અહેવાલ :સર્જક અને સર્જન -વક્તા -ઉષાબેન ઉપાધ્યાય

16195270_10154960529544347_1340404271011511011_n

 

 

 

16195256_10154960529669347_9006331691241763645_n

 

 

 

16194919_10154960529899347_7353296549998697670_n

 

 

 

 

 

 

 

 

 

16143057_10154943963144347_1727798746223851185_n

 

manisha

 

 

 

 

 

 

કેલિફોર્નિયા મીલ્પીટાસ, ઇન્ડિયા કોમ્યુનિટી સેન્ટર ખાતે “બેઠક”માં તારીખ 27મી જાન્યુઆરી 2017ના એક અનોખી સાંજ સર્જકોએ એક સર્જક સાથે માણી.

ભારતથી આવેલ ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદના ગુજરાતી ડીપાર્ટમેન્ટમા પ્રોફેસર અને અધ્યક્ષ માનનીય શ્રી પ્રો ડૉ ઉષા ઉપાધ્યાય બેઠકમાં આવ્યા,સંશોધન સર્જનાત્મક, સાહિત્ય સંપાદનો એમનો રસનો વિષય છે. હું અહીં ડાયોસ્પરા લેખન માટે સંશોધન કરવા આવી છું, વિદ્યાપીઠ મારા માટે તીર્થ છે નાનપણથી મારો શબ્દ સાથે ખુબ નાતો રહ્યો છે. એમ વાત થી શરૂઆત કરતા કહ્યું કે પુસ્તકે મારા જીવનમાં ખુબ મહત્વનો ભાગ ભજવ્યો અને મને યોગ્ય વાતાવરણ દેવા માટે મારા મા બાપની ઋણી છું.હું  છઠ્ઠા ધોરણમાં હતી ત્યારે  હોમર ના મહાકાવ્ય “ઇલીયડ” નો ગુજરાતી અનુવાદ વાંચવાનો મોકો મળ્યો, હું પ્રકૃતિની ખુબ નજીક રહી,અમેરિકા આવવાની ક્યારેય ઈચ્છા કરી ન હતી પણ અહીં આવ્યા પછી જોયું તમે અહીં ભાષાની સાથે સંસ્કૃતિનું જતન કરો છો, ભાષા સાથે સંસ્કૃતિને પોષણ આપવાનું કામ થાય .એ માટે એમણે પોતાનો રાજીપો વ્યક્ત કરતા કહ્યું .તમે સૌ શબ્દની સાથે જોડાઈને કામ કરો છો શબ્દ સંગીત નૃત્ય એ કળા સાથે આપ સૌ જોડાયલ છો જે વ્યક્તિમાં કળા હશે તે અડીખમ રહશે કલા આ આંતરિક સમૃદ્ધિ છે, જે વ્યક્તિને ગમે તે પરિસ્થિતિમાં ઉર્જા આપે છે. લખીએ ત્યારે આપણે આપણી જાતને વ્યક્ત કરીએ છીએ વ્યક્ત થવાનો એક અનોખો આંનદ હોય છે મેં જે કંઈ અનુભવ્યું એ જ લખતી આપણે પુષક્ળ વાંચીએ છીએ, ત્યારે આપો આપ આપણાને સારું અને નબળા લખાણની પ્રતીતિ થાય છે કોઈના અભિપ્રાયની જરૂર નથી પડતી આમ તેમણે વાંચનનું ખુબ સરસ મહત્વ સમજાવ્યું.
