પ્રેમ એક પરમ તત્વ -ગીતાબેન ભટ્ટ

પ્રેમ એટલે શું?
“પવિત્ર શક્તિથી ઉત્પન્ન થતા ગુણ” 
પ્રેમના ગુણનું શબ્દોમાં વર્ણન કરવું અઘરું છે.
આપણે પ્રેમ કઈ રીતે એ કેળવી શકીએ અને રોજબરોજના જીવનમાં એને બતાવી શકીએ?
જિંદગીમાં ક્યારે ક્યારે પ્રેમની ઝલક આપણે માણી છે.

જાન્યુઆરી આવે અને નવું વરસ લાવે !
નવા વર્ષની નવી પ્રભાત 
પ્રેમ વધે આપસમાં! અને આંનદ મઁગલ થાય!

ફેબ્રુઆરી મહિનો લાવે વેલેન્ટાઈન ડે !
પ્રેમ ચારેકોર વર્તાય
વધે પ્રેમ આપસમાં !અને આંનદ મઁગલ થાય!

માર્ચ મહિનો આવે , એ તો હોળી ધુળેટી !
સ્નેહના રંગ ઉડાડો !
પ્રેમ વધે આપસમાં! અને આંનદ મઁગલ થાય!

એપ્રિલ મહિનો આવે, લાવે વસન્ત પંચમી !
ખીલે જીવનની વસન્ત!
પ્રેમ વધે આપસમાં! અને આંનદ મઁગલ થાય!

મે મહિનો આવે….એતો મધર્સડે લઇ આવે !
વ્હાલી મા….. ત … ને વન્દન !
પ્રેમ વધે આપસમાં! અને આંનદ મઁગલ થાય!

જૂન મહિનામાં ગ્રેજ્યુએશન ઉજવણી !
કરો જ્ઞાનનું ગૌરવ !
પ્રેમ વધે આપસમાં! અને આંનદ મઁગલ થાય!

જુલાઈ મહિનો લાવે તહેવાર જુલાઈ ૪થ
હો બન્ને ભૂમિને પ્રેમ.
પ્રેમ વધે આપસમાં! અને આંનદ મઁગલ થાય!

ઓગષ્ટ મહિને આવે રક્ષાબન્ધન ને બળેવ !
નિઃસ્વાર્થના બન્ધન ,
પ્રેમ વધે આપસમાં! અને આંનદ મઁગલ થાય!

સપ્ટેમ્બર મહિનો આવે , એ તો શ્રાદ્ધના દિવસ !
કરો શ્રદ્ધાથી સૌ કામ ,
પ્રેમ વધે આપસમાં! અને આંનદ મઁગલ થાય!

ઓક્ટોબર મહિનો આવે , હેલોવીનનો મહિમા !
ભગાડો ભૂત સૌ મનનાં ,!
પ્રેમ વધે આપસમાં! અને આંનદ મઁગલ થાય!

નવેમ્બર મહિનો આવે: એ તો થેંક્સગિવિંગ ડે!
આભાર કહેવાનું !
પ્રેમ વધે આપસમાં! અને આંનદ મઁગલ થાય!

ડિસેમ્બર મહિનો લાવે ક્રિશમ્સની રોશની !
જલાવો દીપ અંતરના !
પ્રેમ વધે આપસમાં! અને આંનદ મઁગલ થાય!


Geeta Bhatt🙏

‘મનની મોસમ’ લલિત નિબંધ (૪) કૃષ્ણ બની ચાહો

 

 

 

 

 

 

 

આજે હું તમારી સાથે ચિત્રયાત્રા  કરવા માંગું છું. ઈલ્યારાજા નામના તામિલનાડુના એક ચિત્રકારનું આ ચિત્ર મારી સામે  છે.એમના ચિત્રોમાં વાસ્તવિકતા બોલે છે એને અનુભવું છું અને કવિતા ફૂટે છે.અહી સ્ત્રી છે પણ પોસ્ટર જેવી નહિ,પણ જીવનના ધબકારવાળી ,મોડેલ નહિ પણ સામાન્ય સ્ત્રીના ચહેરાવાળી સ્ત્રી… મૌનને મૌન સંભળાય ત્યારે લાગે છે,હમણાં જ બોલશે અને બોલશે તો શું બોલશે ? હૃદયને શબ્દો ફૂટે છે.બસ અને મારી કલમ આ સ્ત્રીની સંવેદના લખે છે.  

