Pragnaji

સંબંધ એક માત્ર વહેવાર-12

મિત્રો
દાવડા સાહેબની એક કોમેન્ટે મને વિચાર કરવા પ્રેરી,જે વિષયથી આપણું સમગ્ર જીવન વણાયેલું છે તો   એ વશે વિચાર કરવા જેવો ખરો। ..હું હકારત્મતામાં માનનારી છુ કોઈ વ્યક્તિ સાથે હું વિચારોમાં સંમત ન થવું એનો અર્થ એવો નથી કે એ સારો નથી। ..ભગવાનની કૃપાથી એના સારા ગુણ જોઈ શકું છું એનું કારણ કદાચ મારા અભિપ્રાય કે વિચારો જ કહી શકાય।… ગુચવાડો સારો કે ખરાબ અભિપ્રાય થકી જ થાય છે એ સત્ય છે અને સત્ય પચાવવું અઘરું છે અને અભિપ્રાય એજ સંબધ છે  સંબધ  એક ખુબ વાસ્તવિક વિષય છે.એ કરતા પણ વાસ્તવિકતા છે અમે કહું તો વધુ યોગ્ય લાગશે  સંબધ અભિપ્રાય છે ,અનુભવ છે અહેસાસ છે મારાપણા ની લાગણી એજ તો સંબધ છે, જે આપણને વિચાર કરતા મુકે છે,માનવી નો સ્વભાવ ટોળું છે એકલતા તેના સ્વભાવમાં છે જ નહિ કોઈ પણ વ્યક્તિ,વસ્તુ કે જીવન સાથે કોઈપણ કારણ થી જોડાવું એટલે।…… જ સંબધ।……પ્રેમ,ત્યાગ,સમપર્ણ,સ્પર્શ,વેદના,આનંદ,ગર્વ, આ સંબધની પરિભાષા છે. કળી ની મૃદુતામાં તો પાનખરમાં પણ સંબધો નો અહેસાસ છે અને સત્યે છે કે માનવી સંબધો થકી લીલો છમ્મ છે…જન્મતાની સાથે સંબંધોમાં અજાણતા જ બંધાઈ જતો માનવી  અને કયારેક અજાણતા તોડી નાખતો માનવી આખી જંદગી વણઉકેલી ગુંચમાં અટવાય છે,તો કયારેક દુઃખી કે સુખી પણ થાય છે પરંતુ સત્ય એ છે કે એ  સંબંધ જ માનવીને જીવનતા બક્ષે છે.સંબધો વિણતો માનવી જાણે અધુરો ..સંબધ માણસ નું વ્યક્તિત્વ છે .. માણસ સંબંધો વગર જીવી ન શકે……દરેકની જિંદગીમાં એવા સંબંધો હોય છે જેના માટે માનવીને જીવવાનું મન થાય છેપછી એ પ્રભુ સાથે નો નાતો કેમ ન હોય। .. મારી કોઈ રાહ જોવે છે એ સંબંધો નો કેટલો મોટો અહેસાસ છે,મિત્રોને કે સ્વજનને તમારા વગર પ્રસંગ  અધૂરો  લાગતો  હોય માનજો કે તમે સંબધોને જાળવ્યા છે,…..ફિલ્મમાં કે નાટકમાં જતી વખતે એક જ નહીં પણ બે ટિકિટ લેવાની હોય તો માનજો કે તમે સંબધોથી જોડાયેલા છો…. ​કંઈક અંગત વાત કરવી હોય અને તમારી પાસે વાત કરી શકાય એવી વ્યક્તિ હોય તો ​માનજો કે તમને સંબધોનું મુલ્ય છે,……તમે સંબધોને સાચવ્યાં છે… ​રડવાનું મન થાય ત્યારે કોઈ ખભો હોય તો માનજો કે તમને સંબધોમાં મારાપણા અહેસાસ છે……. કોઈ તમારા આલિંગનને તરસતું હોય તો માનજો કે તમે સંબધોના દરેક અર્થ જાણો છો…..એકલા કોળીયો ગળે ના ઉતરતો હોય તો સમજજો કે સંબધથી તમે બંધાયેલા છો …જરાક શાંતિથી તમારી આજુબાજુમાં નજર કરો અને વિચાર કરો કે, હું કેટલો સંબધો થી જોડાયેલો છું ​અને જો સંબધો નો ભાર લાગે તો અટક્જો અને વિચાર જો જરૂર. …. 

સાચવવા પડે તે સંબંધ નહિ,સચવાય તે સંબંધ નહિ.​આવું ઘણા કહેતા આવ્યા છે. સમયના વહેણ માં કયારેક સંબધો બદલાય છે પરિભાષા પણ બદલાય છે અને ​સંબંધ નવા નામ નવા સ્વરૂપ જરૂર આવે પરંતુ તે સો ટચના સોનાં જેવા જ હોય છે.એકદમ કુદરતી અને સહજ,વ્યવસ્થિતને આધારિત, નામ  અને ઓળખ વગરના… ..કયારેક સંજોગો વિચારો, સમય અને પરિવર્તન આવે તેમ સંબંધ પર અસર જરૂર થાય છે અને મેળવવાની ખેચ તાણમાં કયારેક તૂટે છે કારણ પામવાનું ભૂલી મેળવવામાં પડીએ છીએ.સંબંધોમાં અળગા થવું સહેલું નથી, આપણી અપેક્ષા જ આપણને દુઃખી કરે છે , હું સંબંધ ને વહેવાર નું નામ આપીશ તો કદાચ સરળતા અને સહજતા લાવી શકાય,આમ જોવા જઈએ  એક અથવા વધારે વિચારો, પદાર્થ કે લોકો એકજ માર્ગે વહેવાર કરે તેનું નામ સંબધ the way in which two or more people, groups, countries, etc., talk to, behave toward, and deal with each other is  relationship…. માનવી વહેવાર ને સાચવવામા કયારેક પોતાનું સાચું સ્વરૂપ ભુલીજતો હોય છે,સંબધોની કયારેક થોડી ગુંચ ઉકેલાય તો એમ સમજે છે કે હું ડાહ્યો પરંતુ નિરાંતે વિચારે તો ખબર પડે છે કે આપણે સહુ માત્ર નિમ્મિત ,કોઈ વ્યક્તિ તમારા જીવનમાં આવે છે અને સંબંધો રચાય છે અને જશ પોતાને આપે છે  અને વ્યવસ્થિતને આધારે સમય થતા અચાનક જિંદગીમાંથી દુર પણ ચાલ્યા જાય છે,ત્યારે કયારેક જ આપણને વધારે બીજાને દોષિત ઠર્વીએ છીએ.. નિમ્મિત ને દોષિત ઠરાવવાથ શું ફાયદો ?..દોષ માત્ર અપેક્ષા નો છે,પ્રેમ,લાગણી,સ્નેહ,આત્મીયતા,માન,કદર,અહમ અને યશ આ બધું વહેવાર સાથે જોડાઈ જાય છે.સંબંધ અને અપેક્ષા એવા વણાંયેલા છે કે એની પારદર્શક રેખા સામન્ય માનવીને કયારેય દેખાતી નથી..

 ​જન્મતાની સાથે છારી જેવા આવરણો શુદ્ધતા ઉપર એવા ચડવા માંડે છે…દૂધ આપે એ મારી માં અને મારાપણા નો અહેસાસ દેવડાવે છે હકીકતમાં આ માત્ર ભાશ છે એ માનવી ભૂલી જાય છે અને પછી એ ભાશને સંબધોના નવા સ્વરૂપે જોએ રાખે છે કયારેક દુઃખી તો કયારેક સુખી થઇ મહાલતો રહે છે આધ્યાત્મ કહે છે સંબંધ બંધન કરતા છે જે વહેવાર ની અસર આપણે અનુંભવ્યે તે બંધન નહિ તો બીજું શું ? જો સંબંધો કુદરતી જ હોય તો એને નદીના વહેણ ની જેમ વહેવા દો….. બાંધશો તો તોફાન આવ્યા વગર નહિ રહે..

મહાન ફિલસૂફ  ,ખલિલ જિબ્રાનનું આ વાક્ય સંબંધ અને બંધન  વિષે સરસ સમજણ આપે છે  Love one another but make not a bond of love: Let it rather be a moving sea between the shores of your souls. Fill each other’s cup but drink not from one cup. Give one another of your bread but eat not from the same loaf….તો પછી સંબધોની પરિભાષા આપી શા માટે ?…….અને જો સંબધના મુલ્યો યુગે યુગે બદલાય છે તો જે બદલાય એ શાશ્વત કેવી રીતે હોય શકે ? છારી ની જેમ બાજી પડેલા આત્મા પરના આવરણો જ સંબંધ છે?.આધાત્મ કહે છે શુદ્ધતા નો જોવો।…હું,તું, તમે,મારું,તમારું,આપણું માત્ર વિવિધ નામો… તો પછી સંબંધ ના વિશેષણો ને ભૂસી કેમ ન નાખવા ?માનવીના સાચા સ્વરૂપને કેમ ન ઓળખવું ? દરેકમાં શુદ્ધ આત્મા કેમ ન જોવો ? નિશ્વાર્થ,શુદ્ધ સાત્વિક પરિપૂર્ણ સંબંધ કેમ ન બાંધવો?….અને સંબધોના ખોટા અભિપ્રાય થી મુક્ત થઇ કેમ ન વિહરવું ! 

