શ્રાવણ  ના તહેવારો

ભારત  ઉત્સવોનો  દેશ  છે ‘ ‘ઉત્સવ‘   શબ્દ  સંસ્કૃત માંથી  પરિવર્તિત  થયેલો છેઉત‘  શબ્દનો  અર્થ છે દ્દુર  કરનાર   ,અને સવ  એટલે  સોર્રોદુખો  ને દુર  કરનાર  નિરાશાને   દુર કરનાર   અને આનંદ  નો  અનુભવ   કરનાર  તેજ   ઉત્સવ,

ભારત માં  આવા  અનેક  ઉત્સવો  આવતા    રહે  છે, ભાદરવા  વદ અમાસ   ને  ‘દિવાસો‘  કહેવામાં  આવે  છે,    દિવસ  પછી    લગભગ  બધા ઉત્સવો  શરુ  થાય  છે  એટલે  દિવાસા  ને  બધા  તહેવારો  નો પિતા  માનવામાં  આવે  છે  ‘ દિવાસો‘   પછી  શ્રાવણ  માસ  શરુ   થતાં  તહેવારો  શરુ  થાય  છે  જેમકે   નાગપંચમી   રાંધણ  છઠ, શીતળા સાતમ  અને જન્માષ્ટમી

રાંધણ છઠ

શ્રાવણ   વદ  છઠ ને  રાંધણ છઠ  કહેવા માં આવે છે દિવસ શ્રાવણ માસની વદ સપ્તમી  ના આગળ ના દિવસે ઉજવવામાં આવે  છે ખરેખર કોઈ વ્રત નો દિવસ  નથી,  પરંતુ શીતળા સાતમ  માટેની વસ્તુઓ   બનાવવાનો  દિવસ છે દિવસે બહેનો  ઘણી  બધી ખાવાની વાનગીઓ  બનાવેછે મોટે ભાગે   બહેનો ચોવીસ  કલાક  સુધી   બગડે  તેવી વસ્તુઓ  બનાવે છે   રાત્રે   રસોઈ  બનાવ્યા પછી અગ્નિ દેવતા ની કુમકુમ   ચોખા થી પૂજા અર્ચન કરી  દીપ પ્રગટાવી પોતાના  પરિવાર  તથા બાળકો ના રક્ષણ    માટે પ્રાર્થના કરે છે વ્રત ધારીઓ રાંધણ છઠ ના  દિવસે  જે બનાવ્યું  હોઈ  તેજ જમે છે

શીતળા   સાતમ    

શ્રાવણ વદ  સાતમ  ને દિવસે મનાવવામાં આવે છે   શીતળા દેવી ના નામ પરથી જાણીતો   તહેવાર  છે શીતળા  માતા ગધેડા  પર  સવાર  હોય  છે। એક હાથ  માં  સાવરણી   અને  બીજા હાથ માં  કળશ  હોય  છે।  નાના  બાળકોના સ્વાસ્થ્ય  માટેની  આ  પૂજા  છે। દરેક  પરણેલી  સ્ત્રીઓ  પોતાના  બાળકોને   શીતળા ના રોગ થી  બચાવવા  આ પૂજા વ્રત  કરે છે। ઠંડા  પાણીથી  સ્નાન  કર્યા  પછી જ  પૂજા કરવામાં  આવેછે। શીતળા  માતા ની  મૂર્તિ  નદી કિનારે અથવા  મંદિર  માં મુકવામાં  આવે  છે તેમને પાણી  અને દૂધ  થી સ્નાન  કરાવવામા  આવે  છે। કુમકુમ   ચોખા  અબીલ ગુલાલ હલ્દી  થી પૂજા  કરવામાં આવે  છે। રૂ  નું વસ્ત્ર  પહેરાવવામા  આવે  છે। પછી પ્રસાદમાં  બાજરાની કુલેર  [બાજરીનો  લોટ   અને ઘી  નો પ્રસાદ   ધરાવાય  છે  શ્રીફળ  વધેરવામાં  આવે છે।  અને  ખોળો પાથરી  માતાને   વિનંતી   કરી    પ્રાર્થના   કરવામાં  આવે  છે  .આવી  માન્યતા  છે  કે શીતળા  માતા  ના  આશીર્વાદ  થી  બાળકો  અને મોટાઓનું  આ  પૂજા થી  રક્ષણ  થાય  છે

