તમે એવા ને એવા રહ્યા (11)ડૉ.ઇન્દુબેન શાહ

રવિન્દ્ર અને રીનાના લગ્ન થયા ત્યારથી રીના રવિન્દ્રની નેવિગેટર. બન્ને પ્રોફેસનલ રવિન્દ્ર એન્જિનિયર, રીના એસ એન ડી ટી કોલેજમાં લેક્ચરર, મુંબઇમાં બે કાર પોસાય નહી ડ્રાઇવર પણ મુંબઇમાં રાખવો મોંખો પડે, એક કાર,પહેલા રાજેન્દ્ર તેની ઑફિસ સુધી ડ્રાઇવ કરે ત્યારબાદ રીના તેની કોલેજ જાય ધીરે ધીરે પેટ્રોલના ભાવ વધતા ગયા, અને મુંબઇનો  ટ્રાફિક પણ વધતો ગયો, તેથી કંટાળીને રવિન્દ્રએ પણ ગાડી લઇ જવાનું બંધ કર્યું. જુહુ ડીપોથી એક્ષપ્રેસ બસની સગવડતા થતા તેમાં જવાનું અનુકુળ રહેતુ, તેનાથી સમય અને પૈસા બન્ને બચતા.  રીનાની કોલેજ વિલેપાર્લેમાં રીક્ષા કરી પહોંચી જાય.

ગાડી તો સ્ટેટસ પૂરતી અને વિક એન્ડમાં ફરવા જવા પૂરતી,રવિન્દ્ર અને રીના, મિત્ર કપલ હીના અને હિતેશ સાથે દર વિક એન્ડમાં મુંબઇની આજુ બાજુના સ્થળૅ ફરવા ઉપડૅ  બન્ને કપલ સરખી ઉમરના સ્કુલમાં હતા ત્યારથી ચારેય મિત્રો,લગ્ન થયાપછી પણ મિત્રતા જળવાય રહી, રવિન્દ્ર ગાડી સ્ટાર્ટ કરે કે તુરત રીના નેવિગેટર બની જાય જો રવિ ફ્લાઇ ઓવર લેજે હવે બધે ફ્લાઇ ઓવર થઇ ગયા છે. રવિન્દ્ર પૂછે રીના અંધેરી તરફનો લેવાનો કે શાંતાક્રુઝ તરફનો? અંધેરી તરફનો જ લેવાનો હોયને, ત્યાંથી હાઇ વે પકડી લેવાનો, જોજે વહેલી સવારના ટ્રકનો ટ્રાફિક ખૂબ હોય સંભાળીને ચલાવજે, ઓવર ટેક નહી કરતો.ખંડાલા પહોંચે ત્યાં સુધી રીનાને પૂછી પૂછી રિસોર્ટ પહોંચે..

હિતેશને આશ્ચર્ય થયું રવિન્દ્ર ગયા મહિને ખંડાલા ગયેલા ત્યારે રીનાએ રસ્તો બતાવેલ તને યાદ નહી રહ્યો?આજે તારે આટલુ બધું પૂછવું પડ્યું?

રવિન્દ્રઃજો ભાઇ મારું કામ ગાડી ચલાવવાનું રસ્તા યાદ રાખવાના રીનાએ.

જો રીના સાથે ન હોય તો તું શું કરે?

એવું બને જ નહી.

રીનાઃ હિતેશ, એક વખત હું નહોતી ને કાકાને ત્યાં તેમના મિત્રને લઇને બોરીવલી જવાનું થયું, કાકાના ઘેર અમે વર્ષમાં બે ત્રણ વાર જતા હઇશું, મેં ડીરેક્સન  લખી આપી છતા ભૂલા પડ્યા, કાકાએ તેમના દીકરાને સામે મોકલ્યો તેને ફોલો કરી પહોંચ્યા.

રીના ઘેરથી નીકળતા પહેલા તારે એને ડીરેકસન લખી આપવાની પછી બાજુમાં બેસવાનું બોલવાનું નહી, બીજુ બધું યાદ રહે અને રસ્તા કેમ યાદ ન રહે!

બધા મિત્રો આવી સલાહ આપે. પરંતુ કહેવાય છે ને શેઠની શિખામણ ઝાપા સુધી.રવિન્દ્ર જેવું સ્ટિયરીંગ હાથમાં લે કે તુરત પૂછે રીના ક્યો ફ્લાઇ ઓવર? કઇ એક્ષીટ?અને રીનાનું નેવિગેસન શરું.

રવિન્દ્રના મોટા બેન ડૉ.રમિલા રવિન્દ્રના લગ્નમાં ઇન્ડીયા આવ્યા ત્યારે રવિન્દ્ર રીનાના જરૂરી પેપર્સ તૈયાર કરી લેતા આવ્યા, અમેરિકા આવી તુરત પિટિસન ફાઇલ કરી, રવિન્દ્ર અને રીનાને અમેરિકાનો વિસા કોલ આવ્યો બન્નેને વિસા મળી ગયા.અઠવાડીયામાં અમેરિકા જવાની તૈયારી કરી, બધી ખરીદી રીનાએ અને તેના સાસુ સુમતીબેને મળી વિલેપારલેમાં જ કરી લીધી, બેન માટે જુહુ ડીઝાઇનરના શૉ રૂમમાંથી લેટૅસ્ટ ડિઝાઇનની સાડી અને ડ્રેસ લીધા બનેવી અને ભાણીયા માટે નરેન્દ્ર મોદી કુરતા અને જેકેટ લીધા ભાણી માટૅ ડ્રેશ લીધા સાથે મેચીંગ જ્વેલરી સેટની ખરીદી કરી, મિત્રો માટે પણ નાની મોટી ગિફ્ટ લીધી. બન્ને અમેરિકા આવ્યા બેન બનેવી હ્યુસ્ટન બુશ એરપોર્ટ પર લેવા આવ્યા, બેન બનેવી ઘણા વર્ષોથી સુગરલેન્ડમાં વેલ સેટલ હતા, બન્ને ડૉકટર.રવિન્દ્ર બેન કરતા દસ વર્ષ નાનો. રવિન્દ્ર નાનપણથી મોટીબેનનો લાડકો સુમતી બેનને રવિન્દ્ર મોટી ઉમરે આવેલો, તેથી રવિન્દ્રના ઉછેરમાં મોટીબેનનો ફાળૉ મહત્તવનો રહ્યો, સ્કુલમાં ટિચરને મળવાનું હોય, કોલેજના એડમિસન ફોર્મ ભરવાના બધામાં મોટીબેનનું માર્ગદર્શન મળતું.આમ મોટીબેન રાજેન્દ્રના સેકન્ડ મમ્મી મેન્ટર બની ગયા હતા.રાજેન્દ્ર પણ મોટીબેનને મમ્મી જેટલો આદર આપતો.

