માઈક્રોફિક્શન વાર્તા-(76)ડ્રામાં ક્વીન-અર્ચના શાહ

ઘણું ભણેલા અનિલને એમની પત્ની નીલા વધુ પડતી અભણ,ભાવુક લાગતી એમની સતત ફરિયાદ હતી કે નીલા વધારે પડતી  લાગણીવેડા કરે છે. અનિલને  દિવસમાં દસ વાર ફોન કરતી, ફોન ન લાગે તો મેસેજ કરે એકાદ વાર પણ જો મેસેજનો જવાબ ન આવે તો તે ઓફિસે પણ પહોંચી જતી તેના આવા સતત વર્તનથી અનિલ  કંટાળી ગયો હતો ,ક્યારેક  નીલાને સમજાવતા કે આવા ભાવુક થઇ ને વિચારવું અને જીવવું  વેવલાવેડા છે, જિંદગી આગળ વધવાનું નામ છેનીલા એક સરળ સ્ત્રીની જેમ એમની ટીકા સાથે  સહમત થતી અને કહેતી કે હું તમારી વાત સમજુ છું  ને સુધારવાની કોશિશ કરી રહી છું. પરંતુ પચ્ચીસવર્ષ પછી  પણ નીલા સુધરી હોય તેવું ન લાગતું

હવે તો અનિલને તેની સાથે ગુંગળામણ થતી..માટે જ સ્વતંત્ર મિજાજની સ્ત્રી સ્વાતી ગમતી,મનમાં વિચારતો  કે નીલાને  સ્વાતિની ખબર પડશે તો શું કરશે ? કોઈ આડુંઅવડું પગલું તો નહિ લે ને ?શાંતિ થી સમજાવી પડશે.હવે ડ્રામાં ક્વીનથી ડરી ને નથી રહેવું, આઘાત તો લાગશે જ અને ખુબ રોવાધોવાનું કરશે અને દૂખી થશે,પણ આજે હિંમત કરી કહેવું જ પડશે.

ત્યાં નીલા રસોડામાંથી આવીને ટેબલ ઉપર ચાહનો કપ અને બિસ્કીટ મુક્યા. અનિલએ કહ્યું કે નીલા બેસ, મારે થોડી વાત કરવી છે અને ગળું ખંખેરી કહ્યું કે મારે છુટા થવું છે. સ્વાતી અને હું, એકબીજા ને ખુબ ચાહિયે અમારા વિચારો સરખા છે અમે સાથે રહેવાનો નિર્ણય કર્યો છે. અનિલને ખબર હતી નીલા ખુબ રડશે એટલે પાણીનો ગ્લાસ ભરી અને રૂમાલ તૈયાર રાખ્યા.  

નીલાએ  ચાહનો કપ ઉપાડ્યો ને રસોડાની સિન્કમાં ઢોળી નાખ્યો. ધીરે રહી ને બોલી , “તો… હવે આગળ શું? જિંદગી આગળ વધવાનું નામ છે ને ?,

 

માઈકોફ્રીક્શન વાર્તા-(46)-નાની એવી શીખ-અર્ચના શાહ –

archna shah

મિત્રો “બેઠક”ની નવી સર્જક અર્ચના શાહ  નું સ્વાગત છે.
આપણી બેઠકમાં સૌ પ્રથમવાર આવી લખી રહી  છે.
હવે તેમના લખાણ ને વધાવવાની જવાબદારી આપણા સૌની છે.

મુલાયમ સાંજ નો સમય હતો. નાની એવી અનાર જડપથી દોડી રહી હતી અને સાથેકુટુંબ‘ ‘કુટુંબનું રટણ કર્યા કરતી હતી. એના મગજ માં જબરી ગડમથલ ચાલી રહી હતી. રખેને શબ્દ ભૂલી ના જવાઈ.

અનાર એના cousins ને ઘરે રમવા ગઈ હતી. ત્યાં કાકાકાકી અને cousins ને વાતો કરતા સાંભળ્યા કે કુટુંબ માં સંપ હોવો બહુજ જરૂરી છે. સંપ વિના જિંદગી વેરવિખેર થઇ જાય છે. કુટુંબ એટલે શું અનારની મુંજવણ હતી.ઘરે પહોંચી ને અનાર પપ્પા ની પાસે દોડી ગઈ. પપ્પા વહાલ પૂર્વક પૂછ્યું કે અનાર બેટા શું છે, કોઈ  વાત કરવી છે? અનાર ની ઉત્સુકતા ભરી આંખોમાં પપ્પા મોટ્ટો સવાલ જોયો. અનારે હા પાડી. એમના ખોળામાં બેસી ગઈ ને પૂછી નાખ્યું કે પપ્પા કુટુંબ એટલે શું? એક સેકંડ માટે પપ્પા પણ ચુપ થઇ ગયા, વિચારવા લાગ્યા કે કઈ રીતે અનાર ને સમજાવવું? અનાર ફક્ત સાત વર્ષ ની હતી. થોડુક વિચારી ને અનાર નો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું કે તારો હાથ છે અને એમાં પાંચ આંગળીયો છે. પાંચ આંગળીયો સાથે નો તારો હાથ કેટલો મહત્વપૂર્ણ છે. તું આનાથી તારી રોજીંદી ક્રિયાઓ કેટલી સરળતાથી કરે છે. હવે વિચાર કે આમાથી એક આંગળી ના હોઈ તો? તું તારું કામ સરળતા થી કરી શકે? ના કરી શકે. અચ્છા પણ જો કે દરેક આંગળીયો જુદી છે. કોઈ નાની છે તો કોઈ મોટી છે. પણ છતાંય દરેક નું મહત્વ એટલુંજ છે. કુટુંબ એટલે હાથ. જેમાં નાના મોટા આપણા સ્વજનો છે. દરેક સ્વજનો જો હળીમળી ને રહે તો કુટુંબ માં આનંદ અને શાંતિ પ્રસરે છે. અનાર ની આંખો માં પપ્પાએ એક ચમક જોઈ. તરત અનાર બોલી કે પપ્પા આપણું જીવન કદી પણ વેરવિખેર નહિ થાઇ ને? કારણકે તમને કુટુંબ નો અર્થ  ખબર છેનાની અનારના એક સવાલે એના પપ્પા સતીશભાઈ ની જિંદગી બદલી નાખી.સતીશભાઈએ પોતાના કુટુંબ ને વિખરતા સંભાળી લીધું

અર્ચના શાહ