કયા સંબંધે -(10) નિહારિકાબેન વ્યાસ

માતાના ગર્ભાશયમાંથી જ આત્માના સંબંધો શરુ થઇ જાય છે,આ દુનિયામાં માં શરીર ધારણ કરી અનેકાનેક સંબંધોથી શરીર જોડાય છે. પૂર્વજન્મના અને આ જન્મના કર્મના હિસાબો પ્રમાણે સંબંધો જોડાય છે. અને છુટી જાય છે. દરેક સજીવના શરીરમાં પરમાત્મત નો અંશ રહેલો છે. જેને શુદ્ધ આત્મા આપણે કહીએ છીએ. આત્માની સાથે કર્મના હિસાબોનું આવરણ હોય છે. જેને પુણ્ય અને પાપ કહીએ છીએ આના આધારે સુખ અને દુઃખ પ્રાપ્ત થાય છે.

સંબંધ એટલે શું ?સંબંધ એટલે કર્મનો હિસાબ ,વ્યક્તિ પોતાના કર્મના હિસાબો પ્રમાણે સંબંધોથી જોડાય છે. અને તે હિસાબ ચુકતે થતા સંબંધ પુરો થઇ જાય છે. આમ જન્મથી ઘડપણ સુધી અમુક સમયે અમુક વ્યક્તિ સાથે જોડાય છે. અને કર્મ અનુસાર છુટા પડે છે. આમ જેટલો જેવો હિસાબ હોય તે પ્રમાણે વ્યક્તિઓ તરફથી સુખ અને દુઃખનો અનુભવ થાય છે.

જીવનના બે અંતિમ છેડા વચ્ચે  સગા વ્હાલા,મિત્રો, પરિવાર પતિ પત્ની ,માબાપ એવા નેક સંબધો લોહીના કે મિત્રતાના કે સ્નેહના કે વાત્સલ્યના ,નફરતના કે દુશ્મનીના ​આવા અનેક રૂપે માનવી સંબંધોને  અને સંબધોથી સુખ અને દુઃખ મેળવે છે. કેળવે છે.  ક્યારેક વિકસાવે છે. ક્યારેક ખુદ પોતે વિકસે છે. મુળમાં કર્મનો હિસાબ જ ચુકવતા હોય છે.નિશ્ચિત સમયે, સ્થળ અને એ વ્યક્તિ હોય જ છે.ક્યારેક વિચારજો અમુક સમયે અમુક વ્યક્તિ અમુક સ્થળે મારા જીવનમાં કેમ આવી ?

આપણે બધા જ કોઈ ક કર્મો થકી ભેગા થઈએ છીએ,આત્માના કર્મનો હિસાબ પ્રેમ, ધ્રુણા, નફરત  વગેરે સંબંધો થી બંધાય છે. અને છુટી જાય છે. પ્રેમતત્વ સંબંધો ને  જાળવી રાખે છે.  સાચો શુદ્ધ પ્રેમ આખા જગતનું સંચાલન કરી રહ્યું છે. તે તત્વનો છે. જેનાથી આખા જગતને સુખ અને પ્રેમનો અનુભવ થાય છે. દરેકનામાં પરમાત્માને જોઈ તેની તેની સાથે નિર્મળ પ્રેમ રાખીએ તો આખું જગત આપણને પ્રેમમય જ લાગશે માટે જ કહ્યું છે કે …..

એવો દિ  દેખાડ વહાલા

એવો દિ  દેખાડ કે દેખું તારું રૂપ બધે

દરેક વ્યક્તિ માં તારા સંબધને અને તારા સ્વરૂપને નિહાળું જેથી તારા જીવી નિર્મળતા ,સહજતા અને સરળતા હું દરેક સંબંધમાં માણું ,સંત કે ફકીર જેવી શુદ્ધતા હું દરેક સંબંધમાં નિહાળું ,આ આવરણો વિનાના સંબંધો મને નિસ્વાર્થ બનાવે અને હું કોઈપણ આવરણો વિના તારા જ સ્વરૂપ ને હું સ્વીકારું.