જનમાષ્ટમી

જનમાષ્ટમી  એ  સૌથી મોટો  અને  અનેરો  તહેવાર છે। તેને  ગોકુલાષ્ટમી   કૃષ્ણ જયંતી  પણ કહેવામાં  આવે છે   આ  તહેવાર  શ્રીકૃષ્ણ ભગવાન ના  જન્મ  સાથે  જોડાયેલો  છે  શ્રીકૃષ્ણ  ભગવાન નો જન્મ  શ્રાવણ વદ  આઠમ  રાત્રે  બાર વાગે થયો  હોવાનું  માનવામાં   આવે છે  તેથી તેને  જનમાષ્ટમી કે  કૃષ્ણ જયંતી  કહેવાય  છે   અને  આ દિવસે  ગોકુલ માં નંદબાવા  ને ત્યાં  જન્મ  મહોત્સવ ઉલ્લાસપૂર્વક   ઉજવાયો  હતો  તેથી ગોકુલાષ્ટમી   પણ કહેવામાં  આવે છે

,જનમાષ્ટમી  ના દિવસે   દરેક મંદિરો માં  સવાર  થી જ કૃષ્ણ  જન્મ ની  તૈયારી ના ભાગ રૂપે  ચહલ પહલ  થતી જોવા  મળે છે   જાત જાત ના  સુશોભન થી  મંદિરો ના દ્વાર  અરે  સંપૂર્ણ  મંદિર  શણગારવામાં  આવે છે   ફૂલો  આસોપાલવ ના તોરણો થી  વાતાવરણ  નવપલ્લવિત   થઇ જાય છે  દરેક મૂર્તિ ઓ  ને સુંદર પોશાક  આભૂષણો થી  નવાજિત  કરવામાં  આવે છે   જાણે સક્ષાત   શ્રીકૃષ્ણ  ભગવાન  સદેહે  હાજર  ન  હોય   ભજન કીર્તન  શંખનાદ  ના રણકાર  સતત  ચાલતા  જ હોય છે    લાલા  ને  ખુબ જ પ્રિય   માખણ મીસરી  અને  પંચાજીરી  ના  ભોગ  પ્રસાદ  માં  રાખવામાં  આવે છે   લાલા ને  ઝુલાવવા  માટે  પારણું  અત્યંત  સુશોભિત  કરી ને રખાય  છે  એની  ચારે  બાજુ  હાથી ઘોડા  અન્ય  રમકડાઓ  પણ વ્યવસ્થિત  રીતે  ગોઠવાયેલા હોય છે  જેને  જોઈ ને  લાલો  ખુબ જ હરખાઈ   જાય  

પારણા  ઉપર ઘંટડી ઓ પણ  બાંધવામાં  આવી હોય છે જેનો રણકાર  જાણે કહેતો હોય ” આવો  રણકાર  બીજે  ક્યાંય  નથી સંભાળ્યો   આ તો મારા કાના નો સ્મિત  નો રણકાર  ”  વહાલા  કાના ને ઝુલાવવા  રેશમ ની દોરી  પણ  બાંધેલી હોય છે  લાલા  ના આગમન  ની સંપૂર્ણ  તૈયારી ઓ સાથે  મીઠી મીઠી  સુવાસ પ્રસરી રહી હોય છે  વાતાવરણ  આહલાદક  બની રહ્યું  હોય છે અને  બરાબર  રાત ના બાર વાગે ”  નંદ  ઘેર  આનંદ  ભયો  જય  કનૈયા  લાલ કી   હાથી  ઘોડા  પાલખી ”   ના જયઘોષ સાથે  લાલા ની આગમન  થાય  છે  ભક્તો પોતાના  વહાલા  લાલા ને નીરખવા  આતુર  બની જાય છે  અને હર્ષાશ્રુ સાથે તાલી ઓ ના  નાદે લાલા ના દર્શન કરી પોતાની  જાત ને ધન્ય માને છે