બારીએ ઉભી તમારી રાહ જોઉં છું

તમે સાંજે પાછા આવો છો.

ત્યારે હથેળીમાં આકાશ લાવો છો

હું કેટલીય વાતો ખોબામાં લઇ ઉભી હોંવ છું  ઉંબરે

તમારી રાહ જોતી,

હવે માળો ગુંજશે

પણ .. તમારું મોંન,

એક અવકાશ બની જાય છે.

અને હું ચુપચાપ મારામાં જ

સમાતી બહાર બારી બહાર  જોયા કરું છું.

અને થોડી ક્ષણો માટે

ઉંબરા ઓળગી

ઘરની બહાર વિહરું છું.

અને પોતાની પંખો લઇ ઉડતા

પંખીઓ મને મારું અસ્તિત્વ યાદ કરાવે છે.

હું ઈંડા બહાર નીકળું છું.

અને હું કહું છું.

તમને મારે ચાહવા હતા એટલે ચાહ્યા,

તમે ચાહો ના ચાહો

એનાથી મને શુ ફરક પડે છે?.

દરેક સ્ત્રીમાં એક મીરા એક રાધા,કે એક  યશોદા જીવે છે. સ્ત્રીલિંગ જન્મજાત એક મા છે કારણ સમગ્ર સૃષ્ટિમાં સ્ત્રીલિંગને પ્રકૃતિએ પ્રેમ આપ્યો છે.નાગ દમન માં પણ નાગણને પ્રથમ સ્ત્રી દેખાડી છે.કૃષ્ણ બાળકને પ્રેમથી જવા કહે છે, પ્રેમ બધા કરી શકતા નથી,પણ સ્ત્રી જયારે પ્રેમ કરે છે ત્યારે નગાડા વગાળી જાહેર કરતી નથી,શાંત સૌમ્ય ધીરજ સાથે સ્ત્રી પ્રેમ કરે…

