આખરે બુક તૈયાર છે…….

 

to saru book

બધાજ લેખકોને ધન્યવાદ ,વિજયભાઈ શાહ અને કાનુકાકાનો ખુબ આભાર

હકીકત બને તો સારું….પદ્માબેન કનુભાઈ શાહ

મિત્રો આજે  આંતરરાષ્ટ્રિય માતૃભાષા દિવસ..!!  આપણે જન્મ દિવસ ઉજવીએ છીએ તો ..વિશ્વ ગુજરાતી ભાષા દિવસ કેમ નહિ !આજના દિવસની આપ સર્વેને ખોબો ભરીને  શુભેચ્છાઓ.આજના આ પાવન દિવસ પર સૌપ્રથમ સંયુક્ત રાષ્ટ્ર સંઘનો આભાર માનવો રહ્યો કે જેમણે દરેક સંસ્કૃતિના માણસોને પોતાના મૂળ સાથે જોડવા માટે આ દિવસ ઉજવવાનું આયોજન કર્યું છેદરેક સમાજની મૂર્ત કે અમૂર્ત ધરોહરને જીવંત રાખવા માટેનું સક્ષણ સાધન જો કોઈ હોય તો તે માતૃભાષા છે.,એક એવી માન્યતા છે કે ગુજરાતીઓ પોતાની ભાષાને જાળવવા પ્રત્યે ઉદાસીન છે. હું તો કહું છું કે આ  સૌથી ખોટી  માન્યતા   છે .. તમે આપણું  પુસ્તક પરબ, બેઠક કે શબ્દોનું સર્જન ના ચાહકોને જ જુઓને  દિવસો કે મહિનો   ન થાય  ત્યાં તો ઈમૈલ અને ફોન આવા માંડે કે ગુજરાતી  બેઠક કયારે છે પ્રોગ્રામ ક્યારે છે ?? આપણી ભાષાનો પ્રેમ નથી તો શું ..ફરી એકવાર .આજના ‘વિશ્વ માતૃભાષા દિવસે’ આપ સર્વને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

પદ્મામાસીનો પરિચય એમની ગુજરાતી ભાષાનો પ્રેમ છે .એમના શબ્દોમાં  કહુતો … “સમાજની સભ્યતા, સંસ્કાર અને સંસ્કૃતિની રખેવાળ ભાષા છે.” ..મારે જો ઓછામાં ઓછા શબ્દો દ્વારા મારી ભાષા વિશે કંઇ પણ કહેવાનું હોય તો હું એટલું જ કહીશ. ભાષા મારી ગુજરાતી પણાની  ઓંળખ અને ગૌરવ છે

 

પદ્મા માસીએ  “તો સારું”ને દરેક વ્યક્તિના મનમાં છુપાયેલી આશા તરીકે રજુ કરી છે. એમના લખાણ માં મુલાયમ લાગણીઓ ભરપુર ઉછાળા મારતી અનુભવાય છે.એમની ભાવનાઓ જ્યારે શબ્દેહ ધારણ કરે છે,ત્યારે ઉંમર નો બાધ દેખાતો નથી,આમ પણ સર્જન ને ઉંમર સાથે કોઈ સબંધ નથી ,ધણી વાર આપણને ખબર છે કે છે આશા ઠગારી તોય રોજ આશાઓ  આપણે રોપ્યા કરીએ છીએ અને તો જ ઉંમર વર્તાતી નથી, .માટે જે સ્વપ્ના જોવે છે એ વૃદ્ધ થતા નથી બસ તો માસી પણ આવ જ સ્વપ્નો આજે પણ માણે છે તમે પણ માણો…..

હજુ આ ઉમ્મરે પણ કિશોર કિશોરી જેવા દિવાસ્વપ્ન આવ્યા કરે, જે નથી જોયુ, નથી જાણ્યું તે જોવાની અને જાણવાની ભાવના જાગૃત થાય છે.આ વાસ્તવિક  હકીકત બને તો કેવુ સારું?

હું આભમાં ઉંચે ઉડી હિમ આચ્છાદિત ઊંચા પર્વતો, ઉંડી કોતરો, લીલાછમ ખેતરો આમ ધરતીની રમણીયતા નિહારવાનો આનંદ માણું તો સારું.ઉગતી ઉષાના સૂર્ય કિરણો રેતીના પટ પર પડતા અનેક રજકણને હીરા સમ ઝગમગતા કિરણો નિહારવામાં કેટલો બધો આનંદ થાય છે? આવો આનંદ સૌને મળી શકતો હોત તો કેટલું સારું?……..

