Tag Archives: ગીતા પંડ્યા
તરુલતાબેન મહેતા વાર્તા સ્પર્ધા -(10) ખજાનો-ગીતા પંડ્યા
ગીતાબેન પંડ્યા નું બેઠકમાં સ્વાગત છે.મિત્રો એમની વાર્તા વાંચી આપણા અભિપ્રાય જરૂર આપશો.
૮ વર્ષ ની માલતી ના શોખ માં નૃત્ય ,ચિત્રકલા,ગાયન ,રમતગમત અને વાર્તા વાંચવી ખુબજ ગમતી ,ભણવા માટે બિલકુલ સમય નહતો , એટલે તોમાલતી ભણવામાં ઢબુ નો ઢ હતી, માલતી ને પોતાને હુંમેશા પ્રશ્ન રહેતો કે બધા પરીક્ષા માં કેમ પહેલો નંબર લાવતા હશે? મારી પાસેતો ભણવાનો સમય જ નથી! ભણવા માટે ધ્યાન થી ભણવું પડે અને એ ધ્યાન ક્યાંથી લાવું? સમય જ નથી. માલતીને ચિત્રવાર્તા ,મોટા અક્ષરો વાળી વાર્તા, પરીઓ,રાજા રાણી ની વાર્તા , ધાર્મિક વાર્તા , વગેરે ચિત્રવાર્તા વાંચવી બહુજ ગમતી।
માલતી ની એક બહેનપણી મીતા, માલતી ની જ સોસાયટી માં રહેતી હતી, તેને અને માલતીને ખુબજ બનતું હતું। મીતા ત્રણ બહેનો માં સૌ થી નાની હતી
મીતા પછી એક નાનો ભાઈ હતો ટીકુ, માલતી પણ ઘરમાં સૌ થી નાનું સંતાન હતું।
આ મીતા અને માલતી અને બીજી બહેન પાણી ઓ વાર્તાની ચોપડીઓ ની લેન દેન કરી ને વાંચતા, સમયસર એક બીજાને આપી પણ દેતા। આમ કરતા કરતા માલતી નો શીખ બેવડાયો,ત્રણગણો થયો, અને અસીમ થઇ ગયો.”લત લાગી ગઈ” માલતી ને દરરોજ ની ચોપડી વાંચ્યા વગર મજા આવતી ના હતી.
માલતી નવી વાર્તાની ચોપડી ને જોતી એટલે જાણે “ભૂખી ગાય જેમ લીલા ઘાસ પર ખાવા તૂટી પડે એમ માલતી ચોપડીના અક્ષરો શાબ્દો ઉપર વાંચવા તૂટી પડતી , શાળા ની પાક્કી પરીક્ષા હોઈ તો પણ શું? માલતી ભણવાની ચોપડી વચ્ચે વાર્તાની ચોપડી મૂકીને વંચાતી અને પછીભણવાની ચોપડી વંચાતી।
માલતી પરીક્ષામાં હંમેશા ચડાવ પાસ થતી। માલતી માટે તે પૂરતું હતું।
મીતા ના મમ્મી ગુણીબેન બધી છોકરીઓ ને મદદ કરતા। તેને અમને કયું કે ” તમે લોકો બધાઈ પોતપોતાના ઘરે થી જૂની વાંચેલી ચોપડી ઓ ભેગી કરો અને હું તમને મારી જૂની પતરા ની ચાર પેટી છે તે ભેટ આપું છું જે તમે મારી અગાશી માં મુકજો, મને વાંધો નથી અગાશી ની સીડી તો બહાર જ છે, ફક્ત મારી શરત છે તમારા લોકો જોડે કે ધીમા પગલે ચડજો ઉતારજો। અને અવાજ ના કરતા, અને દર મહિને બે રૂપિયા બધા લેતા આવજો જેની આપણે નવી વાર્તાની ચોપડી ખરીદશું, આ રીતે આપણી ચોપડી ઓ નું ભંડોળ ઉભું થશે.અને બીજી સોસાયટી વાળા બાળકો ને 50 પૈસા માં મહિનાની ચોપડી વાંચવા દેશું।