એક ખુબ સરસ વાત જણાવતા કહ્યું કે લેખનનું સાતત્ય અને સાતત્યના મનનો ઉપસેલો ચહેરો કલ્પના થકી સર્જનાત્મક સ્વરૂપ લે છે. કવિતા કે કોઈ પણ સાહિત્યમા વાસ્તવિકતા સાથે કલ્પના વ્યક્ત થાય છે ત્યારે તે નિત્ય નૂતન સર્જન લઈને આવે છે. પોતાની કવિતા રજુ કરતા પહેલા એમણે અનુભવેલ સંવેદના વર્ણવતા બેઠકમાં સંન્નાટો છવાઈ ગયો અહીં ખાસ ઉમેરતા કહ્યું કે મેં જે અનુભવ્યું છે જે વેદના જોઈ છે એ વર્ણવા માટે મારા શબ્દ ઘણા વામણાં લાગે છે  અને એક પછી એક એમના અનુભવ સરળ ભાષામાં એવા રજુ કાર્ય કે હૃદય સોંસરવા ઉતરી ગયા  એમની કવિતાએ અને અનુભવની વાતે માનવગરિમા ને વાતાવરણમાં ધબકતી કરી અને “બેઠક’ને સંવેદનાઓથી ભરી દીધી હતી.તેમની રજૂઆત ખુબ અનોખી રહી સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી એમનું વયક્ત્ત્વ પૂરું કર્યું પણ હજુ વધુ સાંભળવા મળે તો ..એવી લાગણી સૌના ચેહેરા પર દ્રષ્ટિગોચર થઇ.
તેમનું વ્યક્તત્વ પૂરું થતા મનીષાબેન પંડ્યાએ ખેશ પહેરાવી આશીર્વાદ લીધા અને કહ્યું કે મારા પપ્પા (પુસ્તક પરબના પ્રણેતા પ્રતાપભાઈ પંડ્યા )અહીં હાજર નથી પરંતુ આપે બેઠકમાં આવી જ્ઞાન થકી ઉજાશ દીધો છે, માટે ખુબ આભાર માન્યો છે.
ધાર્યા કરતા વધુ હાજરીએ ઉત્સાહ દેખાડ્યો,તો આંનદથી લાવેલ ભોજન સૌ માણી ને જ્ઞાન સાથે તૃપ્ત થયા યુવા સર્જકોની હાજરીએ ચેતના ભરી દીધી એક યુવાન લેખિકા ધારા દેસાઈએ પોતાની સુંદર કવિતા રજુ કરી ગુજરાતી ભાષાનું ભવિષ્ય પરદેશમાં પણ ઉજળું છે એવા એંધાણ દીધા ,મહેશભાઈ રાવલે પોતાની ગઝલ થકી વાતાવરણ ને નવો મોડ આપ્યો “બેઠક”ના સંચાલક રાજેશભાઈ એ આપેલો પરિચય ઉષાબેનને પ્રત્યક્ષ મળતા અને સંભાળતા યથાયોગ્ય લાગ્યો,રઘુભાઇ કલ્પનાબેનની ગેરહાજરી વર્તાણી પણ રમેશભાઈએ પ્રાર્થના ગાઈ વાતાવરણમાં ઉર્જા દીધી, તો દીપા પટેલે કેમેરો સંભાળી તસ્વીરો લીધી. સમગ્ર બેઠકનું આયોજન અને સંચાલન કરતા પ્રજ્ઞા દાદભાવવાળાએ આભાર સાથે કહ્યું અમે અહી પરદેશમાં ખોવાયેલી વાચા, માતૃભાષા અને સંસ્કૃતિને જીવંત રાખવાનો નમ્ર પ્રયત્ન કરીએ છીએ “બેઠક:ની પાઠશાળા આપ જેવા અનુભવી સાહિત્યના વ્યક્તિઓ થકી જ વિકસે છે.આપ અહી ફરી ફરી આવો અને અમને જ્ઞાન થકી ઉત્સાહ અને બળ આપો.અને અંતે દાવડા સાહેબે આભાર માની “બેઠક”ની પ્રણાલી જાળવી રાખી.
એક સીધી સાદું વ્યક્તિત્વ ઉષાબેન ઉપાધ્યાયને મળ્યા નો બધાને આનંદ હતો તો સાથે આવા મોટા સ્થાને (અધ્યક્ષ તરીકે ) રહેનાર વ્યક્તિ આવા લઘુત્તમ ભાવે કેવી રીતે રહી શકે છે તેનું આશ્ચર્ય પણ દરેકના ચેહેરા પર વરતાતું હતું આમ નવા વર્ષની “બેઠક’ ઠંડીના દિવસોમાં હુંફાળી જ્ઞાન સભર, સર્જકોને અને પ્રેક્ષકો માટે પ્રોત્સાહન અને બળ આપનારી સાર્થક પુરવાર થઇ.
-“બેઠક’ –