પુરુષ સ્ત્રી સમોવડિયો થઇ જ ન શકે, કારણ પ્રેમ સ્ત્રીની તાકાત છે.માણસ ૧ સમયે એક જ વ્યક્તિને ગળે વળગી શકે છે પણ સ્ત્રી એક સાથે અનેક વ્યક્તિને હુફ આપી શકે છે.એક સ્ત્રીને પૂછો કે પ્રેમ કેમ કરાય?.શીખવ્યું કોણે ?. તો કહેશે શ્વાસ લેવાનું શીખવાડવું પડતું નથી ને ? ફૂલ ફૂટે છે ત્યારે તેની સુગંધ સરનામાં વગર આવે છે ને ! એમ સ્ત્રીને પ્રેમ કરતા શીખવાડવું પડતું નથી,સ્ત્રીને મહિલાદિવસના ઉજવણામાં રસ નથી,એને માત્ર જગતને પ્રેમ દેવામાં અને એનો અહેસાસ માણવામાં રસ છે.પ્રેમનો જવાબ જયારે પ્રેમ મળે ત્યારે આપોઆપ એના અસ્તિત્વની મહત્તા સર્જાય છે.માગવી પડતી નથી,અને ન મળે તો મહત્તા બમણી થાય છે.પ્રેમ જ સ્ત્રીના જીવતરને, જડતરને, મક્કમતા અને આત્મવિશ્વાષ થી મઢી આપે છે. સ્ત્રી કોઈપણ ભાર વિના સપ્તપદીમાં ચાલે છે.કારણ પ્રેમ કરી જાણે છે જીવનમાં બે ડાળીઓ વચ્ચે થોડોક અવકાશ આવે તો પણ ચાંદની અને તડકો એમાંથી લેતા સ્ત્રીને આવડે છે.સ્ત્રી સભર છે કારણ એ અભાવમાં પણ પ્રેમથી પ્રાણ પુરે છે.દરેક સ્ત્રી પાસે પોતાનું  પ્રેમનું નાનકડું મંદિર છે.. હવામાં વહેતી સુંગધ છે.ફૂલની તૂટેલી પાંદડીમાં ગુલાબ જોવાની દ્રષ્ટિ છે.સ્ત્રીને  પ્રેમને લિપિ, ભાષા, ધ્વનિ, સ્વર જેવાં પરાવલંબનોની જરુરત નથી, એ નિ: શબ્દ, અ-સ્વર હોઈ શકે છે,સ્ત્રી જ નિર્મમ નિર્લેપ રહી શકે છે  ત્યારે જ આત્મવિશ્વાસ આપો આપ ડોકાય છે.એ માંગવો પડતો નથી એને હૃદયની આંખે જોવો પડે છે.પ્રેમ સર્વત્ર છે અને પ્રેમ સ્ત્રીનો જન્મસિઘ્ધ અધિકાર છે.પ્રેમને બલિદાન ,સમર્પણ અને ત્યાગની વ્યાખ્યામાં બાંધીએ છીએ.  પ્રેમ તો  વ્યાખ્યાઓના  કાંઠા અને કિનારાને ઓળગી એક નવીજ દિશામાં એનું રમ્ય ભવ્ય સ્વરૂપ ધારણ કરી પ્રતીક્ષા કરતા ઉભો હોય છે અને માટે જ સ્ત્રીની પ્રતીક્ષાના ઝરુખા ક્યારેય ભાંગેલા નથી હોતા,તમે લશ્કર પાસેથી સેનાપતિ છીનવી શકો છો પણ સ્ત્રીના પ્રેમને નહિ.સ્ત્રી પાસે પ્રેમનુ ગણિત કે રસાયણ નથી.સ્ત્રીને  પ્રેમમાં મિકેનિક્સ કે મેથેડોલોજી ની જરૂર પડતી નથી એનો પ્રેમ તો સંગીતની જેમ ફેલાઈ જાય છે. વિસ્તરતો જાય છે.એને એજ પ્રેમ સ્ત્રીને “હું” કેદમાથી મુક્તિ આપે છે.સ્ત્રી પ્રેમ કરે છે ત્યારે ક્યાં કોઈને પુછે છે ?સ્ત્રી મુક્ત જ છે? શું મહિલા દિવસ ઉજવવાની જરૂર છે ખરી ?સ્ત્રીનું મહત્વ મનથી સમજણપૂર્વક સ્વીકારવાનું છે એમના અસ્તિત્વની મહતાનો અહેસાસ કરવાનો એજ તો  સ્ત્રીત્વને  સન્માન છે છે.જાતિય ભિન્નતા અને સામાજિક ભૂમિકા.આ  બંનેમાં આ તફાવત છે.. એ સમજણ કેળવવાની જરૂર છે.આ સમજણ આ તફાવતને આપો આપ દુર કરે છે. માત્ર તમારે કૃષ્ણ બનવાનું છે.કૃષ્ણની જેમ સ્ત્રીના પ્રેમને મહેસુસ કરવાનો છે મહેસુસ થયા પછી સન્માન એની મેળે જ સર્જાય છે.   સ્ત્રીને પૂછવામાં આવે તને શું જોઈએ છે ?તો કહેશે પ્રેમ ! અને પછી પૂછજો કેવો પ્રેમ ?અને જો કૃષ્ણને જાણતી હશે તો કહેશે કૃષ્ણ જેવો ?  8 માર્ચ એટલે વિશ્વ મહિલાદિવસ.સ્ત્રીત્વને સન્માનવાનો દિવસ… બહેન-દીકરીઓને એમના અસ્તિત્વની મહત્તાનો અહેસાસ કરાવવાનો દિવસ હા કૃષ્ણ બની સ્ત્રીને ચાહવા નો દિવસ…..યશોદામાની દોરીમાં સાંબેલા સાથે વ્હાલથી બંધાવાનો દિવસ .. કૃષ્ણ બની દ્રૌપદીના ચિરપુવાનો દિવસ.તેની ઉર્જા તેમજ ઉન્માદને ન્યાય આપવાનો દિવસ  ..માત્ર આ એક જ દિવસ  જ કેમ ?……બધી મોસમ કેમ નહિ ?.