Pragnaji

– 

 

મિત્રો
  .
મારા સાસુ નવાણું  વર્ષના છે અને હમણાં જ મળીને આવી છું  મેં  જે અનુભયુ  અને જોયું છે તે લખવાની માત્ર કોશિશ છે.
કદાચ આપને ઘણી ક્ષતિ દેખાશે તો જરૂર થી લખશો
પ્રભુ સાથે ની છેલ્લી ગોષ્ટી -11
હે પ્રભુ મારી આ તમારી સાથે ની ગોષ્ઠી ને મારી યાચના ન સમજતા
હું નવાણું વર્ષ જીવી છું ,અને કદાચ હજી વધુ જીવીશ.
પરંતું  મારું જીવન લઇ લો એમ નહિ કહું
કારણ મેં જીવનની પ્રત્યેક ક્ષણ ને
ખળ ખળ  વહેતા પ્રવાહ ની જેમ માણી છે .
અને પ્રત્યક ક્ષણ પારંગતી પરિવર્તનતાને મારે નિહાળવી છે.
હવે હું જાણી  ગઈ છું ,પૃથ્વી પર કાયમી કશું જ નથી .
અને આજ મારી સમજણ મને
રાગ  દ્વેષ ,માયા મમતાથી  અળગા  થતા મને શીખડાવે છે.
મને હવે ખ્યાલ આવે છે કે
વૃતિ પ્રવૃત્તિ ને સમજીને સ્વીકાર
અને અપેક્ષા ઓનો બંધ
જ અમૂળ  પરિવર્તન છે.
હું બદલાવને સ્વ્કારી વિક્શું  તો જ
હું વૃદ્ધ થઈશ .અને ..
આ ઘરેડમાં રહી ઘરડા નથી થવું .
બદલlવનો સ્વીકાર
એજ તો ક્ષણયોગ
અમુક ગ્રંથીથી મારે પહેલા જ મુક્ત થવાનું હતું
અમુક બોજ બહુ પહેલા મારે ફગાવી દેવાનો હતો
હું જાણી  ગઈ છું કે આપણા  અસ્તિત્વને ટકાવી રાખવા
પરિવર્તન ની પ્રક્રિયામાં થી પસાર થવું જરૂરી છે.
મારી જૂની જર્જરિત સ્મૃતિઓ ,ટેવો થી ,આ પ્રાચીન પરંપરા થી
મારે મારા મનને મુક્ત કરવું જ રહું.
કશું જ શાશ્વત  નથી
કિમત ,માનવી ,વપરાશ, ચીજો, સંબધ બધું જ બદલાય છે.
મને મારા જુના વિચારો અને અભિપ્રાય ને ખંખેરી
હવે મુક્તતા અનુભવી છે .
મેં ઘર કુટુંબ સ્નેહીઓ ,મિત્રો માટે શું શું કર્યું ..?
એ વાતને ભૂલી બધાને મારા ઋણમુક્ત કરવા છે.
બધાને નવાણું વર્ષનું આયુષ્ય મળતું નથી
મારો અહમ ઓગાળવાનો સમય આજ જન્મમાં મને મળ્યો છે.
મારા આત્મા પર ચડેલા પડોને એક પછી એક ખેરવવાનો સમય.
એક દિવસ હું અપેક્ષા ,અભિપ્રાય ,અહંમ
વિનાની મુક્ત હોઈશ.
હું હવે પ્રત્યેક ક્ષણ ને પારંગતી નિહાળીશ
માત્ર દ્રષ્ટા
હું જાણું છું મારું જીવતા હોવું એજ મોટો ચમત્કાર  છે
પણ મારે હવે જીવંત રહેવું છે.
પ્રભુ મને વિપશ્યના કરવાનું બળ આપ
મારે હવે વિશિષ્ઠ રીતે જોવું ,પોખવું અને નિહાળવું છે
મારો બદલાવ જ રમણીયતા પlમે છે .
અને મને તે સ્વીકાર્ય છે
માટે આજે પણ હું
મૃત્યુ માગતી નથી.
હું મૃત્યુ આવશે ત્યારે હું વૃંદાવનની જેમ સ્વીકારીશ.
એજ મારો ક્ષણયોગ હશે .
મારી છેલ્લી ક્ષણ સાથેનું તાદાત્મય
અનંત એવી શાશ્વતી સાથે નું  ધ્યાનનુંસંધાન
તો જ મારું મૃત્યુ એ ઉત્સવ બનશે.
pragnaji

 

 

આ  મુંબઈ છે ….10

મુંબઈનો ટ્રાફિક 

 
મિત્રો
 
 મુંબઈના ટ્રાફિકની વાતો શું કરું  …આવી ત્યારે તો અનુભવ્યો પરંતુ પાછા આવતી વખતે અને  એરપોર્ટ પર પોચતા તોબા પોકારી ગયો,…. થયું આજે વિમાન છુટી જશે। ….અનેક સમસ્યાથી ઝઝૂમતું આ શહેર ટ્રાફિકથી થાકી ગયું છે .મુંબઈગરાઓ ભલે દોડી જાણતા હોય પણ ટ્રાફિક  તેમને હંફાવી દીધા છે…….લેન શું હોઈ ટ્રાફિક માં .. એનું જ્ઞાન છે જ  નહિ કે   હોતું જ નથી …. જમણી બાજુ વાળવા ના હોઈ સિગ્ન પછી તો છેક ડાબી બાજુ ના ખૂણા માં ઉભા હોય ….. સિગ્ન જેવું ખુલે એટલે એનું વાહન પોતાની મરજીથી વાળી ભગાવે  …… અમુક જણ  ઓ આખી સિગ્નલ પર ગાડી નું ઈન્જીન ચાલુ રાખી ને વાતાવરણ ને પ્રદુષિત  કરે। …અને ઈધન નો વ્યય કરે છે એતો ફાયદામાં  … .સૌથી વધારે હદ ત્યાં થાય જયારે એમ્બુલન્સ કે ફાયર બ્રિગેડ એમનું સાયરન વગાડતી પસાર થતી હોઈ અને ગાડી બાજુ કે કરી એને જગ્યા આપવાને માટે કયાં ગાડી ખસેડવી ખબરજ ના પડે। …..   ગમે ત્યાં રોકાઈ જતાં વાહનો અને સિગ્નલ તોડી ભાગી નીકળતા અશિસ્ત મુંબઈગરાઓ આ ટ્રાફિક પોલીસને  નકામા સાબીત કર્યા  છે ……..મુંબઈના ટ્રાફિકમાં જવાનું એટલે લોઢાના ચણા ચાવવાનાં.. ફ્લાયઓવર નીચે આવેલાં જંક્શનોમાં તો આ પરિસ્થિતિ વધારે વણસેલી છે. એરપોર્ટ જવાનો એક જ રસ્તો,…… એકવાર તમે ટ્રાફિકમાં સલવાણા પછી બહાર નીકળવાનો બીજો કોઈ રસ્તો જ નહિ  નાનકડા રોડ અને રોડની બન્ને બાજુ ખડકાયેલાં વાહનોએ  ટ્રાફિક જામની અતિ ગંભીર સ્થિતિ સર્જી છે. .ચાર લેન રોડ પર બે લેન જેટલી જગ્યા પાર્ક કરવામાં આવેલાં વાહનો જ રોકી રાખે છે…મુંબઈગરાઓ ..ટ્રાફિક સિગ્નલ ને કેમ તોડવો એનાં પર વધુ ધ્યાન આપે છે  નહી કે એ સિગ્નલ નું પાલન કરવાં ઉપર..સિગ્નલ લાઈટ નો કોઈ મતલબ જ નથી …પીળી લાઈટમાં ધીમા પડવાની બદલે લોકો જટ ભાગે છે  પાર્કિંગ પોલિસી જોઈએ તેટલી અસરકારક ન હોવાથી લોકો રોડનો પાર્કિંગ માટે આડેધડ ઉપયોગ કરે છે. આમ જોવા જઈએ તો મુબીગરાઓને કલાકો સુધી ટ્રાફિકમાં પડ્યા રહેવાની આદત છે કે પડી ગઈ છે। નવી પેઢી સાથે લેપટોપ અને રિલાયન્સ નું કાર્ડ રાખી પોતાનું કામ કરતા હોય છે તો કોઈ ટ્રાફિકમાં ફસાયેલા લોકો સાથે પસાર કરવા મળતી આ અમુક ક્ષણોમાં આનંદ અને મિત્રતા માણી લે છે .. અંધેરી કુર્લા રોડના જંકશન પાસે અમુક વોલીનટીયર સાંજના સમયે ટ્રાફિક મેનેજ કરવા પોતાની સેવા આપે છે તો બીજી તરફ બીએસટી ની બસો ટ્રાફિક નિયમનના ધજિયા ઉડાડતી હોય તેવું લાગે છે ….  ક્યારેક ટ્રાફિક સિગ્નલ પાસે વાહનો અટકે ત્યારે .ફેરિયાઓ પોતાનો વકરો પણ કરી લે….. પ્રેમી ફૂલ લેવાનું ભૂલી ગયો હોય તો ત્યાં બેઠા બેઠા ગાડીમાં થી જ ખરીદી લે . …..તો ગૃહિણી ફ્રુટ લેવા બજારમાં ન ગઈ હોય તો ટ્રાફિકમાં તેના સમયનો ઉપયોગ થઇ જાય અને ખરીદી પણ….પતિ પત્નીને ખુશ કરવા ટ્રાફિકમાં બેઠા ગજરો લઇ લે। ..ભિખારી ને ભીખ માગવાની તક મળે છે। .તો પાવૈયા પોતાનું ગુજરાન ટ્રાફિક માં જ કરે છે .મને મુંબઈના લોકોની એક વાત ગમે છે કે અહી લોકોને ફરિયાદ કરવા કરતા રસ્તો શોધતા આવડે છે …… રોજ તમે દિવસના કલાકોના કલાકો જે મુસીબત સામે ઝઝૂમો છો, તે સમસ્યાને હલ કેમ નથી શોધતા તેના જવાબમાં કહે છે કે ટ્રાફિક ક્યુબિક જેવો છે એક ખસેડો તો બીજું ગોઠવાય જાય। …..ધસમસતા જીવનની ઝડપ સાથે  – ટ્રાફિક પણ તમારી સાથે દોડતો રહે છે …..અને બધું  ગોઠવાય જાય છે .
બસ  મિત્રો આટલું જ …. મારી જેમ બીજા બધા ને આવા અનુભવો થતા રેહતા હશે હું હવે મુંબઈની વાતો લખવાનું બંધ કરી એટલું જ કહીશ કે મિત્રો આજ મુંબઈ  છે। …હા આ  મુંબઈ છે 

