાવલાથી દર્શન કરી પાછા ફરતા વચ્ચે  ખેડ બ્રહ્મા  માતાજી નું મંદિર આવે છે ગાડી ઊભી રાખી મંદિરમાં જઈ દર્શન કર્યા.થાળીમાં પ્રસાદ થોડો હોવાથી પાંચ જ દાણા સાકરીયાના લીધા.ત્યાંથી પાણી ભર્યું તો મનમાં થયું કે આપણે બહારથી પાણી ભર્યું હોત તો પૈસા લાગ્યા હોત તો એમ સમજીને દસની નોટ આપી તેણે પાંચ પાછા આપ્યા.

 પ્રસાદ લઇ  અમે બહાર આવ્યાં પણ આ શું?અમે આવ્યા ત્યારે કમ્પાઉન્ડમાં ઘણા બધા માણસો હતા ને બહાર આવ્યા તો આખા કમ્પાઉન્ડમાં ના કોઈ ગાડી કે નાના કોઈ માણસ! ગાડીમાં બેઠા ત્યાં તો એક માગવા વાળી બાઈ હાથ લંબાવીને દરવાજા પાસે ઊભી હતી.ગોરું બદન, સફેદ વસ્ત્રો,ચહેરા પર ઉંમર દેખાતી,છતા આ ઉંમરમાં આટલા વ્યવસ્થિત સજેલા!

આદિત્ય માટે નાના બિસ્કીટના પેકેટ હતા તેમાંથી એક પેકેટ સાથે એક સકારિયાનો દાણો આપ્યો.મારા હાથમાં પાંચનીનોટ હતી તે પણ આપી દીધી.દરવાજો ખોલીને બિસ્કીટ લેવા જતા જ બધાનું  ધ્યાન ગયું હતું આટલા જાજરમાન! પાછા ફરીને જોયું તો?કોઈ ના મળે.ત્યારે અમને બધાને જ એમ થયું કે ખરેખર!શું માતાજી દર્શન આપી ગયા!

પદમા –કાન  

*********************************************************************

માયક્રોફ્રીક્સ્ન વાર્તા(73) “રામનવમી”-પદમા –કાન     

દાદાનું પ્રવચન સાંભળવા રાગીબેનના ત્યાં ગયા.પ્રવચન પૂરું થયું.દીકરી અમાનીનું ડ્રોઈંગ જોયું.ખુબ  સરસ હતું.વળી ડાન્સિંગ ક્લાસમાં જાય છે.ત્યાં ગરબાના ક્લાસ્ પણ  ચાલે છે.હું જાઉં છુ.તમારે આવવું છે?એ પછી એ બોલ્યા મારી દીકરી સાથે હું પણ કથક નૃત્ય શીખવા જાઉં છુ.

એક સેકન્ડ માટે “હે!” એમ અમારા મનમાં જરૂર થયું.એક પંચાવન વર્ષની મહિલા કથક નૃત્ય શીખવા જાય તે  ખરેખર દાદ માગી લે,અભિનંદનને પાત્ર છે.ત્યાં તો  રાકેશભાઈ હ્સ્તા હસતા આવ્યા,માસી મેં પણ ક્લાસ શરુ કર્યા

તમે! તમે કયા ક્લાસમાં!

માસી આ બે જણને  સમય સર જમાડીને મોક્લવા  મેં કુકિંગ ક્લાસ શરુ કર્યો છે.

અદ્ભૂત! કહેવું પડે “વાહ વાહ રામજી જોડી ક્યા બનાઈ”!

રામનવમી સફળ થઇ.રાકેશમાં રામ દીઠા!

હરેક ઘર આવું હોય તો?

પદમા-કાન  

દાદાનું પ્રવચન સાંભળવા રાગીબેનના ત્યાં ગયા.પ્રવચન પૂરું થયું.દીકરી અમાનીનું ડ્રોઈંગ જોયું.ખુબ  સરસ હતું.વળી ડાન્સિંગ ક્લાસમાં જાય છે.ત્યાં ગરબાના ક્લાસ્ પણ  ચાલે છે.હું જાઉં છુ.તમારે આવવું છે?એ પછી એ બોલ્યા મારી દીકરી સાથે હું પણ કથક નૃત્ય શીખવા જાઉં છુ.

એક સેકન્ડ માટે “હે!” એમ અમારા મનમાં જરૂર થયું.એક પંચાવન વર્ષની મહિલા કથક નૃત્ય શીખવા જાય તે  ખરેખર દાદ માગી લે,અભિનંદનને પાત્ર છે.ત્યાં તો  રાકેશભાઈ હ્સ્તા હસતા આવ્યા,માસી મેં પણ ક્લાસ શરુ કર્યા

તમે! તમે કયા ક્લાસમાં!

માસી આ બે જણને  સમય સર જમાડીને મોક્લવા  મેં કુકિંગ ક્લાસ શરુ કર્યો છે.

અદ્ભૂત! કહેવું પડે “વાહ વાહ રામજી જોડી ક્યા બનાઈ”!

રામનવમી સફળ થઇ.રાકેશમાં રામ દીઠા!

હરેક ઘર આવું હોય તો?

પદમા-કાન  

“માતૃભાષાનું સંવર્ધન”માટે નિમિત્ત બની આવ્યા છે-પદ્મા શાહ

padma- kant

મારો પરિચય: પદ્મા શાહ

શ્રી ગણેશજીને કરી પ્રથમ વંદન,  મા શારદા માતને ચરણે નમન

બેઠક માં થાય શબ્દોનું સર્જન,  કરીએ ‘માતૃભાષાનું સંવર્ધન”

પહેલા પણ મને લખવાનો શોખ હતો,પણ કેવો? કોઈની બર્થ ડે, એનીવર્સરી, લગ્નની આશીષ તો ક્યારેક શ્રધ્ધાંજલિ. થોડા વર્ષ પહેલા “મારા જીવનના ઘડવૈયા” એક લેખ અમારા ગુરુ બાપુજી વિષે લખ્યો હતો આશિષ અને શ્રધ્ધાંજલિના લગભગ સોએક લેખ થઇ ગયા હતા. મેં બુક છપાવી, નામ આપ્યું “પદમ પાંખડી”.