દરિયાના પેટાળમાં ઉંડે ઉંડે ડૂબકી મારનાર તરવૈયા — ” ડાઈવર્સ ” – ની જેમ ડૂબકી મારી સુંદર આકર્ષક પરવાળાના રંગબેરંગી ખડકો અને અસંખ્ય ઝગમગતા કિંમતી રત્નો નિહાળી શકુ તો કેટલુ સારું?….

દેશની સરહદે ચોકી પહેરો ભરી રહેલા લશ્કરી યુવાનો જેઓ ચોકિયાત સંત્રીઓ છે જે દેશની સલામતીની રક્ષા કરે છે, જે દુશ્મનોના હૂમલાથી સજાગ  રહે છે તેવા સૈનિકોનો હું મદદગાર બનું તો કેવું સારું?

 ” જનની જન્મભૂમિ:ચ  સ્વર્ગાદપિ ગરિયસી ”  જે ભૂમિમાં જન્મ લીધો હોય તે ભૂમિ સ્વર્ગથી પણ વિશેષ વ્હાલી લાગે છે આવી ભાવના દરેક માનવમાં હોત તો કેવુ સારું???

પદ્માબેન  કનુભાઈ  શાહ-( Sunnyvale, CA )

મારું અસ્તિત્વ પાછુ આપો તો સારું..તરુલતા મહેતા

photo

તરુલતા મહેતા

મારું અસ્તિત્વ પાછુ આપો તો સારું..તો સારું ..

મારી જીન્દગીમાં “ તો સારું”કયારે કયારે  અને કેવી રીતે આવ્યું ,​

 મેં મારા હુદયને  ઢંઢોળ્યું ,ભાવો તો  નદીના જળની જેમ વહેતા રહે એમાંથી અનેક તરંગો ઉઠે ને શમે પરંતુ એ બધાંમાંથી એકવારના ભાવ પૂર લઇ આવ્યું,જેણે મારા અસ્તિત્વને હચમચાવી નાખ્યું,તીવ્રતાપૂર્વક “તો સારું”વેદના બની આવ્યું.

મારા બા,જેના થકી હું પૃથ્વી પર આવી,જેની આંગળી ​ઝાલી જીવનમાં પગલા માંડ્યા​.​મને યાદ છે એ દિવસો જયારે હું ​પાંચ સાત વર્ષની હોઈશ ત્યારે થતું બા સાથે  આંગળી ઝાલીને સંતરામ મંદિરના મેળામાં જવાનું મળે તો સારું …,અને મેળામાં જવાનું મળતું ,પરીક્ષા ​આવી ​પરીક્ષા આપી પેપર   ખુબ સારા લખ્યા પરંતુ પરિણામ ન આવે ત્યાં સુથી એક જ વિચાર આવતો પાસ થઇ જવાય “તો સારું”… અને બાના આશીર્વાદથી નોકરી પણ મળી ગઈ,હું પરણી પણ ગઈ.

જીવન એમ સરળ જતું હોત તો શું જોઈતું હતું?​,ખરી કસોટીની વેળા આવી આજથી બારવર્ષ પહેલા .​.​એ વખતે મારા બા પથારીના બિછાને હતા અને એક દિવસ અચાનક ભાઈનો ફોન આવ્યો ,બાની તબિયત સારી નથી ,તું અહીં  આવી જા  તો સારું…પણ બાને શું થયું છે? તો કહે તું અહી આવી ને જો. .જેમ તેમ ટીકીટ મેળવી વિમાનમાં તો બેઠી પણ મન ચિંતા કરવા માંડ્યું ,વિમાનના અન્જીનનો અવાજ કોણ જાણે કેમ વધુ લાગવા માંડ્યો જાણે મને  વ્હેરતો ન હોય,મન વલોવાતું હતું ,બા ને શું થયું હશે?,ભાઈએ માંદગીની વાત કરી પણ શું થયું હશે ?