“જો આનંદ સંત ફકીર કરે વો આનંદ નહિ અન્ય સબંધમે

સુઃખ  અને દુઃખ  સમતા સાથે રહે

તો કુછ ખોફ નહિ જીવનમેં

શ્રી  કૃષ્ણ ગોપીઓનો પ્રેમ અમર છે શુદ્ધઆત્મા એટલે શ્રી કૃષ્ણ  અને ઈન્દ્રીઓ તે ગોપીઓં આપણી ઈન્દ્રીઓ પરમાત્મા માં જ સંબંધ કેળવી મગ્ન રહે તો અમર તત્વ પામી મોક્ષ ને પામે આ જગત શુદ્ધ આત્માના સંબંધે ચાલી રહ્યું છે. અને ચાલતું રહેશે. દરેકમાં પરમ તત્વને ઓળખી આનંદથી આ સંબધો માણીએ તો ……

નિહારિકાબેન  વ્યાસ

તસ્વીર બોલે છે (23) નિહારિકા શશીકાંત વ્યાસ

80646

ચિત્ર દર્શન

        આ ચિત્ર જોઇ મને વિચાર આવે છે કે એક સમર્થ તાકાત વાર આત્મા પરમાત્માની વિશાળતા નું ઘણા ઊંચેથી દર્શન કરી રહ્યો છે. આ આત્મા એ ધારણ કરેલા શરીરને એક આલંબન રૂપી લાકડી મળી છે આ ચિત્રમાં તમે જ જુઓ!  એટલી બધી ઊંચાઇ છે કે જ્યાંથી ઊંચા પર્વતો ની ટોચ દેખાય છે.  વિશાળ આકાશને સ્પર્શતી પર્વતો ની ટોચ અને બ્રહ્માંડ જેવું વિશાળ આકાશ.  એક સ્લ્લ્કડીનો સહારો – છુટી જાય તો નીચે ક્યાં પડાય તે કહેવું જ મુશ્કેલ! ત્યારે આવા સમર્થ ગુરુના ચરણ ને તેમના શિષ્યે પકડી લીધો છે અને ગુરુના જ્ઞાન ને પ્રાપ્ત કરી રહ્યો છે.

        આ દુનિયામાં કંઇક તો આધાર જોઇએ તો ગુરુને પણ આત્મ જ્ઞાન રુપી લાકડી મળી છે. જેના આધારે તે સર્જનહાર અને તેમણે બનાવેલા ત્રણ લોક નું દર્શન કરી રહ્યા છે ત્યારે તેમના ચરણ પકડી ઓછી તાકાત ધરાવતો અજ્ઞાની શિષ્ય ગુરુ નાં શરણે  જઈ રહ્યો છે.  તેમના ચરણ ગ્રહણ કરી પોતાના આત્મા પણ ઉર્ધ્વ ગતિએ પહોંચાડવા પ્રયત્ન કરી આત્મા છે.

આ દુનિયામાં ગુરુ નું જ્ઞાન કથીર જેવાને કંચન સમાન બનાવે છે. સાત્વિક, જ્ઞાની ત્યાગી પરમહંસ કોટી ના સંત ના ચરણો પકડી લેવાથી આત્મા પરમાત્મામાં પામે છે .આત્મા ને મોક્ષ મેળવવો હોય તો સંસાર ની તમામ લાલચ ને છોડી સમર્થ સાચા સંત ના ચરણમાં સ્થાન લેવું પડે છે. ત્યારે જ સાચું આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે.

જીવન પણ આવુ જ છે.સમર્થ ગુરુ જેમણે જ્ઞાન રૂપી લાકડી પકડી પોતાના જીવનને ઉર્ધ્વ ગતિએ પહોંચાડ્યું છે. જ્યાં પહોંચ્યા છે ત્યાં સંસાર ની – દુનિયાની કોઇ જ વિટંબણા નથી, ફક્ત અલૌકિક પરમાત્મા ના દર્શન છે. આ પરમાત્મા ના દર્શનનું જ્ઞાન પરમાત્મા પ્રાપ્તિની કક્ષાએ ગુરુ પહોંચેલા છે જ.  તેમનો ચરણ પકડી શિષ્ય તેમની કક્ષા સુધી પહોંચવા પ્રયત્ન કરી આત્મા છે.  કહ્યું છે કે “ગુરુ ગોવિંદ દોનુ ખડે કીનકો લાગુ પાય, બલિહારી ગુરુ દેવકી, જિને  ગોવિંદ દિયા  બતાય”.  આ પ્રમાણે જ્ઞાની સંત ગુરુ નું શરણ સ્વિકારવાથી ગુરુ આત્મા ને પરમાત્મામાં ભેળવા લાયક બનાવે છે. અહિંયા આ ચિત્રમાં લાકડી એ જ એક આધાર છે જે પરમાત્મા પ્રાપ્તિનું જ્ઞાન રૂપી સાધન છે જેને ભક્તિ પણ કહી શકાય.  આ ભક્તિ રૂપી લાકડી ના આધારે પરમાત્માએ બનાવેલી સૃષ્ટિનું અને સર્જનહાર નું બન્ને નુ શુધ્ધ દર્શન થાય છે અને તેના માટે કોઇ શબ્દ પણ નથી જ.