૨૦૦૦ એપ્રિલમાં પહેલીવાર અમે અમેરિકા મારા બન્ને દીકરા અતુલ અને નીતિન કેલિફોર્નિયામાં રહેતા હતા તેમના ત્યાં આવ્યા.મારા પતિ કનૈયાલાલ ના અવસાન પછી હું એકલી થઇ ગઈ હતી. ફ્રિમોન્ટ મંદિરમાં બધા સીનીયરો  મળે છે ત્યાં જવાનું મેં શરુ કર્યું. નવરાત્રના ગરબામાં મને સ્પેશ્યલ પ્રાઈઝ મળ્યું. મારો ઉત્સાહ થોડો વધવા માંડ્યો .

થોડા દિવસમાં પ્રજ્ઞાબેને ગુજરાતી સાહિત્યની બેઠક બોલાવી.વિષય “તો સારું” પર પર અમારે લખીને લઇ  જવાનું ને ત્યાં જઈને બોલવાનું. ત્યારે લાગ્યું કે આતે કોઈ બોલવાનો વિષય છે? દિવસમાં કેટલી ય વાર આપણે બોલીએ છીએ તેનો  મને પછીથી ખ્યાલ આવ્યો. નવાનવા વિષયો અને નવા ચિત્રોના નુસકા સાથે હું એક એક ડગલું ભરતા એમાં એવી તન્મય થઇ ગઈ 

જમવા ટાણે વાગી જતા બે,

“બહુ થયું હવે કમ્પ્યુટર બંદ કરાવી દઉં?’

એમ બોલે દર્શા વહુ.

બારના ટકોર થાતા અતુલ કરે ટકોર,

તબિયત સંભાળો.

લાડલો પોત્ર શ્રેણિક એન્જીનીયર  દોડી આવે દાદીની વ્હારે,

બનાવી દીધો સુંદર મઝાનો બ્લોગ,સહુ કરે વાહ રે વાહ રે.

આ સાથે હું વ્યસ્ત રહેતા શીખી, મારી સાથે હું રહેતા શીખી, ના રહી કોઈ કમ્પ્લેઇન, ગુજરાતીમાં કમ્પ્યુટરમાં લખતા શીખી મનની વાતો વહેંચતા શીખી.પંચ્યાશી વર્ષમાં પાછલા ત્રણ વર્ષ એટલે પ્રગતિ, ઉન્નતી, અતિશયોક્તિ નથી, હકીકત છે.આ સાથે હું વ્યસ્ત રહેતા મારી સાથે હું રહેતા શીખી, ના રહી કોઈ કમ્પ્લેઇન, ગુજરાતીમાં કમ્પ્યુટરમાં લખતા શીખી,મનની વાતો વહેચતા  શીખી.

પ્રજ્ઞાબેન નિમિત્ત બની આવ્યા છે. તેમની સાથેની ઘણા બધાની મહેનત અથાગ પરિશ્રમ. “માતૃભાષાનું સંવર્ધન”માટે પ્રભુને પ્રાર્થના સાથ સહુને અભિનંદન!

પ્રજ્ઞાબેન કહે મને માસી,

એ નાતે એ થઇ મારી ભાણી,સાહિત્યની બેઠકમાં મને તાણી !

તાણી તો તાણી, પાછી દઈ દીધી ડુબાડી,

ત્યાં સુધી કે હું ના જોઈ શકું સૂર્ય કે ચંદ્ર, કે થઇ દિન કે રાતની રાણી!

જમવા ટાણે વાગી જતા બે થયું હવે બહુ, કમ્પ્યુટર બંદ કરાવી દઉં?’ એમ બોલે દર્શા વહુ

બારના ટકોર થાતા ,તબિયત સંભાળો અતુલ કરે ટકોર

લાડલો પોત્ર શ્રેણિક એન્જીનીયર  દોડી આવે દાદીની વ્હારે,

બનાવી દીધો સુંદર મઝાનો બ્લોગ,સહુ કરે વાહ રે વાહ રે

પ્રજ્ઞાબેનની પ્રજ્ઞાની છે એકજ ખૂબી!

હોય કાનો કે માત્રા,કે પછી રસ્વાઈકે દીર્ઘઈ!

કે ર્સ્વાવાડુંકે દીર્ઘવાડું હોય કે પછી અલ્પવિરામ કે પૂર્ણવિરામ!

હોય કદી પ્રશ્નાર્થ કે આશ્ચર્યજન્ય,સહુ ચીહનને દેતી યોગ્યસ્થાન,

બાથમાં ને  સાથમાં રાખતા,શૂન્યને પણ દેતા પ્રોત્સાહન!

શૂન્યમાં પણ પૂર્ણ કરે,”માતૃભાષાનું સંવર્ધન” ચિન્હ અવતરણમાં અવતરે  

 

પદમાં-કાન          

 

 

 

પદમા-કાન

*******************************************************************

“તમે મને એવા લાગો”(11)પદમા-કાન

 

એક દિવસ મારી પૌત્રી વિધિ મને પૂછી બેઠી “દાદાને તમે પહેલી વાર ક્યારે મળ્યા’? ”હું હાર પહેરાવવા ગઈ ત્યારે”. ..આવું કેવી રીતે બને?તેણે મને ફરીથી પ્રશ્ન કર્યો.હા બેટા અમારા જમાનામાં ઘરના વડીલો જ સારું ઘર સારો છોકરો કે સારી છોકરી જોઇને નક્કી કરી લેતા.મને પણ એ વખતે થોડું મનમાં એવું થતું પણ જવા દે.ઘર સારું છોકરો સારો માણસો સારા એ વિશ્વાસ સાથે દીકરીની વિદાય થાય છે.

