સર્જક અને સર્જન (જયશ્રી વિનુ મરચંટ-૧)

સર્જક અને સર્જન (જયશ્રી વિનુ મરચંટ)

 જયશ્રી વિનુ મરચંટ મુંબઈ યુનિવર્સિટીના માઈક્રોબાયોલોજી અને કેમિસ્ટ્રીના સ્નાતક અને અમેરિકાની ટેંપલયુનિવર્સિટી, ફીલાડેલ્ફીયાના ક્લીનિકલ પેથોલોજીના અનુસ્નાતક છે. છેલ્લા ૩૮ વરસોથી અમેરિકામાં રહે છે.હાલમાં તેઓ Children’s Hospital and Research Center, Oakland માંથી Director of the Department of Pathology and Laboratory Medicine ની પદવી ઉપરથી નિવૃત્ત થયા છે.

 એમને ગઝલ લખવા માટેની દોરવણી શ્રી ચિનુ મોદી પાસેથી અને અછાંદસ લખવા માટેની દોરવણી સુ.શ્રીપન્ના નાયક પાસેથી મળી હતી. પન્ના નાયકે તો પોતાનું ટુંકી વાર્તાઓનું પુસ્તક Flamingo જયશ્રીબહેનનેઅર્પણ કર્યું છે. જયશ્રી બહેને એક નવલકથા, થોડી ટુંકી વાર્તાઓ, ગઝલો અને અછાંદસ લખ્યા છે. જાણીતાવિવેચક શ્રી મધુસુદન કાપડિયાએ પોતાના વિવેચનના પુસ્તકમાં એક આખું પ્રકરણ જયશ્રીબહેનનીરચનાઓને આપ્યું છે. એમણે ગઝલ માટે પોતાનું તખ્ખલુસભગ્નરાખ્યું છે.

 એમની ગઝલમાં એમણે સુફી સાહિત્યની જેમ કહ્યું છે, મુશીબતો તો આવશે , પણ જોવાનું છે કેઉપરવાળો મદદ કરવા ક્યારે આવે છે? મત્લાથી માંડીને મક્તા સુધી વાત સમજાવવાની કોશીશ કરીછે, અને પણ બધા જ ચોટદાર શેર દ્વારા.

 આવે છે!

 લઈ પથ્થરો હાથમાં લોકો ભલેને મારવા આવે છે!

 જોવું છે કે ક્યારે ખુદ ખુદા મને ઉગારવા આવે છે!

દુઃખોની અવિરત વર્ષા અને પહાડ જેવી જિંદગી!

 જોઈએ ક્યારે કૃષ્ણ આ ગોવર્ધન ધારવા આવે છે!

 ખેલ છે અંતે તો ઉછીની આવરદાનો આ જગમાં,

 હો જો આયુષ્ય બાકી તો તરણુંય તારવા આવે છે!

 ઓઢીને તડકો, ઝાકળ પણ શાંતિથી પોઢી જાય છે!

 રાત અને ચાંદની ઝાકળને શું રમાડવા આવે છે?

 વિખરાયેલા કેશ લઈ ક્ષિતિજની પાર તાકતી રહી!

 જોઈએ કોઈ છે જે આ ઝુલ્ફોને સંવારવા આવે છે!

  “ભગ્નમાફી માગ, તો ખુદા કરશે બધાય ગુનાહો માફ!

 કબરમાં તારી આ બોજો ક્યાં બીજા વેંઢારવા આવે છે?

 જયશ્રી વિનુ મરચંટ

 રજૂઆતપી. કે. દાવડા

“વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા” 2016 ના પરિણામ-જયશ્રીબેન મર્ચન્ટ

                                          સ્મૃિતશેષ  માનનીય  વિનુભાઈ મરચંટના નામથી આ પ્રતિસ્પર્ધા છે.

download

                                                                   

મિત્રો આપની ઉસ્તુક્તાનો અંત  આવી ગયો છે.

“વીનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા” ના પરિણામ  ગઈ કાલે “બેઠક”માં જાહેર કરવામાં આવ્યા છે.

સૌ પ્રથમ ત્રણ ઇનામ ની જાહેરાત થઇ અને સાથે બે આશ્વાસન ઇનામ પણ જાહેર કરતા જયશ્રીબેન  મર્ચન્ટે દરેક સર્જકોને સુંદર લખવા માટે અને લખવાના પ્રયત્ન માટે અભીનંદ આપ્યા છે.

પ્રથમ ઇનામ -$125

(9)નાખુદા -સોહમ શાહ-વિજયભાઈ શાહ 

બીજું ઇનામ -$101

(15)મમ્મી સંભાળ તો ખરા,-અખિલ-પ્રજ્ઞા દાદભાવાળા

ત્રીજું ઇનામ -$75

(14) “એ દિલે નાદાન”-શેફાલી-રાજુલ કૌશિક

આ સાથે બે આશ્વાસન ઇનામ -$25

(6) ચીંથરે બાંધેલા સંસ્કાર..!! “સત્ય– ભુમિ માછી –“કર્મણ્યા”

(13)ન ઓળખી શક્યા-વિયોગી-જયવંતી પટેલ 

આજે સૌ પ્રથમ તો “બેઠક”ના પ્રણેતા અને કાર્યબળ પ્રજ્ઞાબેનનો ખૂબ જ આભાર કે એમણે મારા સ્મૃિતશેષ પતિ વિનુ મરચંટના નામથી આ પ્રતિસ્પર્ધા યોજવાનો મોકો આપ્યો.
આ બીજું વરસ છે આ સ્પર્ધાનું. આ વર્ષે 18 ટૂંકી વાર્તાઓ આ હરીફાઈમાં આવી. અને બધી જ વાર્તાઓ સરસ પ્રયાસથી અને ખંતથી લખવામાં આવી છે. સૌથી સરસ વાત એ ઊડીને આંખે વળગી કે બધાએ કથાવસ્તુની પસંદગીમાં વૈવિધ્ય સહજ અને સરળ રીતે જાળવ્યું છે. બે ચાર અપવાદ બાદ કરતાં વાર્તાના અંતમાં ચમત્કૃિતની ગેરહાજરી અથવા તો જોઈએ એવી અંતની ચમત્કૃિતની હાજરીનો અભાવ થોડોક લાગ્યો. વાર્તામાં સર્જક જ્યારે સામાજીક કે કૌટુંબીક ઉપદેશ સીધેસીધો મૂકે છે ત્યારે એના વાર્તાતત્વની જીવંતતા કઈંક અંશે ઝંખવાય છે. એનો અર્થ એટલો જ કે વાર્તાના પાત્રો અને એની ગૂંથણીની દરેક શક્યતાઓને ઓપ આપી શકવામાં ક્યાંક થોડીક ઉણપ રહી ગઈ હોય. ટૂંકી વાર્તાના મધ્ય કલેવરનું અને સંવાદોનું આલેખન એ રીતે થવું જોઈએ કે લેખકને જે કહેવું છે તે પાત્રો અને એની ગૂંથણી કહી જાય. સાહિત્યમાં જે સમય અને સ્થળનું વર્ણન હોય એને અનુરુપ આલેખન હોવું અત્યંત આવશ્યક છે. વાર્તા એક ઘટનાની ઉપદેશાત્મક રજુઆત માત્ર બનીને ન રહી જાય એની બધી જ જવાબદારી સર્જક પર હોય છે અને અેટલી સજાગતા લેખકે રાખવી જરુરી છે. વાર્તાના હાર્દને દરેક વાચક પોતાની રીતે તારવે અને માણી શકે એમાં જ સર્જકની સર્જનાત્મકતા પરવાન ચઢે છે.

આ વાર્તાઓમાંથી પારિતોષકને માટે ત્રણ વાર્તાઓની પસંદગી કરવી મારે માટે અત્યંત કપરું રહ્યું હતું.  

આ વાર્તાઓની પસંદગી પાંચ વસ્તુઓને ધ્યાનમાં રાખીને કરી છે.

૧. કથાવસ્તુની પસંદગી અને પ્લોટ
૨. પાત્રાલેખન અને એની અસર
૩. મધ્યભાગ અને આલેખન
૪. સંવાદો અને એની ગૂંથણી
૫. અંતની ચમત્કૃિત

પ્રથમ ઈનામ જાય છે વાર્તા નંબર ૯, “નાખુદા”ને. આ વાર્તા સરળતા અને સહજતાને રસાળતાથી અંત સુધી વહેતી રાખે છે. કથાવસ્તુની નવીનતા, સ-રસ પાત્રાલેખન અને સંવાદો થકી આગળ કૂચ કરતી આ વાર્તા મનને સ્પર્શે છે. અંતનો અંદેશો જો કે વાચકને આવી જાય છે પણ સર્જક કેવી રીતે અંત લાવશે એની ઉત્સુકતા તો જળવાઈ રહે છે જેથી અંતની ચમત્કૃિત પણ જળવાઈ રહી છે. ક્યાંય ઉપદેશ નથી કે judgement નથી. ગીરાનો નિર્ણય, રફાએલને જણાવવાની ઉતાવળ ન કરવા પાછળની આજની નવી પેઢીની વિચારધારા સાથે સુસંગત છે અને આવી નાની વિગતોનું આલેખન, સહજ સંવાદો સાથે વાર્તાને આયાસ વિના આગળ ધપાવે છે. સુંદર વાર્તા છે.

બીજું ઈનામ જાય છે વાર્તા ૧૫ને, ” મમ્મી સાંભળ તો ખરી” ને. પ્રથમ પારિતોષક અને બીજા ઈનામ વિજેતા વાર્તાઓ વચ્ચેની પસંદગી કરવાનું ખૂબ અઘરું હતું. કથાવસ્તુની માવજત સરસ કરી છે. પાત્રાલેખન સબળ છે અને સંવાદોમાં સમય, સ્થળ તથા સરળતાનું વહેણ સુંદર રીતે જાળવ્યું છે અને પાત્રો વાર્તાને અસ્ખલિત આગળ ધપાવે છે. અંતનો ક્યાસ આવવા છતાં, વાર્તા અંત સુધી વાંચવી ગમે છે. લેખક ક્યાંય ઉપદેશક બનતા નથી ને વાર્તાતત્વનું સ્ખલન નથી થતું. સરસ વાર્તા છે.

ત્રીજા ઈનામ માટે મારી પસંદગી ૧૪મી વાર્તા, “અે દિલે નાદાન” પર ઢળી છે. આ એક રહસ્યમય વાર્તા છે અને સરસ પ્રયાસ પણ છે પકિશોર અને મુગ્ધવયની લાગણીઓના મંથનને પ્રગટ કરવાનો. વાર્તાની પૃષ્ઠભૂમિના આલેખનમાં લેખકની સર્જનશક્તિ ઊડીને આંખે વળગે છે.

બે આશ્વાસન પારિતોષક માટે વાર્તા ૬, “ચીંથરે બાંધેલા સંસ્કાર” અને વાર્તા ૧૩, “ન ઓળખી શક્યા”ની પસંદગી કરી છે. બેઉ વાર્તાઓના કથાવસ્તુનો વ્યાપ નોંધનીય છે.

બધા જ વિજેતાઓને મારા હાર્દિક અભિનંદન પણ એ સાથે જ સર્વ ભાગ લેનાર હરીફોનો ખૂબ ખૂબ આભાર કે સહુએ આટલા બધા ઉત્સાહથી આ હરીફાઈમાં ભાગ લીધો. મને બધી જ વાર્તાઓ વાંચવાની ખૂબ જ મજા આવી અને બધાએ કથાવસ્તુની પસંદગીમાં અને નિરુપણમાં જે પરિપક્વતા દાખવી છે તે ખૂબ જ સુખદાયક અને આહલાદક અનુભવ રહ્યો. આપ સહુ આનાથી પણ વધુ સુંદર લખો, ખૂબ ઉચ્ચ કક્ષાનું સાહિત્ય વાંચો અને સતત સફળતાના શીખરો સર કરો, તમારા કેપ્ટન પ્રજ્ઞાબેન સાથે. મારા તરફથી અને મારા સદગત પતિ વિનુ તરફથી “બેઠક”ને, પ્રજ્ઞાબેન અને “બેઠક”ના સર્વે સહયોગીએ અને સર્જકોને અંત:કરણપૂર્વક શુભેચ્છા કે આપ સહુનો સતત વિકાસ થાય અને સહુને ખૂબ સફળતા મળે.
IMG_1899

જયશ્રીબેન  મર્ચન્ટ

બેઠક -૨૦૧૬ વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -(17)”સમજ્યા ભટ્ટજી”નિકેશ

“સાત્વિક ગુણોથી જીવો અને જીવવા દયો”જુઓ ઝગડવું એતો જંગલીપણા ની નિશાની છે ,મારા મારી માણસોએ કરવી ન જોઈએ એતો પશુઓ કરે આવું ઉમા ગોરાણી સમજાવતા નીકેશને કહ્યું ,

જો આ તારો રૂમ મેટ છે ને !તો આમ ન ઝગડાય આમ પણ આ પારકા દેશમાં તારું બીજું કોઈ છે નહિ ને ? ચાલ  જોવ હાથ મિલાવો અને ફેન્ડ થઇ જાવ તો અને જલ્દી ચા પીવા આવો આજે તમને ભાવતા ટોસ્ટ પણ લાવી છું અને બન્ને જણ હાથ મિલાવી ચા પીવા બેઠા ,

જો અલ્કેશ તું નિકેશ ને હેરાન ન કરતો ,એનું શર્ટ પહેરીને કેમ ગયો ,વાંક તારો પણ છે

માસી મેં શર્ટની ઈસ્ત્રી નહોતી કરી અને કામે જવાનું મોડું થઇ ગયું એટલે એક દિવસ એનું શર્ટ પહેરી લીધું

ના માસી એ રોજ કઈ ને કઈ સળી કરે છે અને અલ્કેશ તમારા મંદિરમાંથી પ્રસાદ પણ ખાય છે

અચ્છા  તો તું ખાય છે ?

હું તો સમજી કે કાનો ખાય છે !

શું માસી તમે પણ મૂર્તિ થોડી ખાય ?તમે પણ

જો અલ્કેશ બેટા આમ ન બોલાય સમજ્યો,આ શ્રદ્ધાનો વિષય છે

હું તો માનવતા માં માનું છું મૂર્તિમાં નહિ

સારું ચાલ હવે આવ્યો મોટો  અને બધા હસી પડ્યા  

શિવ શંકરભાઈ  અને ઉમા ગોરાણી બન્ને એકલા રહેતા હતા અને નિકેશ અને અલ્કેશ બન્ને તેમનાજ ઘરમાં એક રૂમ ભાડે રાખી રહેતા,આવક ની આવક અને ઘર ભર્યું લાગતું હતું ,માસી જમાડતા અને ક્યારેક લોન્ડ્રી પણ કરી આપતા,ગોરાણી  ખુબ ભલા સ્વભાવના અને બધાને મદદરૂપ થતા

શિવ શંકરભાઈ નીચા જાડા અને બટકા અને ભારે શરીરના,ધોતિયું ,અંગરખું અને માથે ફાળિયું બાંધીને ગોરપદુ કરતા ,અમેરિકામાં કોઈના પણ ઘરે પૂજા પાઠ કરવી હોય તો એમને બોલાવતા ,ઉમાબેન નીચા પણ પાતળા,ધીમું બોલતા અને પાંથીને ઢાંકે તેવો સાડલો પહેરતા,ગામડામાં ઉછરેલા એટલે બોલી પણ થોડી ગામડાની ખરી ,પણ સ્વભાવ ખુબ માયાળુ ,રસોઈ કરવા જાય અને સૌને મદદ પણ કરે.

માસી સારું થયું તમે અલ્કેશને સમજાવ્યો ,એ ખુબ ખર્ચા પણ કરે છે

શું કરું બેટા ,અમારે બાળક નથી એટલે તમારી પર જ હક્ક જમાવી કહું છું ,ખરાબ ન લગાડતા

ચાલો આજે તમારે માટે મેં શીરો બનાવ્યો છે ,ચાલો બન્ને ખાઈ લેજો ,મારે રસોઈ કરવા જવાનું છે

અને ભટ્ટજી  આવે તે પહેલા બધું વ્યવસ્થિત કરી નાખજો,તમે એમના સ્વભાવને ઓળખો છો ને ?

અને હા બેટા તારા જન્માક્ષર એમને દેખાડી પછી જ ઇન્ટરવ્યુ આપવા જાજે ,એમની સલાહ માનજે ,

એ તારા સારા માટે કહે છે.

અને અલ્કેશ તારા ગુસ્સા માટે તને કહ્યું છે ને કે શનિ ના જપ કરવાના ,તો કરજે હો…

જો ગુસ્સો કોઈના પણ માટે સારો નહિ સમજ્યો !

અલ્કેશ બેટા ગુસ્સાથી આપણને અને આજુબાજુમાં બધાને નુકશાન થાય.

નિકેશ બોલ્યો ઉમામાસી તમે તો અમારી માંની જેમ અમને સાચવો છો.

મારી બા યાદ આવી ગયા!

ઉમા બેન મનમાં બોલ્યા મને માં કહેનાર ક્યાં કોઈ છે ? અને કોઈને ખબર ન પડે તેમ છેડાથી આંખો લુછી કામે વળગ્યા.

જાવ જલ્દી કામે વળગો, ભટ્ટજી  આવતા જ હશે ,આજે ઠંડી પણ ખુબ છે.

ત્યાં તો ભટ્ટજી ની ગાડી આવી ,હરી ઓંમ હરી ઔંમ બોલતાઘરમાં દાખલ થયા  

આ વરસાદ ને લીધે થંડક વધી ગઈ છે નહિ ?, ભટ્ટજીએ જવાબ ન આપ્યો.

ગોરાણી  બોલ્યા લાવો કોટ હું તમારે માટે સરસ આદુ ફુદીના વાળી ચા બનાવી લાવું.

અને આ લ્યો કાન ટોપી પહેરી લ્યો અને ઉમાબેન ઝટ ફુદીનો તોડી લાવ્યા અને આદુ કચડી ચા બનાવી લાવ્યા અને પહેલા જ ઘુંટડે ભટ્ટજી બરાડ્યા…

કે આ શું ચ્હા બનાવી છે ? ને ગુસ્સામાં ચા નો કપ જોરથી પછાડી હડસેલ્યો.

અને કપ પછડાતા ચ્હા અને કાચના ટુકડા રસોડામાં વેરણ છેરન થઇ ચારે કોર અસંખ્ય નાના ટુકડા થઇ પડ્યા.

ઉમા ગોરાણી તો ડઘાઈ ગયા અને છોકરાવ પણ જોઈ રહ્યા,

પણ ભટ્ટજીના સ્વભાવને જાણી દુરથી જોતા રહ્યા.

