અમને વહાલી ગુજરાતી-ગિરીશ પરીખ

 

મિત્રો ,
આજે વિશ્વ માતૃ ભાષા ની ઉજવણીમાં ચાલો  એ સરસ મજાની કવિતા માણીયે.. આ કવિતાના  કવિ નો  પરિચય  તેમની પોતાનું લખાણ અને કવિતા છે.. ગિરીશ પરીખ ગુજરાતી અને અંગ્રેજીમાં લખતા સ્વતંત્ર લેખક અને પત્રકાર છે  એમની ગુજરાતી કૃતિઓ અમેરિકામાંથી પ્રગટ થતાં “સંદેશ”, “ગુજરાત ટાઈમ્સ”, “ગુજરાત સમાચાર”, “ગુજરાત દર્પણ”, “ગુર્જરી ડાઈજેસ્ટ”, “ગુંજન”, “અમેરિકન ગુજરાત”, વગેરે સમયિકોમાં પ્રગટ થઈ છે…..

મિત્રો આજની એમની કવિતામાં  એક ગુજરાતી તરીકે એમનો પરિચય કરશું ….ગીરીશભાઈએ  એમની કવિતામાં ગુજરાતી ભાષા માટે ખુબ જ સરસ શબ્દ પ્રયોગ કર્યો છે

અને તે છે ….માબોલી ગુજરાતી…માતૃભાષા માટે  કેટલી નિકટતા ..એક શબ્દ પ્રેમ અને ગૌરવ અને મારપણાં    અહેસાસ કરાવે છે ..  ગિરિશભાઈ એ હદય  થી ત્વરિત ઉભરતા વિચારોને શબ્દો થી સજાવ્યા વગર સરળ રીતે રજુ કર્યાં છે..સહજ રીતે બોલવાની ભાષામાં  નીકળેલાં શબ્દો એજ  એમની ખૂબી  છે  અને એજ  આપણી માત્રુ ભાષા ..

 

અમને વહાલી ગુજરાતી

છે માબોલી ગુજરાતી
અમને વહાલી ગુજરાતી
હેમચંદ્રની ગુજરાતી
નરસિંહ મીરાંની ગુજરાતી
વીર નર્મદની ગુજરાતી
ગાંધીગીરા છે ગુજરાતી
સહુ કોઇની ગુજરાતી
ધન્ય ધન્ય છે ગુજરાતી
સમજીએ સહુ ગુજરાતી
બોલીએ સહુ ગુજરાતી
વાંચીએ સહુ ગુજરાતી
લખીએ સહુ ગુજરાતી
છે માબોલી ગુજરાતી
અમને વહાલી ગુજરાતી.
માબોલી: માતૃભાષા

(ગિરીશ પરીખ મોડેસ્ટો, કેલિફોર્નિયામાં વસતા સ્વતંત્ર લેખક અને પત્રકાર છે.

એમનું પુસ્તક આદિલના શેરોનો આનંદઃ

આદિલ મન્સૂરીના ૭૨ શેરો અને એમના વિશે રસમય વાંચન મે ૧૮, ૨૦૧૧, આદિલના ૭૫મા જ્ન્મદિને પ્રગટ થશે.

E-mail: girish116@yahoo.com . Blog: www.girishparikh.wordpress.com .)