સાંકડો બાંકડો-દર્શના નાટકરણી ​

 

સાંકડો બાંકડો 
બગીચા માં દીઠો એકલો અટૂલો બાંકડો
બે છૂટથી ન બેસી શકે એવો સાંકડો બાંકડો
જો કોઈ બેસે ભરખમ તગડો
તો તૂટી પડે તેવો સાંકડો બાંકડો
દુર રહેવા માંગતા બે વચ્ચે હોય જો ઝગડો
મોં ફેરવી બેસી ન શકે એવો સાંકડો બાંકડો
કોઈ ની જરૂરિયાત નથી પૂરી પાડતો
એકલો અટૂલો બિચારો રાંકડો બાંકડો
હાથ માં હાથ ભેરવી બેઠા બે પ્રેમી પંખીડા
હોઠ માં હોઠ પરોવ્યા- આ પ્રેમીનો સાંકડો બાંકડો 
 
Darshana –દર્શના નાટકરણી