ઉમાંબેનથી મસાલો અને આદુ ફુદીનો ભેગું કરવામાં ખાંડ નાખવાનું વિસરાઈ ગયું ,છેડા થી આંસુ લુછતા ઉમાબેન ચુપચાપ બધું સાફ કરવા માંડ્યા.

ભટ્ટજી તો જોડા પહેરી બબડતા મંદિરે જવા નીકળ્યા

મારી કંઈ જિંદગી છે ?સુખે ચ્હા પીવાય મળતી નથી !

આંસુ ભરેલી આંખે ગોરાણી કપના ટુકડા ભેગા કરતા હતા ને હથેળીમાં અણીદાર કાંચ સોંસરવો હાથમાં ભોકાણો.અને સાફ કરેલું રસોડું ફરી લોહીથી ખરડાયું।.. ,

નસીબ જોગે બન્ને છોકરાવ ભટ્ટજી ગયા એમ સમજી બહાર આવ્યા.

અને બોલ્યા

માસી ઉભા રહો ,આ જુઓ લોહી કેટલું નીકળે છે ?

અને અલ્કેશ દવા અને ટેપ લઇ આવ્યો

નિકેશ કહે ના ચાલો હોસ્પિટલ જઈ આવીએ ,અને બન્ને છોકરાવ લઇ ગયા.  

અને ત્યાં ડૉ રે પૂછ્યું કેમ કરતા વાગ્યું ? ગોરાણી  બોલ્યા કપ હાથમાંથી પડી ગયો ,અલ્કેશ અને નિકેશ ઉમાંગોરાણીને જોઈ રહ્યા ડૉ ઝખમ સાફ કરી પાટો બાંધ્યો અને એક ઇન્જેક્શન પણ આપ્યું.

સાંજે ભટ્ટજી મંદિરેથી આવ્યા

તેવું જ ઉમા ગોરાણી  બોલ્યા મારાથી ખાંડ નાખવાનું ભૂલી જવાયું હતું ,પણ ફરી આવી ભૂલ ના થાય તેનું ધ્યાન રાખીશ.

ભટ્ટજી કંઈ પણ બોલ્યા નહિ.

ગોરાણી ને ફરીવાર બોલતા આંસુ આવી ગયા લોહી ખુબ વહી જતા અને ભારે દવાને લીધે ગોરાણી ને ચક્કર આવી ગયા.

અલ્કેશ અને નિકેશ દોડતા આવ્યા,માસીને હળદળ વાળું દૂધ અને પાણી પાઈ તેમની  રૂમમાં સુવાડ્યા.

રાત્રે બન્ને છોકરાવે ભેગા મળી ઉમાબેન અને ભટ્ટજીને ખીચડી રાંધી જમાડ્યા ,વાસણ અને કિચન પણ  સાફ કર્યું.

અલ્કશે  માસીને બામ ચોપડી શાલ ઓઢાડતા પગ પણ દાબી આપ્યા.

માસી સુઈ ગયા એટલે અલ્કેશ અને નિકેશ ભટ્ટજી પાસે બેઠા અને કહ્યું થોડી વાત કરવી છે.

બોલો શું છે ?

નિકેશ બોલ્યો ભટ્ટજી મહેરબાની કરી ફરી આવી ક્રુરતા આચારશો નહિ,અમે ફોન કરશું તો,અહિયાં મૈત્રી નામની સંસ્થા ગોરાણીને લઇ જશે ને બીજે જરૂરિયાત વાળાને ત્યાં રસોઈ કરવા કે બાળકો સાચવવા મોકલી દેશે પછી તમે એકલા રોટલા શાક બનાવી ખાજો અને ચા પણ તમારી મરજી મુજબ બનાવી પીજો ,આ સંસ્થા સ્ત્રીને સ્વમાનભેર  જીવવા તૈયાર કરે છે આશરો આપે છે ,અમે ઘણા વખતથી જોયા કર્યું ,ઉમા માસી અમારે માટે માં સમાન છે અને આપ વડીલ છો.

અલ્કેશ તો ઉશ્કેરાય ગયો “સમજ્યા ભટ્ટજી” કહી ઉભો થઇ ગયો ,તમારો ગુસ્સો કાબુમાં રાખજો અમે એમના દીકરાઓ છીએ ગોરાણી એકલા નથી

સવારે ગોરાણી ઉઠે તે પહેલા અલ્કેશ અને નિકેશ તૈયાર થઇ ગોરાણી માટે લોટો અને પૂજાની થાળી લઇ આવ્યા.

લ્યો તુલસીની પૂજા કરી ચા પીવા આવો.

અને ઉમા ગોરાણીએ પૂજા કરતા ભગવાનને કહ્યું તમે તો મને રેડીમેડ દીકરા આપ્યા,તમારો આભાર માનું તેટલો ઓછો છે. અને ભટ્ટજી પણ સમજી ગયા ,

નિકેશ

બેઠક -૨૦૧૬ વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -(16)’આન્યા-પ્રકાશ

‘આન્યા
******
આજે ધમ ધમ કરતી આન્યા ચાલી રહી હતી. બિલ્લી પગે ચાલનારની ચાલમાં ફરક આંખે ઉડીને વળગે. બોલવે વહાલી તેમજ ચતુર આન્યાના દિમાગમાં વિચારોનું પૂર ઉમટ્યું હતું. તેના મોઢા પરની રેખામાં કોઈ ફરક ન જણાયો. વસંતી વિચારી રહી, ‘આ મારી લાડલીને ઓળખવા હું શક્તિમાન નથી’.  કાંઈ બોલતી નથી. કોની તાકાત છે, સિંહની બોડમાં હાથ ઘાલે? આન્યા જેટલી સ્વભાવે સુંદર અને પ્રેમાળ હતી તેનાથી દસ ઘણી ગરમ તેલના તવા જેવી હતી. તેને ન બોલાવવામાં જ માલ સહુને જણાયો. એની મેળે દિમાગ ઠંડુ થશે એટલે બોલશે. ત્યાં સુધી કોઈ ચું કે ચા નહી કરે.
વિમલની ખૂબ લાડકી જે અત્યારે ઓફિસે હતો. રસોડામાં મહારાજ રાતની રસોઈની તૈયારી કરી રહ્યા હતા. મદદ કરવાને બહાને વસંતી રસોડામાં પહોંચી ગઈ.
ગાગા, એક કપ આદુવાળી ચા મહારાજને કહે બનાવે. સાથે ગ્લુકૉઝ બિસ્કિટ પણ લાવજે’.
વસંતીને થયું દિમાગનો પારો નીચે ઉતરી રહ્યાની આ નિશાની છે.
‘મહારાજ, મારી પણ ચા બનાવજો. થોડી વધારે મૂકજો, શેઠ પણ કદાચ હવે આવતા જ હશે.’ આન્યાનું મૌન ટૂટશે અને વાણી વહાવશે ત્યારે ખબર પડશે આ ગુસ્સાનું કારણ, એવી આશા વસંતીને બંધાઈ. તેને ક્યાં ખબર હતી આ આશા ઠગારી છે?
પાણી માગતા દુધ મળતું. ખૂબ સંસ્કારી આન્યા ગુસ્સે બહુ થતી નહી. તેનો પ્રેમાળ સ્વભાવ અને અન્ય પ્રત્યે હમદર્દી તેની સ્વભાવની ખાસિયત હતી. જેને કારણે મિત્ર મંડળ અને શિક્ષકોને તે ખૂબ વહાલી. ભણવામાં કુશળ હોવાથી બીજાને સમજાવવાની પ્રવીણતા તેને વરી હતી. જોવા જઈએ તો કશી કમી હતી નહી. નાનો ભાઈ અનુજ આન્યાને ખૂબ વહાલો. શાળાએથી આવે એટલે તેની સાથે રમવામાં મશગુલ. ઘણીવાર ભણવાનું પણ ભૂલી જાય. અનુજ અને આન્યાને એકબીજા સાથે રમતા અને મસ્તી તોફાન કરતાં નિહાળવાની વસંતી અને વિમલને ખૂબ મઝા પડતી.
રહેતાં ભલે અમેરિકામાં હોઈએ.  ડૉલર ખર્ચો તો બધી સગવડ હવે અંહી પ્રાપ્ત થાય છે. વિમલ હીરાનો વેપારી. ઘરમાં ભારતની જેમ રસોઈઓ અને કામ કરવા માટે મેક્સિકન બાઈ દસેક વર્ષથી હતી. અડધી ઈંડિયન થઈ ગઈ હતી. વિમલ અને વસંતીનો આગ્રહ હતો ઘરમાં શુદ્ધ ગુજરાતી બોલવું. ગાગાને પણ થોડા ઘણા ગુજરાતી શબ્દો આવડતા. સમજી સારું એવું શકતી.
ચા તૈયાર થઈને ટેબલ પર આવી. સાથે બિસ્કિટ પણ આવ્યા. આન્યા ગોઠવાઈ એકદમ, ‘મહારાજ યુ આર ટેરિબલ. નો સુગર ઈન ટી.’પગ પછાડતી ઉભી થઈ ગઈ. મહારાજ રડવા જેવા થઈ ગયા. કાયમ આન્યાની પસંદગીની બધી વસ્તુ બનાવતા. સૉરી કહીને કરગર્યા અને આન્યાને પ્રેમથી પાછી ટેબલ પર બેસાડી. સાથે મસાલાની બે ગરમા ગરમ પૂરી આપી. આન્યાની નબળાઈ મહારાજ જાણતા.  મસાલાની ગરમ પૂરી ખૂબ ભાવે. મમ્મીએ તેની સામે આંખ મિલાવવાનો પ્રયત્ન કર્યો પણ નિષ્ફળતા મળી.
આન્યા બેટા, ‘હાઉ આર યુ?’ પાપાને આન્યાનો મિજાજ સાતમે આસમાને છે તેની ખબર ન હતી.  આન્યા એ પપ્પા પર ગુસ્સો તો ન કર્યો પણ   છણકો જરૂર કર્યો. પપ્પા માટે આટલું પુરતું હતું. કાંઈ પણ બોલ્યા વગર ચા પીવા લાગ્યા.
ગરમ ચા અંદર ગઈ અને દિમાગને શાતા વળી. ભૂખનું દુઃખ ભલભલાને ગાંડા કરી મૂકે છે. આન્યાને કૉલેજ દરમ્યાન ડૉર્મમાં રહેવા જવું હતું. જુવાન છોકરાં કે છોકરી હાઈ સ્કૂલ ગ્રેજ્યુએટ થાય એટલે ઘરમાં રહેવું ન ગમે. પાપાએ કહ્યું ઘરે રહે તો બ્રાન્ડ ન્યુ બી. એમ. ડબલ્યુ. અપાવીશ. આન્યા ગાડીના લોભે ઘરે રહી. સુંદરતા અને સરળતાનો મેળ હોવાથી ઘણા મિત્રો મધમાખી માફક બણબણતા. કૉલેજના ત્રીજા વર્ષ દરમ્યાન આન્યાને અમોલ ગમી ગયો હતો. એને મેડિકલમાં જવું હતું. આન્યાને ફારમસિસ્ટ થવું હતું. બન્ને પાસે ધીરજ અને સમય હતા. સ્લો એન્ડ સ્ટેડી વિન્સ ધ રેસની જેમ મૈત્રી  ચાલતી હતી. ફર્સ્ટ પ્રાયોરિટી સ્ટડિઝ હોય તેમાં નવાઈ નથી. હા, નવી બ્યુટીફુલ કાર ને કારણે આન્યા ઘરમાં રહીને કૉલેજ જતી હતી. શું એ તેની સમઝણ નહી તો બીજું શું ? તેને ખબર હતી  કૉલેજમાંછોકરીઓ ભણવા જાય છે તે માતા અને પિતાની ઉંઘ હરામ થઈ જાય છે. રોજ શુટીંગના બનતા કિસ્સા સાંભળી માતા અને પિતા ચિંતિત રહે તેમાં શી નવાઈ. ઉમર અને શિક્ષાના સુંદર સંગમ પર વર્તન નિર્ભર છે. માત્ર પોતાના બાળકો પર વિશ્વાસ હોવો આવશ્યક છે.
આન્યાનો મિજાજ ઠેકાણે ન હતો તેના અનેક કારણ હતા. આજે તેનો લવર બૉય કૉલેજ આવ્યો ન હતો. આન્યાને ફૉન કરી જણાવ્યું ન હતું. તેનું મન લેક્ચરમાં ન લાગ્યું. ઘરે આવતા રસ્તામાં બંપ ન જોયો તેથી ગાડી ઉછળી અને ટાયરમાં પંક્ચર થયું. ‘ટ્રીપલ એ ‘વાળાને આવતાં કલાક થઈ ગયો. આવો દિવસ જાય ત્યારે સામાન્ય રીતે કોઈ પણ અપસેટ થાય. તેમા જુવાન લોહી.  આ બધી વાત કોઈને કરવાની તેને જરૂર ન જણાઈ. અમોલનો ફૉન આવ્યો હોત તો જરા નરમ થાત. હવે આ અમોલ પણ એક નમૂનો છે એમ આન્યાને લાગતું. હમેશા મધ્ય બિંદુ પોતે હોવી જોઈએ એવી જુવાન છોકરીઓની માન્યતા બદલવી લગભગ અશક્ય છે.
આખા દિવસના  બે બેકાર એક્સપિરિયન્સ અને ઉપરથી લંચમાં કાંઈ ખાધું ન હતું. ગુસ્સો ન આવે તો શું પ્યાર આવે? એમાં આન્યાનો શું વાંક ? આમ પણ યુવાનોના વાંક જોવા નહી. જો પાગલ કુતરાએ કરડી ખાધું હોય તો તેમનો વાંક બતાવવો. બેચાર સામે સાંભળવાની તૈયારી રાખવી. માની લીધું ‘જનરેશન ગેપ’ રહેવાનો. પણ સામે કોણ છે તેની જરા પણ પરવા નહી !
અમોલનો ફોન ન આવ્યો તે ન જ આવ્યો. આન્યા પણ જીદે ચડી હતી. તેણે ફૉન કરી જાણવાનો પ્રયત્ન પણ ન કર્યો.વિમલ આજે વિચારે ચડી ગયો. તેણે અને વસંતીએ ઉછેરમાં ક્યાં ભૂલ કરી ? તેના લાડ પોષ્યા એ શું ગુન્હો હતો ? બાળકોને જીવવાની સ્વતંત્રતા આપી તે શું યોગ્ય ન હતું ? આને સ્વતંત્રતા કહેવી કે સ્વચ્છંદતા તે નક્કી ન કરી શક્યો. વસંતી તેના મુખભાવ કળી ગઈ. છોકરું છે કહી મન મનાવ્યું. દિલમાં જાણતી હતી, માતા અને પિતા તેમના બાલકોથી ગભરાય! એક પળ વિચાર ઝબકી ગયો,’આ દીકરી પરણશે ત્યારે સાસરીમાં કેવું વર્તન કરશે?’ તે જાણતી ‘સોનાની કટારી કેડે શોભે , પેટમાં ન ખોસાય’.
આજે પૂનમની રાત ખીલી હતી. આન્યાને અણગમતી લાગી. બેડ પર પડખાં ઘસતી હતી. ઉભી થઈ બધી વિન્ડોઝ બંધ કરી પડદા ખોલી નાખ્યા. રૂમમાં અમાસનું અંધારું છઈ ગયું. રાતના જમી પણ ન હતી. સારું હતું કે ચા સાથે ગરમ પૂરી ખાધી હતી. અનુજ સ્કૂલેથી આવ્યો. દીદી સાથે વાત કરવી હતી આજે દીદીને કારણે મેથમાં ૧૦૦/૧૦૦ મળ્યા હતા. બધી વાત મમ્મી અને પપ્પાને કરી. ગુપચૂપ રૂમમાં જઈ હોમવર્ક કરવા લાગ્યો. દીદીને શું થયું તેની તેને ખબર ન હતી .’કાલે વાત’ કહી સૂઈ ગયો.
અમોલનો ફોન ન આવ્યો તે ન જ આવ્યો. આન્યા પણ જીદે ચડી હતી. તેણે ફૉન કરી જાણવાનો પ્રયત્ન પણ ન કર્યો. વિમલ આજે વિચારે ચડી ગયો. શું તેણે અને વસંતીએ ઉછેરમાં ક્યાં ભૂલ કરી ? તેના લાડ પોષ્યા એ શું ગુન્હો હતો ? બાળકોને જીવવાની સ્વતંત્રતા આપી તે શું યોગ્ય ન હતું ? આને સ્વતંત્રતા કહેવી કે સ્વચ્છંદતા તે નક્કી ન કરી શક્યો.  વસંતી તેના મુખભાવ કળી ગઈ. છોકરું છે કહી મન મનાવ્યું. દિલમાં જાણતી હતી, માતા અને પિતા તેમના બાલકોથી ગભરાય! એક પળ વિચાર ઝબકી ગયો,’આ દીકરી પરણશે ત્યારે સાસરીમાં કેવું વર્તન કરશે?’ તે જાણતી ‘સોનાની કટારી કેડે શોભે , પેટમાં ન ખોસાય’.
સવારે આન્યા જરા શાંત લાગી. મમ્મીએ પ્રેમથી બોલાવી. ત્યાં ફૉન રણક્યો. મમ્મી એક મિનિટમાં આવું છું. કહી ભાગી.ફોન ના  બીજે છેડે અમોલનો અવાજ સંભળાયો.
‘ આન્યા, તું કાંઈ પણ બોલે તે પહેલાં મને ધીરજથી સાંભળ’.
‘અવાક થઈ ગઈ’.
‘અમોલનો અવાજ ખૂબ ધીરો અને દર્દથી ભરપૂર જણાયો’.
‘વૉટ હેપન્ડ’.
‘માય મૉમ ઈઝ ઈનવોલ્વડ ઈન ધ અક્સિડન્ટ . આઈ એમ વિથ હર’ .
‘વેર ઈઝ યોર ડેડ, યુ નીડ અની હેલ્પ’?
‘માય ડેડ ઈઝ ઓન ધ બિઝનેસ ટ્રિપ’.
‘ટેલ મી વ્હેર યુ આર , આઈ એમ ઓન માય વે’.
વસંતી અને વિમલે આન્યામાં થયેલો ધરખમ ફેર નોંધ્યો ! ક્યાં ગઈકાલની બે જવાબદાર આન્યા. ક્યાં અત્યારે વાત કરી રહેલી પ્રેમ છલકતી તેની વાણી. બન્ને જણા એક પણ અક્ષર બોલ્યા નહી. કોઈ પ્રશ્ન નહી. કાન અને આંખ કામ કરતા હતા. જ્બાન જાણે સિવાઈ ન ગઈ હોય.
‘અમોલ, તું જરાય ચિંતા ન કર. હું છું ને?’
‘આન્યા , મને ખબર છે’.
‘સાંભળ જરૂર હશે તો મારા મામ્મી અને પાપા પણ ત્યાં આવી તને હેલ્પ કરશે’.
‘સારું હું ફોન મુકું છું. આઈ એમ ઓન માય વે’.
આન્યા નિકળતા બોલી,’ પાપા, હું અમોલ પાસે જાંઉ છું. તેના મમ્માનો એક્સિડન્ટ થયો છે. અમોલના પપ્પા લંડન કામે ગયા છે.
જરૂર પડે તમને ફૉન કરીશ’. બોલીને પગમાં સેંડલ પહેરી નિકળી ગઈ. ઉઠીને હજુ ચા કે બ્રેકફાસ્ટ કર્યા ન હતા. સારું હતું કે આજે
શનિવાર હતો. કૉલેજ જવાની ચિંતા ન હતી.
જે રીતે આન્યાએ પરિસ્થિતિ સંભાળી. અમોલને ધીરજ બંધાવી. ચિંતા ન કરવાની સલાહ આપી. તે બન્ને જણાએ નિહાળ્યું. વિમલ ચા પીતા બોલ્યો, ‘હની તું અને હું આન્યાની ચિંતા કરતા હતા કે આ છોકરીના ગુસ્સાનું શું કરીશું.’
‘ હા પણ તેણે કેવી સરસ રીતે અમોલને સમજાવી હિમત આપી. ‘મમ્મીએ ટાપશી પૂરી.
વિમલ હીરાનો વેપારી હતો. હીરા તરાશવામાં એક્કો. જેને કારણે હીરાના માર્કેટમાં તેની શાખ હતી. આજે હીરા જેવી પોતાની દીકરી જોઈને તેનું મસ્તક ગર્વથી ઉન્નત થયું. વસંતીના મુખ પર મલકાટ છવાયો કે દીકરી સાસરે વળાવશે ત્યારે સંસ્કાર ઉજાળશે.ભલે ને ૨૧મી સદી હોય બાળકોનું સાચું શિક્ષણ કદી વ્યર્થ જતું નથી. સહુએ પોતાના લોહી પર ભરોસો રાખવો જરૂરી છે. જુવાનીમાં માતા અને પિતાની શીળી છાયામાં બાળકો ભલે લાડ કરે. જ્યારે પગભર થાય ત્યારે તેમનો અંદાઝ અનેરો હોય છે.
આન્યા અને અમોલ બન્ને કુટુંબની એરણ પર ઘડાઈ આકાર પામ્યા છે. ‘માતાની કાળજી, પ્રિય પાત્રની પડખે’, આજના જુવાનિયાઓ પોતાની જવાબદારી સમજતા હોય છે. ખાસ કરીને અમેરિકામાં જ્યાં દરેકને પોતાની કાબેલિયત પ્રમાણે આગળ આવવાની તક છે.  તેમની આવડતની કદર થાય છે. પરિણામ મનભાવન મળે છે.
-પ્રકાશ-
*****