આ મુંબઈ છે…..9

મિત્રો

આમ તો હવે હું મુંબઈ થી પાછી આવી ગઈ પરંતુ કહે છે,દેશમાં જાવ અને  ને ભાતું લીધા વગર થોડું જવાય ….અમેરિકા થી આવતા લોકો પાછા જાય ત્યારે દેશના નાસ્તા જરૂર લઈને જાય એમ મેં પણ થોડા નાસ્તાની ખરીદી કરવાનું વિચાર્યું તો મિત્રો મુંબઈમાં આજ કાલ લોકો  સ્થૂળતા ઘટાડવાની લયમાં કસરત સાથે તેલવગરનો ખોરાક ખાવા માંડ્યા છે જોકે આ વધારે પૈસાવાળા નો શોખ કે દેખાડો કહું તો ખોટું નથી કારણ મોઘાં સ્ટોરો માં વેટ રીડ્ક્સન નો વેપલો એવો ફાટી નીકયો છે કે સામાન્ય માણસનું એ નાસ્તો  ના ભાવમાં તો આખા ઘરનું અનાજ આવે ……વજન ઘટાડવાના નીતનવા પ્રકારમાં મુંબઈગરાઓને   વિવિધ જાતના ફેટફ્રી નાસ્તો ખાવાનો ક્રેઝ એવો છે  કે વાત જ ના પૂછો। …સવાલ અહી ખાવાનો છે, ઓછુ કરવાનો કે ત્યજવાનો નથી  …અને વધારે કિંમત આપી અમે કેટલા કોન્સીયસ છે એ દેખાડવાનો છે.વજન ઘટાડવાની સીધી સાદી રીત એક છે, શું આપણે જેટલું ખાઈએ છીએ તેટલી કેલરી બાળીએ છીએ? ,…એના ઉપરજ વજનનો હિસાબ કિતાબ છે ,પરંતુ ભઈ આપણે તો ખાસ..  મુંબઈમા  મોટા ભાગના  લોકોની જીવનશૈલી એટલી ઝડપથી દોડી રહી છે કે તેમને બે ટંક શાંતિથી બેસીને ભોજન લેવાનો સમય સુધ્ધાં નથી રહેતો.મિત્રો ફેટ ફ્રી ના લેબલ વાંચી ખાવાનું શરુ કરી ન કરી દેતા ફેટ ફ્રી, કેલરી ફ્રી ખરું?  એવું પણ બને કે ફેટ વગરના ખોરાકમાં કેલરી પણ એટલી જ રહેતી હોય.  તમને ખબર છે  ફેટ ફૂડને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં એક્સ્ટ્રા ખાંડ, મીઠું, ખટાશ વગેરે ઉમેરેલાં હોય છે, જે શરીરને નુકસાન કરી વજન ઉતારવાને બદલે વધારે જ છે?….. નહીતો આ નાસ્તા આટલા સ્વાદિષ્ટ  કેમ થાય ?…. સ્વાદિષ્ટ વસ્તુઓ વધુ ખાવાની ઇચ્છા થાય છે અને તેને રોકી શકાતી નથી. આ ઉપરાંત આવા સૂકા નાસ્તામાં પાણીનો ભાગ હોતો નથી એટલે ખાધા પછી થોડા જ સમયમાં ભૂખ્યા થઈ જવાય છે એટલે ખાખરાને બદલે ઓછા …….તેલવાળાં થેપલાં અથવા રોટલી ખાવી વધુ હિતાવહ છે. મુંબઈના લોકો આ સમજવાને બદલે શોર્ટકટ શોધી રહ્યા છે અને એથી પણ વધારે શું ખરેખર એ ઓછી કેલરી વાળું ખાવાનું છે? એ કોઈને ખબરજ નથી એ નાસ્તા કયાં બને છે? કેવી જગ્યાએ બનાવાય છે ?કેટલા હાઇજેનિક છે? ખબર નથી મુંબઈના મોટાભાગના નાસ્તા ધારાવીની ઝુંપડપટ્ટી માં થાય છે એમ મને કોઈએ કહ્યું  … છતાં મોટા સ્ટોર બરબરા ભાવ લગાડી વેચે છે અને આપણે ખરીદીએ પણ છીએ અને મુંબઈના લોકો માટે એ સ્ટેટસ સિમ્બોલ ગણાય છે ઘણીવાર વિચાર આવે છે કે લોકો વગર પૈસે કેલરી કેમ ઘટાડવી એ નુશખા કેમ શોધતા નથી અરે શોધવાની પણ જરૂર  નથી….  ઓછુ ,ચાવી ચાવેલું ,સાત્વિક ખોરાક ખાવ, ભૂખ ન લાગે ત્યાંસુધી ન ખાવ ,નાના કોળીયે જમો ,સમયસર ખાવ ,જંક ફૂડ થી મો ફેરવી લો। ……જવા દયોને અહી વિચારવાનો સમય જ કયાં છે ભાઈ આ મુંબઈ છે…. .  

Pragnaji

 

*                                                                                       **************************

આ મુંબઈ છે …..8

મુંબઈ  અને પાનના ગલ્લા 
 
મુંબઈમાં પાનનું એક ખાસ અનોખું કલ્ચર છે…. સાથે  પાનના ગલ્લા ને મસાલાની પિચકારી..મુંબઈના લોકો નો સૌથી મોટો અને જાણીતો શોખ પાન અને પાનના ગલ્લા છે ..બોલીવુડમાં પાન ઉપર કેટલાય ગીત લખાણા છે …બે હાથની હથેળીમાં તમાકુને મસળતા અને બાકળો ભરતા અથવા મોઢાના ખૂણે દબાવતા લોકો મુંબઈમાં હાલતા ચાલતા જોવા મળે છે…અને પાન ની પિચકારીથી દીવાલોને ચિતરવી એક આર્ટ  છે। …  વિશ્વમાં ઘણા લોકો પાનના કલ્ચર વિષે જણતા નથી કારણ  પાનના ગલ્લા વાળાને ક્યારેય એડવર્ટાઈઝમેન્ટની જરૂર પડી નથી, તેમ પાન થુકનાર ને કોઈ કાયદો રોકી શકે તેમ નથી… ઓછી મૂડીમાં શરુ કરવા માટે નો સૌથી સસ્તો વેપાર છે એક દિવસમાં માલિક થઇ જવાય  શરૂઆતમાં ઓછો ફાયદો જરૂર છે પણ નુકશાન કયારે નથી। … કોઈ અમેરિકન પહેલવેહેલો જો પાન ખાય તો ડચૂરો ચડી જાય, અહી સવાલ માત્ર ખાવાનો નહિ માણવાનો છે ધીરે ધીરે રસ ઉતારવાનો અને વિષયવિહીન ચર્ચાઓ કરતા કરતા જમવાનું પચાવવાનો છે  …..  અહી પાન સાથે ગલ્લાનું ખાસ મહત્વ છે…. પાનના ગલ્લા મુંબઈગરા  માટે વૈચારિક આદાન-પ્રદાન માટેના આદર્શ જગ્યા માનવામાં આવે છે… … અને અમુક વ્યક્તિ  માટે બાર જણા ના સયુંકત કુટુંબમાં મોકળાશ મેળવવાનું એક બહાનું છે। .. તો કોઈ માટે  જમ્યા પછી પાનના ગલ્લા સુધી ચાલતાં જવું તે જ કસરત છે  … મોઢામાં પાન કે મસાલો દબાવી કલાકો સુધી વિષયવિહીન ચર્ચાઓ કરવામાં મુંબઈની પબ્લિક ની માસ્ટરી છે. અરે ક્યારેક તો છોકરા છોકરી પરણાવી દેવાય છે ……..કતરી ટુકડા,બનારસી કાચી દેશી ખાલી ચૂનો ,કાચી પાત્રીસ,મઘય જોડી મેડમ માટે,મારું તને ખબર છે… ….જી હા પાનના ગલ્લમાં આ જાણીતા સંવાદ છે। ..અહી  બધાને કસ્ટમ વસ્તુ મળે  …પાન વાળો એક જ આપને સમજી શકે છે …. .. એકવાર પાન  ખાવ અને તમારી પસંદગીની પાનવાળાને ખબર પડે પછી બસ કહેવું જ ન પડે। ..અને એટલે જ તો we miss  પાનવાળા।…પાનના ગલ્લે સાહેબનું માન મળે ,ફેસબુક જેવી માહિતી મળે ,બ્લોગ જેવી ચર્ચા પણ અને સાથે નવરાઓની ટોળી પણ મળે ,તમાકુની તલબ વાળા અને વાતોના વ્યસની મળે…..જે આવે તે ત્યાં બોલે પણ પાનવાળો માત્ર સંભાળે… સૌના બંધાણની તલબ પુરૂ કરવાનું એકમાત્ર સ્થળ એટલે આ પાનના ગલ્લા. પાન ના ગલ્લે મુખ્યત્વે ‘બંધાણી’ લોકો જ આવતા હોય છે. મિત્રના બંધાણી હોય છે તો કોઇ પારકી પંચાતના,કોઈ ખુલ્લી હવાના ,તો કોઈ રમતના બંધાણી હોય કે પછી ગમ્મતના બંધાણી; તરૂણ, યુવાન,આધેડ ને વૃદ્ધ સૌ જોવા મળે,આ એક જ જગ્યા એવી છે જ્યાં કોઈ પણ જાતના ભેદભાવ વગર સાધારણ ગરીબ માણસથી માંડી મર્સીડીસ કાર સુધી કાયમ આવે, જેનું બંધાણ તે ચીજને ચગળે, થોડુ મમળાવે અને થૂંકીને સૌ પાછા પોતપોતાને ઠેકાણે………
 મિત્રો વધુ કંઈ  કહું એ કરતા આ – સાક્ષર ઠક્કરની કવિતા માણો 
દરેક શેરીને નાકે પાન ના ગલ્લા હો.
ગલ્લે તારા ને મારા પપ્પા હો,
ને ચર્ચાનો વિષય ક્રિકેટ ના ગપ્પા હો.

