“તો સારૂં”–પી. કે. દાવડા

મિત્રો દાવડા સાહેબ આપણી  બેઠકમાં હાજર ન રહી શક્યા  તેનો અફસોસ છે ,પરંતુ તેમણે  એમની કવિતા મોકલી છે તો માણીએ ,દાવડા સાહેબ આમ તો ભારત છોડીને અહી આવ્યા છે પરંતુ એમ કંઈ આપણા  વતનને થોડું ભૂલાય છે। ..આપ એની કવિતામાં હજી વતનને યાદ કરતા જોઈ શકશો અમેરિકામાં ડોલરની બદલે હજી પાંચ રૂપિયાની વાતો ,ટીકીટબારીની લાઈન,રેલ્વે ની મુસાફરી ,બધું યાદ કરે છે અને પ્રભુને પણ યાદ કરાવે છે  એટલુજ નહિ તો સારું કહી પ્રભુને અરજી કરે છે કે હવે ભલું કરવાની શરૂઆત મારાથી કરો તો સારું …..

તો સારૂં

હે પ્રભુ, તું ભલે બધાનું ભલું કરે, પણ શરૂઆત મારાથી કરે તો સારૂં.

પરીક્ષામાં મને જેના જવાબ આવડતા હોય એવા જ પ્રશ્નો આવે તો સારૂં.

હું જે કંપનીમાં અરજી કરૂં તેમાં મને નોકરી મળી જાય તો સારૂં.

હું રેલ્વે ટીકિટની લાઈનમાં ઊભો હોઉં અને જ્યારે મારો વારો આવે ત્યારે જ બારી લંચ માટે બંધ ન થાય તો સારૂં.

હું જ્યારે સિનેમાની ટીકિટની લાઇનમા ઊભો હોઉં અને જ્યારે મારો વારો આવે ત્યારે જ હાઉસફૂલનું પાટિયું ન લાગે તો સારૂં.

જ્યારે મારા હાથમાંથી પાંચ રૂપિયાનો સિક્કો પડી જાય તો એ ગબડીને ગટરમાં ન પડે તો સારૂં.

ભર ઊનાળે હું ચાલતો હોઉં ત્યારે જ મારી ચપ્પલ ન ટુટે તો સારૂં.

પીઠમાં મારો હાથ ન પહોંચે ત્યાં ચળ ન આવે તો સારૂં.

નહાતી વખતે સાબુ ચોડ્યું હોય ત્યારે જ નળમાં પાણી બંધ ન થઈ જાય તો સારૂં.

બસ પ્રભુ, આટલી વસ્તુઓ સંભાળી લેજો, ત્યાર બાદ હું જરૂર કહીશ કે ઈશ્વર જે કરે તે સારૂં.

-પી. કે. દાવડા

 

” તો સારુ…” -ફૂલવતી શાહ.

મિત્રો ગઈ કાલની બેઠક ખુબ સરસ રહી  …..35થી વધુ લોકોની હાજરી રહી,  એ કરતા પણ વધુ, ઘણાએ પોતાની કલમ ઉપાડી અને અંદરના લેખકને જગાડ્યો ,ઘણા હાજર ન રહી શક્યા  તો લખી મોકલ્યું ,ફુલવતીબેને પણ ઉમરા ઓળંગી પોતાના વિચારોને શબ્દ્સ્વરૂપ આપ્યું ,આજે પહેલીવાર એમના લખાણ ને આપની સમક્ષ રજુ કરું છું ,તો પ્રોત્સાહન આપી આવકારજો ,ફુલવતી બેન આપનું સ્વાગત છે, 

 Displaying Mom 75th birthday.png

મારા પ્રિય ભાઈ બહેનો,

આજે હુ તમારી સમક્ષ પ્રત્યક્ષ હાજર નથી રહી શકતી  પરન્તુ  મારા શબ્દો  દ્વારા  આજ ની  “બેઠક’ માં હાજરી આપુ છુ. સૌને મારા સ્નેહ વંદન.

આજની બેઠક નો વિષય છે ” તો સારુ…” એક જ અક્ષરનો કા’નો અને માત્રા  વાળો શબ્દ ” તો “નું કેટલું મહત્વ છે એ વિચારશો તો સમજાશે. આપણી ગુજરાતી ભાષા માં એક જુની કહેવત માં ” તો ” ને તોતેર  (૭૩) મણ નો “તો” આવુ કહેવા માં આવતું. જો આ “તો ” વ્યક્તિથી જીતાય તો જ ધાર્યુ કાર્ય સંપુર્ણ થઈ શકે. જો તે કાર્ય કરવાનુ હોય તો કરીને,અથવા ન કરવા જેવુ કાર્ય હોય તો અટકાવી ને સફળતાને આરે પહોંચી શકાય.આજે હું આ “તો” શબ્દ વ્યક્તિગત, કૌટુમ્બીક, સામાજીક કે રાજકીય ક્ષેત્રે ક્યાંઅને કેવી રીતે સ્પર્ષે છે તેનો વિચાર રજુ કરીશ.