બધા સારાવાના થઇ  જાય “તો સારું”, સાનફ્રાન્સિસ્કોથી શિકાગો નો પ્રવાસ કોણ જાણે કેમ ખુબ લાંબો લાગ્યો,બાની વય બ્યાંસી વર્ષની,લાકડીના ટેકે અને વોકરથી બા ઘરમાં હાલતા ચાલતા હતા. અને હું શિકાગો જાઉં ત્યારે અચૂક ભાભી સાથે કારમાં બેસી જતા, એરપોર્ટ પર બા, ભાભીને ને ભાઈને જોઉં ત્યારે પિયર આવી છું તેવું લાગતું …તે દિવસે મારી બેગ લઇ ભાઈ એ જ કારમાં મૂકી દીધી,મેં અને ભાઈએ વાતો કરી પણ ખુબ ​ઠાલા ​શબ્દો અને મને બધું સારું હોય “તો સારું “એવા વિચાર આવવા લાગ્યા,​ઘરમાં પણ વાતાવરણ ગંભીર દેખાયું,બધાના મો પર ગુંગળામણ, બોજ અને વમળમાં ફસાયાની લાગણી હતી.ભાઈ ભાભી મને બાના ઓરડામાં લઇ ગયા,બા તો ખાસ્સા બે તકિયાના ટેકે બેઠક માં બેઠા હતા ,ભાઈ ભાભી બા પાસે લઇ ગયા અને બાને ક​હ્યું ​ જો કોણ આવ્યું છે ? હું હરખઘેલી થઇ બાને પડખે બેસી પડી, તો ​બા ​કહે અત્યારે નર્સ ને કેમ બોલાવી ​છે? ​વિચારોની અને લાગણીઓની એવી ભીસ મારા હૃદયમાં હતી કે મેં બાને હચમચાવી કહ્યું ​હું તમારી દીકરી  તરુ …અને બાની આંખોમાં અજાણ્યાપણું તરી આવ્યું ! તું કોણ છે ? બાનો યક્ષપ્રશ્ન મને વીંધવા લાગ્યો,હું જાણે નાપાસ થઇ ગઈ,અજાણ્યાપણા અને પારકાપણા ના પુરમાં તણાઈ ગઈ,ભાઈએ મને આશ્વાસન આપ્યું કે   બાને મીનીસ્ટ્રોક આવ્યો છે. અને ડીમેનસ્યા ​થયો છે.ત્યાં તો ભર બપોરે બા બોલ્યા કે હવે લાઈટ બંધ કરો હું સુઈ જાવ છું,બાને હ​વે ​સંબંધ, ​સ્થળ, સમયનું ભાન નહોતું ..અને બા હવે તેમની દુનિયામાં જ હતા.હું  સ્તબ્ધ  હતી,મારું હુદય દ્રવી ઉઠયું અને અંદરથી પોકારીને કહેતું હતું કે બા બા એકવાર તમારી તરુને ઓળખો તો સારું…હું ઓરડાની બહાર નીકળી ત્યારે થયું​,​કે મારું નામ ​અસ્તિત્વ  અને મારી ઓળખ જે બા હતા તેણે મને પાછી ગર્ભમાં સમાવી લીધી ?​ત્યારે મારું અસ્તિત્વ ગર્ભમાં તડફડતું હતું અને કહેતું હતું કે ​બા મને મારું અસ્તિત્વ પાછુ આપો તો સારું..

નખશીખ ગુજરાતણ -તરુલતા મહેતા

તો સારું …. વિનોદભાઈ પટેલ

vinod patel

મિત્રો ,

સેન્ડીએગો કેલીફોર્નીયાથી આપણી બેઠકના વિષયને અનુરૂપ એક સુંદર કાવ્ય વિનોદભાઈ પટેલે મોકલ્યું છે ,તેઓ ખુબ જાણીતા લેખક અને અને બ્લોગર રહ્યા છે આપણા શબ્દોના સર્જન પર વારંવાર પોતાના પ્રોત્સાહનભર્યા અભિપ્રાય આપતા હોય છે ,ખુબ સરળ છે અને ઉંચી ભાવના સાથે લખે છે, તેમના શબ્દોમાં વાંચો…. .એક સુરજ થવાનાં નથી મને કોઈ શમણાં….માટીના મારા કોડીયામાં તેલ-વાટ પેટાવી…..અંધારાં ઉલેચતો ઘરદીવડો થવ. તો સારું ….

તો સારું ….

