શુભેચ્છા સહ..(6)નિહારિકા શશીકાંત

ભારતીયો જ્યાં રેહતા હોય ત્યાં ભારતીય તહેવારો આનદથી ઉજવે છે. ભારતીયો નવુંવર્ષ કારતક મહિનાની એકમના દિવસે ઉજવે છે. આ દિવસે લોકો એકબીજાને શુભેચ્છા પાઠવે છે.

” નવુંવર્ષ દરેક વ્યક્તિને સુખદાયી, લાભદાયી, યશસ્વી નીવડે, ઉમંગો જીવનને નવો આનંદ આપી મધુરતાથી ભરી દે, આપણે બધા ધરતીમાતાની ઉદારતા અને આકાશ જેવી વિશાળતાથી એકબીજાને મદદ કરવા હંમેશા તૈયાર રહીએ. દરેકના જીવનમાંથી ભય, દુઃખ, નિરાશા નો નાશ થાય અને સુખશાંતિથી જીવન ખુશખુશાલ બને, ભગવાનની ભક્તિ કરી જીવનને આદર્શ બનાવીએ”
વિજ્ઞાનની પ્રગતિ સાથે દુનિયામાં અશાંતિ પણ વધી છે.” જે પોષતું તે જ મારતુ એવો દિશે ક્રમ કુદરતી.” તે પ્રમાણે અત્યારના જમાનામાં લોકો કુદરતે આપેલી અને બીજાઓએ આપેલી તેવી ઘણી મુશ્કેલીયોનો સામનો કરે છે ત્યારે શુભેચ્છા સાથે મારે એટલું જ કહેવું છે કે,” એકબીજા તરફ દેવ દ્રષ્ટિથી જુઓ, દરેક માં રહેલા દેવત્વને જાણી, એકબીજાનું મંગલ ઇચ્છો અને જગત માં માંગલ્ય વરસાવો, વિચાર વાણી અને વર્તનમાં એકતા આચરી એકબીજા ને આશીર્વાદ આપો. દરેકનું ભલું ઈચ્છો, એકબીજા ને મદદ કરી તારક બનો અને સર્વકલ્યાણ ઈચ્છી સુખી કરો. સત્કર્મ કરી જગત નું  કલ્યાણ કરો. મંગલકામનાઓથી જગતને તમામ સુખ શાંતિ  થી ભરી દો.”
આપણા ભારતદેશની મહાનતાના ગુણગાન ગાતા આપણા જીવનને મહાન બનાવીએ તેવી શુભેચ્છા સહ
નિહારિકા શશીકાંત વ્યાસ ના પ્રણામ