પ્રજ્ઞા

ગુડવીલ! (એક લઘુકથા!) *ચીમન પટેલ ‘ચમન’

 

પ્રેમ અનેક રીતે વ્યક્ત થતો હોય છે …..અને પ્રેમ ક્યારેય મુર્જાતો નથી

      love     

પત્નીના અવસાનને આજે પાંચ વર્ષ પૂરા થવા આવ્યા હતા!

ગામમાં રહેતી મોટી દિકરી એની કોઈ વાત કરવા મારા ત્યાં આવી; ‘ડેડી, ઓફિસે જવા તૈયાર થતાં તમારા સહિયારા ક્લોઝેટમાં મમ્મીના કપડા જોઈને મમ્મી યાદ આવ્યા કરતી હશે! તો એ કપડાંઓને જો ‘ગુડવીલમાં’ આપી દઈએ તો કોઈના કામમાં આવે ને તમારા કપડાઓ માટે વધારે જગ્યા પણ થાય!’

દિકરીની વાત તો વહેવારિક હતી એટલે હું તુરત જ સંમત થઈ ગયો!

અગાઉથી નક્કી કરેલા દિવસે એ મારે ત્યાં આવી ગઈ ને કામે લાગી ગઈ!

ક્લોઝેટના કપડાઓથી ભરેલા પ્લાસ્ટીકના થેલાઓ બેઠકરૂમમાં મૂકાવવા લાગ્યા. પત્નીનો એક પંજાબી ડ્રેસ દેખાડી દિકરીએ મને પૂછ્યું; ‘ડેડી, આને તમારે રાખવો છે કે પછી ગુડવીલમાં આપી દઈએ?” એની સારી સાડીઓ, વગેરે એક અલગ કબાટમાં હતા. ક્લોઝેટમાંના એના કપડા તો રોજના વપરાશના હતા એટલે મેં કહ્યું; ‘બેટા, મને પૂછ્યા વગર ક્લોઝેટમાંના એના કપડાંને ‘ગુડવીલ’માં જવા દે!

કામ પતાવી, થેલાઓને ગાડીમાં મૂકી, મારી સાથે થોડું બેસીને એ ગઈ!

હું ક્લોઝેટ જોવા ગયો! પત્નીના કપડાઓ વગર ક્લોઝેટ પણ આ ઘરની જેમ ખાલી ખાલી લાગી રહ્યું હતું!  ત્યાંજ મારી એક ભૂલનો મને અહેસાસ થયો! ગુડવીલમાં ગયેલા કપડાઓમાં મને ગમતી એની એક નાઈટીને પણ મેં આ ઘરમાંથી સદાને માટે વિદાય કરી દિધી હતી!

પત્નીના ફોટા પાસે જઈ હું મનોમન બોલ્યો; ‘મને માફ કરજે! તારી એક ગમતી નાઈટીને પણ આજે મેં આ ઘરમાંથી સદાને માટે વિદાય કરી દીધી! તારી જેમ એ પણ મને આજીવન યાદ આવ્યા કરશે!

 

***********

(૧૬ઓક્ટો’૧૬)

યુ આર માઈ વેલેન્ટાઈન-કઈ કહેવાની જરૂર નથી-પ્રજ્ઞા દાદભાવાળા

Presentation1

યુ આર માઈ વેલેન્ટાઈન-“કઈ કહેવાની જરૂર નથી”

“કઈ  કહેવાની જરૂર નથી” 

