મારી ડાયરીના પાના -૭૧-૭૯-અંતિમ પાના

દરેક વ્યક્તિને પોતાના જીવન વિશે  કહેવું કે લખવું ગમે છે. સરલતા અને સહૃદયતા થી ઊઘડતી જતી વાત ને વાગોળી શબ્દોમાં મુકતા એ જિંદગી ભરનું સંભારણું  ઉદાહરણ બની નવી પેઢી માટે સમજણ બની જાય,ઘણા ને એમ થાય કે માણસ આત્મકથા લખવા જેવું જીવ્યા હોય તો જ એણે આત્મકથા લખવી જોઇએ. પરંતુ દરેક વ્યક્તિની કથા એક સમજણ આપે છે એ વાત અહીં ધનંજયભાઈને ન ઓળખતી વ્યક્તિ માટે કહીશ, જેમ વાંચશો તેમ તેમના  જીવન ના દ્રશ્યો આપ મળે તમારી સમક્ષ આવશે, ખુબ જ સહજતાથી લખ્યું છે.પોતે જે જીવ્યા છે,તેની વાત વાચક સમક્ષ મૂકી છે પુસ્તકના પાના ફેરવતા એવું લાગશે કે એક દાદાજી વાર્તા કહેતા હોય અથવા એક પીઢ માણસ પોતાના ભૂતકાળમાં ડોક્યા કરતા જે દ્રશ્ય દેખાય તેને આલેખતા હોય, કોઈ જગ્યાએ એમની સુરતી છાટ પણ દેખાય છે ધનંજય ભાઈએ લખાણમાં સીમાનો ક્યારેય અતિક્રમ નથી અભિવ્યક્તિ છે.પણ અતિશયોક્તિ ક્યાંય દેખાતી નથી.પ્રમાણિકતાને વધુ મહત્વ આપવામાં આવ્યું છે.એક નાનકડા ગામડાથી શરુ થયેલી એમની જિંદગીની સફર આજે અહી સુધી પહોંચી છે. જેનું ખુબ સુંદર વર્ણન આલેખતા સુરતી આપણને ભૂતકાળમાં એવા ખેચી જાય છે કે પછી શું થયું એમ મન નાના બાળકની જેમ બોલી ઉઠતા આગળના પ્રકરણ આપો આપો વાંચે છે. ક્યાય દેશી ઉચ્ચારો, તો ક્યાંક સુરતી શબ્દો તો વળી ક્યાંક એંગ્રેજી શબ્દોનો પ્રયોગ ધનંજય ભાઈના વ્યક્તિત્વનો ખ્યાલ આપે છે. ખુબ ભણેલી વ્યક્તિ પણ પોતાની જ માતૃભાષામાં સૌથી શ્રેઠ અભિવ્યક્તિ કરી શકે છે વાત અહી અજાણતા જ પુરવાર થાય છે.અને માટે જ પુસ્તક નું મથાળું ખુબ યોગ્ય લાગે છે. તેમની વર્ણન શક્તિની દાદ આપતા કહી શકાય કે દ્રશ્ય ભલે શબ્દોમાં વર્ણવ્યા  હોય પણ વાંચતા આંખ સમક્ષ નિહાળી શકાય છે.નવી પેઢીને કદાચ ખબર ન હોય તેવા શબ્દો (બાવડી,બંબો,કને લાઈટની જગ્યાએ દીવા) તેમની જીજ્ઞાશા વધારશે એમાં કોઈ શક નથી ગીઝરની જગ્યાએ પાણી બમ્બામાં ગરમ થાય એ વાત આવતી પેઢી માટે કુતુહુલતા ઉપજાવશે એમની આ આત્મકથા અપરિચિત માટે જ નહીં, પરંતુ એમના જીવન સાથે સાથે સંકળાયેલા સૌ મિત્રો અને સ્વજન માટે છે,જે સમગ્ર મનહ્રદયથી એમની સાથે ખૂબ ઊંડાણથી જોડાયા છે. જૂની નવી પેઢીના સંબંધો ને પોતાના જીવનના પ્રસંગો દ્વારા સરસ આલેખ્યા છે,પરિક્ષાના વર્ગમાં પિતાથી દુર હોવા છતાં પિતાના મૃત્યુનો અહેસાસ થાય છે ત્યારે પિતા અને પુત્રના ન ઉચારેલા પ્રેમની સંવેદના પણ જગાડે છે, એમના જીવનમાં  ઘણું બન્યું છે જે કોઈના જીવનમાં નથી બન્યું,એમની આત્મકથા કદાચ સેન્સેશનલ નહીં, પરંતુ સેન્સિટિવ જરૂર છે.  અંત વાંચવાનું શરુ કરો તે પહેલા જરૂર કહીશ કે સહજતાથી નીકળતી વાણી જેવી અને વાતચીતની ભાષામાં લખેલી આ આત્મકથા એક પીઠ લેખકની બરોબરી કરે છે.
મિત્રો અહી ડાયરીના પાના પુરા થાય છે.આપ સર્વે આ આત્મકથા માણી છે માટે આપના પ્રતીભાવ જરૂર થી લખશો..
.ધનંજય ભાઈ નો ખાસ આભાર 
-પ્રજ્ઞા દાદભાવાળા 

દ્રશ્ય-71-યુરોપ ટુર `

બ્રિટીસ કોલમ્બિયા અને હવાઈ ટુર સારી રીતે પાર પડ્યા પછી.મારી ઓળખ ટ્રાવેલ પર્સન તારીખે થઇ ગઈ.કેટલાક ઉત્સાહી લોકો ને વિચાર આવ્યો કે કેમ યુરોપ ટ્રીપ ના લઇ જવી. આ વાત મારી પાસે આવી. તે દિવસમાં ડોંગ ની કંપની યુરોપ ટુર કરતી નહિ.એટલે મેં તપાસ કરવા માંડી છેવટે સેન્ટરના વોલેંટીયર ઈલાબેન કોઠારી મારી નજરમાં

આવ્યા.તે ટ્રાવેલ કન્સલ્ટટંટ હતા ને કંપની માટે ટીકીટો નું બુકિંગ કરતા હતા.મેં યુરોપ માટે કંપનીનું નામ આપવા કહ્યું.તેમણે TCi.  નું નામ સજેસ્ટ કર્યું.આ કંપની ઇન્ડિયા માં હતી.તેનું નામ ટ્રાવેલ કોરપોરેસન ઓફ ઇન્ડિયા.અમે મીટીંગમાં નક્કી કર્યું કે TCi.  મારફતે યુરોપ ટુર કરવી.અને આ ટુર ના નામ લખવા અને ડેપોસીટ ના પૈસા લેવા શરુ કર્યા કટકે કટકે તેત્રીસ નામ સેન્ટર માં થી આવ્યા. જે લોકો ઇન્ડિયા ગયા તા ને રીટર્ન થવાના હતા તેવા સત્તર નામ આવ્યા.કુલ્લે પચાસ નામ થયા.છ ફ્રી ટીકીટ મળી તે ઈલા બેન વોલંટીયરે લીધી. તેની ખબર પછી પડી. આ અઢાર દિવસની ટુર હતી.અમે મે ના થર્ડ વીકમાં જવાનું નક્કી કર્યું જેથી સમર નો લાભ મળે અને સમરના પૈસા ના ભરવા પડે.સાનફ્રાંસીસ્કો જવા સટલ કરી તેમાં લગભગ પંદર લોકો હતા.બધાને ભાગે બાર તેર ડોલર આવ્યા હતા.સાનફ્રાંસીસ્કો થી L. A જવાની ફ્લાઈટ ચાર કલાક લેટ હતી.ચાર કલાક થોભ્યા પછી L. A પોહ્ચ્યા.ત્યાંથી ફ્રાન્સ જવાની ફ્લાઈટ લેટ હતી.અમે બીજે દિવસે સાડા ચાર વાગે દુગલ એરપોર્ટ પોહ્ચ્યા ત્યાં ઇન્ડિયા થી આવનાર સત્તર મેમ્બર પણ હતા.એમાં કેટલાક  જુના ફ્રેન્ડસ પણ હતા.બધા હાઈ સ્પીરીટમાં હતા.એર પોર્ટ ની બહાર અમારે માટે બસ ઉભી હતી તેમાં બધા બેસી ગયા.અમારા ગ્રુપ માટે ગાઈડ ઇન્ડિયા થી આવેલા.નામ ગુલસન બાનુ હતું.તેઓ પારસી મેડમ હતા.તેઓ બહુ ભાષી હતા.ફ્રેંચ,રોમન ,જર્મન ઈંગ્લીશ વગેરે ભાષા જાણતા હતા.બહુ સ્માર્ટ નીટ અને ક્લીન હતા.ગ્રુપ લીડર તરીકે મારું ને શર્માનું તેમની સાથે ઇન્ટરરેકસન સારું હતું.તેઓ ગ્રાન્ડ મધર હતા પણ લગતા નહિ.શરીરે બહુ નાજુક હતા.અમે અર્ધો કલાકની રાઈડ માં મરકયુરી હોટેલ પોહચી ગયા.સામાન મૂકી ફ્રેશ થઇ એક કલાક પેરીસની સીટી ટુર કરી.પેરીસ માં ગાંધી રેસ્ટોરંટમાં ગયા.ત્યાં ઇન્ડિયન ખાણું ખાધું.બધાને બહુ નવાઈ લાગી કે પેરિસમાં વળી ઇન્ડિયન હોટેલ ?પછી એફિલ ટાવર ની ટ્રીપ લીધી.એફિલ ટાવર લાઈટો થી ઝગમગતો હતો.ઉપર જવા ટિકટ હતી.લીફ્ટ ઉપર છેક સુધી જતી હતી.ઉપર થી પુરા પેરીસ શેહેર ની લાઇટો દેખાતી હતી. ફેરિયા અહી પણ હતા અને તેઓ નાની નાની ચીજો સેહલાણીઓને વેચતા હતા.એફિલ ટાવર પાસે સોન નદી હતી.નદી માં ફેરી સર્વિસ હતી.તેમાં બેસી પેરીસ બાઈ નાઈટ જોયું.ફેરીની કેપેસીટી પાંચસો ની હતી દરેકને મોટા બાઈનોકયુંલર આપ્યા હતા.હળવું સંગીત વાગતું હતું.અદમ્ય ઉત્સાહ હતો.ફેરી નદી માં ધીરે આગળ વધીતી હતી.નદી ની બંને બાજુ શહેર હતું ને બંને બાજુ જોવાની મજા આવતી હતી.રસ્તે ફાયર વર્કસ જોયા તેમજ બાવીસ જુદી જુદી ડીઝાઇન ના આર્ચીસ જોયા.અને રાત્રે એક વાગે પાછા હોટેલ પર આવ્યા. સવારે એફિલ ટાવર ,વિકટરી આર્ચ ,ને નેપોલિયન પેલેસ જોવા ગયા.નેપોલીઅન પેલેસ માં ગરદી ઘણી હતી.iT WAS Li.KE A HUMAN SEA. તેમાં અમારા ગ્રુપની બે લેડીસ ખોવાઈ ગઈ.તેમને પેરીસ નો કોઈ અનુભવ ન હતો.અધૂરામાં પૂરું તેમની પાસે ફક્ત $20 હતા.પેરિસમાં ફક્ત ફ્રેંચ ભાષા બોલાતી.ઈંગ્લીસ ભાષા ચાલે નહિ.તે દિવસે કેટલાક મેમ્બરોએ $100 ની ટીકીટ લીધી હતી.બે લેડીસ ખોવાઈ જવાથી બધાનો મુડ ખરાબ થઇ ગયો.પણ ગાઈડે કહ્યું તમે જાવ.હું સંભાળી લઈશ.તેને ફ્રેંચ આવડતું હતું.અમો શો જોઇને આવી ગયા પછી ખબર મળી કે ગાઈડે પોલીસ ની મદદ થી બંને લેડીસ શોધી કાઢી. વિઘ્ન  ટળી ગયું.બધા આરામથી સુઈ ગયા. ત્રીજે દિવસે સવારના જીનીવા જવાનું હતું.વેહેલા ઉઠી પરવારી બ્રેક ફાસ્ટ ટેબલ પર ગયા.બધી પ્લેટો સફાચટ હતી.જેવો અધિક વેહલા ઉઠ્યા તેઓ સફાચટ કરી રૂમમાં જતા રહ્યા હતા.મેનેજરને ફરિયાદ કરતા માલમ પડ્યું કે દરેકને બ્રેકફાસ્ટ લીમીટેડ હોય છે જોકે તેમને વધારે બ્રેકફાસ્ટ ની વ્યવસ્થા કરી.બ્રેક ફાસ્ટ કરી અમો બસમાં બેઠા.બધાને લાગ્યું કે બ્રેક ફાસ્ટ પુરતો હતો નહિ.આખો દિવસ મુસાફરી કરી સાંજના જીનીવા પોહ્ચ્યા. જીનીવા માં વર્લ્ડ ફૂડ ઓર્ગેનાઈસેસન ની ઓફીસ હતી.યુનાઈટેડ નેસન્સની ઓફીસ હતી અને ઇન્ટરનેસનલ લેબર,તેમજ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈસેસન ની ઓફિસો જોઈ.જીનીવામાં કોન્ટીનેન્ટલ હોટલ માં રહ્યા. ત્યાં પોહ્ચતા રાત પડી ગઈ.એટલે રૂમમાં સમાન મૂકી ડાઈનીંગ રૂમમાં જમવા ગયા.પછી કેટલાક ઉત્સાહી લોકો સાથે ગામમાં લટાર મારવા નીકળ્યા.હોટેલ ની આજુબાજુ કાઈ ખાસ જોવાનું હતું નહિ.હોટેલ સામે એક ટાવર હતો.થોડું આગળ ચાલ્યા એટલે એક ઢોળાવ આવ્યો.જગા શાંત હતી કોઈ કરતા કોઈ આવતું કે જતું દેખાતું નહિ. બહુ સોલીટરી જગા હતી.કોઈ મારી કાઢે તોયે ખબર ના પડે.અમે ઢોળાવ ઉતરી ગયા.અને એક લાંબા પટ પર આવ્યા.ત્યાં એક સુંદર તલાવ નજરે પડ્યું.પણ કોઈ માણસ નહિ.દુર દુર કાઠે નાઈટ ક્લબ ચાલતી હોઈ તેમ લાગ્યું.ઘોઘાટિયા સંગીતનો અવાજ હતો.ડોક્ટર શર્માને નાઈટ ક્લબમાં જઇ ડાન્સ કરવાની ઈચ્છા થઇ.પણ આતો સાવ અજાણ્યો મુલક અને પાછી મોડી રાત ને ભાષા ના પ્રોબ્લેમ.વળી સવારના ઇટલી જવાનું હોવાથી મેં ડાન્સ પ્રોગ્રામ માંડી વળાવ્યો.હોટેલ પાછા ફર્યા ત્યારે રાતના બાર વાગી ગયા હતા.બીજે દિવસે ઇટલી જવા બસમાં બેઠા.રસ્તો પહાડી હતો.આલ્પ લાઈન પરથી પસાર થતા સૂર્યોદય જોયો અને અનુભવ્યો.બનાર્ડ પાસ માં થી પસાર થતા બનાર્ડ કુતરા જોયા.તેના માલિક સાથે વાતચીત કરી જાણ્યું કે કૂતરાનો ઉપયોગ ઠડી માં સ્નોમાં માં દટાયેલા માણસોને શોધી કાઢવા માટે થાય છે.કુતરાના ગળે વાઈન બોટલ અને ખાવાનું લટકાવાય છે.આ કુતરાને ટ્રેનીગ અપાઈ છે.આવા કુતરાએ  વિન્ટરમાં બસો જણાની જીંદગી બચાવી હતી તેવું તેના પાલકે જણાવ્યું.અહીના દુકાનદારો સાથે પણ વાતચીત થઇ કે લાંબા વિન્ટર અને તે પણ સતત બરફમાં ધંધા કેવી રીતે થઇ શકે ?તેમણે કહ્યું કે વિન્ટરમાં સેહલાણી આવતા નથી.તેથી સ્પ્રીંગ અને સમરમાં જે ધંધો થાય તેનાથી જીવન ચાલે છે.રસ્તામાં રેલ્વે યાર્ડ ,માર્બલ રોક્સ ,માઇનીગ રોક્સ વગેરે જોયા.અમે ફરતા ફરતા ફ્લોરેન્સ પોહ્ચ્યા. ફ્લોરેન્સ થી પિસા ગયા. પીસાનો લીનીંગ ટાવર જોયો.અમે ગયાતા ત્યારે કઈક વધુ નમી ગયેલો લાગ્યો.તેને પડતો અટકવા દોરડા બાંધ્યા હતા.પિસા ટાવરની આજુબાજુ ઘણી દુકાનો સોવેનીયર વેચતી હતી.ટુર પૂરી કરી અમે મિનરવા પેલેસ હોટલ પર પોહ્ચ્યા.ત્યાં જમી પરવારી રાત્રે લટાર મારવાની કેટલાકને બહુ મજા આવી હતી.બીજે દિવસે રોમ પ્રયાણ કર્યું હતું.રોમ પોહ્ચ્યા ત્યારે સવારના અગિયાર વાગ્યા હશે.બસ ડ્રાઈવર ટોલ આપ્યા વગર અંદર આવી ગયો હતો.પોલીસે તેને પકડ્યો અને બસ કબજામાં લીધી હતી.એટલે બસ ખાલી કરવી પડી હતી.તે લત્તો સારો હતો.ત્યાં પથ્થર ની પાળી હતી.તેના પર લાઈન બધ બધા બેસી ગયા.કેટલાક આમ તેમ લટાર મારવા ચાલી ગયા હતા.પણ નવા મુલકમાં કશું જોયું તો ના હોઈ એટલે બસ ની જગ્યા દેખાઈ ત્યાં સુધી લટારો મારી.કલાક પછી ડ્રાઈવર ટોલ ભરી આવી ગયો. અને બસ પાછી આવી ગઈ ગ્રુપમાં આનંદ સાથે બસનું સ્વાગત થયું.રોમમાં અમે પબલિક બસમાં બેસી વીશ ફૂલફીલીંગ ફાઉન્ટન જોવા ગયા.અહી પબ્લિક ટ્રાન્સપોર્ટ માં ગરદી ઘણી હતી.અહી જીપ્સી લોકો પાકેટ માર હોઈ છે અમને પહેલાજ ચેતવી દીધા હતા.છતાં અમારા ગ્રુપના દેસીકાચારી નું પાકીટ કોઈ ગજવામાંથી ઉઠાવી ગયું.તેમના બધાજ ડોલર જતા રહ્યા.તેમને યુરોપ ટુર પૂરી કરવા ઉછીના ડોલર્સ લેવા પડ્યા.ફાઉટન પર ભીડ ઘણી હતી.લોકો મનની ઈચ્છા પૂરી કરવા રોકડા પૈસા ફાઉટન માં ફેકતા.રાત થઇ ગઈ હતી અને ડિનર ટાઇમ થયો હોવાથી બસ પકડી હોટેલ પોહચી ગયા હતા.હોટેલ બહુ જુના બિલ્ડીંગ માં હતી તેથી ડીન્જી લગતી હતી.સાંકડી પણ હતી.વેટર ઇન્ડિયન હતા.ઇન્ડિયન ખાણું ખાઈ બસ પકડી હોટેલ રવાના થયા.પછીના દિવસે કોલેસીઅમ જોયું.તેમાં રાજા, ઉમરાવ અને પબલિક બેસતી.સિહ ને કેદીને કોલેસીઅમમાં ઉતારતા અને ક્રૂર ખેલ જોતા.એન્ડ્રોક્લીન અને લાયન ની વાત બહુ પ્રચલિત છે તે પછી જુના રોમન સીવીલાઈઝેસન નું ખોદકામ જોયું.જુલીઅસ સીઝર ઘણો લોકપ્રિય હતો.તેને ઈજીપ્ત જીતવાની ઘણી મહત્વકાંસા હતી.પણ બનવા કાલે ક્લેઓપાત્રા ના પ્રેમમાં પડ્યો.ક્લીઓપાત્રા ઈજીપ્ત ની પ્રિન્સેસ હતી.જુલીઅસ સીઝર ને માર્ક અન્થોનીએ માર્યો.માર્ક એન્થોની તેનો રાઇટ હેન્ડ હતો.તેણે કલીઓપાત્રા ઈજીપ્તને સુપ્રત કરી જે રોમન લોકોને ગમ્યું નહિ.માર્ક એન્થોની લડાઈમાં માર્યો ગયો અને સાપ કરડવાથી ક્લીઓપાત્રા મરણ પામી.સ્કુટર ઈટાલીમાં સોધાયેલું લેડીસ વેહિકલ હતું. પછીના દિવસે અમે વેટિકન સિટીની મુલાકાત લેવાના હતા.વેટિકન સીટી રોમનોજ ભાગ છે.છતાં એક જુદુજ સીટી ગણાઇ છે.તે સમયે સ્વર્ગના દરવાજા ખુલવાના હતા.એટલે ભીડ ઘણી હતી એવી માન્યતા છે કે દર પચીસ વરસે સ્વર્ગના દરવાજા ખુલે છે અને લોકો મોક્ષ મેળવવા તેમાંથી પસાર થાય છે.અમે વેટિકન સીટી જવાની લાઈન માં ઉભા.અહી પણ જીપ્સી લોકો ઘણા હતા.એમને જુવો તો લાગે નહિ કે તેઓ જીપ્સી છે.રંગે ગોરા અને નીટ ક્લીન.સ્વછ કપડા પહેરલા તે ડોલરની ભીખ માંગતા નજરે પડ્યા.કેહવાઇ છે કે આ લોકો યુદ્ધમાં જીતાયેલા સૈનોકોના વસંજ છે.જે સંજોગ વસાત શિક્ષણ કે વ્યસાઈ તાલીમ પામી શક્યા નથી.જેવા વેટીકેનના દરવાજા ખુલ્યા કે માનવ પ્રવાહ પુર જોસ માં વેહવા માંડ્યો.અંદર ચર્ચ માં માઈકલ અન્જેલો ના દોરેલા ચિત્રો હતા.પાદરી બધાને બ્લેસીંગ આપતા હતા.આખો દિવસ પસાર થઇ ગયો.સાંજે અમે હોટેલ પાછા ફર્યા.રોમ થી નેપ્લેસ ફરી અને કેપ્રી ફરી પાછા આવ્યા અને ઉપર જણાવ્યા મુજબ વેટિકન સિટીની મુલાકાત લીધી.બીજે દિવસે વેનિસ ગયા.વેનિસ પાણીનું શહેર.જયા જવું હોઈ ત્યાં હોડીમાં જવું પડે.અમે એક હોડીમાં બેસી એક જગ્યાએ ગયા.ત્યાં એક મોટો ચોક હતો.તેમાં ઘણી બધી ખુરસીઓ મૂકી હતી.ચોકમાં કબૂતર આમથી તેમ ફરતા હતા..લોકો કબૂતરો ને ચણ નાખતા હતા.વેનિસ ના વયોલીનીસ્ટ ની વાત તો પ્રચલિત છે વેનિસ ના સાઈટ સીયિંગ પછી અમે ઇન્સ્બ્રુક ગયા.અગિયારમે દિવસે અમે ઇન્સ્બૃકથી સલાઝ્બ્રગ ગયા.અને પછી ત્યાંથી લુસરેન ગયા.લુસરેન એટલે સ્વિત્ઝરલેન્ડ. એ અતિ સુંદર છે’સ્વીટઝરલેન્ડમાં અમે ઇન્ડિયન ડીનર લીધું.માઉન્ટ ટીટલસની વિસિટ બહુ મેમોરેબલે હતી.ગોન્ડોલા માં બેઠા અને સ્વીટઝરલેન્ડ ઉચાઈ પર થી જોયું નીચે ચરતી ગાયો ને ગળે ઘંટડી બાંધી હતી.ઉપરથી સ્વીટઝરલેન્ડ ગ્રીન અને સ્વર્ગીય ભૂમિ લાગતું.ત્યાં પણ ભારતીય લોકો વસેલા છે.ત્યાં બરફના ગોળાથી મારા મારી કરી હતી ને બરફમાં આળોટ્યા હતા.અખો દિવસ માઉન્ટ ટીટલસ પર વીતી ગયો.રાત્રે ઇન્ડિયન ખાણું ખાધું.ઘણી બધી સ્વીસ ટોફી લીધી પછીના દિવસે બ્લેક ફોરેસ્ટ થઇ રૂડીશેમ જઈ પાછા આવ્યા.ને બીજે દિવસે રાહીન ક્રૂઝ ને કોલોન પતાવી એમ્સટરડેમ પોહ્ચ્યા.એમેસ્ટરડેમ સીટી ટુર કરી.સોળમે દિવસે એમેસ્ટરડેમ થી આઠ કલાકની ફેરી સફર કરી લંડન પોહ્ચ્યા.લંડન સીટી ટુર કરી, વેક્સ મ્યુંસીઅમ ,ચેન્જ ઓફ ગાર્ડ તથા ટેન્થ સ્ટ્રીટ ની વિસિટ લીધી.બકીમહામ પેલેસ જોયો.લડન માં પણ ઇન્ડિયન ખાણું ખાધું.અઢારમે દિવસે સાન હોસે પાછા ફર્યા. 

   દ્રશ્ય-72-ઇન્ડિયા ટુર

હું અમેરિકા આવ્યો ત્યારે શરુ શરુમાં ઇન્ડિયા બહુ યાદ આવતું.એક પછી એક પ્રોબ્લેમ્સ આવતા,

નોકરી મળતી નહિ.ત્યારે થતું છતાં ઘરબારે તેમજ આરામની નોકરી છોડીને અમેરિકા આવવાની શું મૂર્ખામી તો નથી કરી ?વળી એમ પણ થતું કે આપણી જીદગી તો સમાપ્ત થવા આવી પણ બે યંગ દીકરીઓની અહી સેટ થવાની મહેછા અધુરી રહી જાય અને મને જીંદગી નો વસવસો રહી જાય. અહી તે વખતે બહુ ઇન્ડિયન હતા નહિ.અને કદાચ થોડા હશે તો પણ બાજુમાં કોઈ નહિ.કોની સાથે વાતચીત કરવી એ પ્રશ્ન હતો.આથી ઇન્ડિયા જવાની બહુ ઈચ્છા થતી.પણ એકલા નહિ. ગ્રુપમાં જવું હતું અને તે પણ સંપુર્ણ સુવિધા સાથે.જેમકે ફરવા ને બસ હોઈ રેહવાને હોટેલ હોઈ જ્યાં જમવાનું ચાહ બ્રેકફાસ્ટ મળે.અને દરેક અગત્યનું સ્થાન જોવાઈ. મેં શોધ ચલાવી.સ્વધાય માં આવતા મનુ ભાઈ પટેલને પૂછ્યું.તેમણે કહ્યું કે હું વર્ષે એક વાર ઇન્ડિયન માટે ઇન્ડિયા ટુર ગોઠવું છુ ને લોસ એન્જલીસ માં રહું છું.જો તમારો વિચાર તમારા ગ્રુપ સાથે જોડાવાનો હોઈ તો મને જરૂર જણાવજો.મેં તેમને વિગત આપવા કહ્યું.સાથે જણાવ્યું કે મારું નામ લખી કાઢો. મનુભાઈએ એન્જલીસ જઈ ટુરનું ફ્લાયર મોકલ્યું.ઇન્ડિયા ની ટુર બત્રીસ દિવસની હતી ને પ્રાઇસ $1650 ની હતી. મેં અમારા ગ્રુપને ઈ- મેલ મોકલી.600 ઈ- મેલ માંથી એકે જવાબ ના આવ્યો. મેં મારા પૈસા ભરી દીધાઅને ટિકીટ આવી ગઈ.મનુભાઈ, જેને ઇન્ડિયા વિસિટ માટે જવું હોઈ, તેને પણ સસ્તી ટિકીટ આપતા.પ્લાન એવો હતો કે બધાએ સિઓલ ભેગા થવાનું.અને ત્યાંથી ઇન્ડિયા જતી ફલાઈટ પકડવી અને અમદાવાદ ઉતરવું.ટુર ઉપાડવાનો દિવસ આવી ગયો.હું સાન ફ્રાન્સિસ્કો થી સીઓલ જતી ફ્લાઈટમાં બેઠો. બેઠો ને આજુ બાજુ નજર કરી.મારી નજર એક ઇન્ડિયન પર પડી.તે પ્લેન માં ફરી તેમની ટુર ના પેસેન્જરો ને ટીકીટ આપતો હતો.હું મનુભાઈ ને ઓળખી ગયો.મને તેમણે સાથે રેહવા સુચન કર્યું.અમદાવાદ આવ્યું અને પ્લાન મુજબ બધા ઉતરી ગયા અને પોતાને ઠેકાણે પોહચી ગયા.મનુભાઈ મને લઇ તેમને ઘરે ગયા.તેમણે મને ઘર કરતા વધુ સુવિધા આપી.મેં એમને ઘરે સરસ ચાહ પીધી અને હું ટુરમાં ખાવા બીસ્કીટ લઇ ગયો હતો તે બધાને આપ્યા.જયંતીભાઈ તથા રમણ ભાઈ ને ટેલીફોન કર્યા.બાર વાગે ગરમ જમ્યા પછી મને રૂમ આપેલો તેમાં ખાટલા પર ઘસ ઘસાટ ઉઘી ગયો.કેટલોક વખત પછી બાજુના રૂમમાં વાતો અને ખડખડાટ હસવાના અવાજે મને જગાડી મુક્યો.બારણું ખોલી જેવો બહાર આવ્યો કે જયંતીભાઈ ને રમણ ભાઈ ને મેં જોયા.જયંતી ભાઈ મને લઇ જવાની જીદ પકડી બેઠા.તેમણે મારો સમાન સુદ્ધા તેમની ગાડીમાં ગોઠવી દીધો. રમણભાઈ તેમના ઘરે ગયા.હું જયંતીભાઈ ના ઘરે બેઠો હતો ત્યાં સુરેશ સ્કુટર પર મને લેવા આવી ગયો.અને કેહવા લાગ્યો કે હું છુ ત્યાં સુધી તમારાથી બીજે કેમ રેહવાઈ ? હું તમને લેવા આવ્યો છુ જયંતી ભાઈએ સમજાવ્યું કે મારા દીકરાની મોટર છે અને સામાન સાથે સરળતાથી શ્રીજી રોડ પોહચી જવાઈ, જ્યાંથી ટુર ઉપડવા ની છે.હું સુરેશ ( આજે સુરેશ હયાત નથી) સાથે જઈ, જમી કરી પાછો જયંતી ભાઈ ના બંગલે આવી ગયો અને કાલની તૈયારીમાં પડી ગયો.જયંતીભાઈ એ મને સુવા માટે ઉપર વ્યવસ્થા કરી હતી.મને ઉઠવા એલેરામ આપ્યો હતો.સવારના વેહેલો ઉઠ્યો મારી સાથે જયંતીભાઈ પણ વેહલા ઉઠી ગયા.તૈયાર થઇ ગાડીમાં બેસી ગયા.અને મને શ્રીજી રોડ લઇ ગયા.શ્રીજી રોડ પર ટુર ઓપેરેટરની ઓફીસ હતી.ઓફિસની બહાર ખુરશીઓ રાખી હતી.બધાને ચાહ ને નાસ્તો અપાઈ રહ્યા હતા.હજુ પોહ ફાટ્યો ન હતો.અરસપરસ ઓળખાણો થતી હતી.મુશાફરોનો સમાન બસ ઉપર ચઢાંવાતો હતો. ઉપર ચઢાવેલો સામાન દોરડાથી બંધાતો હતો.સવારના સાત વાગવા આવ્યા હતા.પાચ મિનીટ માં બસ પ્રસ્થાન કરશે તેવી અનોઉંસ્મેન્ટ ટુર મેનેજરે કરી તેની સાથે બસમાં બેસવાનો ધસારો થયો.એક પછી એક બસમાં બેસવા લાગ્યા.કુલ્લે 36 પેસેન્જર હતા.અને ટુર મનેજર તથા તેનો સ્ટાફ. બધાની વાતો નો કલબલાટ વધી ગયો.અધૂરામાં પુરુ તેમને વિદાઈ આપવા આવેલા સગા સ્નેહીઓ છેલ્લી ઘડીની સૂચનાઓ મોટે મોટે થી આપતા હતા આ બધા કોલાહલમાં બસ ઉપડી ને તેના અવાજમાં બધું ધીમું પડી ગયું.આવજો એ આવજો ના સમૂહ સુર સાથે બસ બજાર ક્રોસ કરી હાઇવે પર આવી.અને કોઈકે જે બોલાવી અને બધાએ ઝીલી લીધી અને ટુર ચાલુ થઇ ગઈ. આ ટુરમાં મનુભાઈએ બતાવ્યું તો બહુ જેમકે નાથદ્વાર ,ઉદેપુર ,જયપુર,મથુરા ,વ્રંદાવન ,દિલ્હી ,આગ્રા,ઝાંસી ,હરિદ્વાર ,વિલાસપુર અલાહબાદ ,કુંભ મેળો , લખનવ ,વારાણસી ,અય્યોધ્યા ,ચિત્રકૂટ ,જગન્નાથપૂરી,પશુપતિ નાથ ,કાઠમંડુ, ચંપારણ અને અનેક.ઉત્તર ખંડની ટુરમાં 21દિવસ વીતી ગયા અમારું છેલ્લું સ્ટોપ જગન્નાથપુરિ હતું.જગન્નાથપુંરીમાં હોટલ સારી હતી અને મંદિર થી સાઉ નજીક હતી.ટુર માં બધાજ NiR. બોટલ વોટર પિતા.પણ જગન્નાથ પૂરી માં પાણી ની બાટલી ખલાસ થઇ ગઈ અને મળી નહિ.એટલે હોટલ માં જગ માં રાખેલું અને શુદ્ધ દેખાતું પાણી પીધું અને તકલીફ શરું થઇ.સવારે પાચ સાત જણાને પેટની તકલીફ થઇ ને ડોક્ટર બોલાવ્યા.બીજાઓનું શું થયું તે તો ખબર નથી પણ મને ડોકટરે ચેતાવ્યો કે બને તો પાછા જતા રહો. તમને ગેસ્ટ્રોએન્ટીટ્રીસ છે  મનુંભાઈ જે ટુર ઓર્ગેનાઈસ કરતા તેમની પણ તબિયત નરમ હતી અમે બંને અમદાવાદ પાછા જતા રહ્યા.ટુરમાં અનેક સ્થળો ની મુલાકાત લીધી હતી અને બધું યાદ રાખવું મુસ્કેલ હતું સિવાય કે નોધ લખી હોઈ પણ કેટલીક વિસિસ્ટ વાતો બની તે સેહ્જે યાદ રહી જાય છે.આવી વિસીસ્ટ વાતો અહી લખું છુ.