રવિન્દ્ર કોલેજમાં ઇન્ટરસાઇન્સમાં હતો ને મોટીબેને ગાયનેકમાં એમ ડીની પરિક્ષા પાસ કરી.સુમતીબેન અને સુમનભાઇએ જ્ઞાતીના એમ ડી, એમ એસ, થયેલા મુરતિયાના લિસ્ટ જોવા લાગ્યા. અમેરિકાથી મેરેજ કરવા આવેલ તેમની જ્ઞાતીના રાજ સાથે મુલાકાત ગોઠવાય રાજ કારડીયોલોજીસ્ટ પહેલી મુલાકાતમાં જ પસંદગીની મહોર મરાઇ ગઇ, લગ્ન થયા, રવિન્દ્રને બેનના લગ્નની ખુશાલી સાથે મેન્ટર અને સેક્ન્ડ મમ્મી ગુમાવવાનું દુઃખ થયું. બેન બનેવીએ રવિન્દ્રને ધરપત આપી એમ આઇ ટીમાંથી માસ્ટર ડીગ્રી મેળવી લે.તુરત તારા માટે અમેરિકામાં જોબ તૈયાર.એ દિવસ આવી ગયો, રવિન્દ્રને અઠવાડીયામાં ફ્લોર ડૅનિયલ એન્જીન્યરીંગ કંપનીમાં જોબ મળી ગયો.બેન બનેવીએ બન્ને જણાને ડ્રાઇવીંગની પ્રેકટીસ આપી ઇન્ટરનેટ પર રિટન ટેસ્ટ પાસ કરી. બન્ને પાસે ઇન્ટરનેસનલ લાઇસન્સ હોવાથી રોડ ટેસ્ટ વગર જ લાયસન્સ મળી ગયું.બેને હોન્ડા એકોર્ડ ગાડી આપી, રવિન્દ્રતો ટેવ મુજબ જેવો સ્ટીયરીંગ વ્હિલ પાછળ બેઠો કે તુરત,રીનાને બુમ મારી રીના ચાલ જલ્દી કર મોડું થાય છે,આજે જોબનો પહેલો દિવસ છે,

“રવિન્દ્ર હજુ તું એવોને એવો જ રહ્યો, તારે તારી આ ટેવ છોડવી પડશે,અમેરિકામાં તો તારે ડીરેક્સન ફોલો કરી ગાડી ચલાવવી પડશે, આવતા અઠવાડીયામાં કદાચ મારો સાર્ટાસિયા મિડલ સ્કુલમાં સબસ્ટીટ્યુટ ટીચર તરીકે જોબ શરુ થશે,તો હું તારી સાથે નહીં આવી શકુ તો તું શું કરીશ?!!.

“મને ખબર છે હનિ મારો જોબ આઠ વાગે શરુ થાય છે, તારી મિડલ સ્કુલ ૯ વાગે શરુ થાય પહેલા હું થોડો વહેલો નીકળીશ તારે મારી સાથે આવવાનું પછી તારી સ્કુલમાં જવાનું’, રીના માથે હાથ મુકી “હે ભગવાન મારો રવિન્દ્ર તું એવો ને એવો જ રહેવાનો તારી બાજુમાં બેસી ડિરેક્સન આપવાની,  આમ અઠવાડીયુ રીનાને સાથે લીધી રીના સુગર લેક સબ ડીવિઝનમાંથી રાઇટ, લેફ્ટ,રાઇટ, બોલે તેમ રવિન્દ્ર ટર્ન લે હાઇવે ૫૯ ત્યાંથી રૂટ ૬ની એક્ષીટ ત્યાંથી ફ્લોર ડેનિયલ ઓફિસની એક્ષીટ બધુ નેવિગેટર રીના બોલે તેમ રવિન્દ્ર ડ્રાઇવ કરે અને દરવાજે ઉતરે, ગાડી ચાલુ રાખે ,રીના ડ્રાઇવ  કરી પાછી આવે અને સાંજે તેજ રીતે નેવિગેટરની ફરજ અદા કરવા પાછી જાય.મોટીબેને વિક એન્ડમાં પુછ્યું “રવિન્દ્ર કેમ રહ્યું અહીંનું ડ્રાઇવિંગ રીના વગર ચલાવતો થઇ ગયોને શાબાશ.”

રીના હસવા લાગી, “કેમ રીના હસે છે”?

“મોટીબેન તમે મને ખોટી શાબાશી આપી એટલે રીના હસે છે”.આખુ વિક રીના મારી સાથે આવી છે.

સારું સાંજે તો તારી જાતે આવતો’તો? કે રીનાને ત્યાં બેસાડી રાખતો’તો

‘મોટીબેન હું પાછી આવું, સાંજે લેવા જાઉ ત્યારે સાહેબ ઘરભેગા થાય.”

રવિન્દ્ર તું નહીં બદલાઇ! દસ વર્ષથી ડ્રાઇવ કરે છે પણ જાતે ડિરેક્સન ફોલો કરવાનું ક્યારે શીખશે? “

“પણ મોટીબેન હું ડિરેક્સન લખેલ કાગળ પર નજર કરું તો રોડ ન દેખાય અને આટલા મારંમાર ટ્રાફિકમાં અકસ્માત થઇ જાય તો?.”મોટીબેન શું બોલે?  એ વખતે જી પી એસની સગવડતા હતી નહી, ઍટલે રીના, રવિન્દ્રની જી પી એસ.

રવિન્દ્ર,રીનાના નસિબે ઘર મોટીબેનની નજીકમાં જ મળી ગયું. બન્નેના જોબ નજીક એટલે રવિન્દ્ર અને રીના એવાને એવાજ.

આમાં એમનો શું વાંક? ઇશ્વર કૃપા અપરંપાર ફાવતું મળી ગયું,બદલાવાની જરૂર શું?

ધીરે ધીરે બન્નેનું  ફ્રેન્ડસર્કલ વધવા લાગ્યું,બર્થ ડે પાર્ટી, બેબી સાવર, બ્રાઇડલ સાવર વગેરે પ્રસંગોમાં જવાનું બનતું, રીનાએ બે ડાયરી રાખેલ એક નામ એડ્રેસ અને ફોન નંબરની, બીજી ડીરેક્સન ડાયરી,.જેના ઘેર જવાનું હોય તેની ડીરેક્સન ડાયરીમાં લખી લે જેથી રવેન્દ્ર બે ત્રણ વખત વાંચી યાદ રાખી શકે,આટલી સગવડતા રીના આપે. નીકળતા પહેલા યાદ કરાવે રવિન્દ્ર ડીરેક્સન યાદ રાખી? “હા પણ તું ડાયરી તારી પર્સમાં રાખજે, ભૂલા પડીયે તો તરત જોઇ લેવાય, રીના માથે હાથ મુકી રવિન્દ્ર હું તારા માટે ડાયરી તૈયાર કરું પણ તને વાંચવાની અને યાદ રાખવાની આળસ, કાલ સવારે બાપ બનવાનો, તોય તું હતો ત્યાંને ત્યાં જ.