શબ્દોમાં પ્રેમ રણકે નહિ તો કંઈ નહિ, 

મારો વિરહ કાળજે સણક્યા કરે, 

તે કઈ કહેવાની જરૂર નથી

અમારાથી અળગા રહો છો તો કંઈ નહિ 

વેલની જેમ વળગ્યા રહો છો,  

તે કઈ કહેવાની જરૂર નથી

આંખોમાં પ્રેમ છલકે નહિ તો કંઈ નહિ, 

તમારી ચાતકની નજરું અમને શોધે

તે કઈ  કહેવાની જરૂર નથી

વરસાદની જેમ વરસો નહિ તો કંઈ નહિ, 

ભીની લાગણીના પૂરમાં તણાવ છો

તે કઈ કહેવાની જરૂર નથી

કાળજે સણક્યા કરે, 

ચાતક ગોત્યા કરે,

વેલ વળગ્યા  કરે,  

પ્રેમમાં  તણાયા કરે, 

શું હતુંકહો નહિ તો કઈ નહિ, 

પણ તમારી પ્રીતની હું છું જ હક્કદાર, 

 જાહેરમાં  કઈ કહેવાની જરૂર નથી

પ્રજ્ઞા દાદભાવાળા

થાવ થોડા વરણાગી-(4)પ્રજ્ઞાજી

બેઠકનો આ મહિનાનો વિષય છે “થાવ થોડા વરણાગી”

rosex

મિત્રો,

ગઈકાલે મેં વેલનટાઈન ડે ઉજવ્યો ,

આમ તો ભારતમાં હતી ત્યારે પ્રેમ માત્ર ગજરો કે સાડી મેળવી વ્યક્ત કરાતો હતો,પ્રેમમાં માગણી કે અપેક્ષા ઓછી હતી હા ક્યારેક સ્ત્રીઓ રિસાતી ત્યારે કહેતી “ઝટ જાઓ ચાંદન હાર લાવો ઘૂંઘટ નહિ ખોલું”…પરંતુ ક્યાંય અપેક્ષા ન હતી,..એથી પણ વધારે મેઘલતામાસીના શબ્દોમાં કહું તો..

અમણે મોગરો ધર્યો ને તમે મહેકી ઉઠ્યાં
ને પછી ગજરો ગૂંથવાનું તો પૂછવું જ શું ?

હા, પહેલા આજ રીતે પ્રેમ વ્યક્ત થતો હતો પણ જમાના સાથે જાણે બધું બદલાય છે મારી દીકરી કહે છે મમ્મી તમે થાવ થોડા વરણાગી અને લ્યો બસ આજ વરણાગીપણા ને કવિતામાં વ્યક્ત કરું છું.

વેલેન્ટાઈને પ્રેમ પર હાસ્ય કવિતા

વેલેન્ટાઈને નાના-મોટોઓને પ્રેમમાં પડતા કરી દીઘા,​​
‘સેલ-ફોન’ પર પ્રેમનો એકરાર કરતા કરી દીઘા!

ટેક્નોલોજીતો ભઇ વઘી રહી છે જુઓ ચારે કોર,
કબુતર અને પ્રેમ પત્ર ભૂલી, ઈમેલ કરતા કરી દીઘા!

સવારના પહોરમાં નિયમિત જોગીંગ કરવાના ​બહાને, 
અત્તર છાંટી કાર્ડ અને ગુલાબ વેચતા કરી દીઘા!

ખાવાનો ચસ્કો બઘાનો જુઓ એમ થોડો છુટે છે,
​​વેલેન્ટીન ના નામે ચોકલેટ​નો વેપાર કરતા ​કરી દીધા!

​ઝાંઝર ​વેણી અને ગજરો અંબોડા ને​ ઘૂંઘટ ​ ભૂલી,
પ્રેમમાં છુટા વાળ ,હવામાં ઉડાડતા કરી દીધા! 

શરમાવા કરમાવાની વાત છોડી દયો ​પ્રજ્ઞાજી, ​
જાહેરમાં પ્રેમનો એકરાર કરી,​​ચુંબન ​કરતા કરી દીધા! 

-પ્રજ્ઞાજી-

માનનીય ચીમનભાઈ
આપની લખવાની કળા ખુબ ગમે છે. એ જોઈ મેં પણ લખવાની કોશિશ કરી.

આ લખવા માટે મને ચીમનભાઈ પટેલે “ચમન”મદદ કરી માટે આભાર

http://chimanpatel.gujaratisahityasarita.org/ ​

વેલનટાઈન ડે ના દિવસે ખુબ અભિનંદન

મિત્રો આપણી  “બેઠક”ને પ્રોત્સાહિત કરનાર ડૉ.મહેશ રાવલ   બે એરિયામાં કાયમ માટે  આવી ગયા છે આપ સહુ એમની ગઝલથી પરિચિત છો  હું એમના વિષે વધુ કહું એના કરતા એમની કલમની તાકાત એમના શબ્દોમાં આજના વેલનટાઈન ડે

​ નિમિત્તે રજુ કરું છું  જે માણજો ​
 
cropped-rose.jpg

આંધળો કહી પ્રેમને અમથો વગોવ્યો આપણે
દેખતા કરતા વધારે પ્રેમને દેખાય છે !