ભક્તો ની વિશાળ મેદની  હોવા છતાં શિસ્ત બધ્ધ    રહી લાલા ના પારણા  પાસે  જઈ  તેના  ઓવારણા  લઇ  પારણું  ઝુલાવી   જન્મોજન્મ કાના નો સાથ સંગાથ રહે તેવી  કામના  વ્યક્ત  કરે છે  પછીથી  પંચાજીરી અને માખણ મીસરી  નો પ્રસાદ  લઇ  લાલો  હમેશા  પોતાની સાથે જ છે  એ ભાવ લઇ ઘર તરફ  પ્રયાણ  કરે છે   કેટલાક ભક્તો ઘર માં પણ આ જ રીતે  કૃષ્ણ  જન્મ ની ઉજવણી  કરે છે

જન્માષ્ટમી  ના બીજા દિવસે નંદોત્સવ મનાવવા માં  આવે છે  આને  હાંડી  ઉત્સવ  દહીં  ઉત્સવ અથવા  ગોવિંદા  આલા  ઉત્સવ કહેવામાં  આવે છે  અને આ  વખતે માનવ સ્તંભ  બનાવવામાં  આવે છે  

છેવટે  એક ગોવિંદો   ખુબ જ  ઉચે    માખણ   મીસરી  વગેરેથી  ભરેલી   ;દહીં’ હાંડી   મટુકી ને  દાંડિયા થી ફોડે  છે  બધા  ખેલૈયાઓ ‘ગોવિંદા  આલારે  આલા ‘ની  ચિચિયારી   સાથે મટુકીમાં નો  પ્રસાદ  તથા  મટુકી નાં   ઠીકરાં  નો  પ્રસાદ   પોતે    આરોગે  છે  તથા સર્વ  ભેળાં  થયેલ ભાવિક  ભક્તો  ને આરોગાવે  છે। અને કુમકુમ  નાં  અમી  છાંટા  બધા  પર   વરસાવે  છે।

આ નંદોત્સવ    પાછળ  એક કથા જોડેલી  છે। કે  મથુરા ના  રાજા કંસ ની બહેન  દેવકી નાં  લગ્ન  વસુદેવ  સાથે કરવામા  આવે  છે। ત્યારે આકાશવાણી   થાય  છે। કે  આ  દેવકી  વસુદેવ  નો  આઠમો પુત્ર   તારો  કાળ  બનશે  આ   સાંભળી  લગ્ન  થી  ખુશ થયેલો   ભાઈ  કંસ    ભયભીત   થઈ  જાય  છે। અને  પોતાનાં  બહેન  બનેવી   દેવકી  વસુદેવ  ને કારાગૃહ   માં ધકેલી દે  છે। ચોકી  પહેરા   વચ્ચે રહેલ   આ  બન્નેના  છ   સંતાનો નો  નાશ  કરી  દે  છે  અને સાતમાં  સંતાન  નું  વસુદેવ  ની  બીજી  પત્ની  રોહિણી  ના  ગર્ભ  માં  પ્રત્યારોપણ   કરાય  છે।  જે ‘બલભદ્ર ‘ના  નામે  ગોકુલ  માં  ઉછરે  છે।  હવે  આઠમું  સંતાન  ક્રિષ્ણ ના  જન્મ   સમયે  આકાશવાણી  થાય  છે। કે આ બાળક  ને  વસુદેવ  ના  મિત્ર  નંદ  ને ત્યાં  મૂકી  આવવો।  અને  તેને  ત્યાં જન્મેલી  પુત્રી  યોગમાયા  ને    કારાગૃહ  માં    લઇ  આવવી। આ  વખતે ચમત્કારથી બેડી ઓ તૂટી જાય છે બધા  દ્વાર  આપોઆપ  ખુલી જાય છે , દ્વારપાળો  ગાઢ નિંદ્રા  માં સરી જાય છે  અંધારી રાતે વાસુદેવ  ટોપલા  માં શ્રીકૃષ્ણ ને  મૂકી  યમુના  નદી  પાર  કરી નંદ  ને ત્યાં  જવા  નીકળે  છે,  ટોપલા  ઉપર  બલરામ નાગ ની ફેણ  સ્વરૂપે વરસાદ થી  રક્ષણ  કરે છે અને  કૃષ્ણ ના અંગુઠા નો સ્પર્શ  યમુના મૈયા ને થતા  ગોકુલ જવાનો માર્ગ  સરળ  બનાવી આપે છે  ત્યાં પંહોચી  ઊંઘતા  જસોદા  માતા પાસે  લાલા  ને મૂકી ત્યાં થી પુત્રી  યોગમાયા  ને લઇ  વાસુદેવ  કારાગૃહ માં  યથા સ્થાને  પંહોચી જાય  છે.આપોઆપ   દ્વાર  બંધ થઇ જાય છે  પછી જ  દ્વારપાળો  બાળક ના રુદન નો આવાજ સાંભળી  ને  કંસ  ને  જાણ  કરે  છે,  કંસ  બાળકી ને જોઈ દ્વિધા  અનુભવે છે।, છેવટે  પત્થર  સાથે  અફાડે છે  ત્યાં તો જોગમાયા  માતાજી  રૂપ  લઇ આકાશ  માર્ગે  ચાલી નીકળે  છે અને  આકાશવાણી  થાય છે,  ” તારો  કાળ  આઠમો  પુત્ર  તો ગોકુલ માં જન્મી  ચુક્યો છે,