1)અમારી ટુરમાં એક પટેલ કપલ હતું.તેમની સાત પરણિત દિકરીઓ પણ ટુરમાં સાથે હતા.તેમનો ઓસ્ટ્રેલિયા માં ગ્રોસરી સ્ટોર હતો.તેમને ઇન્ડિયા ની હવા માફક ના આવી.અને તબિયત લથડતા ઓસ્ટ્રેલિયા પાછા સપરીવાર જતા રહ્યા.તેમની ઇન્ડિયા માં ફરવાની ને જોવાની આશા પર પાણી ફરી ગયું.

2) અમો ટ્રેન માં ચંપારણ જઈ રહ્યા હતા.આખો કંપપાર્ટમેન્ટ રીઝર્વ હતો.બધા આરામથી બેઠા હતા.ગાડી સ્પીડમાં આગળ વધી રહી હતી.સામે ની સીટમાં બેઠેલા એક ભાઈને શ્વાસ લેવાની બહુજ તકલીફ પડતી હતી.તેઓ હમણા પડી જશે ને ખલાસ થઇ જશે.તેમ મને લાગ્યું.પણ શું કરવું તે સમજ પડી નહિ.તેનું મૃત્યુ હાથ વેત હતું.મેં બુમ પાડી.એક ભાઈ તરતજ દોડ્યા અને ઈલાજ શરું કર્યો.તેમણે પોતાના મોઢાથી શ્વાસ આપ્યો અને હાર્ટ પર મસાજ કર્યો થોડી વારના પ્રયત્નથી પેલા ભાઈ બચી ગયા.હું બે ત્રણ દિવસમાં ટુર પડતી મૂકી મનુભાઈ સાથે અમદાવાદ પાછો ફર્યો.એટલે એ ભાઈનું શું થયું તે માલમ નથી.

3) હરદ્વારમાં ગંગાની સાંજે આરતી બહુ સરસ હોઈ છે.લોકો ગંગા ના મંદિર સામે સિમેન્ટ ના ઓવારે સમય પહેલા લાઈન બંધ બેસી જાય છે.આરતી સરુ થતા પહેલા બોલીઓ બોલાઈ છે.લોકો ગંગામાં ફૂલો ચઢાવે છે ,પડિયામાં દીવા વેહતા મુકે છે ત્યાં ગંગાના ભજનો ગવાઈ છે ફેરિયા કેસેટ વગાડી વેચતા હોઈ છે.વાતા વરણ બહુ મંગલમયી હોઈ છે. હું જગન્નાથપુરીમાં તબિયત બગડવા થી અમદાવાદ આવી ગયો હતો.ને મારો ઈલાજ શરુ કરી દીધો.સારો થતાની વારમાં અમેરિકા પાછો આવી ગયો.મનુભાઈ પણ પાછા આવી ગયા.મનુ ભાઈ તથા ટુર મનેજર આજે હયાત નથી.અને સહ પેસેન્જર માં થી કેટલા ગુજરી ગયા તે માલમ નથી  

દ્રશ્ય-73-ચાઈના ટુર

ચાઈના વિશે બહુ અવનવી વાતો સાંભળેલી.તેથી તે કન્ટ્રી જોવાની ઉત્કંઠા ઘણી હતી.પણ ટુર અફોર્ડડેબળ હોઈ તો

વધારે ઇન્ડિયન લોકો તેમાં હિસ્સો લઇ શકે.મારે ડોંગ હવા જંગ સાથે સારો સબધ હતો.મેં તેને ચાઈના ટુર ની વાત કરી.તેને કહ્યું કે ટ્રીપ તો મારી કંપની લઇ જાય છે પણ ઓછા માં ઓછા વીસ પેસેન્જર જોઈએ.ઓછા માં ઓછી આઠ દિવસ ની ચાઈના ટુર છે.મને કહ્યું કે તમે માણસો ભેગા કરો.ટુર તો હું ગોઠવી દઈસ.મેં સેન્ટર માં વાત વેહતી મૂકી.પણ ખાસ કઈ નામ આવ્યા નહિ.એટલે મેં ડોંગ ને વિગતવાર ફ્લાયર બનાવા કહ્યું.તેમાં શું શું સમાવેશ થાય છે અને શું નથી થતો તે લખવા કહ્યું.જેમકે વિસા ફી,મેડીકલ વીમો ,એડ્મીસન ફી ,ટીપ્સ વગેરે.ફ્લાયર તૈયાર થયે તેની પચાસ એક કોપી મને આપવા જણાવ્યું.ફ્લાયર આવી ગયા કે મેં છુટે હાથે વેહ્ચવા માંડ્યા.એક ફ્લાયર મેં સીનીયર વિંગના ડીરેક્ટર ને પણ આપ્યું.વાચી તેમને રસ પડ્યો. ફ્લાયર માં આઈટીનરી વાચી તેમણે પોતાનું નામ તથા ફેમિલીના કેટલાક નામ આપ્યા.શરુઆત માં સાત એક નામ સાથે લીસ્ટ વધતું વધતું છત્રીસ નામ સુધી પોહચી ગયું.છત્રીસમાં બે વયો વૃદ્ધ લેડીસ હતાએક હતા ઉર્મિલાબેન અને બીજા જયાબેન જેમની ઈચ્છા જીવનમાં એક વાર ચાઈના જોવાની હતી. તેઓ બહુ ચાલી સકતા નહિ તેમને ટુરમાં વિલચેર માં ફરવુંતું.તેમના માટે મેં વિલચેર તથા પુસર નો બંદોબસ્ત કરી દીધો.મારો નાનો ભાઈ પણ આવવા તૈયાર થઇ ગયો.તે લોસ એન્જલીસ માં રેહતો હોવાથી લોસ એન્જલીસ થી ગ્રુપ સાથે થઇ જશે.હવે ઘણા ને એરપોર્ટ જવા માટે પ્રોબ્લેમ હતો.આથી મેં સટલ ગ્રુપ બનાવ્યું.તેમાં તેર નામ આવ્યા.બધાને ટુર ના દિવસે મારે ઘરે  સાડા છ એ આવવા કહ્યું.ત્યાંથી સટલ ઉપડશે અને વળતા ત્યાં ડ્રોપ કરશે.ખર્ચ સરખે ભાગે આપવાનો રેહશે. આમ ચાઈના ટુર માટે બધી પૂર્વ તૈયારી થઇ ગઈ. અમારા ગ્રુપ માં જોડવા મોડે થી એક ભાઈ આવ્યા.તેઓ ઇસ્ટ કોસ્ટ માં ન્યુજર્સી માં રેહતા હતા.તેઓને પણ સાથે લઈલીધા. અમે સ્લોગન More the merrier રાખ્યું હતું.સવારના બધા વખતસર આવી ગયા.સટલ સાત વાગે આવી તેમાં બેસી સાન ફ્રાન્સિસ્કો એર પોર્ટ પોહ્ચ્યા.ત્યાં બાકી ના મેમ્બર પણ આવી ગયા.રસાલો લોસ એન્જલીસ પોહચી ગયો.લોસ એન્જેલીસ થી મારો નાનો ભાઈ તથા ભાભી પણ જોડાઈ ગયા.આમ અમારું ગ્રુપ લોસએન્જલીસ પર ભેગું થયું.તપાસ કરતા માલમ પડ્યું કે ચાઈના ફલાઈટ બે કલાક મોડી છે બે કલાક એરપોર્ટ પર આટા મારતા રહ્યા.અમે બેજિંગ પોહ્ચ્યા ત્યારે ત્યાં સાંજના સાડાપાંચ વાગ્યા હતા. એરપોર્ટ વિધિ પતાવીને બહાર આવ્યા ત્યાં અમારે માટે બસ તૈયાર હતી.બસમાં બેસી હોટેલ પર ગયા.ત્યાં સાત વાગી ગયા હતા.હોટેલમાં રૂમ પર સમાન મૂકી ડીનર માટે પોહચી ગયા.અમારો ગાઈડ પીટર બહુ સ્માર્ટ હતો.તે ચાઈનાનો ગ્રેજ્યુએટ હતો.તેની સાથે થોડી વાતચીત કરી.તેનું સ્વપ્ન અમેરિકા આવવાનું હતું.તે વળતે દિવસે સવારના આઠ વાગે આવવાનું કહી ચાલી ગયો.અમો જમી ને થોડા ડોલર વટાવી ચાઇની સકરન્સીયેન લીધી.તે માટે બેંક, હોટેલ માંજ હતી.તે પછી રૂમ પર ગયા.હોટેલ અપ ટુ ડેટ હતી.રૂમ પણ વેલ ફર્નિશડ હતો. બાથ રૂમ માં રોજ નવા ટુથ બ્રસ ને પેસ્ટ મુકતા.આખા દિવસ ના થાકેલા હતા એટલે સુઈ ગયા.બીજે દિવસે સવારના ઉઠી નિત્ય કર્મ પરવારી બ્રેક ફાસ્ટ લીધો.બ્રેક ફાસ્ટ સરસ હતો.ઘણા ચોઈસ હતા.બ્રેક ફાસ્ટ પતાવી બસમાં બેઠા.બસ અમોને ચાઈના ની પ્રખ્યાત ગ્રેટ વોલ પર લઇ ગઈ.ત્યાં મેળા જેવું વાતાવરણ હતું.ફેરિયા દુકાનો માંડી બેઠા હતા. માટીના રમકડા નાની મોટી સાઈઝ ના ને રંગ બે રંગીન હતા. બાઈનોક્યુંલર પણ હતા. ગ્રેટ વોલ 3700 (5920 કી. મી )માઈલ લાંબી છે.અને વાકી ચુકી છે લગભગ 1000 મીટર સી-લેવલ થી ઉપર છે.ગ્રેટ વોલ 1505 માં બંધાઈ હતી.તેનો મુખ્ય હેતુ ચાઈના રાજાનું પ્રોટેક્સન હતું.તેઓ નોર્ધન ચાઈના માં રેહતા લોકોથી ગભરાતા. અમોએ ગ્રેટ વોલ ના પગથીયા ચઢવાનું સરુ કર્યું. જોકે મને બહુ શ્રમ લેવાની મનાઈ ડોકટરે કરી હતી કારણ મને બે વાર હાર્ટ એટક તથા સ્ટ્રોક આવી ગયા હતા ને હું મરતા બચી ગયો હતો.થાક લાગે તો બેસી જવું એમ વિચારી ચઢવાનું ચાલુ કર્યું.હું 450 પગથીયા ચઢી ગયો ને મારા ભાઈ ના આગ્રહ થી બધ રહ્યો.પણ અમારા ગ્રુપ ની મહિલા વિમલા વ્રજલા 1750 પુરા પગથીયા ચઢી ગઈ.ગ્રેટ વોલ એકમાત્ર એવી ઈમારત છે જે ચંદ્ર પરથી પણ જોઈ શકાઈ. અમને પાછળ થી ખબર પડી કે છેક ઉપર જવાને કેબલ કાર પણ છે.પણ કેબલ કાર બીજી બાજુએ હતી.બપોરના બાર સાડા બારે ગ્રેટ વોલ નો પ્રોગ્રામ પતી ગયો.પછી લંચ માટે હોટેલ પર ગયા.દર દસ માણસો માટે એક ટેબલ હતું. લંચ ચાઇનીસ વેજીટેરિયન હતું.સૂપ, ફ્રુટ,નુડલ ,વેજીટેબલ્સ વગેરે હતું.લંચ પછી બપોરના મિંગ ટોમ્બ જોઈ.ટીનામન સ્ક્વેર જોયો.જ્યાં લોકોએ ચાઈનામાં ડેમોક્રસી લાવવા પ્રોટેસ્ટ કરેલો.પણ પ્રસાસને દાબી દીધો હતો.તેમાં ઘણા લોકો માર્યા ગયા કે ઘાયલ થયા. ટીનામાન સ્કેવર દુનીઆ નો સૌથી મોટો સ્ક્વેર છે.  અમોએ ટીનામન સ્ક્વેરમાં આટા માર્યા.ચાઈનામાં ફેરિયા બહુ ખાસ કરીને ટુરિસ્ટ સ્પોટ પર વધારે. ત્યાં થી ડોલર ની ત્રણ ખાખી હેટ લીધી હતી.ફેરિયા પાસે બાંરગેઈન થાય.ટી સર્ટ તથા લેડીસ કપડા ઘણા સસ્તા.ખરીદી પતાવી થીએટર તરફ પ્રયાણ કર્યું.સાંજે અક્રોબેટીક્સ નો શો હતો.થીએટર ફૂલ હતું.અમારું ગ્રુપ એક બ્લોક માં બેઠું હતું.સર્કસ ના ખેલ સ્ટેજ ઉપર થયા.આરટીસ્ટોએ બહુ સરસ પરફોર્મન્સ આપ્યું.રાત્રે શો પૂરો થયો.આ અમારો ચાઈના ટુર નો ત્રીજો દિવસ હતો. ચોથે દિવસે સવારના શાગાઈ જવાનું હતું.ત્યારે કોઈનો પાસ પોર્ટ ખોવાયો હોવાની વાત આવી.ને સવારના પોહોરમાં હોટેલ માં દોડા દોડી થઇ ગઈ.છેવટે સામાન પેક કરતા તેમનો પાસ પોર્ટ મળ્યો.ખબર પડી કે જેનો પાસપોર્ટ ખોવાયો હતો તે બીજા કોઈ નહિ પણ મારા  રૂમ મેટ હતા અને ન્યુ જેર્સી થી ટુર માં આવેલા.અમે ફ્લાઈટ પકડી શાગાઈ ગયા.ત્યાં યુ ગાર્ડન ની વિસિટ લીધી તેમજ નાનજી રોડ પર ફર્યા.આ અરિયા કોમેર્સીઅલ હબ છે.ત્યાંથી અમારા ગ્રુપે સુટકેસો લીધી.દુકાનદાર નો બધો સ્ટોક વેચાઈ ગયો.હું તથા બીજા બે ત્રણ જણ રહી ગયા. અમે ડીપાર્ટમેન્ટ સ્ટોરમાં થી લીધી.મેં લીધેલી લાલ રંગ ની $15 ની અટ્રેકટીવ સુટકેસ અમેરિકામાં $241માં વેચાતી જોઈ. યુ ગાર્ડન ની મુલાકાત લીધી તથા જેડ કાર્વિંગ ફેક્ટરી જોઈ.સાંજના બસ માં બેઠા ને HANGZHOU ગયા.ત્યાં જાણીતી ચાહ LONGGJ નો ટેસ્ટ કર્યો LINGYY.Nટેમ્પલ ઓફ YUE ફી ની મુલાકાત લીધી.બુદ્ધ ની ઘણી મૂર્તિઓ જોઈ એક થી એક મોટી.અગરબત્તી મોટા પ્રમાણમાં જલતી હતી અને તેની સુગંધ મનને શાંતિ અર્પતી.વાતાવરણ શાંત અને મંગલમઈ હતું.જગ્યાની ભવ્યતા હતી.ત્યાંથી સુઝ્હોઉં અને વોક્ષી ગયા.ચાઈના માં બાગ બગીચા સુંદર છે.લગભગ દરેક શહેરમાં બાગ બગીચા ભરપુર.અમે બધું પતાવી શાન્ગાઈ આવી સાન ફ્રાન્સિસ્કો જતી ફલાઈટ પકડી.વળતા સટલ નક્કી કરી હતી તેમાં બેસી મિલપીટાસ મારે ઘરે ઉતર્યા.મારો ભાઈ સાન ફ્રાન્સિસ્કો થી ફ્લાઈટ પકડી એલે ગયો.hongzhou માં ચાઈનાની મોટી textile. ndustry છે ને વોકસી ચાઈના નું

industrial hub છે ને ફાસ્ટ ડેવલપિંગ છે.આ હતી ચાઈના ટ્રીપ અને સાલ 2002 હતી

દ્રશ્ય-74-ડ્રીમ ટુર આલાસ્કા      

હું જયંતી ભાઈ શાહ તથા બીજા બે ત્રણ જણા અલાસ્કા ની ટુરમાં જવા તૈયાર હતા.અને જયારે મળતા ત્યારે આલાસ્કા ની વાતો કરતા.આલાસ્કા બે જુદી ટુર છે.એક ક્રુઝ માં જે આલાસ્કા ને કિનારે કિનારે જાય છે.અને કિનારે આવતા સીટીઓ ની મુલાકાત માટે રોકાઈ છે.બીજી પ્લેન લઇ એન્કરેજ જવાનું અને ત્યાંથી બસમાં અંદર જવાનું.ત્યાં ઠંડી ઘણી હોઈ છે. ખરું આલાસ્કા એ છે.એન્કરેજ માં લગભગ પાચ લાખ ની વસ્તી છે જેમ ઈન્ટીરીઅર માં જાવ તેમ આલાસ્કા ખરા સ્વરૂપ માં જોવા મળે.વાઇલ્ડ લાઇફ પણ દેખા દે.એન્કરેજ પહેલા જુનો આલાસ્કા નું કેપિટલ હતું. એન્કરેજ 1974 પછી આલાસ્કાનું કેપિટલ થયું.મેં બે ટુરઓર્ગેનાઇઝ કરી હતી. હું મારી મેડીકલ હિસ્ટરી ને લીધે અન્કેરેજ ટુર માં ગયો નોતો. પણ ક્રુઝ માં જવાની મારી પૂરી તૈયારી હતી.અન્કેરેજ ટુરમાં ગોપાલ શર્મા,ઉર્મિલાબેન તથા અન્ય ગયા હતા.કુલે આઠ થી દસ જણ હતા.રીપોર્ટ પ્રમાણે તેમની ટુર બહુ સારી રહી હતી.એક દિવસ ડોન્ગે મને ખબર આપ્યા કે તેની કંપનીનીએ દસ દિવસ ની એક ટુર ડીલમાં મૂકી છે.તેમાં બ્રિટીસ કોલમ્બિયા અને આલાસ્કાની દસ દિવસ ની ટુર છે.બ્રિટીસ કોલમ્બિયા ત્રણ દિવસની પ્લેન અને બસ ટુર છે અને આલાસ્કા સાત દિવસની ક્રુઝ છે.ભાવ ની ચર્ચા થઇ ને રકમ વ્યાજબી લાગી. $1190 માં ટુર નક્કી થઇ.નક્કી થયા પછી મેં બધાને ઈ-મેલ મોકલાવ્યા.જવાબો આવવા માંડ્યા.તેમાં પ્રશ્નો ની ઝડી વરસી ગઇ.બીજી બાજુ જેને જવુતું તેના નામ આવતા ગયા અને પૈસા.જોત જોતામાં બાવન નામ આવી ગયા.પછી વિચાર કર્યો કે બધા પાર્ટીસીપન્ટની મીટીંગ બોલાવવી.ઇન્ડિયા કમ્યુનીટી ને મીટીંગ માટે પરવાનગી આપવા જણાવ્યું. પણ તેઓએ મજબૂરી બતાવી.ગ્રુપમાં ચંદ્રવદન શાહે ઈનીસીએટીવ લઇ સૈન્ટ જેમ્સ સીનીઅર સેન્ટર માં તપાસ કરી.સેન્ટરે મીટીંગ માટે જગ્યા આપી.બેસવા માટે ખુરસીઓ આપી અને ચાહ કોફી માટે માણસ તથા સાધન મુકવાની વ્યવસ્થા કરી.બધી તૈયારી પછી અમે આલાસ્કાની પ્રી- ટુર મીટીંગ ની તારીખ નક્કી કરી.નક્કી કરેલા દિવસે હું તથા જયંતીભાઈ સ્નેકની બેગો લઇ સૈન્ટજેમ્સ સેન્ટર પોહચી ગયા.જઈ ને મીટીંગની વ્યવસ્થા કરવા મડી પડ્યા.ખુરસીઓ ગોઠવાઈ ગયી ઓર્ગેનાઇઝર ટેબલ તૈયાર કર્યું.ઉત્શાહ ગજબ હતો.પાર્ટીસીપન્ટ ના છોકરાઓ પણ હાજર હતા.વિચારો ની આપલે થઇ.ડોંગ ત્યાં હાજર હતો.તેણે પણ ટુર વિશેના સવાલો ના જવાબ આપ્યા.સવારના દસ વાગે ચાલેલી મીટીંગ બપોરના બાર વાગે પૂરી થઇ, ને બધા વિખરાયા. બધાને ટુર માટેની જરૂરી સુચના અપાઈ ગઈ. ટુર જવાને દિવસે બધા સાનફ્રાન્સિસ્કો એરપોર્ટ પર ભેગા થયા. જેઓને સટલ સર્વિસ જોઈતીતી તેમને માટે તે પણ વવ્ય્સ્થા હતી. પ્લેન સમય સર હતું.અમો વાનકુવર એર પોર્ટ પોહ્ચ્યા ત્યારે રાત પડી ગઈ હતી. રાતના સાડા દસ થયા હતા. એરપોર્ટ બહાર બસ તૈયાર હતી તેમાં બેસી ગયા.બસ અમોને એક્ષિક્યુટીવ હોટેલ ને રિસોર્ટ પર લઇ ગઈ.અમે ડીનર કરી સુઈ ગયા.સવારે ઉઠી ચાહ પી ચાલવા ગયા.મારા મિત્ર કાણે સાથે હતા.ઠંડે પોહારે ચાલવા ની મજા કઈ ઓર હતી.આવી બ્રેકફાસ્ટ કરી બસમાં બેઠા અને વાન્કુવારમાં ફર્યા.વિક્ટોરિયા થી બુચારટ ગાર્ડેન જવા ક્રુઝ લીધું.સવારના ફેરી ના ડેક પર ઠંડી હવા ખાતા 90 મિનીટ ની સિનિક ડ્રાઈવ પછી બુચાર્ટ ગાર્ડેન પોહચી ગયા.કેહવાઇ છે હાલ જ્યાં ગુલાબ બાગ છે ત્યાં કોલસાની ખાણ હતી.કોલસો ખલાસ થવાથી ખાણ ત્યજી દીધી હતી.આ પડતર જમીનમાં બુચાર્ટ નામના માણસે દુનીઅનો અતિ સુંદર બાગ બનાવ્યો હતો. બાગમાં 5000 જાતના ફૂલો ઉગતા હતા. જે સમય જતા બહુ જાણીતો થયો.બાગ નો એરિયા વિશાલ હતો.એમાં દુનિયાભરના ગુલાબ ઉગતા હતા.બાગમાં ફરતા અને જોતા સાંજ પડી ગઈ.ફેરી ને પાછા જવાનો વખત થઇ ગયો.ઝટ પટ સોવેનીઅર લઇ અમો ફેરી તરફ પ્રયાણ કર્યું.ફેરી પર ફેરિયા ફરતા હતા ને નાની મોટી ચીજ વેચતા હતા.મેં કેટલીક વસ્તુઓ ફેરિયા પાસે લીધી પછી ડેક પર દોસ્તો સાથે લટાર મારી ત્યાં સુધીમાં ફેરી કિનારે પોહચી ગઈ અને ઉતારવાનો સમય થઇ ગયો.ઉતરી અમો હોટલમાં ગયા.આ મારી બ્રિટીસ કોલમ્બિયા ની બીજી ટુર હતી.સૌથી પહેલી ટુર 1994 માં કરી હતી જેમાં અમે ફક્ત ચાર જણ હતા.હું પ્રદીપ જોશી કાણે અને સાઠે.તેનો ટુર ઓપરેટર ઈરાની હતો.તે ટુરમાં સાથે પોર્ટુગીસ કમ્યુનીટી ના બસ ભરીને પેસેન્જર હતા. ત્રીજે દિવસે સવારના બસમાં ફરી વાનકુવર સીટી જોયું. તેમાં પાર્લામેન્ટ બિલ્ડીંગ ,બેકન હિલ પાર્ક દુનિયાનો લાંબો ફ્રીવે 8000 માઈલ ,થન્ડર બર્ડ પાર્ક ,ટોટમ પોલ વગેરે જોયા. બપોરના લંચ પછી બસ અમોને ક્રુઝ ના શીપ પર લઇ ગઈ.શીપ સેલીબ્રીટી હતું.વિમાન ની માફક તેમાં ચેકિંગ તથા બોર્ડીંગ હતું.ચેકિંગ પછી શીપમાં દાખલ થતાજ દરવાજે રંગ બે રંગી પીણા ના ઠંડા ગલાસથી અમારું સ્વાગત થયું.મેં જીદગીમાં પહેલી વાર પેસેન્જર શીપ અંદરથી જોયું.શીપ ને સોળ માળ હતા.ઉપર જવા માટે લાઈન બંધ લીફ્ટ હતી.શીપ ની કેપેસીટી 3000 પેસેન્જર ની હશે શીપ માં મુવી થીઅટેર,લાઈબ્રેરી ,કેસીનો ,શોપિંગ સેન્ટર ,સ્વીમીંગ પુલ, સ્ટેજ શો ,કમ્પુટર રૂમ વગેરે સુવિધા હતી..ઇનસાઈડ કેબીન એક નાનું ક્યુંબીકલ હતું.જેમાં આમને સામને ને ઉપર નીચે કુલે ચાર બર્થ હતા.એક નાનો બાથરૂમ ને ટોઇલેટ હતા. એક નાનું વોર્ડરોબ હતું. જો ચાર જણ હોઈ તો સંકડાસ પડે પણ અમો દરેક કેબીનમાં બે જણ હતા.કેબીન દીઠ ડબલ ઓક્યુપન્સી નો ચાર્જ લાગવ્યો હતો. અમારું બાવન વ્યક્તિ નું ગ્રુપ હતું.તેમાં સિંગલ લેડીસ સીંગલ જેન્ટ્સ અને કપલ નો સમાવેશ થતો હતો.ગ્રુપમાં પાછા ગ્રુપ હતા.બધા જુદા જુદા માંળીએ હતા.સારું સંચાલન થાય તે માટે મેં દસ દસના પાચ ગ્રુપ બનાવ્યા.શક્ય ત્યાં લગી એક બીજાને જાણતા લોકો નો ગ્રુપમાં સમાવેશ કરવામાં.પાચ ગ્રુપના પાંચ લીડર નીમ્યા.આ લીડરો રોજ રાત્રે ડીનર પછી અડધો કલાક મળતા અને ગ્રુપના પ્રોબ્લેમ્સ ડિસ્કસ કરતા ને હલ કરતા.ડીનર ના બે સમય હતા.એક સાડા છ થી સરુ થતું અને બીજું સાડા આઠ વાગે.અમારા ગ્રુપ નો સમય સાડા આઠ નો હતો. અમારું આખું ગ્રુપ પાચમાં અને છઠ્ઠા માલ પર હતું.અમે ડાઈનીગ હોલમાં ભેગા થતા.અમારા ગ્રુપમાં બહુતિક વેજીટેરિયન લોકો હતા.વેજી માં ઢોસા ઇટલી રસમ ,સભાર વગેરે આઇટેમ રૂપે હતા.બાકી તો ઘણી ચીજો હતી જે અમે સજેસ્ટ કરી હતી. કીચન મનેજર રોજ જમવાના ટેબલ પાસે આવી પૂછી જતા.એક દિવસ કોઈકે પીકલ વિશે પૂછ્યું.બીજે દિવસે પીકલની બોટલ આવી ગઈ.સાત દિવસની ટુરમાં બે ફોર્મલ ડીનર હતા ત્યારે સાડી ચંપલ કુર્તા વગેરે નહિ પહેરવા તેવી સુચના હતી.એક કેપ્ટન ડીનર અને બીજું ફેરવેલ ડીનર. પસેન્જર બોર્ડીંગ પૂરું થયા પછી મશીન પર ટોટલ પેસેન્જર ચેક કરી ખાત્રી કરી દરવાજા બંધ કરી દેવતા.બધા પસેન્જર આવ્યા પછી મુકરર સમયે વોર્મ વેલકમ સ્પીચ અપાઈ.સાથે હાદસો થાય તો તરતા રેહવાનું સાધન કેમ વાપરવું તેનું ડિમોનસ્ટ્રેસન આપવામાં આવ્યું.આ વિધી પત્યા પછી.હું ને કાણે ડેક પર ગયા.હલકી ઠંડી હવા આવતી હતી અમારું શીપ શહેર થી દુર જઈ રહ્યું હતું.શહેરમાં દીવાબત્તી થઇ ગયા હતા.સામ ઢળતી હતી.રાત નું આગમન હતું.અમો વાનકુવર શહેર ને અલવિદા કરી દેખાતું બધ થયું ત્યાં સુધી જોતા રહ્યા..હવે સર્વત્ર દરિયાનું પાણી જ દેખાતું હતું.મારા રૂમ પાર્ટનર કિશોર ભાઈ હતા અને એમને મારાજ પાર્ટનર થવુંતું તે થયા.એમને જયંતીભાઈ સાથે વધારે ફાવે પણ જયંતીભાઈ સાથે તેમના પત્ની હતા.રાતના ઉઘ સારી આવી.મેં અને કાણે એ નક્કી કર્યું હતું કે સવારના વેહલા ઉઠી કિચનમાં મળવું ત્યાં ચાહ પીધા પછી ટોપ પર વોકિંગ ટ્રેલ છે ત્યાં કલાક ચાલવું.પછી નિત્ય કર્મ પરવારી બ્રેક ફાસ્ટ કરવો.ક્રુઝ માં ખાવાનાની આઈટેમ ઘણી અને વિવધતા બહુ.ખબર નહિ કેટલો બગાડ થતો હશે.અમે અમારી રાતની મીટીંગ માં નક્કી કરેલું કે જેને ફરવું હોઈ તે નિત્ય કર્મ પરવારી બ્રેક ફાસ્ટ કરી ગેટ પર હાજર રહે.દરેક ગ્રુપ લીડરે પોતાના ગ્રુપના દસ જણા ને જણાવું.સ્ટોપ આવ્યું હુબાર્ડ ગ્લેસીઅર ( hubard glacier ) બહુ ઠંડી હોવાથી ડેક પર જઈ જોઈ શકાયું નહિ.કાચની બારી માં થી જોયું એક પર્વત જેટલો બરફ નો ટુકડો ગબડી નીચે આવ્યો હતો.ઠંડી ઠરી જવાય તેવી સખત હતી અને વરસાદ જોરમાં પડતો હતો.નેક્સ્ટ જુનો સ્ટોપ આવ્યું.આ અલાસ્કા નું કેપિટલ હતું.વસ્તી આશરે 30000.ધધો મુખ્યત્વે ટુરીસમ અને સોલોમન ફીસ પકડવાનો.ઓબ્ઝરવેટોરીમાં થી મેન્ડેડન હોલ ગ્લેસિઅર જોયો.ઉચાઇ આશરે બસો ફીટ હશે. 30 મીનીટની એક ડોક્યુમેન્ટરી જોઈ જેમાં ગ્લેસીઅર પડતા જોયા.પછીના દિવસે કેચીકેન આવ્યું.અહી શીપ દુર લગારાઈ ગયું.અમને બોટ માં કેચીકેન પોર્ટ પર લઇ ગયા.અહી અમે બસમાં ફર્યા.ટોટેમ જોયા.ગામ બહુ નાનું હતું.વસ્તી લગભગ 15000 ની હતી મુખ્ય ધંધો ટુરીઝમ ને ફીસ નો હતો. જયારે શીપ આવે ત્યારે દુકાનો ખુલી જતી.જયારે સીઝન પૂરી થતી ત્યારે ધંધા અર્થે આવેલા લોકો પાછા જતા.આમ આલાસ્કા નો ટ્રાફિક ફ્લોટિંગ હતો.શીપ આવતી અને સીટી ધમધમતું.શીપ ગયા પછી સોપો પડી જતો. હવે પછી ના બે દિવસ શીપ પર પસાર કરવાના હતા..શીપ ફ્રાન્સિસ્કો જઈ રહ્યું હતું.શીપ પર તે માટે સુવિધા ઘણી હતી. અમે રોજ રાતના જમી થીએટર માં શો જોતા.સવારના વોક કરતા અને ગપ સપ કરતા.છેલે દિવસે બધાને ભેગા કરી એક ગ્રુપ ફોટો શીપ પરની દુકાન પાસે કરાવ્યો.શીપના ફોટો ગ્રાફરે ફોટો લીધો.આ ફોટો લેધર કવરમાં ફીટ કરી આપ્યો.મેં તેની બાવન કોપી કિન્કોક્ષ પાસે કરાવી દરેકને એક એક યાદગીરી માટે ભેટ આપી.શીપ પરની ફેરવેલ પાર્ટી એક ના ભુલાઈ એવી ઇવેન્ટ હતી.કઈ કેટલીએ વાનગીઓ ને અલાસ્કાન આઈસ્ક્રીમ. પરેડ તેમજ લાઈટો એક બીજી જ દુનિયા માં લઇ જાય.અમો સવારે સાડા આઠ વાગે સાનફ્રાન્સિસ્કો પોહચી ગયા.આ હતી અલાસ્કા ની ટુર.એ હતી ઓગણીસ સપ્ટેમ્બર 2003.