બેઠક -૨૦૧૬ વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -(15)મમ્મી સંભાળ તો ખરા,-અખિલ-

એક લઘુ કથા વાંચજો- વંચાવજો અને કોમેંટ પણ યોગ્ય લાગે તો લખજો- સ્પર્ધામાં તે મહત્વના છે,આપના મંતવ્ય જરૂર થી આપશો,રીડર્સ પોપુલર ચોઈસ પણ જરૂરી છે, આપ બેધડક અભિપ્રાય આપી શકો છો.

મમ્મી સંભાળ તો ખરા

નિકિતા કોલેજમાંથી આવી ત્યારે મમ્મીને દરવાજે જોઈ,એ કંઈ પણ બોલે તે પહેલા  

એની મમ્મીએ ગુસ્સામાં એક તમાચો  ચોડી દીધો.

પણ મમ્મી સંભાળ તો ખરા..

નથી સંભાળવું,

અને ક્યારેય નહિ સાંભળું,

તું બેગ બાંધ,

નિકિતા બોલી એકવાર મારી વાત શાંતિથી સંભાળીશ ,બસ પછી તું કહીશ એમ કરીશ,  મને સંભાળ મમ્મી જરા શાંતિથી નિર્ણય લ્યો,

દેવીબેન સમાન પેક કરતા રડતા હતા,નિકિતા સામે જોયા વગર બસ બધું ગુસ્સામાં, જાણે પોતાને સજા આપતા હોય તેવું લાગતું હતું,જાણે પોતે ગુનેગાર ન હોય,નિકીતાએ બે ત્રણ વાર કૈક આપવાના બહાને નજીક જવાનો પ્રયત્ન કર્યો પણ મોઢું ફેરવી ગયા,નિકિતા માટે મમ્મીનું વઢવું નવી વસ્તુ ન હતી પણ આજે જાણે પોતાને ગુનેગાર માનતી હતી.

મમ્મી કાલે મારી ટેસ્ટ છે,આજે ન જઈએ તો ?

કોઈ જવાબ ન મળ્યો,અચાનક ખુબ બોલતી મમ્મી જાણે મૂગી થઇ ગઈ,અને અચાનક સોફા પર પછડાઈ, નિકતા જટ પાણી લઇ આવી,પાણી પાયું,અને દેવી બેને આંખ ખોલી.

કેમ લાગે છે મમ્મી ? પણ જવાબ ન આપ્યો.

મમ્મી તમારી દવા લઇ લેશો.

દેવીબેન ઉભા થયા  અને જાતે જ દવા લીધી,આ પહેલા મમ્મી ઘણી વાર નિકીતાને વઢયા હતી પણ આવું મૌન ક્યારે લીધું ન હતું,મમ્મીનું આ મૌન એના માટે અસહ્ય હતું.

હવે શું કરીશ ?મમ્મી મને અહીંથી લઇ જશે,મારું ભણતર અટકી જશે તો ?

નિકીતા કહ્યું ,મને અહી રહેવા દયો,આ સેમિસ્ટર પૂરી કરી આવીશ,મારે આ રૂમનું ભાડું પણ ચૂકવવાનું છે. મારો રૂમ મેટ આવશે કાલે તો કાલે જીઈએ,પ્લીઈસ…

પણ દેવીબેને માત્ર એની સામે ગુસ્સાથી જોયું,પોતે પેકિંગ ચાલુ રાખ્યું ,નિકિતા ને થયું શું કરું ? તો અહી રોકાય જાય,ત્યાં એના ડેડીનો ફોન આવ્યો.

કેમ છો બેટા ?તારી મમ્મી બરાબર પોહચી ગઈ.

હા.. ડેડી,બધું બરાબર છે. 

તો અવાજ કેમ આવો છે ?

કાલે પરીક્ષા છે ને એટલે!

જો બેટા જરાય મુંજાવાનું  નહિ, મમ્મી આવી છે ને બધું બરાબર થઇ જશે,તારી મમ્મીને ફોન આપતો.

દેવી તું ત્યાં રોકાઈ જા, અહી આવવાની ઉતાવળ કરીશ નહિ,નિકિતા થોડી પરીક્ષાને લીધે ટેન્શનમાં લાગે છે. હું અહી મોટેલ સંભાળીશ,આમ પણ ઘરાગી ઓછી છે,તું ત્યાં હશે તો એને બળ રહેશે.

દેવીબેન કશું ન બોલ્યા ભલે કહી ફોન કાપી નાખ્યો અને નિકિતા સામે જોયા વગર જ એના હાથમાંથી કપડા લેતા બોલ્યા જાવ વાંચવા બેસો.

નિકિતા અંદર રૂમમાં વાંચવા બેઠી,પણ મન વિચારે ચડ્યું,બધું બરાબર ચાલતું  હતું,રોજ મમ્મીને ફોન પર વાત કરતી હતી પણ,અંદરથી નિકીતાને મમ્મીને છેતરી એની દુઃખ થતું,પણ એને વિશ્વાસ હતો કે એ મમ્મીને સમજાવશે,પણ આજે મમ્મીનું આવું રૌદ્ર સ્વરૂપ જોઈ નિકિતા હેબતાય ગઈ,એ કરતા પણ મમ્મ્નીને દુઃખ પોહ્ચાડીયાનો રંજ  હતો એણે જોરથી હબ્કું લીધું,નિકિતા રડતી રહી અને સોફાથી પર ધીરે ધીરે બધું ભેગું કરતા અને વિચારે ચડી ગઈ.    

તે દિવસે હું  કેટલી ખુબ ખુશ હતી,હવે હું બરકલી ભણવા જઈશ,બરકલી માં એડમીશન મળતા,ઘરથી દુર જવાનું હતું પણ આમ જોવો તો થોડું હાશ અનુભવતી હતી.નવી દુનિયામાં જવા મન ખુબ ઉત્સુક હતું અને કેટલા ઉત્સાહ સાથે અહી આવી હતી. મમ્મીએ આવજો કહેતા કેટલી સલાહ આપી હતી,જોજે કોઈ છોકરાવ સાથે રખડવાનું નહિ,શેફાલી ની સાથે રહેવાનું અને છોકરીઓના ટોળામાં ફરવાનું,એકલી ક્યાંય જતી નહિ,રવિવારે શેફાલી સાથે સત્સંગમાં જરૂર જવાનું હું મમ્મીને કેમ સમજાવું ?શેફાલી… આ બધા, પેલા સત્સંગી છે,પણ ધર્મના નામે આડંબર.વાંચવાને બદલે મન વિચારે ચડયું.

અને તે દિવસે નિકિતા એના પપ્પા કાંતિભાઈ સાથે બરકલી પોહચી ગઈ,પગ મુકતા જ સ્વતંત્રતા નો અહેસાસ થયો,પણ હજી ડેડીની સામે ડાહી દીકરીનું નાટક કરવાનું હતું ,એના ડેડીએ સમાન રૂમમાં ગોઠવતા હતા ત્યાં શેફાલી આવી તેની રૂમમેટ, બોલી લાવ તારો સમાન લેવડાવું.

બંને સમાન લઇ અંદર ગયા,એક બેડરૂમ હતો રસોડું અને નાનો હોલ,બેડરૂમમાં એક ડબલ બેડ અને બે ભણવાની ડેસ્ક હતી.

નિકિતા બોલી હું કયાં સુઈશ? 

આ પલંગમાં આપણે બે સાથે.

શું ?

નિકિતા ખચકાણી, હું સમાન લઇ આવું !એમ કહી નિકિતા નીચે પપ્પા પાસે ગઈ.

પપ્પા ત્યાં એક જ પલંગ છે !

જો બેટા શેર કરતા શીખવાનું !બહાર નીકળી છો તો ખબર પડશે,કેવી રીતે શેર કરાય!

પણ બે સિંગલ પલંગ હોય તો સારું પડે !

ભલે, પહેલા રહે, થોડા દિવસ પછી મમ્મી આવશે ત્યારે તને તારો પલંગ વોલમાર્ટમાંથી લઇ દેશે,હમણાં ચલાવતા શીખો.

નિકિતા ચુપચાપ સમાન ઉપાડી ને ગઈ,થોડી વારમાં એના પપ્પા બાકીનો સમાન લઇ આવ્યા ,અને કહે શેફાલી બેટા નિકીતાને  જરા સામાન ગોઠવવામાં મદદ કરજે.

જરૂર કાકા ,તમે જરાય ચિતાં નહિ કરતા,મને નિકિતા ખુબ ગમી ગઈ છે એને પણ હું ગમી જઈશ,અમે બંને ખાસ ફેન્ડ થઇ જશું.

નિકિતા મારે  નીકળવું પડશે,મોટેલમાં અત્યારે ફૂલ સીઝન છે અને નિકિતા તારા મમ્મીને ફોન કરજે કે તું પોહંચી ગઈ, એટલે એને ધરપત થાય.

નિકીતાને પપ્પા મમ્મીની મોટેલ ની મજબૂરી ગમતી નહતી,અમેરિકામાં બે છેડા ભેગા કરવા બંને મોટેલમાં નોકરી કરતા, ખુબ વ્યસ્ત રહેતા,એમના કામમાં મમ્મી સાથે ક્યારેય વાતો કરવા ન પામતી,બેન નાની હતી એટલે ખાસ શેરીંગ ન થતું,બે સંસ્કૃતિનો મેળ ક્યાંક મનમાં મુંજવતો  હતો,અત્યારે પણ જાણે પોતાને સાવ એકલી મહેસુસ કરતી હતી મમ્મીને રડતી જોવાતી ન હતી,ખરાબ માર્ક્સ આવશે તો ફરી મમ્મી અપસેટ થશે.ફરી વાંચવામાં મન પરોવ્યું.

નીક્તાનો જન્મ ભારતમાં જ થયો અને અત્યાર સુધીનો ઉછેર પણ ત્યાં મહેસાણામાં થયો અને ત્યાર બાદ અહી આવી વસ્યા ,એટલે બે સંસ્કૃતિ વચ્ચે એ બરાબર ફસાઈ હતી ભારતીય સંસ્કાર અને વેસ્ટર્ન લાઈફ સ્ટાઈલ માં એને પોતાની જાતને ખુબ એડજેસ્ટ કરવી પડતી હતી ,ભારતીય સંસ્કાર એને માબાપનું દિલ ન દુભાવવા કહેતું હતું અને અમેરિકામાં એને પોતાની મોકળાશ દેખાતી હતી,શું કરવું ?આકાશમાં આવેલા વાદળાની જેમ ક્ષણે ક્ષણે વિચાર બદલાતા રહેતા હતા ફરી વાંચવામાં મન પરોવ્યું ,દેવી બેનને રસોઈ બનાવી એટલે ચા અને થેપલા એના ટેબલ પર મૂકી ગયા.

મમ્મી તમે જમ્યા ?

કોઈ જવાબ ન મળ્યો,ત્યારે નિકિતા બોલી.

મમ્મી કૈક ખાઈ લેજો, નહીતો તબિયત બગડશે.

આમ તો મમ્મીને તું કહેતી નિકિતાએ અચાનક બહુમાન થી બોલાવ્યા,મમ્મીના મૌને જાણે નિકટતાને દુર કરી દીધી.પોતે ચા પીને ફરી વાંચવામાં મન પરોવ્યું,પણ મન મમ્મી શું કરે છે તે જોવા જાગ્યું ,દેવીબેન રસોડું આટોપી  બહાર સોફા પર સુતા હતા,હાથમાં માળા હતી અને આંખો બંધ કરી પડ્યા હતા તેવું લાગતું હતું ,નીક્તાએ નિરાંત અનુભવી,એને ખબર હતી મમ્મી ભગવાન સાથે હોય ત્યારે સુરક્ષિત હતી ,હાશ હવે મમ્મી શાંત થઇ જશે પછી કાલે નિરાંતે ચોખવટ કરીશ.અને વાંચવામાં મન પરોવ્યું  થોડી થાકી એટલે સુતા સુતા વાંચતી હતી,રડીને એની પણ આંખો ભારે થઇ ગઈ હતી માથું પણ દુઃખતું હતું માથે બામ ચોપડ્યો,ત્યાં વિચાર આવ્યો કે મમ્મી મને માથું દુઃખે ત્યારે કેવો સરસ હાથ ફેરવતા બામ  ચોપડે છે,અને એ ઉભી થઇ ,મમ્મીને પણ માથું દુખતું હશે એ કેટલું રડી છે આજે ,લાવ આજે હું એમને બામ ચોપડું,ધીરેથી નજીક જઈ બામ ચોપડવા મમ્મીના કપાળે હાથ ફેરવ્યો ત્યાં તો જટકા સાથે દેવી બેને હાથ હડસેલી લીધો અને હાથમાંથી બામ ની ડબ્બી લઇ પોતાની જાતે લગાવી પડખું ફેરવી સુઈ ગયા.

નિકિતા ચુપચાપ પોતાની રૂમમાં જઈ સુઈ ગઈ. વિચારતા વિચારતા આંખ લાગી ગઈ.સવારે એ ઉઠે તે પહેલા દેવીબેન ઉઠી ગયા અને ચાનો કપ મૂકી એની ચાદર ખેચી ઉઠાડી,નિકિતા ઝબકીને જાગી ગઈ,ઝટ તૈયાર થઇ અને કોલેજ જવા નીકળી તો મમ્મીએ ટેબલ પર નાસ્તા સાથે સુકન નું દહીં મુક્યું હતું તે ચાખતા પહેલા એણે ભગવાન પાસે દીવો કર્યો અને મમ્મીને પગે લાગી ,દહીં ચાખી બોલી..

ચાર વાગે છુટીશ, આવતા પાંચ વાગશે, તમે જમી દવા લઇ લેજો ,મારો રૂમમેટ કદાચ ત્રણ વાગે આવશે એની પાસે ચાવી છે ડરતા નહિ  એનો ફોટો એની રૂમમાં છે જોઈ લેજો એટલે ઓળખી જશો ,જાવ છું કહી નીકળી ગઈ.

દેવી બેન એના ગયા પછી એની ભણવાની ડેસ્ક અને કબાટ પર બધે નજર ફેરવી ,એમને શંકા હતી તેવું કશું ન મળ્યું,એના લેપટોપને ખોલવાની કોશિશ કરી પણ લોક હતું ,બીજી રૂમમાં ગયા એ છોકરાનો ફોટો જોયો ,આતો જાણીતો ચહેરો છે અને બેચાર ફોન ઘુમેડ્યા અને વિગતો જાણી લીધી ,કોણ જાણે શું વાત થઇ પણ હવે થોડા ટેન્શન મુક્ત દેખાતા હતા,ફરી કામે વળગ્યા,નાહીધોઈ સેવા પૂજા કરી બાકી રહી ગયેલું પેકિંગ કર્યું,દવા જમવાનું બધું પતાવી નવરા થયા એટલે ફરી સોફાપર માળા સાથે લંબાવ્યું,ત્યાં અચાનક દરવાજો ખુલવાનો અવાજ આવ્યો,અખિલ દાખલ થયો ,દેવીબેન એક ઝટકા સાથે બેસી ગયા.

અખિલ બોલ્યો કેમ છો માસી ? અને  જયગુરદેવ કહ્યું ,સરળ દેખાતો છોકરો હતો.

તું  પ્રેરણાબેનનો છોકરો ને ?

હા,

બેસ મારે તારી સાથે થોડી વાતો કરવી છે.

નિકિતા સાથે મિત્રતા કેવી રીતે થઇ?  વગેરે વગેરે અનેક પ્રશ્નો પૂછી દેવીબેને ખુબ વાતો કરી.

સાંજે પાંચની આસપાસ નિકિતા ડરતી ડરતી ઘરમાં પ્રવેશી ,મમ્મીએ અખિલને જોઈ, મળી, શું થયું હશે ?