આ છે  જન્માષ્ટમી  ની  આધ્યાત્મિક  વાર્તા

બીજી બાજુ  બીજે દિવસે  નંદ રાજા  જશોદા  પાસે  પુત્ર  રત્ન  જોઈ  ભાવવિભોર  થઇ જાય છે ,બધા  ગોકુલ વાસી  ઓ ભેગા  મળી  નંદોત્સવ  ઉજવે છે  તેજ  આ  ઉત્સવ  

પાંચ  હઝાર  વર્ષો પહેલાની  આ સત્ય  હકીકત  ને સાકાર  કરવાનો ઉત્સવ  તે  જન્માષ્ટમી  

આ દિવસે  લગભગ  ભારત નો દરેક ભક્ત  આખો દિવસ  કૃષ્ણ  પૂજા  ધર્મ ધ્યાન  ભક્તિ  ભજન  કરે  છે  ઉપવાસ  રાખે છે અને રાત્રે  બાર વાગે  ભગવાન  ના દર્શન કરી  પોતાની જાત ને પ્રભુ સમક્ષ  પ્રભુમય  પામી ધન્યતા  અનુભવે છે , આ ઉત્સવ સમગ્ર  ભારત માં  એક યા  બીજી રીતે  ઉજવી ને   પાંચ હજાર  વર્ષ   પહેલા  ના કૃષ્ણ જન્મ  ની તાદ્રશ્ય  અનુભૂતિ  માણે છે

                                   કૃષ્ણ  કનૈયા  લાલ  કી  જય

જયા  ઉપાધ્યાય  

408945 1717

શ્રી કૃષ્ણાવતાર

krishna

 શ્રીકૃષ્ણનું જીવન પ્રેરણાદાયી છે, તેમના જીવનમાંથી આપણને શુભવિચારો સાંપડે છે, જે આપણા સૌના જીવનને પ્રકાશિત કરે.જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભગવાન શ્રીકૃષ્ણ સૌને આશીર્વાદ આપે તેવી હૃદયપૂર્વકશુભેચ્છા

મારા વ્હાલા વાચકોને આજના પવિત્ર દિવસે ખુબ ખુબ શુભેચ્છાઓ !! આવનારી દરેક પળ આપ સૌને માટે શુભવંતી,મઈ,માખણ, મીસરી અને પંજરી થી ભરપુર અને વેર,ઈર્ષ્યા,ક્રોધ,રૂપી કંસનું નિકંદન થાય એજ અભ્યર્થના. ..

નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલકી,

હાથી ઘોડા પાલકી,   જય કનૈયાલાલકી.

શ્રી કૃષ્ણ

દેવ દાનવની સૃષ્ટિમાં અમૃત પીવા થઇ તકરાર

અંતે શ્રી કૃષ્ણએ ધર્યો વિશ્વ મોહિનીનો અવતાર.

કંસરૂપી’ હણ્યો દાનવ-માનવનો ‘અહંકાર’

માનવ જગમાં થયો કૃષ્ણનો જય જયકાર

.

મિત્રો 

 કલ્પના બેનની  અનુભૂતિનો અહેસાસ માણ્યા  પછી પદ્મા માસીની આ કવિતા માણો એ પહેલા  દીપક કાશીપુરિયા  ની વાત સમજી લઈએ કે અવતાર એટલે શું? …દર વર્ષે કૃષ્ણ જન્મ ઉજવીએ તો છીએ પરંતુ ગીતાનો ચોથો અધ્યાય ને સમજી લેશું તો પ્રભુ ના દર્શન જરૂર થશે 

ગીતાના ચોથા  અધ્યાયમાં ૪૨ શ્લોક છે. તેમાં ૪૧ શ્લોકો માત્ર ‘ભગવાનુંવાચ’ ના છે.

જ્યારે માત્ર ૧  શ્લોક જ ‘અર્જુન ઉવાચ’ નો છે. અર્જુને આ એક જ પ્રશ્નમાં ‘અવતાર’ વિશે જિજ્ઞાસા  વ્યક્ત કરી છે.

શ્રીકૃષ્ણ ભગવાન અર્જુનને અવતાર વિશે જણાવતાં કહે છે: ‘અલૌકિક તત્વ  જગતમાં આવીને પોતાની તેજસ્વિતાથી, પોતાની શક્તિથી, પોતાની સત્તાથી,  વાણી-વર્તન-વ્યવહારથી તથા સદાચારથી મનુષ્યોને માર્ગદર્શન આપે છે એને ‘અવતાર’  કહેવાય.’

‘અવતાર’ શબ્દ ‘અવરોહણ’ પરથી બન્યો છે. અવરોહણ એટલે ઉપરથી અને અવતરણ એટલે  નીચે. ઉપરથી નીચે એટલે અવરોહણ-અવતાર
-શ્રીકૃષ્ણ ભગવાન અવતારી પરમાત્મા છે.

તેઓ બ્રહ્નાંડમાંથી-પૃથ્વી પર ઉપરથી-નીચે  આવ્યા-અવતર્યા એટલે અવતાર ધારણ કર્યો.

ભગવાન કહે છે: ‘જોકે હું આ જન્મ છું અને મારો  દિવ્ય દેહ કદી નાશ પામતો નથી.

હું સર્વ જીવોનો સ્વામી છું છતાં દરેક યુગમાં મારા  દિવ્ય મૂળ રૂપમાં પ્રગટ થાઉં છું.

’અવતાર વિશે આટલું જાણીએ તો પણ પર્યાપ્ત છે.

શ્રી કૃષ્ણ

દેવ દાનવની સૃષ્ટિમાં અમૃત પીવા થઇ તકરાર

અંતે શ્રી કૃષ્ણએ ધર્યો વિશ્વ મોહિનીનો અવતાર

કાળ યવન અને જરાસંઘના યુધ્ધમાં થયો  મહાસંહાર

શ્રી કૃષ્ણએ કરી અદ્ધવીતિય દ્વારિકાપૂરી સમુદ્રમાં તૈયાર

દ્વારકાધીશ કહેવાયા પ્રભુજી, ભોમાસુરનો કર્યો સંહાર

કૌરવ પાંડવનુ મહા  યુદ્ધ નિવારવા બન્યા વિષ્ટિકાર

મિત્ર સખા અર્જુનને કહી સંભળાવ્યો સપૂર્ણ ગીતાસાર

નિષ્કામ કર્મ કરે જા તું  સખા, કોઈ ફળની આશ વગર

ના માન્યો ક્રોધી  દુર્યોધન યુધ્ધમાં થયો મોટો સંહાર

પાંડવ યુદ્ધ જીત્યા, પણ સંતાન ગુમાવ્યાનું દુઃખ અપાર

દ્રૌપદીના સંતાનના શિષ વાઢનારનુ શીર લાવીશ નિર્ધાર

ક્ષમા દીધી ગુરૂપુત્ર અશ્વત્થામાને, મણી લઇ લીધો સત્વર

-પદ્માબેન કનુભાઈ શાહ-

“નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી.”