At Sacramento wi.th. Indian group. n Yellowstone Nat.onal Park Tour

દ્રશ્ય- 75-મારી વિવિધ બસ ટુરો

હું 1992 માં ફાઈનલી હું મુંબઈ થી અમેરિકા લોસ એન્જલીસમાં શીફ્ટ થયો.મારી ઉમર તે વખતે 62 વર્ષ હતી. જોબ માટે પ્રયત્નો પછી પત્તો લાગ્યો ત્યારે સાન હોઝે મુવ થવું પડ્યું.સાન હોઝે માં એક વાર વોક લેતા બસની બાસ્ટી પર બેઠેલા બાર ભૈયા ને તેમના પત્ની સાથે પરિચય થયો.અને તેમની મારફત રોય ને તેમના પત્નીનો પરિચય થયો.ત્યારે મહીને એક રવિવારે બધા ઇન્ડિયન સીનીયર સાંદીપની આશ્રમમાં ભેગા થતા.અને તેનું સંચાલન માહ્ત્રાં તથા તેમના પિતા શ્રી હરેકૃષ્ણ મજુમદાર કરતા પછી તો I.C.S.C.સેન્ટરની સરુઆત થઇ.તે OLD. IRON લાઈટ રેલ સ્ટેસન પાસે હતું.ત્યાં હું જતો.ત્યાં મારી ઘણી ઓળખાણ થઇ. ગોપાલશર્મા ,કાણે, સાઠે,નારાયણ સ્વામી વગેરે.અમે મળતા ત્યારે ટુર વિશે વાતો થતી. બધા લગભગ 60થી 65 ના હતા.શરીર સમ્પત્તી સારી હતી.તો આ નવરાસ નો ઉપયોગ ટુર આયોજન કરી કેમ ના લેવો ? અમે બસ ટુર ની તપાસ કરવા માંડી.મેં મારી દીકરી પ્રીતિને કહ્યું તારા ચાઇનીસ સર્કલ માં તપાસ કર.થોડા દિવસ પછી એ એક ફ્લાયર લાવી મને આપ્યું.ફ્લાયર ચાઇનીસ માં હતું.હું ફ્લાયર ઓફિસમાં લઇ ગયો.ત્યાં ચાઇનીસ કને ઈંગ્લીસમાં  ટ્રાન્સલેટ કરાવ્યું.ટુર યલો સ્ટોન નેસનલ પાર્ક ની હતી. અમો ટુર ઓપરેટર ની ઓફિસે ગયા ને વાત ચિત કરી નક્કી કર્યું.મારી તપાસમાં આ એકજ કંપની હતી જે બસ ટુર સાન હોઝે થી લઇ જતી અને બધી વાતે અનુકુળ હતી.ટુરની વાત બધાને કરી અને જેને આવવું હોઈ તેને નામ લખાવાનું કહ્યું.અઠવાડિયા માં ચૌદ નામ આવ્યા.તેમાં સિંગલમેન ,સિંગલ લેડીસ , ને કપલ હતા.ત્યારે 7 દિવસની આ ટુરના $398 હતા અમે હોસ્ટેટર ટુર ઓપરેટર ની ઓફીસ પર સવારના સાડા છ વાગે ભેગા થયા.ત્યાં બસ આવવાની હતી.સમય સર બસ આવી અને અમે પ્રસ્થાન કર્યું.યલોસ્ટોન જવા અમારી બસ ને 6 સ્ટેટ્સ માંથી પસાર થવું પડ્યું.આવવા જવા સાથે લગભગ 3000 માઈલ ની મુસાફરી હતી.રેહવાનું હોટેલ માં હતું.સાંજ પછી બસ ચાલવતા નહિ.જમવાનું દરેકે પોતાને ખર્ચે હતું.તે વખતે બ્રેક ફાસ્ટ હોટેલ માં ફ્રી આપતા.અમો ત્રીજે દિવસે યલો સ્ટોન પાર્ક પોહ્ચ્યા હતા.પાર્ક તેના વોલ્કેનોસ અને સલ્ફર હોટ વોટર માટે પ્રખ્યાત છે.અમે પાર્કમાં ગાડી માં ફરતા ફરતા વાઇલ્ડ બફેલોસ નું એક ઝુંડ, કતારમાં નદી પસાર કરતુ જોયું.દ્રશ્ય બહુ સુંદર હતું અને જવલ્લેજ જોવા મળતું.એક ઓવર સાઈઝ સાંબર જોયું.રાત્રે યેલો સ્ટોન પાર્ક ની THREE DiMENSiON ફિલ્મ થીએટરમાં જોઈ.બહુજ થ્રીલીંગ હતી.ત્યાં દુકાનમાં યેલો સ્ટોન ની કેસેટો વેચાતી હતી. મેં તેવી એક કેસેટ લીધી હતી. જતા આવતા બસ અન્ય જોવા જેવા સ્થળે રોકાતી.જેમાં સેક્રામેન્ટો ,સોલ્ટ લેક સીટી ,બ્રાઈસ કેનિયન ,મોન્ટેના ,વ્યોમીગ વગેરે નો સમાવેશ થાય છે.મને નોન પ્રોફિટ ઓરગેનાઇઝેસન માં પાર્ટ ટાઇમ જોબ એકાઉટસ & ફાઈનાસમાં મળી હતી.તેની સાથે ફાજલ સમયમાં હું ટુર ઓરગેનાઈઝ કરતો.બે દિવસ રીનો ની અગણિત ટુરો કરી.દર વખતે બસ ભરાઈ જતી.રેનો ની ટુરમાં અમે સવારના અનુપ જલોટા ના ભજનોની કેસેટ વગાડતા ,હિન્દી ફિલ્મ બતાવતા.રેનો માં વચ્ચે એક હોલ્ટ મેકડોનાલ્ડ પર આવતો ત્યારે ક્રેકર કે કેક બધાને વેહ્ચતા. ક્યારેક ફ્રુટ પણ આપતા.તે વખતમાં રેનો ની બે દિવસની ટ્રીપ ના $25 થતા.કેસીનાવાળા બે બુફે ફ્રી આપતા. બુફે માં ફ્રુટ, જ્યુસને ડ્રાઈ ફ્રુટ નો પણ સમાવેશ થતો. ને એક રાત હોટેલ રીજન્સી માં રેહવા ફ્રી આપતા.ટીપ એક ડોલર હતી.બસ ભરીને પેસેન્જર થતા તો છ ફ્રી ટીકીટ મળતી.જેઓ મને ટુરમાં મદદ કરતા તેઓને હું ફ્રી ટિકીટ  આપતો. રેનો ની ફી વધતા વધતા આજે $100 થઇ ગઈ. ટીપ દિવસની બે ડોલર થઇ ગઈ. એટલુજ નહિ.પણ ફ્રી બુફે બધ થયા.રમવા તથા ફુડ કુપનો ઓછી થઇ ગઈ.રીસેસન માં લાઈટો પણ ઘટી ગઈ. મેં એક દિવસની કેસીનો ટુર પણ ઘણી ઓરગેનાઇઝ કરી. તેમાં રેડ હોક, થડર વેલી વગેરેનો સમાવેશ થાય છે.જેકસન કેસીનો એક દિવસ ની સૌથી સારી અને સસ્તી ટુર હતી.મિલપીટાસ ગ્રેટ મોલ થી ઉપડતી અને સાંજ ના સાડા પાંચે ગ્રેટમોલ મૂકી દેતી.શરુઆતમા પાચ ડોલર હતા પછી દસ થયા.એમાં ફ્રિમોન્ટ થી ફ્રી લઇ જતા.જે વખત જતા બધ થઇ ગઈ.મારો અનુભવ એવો છે કે મેં કોઈ દિવસ કેસીનો માં પૈસા ગુમાવ્યા નથી.હમેશા પાચ પંદર કમાયો છુ.અને તે પણ કેસીનોએ રમવા આપેલી ફ્રી કુપોનો થી.ડોંગ ટુર ઓપરેટર ના લીસ્ટની બધીજ ટુર અવર નવાર ઓરગેનાઈઝ કરી છે.ઇન્ટરનેસનલ ટુરો પણ ઓર્ગેનાઇઝ કરી છે.1995 થી પંદર વરસમાં 5000 ઇન્ડિયનો એ લાભ લીધો હતો.વિલ ચેર વાળા તથા 80 થી ઉપર ઉમરવાળાને પણ લાભ આપ્યો છે.પંડના છોકરા ના કરાવે તેવી ટુરો કરાવી છે રીનો ટુરમાં કેટલીએ વાર લોકો ખોવાઈ જતા. કેસીનો ઇન્ટર કનેક્ટેડ હોવાથી એક થી બીજામાં કે ત્રીજામાં જતા રેહતા અને પાછા ફરવાનો રસ્તો ભૂલી જતા. આટલા વરસો માં એક હાદસો ના ભુલાઈ તેવો થઇ ગયો.રાજસ્થાન નું એક સીનીઅર કપલ યશોમીટી અને હર્ટ્સ કેસલની ટુરમાં આવેલું.એ લોકો ફરવાના શોખીન હતા.હર્ટ્સ કેસલ માં સ્વીમીંગ પુલ ની સામે હર્ટ્સ કેસલ હતો બે વચ્ચે થોડી જગા હતી.ગાઈડ ગ્રુપ ની વચ્ચે ઉભો રહી કેસલ વિશે માહિતી આપતો હતો. રાજસ્થાની ભાઈ કેસલ નો ફોટો પાડતા હતા.કેમેરામાં ઈમેજ એડજસ્ટ કરવા માટે પાછલી પૂઠે ચાલતા હતા. તેમ કરતા તેઓ પુલ માં કેમેરા સાથે પડ્યા.તરતા આવડે નહિ એટલે ડૂબકા ખાવા લાગ્યા.એમને ડૂબતા જોઈ તેમની પત્નીએ પુલમાં જંપલાવ્યું. તેમને પણ તરતા આવડે નહિ હવે એક નહિ પણ બે ડૂબકા ખાવા લાગ્યા.હું નસીબ જોગે ગ્રુપથી પાછળ હતો.મેં જોયું કે બંને ડૂબે છે એટલે મેં બુમાબુમ કરી.લાઈફ ગાર્ડ દોડીને પાણી માં પડ્યો ને બંને જણાને બચાવી લીધા. તેમને બહાર કાઢી રૂમમાં લઇ ગયા અને સારવાર શરું કરી.બસ ઉપાડતા પહેલા તેમને ઠીક કરી દીધા.હું ત્યાના મેનેજરને મળ્યો અને બનાવ કહ્યો અને પુલ ને ફેન્સીંગ કરવા સુચન કર્યું જેથી ભવિષ્યમાં આવો

હાદસોથાય  નહિ.મને ઇન્ડિયન સેન્ટરે ટુર વોલેટીયર નું સર્ટીફીકેટ આપ્યું.

At સોલ્ટ લેક સીટી. in Yellowstone Tour

દ્રશ્ય -76-મારા ગ્રાન્ડ ચિલ્ડ્રન-                         

Rahul My FIrst Grandson –                   

અમે1992માં મારી મોટી દીકરી પ્રીતિ ના લગ્ન મુંબઈ માં કર્યા.લગ્ન જુહુ માં મીઠી બાઈ કોલેજ ની પાસેના હોલ માં કર્યા.મારા સગા મુંબઈમાં તો જુજ હતા. પણ વેવાઈ પક્ષે બોહળો વેહવાર હતો.તેમના સગા સભંધી તેમજ વેપારના સબંધો ઘણા.ત્યારે મનોજ ના દાદા તથા દાદી તારાબેન હયાત હતા.મેં ત્યારે ઇન્ડિયા માં  કશું વાઈડપ કર્યું નોહતું. લગ્ન રંગે ચંગે પતિ ગયા.પછી આઠેક દિવસમાં અમેરિકા આવી ગયા.આવી ને અહી પણ પ્રીતિ ના લગ્નની પાર્ટી રાખી હતી.પાર્ટી પછી પ્રીતિ તથા મનોજ સાનહોઝે રેહવા જતા રહ્યા.ત્યાર પછી બધું રાબેતા મુજબ ચાલ્યું.હું ને પૂર્વી લોસ એન્જલીસ માં હતા.પૂર્વી ને પણ ઘર નજીક નોકરી મળી ગઈ હતી.મારી પણ કોશીસ ચાલુ હતી.મને થોડા દિવસ પછી એક મોટી હોટલ ના અકાઉનટંટ ની જોબ મળવાની વકી હતી.મારે બેસવાનો રૂમ તથા કોમ્પુટર ને ફર્નીચરની વ્યવસ્થા થઇ ગઈ.મારે હા કેહવાની બાકી હતી.ત્યાં એક દિવસ પ્રીતિનો ટેલીફોન આવ્યો કે તમે ને પૂર્વી સાનહોઝે આવી જાવ.ત્યાનો સરસામાન કાઢી નાખો અને જગા ઘર ધણી ને સોપી દેજો.. પ્રીતિ ને અમારી જરૂર હતી.મેં લોસ અન્જ્લીસ નું ઘર વાઈડપ કરવાનું શરુ કર્યું.પૂર્વીએ ઓફિસમાં નોટીસ આપી. પૂર્વીને એના બોસે બહુ સમજાવી પણ પુવીએ કહ્યું કે અમે મારી બેન પાસે જઈએ છીએ. એને અમારી જરૂર છે અને હું ત્યાજ સેટલ થઈશ.અમે સાનહોઝે આવી ગયા.આ હતી 1994ની સાલ.મારો પહેલો ગ્રાન્ડ સન રાહુલ તારીખ 26મી JAN નેરોજ જન્મ્યો.દેખાવે ગોળમટોળ ને રૂપળો. દરરોજ અમે ઘર ની બાજુના પાર્કમાં ફરવા લઇ જતા.સરુ માં બાબા ગાડી માં નેપછી તેની ટ્રાઈસિકલ પર.ટ્રાઈ સિકલ મારે ઉચકી લાવવી પડતી.રાહુલને ટીવી પર વિવિધ જાતની કેસેટો જોવાનો શોખ હતો.લાયન કિંગ તો દિવસ માં કેલીએ વાર જોતો.પીનોકયું કેસેટ જોઈ તે સેડ થઇ જતો.તેથી તે સતાડી દીધી.મનોજ તેના રડવાથી ગુસ્સે થઇ જતા ત્યારે હું તેને બહાર ફેરવતો અથવા ડ્રાઈવે પર ખુરસી માં લઈને બેસતો. રાહુલ માટે ઇન્ડિયા થી ખાસ ઘોડિયું મગાવ્યું હતું.જેમાં એ સુતો ને હું ધીમે થી હિચકતો ને ભજન ગાતો.માલતી તેની ખાસ બેબી સીટર હતી.થોડા સમય પછી પ્રીતિએ એક સરસ ડે કેર માં મુક્યો જ્યાં ગમ્મત સાથે જ્ઞાન પણ હતું.રાહુલ એક વખત ખાટલા પરથી પડી ગયો હતો અને બીજી વખત હું ને પ્રીતિ તેનેલઈને ગ્રોસરી લેવા ગયા હતા અમે એક આઈટેમ જોતા હતા તેટલામાં કાર્ટ માં થી ઉથલી નીચે પટકાયો હતો. અવાજ મોટો થયો હતો.અમે તેને કાઈઝર ઈમરજન્સી માં લઇ દોડ્યા હતા.ઈશ્વર કૃપા થી બધું બરાબર હતું.રાહુલ થોડો મોટો થયો એટલે પ્રીતિએ તેને ચેલેન્જર સ્કુલમાં મુક્યો.તે ફર્સ્ટમાં હતો ત્યારે ટીચર વારમ વાર ફરિયાદ કરતી કે છોકરો બહુ વાતોડિયો છે ને ટીખળી છે તેથી ક્લાસ માં ખલેલ પડે છે ને અન્ય છોકરા ભણવા માં બે ધ્યાન થઇ જાય છે.જેમ જેમ રાહુલ આગળ વધતો ગયો તેમતેમ ભણવા માં જ નહિ પણ ઈતર પ્રવુતિ માં પણ પાવરધો થઇ ગયો.રાહુલના કબાટમાં ટ્રોફી ના ઢગલા થઇ ગયા અને સર્ટીફીકેટ ની થપ્પી. કરાટે માં બ્લેક બેલ્ટ લીધો.એનો મને એસાહસ ત્યારે થયો કે એક દિવસ બાગમાં કોઈ છોકરાએ રમતમાં  ખોટી દાદાગીરી કરી તેથી રાહુલે તેને નાક પર એક પંચ માર્યો.ને પંચ લાગ્તાજ છોકરાના નાક માંથી લોહી નીકળવા માંડ્યું.તેના વડીલ તેનું લોહી બંધ કરવામાં પડ્યા હતા.બીજી બાજુ હું રાહુલ ને ઠપકો આપતો હતો.હું લીગલ તથા પોલીસના લફરા ના વિચારોથી થી નર્વસ હતો.પણ વડીલ સમજુ હતા તે છોકરાને લઇ ઘરે જતા રહ્યા અને હું રાહુલને લઇ બાગમાં થી ઘરે ગયો.રાહુલ સ્વીમીંગ તથા soccer માં પ્રવીણ થયો અને થીએટરનો એક્ટર થયો.અમે ટીકીટ લઇ સીટી થીએટર માં તેના શો જોતા.તે સ્પીચમાં નેસનલ લેવલ સુધી પોહ્ચ્યો.sat પરીક્ષામાં સારા સ્કોરે પાસ થયો.હાઈ સ્કુલ એડ્મીસન ની કોમ્પીટીટીવ પરીક્ષા માં પાસ થઇ બેલર્મીન કોલેજ પ્રીપેરેટીવ હાઈસ્કુલમાં દાખલ થયો.અને જયારે બારમી પાસ થયો ત્યારે એક હોટેલમાં પાર્ટી રાખી હતી.તે સમયે મેં એક ટુકું ભાષણ આપ્યું હતું.રાહુલ ને આઠ યુનિવર્સીટી માં થી અડ્મીસન કોલ આવ્યા તેમાં યુ સી ડેવીસ સેક્રામેન્ટો અને યુ સી સન્ડિયાગો પણ હતા.આ આઠ કોલ માં થી રાહુલે યુ સી સન્ડિયાગો સીલેક્ટ કર્યું.મને બીક હતી કે રાહુલ કદાચ હોમ સીક થઇ જશે.પણ હોસ્ટેલ માં બરાબર એડજસ્ટ થઇ ગયો.ને ફર્સ્ટયર પસાર કરી સેકંડ માં આવ્યો.વચ્ચે થોડાક જ દિવસ વેકેસન માં આવ્યો હતો.અને આ વરસે સમર વેકેસંમાં નહિ આવું તેમ જણાવી ગયો છે વેકેસંનમાં રીસર્ચ પ્રોજેક્ટ માં જોડાશે. રાહુલ ને અનીશ વચ્ચે છ વરસનો ફેર છે.સાલ 2000 ને મહિનો અપ્રિલ તારીખ સાત આ દિવસે મારો બીજો ગ્રાન્ડ સન જન્મ્યો.જેનું નામ અનીશ રાખ્યું.અનીસ નાનો હતો ત્યારે બહુજ સ્વીટ હતો.રમકડાના બેબી જેવો હતો.અનીશ ને પ્રીતિનો લગાવ ઘણો હતો. શરુઆત માં તે બેબી સીટર કને રહ્યો.સેહજ મોટો થયો એટલે હું તથા પૂર્વી બંને છોકરાને બાગ માં લઇ જતા.અનીશ ને લસર પટ્ટી ને અક્રોબેટીક્સ ગમતા.મારે તેને ઝૂલે બેસવા પાછળ ના રોજેર્સ પાર્ક માં લઇ જવો પડતો.જયારે તેમને વેકેસન હોઈ ત્યારે હું ઘરે રેહતો.અમે સવાર સાંજ બાગમાં જતા.ત્યારે રાહુલ ને હું બાગમાં બાઈસીકલ શીખવતો.થોડા વખતમાં રાહુલ બાઈસીકલ તથા અનીસ ટ્રાઈ સિકલ ચલાવતા શીખી ગયા.પછીતો હું તેમને પાર્ક વિક્ટોરિયા સુધી લઇ જતો.મને બરાબર યાદ છે કે એ વેકેસન ના દિવસ હતા. અનીશ બાથરૂમ માં હતો ને હું ગેરજ માં હતો.બહુ વખત છતાં અનીસ બાથરૂમ માં થી બહાર ના આવ્યો એટલે ચેક કરવા ધીમે થી બારણું ખોલ્યું ત્યારે માલમ પડ્યું કે ભાઈ સાબ ટોઇલેટ રોલ અનવાનઇડપ કરવામાં મશગુલ હતા.બાથરૂમ ટોઇલેટ પેપરથી ભરાઈ ગયો હતો.અનીશની અનેક હેપી બર્થ ડે ચકીચીસ માં ઉજવાતી.મનોજ તેને માટે આખી ટ્રેઈન લાવ્યાતા ને સ્ટફ ટોઈ તો ગુણ ભરેલા હતા.કેટલી મોટરો તથા એન્જીનીયરીંગ રમકડા પણ હતા.અનીશ અને રાહુલ ને અમે તેના દાદા કિશોરભાઈ તથા દેવીબા ને મળવા ઇન્ડિયા લઇ ગયા હતા.કિશોરભાઈને ઘરે રાહુલની પહેલી બર્થ ડે ઉજવી હતી.બહુ મજા આવી હતી.અનીશ બહુ ક્યુટ હતો.અનીશ સરલા ફોઈ ને બહુ યાદ રહી ગયો.જયારે ત્યારે પત્રો આવતા તેમાં અનીશ ની યાદ છતી થતી. અનીસ પછી પ્રી સ્કુલમાં જતો.પ્રી સ્કુલ ડેમ્સી રોડ પર હતી.ત્યાં થોડાક કલાક રેહતો પછી એને અમે લઇ આવતા.અનીશ ભણવામાં સારો હતો.પ્રી સ્કુલ પહેલા એ થોડો વખત બેબી સીટર પાસે રેહતો.પછી એ સરસ ડે કેર માં જતો જ્યાં ગમ્મત સાથે જ્ઞાન હતું.અમો રોજ તેને પ્રીતિ ઓફિસ થી આવે ત્યારે લઇ આવતા.પછી તો ચેલેન્જર સ્કુલમાં જવા લાગ્યો.ચેલેન્જર માં હાઈ સ્કુલ લગી રહ્યો.તેમાં સ્પીચ તથા ડ્રામાં માં સક્રિય હતો.તેને પણ ઢગલે બંધ સર્ટીફીકેટ તથા ટ્રોફીઓ મળી.વેકેસન માં તે અને રાહુલ ક્લાસ લેતા કેમ્પમાં જતા.બને ગ્રાન્ડ ચિલ્ડ્રન સ્વીમીંગ માં સારા હતા.અનીસને શોકર ફાવ્યું નહિ.તેને ગોલ્ફ જોઈન કર્યું.બને દીકરા રેઇનબો થીએટર ના એક્ટર હતા.દર વરસે તેમને ડ્રામા માં કામ કરવા રેઇનબો થીએટર નિમંત્રિત કરતુ.દર વરસે તેમની ઓડીસન ટેસ્ટ લેવાતી.ડ્રામા સીટી ઓડીટેરિયમ માં થતા.તેની ટીકીટો પબ્લીક લેતી અને શો થતા.અમે તેઓના શો જોવા ટીકીટ લઈને જતા.બધાજ શો લગભગ ફૂલ જતા.અનીશ હાઈ સ્કુલ ની કોમ્પીટીટીવ પરીક્ષા માં બેઠો અને બને સારી સ્કૂલોની પરીક્ષા તેણે પાસ કરી.બેલાર્મીન કોલેજ પ્રેપરેટીવ હાઈ સ્કુલ તથા મોઉંટન વ્યુ ની હાઈસ્કુલ માં બનેમાં એડ્મીસન મળ્યું.પણ તેને બેલાર્મીન માં લીધું.કારણકે બેલાર્મીન પાસે પડે.રાહુલ પણ તેજ સ્કૂલમાંથી બારમી પાસ થઇ યુસી સન્ડિયાગો યુનિવર્સિટીમાં ગયો. સાલ 2006 મહિનો અપ્રિલ અને તારીખ સાત.મારી નાની દીકરી ને ત્યાં લગ્નના દસ વરસે કન્યા લાવણ્ય નો જન્મ થયો આ મારું ત્રીજું ગ્રાન્ડ ચાઈલ્ડ હતું.અને પૂર્વી ને મયંક નું એક નું એક સંતાન હતું.પૂર્વીનું સીમંત તેમના ઘરે કર્યું હતું.ઓંઆહીઓ થી મયંક ના મમ્મી પ્રમિલા બેન તથા પપ્પા બીપીનભાઈ આવેલા.મહારાજે વિધિ પૂર્વક કર્યું હતું.લાવણ્ય જન્મ ના ચોથે મહિનેથી બેબી સીટર ને ત્યાં જવા માંડી. ત્રણેક વરસે સ્કોલર એકેડેમી માં પ્રી સ્કુલમાં દાખલ થઇ.મને બરાબર યાદ છે કે નાની હતી ત્યારે બહુ જીદ્દી હતી.અને કાઈ ધાર્યું ના થાય ત્યારે ખુબરડતી.નાની હતી ત્યારે તેને નવડવા એક નાનું ટબ લાવેલા.ટબમા પાણી સાથે રમતી.બહાર કાઢવી મુસ્કેલ હતી લગભગ બે વરસ સ્કોલર એકેડેમી ગયા પછી લાવણ્ય હવે પાચ વરસની થઇ.હવે તેને નોર્વુંડએલીમેન્ટરી સ્કુલ માં અડ્મીસન મળી ગયું.સ્કુલ ઘર ની નજીક હતી.લાવણ્ય હવે બે સ્કુલ માં જતી.નોર્વુંડ સાડા આઠ થી સાડાઅગિયાર.લંચ પછી રાઈડ તેને સ્કોલર એકેડેમી માં છોડી દેતી અને ત્યાં છ વાગ્યા સુધી ભણતી અને રમતી.પૂર્વી ઓફીસ થી આવતા તેને લઇ આવતા.

દ્રશ્ય-77-મારી ગોલ્ડન જુબિલી

આ હતી 2007 ની સાલ અને મહિનો ફેબ્રુઆરી.મેં ત્રીજી ફેબ્રુઆરી એ જીદગી ના 75 વરસ પુરા કર્યા.નાની મોટી શારીરિક તકલીફ આવી પણ ઈશ્વર કૃપાથી 2002 પછી કોઈ મોટી તકલીફ આવી નોહતી.2002 સુધીમાં બે મોટી તકલીફ આવી હતી એક સ્ટ્રોક અને માઈલડ હાર્ટ અટેક 1986 માં.જેણે મનેઅધમુવો કરી નાખ્યો હતો પણ પાછા બેઠા થવાની તક આપી હતી બાકી ચાલવાનું ભૂલી ગયો હતો લખવાનું ભૂલી ગયો હતો ,બોલતા જીભ લોચો થઇ જતી ને કોઈને ના સમજાય તેવું બોલતો ,ઉભા રેહવું અશક્ય લાગતું કારણ બેલન્સ રેહતું નહિ મને બેઠો કરવામાં મારી પત્નીની ચાકરી અને ડોક્ટરની મેહનત હતી.2002 ની સાલમાં સ્ટ્રોક આવવાથી મારી જબાન જતી ને પાછી આવતી.પણ ઈશ્વરની કૃપા અને ડોક્ટરની કાબેલીયત થી પાછો સારો થઇ ગયો.1986 નો હાદસો ઇન્ડિયા માં થયો ને 2002 નો અમેરિકા માં.અમેરિકા આવી હું વધારે હેલ્થ કોનસીયસ થયો.ખાતા શીખ્યો, પીતા શીખ્યો વોક અને યોગા શીખ્યો.ટુક માં આ દેશે મને ઘણું આપ્યું ને મારી પાછલી અવસ્થા સુધારી.તેનો શ્રેય મારી બને દીકરી જમાઈ અને તેમના કુટુંબ ને પણ જાય છે વરસ ગાંઠ ને દિવસે વાતાવરણ વાદળ્યું હતું.ઠંડી સારી હતી.વેહલા ઉઠી નાહી લીધું.આજે નવા કોરા કપડા પહેર્યા હતા.સેવા પૂજા કરી. હું આવનાર મેહમાનો ની રાહ જોતો બેઠો હતો.પહેલા આવનાર નુતન ભાઈ શાહ હતા.તેઓ મારી દીકરીના શ્વસુર પક્ષના વેવાઈ હતા.તેઓ ની દીકરી લોસ એન્જલીસ માં રેહતી તેને મળવા આવ્યા હતા.પછી મારા મિત્રો માં કનુભાઈ, ઇન્દ્રજીત સિક્કા, કુસુમ બેન મીસીસ સિક્કા વગેરે આવ્યા.મારી મોટી દીકરી પ્રીતિ ને તેનો પરિવાર આવ્યો. ઘર મેહમાનો થી ભરાઈ ગયું.મારી બર્થ ડે સારી રીતે ઉજવાઈ ગઈ. શારીરિક તકલીફ તો કોઈ ખાસ હતી નહિ.પણ વિચાર હમેશા આવતો કે ક્યારેક તો આ બધું છોડી જવું પડશે.તો અત્યાર થી જ પ્લાનીંગ કેમ ના કરવું? મેં મારી લાસ્ટ વીસીસ નું સીટ તૈયાર કરી કમ્પુટર માં સેવ કર્યું તેમજ તેની એક કોપી બંને દીકરીઓ ને એન્ડોર્સ કરી. બીજા સ્ટેપ તરીકે ક્રીમેસન સોસાયટીયોની તપાસ સરુ કરી.તેમની ઓફીસ માં જઈ ક્રીમેસન વીશે ચર્ચા કરી.મેં કેટલીક વીગત ટેલીફોનથી પણ ભેગી કરી.મને તેમાં નેપચુન સોસાયટી સારી લાગી.હું તેમની જગ્યા જોઈ આવ્યો અને મારી દીકરીઓને પણ બતાવી.તે પહેલા નેપચુન સોસાયટી ના રેપ્રી ઝેનટેટીવ ને ઘરે બોલાવી મીટીંગ કરી.મીટીંગ માં બંને દીકરીઓ હતી.સવાલ જવાબ થયા.દ્વિધામાં બે ત્રણ વર્ષ નીકળી ગયા.પછી 2010 માં મેં ટેરી ને બોલાવી કોન્ટ્રેક્ટ સહી કર્યો.કૈસર (HMO ) ને પણ મારું ડેક્લેરેસન આપ્યું કે જો હું કોમા કે બેભાન અવસ્થા માં જતો રહ્યો તો સપોર્ટ કાઢી લેવો.મારા મિત્રો ને આ વિશે વાત કરી.તેમને તો ખબરપણ નોહતી.પાછળ થી તેમણે પણ તેમના ફેમીલી ને કન્સલટ કરી કોન્ટ્રેક્ટ સહી કર્યો. હું હવે નીશ્ચિતથઇગયો. ને મારા છેક સુધીના પ્લાનિંગનો સંતોષ અનુભવ્યો.

