
રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ
વાંસલડી મારે મંદિરિયે સંભળાય જો
આ પાણીડાંની મશે રે જીવણ જોવા નિસર્યાં રે લોલ
આ બેડાં તે મેલ્યા માન સરોવર પાળ જો
આ ઈંઢોળી વળગાડી આંબલિયાની ડાળમાં રે લોલ
આ ગોપી હાલ્યા વગડા તે વનની મોઝાર જો
આ કાન વણખોટીલા કેડો મારો રોકી ઊભા રે લોલ
આ કેડો મેલો પાતળિયા ભગવાન જો
આ સાસુડી હઠીલી મારી નણદલ મેણાં બોલશે રે લોલ
આ વાગે તારા ઝાંઝરનો ઝણકાર જો
આ હળવા હળવા હાલે ચાલે રે રાણી રાધિકા રે લોલ
જીવલડો મારો આકુળ વ્યાકુળ થાય જો
આ અહિયાં તો દીઠાં મેં તો કામણગારા કાનને રે લોલ
આ નીરખી નીરખી થઈ છું હું તો ન્યાલ જો
આ નરસૈંયાના સ્વામી અમને બાયું ભલે મળ્યાં રે લોલ
રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ
રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ
– નરસિંહ મહેતા
“રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી”- નરસિંહ કાવ્ય ની ઉપર આસ્વાદ
રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ
નરસિંહ ક્રષ્ણ ભક્તા ગોપીઓ સાથે પણ તેઓ નાચ અને ગીતો દ્વારા ક્રષ્ણ ભક્તિ માં ભાગ લેતા.તેમની રચનાઓ માં સ્ત્રીની લાગણીઓનું વર્ણન તેમણે ખુબ નાજુકતા અને erotic રીતે કર્યું છે. તે જમાના પ્રમાણે તેમની રચનાઓ સાહસિક અથવા bold કહી શકાય
આ કવિતા માં નરસિંહ મેહતાએ ગોપીઓની દ્વિધાની ની વાત કેટલી સુંદર રીતે કહી છે. ગોપીઓ ને સંસાર માં રહી ને રોજીંદા કાર્ય ની જવાબદારી તો સંભાળવાની જ. છતા પણ તે ભગવાન ના પ્રેમરસ માં એવી તન્મય થઇ જાય છે કે બીજું બધું ભગવાન ના ચરણો માં સમર્પણ કરીદે છે. તે વાંસળી ના સાદે ભક્તિ રસ માં એવી તરબોળ થઇ જાય છે કે પછી કાનુડા ને ટીખળ થી ખીજાય છે, કે કાનુડા તમે જ મારો કેડો રોકી ઉભા છો . નરસિંહ મહેતા એ ગોપીઓ ના ભગવાન પ્રત્યે ના પ્રેમ ની વાત એવી રીતે અભિવ્યક્ત કરી છે કે જાણે પોતે જ ગોપી હોય. તેમણે ગોપીઓ ના પાત્રને ઓઢી, ગોપીમય બની, અને ગોપીઓની લાગણી ને અહી આલેખી છે. એક પુરુષ આટલા વર્ષો પહેલા સ્ત્રીની કુણી લાગણી જે તેને એક તરફ જવાબદારી નું ભાન કરાવે છે અને બીજી તરફ ભગવાન તરફ ખેંચે છે તેને આવી સુંદર રીતે વર્ણવી શકે તે કવિ વિષે વધારે તો શું કહેવું?
પુરુષ પ્રેમ કરે ત્યારે ઘણી વખત તે તેની સાહસિકતા વ્યક્ત કરે છે, તેની બહાદુરી ઉપર કાવ્ય રચાય છે, તે ચર્ચા નો વિષય બને છે. પણ ઘણી વખત સ્ત્રી પ્રેમ કરે છે ત્યારે તેને તેની જવાબદારી ને અવગણવા બદલ સમાજ માં કટુ વચનો સંભાળવા પડે છે, પછી તેના પ્રેમ નું લક્ષ્ય હોય બાળક પ્રત્યે નો પ્યાર, પતિપ્રેમ કે ઈશ્વર પ્રત્યે નો રસતરબોળ કરી દેતો અલૌકિક પ્રેમ. એટલે એક તરફ મોહ ખેંચે તો બીજી તરફ લાજ રોકે, એમ સ્ત્રીની લાગણી બંને તરફ ખેચાય છે.
આ સાસુડી હઠીલી મારી નણદલ મેણાં બોલશે રે લોલ
આ વાગે તારા ઝાંઝરનો ઝણકાર જો
આ વાગે તારા ઝાંઝરનો ઝણકાર જો
દાખલા તરીકે નીચેનું ગીત તમે લતાજી ના અવાજ માં સાંભળ્યું જ હશે. તેની પંક્તિ જુઓ. અને નરસિંહ મહેતા ના કાવ્ય સાથે સરખામણી માં વાંચો.
મોરા ગોરા અંગ લઇ લે, મોહે શામ રંગ દઈ દે
છુપ જાઉંગી રાત હી મેં, મોહે પી કા સંગ દે દે
યેક લાજ રોકે પૈયા, યેક મોહ ખીંચે બૈયાં
જાઉં કિધર ના જાનું, હમકા કોઈ બતાઈ દે
છુપ જાઉંગી રાત હી મેં, મોહે પી કા સંગ દે દે
યેક લાજ રોકે પૈયા, યેક મોહ ખીંચે બૈયાં
જાઉં કિધર ના જાનું, હમકા કોઈ બતાઈ દે
મજાની વાત એ છે કે કામને જ બહાને, પાણી ભરવાને બહાને ગોપીઓ કાના ને મળવા જાય છે. કાનુડા ની વાંસળી સાંભળે છે ત્યારે બેડું પાળે મૂકી, ઈંઢોણી ડાળે લટકતી રાખી, તે વાંસળી ના સાદે સાદે ખેંચાય ને જાય છે. પ્રેમરસ માં રસતરબોળ તે ન્યાલ થઇ જાય છે. પણ પછી તુરંત જ તેને તેની જવાબદારી નો ખ્યાલ આવે છે, કે જો તેની જવાબદારી ને અવગણશે તો સાસુ, નણંદ ના મેણા સંભાળવા પડશે.નરસંયા ના સ્વામી, કૃષ્ણ કનૈયા ની વાંસળી નો સાદ દિલ માં લઇ ને ઝાંઝર સાથે રણકતા તેના પગલા હળવે હળવે કામ તરફ વળે છે.

નરસિંહ અહી સ્વય ગોપી છે। …નરસિંહ નો પ્રેમ શુદ્ધ અને અલૌકિક છે એમાં રસતરબોળ થઈને પોતાની સાથે આપણને પણ ભીંજવે છે…………પ્રિય ગીતો સાંભળતી વખતની એ ક્ષણો આજે પણ યાદ આવે ત્યારે એ ક્ષણો એ અનુભવેલી અનેરી અવર્ણનીય સુખની અનુભૂતિ ફરી મુખ પર સ્મિત રેલાવી જાય
-DarshanaV. Nadkarni, Ph.D. –