જીવનમાં બધું સારું જ બનશે એવું હંમેશાં બનતું નથી

જ્યારે ખોટું બને ત્યારે મનથી ભાંગી ન પડાય તો સારું

 જીવન  એક દોડની હરીફાઈ જેવો ખરાખરીનો ખેલ છે

ભય કે નિરાશાથી દોડ છોડી ભાગી ન જવાય તો સારું

 પાંચ ટકા પ્રેરણા અને પંચાણું ટકા પરિશ્રમ એક નિયમ છે

માટે ધ્યેય પ્રાપ્તિ માટે  હંમેશાં ઝઝૂમતા રહીએ તો સારું

 અમેરિકા એ અનેક દેશની સંસ્કૃતિઓનું મિલન સ્થાન છે

અતડા ના રહેતાં દેશના મુખ્ય પ્રવાહમાં ભળીએ તો સારું

 નવી પેઠીને ગુજરાતી શીખવામાં બહું રસ જણાતો નથી

ભૂલકાંઓથી જ ગુજરાતીની શરૂઆત કરાવીએ તો સારું

 સાહિત્ય સરિતાનો પ્રવાહ હંમેશાં વહેતો રહેતો જ હોય છે

એમાંથી ખોબલે સાહિત્ય રસ પીને તૃપ્ત થઈએ તો સારું

 આ દેશમાં ગુજરાતી ભાષાનો પ્રચાર-પ્રસાર સરળ નથી

બ્લોગ જગતમાં ડોકિયું કરતા-કરાવતા રહીએ તો સારું

 સૌને ગુજરાતી ભાષા માટે સરખો રસ ન હોય એમ બને

                                        એમ છતાં સાહિત્યની બેઠકોમાં હાજરી આપીએ તો સારું .

વિનોદ પટેલ , સાન ડિયેગો , કેલીફોર્નીયા

“Knock-Knock” કરો તો સારું। ….મેઘલતાબેન મહેતા

મિત્રો ,

મેઘલાતાબેન ને આપ સહુ જાણો છો ,તેમ છતાં કહીશ કે “શબ્દોનું સર્જન” ,કહો કે” બેઠક” દરેક વખતે માસી મારા પ્રેરણા મૂર્તિ તરીકે રહ્યા છે મને પ્રોત્સાહન આપી નદીની જેમ વહેતા શીખવ્યુ છે ,પોતે સારા લેખિકા છે ,કવિતા, નાટક, લેખો,અનુવાદ તો કર્યા છે…અરે  એટલુજ નહિ રેડિયોના ખુબ જાણીતા કલાકાર પણ છે.એમની બોલવાની છટા પ્રેક્ષકોને જકડી રાખે છે ,આજે “તો સારું” ની બેઠકમાં હાજર ન હતા પરંતુ  ધ્રુજતા હાથે “બેઠક” માટે કલમ ઉપાડી છે  ….. ,માસીને દુખતા ઘુંટણે ,અને વિલચેર ના સહારે જિંદગીમાંથી હાસ્ય શોધતા આવડે છે ,આમ પણ પાછલી ઉંમરે જિંદગીની વાતો ને વાગોળી આનંદ માણવાનો હોય છે.માસીએ અમેરિકાની એક વાસ્તવિકતા હાસ્ય સ્વરૂપે લખી મોકલાવી છે,અમેરિકા સ્વતંત્ર દેશ છે અને એથી અહી privacy નો મહત્ત્વ ખુબ છે એ કરતા પણ  એમ કહું કે જરા વધારે પડતું છે…. તો ખોટું ન લગાડતા।.અમેરિકામાં knock knock કર્યા વગર ક્યાય નથી બોલાતું કે નથી જવાતું … એજ વાત “તો સારું “ના વિવિધ ઉપયોગ કરી માસીએ પોતાની જ વાત,પોતાનો જિંદગીનો એક અમુલ્ય પ્રસંગ, કલમમાં ઉતારી રજુ કર્યો છે.

તો મિત્રો માણો જિંદગીની વાસ્તવિકતાને હસતા હસતા. …

 

“Knock-Knock” કરો તો સારું। ….

 

આ ઘણા વર્ષ પહેલાની વાત છે …..”તો સારું” શબ્દ કઈ રીતે આપણા જીવનમાં આવે છે એની વાત છે…..લગ્ન થાય એટલે ઘરના દરેક વ્યક્તિ ના મનમાં એક વિચાર આવે કે હવે પારણું બધાય તો સારું। …અને મારી પણ વ્યક્ત ન કરતી ઈચ્છા હતી કે પ્રભુ મને માતૃત્વનું વરદાન આપે તો સારું। …આખરે ડૉ ,દોરા ધાગા ,બાધા આખડી ના પરિણામ રૂપે હું ગર્ભવતી બની  અને થયું આખરે મારા પ્રેમને સ્વરૂપ મળે “તો સારું  “અને બંને પક્ષે જાણે ઉત્સવ આવ્યો ,અને આનંદની છોળો ઉછળી ,ત્યારે થયું મારા ઘરમાં  કુળદીપક ની હવે જયોત પ્રગટવું તો સારું। ….અત્યાર સુધી ખુબ મેણા ટોણા સંભાળવા પડતા અને મનમાં થતું કે હવે આ બંધ કરો તો સારું। ….મેં કોઈ ગુનો નથી કર્યો ,પણ ભગવાન ને બાજી પલટતા આવડી અને મારી સામે જોયું ,મારા માનપાન વધી ગયા। …અને લોકો કહેતા તમે હવે કામ ન કરો હવે બધું રહેવા દો  તો સારું। …વહું બેટા તમે આરામ કરો ,તમારી જાતને સાંભળો તો સારું। …અને મનમાં એમ ઈચ્છતા  હોય કે કુળદીપક ને કોઈ આંચ ન આવે તો સારું। …..અંતે ખુબ આરામ કર્યા બાદ અને ખુબ ખાણી પીણી કર્યા બાદ જેની રાહ જોવાની હતી તે દિવસ નજીક આવ્યો ,બધા ડોક લાંબી કરી મુખ ઉપર આનંદ અને ચિંતા ના મિશ્રિત ભાવે રાહ જોતા, આંતરિક મનમાંથી બોલતા કે બધું હેમખેમ પાર પડે તો સારું। …