At the age of 75 wi.th the Di.rector of Sr Wing at. ICC – Milpitas

  

     

દ્રશ્ય-78 – અમેરિકન રિસેસન

કાલ કેવી હશે તે તો ખબર નહિ પણ અમેરિકા એ બે વોર કરી.એક તો ઈરાન સાથે અને બીજી અફઘાનિસ્તાન સાથે.આ વોરો લાંબી ચાલી.પરિણામે દેશનું દેવું વધી ગયું વળી રીપબ્લીકન પ્રેસીડંટ ના વખતમાં શેરો નું સ્પેકયુલેસન બહુ થયું.તેમજ લોન કંપનીઓ એ બે ફામ લોનો આપી.મકાનની કિમતો બહુ વધી ગઈ.પરિણામે કેટલીક મોટી કંપનીઓ ફડચામાં ગઈ.હઝારો લોકો બેકાર થઇ ગયા તેથી લોન ભરપાઈ કરી શક્યા નહિ.કેટલાક મકાન ઓછી કિમતમાં વેચાયા ને કેટલાય લોકો મકાન છોડી જતા રહ્યા.કેટલાય સ્ટોર બધ થઇ ગયા.અમેરિકામાં અભૂત પૂર્વ બેકારી વધી.અને અનએમ્પ્લોયમેન્ટ બેનીફીટ ચાલુ થયા.મિડલ ક્લાસ ઘસાતો ચાલ્યો ને લોવર ક્લાસ પાયમાલ થઇ ગયો.આવી હાલતમાં ઓબામાં પ્રેસીડંટ ચુંટાઈ આવ્યા.અમેરિકા ના ઈતિહાસ માં આ પહેલા અશ્વેત પ્રેસીડંટ હતા.તેમનું કામ બહુ અઘરું હતું.તે ડેમોક્રેટિક પાર્ટી ના સભ્ય હતા.ટી પાર્ટી કે જેમાં કોન્સર્વેટીવ રીપબ્લીકન હતા તે બહુ વિરુધ માં હતા.તેઓ વરસો પહેલાનું ગોરું અમેરિકા, કેપિટલીસ્ટ અમરિકા ને કોર્પોરેટ અમેરિકા ઝંખતા હતા.પણ આજે અમેરિકા મલ્ટી રેસીઅલ ડાઈવર્સ દેશ છે દુનિયાનો ભાગ્યેજ કોઈ દેશ એવો હશે જેના માણસો અહી નહિ હોઈ.અમેરિકા ભાગ્યવાન દેશ છે જેને દુનિયાના ટોપ ક્વોલી ફાઈડ લોકો મળ્યા છે જેઓએ આ દેશ ની ટુક સમયમાં સિકલ સુરત બદલી નાખી.દેશને દુનિયાનો મોસ્ટ પાવરફુલ અને ધનાડ્ય દેશ બનાવ્યો.મારી ઉમર આ વખતે 76 ની હતી અને વર્ષ 2008 હતું.જીવનમાં આ પહેલી મોટી મંદી જોઈ.1930 ની મંદી વિષે વાતો તો બહુ સાંભળેલી પણ ત્યારે તો હું જન્મ્યો નોહતો.ઊંડે ઊંડે મને વિશ્વાસ હતો કે દેશ ડૂબશે નહિ.વિશ્વાસ હતો કે ઉપર જરૂરથી આવશે પણ સમય લાગશે કારણ કે બે લગામ લોકોએ પોતાના ફાઈદા માટે દેશની આ હાલત કરી હતી. ઓબામાં નું પ્રથમ પબલિક ભાષણ સાભળ્યું. હું તેનાથી પ્રભાવિત થયો. તેમાં તેમણે દેશ ને ઉગારવા ની રૂપ રેખા આપી અને લોકોનો સાથ માંગ્યો.સેનેટ ડેમોક્રેટ પાસે હતી પણ કમનસીબે અસેમ્બ્લી રીપબલીક ના હાથમાં હતી.તેથી ઓબામાનું કામ અઘરું હતું.કારણ કે જે કોઈ પ્રસ્તાવ ઓબામાં રજુ કરતા તે પાસ થતો નહિ.છતાં પ્રેસીડંટ ન પાવરમાં જે હોઈ તે તેમણે કર્યું.ઓબામાની એ નેમ હતી કે દેશનું કામ કોનસેસસ થી થાય તે સારું.તે માટે ના તેમના પ્રયત્નો ઘણા હતા પણ કામ લગતા નહિ.રીપબ્લીકનો તેમને વન ટર્મ પ્રેસીડંટ માનતા.પણ લોકોનો વિશ્વાસ ઓબામાં પ્રત્યે સારો હતો.તેથી તેઓ બીજી ટર્મ માં ટક્યા.કોઈ પણ દેશ ચલાવા ફાઈનાંસીઅલ ડીસ્પ્લીન જોઈએ.ઓબામાએ બેન્કિંગ રેગ્યુલેસન ટાઈટન કર્યા.ફોર્ડ કંપની ને તાત્કાલિક લોન આપી બેઠી કરી.હોમલોન માં લોકોને રાહત આપી વ્યાજ ના દર ઘટાડ્યા.અન એમ્પ્લોયમેન્ટ બેનીફીટ બે થી વધારે વાર લંબાવ્યા શેલ કંપનીએ ગેસ શોધી કાઢ્યો. દિવસો જતા બેકારી ઘટી.આજે અમેરિકામાં 6.4% બેકારી છે તે ઘણી નીચી છે. સૌથી અગત્યનું કામ અમેરિકા ના મોટા દુશ્મન ને મારવાનું તે ઓબામાએ કર્યું. ચુપ ચાપ બિન લાદન ને ઉંડાવી દીધો અને લાસ દરિયામાં પધરાવી દીધી જેથી ઉઆપો ના થાય.જે રીપબ્લીકન પ્રેસીડંટ અબજો ખર્ચી ને પણ કરી ન શક્યા.ને દેશને દેવામાં ડુબાડી દીધો.તેમના સમયમાં ન્યુ યોર્ક માં વર્લ્ડ ટ્રેડ સેન્ટરના હાદસ્સા થી ખુવારી થઇ.આખું 102 માળ નું મકાન બળી ગયું ત્રણ હઝાર લોકો મરી ગયા ને આતંક વાદીઓ એ પહેલો પરચો અમેરિકાને બતવ્યો.આનાથી એર લાઈન માં ચેકિંગ સખત ચાલુ થયા.મારું માનવું છે બિન લાડન ના ગયા પછી ઓબામાએ અફઘાનિસ્તાનમાં લશ્કર મોકલી આતંકવાદ નો સફાયો બોલાવી દીધો અને તેથી લોકોનો ભય ઓછો થઇ ગયો.    

  દ્રશ્ય-79-પૂર્વીનું CPA લાઇસન્સ ને પ્રીતિ નું નવું ઘર

પૂર્વી CPA પરીક્ષા પાસ તો થઇ.પણ લાઇસન્સ ના મળે ત્યાં સુધી CPA નામ પાછળ લખાઈ નહિ.લાઇસન્સ લેવા બે વસ્તુ જરૂરી હતી.એક તો CPA ફર્મ માં નોકરી કરી ઓડીટ અવર્સ ભેગા કરવા.અને જયારે તે કમ્પ્લીટ કર્યા નું સર્ટીફિકેટ મળે અને લાઇસન્સ ની પરીક્ષા પાસ થાય ત્યારે CPA લખાઈ.પણ પૂર્વીએ તો ક્યારે પણ CPA ફર્મ માં કામ કર્યું નોતું.તપાસ કરતા માલમ પડ્યું કે CPA થયેલા અને CFO લેવલ ના ઓફિસર ના હાથ નીચે જોઈતા કલાકો કામ કર્યું હોઈ તો તેનું સર્ટી ફિકેટ ચાલે.પૂર્વી ને સારા એવા સમય પછી આવી તક મળી.ને તેણે ઉપાડી લીધી. તેણે લાઇસન્સ ની પરીક્ષા ઓન લાઈન આપી.અને પાસ થઇ.પણ પરીક્ષા પાસ કરવાથી લાઇસન્સ મળી જતું નથી તમારે CPA બોર્ડ ને અરજી કરવી પડે.બોર્ડ સ્ક્રુટીનાઈસ કર્યા પછી ઠીક લાગે તો સર્ટીફીકેટ આપે.સર્ટીફીકેટ આપે એટલે લાઇસન્સ મળી ગયું.લાઇસન્સ મળ્યા પછી CPA તરીકે સહી કરી શકે.હવે CPA તરીકે પ્રેક્ટીસ પણ કરી શકે.મારું એક વધુ સ્વપ્નું શાકાર થયું.આ પહેલા 2010 માં પ્રતિ અને મનોજે મારું સ્વપ્ન સાકાર કર્યું.પ્રીતિ ને મનોજનું આ બીજું ઘર હતું.પહેલું ઘર લગ્ન ના છ મહિના માં લીધું હતું.અમે જુલાઈ 1993 માં પહેલા ઘરમાં મુવ થયા.ઘર સુંદર હતું.હિલ ક્રેસ્ટ વિલા 175 ઘરો ની કોલોની છે.તે લેન્ડસ અવેન્યું પર આવેલું છે.કોલોની નું પ્લાનિંગ સુંદર છે.કોલોની ને અડીને હીલ ક્રેસ્ટ વિશાલ પાર્ક છે ઘરમાં કેટલાક સુધારા વધારા કરાવ્યા પછી વધુ સુંદર લાગતું.રાહુલ નવા ઘરમાં જન્મ્યો હતો.તે સમયે હું ,પૂર્વી પ્રીતિ મનોજ ને રાહુલ આ ઘર માં રહેતા હતા.ત્યાર પછી છ વરસે અનીશ નું આગમન થયું હતું તે પહેલા પૂર્વી નું લગ્ન થઇ ગયું હતું.હવે ઘરમાં મનોજ પ્રીતિ હું અને રાહુલ ને અનીશ હતા.કોઈ મેહમાન આવે ત્યારે ફમિલી રૂમ ગેસ્ટ રૂમ થઇ જતો.હું ને અનીશ રૂમ સેર કરતા.ત્યારે અનીશ નાનો હતો. રાહુલ હવે મોટો થયો ને ભણવા માટે તેને પ્રીતિએ સ્વતંત્ર રૂમ આપ્યો હતો. પ્રીતિ હવે મોટું ઘર શોધતી હતી.ઘણા ઘર જોયા અને કેટલાક ગમ્યા.એક એવું ઘર સિલ્વર ક્રિક માં જોયું હતું.પણ તપાસ કરતા માલમ પડ્યું કે પબ્લીક ટ્રાન્સપોર્ટ અહી બિલકુલ નથી તેથી મને ધ્યાનમાં રાખી જતું કર્યું.પ્રીતિને પૂર્વી હમેશા મારી મોબીલીટી જોતા. એવામાં ઘરના માર્કેટ માં મંદી આવી.લોકો ઘર વેચતા હતા.રિસેસન ને લીધે લોકોની નોકરીઓ જતી રહી.મોર્ટગેજ ભરી સકતા નહિ.કેટલાયે લોકો ઘર છોડી જતા રહ્યા.કોઈ ઘર ખરીદતું નહિ.આ સંજોગોમા પ્રીતિએ ઘર સોધ્યું અને લીધું. અઢાર વરસ પહેલા જે ઘરમાં જીવ હતો તેજ ઘર લીધું અને સ્વપ્ન સાકાર કર્યું. આ ઘરમાં પાચ બેડરૂમ હતા.માર્બલ જડિત રસોડું તેમજ ફેમીલી રૂમ હતા.માસ્ટર બેડરૂમ માં કાર્પેટ હતી બાકીના રૂમમાં પોલીસ લાકડા જડેલા હતા.બેક યાર્ડ કોન્ક્રીટ કરેલું.રંગરોગાન તેમજ સુધારા વધારા કરાવ્યા પછી ઘર અપ ટુ ડેટ હતું.પહેલા નું ઘર ભાડે આપી દીધું.અમેરિકામાં પોતાનું ઘર લેવું અને એ પણ સીલીકોન વેલીમાં એ સ્વપ્ન સમાન છે.અમારા નવા ઘરમાં હાઉસ વોર્મિંગ પાર્ટી થઇ ને નવ ગૃહ પ્રવેશ કર્યો.આમ મારા અને મારી છોકરીઓ ના સ્વપ્ના એક પછી એક શાકાર થતા જોયા.મારા ભાઈ બેનોના પણ પોતાના મકાનો થઇ ગયા

દ્રશ્ય-80- મારું જીવન સરવૈયું

હું મારી 82 વર્ષ ની જીદગી માં ઘણું શીખ્યો.તે પણ નાની ઉમરમાં.પહેલું એ શીખ્યો કે નાની ઉમરમાં લગ્ન નહિ કરવા. પહેલા માબાપો છોકરીઓને 12 /13 વરસે પરણાવી દેતા.પણ જેમ જનરેસન બદલાતા ગયા શિક્ષણ નો વ્યાપ અને પ્રભાવ વધતો ગયો તેમ લગ્નની જવાબદારીની સભાનતા લોકો માં આવી અને  ” છોટા પરિવાર સુખી પરિવાર “ એ જીવન સુત્ર બન્યું.અને એ અમારા કુટુંબમાં બધા  ભાઈ બેનોએ એમના પરણિત જીવનમાં અપનાવ્યું. કેટલાકને એ પળોજણ લાગી તેથી બેચલર રહ્યા. વધતી જતી કોસ્ટ ઓફ લીવીંગ અને શિક્ષણે બધા શિક્ષીત વર્ગ ને ફેમીલી પ્લાનિંગનું મહત્વ સમજાવ્યુ.પણ પિતાશ્રી ના સમયમાં છ સાત આઠ કે તેથી વધુ છોકરા જનરલી બધાનેજ હતા કારણ કે નાની ઉમરમાં માબાપો લગ્ન કરી દેતા..ત્યારે વધતા જતા કુટુંબ માટે કોઈ ડોક્ટર ની સલાહ લેતું નહિ.ભગવાનની દેન છે કહી લોકો મન મનાવી લેતા.વળી લોકો પોતાના આરોગ્ય માટે આજના જેટલા સજાગ ન હતા.કોઈ એવો વિચાર કરતુ નહિ કે શું આટલાં બધા બાળકો ને ભણાવી, પરણાવી ઠેકાણે પડે ત્યાં સુધી હું જીવી શકીશ ? શું હું એ બધું કરવા પૂરતા પૈસા કમાય શકીશ કે બચાવી શકીશ ?પોતાની કુટેવો જેવી કે બીડી,સિગારેટ, આલ્કોહોલ કે તંબાકુ સેવન શું મને લાંબુ જીવાડ્સે ? પરિણામે કુટુંબ ને ઘણું વેઠવું પડતું અને જે જેષ્ઠ હોઈ તેને વિશેષ,માંબાપ બધું ઈશ્વરની મરજી અને આવનારનું નસીબ કહી છોડી દેતા. અથવા તો મોટો સંતાન સંભાલી લેશે.મેં આવા વલણથી કેટલાય કુટુંબોને નિરાસા ને હતાશા માં ધકેલાતા જોયા.શું ખાતરી છે કે મોટો જવાબદારી લઇ શકે તેટલો સક્ષમ હશે ? જો તેમ ના હોઈ તો કુટુંબ માટે ભવિષ્ય અંધકારમય.વળી કુટુંબમાં નાનેરાને ન્યાય ના મળે.આજે રેસ્પોન્સીબ્લ પેરન્ટીગ પર ભાર આપવામાં આવે છે.એટલે જ છોટા પરિવાર સુખી પરિવાર નો અમલ થાય છે.તે સમયે લગ્ન અને પરિવાર એક મોટો જુગાર હતો. બીજો લેસન એ શીખ્યો કે પ્લાન યોંર ફીનાન્સીસ.પિતાજી જીવલેણ બીમારી માં સપડાયા ત્યારે તે બાબત નું કોઈ થીંકીંગ નોહતું કે પછી પડશે તેવા દેવાશેની ફિલોસોફી હતી ? ત્યારે નોકરી આપતી સંસ્થા મેડીકલ ખર્ચ આપતી નહિ અને મોટા ફેમિલીને લઈને ખાસ બચત હોઈ નહિ.પરિણામે પી એફ માંથી લોન કે કર્જો લઇ ખરચતા તેથી બચત નહીવત કે શૂન્ય થઇ જતી.તે જમાના માં મેડીકલ ઇન્સ્યોરન્સ ન હતો. બધા ભગવાન ભરોસે જીવતા.માંદગી લાંબી ચાલી તો તબાહ થઇ જતા.મને કંપની તરફ થી મેડીકલ મળતું તેથી મોટી બીમારી મને અને પત્નીને આવી ત્યારે હોસ્પિટલ ના ખર્ચા કંપનીએ ભર્યા.કુટુંબમાં આવક, ખર્ચ, બચત અને જવાબદારી નું જ્ઞાન બધાજ પુખ્ત મેમ્બેરને આપવું જોઈએ.મેં તે મારા જીવનમાં અનુભવે ઉતાર્યું. ત્રીજો લેસન કે છોકરું જન્મે ત્યારથી તેની જુદી બચત કરવી જોઈએ.મેં તેનો અમલ કર્યો.જન્મથી મારી બન્ને છોકરીઓના બચત ખાતા ખોલાવ્યા હતા અને દર મહીને તેમાં ચોક્કસ રકમ જમા કરતા.આ ક્રમ તેમના અઢાર વર્ષ સુધી ચાલુ રહ્યો.જેથી તેઓનું કોલેજ ભણતર સેલ્ફ ફાયનાન્સીંગ થયુ.આ સ્કીમ મારી ઓફિસમાં મારા ડીપાર્ટમેન્ટના ઘણા જુનિયરો એ અપનાવી. ચોથો લેસન એ કે દરેક પ્રોજેક્ટ નું પ્લાનિંગ જરૂરી છે તે સિવાઈ હું કુટુંબ ના દસ સભ્યો નો ઉચ્ચ અભ્યાસ તથા તેમનું પરદેશ પ્રયાણ કરી શક્યો ના હોત.તેને માટે જોઈતા નાણા ની વ્યવસ્થા પણ કરી.દરેકને છ મહિના ચાલે તેટલી બેઝીક જરૂરિયાત આપી કે જેથી સ્ટેબલ થતા સુધી ચિંતા નહિ.કુટુંબમાં જેને પરણવું હતું તે ઇન્ડિયા ત્રણ અઠવાડિયા ની રજા લઇ આવ્યા.કેન્ડીડેટ લીસ્ટ હાજર હતું.આવ્યા તેજ દિવસથી મીટીંગ ચાલુ.સીલેક્સન પછી એક વીકમાં લગ્ન અને તે પછી વિદાઈ.આ બધું શક્ય પ્રોપર પ્લાનિંગ થીજ થયું મારી નાની દીકરી માટે પ્લાન કરી બાવીસ છોકરા પાચ વરસ માં અમેરિકા માં જોયા અને યોગ્ય પસંદગી ના લગ્ન અમેરિકા માં જ કર્યા,લગ્ન સમયે બહારથી આવનાર મેહમાનો ને રેહવા ડઝન રૂમ બેસ્ટ વેસ્ટર્ન હોટેલ માં મેં રાખી હતી.1975 પછી જયારે મારી બધી જવાબદારીઓ પૂરી થઇ ત્યારે મેં પિતાશ્રી ને આપેલા વચન નો આત્મસંતોષ અનુભવ્યો. હવે 1977માં મારી કંપની નું લાઇસન્સ પૂરું થતું હતું.લંબાવાની કોઈ શક્યતા હતી નહિ.નોકરી જવાની નિશ્ચિત હતું.બીજી ક્યારે અને કેવી મળશે તેની ખબર નોહતી.તે વખત મેં પ્લાન કરી નોકરી ના હોઈ તોયે પગાર જેટલી આવક ઉભી કરી ઘર ખર્ચ નીકળે એવી વ્યવસ્થા કરી,હું પહેલેથી જ બહુ સાદો હતો મારી પત્ની ને છોકરીઓ પણ સાદા હતા તેથી ખર્ચ નિયંત્રણ માં હતો,જો કે હું 70 વર્ષ સુધી ક્યારે પણ નોકરી વગર રહેલો નહિ. રીટાયર થયા પછી પણ નોકરી કરતો,મેં સિત્તેર વરસ સુધી નાની મોટી મારી લાઈન ની નોકરી કરી.સ્ટ્રોક આવવાથી ન છુટકે છોડાવી પડી.માણસે અર્થોપાર્જન જ્યાં સુધી થાય ત્યાં સુધી કરવું જોઈએ,જીવન જીવવા માટે પૈસા અનિવાર્ય છે,અમેરિકામાં ખાતા શીખ્યો એટલે સ્વસ્થ જીવતા શીખ્યો.યોગા રોજ કરતા શીખ્યો.રોજ વોકની જીવનમાં અગત્યતા શીખ્યો.ઠંડી ગરમી કે વરસાદ રોજ ચાલવા જતો.સમય ની અગત્યતા શીખ્યો.રીટાયર લાઇફમાં એક્ટીવ જીવન જીવતા શીખ્યો.

ધનંજયભાઈ સુરતી 

 

 

 

 

 

મારી ડાયરીના પાના -૬૫ થી ૭૦

દ્રશ્ય-66-ઓ’હાઈઓ ને વડોદરામાં રીસેપ્સન

સાન હોઝે માં લગ્ન પતી ગયા પછી નિરાતનો દમ લેતો હતો ત્યાં બીપીન ભાઈનો ટેલીફોન આવ્યો.તેમને કહ્યું કે અમારા ઘણા સગા સ્નેહીઓ અને ફ્રેન્ડસ સાન હોસે આવી શક્યા નોતા.તેમને માટે ઓહાઈઓમાં રીસેપ્ત્સન રાખવું પડશે.વળી તેઓ વરસો થી ઓ હાઈઓ માં સેટલ થયેલા એટલે ત્યાં લોકલ ઓળખાણ ઘણી હતી.તેઓ મયંક પૂર્વીને લઇ ઓહાઈઓ જવા ઉપડી ગયા અને ત્યાં તૈયારીઓ શરુ કરી.એમને બે ત્રણ દિવસનો પ્રોગ્રામ ઘડી કાઢ્યો હતો.હું રીસેપ્ત્સન ના બે દિવસ અગાઉ ગયો હતો.તેમનો નાનો પુત્ર અલ્પેશ મને એરપોર્ટ પર લેવા આવ્યો હતો.તે રાત્રે ગરબાનો પ્રોગ્રામ હતો.મને રાત્રે ત્યાં લઇ ગયા.પ્રોગ્રામ મોડે સુધી ચાલ્યો.મેહદી ની રશમ પતી ગઈ હતી.બીજે દિવસે સાંજે રીસેપ્સન હતું. હું સાંજે હોલ પર ગયો.હળવું મ્યુસિક વાગતું હતું.ડીજે બેન્ડ સેવા માં હાજર હતું. ડેકોરેસન સરસ હતું.ફોટોગ્રાફર ફોટા પાડવામાં મશગુલ હતો.વોલન્ટયરસ મહેમાનોની સરભરા માં લાગેલા. એક બાજુ મેહમાનો માટે સરભરાની સામગ્રી હતી.સ્ટેજ પર મયંક ને પૂર્વી તેમના લગ્ન ડ્રેસ માં સુસજ્જ હતા.ગિફ્ટો અપાતી હતી.નામ નોધાતા હતા.ચાંદલાની નોધણી પણ ચાલુ હતી.લગ્નની ધામ ધૂમ દેખાતી હતી.રીસેપ્સન પતી ગયા પછી સ્ટેજ પર વર કન્યાની બાજુ માં હું બીપીનભાઈ ને પ્રમિલાબેન બેઠા હતા.હવે સ્પીચ નો પ્રોગ્રામ હતો.ઘણા બધાયે સ્પીચ આપી હતી.પૂર્વીએ પણ સ્પીચ આપી.સ્પીચ પ્રોગ્રામ પછી જમવાનો પ્રોગ્રામ હતો.જમણ વાર કેટર કરાવ્યો હતો.પછી ખાસ ડાન્સ ફ્લોર પર ડાન્સનો પ્રોગ્રામ હતો.પ્રમિલાબેન સારું નાચ્યા હતા.મોડે સુધી ડાન્સ પ્રોગ્રામ ચાલ્યો હતો.ઓહાઈઓ ઈસ્ટ કોસ્ટમાં હોવાથી ઠંડી લાગતી હતી.લગ્નનો થાક લાગવાથી ઉઘ સારી આવી ગઈ.બીજે દિવસે હું સાન હોસે પોહચી ગયો.થોડાક જ દિવસમાં બીપીનભાઈ ને પ્રમીલા બેન વડોદરા પોહચી ગયા.જતા પહેલા મને ઇન્ડિયા પોહ્ચાવાનું કહી ગયા.ત્યાં તેમના સગા સબંધીઓ, પૂર્વી ને મયંકના રીસેપ્સનની રાહ જોઈ રહ્યા હતા.તેઓએ લગ્નમાં નહી આવી શક્યા તેથી રીસેપ્સનની  ઈચ્છા બતાવી હતી.હું ઇન્ડિયા પોહચી ગયો.મને થયું કે મારા સગા સ્નેહીઓને લગ્ન મહાલવા મળશે.મેં બધાને આવવા નિમંત્રણ આપ્યું.હું રીસેપ્ત્સન ના બે દિવસ પહેલા સરલા બેનને ત્યાં અંકલેશ્વરપોહચી ગયો હતો. લગ્નના દિવસે સવારના અમે અંકલેશ્વર થી વડોદરા પોહચી ગયા.અમને ઘરેથી બાગમાં જવાનું કહ્યુંને અને તેનું સરનામું આપ્યું.બાગમાં જ બધો પ્રોગ્રામ હતો.અમે ત્યાં પોહ્ચ્યા.વેવાઈ ને મળ્યા.ચાહ પાણી પીધા.ત્યાં ડેકોરેસન નું કામ કાજ ચાલી રહ્યું હતું જીણી જીણી લાઈટો થી ઝાડ પાન શણગારાય ગયા. એમાં ઝરી ના તાર ઝળકી રહ્યા હતા.રંગીન તોરણો લગાવાઈ રહ્યા હતા.વર વધુનો ઝૂલો ફુલો થી શણગારાઈ રહ્યો હતો.બપોરે જમી અમે નિરજન ભાઈ ને ત્યાં ગયા.નિરંજનભાઈ ને ત્યાજ ચાર વાગી ગયા.ચાહ પાણી પી અમે તૈયાર થઇ ગયા ને બાગમાં પોહ્ચ્યા.મેં સફારી સૂટ પહેરયો હતો અને સરલાએ લગ્નની સાડી.બાગમાં ઢોલી શેનાઈ વગાડી હળવું લગ્ન સંગીત બજાવતા લગ્નનો માહોલ બરાબર જામ્યો હતો.મારા મુંબઈ વાસી વેવાઈ કિશોરભાઈ તથા દેવી બેન પણ આવ્યા હતા.ગિફ્ તથા ચાંદલાની નોધણી ચાલુ હતી.મયંક તથા પૂર્વી શુભેછકો ના અભિનંદન ઝીલી ઝીલી થાકી જતા.ઘડી ભર ઝૂલા પર બેસવા પામતા નહિ.જમણ બુફે ટાઇપ નું હતું.અને તે પણ બાગમાં.પાણી પૂરી થી માંડીને વિવિધ જાતની વાનગીઓ હતી.વાનગીઓ વિવધ ટેસ્ટને અનુરૂપ હતી.બાગ લાઇટો થી ઝગમગ હતો.પ્રોગ્રામ મોડે સુધી ચાલ્યો.અમારે ગાડી પકડી અંકલેશ્વર જવાનું હતું અને સગાઓ ને અમદાવાદ ,ભરૂચ ને મુંબઈ જવાનું હતું.તેથી વેવાઈ ની રજા લઇ અમો વડોદરા સ્ટેસન તરફ પ્રયાણ કર્યું.મોડી રાત્રે અમે ઘરે પોહ્ચ્યા.આમ મયંક ને પૂર્વીના ત્રણ રીસેપ્ત્સન પુરા થયા.

દ્રશ્ય-67-હું સીટીઝન થયો

આ હતું 1996 નું વર્ષ છેલ્લા પાચ વર્ષ માં પચાસ ટકા થી વધારે સમય અમેરિકામાં રહ્યો એથી સીટીઝન શીપ માટે એલીજીબલ થયો.પણ મારે સીટીઝનશીપની પરીક્ષા તો આપવી પડે.અને એમાં પાસ થવું પડે.તે માટે મેં તપાસ કરવા માંડી.અહી લાઈબ્રેરી માં અનેક વિષયની ચોપડીઓ હોઈ છે સીટીઝનશીપ પર એક નાની ચોપડી મળી આવી.આ ચોપડી અનેક વાર વાચી નાખી.પણ મને એક પ્રશ્ન મુઝાવતો કે મારે અમેરિકન સીટીઝનશીપ લેવી કે નહિ?આગળ આગળ જોયું જશે એમ વિચારી મન મનાવ્યું.દોસ્તે આપેલા એક સો સવાલ મેં કેટલીયે વાર વાચ્યા હતા. આખરે પરીક્ષા નો દિવસ આવી ગયો.પરીક્ષા સીવીક સેન્ટર લાઈટ રેલ સ્ટેસન ની નજીક હતી.આઠેક માળાના નવા બંધાયેલા મકાન માં હતી.હું સવારે પરવારી ત્યાં પોહચી ગયો. મારી મોટી છોકરીએ મને ત્યાં પોહ્ચાડ્યો.મકાન નીચે ભીડ હતી.લીફ્ટમાં ઉપર જવા માટે હું લાઈન માં ઉભો રહ્યો.મારો ટર્ન આવે ઉપર ગયો.ત્યાં વેટીંગ હોલ હતો ને બેસવા માટે ખુરશીઓ હતી.હું જઈ ખુરશી પર બેઠો. અંદર ઓફિસરો પરીક્ષા લેતા હતા.ઓફિસરે મારું અભિવાદન કરી સામે ખુરશીમાં બેસવા કહ્યું.પરિક્ષા ચાલુ થઇ.મને છ એક સવાલ પૂછ્યા.મેં જવાબ આપ્યા.સવાલ કોન્સ્ટીટ્યુંસન પર હતા. લાઈબ્રેરી ની નાની ચોપડી બહુ કામ આવી ગઈ.હું પાસ થઇ ગયો.હવે આગળ શું થશે તે વિચાર મુઝાવતો.એક તરફ મારા ઇન્ડિયામાં ગુજારેલા સાઇઠ વર્ષ મને પાછો જવા પ્રેરી રહ્યા હતા.જયારે પૂર્વી નો અધુરો અભ્યાસ તેના લગ્ન ને મારા ગ્રાન્ડ સન મને અહી રેહવા મજબુર કરી રહ્યા હતા.હવે પત્ની હતી નહિ એકલવાયુ જીવન જીવવાનો ને અડ્વાન્સ ઉમરે મુસીબતો ઉઠાવવાનો કોઈ અર્થ ના હતો.મેં તપાસ કરી કે સીટીઝનશીપ પાછી આપી દેવાઈ કે નહિ ? તે વખતે ડ્યુઅલ સીટીઝન શીપ હતી નહિ.મેં મન મનાવ્યું કે જરૂરત પડી તો પી આઈ ઓ કાર્ડ લઇ લેવો.મન અનેક તર્ક વિતર્ક કરી રહ્યું હતું એટલામાં ઈમ્મીગ્રેસન માં થી પત્ર આવ્યો કે ઓથ સેરીમોની અમુક તારીખે છે તેમાં તમારે હાજર રહી ઓથ લેવા પડશે.ઓથ પછી સીટીઝન શીપને લાગતી બધી કારવાહી ત્યાં થશે.ઓથ સેરીમોની ની તારીખ આવી ગઈ.ઓથ સેરીમોની કન્વેન્સન સેન્ટર ની સામે હોલમાં હતી. સમય સવારે આઠ નો હતો.હું સાત વાગે તૈયાર થઇ પ્રીતિ ની ગાડી માં બેસી ગયો.અમે વીસ પચીસ મિનીટમાં ત્યાં પોહચી ગયા.વાતાવરણ ખુશનુમા હતું.લોકો ભારે ઉત્શાહ માં હતા.ગાડીઓ પર ગાડીઓ ઠલવાતી હતી.ઓલ રેડી લાંબી લાઈન વધુ લાંબી થતી હતી.મ્યુસિક વાગતું હતું.હું લાઈન માં ઉભો હતો અને આતુરતા થી અંદર જવાની રાહ જોતો હતો.છેવટે મારો નંબર આવ્યો.હું અંદર ગયો.પ્રીતિ મને મૂકી પાછી ગઈ હતી.હું અંદર નો માહોલ જોઈ વિસ્મય પામ્યો.હોલ ખીચો ખીચ ભરેલો હતો.અંદર આવનાર નવા લોકો સ્ટેજના પગથીયા પર બેઠા હતા.સ્ટેજ પર ખુરશીઓ હાર બંધ ગોઠવી હતી.તેના પર ન્યાયાધીસ સરકારી અફસરો વગેરે બેઠા હતા.નેસનલ એન્થમ વાગતું હતું.અંદર પેસતા વિવિધ જાણકારી ના ફ્લાયર અપાતા હતા.ઇન્ડિયા માં આવું કશું જોએલું નહિ એટલે નવાઈ લગતી.છેવટે ઓથ સેરીમોની ચાલુ થઈ.હોલમાં સંપૂર્ણ શાંતિ હતી.સર્વે ઉભા થયા.જજે ઓથ આપવાનું સરુ કર્યું.એ બોલાવતા ગયા તેમ બધા એકી અવાજે બોલતા ગયા.ઘડી ભર મન વિભોર થઇ ગયું.આ દેશ માટે બહુ માન થયું.રસમ પંદર મિનીટ ચાલી.અંતે GOD BLESS America ના નારા સાથે પૂરું થયું.હોલ ખાલી થવા માંડ્યો.તે વખતે બપોરના બાર વાગ્યા હતા.હું હવે પાકો સીટીઝન થઇ ગયો.થોડા દિવસ પછી ટપાલમાં સીટીઝન શીપ નું સર્ટીફિકેટ આવી ગયું.