– ડૉ.મહેશ રાવલ 
 

મહેશભાઈએ કરેલી એક રજુઆતમાં બધે પ્રેમને જોશો તો સાચા પ્રેમની વ્યાખ્યા દેખાશે. મહેશભાઈ એ લખેલી આ રચનામાંથી મને આજે વેલનટાઈન ના દિવસે આજ અર્થ મળ્યો છે. જે હું રજુ કરું છું  અને તમને પણ આજે પ્રેમનો સાચો અર્થ આમાં થી મળશે ​..પ્રેમ એટલે લાગણી નો સ્વીકાર ,જ્યાં અહમ ના હોય,સરસ વાત છે કે પ્રેમમાં આડકતરો અહમ પણ ન પોસાય ,​મહેશભાઈ કહે છે અહમ હો તો ઉંબરે થી જ પાછા વળજો,પ્રેમમાં અપેક્ષાને  કોઈ સ્થાન નથી  અને એથી વધુ રાગ દ્વેષ ને કદીયે ન લાવતા।. પ્રેમ ને  ખણખોદ કે ખટરાગથી મેલો નહિ કરતા ​ સૌમ્ય સાલસ સાહજિકતાએજ પ્રેમનું ​ભીતરી સૌંદર્ય, ​છે અને એજ પ્રેમનો દબદબો જાળવી આજે તમારા પ્રેમને ઉઘાડા બારણે પ્રવેશવા દેજો. ​

 
 

તો, બારણાં ખુલ્લા જ છે…ડૉ.મહેશ રાવલ

 

તો,બારણાં ખુલ્લા જ છે…

 

અર્થ અંગીકાર હો તો બારણાં ખુલ્લા જ છે
લાગણી, આધાર હો તો બારણાં ખુલ્લા જ છે

આડકતરો પણ અહમ આ ઉંબરે પોષાય નહીં
પાત્રતા પુરવાર હો તો બારણાં ખુલ્લા જ છે

એક માર્ગી છે હ્રદયની સલ્તનતનાં માર્ગ સહુ
આવવા તૈયાર હો તો બારણાં ખુલ્લા જ છે

ફળવગરનાં કર્મ નહીં પણ, કર્મનાં ફળનું ચલણ
માન્ય જો સો વાર હો તો બારણાં ખુલ્લા જ છે

રાગ નહીં કે દ્વેષ નહીં, ખણખોદ કે ખટરાગ નહીં
માપસર વ્યવહાર હો તો બારણાં ખુલ્લા જ છે

સૌમ્ય સાલસ સાહજિકતા,ભીતરી સૌંદર્ય, ‘ને
સાદગી શણગાર હો તો બારણાં ખુલ્લા જ છે !

લઇ ખુમારીનો અનાહત વારસો બેઠા છીએ
દબદબો સ્વીકાર હો તો બારણાં ખુલ્લા જ છે

http://drmahesh.rawal.us/?p=1877

ડૉ.મહેશ રાવલ

“બેઠક” દરેક સર્જકોને અભિનંદન

“પ્રેમ એટલે કે પ્રેમ” પુસ્તક પ્રકાશિત થઈ ગયું.

 

 

BookCoverPreview (1)

“બેઠક”ની  માળાના મણકામાં નિત નવા મણકા ઉમેરવાનો આપણા પ્રયાસમાં વધુ એક સફળતા.ફળ સ્વરૂપે “પ્રેમ એટલે કે પ્રેમ” પુસ્તકનું પ્રકાશવું.

જી હા વેલેન્ટાઈન જેવા શુભ અવસરે ભેટ આપવા જેવું આનાથી વધારે બીજું કહ્યું હોય શકે! “બેઠક”આપ સહુના સહિયારા સર્જન અને લેખન ને પુસ્તક સ્વરૂપે આપની સમક્ષ રજુ કરતા ગર્વ અનુભવે છે.મિત્રો હવે આપ આ પુસ્તક Amazon અને creatspace પર ખરીદી શકશો.