હનિ હજુ બે એક મહિનો અને દસ દિવસ બાકી છે, અને જી પી એસ આ વિક એન્ડમાં બાય કરી લઇશું.

.જી પી એસ માર્કેટમાં આવ્યું કે તુરત મોટીબેને રવિન્દ્ર માટે લઇ લીધેલ. ફ્રાઇડે રવિન્દ્રની બર્થ ડે,મોટીબેન અને રાજ સવારના ૭ વાગ્યામાં રવિન્દ્રના ઘેર ડૉર બેલ મારી, રવિન્દ્રએ ડૉર ઓપન કર્યું, “અરે મોટીબેન જીજાજી તમે!! આવો આવો મારી બર્થ ડૅ ના આશીર્વાદ લેવા હું રાત્રે આવવાનો જ હતો.

  “અમે તને આશીર્વાદ આપવા આવી ગયા”

રવિન્દ્ર બેન બનેવીના પગે લાગ્યો બેને આશીર્વાદ સાથે ગીફ્ટ આપી,રવિન્દ્ર ગીફ્ટ ખોલ અને આજે જ એનું ઉદઘાટન કર,રવિન્દ્રએ રેપર ખોલ્યું અરે વાહ જી પી એસ!!

“હા રવિન્દ્ર હવે જી પી એસ બોલશે, તારે ડીરેક્સન જોવાની જરૂર નહી.અને અકસ્માતની ચિંતા નહી.

ડૉ રાજઃ અવાજ રીના જેવોજ મીઠો તને રીના બોલતી હોય તેવું જ લાગશે

ત્યાં જ રીનાનો અવાજ સંભળાયો રવિન્દ્ર મને દુઃખે છે તું મારા અને તારા જોબ પર ફોન કરી દે, મારે હોસ્પિટલ જવું  પડશે. તારાથી ડ્રાઇવ ન થાય તો મોટીબેનને બોલાવી લે.

મોટીબેનઃરીના હું અહીં જ છું અંદર ગયા તપાસી બોલ્યા ફોલ્સ પેઇન લાગે છે, પણ જઇ આવીએ રઇન્દ્ર જી પી એસમાં હોસ્પીટલનું ઍડ્રેસ નાખ, અને ડૉ રાજની હેલ્પથી રવિન્દ્રએ જી પી એસમાં એડ્રેસ નાખી દીધું, રાજેન્દ્ર અને ડૉ.રાજ આગળ બેઠા મોટીબેન અને રીના પાછળ .જી પી ઍસનું બોલવાનું શરું. ટેક રાઇટ, ગો વન માઇલ ટેક રાઇટ ઓન ૫૯ ગો વન ફોર્થ માઇલ મર્જ ઓન હાઇ વે….

ડૉ રાજઃ રીના તારી ડ્યુટી આ બેનને સોંપાય ગઇ છે. તું રિટાયર્ડ

મોટીબેનઃરીનાને તો હવે ૨૪/૭ ની ડ્યુટી શરૂ થશૅ, રિટાયર્ડ ફક્ત જી પી ઍસ સર્વિસમાંથી.

રીના હોસ્પીટલ આવી ગઇ, મેટર્નિટી માટે પાર્ક ક્યાં કરવાનું?

રીના ઉકારા કરતા પાછળ જવાનું રિઝર્વ ફોર મેટર્નિટિંમાં

ડૉ. રાજઃ રાજેન્દ્ર તું એવોને એવોજ રહ્યો!!

ઇન્દુબેન શાહ   

 

તસ્વીર બોલે છે (૧૪) ડૉ. ઇંદુબહેન શાહ

 

  સહિયરુ સર્જન ટંતીય ખેંચ

શ્રી ચિમનભાઇ અને શૈલાબેનના હાઇકુ વાંચી,   બે હાઇકુ લખાઇ ગયા.

     એક આધાર

ટચલી આંગળીનો,

   ન છોડું હવે.

  તુજ ચરણ

જીવનનો આધાર

  એજ નિર્ધાર

(2)

એક દિવસ કુવામાં એક અજાણ્યા પ્રાણીને જોઇ સહુ દેડકાને કુતુહલ થયું આ વિચિત્ર પ્રાણી કોણ હશે? સૌ તેનાથી દૂર રહે, જોકે નવું પ્રાણી કોઇને હેરાન ન કરે પોતાની ડોક અંદર છુપાવી પડ્યું રહે, કદમાં ખૂબ મોટું અને જાડી ચામડીવાળું હોવાથી બધા દેડકાને બીક લાગે એક દિવસ નાના દેડકા દેડકી ને વિચાર આવ્યો આ રીતે બીતા ક્યાં સુધી રહીશું, ચાલ આપણે બન્ને તેમની સાથે દોસ્તી કરીએ,બન્ને ગયા, પુછ્યું ભાઇ તમારું નામ શું? તમે ડોક કેમ અંદર છુપાવી દ્યો છો? અમે નથી ગમતા?ના ના એવું નથી મને તો તમે બધા ગમો છો મારું નામ કાચબો હું કુવાની બાજુના તળાવમાં રહું છું, એ જગ્યા તો ખૂબ સુંદર છે મન થાય ત્યારે પાણીમાં સહેલ કરવાની રાત્રે જમીન પર સહેલ કરવાની, તમે પણ બહાર આવો મઝા આવશે મારી જેમ તમે પણ જમીન અને પાણીમાં રહી શકો છો, તો અહીં કુવામાં શું કરવા પડ્યા છો.દેડકો ને દેડકી ખૂશ થઇ ગયા, બન્ને એકબીજાને પ્રેમમાં હતા પણ તેમના વડીલો તેમને લગ્નની રજા નહોતા આપતા દેડકી પગે ખોટવાળી બહુ કુદી ન શકે દેડકો ખુબ સશક્ત સુંદર. દેડકાના વડીલોને મોટો વાંધો લંગડી ને ઘરમાં ન લવાય વેઠ કરવી પડૅ.

દેડકો ને દેડકી બન્નેને વિચાર આવ્યો ચાલો ભાગી જઇએ બહાર નીકળી લગન કરી લઇશું, દેડકાએ દેડકીને કહ્યું

“તું મારો પાછલો પગ તારા બે આગલા પગથી પકડી લેજે અને આપણે બેઉ ઉપર પહોંચી જઇને,લગન કરશું, ખુલ્લી હવામાં ફરશું, આ બંધિયાર કુવો અને ઘરડા દેડકાઓથી હું કંટાળી ગયો છું,”

” હાહો કંટાળી તો હું ય ગઇ છું, પણ હનિ ત્યાં મને કોઇ કનડશે તો નહીં ને?”

” અરે હું બેઠો છું ને તારું કોઇ નામ ન લે. દેડકીનો વિશ્વાસ પોતાના પ્રિયતમ પ્રત્યે દૃઢ થયો.”