આપડા માટે પાનવાળાને એટલુ માન હો,
કે પહોંચીએને હાજર શિંગોડા પાન હો.

બસ પાનના ગલ્લા જેવુ ભેદભાવ રહિત હિન્દુસ્તાન હો,
એક જ જગ્યાએ બનારસી ને કલકત્તી ઇન્સાન હો.

બસ એટલી કૃપા જગત પર અલ્લા હો,
દરેક શેરીને નાકે પાન ના ગલ્લા હો.

નોંધ – સિગારેટ અને તમાકુ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે

 

pragnaji

***************************************

મુંબઈની ખાઉ ગલ્લી.

મુંબઈ શહેર ક્યારે પણ ઊંઘતું નથી. ચોવીસે કલાક જાગતા આ શહેરમાં દરેક વ્યક્તિ કાયમ ઉતાવળમાં હોય છે. અહીં તમને કોઈપણ માણસ ધીમે ચાલતો દેખાય તો કાં તો એ માંદો છે કે અશક્ત છે અથવા મુંબઈમાં નવો આવ્યો છે. અહીં જમીને, તરત દોડીજઈને ટ્રેન પકડી, ટ્રેનમાં ઓડકાર ખાતો માણસ જોવા મળે તો એ આશ્ચર્યની વાત ન ગણાય.

મુંબઈ શહેરની બીજી એક જાણવા જેવી વાત છે મુંબઈની ખાઉ ગલ્લીઓ. મુંબઈમાં કોઈપણ ભુખ્યા માણસને ચોવીસે કલાક, ગરમા ગરમ ખાવાનું મળી રહે છે. Shops and Establishments Act હેઠળ હોટેલો અને દુકાનો રાત્રે નવ-દસ વાગે બંધ થઈ જાય છે; બરોબર આ જ સમયે મુંબઈની ખાઉ ગલ્લીઓ પૂરબહારમાં અસ્તિત્વમાં આવે છે. દરેક લતામાં એક ખાઉ ગલ્લી જરૂર હોવાની. અહીં પેટ્રોમેક્ષ કે બેટરીથી ચાલતી ઝગમગાટ કરતી બત્તીઓ સાથે હારબંધ રેંકડીઓમાં પીત્ઝા, સેંડવીચ,પાણીપુરી, ચાટ, પાઉં-ભાજી, કુલ્ફી, આઇસક્રીમ અને ઠંડાપીણા, બધું જ મળે છે. ઠેક ઠેકાણે પાર્ક કરેલી મોટર બાઈક અને યુવક યુવતીઓની ભીડ જોઈ કોઈ પણ નવો આંગતુક તો આશ્ચર્યમાં પડી જાય. રાત્રે એક દોઢ વાગ્યા સુધી ધમધોકાર ધંધો કરતી આ રેંકડીઓવાળાની આવક આપણે માની ન શકીએ એટલી મોટી હોય છે.

રસ્તા પરના સ્ટોલની આસપાસની ગંદકીને કારણે ઘણા તેનો સ્વાદ માણવાથી દૂર રહે છે, પણ હવે એ ભૂતકાળ બની જશે, કારણ કે મુંબઈની ખાઉ ગલ્લીઓનું હવે ‘હાઈજીનિક મેકઓવર’ થવાનું છે. આ મેકઓવરનું કામ રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગને સોંપવામાં આવ્યું છે જે સ્વચ્છતા અને આરોગ્ય વિષે પ્રશિક્ષણ ખાઉ ગલ્લીના વેંચાણકારોને આપશે..આ રીતે મુંબઈ ખાઉ ગલ્લીનું ‘કૅપિટલ’ બની જશે…..આ મુંબઈ છે.

.-પી.કે.દાવડા

 ***************************************

મુંબઈમાં કમાણી

મુંબઈ એક એવું શહેર છે કે જ્યાં કોઈપણ વ્યક્તિ માત્ર હાથ પગ અને હામ લઈને આવે તો તે જોતજોતાંમાં ધનવાન થઈ જાય છે. શોધવા જશો તો સેંકડો નહિં બલકે હજારો દાખલા જોવા મળસે. આવા મારી જાણમાં આવેલા બે દાખલા આપું છું.

પ્રભાશંકર નામનો એક મારવાડી યુવક માત્ર ૨૦૦ રૂપિયાની મૂડી લઈ મુંબઈ આવ્યો. મુંબઈમાં એને એના એક દૂરના સગા પાસેથી માત્ર એની રૂમની બહારની લોબીમાં સૂવાની સગવડ મળેલી. આવીને એણે યોજના મુજબ એક સસ્તાવાળું કેરોસીન સ્ટવ, એક બે એલ્યુમિણિઅમના તપેલાં, એક ગરણું, છ કાચના નાના ગ્લાસ વગેરે ખરીદી, એક ફૂટ્પાથ ઉપર ચા બનાવવાનું શરૂ કર્યું. માત્ર ચાર આનામાં સારી ક્વોલીટીની ચા વેંચતો હોવાથી ત્રણ ચાર દિવસમાં જ એની ઘરાકી જામી ગઈ. રોજના દશેક રૂપિયા નફો થતો, એમાંથી ત્રણ ચાર રૂપિયા ખાવા પીવામાં ખર્ચાઈ જતા. આમ મહિને બસો રૂપિયાની બચત થઈ. ૮૦ રૂપિયામાં એક બાંકડો ખરીદી એણે ચા નો  સ્ટોલ બનાવ્યો અને “પ્રભાશંકર ટી સ્ટોલ” નું નાનકડું પાટિયું લગાડ્યું. સવારના પાંચ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી ટી સ્ટોલ ખુલ્લું રહેતું. ઘરાકી વધતાં, મહિને ૯૦ રૂપિયા પગારમાં એક પંદર વર્ષના છોકરાને નોકરીમાં રાખી લીધો.

વાજબી કીમત અને ચાની ક્વોલિટીને લીધે પુષ્કળ ઘરાકી જામી ગઈ. એણે એ જ લતામાં એક દુકાન ભાડેથી લીધી, ચા સાથે બિસ્કીટ, ખારી બિસ્કીટ વગેરે પણ રાખવાનું શરૂ કર્યું. ચાર પાંચ વર્ષમાં એટલી બચત થઈ કે એણે એ ભાડાની દુકાન એના માલિક પાસેથી ખરીદી લીધી. મહેનત અને ખંત રંગ લાવ્યા. આજે એની ૧૪ હોટેલો છે અને પોતાની માલિકીના ફ્લેટમાં રહે છે.

હવે બીજી આવી જ એક વાત. રણછોડ ઝવેરભાઈ નામનો એક દરજી ગામમાંથી પોતાનું સિલાઈ મશીન અને પોતાની બચતના ૫૦૦ રૂપિયા લઈ મુંબઈ આવ્યો. એક ઝુપડું ભાડે રાખી, થોડું સફેદ કપડું ખરીદી એણે રાત્રે લેંગા-ઝબ્બા સિવવાનું શરૂ કર્યું. દિવસે ઘાટકોપરની એક ગલીને નાકે ઝાડ નીચે બેસી એણે લેંઘા-ઝબ્બા વેંચવાનું શરૂ કર્યું. ઓવર હેડ ન હોવાથી અને ઓછો નફ્ફો રાખવાથી, સારી ક્વોલિટીના લેંઘા-ઝબ્બા સસ્તી કીમતે વેંચતો હોવાથી એની ઘરાકી જામી ગઈ. થોડા સમય બાદ એણે ગુજરાતી છાપાંમાં જાહેર ખબર આપવાનું શરૂ કર્યું.

“સસ્તા ભાવે, સારી ક્વોલિટીના લેંગા-ઝબ્બા,

 રણછોડભાઈ ઝવેરભાઇ,

ઝાડની નીચે, કામા ગલીના નાકે,

ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૮૬”

જોત જોતાંમાં સારી ઘરાકી જામી ગઈ. ભાડાની જગ્યા રાખી, કારીગરો રોકી, એણે તો લેંગા-ઝ્બ્બાની ફેકટરી જ ખોલી નાખી. જ્યાં ઝાડની નીચે બેસી ને લેંગા-ઝબ્બા વેંચતો, ત્યાં જ એક મોટી દુકાન ખરીદી લીધી. થોડા સમય બાદ અંધેરીમાં બીજી દુકાન શરૂ કરી. બસ પછી તો વાત એક્ષપોર્ટ સુધી પહોંચી ગઈ.