 Prem Etale ke…. prem:Essays on Love ( Gujarati Sahiyaru Sarjan)

Authored by Pragna Dadabhawala

List Price: $25.00

6″ x 9″ (15.24 x 22.86 cm)
Full Color on White paper
100 pages

ISBN-13: 978-1507770931 (CreateSpace-Assigned)
ISBN-10: 1507770936
BISAC: Literary Collections / General

Literic collection of authors of Milipitas ” Bethak” on “Prem- Love”

 CreateSpace eStore: https://www.createspace.com/5287627

Amazon—-hhttp://www.amazon.com/Prem-Etale-prem-Gujarati-Sahiyaru/dp/1507770936/ref=sr_1_3/180-1754835-0583334?s=books&ie=UTF8&qid=1423865605&sr=1-3&keywords=pragna+dadbhawala

Thanks

 

પ્રેમ એટલે કે…… પ્રેમ

મિત્રો  
 
પ્રેમ એટલે કે પ્રેમની  એ બુક  તૈયાર થઇ ગઈ છે.  આપ આપના આર્ટીકલ વાંચી શકશો.
 
 જે મિત્રો હાજર ન હતા તે આ બુક માણી  શકશે. prem aetle prem front picture

પ્રેમ છે પ્રેમ છે પ્રેમ છે ! વાસંતીબેન રમેશ શાહ

પ્રેમ છે પ્રેમ છે પ્રેમ છે !
 
અઢી અક્ષરના પ્રેમ શબ્દમાં અણમોલ,અલૌકિક,અદભુત ,અકળ,અવિનાશી શક્તિ છુપાયેલી છે 
પ્રેમના અનેક રૂપ છે ,જીવનમાં અનેક સમયે અનેક રીતે આપણે અનુભવ કરીએ છીએ 
પ્રેભુ પ્રેમ ,પરિવાર પ્રેમ ,ગુરુ શિષ્ય પ્રેમ તો મિત્ર અને સ્વદેશ પ્રેમ ,તેમજ પ્રાણી માત્ર માં પ્રેમ છે પ્રેમ છે પ્રેમ છે.
 ની:સ્વાર્થ   સમર્પણના ,ત્યાગ અને બલિદાન પ્રેમના સ્તંભ છે ,સ્તંભ જેટલા મજબુત તેટલો પ્રેમ અડ્ગ ,પ્રેમ માપવા માટે નથી તેને તોલી તોલીને ન અપાય 
 પ્રેમની અનુભૂતિનો એક પ્રસંગ આપને જરૂર કહીશ। …એક અંધ બાળા હતી આંખની ખોટ જન્મથી જ હતી એટલે ક્યારેય દુનિયા દેખી જ નહિ। ..આસપાસ ની વ્યક્તિઓ પાસે સંભાળતી કે પ્રેભુએ કુદરતનું સર્જન તદ્દન અનોખું કર્યું છે  કુદરત સપ્તરંગી અને મનોહર છે ,બ્રેઇલ લીપીથી પણ જ્ઞાન પ્રાપ્ત કરી પ્રભુના સર્જનના અનેક વર્ણનો વાંચી માણ્યા હતા પરંતુ જોઈ ના શકી। ..એક દિવસ પ્રભુ પાસે પ્રાર્થનામાં ગોષ્ટી કરતી હતી ત્યારે પ્રભુને નમ્ર વિનંતી સ્વરૂપે કહું હે પ્રભુ શું તમે મને થોડી ક્ષણો માટે ચક્ષુ આપી ના શકો ? અને હા પ્રભુ મારા અંતરની ઈચ્છા છે કે મારી માંનું મુખડું જોઈ લઉં !આ કુદરતનું સોંદર્ય હું બીજાના મુખે સાંભળી અથવા વાંચી માણી લઉં છું પણ મારી માં જેને મને જન્મ આપ્યો અને મારું લાલન પાલન કોઈ પણ બદલા વગર કર્યું ,માન્યું જેણે માટીને રતન એવી માંને મને એકવાર જોવા દયો   હે પ્રભુ … હે પરમાત્મા…   મારા સર્વે વિચારો… મારી સર્વે ઉર્મીઓ… મારા ઉરનું અણુએ અણુમાં  જેનો વાસ છે એવી મારી માંને મારે થોડીક ક્ષણ માટે નહાળવી છે જેની  નિસ્વાર્થ પ્રેમ ધરામાં હું જીવી રહી છું પ્રભુ જેના દ્વારા હું આપના પણ દર્શન કરીશ। ….આજ પ્રેમ એટલે કે પ્રેમ 
 