બન્ને ઉપરની દુનિયાના સ્વપ્ન જોવા લાગ્યા, બધા દેડકા સુઇ ગયા ડ્રાંવ ડ્રાવ બંધ થયું કે તુરત દેડકાભાઇએ દેડકી સાથે કુદકો માર્યો અને પાઇપ પકડી લીધો, દેડકીએ પણ બરાબર પગ પકડી રાખ્યો, દેડકાભાઇ કુદ્યા અને બેઉ પ્રેમીઓ કુવાની બહાર.

થોડો આધાર મળે નબળાનો આત્મવિશ્વાસ વધે

ધાર્યા કાર્ય કરી શકે.

 

શુભેચ્છા સહ….(3)ડૉ. ઇન્દુબહેન શાહ

 “શુભેચ્છા સહ” જ્યારે પણ, આપણે, સગા, સંબંધી , મિત્ર કે કોઇ પણ વ્યક્તિ ને ભેટ આપીયે કે ફક્ત કાર્ડ આપીયે ત્યારે હંમેશા લખિયે શુભેચ્છા સહ, આ પ્રમાણે લખવાનો રિવાજ, કે સિરસ્તો વર્ષોથી કુંટુંબમાં ચાલતો હોય, અને ઘરના નાના મોટા બધામાં એ સંસ્કાર વણાઈ જાય અને પછી તો યંત્રવત આપણે બીજુ કંઇ પણ લખતા પહેલા શુભેચ્છા સહ લખીએ જ, આ શુભ ઈચ્છા અંતકરણના ઊંડાણમાંથી પ્રેમ નીતરતી હોય તો જ આશીર્વાદ રૂપે વ્યક્તિ પર વર્ષે અને તેનો છંટકાવ આપણા અંતકરણને શુધ્ધ બનાવે. બાકી રોબોટની જેમ મિકેનિકલ લખવા ખાતર લખેલ શુભેચ્છાનો કોઇ અર્થ નથી.

આ થઇ આપણે આપવાની વાત, ઘણા લોકો તો આમંત્રણ પત્રિકા શુભેચ્છા સાથે પાઠવે છે. મને આવું આમંત્રણ પાઠવવામાં આવેલું આપને જણાવું,ઇશ્ટદેવની કૃપાથી અમારી પુત્રવધુના સિમંત પ્રસંગમાં, આપ સહ કુટુંબ “શુભેચ્છા સહ” પધારશો, સરસ આપણે આપીએ કે ન આપીએ આપણે આવ્યા, તેની સાથે શુભેચ્છા આવી ગઇ.

                             શુભનો અર્થ મંગળપ્રદ, કલ્યાણકારી, ભલું; શુભ શબ્દનો શબ્દ પ્રયોગ ઘણા શબ્દ આગળ જોવા મળે છે, શુભ ચિંતક, શુભતિથિ, શુભદર્શી  અર્થ થાય શુભ દર્શાવનારું; શુભાશયી, અર્થ શુભ આશય વાળું, શુભાશિષ,  અર્થ આશીર્વાદ; શુભોપમાલાયક અર્થ શુભ ઉપમાઓને લાયક, આવા તો અનેક શબ્દો છે જેના આગળ શુભ શબ્દ વપરાય, ઘણા પરિવારોના બારણે શુભ, લાભ ના સ્ટીકરો સારા પ્રસંગે જોવા મળે છે.

                              ઘણી વાર, અણગમતી વ્યક્તિ સામે મળે આપણે શુભ પ્રભાત(good morning) કહેવા ખાતર કહીએ, મનમાં તો, સવારના પહોરમાં આનું મોઢું ક્યાં જોયું, મારી સવાર બગડી ગઇ. દીવાળી પર બધા સગા, સંબંધીઓ એક બીજાને શુભ  દિપાવલીના સંદેશ પાઠવે, આવા સંદેશા લખતી વખતે અથવા બોલતી વખતે અંતકરણનો ઉમળકો પ્રગટ થયો હોય, તો આપણને પણ  તેવા  જ  ભાવવાળા સદેશા મળશે,કહેવાય છે ને “જેવું વાવો તેવું લણૉ.

                 કોઇ પણ ધાર્મિક પુષ્તકની શરૂઆત હંમેશા મંગલા ચરણ સ્લોકથી કરવામાં આવે છે. તેમાં શાંતિ પાઠ શ્લોક પણ હોય શકૅ.જ્યારે દીકરીને મંડપમાં તેના મામા લાવે છે, ત્યારે બેનો દીકરીના મંડપ પ્રવેશના પગલે મંગલાષ્ટકમ્ ગાઇ છે, ત્યારે પણ મંગળ ભાવના પ્રગટ કરાય છે.આપણે સૃષ્ટિના સર્વ પ્રાણી માત્રનું  મંગળ  ઈચ્છિએ,  આખી પૃથ્વી મંગળમય  બને.

 ॐ सहना भवतु सहनौ भुनक्तु, सह विरम्य करवा वहैः

                                    तेजस्वीना वदि तमस्तु, मा विदविसा वहैः

                                           ॐ शान्ति शान्ति शान्तिः

                            વક્તા અને શ્રોતાના આધ્યાત્મિક સતસંગ દરમ્યાન કોઇ જાતની અડચણ ના નડે, કોઇ પણ જાતના અનર્થિય વાદ વિવાદમાં ન પડે, ભૌતિક, દૈવિક, અને આંતરિક શાન્તિ પ્રાપ્ત કરે.અને છેલ્લે મૃત્યું બાદ પ્રાર્થના સભામાં પણ પ્રાર્થના ગવાઇ છે

                              ” મંગળ મંદિર ખોલો, દયામય મંગળ મંદિર ખોલો

                           દ્વારે ઊભો શીશુ ભોળો દયામય મંગળ મંદિર ખોલો’

આમા પણ મૃત્યું પામેલ વ્યક્તિ માટે મંગળ ભાવ પ્રગટ કરીએ છીએ, પરમ કૃપાળુ મંગળ મંદિર દ્વાર ખોલી તેનો સ્વીકાર કરે.

    સર્વનું સદા મંગળ થાવ એજ “શુભેચ્છા સહ વિરમું છું.