જીવનનો ખરો ખેલ તો હવે શરુ થાય છે.પતિ પત્ની બન્યા પછી બન્નેની જવાબદારી સરખી હોવા છતા મારા માનવા પ્રમાણે એક સ્ત્રીને વધારે ભોગ આપવો પડે છે.કારણ કે તેના માટે કહેવાતા આ સાસરિયાનું મંચ તદ્દન નવું હોય છે.એમાં ય જો સંયુક્ત કુટુંબ હોય તો?કામનો બોજો વધી જાય છે,હા પણ અને ના પણ.એ કેવી રીતે?સંયુક્ત કુટુંબમાં બધાંનો સમય અને શક્તિનો બચાવ સાથ લક્ષ્મીનો પ્રભાવતો ખરો જ. એથી પણ વિશેષ કહું?એક સંતોષ અને પરમ આનંદ વરતાય ઘરના ખૂણે ખૂણામાં પ્રત્યેક જન જન રહે  પ્રેમની દોરીના બંધનમાં.

મારા પિયરમાં પણ અમે વીસ  પચીસ  માણસનું કુટુંબ,અને સાસરીમાં પણ એટલું જ મોટું કુટુંબ,એટલે  મને ઘર કામમાં  બહુ વાંધો ના આવ્યો.પણ અમારી રસોઈ ચુલા પર થાય.મને ચૂલો સળગાવતા ના આવડે.મારા સાસુ બહુ સારા અને સમજદાર હતા.મને ચૂલો સળગાવી આપે.ધીરે ધીરે જીવનની દોર હાથમાં આવી ગઈ. ને આકાશમાં ઉડવા લાગી.     

પહેલા પહેલા નજર જ મળતા આંખો ઝુકી જાતિ ને અંતરમાં સમાઈ જાતિ,

બોલવાનું તો કામ જ નહિ,સંયુક્ત કુટુંબમાં કોઈ જશે સાંભળી?

શબ્દોની પણ ના આવન ,જાવન બાહોમાં જાય મળી.

જાલના ગામ હતું સાવ ગામડું નાનું,સંયુક્ત કુટુંબ પચીસ માણસનું

હતો ચૂલો અને ઓલો ને રાતે ફાનસ ચીમ્નીનો ગોળો!

પરણીને ભલે લાવ્યા સાથે,મર્યાદાનું ઉલ્લંઘન થાય દિવસે ફરો જો સાથે!

મોર્નિંગ વોક કરતા સાથે,પ્રથમ પહેલા પહોર ફાટે!

છેલ્લા શો માં પિક્ચર જોતા,ત્યારે  ગામ ઘસઘસાટ ઊંઘે!

થોડી હિમ્મત ને કદિ ચોરી છુપી, ગયા હોટેલ  !    કે રેસ્ટોરન્ટ,

દુકાન વધાવી ઘરે આવતા ખાવાનાના પડીકા લાવતા  અચૂક!

હું એની પમા ને એ મારા કાન,નાનું રૂડું ગોકળિયું  શું  જાલના  ગામ

પ્રેમનો દરીયોતો આંહી જ છલકાય,સંતોષનો તો ઓડકાર ખવાય,

નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલકી,

હાથી ઘોડા પાલખી,કમી ના કો બાતકી!

  નીગેટીવ પણ હોય તેમનું    એટલું જ પાવરફુલ,

આવી શકે ત્યાં  ના  કોઈ મોગરો કે ગુલાબનું ફૂલ!

ત્યાં તો દેખાય ફક્ત કાંટા,ફક્ત મારીએ એક બીજાને આંટા?

ઉગ્યો સુરજ આથમવાનો સહી,તેની વાટડી જોતી રહી

થોડા દિવસ જાય આમ વહી,ધૂમ તડકો બપોરનો જાણે ગયો નમી?

અમારા  રિસામણા ને મનામણા પણ  હતા મજાના

પચીસ માણસના કાફલામાં, પંદર દિવસના વહી  જાય વ્હાણા

કોઈને ન આવે અણસાર,પણ તીરછી આંખે એકબીજાને જોઈ, લેતા લ્હાણ.

પછી તો થાય વર્ષાની હેલી, ભીંજાતા ભીંજાતા સહુ ભાન જાતિ હું ભૂલી!

એક સંધ્યાના સંગના રંગમાં લાગે  રંગાઈ રહી

કભી ખુશી કભી ગમ,ધૂપ છાયાની મઝા હું માણતી રહી.

હતી એક તન્ના ને બે son, તેમાં   આવ્યું ત્રીજું પાર્કિન્સન!

ગમે તેટલો ગુસ્સો  તેમનો, હોય મારા પર

શોધવા લાગે નયન,મારા વિના ના ચાલે પલ ભર

 

પુત્રવધુ દર્શા,સ્મિતા મશ્કરીમાં પપ્પાને પૂછે

કોણ જોઈએ પપ્પા?કોને શોધી રહ્યાં છો તમે?

મમ્મી?મમ્મી તો આ રહ્યાં! બતાવતા  સહુ હસી પડે!

એક એવા કાંઠે આવી ઊંભા રહ્યાં,ત્યાંથી ના પાછા ફર્યા.

નળી વાટે અન્ન પેટમાં જાય,જાગે ત્યારે હસતા સદાય.

જાતજાતના રેકી શિવામ્બુના હું કરતી પ્રયોગ,

તેમાં તેમનો પૂરો સહયોગ,કલ્પનામાં ના થાયે વિજોગ!

મારી તબિયત થોડી થઇ નરમ,પુત્ર અતુલ કરાવે બાથરૂમ!

