નવા વર્ષની દરેક સર્જકને ભેટ

new year gift

મિત્રો ,

નવા વર્ષની શુભ કામના ,

આપણે સૌ જાણીએ છીએ નવા વર્ષની શુભેચ્છા માત્ર એક દિવસ માટે નથી હોતી પરંતુ સમગ્ર વર્ષ આપણને લાગુ પડે છે. સમય બદલાય છે કેલેન્ડર અને તારીખ્યા સાથે આપણા જીવનની દરેક ક્ષણ પણ બદલાય  છે અને નવી ક્ષણો આવે છે  હા આ ફૂલની માફક જીવન પણ ખીલે છે અને મુરજાય છે પણ દરેક ક્ષણમાં એવું કૈક હોય છે જે મધથી પણ મધુર છે તો મિત્રો આ નવા વર્ષે આવતી નવી ક્ષણોને આપ સૌ ભમરા બનીને માપો, તમારા બાહ્ય અને આંતરજગતને નવું વર્ષ ઉત્સાહ,આનંદ અને શક્તિથી થનગનતું રાખે.તમારી શબ્દોનું સર્જન કરવાની કળા ખૂબ ખીલે, તમે સહિયારું સર્જન કરી નિર્દોષ આનંદ મેળવતા ભાષાનું સંવર્ધન કરો, ભાષાનું સંવર્ધન લખવાથી થાય છે,જુના સાહિત્યમાં નવું ઉમેરવું જરૂરી છે વાંચન સાથે સર્જન થાય તો જ ભાષા કેળવાય અને ટકે,ભૂલતા નહિ તમારી કલમમાં આલેખેલા શબ્દોને જીવતા કરવાની તાકાત છે. તમારાં સર્જનના મહેકતા પુષ્પોથી વાચકનું મન પણ સુગંધિત થઈ જાય . “બેઠકમાં”  કે “સહિયારા સર્જનના” વિષયને પડકાર તરીકે ન લેતા, પણ એને તમારી કલમ અને વિચારો થકી શણગારો, તમારામાં સ્થપાયેલા સંસ્કારો કલમ દ્વારા બીજામાં સંચિત થાય, તોજ નવા વર્ષેનો  સુરજ ઉગે  અને નવી સવારનો જન્મ થાય જેમાં આપણે સૌ આપણા ધ્યેય થી ડહોળાઈ ન જઈએ અને લખતા રહીએ  અને બધાનું જીવન ભર્યુંભાદર્યું અને હર્ષોલ્લાસ  થી છલકાય, આપ સૌના લખવાના પ્રયત્ન માટે સંતોષના ઓડકાર ખાઓ એથી વિશેષ નવા વર્ષની  શું શુભેચ્છા આપીએ!

 વિજય શાહ ,પ્રજ્ઞા દાદભવાળા,પ્રવિણા અવિનાશ કડકિયા,હેમાબેન પટેલ ,કિરણ ઠાકર  

“બેઠક”  એજ “સહિયારું સર્જન”