પણ અંદરથી બિરાજેલા મહાશયને આરામ ફાવી ગયો ,પૃથ્વીપર પ્રગટ થવાની ઉતાવળ હોય તેમ લાગ્યું નહિ પછી તો મુખ પરની આનંદની રેખાઓ લુપ્ત થઇ ગઈ અને ચિંતામાં ફેરવાઈ ગઈ,પછી તો સમય પૂરો થઇ ગયો અને એ ફુગ્ગાની જેમ વધુ ને વધુ વિસ્તરતો જતો હતો। …મારી તકલીફનું પૂછવું જ શું। .. બધાને થયું .કુળદીપકને સ્વાદ ચાખવાની ભાવના અતૃપ્ત રહી હશે એટલે મને જાત જાતની વાનગી ખાવા આપતા જે કમને હું ખાતી ત્યારે થતું હવે બસ કરો તો સૌ તો સારું। ….છેવટે ડૉ પાસે ગયા। …ભય હતો ઓપરેશન કરવાનું ન કહે તો સારું। ….મને કરવું પણ નહતું ,ઘરના ડૉ  પેટ પર સેથોસ્કોપ રાખી અંદર બિરાજેલા આત્માને પ્રગટ થવા  વિનંતી કરી કે હવે બહાર આવો તો સારું। ….

ડોક્ટર સાહેબે કહું ફોન જોડ્યો હતો શું જવાબ આપ્યો છે, જાણવું છે ?ડૉ live me alone  please, you know America is free country.

મારે શું કરવું અને શું નહિ એ હું નક્કી કરીશ ,મને આરામ કરવા દો ,અને please  do not heart my privacy જરા  સાચવો અને અંદર  જાંખતા પહેલા  “Knock-Knock” કરો તો સારું। ….

 

-મેઘલતાબેન મહેતા-

 

 

 

 

પાલવ ભીની પ્રીત-કલ્પના રઘુ

મિત્રો ,

મેં કહું તેમ ફેબ્રુઆરી મહિનો એટલે પ્રેમ ની મોસમ ,જયાં જોવો ત્યાં પ્રેમ છલકાય …..તો આપણા કલ્પના બેન ને કુંપણ ની જેમ જે દિલ માંથી જે સ્ફૂરીયું …..તે શબ્દોમાં લેખી મોકલ્યું ,વાત પાલવની છે ,ઘણા કવિએ પાલવ પર કવિતા લખી છે ,,.-હરીન્દ્ર દવે—“.જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં ને છતાં પાલવ અડક્યાનો મને વ્હેમ છે”,આપ સહુ આ ગીતથી તો પરિચિત છો ,પત્નીનો પાલવ ,એક પ્રેમનું સાધન છે ,જેમ વેણી  લવાય તે પ્રેમ છે તેમ પુરુષ દાઢી કરતો હોય અને પત્નીના પાલવથી મોઢું લુછે તે પણ પ્રેમ જ છે ,હવે ભલભલા પાલવ થી પ્રેમમાં પડ્યા તો રઘુભાઈ(કલ્પનાબેન ના પતિ ) થોડા બાકાત રહે……

પાલવ ભીની પ્રીત

 

તેં પલવડે બાંધી મારી પ્રીત, અને રાત્યું ગઇ અનમીટ.

નજર્યુંમાં મળી નજર્યું, અને બીડાઇ ગઇ આંખ્યું.

પ્રીત એકમેકમાં સમાણી અને સરજાઇ રંગોળી સપનાની …

આભ ને તારા, ચાંદ ને ચકોર, બન્યા સાક્ષી સહુ સપનાનાં …

કોયલ ટહુકી ને પાલવમાં થયો સળવળાટ … સૂરજનાં સોનેરી કીરણોથી તૂટયું એ સપનું.

