હલ્લો 911…
ઉપમાએ ચા નાસ્તો બનાવી, ટેબલ પર મુક્યા, પપ્પાને ટેવ ઉઠીને તુરત જોગિંગ સુટ પહેરી ચાલવા જાય, ૩૦થી ૪૦ મિનિટ્નો વોક લે ઘેર આવે એટલે ચા નાસ્તો ટેબલ પર રેડી જોઇએ, નિવૃત થયા ત્યારથી આ તેમનો નિયમ, બન્ને બહેનો ઉપમા અને શુલભા આ જાણે. મમ્મી હતા ત્યાં સુધી પપ્પા- મમ્મી પોતાના ઘરમાં જ રહ્યા. બન્ને દીકરીઓના આગ્રહ છતા રવિભાઇ અને નિર્મળાબેન દીકરીઓ સાથે રહેવા તૈયાર ન થયા. નિર્મળાબેનના સ્વર્ગવાસ બાદ રવિભાઇને બ્લડ પ્રેસર, હાઇ કોલેસ્ટ્રોલ વગેરે મોટી ઉમરમાં થતા રોગની અસર જણાવવા લાગી, પોતે એકલા જ રહે વીક એન્ડમાં દીકરીઓને ત્યાં વારા ફરતી જાય, બન્ને દીકરીઓને પપ્પાની ચિંતા રહે. મોટી દીકરી ઉપમા સાઉથમાં રવિભાઇના ઘરથી નજીક એટલે શનિ- રવિ ત્યાં જાય ત્યારે ઉપમા પોતે બી પી માપે વધારે આવે “પપ્પા તમે દવા લીધી છે?”
“હા લીધી છે ને,”
”બી પી ૧૫૦/૯૬ છે “,
“કાલે બિપીન કાકાને ત્યાં પાર્ટિમાં વધારે ખાવામાં આવ્યું તો થાય, એમા શું થઈ ગયું?”
“પપ્પા હવે તમારે એકલા ન રહેવું જોઇએ દર વિક એન્ડમાં તમારું બી પી વધારે આવે છે, અને આ વર્ષે તમે હજુ ફિસિકલ કરાવવા પણ નથી ગયા”
“મને કોઈ જાતની તકલીફ નથી, પછી શું દર વર્ષે ડો પાસે જવાનું અને શુલભા મને દવા આપે છે તે હું “બરાબર લઉ છું,”
“પપ્પા શુલભા કાર્ડિયોલોજીસ્ટ છે તમારે પ્રાયમરી કેર ડો પાસે જવું જોઇએ,”
“સારું જઈશ ફરીને આવું પછી વધારે વાત ત્યાં સુધીમાં તું સરસ બટેટા પૌવા અને આદુ ,મસાલા વાળી ચા બનાવી રાખ.”
૪૦-થી ૪૫ મિનીટમાં પપ્પા પાછા આવી જાય, આજે કલાક થયો પપ્પા આવ્યા નહી. ઉપમાએ પતિ ઉમેશ પાસે ચિંતા વ્યક્ત કરી “ઉમેશ હજુ પપ્પા ફરીને નથી આવ્યા!” “ ઉપમા ૧૫ દિવસ પહેલા પણ આમ જ થયેલ હું તને કહું છું પપ્પાને અલઝેઇમરની શરુઆત થઈ છે પણ તું માનવા તૈયાર નથી, મેં તો તે દિવસથી તેમનો ફોન ટ્રેસ કરવા મારા ફોનમાં એપલીકેસન કરેલ છે,હમણા તેમનો ફોન ટ્રેસ કરી તને જણાવું, તુરત ઉમેશે ફોનમાં જોયું, ઉપમા તારા પપ્પા સુગરલેન્ડ મેમોરિયલ પાર્ક માં છે, બન્ને તુરત જ ગાડી લઈ ત્યાં પહોંચ્યા પપ્પાને બેન્ચ પર સુતેલા જોયા ઉમેશે ઉઠાડ્યા પપ્પા કેમ અહીં સુઈ ગયા ચાલતા ચાલતા થાકી ગયા?” “હું આજે ચાલવા જ નથી ગયો સારું થયું તમે મને ઉઠાડ્યો હું તો બિપીનની રાહ જોઉ છું એ આવે એટલે સાથે ચાલવા જઈએ,”
ઉપમાઃ “પપ્પા ચાલો હવે મારે ત્યાં તમારા બટેટા પૌવા અને ચા તમારી રાહ જુવે છે,””હા ચાલો બટેટા પૌવા તે બનાવ્યા છે! જલ્દી જઇએ હું ક્લોસેટમાંથી જેકેટ પહેરી લઉ,”
ઉમેશઃ”પપ્પા તમે જેકેટ પહેરેલું છે ચાલો જલ્દી ઠંડી ચા તમને ભાવશે નહીં,”
“હા ચાલો જઈએ.”
ત્રણે ઘેર આવ્યા. ઉપમાએ પપ્પાને ચા નાસ્તો આપ્યા, “ઈશા તારી ફેસ બુક વોટ્સ એપ બંધ કર નીચે આવ” જવાબ નહી ફરી બુમ પાડી નો રિપ્લાય પોતે ઉપર ગઈ જોયું તો ઈશા પલંગ પર બેઠી છે આઈ પેડ ખુલ્લુ ખોળામાં અને નજર છત પર. ઉપમાઃ”ક્યારની બોલાવું છું સંભળાતું નથી!”
