
દર્શના ભટ્ટ
દર્શના ભટ્ટ
ચાલને…
———-
ચાલને…
ચાલતા ચાલતા આ વળાંકો સાથે જ વળી લઈએ.
ચાલને..
ભમતાં ભમતાં આ જંગલોમાં સાથે જ રાખડી લઈએ.
ચાલને..
ચડતાં ચડતાં આ પર્વત શિખર સાથે જ આંબી લઈએ.
ચાલને…
ઉડતાં ઉડતાં આ નાભોતેજને સાથે જ સ્પર્શી લઈએ.
ચાલને…
તરતાં તરતાં આ ઉદધિની ગહનતાને સાથે જ માપી લઈએ.
ચાલને…
રડતાં રડતાં આંસુના દરિયાને સાથે જ વહાવી દઈએ .
ચાલને..
હસતાં હસતાં હાસ્યની મધુરિમાને સાથે જ માણી લઈએ.
ચાલને…
ગાતાં ગાતાં ” પૂર્ણમિદમ “ની પૂર્ણતાને સાથે જ પામી લઈએ.
દર્શના ભટ્ટ
-વિચાર –
——–
ગત-આગત-અનાગતના
વિચારોનું કરું હું સ્વાગત
ગમે ત્યારે,ગમે તે ક્ષણે
બારણે પડતા ટકોરાનું સ્વાગત.
આવી આવી સમૂહ ધારે
સમૂહ બનતું ટોળું
ટોળામાં થાય ધક્કામુક્કી
એનાથી હું ત્રાસુ
કોઈ કોઈ સરળતાથી
શબ્દ દેહ ધારે ,વળી
કોઈ પ્રસવ પીડા ભોગવે
કોઈ કાપાકાપીનો ત્રાસ સહે
તો કોઈ બાળમરણને પામે…
આમ જ ” શબ્દોનું સર્જન ” માં
મારા જોડકણાં પ્રગટે
હવે..હવે મને થોડા થોડા ગમે.
તમને ?
-દર્શના ભટ્ટ-
એક વાર એક નાના ગામમાં ધમાલ ધમાલ મચી ગઈ.
સરકારી સાહેબોની જીપ અને ગાડીઓથી ગામ ધમધમવા માંડ્યું.
ગામનો કચરો સાફ થવા માંડ્યો.ધૂળિયા રસ્તા પર પાણી છન્તાયું
પંચાયતની ઓફિસને રંગ રોગાન થઇ ગયા.
આસપાસ ફૂલોના કુંડાથી ચોકને સુશોભિત કરવામાં આવ્યો.
“સાહેબ, કોણ આવવાનું છે ” ? કોઈએ પૂછ્યું
“જીલ્લા સમાહર્તા ” જવાબ મળ્યો .
“કોણ?”,
કહ્યું તો ખરું ”
“સાહેબ, ઈ કોણ?”
“જીલ્લા સમાહર્તા…”
“કૈક સમજાય એમ કો’ને ”
“કલેકટર સાહેબ આવે છે,બોલ,હવે સમજાયું ?”
“હા શાહેબ,એમ સીધેસીધું પેલેથી જ ગુજરાતીમાં બોલ્યા હોત
તો !!!”
બેઠકનો આ મહિનાનો વિષય: તમારે “ડાયાસ્પોરા” અનુભૂતિ પર “અછાંદસ” કવિતા લખવાની
______________________________________________________
વતનની ગલીઓમાં
ફરતા ફરતા
આ ક્યાં આવી જવાયું !
દસકા એકની આવન
જાવનથી થાકી
છેવટે અહી
આવી જવાયું
એવા જ નભ ને ધરતી
એવા જ હવા ને પાણી
પણ આબોહવા અનોખી.
ભાવ અભાવ
પ્રેમ લાગણી
સુખ ને દુખની.
માપણી સાવ અનોખી.
સવારથી દોડતા
દેશમાં
હાઈવે ધમધમેં
ધરમાં નર્યું એકાંત.
નહિ આવરો
નર્યો જાવરો….
આઈપેડના સથવારે
સભર એકાંતને માનું
(મૈ ઔર મેરા આઈપેડ
તનહાઈ મેં અક્સર બાતે
કિયા કરતે હૈ..)
નોર્મલ અમેરિકન ડ્રેસ
અપનાવ્યો
છતા સાડી પહેરે “માણસ ” લાગુ.
ગાડીમાં તો બેસું
પણ
મારા એકટીવાને તરસું.
શિયાળે મન કકળે
“શું દાટ્યું ‘તું તે અહી આવ્યા ”
એજ philadeifia ઉનાળે
સ્વર્ગથી સુંદર લાગે.
ધોળા કાળા પીળા ભૂરા
માનવ રંગો ની રંગોળી
સ્વતંત્રતા ને સમાનતાના
આચરને શોભે
ચુંટણીના વર્ષમાં
વતન જેવો માહોલ નથી
પણ…
ટ્રમ્પ લાલુની ખોટ પૂરે .
બસ….
ચારે તરફ વિસ્તરેલી
લીલી છમ શાંતિમાં
રોબીનના ટહુકામાં
વતનના આંગણામાં
આંબા પરની
કોયલની પંચમ
ક્યારેક …
અશાંત કરી દે છે
એટલું જ….
Sent from my iPad