આમ મુંબઈમાં માણસો ભૂખ્યા આવે છે પણ ભૂખ્યા રહેતા નથી. જરૂર છે માત્ર હૈયે હામ રાખી હાથ પગ હલાવવાની.

-પી. કે. દાવડા

**************************************

આ મુંબઈ છે ……5

મુંબઈની મોઘવારી 

 
મિત્રો
આજકાલ મુંબઈમાં જયાં જુઓ ત્યાં કાંદા મોઘા થયાની ચર્ચા ચાલે છે, ભાવવધારા દરેક ચીજવસ્તુઓમા  વત્તા-ઓછા પ્રમાણમાં હોય જ  છે. તો  જાણી  લઈએ કે મોઘવારી એટલે શું ? વધારે કીમત આપવી પડે એવી વેચવા સાટવાની હાલ એજ  મોંઘવારી?….કે  પરિવારના નાના-મોટાં સભ્યોની કોઈ ઈચ્છાઓ પૂરી કરવાની અસમર્થતા એટલે મોંઘવારી …?
 છાપા  કહે..છે .. એ માઝા મુકતી મોઘવારી કેમ ?….. હવે સવાલ એ છે કે આ સધારણ માનવીનો વિષય છે કે રાજકારણીઓનો…..છે.? ડુંગળી મોઘી થઇ…….- જવાબદાર કોણ? -સરકાર કે આપણે ….?સરકારની નિષ્ફળતા કે રાજકિય ષડયંત્ર કે સાઝીશ। ……? આટલા વર્ષોથી ચલ્યો આવતો સળગતા પ્રશ્નનો હલ  ખરો?.. મોંઘવારી હંમેશા જ આવી છે પરંતુ માત્ર એકાએક બે મહિનામાં ડબલઘણો ભાવ કેમ। .. ?શું સામાન્ય કે મધ્યમવર્ગ ને જ આની અસર થશે….. ? કે મુંબઈના લોકો આના થી ટેવાઇ  ગયા છે ?……કે હવે શું  લોકોની પર્ચેસ કેપેસીટી વધી છે ? અને માટે શું આ માત્ર છાપા, સમાચાર કે નવરાઓનો વિષય છે ?…..શું  સરકાર  ભાવો ઉપર કાબુ મેળવવા કોઈ ઈરાદો કે ઈચ્છાશક્તિ ધરાવતા જ નથી?….કે આ રાજા વાજા ને વાંદરા જેવા ખેલ?…..મોંઘવારી એ પગારવધારો માગવાનું એક બહાનું ?…સામાન્ય માણસ ને આ મોઘવારી માં કેમ કરીને બધું આયોજન કરવું?, કેટલું વાપરવું?… કે કેટલું બચત માટે રાખવું?…મોઘવારી ક્યારે ઘટશે.? . શું એ ન ઘટે તો વધુ કમાતા શીખી જવું ?…કે આવી પંચાતમાં સમય ન બગડતા કામમાં ધ્યાન પરોવવું ? મિત્રો મને આના જવાબ આવડતા નથી  …..પરંતુ એક ભાઈએ લખેલી વાત યાદ આવે છે કે…… મિત્રો ભલે ને મોઘવારી વધે… બધા ના ભાવ ઊંચા જાય પણ, એવું પણ કઈક છે જેના ભાવ નથી વધ્યા… એ છે….. . . . આપણા નેતાઓ (પોલિટીશિઅયન).. . .એ બે કોડીના છે અને બે કોડીના જ રહેશે  ……જીહા મિત્રો, મોંઘવારી એ આજનો સળગતો પ્રશ્ન નથી ……… અને ચર્ચા ,પત્રો ,અપીલો ,ધારણા સમાચાર ,અંતે . કાંદો શું કાઢયો.. …..મુંબઈના લોકો ખર્ચા ઓછા કરવાનું વિચારવાને બદલે આવક વધારવાનું વિચારતા રહે છે। ..ભાઈ આજ મુંબઈ છે
Pragnaji
**********************************************
આ મુંબઈ છે ……4
  માનસિકતા ……
મુંબઈ ની વાતો તો ઘણી કરી ચાલો થોડી લોકોની વાતો કરીએ અને તેમની માનસિકતા વિષે મેં જે કંઈ  અનુભવ્યું તે કહું. .આમ જોવા જઈએ તો બધું સામાન્ય જ છે એવું જ લાગે ,પણ મુંબઈ જેવા શહેરોના લોકો અલગ માનસિકતા ધરાવે છે … વિચાર શૈલી બદલાણી  છે આજે મુબઈમાં લોકો એમ્બીશનવાળા થયા છે ,પહેલા પ્લાસ્ટિક ની ચમચી રિયુઝ કરતા હવે ફેકી દેવાની ગટ્સ લોકોમાં આવી છે કરકસર બીજો ભાઈ એવું માનનારી સંસ્કૃતિમા કમાવાની અને વાપરવાની તાકાત વધી ગઈ છે.વરુઓ પહેલા હતા તેવાજ આજે પણ છે પરંતુ લોકો સામનો મક્કમતાથી કરે છે , જામફળ વેચતો ફેરિયો AC ટેક્ષી ફેરવે છે મુંબઈમાં અપવર્ડલી મોબાઈલ વર્ગ વધી રહ્યો છે …છોકરીઓ ઉંબરા  ઓળંગી આગળ વધી રહી છે… લોકો સફળતા મેળવવા સતત પ્રયત્ન કરી રહ્યા છે તો કોઈ નવા નવા વિકલ્પો શોધી રહ્યા છે.સારું જ વિચારવું એ ભારતીયના સંસ્કાર છે પણ હવે નવી પેઢીને હારવું નથી એ વાત ચોક્કસ છે  અને એટલે જ અભિતાબ બચ્ચન જેવા જાણીતા કલાકારો જ્ઞાન ની વાતો પોતાના પ્રોગ્રામમાં કરી લોકોને સંદેશ પોહચાડે  છે લોકો હવે પોતાના માટે જીવતા શીખ્યા છે વય્વાહર અને સમાજ માટે ખોટા આડંબર થી લોકો હવે ડરતા નથી ટુકમાં કોમ્પુટરના જમાનામાં કંટ્રોલ, ડીલીટ,અને ઓલટર કરતા શીખી ગયા છે….  મનમોજી સ્વભાવ ,ટેન્શન મુક્ત રહી  જીવનશૈલી બદલાવી છે તો બીજી તરફ અમુક લોકો એવા ને એવાજ છે હવાલદારોને પોતાની હવાલદારી  છોડવી નથી લોકો પાસેથી કે પરદેશી પાસેથી રૂપિયા પડાવી લાલચુ અને રુસવતખોરીની માંનોવૃતીનું વરવું પ્રદર્શન છાશવારે અહી હજી પણ કરતા જોવા મળે છે…….હવાલદાર જ નહિ સમગ્ર પોલીશખાતામા  એવી માનસિકતા છે કે લોકો આવે ત્યારે અની વાત ન સંભાળતા અને ઝાટકી નાખે છે ટુકમાં રૂઆબ મારવો એજ એમનો હક્ક છે તેવીજ બીજી જમાત અહી રાજકારણી ની છે તેઓ સામન્ય પ્રજાને ભાજીમૂળા,અને વોટ બેન્ક  સમજે છે….. જે માત્ર ગાજવામાં જ સમજે છે..પદના મોહ અહી હજી છે, અગ્રણીઓની ચાપલુસી, દુર દ્રષ્ટીની અવગણના,લાલચ, પોતનાથી આગળ ન નીકળી જાય તેવી મનોવ્રુતીથી પિડાતા  માણસો ,વહિવટી હિસાબમા ગોટાળાઓ  હજી પણ છે  આમ કાયદો અને વ્યવસ્થા સંભાળનાર ની મનોવૃત્તિ સ્વાર્થી લુચ્ચી અને ખુંધી છે 
લોકો અહી ટેરરફોબિયાનો ભોગ બનતા જાય છે….પછી એ પોલીશ હોય, રાજકારણી હોય કે આંતકવાદી।…. આ લોકોએ સમાજ ઊપર માનસિકતાથી હુમલા કરે છે.
બીજી તરફ શિક્ષિત કે વ્યવસાયિકોને રાજકારણ કે સ્થાનિક અવસ્થામાં રસ નથી એ લોકોને પોતાનામાં રસ છે એમને માત્ર આગળ વધવું છે। ….વ્યાપારી વર્ગ મહેનતુ છે તો શિક્ષિત નવું કરવાની માનસિકતા ધરાવે છે….મુંબઈનો માણસ પોતાનામાં મસ્ત રહે છે,મુંબઈ ભારે વિરોધાભાસી માનસિકતા વાળું શહેર નો-નોનસેન્સ ના વિચારો સાથે જીવે છે તો , બિઝનેસ માઈન્ડેડ મુંબઈગરો પોતાની કમાણીમાં, પોતાની મસ્તીમાં એટલો ડૂબેલો રહે છે કે શહેરમાં આવેલા મંત્રાલયમાં મંત્રીઓ કોણ કોણ છે એમાં મુંબઈવાસીને ઝાઝો રસ નથી..આ શહેર સૌથી આધુનિક વિચારો અને જીવનશૈલીને વધાવે છે, છતાં, શહેર પર રૂઢિવાદી, મરાઠીવાદી ની મજબૂત પકડ છે..
સમાજ ના યુવાનોમા સમાજ પ્રત્યેની લાગણીઓ અને ઉત્સાહ છે… સમાજ ના યુવા વર્ગમા સમાજ માટે કઈક કરવા માટે બહુજ તત્પરતા પણ  છે…તેમ છતાં .. હજી અહી ટોળા ની મનોવૃત્તિ જીવે છે….કયારેક .બહાદુરી, તો કયારેક પ્રચંડ ગુસ્સો પણ છે .આ શહેર  કઠોર અને રુક્ષ છે.. તેમ છતાં મુંબઈગરાની હિંમત અને ખુમારી દાદ માગી લે તેવી છે ,કયારેક ક્યારેક  માણસની અંદર રહેલું સારાપણું બહાર આવી જતું દેખાય છે.ત્યારે મુંબઈગરાની  દયા, ધીરજ,, નમ્રતા, મોભો બધું એક સાથે કામ કરતું હોય તેમ લાગે છે અને  હોનારતમા  લોકો જયારે  મદદ માટે આગળ આવતા હોય છે. ત્યારે અહી પ્રેમની દિવ્યતા  અને કરુણા, આપણી રાષ્ટ્રીયતા અને જવાબદારીના અહેસાસનું એક ઉદાહરણ મુંબઈ ના લોકો પૂરું પડતા હોય છે…. 
 મુંબઈમાં મા જો આવી સંગઠન શક્તિ, જાગ્રુતિ અને નવા વિચારો વાળી પેઢી હોવા છતા સમાજ હજુ આટલો પાછડ કેમ છે?…..મુંબઈના માણસોને નથી ગમતાં,માયા-લાગણીના બંધનો,નથી ગમતા સગા સંબંધી સાથે સંબંધો લોકો બાજુના ફલેટમાં  શું ચાલી રહ્યું છે તેની પણ પરવા નથી કરતા. લોકો બસ પોતાનું જ વિચારે છે, બીજાની પરવા જ નથી કરતા, ‘મારે શું’માં જીવે છે. .આપણી પાસે સંગથન શક્તિ, રાજકીય પ્રભાવ અને આર્થિક તથા શૈક્ષણિક તાકત બધુ હાજરમાજ છે… છે… તો લોકોની માનસિકતા કેમ હજી પરિવર્તન પામી નહિ હોય એ વિચારવાની વિષય છે.  પણ જવા દયો મુંબઈ નગરીમાં ટાઇમ જ કોને  છે…… ભાઈ આજ મુંબઈ છે