માંદી હોઉં કે સાજી તેમની સમક્ષ જોઈએ

હું કેમ ના  ઊભી થઇ એ જ રોષ મનમાં ધરે   

બાર વાગ્યા સુધી તેમને જોતી રહી,હ્ળવે સાદે  હું પૂછતી રહી

કઈ કામ છે?”કાઈ જરૂર નથી” રુઆબમાં  જવાબ મળે !

હું જ્યાં પાછી ફરી! બાવડું પકડી લેતા એક શાયરની અદાએ વદે

“તેરે બીના મેરા કોઈ નહિ”! ઘડીભર તો એક બીજાના સામું જોઈ રહયાં

લાગે થયો કોઈ ચમત્કાર!કે અમારા પ્રેમનો એકરાર!

{ઉર્દુમાં ભણેલા, મૂડમાં હોય ત્યાર હિન્દીમાં બોલતા}.

હસતાં હસતાં કહે “ઠીક નથી તો જા સુઈ,” ભારોભાર લાગણી દર્શાઈ રહી!

“તમે એવા લાગો” એ શબ્દોની પણ  આવશ્યકતા ત્યાં  ના રહી!

અંગે અંગમાં ચૈતન્ય સ્વરૂપે એ વ્યાપી રહી!

છે સચ્ચાઈ આ અમારા જીવનની, ત્યાં ના કોઈ સરખામણી.

પદમા-કાન

    

“ક્રિસમસ ટ્રી ૨૦૧૫” શુભેચ્છા સહ-પદમાં-કાન

 

એક,બે,ત્રણ પ્રભુનો માનીએ ગણ,આ પૃથ્વી પર કરાવ્યું ઉતરણ

પ્રકૃતિમાં નિહાળીએ અનેક પ્રકારની વ્હેરાયટી

નાના નાના ઢીંગલા ઢીંગલી ને નાના સહુ પશુ પંખી,

મસ્ત બનીને ડોલે, ઓન ધી ક્રિસમસ ટ્રી.

નાના રંગની  નાના બલ્બમાં ,જ્યોતિ ઝબુકે પલકે પલકે

ઉપર નીચે ફેરા ફરતી ઓન ધી ક્રિસમસ ટ્રી.

આ પીંડ એક પેડ છે,એમાં જલાવો ડાળે ડાળે જ્યોતિ,

પ્રત્યેક સેલ સેલમાં થાય અનોખી અનુભૂતિ ,

ખૂબ સજાવો ને ગજાવો,

આનંદે નાચી ઊઠે,આપણું દેહ ક્રિસમસ ટ્રી.

નાચો,ગાવો,મોઝ મનાવો ,ને થઇ જાવો ટેન્શન ફ્રી.

બે હસ્ત જોડી માથું નમાવો ,ઈ જ છે  એક કી  

સુસ્વાગતમ બે હઝાર ને પંદર,કરો આંતર દર્શન

એટલી જ ફી છે ફ્રી,ઓન ધી ક્રિસમસ ટ્રી.

પદમાં-કાન

“જીવનની જીવંત વાત”-(12)પદમાં_કાન

 

ઉષા ઉગે ને પરીણમે સંધ્યામાં !

હજી તો દી ઉગ્યો ઉગ્યો ને પડી ગઈરાત!

ચક્કર ચાલે દિન  રાતનું જે ક્યારે ય ભેળા ન થાય!

આશા ઉરમાં એટલી કે નક્કી મળશું આજ ઉષા કે સંધ્યામાં?

બસ હવે તો આ આવી ગઈ રાત ને દિનની મિલનની વેળા

હવે તો હાથ છેટું,વેંત છેટુંત્યાતો નઝારો આખો બદલાઈ જાય!

ઉષા ઉગી ઉગી ને ત્યાં તો સવાર પડી ને દિવસ ઉગી જાય!

સન્ધ્યાના રંગ  જોયા ન જોયા હજી ત્યાં  તો રાત પડી ગઈ?

તેરે બીના મેરા કોઈ નહી કહેનાર મળે જો?

તો?તો  જાણો આખી  જિંદગી સુધરી ગઈ!   

એક દિવસ તેમને તાવ આવ્યો ને અમે ડોક્ટર પાસે ગયા.દવા આપી પણ ઘણા દિવસથી મારા મનમાં એક પ્રશ્ન  ઘોળાતો હતો.અમે બન્ને સાથે ચાલતા બહાર જતા ત્યારે તેમની ચપ્પલનો ઘસડાતો અવાજ્ હું  સાંભળતી .ક્યારેક શાંતિથી કહેતી કે પગ ઉપાડીને ચાલો તો આ ઘસડ પસડ અવાજ ન આવે.ક્યારે હું ગુસ્સો પણ કરતી.એ દિવસે મેં હિમ્મત કરીને ડોક્ટરને પૂછી લીધું,કે ચાલતા ઘસડવાનો અવાજ કેમ આવે છે? ડોકટરે દવા આપતા કહ્યું કે હું દવા આપું છુ પણ વહેલી તકે મુંબઈ જઈ બોમ્બે હોસ્પીટલમાં મોટા ડોક્ટરને બતાવો. એવું તો શું હશે કે બોમ્બે જઇને મોટા ડોક્ટરને બતાવવા કહ્યું?બોમ્બે ગયા,બોમ્બે હોસ્પીટલમાં મોટા ડોકટરે તપાસ્યું,સ્કેન કર્યું, નિદાન કર્યું .બીમારી તો પાર્કિન્સન.મારા બન્ને દીકરા મોટો અતુલ દોહા કતારમાં જોબ કરતો  ને નાનો ભણવા માટે અમેરિકામાં ન્યુજર્સીમાં હતો.મારી ભત્રીજી નલીની ANEANEJMAI અને જમાઈ ડો.શૈલેશભાઈ બંને ડો. તેમની સાથે તે રહેતો હતો.તેમને પૂછવાથી પાર્કિન્સન વિશેની માહિતી મળી.ને અમને તે જણાવ્યું.મગજની કોઈ એક નસ દબાઈ જવાથી લોહીનું પરિભ્રમણ ન થવાથી હાથપગમાં કમ્પવા શરુ થાય છે.બન્ને દીકરા અહી આવીને પ્રોબ્લેમ સોલ્વ કરી શકે એમ નોતા.એટલે બન્ને હતા ત્યાં જ પરદેશમાં રહ્યા.મારી દીકરી મેધાને હું મુંબઈ હોમ સાયન્સનું ભણવા મોકલવાની હતી તે મોકૂફ રાખી મારી મદદ માટે સાથે રાખી.