દ્રશ્ય-68-મયંક અને પુર્વીનો નવ ગૃહ પ્રવેશ

પૂર્વી લગ્ન પછી મયંક સાથે રેહવા માઉટંનવ્યુ ગઈ.મયંક ત્યારે માઉટનવ્યુમાં એપાર્ટમેન્ટમાં રેહતા હતા. તેમનો એક બેડરૂમનો એપાર્ટમેન્ટ હતો.ભાડું $1350હતું.ત્યારે એ એકલા હતા.કિશોરભાઈ ને દેવીબેન તે સમયે અમેરિકાની વિસિટ મારવા આવેલા અને મનોજ તથા પ્રીતિ સાથે રેહતા હતા.હું પણ ત્યાં હતો. મેં કામ ચલાવ પૂર્વી સાથે રેહવાનો વિચાર કર્યો.હું ત્યાંથી મારી જોબ પર જતો.હું ત્યાં રહ્યો ત્યારે પૂર્વી ને તેનું બાકી રહેલું CPA નું બીજું ગ્રુપ પાસ કરવા યાદ અપાવતો.પૂર્વી પણ તેનું બીજું ગ્રુપ પાસ કરવા ઉત્શુક હતી.જો ના કરે તો કોર્સ બદલાઈ જવાની વાતો થતી હતી.જો તેમ થાય તો બને ગ્રુપ તેને પાછા આપવા પડે અને એક ગ્રુપ પાસ કરવાની મેહેનત ફોકટ જાય.તે તેની aeptix કંપનીની ડીમાન્ડીંગ જોબમાંથી ટાઇમ કાઢી વાચતી.લાઈન બદલવા માટે કોઈ વિકલ્પ ન હતો.પૂર્વી સવારના વેહલી ઉઠી વાંચતી ને રાત્રે પણ મોડે સુધી વાંચતી.ઘર તથા જોબ સંભાળતી.પરીક્ષાનું ફોર્મ તેને સવેળા જ ભરી દીધું.થોડા સમયમાં પરીક્ષાની તારીખ આવી ગઈ.આ વખતે પરીક્ષા ઓંકલેન્ડ માં હતી.મુસીબત એ હતી કે ઓંકલેન્ડ રોજ અપ ડાઉન થાય નહિ.ત્યાં એકલા હોટેલમાં રેહવાઈ નહિ.કાંતો મારે જવું પડે.નહિતો કોઈ જાણીતું હોઈ તે શોધવું પડે.તપાસ કરતા માલમ પડ્યું કે પ્રીતિની એક ચાઇનીસ બેનપણીની બેન ઘણા સમયથી ઓકલેન્ડ માં રહે છે. પ્રીતિએ એને વાત કરી.ને તેને પૂછાવ્યું કે તેનો શું વિચાર છે?તેનો જવાબ હકારમાં આવ્યો.પછી પ્રીતિએ તેની સાથે ટેલીફોન પર સીધી વાત કરી.ને પુર્વીનો પ્રોગ્રામ નક્કી કરી નાખ્યો.એટલુજ નહિ પણ પ્રીતિ પરીક્ષાને અગલે દિવસે પૂર્વીને લઇ ઓંકલેન્ડ તેના ઘરે મૂકી આવી.પૂર્વી પણ તેની ગાડી લઇ ગઈ હતી.જેથી પરીક્ષા પતે તેને પાછા આવવામાં કામ આવે.અમે પૂર્વીને રોજ ટેલીફોન કરતા.અને પરીક્ષા કેવી ગઈ તે પૂછતા.ચાર દિવસમાં બધું પતિ ગયું ને પૂર્વી પાછી આવી ગઈ.રોજના રૂટીનમાં પરીક્ષા ભુલાઈ ગઈ અને પરિણામ પણ.સમર ફૂલ બહારમાં હતો.હું સેન્ટરમાંથી આવી સીધો બાથરૂમમાં હાથ મોડું ધોઈ ફ્રેસ થવા ગયો.ત્યાં ટેલીફોનની ઘંટડી વાગી.દોડી ફેમાંલી રૂમમાં ટેલીફોન લીધો.સામેથી પુર્વીનો અવાજ સંભળાયો.પપ્પા સાંભળો છો ?હું CPA ની પરીક્ષા પાસ થઇ ગઈ હું CPA થઇ ગઈ.આ સાંભળી મને ખુબ આનંદ થયો જે શબ્દો માં કેહવો મુશ્કેલ છે.પૂર્વી ના લગ્ન થઇ ગયા તેમજ CPA થઇ ગઈ હવે કેરીઅર અડ્વાન્સમેન્ટમાં વાંધો નહિ આવે.પછી તો પૂર્વી લાઇસન્સ ની પરીક્ષા પણ પાસ થઇ ગઈ.તેના બોસે તેના ઓડીટ અવર્સ પુરા થઇ ગયાનું સર્ટીફીકેટ પણ આપી દીધું. મયંક અને પૂર્વી મકાનની શોધમાં હતા.ઘણા મકાન જોયા.સનીવેલ કુપરટીનો,કેમ્પબેલ સિટીમાં જોયા કેટલાકમાં જગા ને કેટલાકમાં કીમત માફક ના આવી.આખરે એક મકાન જચી ગયું.રીટાયરડ પાઈલોટ નું મકાન હતું.મકાન જુનું હતું પણ સારું હતું.અને બહુ જાણીતા બિલ્ડરે બાંધ્યું હતું.એટલે મજબુત હતું.યાર્ડ ખાસ્સો મોટો હતો.મકાનમાં પાર્ટી હોલ હતો જે મસ મોટો હતો.તેને બે ડબલ ગ્લાસ ડોર હતા.આથી પ્રકાશ સારો આવતો.લાલ તથા સફેદ રેશમના પડદા હતા.યાર્ડમાં સામીયાનો હતો.બધી સિઝનમાં બહાર જામી શકાઈ.મકાનમાં 3000sq ft લીવીંગ space હતી.ત્રણ ફૂલ બાથરૂમ હતા.મકાન માલિક રીટાયર થઇ હવાઈ માં શેષ જીવન વિતાવા જતા રહ્યા.મયંક ને પૂર્વીએ મકાન લેવાનું નક્કી કરી મને અને પ્રીતિને જણાવ્યું.અમે મકાન જોયું અને O. K કર્યું.બાકીની વિધિ પુરી કરી સામાન શિફ્ટ કર્યો.પછીના વિક એન્ડ માં રેહવાનું સરુ કર્યું.પછી મકાનમાં બાથરૂમ રેનોવેટ કરાવ્યા ,બારીઓ બદલાવી બારબેકયું સ્કેવેર બનાવ્યો ,નવું કિચન કરાવ્યું વગેરે.મયંક ને પૂર્વીને આ ઘર લાભ દાઈ નીવડ્યું.

દ્રશ્ય-69-બ્રિટીસ કોલમ્બિયા ને કેનેડા

હું સાન હોઝે આવ્યો ત્યારે બોર થઇ ગયો હતો.કોઈ પ્રવૃત્તિ હતી નહિ.i.s.c.s (ઇન્ડિયન સીનીઅર કમ્યુનીટી સેન્ટર ) હતું પણ ત્યાં ખાસ કામ રેહતું નહિ.એક દિવસ ડાઉન ટાઉન માં ફરતા ફરતા દરવાજે ચોટાડેલી જાહેર ખબર વાચી.દસ દિવસની બ્રિટીસ કોલમ્બિયા ની ટુર હતી. પ્રાઈસ $500 હતી.હું અંદર જઈ પ્રોપ્રાઈટરને મળ્યો.તે ઈરાની હતો નામ સીરાઝી હતું.હું વળતે દિવસે સેન્ટરમાં ગયો ને બધાને વાત કરી પણ શરુમાં કોઈને વિશ્વાસ આવતો નહિ.મહામેનતે ચાર જણા ભેગા થયા.આ મારી પહેલી લાંબી ટુર હતી.ચાર જણામાં હું ,જોષીજી ,કાણે અને સાઠે હતા.ટુર ના દિવસે ત્રણ સમયસર ડાઉન ટાઉન આવી ગયા.કાણે નો પતો ન હતો.સીરાઝી ઉતાવળ કરતો હતો.તેને ભાઈ બાપા કરવાથી કાઈ વળે તેમ નોતું.તેણે પાંચ મિનીટ નું અલ્ટીમેટમ આપ્યું. નહિ આવે તો બસ ઉપડી જસે ને રીફંડ ના મળે.કોઈ પાસે કાણેનો ટેલીફોન નંબર પણ નહતો. હું ના ઈલાજ થઇ આટા મારતો.એટલામાં દુર કોઈ ગાડી આવતી દેખાઈ.કાણે મારતી મોટરે આવી પોહ્ચ્યા.મેં તેમને કહ્યું એક સેહજ મોડા પડ્યા હોત તો તેમને $500 નું નુકસાન થઇ જાત.અમે ચાર જણા હોવાથી અમને મીની બસ આપી હતી.મોટી બસ પોર્ટુગીસ કમ્યુનીટી માટે ચાર્ટર્ડ હતી.તેનું સંચલન સીરાઝી પોતે કરતો. અમારી ઇન્ડિયન કમ્યુનીટી માટે આ પહેલી ટુર નું આયોજન હતું. અમારું પહેલું સ્ટોપ સાસ્તા લેક હતું.ત્યાં પાવર સ્ટેસન હતું.સીરાઝીએ બાર્બેક્યુ પાર્ટી આપી હતી. ત્યાંથી ઓરેગોન ઝૂ ની વિસિટ લીધી હતી. રાત્રે વેસ્ટર્ન કેનિયન વિલે હોટેલમાં રહી સવારેપ્રયાણ કરી ટુર આગળ વધારી.ત્રીજે દિવસે અમે લા ક્વીનટા હોટેલમાં કોન્ટીનેન્ટલ બ્રેક ફાસ્ટ કરી સિયાટલ રવાના થયા.ત્યાં લંચબ્રેક પડ્યો.જમીને ફાર્મરસ માર્કેટ માં ફર્યા.બપોરે સિયાટલ છોડ્યું ને વાનકુવર પ્રયાણ કર્યું.સમીસાંજે વાનકુંવરપોહ્ચ્યા.ત્યાં ક્વોલીટી હોટેલમાં ઉતરા.હું ને જોષીજી રૂમ પાર્ટનર હતા.અમે તૈયાર થઇ વાન્કુવરમાં ફરવા નીકળ્યા.રસ્તે ફરતા ઇન્ડિયન રેસ્ટોરંટની નોધ લેતા હતા.અમારે રાતનું ડીનર તેમાં લેવાનું હતું.કાલે ચોથો દિવસ ફ્રી હતો.ત્રણ દિવસની સતત મુસાફરી પછી રાત્રે મોડે સુધી ગપ્પા માર્યા.ચોથો દિવસ ફ્રી હતો તેથી સવારના મોડા ઉઠ્યા.નાહી ધોઈ બ્રેક ફાસ્ટ કરી પછી સિટીમાં ખુબ ફર્યા.પાંચમે દિવસે વાનકુવર સિટીની છ કલાક ની ટુર હતી.વાન્કુવરસીટી માં જોવા જેવી બધીજ જગ્યા જોઈ.બપોરે ઇન્ડિયન રેસ્ટોરંટ માં જમ્યા. સાંજના ક્વાલીટી હોટેલ માં પાછા ફર્યા.છઠે દિવસે સવારના બસ અમને ટસ્સેનબે લઇ ગઈ.જ્યાં અમે ફેરી માં બેઠા.ફેરી ની મુસાફરીની મજા કંઈ ઔર હતી.ફેરી માં ઉપરનીચે ખુબ આટા માર્યા.ફેરી ચીક્કાર હતી.ફેરી પર નાની નાની વસ્તુઓ વેચાવા આવતી.અહી ઇન્ડિયા ના સરદાર ઘણા હતા.બે કલાક પછી બુચાર્ટ ગાર્ડન પોહ્ચ્યા.બુચાર્ટ ગાર્ડન માં ત્રણ કલાક ફર્યા.બહુ સેહલાણીઓ બુચાર્ટ ગાર્ડનની મોજ માણતાં હતા.ત્યાં નર્સરી હતી.અહી દુનિયા ભર ના ફૂલો ઉગતા.ખાસ કરીને ગુલાબ.ત્યાં ખાણી પીણી ની પણ વ્યવસ્થા છે.અમેરિકામાં વેજીટેરિયન માટે બહુ લીમીટેડ ચોઈસ હતો.અમે સાંજના વાનકુવર પાછા જવા ફેરીમાં બેઠા.લગભગ આઠ વાગે વાનકુવર પોહ્ચ્યા.ફેરી પર જે કાઈ મળતું તે જમી લીધું.થાકીને લોથ પોથ થઇ ગયા હોવાથી જલદી સુઈ ગયા.સવારના દસ વાગે બસ અમને લઇ અમેરિકા જવા રવાના થઇ.પાછા જતા અમે જે રસ્તે આવ્યાતા તેજ રસ્તે પાછા ગયા અને એજ હોટેલોમાં રહ્યા.પાછા જતા અમે રીનો એક રાત રીજન્સી હોટેલ માં રહ્યા.બીજે દિવસે ત્રણ કલાક રીનો હિલ્ટન માં રહ્યા અને કોમ્પ્લીમેન્ટરી બફેટ જમ્યા.સાંજના સાનહોસે પોહ્ચ્યા.ટુરની યાદો વાગોળતા રહ્યા અને અન્ય લોકો ને કેહતા રહ્યા.પરિણામે અન્ય લોકોને પ્રેરણા આપતા ગયા.પછી મારો ટુર આયોજન કરવાનો ઉત્શાહ વધતો રહ્યો અને રિસ્પોન્સ મળતો ગયો.

દ્રશ્ય-70-હવાઈ ટ્રીપ

હવાઈની વાતો અને તેની આબોહવા માટે ઘણું સાભળ્યું હતું.પણ તેને સાકાર કેમ કરવું.તેના વિશે મનમાં બહુ વિચારો આવતા.એટલે કોઈ ટ્રાવેલ કંપની જે બધી સુવિધા આપે તેની શોધ હતી.હું બહુ જગ્યાએ જતો અને તપાસ કરતો.એર ટિકટ, કાર હાયર અને હોટેલ વગેરેની સુવિધાવાળી ઘણી કંપની હતી.પણ આતો સીનીઅર્સ ની ટુર જેમાં મોટા ભાગના ડ્રાઈવ ના કરે અને કેટલાક તો ડિસેબલ.મોટા ભાગે ઇન્ડિયા થી આવેલા પેરન્ટસ હતા.મારા મિત્ર ડોક્ટર શર્મા તેમને પણ ટુર માં જવાનો શોખ.અમે સીનીઅર્સ ને અનુકુળ તેવી ટ્રાવેલ કંપની શોધી કાઢી.તે હોસ્ટેટર પર હતી.તેનો માલિક ડોંગ હતો. તે ચાઇનીસ હતો.તે ઈંગ્લીશ બોલતો અને સમજતો હતો.તેની હવાઈ ની પેકેજ ટુર હતી.આ પેકેજ ટુર માં એર ટિકીટ,બસમાં બેસી સાઈટ સીઈંગ, હોટેલ બ્રેકફાસ્ટ વગેરે આવી જતું હતું.પહેલા અમે બે જણાએ નામ નોધાવ્યા.ત્યાર પછી ગ્રુપ બનવાની કોસિસ ચાલુ કરી.સેન્ટર માં પણ વાત વેહતી કરી.જોત જોતામાં આંકડો પિસ્તાલીસ પોહચી ગયો.બસની કેપેસીટી પૂરી થઇ ગઈ એટલે વધુ લેવાના બંધ કર્યા.ઈન્ડિયન સેન્ટર માં એક નવો ઉત્સાહ દેખાયો.ટ્રાવેલ કંપની માટે તડાકો બોલી ગયો. મને ઇનામ મળ્યું.જેઓ આગળ નહિ જઈ શક્યા તેમણે તેમના નામ મને અડ્વાન્સ માં આપી દીધા.હું ટુર ઓર્ગેનાઈઝર તરીકે જાણીતો થયો તે સમયે પ્રદીપ જોષીજી સેન્ટર ચલાવતા હતા.મને સેન્ટરે ટુર વોલંટીયર નું સર્ટીફીકેટ આપ્યું હતું.ન્યુ યોર્ક થી પબ્લીશ થતા ઇન્ડિયન મગેઝીન મંત્રા નો રિપોર્ટર મારો ઈન્ટરવ્યું લેવા મારે ઘરે આવ્યો હતો.મારા ઘણાં ફોટો લીધા.પ્રદીપ જોષી પછી મેડમ પાટીલ ઇન્ડિયન સેન્ટર નાપ્રેસીડેન્ટ હતા.તેમને મને ખુબ પ્રોસાહિત કર્યો. પછી શ્યામ રાવ મેનેજર આવ્યા તેમને પણ મારું આ કામ ગમ્યું.પછી. iscs ની પાસે થી સેન્ટર ગોધવાની ફેમીલી પાસે ગયું. તે વખતે ખુબ પ્રોટેસ્ટ થયો હતો મીટીંગો થઇ હતી.મેમ્બર્સ બદલાવ ની વિરુધ હતા.પણ સેન્ટર મેનેજરે વધારે પગારની નોકરી ની લાલચે નમતું જોખ્યું. ( આ સાંભળેલી વાત ). નવા મેનેજમેન્ટ ના હિસાબે આ પ્રવૃત્તિ બંધ પડી ગઈ.તેમને એમાંથી પૈસા કમાવા હતા જયારે મારે સીનીઅર્સ ને એફોર્ડડેબળ ભાવે દુનિયા દેખાડવી હતી અને જીદગીની મેમોરેબલે ટ્રીપો કરાવી હતી.હું ત્યાર પછી ઈમૈલ થી ઓપરેટ કરતો.મારા કોમ્પ્યુટર પર 700 ઈમૈલ હતા.અને તે સારું ચાલતું.અમે જવાના દિવસે અમો બધા સાન હોસે એર પોર્ટ પર ભેગા થયા.ત્યારે ગ્રુપનો અદમ્ય ઉત્સાહ હતો.બધાજ હાઈ સ્પીરીટ માં હતા.ફ્લાઈટ ટાઇમ સર હતી.સારું એવું ઉડ્યા પછી પ્લેન હોનોલુલુમાં ઉતર્યું.ત્યારે ધીમો ધીમો વરસાદ પડતો હતો.અમને રીસીવ કરવા ટ્રાવેલ કંપનીનો રેપ્રીસેન્ટટેટીવ હાજર હતો.તેણે અમારું અભિવાદન કર્યું અને હવાઈ ફૂલ માળા દરેકને પેહેરાવી.જે આજે બાર વરસે પણ તેવીજ છે. આ વિધિ પૂરી થઇ એટલે બસ અમોને લેવા આવી.હોટલ જતા પહેલા હોનોલુલુ સિટીની ટુર થઇ.ટુર પતિ ગયા પછી અમે હોટેલ ગયા.ડબલ ઓક્યુપન્સી ની રૂમ હતી.મારા પાર્ટનર કાણે હતા.અમે ફ્રેશ થઇ બહાર ફરવા ગયા.હવે વરસાદ થોભી ગયો હતો.હોનોલુલુમાં રાત્રે ફરવાની ખુબ મજા આવી.અમે એક રેસ્ટોરંટ માં જમી લીધું અને રાત્રે દસ વાગે હોટેલ પાછા આવ્યા.હોટેલનું સિચ્યુએસન સુંદર હતું.હોટેલ ની સામે એક વિશાલ માર્કેટ હતી જેમાં પાઈનેપલ પીઝા મળતા.નાની નાની દુકાનો હતી અને ત્યાં અવનવી વસ્તુઓ મળતી.બીજે દિવસે ઉઠી ચાહ પી હોટલ પાછળ એક લેક છે અને તેને ફરતી વોકિંગ ટ્રેઈલ છે ત્યાં વોક કરી પાછા આવ્યા.નવ વાગે બસ બ્રેકફાસ્ટ માટે લઇ ગઈ.જગા સુંદર હતી અને બ્રેકફાસ્ટ લાજવાબ હતો.અગણીત ચોઈસ હતા.અમે મેકાડેમીયા ફેક્ટરી વિસિટ કરી નટ્સ ખરીદ્યા.પર્લ હાર્બર સીટી ની વિસિટ કરી.તેમાં અરિઝોના મેમોરીઅલ પાર્ક છે.જ્યાં હજુ પણ અરિઝોના શીપ ડૂબેલું નજર આવે છે.અમે તે વખતની વીડિઓ ફિલ્મ જોઈ.પાછા વળતી વખતે જુના ચાઈના ટાઉન માં થી પસાર થયા.વચ્ચે સ્ટેટ કેપિટલ નું મકાન ,ગવર્નર નું મેન્સન ,અને રાજા કામેહામેહા નું સ્ટેચ્યુ અને લોનાની પેલેસ જોયા.સૌથી સુંદર જગા OAHAU માં વાઈકીકી બીચ હતો તે પછી અમીરો ના લત્તા માં ઘૂમ્યા.પછીના દિવસે પોલીનેસિયન કલ્ચરલ શો જોયો બહુ સ્પેકટેક્યુંલર હતો.શો પછી ડિનર હતું.રાત્રે અગિયાર વાગે હોટલ પાછા ફર્યા.હું અને ડોક્ટર શર્મા ઓપ્સનલ ટુરમાં સબમરીનમાં બેસી દરિયા ની નીચે મરીન લાઈફ જોવા ગયા હતા માવી ટાપુ ની પણ ટુર કરી હતી.બીગ આઈલેન્ડ જવા એર ફ્લાઈટ લીધી હતી ને ત્યાં એક્ટીવ વોલકેનો જોયા હતા.એ સાત દિવસની યાદગાર ટુર ,લાજબ બ્રેકફાસ્ટ ને સવાર થી સાંજ બસ માં ફરવાની અને જોવાની મજા કાઈક ઓર હતી.આ હતી.1998 ની સાલ.

ધનંજય સુરતી

મારી ડાયરીના પાના -૬૧થી -૬૫

દ્રશ્ય-61-પૂર્વી ની યુ એસે વીસીટ

એ સાલ હતી 1990.પૂર્વી ઇન્ટર કોમર્સ ની પરીક્ષા પાસ થઇ જુનીઅર બી કોમ માં આવી હતી.હવે પ્રશ્ન એ હતો કે બીકોમ પાસ થયા પછી અહી સેટલ થવું કે યુ એસે માં.મેં એક નવો ફ્લેટ કાંદિવલીખાતે લીધો હતો.રામ નિવાસ ની જગ્યા ને બંગલી જમનાદાસને પાછી આપી દીધી હતી.આ જગા લગભગ 14 વર્ષ બંધ હતી જોકે તેનું ભાડું હું રેગ્યુલર ભરતો.જમનાદાસ તેના મકાન માલિક હતા.તેમના તરફથી અવર નવર પત્રો આવતા કે જગ્યા તેમના પરણિત છોકરાઓ માટે જોઈતી હતી.જમનાદાસ કેટલાક સમય થી બીમાર હતા.તેઓને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.કઈ ઘડીએ જીવ જતો રહે તેવી પરિસ્થતિ હતી.મેં બા ને પત્ર લખી જણાવ્યું હતું. કે આપણે જગાનું શું કરવું ?બાએ જવાબ આપ્યો કે જમનાદાસે આપણને બંગલી એમજ આપી હતી.અને ભાડું બહુ મામુલી હતું. બીજું અહીંથી કોઈ પાછુ આવવાનું નથી અને કદાચ આવે તો રામનીવાસમાં રેહવાનું નથી.માટે તું તારે જગા આપી દે.બા નો પત્ર આવ્યો પછી હું તેમની ખબર કાઢવા હોસ્પીટલ ગયો.તેમની ખેરિયત પૂછી તેમણે જગા માટે કહ્યું અને કારણ છોકરાઓને રેહવાનું આપ્યું.મેં જે દિવસે રામનીવાસનો કબજો આપ્યો તે દિવસે જમનાદાસ ગુજરી ગયા.તેમનો જીવ જગામાં હતો.પણ એ જુઠું બોલ્યા ને જગા બિલ્ડરને વેચી કાઢી.કાંદિવલી નો ફ્લેટ બે બેડરૂમ ને બે બાથરૂમ નો હતો.બેડરૂમ ને એટેચ ગેલરી હતી અને ડ્રોઈંગ રૂમ ને એટેચ અગાસી હતી.અગાસી પેર્સનલ હતી.રસોડામાં કબાટ કરાવ્યા હતા ,ગેલરી તથા અગાસીપણ કવર કરાવ્યા હતા.અગલા બારણે જાળી કરાવી સાથે ગ્રીલ નાખી અપટુડેટ કરાવી હતી.પણ પૂર્વીને આવી સરસ જગામાં રેહવું નોતું તેનેતો પ્રીતિ પાસે યુએસે જવુતું.પ્રીતિએ એક ટેલીફોનમાં મનોજની વાત કહી હતી.તેણે મને મનોજના પપ્પા સાથે વાત કરવા કહ્યું હતું.મેં ટેલીફોન જોડી કિશોર ભાઈ સાથે વાત કરી.તેમણે કહ્યું કે છોકરાઓ ની વાતમાં હું માથું મારતો નથી કહી ટેલીફોન મૂકી દીધો.મેં પ્રીતિને રંજનને ઘરે તેની અને મનોજ ની મીટીંગ રાખવા કહ્યું.પ્રીતિ ને મનોજ રંજન ને ત્યાં મળ્યા.પછી તો એમની મુલાકાતો ચાલતી રહી.હું તે વખતે ઇન્ડિયા માં હતો.મેં કિશોર ભાઈ ને એન્ગેજમેન્ટ ડીકલેર કરવા કહ્યું.તે વખતે મનોજ ના દાદા અને દાદી હયાત હતા.પુર્વીનું વેકેસન હવે શરુ થયું.અને વેકેસનનો લાભ લઇ અમે અમેરિકા જવાનો પ્લાન બનાવ્યો હું ને પૂર્વી ટુક સમય માટે અમેરિકા રવાના થયા.પ્રીતિ હવે ત્યાં રેહવાની હતી.હવે તેની રેહવાની રૂમ હતી અને હોસ્પીટલની જોબ પણ હતી.અમે આવ્યા ત્યારે પ્રીતિ પાસે સારું બેંક બેલન્સ તથા નવી કોરોલા ગાડી હતી.તે હવે ગાડીમાં ઓફીસ જતી.અમે આવ્યા ત્યારે સીધા પ્રીતિ પાસે આવ્યા.સિંધુ પ્રીતિની બેનપણી અમોને લેવા એરપોર્ટ પર આવી હતી બધાને મળ્યા પછી ગોપાલ અમને ન્યુ યોર્ક, વોસીગટન, નાયગ્રા વગેરે લઇ ગયો.પછી અમે L. A પાછા આવ્યા.અમને મહેશ એર પોર્ટ પર મૂકી ગયો.અમે અમેરિકાની શોર્ટ ટ્રીપ મારી પાછા ઇન્ડિયા આવી ગયા.મેં પૂર્વીને કહ્યું કે અમેરિકા ની લાઈફ જોયા અને અનુભવ્યા પછી પણ તારે અમેરિકા જવું છે ?ત્યાં તો બધુજ કામ જાતે કરવાનું તથા નોકરી કરી પૈસા કમાવા પડે.જો અહી રહીશ તો ઘર નજીક બીએસઈએસ માં નોકરી અપાવી દઈશ અને એક સ્કુટર લઇ આપીશ અને લગ્ન કરાવી કાંદિવલી નો ફ્લેટ આપીશ પછી પણ અમેરિકા જવું છે? પણ તે મક્કમ રહી.તેને તેની બેન પ્રીતિ પાસે જવુતું.મારી ઉમર અને તબીયેત નો ભરોસો નહિ કારણ મને 1986 માં સ્ટ્રોક અને હાર્ટ એટેક આવી ગયેલા. મેં એક્ષીટ રીએન્ટ્રી પરમીટ કઢાવી લીધી અને પાછા ઇન્ડિયા ગયા.જેથી ગ્રીન કાર્ડ ચાલુ રહે મેં આવતાની સાથે વાયિડીંગ અપ શરુ કર્યું.હવે મીના હતી નહિ એટલે ઘર શુંનું શુંનું લાગતું.તેના રોજના કાર્યક્રમના ભણકારા વાગતા.અશ્રુ બેન તથા ભુપેન્દ્ર ભાઈ તેની ઉત્તર ક્રિયા પત્યા પછી કોસંબા ચાલી ગયા.શાંતા માસી પણ બધું પતાવી તેમના ઘરે જતા રહ્યા.હવે હું ને પૂર્વી ઘરમાં એકલા હતા.મેં હવે ઓફીસ જવું ચાલુ કર્યું હતું પૂર્વીની કોલેજ અને ભાટિયા ક્લાસ ચાલુ થઇ ગયા.પૂર્વી કોલેજ, ક્લાસ તથા રસોઈ સંભાળતી.હવે ઘેર આવી જાતે ચાહ બનાવવી પડતી.જાતે પીરસવું તથા જમવું પડતું.કારણ પૂર્વી સવારે રસોઈ બનાવી કોલેજ અને ક્લાસ સંભાળતી.સુરેખા ઘરકામ સવારેજ પતાવી દેતી અને હું ઘર લોક કરી ઓફિસે જતો.મીના જવાથી અમારી લાઈફ સ્ટાઈલ બિલકુલ બદલાઈ ગઈ.