પરંતુ દેવીબેન એને જોતાજ ભેટી પડ્યા.

અને બોલ્યા મને માફ કરજે ,મને અખિલે વાત કહી મારી આંખ ઉઘડી ગઈ.શેફાલી વિષે જાણ્યું,એ છોકરી સાથે ન રહી સારું કર્યું,મેં તને માર્યું હાથ ઉપાડ્યો આ મારી ભૂલ હતી તું અહી નિરાંતે ભણજે ,અહી રહેજે  અને તું અહી શેફાલી સાથે રહેવા કરતા વધારે સેફ છે.દેવીબેનને વાચા પાછી આવી.  

હા મમ્મી હું તને એજ કહેવા માંગતી હતી,

હા તું મને કેટલીવાર કહેતી રહી મમ્મી સંભાળને ,પણ મેં તારી વાત ન જ સાંભળી,દેવીબેન ખુશ દેખાતા હતા.નિકીતા મનમાં બોલી શું થયું ? ને મમ્મી આટલી ખુશ કેમ દેખાય છે ? એ સમજ ન પડી

મેં ઘણી વાતો કરી અખિલ સાથે .ધાર્મિક છે,એ મારા સત્સંગી પ્રેરણાબેનનો છોકરો છે.હવે તમે બંને મારી વાત સાંભળો નિકિતા મને તારી પસંદગી ગમી,બંને ભણી લ્યો પછી તમારા લગ્ન વિષે વિચારશું,

નિકીતાની આંખો પોહ્ળી રહી ગઈ.

દેવી બેન કંઈક પણ બોલે તે પહેલા અખિલ બોલ્યો..  

માસી સાંભળો,જરા શાંતિ થી નિર્ણય લેજો, હા હું નાનપણથી સત્સંગમાં જાવ છું પરાણે મમ્મી મોકલે છે એટલે! પુરુષ મિત્રો સાથે જ ફરું છું અને શેફાલી પણ એની મમ્મીએ કહ્યું તેમ સ્ત્રી મિત્રો સાથે ફરે છે. પણ નિકીતાને…. એમ નથી ગમતું એને પુરુષ મિત્રો ગમે છે માટે એ શેફાલી  સાથે નથી ગમતું ,એ તમારા ડરથી તમને દુઃખ ન પોહ્ચાડવા કહેતી નથી અને અમારા લગ્ન…  હું એની સાથે લગ્ન ન કરું એજ સારું છે.

માસી હું “ગે” છું ,અને શેફાલી  “લેસ્બિયન”

સવિતાબેનની આંખ અવાચક રહી ગઈ.મનમાં બોલ્યા મેં નિકીતાને કેમ ન સાંભળી ?

-અખિલ-

 

    

 

બેઠક -૨૦૧૬ વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -(14) “એ દિલે નાદાન”—-શેફાલી

એક લઘુ કથા વાંચજો- વંચાવજો અને કોમેંટ પણ યોગ્ય લાગે તો લખજો- સ્પર્ધામાં તે મહત્વના છે,આપના મંતવ્ય જરૂર થી આપશો,રીડર્સ પોપુલર ચોઈસ પણ જરૂરી છે, આપ બેધડક અભિપ્રાય આપી શકો છો.

૧૯૭૫નો એ સમય… ૧૭ વર્ષનો એક છોકરો  ૧૫ વર્ષની એક છોકરીની સામે લાલ ગુલાબ ધરીને કહેતો હતો…. “ આઇ લવ યુ.” પંદર વર્ષની એ ગભરાયેલી છોકરીએ દોટ મુકી અને સીધી પોતાના એપાર્ટમેન્ટના પગથીયા સડસડાટ ચઢી ગઈ. બીજા દિવસે ફરી એ જ છોકરો- એ જ છોકરી- એ જ એક તરફી સંવાદ પણ આજે લાલ ગુલાબના બદલે એક નાનકડો ગુલદસ્તો.ફરી ફરી અને રોજે રોજ આ ઘટનાનો ક્રમ ચાલુ રહ્યો. પણ પેલી ગભરાયેલી છોકરી ઘરમાં કોઇને કશું જ કહી શકી નહીં. એ ઉંમર જ એવી હતી કે શરમના માર્યા જીભ ખુલતી જ નહોતી. હવે તો એને સ્કૂલે જતા –આવતા પણ પેલો છોકરો રસ્તામાં આંતરતો..

આજે ફુલ તો કાલે ચોકલેટ…આજે  સ્કાર્ફ તો કાલે હાથમાં પહેરવાની લકી…છેલબટાઉ છોકરાને આનાથી વધુ શું આપી શકાય એની ખબર નહોતી પરંતુ આ છોકરી એને ગમતી હતી એટલી તો એને ખબર હતી. ફિલ્મો જોઇ જોઇને ઇશ્કી મિજાજ પર વધુ રંગ ચઢતો હતો. અને આ સિલસિલો છ મહીના સુધા લગાતા ચાલુ જ રહ્યો. હવે સમીરથી ત્રાસેલી નેહાએ એની ખાસ સખી હેતાને વાત તો કરી પણ અબુધ છોકરીઓને આનું શું કરી શકાય કે શું કરવું જોઇએ એની સમજ પડતી નહોતી. ઘરમાં કહેવું  તો કેવી રીતે એની અવઢવમાં બીજા થોડા દિવસ પસાર થઈ ગયા.

છોકરાનું નામ સમીર.. ટ્રાન્સફરેબલ જોબ ધરાવતા પિતાએ સમીરનું ભણવાનું ન બગડે એટલે અમદાવાદમાં એપાર્ટમેન્ટ લઈ લીધો હતો. સમીર અને એની મમ્મી સરોજા અહીં રહેતા. સમીરના પિતા અશોકભાઇ પંદર દિવસે બે-ચાર દિવસ અહીં આવી જતા.

પેલી પંદર વર્ષની છોકરી- નામ એનું નેહા. ચાટર્ડ એકાઉન્ટટ રાકેશભાઇ અને ભાવનાબેનની એક માત્ર દિકરી. સરસ મઝાનો સુખી પરિવાર. પણ આ પરિવાર એક દિવસ આખે આખો ઝંઝોડાઇ ગયો.

એ દિવસે નેહા સ્કુલેથી પાછી જ ના આવી. સામાન્ય રીતે સવા પાંચ વાગ્યા સુધીમાં તો એ ઘરમાં જ હોય. ઘરમાં આવતા પહેલાથી જ એની ધાંધલ શરૂ થઈ જતી. એપાર્ટમેન્ટના એક સાથે બે બે પગથીયા કુદાવતી એ સડસડાટ એના બીજા માળે આવેલા એપાર્ટમેન્ટના બારણે પહોંચી જ હોય અને એક ક્ષણની પણ રાહ જોયા વગર ધનાધન ડોરબેલ ચાલુ થઈ જ ગયો હોય. મમ્મી આવે ત્યાં સુધીમાં તો ઉપરા ઉપરી ડોરબેલ વગાડીને મમ્મીને પણ પરેશાન કરી દેતી નેહા આજે પોણા છ વાગ્યા સુધી પણ ઘેર પહોંચી નહોતી.

બોર્નવીટાનું હુંફાળુ દૂધ અને સાથે કંઇક નાસ્તો કરીને એ પોતાના ક્લાસીકલ ડાન્સ ક્લાસમાં જવા નિકળી જતી એટલે ભાવનાબેને સવા પાંચ વાગતામાં તો એનું દૂધ ગરમ કરીને એના ભાવતા વડાનો ડબ્બો પણ ડાઇનિંગ ટેબલ પર કાઢીને તૈયાર રાખ્યો હતો. સ્કૂલેથી સીધા જ ઘેર આવવાની ટેવવાળી નેહા આજ સુધી ક્યારેય મોડી પડી જ નહોતી.તો આજે કેમ? આમ તો એપાર્ટમેન્ટની બાલ્કનીમાંથી બહાર દેખાતા મેઇન રોડ સુધી કેટલીય વાર ભાવનાએ નજર દોડાવી જોઇ હતી. હા! ક્યારેક એવું બનતું કે જે દિવસે ડાન્સીંગ ક્લાસ ન હોય ત્યારે થોડી વાર એપાર્ટમેન્ટના કોમન પાર્કમાં બહેનપણીઓ સાથે ઉભી રહી જતી પણ એ કોમન પાર્ક પણ બાલ્કનીમાંથી દેખાતો હતો ત્યાં ય નજર માંડી જોઇ. પણ ખાલી નજર પાછી વળીને મેઇન ડોર પર લંબાઇ.

હવે ધીરજ ખુટતા ભાવના નીચે આવી. કોમન પાર્કમાં સાંજ પડે ટહેલવા નિકળેલા થોડા વયસ્ક સિવાય કોઇ નજરે ન પડ્યું હવે આશંકાથી હેતાનું હૈયુ ફફડી ઉઠ્યુ. ઘરમાં આવીને નેહાની સ્કૂલની બધી બહેનપણીઓના ઘેર ફોન કરી ચૂકી. બધે થી એક જ જવાબ…” આંટી, અમે નિકળ્યા તો સાથે જ પણ પછી ખબર નથી નેહાને કેમ મોડું થયું.”

હવે ભાવનાએ એપાર્ટમેન્ટમાં રહેતી નેહાની બીજી બહેનપણીઓના ઘેર ફોન કરવા માંડ્યા. માત્ર એક હેતા પાસેથી જવાબ મળ્યો.. “ આંટી, નેહા આવી તો ગઈ જ હતી. નીચે મને મળી પણ ખરી પણ એને ક્લાસમાં જવાનું મોડું થાય એટલે બે મિનિટથી તો વધુ ઉભી પણ રહી નહોતી. એનો અર્થ એટલો તો થયો કે નેહા ઘરની નીચે સુધી તો આવી જ હતી તો પછી ક્યાં ફંટાઇ ગઈ?

કોઇ શક્યતા ન દેખાતા ભાવનાએ રાકેશને ફોન કર્યો. ચાટર્ડ એકાઉન્ટટ થયેલા રાકેશની રિલીફ રોડ પર ઓફિસ હતી. ઓફિસ બંધ કરીને એ ઘેર પહોંચે તો પણ સહેજે પચીસ-ત્રીસ મિનિટ તો થઈ જ જાય એમ હતી. એટલે એણે ઓફિસથી નિકળીને એણે સૌથી પહેલા પોલિસ સ્ટેશન દિકરી ગુમ થયાની ફરિયાદ નોંધાવી અને એના વોલૅટમાં રહેલો નેહાનો ફોટો પોલિસ ઇન્સ્પેક્ટરને આપીને ઘેર પહોંચ્યો..

ઘેર પહોંચ્યો ત્યાં સુધીમાં તો ભાવનાનો પડી ગયેલો ચહેરો અને રડી રડીને લાલઘૂમ થયેલી આંખો કહેતી હતી કે એ નેહાને શોધવાના તમામ પ્રયાસોમાં નિષ્ફળ ગઈ છે. સાત, આઠ, નવ-ઘડીયાળનો કાંટો એની ગતિએ આગળ વધતો જતો હતો. પણ નેહાનો કોઇ પત્તો નહોતો. રાકેશે ફરી એક વાર પોલિસ સ્ટેશને નેહાની તપાસ માટેના રિપોર્ટ માંગ્યા. હવે પોલિસે સાબદા થવું જ પડે એમ હતું. ઇન્સ્પેક્ટરે રાકેશને થોડા સવાલો કર્યા જેના પરથી એટલું તો તારવી શક્યા કે નેહા ઘર સુધી તો પહોંચી જ હતી. રાકેશની પાછળ પોલિસ ઇન્સ્પેક્ટર મકવાણા બીજા બે પોલિસ સાથે મારતી જીપે સૌમ્ય એપાર્ટમેન્ટ પર પહોંચ્યા. સૌથી પહેલા ભાવનાબેનને મળીને પરિસ્થિતિનો ક્યાસ કાઢવા પ્રયત્ન કર્યો પણ એમની પાસેથી ઘોર નિરાશા અને અઢળક આંસુ સિવાય કશું જ ના મળ્યું. હવે એક જ ઉપાય હતો હેતાની મુલાકાત લેવાનો.પરંતુ એપાર્ટમેન્ટમાં હેતા વિશે કોઇ ચણભણ ન થાય એવું ઇચ્છતા રાકેશે હેતાના ઘેર ફોન કરીને હેતાને જ અહીં બોલાવી લીધી. હેતાએ ભાવનાને જે કંઇ કહ્યું એનાથી વિશેષ એ કશું જ જાણતી હોય એવી શક્યતા લાગી નહીં પરંતુ ઇન્સ્પેક્ટરની ચકોર આંખોએ હેતાના ચહેરા પર એક અવઢવ તો જોઇ જ જાણે સૌની હાજરીમાં એ કશું છુપાવતી હોય અને તેમ છતાં આ ક્ષણે કહી દેવાની તત્પરતા દેખાઇ. એની સાથે કરડાકીથી કામ લેવાના બદલે સલૂકાઇથી જ કામ નિકળે એવું લાગતા ઇન્સ્પેક્ટરે હળવેથી હેતાને સમજ આપી કે એ જ એક છે જે હવે નેહાને શોધવામાં કે બચાવવામાં મદદરૂપ બની શકે એમ છે.

અને પછી હેતાએ સમીરના નેહા માટેની ઘેલછાની જે વાત કરી એનાથી તો ઘરમાં સોપો પડી ગયો. એક જ ફ્લોર પર સામસામે રહેતા આ બે પરિવાર વચ્ચે એકબીજાના ઘેર આવવા-જવા જેટલી આત્મિયતા નહોતી પણ સામે મળે તો હેલ્લો કહેવા જેટલું સૌજન્ય તો હતું જ.

ઇન્સ્પેક્ટર હવે પછીની એક ક્ષણ વેડફવા માંગતા નહોતા. સમીરના ઘેર જઈને ઉપરા-ઉપરી ડોરબેલ મારવા છતાં બારણું ખુલ્યું નહી. ભાવનાની જાણકારી મુજબ સરોજા બે દિવસ માટે એના ભાઇના ઘેર ગઈ હતી. તે સમયે મોબાઇલ તો હતા નહીં કે કોઇ પણ વ્યક્તિનો ક્યાંયથી કોન્ટેક્ટ કરી શકાય.

પોલિસ ડોગ….ઇન્સ્પેક્ટર પાસે હવે એક જ રસ્તો બચ્યો હતો અને તે તાત્કાલિક અમલમાં મુકવામાં આવ્યો. એપાર્ટમેન્ટમાં જ્યાં હેતા અને નેહા છેલ્લે મળ્યા હતા ત્યાં પોલિસ ડોગ લઈ આવવામાં આવ્યો, નેહાએ સવારે બદલેલા કપડા અને એના ચંપલ સૂંઘાડવામાં આવ્યા અને જીમીને છુટો મુકવામાં આવ્યો. જીમી આમતેમ ગોળ ગોળ ઘૂમતો સડસડાટ એપાર્ટમેન્ટના પગથીયા ચઢીને સમીરના ઘરના દરવાજા પાસે આવીને ઘૂરકવા માંડ્યો.. ફ્લેટના બારણા પાસે આવીને જોર જોરથી જે રીતે ભસવા માંડ્યો એ જોઇને હવે પોલિસ ઇન્સ્પેક્ટર પાસે બારણા તોડવા સિવાય કોઇ આરો નહોતો.

બારણું તોડતા જ જીમીએ હાથની સાંકળ સાથે ખેંચાઇ જવાય એટલા જોરથી કૂદકો માર્યો અને ઘરમાં ઘૂસ્યો. ડ્રોઇંગ રૂમ તો ખાલી જ હતો.આગળ વધતા ડાઇનિંગ રૂમ આવ્યો એ પણ ખાલી જ હતો પરંતુ ડાબી બાજુ કિચનના બારણા પર જીમીએ જે તરાપ મારી એના ધક્કા માત્રથી અટકાવેલું બારણું ખુલી ગયું.

સામે જે કારમું દ્રશ્ય નજરે પડ્યું એ જોઇને તો રાકેશને પણ ચક્કર આવી ગયા . ફર્શ પર લોહી નિતરતી નેહાની કાયા પડી હતી. સ્કૂલડ્રેસ આખો લોહીથી લથબથ અને બાજુમાં પડેલી સ્કૂલબેગ પણ .. અત્યંત જોરથી ફ્લોર પર પછડાવાથી અથવા પાછળ કિચનના પ્લેટફોર્મની ધાર પેસી જવાથી માથું ફાટી ગયું હતું અને તેમાંથી લોહીની ધાર વહી રહી હતી અને હવે તો લોહી પણ સુકાવા માંડ્યુ હતું

રાતના બાર વાગ્યાનો સુમાર થયો હતો. સૌમ્ય એપાર્ટમેન્ટની એ અમાસની રાત વધુ કાજળઘેરી બની ગઈ. તરત જ નેહાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો. ભાવનાબેન તો નેહાને જોઇને હોશ ગુમાવી બેઠા હતા અને બાકી હતું તેમ ડોક્ટરે તેમને ટ્રાંક્વિલાઇઝરનું ઇન્જેક્શન આપી દીધું હતું.

સવારે જ્યારે નેહાનો મૃતદેહ પોસ્ટમોર્ટમમાંથી પાછો આવ્યો ત્યારે સૌમ્ય એપાર્ટમેન્ટ જાણે એની સૌમ્યતા ગુમાવી બેઠું હતું. થોડી ચણભણ અને ઘણીબધી સહાનુભૂતિથી વાતાવરણ ખળભળી ઉઠ્યું હતું. પોસ્ટમોર્ટમનો રિપોર્ટ કહેતો હતો કે નેહાનું મૃત્યુ માથાના પછડાટ અને હેમરેજના લીધે થયું હતું . એથી વિશેષ કશું જ નહોતું.

બે દિવસે સમીરનો પત્તો ખાધો. સમીરે જે કબૂલાત કરી એનાથી કેસ વધુ સ્પષ્ટ બન્યો હતો. ઉંમરનો તકાજો, ફિલ્મોની અસર –પહેલા નશા પહેલા ખુમારની જેમ એને નેહા પ્રત્યે પ્રથમ દ્રષ્ટિનો પ્રેમ હતો. નેહા કોઇપણ હિસાબે એને મળવી જ જોઇએ એવી ઘેલછા અને નેહા એને દાદ નહોતી આપતી એના લીધે વધતી જતી અધિરાઇ. તે દિવસે સાંજે એણે નેહાને દૂરથી આવતી જોઇ હતી. ઘરમાં મમ્મી નહોતી, આ એક મોકો હતો નેહા સાથે વાત કરવાનો.રસ્તા પર કે એપાર્ટમેન્ટના કોમન પ્લોટ કે પાર્કિંગ પ્લોટમાં તો કંઇ વાત થાય? અને આમ પણ નેહા ક્યાં એક ક્ષણ પણ ઉભી રહેતી હતી. સમીરને તો કહેવું હતું કે એ નેહાને કેટલો પ્રેમ કરે છે. એને નેહાને કહેવું હતું કે સમીર એના માટે આસમાનના તારા તોડી લાવશે. એને નેહાને કહેવું હતું કે નેહા કેટલી નસીબદાર છે કે એને મમ્મી-પપ્પાની નજરથી જરાય દૂર જવું જ નહીં પડે.