“ગુંગાને જ્યોં ઘેબર ખાઇ, ડ્કાર માત્ર દિખાઇ”  ગુરુજી જોઇ રહ્યાં છે કે “કલ્હિલ બ્રહ્માંડ માં એક તું શ્રી હરી” સમર્થ ગુરુ નો ચરણ પકડી તેમના આશ્રયે તેમનો શિષ્ય આ જગતના બંધનમાંથી મુક્ત થઇ બ્રહ્માંડ ના દર્શન કરવા ઝંખી રહ્યો છે અને આવા સમર્થ ગુરુ નો આશરો મળ્યા પછી તેને શ્રધ્ધા છે કે ઊર્ધ્વગતિ કરતા આગળ વધતા ના ચરણ પકડવા થી બીજાને પણ તે ગતિ જરૂર થી મળે છે. કહે છે ને કે સમર્થ ઘરના શ્વાન ને પણ માન પાન મળે છે તો ઓહિયાં જે ગુરુ મોક્ષ પ્રાપ્તિની કક્ષાના છે તેમનો ચરણ પકડી જ્ઞાનની કક્ષા પ્રાપ્ત કરી શિષ્ય પણ પરમાત્મા ના દર્શન કરવાનો જ છે. જગતની વિઅંબણાથી ઘેરાયેલ માનવી જ્યારે સમર્થ ગુરુના ચરણ પકડે છે અને ગુરુના માર્ગદર્શન હેઠળ જ્ઞાન પ્રાપ્ત કરે છે ત્યારે તે આત્મા ને પરમાત્મામાં ભેદ ઉકેલે છે પરમહંસ કોટી ના ત્યાગી, જ્ઞાની સંતો પારસ સમાન હોય છે.  અરે! તેઓ તો તેનાથી પણ આગળ હોય છે.  પારસ લોખંડ ને અડીને સોનું બનાવે છે પણ સંતો તો તેમના ચરણ પકડી તેમના આપેલા જ્ઞાન ને આધારે સાત્વિક જીવન તેમના સમાન જ બનાવે છે. એટલે કે સંત ગુરુ પારસ છે તો શિષ્યને પણ પારસ જ બનાવે છે. લોખંડ જેવા માનવીમાં પરિવર્તન આવે છે અને પારસ જ બનાવે છે. આમ જ્ઞાન થકી ઉંચ કક્ષાએ પહોંચેલા ગુરુના ચરણ પકડી શિષ્ય પણ પરમાત્મા સુધી પહોંચી શકે છે

આપણા ભારત દેશમાં ગુરુની પરંપરા ચાલી આવે છે. તેમાં ગુરુ કરતાં તેમની પાદુકાનું મહત્વ વધારે હોય છે અથવા પાદુકાજીમાં ગુરુના દર્શન કરવામાં આવે છે.  માથાની પાઘડી કરતાં પાદુકા ને પૂજનીય ગણાય છે કારણ પાદુકા ચરણમાં રહેલી છે.  તેથી જ આ ચિત્રમાં નાના દેડકા એ મોટા ગુરુનો ચરણ પકડ્યો છે.

નિહારિકા શશીકાંત વ્યાસ

 

નિહારીકાબેનને અભીનંદન

નિહારીકાબેન “બેઠક” આપના માટે ગૌરવ અનુભવે છે

મિત્રો આપ સહુ નિહારીકાબેનને જાણો છો
બેઠકમાં અને શબ્દોનાસર્જન પર એમની રજૂઆત લઈને આવતા હોય છે
લો આ તસ્વીર જોયા પછી ઓળખીજ જશો.