બીમારીનું કારણ જાણવા પાછળનો ઈતિહાસ જરૂરી.ત્રણ ભાઈઓનો પરિવાર એ બાવીસ માણસનું  સંયુક્ત કટુંબ.આખા ગામમાં ગવાતુ સંપ તો માધવલાલનો.કોણ કોના દીકરા,ને  કોણ કોની સાસુકે વહુ ન કળાતા સહુ મુઝવણમાં પડી જતા.

અમારા લગ્નની કંકોત્રીમાં તેમના નામની પાછળ મંગળદાસ વાચતા બધાને  ખબર પડી કે આ માધવલાલનો પુત્ર નથી.સહુથી મોટા માધવલાલ,સકરચંદ ને પછી મંગળદાસ.ત્રણેય દેરાણી જેઠાણીનો વ્યવહાર સગ્ગી બેનો જેવો.

આટલા મોટા પરિવારનું ગુજરા ન ચલાવવા માટે સોના ચાંદીની દુકાન,ખાદીભંડાર,મેડીકલ સ્ટોર,દલાલીનો ધંધો ને કનૈયા કેપ માર્ટ રેડીમેડ કપડાની દુકાન,ખુબ જાહોજલાલી.ચાર દીકરીના લગ્ન એક સાથે પછી બે દીકરીના સાથે લગ્ન થયા. એક પછી એક ધંધા બંધ થતા ગયા.નોકરી સિવાય બીજો આરો નોતો.આખો દિવસ ગલ્લા પર બેસનાર ઉભી નોકરી કેમ કરી શકશે?સદ નસીબે નામું લખવાની નોકરી મળી ગઈ.આ દરમ્યાન અમારું ઘર પણ બધા જુદા થઇ ગયા હતા.મારી દીકરી બન્ને ભાઈ કરતા નાની હતી.તે પણ ખુબ મહેનતુ હતી.કોઈ પણ કામ કરવામાં પાછી પડે એમ નોતી.તેની હોશિયારીને લીધે  ન્યાતમાં પ્રતિષ્ઠિત કુટુંબમાં તેના લગ્ન થઈ ગયા. જાલનાનું ભાડાનું મકાન ખાલી કરાવ્યું.અતુલે પુનામાં ફાતિમા નગરમાં ફ્લેટ બુક કરાવેલો તે સમયસર મળી જતા ત્યાં રહેવા ગયા.નવી જગા નવું ઘર ને બીજે જ દિવસે તે એટલે કે મારા પતિ ઘરમાં પડતાની સાથે હિપમાં ફેકચર થયું એક વર્ષ પુરુ થયું ને બીજા હિપમાં ફેકચર થયું.પડતા ,આખડતા છેવટે ૨૦૦૦માં અમે અમેરિકા આવી ગયા.તેમની પાર્કિન્સન બીમારીમાં ખાસ્સો વધારો થયો હતો.તે ઉભા થાય અને વળાંક લેવા જતા અચૂક તેઓ પડી જતા ,ખુબ જ ધ્યાન રાખવું પડતું,તેમને કઈ યાદ નોતું રહેતું.

અમેરિકામાં લે ઓફનું મોજું ચાલી રહ્યું હતું.અતુલ નીતિન બન્ને ઘરે હતા.અતુલને બીજે જોબ મળવાથી બહારગામ ગયો.અમે નીતીનના ત્યાં રહેવા ગયા.સાંજના ઘણું ખરુ નીતીન અમને પાર્કમાં લઈ  જતો.ફૂટપાથ પર ચાલતા હું પડી ગઈ પડતાની સાથેજ જમણા હાથના કાંડામાં ફેકચર અને ડાબા હાથની કોણીમાં મેજર ફેકચર.અતુલને દસ વર્ષનો શ્રેણિક અને આઠ વર્ષની વિધિ એમ બે બાળકો હતા.એમાં અમે બે મોટા બાળકો થઈ ગયા.ને આમાં અમારા બધાની પૂરે પૂરી કસોટી લેવાઈ ગઈ.

એક સોટી મને પડી પણ કસોટીમાં તો દરેક સભ્ય અ+ને યોગ્ય ઠર્યા.બન્ને દીકરા અતુલ,નીતિન, બને પુત્રવધુ દર્શા અને સ્મિતાએ અમારી જે લાગણી અને પ્રેમથી સેવા કરી છે તેનું વર્ણન કરવા મારી પાસે શબ્દો ખૂટી પડે.પણ એની કદર કરનારા અમારા નજીક વસતા વીણાબેન ને પદ્મકાંતભાઈ, વાસંતી માસીને પણ કેમ ભૂલાય? એક નાની શી મુલાકાતમાં અને અમારા માટે એવી જ ભાવના લઈને મુલાકાતે આવનારા ચંદુદાદાને તો હું જાણતી નોતી,આમને તો ખાસ મળવું જોઈએ એમ કહીને ઇન્દુબાને લઈને અમ આગણે પધાર્યા. આપણા સંસ્કારો શું છે એને જાણનારા,પરખનારા વિરલાઓ આ દેશમાં તેમની સુવાસમાં મ્હેકે છે,એની મને પ્રતીતિ થઇ. મોટાઓ તો પોતાની ફરજ સમજીને કરે પણ આઠ વર્ષની પોત્રીવિધિ અને દસ વર્ષનો પોત્ર શ્રેણિક પણ દાદા સાથે બોલ રમીને આનંદ કરાવતા ને હસાવતા.એ બહાને છોકરાઓ ગુજરાતી બોલતા શીખ્યા અને આ પેઢી સાથે અમે નજીક આવતા ગયા.દાદાને ડાયપર બદલાવવામાં નાક ચડાવ્યા વગર મને મદદ કરતા હતા.આ પેઢીનો પ્રેમ મળવો  એ પણ જીવનનો એક લાહવો છે.એપણ એક નસીબ તો ખરું પણ એ મેળવવા આપણો પ્રયત્ન એ પણ

ખુબ જરૂરી છે.