ઘણું બધું કહેવું હતું પણ નેહા ઉભી જ ક્યાં રહેતી હતી એટલે આજે તક જોઇને નેહા પગથીયા ચઢતી હતી ત્યારે એ ઘરના બારણા પાસે ઉભો રહ્યો અને જેવી નેહા આવી કે તરત જ એને ઘરમાં ખેંચી લઈને બારણું બંધ કરી દીધું. પણ અત્યારે ય નેહા ક્યાં એની કોઇ વાત સાંભળવા તૈયાર હતી. સમીરનો હાથ છોડાવીને ભાગવાની પેરવી કરતી નેહાને એણે વધુ જબરદસ્તીથી ખેંચીને કિચન સુધી ઢસડી. કારણ બીજું કંઇ નહીં પણ ડ્રોઇંગરૂમમાં કંઇ અવાજ થાય તો તરત બહાર સંભળાય તો પછી એને જે કહેવું હતું એનું શું? એ તો બાકી ના રહી જાય? કિશોરાવસ્થાની નાદાન ઉંમરે આવેલા નાદાન તરંગી વિચાર અને નાદાનિયત ભરેલા પગલાએ સમીરને દિશાશૂન્ય બનાવી દીધો હતો. એને તો બસ એક વાર નેહા એની વાત સાંભળે એટલું જ જોઇતું હતું. હાથની ખેંચમતાણમાં બંનેના હાથમાં પકડાયેલી નેહાની સ્કૂલબેગનો પટ્ટો તુટી ગયો અને નેહા ફોર્સથી પાછળ કિચનના પ્લેટફોર્મ સાથે અફળાઇ.

પછીને ક્ષણોમાં તો સમીરના મન પરથી પ્રેમનો નશો ઉતરી ગયો. સામે નેહાના માથા પરથી વહી રહેલી લોહીની ધારથી એ હાકોબાકો બની ગયો અને બીજું કંઇ વિચાર્યા વગર ઘરનું બારણું ખેંચીને બંધ કરીને ત્યાંથી ભાગી છુટ્યો. મમ્મી માસીના ઘેર રાણીપ જવાની હતી એટલી ખબર હતી એટલે સીધો રિક્ષા કરીને ત્યાં પહોંચી ગયો.

બસ, આટલી જ વાત પણ હજુ ય મગજ પરથી ધૂન ઉતરતી નહોતી કે નેહાએ મારી વાત તો સાંભળવી જોઇએને ? હું વાત કરતો હતો ત્યાં શાંતિથી ઉભા તો રહેવું જોઇએ ને?

પોલિસ કસ્ટડીમાં રિમાન્ડ પર રખાયેલા સમીરને શું સજા કરવી? મમ્મી કે પપ્પા તો હવે એને સ્વીકારવા તૈયાર જ નથી એ ય એક સજા નથી?  સરોજા અને અશોકે આ એપાર્ટમેન્ટ જ નહીં શહેર પણ છોડી દીધું છે.

જુવેનાઇલ જસ્ટીસ ( કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) એક્ટ હેઠળ સમીરને તે વખતે તો રાજકોટ ખાતે સ્થપાયેલ સ્પેશિયલ હોમમાં લઈ જવામાં આવ્યો છે. એ સમય , એ કિશોરાવસ્થા વિત્યા પછી સમીરનું શું થયું એ આજ સુધી કોઇને ખબર નથી.

ગોરો રંગ, કપાળ પળ લહેરાતા વાળના ગુચ્છા અને આંખમાં એક જાતની ઘેલછા સાથે કોઇને જુવો તો એ કદાચ સમીર હોઇ શકે એમ સમજી લેજો.
શેફાલી

*****

 

બેઠક -૨૦૧૬ વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -(13)ન ઓળખી શક્યા-વિયોગી

એક લઘુ કથા વાંચજો- વંચાવજો અને કોમેંટ પણ યોગ્ય લાગે તો લખજો- સ્પર્ધામાં તે મહત્વના છે,આપના મંતવ્ય જરૂર થી આપશો,રીડર્સ પોપુલર ચોઈસ પણ જરૂરી છે, આપ બેધડક અભિપ્રાય આપી શકો છો.

“ન ઓળખી શક્યા”

ઘરમાં ફોનની ઘંટી વાગતા ઇલાબેન દુઃખતા પગે ઉભા થયા.

હલો,  હું નિકુંજ નો મિત્ર બોલું છું.

ઇલાબેન જવાબ આપતા અચકાયા.  સામે ઈશ્વરભાઈ બેઠા હતા.

યેસ, બોલો.

શું આપ નિકુંજના મમ્મી છો?

હા, શું કામ છે?

મારે નિકુંજના ડેડી સાથે વાત કરવી છે.

ઈલાબેને ઈશ્વરભાઈને કહયું, નિકુંજ નો મિત્ર આપની સાથે વાત કરવા માંગે છે.

ઈશ્વરભાઈ :  મારે નિકુંજ કે તેના મિત્ર કોઈની સાથે વાત નથી કરવી.

ઇલાબેન ફોનમાં જવાબ આપ્યો :  એ જરા બીઝી છે  શું કામ છે તે મને કહો.”

પ્લીઝ, મને એક વાર વાત કરવા દ્યો.

ઇલાબેન: તમે મને વાત કરી શકો છો.

વાત જાણે એમ છે કે નિકુંજ ઘણા દિવસથી માંદો હતો. પણ આજે એ અવસાન પામ્યો છે.

અને આ સાંભળતા ઇલાબેન જોરથી બાજુના સોફામાં ફસડાઈ પડયા.

તરત ઈશ્વરભાઈ બોલ્યા,” શું થયું ?  વળી એ છોકરાએ શું કર્યું?  ઇલાબેન નિશબ્દ બેઠા રહયા.

ઈશ્વરભાઈએ ગુસ્સામાં ઉભા થઇ ફોન લીધો અને બોલ્યા,”  ભાઇ, શું કામ અહીં ફોન કરો છો?  અમને શાંતિથી જીવવા દયોને ?

સામેથી બોલ્યા : અંકલ, હું ટોમ બોલું છું નિકુંજ મૃત્યુ પામ્યો છે। ”

અને ઈશ્વરભાઈ પણ ઈલાબેનની બાજુમાં બેસી પડ્યા.  હવે ઇલાબેન ધ્રુસકે ધ્રુસકે રોઇ પડ્યા.

ફોનમાંથી અવાજ આવીયો:  અંકલ, આપ બરાબર છો ને?  આપ હિંમત રાખજો.  એનું ફૂનરલ રવિવારે છે આપ સરનામું લખી લ્યો.”

બે દિવસ બંને માં બાપ સુનમુન થઇ ગયા. ઈલાબેનની સામે ભૂતકાળની વાતો ચિત્ર બની આવતી હતી.  નિકુંજના જન્મ વખતે હું કેટલી ખૂશ હતી અને ઈશ્વરભાઈ પણ દીકરાના જન્મનો ગૌરવ લેતા હતા.અને નિકુંજ નું બાળપણ ઇલાબેનને એમની આંખ સામે તરી આવ્યું

” ચાલ, નિકુંજ બેટા, જલ્દી ઉઠતો, જા  જલ્દી બ્રશ કરી લે અને જો ટેબલ પર દૂધ અને નાસ્તો છે તે ખાઈ લે.  ચાલને દીકરા ઉઠ, આપણે મોડા થઇ જશુ.  મારે જોબ પર જવાનું છે.

અને બંને જલ્દી તૈયાર થઇ નીકળતા. અને છુટા પડતી વખતે ઇલાબેન રોજ નિકુંજને કપાળે ચુંબન આપી કહેતા,” આઈ લવ યુ બેટા.  બરાબર ભણજે હો અને ડબ્બાનું લંચ ખાઈ લેજે, હું મોડી પડું તો ક્યાંય જવાનું નહિ હો !”

ઇલાબેન અને ઈશ્વરભાઈ બંને જણાને આ દેશ ગમતો પણ આ નોકરીની મજબૂરી એમને પોતાના બાળક સાથે આનંદ કરવા ન્હોતી દેતી.  આજે ઇલાબેનને થોડું મોડું થયું.

નિકુંજ અને ટોમ બંને એમની મમ્મીની રાહ જોતા બેઠા હતા – એકજ વર્ગમાં હતા એટલે મિત્રો થઇ ગયા.

સમય જતાં બંને હાઇસ્કુલમાં પણ સાથે જ ગયા.  નિકુંજ ઓછા બોલો પણ ટોમ સાથેની જોડતી કડી બન્નેનો સંગીત પ્રેમ હતો.  ટોમને મ્યુઝીકમાં ખૂબ રસ હતો.  શાળાના સમય બાદ બન્ને મિત્રો મળતા અને મ્યુઝીકને લગતી વાતો કરતા અને શીખવાનો પ્રયત્ન કરતા.  બારમીની પરીક્ષા થઇ ગયા પછી કઈ કોલેજમાં જવું અને શું લાઈન લેવી તેની ચર્ચા કરતા – ક્યારેક નિકુંજ તેના ડેડી ની વાતો કરતો અને કહેતો, ” મારા માં બાપ થોડા જુનવાણી વિચારના છે હું એમને આ ઘરેડમાંથી કેવી રીતે કાઢું, એમના બહુ મોટા સપના છે!  મારાં ડેડી મને એન્જિનિએર, વકીલ કે ડોક્ટર બનાવવા માંગે છે.”

ત્યારે ટોમ કહેતો,” પણ નીકી, તને ભણવામાં જરાયે રસ નથી – મને તો તારો વેસ્ટર્ન મ્યુઝીકમાં રસ દેખાય છે તું સંગીત સાંભળે ત્યારે ખૂબ ખૂશ દેખાય છે તેના તાલ અને લયમાં એકતાર થઇ ઝુમતો મેં તને જોયો છે તો જે તને ગમે તે કર.  ચાલ, તને હું મારા ડેડી સાથે ઓળખાણ કરાવું.”

નિકુંજ કહે :  ના ના, મારા ડેડીને નહિ ગમે, એ બહુ ગુસ્સાવાળા છે.”  પણ જયારે શાળામાં ચાન્સ મળતો ત્યારે એ સંગીત પર પોતાનો હાથ અજમાવતો.

મમ્મીને વાત કરતો પણ મમ્મી કહેતી,” બેટા , ભણવામાં ધ્યાન આપ, હવે તું મોટો થઇ ગયો છે.”

અને તે દિવસે

અરે ! આ પંક જેવા વાળ અને આ ટાટુ બધું શું છે ?  ઈશ્વરભાઈ ઉકળી ઉઠ્યા ,”

સાંજે મહેમાન આવવાના છે આવા વેશે બહાર આવવાની જરૂર નથી, તારી રૂમમાં જ રહેજે. અને પછી ઇલાબેન તરફ ફરીને કીધું ,” આને કંઈક સમજાવ, મારું નામ બોળવાનો છે.”

પણ નિકુંજ માન્યો નહિ અને જાંબલી રંગથી રંગેલા વાળ અને વિચિત્ર પહેરવેશ સાથે બહાર આવ્યો.  આ જોઈ ઈશ્વરભાઈ નો ગુસ્સો કાબૂમાં ન રહયો.

તે રાત્રે ખૂબ બોલાચાલી થઇ, ઈશ્વરભાઈએ હાથ પણ ઉપાડ્યો અને

કહયું,” તું આ ઘરની બહાર જા, અહિયાં આવું નહિ ચાલે.”

નિકુંજને ઘરમાંથી કાઢી મૂક્યો.  ઇલાબેન ખૂબ રડ્યા પણ તેનું શું ચાલે ?  તેમને પણ સમજણ ન્હોતી પડતી કે શું કરું ?  કેવી રીતે દીકરાને સમજાવું કે તું આવું ન કર.

નિકુંજ ઘરમાંથી નીકળ્યા બાદ તેના દોસ્ત ટોમને ત્યાં ગયો.  બેલ મારી એટલે ટોમે બારણું ખોલ્યું.

નિકુંજ : ટોમ , બહુ મોડું થઇ ગયું છે પણ હું અંદર આવી શકું ?

ટોમ :  આવ, અંદર આવ.  નીકી, શું થયું ?  તું કેમ બહુ અપસેટ દેખાય છે?

નિકુંજ : ટોમ, આજે મને મારા ડેડીએ ઘરમાંથી કાઢી મુક્યો.  મારા વાળ અને પહેરવેશ જોઈ તેઓ ખૂબ અપસેટ થઇ ગયા.  હવે અત્યારે હું ક્યાં જાંવ ?  એટલે તારી પાસે આવ્યો.

ટોમ :  કંઈ વાંધો નહિ, નીકી.  હું મારાં માં – બાપ ને જણાવું છું કે તું રાત અહિ રહેશે – ચિંતા ન કર.  એક બે દિવસમાં તારા ડેડી તને પાછો બોલાવી લેશે.

ટોમ ના માં – બાપ ને બહુ ગમ્યું નહિ પણ નીકીને રહેવા દીધો.

ઈશ્વરભાઈ અને ઈલાબેને પણ નક્કી કર્યું કે નિકુંજને પૈસાની અને રહેવાની તકલીફ પડશે એટલે આપમેળે ઠેકાણે આવશે અને ઘરભેળો થઇ જશે.  પણ અઠવાડિયું વિતિ ગયું પણ નીકી ઘરે ન આવ્યો. ઇલાબેન અને ઈશ્વરભાઈ ભારે પગલે દીકરાની અંતિમ યાત્રામાં ગયા ,ફયુનરલ હોમ અનેક લોકોથી ભરેલું હતું  સૌ કોઈ એક પછી એક  નિકુંજ માટે માટે બોલતા હતા  ટોમના   પિતાએ નિકુંજ ની  વાત કહેતા કહ્યું   નિકુંજ મારા ઘરે અડધી રાત્રે આવ્યો હતો ,મારા દીકરાનો મિત્ર હતો માટે મેં એને રહેવા દીધો ….

બીજે દિવસે સવારે મારા દીકરાએ મને વિગતવાર નિકુંજ વિષે વાત કરી  ડેડી નિકુંજને મ્યુઝીકમાં ખૂબ રસ છે અને તેને શીખવું છે,તમે એને મદદ કરશો, મને વાત ગળે ઉતરી અને હું એમને મદદ કરવા તૈયાર થઇ ગયો  અને મેં કહ્યું.. 

“ટોમ , નીકી, તમે બંને મારી સાથે ચાલો.  હું તમને મારાં મિત્ર ચાર્લી સાથે ઓળખાણ કરાવું અને આપણે જોઈએ કે તે શું સલાહ આપે છે અને તમારા બંને માટે શું કરી શકે એમ છે.”

ટોમ અને નીકી તૈયાર થઇ એમની સાથે ગયા.  એ એક સ્ટુડિયો હતો જેમાં દરેક વસ્તુ મ્યુઝીકને લગતી જોવા મળતી હતી.  થોડાં માણસો કંઈક ને કંઈક કરી રહયા હતા.

ચાર્લીની ઓફિસમાં ગયા ત્યારે ટોમના ડેડીએ કહ્યું,” ચાર્લી, આ મારાં બંને છોકરાઓને મ્યુઝીકમાં ખૂબ રસ છે અને આગળ વધવા માંગે છે તમે સલાહ આપો અને કહો શું કરવું જોઈએ ?”ચાર્લીએ કહયું :  અહી મારી પાસે મૂકી જાવ.  હું તેમની થોડી પરીક્ષા કરીશ અને મને જો પોટેન્શીયલ લાગશે તો રાખીશ.”

ટોમના ડેડી ઘરે ગયા પછી બન્નેની પરીક્ષા થઇ.  બંનેએ ખૂબ જ ઉત્તમ પ્રતિભાવ આપ્યો.  પેલો મિત્ર તો ખૂશ થઇ ગયો અને બંનેને શિખાવ ટેલેન્ટ તરીકે રાખી લીધા.  નીકીને પહેલેથી વેસ્ટર્ન મ્યુઝીક ખૂબ ગમતું અને તાલ, સૂર પકડી લેતો અને કંઈક નવું કરવાની મનસા રાખતો.  નવું મ્યુઝીક કમ્પોઝ યાને કે રચી શકતો.  આ કંપનીમાં ટોમ અને નીકીને સારી તક મળી.  કંપનીના બોસને પણ થયું કે આ બન્નેને રાખવામાં ફાયદો છે. અને બન્નેને પોતાની ટીમમાં રાખી લીધા.
થોડાં દિવસ પછી ચાર્લીએ એક દિવસ નીકીને પૂછયું ,”  નીકી, તારા માં -બાપ કેમ કોઈ દિવસ તને સાંભળવા કે જોવા નથી આવતા ?  ત્યારે

નિકુંજે કહયું ,”  મારાં માં -બાપને જરાપણ પસંદ નથી કે હું મ્યુઝીક શીખું અને મ્યુઝીકને મારું કેરીઅર બનાવું.”

ચાર્લીને નવાઈ લાગી પણ કાંઈ બોલ્યો નહિ.

થોડાં વખતમાં નીકી અને ટોમે સારી પ્રગતિ કરી.  થોડાં પૈસા પણ મળવા લાગ્યા એટલે ગમે તેમ કરી નીકીએ એક રૂમ ભાડે રાખી લીધો અને ત્યાં રહેવા લાગ્યો.  પોતાનાં ઘરને અને માં-બાપને ખૂબ મિસ કરતો.  આમ બે વર્ષ વિતિ ગયા.  સમય ક્યાં પસાર થઇ ગયો તે ખબર ન પડી.  એ દરમિયાન બીજા ઘણાં વિદ્યાર્થીઓ આવતા અને એઓને નાસીપાસ થતાં નીકી જોતો ત્યારે આગળ આવી તેમને મદદરૂપ થતો.  પૈસાની જરૂર હોય તો તેના ગજા પ્રમાણે મદદ કરતો.  દિશા અને સૂચનાની જરૂર હોય ત્યાં તે આપવામાં પાછી પાની ન કરતો.