સરનામુ

મિત્રો
દાવડા સાહેબ કહે છે ભગવાન શું કામ જન્મ લે તો કલ્પનાબેન પણ સરખો જ સવાલ કરે છે કે પ્રભુ દરવર્ષે તો જન્મ લે છે તો તું છે ક્યા। .?
હું નાની હતી ત્યારે એક ભજન ખુબ ગાતી  હતી। ….
શોધું છું ભગવાન પ્રભુજી શોધું છું  ભગવાન
મારે નથી ધરવું ધ્યાન પ્રભુજી શોધું છું  ભગવાન 
આગળની પંક્તિ ખુબ સરસ છે 
પથ્થર ના મદિર બનાવ્યા 
પથ્થર ના ભગવાન 
બન્યા પુજારી પથ્થર  દિલના 
માટે જડ્યા કદી ન ભગવાન 
કૃષ્ણાવતારને પૂર્ણાવતાર કહે છે, કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ કહે છે.
કારણ કે જન્મથી માંડીને દેહનો ત્યાગ કરતાં સુધી એમના જીવનમાં જે દિવ્યતા પ્રકાશી ઊઠી છે,
જે પ્રભુત્વ પ્રગટ થયું છે તે બીજા કોઈ માનવ-અવતારમાં થયું નથી 
આજ સુધીમાં ભગવાનના જે કોઈ અવતારો થયા છે તેમાં ભગવાન કૃષ્ણનો જન્મ અપૂર્વ છે
 એમના જન્મથી લઈને એમના દેહત્યાગ સુધી, એમના નિર્વાણ સુધી, એક એક પગલે આપણને જીવન જીવવાનો ભવ્ય સંદેશો મળ્યો છે.

મિત્રો  તો એ મારો ભજન નો સવાલ હોય,
કે દાવડા સાહેબની ફરિયાદ ,
કે કલ્પના બેનની મુજવણ
એ બધાનો જવાબ કલ્પના બેનની કવિતામાં એક  પંક્તિમાં આવી જાય છે કે
પ્રભુ તું અંદર અને હું શોધુ બહાર !
તો મિત્રો માણો આ કવિતા
અને” બોલો હાથી ઘોડા પાલખી, જય કનૈયાલાલકી” 

સરનામુ

મને જોઇએ તારું સરનામુ,

આજુ-બાજુ, અંદર-બહાર,

શોધુ ચારેબાજુ  તુજને . . .

સાગર જળમાં ઉંડે ઉંડે,

ક્ષિતિજની પણ પેલે પાર,

શોધુ ચારેબાજુ  તુજને . . .

ઉત્તર-દક્ષિણ, પૂર્વ-પશ્ચિમ,

ધરા, કંદરા, ડુંગર ઉપર,

શોધુ સર્વ જગતમાં તુજને . . .

પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશે,

મુજમાં, સર્વ જનોના હૈયે,

શોધુ ચારેબાજુ  તુજને . . .

આકાશવાણીથી જાણ્યું મેં,

શ્રાવણ વદ આઠમની મધરાતે,

વાસુદેવ-દેવકીથી જન્મીને,

તુ નંદ-યશોદા ઘેર પહોચે છે,

એ છે, તારું સરનામુ . . .

કાનુડા, એ છે, તારું સરનામુ.

હું પણ કેવી ગાંડી ઘેલી !

કસ્તુરી મૃગલાની જેમ,

તું અંદર અને હું શોધુ બહાર !