રાત ગઇ ભોર ભઇ, હું જાગી તું જાગ્યો, એક નિઃશબ્દ તૃપ્તિનો આભાસ ભયો

બસ હું અને તુ, તુ અને હું … અને મારે પલવડે તારી પ્રીત્યુ સમાણી.

 

કલ્પના રઘુ

-તો સારુ….-કુન્તાબેન શાહ

photo (10)

મિત્રો ,

આપણે સહુ જાણીએ છે કે ભગવાન કોઈને મારતા નથી. મનુષ્યનું પાપ મનુષ્યને મારે છે.આ વાત આપણે સહુ જાણીએ છીએ,છતાં અંદરથી આપણને એવું થાય તો….,અને આપણો ડર આવું ન થાય “તો સારું” એમ બોલી ઉઠે છે.આ જ વાત કુન્તાબેને કરી છે. એ સાથે  સમર્પણ ની ભાવના કુન્તાબેને “તો સારું” કહી પ્રગટ કરી છે. પ્રેમમાં તમારે તમારી વ્યક્તિની સંવેદનાને સમજવી પડે છે, સાર્થક કરવી પડે છે.કોઈના જીવનમાં પુષ્પ બનવું અને ખીલવું અને મહેકવું એ ખુબ મોટી ભાવના છે.તમારા જીવનમાં પુષ્પ્ બની ખીલું તો સારું,એ વાંચીને કોઈની પ્રેરણા બની શકો તો સારું। ..

તમારા જીવનમાં પુષ્પ્ બની ખીલું તો સારું

એ પુષ્પની શાખાઓમાં મુજ રક્ષા થકી તુ કાંટો બને તો સૌભાગ્ય મારું

પણ ભાગ્ય કાંટા ના બને તો સારું!

પુષ્પ કયું? ગુલાબ કે મોગરો?  નાગકમળ ન બનું તો સારું!

રંગોનો તો કઇં પાર નથી.

લાલ ભલે શુકનિયાળ, ભડભડતો અગાંર ના વરસાવે તો સારું!

પીળો ભલે વસંત સમો,  ઊંચ નીચનો ભેદ ના જગાડે તો સારું!

વાદળી ભલે, ગગને વિહરવાની મૌજ કરાવું, આંધી ના પછાડે તો સારું!

લીલો ભલે મારા નીલકંઠ જેવો, ઝેર પચવવાનું ના ભુલીએ તો સારું!

શ્યામ રંગ સર્વ રંગોની ખીચડી, અંધકારમાં જ્યોતિર્મય ઘી થઇ રેલાઉ તો સારુ!

શ્વેત જેવો શુદ્દ્ધ અરંગ નહી.  બધી તારી ત્રુશ્ણા ત્રુપ્ત કરીશ, મુજ રંગોનુ સમર્પણ કરીને,

પણ વૈધવ્યનો શ્રુંગાર ન બનુ તો સારુ!

તમારા સિંચનથી હું ખીલું, કરમાવાનું તો છે જ, પણ સુગંધ એની રહી જાય તો સારુ!

તમારા જીવનમાં હું ફૂલ બનીને ખીલું તો સારુ.

તમને મારી પ્રાર્થના સ્વિકાર ના હોય તો કાંઇ નહી,

(જમાના સાથે બદ્લાવું પડે)

કોઇ બીજાના જીવનને સુગંધિત કરીશ

છતાં, તમારી સ્મ્રુતિઓમાં મારી ઝલકની સુગંધ તમને મલકાવે તો સારુ!

કુન્તાબેન શાહ

“તો સારું”-વસુબેન શેઠે

“તો સારું “
મિત્રો ​,
  “તો સારું” ની બેઠકમાં એક પછી એક રજૂઆત થઇ અને” તો સારુ”ને  લોકો એ પોતાના દ્રષ્ટીકોણ થી રજુ કર્યો ,તો વસુબેન શેઠે પ્રભુ સાથે “તો સારું” કહી પોતાની ઈચ્છા દર્શાવી અને પ્રાર્થના કરી  ,પ્રાર્થના  એટલે પ્રભુ સાથે ગોષ્ટી પ્રાર્થના એટલે અંતરનો પોકાર,‘પ્રાર્થના એટલે ભગવાનને કહેવાતા એવા શબ્દો કે જેમાં આપણી માંગણી,,પ્રાર્થના એટલે પ્રભુ સાથેનો સીધો વાર્તાલાપ, પ્રભુની સમક્ષ કરવામાં આવતું નિવેદન, અંતરમાંથી ઊઠતો પોકાર.મિત્રો આ તો સારું શબ્દનો જાદુ જ કૈક નોખો છે આ બે શબ્દો જાણે બધુજ કહી શકે છે ,વસુબેન નો ભય ,દુઃખ ,સંતાપ ચિંતા બળ , શક્તિ બધું જ આ બે શબ્દ” તો સારું”કાવ્યમાં રજુ કરે છે  અને  કહી જાય છે આપણું  મન જયારે જોઇતી વસ્તુનો એક વિચાર કરે છે ત્યારે આપણા  આંતરિક  મનમાં થી એક અવાજ નીકળે છે “તો સારું ” વધુ કહી નથી કહેવું આપ જ વસુબેનની રજૂઆત વાંચીને માણો.

