નિવૃત્તિ દિન પ્રસંગે શુભેચ્છાઓ અને અભિનંદન

મિત્રો
મનુષ્યને કાર્યમાંથી ક્યારેક ને ક્યારેક નિવૃત્તિ લેવી જ પડે છે, છતાં એ નિવૃત્તિનો ઉત્તમ અને સંતોષપ્રદ ઉપયોગ કઈ રીતે થઈ શકે…… નિવૃત્તિ વિશે વાત નીકળી તો સામાન્ય માન્યતા એવી છે કે કામધંધામાંથી અથવા નોકરીમાંથી મુક્ત થવું એટલે નિવૃત્ત થવું. નિવૃત્તિ એટલે ફુરસદ… દિનેશભાઈ હવે તમે સમયના બંધન વિનાની  પ્રવૃત્તિ કરશો ….નિવૃત્તિ એટલે મન ગમતી પ્રવૃત્તિ કરવાનો સમય …કારકીદી ના સોનેરી દિવસોને વાગોળવા નો સમય …આપ.તો કવિ છો ..આપણા શબ્દોના સર્જન ની tag lline કહે છે સર્જનને ઉંમર સાથે સબંધ નથી …જેની પાસે જ્ઞાન છે તે ઉપયોગ કરવાની વૃત્તિને તે ટાળી શકતો નથી...હવે આપ વધુ સારું સર્જન કરશો જેનો લાભ અમને વાંચકવર્ગને મળશે ..જ્ઞાનીજનો આવી નિવૃત્તિ ને પામવાનો સમય કહે છે . 
 
 પરમાત્મા નાં ત્રણ સ્વરૂપો  શાસ્ત્ર માં કહેલા છે.—સત્—ચિત્—આનંદ ..
બસ ..આ જ આનંદ જે  –અપ્રગટ છે એને પામશો …..આજ નિવૃત્તિ  ….અભિનંદન …..
 ચિ. દિનેશભાઈને નિવૃત્તિ દિન પ્રસંગે શુભેચ્છાઓ અને અભિનંદન -20