મને મળી ગયું તારું સરનામું.

નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલકી . . .

હાથી ઘોડા પાલખી, જય કનૈયાલાલકી . . .

કલ્પના રઘુ

“નથીજન્મલેવો”- -પી. કે. દાવડા

 મિત્રો 
જન્માષ્ટમી આવે એટલે કૃષ્ણ જન્મ ની વાત આવે જ આપણે દરવર્ષે કૃષ્ણ જન્મ ઉજવી પ્રભુ ની વધામણી આપીએ। . તો સવાલ અહી એ છે કે 
 સામાન્ય માણસનો જન્મ, ભગવાનનો અવતાર એ બેમાં શું ફેર છે ? મનુષ્યનો જન્મ કહેવાય, ભગવાનનો અવતાર કહેવાય. અવતાર એટલે અવતૃ – નીચે આવતું તે. ઊંચા ક્ષેત્રમાંથી નીચે અવતરવું, તેને અવતાર કહે છે.ભગવાન કૃષ્ણના જન્મમાં અને સામાન્ય મનુષ્યમાં ભેદ એ છે કે મનુષ્ય કર્મબંધનથી જન્મ લે છે અને ભગવાન સ્વેચ્છાથી, લોકોના કલ્યાણને માટે, જ્યારે આ પૃથ્વીમાં ઋતનો ભંગ થાય છે, વિશ્વનિયમનો ભંગ થાય છે, અનાચાર વધી જાય છે, અસુરો પ્રબળ બને છે ત્યારે એ પરમાત્મશક્તિ ઋતની સ્થાપના માટે, સત્યના ઉત્કર્ષ માટે અવતાર ધારણ કરે છે. ભગવાને પોતે જ ગીતામાં કહ્યું છે.
યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત | અભ્યુત્થાનધર્મસ્ય તદાડડત્માનં સૃજામ્યહમ ||
‘જ્યારે જ્યારે , અધર્મનું જોર વધી જાય છે ત્યારે હું સ્વેચ્છાથી અવતાર ધારણ કરું છું.’..
અશ્રદ્ધાના યુગમાં પણ એક જ આશા છે, કૃષ્ણ પોતાનું વચન નિભાવીને આ યુગમાં પણ ફરી અવતરશે..પરંતુ આપણા દાવડા સાહેબ તો કૈક જુદી જ  વાત કહે છે  ….આમ જોવા જઈએ તો એમની વાત સાચી પણ છે, કૃષ્ણ  દર જન્માષ્ટમીએ જન્મે તો છે પણ કાનુડો દેખાતો નથી ..

વચન આપ્યા છતાં કૃષ્ણ શા માટે જન્મ લેતા નથી?
 

“નથીજન્મલેવો”

(ઢાળઃપુરીએકઅંધેરીનેગંડુરાજા)

 

કહે   કૃષ્ણ   મારે  નથીજન્મલેવો,

નથીઆજગીતાતણોપાઠકહેવો.

હવે   ચોરવા   માખણ ક્યાંવધ્યુંછે

ઈજારોબધોઅમૂલને દઈદીધોછે

હવે   ગોપીઓને   બંસી  જગાવે,

હવે  સેલ  ફોનો  તણાં   સાદઆવે.

હવે  ગોપીઓ   રોજ   કોલેજ   જાતી,

નવાકાશોધી   નવાગીતગાતી.

હવે     ચૂંટણીમા   લડે   કંસ   જાજા,

લડે  ચૂંટણીઓ  મૂકી   સર્વ   માજા.

હવે     પાંડવો   કૌરવો   એક   ખૂંટે,

લડે   ચૂંટણી  ને  પછી  રાજ  લૂંટે.

કહો આજ  મારૂં  અહીં  કામશુંછે?

કયાં ધર્મરાજા? અર્જુનક્યાંછે?

              –પી. કે. દાવડા

 

મિત્રો આવીજ બીજી સરસ મજાની કવિતા કાલે કૃષ્ણ જન્મની, કલ્પના બેનની કવિતા જરૂર વાંચજો 


 

 
 

.