સુખ એટલે… (૧6) ડૉ ઇંદુબહેન શાહ

Picture1

 

       સુખ કોને કહીશું? આ પ્રશ્ન એક સભામાં પૂછવામાં આવે, અને દસ, પંદર હાથ ઊંચા થાય,વારા પ્રમાણે જવાબ સંભળાય, બધાના જવાબ જુદા વીસ એકવીસ વર્ષના યુવાનનો જવાબ “એમ.બી.એ પાસ કરી ફોરેન કંપનીમાં જોબ મળે,પછીતો બધા સુખ સામે ચાલીને આવશે, રૂપાળી, ભણેલી છોકરી મળશે, સારા મિત્રો મળશે,આખી જિંદગી સુખ જ સુખ.”ત્યારબાદ એક પ્રોઢ મહિલાનો જવાબ “મારી જુવાન દીકરીને ભણેલ, ગણેલ પતિ મળી જાય,એટલે મને દુનિયાભરના સુખ મળી જશે.એક સાઠની આસપાસ ઉમરવાળા બહેનનો જવાબ”મારા દીકરાના લગ્નને પાંચ વર્ષ થયા હજુ હું દાદી નથી બની,મને એક પૌત્રનું સુખ ભગવાન આપે એટલે બધા સુખ મળી જાય” તે બહેન માટે પૌત્ર એ સુખનો મહાસાગર.
                    કોઇને લેક્ષસ કે મર્સિડીસ ગાડીમાં સુખ, તો કોઇને બે બેડરૂમ હાઉસને બદલે જો પાચ બેડરૂમ હાઉસ હોય તો સુખ.ઘણી વ્યક્તિઓ તો બીજાની ગાડી જુવે ને તેના મનમાં રટણ શરું થઇ જાય ક્યારે તેનાથી એક મોડેલ ઊંચી ગાડી લઉ.બહેનોને નવી સાડીઓ, નવા દાગીનામાં સુખ.નાના બાળકોને નિત નવા રમકડામાં સુખ, જરા મોટા થયા મિડલ સ્કૂલમાં આવ્યા નવી નવી વીડિયો રમતમાં સુખ, નવા નવા ઇલેક્ટ્રોનિક ગેજેટમાં સુખ, હાઈસ્કૂલમાં કોલેજમાં ગર્લ ફ્રેન્ડ બોયફ્રેન્ડમાં સુખ.આમ એક પણ સુખ કાયમી સુખ નથી, આ બધા દુન્યવી સુખ, પાચ ઇન્દ્રિયોના ભોગના સુખ,નેત્રોએ ગુલાબનો પુષ્પ ગુચ્છ જોયો ગમ્યો કરમાયો સુખ ગયું, પવનની લહેરી રાતરાણીની સુવાસ લાવી ધ્રાણેન્દ્રિયને ક્ષણિક સુખ મળ્યું, મધુર સંગીત સાંભળ્યું કર્ણૅન્દ્રિયને સુખ મળ્યું, સ્વાદિષ્ટ ભોજને સ્વાદેન્દ્રિયને સુખ આપ્યું, આ બધા સુખ તેટલા  સમય પૂરતા જ. સમય બદલાય સુખ પુરું. મન પાછું બીજા સુખની પાછળ, ન મળે તો દુઃખ. આમ સુખ અને દુઃખ વચ્ચે મન સંસારમાં ભટક્યા કરે છે.

                  સુખ, દુઃખ તો જીવનની ઘટમાળ છે.સુખ પછી દુઃખ, દુઃખ પછી સુખ આવ્યા જ કરે,ધ્યાન ફક્ત એજ રાખવાનું દુઃખ અને સુખમાં ઇશ્વર સ્મરણ ચાલુ રહે.

                              સંત કબીરે કહ્યું છે

                          ” દુઃખમે સુમિરન સબ કરે સુખમે કરે ન કોય

                          જો સુખમે સુમિરન કરે દુઃખ કાહેકુ હોય?”

વાત સાવ સાચી છે,ઇશ્વર સ્મરણ નિરંતર રહે તો દુઃખનું સ્મરણ ના રહે. કુન્તીને અસંખ્ય દુઃખ પડ્યા છતા ભગવાન પાસે તેણે દુઃખ માગ્યું.કારણ પુછ્યું તો કુન્તીએ જવાબ આપ્યો તારું સ્મરણ સદા રહે છે, દુઃખનું સ્મરણ જ નથી થતું, સુખ જ અનુભવું છું.

                        ઇશ્વર કૃપા માની સુખ ભોગવીએ. દુઃખ આવે તેને પણ વિભુનો પ્રસાદ માની સ્વીકારીએ, (મને જ દુઃખ કેમ બોલી ભગવાનને વગોવીએ નહીં) અંતરમુખ થઇએ, ઇશ્વરને પ્રાર્થના કરીએ પ્રભુ દુઃખનો ડર નથી, તેને સહન કરવાની શક્તિ આપ, માર્ગ બતાવ  અંતકરણમાં બેઠેલો ઇશ્વર સાંભળશે,સુખનો રાહ સુજાડશે, સુખ જરૂર આપશે .

              શાશ્વત સુખની પ્રાપ્તિ ક્યારે થશે? શાશ્વત સુખ આપણી અંદર જ છે, તેને શોધવા જવાની જરૂર નથી ,તેની અનુભૂતી કરવાની જરૂર છે.આ અનુભૂતી તે (પ્રત્યક્ષ) સામે નહીં આવે ,કોઇ બીજા નહીં કરાવી શકે (પરોક્ષ), તે અનુભૂતી અપરોક્ષ થશે.ખુદને ખુદ મળશે.ત્યારે તે સુખ,પ્રાપ્તષ્ય પ્રાપ્તિનું સુખ, તે સુખ તેજ શાશ્વત સુખ.

                      છેલ્લે પ્રાર્થના

                            सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयः

                           सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चिद दुःख भाग भवेत

ઓળખ,તારી,કાયા,રૂપાળી-ઇન્દુ શાહ

મિત્રો શબ્દોનું સર્જન હંમેશા વાંચતા ઇન્દુબેન શાહ ની એક સુંદર રચના આજે સમયને અને ઉત્સવને અનુસાર પ્રસ્તુત કરું છુ ખુબ સુંદર છે ,જેણે આપણી દરેક પોસ્ટને આવકારી છે અને પોતાના વિચારો દ્વારા પ્રોત્સાહન આપ્યું છે એને વધાવજો

Originally posted on શબ્દસથવારે:

ઓળખ,તારી,કાયા,રૂપાળી

   દુંદાળા દેવ જાણું ઓળખ તારી

   મોટું પેટ શીશ ને છે સૂંઢ મોટી

   મુખ નાનું દંત એક ને આંખ જીણી

                કાયા તારી દીસે રૂપાળી

   મોટા કર્ણે વાતો સૂણી લે સહુની

   શાંતિથી પચાવે ઉદરે સમાવી

    વાચા ખોલે ઘણું સમજી વિચારી

                    કાયા તારી દીસે રૂપાળી

     શોભે તુજ હસ્તે દોરડું ભારી!

     તિક્ષ્ણ કુહાડી શું કામ કરતી!

     ખેંચે તુજ તરફી,બંધનો તોડી

                     કાયા તારી દીસે રૂપાળી

     મોદક હસ્તે સાધના ફળ રૂપી

      મુસક વાહન નાનું કાયા મોટી

      વાસના તરફી દોડ દે છૉડી

                    કાયા તારી દીસે રૂપાળી

      તું છે પ્રથમ પુજ્ય આશીસ પિતાની

      પ્રદક્ષિણા માતપિતાની ભાવે ફરી

      ત્રીભુવન પરિક્ર્મા વિવેકે કરે પૂરી

                    કાયા તારી દીસે રૂપાળી

View original

અરર..(9) ડૉ. ઇન્દુબહેન શાહ

Picture1અરર..