ખુશીની વાત એ છે કે તેમના લેખો અવારનવાર છાપામાં આવે છે.નિહારીકાબેન એક  શાંત દેખાતી પ્રતિભા ખુબ સરસ લખાણો દ્વારા લોકોના હૃદય સુધી પોહોચેલાં છે ,હું વધુ કહી કહું એના કરતા એમના આ લખાણ વાંચી અભિનંદન આપવાની આપ બધા તક ઝડપી લો તો સારું…. 

Copy of P8-GTN-VISHESH-10-02-2015

P8-GTN-VISHESH-10-02-2015-niharika

P10-GTN-satnram-mandir-vishesh-30-12-2014

 

 

થોડા થોડા થાવ વરણાગી-(12)નિહારિકા શશીકાંત વ્યાસ

મનુષ્યના શરીરમાં ‘મન’ નું કાર્ય મુખ્ય હોય છે.  કહેવત છે કે “મન હોય તો માળવે જવાય” એટલે કે મનનો દ્રઢ નિશ્ચય હોય તો તેમાં જરૂરથી સફળતા પ્રપ્ત થાય જ.  પરંતુ મનુષ્યના મનમાં ભગવાને કામ, ક્રોધ, ઇર્ષા, લોભ, મોહ,કપટ, જેવી મનોવ્રુત્તિઓ મુકી દીધી છે જેનાથી જગત ચાલી રહ્યું ચે. પણ, ‘મન’ જ્યારે આ બધાથી મુક્ત થઈ જાય છે ત્યારે જ આત્માને પરમાત્મામાં મળવાને લાયક બનાવવાની પ્રવ્રુત્તિઓ કરવા માટે પ્રેરાય છે. જેઓએ સાચે જ જહતના લોકોનું કલ્યાણ કર્યું છે અને જગતના લોકોને જીવન જીવવાનો સાચો માર્ગ બતાવ્યો છે તેમણે ક્યારેય ભગવા વસ્ત્રો ધારણ કર્યા નથી, પરંતુ તેમેણે તેમના મનને જ ભગવુ બનાવ્યું છે.ભગવો રંગ તે વૈરાગ્યનું પ્રતિક છે.જ્યારે મન કામ, ક્રોધ, ઇર્ષા, લોભ, મોહ,કપટ, જેવી મનોવ્રુત્તિઓમાંથી નીકળી જાય ત્યારે જ સાચો વૈરાગ્ય પ્રાપ્ત થાય છે અને ત્યારે જ ‘મન’ દ્વારા સાચા અર્થમાં લોકહિત થઈ શકે બાકી આ જગતમાં બધા જ વ્યર્થ ફાંફા છે.  આટે જ કહ્યું છે કે “મનને જીત્યું તેણે જગતને જીત્યું”.

મીરા, નરસિંહ, શ્રી રંગાવધૂતજી, શ્રી કેવલાનંદજી, શ્રી દાદાભગવાન જેવા ઘણાએ મનને જ ભગવું બનાવ્યું અને ઉપદેશ તેમેના જ જીવન દ્વારા આપ્યો કે દરેકમાં પરમાત્માના દર્શન કરી તે પ્રમાણેનું વર્તન વ્યવહાર કરો.  જ્યારે બીજાનામાં રહેલા દૈવીતત્વને સમજા જઈશું ત્યારે આપણે સાચો વ્યવહાર અને વર્તન કરીશું.

પરમાત્મા પ્રાપ્તિનો સાચો સાચો માર્ગ, “ભોગ” નો નહીં પરંતુ “ત્યાગનો” છે.જ્યાં ત્યાગની મનોવ્રુત્તિ છે ત્યાં જ સુખશાંતિ છે.સાચા અર્થમાં જ્યારે મનમાંથી કામ, ક્રોધ, ઇર્ષા, લોભ, મોહ,કપટ, જેવી મનોવ્રુત્તિઓ નાશ પામશે ત્યારે જ બીજાનામાં પરમાત્માના દરશન થશે જ અને ત્યારે જ જગતમાં સાચુ સુખ અને શાંતિ સ્થપાશે.

જ્યારે મનમાં શ્રધ્ધા  ઉત્પન્ન થશે કે આત્માને પરમાત્મામાં ભળવાને લાયક  બનાવવો છે ત્યારે જ મન આ બધામાંથી મુ;ક્ત શઈ શકશે અને પરમાત્માને પ્રાપ્ત કરવાનો  સાચો લોકકલ્યાણનો માર્ગ અપનાવશે.

