જુઓ વર્લ્ડ કપની વેળા થઈ

મિત્રો ,
જેમ આપણી ગુજરાતી ભાષા આપણુ ગૌરવ છે તેમ cricket  પણ આપણુ ગૌરવ છે .. તો મિત્રો આજે એક  સુંદર કવિતા લાવી છું ..સ્વપ્ન જેસરવાકર   ( ગોવિંદ પટેલ )ની ..વાંચીને ચોગ્ગા છગ્ગા  મારવાનું મન થશે . અને હા દઈ,ભઇ,કઈ ,લઇ ,જઇ ,થઇ નો પ્રાસ એટલો સુંદર બેસાડ્યો છે કે આપને પણ જોડાવાનું મન થાય .. 

રાણી  રાજના એ બધા કંઈ, બતાવી દો બધા એક થઇ

બાપુની દાંડીએ નાસ્યા ગઈ,ખેરવજો એમની  દાંડી અંઈ..

આવી સુરાતન ચડે એવી પંક્તિ  વાંચી વર્લ્ડ કપને જીતી ને લાવવાનું જોમ ચડ્યા વગર ન  જ રહે …તો ચાલો વર્લ્ડ કપને કવિતામાં માણીએ. અને શબ્દોથી ચોગ્ગા છગ્ગામારતા આપણાં કવિને comment  થી આપણાં બ્લોગ પર વધાવી એ ….

જુઓ વર્લ્ડ કપની વેળા થઈ, જાગોને મારા ધોની ભઈ

થાકનાં બહાનાં  ચાલશે નંઈ, જાગોને મારા ધોની ભઈ

હાથમાં બેટ બોલ  લઇ, ફરકાવો પતાકા ભારતની ભઈ

મામા માસીના સામે છે ભઈ એમને પટકો હાર જ દઈ

રાણી  રાજના એ બધા કંઈ, બતાવી દો બધા એક થઇ

બાપુની દાંડીએ નાસ્યા ગઈ,ખેરવજો એમની  દાંડી અંઈ

બન્ટી બબલીના સહોદર સઈ, રોજ કનડતા અમને રઈ

રોજ ફોલી ખાતા ઉંદર   થઇ, બતાવો એમની જગા કંઈ

ત્રિરંગાના તણખા વેરો અંઈ,ચોગ્ગા છગ્ગા કેરી ચોટ દઈ

ખુબ કમાયા છો ભારત મંઈ ,કરજ ચુકવવાની વેળા  થઇ

ત્યાસીના વર્ષને દોહરાવો  અંઈ, અગિયારનું  યાદગાર ભઈ

અબાલ વૃદ્ધની એક ઈચ્છા અંઈ, લાવો વર્લ્ડ કપને જીતી જઈ