દ્રશ્ય 62-મારી નિવૃત્તી

સાલ 1992 ને મહિનો ફેબ્રુઆરી.હું સાઈઠ વર્ષ નો થયો.3થર્ડ ફેબ્રુઆરી ને દિવસે કંપની માં થી રિટાયર થયો.તે દિવસે શનિ વાર હતો.કંપનીએ મને બે વર્ષ નું એક્સટેન્સન આપ્યું હતું.પણ દરેક વરસે મેડીકલ ચેક અપ પછીજ. શનિ વાર હોવાથી ઓફીસ અડધો દિવસ હતી.સૌ સારા મુડમાં હતા.મિસ્ટર જોગળેકર અમારા પર્સનલ ઓફિસર હતા અને મારા દોસ્ત હતા.તેમણે મારા રીટાયરમેન્ટ ને લાગતા પપેર તૈયાર કર્યા.મારે કોઈ સેન્ડ ઓફ પાર્ટી જોઈતી ન હતી.મને કેહવાહમાં આવ્યું કે તમારો એકાઉન્ટ સ્ટાફ તમને સુભેચ્છા આપવા માંગે છે.તમે ના નાપાડતા.મારું રીટાયરમેન્ટ પછી અમેરિકા વસવાનું બધાને ખબર હતી.પાર્ટી નીચે અમારા સ્ટાફ હોલમાં હતી મને બુકે પ્રેસંટ કરવામાં આવ્યો.સ્પીચો થઇ ને કાર્યક્રમ કલાક થી વધારે ચલ્યો.હું ત્રણ વાગે ઘરે પોહ્ચ્યો.હવે કાલથી કોઈ ઓફીસ નહિ.વેહાલા ઉઠવાનું નહિ. રિક્ષા પકડવા દોડવાનું નહિ.બધાજ દિવસ રવિવાર.કોઈ માથાફોડી નહિ.થોડા દિવસ તો સારું લાગ્યું.પછી કંટાળો આવતો.મારી એ હેક ટીક વારે ઘડીએ યાદ આવતી.અવર નવર ઓફીસ ડ્રેસ માં વિલે પાર્લાથી ફોર્ટ જતો.અને મારા પોતાના કામકાજ કરતો.હું કોઈ હલકી ફૂલકી નોકરી સબર્બ માં ઢુંઢંતો. અને પ્રયત્નોથી મળી ગઈ.સાડા અગિયાર થી સાડા ચાર પંદર દિવસે શનિ વારે મરીન લાઈન્સ જવાનું ને બોસ ને મળવાનું.કોઈ ફિક્સ સમય નહિ.અને કામનો પ્રોગ્રેસ જાણવાનો.આસીસટંટ આપેલો.મેં લગભગ આઠેક મહિના નોકરી કરી.પછી મોટી દીકરી લગ્ન કરવા આવવાની હતી એટલે છોડવી પડી.મારી આ નોકરી દરમિયાન,પૂર્વી ની બીકોમ ની પરીક્ષા નું રિઝલ્ટ આવ્યું.તે દિવસે શનિ વાર હતો.હું સવારના ઉઠી પરવારી અમારી મરીન લાઈન્સ ઓફિસે ગયો.બોસની સાથે કામની ચર્ચા કરી પણ જીવ તો મારો પૂર્વીના રિઝલ્ટમાં હતો.મેં તેમને વાત કરી કે હું હવે યુનિવર્સીટી જઈશ.મારી દિકરી પૂર્વીનું આજે બીકોમ નું રીઝલ્ટ છે.તેને મારે સીએ કરાવું છે તેમણે કહ્યું કે મારી એક દિકરી મારી ફર્મ માં આર્ટીકલ કરે છે.હું કંપની માંથી નીકળી સીધો યુનિવર્સીટી ગયો.દિલ ધડક ધડક થતું હતું.વિચાર એ આવતો કે નપાસ થઇ તો અમેરિકા જવાનું તેનું સ્વપ્ન રોળાઈ જશે.રીઝલ્ટ આગળ ભીડ બહુ હતી.જેમતેમ હું ઘુસ્યો અને 3rd ક્લાસમાં નબર જોયો.નબર નોતો તેથી ધ્રાસકો પડ્યો.દિલ વધારે ધડકવા લાગ્યું.પછી સેકન્ડ ક્લાસમાં જોયું. તેમાં તેની બેનપણી મીનળ નો નંબર હતો પણ પુર્વીનો નોતો.હવે હું નર્વસ થઇ ગયો.અને છેલ્લે મરણીયો પ્રયાસ કરી ફર્સ્ટ ક્લાસ પર નજર ફેકી.તો તેમાં દેખાયો.બીજી વાર તસલ્લી કરવા ફરીથી જોયો.હવે ખાત્રી થઇ.એ મારી અનહદ આનંદની ઘડી હતી ઘરે પાછા ફરતા હું મીઠાઈની દુકાનેથી પેંડા લઇ આવ્યો અને અડોસ પડોસમાં વેહ્ચ્યા.હવે ખાત્રી થઇ ગઈ કે પૂર્વી સીપીએ થઇ શકશે.એક વધુ ડેડ લાઈન ક્રોસ કરવા બદલ ઈશ્વરનો આભાર. આ ખુશ ખબર પ્રીતિને આપ્યા.પ્રીતિ અને મનોજના એન્ગેજમેન્ટ અમે તેમની ગેરહાજરી માં રાખ્યા.સૌ સગા સબધી ને બોલાવી વિધિ કરી ગોળ ધાણા વેહ્ચ્યા.આ પ્રસંગ મનોજના ઘરે રાખ્યો હતો.ત્યારે મનોજના દાદા વરજીવનદાસ તથા દાદી તારા બેન હયાત હતા.પ્રીતિ ને મનોજે પણ એમની રીતે અમેરિકામાં ઉજવ્યા હતા.પ્રીતિએ જણાવ્યું કે તેઓ ઓક્ટોબરમાં ઇન્ડિયા આવશે અને વિધિ સર લગ્ન કરશે.લગ્ન પછી તેઓ પાછા અમેરિકા જતા રહેશે.માટે તે પ્રમાણે તૈયારી રાખજો.પ્રીતિ આવે તે પહેલા કસ્તુરીની નોકરી સમાપ્ત કરી લગ્નની તૈયારી માં લાગી જવું પડશે.મેં મનોજના પપ્પા કિશોર ભાઈને ટેલીફોન કર્યો અને અમે મીટીંગ કરી મહારાજ બોલાવ્યો.મુરત જોવડાવી તારીખ નક્કી કરી.મેં તપાસ કરી વાડી બુક કરી.ઉપરનો માળ છોકરા વાળા નીચેનો છોકરી વાળાને.તે માટે રૂ 500 ભરી દીધા.મનોજ અને પ્રીતિને ખબર આપી.તેઓએ વાડીમાં લગ્ન કરવાની ના પાડી અને જુહુ માં હોલ શોધવા કહ્યું.અમે જુહુ માં મીઠીબાઈ નજીક હોલ શોધી બુક કર્યો. વેવાઈએ તેમનો મહારાજ બોલાવી વાનગીઓ નક્કી કરી તથા લાવવાની ચીજોનું વિગત વાર લીસ્ટ બનાવ્યું.શાક ભાજી નું પણ લીસ્ટ બનાવ્યું.મેહમાનોનો આકડો નક્કી થયો જમણ વખતે રંગ બે રંગી છત્રીઓ મુકવાની વ્યવસ્થા કરી.વેવાઈ નું કુટુંબ બહોળું હતું ને વેપારી સર્કલ પણ મોટું, દોસ્તારો ને સબંધીઓ ઘણા.મારું તો નાનું ફેમીલી.ભાઈઓ તથા બા અમેરિકા હતા ત્યાંથી કોઈ આવવાનું નથી. તેઓ જયારે અમેરિકામાં સેલીબ્રેટ કરશું ત્યારે આવશે.અહી રેહતા મારા બેન બનેવી , મામા માસીઓ તેમના પરિવાર સહીત બધા આવશે બધાને ઉતારવા માટે મારા બે ફ્લેટ એક પાર્લા ને બીજો કાંદિવલી પુરા ન હતા.આથી મારે મોક્લાસ વાળો હોલ શોધવાનો હતો.મેં ઘર નજીકના કેટલાક હોલ ની તપાસ કરી અને મને મળી ગયો.આ હોલ મેં બધી રીતે ઈક્વીપ કર્યો.ઉતારે થી લગ્ન હોલ જવા માટે બસ હાયર કરી.ઢોલી ને બેન્ડ વાજાનો પ્રબંધ કર્યો.ડેકોરેસન થઈ ગયું. આમ લગ્નની દરેક તૈયાર થઇ ગઈ.મારે માટે આ પહેલો પ્રસંગ હતો ને વેવાઈ ને પણ.મેં ઘરે પણ ડેકોરેસન કર્યું હતું. પ્રતિ અને મનોજ આવી ગયા ને તેમના લગ્ન રંગે ચંગે થઇ ગયા.પછી તેઓ કિશોરભાઈએ બુક કરાવેલ જગ્યાએ ફરવા ગયા.હવે પ્રીતિ મનોજ ના ઘરે રેહતી હતી.મારી કને ભુપેન્દ્ર ભાઈ રોકાયા હતા.ભુપેન્દ્ર ભાઈ ની મદદથી જુનો ફ્લેટ ખાલી કરી અમો મારા કાંદિવલી નવા ફ્લેટમાં સામાન મૂકી આવ્યા.જુના ઘરે તાળું મારી દીધું. નવા ઘરે રેહવાનું ચાલુ કર્યું.બે ત્રણ દિવસ જુનો ફ્લેટ બંધ રેહવાથી મકાન માલિકને વેહમ થયો.કોણ જાણે ક્યાંથી અમારો નંબર મેળવી ટેલીફોન કર્યો.હું ઘરે નોતો તેથી પૂર્વીએ ઉપાડ્યો.ફોન પર ધમકી આપી કે પપ્પા કો જિન્દા અમેરિકા લે જાના હૈ કે નહિ ?હું આવ્યો ત્યારે પૂર્વીએ રડમસ અવાજે કહ્યું ?તેને મારી સખત ચિંતા હતી કારણકે મકાન માલિક તેમ કરી શકે તેમ હતું.તે સ્વભાવે તોછડો ને રફ હતો.મેં વળતો ટેલીફોન ના કર્યો એટલે એ સ્વયમ મારા નવા ફ્લેટ પર આવ્યો ને જગ્યા સુપ્રત કરવા દબાણ કરવા માંડ્યો.મેં કહ્યું કે હું તને જવાના બે ત્રણ દિવસ પહેલા મળીસ.ભુપેન્દ્ર ભાઈ તથા અશ્રુ બેન થોડા દિવસ રહ્યા પછી કોસંબા પાછા જતા રહ્યા.અમારે જવું હતું એટલે ઘરને સુરક્ષિત કરવા અગળા બારણે ગ્રીલ કરાવી અને લાકડાની જાળી મુકાવી ને ગેલરી કવર કરાવી.અગાસી કવર કરાવી ઉપરાંત ચોવીસ કલાકનો ચોકીદાર તો હતો.અમારા અમેરિકા જવાના બે દિવસ પહેલા હું સૂરી બિલ્ડીંગ ગયો અને ચેક કરી લીધું.મારા વેવાઈ ને ઘરે હું ગયો ને મેં મકાન માલિકને ત્યાં બોલવ્યો.વેવાઈ ની હાજરીમાં મકાન ની કારવાહી થઇ.મેં તેને જણાવ્યું કે હું જવાના દિવસે તને ચાવી આપીશ. જવાના દિવસે નાના ભાઈ મળવા આવ્યા હતા તેમની સાથે બેગો લઇ અમો સૂરી બિલ્ડીંગ ગયા.સુરેખા અમારી કામવાળી પણ તેનો હિસાબ કરવા અને BYE કરવા આવી હતી.મકાનમાં બધાને મળ્યા.તે દિવસો દિવાળી ના હતા.મેં ટેક્ષી માગવી મકાન બંધ કરી ચાવી મકાન માલિકને આપી.પાર્લા ને અલવિદા કહી અમો ટેક્ષી માં એર પોર્ટ રવાના થયા.સમય થતા આવજો આવજો ની શુંભેચ્છા સાથે પ્લેનમાં બેઠા ને મુંબઈ ને અલવિદા કર્યું.આ હતી 28TH ઓક્ટોબર 1992 ની તારીખ.

ભાઈ મહેસે પણ દિવાળી ના દિવસો માં ઇન્ડિયા છોડ્યું હતું.તે દિવસ 31ST ઓક્ટોબર હતો.

દ્રશ્ય-63-લોસ એન્જલીસ માં ઉતરાણ

લોસ એન્જલીસ સિટીમાં પ્લેન લેન્ડ થયું.અમે ચાર મોટી બેગોનું કસ્ટમ ચેકિંગ પતાવી બહાર નીકળ્યા.અમને પ્રીતિ ની બેનપણી સિન્ધુ લેવા આવી હતી.1992 નું એ વર્ષ હતું.પ્રીતિ ઓફીસ માં હતી.સિન્ધુ સાથે અમે ઘરે પહોચ્યા.પ્રીતિ સાંજે ઘરે આવી.બેગો ના તાળાની ચાવીયો ખોવાઈ ગઈ હતી.હેન્ડી મેન બોલાવી તાળા ઉઘડાવ્યા.પ્રીતિ અમારી સાથે થોડા દિવસ રહી હતી.તે દરમિયાન તેના લગ્નની પાર્ટી ઇન્ડિયન રેસ્ટોરંટ માં રાખી હતી.તેમાં સગા સ્નેહીઓ તેમજ દોસ્તોને બોલાવ્યા હતા.પાર્ટી રંગે ચંગે પતિ ગઈ.ત્યાર પછી પ્રીતિ મનોજ સાથે સાનહોઝે ચાલી ગઈ.હું ને પૂર્વી પાછા એકલા પડી ગયા.મને કે પૂર્વીને આ શહેરની જ્યોગ્રાફી બિલકુલ ખબર નોતી.કોઈ સમસ્યા હોઈ તો અમે સિન્ધુ ને ફોન કરતા.ઇન્ડિયન સ્ટોર માં થી કોઈ વસ્તુ લાવવાની હોઈ તો રંજન આવતા જતા દરવાજે મૂકી જતી.જોકે ક્યારેક્ જ જરૂર પડતી.મેરીના હોઉસ નો અમોને આપેલો કમરો ખાસ્સો મોટો હતો.તેમાં અમારા બે પલંગ ડાઈનીંગ ટેબલ અને છ ખુરસી આરામથી મુકાતા છતાં થોડી જગા રેહતી.અમારું કિચન રમકડા જેવું નાનું હતું.તેમાં ફક્ત ઇલેક્ટ્રિક સગડી રેહતી.રૂમ ને એટેચ બાથરૂમ હતો.બાથરૂમમાં કબાટ હતું જેમાં અમારા કાચ અને સ્ટીલના વાસણો રેહતા.એક નાનું ફ્રીજ રૂમમાં રેહતું.મેરીનું આ ઘર થર્ડ સ્ટ્રીટ માં હતું.થર્ડ સ્ટ્રીટ નોટોરિયસ ગણાતી.આ સ્ટ્રીટ માં રોડ્નીકીંગ નો બહુ વખોડાઈલો કિસ્સો બન્યો હતો.સાંજના ડ્રગ વાળા સ્ટ્રીટ માં ફરતા.બંદુક ના અવાજ કાને પડતા તથા માંરામારી થતા. પૂર્વી મોડી આવે ત્યારે જીવ અદ્ધર થઇ જતો.હું મકાન બહાર પૂર્વી ની આતુરતા થી રાહ જોતો. ક્યારેક વિચાર આવતો કે કંઈક ખોટું ડીસીસન તો નથી લેવાયું ને ?પ્રીતિ આ જગ્યામાં કેવી રીતે આટલો સમય એકલી રહી હશે? તેપણ કોઈની ઓથ વગર?પણ મેરી એનો હર વાતે ખ્યાલ રાખતી અને ઘરના સભ્ય તરીકે ગણતી.રાત પડે અમને પ્રીતિની યાદ બહુ સતાવતી.કોઈ પ્રોબ્લેમ આવે તો અમે સાનહોસે ટેલીફોન કરતા. સિન્ધુ ના ફોન અવર નવર આવતા.આવ્યાના બીજા દિવસે વિચાર કર્યો કે બસ પાસ કઢાવી બહાર જવું.વગર આવકે $42 પાસના છાતીએ વાગતા ને ઇન્ડિયા ના રૂપિયે અહી રેહવાઈ નહિ.તે વખતે એક પાસ કાઢવી બે જણા જુદે સમયે વપરાતા.ફોટો આઈડી તે વખતમાં નોતી.સરલાને પત્ર લખવતો એટલે પોસ્ટ ઓફીસ જવુતું.એક બે જણાને પૂછવાથી જવાબ મળ્યો ખબર નહિ.એટલે આવી તે બસમાં ચઢી ગયો.રસ્તે પોસ્ટ ઓફીસ નું બોર્ડ આવ્યું ત્યાં ઉતારી ગયો.કાગળ લઇ ઘરે ગયો.પછીતો નોકરી ની શોધ માટે રોજ જતો અને કલાકો રખડતો.એકતો મારી ઉમર બાસઠ અહીના અનુભવે મીંડું.ઘરના લોકો ઘણા, પણ કોઈની ગાઈડન્સ નહિ.ઉપરથી કહે હવે બહુ નોકરી કરી.રોજ પ્રેકટીસીંગ cpa ફર્મ માં જતો.ટેસ્ટો અને ઈન્ટરવ્યું આપતો પણ પત્તો લાગતો નહિ.એક દિવસ એજિંગ કાઉસીલ નો મેસેજ હતો કે આવી મળી જાવ.છેવટે જયારે એક હોટલમાં એકાઉટંટ ની જગ્યા માટે એજિંગ કાઉસીલે ગોઠવણ કરી ત્યારે લોસ એન્જલીસ છોડવાનો વખત આવ્યો.તેથી વાત અધુરી રહી.પૂર્વી ને પ્રયત્નો પછી બેંક ઓફ અમેરિકામાં ટેસ્ટ આપવાની હતી.વિન્ટર ચાલુ હતો.જગા દુર હોવાથી વેહલા ઉઠી પરવારી અંધારે બસ પકડી બસ ડ્રાઈવર ને પૂછ્યું પણ તેને ખબર ન હતી અમે ભગવાનનું નામ લઇ ઉતરી ગયા.નસીબ જોગે બેંક ત્યાજ હતી.પૂર્વીએ પરીક્ષા આપી.પૂર્વીની જોબ માટે ની કોશીસ ચાલુ હતી પ્રીતિ અગાઉ જ્યાં નોકરી કરતી તેનો ડીરેક્ટર શ્રીલકન હતો.પ્રીતિએ તેને ફોન કરી પૂર્વીની વિગત આપી.તરતજ પૂર્વીને ઈન્ટરવ્યું આવ્યો.જે દિવસે ઈન્ટરવ્યું આવ્યો તે દિવસે વરસાદ થોભવાનું નામ લેતો નહિ.પૂર્વી છત્રી લઇને ગઈ હતી. મને મારી લાચારી પર આંખમાં પાણી આવી ગયા.મેં કેટલાનેય નોકરી પર રાખ્યા હતા.આજે મારી દીકરીને આમ રખડવું પડે.હું ઇન્ડિયા માં હોત તો ક્યારની પણ ઠેકાણે પડી ગઈ હોત.મને બીક હતી કે ક્યાં છોકરે છાસ પીવા જેવું ના થાય ?આખરે પૂર્વી ને મેડીકલ સેન્ટર માં જોબ મળી.મેડીકલ સેન્ટર ઘર ની નજીક હતું.પણ ચાલી ને જવું રીસ્કી હતું.રસ્તે કેટલાક બેકાર તથા લુખ્ખા લોકો બેઠા હોઈ.માટે બસનો ઉપયોગ કરતી. માંડ નોકરીને બે અઠવાડિયા થયા કે પૂર્વી બીમાર પડી.તેને ચીકનપોક્ષ નીકળ્યા.ઓફિસે તેને ઘરે મોકલાવી દીધી.મારી આશાનું એક કિરણ વિખરાઈ ગયું.મેં તેની સતત આઠેક દિવસ કાળજી લીધી અને બેઠી કરી.પાછી નોકરી પર ગઈ.પૂર્વી ને ઓફિસમાં કામ કરવાનો ઇન્ડિયા કે અમેરિકામાં અનુભવ નોતો.પરિણામે બોસે કાગળ આપ્યો.કાગળ વાચી રડમસ થઇ ગઈ.મેં તેને હિમત આપી પ્રોસાહિત કરી.પૂર્વી બીકોમ ફર્સ્ટ ક્લાસ હતી એટલે ગણતરી ના દિવસમાં કામની પકડ જમાવી દીધી.તેને એપોઇન્ટમેન્ટ લેટર મળી ગયો. મને પણ હોટેલમાં એકાઉટંટની જોબ માટે કાઉસીલ ઓફ એજિંગ નો ફોન આવ્યો.મને નિરાત થઇ કે જોબનો પ્રોબ્લેમ સોલ્વ થઇ ગયો.પણ તેજ દિવસે પ્રીતિનો ફોન આવ્યો કે તમે જોબ ના લેતા.કારણકે ગણતરી ના દિવસો માં તમારે અહી આવવું પડશે.મારે તમારી મદદ જોઇશે.પૂર્વી ને પણ કેહવાનું કે તે રાજીનામું આપે.અને બેવ જણા સાન હોસે આવી જાવ તમને મનોજ લેવા આવશે. અહી નોકરી મળી જશે. મેં એજિંગ કાઉસીલ ને કહ્યું હું હાલમાં જોબ લઇ શકું તેમ નથી કારણકે મારે સાન હોસે જવાનું છે.એજિંગ કાઉસીલે મને લેટર આપ્યો અને કહ્યું તેમે સાનહોસે ઓફિસને મળજો ને આ પત્ર આપજો.પૂર્વીએ જોબમાંથી રાજીનામું આપ્યું.બોસે બહુ સમજાવ્યું કે ત્યાં જોબ મળશે તેની શું ખાતરી ? પણ પૂર્વી મક્કમ રહી.આમ પહેલી જોબ મળી અને જતી રહી.મારે પ્રીતિની સુચના પ્રમાણે લોસ અન્જલીસ નું ઘર વાઈડપ કરવાનું હતું અને પૂર્વી ને લઇ સાન હોસે જવાનું હતું.રોજની વપરાસ નો કેટલોક સામાન સાન હોસે લઇ જવાનો હતો બાકીનો કાઢી નાખવાનો હતો.અહી પણ એક ચોર બજાર હતું.જે મેં બસમાં આવતા જતા જોએલું.હું ત્યાં પોહચી ગયો.કેટલાક વેપારીને વિગત કહી ઘરે બોલાવ્યા.અને ડાઈનીંગ સેટ સિવાયનો સામાન નીકળી ગયો.ડાઈનીગ સેટ માટે કોલેજમાં જાહેર ખબર મૂકી ને તે પણ છોકરા લઇ ગયા ને ખરીદ કીમત કરતા કંઈક વધારે આપી ગયા.ટ્રાન્સપોર્ટ કંપની નક્કી કરી.રંજન એક શનીવારે આવી અને પેકિંગ માટે ખોખાનો બંદોબસ્ત કર્યો.સામાન ખોખા માં પેક કરી સાન હોસે રવાના કર્યો.મનોજ અમને લેવા આવ્યા હતા.અમો તેમની સાથે સાન હોસે જવા નીકળી ગયા.તે મહિનો હતો એપ્રિલ નો અને સાલ હતી 1993.પુર્વીનું ભણવાનું તો ચાલુ ના થયું પણ CPA ના ભણતર ને લાગતી બધી માહિતી ભેગી કરી હતી..બીજું કામ એ કર્યું કે પ્રીતિ જે ચીના સાથે $250ના ફીક્ષ રેટ માં ગાડી શીખી હતી તેની સાથે પૂર્વીએ શીખવા નું ચાલુ કર્યું. પૂર્વી ડ્રાઇવીંગ ટેસ્ટ માં પાસ થઇ ગઈ.અને લાઇસન્સ મળી ગયું.અમારા લોસએન્જલીસ ના વસવાટ દરમિયાન પ્રીતિનો સપોર્ટ સારો હતો.દર મહીને તેનો ચેક અચૂક આવી જતો.જયારે અમે લોસ એન્જલીસ માં રેહતા ત્યારે પ્રીતિએ નવી બંધાતી હિલ ક્રેસ્ટ કોલોની માં એક મકાન બુક કરેલું મકાન બંધાઈ ત્યાં સુધી અમે ક્રોપલી પર મકાનમાં ભાડે રેહતા.મકાન ટાઉન હાઉસ હતું.અને બે બેડરૂમ નું હતું.જગા કમ્ફોરટેબલ હતી.મારા નવા દોસ્ત રોય પણ તે કોમ્પ્લેક્ષ માં રેહતા.બીજા દોસ્ત બાર ભૈયા કોમ્પ્લેક્ષ ના રસ્તે થોડાક દુર રેહતા.બીજા નવા દોસ્ત લોયર હતા તે અમારા કોમ્પ્લેક્ષ નજીક રેહતા.અમે ચાર દોસ્તો જોબ ની શોધમાં સવારના નીકળી જતા.એમાંથી બે ને જોબ મળી ગઈ.ત્રીજા પંજાબી લોયર ઇન્ડિયા પાછા જતા રહ્યા.મને સેહજ વાર લાગી પણ સારી અને મારી લાઈનની જોબ મળી ગઈ. બે દોસ્ત તેમને જોબ મળી પછી ગણતરી ના દિવસો માં ગુજરી ગયા.એક હાર્ટ એટેકમાં ને બીજા લીવરના કેન્સર માં.

દ્રશ્ય-64-પ્રીતી ને મનોજનો -નવ ગ્રહ પ્રવેશ ને પુર્વીનો આગળ અભ્યાસ

અમે ક્રોપલી માં લગભગ છ મહિના રહ્યા હોઈશું.દરમિયાન મનોજ અને પ્રીતિ નું હીલ ક્રેસ્ટ નું મકાન તૈયાર થઇ ગયું.અમે ક્રોપલી માં રેહતા ત્યારે દર વીકે મકાનનો પ્રોગ્રેસ જોવા જતા.આખું મકાન જોત જોતામાં બંધાઈ ગયું.વોક ઓવર નો દિવસ આવી ગયો.અમેરિકામાં મકાન એટલે બિલ્ડરને બધી રીતે સંપૂર્ણ કરી બાયરને સોપવું પડે.અંદર લાઈટો જુમ્મરો ભંડારિયા ,ક્લોસેટ વગરે થી સજ્જ.તમારો સમાન લઈને રેહવા માંડો. મનોજ ને પ્રીતિનું નવું મકાન પીનાર્ડ સ્ટ્રીટ માં છે હિલ ક્રેસ્ટ વિલા કોલોનીમાં 175 મકાન છે.મકાન ચાર મોડેલમાં છે આખું કોમ્પ્લેક્ષ પાચ સ્ટ્રીટમાં વેહ્ચાયેલું છે.એમાં કમ્યુનીટી હોલ તથા સ્વીમીંગ પુલ છે.કોપ્લેક્ષ નો હિલક્રેસ્ટ પાર્ક ખાસ્સોમોટો છે. તેમાં કોલોની ના લોકો ચલવા જાય છે. આજુ બાજુ ના લોકો પણ ચાલવા આવે છે.ભૂલકાઓ માટે રમત ગમતના સાધનો છે.સમરમાં પાર્ક નો સારો ઉપયોગ થાય છે.વેહલી સવારે જોગર્સ જોગીંગ કરે છે ,ચીનાઓ તાયચી કરતા માલમ પડે છે સીનીયરો થોડા મોડેથી વોક કરતા દેખાઈ છે.મનોજ ને પ્રીતિ નું મકાન 1900 sq ft નું છે અને આરામ દાયક છે.તેમાં લીધા પછી અનેક સુધારા વધારા કરી વધુ આરામદાયી બનાવ્યું.હાલમાં ત્યાં ભાડૂત કોની અને તેનું ફેમીલી રહે છે હું પ્રીતી અને મનોજ સાથે  બીજા મોટા પાચ બેડરૂમ ના મકાનમાં મુવ થયા છે.અમે હિલ ક્રેસ્ટ ના મકાનમાં 1994 માં પ્રવેશ્યા હતા અને 2010માં મુવ થઇ ગયા.તારીખ 26 જાન્યુ આરી 1994 માં રાહુલનો જન્મ થયો.શરીરે તંદુરસ્ત અને દેખાવડો પૂર્વીએ ટોફેલ ની પરીક્ષા અહી પણ પાસ કરી.ઇન્ડિયા માંતો પાસ કરી હતી પણ તે અહી માન્ય ના કરી.હવે તેને માટે આગળ નું સ્ટેપ એ કે તેણે કેટલાક વિષય ની પરીક્ષા આપવાની હતી. તે પાસ કરે તો અહીના બીકોમ લેવલ માં આવે.તે પરીક્ષા બેટ્સ હિલમાં લેવાતી હતી.તપાસ કરતા માલમ પડ્યું કે 17એક્સપ્રેસ હાઈ વે બસ ત્યાં જતી હતી.પણ તે ડાઉન ટાઉન થી ઉપડતી હતી અને ડાઉન ટાઉન વેહલી સવારે જવા કોઈ સાધન ન હતું. અને હોઈ તોએ પરીક્ષાના ટાઇમે પોહ્ચાડે નહિ.માટે પ્રીતિએ હિમત કરી રાહુલને સાથે લઇ આવી.પૂર્વીએ પરીક્ષા આપી ને પાસ થઇ ગઈ.હવે તે અહીના બીકોમ લેવલ પર આવી ગઈ.હવે તેનાથી CPA ની પરીક્ષા અપાઈ.તેણે CPA માટેની પરીક્ષાનું ફોર્મ ભર્યું અને તેના ક્લાસ ભરવા માંડ્યા.ક્લાસ ની ફી $4000 હતી.ક્લાસ ભરતી ગઈ ,વાંચતી ગઈ ને નોકરી કરતી ગઈ.સવારે ચાર /પાચ વાગે ઉઠતી ,હું તેને ચાહ બનાવી આપતો ને પછી સુઈ જતો.તે આઠ વાગ્યા સુધી વાંચતી પછી તૈયાર થઇ નોકરી પર જતી.આ ક્રમ પરીક્ષા સુધી ચાલ્યો.પરીક્ષા આવી ને પુરી થઇ પણ નોકરી ચાલુ હતી.સમય વીતી રહ્યો હતો ને રીઝલ્ટ નો હાઉ ભુલાઈ ગયો હતો.એક દિવસ હું બહાર થી આવ્યો ને લેટર બોક્ષ માં થી ટપાલ લીધી.ટપાલના બંચ માં એક મોટું એન્વલપ CPA બોર્ડ નું હતું.મને તેમાં રિઝલ્ટ છે તેની ખાત્રી હતી પણ મેં ખોલ્યું નહિ.પૂર્વીને ખોલવા રેહવા દીધું ને હું બાથ રૂમમાં ગયો.ગયો તેની સાથે પૂર્વી આવી ને તેની નજર CPA બોર્ડના એન્વલપ પર પડી.તેને ખોલ્યું ને વાચ્યું.વાચતા ની સાથે એક હલકી ચીચયારી નીકળી ગઈ પપા હું એક ગ્રુપમાં પાસ થઇ ગઈ.હું તરત બહાર આવ્યો ને તેને ધન્યવાદ આપ્યા.અડધી બાજી જિતાઈ ગઈ હવે અડધી બાકી રહી.