માલતી ,મીતા અને તેની બધી બહેન્પણીઓ નાચવા અને કુદકા મારવા લાગી ગઈ, ત્યારેતો માલતીએ બધા વચ્ચે ખુશી બતાવી , તેનું નાનું મગજ ચિતા માં પડી ગયું , તે પોતાની જાત ને પ્રશ્ન પૂછવા લાગી કે હવે શું કરું? દરમાહિને બે રૂપિયા? ઘર માની જૂની વાંચેલી વાર્તા ની ચોપડીઓ,? બંને વસ્તુ અશક્ય હતી? કારણ માલતી ના ઘર ની અતિ સામાન્ય પરિસ્થિતિ હતી, તેથી ઘર માં વાર્તાની ચોપડીઓજ ન હતી, તે તો તેની બહેન પાણી ની વાર્તાની ચોપડીઓ માંગીને વંચાતી અને સમયસર પરત કરી દેતી, અને સાથે સાથે પૂઠું ચડાવી ને આપતી, બધા માલતી ને હોંશે હોંશે ચોપડી વાંચવા આપતા। અને પિતાશ્રી પાસે બે રૂપિયા માંગવા ની માલતી માં હિમ્મત જ ના હતી , અરે શાળા ની ૫ રૂપિયા ફી પણ પિતાશ્રી ત્રણ વાર માંગતી ત્યારે માસ્ટર ની શિક્ષા સહી લીધા પછી ૭ મી ૮ મી તારીખે આપતા। તો જો બે રૂપિયા ની માંગણી કરેને તો એવા શબ્દોની તૈયારી રાખવી પડે કે ” ના આપણે એવો ધંધો કરવો નથી , ભણવા બેસો,ભણવાના ચોપડા વાંચો, બબે વિષય માં તો નાપાસ થાવ છો ” વગેરે વગેરે।
માલતી માટે કઠણ દિવસો ચાલી રહ્યા હતા , આવતા મહિના થી પેલા ૨ રૂપિયા ચાલુ થઈ જવાના હતા , જો માલતી નહીં ભારે તોબંધી બહેનપણી ઓ માં બધાને ખબર પડી જશે। કે માલતીની બે રૂપિયા આપવાની પણ પરિસ્થિતિ નથી ,
માલતી પોતાની જાત ને કહેતી હતી કે સરસ તક આવેલી ગુમાવવી પડશે। શું કરું? હે ભગવાન શું કરું ? કૈક રસ્તો બતાવ।
ત્યાંજ તેમે સામે આવેલું રામસાહેબ નું ઘર દેખાયું , માલતી વિલંબ કર્યા વગર રામસાહેબ ને ઘરે દોડી ,અને જરૂરત કરતા વધારે મીઠા અવાજ થી અને સિસ્ટાચાર થી રામસાહેબ અને ભગવતી બેન ને કહેવા લાગી ” કેમ છો માસી।.માશસી તમને આ સાડી બહુજ સરસ લાગેછે, સર મારો ભાઈ કેતો હતો કે રામસાહેબ બહુજ સરસ ભણાવે છે। રામસાહેબ કોમર્સ કોલેજ ના પ્રોફેસર હતા,જયારે તેમના પત્ની ભગવતી બેન ઘરે ઘરકામ કરતા।
તેઓ ને એક દીકરો પ્રતીક હતો જે માલતી થી ઘણોજ નાનો પાંચ વર્ષ નો હતો.
પણ તે દરમ્યાન પ્રતીક રડતો હતો,અને રામસાહેબ અને ભગવતી બહેન ખુબજ ઉતાવળ માં હતા. જાણે હું ગઈ અને તેઓને રાહત થઈ, મેં તે બંને ને પૂછય કે તમને કઈ મદદ કરવું કારણ માલતીને ખબર હતી કે રામસાહેબ પ્રતીક માટે બહુજ સરસ સરસ વાર્તાની ચોપડી લાવતા હતા.