મુદ્દાની વાત,તેમની આવી પડેલી બીમારી પારકીન્સન.દવા એજ  એક ઈલાજ.બીજું ખાસ જ્ઞાન નહિ.ધીમે ધીમે કુદરતી ઉપચાર રેકી ,શિવામ્બુ,હિલીંગ બધું જાણવા મળ્યું.હું રેકી માસ્ટર થઈગઈ.હું રોજ સવારે પાંચ વાગે સવા  કલાક રેકી આપતી,આખા શરીરે શીવામ્બુની માલિશ કરીને મુલતાની માટીનો લેપ કર્યા પછી સ્નાન કરાવતી.ચાર વાગ્યા પછી થોડી કસરત અને રાતે સુતા પહેલા એક્યુપ્રેશર કરતી.આ જોઇને અતુલ,અને દર્શા મને કહેતા કે આટલી બધી મહેનત શા માટે કરે છે? નાના નાના  પ્રોબ્લેમ સોલ્વ થાય છે તાજી થયેલી તકલીફમાં રિલેક્ષ થવાય છે એ મારા રોજના અભ્યાસથી જે રેકી લેતા તેમને સારું લાગતું હતું તેની મને ખબર હતી.તેથી તેમના માટે મને આશા હતી. ને ડોકટરો પણ એમાં માંને છે તે તો ન્યુ જર્સીમાં મારી ભત્રીજી નલીની અને ભત્રીજા  જમાઈ બન્ને જણા અને ડો. દીકરો સાગર  અને તેની ફિયાન્સી સુઝેન બધાએ રેકી લીધીત્યારે જ મેં જાણ્યું. ,ડો.મારી સામે પેશન્ટ થઈને બેસી જાય તેનાથી મારી ખુશી અને શ્રધ્ધા અનેક ગણીવધી ગઈ.અમેરિકામાં મારે ઘરના કોઈ કામની જવાબદારી નોતી,મારી પાસે સમય હતો.મને કુદરતી ઉપાય  વિષે જાણવાની ધગશ હતી. મને નર્સ થવાનું ગમતું હતું.નર્સ થયા વગર સેવા સાથ જ્ઞાનનો મેવો અને સાથે સાથે કોઈને સારું લાગતું તે જોઇને પણ મનમાં છાનો આનંદ,સંતોષ હું અનુભવતી.

તેમની વિદાયના થોડા  દિવસ પહેલાની વાત.મને ઠીક નોતુ,તેમના  પલંગની સામે ચટાઈ પર હું સુતી હતી.હું ઉઠવા જતી હ્તી, અતુલે કહ્યું તું સુઈ જા પપ્પાને હું જોઉં છુ.તેણે તેમને બાથરૂમ કરાવ્યું તે તેમને ના ગમ્યું.દસ વાગી ગયા હતા, બીજે દિવસે જોબ પર જવાનું તેથી અતુંલને મેં સુવા જવા દીધો.તેમની સામે નજર રાખતા બાર વાગી ગયા.એટલે ધીરેથી હું ઉઠીને તેમની પાસે જઈને પૂછ્યું કાઈ કામ છે?આમેય એમને ગુસ્સો બહુ હતો.રુઆબની અદાએ મને કહે કઈ જરૂર નથી.મેં શાન્તીથીજ  કહ્યું મારામાં બોલવાની શક્તિ નોતી, તો સારું હું સુઈ  જવુંછુ એમ કહીને જ્યાં ફરવા જાઉં ત્યાં તો મારું બાવડું પકડી લીધું ને એક નાટકીય ઢબે મને શું કીધું? તેરે બીના મેરા કોઈ નહિ!એક બીજાને આશ્ચર્યથી  જોતા અમે હસી પડ્યા.મને કહે તને ઠીક નથીને તો   તું સુઈજા .આ બનાવને  થોડા જ દિવસ થયા તેમના શ્વાસમાં મને થોડી ગરબડ લાગી.તેમના બન્ને ચરણને સ્પર્શ કરતા મેં ભગવાનને પ્રાર્થના કરી ત્યાં તો આંખો ખોલીને મને પૂછ્યું કેમ શું વાત છે?એકદમ સાજા  માણસ વાત કરે એ રીતે .એકદમ હું મુંજાઈ ગઈ તમારી તબિયત સારી નથી એ કેમ કહેવાય?

તરત જ મેં ફેરવી વાળ્યું ને કહ્યું મારી તબિયત સારી નથી તો મને થયું કે આપણા જીવનમાં મારાથી કઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા યાચું છુ.ને હજી કઈ ,હજી કઈ બે ત્રણ વાર મને પૂછ્યું.જે લાગણીથી એ પૂછી રહ્યા હતા એ જીવનમાં મેં કયારેય અનુભવી નોતી,એ જે રેકી લઈ રહ્યા હતા તેનું જ આ પરિણામ હોઈ શકે.બાકી તો આપના કર્મો તો ભોગવ્યે જ છુટકો.ને હા જીવન એ એક લેણાદેણીનો સમ્બન્ધ છે.છેલ્લે આપણા કર્મ માટે,ફરજો માટે આગ્રહ રાખવા જોઈએ,પણ કર્મફળ વિષે તો જે મળે કે છુટી જાય એ પ્રભુપ્રસાદ જ છે.દર્શને આવનાર દરેક વ્યક્તિના મુખમાંથી એક જ ઉદગાર મુખ પર કેટલું તેજ છે!અસ્તુ.