વાસંતીબેન રમેશ શાહ 

પ્રેમ એટલે કે પ્રેમ છે -મધુરિકા બેન શાહ –

પ્રેમ એટલે કે પ્રેમ છે 
પ્રેમ કરવો એટલે નિસ્વાર્થભાવ
સામેં પછી પશુ પક્ષી કે માનવ હોય !
નિસ્વાર્થભાવે કૈંકને કૈંક આપ્યાજ કરે,
સામે વળતી કોઈ જ અપેક્ષા નહીં, બસ એનું જ નામ `પ્રેમ  છે.
પ્રેમ માટે લયલા મજનું ,હીર રાંઝા, શંકર પાર્વતી ને રોમિયો જુલિયત ,
કે રાધા કૃષ્ણ ,આવા અનેક જોડલાના નામ જાણીતા છે  એ સિવાય। ….
માત પ્રેમ તાત પ્રેમ
પુત્ર  પ્રેમ, પુત્રી પ્રેમ
દંપતીનો દિવ્ય પ્રેમ
પ્રેમ છે સંસાર સાર તો
મૈત્રીમાં કૃષ્ણ સુદામાનો પ્રેમ ,
પંખીમાં સારસબેલડી નો પ્રેમ,
કૃષ્ણ -મીરાં નો સો ટકા સોનાનો પ્રેમ,
યરી મેતો પ્રેમ દીવાની કહે મીરાં રાની,
કૃષ્ણ -ગોપી નો નિર્દોષ પ્રેમ ,
ભક્ત અને ભગવાનનો પ્રેમ,
પ્રેમ લક્ષણા ભક્તિનો પ્રેમ,
મન તડપત હરી દર્શન કો આજ
અને છેલ્લું સોપાન તે પ્રભુ પ્રેમ .
પ્રેમ જેવું તત્વ સમગ્ર જીવમાં મુકી પ્રભુ એ આપી છે એક અનમોલ ભેટ ,કોઈએ કહ્યું છે કે ,પ્રેમકી તો સારે જહાં પે અસર હોતી હે ,અગરના ના હોવેતો સમજના તેરી હી કસર હોગી… યે યુક્તિ અજમા કે અગર મોત ભી આ જાવે ,હર આશિક દિલમે તેરી છબી હોગી  …..તેમજ  મીરાં બાઈએ પ્રેમ દ્વારા આત્મા ના આવરણો હઠાવી પરમાત્માને પામ્યા છે ,ભક્તની પ્રભુ પરની ભક્તિ સમર્પણ ભાવનું એક છેલ્લું સોપાન છે….. તેજ તો પ્રેમ એટલે પ્રેમ છે ,….શાસ્ત્રોમાં કહું છે કે વૈષ્ણવ બેસે તો ભગવાન  તેનું ઉભા ઉભા  ધ્યાન રાખે ને… વૈષ્ણવ ઉભો રહે તો ભગવાન તેને જોઇને નાજે ,તેને જમાડી  મેઅને ભક્ત દુઃખી તો ભગવાન પણ ,…અને તેના સુખે સુખી આવો સમર્પણ પ્રેમ છે…ભક્ત અપેક્ષા વગર  ભક્તિ કરતા પ્રેમ લક્ષણા ભક્તિ નું શિખર ચડે,….અને પ્રેમ દ્વારા  આત્મા અને આત્મા  દ્વારા પરમાત્મા ને પામે.
આજ તો પ્રેમ એટલે કે પ્રેમ છે
-મધુરિકા બેન શાહ –