******************************

આ મુંબઈ છે……3

 

મિત્રો

મુંબઈ ની ખાસિયત એ છે કે એ તમને રડાવી પણ શકે છે તો દિવસે સપના પણ દેખાડે છે ઉમીદો જગાડે છે નાની મોટી અનેક ચીજો માંથી તમે જિંદગીનો આનંદ પામી શકો છો અને તેથીજ લોકો તેને માયા નગરી કહે છે। …..તો મિત્રો અહી શું નથી  …..આજના જીવનની બધી જ સવલતો શાક થી માંડી ને વીજળી ટેલીફોન મોબાઈલ,કોમ્પુટર અને આ બધું ખરીદવા માટે મોટા મોટા   મૉલ …..મિત્રો એક વાર માં મૉલ જશો તો રાત સુધી પાછા નહિ આવો  મેં જે બે અંકમાં વાત કરી એનાથી વિપરીત જ આ દુનિયા છે। લોઢા નું મુબઈમાં સોનાની બાજું ..મૉલ એટલે સપના પુરા કરવાની જગ્યા। ..સપના સજવાની દુનિયા, બહારનો ઘોંઘાટ ,શોરબકોર ,દુઃખ બધું ભૂલી માણવાની જગ્યા જાણે અલ્લાદીનનો જીન તમે માગો તે મળે…. .

શોપિંગ મૉલના ભપકાદાર પ્રવેશદ્વાર, ઝળહળતી લાઈટોનું ડેકોરેશન, અદ્યતન વસ્ત્રોમાં સુસજ્જ માણસોની ભીડ,ચડવા કે અન્ડરગ્રાઉન્ડમાં ઉતરવા એસ્કેલેટર,.મૉલ મનોરંજન અને શોપિંગ રિસોર્ટ માટેનું ઉત્તમ સ્થળ ગણાય છે… ….કેટલાય  સ્ક્વેર મિટરમાં વિસ્તરાયેલા આ મૉલ ખાસીયત એ છે કે તમે  એરકન્ડીશન માં ઇન્ડોર  ખરીદી કરી શકો છો.સુંદર, સ્વચ્છ, પ્રદૂષણરહિત …..હવે અહી વાહનોનો આવાજ નથી અને ડીઝલના ધુમાડા પણ નહિ..ટ્રાફિક નથી, ફેરિયાઓનો ઘોંઘાટ નહિ, ભાખારીઓની ભીખ નહિ,ભાવતાલ નહિ , કોઈની લાચારી નથી, અહી છે રૂઆબ ,શાન દરેક ખરીદનાર વ્યક્તિ સાહેબ, કામ કરનાર, ઝાડું મારનાર પણ લાચારી વગર કામ કરે છે‘…..અને સાંભળવા મળે Yes madam, may I help you ?’… બીજા શબ્દોમાં કહું તો” સાલા મેં તો સાબ બન ગયા” એવો અહેસાસ છે। …હું કોહીનુર સીટીમાં કોહીનુર હોસ્પિટલ માં હતી ,હોસ્પીટલમાં ખાવાનું ઘરેથી લાવવા ન દેતા અને ઘર ઘણું છેટું તો સારું ચોખક્કખું  ખાવા ફીનીક્ષ મૉલમાં જતી..  અહી આવતી ત્યારે હોસ્પીટલનો માહોલ ભૂલી જતી ….બધું એકદમ ચકાચક હોય ત્યાં સુધી કે શોપિંગ મોલના બાથરૂમો પણ વાતાનૂકુલિત હોય છે.  આ શોપિંગ મૉલ જાણે કેટકેટલાય  રિટેલર્સનું ઘર …. તેની સાથે તમામ પ્રકારના મનોરંજન વિકલ્પો ઉપલબ્ધ ….  ઇન્ડોર પારિવારીક મનોરંજન સેન્ટર પણ . આટલું જ નહીં, કેટલાય  સ્ક્રીન ધરાવતુ સિને સ્ટાર સિનેમાધર, ઉપરાંત  આર્ટ્સ એન્ડ થિએટર, આર્ટ ગેલેરી પણ આ મૉલમાં ઉપલબ્ધ હોય છે.ખરીદશક્તિની બાબતે ભારતીયો હવે અમેરિકા સાથે તાલ મિલાવી રહ્યાં છે. અને એટલે જ  પિશ્વમી ઢબે ખરીદી કરવામાં પણ લોકોને ફાવટ આવતી જાય છે.પહેલા આપણા બા અને દાદી શાક મારકેટમાં લારીવાળા કે ફેરીયા પાસે ખરીદી કરતા ,ઘરમાં પ્રંસગ હોયતો ઝવેરીબઝાર કે ભૂલેશ્વર જાય  જ પણ હવેની નવી પેઢી  મૉલમાં રિલાયન્સ જેવા સ્ટોરમાં ,કે બુટીક માંથી જ ખરીદી કરી લે છે। ..અહી ફેશનની પણ એક દુનિયા છે રોજ નવું કૈક જોવા મળે છે નવાકપડાથી માંડી  સાધનો થી દાગીના પણ અહી નવા જોવા મળે અને થાકી જાવ કે ભૂખ લાગે તો ફૂડ કોર્ટ પણ હોય જૈન ફૂડ પણ મળે  …હવે તમેજ કહો બજારમાં ગર્દી ને ગંદકીમાં  શોપિંગ કરાય કે મોલમાં। …અને પાછુ મેં કહ્યું તેમ સાહેબ જેવો રૂઆબ લટકામાં બાય વન અને ગેટ ફ્રી।….. જી હા આજ છે મોલની દુનિયા ચળકતી, ભળકતી, શાન શોકત શી  , પરફ્યુમ થી મહેકતી।.. લાચારી બેબસીને ભુલવતી।….ગજવું ભારે ન હોય તો એરકંડીશન થી ઠંડી કરતી ,કલર ફૂલ  અને આજ છે ચળકતું મહેકતું મુંબઈ …..મિત્રો .આ જ  મુંબઈ છે

આ મુંબઈ છે ……..2

 
 