દ્રશ્ય-65-પૂર્વી ની સ્થાઈ થવા માટેની સ્ટ્રગલ અને તેના લગ્ન

પૂર્વી સાન હોસે આવી ત્યારથી જોબ સર્ચ ચાલુ હતી.પહેલી જોબ પ્રોડક્ટ પ્રમોસન ની હતી.તે તેને માફક ના હતી. થોડાક સમય માં તેને ઇન્સ્યુરન્સ કંપની માં જોબ મળી ગઈ.ગાડી વગર જોબ કરવી મુસ્કેલ હતું.માટે

ગાડી લેવાનું નક્કી કર્યું.સવાલ એ હતો કે આપણે જાહેર ખબર આપવી કે પપેરમાં આવતી જાહેર ખબરોનો જવાબ આપવો.એવું નક્કી કર્યું કે પહેલા પપેરમાં આવતી જાહેર ખબર ના જવાબ આપવા.પ્રીતિએ એક જાહેરાત વાળાને ટેલીફોન કર્યો.તેને ઘરે બોલાવ્યો ને વાત કરી.ગોરા ની ગાડી હતી.તેણે તેની છોકરી માટે રોજ કોલેજ જવા ગાડી લીધી હતી. છોકરી લગ્ન કરી બહારગામ વસી ગઈ.માટે ગાડી કાઢવી હતી.તેણે ડોલર 3400 માગ્યા.અમે ગાડી જોઈ ને પસંદ આવી.મિકેનિક પાસે ચેક કરાવી O. K કરી લીધી.પૂર્વીએ લાઇસન્સ ની પરીક્ષા તો L. A હતી ત્યારેજ પાસ કરી હતી.બીજે દિવસથી પૂર્વી ગાડી ઓફીસ જવા વાપરતી.પૂર્વી ની પહેલી હાઇવે ટ્રાયલ પ્રીતીના નવા ઘરનું ફનીચર લીધું ત્યારે થઇ.ત્યાર પછી પૂર્વી હાઇવે ની આદિ થઇ ગઈ.થોડા સમય પછી પૂર્વીને સિસકો કંપની માં જોબ મળી.જોબ સાથે ભણવાનું તેણે ચાલુ રાખ્યું.અઢી હર્ડલ પૂર્વીએ ક્રોસ કર્યા એક તો ટોફેલ અને બીજું કેટલાક વિષય. અને CPA નું એક ગ્રુપ.ફક્ત એને એકજ ગ્રુપ આપવાનું બાકી રહ્યું.બીજી બાજુ મને એના લગ્નની ચિંતા હતી.કેમકે ઉમર વધતી જતી હતી.લગ્ન માટે મારા પ્રયત્નો ચાલુ હતા.હું દર અઠવાડિયે ઇન્ડિયા વેસ્ટ અને ઇન્ડિયા પોસ્ટ માં જાહેર ખબર આપતો.જવાબો માંથી સિલેક્ટેડ કેન્ડીડેટની મીટીંગ કરાવતો.આમ કરતા પાચ વર્ષ નીકળી ગયા.આ પાચ વરસ દરમિયાન બાવીસ છોકરા જોયા.કેન્ડીડેટ ન્યુ જર્સી ,ન્યુ યોર્ક ,ટેક્ષાસ ,લોસ એન્જલીસ તેમજ સાન હોઝે માંથી હતા.પણ પૂર્વીની નજરમાં કોઈ ઠરતો નહિ.મેં નક્કી કર્યું કે આ જાહેર ખબરમાં કોઈ નવો કેન્ડીડેટ ના આવે તો ઇન્ડિયા જઈ ટ્રાઈ કરવી.પણ નસીબ જોગે એક છોકરો ધ્યાનમાં આવ્યો.તે M. S હતો ને આઈ બી એમ માં જોબ કરતો હતો.તેના માં બાપ ઓં હાઈઓ માં સેટલ થયા હતા.છોકરો બહુ નાની ઉમરે અહી આવેલો અને અહીજ અભ્યાસ કરેલો.તેનો નાનો ભાઈ પણ M. S થઇ આઈ બી એમમાં જોડયેલો.નાના ના લગ્ન તેની સાથે ભણતી અમેરિકન છોકરી વેલરી સાથે થયા હતા.તે ઓહાઈઓ માં નોકરી કરતો હતો. ઘણા વરસો થી તેઓ ઓહાઈઓ માં રેહતા હતા.પૂર્વી અને મયંકની કેટલીક મીટીંગો પછી તેમણે નિર્ણય લીધો.પછી બે કુટુંબની મીટીંગ થઇ ગિફ્ટો ની આપલે થઇ,ફેમિલીની ઓળખાણ થઇ. અને મયંક તથા પૂર્વીના વિવાહ જાહેર કર્યા.ઓકેઝનને રેસ્ટોરંટ માં સેલીબ્રેટ કર્યું.દોસ્તો અને શુંભેછકો ને બોલાવ્યા હતા.બેઉ છોકરીઓને તેમના મનપસંદ છોકરા મળ્યા અને છોકરાને છોકરી મળી.પછી તો મયંકની અવર નવર વિસિટ થતી.તે વખતે મયંક માઉટનવ્યુ માં રેહતા.પૂર્વી ની પરીક્ષા ભુલાઈ ગઈ અને અમે લગ્નની તૈયારીમાં પડી ગયા.લગ્ન સાનહોઝે માં કરવા તેમ નક્કી થયું.અમે હોલ તથા રેસ્ટોરંટ ની તપાસ કરી.તે સમય માં સ્વાગત નું નામ પ્રચલિત હતું.તેથી સ્વાગત નો હોલ રીસેપ્ત્સન માટે બુક કર્યો ને લગ્ન વિધી સ્વામીનારાયણ હોલ માં રાખી. ત્યાંથી બધી જોઈતી વસ્તુ ભાડે મળી ગઈ. કેટરિંગ નો ઓર્ડર સ્વાગતને આપ્યો.પ્રીતિએ મેહમાનોનું લીસ્ટ બનાવ્યું પૂર્વીએ કંકોત્રી ની ડીઝાઇન પસંદ કરી. મેહમાનો ના ઉતારા માટે બેસ્ટ વેસ્ટર્ન હોટેલ માં ડઝન એક રૂમ્સ બુક કરી.મેહદી વગેરે લેડીસ પ્રોગ્રામ પ્રીતિને ઘરે રાખ્યા.વેડિંગ ની વિડીઓ નો કોન્ટ્રેક્ટ પૂર્વીની બેનપણી મીનલના વરને આપ્યો.એક ગાડી અને એક વાન ભાડે રાખ્યા.મયંક ના પેરન્ટસ માટે મયંકે એમના એપાર્ટમેન્ટમાં ગેસ્ટ ફ્લેટમાં વ્યવસ્થા કરી હતી. લગ્નની અગળી રાતે મેહમાનો દુર દુર થી આવી ગયા.જેમ આવતા ગયા તેમ હોટેલમાં રૂમ અપાતા ગયા.બેસ્ટ વેસ્ટર્ન નીચે બોમ્બે કાફે રેસ્ટોરંટ હતો તેમાં મેહમાનો માટે જમવાની વ્યવસ્થા હતી.મેહમાનો સાથે અમે પણ ત્યાંજ જમી લીધું હતું.બધાને સવારે સ્વામીનારાયણ હોલ માં આવવાનું નિમંત્રણ આપી અમો ઘરે ગયા. ઘરે આવી સવારની તૈયારી કરી સુઈ ગયા.સવારના નિત્ય ક્રમ પરવારી સ્વામીનારાયણ હોલ પર પોહચી ગયા.નવ વાગે વિધિ સારું થઇ.મારો ભાઈ મહેશ,મારી નાની બેન રંજન ,ચંપા ફોઈ વગેરે આવી ગયા.નવ વાગે ગ્રહ શાંતિ થઇ.ચાહ પાણી ની વ્યવસ્થા કરેલી.સવારની ઠંડીમાં મારે રેશમી કફની અને પૈજામો પહેરવો પડ્યો હતો.ઠંડી લાગતી હતી.જેમ તડકો આવતો ગયો તેમ ઠંડી ઓછી થતી ગઈ.બપોરનું જમવાનું સ્વામીનારાયણ ટેમ્પલમાં કેટર કરાવ્યું હતું.જમવામાં શ્રીખંડ પૂરી ઉધીયુ ને ઢોકળા વગરે હતું.જમી ને મેહમાનો હોટેલમાં આરામ કરવા ગયા.અમે ઘરે આવી સાંજની તૈયારીમાં પડી ગયા. સાંજે રીસેપ્ત્સન હતું.હોલ પર સાજન મહાજન ભેગું થયું હતું.હોલ ડેકોરેટ કર્યો હતો.હળવું સંગીત વાગતું હતું.સોફ્ટ ડ્રીન્કસ પીવાતા હતા.ગિફ્ટો તથા ચાંદલાની નોધણી થતી હતી.વર કન્યાને શુભ અશીસો અપાતી હતી.આખું વાતાવરણ મંગલમઈ હતું.એક અલાયદા ટેબલ પર વર વધુ સાથે બે પેરન્ટસ તથા મોટી દીકરી પ્રીતિ અને મનોજ ની જમવાની વ્યવસ્થા હતી.બધું પત્યું એટલે વેવાઈ કન્યા લઇ માઉટનવ્યુ ગયા.તેમને વિદાઈ આપી અમે ઘરે આવ્યા.લગ્ન રંગે ચંગે પતિ ગયા.મારી એક મોટી ચિંતા મટી ગઈ.પૂર્વીના લગ્ન 1997 માં કર્યા. તે વર્ષે હું પાસઠ નો થયો.એટલે અમેરિકામાં સીનીઅર સીટીઝન કેહવાય.હજુ મારી નોકરી કેથોલિક ચેરીટીમાં ચાલુ હતી.અહી સીનીઅર સિટીઝનને મોટે ભાગે પાર્ટ ટાઇમ જોબ અપાઈ છે.હું સીનીઅર સીટીઝન થયો એટલે કેલાક લાભો ઓટોમેટીક મળ્યા.પણ ઇન્ડિયન સીટીઝંનસીપ જતી રહી.હવે મારું હવે ઇન્ડિયા માં કશુજ બાકી ન હતું.મારી એક બેન સરલા અને તેનો પરિવાર હતો.