તુરતજ રામસાહેબ બોલ્યા કે” માલતી! મારો આ ચોપડી નો કબાટ અને આ ટેબલ સાફ કરી દેશે।” ત્યાંજ ભગવતી બેન બોલ્યા કે ના“માલતી , પહેલા આ પ્રતીક જોડે રમ કે તેને છાનો રાખ.”
માલતી એ પ્રતીક ને મીઠા મીઠા કાલા કાલા અવાજે પટાવવાનુ શરૂ કરી દીધું અને ધીમે રહીને ઝાપટિયું લઈને ચોપડી, કબાટ,ટેબલ, સાફ કરવાનું શરૂ કરી દીધું।
પ્રતીક ને મજા આવવા લાગી તે પણ માલતી પાસેથી ઝાપટિયું ખૂંચવી લઈ ને જ્યાં ને ત્યાં ઝાપટવા લાગી ગયો , અને પ્રતીક નું રડવા નું ક્યાં જતું રહ્યું એ ખબર જ ના પડી,
માલતી એ ચોપડીના કદ , વજન,આકાર, પ્રમાણે ચોપડી ઓ ને એવીતો સુંદર રીતે ગોઠવી દીધી અને આ બધું કરતા માલતી ને બે કલાક થયાં।
માલતી ઓરડા માંથી પ્રતીક ને લઈ ને બહાર આવી અને રામસાહેબ અને ભગવતી બહેન જે કહેવા લાગી કે “સાહેબ તમારો ઓરડો ચોખ્ખો ચટ , ટનાટન , કરી દીધો છે. હજુ કઈ બાકી હોઈ તો બોલો?
“માલતી નું બોલવું એટલે ભલભલા લપેટ માં આવીજાય ” આટલી બધી માલતીની મીઠી જીભ હતી.
રામસાહેબ માલતી અને પ્રતિક જોડે ઓરડામાં ગયા, અને અવાક થઈ ગયા, તેને ભગવતી બહેન ને અવાજ દીધો। અને કીધું કે” ભગવતી અંદર આવ ,જો આ છોકરી એ શું કર્યું છે.?
હવે માલતી ગભરાઈ અને કૈક ખોટું થયાનો ધ્રાસ્કો પડ્યો , તેનું શરીર કંપવા લાગ્યું,
ત્યાંજ રામસાહેબ ભગવતી બહેન ને કહેતા સંભળાયા ,
“જો તો ખરી આ નાની અમથી છોકરી ની સુજ્બુજ ,મારી અને પ્રતીક ની ચોપડીઓ કેવી કલાત્મક રીતે ગોઠવી છે? અને આ ઓરડો તો જો! એક રજકણ નથી, ચોખ્ખો ચણાંક છે, અરે આ છોકરી ના હાથ માં તો જાદુ છે?’
ભગવતી બહેન બોલ્યા કે ” વાહ છોકરી વાહ,આજે તો તે સાહેબ ને ખુશ કરી દીધા હો “
“મોરના ઈંડાને ચીતરવા ના પડે“
અને બીજીજ ક્ષણે રામ સાહેબ બોલ્યા કે ” માલતી , આ નીચેના ખાનાની બધી ચોપડીઓ તારી, તને મારા તરફ થી ભેટ, અને હા હવે દર મહિને તારે મને સાફસૂફી માં મદદ કરવાની છે, લે આ ત્રણ રૂપિયા , જે હું તને દર મહિને વિશેષ ભેટ આપીશ, જા ખુશ થા , લહેર કર , આનંદ કર,
માલતી દિગમૂઢ થઈ ગઈ। માલતી ને મન આ ભગવાનને કરેલો ચમત્કાર હતો પણ બીજીજ ક્ષણે ખુશીની મારી ત્રણ રૂપિયા સાથે કુદકા મારવા લાગી ગઈ.
માલતી ને તો આજ ખજાનો મળી ગયો.
અસ્તુ
લેખિકા
ગીતા પંડ્યા