વાડામાં મુંઝાયેલ સાપ બીચારો નીકળ્યો બાર

સરરર ફૂંકાતા પવનની માણવા લહેર

     રમતા બાળ ગોપાળ દોડ્યા ગભરાઇ

     અરર બાપરે સાપ,ભાગો ભાગ્યા સૌ સૌના ઘેર”

અરર..ખરે બપોરે તું કંઇથી નીકળ્યો! અલ્યા

ભીખલા સાણસો લાવ પકડી  ફેંકું રોયાને દૂર વગડામાં

અરર …આ ફ્ક્ત ત્રણ અક્ષરનો શબ્દ, જ્યારે મુખમાંથી સરે ત્યારે કેટલા વિવિધ ભાવ દર્શાવે છે. ભય, દુઃખ, વિશ્મય, આશ્ચર્ય, વગેરે..આ ચાર પંક્તિ બાળકોના માનસ પર ઊભરાયેલ ભયની લાગણી વ્યક્ત કરે છે. જયારે પાછલી બે પંક્તિમાં આ જગ્યાએ કોઇ વડીલ દાદા હોત તો શું બોલત?…આમાં દાદાનું આશ્ચર્ય વ્યકત થાઇ છે.(મોટા ભાગે સાપ સંધ્યા સમયે કે રાત્રે જ બાહર નીકળે છે.).

***********************************************************

મેક્ષીકોની અંધારી કેડીએ ચાલતા

ઉદગાર મુખેથી સર્યા

અરર આ શું પગે અથડાયું?

પગમાં શું વિંટળાઇ ગયું?

અરર બચાવો સાપ વિંટળાયો પગે

જલ્દી ટોર્ચ લાઇટ લાવોને સામે

ધરો હટાવો દુષ્ટ ઝેરી નાગને,

હે નાગ દેવતા નાગ પંચમી આજે

છોડ મને, હું વ્રત રાખીશ વચન દૌ તને

પૂજન કરી ધરાવીશ કુલેર દુધ તને

સેંકડૉ વંદન નાગ પંચમીને દિને

ૐ નમઃ શિવાય ૐ નમઃશિવાય

બચાવ ભોળાનાથ મને

ભૂલ થઇ  અંધારામાં પગ અડ્યો

મારો નાગ દેવતાને,બોલાવ એને

પાછો, તું દયાળુ ભોળાનાથ મારો.

ત્યાં તો થયો ઝબકારો વિજળીનો

જોઉ દોરડું વિંટળાયેલ પગે

પહોળી આંખો, મુખ  ઉદગાર કરે

અરર આ તો  ઠાલો ભ્રમ હતો…

મેક્ષીકોમાં મેં જોયેલ અનુભવની વાત ..અમો સાત આઠ  જણના ગ્રુપમાં રેસ્ટોરન્ટમાં જમ્યા બાદ, શૉર્ટકટ લઇ હોટેલ તરફ જઇ રહ્યા હતા, ત્યાં અમારા મિત્રના બાના પગે અંધારામાં કંઇ અથડાયું , બા  પ્રોઢ અવસ્થાએ પહોંચેલ,શ્રધાળુ, શ્રાવણ મહિનામાં બહારગામ જવું પસંદ ના કરે. પરંતુ દીકરા વહુને બાને એકલા ઘેર નહોતા રાખવા તેથી પરાણે કચવાતા મને બા આવેલ.પગમાં કશુક અથડાતા ખરેખરા ગભરાઇ ગયા, અને જે બોલ્યા તે હું પદ્યમાં રજુ ​કર્યું છે.અહીં પહેલા પ્રશ્નાર્થ, આશ્ચર્ય, ભય અને છેલ્લા અરરમાં હર્ષની  લાગણી,વ્યક્ત થતી જણાય છે.મને ઉપનિષદમાં અપાતા રસ્સી સાપના ઉદાહરણ યાદ આવી ગયા. વિજળીના પ્રકાશમાં, દોરડું દેખાયું જે સાપનું અધિષ્ઠાન હતું, તેમ જ્ઞાનરૂપી પ્રકાશ અંતકરણના અંધકારને દૂર કરી, બ્રહ્મન,સૃષ્ટિના અધિષ્ઠાનનું જ્ઞાન કરાવે છે.

*******************************************

બીજો એક પ્રસંગ. અમારા મિત્રને ત્યાં બર્થ ડૅ પાર્ટીમાં બન્યો, પાર્ટી પત્યા બાદ, દિવાન ખંડ અને હોલવેમાં  બે ચાર બાળકો દોડા દોડી કરતા હતા, તેમાં મારા મિત્રની દીકરી ડોલી કોફી ટૅબલ સાથે અઠડાઇ પડી. કપાળમાંથી લોહી ટપકવા લાગ્યું ,તેની મમ્મી સીમા  દોડતી આવી અરર મારી બેબી પડી ગઇ ૯૧૧માં ટેલિફોન કરો જલ્દી ઈ.આરમાં લઇ જાવ.બેબીના પપ્પાએ બેબીને ખોળામાં લીધી, મારા પતિએ તેમનો હાથ રૂમાલ ઘા પર બાંધ્યો  મે આઇસ પેક ફ્રીઝરમાંથી કાઢી તેના પપ્પા સુરેશભાઇને ઘા પર દબાવી રાખવા કહ્યું ,જારમાંથી લોલી પોપ કાઢી બેબીને આપી. લોલીપોપ જોતા જ ડોલીનું રડવાનું બંધ થયું.આરામથી ડૅડીના ખોળામાં બેસી લોલી પોપ ચૂસવા લાગી.પરંતુ તેની મમ્મીનું રડવાનું બંધ ના થયું, “અરર કપાળ વચ્ચો વચ્ચ કેવડો મોટો ઘા થયો,ઇન્દુબેન કહોને કેટલા ટાંકા આવશે?”મેં તેમને શાંત પાડ્યા જો સીમા ઇ.આરમાં ડૉ. તને બધુ સમજાવશે,તું અત્યારે આ બધી ચિંતા ના કર.” અને  અમે બન્ને ડોલીના મમ્મી ડૅડી સાથે મેથોડિસ્ટ હોસ્પિટલ ગયા, બેબીના બીજા સગા વહાલાને બીજી ગાડીમાં આવવા જણાવ્યું. રસ્તામાં પણ સીમાનું રડવાનું અને પ્રશ્ન ચાલુ જ, અરર કેટલું બધું લોહી નીકળ્યું મારી બેબી ટાંકાની સોય કેમ કરી સહન કરશે,રમેશભાઇ આપણને બેસાડી તો નહીં રાખેને ?”જો સીમા પિડ્યાટ્રિક દર્દીને બેસાડી ના રાખે તુરતજ લઇ લેશે તું ચિંતા નહીં કર”.