પદમાં_કાન    

“ફયુનરલ_હળવે હૈયે”-પદ્મા કાન્ત

૩૦ નોવેમ્બેર ૨૦૧૫

“ફયુનરલ_હળવે હૈયે”

“ફયુનરલ” અને તે પણ હળવે હૈયે? એ કેવી રીતે બને? એના માટે સારા વિચારોનું મંથન અને નવા વિચારોનું  જીવનમાં અપનાવવું એની તેયારી ને એના માટે મનને મનાવવું પડે છે, જો એ તેયારી તમે રાખી હશે તો કોઈ પણ ‘ફ્યુનરલ ’ હળવે હૈયે હકીકતમાં અનુભવશો.

હવે યુગ પરિવર્તન આવી રહ્યું છે.ને તે નવા વિચારોનું પરિવર્તન સમાજમાં જ્યાં ત્યાં દૃષ્ટિગોચર થઈ રહ્યું છે. ગીતામાં તો કૃષ્ણ ભગવાને કહ્યું છે કે આત્મા મરતો નથી,જુના વસ્ત્રનો ત્યાગ અને નવા વસ્ત્રનું પરિધાન, તો શોક શાને? જનાર વ્યક્તિને યાદ જરૂર કરો રડતા રડતા નહિ પણ સાથે સાથે વિતાવેલી આનંદની પળોને સ્મૃતીમાં રાખી. તમે રડશો, દુખી થશો તો એ આત્માને દુઃખ થશે.તમે દુખી થઈ એ આત્માને દુખી કરો છો

‘ફ્યુનરલ’ – હળવે હૈયે –  એ કેવી રીતે થાય તે મારા નિકટની વ્યક્તિ અને  મારા મિત્રોના જીવન દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરીશ.

 

જીવન સાથી નો મારો પોતાનો અનુભવ

જીવન કેમ વિતાવ્યું કે કેમ વીત્યું તેની લાંબી કથા કરતા અંતિમ વિદાયની વિતાવેલી અંતિમ ક્ષણો મારા જીવનસાથી સાથેની. એક દિવસ સવારે તો પેટ ખખડીને સાફ થઈ ગયું છે ને કફ પણ એક જાર ભરીને નીકળ્યો એટલે શ્વાસમાં જે ખરખર અવાજ આવતો હતો તે પણ બંધ થઇ ગયો એટલે લાગ્યું કે એમને થોડી શાંતિ લાગે છે એનો પણ મને ઉચાટ થવા લાગ્યો કદાચ છેલ્લા શ્વાસ તો નહિ હોય?

છેલ્લા શ્વાસ સદા ત્રણ ઘડીનો ,સાડાત્રણ દિવસનો હોઈ શકે એવું આટલા વર્ષોમાં થયેલા પરિવારના ને અન્ય મરણથી એટલું મને જ્ઞાન હતું.મારા દીકરાને વાત કરી. ડોક્ટરને ઘરે બોલાવ્યા. ડોકટરે રાત સુધીનો સમય છે એમ  કહ્યું.બીજા દીકરાને ઓહાયો જાણ કરી. તેને થયું કે તમે હોસ્પીટલમાં કેમ દાખલ  નથી કરતા?  અમારા મનમાં હતું કે ઘરમાં હોય તો પરિવાર જનો બધાય સાથે હોય. હોસ્પીટલમાં એક જણ દર્દી પાસે રહી શકે ને બીજા બધાનો સમય દોડાદોડીમાં જાય. ઘરમાં બધા પરિવાર જનોના સાથમાં, શ્રી કૃષ્ણમ્‍ શરણમ્‍ મમ” નો મંત્ર ગુંજી રહ્યો હોય ને એજ પવિત્ર વાતાવરણમાં સ્વજનની વિદાય થવી એનાથી વધુ કલ્યાણકારી બીજું શું હોઈ શકે? ઘડી પલ સહુના જીવનમાં આવવાની છે તો મૃત્યુને પણ સહર્ષ સ્વીકારી જીવનું પણ કલ્યાણ થાય શું એટલું આપણે ના કરી શકીએ? મેં નક્કી કર્યું હતું તેમની પાછળ  હું એક પણ આંસુ નહિ વહાવું.કારણ કે આપણું  જીવન અનેક જન્મોના કર્મોનો સાર છે. એમાં આપણે કઈ ફેરફાર નથી કરી શકતા,વળી એમ સાંભળ્યું પણ છે જેની અંતિમ ઘડી સુધરી તેનું જીવન સુધરી ગયુંને સાથેસાથે મૃત્યુ પણ.ગળાસુધી ડૂમો ભરાઈ આવતો ડૂમાને ગળે ઉતારવા હું  બધી શક્તિને ભેગી કરી સાથે સાથે પ્રાર્થના કરતી હતી તેમને મનમાં વિનવણી કરતી હતી બસ થોડી ક્ષણ થોભી જાવ ઓહાયોથી નીતિન નાનો દીકરો અને સ્મિતા આવી રહ્યા છે. મોટા દીકરા અતુલને  ખબર હતી કે રાતે દસ વાગ્યા સુધીનો સથવારો છે  પણ મને નોતું કીધું.પણ પણ સમય સુચકતા વાપરીને અતુલે  વેબકેમ સેટ કરી દીધું જેથી ભારતમાં  મારી દીકરી મેધા અને અન્ય પરિવાર જનોને સંતોષ થયો તેમની અંતિમ ઘડી બધા જોઈ શક્યા તેનો સંતોષ હતો.