હું આ બધું તમને ઉપદેશ આપવા કહેતી નથી પરંતુ હું તો મારા જ મનને કહું છું કે હે! મન હવે તું થોડૂં થોડૂં પરમાત્માને પ્રાપ્ત કરવા તરફ વરણાગી બન, હવે અડસઠ તો ગયા પણ જે રહ્યા છે તેને સુધારવા( પરિવર્તન )માટે તું પરમાત્માને પ્રાપ્ત કરવાની સાચી શ્રધ્ધા પ્રાપ્ત કર. “શ્રધ્ધા શું શું ના કરે!શ્રધા અમ્રુતવેલ, મ્રુતને સજીવન કરે, એ શ્રધ્ધાનો ખેલ”

વાલીઓ લુટારો એક જ ક્ષણમાં મનની વ્રુત્તિઓને બદલીને વાલ્મિકિ ૠષિ બની ગયો તો હું પણ મારા મનને કહું છું કે હવે તું નિહારિકા નામના શરીરમાં રહેલા આત્માને પમાત્મામાં ભેળવવા લાયક બનારવા માટે વરણાગી બન.  પણ મન માને તો ને?

 નિહારિકા શશીકાંત વ્યાસ

શુભેચ્છા સહ..(6)નિહારિકા શશીકાંત

ભારતીયો જ્યાં રેહતા હોય ત્યાં ભારતીય તહેવારો આનદથી ઉજવે છે. ભારતીયો નવુંવર્ષ કારતક મહિનાની એકમના દિવસે ઉજવે છે. આ દિવસે લોકો એકબીજાને શુભેચ્છા પાઠવે છે.

” નવુંવર્ષ દરેક વ્યક્તિને સુખદાયી, લાભદાયી, યશસ્વી નીવડે, ઉમંગો જીવનને નવો આનંદ આપી મધુરતાથી ભરી દે, આપણે બધા ધરતીમાતાની ઉદારતા અને આકાશ જેવી વિશાળતાથી એકબીજાને મદદ કરવા હંમેશા તૈયાર રહીએ. દરેકના જીવનમાંથી ભય, દુઃખ, નિરાશા નો નાશ થાય અને સુખશાંતિથી જીવન ખુશખુશાલ બને, ભગવાનની ભક્તિ કરી જીવનને આદર્શ બનાવીએ”
વિજ્ઞાનની પ્રગતિ સાથે દુનિયામાં અશાંતિ પણ વધી છે.” જે પોષતું તે જ મારતુ એવો દિશે ક્રમ કુદરતી.” તે પ્રમાણે અત્યારના જમાનામાં લોકો કુદરતે આપેલી અને બીજાઓએ આપેલી તેવી ઘણી મુશ્કેલીયોનો સામનો કરે છે ત્યારે શુભેચ્છા સાથે મારે એટલું જ કહેવું છે કે,” એકબીજા તરફ દેવ દ્રષ્ટિથી જુઓ, દરેક માં રહેલા દેવત્વને જાણી, એકબીજાનું મંગલ ઇચ્છો અને જગત માં માંગલ્ય વરસાવો, વિચાર વાણી અને વર્તનમાં એકતા આચરી એકબીજા ને આશીર્વાદ આપો. દરેકનું ભલું ઈચ્છો, એકબીજા ને મદદ કરી તારક બનો અને સર્વકલ્યાણ ઈચ્છી સુખી કરો. સત્કર્મ કરી જગત નું  કલ્યાણ કરો. મંગલકામનાઓથી જગતને તમામ સુખ શાંતિ  થી ભરી દો.”
આપણા ભારતદેશની મહાનતાના ગુણગાન ગાતા આપણા જીવનને મહાન બનાવીએ તેવી શુભેચ્છા સહ
નિહારિકા શશીકાંત વ્યાસ ના પ્રણામ

સુખ એટલે….17-નીહારિકા શશીકાંત વ્યાસ

સુખ એટલે

સુખને શોધવુ તે ઝાંઝવાના નીર શોધવા જેવુ છે.  દુનિયાની તમામ સગવડો તે સાચુ સુખ નથી.  અનુકુળ દાંપત્યજીવન અને સુશીલ સંતાનોમાં પણ સુખ નથી. સાચુ સુખ તે ત્યાગમાં છે, ભોગમાં નથી.  મનુશ્યનું મન હંમેશા નવા સુખની શોધ્માં હોય છે.  જેણે મનને જીત્યુ તેજ સુખી.  સન્ત ફકીરોએ મનને જીત્યુ હોય છે.  “જો આનંદ સંત ફકીર કરે વો આનંદનહી અમીરીમેં “  માટે જ ત્યાગી સંતો પાસે સાચુ સુખ હોય છે.