ચિ. દિનેશભાઈ માનવતાના દિવ્ય દિપક

ગેઇન્સવિલ ગામના  સૌ  એમના  ચાહક

ડો. શાહ છે વિદ્યાર્થી આલમનું જબ નૂર

નાનામોટા ચાહે આદર અનેપ્રેમથી રપૂર

 ફ્લોરીડા સ્ટેટમાં જાણીતુ ડો.દિનેશ શાહ નામ

સ્નેહિ  સ્વજનો સૌ લોક નમ્રતાથી નમે તમામ

આજ ઉજવાય છે એમનો નિવૃતિનો દિન

જીવનભરની પ્રવૃત્તિનું પૂર્ણ આરામ ચિન્હ

 ઘરની ભવ્ય આગતા સ્વાગતા અને પ્રેમ

સૌના હૈયામા એ યાદ જીવંત અખંડ ્ષેમ

અસંખ્ય સંસ્મરણો અનેક જન અનુભવતા

ચીર સ્મરણિય સૌના હૈયે ચિરંતન મતા

 યુનિવર્સીટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી હતા જ્યાં જ્યાં

શુભેચ્છા, અભિનંદન અને સંદેશ પાઠવતા રહ્યા

પરિવાર સૌ આનંદ ઉત્સવ ગૌરવ સહ  ઉજવ

“મા”શારદા,”અર્ધાંગિની” સુવર્ણા શાંતિ અનુભવે

પદ્માબેન કનુભાઈ શાહ

પ્રભુ સાથે ની છેલ્લી ગોષ્ટી

મિત્રો
  .
મારા સાસુ નવાણું  વર્ષના છે અને હમણાં જ મળીને આવી છું  મેં  જે અનુભયુ  અને જોયું છે તે લખવાની માત્ર કોશિશ છે.
કદાચ આપને ઘણી ક્ષતિ દેખાશે તો જરૂર થી લખશો 
પ્રભુ સાથે ની છેલ્લી ગોષ્ટી 
હે પ્રભુ મારી આ તમારી સાથે ની ગોષ્ઠી ને મારી યાચના ન સમજતા 
હું નવાણું વર્ષ જીવી છું ,અને કદાચ હજી વધુ જીવીશ. 
પરંતું  મારું જીવન લઇ લો એમ નહિ કહું 
કારણ મેં જીવનની પ્રત્યેક ક્ષણ ને 
ખળ ખળ  વહેતા પ્રવાહ ની જેમ માણી છે .
અને પ્રત્યક ક્ષણ પારંગતી પરિવર્તનતાને મારે નિહાળવી છે.
હવે હું જાણી  ગઈ છું ,પૃથ્વી પર કાયમી કશું જ નથી .
અને આજ મારી સમજણ મને 
રાગ  દ્વેષ ,માયા મમતાથી  અળગા  થતા મને શીખડાવે છે. 
મને હવે ખ્યાલ આવે છે કે 
વૃતિ પ્રવૃત્તિ ને સમજીને સ્વીકાર 
અને અપેક્ષા ઓનો બંધ 
જ અમૂળ  પરિવર્તન છે. 
હું બદલાવને સ્વ્કારી વિક્શું  તો જ 
હું વૃદ્ધ થઈશ .અને ..
આ ઘરેડમાં રહી ઘરડા નથી થવું .
બદલlવનો સ્વીકાર
એજ તો ક્ષણયોગ 
અમુક ગ્રંથીથી મારે પહેલા જ મુક્ત થવાનું હતું 
અમુક બોજ બહુ પહેલા મારે ફગાવી દેવાનો હતો 
હું જાણી  ગઈ છું કે આપણા  અસ્તિત્વને ટકાવી રાખવા 
પરિવર્તન ની પ્રક્રિયામાં થી પસાર થવું જરૂરી છે. 
મારી જૂની જર્જરિત સ્મૃતિઓ ,ટેવો થી ,આ પ્રાચીન પરંપરા થી 
મારે મારા મનને મુક્ત કરવું જ રહું. 
કશું જ શાશ્વત  નથી 
કિમત ,માનવી ,વપરાશ, ચીજો, સંબધ બધું જ બદલાય છે. 
મને મારા જુના વિચારો અને અભિપ્રાય ને ખંખેરી 
હવે મુક્તતા અનુભવી છે .
મેં ઘર કુટુંબ સ્નેહીઓ ,મિત્રો માટે શું શું કર્યું ..?
એ વાતને ભૂલી બધાને મારા ઋણમુક્ત કરવા છે. 
બધાને નવાણું વર્ષનું આયુષ્ય મળતું નથી 
મારો અહમ ઓગાળવાનો સમય આજ જન્મમાં મને મળ્યો છે. 
મારા આત્મા પર ચડેલા પડોને એક પછી એક ખેરવવાનો સમય. 
એક દિવસ હું અપેક્ષા ,અભિપ્રાય ,અહંમ
વિનાની મુક્ત હોઈશ. 
હું હવે પ્રત્યેક ક્ષણ ને પારંગતી નિહાળીશ 
માત્ર દ્રષ્ટા 
હું જાણું છું મારું જીવતા હોવું એજ મોટો ચમત્કાર  છે 
પણ મારે હવે જીવંત રહેવું છે.
પ્રભુ મને વિપશ્યના કરવાનું બળ આપ 
મારે હવે વિશિષ્ઠ રીતે જોવું ,પોખવું અને નિહાળવું છે 
મારો બદલાવ જ રમણીયતા પlમે છે .
અને મને તે સ્વીકાર્ય છે 
માટે આજે પણ હું 
મૃત્યુ માગતી નથી. 
હું મૃત્યુ આવશે ત્યારે હું વૃંદાવનની જેમ સ્વીકારીશ. 
એજ મારો ક્ષણયોગ હશે .
મારી છેલ્લી ક્ષણ સાથેનું તાદાત્મય 
અનંત એવી શાશ્વતી સાથે નું  ધ્યાનનુંસંધાન 
તો જ મારું મૃત્યુ એ ઉત્સવ બનશે.
pragnaji 

અમારા બા

મિત્રો હું અત્યારે ભારતમાં આવી છું,મારા છન્નું વર્ષના સાસુજી ને મળવા .એકલા રહે છે,અને પોતાનું દરેક કાર્ય જાતે કરે છે ,એમને મળ્યા પછી થાય છે ઉંમર  સાથે એમને લેવા દેવા નથી થોડા દિવસ પહેલા .પ્રજ્ઞાજુ ની પોસ્ટ મળી એક સરસ વાસ્તવિક  કવિતા જે મારા સાસુના વિચારો ને રજૂ કરતી હતી .