એજ સંતોષનો પડઘો મૃતાત્માના ચહેરા પર વર્તાતો હતો. જીવતા હતા ત્યારે મંદવાડની છાયામુખ પર વર્તાતી હતી પણ અંતિમ વિદાય પછી દર્શન કરવા આવનાર બધાના મુખમાં એક શબ્દ સાંભળવા મળતો કે મુખ પર કેટલું તેજ છે?  ને ફ્યુનરલ? હળવે હૈયે.

મારી સખી ભાનુ

મારી સખી ભાનુની વાત કરુ તો અમેરિકામાં હતી ત્યારે અવાર નવાર અમારે વાત થતી હતી. ઇન્ડિયા ગયે માંડ મહિનો થયો હશે ને સમાચાર મળ્યા કે તેમને મગજનું કેન્સર 5×5 ઈંચનું હતું .ને ઓપરેશન કરવું પડશે. અમેરિકાથી તેમની ડોક્ટર પોત્રી અને દીકરો નૈમિષ અને પુત્રવધુ સાધના દાદીને જોવા ઇન્ડિયા પહોચી ગયા. ભાનુનો વર સુધાકર અને પરિવાર વિચારી રહ્યા હતા કે ઓપેરશન કરાવવું કે કેમ?

આટલું મગજ કાપી નાખો તો બાકી શું રહે? તેમના બધા રીપોર્ટ જોતા ભાનુ ત્રણ મહિનાની મહેમાન છે એતો સૌને ખબર હતી. ભાનુ કહે “શાની ચિંતા કરો છો?” તેણે ઓપેરેશન કરાવવાની મના કરી અને કહ્યું જેટલું આયુષ્ય છે તેટલું બધા સાથે રહીને આનંદ કરીએ. સૌ ડો.મનુભાઈ કોઠારીને મળ્યા. એમની સ્લાહ – “બેનને શાંતીથી જવા દ્યો.”  ને બસ તે દિવસે નક્કી કર્યું ને ઘર બંધ કરી તેમને હોસ્પીટલમાં એક બધી સગવડ વાળો રહેવાને જૂદો ફ્લેટ મળી ગયો.સાથે વિતાવેલા છેલ્લા દિવસોએ બધાના મન પહેલે થી હળવા કરી દીધા હતા. ઓપરેશન પણ ન કર્યું અને રોજની પંદર દવાને બદલે રોજને માત્ર બે-ત્રણ ગોળી લીધેલી.

૩૦ સપ્ટેમ્બર ૨૦૦૭ ની તારીખે સૌને ખબર છે કે જવાની તારીખ ૮ ડિસેમ્બર૨૦૦૭ ની છે – આ જાણવા છતાં સૌ સાથે રહ્યા, કેસેટનાં ગીતો સાંભળ્યાં અને આખરે ભાનુએ પાંચ દિવસ વહેલી ૩ ડિસેમ્બરે ૨૦૦૭ ની તારીખે વિદાય લીધી.

સામાન્ય રીતે તો આપણામાં સ્ત્રીઓ સ્મશાને નથી જતી હોતી.પણ ભાનુની દસ બાર સખીઓ તો તેની વિદાયના સમાચાર સાંભળતા સ્મશાને પહોચી ગઈ. ભજન પછી હળવે હૈયે ફ્યુનરલ થઈ.

મારા ફોઈબાનો દીકરો જીતેન્દ્ર

હજી એક તાજો દાખલો. જીતુ એટલે મારો ફઈબાનો દીકરો.અમે સાથે ભણતા.જીવન સંગ્રામમાં લડતા લડતા ખુબ સારી પ્રગતી કરી.તેના પ્રમાણમાં મંજુ થોડું  ઓછુ ભણેલી ને વધુ ગણેલી. બીઝનેસ બહુમોટો તેથી જીતુને વારવાર દેશ વિદેશ જાવુંપડતું. જ્યાં જાય ત્યાં હંમેશા મંજૂને સાથે લઈને જ જાય. એમનો સહચાર અવનવો અને બેનમૂન.

ઓચિંતો એક દિવસ આવી ગયો. ન્યુમોનિયાની સાથે જીતુ વેન્ટીલેટર પર આવી ગયો ને અંતિમ દિવસ આવી ગયો. ખડે પગે મંજુ અને પરિવાર સાથે જ  હતાં. હકીકત સમજવા મંજૂનું મન માનતું નોતું. થોડા દિવસ પછી આ મિત્ર સુધાકર ત્યાં પહોચી ગયા.તેમની સાથે બધી જીતુની વાતોને યાદ કરીને મંજુ સાથે સહુ પરિવારને હળવા કરી દીધા

ડો. મનુભાઈની પોતાની પ્રાર્થન સભા

હજી એક છેલ્લી વાત  ડો. મનુભાઈ કોઠારીની પોતાની છે. ઘરમાં પત્ની સાથે ચાર ડોક્ટર. એક દિવસ સવારે ત્રણ વાગે ઊઠીને કહે “મને બરાબર લાગતું નથી.”  ઘરના કોઈ માને ? મનુભાઈ કહે “અંત આવી ગયો છે.”  પણ પરિવારે ડોક્ટરોને ફોન કરી દીધા. એ કોઈ આઅવે તે પહેલાં મનુભાઈએ વિદાય લીધી.

એમની પ્રાર્થના સભામાં ગીત, સંગીત અને નૃત્ય, હાસ્ય અને રમૂજનો  જલસો હતો.સરવાળે, મેં અનુભવ્યું છે,  જોયું છે અને જાણ્યું છે – મૃત્યુ પણ જોઈ , જાણી, અનુભવી શાંતીથી સ્વીકારી શકાય છે. અને વ્હાલાં સ્વજનને વિદાય આપી શકાય છે. હળવે હૈયે.

પદ્મા કાન્ત