બેઠક-vasuben

પ્રભુ પ્રાર્થના સાંભળો” તો સારું ​”
વિપતિમાં મારી રક્ષા કરો એ ,મારી પ્રાર્થના  નથી 
પણ વિપતીમાં હું ભય ન પામું તો સારું 
 
દુઃખ અને સંતાપથી ચિતવ્યથિત થઈ જાય ત્યારે સાંત્વન ન આપો તો ભલે 
પરંતુ દુઃખ પર પ્રભુ વિજય મેળવી શકું તો સારું
 
મને  ટાંકણે સહાય ન આવી મળે તો કાઈ નહિ 
પણ મારું બળ ટુંકી ન પડે તો સારું 
 
પ્રભુ સંસાર જ છેતરામણી  છે, નુકશાન થાય પણ 
ત્યારે મારા અંતરમાં કોઈને માટે શંકા ન કરું તો સારું 
 
જીવનનો બોજો હળવો કરી હૈયાધારણ ન આપો તો કહી નહિ
પણ  પ્રભુ એને ઉચકીને જઈ શકું એવો ખભો આપો  તો સારું
 
મને તમે ઉગારો એવી મારી પ્રાર્થના  નથી 
પણ હું તરી  શકું એટલું બળ પ્રભુ  મળે તો સારું 
 
દુખની રાત્રે સમગ્ર ધરા જયારે પગ તળેથી ખસી જાય ત્યારે 
ત્યારે તમે છોજ એ વાત વધુ દ્રઠ  થાય તો સારું 
 
પ્રભુ આ જીવન તમારું આપેલું જ છે, માટે આ પ્રાર્થના  છે 
પરંતુ હું કમજોર નથી માટે આજીજી  ન સમજો તો સારું   
 
-વસુબેન શેઠ- 

તો સારું…..જયા ઉપાધ્યાય

jayaben
મિત્રો ,
 
બેઠકના નવા કવિત્રી જયાબેન ઉપાધ્યાય ને સંભાળવાનો મોકો પહેલીવાર મળ્યો ,પરંતુ આવ્યા ભેગા મેદાન મારી ગયા ,લખ્યું તો ખુબ સરસ પણ રજૂઆતે લોકોને મોમાં આંગળા નાખતા કર્યા।જયાબેન માત્ર લખતા નથી એક્ટિંગ પણ ખુબ સરસ કરે છે તેમનું પહેલું વાક્ય ”  માનવ   સ્વભાવ  ને  આલેખતું    શબ્દ   પુષ્પ “એમને બીજા કરતા અલગ તારવે છે ,
​”​આ મારું , આ તારું  , એ  ભાવનાથી   અલગ  થવાય તો સારું,
ઈર્ષ્યા અને   અહમ ને , જીવન માંથી  દુર  કરી શકાય તો સારું
પૈસો હાથ નો મેલ છે , એ  બોલવામાં  લાગે  ઘણું સારું
પણ પૈસા  માટે ની મેલી રમતો થી  દુર  રહેવાય તો સારું,
માનવીની પ્રકૃતિને વર્ણવતી આ પંક્તિ જિંદગીની વાસ્તવિકતા ને ખુબ સરસ આલેખી છે 

​,કે ક્યાં સુધી માનવી અહમને પોસી  પહેલી હરોળમાં બેસી તાળીઓ વગાડશે। …..​હવે હું વધુ કહું તેના કરતા આપ સહુ  વાંચીને માણો અને હા સંભાળવાજ હોય તો  28મી ફેબ્રુઆરી ની બેઠક માં જ આવજો। ..
માનવ   સ્વભાવ  ને  આલેખતું    શબ્દ   પુષ્પ 
 આ મારું , આ તારું  , એ  ભાવનાથી   અલગ  થવાય તો સારું 
ઈર્ષ્યા અને   અહમ ને , જીવન માંથી  દુર  કરી શકાય તો સારું 
 