અમોને ઈ.આર.ના ડૉર પર ઉતારી સુરેશભાઇ ગાડી પાર્ક કરવા ગયા.પિડયાટ્રિક હેડ ઈન્જરી કેસ હોવાથી તુરતજ ડૉલીને એક્ષામ રૂમમાં લઇ ગયા, નર્સે હિસ્ટ્રી વાયટલ વગેરે પ્રાથમિક વિધિ પૂરી કરી. ઈ.આર ડૉ.આવ્યા ઘા ખોલી તપાસ્યો નર્સે ડૉલીને ડૉ.ના કહેવાથી બીજી લોલી પોપ આપી જે પેન કીલર હતી. તપાસ બાદ રમેશ આવ્યા. રૂમમાં બેથી વધારે ના જઇ શકે તેથી હું અને સીમા વેટીંગ રૂમમાં હતા, રમેશને જોતાજ સીમા ઊભી થઇ રમેશભાઇ શું થયું? કેટલા ટાંકા આવશે? “સીમાબેન ચિંતા કરવા જેવું નથી, ઘા ખાસ ઊંડો નથી,આઠથી નવ ટાંકા આવશે. સાંભળી સીમાને અરેરાટી થઇ ,”અરરર એટલા બધા. રૂઝ કેટલા વખતે આવશે? સ્કાર રહેશે”? “સીમાબેન સ્કાર તો રેશે પરંતુ મોટી થતા દેખાશે નહીં અને જો દેખાય તો કોસ્મેટૉલોજીસ્ટ પાસે લેઝર ટ્રિટમેન્ટ કરાવાય. હવે નવી ટેકનોલોજીથી બધુજ શક્ય છે એટલે તમે ચિંતા છોડૉ અને તમે બે અંદરજાવ ડોલીને મળી આવો.

અમે બન્ને અંદર ગયા ડોલીને દુઃખાવાની દવા આપેલ એટલે એતો ઘસઘસાટ ઊંઘતી હતી. નિર્દોષ બાળાને પોતાના ચહેરાની કોઇ ચિંતા નથી. ટાંકા લેવાય ગયા, રમેશે સુરેશભાઇને ઘેર  ફોન કરી જણાવી દીધું કોઇએ હોસ્પિટલ આવવાની જરૂર નથી. ડોલીને ટાંકા લેવાય ગયા છે. ઘા ઊંડો નહતો ,સાંજે રજા મળી જશે.સાંજે કપાળની વચ્ચો વચ્ચ ડ્રેસીંગ પહેરેલ ડોલી ઘેર આવી. ડોલીની દાદીમા ડોલીને જોતાજ બોલ્યા અરરર મારી રૂપાળી, નમણી દીકરીને કોની નજર લાગી ? કપાળ વચ્ચોવચ્ચ ચમકતી બીંદી શોભે ત્યાં મોટો ઘા પડ્યો. મેં બાને સમજાવ્યા બા રૂઝ આવી જાય પછી તમે જોજો તમારી ડોલીનો ચેહરો એવોજ રૂપાળો લાગશે. તમે દાકતર તો એમ જ આશ્વાસન આપો બાકી ભગવાને જે રૂપ આપ્યું તે તમે ન આપી શકો.

 આ પ્રસંગમાં અરરર શબ્દ ભય, ચિંતા, દુઃખ વગેરે લાગણી દર્ષાવે છે. 

ડૉ. ઇન્દુબહેન શાહ

કલાપીના કાવ્યનો આસ્વાદ-.-એક ઈચ્છા-ઇન્દુબેન શાહ- -મણકો -5

Picture1

-એક ઈચ્છા-

પડ્યા ઝખમ  સૌ સહ્યા, સહીશ હું હજીએ બહુ, ગણાયા નવ કદી ગણુ નવ કદી પડે છો હજુ

અપાર પડશે અને જીગર હાય આળુ થયું, કઠિન ન બનો છતાં હ્રદય એજ ઈચ્છું પ્રભુ

પડી વીજળી તે પડી સુખેથી છો, બળુ છું સુખે, ન દાહ વસમો કદી જીગર બૂમ ના પાડતું

કઠિન બનજો નહી હ્રદય એજ ઈચ્છું પ્રભુ, બહુય રસ છે મને હ્રદય છે હજુ તો અહો

અરે હ્રદય જો ગયું રસ ગયો પછી તો બધો, ભલે મૃદુ રહી જખમ છેક ચૂરો થતું

કઠિન ન બનો કદી હ્રદય એજ ઈચ્છું પ્રભુ.

        પૃથવી છંદમાં  લખાયેલ આ નાનકડું કાવ્ય કવિ હ્રદયના અપૂર્વ ભાવ ઘટીત કરે છે. બહુ નાની ઉમર ૧૨મે વર્ષે પિતાશ્રી અને ૧૪ વર્ષે માતુશ્રીના મૃત્યુંના,બે વર્ષમાં બે જખમ સહન કર્યા, મોટાભાઇનું અવસાન થયું, આમ એકપછી એક આઘાત કવિશ્રીના કોમળ હ્રદયે સહ્યા .તે સમયના રજવાડાના કાવાદાવા, કુટુંબ ક્લેશ આ સર્વે તદઉપરાંત પોતાનાથી ૮ વર્ષ મોટા રમાબા સાથેના લગ્ન ,બીજા લગ્ન કેશરબા સાથે, બન્ને લગ્ન ખાંડાથી થયા હતા, એ જમાનાના રજવાડામાં આ બધુ સાધારણ ગણાતું. જેમ વધારે ઘા પડે તેમ હૈયું કઠોર બનતું જાય. કવિ કલાપીનું કવિ હ્રદય પ્રભુ પાસે જખમોથી હ્રદય કઠીન ન બને તે માગે છે, કવિ કહે છે ઘા કદી ગણ્યા નથી, ગણીશ નહીં ભલે હ્રદય આળુ બને, હ્રદય મૃદુ રહી સર્વ ઘા ભલે સહે, તે જ ઇછ્છુ છું .
  •        સગીર વયે રજવાડાની ગાદીના વારસ બન્યા. અનુભવ મેળવવા પોલિટિકલ એજન્ટૅ તેમને દેષના પ્રવાસે મોકલ્યા. બે પત્નીઓના વિરહ, સૌથી વિષેશ વિરહ શોભનાનો , શોભના પ્રત્યેનું ખેંચાણ અને વધતુ  જતું અદમ્ય આકર્ષણ,તો રમા પ્રત્યેનો પ્રેમ અને ફરજ, પ્રીતિ અને નીતિ વચ્ચે હ્રદયમાં સતત ચાલતું યુધ્ધ ,વિરહની આગ વિજળી જેવા ભભૂકાએ દહે છે, કવિ કહે છે “બળું છું સુખે! અનંત ભભૂકા દહે,બહુ દહો ગળું છું સુખે!” આ કંઇ સાધારણ ભૌતિક આગની જ્વાળા નથી, પ્રેમ પ્રણયનો વિરહ અનન્ત માત્રાનો, શોભનાના લગ્ન થયા દૂર જતી રહી, આવા વસમા  દાહથી હ્રદય કઠીન ન બનતું,કદી બૂમ ના પાડતું ,આવું પ્રભુ પાસે કવિ ઇછ્છે છે.