આ મુંબઈ છે। ……..2

મિત્રો 

 ગયા વખતની વાતોનો દોર ચાલુ રાખતા  ચાલો આજે મુંબઈની હોસ્પીટલની દુનિયાની વાતો કરું। …આમ જોવા જઈએ દુનિયાની કોઈપણ હોસ્પિટલ સાજા સારા માણસ માટે સારી હોતી જ નથી। …કોને ત્યાં જવું ગમે ? હોસ્પીટલમાં થી નીકળતો માણસ એટલું જ કહેશે કે મારા દુશ્મનને પણ અહી નહિ મોકલતો। ….સાજા  થવા માટે ખુબ વેદના અને ટ્રોમાં માંથી પસાર થવું પડે છે। …ટેસ્ટ ,દવાઓ ,રીપોર્ટ દાકતર સાહેબની વિઝીટો અને ઉપરથી ઘરની દરેક  વ્યક્તિ ની ચિંતા  સાથે દર્દીની લાચારી પણ છે ..ડોકટરો અંદર અંદર ગોઠવણ કરી પોતાની ભણવા માટે  ખર્ચેલી ફી વસુલ કરવામાં છે, હજારો સરકારી દવાખાના છે પરંતુ લાંચ અને ઓળખાણ વગર બધું નકામું છે, અહી ગરીબની કીડની જીવન જરૂરિયાત માટે આરબને વેંચાય છે,શરીરના અંગો અને લોહીનો વેપાર છે ..મુબઈ એક તરફ ચળકતું છે તો બીજી તરફ ખદબદતું છે  ,એક તરફ શાન છે તો બીજીતરફ બેબસી અને લાચારી  અહી એક વર્ગ એવો છે જે રૂપિયા આપી,ઓળખાણ ને લીધે  ફાઈવ સ્ટાર સારવાર લે છે ત્યારે સામાન્ય વર્ગ અહીંથી ત્યાં ધક્કા  ખાતા અથડાતા લખ ચોર્યાશી  ફેરા માં સાજા થવાની મથામણ કરે છે….. જીવનની હાડમારી સામે હાર ન માનનારા લોકો હોસ્પીટલમાં પોતાના લોકોને સ્ટ્રેચર પડેલા જોઈ  પૈસા વગર દાખલો ન મળતા વિવશ દેખાય છે ..હોસ્પીટલમાં દાખલ થતાં જ વ્યક્તિ માત્ર પેસન્ટ નંબર 450 છે. અહી હોસ્પીટલની રાત બિહામણી અને દિવસ વ્યસ્ત છે,હોસ્પિટલોમાં વારતહેવાર શાનથી ઉજવાય છે તેની ઝબુક ઝબુક થતી લાઈટમાં કયારેક મોત ઝબૂકી જાય છે….. મોટી હોસ્પિટલો સાધન સંપ્પન છે ,હોશિયાર અનુભવી ડોક્ટર ની કતાર પણ છે। ..હોસ્પિટલો માં મશીનથી દબકતા હુદય પણ છે આજ મુંબઈની વાસ્તવિકતા છે….. તેમ છતાં આ સપનાંનું શહેર છે ,વ્યવસાય કરવા અને રહેવા માટે મુંબઈ વિશ્વનું બીજા ક્રમનું સૌથી શ્રેષ્ઠ શહેર છે તેવું માર્કેટ રિસર્ચ કંપની ઇપ્સોસ દ્વારા હાથ ધરાયેલા સંશોધનમાં બહાર આવ્યું છે  આ શહેરની ઝાકઝમાળ, સમગ્ર દેશના લોકોને અહીં ખેંચી લાવે છે સપના ની પાછળ દોડવાવાળા અહીંના લોકોની જિંદગીની અસલી બાજુ ખિન્ન કરી દે ખુશખુશાલ દેખાતા ચહેરા છે,આખોમાં રોશની છે પરંતુ નજીકથી જોઈએ તો એમના નસીબમાં આશું અને ભીનો રૂમાલ પણ છે અહીનો સામાન્ય વર્ગ હાથ લંબાવતો નથી કારણ અહી લોકો બેશરમ ,અને જવાબ દેવામાં બિન્દાસ છે,જીવન એટલું પણ મજબુર નથી ,જીગરથી જીવે તેને માટે ઉઘાડા દ્વાર છે

ભાઈ… અહીં લોકો તો છે… તેમની પાસે હૃદય પણ છે. પણ એની સંવદેનશીલતા વિના ધડકે છે તો માત્ર પોતાને માટે।…….

…. મુંબઈની ઝાકઝમાળ, કલશોર, ભાગદોડ, ભીડ, ગંદકી, અને એક પ્રકારની ખાસ વાસ છત્તાં  મુંબઈ મોહમયી કહેવાય છે.
જરા હટકે, જરા બચકે, યેહ હૈ બોમ્બે મેરી જાન……..
Pragnaji

આ મુંબઈ છે ……1

આ મુંબઈ છે ……

મિત્રો 

મુંબઈ આવી છું  તો ચાલો  એની વાતો કરીએ મને ઘણી વાર પહેલાની મુંબઈના  ફોટા ઇમૈલ માં કોઈને કોઈ મોકલતું ,આમતો મારો પરિચય મુંબઈ સાથે જન્મ થી જ થયો, મોટી પણ અહિ જ થઇ લગ્ન પણ મુંબઈમાં મારે તો ગામમાં જ સાસરું  ને  ગામમાં જ પિયર ,પરણી ને સાસરે તો ગઈ  પણ શાકવાળો કરીયાણા ની દુકાન અને ઘાટી પણ એજ। …..વહુ થઇ તોય શાકવાળો મને કહે બેબી શું આપું  ….ખેર પણ હવે મુંબઈ  સાવ બદલાઈ ગયું  જો તમે લાંબા સમય પછી આવતા હો તો એરપોર્ટ  પર ઉતરતા ….  જયાં  જુઓ ત્યાં ભીડ અને  ટ્રાફિક  …કાં માણસ  ચાલે કાંતો  વાહન….આમતો ટ્રાફિક ને લીધે ખુબ ધીમા ચાલે પણ આવાજ વધારે કરે ,રીક્ષા અને ટ્રકના ધુમાડા સાથે  તમારી કલ્પનાનું મુબઈ હવા માં ઉડી જાય। …..ધરાવી ની ઝુંપડપટી  પાસે પસાર થાવ તો ખબર પડે નર્ક કોને કહેવાય। ..દુનિયાનો સૌથી મોટો સ્લમ એરિયા। ..ગંદગીથી ફદફદ થી ગલીઓં વરસાદના પાણીથી ભરેલા ખાબોચિયા અને ઉપર મણમણતા હજારો મચ્છરો  …..સિગ્નલ ને તોડી,હૂલ આપી કપડા બગાડી જતી રીક્ષાઓ   … જ્યાં ત્યાં ઉઘાડા શરીરે ભીખ માંગતા અંગ તૂટેલા ભિખારીઓ  વધુ  લખીશ તો ડિપ્રેશન આવી જશે…. 
  
મુંબઈના કેટકેટલા રૂપ છે.એક તરફ ઝગમગતું  મુબઈ તો બીજી તરફ ખદબદતું ,જાગતું ખળભળતું  અને ઉત્સવો ને બધું ભૂલી ઉજવતુ મુબઈ છે અહી શ્રધા સાથે ઉત્સાહ તો છે પણ વધારામાં પૂરું એર પોલ્યુશન સાથે તહેવારો નિમિત્તે નોઈઝ પોલ્યુશનો પ્રસાદમાં મળે છે અત્યારે …મુંબઈમાં નહિ આખા મહારાષ્ટ્રમાં ગણપતિબાપા નો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે…હું નાની હતી ત્યારે ગણપતિ મારા માટે રજાને મજાના દિવસો હતા પરંતુ આ વખતે પહેલીવાર આ ઉત્સવો ની મજા માણી ન શકી કારણ મારા મમ્મજી હોસ્પીટલમાં હતા ,ICU માં અમારા ઘરમાંથી એક જ વય્ક્તિ રહી શકતી  માટે રોજ હોસ્પીટલના ધક્કા આવા ટ્રાફિકમાં અમને કરવા પડતા ઉપરથી વરસાદ ,ઉત્સવને લીધે બમણો ટ્રાફિક ,ઢોલ -ત્રાંસા નો અવાજ આજુબાજુ માં હોસ્પિટલ હોય તો પણ  કોઈ નિયમ નહિ ,રીક્ષા ટેક્ષીવાળાના નખરા ,આ દેશમાં એવો કોઈ નેતા પાક્યો નથી જે ધાર્મિક લાગણી દુભાવવાની  ઐસીતૈસી કરીને નિયમોનું પાલન કરે અને કરાવડાવે.. .અહી જયાસુધી ધર્મના ઉત્સવનો સવાલ છે અહી ધ્વનીપ્રદૂષણના નીયોમોને ધોળીને પી જવામાં આવે છે એમ્બુલાન્સો લાચાર હાલતમાં ઢોલ નગારા સંભાળતી ટ્રાફિકની વચ્ચે રસ્તો શોધતી ઉભી જ રહે છે ત્યારે વિચાર આવે છે કે વિગ્ન હરતા ગણપતિ બાપા આ દર્દીને કયારે મદદ કરશે ? મિત્રો આજ મુંબઈ છે આજ ઝબુક ઝબુક થતી લાઈટો મુંબઈના લોકોની લાચારી પર હસી રહી છે. લોકલટ્રેન અને ધારાવીની ઝુંપડપટ્ટી ની વાતો લોકોને ચીલાચાલુ લાગે છે… .તેમ છતાં નોકરીની હાયમાં ,રોજી રોટીના ચક્કરમાં ,પોતાના સપના ઓને ખરીદવાની લયમાં લોકો જીવે છે….હા  આજ મુંબઈ છે…. 
*************************************************

ક્યારેક વિચારોને વાણી આપવી જરૂરી હોય છે…ગઈ કાલે મારા મ્મીજી  નો જન્મદિવસ હતો .મેં એને ફોન કરી અભિનંદન આપ્યા ..મ્મીજી કહે જિંદગીના ૭૬ વર્ષ ક્યારે પુરા થયા ખબર જ ના પાડી .કોઈ વસ્તુની ઉણપ નથી .“ભૂતકાળ મને હેરાન કરી  શકતો નથી. ભવિષ્યકાળ તો હજી આવ્યો નથી તો કેમ ડરું. હું બસ આજમાં જીવું છું.”.સંતોષ છે.મેં પૂછ્યું જીંદગીમાં ફરિયાદ છે તો કહે ના ..પરન્તું એક વાત કોરીખાય છે શું  હું એક સામાન્ય જીવન જીવું છું .? શું મારે કૈક કરવું જોઈએ ..?

મેં કહું  જિંદગી પ્રશ્ન નથી. જિંદગી જવાબ છે. પ્રશ્નો તો આપણે ઊભા કરીએ છીએ.

પ્રશ્નોમાં ઉલઝતા રહીએ છીએ..મેં કહું દરેક વ્યક્તિ કોઈ ને કોઈ ફરિયાદ સાથે જીવે છે.