થોડા વખતમાં જ નીકી ખૂબ જ પ્રખ્યાત અને કુનેહ્શીલ બની ગયો.  આટલી નાની ઉમ્મરમાં મ્યુઝીક વગાડનારા અને ગાનારા વર્તુળમાં તેનું નામ બોલાવા માંડયું.  લોકો, ખાસ કરીને તેની ઉમ્મરની જુવાન પેઢી તેની સલાહ લેવા આવતા અને નીકી સાચા દિલથી બધાને મદદ કરતો.  કારણકે તે જાણતો હતો કે ઘરવાળાનો સાથ ન મળે તો કેટલી મુસીબતો ખડી થાય છે ! નિકુંજ પોતાના ઘરને ખૂબ મીસ કરતો.  તેને ઘણીવાર થતું કે મારાં માં -બાપ પણ ટોમના ડેડી અને મમ્મી ની જેમ મને સમજી શકતા હોત તો કેટલું સારું ?  પણ તેવું કદી ન બન્યું.  નીકી સિગરેટ પીતો અને કવચિત દારૂ પણ પીતો – એકલતાને આવરવા વ્યસનનો સહારો લેતો.  સાંજે રૂમ ઉપર આવે ત્યારે એકલતા સતાવતી.  કોઈ પોતાનું કહે તેવું નહોતું.  ચાર વર્ષમાં પ્રગતિ ઘણી કરી, પૈસા પણ મળ્યા પણ સ્વાસ્થય ગુમાવી દીધું.  તેને ફેફસાનું કેન્સર થયું અને એક વર્ષની બીમારી પછી તેણે આ દુનિયામાંથી કાયમની વિદાય લીધી.

ફયુનરલ હોમમાં,  ઈશ્વરભાઈ અને ઇલાબેન દીકરાની અનેક વાતો સંભાળતા અવાચક થઇ રડમસ બેઠા સંભાળી રહ્યા તેની શાળાના પ્રિન્સિપાલે  શ્રધાંજલિ આપતા કહ્યું તમારો નિકુંજ બહુ દયાળુ અને સેવાભાવી હતો. તમારે તો ખૂબ ગર્વ લેવો જોઈએ કે આટલી કિશોર વયમાં એ તમારૂં નામ રોશન કરી ગયો.” નિકુંજ ની એક ઘટના કહ્યી સંભાળવી “

એક વખત  એક વખત એક વિધાર્થીએ નિકુંજને કહયું ,”  નીકી, વરસાદને કારણે મારો ક્લાસ રૂમ તદ્દન બગડી ગયો છે અને ત્યાં બેસવાની પણ એટલી મુસીબત પડે છે.  શાળાનું બજેટ ઓછું હોવાથી સુધારકામ નથી થતું.

નીકીએ કહયું ,” ચાલ , મને બતાવ.  મારાથી થશે એટલી મદદ જરૂર કરીશ.”

ક્લાસરૂમ જોઈ નીકી શાળાના પ્રિન્સીપાલને મળ્યો અને કહયું ,”  હું જાતે આ રૂમ તૈયાર કરીશ અને જે ખર્ચો થશે તેમાં મારાથી બનતો ફાળો આપીશ.”

પ્રિન્સીપાલને તો જાણે ભગવાને એમનો દૂત મોકલ્યો હોય એવો આભાસ થયો.  નીકીનો આભાર માનતા થાકતા ન્હોતા.

આ બધી વાત તો ઈશ્વરભાઈ અને ઇલાબેન તો આશ્ચર્યથી તેમને સાંભળતા રહયા.  સ્વપ્ને પણ ખ્યાલ ન્હોતો કે તેમનો નિકુંજ બહારે આટલો પ્રખ્યાત અને લાડીલો છે.  બધાં એનાં વખાણ કરતાં થાકતા ન્હોતા.  આખરે ઈશ્વરભાઈ બોલ્યા,” સાચે જ અમે અમારા નિકુંજને ન ઓળખી શક્યા” અને બન્ને ચોધાર આંસુથી રડી પડ્યા.અને સર્વેને સંબોધીને નીચે પ્રમાણે બોલ્યા:

” ભાઈઓ અને બહેનો, આજે અમે સાવ ભિખારી બની ગયા.  દીકરો ગુમાવ્યાનું દુઃખ કેવું હોય તે તો વિતિ હોય તેજ જાણે.  પણ આજે હું આ જરૂર કહીશ કે અમારો અહમ પોષવામાં અમે અમારો અમુલ્ય દીકરો ખોયો.  અમારા જેવા કેટલાયે માબાપ હશે કે જે પોતાનાં કિશોર વયના બાળકોને સમજવામાં નિષ્ફળ રહે છે.  અને આખરે બધુજ ગુમાવી ધ્યે છે.  અમે અમારી જીદ અને ઘમંડ ને તિલાંજલિ આપી દીધી હોત તો આજે આ દિવસ ન જોવો પડત.  કિશોર વયમાં બાળકોને માતા-પિતાની છત્ર – છાયા અને માર્ગ દર્શનની અતિશય આવશકતા હોય છે જો તેમાં અપૂર્ણતા રહે તો અકલ્પનીય પરિણામ આવે છે જે અમારી સાથે બન્યું છે.  કિશોરવયના બાળકોની વિચારધારા સમજીને માર્ગદર્શન આપવું જરૂરી છે.  અને એ માટે અહમ ને જાકારો આપવો જ રહયો.  પ્રેમ અને સમજદારીથી વાસ્તવિકતાને અપનાવી જટિલતાને છોડી દેવી જેથી બાળકો આપણાથી દૂર ન થઇ જાય.  હું વડીલ બન્યો પણ મારાં નિકુંજનો મિત્ર ન બની શક્યો.  તો જે વડીલો આવી પરિસ્થિતિમાં હોય તેઓ બાજી સંભાળી લેજો.”

પછી ખુરશી પર જઈ બેસી પડ્યા અને ઈલાબેનના ખભા ઉપર માથુ રાખી ધ્રુસકે ધ્રુસકે રોઈ પડ્યા.

વિયોગી

બેઠક -૨૦૧૬ વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -(11)પરિવર્તન -ઈશા

  એક લઘુ કથા વાંચજો- વંચાવજો અને કોમેંટ પણ યોગ્ય લાગે તો લખજો- સ્પર્ધામાં તે મહત્વના છે,આપના મંતવ્ય જરૂર થી આપશો,રીડર્સ પોપુલર ચોઈસ પણ જરૂરી છે, આપ બેધડક અભિપ્રાય આપી શકો છો.

 “પરિવર્તન”

સુચી અને સાહિલનું પ્રથમ સંતાન,અર્પિતા ખૂબ દેખાવડી, હોશિયાર,  દાદા-દાદી અને નાના- નાનીના લાડકોડમાં થોડી જીદ્દી પણ ખરી. ત્રણ વર્ષની થઈ ત્યાં સુધી નાની અને દાદી પાસે મોટી થઈ, સુચીના મમ્મી અલકાબેન ખૂબ શૉખીન ગ્રાન્ડ ડૉટરને જે જોઇએ તે અપાવે. બાર્બી ડોલ, સુંદર ફર્નિચર સાથેનું ડોલ હાઉસ, સિઝન-સિઝનના બાર્બીના ડ્રેસિસ પણ લઈ આવે. અર્પિતા પોતાના રૂમમાં એકલી બાર્બી સાથે વાત કરે  “ઓ બાર્બી ટુ ડે ઇસ ટૂ હોટ” બોલી સમરનો સ્લિવ લેસ ડ્રેસ પહેરાવી દે. અર્પિતાને નવા નવા કપડા પહેરવાનો બહુ જ શોખ, ડ્રેસ અપ થાય પ્રિન્સેસ બને તો વળી કોઇ વાર સેન્ડ્રેલા બને, નીચે આવી નાનીને બતાવે, ,”લુક નાની, ધીસ ક્રાઉન ઇસ ઓલ્ડ, મોમ ઇસ નોટ ગેટીંગ ન્યુ ફોર મી” નાની સમજાવે “અર્પિતા હવે તું સ્કુલમાં જશે, ડ્રેસ-અપ ની રમત નહીં રમવાની, ત્યાં તારે નવી નવી રમત શીખવાની, ઘેર આવીને મને શીખવાડવાની,” “નાની તું મને શીખવે છે તેમ હું તને શીખવીશ.”

“ગુડ ગર્લ.”

અર્પિતાને ત્રીજે વર્ષે મોન્ટેસરી સ્કુલમાં દાખલ કરી. પહેલે દિવસે સુચી અને અલકાબેન બન્ને મુકવા ગયા, જો અર્પિતા રડે તો નાનીમા  થોડી વાર તેની સાથે બેસી તેને શાંત કરી શકે અને સુચી તેના કામ પર જઈ શકે, બન્ને અર્પિતા સાથે સ્કુલમાં દાખલ થયા, બીજી બે ત્રણ માતાઓ ત્યાં તેઓના બાળકો સાથે આવેલ, એક અર્પિતા જેવડી બાળકી તેના મમ્મીનું શર્ટ પકડી ખુબ રડતી હતી,ટીચર બીજા બે બાળકોના હાથ પકડી અંદરના રૂમમાં ગયા, તેની મમ્મી તેને સમજાવતી હતી” જેસી, યુ વિલ હેવ લોટ્સ ઓફ ફ્રેન્ડસ, યુ વિલ હેવ લોટ્શ ઓફ ફુન વિથ ધેમ,” અર્પિતા તેને જોય રહી હતી,” બાય મોમ બાય નાની” બોલતી રડતી બાળકી પાસે પહોંચી ગઈ બોલકી અર્પિતાએ રડતી બાળકીનો હાથ પકડ્યો બોલવાનું શરુ કરી દીધું “હાય,વોટ’સ યોર નેમ?, લેટ’સ પ્લે”,ઘણી વાર બાળક,બાળકથી તુરત રાજી થઈ જાય, નાની જેસીકા તુરત રડવાનું બંધ કરી અર્પિતા સામે જોવા લાગી, ટીચર લોલી પોપની બાસ્કેટ લઈને આવ્યા “જેસી યુ લવ લોલી પોપ,”જેસીકાએ બે લોલી પોપ ઉપાડી એક અર્પિતાને આપી, અર્પિતાઃ“થેંક્સ જેસી” ટીચરે ગુડ ગર્લસ બોલી  બન્નેને પ્રોસ્તાહન આપ્યું, બન્નેના હાથ પકડ્યા જેસિકાની મમ્મીને બાય કરી અંદર ગયા.

અર્પિતા એલિમેન્ટરી સ્કુલમાં આવી, રોજ રાત્રે સુતા પહેલા મમ્મી ડૅડી સાથે સ્ટોરી બુક વાંચવાની, પાચ વર્ષની અર્પિતા ડીઝની સ્ટોરી બુક વાંચવા લાગી,સુચી અને સાહિલ ડીઝની મુવીની વિડીયો પણ લઈ આવે, શનિ, રવિ બધાએ સાથે મુવી જોવાની. ત્રીજા ધોરણમાં અર્પિતાનો સાયન્સ પ્રોજેક્ટ પ્રથમ આવ્યો,ચોથા ધોરણમાં સ્પેલીંગ બી માં સ્કુલમાં પ્રથમ, ગણીતમાં પ્રથમ આ રીતે પ્રાથમિક શિક્ષણના એક પછી એક સોપાન સર કરતી ગઇ.ઈતર પ્રવૃતિ સ્વીમીંગ, ડાન્સ ક્લાસ, સંગીત ક્લાસ વગેરે….

અમેરિકામાં એલિમેન્ટરી સ્કુલ પાચ ધોરણ સુધી ત્યાર બાદ ત્રણ વર્ષ મિડલ સ્કુલ અને પછી ચાર વર્ષ હાઇ સ્કુલ.અહીં દરેક સ્તરનો પદવી સમારંભ થાય,પહેલા બે નાના પાયા પર, ૧૨ ધોરણનો પદવી સમારંભ ધામધુમથી થાય.અર્પિતાએ એલિમેન્ટરી સ્કુલમાં ત્રણ ટ્રોફી મેળવી પાચ સર્ટીફિકેટ મેળવ્યા.

૧૧ વર્ષની અર્પિતા મિડલ સ્કુલમાં આવી બાળકી કિશોરી બની, શારીરિક અને માનસિક ફેરફેર થવા લાગ્યા,કિશોરાવસ્થા,બુધ્ધિનો વિકાસ થવો શરુ થાય, બારે બુધ્ધિ આવે, પરંતુ પરિપકવ નહીં, સોબતની અસરમાં આવતા વાર ન લાગે, બોલકી નિર્દોષ અર્પિતા સ્કુલેથી આવે સીધી પોતાના રૂમમાં જતી રહે, વેસ્ટર્ન રોક અને પોપ સંગીત સાંભળે, બુધ્ધિશાળી ઍટલે સાત ધોરણ સુધી બહુ વાંધો નહીં આવ્યો બે ત્રણ વખત ટૅસ્ટમાં બી આવ્યા સુચીએ સાહિલને વાત કરી,સાહિલ ગુસ્સે થયો અર્પિતા સ્કુલેથી આવીને તારી રૂમમાં જવાનું નથી, ગ્રાઉન્ડેડ નો એલેક્ટ્રોનીક્સ,નો પોપ એન્ડ રોક મ્યુઝીક અત્યાર સુધી કોઈ દિવસ ડેડીએ આવી રીતે વાત કરેલ નહીં, અર્પિતા રડતા રડતા “ડેડ મોમ યુ ડૉન્ટ અન્ડર સ્ટેન્ડ, ઓલ માય ફ્રેન્ડસ હેવ બુમ બોક્ષ ધે ઓલ હેવ ધિસ સોન્ગસ,””આઇ ડૉન્ટ વોન્ટ ટુ હિયર ધેટ નોનસેન્સ ધીસ ઇસ માય હાઉસ યુ હેવ ટુ ડૂ વોટ આઇ સે,”અર્પિતા ડૂસકા ભરતી લેશન કરવા લાગી. આઠમા ધોરણના રિપોર્ટ કાર્ડમાં બી વધારે ઍ ઓછા,સુચીએ સમજાવી “શું છે અર્પિતા? ભણવામાં તારું ધ્યાન કેમ નથી?” અમેરિકામાં ટીનેજર દીકરી –દીકરા સાથે માએ કુનેહથી વાત કઢાવવી પડે, “મોમ યુ એન્ડ ડેડ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, મારા ક્લાસમાં બધા મુવી ફ્રેન્ડસ સાથે જોવા જાય છે, આઈ હેવ ટુ વોચ વીથ યુ એન્ડ ડેડ! માય ફ્રેન્ડસ ટીઝ મી યુ આર અ બેબી”, “બેટા ઇગનોર ધેમ જો નાનીમા હજુ મને બેટા કહીને બોલાવે છે,એટલે હું નાની બેબી  છું તેવું નથી માનતી. મોટાને માન આપવાનું નાનાને બેટા કહેવાનું એ આપણું કલ્ચર છે,રીસ્પેક્ટ અને લવ  કહેવાય.”ઓ કે મોમ યુ એન્ડ યોર કલ્ચર, લીવ મી અલોન બોલી ઉપર પોતાના રૂમમાં ચાલી ગઈ.

સાહિલ ઓફિસના કામે બહારગામ ,સુચીના માનસ પટ પર ચિંતાના વાદળો ઉભરાવા લાગ્યા, આ છોકરી મારું જરાય માનતી નથી, શું કરું? સુચીને મમ્મી યાદ આવી બધા દુઃખની દવા મા, તેને ખાત્રી મા કંઈક રસ્તો કાઢશે. રાત્રે નવ વાગે ટેલિફોન વાગ્યો અલકાના પપ્પા અલ્પેશભાઈએ કોલર આઈ ડીમાં નંબર જોયો સુચીનો હતો,ઉપાડ્યો “બોલો બેટા શું તકલીફ થઈ? અર્પી મજામાં છે?”

“પપ્પા અર્પી મારું જરાય માનતી નથી, મને સમજાતું નથી મારે શું કરવું?”

“હું કહુ મારું માનશે?”

“પપ્પા મે ક્યારે તમારું નથી માન્યું ?”

“નથી માન્યું કહું છું તને મેડીકલ કોલેજમાં એડમિસન મળ્યું તો પણ તું ડેન્ટલ કોલેજમાં ગઈ”,

 “પપ્પા મને ડૅન્ટલ કોલેજમાં ચાર વર્ષની સ્કોલરશીપ મળી મેડીકલ કોલેજમાં નહીં મળી”,

“તારો બાપ તારી ફી નહીં ભરે, એવું તને લાગ્યું?”

  “ના પપ્પા મને તમારામાં પુરો વિશ્વાસ હતો, પણ રૂચીબેનનો મેડીકલનો ખર્ચ અને પાછો મારો ખર્ચ – તમે રિટાયર્ડ થાત નહીં, કંપની જ્યાં મોકલે ત્યાં જાત અને મમ્મી અહીં એકલી બોર થાત,અત્યારે તમે અને મમ્મી બન્ને કેટલા સરસ રીતે તમારો સમય પસાર કરો છો”.

અલકાબેન આરામથી જમાઇરાજા સિરિયલ જોઈ રહ્યા હતા, સિરિયલ પુરી થઈ, ટી વી બંધ કર્યું  “કોનો ફોન છે?”

“તમારી દીકરીનો, હું તારી મમ્મીને આપું છું તેની સાથે વાત કર”

“બોલ સુચી બેટા શું થયું અર્પી હાર્ડ ટાઈમ આપે છે?”

“મમ્મી મને ખબર નથી પડતી મારે કેવી રીતે સમજાવવી?”

“જો બેટા હું શીખામણ આપું છું તે તેણીને જરા પણ ગમતું નથી આપણે કોઈ બીજો રસ્તો તેને સમજાવવા શોધવો પડશે”,

“મમ્મી હું અને મોટીબેન આવું કરતા’તા ? “,

“બેટા કમ્પેર કરાય જ નહી, એ સ્થળ અને સમય જુદા હતા,આ સ્થળ અને સમય જુદા છે, તમે બન્ને હાઇસ્કુલમાં અહીં આવ્યા હતા રૂચી ૧૦મું પાસ કરીને આવી  અને તું આઠ પાસ કરીને આવી.રૂચીએ તો ભણવા સિવાય કશું કર્યું નહીં, પણ તું સોબતના રવાડે ચઢી ગયેલ, તારી બેનપણી આયલીન જોડે ચીઠ્ઠીઓની આપલે શરુ કરી દીધેલ અને પકડાઇ ગયેલ”, હા મમ્મી મને યાદ છે, મારી લોન્ડ્રી બાસ્કેટમાંથી મેં આઇલીનને લખેલ ચીઠ્ઠી તને મળી ગયેલ, પણ એ તો મેં આઇલીનને સહાનુભુતીનો પત્ર લખેલ, એ મારી બાબત નો’તી, મે કોઇ ખોટું કામ નો’તુ કર્યું.”