 

કહેવત છે કે પહેલુ સુખ તે જાતે નર્યા.  જગતના તમામ સુખો ભગવાને આપ્યા હોય પરંતુ શરીર નિરોગી ના હોય તો તે સુખો આનંદથી માણી શકાતા નથી.  અને કહેવાય છે કે “સંતોષી મન સદા સુખી” એટલે કે જેને જે મળ્યુ તેમાં સંતોષ છે માટે તેને સુખ જ છે.  ઇચ્છાઓથી મુક્તિ એટલે સુખ અને સુખ જ મનથી સર્વસ્વ ત્યાગનાર તપસ્વી છે.  તેનામાં જ પરસ્પર દેવો ભવ નો અનુભવ કરવાની શક્તિ છે અને તેનામાં જ સ્વાસે સ્વાસે પરમાત્માનુ સ્મરણ કરવાની તાકાત હોય છે. આ તાકાતના બળે દુનિયાનુ કોઇ જ દુઃખ તેને સ્પર્શી શકતું નથી માટે તેને સર્વત્ર સુખનોજ અનુભવ થાય છે અને આ વ્યક્તિને નિર્ભય બનાવે છે. જેના મન બુધ્ધી, ચિત્તથી કામ, ક્રોધ, લોભ, મોહ, ઇર્શા, કપટ, અભિમાન જેવા શત્રુઓનો થયેલો હોય છે તેજ જિતેન્દ્રિય છે.  તેજ નિર્ભયતા પ્રપ્ત કરી શકે છે.  માટે જેણે મનને જિત્યુ તે જ સુખી છે.  મનુષ્યે પોતાના મન, ઇંદ્રિયો જીત્યા એટલે, સુખ, સુખ અને સુખ જ.

 

“સર્વથા સૌ સુખી થાઓ, સમ્રુતા સૌ સમાચરો

સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો”

 

નીહારિકા શશીકાંત વ્યાસ

 

પ્રેમ એટલે કે પ્રેમ …. નિહારિકા શશીકાંત વ્યાસ

IMG_1997

મિત્રો 
 
નિહારીકાબેન પહેલીવાર જ બેઠકમાં આવ્યા અને ખુબ સરસ રજૂઆત કરી આ લેખ આપની સમક્ષ રજુ કરતા હર્ષ અનુભવું છું….જીવનમાં વત્તે કે ઓછે અંશે દરેક વ્યક્તિ પ્રેમનો અનુભવ કરે જ છે. માસીએ પણ જે અનુભવ્યું તે જ શબ્દોમાં મુકી રજુ કર્યું છે। …કુદરત માં પ્રેમના તત્વની વાત લાવ્યા છે જીવન-મરણના મીઠા સંબંધ પ્રેમ  માત્ર માનવીઓ વચ્ચે નહિ પરંતુ સમગ્ર પ્રકૃતિ અને માનવી વચ્ચે હોય છે.  બસ આજ વાત માસીએ સરળ શબ્દોમાં કહી…. ..કે કુદરતને પણ જોવો વૃક્ષ તથા પક્ષી વચ્ચે પણ એક વિશિષ્ટ સંબંધ રહેલો છે. વૃક્ષનું વૃક્ષત્વ પક્ષીઓના કલરવથીજ મહોરી ઉઠે છે….પ્રેમની અનુભૂતિ કંઈક એ રીતે આપણાં રોજીંદા જીવન સાથે જોડાયેલી છે કે માનવજીવન સાથે સંકળાયેલી હવા-પાણી-ખોરાક જેવી અનિવાર્ય જરૂરિયાતો સાથે આપણે પ્રેમને પણ સાંકળી શકીએ છીએ.પ્રેમ કોઈ વ્યાખ્યામાં બાંધી ન શકાય. એ જે સ્વરૂપે આપણી સમક્ષ આવે એ જ સ્વરૂપે એનો સ્વીકાર કરવો એજ પ્રેમનું સાચું સન્માન છે. તો માણો નિહારીકાબેનને 