હા આ મારા સાસુને લાગુ પડતી હોય તેમ લાગે.મેં એજ કવિતા મારા સાસુ ના શબ્દોમાં વર્ણવી છે
જે અહી રજૂ કરું છું .છન્નું વર્ષના મારા બા ને વૃદ્ધ કહેવા એ આમતો ગુનો કહેવાય.કારણ હજી પણ એજ ખુમારી અને ગૌરવ …જે એમને વૃદ્ધ નથી થવા દેતું .
દાદા મજમુંદાર મારા સાસુને મળ્યા તો મને કહે આમને જોઈને મારૂં ગુમાન ઉતરી ગયું .એક સ્ત્રી ચોરાણું વર્ષે (ત્યારે બા ૯૪ના  હતા )આવી ખુમારીથી જીવે છે ..બા વર્તમાનમાં જીવે છે માત્ર જીવતાં નથી માણે છે !.શું નથી કર્યું એ યાદ નથી કરતા પણ પોતે શું હતા અને છે ,એ યાદ રાખ્યું છે,અને  વર્તમાનને સાચા અર્થમાં ઝીન્દાદીલીથી ઝીલે  છે ! બા કોઈ પણ હાલત માં આનંદ ગોતી શકે છે ..આજે પણ તેનું કામ જાતે કરે છે .ભગવાન સાથે વાતો કરે છે પણ ફરિયાદ નથી ..બા વૃદ્ધ નથી કારણ હજી એ સપના જોવે છે! ..Words of an Old & Wiser One અગ્રેજી કવિતાને મારા સાસુના શબ્દોમાં વર્ણવી છે .

અમારા બા

રે રે ઉભી રે …હમણાં યાદ આવશે ..હું શબ્દો વીસરી  જાવ છું …
પહેલાતો બધુજ મને કળકળાટ યાદ રહેતું .
હમણાં હમણાં ભૂલી જાવ છું પણ  હા પછી મને યાદ તરત આવે છે ..
જેમ જેમ ઉમર વધે છે તેમ હું પહેલા જેવી  થોડી રહેવાની  ,
એ તો ઉમર ઉમરનું કામ કરે ..
પણ તેના માટે હું   દરકાર કે   ખેદ શા માટે  કરું .?.
હું કીડી જેવા નાનાં ગામમાં જન્મી
અને પંદર વરસે તો પરણીને ઘર સંભાળી લીધું ,
આજે પણ કહો તો તમને જમાડું …દૂધપાક
હું બધું સમજુ છું .. મારા..    પંચાણું વર્ષ પાણીમાં નથી ગયા
તો માટે શા માટે ખેદ કરું ?
હા હું    આ પગને લીધે ધીમી જરૂર થઇ છું  અને …કયારેક  ભૂલી જવાય  …
પણ મારી દવા મારી જાતે જ ખાવ છું ..
પાણીનો પ્યાલો માંગવો નથી પડતો ..
તમે સમજો છો હું બધાને ભૂલી જાવ છું ..પણ ના એ તમારો વેહેમ  છે
અરે દોસ્ત ગુરુદેવે કહું છે કે ભૂલવામાં જ મજા છે !
અહી જંગલમાં એકલી રહું છું …
મને તેના માટે અભિમાન છે .
મને મારી ઉમંર અને ડાહપણ નું ગૌરવ છે !.
હું ભૂલી જાવ છું પરંતુ હું શુદ્ધ આત્મા છું એ નથી ભૂલી  ….
એ તમે યાદરાખજો …
મને… નાખી દીધેલી વસ્તુની જેમ નહિ  ગણતા ..વર્તતા પણ નહિ !.
જો તમે મને કંઈ ખબર નથી પડતી એવું સમજતા હો
તો એ તમારી ભૂલ છે,
હું જેવી   છું તેવી  છું .
સીમંધર સ્વામી મારી સાથે છે .
બસ મારી સાથે મારો પ્રભુ છે .
જે બધું જોઈ રહ્યો છે !
મારી દયા ખાવાની જરૂર નથી પરન્તું..
તમે તમારા સંસ્કાર યાદ રાખો તો સારું ..
મને જે માનથી જોતાં હતા તેવુજ માન આપો !
હું માત્ર એટલું જ ઈચ્છું છું !