“બેટા ચાલુ ક્લાસમાં ચીઠ્ઠી લખવી એ સારુ કામ કહેવાય?”

“મમ્મી મે તુરત તારી માફી માગી લીધેલને ,અર્પીને તો કંઇ પણ કહો ઍટલે દલીલો જ શરુ થઈ જાય, તમે બહુ જુનવાણી છૉ, આ ઇન્ડીયા નથી, તમને કાંઈ ખબર નથી અને છેલ્લે લીવ મી અલોન,”

“હા બેટા એજ તો હું તને કહું છું સમય, સ્થળ, વાતાવરણની અસર”,

“તો મમ્મી આ અસરમાંથી એને બહાર કેવી રીતે લાવવી?”

“તું ચિંતા ન કર બહાર આવી જશે, કાલે હું તેના લંચ બ્રેકમાં સબવે સેન્ડવીચ અને તેની ફેવરેટ સનચિપ્સ લઈને જઈશ, ખાતા ખાતા વાતો કરીશું

હવે સુવા જા સાડા દસ વાગ્યા”,

“સારુ મા ગુડ નાઇટ”

“ગુડ નાઇટ બેટા”.

સવારે અર્પિતાએ રેફરીજેટર ખોલ્યું લંચ બેગ નહીં જોઇ “મોમ યુ ફરગોટ માય લંચ”!

“બેટા આજે નાનીમા તારું લંચ લઇને આવશે,”

“ઓ કે બાય “

“બાય”

બીજે દિવસે અલકાબેન અર્પિતાનું લંચ લઈને સ્કુલમાં ગયા,

અર્પિતા આવી “હાય બેટા હાવ વોસ યોર મોર્નીંગ”?

“ગ્રેટ, નાની આઈ એમ સ્ટારવિંગ વાઉ સનચિપ્સ”

“યસ યોર ફેવરીટ”

“ઓ યા થેંક્સ નાની આઇ લવ યુ”

“આઇ લવ યુ ટૂ”

“આજે કોઈ ટેસ્ટ હતી બેટા?”

“યસ મેથ માય ફેવરેટ આઈ ગોટ ૯૦”

“વેરી ગુડ”

“નાની માય મોમ એન્ડ ડૅડ વોન્ટ ૧૦૦ ઓલ ધ ટાઇમ”

“હા બેટા હું પણ તારી મમ્મી અને માસીના મેથ માં હંમેશા ૧૦૦ જ આવવા જોઇએ એમ કહેતી”,

“તો મારા ૯૦થી તું સેટીસફાય થઈ ગઈ”,

“બેટા સેટીસફાય તારે થવાનું છે, મને તો તું મિડલ સ્કુલમાં પણ એલીમેન્ટરી સ્કુલ જેટલા સર્ટી મેળવે એવી ઈચ્છા છે તારી એવી ઈચ્છા નથી?”,

“આઇ ફરગોટ ઍબાઉટ એલીમેન્ટરી સ્કુલ, તે યાદ કરાવ્યુ તો મને યાદ આવ્યું આઇ વીલ ટ્રાય”

“ધેટ્સ માય ગર્લ નાનીએ અર્પી સાથે હાય ફાય કર્યા.

અર્પિતા ક્લાસમાં ગઈ, અલકાબેન ઘેર આવ્યા.

મિડલ સ્કુલ પુરી થઈ.

અર્પિતા હાઇસ્કુલમાં આવી.૧૦ પાસ કર્યું જુનમાં સોળ વર્ષની થઈ, સુચીને સ્વીટ ૧૬ પાર્ટી રાખવાની ઈચ્છા હતી,અર્પિતાએ ના પાડી.

ફેમિલીને બોલાવ્યા, અર્પિતા બધા વડીલોને પગે લાગી અલકાબેને આશીર્વાદ આપ્યા “અર્પી તને સોળે સાન અને વીસે વાન આવે.”

“નાની એટલે શું?”

અલ્પેશભાઇ બોલ્યા અર્પી હું તને સમજાવું.”

“તું ૧૨ વર્ષની થઈને ત્યારે તને બુધ્ધિ આવી, એટલે તું મિડલ સ્કુલમાં આવી બુધ્ધિથી દલિલો કરતા શીખી, બુધ્ધિ બરાબર મેચ્યોર નહીં એટલે જેમ તેમ મોટા સામે બોલે, ધીરે ધીરે સમજાવવાથી સમજી જાય,જેમ તું સમજી ગઈ, રોક-પોપ મ્યુઝીક છોડી, ભણવામાં લાગી ગઈ, હવે તે હાઇસ્કુલના બે વર્ષ પુરા કર્યા હવે તને સાન આવશે એટલે સમજણ આવશે અને કોલેજના બે વર્ષ પુરા કરીશ ત્યારે તને વાન આવશે એટલે તું ખુબ બ્યુટીફુલ થઈશ,છોકરાને પસંદ પડી જઈશ અને પરણી જઈશ.”

“નો વે નાનાજી આઇ એમ નોટ ગોઇંગ ટૂ મેરી”.

બધા હસવા લાગ્યા, અર્પી સમજી ગઈ, નાનાજી ઇસ મેકીંગ ફન ઓફ મી, પોતે પણ હસવા લાગી.

અર્પી અગિયારમાં ધોરણમાં આવી, સાન એટલે સમજણ યાદ રહી ગયેલ, અર્પી સમજુ થવા લાગી, એક દિવસ ડેડીને પુછ્યું “ડેડ આફ્ટર સ્કુલ આઇ વોન્ટ ટુ વર્ક, માય ફ્રેન્ડ જેસી ઇસ વર્કીંગ”, સુચીઃ ”બેટા, આ વર્ષૅ તારું આરંગગેત્રમ છે બધા દિવસ તારે કલાક બે કલાક પ્રેકટીસ કરવી પડશે”,

“મોમ, જુનના ફસ્ટ વીકમાં આરંગગેત્રમ પતી જશે, પછી કરવા દઈશ?”,

સાહિલઃ “ઓ કે વી વીલ સી, અત્યારે પ્રેકટીસમાં ધ્યાન આપ”.

આરંગગેત્રમનું E- Vite અર્પિતાએ પોતે બનાવ્યું. સારી રીતે પ્રસંગ પતી ગયો.

અઠવાડીયા પછી અર્પિતાએ પાછું પુછ્યું “ડેડ હવે જોબ માટે એપ્લાય કરું?”

સાહિલઃ “અર્પી યુ હેવ જોબ,”

અર્પિતાઃ ”ક્યાં?”

સુચીઃ “અર્પી તારે બહાર જોબ કરવાની જરૂર નથી, મારી ઓફિસમાં સ્કુલ પછી બે કલાક આવજે”,

અર્પિતાઃ ”મોમ, વોટ વર્ક ઇન ઓફિસ?!”

સુચીઃ “ઓફિસ મેનેજર તને બધુ બતાવશે, આ સોમવારે મારી સાથે આવજે”.

અર્પિતાને વેકેસનમાં સોમથી ગુરુ મમ્મીની ઓફિસમાં ચાર કલાક જોબ મળી ગયો. ફાઇલીંગ કરે ફોન કોલ એન્સર કરે, ન સમજણ પડે તો મેનેજરને પુછે.

અર્પિતાનું કામ જોઇ સુચીને સંતોષ થયો, મારી દીકરીમાં સાન આવી ગઈ.

ઓગસ્ટમાં સ્કુલ શરુ થઈ, અર્પિતા, એપી મેથ અને સાયન્સ કોર્ષમાં ધ્યાનથી ભણવા લાગી, પહેલા સેમેસ્ટરમાં બધા એ ગ્રેડ.

અર્પિતાને મેથ માં ૫ ગ્રેડ પોઇન્ટ એવરેજ, એસએટી સ્કોર ૧૪૫૦, યુનિવર્સિટી ઓફ હ્યુસ્ટનમાં ૮૦૦ ડોલર સ્કોલરશીપ મળી.

નાના-નાની, દાદા-દાદી અર્પિતાના ગ્રેડથી ખુબ ખુશ થયા.

અર્પિતા વડીલોને પગે લાગી.

અલ્પેશભાઇ બોલ્યા “હવે અર્પીને વિસે વાન આવે, સારો વર અને ઘર મળૅ.”

અર્પિતાઃ”નાનાજી અગેન યુ સ્ટાર્ટૅડ, ઓકે ટેલ મી વિસે વાન પછી શું?”

અલ્પેશભાઇ માથુ ખંજવાળવા લાગ્યા યા યુ આર સ્માર્ટ, લેટ મી થિન્ક,”

અર્પિતા મનમા ખુશ થઈ નાનાજીને કેવા પકડ્યા, કોઇ જવાબ નહીં મળે.

અલ્પેશભાઈઃ ”અર્પી પછી આવે ગધા પચીસી,એની વાત હમણા નહીં, ચાલો બધા બોમ્બે પેલેસમાં ડીનર લેવાનું છે.”

સુચી અને સાહિલ દીકરીમાં થયેલ પરિવર્તનથી ખુબ ખુશ થયા…

 

 ઈશા

૩/૧/૨૦૧૬

 

 

 

  

           

બેઠક -૨૦૧૬ વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા -(8)માનસી-માનસી

એક લઘુ કથા વાંચજો- વંચાવજો અને કોમેંટ પણ યોગ્ય લાગે તો લખજો- સ્પર્ધામાં તે મહત્વના છે,આપના મંતવ્ય જરૂર થી આપશો,રીડર્સ પોપુલર ચોઈસ પણ જરૂરી છે, આપ બેધડક અભિપ્રાય આપી શકો છો.

માનસી

 “હા, હું જ માનસી છું કહોને આપ કોણ? મને શબ્દો સાથે પ્રેમ છે ને રંગો તો બધા જ મને રીઝવે છે. પણ તમે મને ક્યારે મળેલા તે યાદ તો કરાવો.” 

શબ્દો અને રંગોનો જન્મોનો સથવારો છે. કેટલીય રચનાઓનો ઉદભવ તસવીરોમાંથી થાય છે તો કઈ કેટલીય રચનાઓ તસવીરમાં પરિણમે છે.અને લોકો હોળી ની રાહ જુવે છે વસંત ની રાહ જુવે છે કે રંગો ક્યારે બિખરાશે જીવનમાં. અને કોઈક એવા ને મળીએ અને રંગો ભળી જાય જીવનમાં. માનસી પણ એવી જ હતી જેને મળે તેને ખૂબ વ્હાલી લાગે. તેના ગાલ ના ખાડા તો બસ   બધાને ખૂબ ગમતા. મીઠ્ઠુ મીઠ્ઠુ બોલતી પરાણે વ્હાલી લાગે .

“બિના કંગન ઔર કોઈ ગેહને ભી નહી ફિરભી તુમ કિતની પ્યારી લગતી હો” મહમદચાચા વ્હાલથી માથે હાથ ફેરવતા બોલ્યા. “જી” બોલી શરમાતી માનસી અભી નો હાથ પકડી ને ભાગી. પણ ગયેલી તે ગયેલી, છેક બે દિવસે પાછી ફરી લોકો તો ખૂબ વિચારતા હતા કે શું થયું કે અભી ને માનસી ભાગી ગયેલા. બોલવાની કે કંઈ પણ કેહવાની સખત મનાઈ હતી કારણ કે જો બોલશે તો તેને ને તેના ભાઈ અભી ને ઉપાડી ને લઈ જશે આ મહમદચાચા ને આ વખત તો મારી જ નાંખશે. ખુબ આજીજી કરી ત્યારે બે દિવસે પાછા ફરવા મળ્યું હતું. ૫ વર્ષનો અભી તો ખૂબ ગભરાઈ ગયો હતો ને ૭ વર્ષની માનસી પોતાની સમજ પ્રમાણે પોતાના કાકા નેકાકી પાસે રેહતા હતા. કાકા મોટા ભાગે બહારગામ રેહતા ને કાકી ને પોતાની કીટી પાર્ટી માંથી સમય ન્હોતો મળતો. પણ ઘરના રસોયણ મંજુ્લાબેન બંનેને જમાડતા-નવડાવતા ને ધ્યાન રાખતા પણ આ ત્રણ દિવસથી તેને પણ તાવ આવેલો ને મોકો જોઈને બંને ને મહમદચાચા ઉપાડી ગયા. ખિલખિલાટ રમતી હસતી છોકરી ગભરું ને ગંભીર બની ગઈ !! મા વગર કદી સાચી શિખામણ પણ કોણ આપે તેથી મોટાભાગે ચૂપ રેહવા લાગી.મૂડી લોહીની ધાર છે, મહોબતના સવાલો ને હું શું ભરું, લોહીની ધારે નાહક નક્શા ભરુ, યાદનો શબ્દોત્સવ ને કૈં ભરું,સમાધાન સંકલ્પ વિણ વ્યથા ને ભરું! આવું કઈક આઠ વર્ષની માનસી એ લખ્યું કે પંખી ઊડ્યું જાય ને પછી કંપે જરી ડાળી. પણ વાંચવાનું કોણ હતું…૧૦ વર્ષની બાળકી જ્યારે કેહવાતા કાકા ના હાથનો જ શિકાર થઈ ત્યારેતેની ડાયરીના પાના ચીસો પાડી રહ્યા હતા. સમજાતુ ન્હોતું કે પોતે શું કરે ને બધું સારું થઈ જાય ..

અને આ નો ઉકેલ પોતે પોતાની રીસ્ટ કાપી ને કરતી. ન સમજાયું પોતાને પણ કે પોતે આવુ કેમ કરે છે !! યુવાવસ્થા ની મૂઝવણો ના ઉકેલ તેની એક માત્ર બારી નશો…નસ કપાઈ જશે તેની પણ બીક નથી. ન સમજાય માતા-પિતા ને આજના સમયમાં શું અઘરું છે? મા-બાપ થવું તે કે બાળક થવું તે? 

માનસી મનોમન ગુંગળાતી  ટવેલ્થ ગ્રેડમાં આવી ને તેની ઓળખ તેના ટી્ચર મિસિસ વસુધાબેન સાથે થઈ!. એક મા ની ગરજ સારી જાણે…વાત વાતમાં અંગત પ્રશ્નો ના ઉત્તર મળી ગયા ને એમણે તેને સમજાવી કે મુસીબત નો સામનો કરવા તુ સ્પોર્ટ્સ જોઇન કર, રીડ મોર ને મેક યોર સેલ્ફ સ્ટ્રોન્ગ. સ્કૂલ પછી તારે આગળ પણ 

ઘણો સામનો કરવાનો છે. હું તારી સાથે જ છું, તને રાત દિવસ ક્યારેય જરૂર પડે તો હું છું ! મને ખબર છે કેહવું સહેલું પણ કરવું ઘણુ અઘરું છે. યુ કેન રીચ મી ઓન માય સેલ એની ટાઈમ”કહી માથે હાથ ફેરવ્યો ને માનસી તેમને વળગીને ખૂબ રડી પડી. જીવનમાં આજ પેહલી વારર કોઈએ તેનું સાંભળ્યું. તેને દિલથી સ્પર્શી કોઈ પણ ખરાબ ઇરાદા વગર. અભી ને લઈને બંને જણાએ કરાટે ક્લાસીસ ચાલુ કર્યા. વસુધાબેન ફી ભરતા ને બંને પર નજર રાખતા. 

ઘરે મંજુલાબેન પણ હતા જ. મુસીબતો થી ભાગવા બારણાં નહીં તો દ્વાર ખોલી એ તોય ઘણું. આમ બારી ના કઠેડે માનસી બેસી ને વિચારે છે પોતાનું ભવિષ્ય ને અભી નુ ભાવિ. એક બીજા સાથે રહીશું તો જ કંઇક કરી શકીશું તેથી તે અભી ને સમજાવતી ને પ્રેમથી પોતાની વાત ગળે ઉતારી શકતી. હવે વસુધાબેન ટીચર મટી મનોમન મોમ બની ગયા છે. તેની ડાયરી માં પતંગિયા ને ફૂલો સાથે મૌલિકતા ભરેલ કવિતાઓ ઉભરાય છે. વસુધાબેન ખૂબ ખુશ છે. એમની 

પડોસમાં રેહતો સંજીવ ક્યારેક મીઠ્ઠુ સ્માઈલ આપતો તે તેમણે જોયું હતું. એક સ્ત્રી બીજી સ્ત્રી ને વધુ સમજી શકે છે. પણ મારા મતે પૂરૂષોમાં જતુ કરવાની સારાશ વધુ હોય છે. કેમકે આખરે તેમને તમે ખુશ થાવ તે જ જોઈએ છે.સંજીવ હવે ક્યારેક અભી ને તો કયારેક માનસી સાથે હલ્લો હાય કરે છે. પણ વસુધાબેન ની સામે તેની હિમંત નથી થતી.. સંજીવ નો ફેવરીટ સબ્જેક્ટ કેલ્ક્યુલસ છે. પણ પોતે નાટક કરે છે કે “માનસી તને મારા કરતા વધુ આવડે છે ને મને હેલ્પ કરીશ તો હું જ્લ્દી શીખી લઈશ”. હજુય માનસી ભોળી જ છે. તેણે તેને હેલ્પ કરવાની ચાલુ કરી,રોજ લાઈબ્રેરીમાં મળતા. આમને આમ મહિનો થયો હશે ને એક દિવસ માથે પાટો બાંધીને સંજીવ આવતો જોયો…”હાય,હાય શું થયું ?” કહી ધસી આવતી માનસી ને તે જોઈ રહ્યો. મનોમન લડ્ડુ ફૂંટ્યા પણ રોતલ મોઢે જવાબ આપ્યો કે “પડી ગયો ને માથામાંથી લોહી નીકળ્યું હતું ને પાટો પણ બાંધવો પડ્યો.” “ઓય મા, બહુ દુઃખે છે ? “કહી માનસી માથે હાથ ફેરવી રહી. અજાણતા દુનિયાને ભૂલી ગઈ ને બે મિનિટ પછી પાછી ખસી ગઈ !! સંજીવને ખૂબ ગમ્યું પ્રેમ નું બીજ તો ક્યારનું ફૂટ્યું હશે આજ ઉષ્મા શું મળી કૂંપણ ફૂટી નીકળી. માનસી ને પણ લાગ્યું કે પોતે સંજીવને લાઈક કરે છે ને સંજીવ તેને.પ્રેમ પામતા આવે સમજણ ને સમજાઈ જાય પોતાની ને સામેવાળાની કિંમત. 