વ્યક્તીથી  કુટુંબ બનેલુ છે અને કુટુંબથી સમાજ રચાયો છે. એજ રીતે સમાજ થી રાષ્ટ્રો અને વિશ્વ રચાયું છે. આમ વિશ્વ નો એકમ વ્યક્તિ પોતે છે. અને માટે જ દરેક વ્યકતિ પોતાના વર્તન અને ગુણદોષને નિહાળે “તો સારુ…”પરીણામે કૌટુંબિક , સામાજિક,રાજકીય અને  વિશ્વ માં શાંતિ  ફેલાય. દરેક વ્યક્તિ પોતે પહેલા પોતાના વર્તન માં  સુધારો કરે.પોતાનાં વિચારો અને વર્તન બીજાને દુઃખ દાયક નહીં થાય એનો વિચાર કરી અમલ કરે. જીવનમાં  નીતિ નિયમોનું પાલન કરે અને સાત્વીક વ્રુત્તિથી જીવન જીવે.અને  પછી”તોસારુ” જ પરિણામ મળશે. આજે આપણે સૌ મળી સંકલ્પ કરીએ  અને એના પરિણામે …” તો સારુ …’  ફળ મેળવીએ.વ્યક્તિઓના અરસપરસના સબંધોએ કુટુંબો રચ્યાં. માતા પિતા ઇછ્છે કે આપણા બાળકો સારો અભ્યાસ કરી ઉજ્જવલ કારકિરર્દી બનાવે.અને તે જ બાળકો યુવાન વયે પુત્ર, પુત્રી, પુત્રવધુ કે જમાઈ ના રુપે વૃધ્ધ માતા પિતાની  ખુટતી  શક્તિ ના પુરક બને. આવા કુટુંબો પરોપકારી  ભાવના  પ્રગટાવી સમાજ સેવા કરી સામાજિક રુણ પણ અદા કરી શકે. આવુ થાય તો કેવુ સારુ!

નિઃસ્વાર્થ ભાવે નિષ્ઠાવાન નાગરિકો રાજકારણમાં ભાગ લઈ સમાજ અને દેશની ઉન્નતિ અને પ્રગતિ ના કાર્યોમાં સહાય રુપ થાય.યોગ્ય વ્યક્તિ લોક સેવા અને સ્વદેશપ્રેમની ભાવનાં પુર્વક રાજકારણમાં પ્રવેશે. લાંચ અને રુશવત જેવા શબ્દો સદન્તર ભુંસાઈ જાય અને ચોરી, લૂંટફાટ, અપહરણ, બળાત્કાર અને ખુન જેવા શબ્દો સમાચાર પત્રો માંથી  બાકાત થઈ જાય. અને ફરી ” રામ રાજ્ય”ની સ્થાપના થાય

તો કેવું સારુ!

.

ફૂલવતી શાહ.                                        

 

તો સારુ…..

મિત્રો ,

આપણી  બેઠક તો શુક્રવારે  સાંજે મળશે  પરંતુ આપણા વડિલ, મિત્ર વિજયભાઈ શાહ એ હ્યુસ્ટન(અમેરિકા)થી “તો સારું” પર  સુંદર કવિતા  મોકલાવી છે, તો મિત્રો વિજયભાઈ આપણા માટે હ્યુસ્ટનથી કવિતા મોકલે એ આપણા માટે મોટી વાત છે ….. તો આપ બધા ક્યાય અટક્યા હો અને કલમ ન ઉપાડી હોય તો…આજે તમારી એક સ્વરચિત કૃતિ. રચવા, સ્વની  ખોજ  સાહિત્ય દ્વારા વ્યક્ત કરવાનો સુંદર મોકો” બેઠક ” દ્વારા  લાવી છું….તમારે માત્ર હિમત કરી …ધીરજથી ઉંબરા ઓળંગવાના છે અને કાલની બેઠકને આપના વિચારો અને લખાણોથી ભરી દેવાની છે

 વિજયભાઈ વિષે લખવા બેસું તો  ઘણું લખી શકાય પરંતુ ​ખાસ જણાવું તો ​મારા માટે મેન્ટર રહ્યા છે, મને માર્ગદર્શક આપી શબ્દોનાસર્જન ને પ્રોત્સાહન પણ આપ્યું છે ,એમના લખાણ માં સરળતા સાદગી સાથે સહજતા દેખાય છે. ટૂંકમાં જાણવું તો આધુનિક ગુજરાતી ગદ્ય  અને પદ્ય સાહિત્ય ના એક સર્જક; નમ્ર અને સરળ વ્યક્તિ એટલે વિજયભાઈ, માત્ર લખી જાણે છે તેવું નથી બીજાને પ્રોત્સાહન આપી લખાવી  જાણે છે.વધુ કંઈ કહું એ પહેલા વિજયભાઈને માણો એમની કવિતા એજ એમની ઓળખ છે…  બધાં માટે મનન માંગતુ, વિચાર કરતુ …તદ્દન વાસ્તવિક.. કાવ્ય, …ઓછા શબ્દમાં ખુબ મોટી વાત કહી છે. …..“ના કશું આપે તોય  સારું ”  એક વાક્ય સંતોષ થી ભરપુર છે,  તો “જીવન ઝરણા ની જેમ વહે તો સારુ”કાવ્યની અને કવિની સરળતા સહજતા પ્રગટ કરે છે. આજ એમની લેખન શૈલીની વિશિષ્ઠતા છે,

તો સારુ.

પ્રભુ તુ મને કશું આપે તો સારુ

અને  ના  કશું આપે તોય સારુ

 તારો તો માનવો રહ્યો આભાર જ

બળ બુધ્ધી ને  ધન તો દીધા છે

 ઝાઝુ શું માંગવુ? કૃપા મળે તો સારુ

જીવન ઝરણા ની જેમ વહે તો સારુ

 અપેક્ષા ઘટે ને  રહે મન ભક્તિમાં

અંતિમે નામ તારું હૈયે રહે તો સારુ

મિત્રો બેઠકની રજૂઆત અહી જોઈ શકશો –http://youtu.be/hgEfWQUKNkw


Vijay Shah વિજય શાહ

Future belongs to those who dare!