    કવિ કલાપી મૃદુ, કોમળ હ્રદયના કવિ છે , આવા હ્રદયે અનેક વિરહ ગીતો, પ્રણય ગીતો ગઝલોનો વારસો સાહિત્ય પ્રેમીઓને આપ્યો, છેલ્લી ચાર પંક્તિઓમાં કવિ કહે છે, બહુય રસ છે મને, ઊર્મિ, સંવેદના, માધુર્ય, કરૂણતા, આ તો કવિની મૂડી છે, જો હ્રદય જ  ગુમાવી બેસે તો જીવનનો રસ ચાલ્યો જાય ,કવિને એ ના પોષાય,કવિ હ્રદયને સુકુમાર મૃદુ જીવન પર્યંત રાખવા માગે છે, એટલે જ કવિ લખે છે ,” ભલે મૃદુ રહી જખમ સહે સહી સહી છેક ચૂરો થતું “,કઠીન ન બનો કદી હ્રદય એજ ઇછ્છું છું પ્રભુ!.”

     

    ડો.ઇન્દુબેન શાહ

     

     

જશોદા ! તારા કાનુડાને સાદ કરીને વાર રે…ડો.ઇન્દુબેન શાહ

Picture1જશોદા ! તારા કાનુડાને સાદ કરીને વાર રે;

આવડી ધૂમ મચાવે વ્રજમાં કોઇ નહિ પૂછણહાર રે. … જશોદા.
શીકું તોડ્યું, ગોરસ ઢોળ્યું, ઉઘાડીને બ્હાર રે,
માખણ ખાધું, વેરી નાંખ્યું, જાન કીધું આ વાર રે … જશોદા.
ખાંખાંખોળાં કરતાં હીંડે, બીએ નહીં લગાર રે,
મહીં મથવાની ગોળી ફોડી, આ શાં કહીએ લાડ રે …. જશોદા.
વારે વારે કહું છું તમને હવે ન રાખું ભાર રે,

નરસિંહ મહેતાના આ ખૂબ જાણીતા પદમાં ગોપી અને યશોદાના કલહસ્વરૂપે અનન્ય ક્હાન-પ્રેમ ઉજાગર થયો છે.જશોદા તારા કાનુડાને’ કાવ્યને નરસિંહ મહેતાએ બે ભાગમાં વર્ણવેલ છે. એક ભાગમાં ગોપીઓ જશોદા પાસે કાનાની ફરિયાદ કરે છે, અને બીજા ભાગમાં જશોદા તેનાં કાનાનો પક્ષ લે છે અને ગોપીઓની ફરિયાદ કાને લેતી નથી. કાવ્યમાં નરસિંહ મહેતાએ કાનો ઘરની બહાર ગયો નથી તેવું વર્ણવીને બાળ કાનાની  વિરાટતા રજુ કરી છે. બીજી બાજુ અહીં ગોપીઓ પણ ફરિયાદ કરવાનાં બહાને કાનુડાનાં દર્શન કરવા ઇચ્છે છે તેવો ભાવ વ્યક્ત થયો છે

નટખટ કાનુડો એના તોફાન માટે જાણીતો છે. એ શીંકાં તોડે છે, માખણ ખાય ન ખાય અને વેરી નાંખે છે, દહીં વલોવવાની મટકી પણ ફોડી નાંખે છે અને છતાં છાતી કાઢીને કોઈથીય બીતો ન હોય એમ ફરે છે. ગોપીઓ હવે આ નગરમાં રહેવું અને રોજેરોજ અને કેટલું સહેવું એવો પ્રશ્ન કરે છે(આમા ગોપીઓની બીકનો અણસાર છૅ, ક્દાચ તેમના પતિ તેમને વ્રજ બહાર કાઢી તો નહી મુકે?!) ત્યારે માતા યશોદા મારો કાનુડો તો ઘરમાં જ હતો એમ કહીને વળી એનું જ ઉપરાણું લે છે. વાતચીતના કાકુ અને અદભુત લયસૂત્રે બંધાયેલું આ ગીત વાંચવા કરતાં ગણગણવાની જ વધુ મજા આવે છે.

દહીં દૂધનાં તો માટ ભર્યાં, પણ ચાખે ન લગાર રે …

જશોદા.શોર કરંતી ભલે સહુ આવી,

ટોળી વળી દસ-બાર રે,નરસૈંયાનો સ્વામી સાચો, જૂઠી વ્રજની નાર રે …. જશોદા”

આ આખા કાવ્યનો ગુઢાર્થ, નરસૈયાના સ્વામી કૃષ્ણના માખણ ગોરસ ઢોળવાના કામ પાછળનો હેતુમથુરાના રાક્ષસો (દૂધ, દહીં માખણથી વંચિત રહે.)ગોપીઓની ફરિયાદ, તેમની પ્રિયતમ ભક્તિ દર્શાવે છે. હંમેશા પ્રિયતમ પ્રત્યે જ વિષેશ ફરિયાદ હોય છે.પોતાના પ્રિયતમને જોવા માટે ફરિયાદના બહાના હેઠળ રોજ ગોપીઓ જશોદાને ઘેર જાય છે.નરસિંહ નું મુખ્‍ય લક્ષણ તેમની શ્રધ્‍ધા છે. શ્રધ્‍ધાથીજ તેઓ આટલું મોટું પદ મેળવી શકેલા. શ્રધ્‍ધાને એક વિદ્વાને અંત:કરણની આંખ કહી છે. જે વાત બુધ્‍ધિ ન સમજી શકે તે વાત હ્રદય તરત સમજે છે.ગોપીના રૂપે પ્રભુને પ્રેમ કરે છે અને જગાડવાનો ફરિયાદ કરવાનો અધિકાર પણ મેળવે છે,  તેનું કારણ હ્રદયમાં રહેલ શ્રધ્‍ધા છે. એ શ્રધ્‍ધા જેનામાં હોય તેઓ સર્વ નરસિંહ ને વધારે સારી રીતે સમજી શકશે…..છેલ્લી કડીમાં નરસિ ભગતની કૃષ્ણ ભક્તિની ઝાંખી થાય છે.જશોદા માતા પોતાના લાડલાનો બચાવ કેમ કરે છે,

ડો.ઇન્દુબેન શાહ