આપ સર્વે ને મારી શુભકામના.

મિત્રો તમે તો જાણો છો  નવા વર્ષ સાથે  એક નવી શરૂઆત થાય છે.કારણ   નવા વર્ષના  પહેલા કિરણમાં   કૂંપળ જેવી નજાકત  હોય છે . જેમ વળશું તેમ જિંદગી આપણી વળશે..

નુંવું  વર્ષ વધાઈ લઈને આવે છે.

જો ગયા  ઉસપર ક્યાં રોના ,

જો આ રહા એ ઉસે સજા લો

મેરે દોસ્ત ગલે લગાલો

ભૂતકાળ ભૂલવામાં મજા છે .પરંતુ હું કહું છું .પાછલા વર્ષની એવી પળોને યાદ રાખોજો …
જે તમે માણી હોય ઉજવી હોય ,અને મહેસુસ કરી હોય …
નફરતને ભૂલી પ્રેમને યાદ રાખજો..મિત્રો મહાન વ્યક્તિ સંકલ્પ કરવામાં પાછા નથી પડતા..
તો આપણે માત્ર ઈચ્છાઓ શા માટે કરીએ .
તો ચાલો નવી શરૂઆત સાથે
જિંદગીમાં પણ કંઈ નવીનતા ઉમેરાવા  નવા વર્ષની શરૂઆત સંકલ્પથી  કરીએ

મારી જિંદગી હું પૂરી ભવ્યતાથી જીવીશ..

મારી જિંદગી હું પૂરી ભવ્યતાથી જીવીશ ,હું પાછલા વર્ષની એવી પળોને યાદ રાખીશ ..
જે મે માણી હોય ઉજવી હોય ,અને મહેસુસ કરી હોય …
નફરતને ભૂલી માત્ર પ્રેમને યાદ ..રાખીશ
કોણ શું કરે છે ? કેમ નથી કરતુ .? એ બુદ્ધિની દલીલને બાજુમાં મૂકી .
હું જિંદગીના દરેક  પ્રશ્નને હળવાશથી લઈશ ,સંજોગો કે બહાનાં નો સહારો લઇ મારો બચાવ નહિ કરું  ..જન્મ ,બાળપણ ,જુવાની વૃદ્ધાવસ્થા અને મૃત્યુ એ જિંદગીના ક્રમ છે .

આ જિંદગીની વાસ્તવિકતાને સ્વીકારિશ  ..
સહજ થઇ જઈશ ,,,,મારો  સંકલ્પ એ સફળતાની નિશાની છે .
માટે હું જિંદગીની કોઈ ક્ષણ હું વેડફીશ નહીં..
 હું દરેક ક્ષણ જીવીશ, કારણ કે જિંદગી જીવવા માટે છે, કારણ કે જિંદગી ખૂબસૂરત છે
જિંદગી મારી રાહ જુએ છે, માટે હું એને  અંત સુધી માણીશ..
જિંદગીને ખૂબ પ્રેમ કરીશ .. અને સપના પણ જોઈશ.
જે નથી કર્યું તે કરીશ  .
જિંદગીને પાણીના વ્હેણ ની જેમ વહેવા દઈશ
મારી  ઉંમર  સાથે મારી ભવ્યતાને જાળવીશ    અને માણીશ ..
  પૂરેપૂરી આખેઆખી, સંપૂર્ણ અને સુંદર જિંદગી

મારી જિંદગી હું પૂરી ભવ્યતાથી જીવીશ જીવીશ ….

                                                      આપ સર્વે ને મારી શુભકામના.