“આજનો યુવાવર્ગ કાંડા કાપે-આપઘાત કરે કે રેપ ના શિકાર બને તે માટે સમાજ માત્ર નહીં પણ દરેક વ્યક્તિ જવાબદાર છે અને મક્કમ મનોબળ ને તાકાતવાન સ્ત્રી એક પુરૂષ સમોવડી થઈ ને જુદા જુદા ક્ષેત્રો સર કરી શકશે તે માટે હેલ્પીંગ હેંડ વડીલો એ દેવો જોઈએ શાળા ને સંસ્થા નો પૂરતો ફાળો મળે તો પાંચ આંગળી ઓ મુઠ્ઠી બની જાય ને મુક્કો બને તો સમાજ સામે  ટક્કર લઈ શકાય ” સ્કૂલ ના ન્યુઝ્પેપર્સ માં તેનું કોલમ હંમેશ આવતું પણ આ વખતે તેણે જે લખ્યું તે ખૂબ પ્રશંસનીય બન્યું ને ઘણી બધી છોકરીઓ ભેગી મળી ને એક સ્પોર્ટ્સ સેંટરમાં ભેગા મળી પોતાની રક્ષા કરવાનું ઝૂંબેશ માથે લીધું. આ બાજુ સંજીવ ને પણ ગમ્યું કે પોતાની સાથે રેહવા છંતા માનસી જેવી છોકરી ઇન્ડીપેન્ડન્ટ રહી એક સારી મિત્ર બની રહે છે. હેલ્ધી સમાજ ની ગરજ સારે છે. એક બીજાની હૂંફે વધાય આગળ પણ આપમેળે સામનો કરી શકતી નવ-યુવાપેઢી જરૂર નવુ પૂરવાર કરશે…કે સ્ત્રી કોઈ પણ ક્ષેત્રમાં પુરૂષથી પણ વધુ સિધ્ધી મેળવી શકશે. ને આજ જોઈએ તો બંને એકબીજા ના પૂરક એક જ સિક્કા ની બે બાજુ જ છે ને. “પણ આ બધુ કાગળમાં જ સારું લાગે ક્દાચ મન પણ દિલ સાથે સહમત થઈ જાય થોડી પળો માટે. છોકરી ઇન્ડીપેન્ડન્ટ ગમે પણ ઇન્ડીપેન્ડંસ નવી વ્યાખ્યા માં પોતાના સંકુચિત વિચારો જોડે તો નામ નું જ ઇન્ડીપેન્ડંસ ગણાય.” માનસી હજુય લખે છે કોલમ પણ હવે તેનો બ્લોગ છે.” સંજીવ આઈ એમ સો ગ્લેડ વી મેટ” માનસી બોલી ને સંજીવ તેને વળગી બોલ્યો ” તો આપો મારું ઇનામ !” “અરે! અરે, તમે શું કરો છો? જે માગો તે મંજુર !!” દીકરા ના જ્ન્મ પછી સંજીવ ને માનસી છૂટા પડેલા કોઈ ને ખબર ના પડી કેમ પણ આજે સંજીવ ને તે ઓળખી પણ ના શકી.માંગી ને દિકરો કઈ રીતે ભાગી શકાય ? તે માનસી ને કદી ના સમજાયું પણ પાછળ થી જ્યારે ખબર પડી કે અભી ને સંજીવ ફ્રેંડ થી વિશેષ બન્યા છે થયું છી છી શું જમાનો આવ્યો છે ? પણ બધુંજ સંભવ છે આજ કાલ!! અને આજે અચાનક દ્વારે ઉભો છે તે કોણ છે? સ્ટ્રેઈટ છે-ગે છે- કે બાય છે ? ને “આવ, સંજીવ” કેહવાઈ જ ગયું. “મેં ચશ્મા પેહર્યા ને ઓળખાઈ ગયો “

આમ બેસવાનું કહી પોતે સાડી નો પાલવ સરખો કરતા બોલી “અરે, આવ આવ. હું પણ ચશ્મા માં કેવી લાગુ છું તે બોલ !” વાતાવરણ ગંભીર ના બને તેથી હળવી વાત જ તેણે કહી માત્ર આઈસ બ્રેકર તરીકે. “સ્ત્રીઓના જીવનમાં એક ગાળો એવો આવે છે જ્યારે તેને મેન્ટલી સપોર્ટની ખૂબ જરૂર હોય છે જે ગાળાને ઘરના અન્ય લોકો સમજી શકતા નથી. આથી આ ગાળામાં સ્ત્રીઓએ પોતાની મનપસંદ પ્રવૃત્તિ કરવી જોઇએ. જેમાં વાંચન/લેખનને મુખ્ય બનાવી શકાય. શાળામાં કે કોલેજમાં ભણતા સમયે કેટલીક યુવતીઓ ઘણું સારું લેખન કરતી હોય છે પરંતુ સમય જતાં સંસારની ઘટમાળમાં ફસાઈને એનાથી દૂર થઈ જાય છે. કેટલીક  સ્ત્રીઓ એવી પણ છે જે આ પ્રવૃત્તિ કરે જ છે પણ વાચકવર્ગ મેળવી શકતી નથી. સારું લેખન હોવા છતાં પુસ્તકો છપાવી શકતી નથી.” પોતાનું ન્યુઝ પેપર્સ, થોડી નવલકથાઓ તથા આગવી પ્રતિભા ઉભી કરી લીધી છે તે અંજાઈ ગયો. તો પછી મને શા માટેટે આવકારે છે ? તે ના સમજયો. સામે કોફી ટેબલ પડેલ મોટા હેડીંગ સંજીવ વાંચ્યા વગર રહી ના શક્યો.  તે અવાક ચૂપચાપ માફી માંગતો રહયો ને અચાનક ત્યાં”મમ્મી ,મમ્મી… મોમ !” કરતો વિશાલ પ્રવેશ્યો. 

..માનસી 

 

બેઠક -૨૦૧૬ વિનુ મર્ચન્ટ વાર્તા સ્પર્ધા – (4)અલખ નો આનંદ-અક્ષત

 મિત્રો  બેઠક – ૨૦૧૬ વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા ની  વાર્તા “ઉપનામ “સાથે મુકી છે. આપના મંતવ્ય જરૂર થી આપશો,રીડર્સ પોપુલર ચોઈસ પણ જરૂરી છે,નામ એટલા માટે નથી મુક્યા જેથી આપ બેધડક અભિપ્રાય આપી શકો,બેઠકના ફેસબુક પર પણ જોઈ શકશો

અલખ   નો  આનંદ

અક્ષત  બેટા  શું  થયું  છે ? કેમ કશું   બોલતો નથી ?  મારી પર   ખોટું   લાગ્યું છે ?

રોહિણી   ખુબ લાડ થી દીકરા  અક્ષત  ને મનાવવા   પ્રયત્ન કરે છે પણ કોણ જાણે કેમ અક્ષત  જરાય  માનતો નથી .અને  બોલતો પણ નથી .ઘણી  વાર શબ્દો કરતાંય  મૌન વધારે  ખતરનાક  હોય છે .રોહિણી  ના પતિ  અમુલખ ના  અવસાન થયા  ને માંડ હજુ એક મહિનો   થયો છે અને   એક જ  સંતાન — તે પણ એક  અઠવાડિયા  થી બોલતો નથી .રોહિણી   ખુબ  મૂંઝાય  છે . એને  એકાંત   કોરી ખાય છે .  તે  આનો ઉકેલ   શોધવા   પ્રયત્ન  કરે છે પણ  અક્ષત   કૈક  બોલે  તો ખબર  પડે .

છેલ્લો  પ્રયત્ન  કરતા   રોહિણી  રડી  પડી . બેટા   મારી કોઈ  ભૂલ  થઇ હોઈ તો કહે –

હું માફી  માંગવા  તૈયાર  છું .બેટા   મારી પર  ગુસ્સો કર  પણ તું  કઈંક  બોલ . આમેય  હવે હું એકલી પડી  ગઈ છું . તું એક જ સહારો છે  અને તું પણ મારાથી   મ્હો  ફેરવી લઈશ તો મારે  આપઘાત   સિવાય  કોઈ   આરો  નહિ  રહે .આપઘાત   શબ્દ  સાંભળતા  જ અક્ષત  ઢીલો પડી ગયો .  માં  નો હાથ પકડી લીધો  અને કહ્યું   માં   – હું માગું  તે  આપીશ ?

હા  બેટા  -તને ક્યારેય   કોઈ  બાબત માં ના પડી છે ? બોલ બેટા  શું  જોઈએ ?મારો પ્રાણ આપી  દઉં?

અક્ષતે  કહ્યું  _   પિતા ની સંપત્તિ  માં થી મારો ભાગ   આપી દે .

રોહિણી   ને માથે આભ તૂટી પડ્યું . હજુ   તારી  ઉમર   શું  છે ?  ૧૪ વર્ષ  ની ઉમરે  તને  ભાગ નો વિચાર પણ કેમ આવે ?  તને  ભાગ  જોઈએ છે ને ?  લે  આ ભાગ– કહેતા  રોહિણી એ  અક્ષત   ને તમાચો   મારી દીધો .અક્ષત ની આંખ  માં આંસુ   આવ્યા .પણ તે પોતાની જીદ  પર  અડીખમ  રહ્યો .તેણે  કહ્યું   કે બીજો તમાચો માર    પણ મને મારો  ભાગ    આપી દે .

રોહિણી  એ કહ્યું ,  ભાગ લઇ ને શું કરીશ ?  ઘર છોડી ને  જતો રહીશ ? અને  રોહિણી હૈયાફાટ   રડવા  લાગી .અક્ષત   સુનમુન   ઉભો છે . માં ને નથી  આશ્વાસન  આપતો   કે નથી  તેને  છાની રાખતો .થોડીવાર   પછી   બોલ્યો   કે  મને મારો ભાગ   ક્યારે   આપીશ ?

હવે રોહિણી નો ગુસ્સો   સાતમાં   આસમાને  પહોંચ્યો .  તે  બોલી   ,

કાલે  તારો ભાગ લઇ જજે  અને  મને ફરી ક્યારેય   તારું મ્હો    બતાવીશ નહીં .હું   માનીશ   કે  મારો   દીકરો  પણ   ——  તે આગળ  કશું બોલી ના શકી .

અક્ષત   બોલ્યો    ,  ભલે .

રોહિણી  ખુબ વિચારે   ચઢી  ગઈ . શાને  માટે આ  છોકરો  ભાગ માંગે   છે ?તેને  કોણે  ચઢાવ્યો  છે ?એના  માનસ  માં કોણે  ઝેર   રેડ્યું   છે ?મેં   એની સાથે   ક્યારેય ખરાબ  વહેવાર  કર્યો નથી . અરે   એને દત્તક   લીધો છે  એની જાણ  સુદ્ધાં થવા  દીધી નથી  તો  આજે  એને   શું થયું   કે અચાનક   ભાગ  માગવા  માંડ્યો.

હે  પ્રભુ મેં   તારું   શું બગાડ્યું  છે ? તું  મને  આવું દુખકેમ  આપે છે .મારા  કયા  પાપ  મને નડે  છે ? અક્ષત  ના ગયા પછી હું કેવી રીતે  જીવી શકીશ ? તે   આવા  વિચારો માં બેભાન  થઇ ગઈ . અક્ષત   ડોક્ટર  ને બોલાવી લાવ્યો.  ડોકટરે   ખાસ કહ્યું  કે  તેમને  આઘાત  લાગે તેવી કોઈ વાત  કરવી નહિ .

એક  અઠવાડિયા  સુધી અક્ષત   ચુપ રહ્યો. રોહિણી હવે  સામાન્ય  થઇ ગઈ હતી .તેને લાગ્યું કે અક્ષત  વાત  ભૂલી ગયો છે પણ   ના  — તે સમય ની રાહ  જોતો હતો .

તક  જોઈ ને તેણે ફરી ભાગ   ની વાત કરી .

રોહિણી  એ  ગુસ્સા  સાથે  બેંક  માં જે પૈસા હતા  તેમાંથી  અડધા   એટલેકે   લગભગ   બે  કરોડ   રૂપિયા  તેને  આપી દીધા અને કહ્યું   કે તું  હવે મને  ક્યારેય  તારું  મ્હો   બતાવીશ નહીં   . માત્ર   ૧૪ વર્ષ  ના બાળક  ને આટલી  રકમ આપતા  તેને ખુબ શંકા  કુશંકા  થઇ પણ  અક્ષત ની    જીદ સામે તે લાચાર   હતી .

જયારે  અક્ષત   પૈસા  લઇ ને ઘર ની બહાર  જતો હતો  ત્યારે  રોહિણી  થી રહેવાયું  નહિ . તે અક્ષત ને   બાઝી  પડી અને રડતા  રડતાં  કહ્યું  કે બેટા,મને ભૂલી ના જતો   અને જયારે  પણ મન થાય  ત્યારે   ઘરે   આવી જજે અને   હા બેટા   કોઈ ખરાબ કામ ના કરતો  અને આડે  માર્ગે   ના જતો . મને  જો કે તારા માં  શ્રદ્ધા છે ..અક્ષત   મૌન રહ્યો  અને પૈસા  લઇ ને જતો રહ્યો .

પિતા ના  મૃત્યુ પછી   તે જયારે એક  વખત   તેમના  રૂમ  માં ગયોહતો  ત્યારે  તેણે  એક દસ્તાવેજ  જોયો હતો . આ દસ્તાવેજ    અક્ષત   ને દત્તક   લીધા નો હતો.  પહેલી વાર તેને  ખબર  પડી કે  રોહિણી અને  અમુલખ   તેના  સાચા   માતાપિતા  નથી . તેને ખુબ દુખ  થયું પણ  સાથે  સાથે .તેણે પ્રભુ નો  આભાર  માન્યો કે  તેને   આવા  સુંદર   પાલક  મળ્યા  છે  જેમણે   આ  રહસ્ય  અકબંધ   જાળવી  રાખ્યું  , પણ  દુનિયા  માં  કેટલાય  અનાથ  બાળકો હશે  જેમને  કોઈએ   દત્તક  લીધા  નહિ  હોય   . આમાં  બે કારણ  હોઈ શકે .

એક તો  દત્તક લેવા ની વિધિ  અને   દત્તક લીધા પછી બાળક  ના  વાણી  વર્તન સારા ના હોય  તો તેને છોડી  ના શકાય  તેવી  કાયદાકીય  જોગવાઈ .

આના ઉકેલ માટે  તેણે  વિચાર્યું કે   એવી  વ્યવસ્થા   ગોઠવાય કે  બાળક અને  પાલક   માતા પિતા બંને   ગમે  ત્યારે   આ બંધન   માં થી  છુટા  થઇ  શકે. જેમ લગ્ન  માં હવે  લીવ  ઇન  રિલેશનશીપ   થાય છે તેમ  જો અનાથ  બાળક અને  પાલક વચ્ચે   આવો કરાર  થાય  તો કદાચ  લોકો  અનાથ બાળકો  ને સહાય   કરવા   વધારે આગળ   આવે.  અને કેટલાય આવા અનાથ બાળકો ને  નવું  જીવન મળે .

આવા જ વિચાર થી   તેણે  એક સંસ્થા   બનાવી હતી અને  અનાથ બાળકો ને  રહેવા માટે   એક મોટા  ઘર ની  જરૂર  હતી.  તેને હતું   કે લગભગ   દોઢ કરોડ   રૂપિયા  માં  આ કામ થઇ જશે.  તેને અંદાજ હતો કે  ઘર માં થી  એક કરોડ મળશે . બીજા  પૈસા ની વ્યવસ્થા   તેના  મિત્રો એ કરી હતી . પણ સારા  કામ માટે  તેને   પ્રભુ એ મદદ   કરી.તેને  રોહિણી પ્રત્યે  ખુબ લાગણી હતી  પણ  તેણે   પોતે અનાથ હતો  તે વાત   હવે તે જાણે  છે   એમ જણાવવું   નહોતું .

તેના  કુમળા  મગજ માં આવો  વિચાર  આવે  તે પણ  અમુલખ અને રોહિણી  ના સંસ્કાર  જ  માનવા રહ્યા. તેણે  પોતાના  વિચાર ને અમલ  માં મુક્યો અને  સઘળી   ગોઠવણ   થઇ ગઈ .તેણે પોતાની સંસ્થા  નું નામ  રાખ્યું   “ અલખ નો  આનંદ” અને  ઘર  ને નામ   આપ્યું  “ આરોહિણી.”

તેની  સંસ્થા  ના  ઉદઘાટન  માટે  તેણે  રોહિણી ને બોલાવી.તે સ્તબ્ધ  બની ગઈ .તેને પોતાના  લાલન પાલન માં વિશ્વાસ તો હતો જ પરંતુ  પૈસા ની માંગણીએ  તેને અસમંજસ  માં નાખી દીધી હતી .તે પરાણે ગઈ .અને સંસ્થા નો માહોલ જોતા જ તેનું હૃદય  રોમાંચિત  થઇ ગયું . જયારે   પ્રાસંગિક  પ્રવચન  માં  અક્ષત   બોલ્યો કે  હું  પણ એક અનાથ  હતો  પણ મને  તો સુંદર   માતાપિતા  મળી ગયા  પણ બધા ને  આવું નસીબ ના હોય.  કારણ  નિસંતાન   દંપત્તિ   બાળક ને દત્તક લેતા  પહેલા   ઘણી  તપાસ કરે છે. જો  લીવ ઇન રીલેશનશીપ   નો કન્સેપ્ટ   આવે  તો ઘણા   અનાથ  બાળક  ને પાલ્ય  મળી જાય,પછી

રોહિણી ને   જયારે  પ્રવચન   આપવાની  વિનંતી  કરી ત્યારે   ઉભી થઇ  અને    અક્ષત  ના વિચારો થી ખુબ ખુશ થઇ . તેણીએ   કહ્યું  કે  બધી જ વાત  સાચી છે   પણ આજે  મારે એક વાત ની કબુલાત  કરવી છે .કે અક્ષત   અનાથ નથી .

હું કુંવારી હતી ત્યારે  મેં કરેલી  ભૂલ  નું એ  સર્જન   છે. મેં મારા પતિ થી આ વાત છુપાવી ને  એને દત્તક લેવા નું નાટક  કર્યું હતું . આજે  મારા  પતિ નથી  એટલે હું આ વાત  નિઃસંકોચ   કહી શકું છું , મને અક્ષત  ના વિચાર અને  આ સંસ્થા બંને  ગમ્યા છે. હું મારી તમામ  સંપત્તિ   આ સંસ્થા ને દાન  માં  આપું છું  અને હું પણ હવે અક્ષત   સાથે  આ સંસ્થા   માં  કામ કરીશ  જો અક્ષત  મને  સ્વીકારે  તો .

અક્ષત  ,ને માં પ્રત્યે  તેનો આદર  પહેલા હતો તેના કરતા  અનેક ઘણો વધી ગયો અને .  માં ના ચરણો  માં ઝુકી  ગયો

અક્ષત