પ્રેમ એટલે કે પ્રેમ …. નિહારિકા શશીકાંત વ્યાસ

 પ્રેમ એટલે કે પ્રેમ માટે કહેવાના ઘણા વિચારો છે તેમાંથી હું તેની વાત કહીશ કે જેમણે જગતને જીવંત રાખ્યું છે  પ્રેમ તત્વ કયા નથી સબસે ઉચી પ્રેમ સગાઇ પ્રેમ ની સાચી સગાઇ તો આપણને ધરતી પરના કુદરતી તત્વો સાથે જોવા મળે છે ધરતીને આપને માતા કહીએ છીએ માતા પોતાના બાળકોની જરૂરિયાત ને પૂરી કરી જીવનદાન આપે છે ફળ, ફુલ,વૃક્ષ, વેલીઓ , એ એમના પ્રેમના પ્રતિક છે એટલું જ નહિ વાતાવરણ માંથી કર્બોનડાયોક્સાઈડ લઇ ઓક્સીજન આપે છે અને દરેક જીવમાત્રમાં જીવન બક્ષે છે  આ પ્રેમની ઉદારતા ન બોલેલું સત્ય છે અપ્રેમજ વૃક્ષને ધરતી સાથે જોડી રાખે છે

આમ જોવા જઈએ તો કુદરતના દરેક તત્વોમાં પ્રેમ કયા નથી ?દરિયાના મોજા નિરંતર ઉછળીને ધરતીને મળવા કેટલા ઉત્સુક હોય છે તો નદી સાગરને મળવાની પોતાની તત્પરતા ક્યાં છુપાવી શકે છે? આ વહેતી રહેતી નદીમાં પ્રેમી સાગરને મળવાની અવિરત ઝંખના છે  …..આ પક્ષી ના કલરવમાં પ્રેમ નો અહેસાસ છે તો વરસાદમાંથી પડતા પાણીના બુંદમાં પ્રેમના ત્યાગની ઝલક છે। ….મોરના થનગનાટમાં ,કોયલના ટહુકામાં ,કબૂતરના ઘુઘુઘુ  માં, ચકલીના ચી,ચી,ચીમાં ,વહેતા ઝરણામાં…  આ ચાંદ તારા નક્ષત્રો બધાજ સંપીને રહે  નહીતો તૂટીને બધા ખરી પડે। ..સૃષ્ટી ના દરેક તત્વમાં પ્રેમ અને માટે જ કુદરતે આપને પ્રેમ કરતા શીખવ્યું। ..બધાજ નિસ્વાર્થ પ્રેમના પ્રતીકો સાચો પ્રેમ આપણને આવા તત્વો પાસે થી મળે છે કારણ ત્યાં સમપર્ણ અને ત્યાગ છે માત્ર આપવાની ભાવના। ……હવા પાણી પ્રકાશ બધું જ કુદરત તરફથી આપણને મફત મળે છે આપવું છે બસ। ..કોઈ અપેક્ષા વગર સાચા પ્રેમનું બીજું નામ છે ત્યાગ અને સમર્પણ

મનુષ્ય સૃષ્ટિને જોતો નથી મનુષ્ય સ્વંય એક કુદરતનું પ્રેમનું સ્વરૂપ છે તો  પોતાના પ્રેમને સ્વાર્થથી બાંધી અભડાવે છે?……સાચો પ્રેમ સૃષ્ટી પાસે થી કુદરતી રીતે જ મળે…. આ પ્રેમ ને લીધે જ સમગ્ર સૃષ્ટી જીવંત છે ..આ પ્રેમ એ માત્ર અનુભવથી જ મળે હું તો કહીશ કે એક દ્રષ્ટી કરો અને જો જો શું મળે છે……….

જ્યાં જ્યાં નજર કરો તમારી (સૃષ્ટી પર )

ત્યાં બસ પ્રેમ એટલે પ્રેમ જ છે ……

નિહારિકા શશીકાંત વ્યાસ

મિલ્પીટાસ ,કેલીફોર્નીયા