ગુજરાતની ગરિમા

ગુજરાત રાજ્યના  સ્થાપના દિનની ઉજવણી  ૧લિ મેં ના રોજ રાજ્યભરમાં ઉજવવામાં આવે છે. એટલે આમ તો મેં મહિનો ગુજરાત રાજ્યનો ગણાય આપ સહુ  જાણો તેમ  આ સ્થાપના દિનની ઉજવણી નો   હેતુ ગુજરાતની અસ્મિતાને જાળવાનો છે …તો   મિત્રો   જન્મભૂમિના ગુણગાન ગાવા માટે તારીખ થોડી જોવાયતો પદ્મામાસીનું ગુજરાતની ગરિમા દર્શાવતું કાવ્ય માણીએ..જય જન્મભૂમી ગુજરાત….

જય જન્મભૂમી ગુજરાત


જય ગાવુ યશ ગાથા, જન્મભૂમી સુવર્ણ મય માં ગુજરાત

શત શત નમન કરૂં તુજને, કુમ કુમ વરણું મધુર પ્રભાત
જય જય મહિમાવંતી યશવંતી, જન્મભૂમી માં  ગુજરાત
ગુજરાતી મારી મીઠી ભાષા, જન્મભૂમીનું  ૠણ અપાર

લીલાછમ ખેતર હળીયારા, છલકે  અન્ન તણા ભંડાર
ફળફૂલથી શોભે  ધરતીમાં, તુજ કૃપા સદા અપરંપાર
ઉત્તમ ખેતી રૂ તેલીબીયા, ધરતીમા ખોબલે ભરી દેતી દાન
ગુજરતી કવિઓએ ગાયા, ગૌરવશાળી  ભૂમિના યશગાન

ધર્મ તણા કોઈ ભેદ નહિ, સૌ જન સંપે સમતાથી રહેનાર
મંદિર મસ્જીદ ચર્ચ ગુરુદ્વારા, સૌના તહેવાર આનંદે ઉજવાય
ધૂપદિપને ધામધૂમથી ગણેશ પૂજનઅર્ચન ભક્તિભાવે થાય
દિવાળી અને ક્રિસ્ટમસ સઘળે અતિ ઉલ્લાસથી  ઉજવાય

નદી સાબરમતી, તાપી, નર્મદા, અતૂટ જળરાશી સૌને સંપત્તિ દેનાર
કાંકરિયાની ભવ્યતા સુંદર લાગે સૌને, બાલવાટિકા  મનોહર સોહાય
ઈસરો સંસ્થા ઝળકે જગમાં,અવકાશના નવા નવા  શંસોધન શોધાય
ઝુલતા મિનારા,હઠીસિંગના જૈન દેરાસરની કારીગીરી પ્રાચીન ગણાય

સુરત નગરી કલાકારીગરી, હીરા મોતી સુવર્ણ ઘરેણા માટે પંકાય
પાવાગઢના શિખરે માં કાલિકા, મહાદેવી જગત જનની સાક્ષાત
નળસરોવર જોવા તલસે સૌ, જ્યાં જગના પંખીડા કિલ્લોલ કરતા
માનવ મેળો ભેળો થાતો, રંગ બેરંગી પક્ષીઓનો કલરવ સુણવા

પાટણની પ્રભુતા અનેરી, ભાતભાતના પચરંગી પટોળા વખણાય
સાબરમતી આશ્રમ અણમુલો, ગાંધીજી, કસ્તુરબાના ચરણ પૂજાય
વૈષ્ણવ કવિ નરસિંહ ને નર્મદની  કર્મભૂમિ ગુંજન કરતી ગુજરાત
ગિરનારના ઉંચા શિખરોમાં ગુરૂ દત્તાત્રય ને ઋષિ મુનીઓનો વાસ

દલપતરામ ને ગોવર્ધનરામ ગુર્જર સાહિત્ય જગતમાં અચળ છે આજ
દાંડી કૂચ અને ધરાસણાના, બલિદાન શહિદોના કદીયે ના વિસરાય
નિઃશસ્ત્ર વળી નિર્દોષ આઝાદીના લડવૈયાના શિષ હતા વઢાયા જ્યાં
સ્વાતંત્ર્ય સેનાનીના  અમૂલ્ય   બલિદાનો દેશ ભક્તિથી દેવાયા ત્યાં 

આઝાદીની મશાલ લઇ કાંધે વીર જવાનની હાકલ સૌએ ઝીલી

આંદોલનમાં માં બહેનો વિરાંગના થઇ અનન્ય  જુસ્સાથી  ઝઝૂમી

વલ્લભભાઈ સરદારની વીરતા, નીડરતાની   ગાથા કરતા  યાદ
ધન્ય ધન્ય મારી વીર જન્મભૂમિ, ધન્ય ધન્ય ભવ્ય માં  ગુજરાત

પદ્માબેન કનુભાઈ શાહ .