પૈસો હાથ નો મેલ છે , એ  બોલવામાં  લાગે  ઘણું સારું 
પણ પૈસા  માટે ની મેલી રમતો થી  દુર  રહેવાય તો સારું 
 

પ્રાર્થના દ્વારા રોજ  પ્રભુ ને  એકવાર   મળી લેવાય તો સારું 
ને  એની જ  અખંડ  શ્રદ્ધા માં,દુખ સહન કરી લેવાય તો સારું 
 

દુખો ને  સુખ ના ચશ્માં થી   જોઈ લેવાય  તો ઘણું સારું 
ને પ્રભુ પાસે જ અશ્રુધારા  વહાવી લેવાય તો   સારું
 

દુર્ગુણો  અને  દુર્વીચારો સામે હિંમત થી  લડાય  તો સારું 
ને જીવન માં રોજ  કોઈ સારું કામ   કરી લેવાય તો સારું 
 

પ્રેમ અને  ક્ષમા મારી હસ્તી ના બે  હાથ થઇ જાય  તો સારું 
અને આ બાંહો માં   સહુ સ્વજનો ને સમાવી લેવાય તો  સારું 
 

જીવનની  હર એક  ક્ષણો માં ,  પ્રભુ સન્મુખ થઇ જવાય  તો  સારું 
ને  ફરી  ફરી માનવ   જન્મ  લેવાય તો સારું 
 

ઓમ   મા  ઓમ  
 

જયા   ઉપાધ્યાય
408  945  1717

સૌ જાણી લો તો સારું..રાજેશભાઈ શાહ-

rajesh shah
મિત્રો ,
 શબ્દોના સર્જન પર હવે થી રાજેશભાઈ શાહ પણ લખી અવનવું પીરસશે.રાજેશભાઈ એટલે બીજા કોઈ નહિ પણ ગુજરાત સમાચારના( યુ.એસ.એ. )ના પત્રકાર, જી હા એમને સંગીત સાહિત્ય માં ખુબ દિલચસ્પી છે અને સીનીયરો ને મદદ પણ કરે છે, બે એરિયામાં બે દિવસ પહેલા મળેલી  બેઠકમાં રાજેશભાઈ એ અંદર બેઠેલા કવિને જગાડ્યો ,આમતો આપ સહુ એ  તેની કલમની તાકાત  છાપામાં જોઈ છે,પરંતુ હવે અહી એક કવિ, લેખક તરીકે આપણે મળશું,આમતો બે અરિયાના કોઈપણ પ્રસંગના અહેવાલ છાપામાં છાપી આપણા સમાજને ખુબ મોટો ફાળો આપી રહ્યા છે ,તેમ છતાં કવિતામાં કહે છે “સેવા અને સત્કર્મ ની સુવાસ ફેલાવીને જવું છે” જે સમાજ થકી આપણ ને કઈ મળ્યું તે સમાજને પાછુ આપવાની કેટલી ઉત્તમ ભાવના।….” જીવન ની પાનખર ને વસંત માં ફેરવવી છે?: માણસો ઉમર થાય તેમ નિરાશા તરફ જતા હોય છે જયારે રાજેશભાઈને તો વસંતની જેમ માણવી છે,જીવન ને ઉપવન બનાવવું છે, હવે હું વધુ કહું તે પહેલા તમે જ વાંચીને અભિપ્રાય આપો તો સારું……

 

સૌ જાણી લો તો સારું….

જીવન જીવવું છે તે હવે લાગી છે લગન

ઉરે આનંદ સમાય ના એ જાણો તો સારું

સેવા અને સત્કર્મ ની સુવાસ ફેલાવીને જવું છે

તે નક્કી વાત હવે કહી દઉં તો સારું

તમારા જીવન ને ઉપવન બનાવવું છે ?

તો હવે નક્કી કરી લો તો સારું

જીવન સંધ્યા ની રંગોળી માણવી છે?

દૂર નથી હવે મંઝિલ તે હવે જાણી લો તો સારું

 

જીવન ની પાનખર ને વસંત માં ફેરવવી છે?

મન ની એ વાત મન માં જ ના રહી જાય હવે સમજી જાવ તો સારું,

જીવન ને  માણવા હવે સમજૂ થયી ને પાછા ફરવું છે

તે સૌ ને જણાવી દઉં તો સારું,

બેઠક માં પ્રેમ થી આવો અને મન નો જમણવાર માણો

એ સુંદર વાત હવે સૌ જાણી લો તો સારું।

-રાજેશભાઈ શાહ-