હવે આ તારું ફેસ બુક બંધ કર અને નીચે આવ”
”મમ્મી આજે મે બે સમાચાર ફેસ બુક પર જોયા, તું તારી ખાસ સ્કુલ ફ્રેન્ડ કલા કુર્લેને મળવા માગે છે ને વાંચ આજે તેની દીકરી ગ્રીષ્મા કુર્લે એ ફેસ બુક પર તેની મમ્મીના ફોટા સાથે રિકવેસ્ટ મુકી છે.
“મારી મમ્મી કલાને તાત્કાલિક કિડનીની જરૂર છે હાલ તે ડાયાલિસીસ પર છે, તેનું બલ્ડ ગ્રુપ એબી નેગેટીવ (AB –)છે મારું અને મારા પપ્પાનું ગ્રુપ જુદું છે, ઍબી નેગેટીવ ગ્રુપ બહુ રેર ગ્રુપ હોવાથી હું ફેસ બુક તથા બીજા મિડીયા દ્વારા આ સમાચાર પહોંચાડી રહી છું આશા છે જરૂર કોઈ ઉદાર વ્યક્તિ પોતાની એક કિડની જતી કરી મારી માની જિંદગી બચાવાવા આગળ આવશે. મારો તાત્કાલીક સંપર્ક કરો થેન્કસ.”
વાંચી ઉપમાને ૪૦ વર્ષ બાદ બહેનપણી મળ્યાનો આનંદ સાથે દુઃખ પણ થયું. હવે તો ઉપમાને બીજા સમાચાર જાણવાની પણ ઇન્તેજારી થઈ ,” ઈશા તું બે સમાચાર બોલી બીજા શું સમાચાર છે?” “મમ્મી અમારી સ્કૂલની ૬ઠ્ઠા ધોરણની એમેલીએ ફેસ બુક બુલીના ત્રાસથી આપઘાત કર્યો,”
”એમેલી તારી સાથે સ્પેલીંગ બી માં ભાગ લીધેલ તે?”
“હા મા એજ મારાથી એક વર્ષ પાછળ, ખૂબ હોશિયાર હતી.”
“બન્ને મા દીકરી ઉપર શું કરો છો?” રવિની બુમ સાંભળી બન્ને નીચે આવ્યા.
“એસ યુસ્વલ ઈશા તો ફેસ બુક, યુ ટ્યુબ વિડિયો જોવામાં મસગુલ હશે પણ ઉપમા તું શું કરતી હતી?”
”ડેડ મોમ ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન ફેસ બુક ટુ ડે,”
”યોર મોમ એન્ડ ફેસ બુક! ઇમ્પોસીબલ,”
“ડેડ આસ્ક હર”
“ઉપમા આ સાચું છે?”
“હા સાચું છે.”
ઈશાઃ”મોમ- ડેડ દાદાનો ફેસ બરાબર નથી લાગતો.”
“પપ્પા શું થાય છે?”
રવિભાઇ મત્ત્ત્ત શુઉઉ …અસ્પષ્ટ બોલવા લાગ્યા ઉમેશે તુરત ૯૧૧ એલર્ટ આઈ ફોન ટચ કર્યો તુરત રિસ્પોન્ડ આવ્યો અને સુગરલેન્ડ ફાયર ડીપાર્ટમેન્ટની EMT એમ્બુલન્સ આવી ગઈ. ઈશાએ શુલભામાસીને ફોન કર્યો સુલભાની સુચના પ્રમાણે મેમોરિઅલ હરમન હોસ્પીટલના સ્ટ્રોક સેન્ટરમાં એમ્બુલન્સ ૧૦ મિનીટમાં પહોંચી ગઈ સુલભાએ ત્યાંના ER physician end Neuro ICU on call ફેકલ્ટિ ને પણ ફોન પર જાણ કરી દીધેલ તેથી રવિભાઈને સીધા MRI માં લઈ ગયા ત્યાંથી CT Scan મા. આ બધી તપાસ થઈ પ્રિલિમનરી રિપોર્ટમાં ડાબી બાજુની એક આર્ટરીમાં ક્લોટનું નિદાન થયું, તુરત જ Neuro ICU મા દાખલ કરી ક્લોટ ઓગાળવાની દવા અપાય, મોનિટર સ્ક્રીન પર સળંગ હ્રદયના ધબકાર, શ્વાસોછ્વાસ બી પી વગેરેના રિડીંગ આવતા હતા તે પ્રમાણેની દવાઓ ડો ની સુચના મુજબ આપવામાં આવતી બી પી અને હ્રદયના ધબકારા સ્ટેબલ થતા ૪૮ કલાક લાગ્યા ત્યારબાદ રવિભાઈને રૂમમા શિફ્ટ કર્યા. સ્પિચ થેરપીસ્ટ અને ફિસીકલ થેરેપિસ્ટ રવિભાઇની મુલાકાત લઈ ગયા. ચાર દિવસમા રજા મળી શુલભા પપ્પાને પોતાને ઘેર લઈ ગઈ. રવિભાઇ ૬ મહિનામા રેગ્યુલર થેરપીથી ચાલતા અને બોલતા થઈ ગયા.બોલતાની સાથે કહ્યું મારો સ્માર્ટ ક્યારે આવશે ?
અસ્તુ