દરેકને એવું લાગે છે કે હજુ કંઈક ખૂટે છે. આ ખૂટતું શોધવામાં આખી જિંદગી વીતી જાય છે અને જે હોય છે એને પણ માણી કે જાણી શકાતું નથી.તમે  તો આજમાં જીવો  છો  ઘણા  માણસ કોઈ ને કોઈ અફસોસ સાથે જીવે છે અને ફરિયાદો સાથે મરે છે.

જિંદગીનું પૂર્ણવિરામ આવી જાય ત્યાં સુધી અલ્પવિરામો ખૂટતાં નથી!

મ્મીજી તમે ને તો ખરાબ ઘટના હોય તેને ગળેથી નીચે ઉતારી નાખવાની  રીત આવડે છે અને મજા આવે એવું હોય એને ચગળ્યા કરો છો .એમાં કશું ખોટું નથી …મોટા ભાગે લોકો ને  સૌથી વધારે ફરિયાદ પોતાની સામે હોય છે !  કંઈ ન મળે તો છેવટે લોકો  પોતાના નસીબ સામે ફરિયાદ કરતા હોય છે..તમને તો એ પણ નથી ..બધાને પોતાની શરતો મુજબ જીવવું છે. અને તમે તો બીજાની ખુશીમાં તમારો આનંદ માણો છો..

અને ત્યારે જ નિલેશ ગામીત નો એક લેખ  મારા હાથમાં આવ્યો એજ વાત એમણે સરળ ભાષામાં કરી છે ..   જિંદગી બહુ સરળ છે. માણસ જ તેને જટિલ બનાવી નાખે છે. જિંદગી જેટલી સરળ છે એટલી જ સતત છે. જિંદગીનો સ્વભાવ જ સતત વહેતા રહેવાનો છે….જિંદગી આપણને ક્યારેક ખુશી આપે છે, ક્યારેક દુઃખ. દુઃખને આપણે પૂરી રીતે જીવીએ છે, પણ સુખ આપણે ૧૦૦% જીવી શકતા નથી. એવું કેમ?જયારે દુઃખ નથી હોતું ત્યારે, જીવન એકદમ નોર્મલ ચાલે છે. સવારે ઉઠો, થોડું કામ કરો, પેટ પૂજા કરો અને પાછા ખાટલાં ભેગા થઇ જાઓ (primary task). વચ્ચે ક્યારેક સમય મળે ત્યારે મુવી જુઓ, આમતેમ ફરી આવો, મિત્રોને મળી આવો, એકલા ચાલવા નીકળી પડો. ટૂંકમાં જેમ ઈચ્છા થાય તેમ જીવો. કાલની ચિંતા છોડો.યાર, સમય નથી …” સાંભળ્યું પણ છે અને સંભળાવ્યું પણ છે. જાણે અજાણે આપણે ભૂતકાળને સાથે લઈને, ભવિષ્યની ચિંતામાં વર્તમાનની અવગણા   કરીએ છીએ  છે. છે કે નઈ?પણ કાલની ચિંતા છોડીને જીવવાની મજા માણવાનું આજે લોકો ભૂલી ગયા છે. જિંદગી આવી રીતે જ જીવવી એવું લોકો સ્વીકારીને ચાલે છે.? ખુદને ખુશી મળે એવા કેટલા કામો આપણે રોજ કરીએ છે? મોટા ભાગે, “કાલ” સારી જાય એની ચિંતામાં જ, “આજ” પસાર થઇ જાય છે. ;)..હજુ કંઈક ખૂટે છે. આ ખૂટતું શોધવામાં આખી જિંદગી વીતી જાય છે અને જે હોય છે એને પણ માણી કે જાણી શકાતું નથી. માણસ કોઈ ને કોઈ અફસોસ સાથે જીવે છે અને ફરિયાદો સાથે મરે છે. જિંદગીનું પૂર્ણવિરામ આવી જાય ત્યાં સુધી અલ્પવિરામો ખૂટતાં નથી!.“જિંદગી ખુબસુરત છે” એવો અહેસાસ ઘણી વાર થયા કરતો હોય છે… પણ આપણે જીવીએ છીએ એ ૧૦૦ પળો માની માંડ ૨-૩ પળો એવો અહેસાસ કરાવે છે. બાકીની પળો તો આપણે રોજબરોજના કામમાં, હું કંઈક કરીશ તો લોકો શું કહેશે કે વિચારશે એવા વિચારોમાં કે ભવિષ્યમાં હું આમ કરીશ, એમાં જ ગુજારી નાખીએ નાખીએ છીએ.સુખ,દુખ,સંતોષ,ખુશી,નિરાશા….. આ બધું તો જીવન માં ચાલ્યા જ કરતુ હોય છે…. જે મહત્વનું છે એ છે કે આપણે પોતાની રીતે જીવન જીવવાનું… આપણને શું કરવાથી ખુશી મળશે કે એવું શું કરવું કે જેનાથી જિંદગી જીવવાનો આનંદ આવે….બસ એ જ કરવું… આખું ગામ લઈને ચાલવા થી હંમેશા દુખ અને નિરાશા જ મળવાની છે.unconsciously પણ મગજ “આવતી કાલ” ને વધારે મહત્વ આપે છે. કંઈક વધારે મેળવામાં કે વધારે સારું મેળવવામાં જ આપણે વ્યસ્ત હોઈએ છે. ને જેમ જેમ જીવનના પડાવ પસાર કરતા જઈએ, તેમ તેમ આ વાત વધુ સ્પષ્ટ થતી જાય છે..

ક્યારેક ઈચ્છા થાય, કે દરિયા કિનારે જઈને પાણી માં પગ બોળીને બેસી રહીએ… બસ એમજ, ને અચાનક કોઈ કામ આવી પડે તો પણ દરિયા કિનારે જશો? પાણીમાં પગ બોળવા?

મોટે ભાગે જવાબ “ના” જ હશે.

જીવનની એવી ઘણી પળોને આપણે કાલ માટે પાછી ઠેલતા જઈએ છે, જે આપણને આજે ખુશી આપી શકે છે.

જિંદગીથી ખુશ રહો તો જ જિંદગી તમારાથી ખુશ રહેશે. કોઈ શિકવા નહીં અને કોઈ અફસોસ નહીં…નો રિગ્રેટ્સ, નો કમ્પ્લેઈન. કોઈ ફરિયાદ નહીં. . દિલ અને દિમાગ ઉપર જે ભાર છે એને હળવેકથી ઉતારી દો, જિંદગી તો એકદમ હળવી જ છે. સહજ બનાવી લ્યો …લાઇફ ઇઝ બ્યુટીફૂલ પણ એ સુંદરતા સ્વીકારવાની તમારી તૈયારી છે? જિંદગીને નજીકથી જુઓ, એ ધીમે ધીમે સરકી રહી છે, અને એને જીવી લો,..

મિત્રો આ લેખે મને પ્રેરણા આપી છે માટે જરૂર  થી મુલાકાત લેજો thanks-/નિલેશ ગામીત

**************************************************

ચંદ્રકાંતભાઈ નું આ વાક્ય મને યાદ છે ..  હમેશા યાદ રહેશે …

બીજાં બધાં કામો વચ્ચે – જેણે આઝાદીના શ્વાસ આપ્યાં તેનાં શ્વાસ ખૂટ્યાની તારીખ ભૂલી જઈએ તે પહેલાં તેમની પુણ્યતિથિએ શત શત વંદન સહ…


એ કહે છે આવા હતા બાપુ
બીજો કહે છે  આવા હતા બાપુ
મને પૂછો તો બતાવું
તમને સૌને કેવા હતા આપણાં ગાંધી બાપુ

સંત ફકીરો જેવા બાપુ
હિંસા ના સાગરમાં જેમ
કોઈ હોય કરુણા નો ટાપુ
એવા હતા આપણા ગાંધી બાપુ

સત્ય ના પુજારી
અહિંસા ના ઉપાસક
સહુના વ્હાલા,પ્રેમ ની નિર્મલ ધારા
એવા અમારા ગાંધી બાપુ

અહિંસા નો માર્ગ અપનાવી
શાંતિ જયારે સ્થાપી ત્યારે
રાખ્યું મહાત્મા ગાંધી બાપુ .

આજે આ સડક
આ ઈમારત
આ સ્મારક નું નામ
રાખીયુ    મહાત્મા ગાંધી બાપુ

પણ વિચારવા ની વાત છે બાપુ
કેટલા ચાલ્યા તમારા ચિન્હો પર
નહીતો આવી હિંસા ન હોત બાપુ

સફેદ ખાદી ટોપી પહેરી
કહેવા બોલવાની વાત  બાપુ
અંદર લડી લડી કાપવાની વાત બાપુ

ક્યાં છે મારા બાપુ
શોધું છું હું મારા બાપુ
કોઈ બોલાવો મહાત્મા,ગાંધી બાપુ..

વિનંતી  છે સૌને મારી
ખુબ લડી ને આપી તમને .
સાચવજો આપણી આઝાદી બાપુ .

એ કહે છે આવા હતા બાપુ

બીજો કહે છે  આવા હતા બાપુ
મને પૂછો તો બતાવું
તમને સૌને કેવા હતા આપણાં ગાંધી બાપુ

ખરી શ્રદ્ધાંજલિ દેજો સૌ
ચાલશો જો બાપુ ના ચિન્હો પર
શાંતિ જળવાશે વિશ્વભર
પછી ગર્વથી કહેજો સૌ
મારા બાપુ, આપણાં,  સૌના  ગાંધી બાપુ 
પૂજ્ય મહાત્મા ગાંધી બાપુ

મિત્રો વધુ આવતા અંકે  
Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s