મિત્રો
આજે જ્યારે દુલા ભાયા ‘કાગ’ની પુણ્યતિથિ છે ( અવસાન – 22-2-1977)
ત્યારે દુલા ભાયા કાગ !તમે કેમ યાદ ના આવો ?
કવિશ્રી દુલા ભાયા કાગ -”કાગબાપુ”-અમે તમારાં ભજનો ગાઈને તમને યાદ કરીએ છીએ. !હૈયાનાં ઉંડાણોમાંનો આ અતિથિ સત્કારનો સાદ ઝીલવાની અને સાચવીને ઉપયોગમાં લેવાની શક્તિ અને બુદ્ધિ પરમ કૃપાળુ પરમેશ્વર સૌને અર્પે!એ એમને માટે સાચી અંજલિ બનશે
કવિ કાગની પુણ્યતિથી છે. તેમને આપણી શ્રદ્ધાંજલી. માણીયે તેમનું આ ગીત.
તારે આંગણિયે કોઇ આશા કરીને આવે રે…
આવકારો મીઠો….આપજે રે …. જી….
તારે કાને કોઇ સંકટ સંભળાવે રે…
બને તો થોડું……કાપજે રે…. જી…..
માનવીની પાસે કોઇ…..માનવી ન આવે… રે…..
તારા દિવસો દેખીને દુઃખિયાં આવે રે….
આવકારો મીઠો….આપજે રે ….જી….
કેમ તમે આવ્યા છો?…. એમ નવ કે’જે…..રે…
એને ધીરે રે ધીરે તું બોલવા દેજે રે..
આવકારો મીઠો…..આપજે રે…..જી…
વાતું એની સાંભળીને….આડું નવ જોજે….રે….
એને માથું રે હલાવી હોંકારો દેજે રે..
આવકારો મીઠો…..આપજે રે….જી….
પેલા એને પાણી પાજે……સાથે બેસી ખાજે….રે…..
એને ઝાંપા રે સુધી તું વળાવા જાજે રે…
આવકારો મીઠો…. આપજે રે….જી….