ધનંજય સુરતી

મારી ડાયરીના પાના -૫૦થી૬૦

દ્રશ્ય-51-મારું સાઉદી પ્રયાણ

આ અમારી ઉડતી વિઝિટ હતી એટલે બહુ તૈયારી કરવી ના પડી.જવાના દિવસે મને મીના તથા બે દીકરીઓ એર પોર્ટ પર મૂકવા આવ્યા. બાકી તો ઘરમાં કોઈ હતું નહિ. બધાને એક પછી એકને ભણાવી ગણાવી મેં અમેરિકા મોકલાવી દીધા હતા કુલે આઠ ભાઈ બહેનો માટે ઇમિગ્રેશન સરસ રીતે પ્લાન કર્યું હતું. તે વાતનો મને પૂરો સંતોષ હતો.  અમે એર પોર્ટ પર સાંજના આવ્યા ફ્લાઇટ ને વાર હતી. મારી ટીકીટ ફર્સ્ટ ક્લાસની હોવાથી અમને એસ કોર્ટ ફર્સ્ટ ક્લાસ વેઇટિંગ લોજમાં લઇ ગયો. ત્યાં અમારે માટે કોકોકોલાની બાટલીઓ આવી. હું એક વીક માટે જતો હોઈ ફેમિલી બહુ ઈમોશનલ થયું નહિ. આગળ ઉપર પણ હું અવાર નવાર બહારગામ જતો આથી તેઓ ટેવાઇ ગયેલા.ખુબ વાતો ચાલી, ફેમિલીને મારી ઘેર હાજરીમાં કરવાના કામ ની સૂચનાઓ અપાઈ.વાતો ચાલતી હતી એટલા માં બોર્ડિંગની સૂચના આપવામાં આવી.એસ્કોર્ટ આવી અમને બોર્ડિંગ તરફ લઇ ગયો. ફેમિલીને અલવિદા કહી હું પ્લેન માં ચઢ્યો.
ફર્સ્ટ ક્લાસમાં અમે છ પૅસેન્જર હતા. ફર્સ્ટ ક્લાસ હોવાથી અમારું બોર્ડિંગ પહેલા થયું. ફ્લાઈટ એર ઇન્ડિયાની હતી.સાઉદી અને મુંબઈ વચ્ચે ઉડાન અઢી કલાકની હતી.અને ટાઇમ ડિફરન્સ પણ અઢી કલાકનો હતો.અટેલે જે ટાઇમે પ્લેન મુંબઈથી ઉપડે તે ટાઇમે સાઉદી પહોંચે.અમારી ખાતર બરદાસ્ત પ્લેનમાં સારી કરવામાં આવી. અમારી ફ્લાઇટ ટાઇમસર પહોંચી ગઈ. પ્લેન માં મેંઝેનીન ફ્લોરમાં એક્ઝીક્યુટીવ ક્લાસ ખાલી હતો. પ્લેન ઊતર્યું ત્યારે પ્લેનની બહાર સીડી મૂકવામાં આવી. અને બહારથી એસ કોર્ટે જેવું બારણું ખોલ્યું તેવી સુસવાટા મારતી ગરમ ગરમ હવા અમને દઝાડતી ગઈ.અસહ્ય ગરમી હતી. હું ડરી ગયો. મને વિચાર આવ્યો કે આવી હવામાં રહેવાશે કેમ ? અને કામ થશે કેમ ?અમે સર્વે ઝડપથી ઈમીગ્રેશન બિલ્ડીંગમાં જતા રહ્યા અને વિધી પૂરી કરી બહાર આવ્યા.ત્યાં મી.ચઢા અમારી રાહ જોતા હતા.ઓળખ વિધિ પૂરી કરી તેમની ગાડીમાં ગોઠવાયા.તેઓ અમને ઓફિસ નજીકની ફાઈવ સ્ટાર હોટેલમાં લઇ ગયા. જે ગામ જવાનું હતું તેનું નામ અલ જુબેલ હતું.જુબેલ સાઉદી અરેબિયા નું ડ્રીમ સીટી કેહવાતું.તે એરપોર્ટ થી ૧૨૦ માઈલ દુર હતું. તેમાં અબજો રિયાલની ઇન્ડસ્ટ્રી હતી. રમઝાન હોવાથી દુકાનો બંધ હતી. કોઈ માણસ રસ્તે દેખાતો ન હતો.પબ્લિકમાં ખાવા પીવાની મનાઈ હતી દરરોજ રોજો પૂરો થાય ત્યાં સુધી. સિગારેટ કે બીડી પણ ના પીવાય. અમોને સેટ કરી ચડ્ઢા રિયાધ ઓફિસ જતા રહ્યા.
અમારી મોબિલિટી માટે અમે ટૅક્સિ કંપનીનો કોન્ટેક કર્યો અને આખા દિવસની ટૅક્સિ ભાડે લીધી. ટેક્ષીનું ભાડું એક મિનિટનો એક રિયાલ હતું એટલે કલાકના સાઠ રિયાલ.આઠ દિવસ રહ્યા તેટલા દિવસ ટૅક્સિ વાપરી. રોજ સવારના નવ વાગે નીકળતા ને સાંજે હોટેલ પર આવતા.બેકટેલ કંપની અમારી સુપરવાઇઝર હતી. તેમની સાથે ઓફિસની જગ્યા ,સ્ટાફને રાખવાની વ્યવસ્થા વગેરે વિષયોની ચર્ચા કરી.બેક્ટેલ કંપની લગભગ બસો કોન્ટ્રાકટર સુપરવાઇઝર કરતી. તે રૉયલ કમિશનને જવાબદાર હતી. હોટેલમાં વેજીટેરિયનને ખાવા પીવાની આપદા હતી. હું હોટલમાં સૂપ, બ્રેડ, કેળાં ને આઈસક્રીમ ખાઈ લેતો. આ ફાઈવ સ્ટાર હોટેલ હોવાથી પાયજામો ને પહેરણ પહેરી નીચે ચાહ પીવા પણ અવાતું નહિ.પ્રોપર ડ્રેસ પેહેરી નીચે આવવું પડતું.અહી બધા ગોરા ઉતરતા.કિચન સ્ટાફમાં ગોવાનીઝ અને સાઉથ ઇન્ડિયન હતા. આખો વખત ડ્રેસ બદલાવો પડતો એથી બહુ કંટાળો આવતો. બે ઉડતી વિઝિટ પછી જ્યારે લાંબો વખત માટે આવ્યા ત્યારે લગભગ ત્રણ મહિના આ ફાઈવ સ્ટાર હોટેલ માં રહ્યા. આમ આઠ દિવસ રહ્યા પછી લાગ્યું કે હવે લાંબુ રહેવું હોઈ તો વધો નહિ અમારી વિઝિટ સુખરૂપ પતી ગઈ. આ વિઝિટ દરમિયાન અમે સ્ટાફને રહેવાની વ્યવસ્થાની જાણકારી મેળવી  તથા ઓફિસની જગ્યા માટેની જમીન જોઈ લીધી. વિઝા પુરા થતા હોવાથી અમને પાછા જવું પડ્યું.
 દ્રશ્ય – 52-ફોલો અપ વિઝિટ
અમે મુંબઈ આવી અમારી પ્રોજેક્ટ પૂર્વેની તૈયારીઓ વિશે રિપોર્ટ કર્યો. મુંબઈ ઓફિસમાં પ્રોજેક્ટ માટેનો સ્ટાફ સિલેક્ટ કરવાનું તેમજ તેમના પાસપૉર્ટ તૈયાર કરવાનું કામ ચાલતું હતું.સાઉદી રૂલ પ્રમાણે પચાસ ટકા સ્ટાફ મુસ્લિમ હોવો જોઈએ. મને જણાવવામાં આવ્યું કે મારે પ્રોજેક્ટ માટે ફરી સાઉદી જવાનું છે. મારી સાથે અગલી ટ્રિપ નો સ્ટાફ હશે. અમારી ટીકીટ આવી ગઈ. ત્યાં ખર્ચવા જોઈતા પૈસા રિયાલ ઓફિસ આપશે.અમે પાછા ત્રણે જણા સાઉદી પહોંચી ગયા. આગલા અનુભવે અમને વધારે કોન્ફીડન્સ આપ્યો. .અમે એ જ ફાઈવ સ્ટાર હોટેલમાં ઉતર્યા.અને ટૅક્સિ પણ એ જ ભાડે કરી. પહેલું કામ અમે મોબાઇલ ઓફિસ લીધી. અમારી જરૂરિયાત પ્રમાણે ઓર્ડર કરી.
આ દરમિયાન થોમસ રોજ આવતો. થોમસ ઇન્ડિયન  સિવિલ એન્જિનિયર હતો. તે કામની શોધ માં હતો. તેને અમે ઓફિસ ઇન્સ્ટોલ કરવા નો કોન્ટ્રેક્ટ આપ્યો.ઓફીસમાં ત્રણ ચાર કેબિનો હતી વચ્ચે હોલ અને છેવાડો ટોઇલેટસ હતા એક કૅબિન મારી હતી બીજી પ્રોજેક્ટ મૅનેજરની. ત્રીજી માં ડ્રોઇંગ ઓફિસ અને ચોથીમાં કિચન જેમાં ચા કોફી બનતા. હોલમાં સ્ટાફ બેસતો અહીં સરકારી દફતરમાં સાઉદી ભાષામાં કામ થતું. અને તે માટે ( (liaison) લિએઝન ઓફિસર નિમવો તેવો રુલ હતો. એક સાંજના હોટેલમાં મને બોય શોધતો આવ્યો ને કહ્યું કે કોઈ આરબ તમને મળવા માંગે છે હું ડ્રેસ અપ કરી નીચે ગયો. તેણે મને મરહબા કરી ને ગ્રીટ કર્યો. ને કહ્યું કે તે લિએઝન ઓફિસર તરીકે કામ કરવા માંગે છે અને ઘણા સમયથી તે ઇન્ડિયન કંપનીની શોધ માં હતો. મેં તેને અરજી આપવા કહ્યું. માણસ હટ્ટો કટ્ટો હતો. તે અરજી આપી જતો રહ્યો  સ્ટાફ ને રહેવાની વ્યવસ્થા બેક્ટેલ કંપની ના સુપરવિઝન નીચે થતી. તે માટે ફોર્મ ભરી સહી કરી બેક્ટેલ ઓફિસ માં આપ્યા. સ્ટાફને જમવાની ચાર ટાઇપની (Mess ) મેસ હતી જેમકે એશિયા ,કોરિયા ,કોન્ટીનેન્ટેલ  અને જૅપનીસ.અમારા સ્ટાફ માટે અમે એશિયન મેસ સિલેક્ટ કરી હતી. મેમ્બર દીઠ પાંચ હજાર રિયાલ એક મહિનાના થતા હતા. જે અમારા બીલમાંથી કટ થતા હતા. રહેવાની સુવિધાનો બંકર ટાઇપ રૂમ હતો તેમાં સુવા માટે બર્થ હતો. ફક્ત એક માણસ રહી શકે એટલી જગ્યા હતી. જે સિનીઅર સ્ટાફ હતો તેને માટે એક વિલા ભાડે રાખ્યો.
હી ઇન્ડટ્રીયલ ,કોમર્શિયલ અને રેસીડેન્ટશિઅલ એમ અલગ અલગ જગ્યા છે. માટે વિલા પ્રોજેક્ટ સાઈટથી વીસેક માઈલ દુર હતો. જે વિલા સિલેક્ટ કર્યો તેનો માલિક નોમેડીક હતો. આવા લોકો ગામથી દુર દુર રણ માં ભટકે છે. તેને અમે મેસેજ મોકલ્યો અને તે આવ્યો ને મકાનનું ભાડું નક્કી થયું. તે પ્રમાણે પૈસા ચૂકવી દીધા.સાઉદીમાં કોઈ ફોરેનર પ્રોપર્ટી ખરીદી ના શકે. વેપાર પણ સાઉદી પાર્ટ નર સિવાય કરી ના શકે. અમે મકાન તો લીધું પણ તેને તાળું કુચી નહિ. મકાન માલિક પાસે માગી તો કહે કે કોઈ જરૂર નહિ. અમે કહ્યું કે અમે ગેસ સ્ટવ ક્રોકરી વગેરે અનેક ચીજ લાવી અંદર રાખવાના છીએ અને ઇન્ડિયા જતા રહેવાનો તો સેફ્ટી શું ?તો કહે કોઈ બીક નહિ. પણ તમને જોઈએ તો તાળું મારી શકો.  અહી ચોરી કરે તેના હાથ કપાઈ જાય. અને હું પાછો પ્રોજેક્ટ પૂરો કરવા આવ્યો ત્યારે જોયું કે મઝજીદના દરવાજે આવા લોકો કપડું પાથરી બેસતા જેમાં આવતા જતા લોકો રિયાલ નાખતા. પૂર્વ તૈયારીઓ મહદ અંશે પૂરી થઇ. આજે વિસાની મુદત પૂરી થયા પહેલા અમારે સાઉદીમાં થી બહાર નીકળી જવું જોઈએ. અમો અમારા ચૅરમૅન અને જનરલ મેનેજર જેઓ પ્રોજેક્ટ ની અત્યંત ક્રીટીકલ મીટીંગ ટેન્ડર કરતા હતા તેમના આવવાની રાહ જોતા હતા. તેઓ આવ્યા કે અમે સર્વે જર્મની જતી ફ્લાઇટ પકડી ફ્રેન્કફટ ઉતરી ગયા. બે કલાક પછી મુંબઈ જતી ફ્લાઇટ માં ઇન્ડિયા રવાના થયા.આમ બીજી વીઝીટ પતી ગઈ. થોડીક હેકટીક જરૂર હતી. પણ બધું સમુંસુથરું પાર ઊતર્યું.
દ્રશ્ય-53-મારા સાઉદી પ્રોજેક્ટ ના કેટલાક અનુભવો
1)-હું સ્ટાફ ના તેત્રીસ માણસો ને લઈને સાઉદી પોહ્ચ્યો.એરપોટ વેરાન હતું. જોષી જી અમારા જનરલ મૅનેજર હતા. તેઓ એરપોર્ટ પર લેવા આવ્યા હતા. સ્ટાફ બધો ઇમિગ્રેશન ની વિધિ પતાવી બહાર આવ્યો. પણ તેમાં એક મેમ્બર સ્ટેમ્પ મરાવ્યા વગર જ આવ્યો. અને તે બહુ મોટેથી ખબર પડી.જયારે તેને પ્રોજેક્ટ છોડી જવાનો વખત આવ્યો ત્યારે તેના પાસપૉર્ટ પર અંદર આવ્યા ની તારીખ નો સ્ટેમ્પ ન હતો. જો સ્ટેમ્પ ના હોઈ તો તે ઇલીગલ કહેવાય અને તેને તરત જેલ માં પૂરી દે. મેં લીઆઈસન ઓફિસર ને આ કામ સોપ્યું.તે બરાબર કરી આવ્યો. જો કે અમારે તેને થોડા પૈસા કમિશન તરીકે આપવા પડ્યા. ને તે પૈસાની રસીદ પણ મળી. અમારી હિસાબ કિતાબ ની બુકો તથા અનેક જાતનાં ફોર્મસ જે ઇન્ડિયા માં છપાવેલા તેની પેટી સાઉદી કસ્ટમે જપ્ત કરી હતી. તે પણ લીઆઇસન ઓફિસર કમીસન આપી પાછી લાવ્યો હતો અને કમીસન ની રસીદ પણ લઇ આવેલો.
2)- સાઉદી આવતા પહેલા પ્રોજેક્ટ સ્ટાફ ને સાઉદી કેમ રેહવું.શું શું ના કરવું વગેરે નું જ્ઞાન ડૉક્યુમેન્ટરી ના શો કરી ને આપવામાં આવ્યું હતું.અહી દારૂ તથા જુગાર સદંતર બંધ હતા. જો પકડાઈ તો તેને જેલ માં પૂરતા. હી કેદી ને ના તો ઓઢવા પાથરવા નું આપતા કે ખાવા પીવા આપતા. એક નાના ક્યુંબીકલ માં ખીચો ખીચ કેદી ઓ રાખતા. મારે સાંજ પડે ત્યારે કેટલી ગાડીઓ પાછી નથી આવી તે નક્કી કરવું પડતું. અને પૂછપરછ શરુ કરવી પડતી.ને જો કોઈ નજીવા ગુના માટે જેલ માં હોઈ તો તેને માટે ખાવા પીવાનું ,ઓશીકું અને ધાબળો લઇ જેલ માં આપવા જવું પડતું. કેદીને ટેલીફોન કરવાની મનાઈ હતી.મોબાઈલ ટેલીફોન હતા નહિ. પોલીસ બહાર ની હતી અને કોન્ટ્રેક્ટ પર હતી. જો બુધવારે માણસ પકડાઈ તો તેને બે દિવસ ફરજિયાત બે દિવસ જેલમાં રહેવું પડતું. કારણ પોલીસ ડીપાર્ટમેન્ટની ઓફિસ બંધ રહેતી.
3)- સમગ્ર સાઉદી માં ગુરુ શુક્ર રજા હોઈ છે. શુક્રવારે બડી નમાજ હોઈ છે. નમાજ પછી કાજી બડી મસ્જિદ બહાર બેસતા અને કેસ ચલાવી ચુકાદો આપતા. અમારા સ્ટાફ ને સૂચના હતી કે તમારે ત્યાં જવું નહિ. છતાં એક લેબર ગયો. અને ચુકાદો સાંભળવા બેસી ગયો. કાજી ચુકાદો આપી મસ્જિદ માં પેસી ગયા. બહાર મુજરિમ નું માથું ઉડી ગયું. આવું દ્રશ્ય ક્યારેય આપણા દેશમાં જોયું ના હોવાથી તે લેબર ડીપ્રેશન માં જતો રહ્યો.ડોકટરના અનેક પ્રયત્નો થી પણ સાજો ના થયો. આખો વખત એજ દ્રશ્ય એને યાદ આવતું. કામ કરી શકવા તે લાયક ના રહ્યો. ડોક્ટરે તેને પાછો ઇન્ડિયા મોકલવા દેવા ભલામણ કરી. -થોડા દિવસ થયા હશે ને પ્રોજેક્ટ માં ચોરી થઇ કૅબલ ડ્રમ ચોરાઈ ગયું. હું પોલીસ ડીપાર્ટમેન્ટમાં મી.તસ્તે ને લઈને ગયો. અમે હોલમાં બેઠા હતા. અમારો નંબર આવવાની રાહ જોતા હતા.એટલામાં એક કદાવર ઓફિસર આવ્યો અને મને ઈંગ્લીસ માં પૂછ્યું કે પ્રોબ્લેમ શું છે ? હું જવાબ આપુ તે પહેલા મારો ખભો પકડી હચ મચાવ્યો અને કહ્યું સાઉદી માં બોલ.ના બોલી શકે તો મારી ઓફિસમાં આવવું નહિ.તે બહુજ રુઢ અને તામસી હતો. આજ ઓફિસર વૅકેશન પર જવાનો હતો. ત્યારે તેના ખર્ચા ની વ્યવસ્થા અમારી ઓફિસે કરી હતી તે તાજ મહાલ જોવા જવાનો હતો. ત્યાં અમારા ખર્ચે ફાઈવ સ્ટાર હોટેલમાં રહેવાનો હતો. મુંબઈ માં અમારી કંપની ના ગેસ્ટ હાઉસ માં રહેવાનો હતો. તેને અમે જ્યારે ટીકી ટ આપવા ગયા ત્યારે જબાન મીઠી થઇ ગઈ. અમારું કૅબલ ચોરાયાની ફરિયાદ નું પરિણામ સાઉદી વૉચમેન છુટી ગયો. અને ઇન્ડિયન વૉચમેન દોષિત ઠર્યો.જેની ડ્યુટી નહોતી પણ એક રાઉન્ડ મારવા રાખ્યો હતો. આવા સંજોગો માં કામ કરવું મુશ્કેલ હતું.
5)-સાઉદી માં પ્રોજેક્ટ માં કામ કરનાર બસો કોન્ટ્રકટરો ના એમ્પ્લોઇસની ટપાલો રૉયલ કમિશન માં આવતી અને દરેક કોન્ટ્રેક્ટ ના બે ઓથોરાઇઝ્ડ માણસો ને અપાતી. તે સિવાઈ કોઈ ને પણ નહિ. હું રોજ ટપાલ લાવતો. ટપાલ આવતા પહેલા મારી ઓફિસની બહાર ભીડ જમા થઇ જતી. નામ બોલતો તેમ આવી ટપાલ લઇ જતા. બધી ટપાલ વેચાઈ ગયા પછી જેની ટપાલ ના આવી હોઈ તે નિરાશ થઇ જતા. અને જો લાગલગાટ ના આવે તો રડમસ થઇ જતા. તે વખતે સેલ ફોન હતા નહિ
6)- મારે આવ્યા ને ચારે ક દિવસ થયા હશે. તે દિવસ રવિવાર હતો. અમે ઓફિસમાં બેઠા હતા. તેવામાં અમારા જનરલ મૅનેજર આવ્યા ને મને કહ્યું કે સુરતી ચાલો આપણે ઓફિસનું ફર્નિચર લઇ આવીએ.તમે સિલેક્ટ કરજો હું તેમાં મદદ કરીશ. હું તૈયાર થઇ ગયો. તેમણે મને દસ હાજર રિયાલ રોકડા લેવા નું કહ્યું. મેં પૈસા લીધા અને બેગ માં ભર્યા. અમે 125 માઈલ દુર આવેલા ધમામ સીટી માં ગયા.જેનરલ મેનેજરે મને બજાર માં ઉતારી કહ્યું કે અહીં આવેલી ફર્નિચર ની દુકાનો માં જઈ ફર્નિચર જૂવો અને સિલેક્ટ કરી રાખો. હમણાં ચાર વાગ્યા છે. હું એક અગત્યની મિટીંગ અટેન્ડ કરી આવું જુલમને એકાદ કલાક થી વધારે નહિ થાય. મેં કહ્યું સારું અને હું ફર્નિચર ની દુકાનો માં જઈ ફર્નિચર જોવા માંડ્યો. લગભગ બધી દુકાનો કઈ કેટલીય વાર ફરી ચુક્યો.છ ઉપર વાગી ગયા. હું કાગડોળે તેમની રાહ જોતો રહ્યો. હવે દીવાબત્તી થવા આવી હતી. મને ફિકર થવા માડી. હું ફરી ફરી ને થાકી ગયો દુકાનદાર પાસે મેં ખુરશી પર બેસવાની રજા માગી. તેણે આપી. એક તો અ જાણ્યો દેશ અને અજાણ્યા લોકો ને ભાષા નો પ્રોબ્લેમ.મને વિચાર આવ્યો કે જો નહિ આવે તો શું કરીશ અને રાતવરત ક્યાં જઈશ. હું જે દુકાનમાં હતો તેના માલિક પાસે ફોન કરવા ની પરવાનગી માગી. તેણે આપી. મેં અમારી પ્રોજેક્ટ ઓફિસ ને ફોન કર્યો. પ્રોજેક્ટ મેનેજરે મને અમારા એક્સ એમ્પ્લોયી કુલકર્ણી નો નંબર આપ્યો. તેઓ ધમામ રહેતા ને લેબર સપ્લાઈ નું કામ કરતા. મેં તેમને ફોન કર્યો. તેઓ ઘરે નહોતા તેમના પત્નીએ ફોન ઉપાડ્યો.તેમણે કહ્યું કે બહુ દુખ થાય છે કે હું ડ્રાઈવ નથી કરતી અને મને આ દેશ ની જ્યોગ્રાફી માલમ નથી. માટે કુલકર્ણી આવે ત્યાં સુધી ત્યાં જ બેસો. હું મારા મિસ્ટર આવે કે તુરત મોકલીશ. મેં કહ્યું કે હવે મીનીટો માં જ દુકાન બંધ થઇ જશે. પછી હું શું કરીશ. હું એકદમ ઢીલો ધસ થઇ ગયો.એટલા માં નીચે અન્ડર ગ્રાઉન્ડ ઓફિસ માં થી એક છોકરો ઉપર આવ્યો. એ ઓફિસ બંધ કરવાનો હતો. છોકરો ઇન્ડિયન લાગતો હતો. મેં તેને કોન્ફીડંસ માં લઇ વાત કરી અને મારી સ્ટોરી કહી. તેણે કહ્યું હું તમને એકલા નહિ મુકું.તમને મારી સાથે લઇ જઈશ. એણે દુકાન બધ કરી એની ગાડી માં બેસાડ્યો. અમે અરસ પરસ ઓળખાણ કરી લીધી. ગાડી રેસ્ટોરંટ પાસે ઉભી.એણે મને કહ્યું સવારથી તમે બહાર છો તમે અને હું ખાઈ પી ને મારે ઘરે જઈશું.મારા ભાઈ ભાભી હાલ ઇન્ડિયા ગયા છે ને ઘર ખાલી છે. અમે જમ્યા પછી મેં સજેસ્ટ કર્યું કે તે મને ટૅક્સી કરી આપે તો હું જુબેલ જતો રહીશ.તેને ના કહ્યું અને જણાવ્યું કે હાઈ વે પર અડધે રસ્તે ઉતારી દેશે તો શું કરશો ?તમારી બ્રીફ કેસ પણ લઇ લેશે તો શું કરશો ? કોઈ ગાડી તમને લિફ્ટ નહિ આપે. મેં તુરંત હા કહી દીધી. મને બ્રીફ કેસ ના દસ હજાર રિયાલ યાદ આવ્યા ને શરીરમાં એક ધ્રુજારી છુટી ગઈ. મને એણે એના ઘરમાં સ્વતંત્ર રૂમ આપ્યો. અમે પોત પોતાના રૂમમાં સૂઈ ગયા. તેને ખબર નહોતી કે મારી બ્રીફકેસ માં દશ હજાર રિયાલ છે સવારના અમે કોફી ને નાસ્તો સાથે કર્યો. એ ઓફિસ જવા ગાડી માં બેઠો સાથે મને પણ બેસાડ્યો. મેં કહ્યું કે મને ઓબીરોઈ હોટેલ મૂકી દે ત્યાંથી મને ડ્રાઈવર અને ટૅક્સી મળી જશે હું ઓબીરોઈ પર ઉતરી ગયો અને મદદ માટે આભાર માન્યો.હોટેલ ની ટૅક્સી લઇ જયુબેલ પહોંચી ગયો.જોષીજી મને હેમ ખેમ પાછો આવ્યો જોઈ ખુશ થયા. તેમણે કહ્યું તમે રાત્રે ના મળ્યા ને મારી ઉઘ હરામ થઇ ગઈ. મારાથી હોટેલ માં રહેવા જવાઈ તેમ પણ નહોતું કારણ કે મારી પાસે મારો પાસપૉર્ટ નહોતો અજાણ્યે અટેમ્પ કરત તો પોલીસ લોક અપ માં જાત અને કોકડું ગુંચવાઈ જાત.તે દિવસે છોકરો મારે માટે ઈશ્વરે મોકલેલ ફિરસ્તો હતો.
7)-રમજાન ના દિવસો માં સિગારેટ અથવા બીડી પીવાની મનાઈ હતી. ખાવા પીવાની દુકાનો પણ બંધ રહે. બપોરે કોઈ કામ કરતું નથી. કાયદા ભંગ માટે કડી સજા હોઈ છે. મારે એક એમ્પ્લોયી ને ઇન્ડિયા પાછો મોકલવાનો હતો. તેને લઇ હું ધરાન એરપોર્ટે પર ગયો.પ્લેનને વાર હતી. હું મારા સિક્યુરિટી ઓફિસર સાથે વાતો માં હતો. તેટલા માં તે ટોઇલેટ ગયો.ટોયલેટ માં સિગારેટ સળગાવી.તેને એમ કે અંદર કોણ જોવાનું ? પણ સિગારેટ ની વાસ પ્રસરી. તુરંત પોલીસે ટોયલેટ પર દંડો ઠોક્યો અને બહાર નીકળવાં હુકમ કર્યો. જેવો બહાર આવ્યો કે તેને પકડ્યો. હું અને તસ્તે પોલીસ પાસે ગયા અને સમજાવ્યું કે અમે તેને હમેશ માટે ઇન્ડિયા પાછો મોકલી રહ્યા છીએ માટે છોડી દેવા રીક્વેસ્ટ કરી. સારા નસીબ કે માની ગયો. અમે તેને બોર્ડિંગ માટે ધકેલી દીધો.
8)- હું પ્રોજેક્ટ પૂરો કરી ઇન્ડિયા પાછો જતો હતો. હું મારો સામાન ચેક કરી અંદર જવાની તૈયારી માં હતો. ત્યાં
મારા નામની એનાઉન્સમેન્ટ માઈક પર થઇ.મને ધ્રાસકો પડ્યો કે કાઈ પ્રોબ્લેમ થયો કે શું ?એટલા માં ભીડમાં થી એક વ્યક્તિ મારી તરફ આવતી દેખાઈ. તે હતો અમારો લીયાઈસન ઓફિસર તે નજીક આવ્યો ને મને ભેટ્યો ને ગળગળો થઇ ગયો. તેણે મને યાદગીરી રૂપે લેડી સકાફૅ અને પર્ફ્યુમ ની બે શીશી આપી ને કહ્યું કે મેડમ માટે. મેં કહ્યું કે તારી નવી નવી સાદી થઇ છે તો તું આ તારી મેડમ ને આપજે.તેણે ધરાર ના કહી. એજ માણસ જ્યારે ઇન્ડિયા આવ્યો ત્યારે મારા સાહેબ ને પૂછી મારી જાણકારી લીધી. તે મને મારી ઓફિસમાં મળ્યો. તેનું નામ અલખાલદી હતું. અમે એને ને સાદ કહેતા.
9)- એક દિવસ અમારો એ ઓફિસર મને વિલામાં મળવા આવ્યો.વિલામાં અમે ચાર સિનિયર રહેતા હતા. બે એન્જિનિયર અને હું અને તસ્તે.પ્રોજેક્ટ મૅનેજર ની રૂમ ખાલી રહેતી તે ક્યારેક આવતા નહી તો કેમ્પ માં સૂઈ જતા.સાદે મને એના ડગલા માં થી કાઢી એના લગ્નની કંકોત્રી આપી. હું અચંબા માં પડી ગયો. કારણ કે તે દેખાવે ઉંમરમાં ઘણો મોટો લાગતો હતો. મેં પૂછ્યું સાદ તને કેટલા વરસ થયા? તેણે જવાબ આપ્યો છવીસ.દેખાવમાં તે છેતાળીસ જેવડો લાગતો હતો. મેં પૂછ્યું બીવી કેટલું ભણેલી છે ?દેખાવે કેવી છે ?તું તેને મળ્યો છે ?તેની સાથે વાતચીત કરી છે ?તેણે કહ્યું તે છોકરીઓ ની સ્કૂલમાં થોડું ભણી છે. પોલીસ ઓફિસર ની બહેન છે.માંએ તેને જોઈ છે અને પસંદ કરી છે. તેણે કહ્યું અ મારામાં છોકરા કદી છોકરી જોતા નથી. માં છોકરી જોઈ પસંદ કરે છે લગ્ન પહેલા કોઈ છોકરા તેની ભાવી પત્નીને જોતા નથી. બધું માં જ કરે છે. મને લગ્નમાં ચોકસ આવવાનું કહી વચન લઇ ગયો. જતા જતા મને કહી ગયો કે તમારે માટે ખાસ વેજીટેરિયન જમવાનું બનાવડાવીસ.હું, પ્રોજેક્ટ મૅનેજર અને બીજા બે જાણ કંકોત્રી લઇ આપેલા સરનામે પહોંચી ગયા બહાર ખુલામાં તંબુ તાણેલો હતો. મખમલી જાજમ અને ગોળ લાંબા તકિયા મુકેલા હતા.લાઈટો મૂકી હતી.મેહમાનો ને કાવો પીવા અપાતો હતો.ત્યાની રસમ પ્રમાણે જ્યાં સુધી બસ ના કહો ત્યાં સુધી જગ પર જગ આવતા જાય કાવો નાની કાચની પ્યાલી માં અપાતો.બધો કારભાર માણસો કરતા.અમે એક ગાદી તકિયે બેઠા.લગ્ન ગીતો ગવાતા હતા.તે પણ માણસો ગાતા હતા.તેઓ કુંડાળે વળી અરબી ગીતો ગાતા અને ખંજરી વગાડતા.સ્ત્રીઓ બિલકુલ ત્યાં હતી નહિ.લગ્ન વિધિ તો જોવા જ ના મળી. ક્યાં થઇ તે પણ ખબર નહિ. લગ્ન થઇ ગયા તે જાણ્યું. હું ફક્ત એકલો જ વેજીટેરિયન હતો તેથી મારી વ્યવસ્થા મકાનમાં કરી હતી. એક ખુરશી અને સ્ટૂલ પર પ્લેટ રાખી હતી. જમવામાં અધ કચરા ચડેલા ભીડાં અને ખબુસ રોટી હતી અને બે આખા એપલ હતા. ખાવાનું જોઈ મારો ખાવા માંથી રસ ઊડી ગયો. હું થોડું જમી બહાર આવ્યો. બહાર લોકો જમતા હતા. તેઓ કુંડાળે બેઠા હતા વચમાં સ્ટીલ ના તગારામાં ભાત હતો ભાતમાં સૂકો મેવો નાખ્યો હતો. અંદર મીઠું કે મસાલો નહી. બાજુમાં શેકેલો બકરો પડ્યો હતો. લોકો ભાતના ગોળા વાળતા અને બાજુમાં બકરા માં થી માસ કાઢી ભાત ના ગોળા માં મેળવી ગોળો મોમાં મુકતા.અમારા બાકી ના મેમ્બરોએ ત્યાં જેમ તેમ જામી લીધું. અમે લગ્ન માં થી નીકળી
ઇન્ડિયન રેસ્ટોરંટમાં ખાધું ને અમારા નિવાસસ્થાને જતા રહ્યા
10) મારા સાઉદી વસવાટ દરમ્યાન મારા ભાઈ ભુપેન્દ્ર ના લગ્ન ઇન્ડિયા માં Dr દક્ષા સાથે થયા હતા. હું ઇન્ડિયા રજામાં આવ્યો ત્યારે ભુપેન્દ્ર લગ્ન કરવા આવ્યો હતો ને મેં રજા લંબાવી હતી. પણ તે દરમિયાન જોવાનું પૂરું થયું નોતું.વધારે રહેવાઈ તેમ ન હતું. તેથી જવું પડ્યું. મારી ગેરહાજરીમાં લગ્ન થઇ ગયા. આજે તેમની દિકરી આરતી પણ ડોક્ટર છે.
દ્રશ્ય-54-સ્વદેશ ગમન
પ્રોજેક્ટ છ મહિના મોડો સરુ કર્યો અને છ મહિના વેહલો પૂરો કર્યો.એટલે કોસ્ટ સેવીંગ સારું થયું.પરિણામે કંપનીએ સારો નફો કર્યો.કામ પતિ ગયું અને ઘણા માણસો સ્ટેજીસ માં પાછા મોકલી દીધા.મારે પણ જવુતું.કંપનીએ મને જ્યાં સુધી રેહવું હોઈ ત્યાં સુધી રેહવા ઓપ્સન આપ્યો.મારા લોસીસ ક્યારના વાઈપ આઉટ થઇ ગયા હતા. બીજી બાજુ પત્નીને એક્યુટ અર્થરાઈટીસ હતો ને દીકરીઓ નાની હતી.મકાનમાં પાણી નો પ્રોબ્લેમ થયો હતો.પાણી ની અછત હતી.વળી પાણી બીજે માળે ચઢતું નહિ.નોકર દાદ આપતા નહિ.તેઓની હાજરી અનિયમિત હતી.આમ પ્રોબ્લેમ અનેક હતા.બાકી પૈસા કમાવાની સાઉદી માં સુંદર તક હતી.બધું છોડી હું 1983 સપ્ટેમ્બર માં ઇન્ડિયા પાછો આવી ગયો.મને કંપની તરફથી ફેરવેલ પાર્ટી આપવામાં આવી હતી. કુક અને તેની ટીમે શ્રીખંડ પૂરી અને મેથીના પકોડા બનાવ્યા હતા.ઘણા લોકો મને શુંભેચ્છા આપવા આવ્યા હતા. બેંકનો ઓફિસર તેમજ બેક્ટેલ નો પીટર પણ તેમાં હતા.બધાએ હાથ મિલાવી શુંભેછા બક્ષી.પીટર સ્વીટ્ઝર લેન્ડ નો વતની હતો.તે તેની માં સાથે રેહતો હતો.તેની બૂઢી માં ને મૂકી સાઉદી કમાવા આવ્યો હતો.મેં સાઉદી માંથી અનેક વસ્તુ લીધી હતી.વેક્યુમ ક્લીનર ,વોશિંગ મશીન ,ટોસ્ટર,રેડીઓ ,કલર ટીવી ,કાપડ,સાડીઓ ,ચોકલેટ્સ જેથી ફેમિલીને ઓછુ ના આવે.મારા અમેરિકા રેહતા ભાઈ બેનો ત્યાંથી અવર નવર નાની નાની ચીજો આવતા જતા કને મોકલતા.મોટા ભાગ નો સામાન મેં શીપ કરાવ્યો હતો.મને મારો સાઉદી ઓફિસર એર પોર્ટ પર મુકવા આવ્યો હતો.જેની જીકર મેં આગલાં ચેપ્ટરમાં કરી છે.એનાઉસ્મેન્ટ થઇ ને હું સાઉદીને અલવિદા કહી અનેક કડવી મીઠી યાદો સાથે પ્લેનમાં ચઢ્યો.પ્રોજેક્ટ પર સવારના સાત સાડા સાતે ઓફીસ સરુ થઇ જતી.બપોરના સ્ટાફ બધો લંચ અને આરામ માટે જતો.જે પાછો બે અઢી વાગે પાછો ફરતો. અમે ચાર જણા વિલામાં રેહતા અને બપોરનું લંચ ઓફિસમાં લેતા, પછી પપેર વાચતા અને ઇન્ડિયા ની વાતો વાગોળતા.સાંજના વિલા પાછા ફરતા.પાછા ફરવાનો ટાઈમ નક્કી નહતો. ક્યારેક આઠ, નવ,કે દસ થઇ જતા. આવા સખત સ્કેજ્યુલો અઢી વર્ષથી ચાલુ હતા.રોજ ને રોજ નવા પ્રોબ્લેમ્સ આવતા.મારી ઉમર હવે પચાસે પોહચી હતી.મીનાની તકલીફો કામના બોજા હેઠળ વધતી જતી..હું ઇન્ડિયા આવી ગયો તેથી તેને ઘણી રાહત થઇ હતી. દીકરીઓનો અભ્યાસ ઠીક ચાલતો હતો.મારી મહિનાની ચઢેલી રજા હવે ચાલુ થતી હતી. મેં પહેલું કામ મીનાનો આથરાઈટિસ ઠીક કર્યો.ડોક્ટર શાહ હોમીયોપેથીક અને અલોપેથીક બેઉં હતા.પણ પ્રેક્ટીસ હોમીઓપેથીક કરતા.તેમની ટ્રીટમેન્ટથી સારું થઇ ગયું અને ફરી કદી થયું નહિ.બીજું કામ પાણી નો પ્રોબ્લેમ મોટર મુકાવી સોલ્વ કર્યો.હવે ચોવીસ કલાક પાણીની છુટ થઇ ગઈ.અમે થોડો સમય અંકલેશ્વર તથા કોસંબા જઈ આવ્યા અને દિવાળી પહેલા આવી ગયા.મોટી દીકરી પ્રીતિને મેથ્સ નો અણગમો હતો એટલે મીનાએ માસ્ટર રાખવા કહ્યું.મેં પ્રીતિ ના બાબુ માસ્ટરને બોલાવ્યા.તેની સાથે વાતચીત થઇ અને ખાલી મેથ્સ પાચ દિવસ શીખવવાના રૂ 250 માં નક્કી કર્યું.પ્રીતિએ મેટ્રિક માં સહકાર ક્લાસ એટેન્ડ કર્યા.તે મેટ્રિક માં સારા માર્કે પાસ તો થઇ ગઈ પણ મેડીકલ માં પત્તો ના લાગ્યો.પાર્લા કોલેજમાં દાખલ થઇ ગઈ.પ્રીતિ ને જેનેટીક્સ માં ઇન્ટરેસ્ટ હતો.પણ ઇન્ડિયામાં તે વખતે હ્યુમન જેનેટીક્સ ન હતું અને તેના શિક્ષક અમેરિકા જઈ ભણવા કેહતા.હવે બધા પ્રોબ્લેમ ઠેકાણે પડી ગયા.રજા પુરિ થઇ ને ઓફીસ ચાલુ થઇ ગઈ.પહેલા જેમ મેં કમ્પુટર ડીપાર્ટમેન્ટ લઇ લીધો.થોડા દિવસ પ્રોજેક્ટ ની વાતો ચાલી.આપ્ટે મારા સાઉદીના આસિસ્ટટંટ અહી ટ્રાન્સ ફર થઇ ગયા.બધું બરાબર ચાલતું હતું પણ ના જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે ?
દ્રશ્ય-55-મારી ગભીર માંદગી-1986
હું રોજ સવારે જમીને ઓફિસે જતો હતો.જતા એક સીગરેટ પીતો.થોડું ચાલ્યા પછી પરાંજપે ગલી ના છેડેથી રીક્ષા પકડી ઓફીસ જતો.કારણ બસ પકડી જવું અઘરું પડતું.જો કે બસ સ્ટોપ ઘર ની પાછળ સિનેમા નજીક હતું. પણ પહેલી બસમાં ચઢવા મળશે તેની કોઈ ગેરંટી ન હતી.સાંજના પાછા વળતા બસ પકડવી ઈમ્પોસીબલ હતું અને રીક્ષા મળતી નહિ.સમગ્ર એરિયા ઇન્ડસ્ટ્રીયલ હતો.ઠેઠ થી બસો ભરાઈને આવતી ને સ્ટોપ પર ઉભી રેહતી નહિ.બધાજ અંધેરી સ્ટેસન જવાવાળા હતા.કંપનીની પહેલી બસ પાચ વાગે અને બીજી છ વાગે જતી.મારે માટે પાચ વાગ્યાની બહુ જલ્દી કેહવાતી અને છ વાગાની બહુ લેટ.આથી બંને બસો કામ લાગતી નહિ.સુબ્ર્મ્નીયમ હતા ત્યાં સુધી તેમની સાથે તેમની ગાડીમાં જતો.પણ.  હવે તેઓ રીટાયર થઇ ગયા હતા. કમ્પ્યુટરના (tech) હેડ કોઈક વાર ભેગા થઇ જતા ને તેમની ગાડીમાં લઇ જતા.કંપની ની પોલીસી એવી હતી કે નોન ટેકનીકલ માણસને ગાડી આપતા નહિ હોદ્દો ગમે તેટલો ઉચો હોઈ.મુંબઈની આ હાડમારી થી હું ત્રાસી ગયો હતો.થાણા હતો ત્યારે રોજ ગાડી વિલેપાર્લે મૂકી જતી.પણ કંપની જવાથી હવે તે ના રહ્યું અને બસ પકડવાની હેબીટ છુટી ગઈ.એક દિવસ કામ હોવાથી ઓફિસમાં મોડો બેઠો હતો. ઓફિસેથી નીકળી રિક્ષા પકડી અંધેરી સ્ટેસન ગયો.રોજ મારો ઇવનિંગ વોક અંધેરી થી પાર્લા હતો. તે પ્રમાણે તે દિવસે અંધેરી ઉતરી શાક ને ફ્રુટ લીધા પછી મીન્ટ ની ગોળી ખાઈ સિગારેટ સળગાવી. મુડ હોઈ તો સિગારેટ પીતો.નહિ તો સીધો ઘેર ચાલી જતો. થોડુક ચાલ્યો હશે ત્યાં હાથ સિગારેટ પીવા મોઢા તરફ લંબાવ્યો પણ હાથ મોઢા તરફ ન જતા જમણા કાન તરફ ગયો. આવું વારમ વાર થયું એટલે કંટાળી મેં સિગારેટ ફેકી દીધી અને ચાલવા માંડ્યું.પણ આ શું ડાબો પગ સીધો પડવાને બદલે ત્રાંસો અને જમણા પગ તરફ પડવા લાગ્યો.આવું ફરી ફરી થતા હું ગભરાયો.મને વિચાર આવ્યો કે કદાચ ભ્રમ તો નથી ને ? ઘરે પોહચી ટપાલ જોઈ.શ્રીમતિ રસોડામાં બીઝી હતી.છોકરીઓ બેનપણી સાથે રમવા ગઈ હતી.મીના રસોડામાં થી બહાર આવી ત્યારે મારા વિચિત્ર અનુભવની વાત કરી.તે બોલી હું કાઈ ડાક્ટર નથી.ચાલો આપણે ડોક્ટરને બતાવીએ.મને હજુએ ખાત્રી ન હતી કે ભ્રમ છે કે હકીકત?અમો અમારા ફેમીલી ડોક્ટર પાટણકર ને મળ્યા.તેમણે હકીકત સાંભળી તેમજ તપાસી ઝટપટ દવાનું લીસ્ટ બનાવ્યું અને કહ્યું કે દવા ઝટપટ માગવી લો.સુરતીને ઘેર લઇ જાવ અને બ્લેન્કેટ ઓઢાડી સુવાડી દો.જરૂર પડે મને જણાવશો હું આવી જઈશ.તેમને ઘરે લઇ જઈ ખાટલામાં સુવાડી દીધો.મને ખુબ ઠંડી લાગતી હતી એટલે બ્લેન્કેટ પર બ્લેન્કેટ ઓઢાડી દીધા.અને મીના મારે માટે આદુની ચાહ બનાવા રસોડામાં ગઈ.એના ગયા પછી મને શરીરમાં જોરદાર ટ્રેમર આવ્યો.હું હચમચી ગયો.પસીનો પસીનો આખા શરીરે છુટવા માંડયો.કપડા ભીના થઇ ગયા. ડોક્ટર પાટણકર ને ટેલીફોન કર્યો.ડોકટરે આવી ઈન્જેકસન આપ્યું અને સુચના કરી કે એક કલાકમાં હોસ્પિટલ માં દાખલ કરો નહીતો કેસ ખતમ.મારા પડોશી બલ્લુંભાઈએ ટેલીફોન કરી એમ્બ્યુલન્સ મંગાવી.હું ઉંડે ને ઉંડે જઈ રહ્યો છું તેવી લાગણી મને થઇ રહી હતી.પડોશી અને લત્તા વાસીઓ થી ઘર ભરાઈ ગયું હતું.સૌઉ મારા ખાટલા ની આસ પાસ ઉભા હતા.મારી દીકરીઓ પણ અવાક બની ઉભી હતી.મીના વારમ વાર ગેલરીમાં જઈ ડોકાતી.હું સુન મુન મડદા માફક પડેલો.મને ફક્ત ઉડે ઉડે જઈ રહ્યો છુ તેવી લાગણી થઇ રહી હતી.અપૂર્વ શાંતિ હતી.જાણે બધા રસ્તા મરી પરવાર્યા હતા.કોઈ પગે સુંઠ ઘસતું તો કોઈ માથે હાથ ફેરવતું.શું આ મરતા પહેલાની લાગણી તો નહિ હોઈ ? એટલામાં એમ્બ્યુલન્સ આવી.મને ખાટલામાંથી સ્ટ્રેચર પર ખસેડવામાં આવ્યો.અને સ્ટ્રેચર ઉચકી એમ્બ્યુલન્સ માં મૂકી.મારી પત્ની તેમજ પાડોશી મનુભાઈ દોશી તથા બળવંતભાઈ ઠક્કર સાથે હતા.એમ્બ્યુલન્સ ફાટક બંધ હોવાથી ઉભી રહી ગઈ.મારી પત્ની ઉચી નીચી થઇ રહી હતી.આપેલો કલાકનો સમય ઝડપથી વેડફાતો લાગ્યો.પત્ની ઈશ્વર સ્મરણ કરતી હતી.દસેક મિનીટ પછી ફાટક ખુલ્યો.અને એમ્બ્યુલન્સ હોસ્પીટલ પોહચી.અમને જાણવામાં આવ્યું કે હોસ્પીટલ ફૂલ છે.કોઈ ક્લાસ માં જગા નથી.અમે ડોક્ટર પાટણકર ની ચીઠી આપી.તે વાચી તુરંત સુચના કરી કે ખાટલો કોરીડોરમાં રાખો અને ઉપચાર ચાલુ કરો.ન્યુરો લોજીસ્ટના ડાક્ટર વેકેસન પર હતા.અને ગોવા ગયા હતા એટલે મને તેમનો એસીસટંટ ટ્રીટ કરી રહ્યો હતો.તેને પગે પોલીઓ હોવાથી તે લંઘાતો.મને જગા કરી જેનરલ વોર્ડમાં ખસેડ્યો.ડોકટરે ઈન્જેકસન આપ્યું પડોશી જે આવ્યા હતા તે પાછા ગયા.મીના એકલી પડી ગઈ.છોકરીઓ અને  ઘર પડોસીઓએ સંભાળ્યું.ઈન્જેકસન ની અસર થી વારંવાર ઉલટી થવા માંડી.મીના તે ટબમાં ઝીલતી અને ખાલી કરતી.તે ફરી ફરી એમ કરી થાકી ગઈ.હોસ્પીટલનો ખાટલો તથા ઓઢવાના ને ચાદર ભીના થઇ ગયા.મારા કપડા પણ ભીના થઇ ગયા.મને બીજે ખાટલે ટ્રાન્સફર કર્યો.ઉલટીમાં ફક્ત પાણીજ બહાર આવતું.હું અધમૂવો થઇ ગયો. મીના પણ થાકી ગઈ.તેને રીલીવ કરવા કોઈ નોહતું.રાત વધતી હતી..વોર્ડમાં દીવા ડીમ થઇ ગયા.ક્યારે આખ મીચાઈ ગઈ તે યાદ નથી મીના પણ ખાધા પીધા સિવાય સુઈ ગઈ હશે.કાઈ ખબર ના પડી.બીજે દિવસે મને જનરલ વોર્ડ માં થી આઈસીયુ માં ખસેડ્યો.હજુ મારો ડોક્ટર વેકેસન પર હતો.તેનો આસીસટંટ ટ્રીટ કરી રહ્યો હતો.હું ચાલવાનું ભૂલી ગયો હતો.એ મારે માટે અશક્ય હતું.કેટલીએ કોસીસો બાદ પગ ચાલતા નહિ.મારાથી ઉભા રેવાતું નહિ.બેલન્સ રેહતું નહિ.લખવાનું પણ ભૂલી ગયો હતો. પેન કે પેન્સીલ પકડાતિ નહિ. બોલું તો કોઈને સમજાતું નહિ.મારી આ લાચાર અવસ્થાથી ઘડી ઘડી રડું આવતું.આખમાં પાણી ઉભરાઈ જતા. ખબર કાઢવા લોકો આવતા ત્યારે આ ખાસ થતું. આઈ સી યુ માં ઠંડી બહુ લગતી.ડોકટરે મને ફર્સ્ટ ક્લાસમાં ખસેડ્યો મારા ડોક્ટર જે વેકેસન પર હતા તે આવી ગયા ને મને નિરાત થઇ.ફર્સ્ટ ક્લાસ માં મને એવો રૂમ આપ્યો કે જેમાં મારી પત્ની પણ રહી શકે.તે રૂમમાં એક ટીવી પણ હતું.મને રોજ ફીસીયો થેરાપી કરાવતા.હાથમાં પેન પકડાવતા, ચાલતા શીખવાડતા.હું A. B. C. D લખતો.રોજ ડોક્ટર આવે ત્યારે મીના તેમની સાથે વાતચીત કરતી.તેવામાં ખબર આવી કે કાલે સવારના મધર ટેરેસા આવવાના છે.મીના સવારે વેહલી ઉઠી હોસ્પીટલમાં ફરી વળી ને મધર ટેરેસા ને શોધી કાઢ્યા.અને તેમને મારા રૂમ પર લઇ આવી.મારી પત્નીએ મધર ટેરેસાને કહ્યું કે મારા પતિ બહુ બીમાર છે તેને તમારા બ્લેસીંગસ આપો કે સારા થઇ ચાલતા થઇ જાય. તેમણે મારા માથે હાથ મૂકી અશીર્વાદ આપ્યા.કેહવાની જરૂર નથી પણ મને તેથી બહુ શાંતિ થઇ અને હું ફક્ત 13 દિવસમાં હોસ્પીટલમાંથી ડીસ્ચાર્જ થઇ ગયો.મને ફીસીઓ થેરાપી ચાલુ રાખવા કહ્યું.તે માટે હોસ્પિટલમાં રોજ આવવાનું કહ્યું.હું ને મીના રોજ રીક્ષામાં નાણાવટી હોસ્પીટલ જતા.મને કંટાળો આવતો.પણ તે કસરત કરાવતી.થોડા દિવસ બધું બરાબર ચાલ્યું.પછી બેલન્સ રેહતું નહિ.પડી જવાની બીક હમેશા રેહતી.મારી મોટી દીકરીએ સુચન કર્યું કે કેમ આપણે રીટા ના ડાક્ટરને ન બતાવીએ ?ભલે એ નવો છે પણ નોલેજેબલ ને સ્માર્ટ છે અને પડોસીનો જમાઈ છે.ને ઘર પાસેજ દવાખાનું છે.મેં ટ્રાયલ માટે હા પડી. અમો હોસ્પીટલે લખી આપેલી બધીજ દવા સાથે લઇ ગયા હતા. તેણે મને તપાસ્યો અને હોસ્પીટલની દવા પણ જોઈ.એણે મને બે ત્રણ ગોળી આપી કહ્યું કદાચ હોસ્પીટલની ગોળી કામ કરતી નથી એવું બનવું શક્ય છે.મેં આપેલી ગોળી માં થી એક અત્યારે લેજો અને કેમ લાગે છે તે કહેશો.ડોક્ટરની ગોળી કામ કરી ગઈ.મારી બેલન્સ ની તકલીફ જતી રહી.હું ચાલી શકતો.બસ પકડી જઈ શકતો.મને ચાલતો જોઈ અમારા ફેમીલી ડોક્ટર વિસ્મય પામ્યા ને કહ્યું કે ભગવાન જેવું કંઇ છે ખરું બાકી મેં તો તને લખી વાળ્યો હતો.તે દિવસથી તે દવાખાનામાં ઈશ્વરનો ફોટો ફૂલ તથા અગરબત્તી આવી ગયા.ડોક્ટર પાટણકર ની પ્રેક્ટીસ સારી હતી.મારી ખબર લેવા ગોવિંદભાઈ જે મારા સ્થાપિત લાડ મેરેજ બ્યુરો ના સહકાર્યકર હતા તે મારી ખબર પૂછવા આવ્યા હતા.,. તેઓ જન્માક્ષર મેળવવાનું તથા જ્યોતીસ સબધીત સલાહ સુચન કરવાનું કામ કરતા.તેમણે મને હનુમાન ચાલીસાનો પાઠ કરવાની સલાહ આપી હતી જે હું 1986 થી કરી રહ્યો છુ.આજે મને 82 વર્ષ થયા.
દ્રશ્ય-56-મારા કેટલાક સોસીઅલ વર્ક
1)-મને સોસીઅલ વર્ક કરવું પહેલેથીજ ગમતું.મારા ઘર વાળા મારા આ સ્વભાવ થી કંટાળતા. અમો ભરૂચ રેહતા ત્યારે હું નાનપણમાં હોળીની પાર્ટી નું આયોજન કરતો.અમારા પડોશી શંકર પટેલ મને તે કામમાં મદદ કરતા અને પ્રોત્શાહન આપતા.હું હોળી ના પૈસા નો હિસાબ રાખતો.દરેક વરસે તેમાં ઉમેરો થતો.ખબર નહિ આજે હોળી ખોદાઈ છે કે નહિ ?.ખોદાઈ તો તેમાં દાટેલા પૈસા અને કોડીયો બહાર કઢાઈ છે કે નહિ ?પહેલાના એ પ્રેમાળ પડોસીઓ છે કે નહિ?હું ગણપતિ ચોથ વખતે હું પૈસા ઉઘરાવાના ગ્રુપ ઉભા કરતો.ગણપતિ વિસર્જન પછી છોકરાઓ ની મિજબાની ગોઠવતો.તે દિવસો હજુ યાદ છે. 1948 માં ભરૂચ ને અલવિદા કરી મુંબઈ ના પરા વિલે પાર્લે માં વશી ગયા.ત્યારે વિલે પાર્લે ગામડા જેવું હતું. ઘરમાં ફાનસ હતા.રાત્રે દેડકા નું ડ્રાઉં ડ્રાઉ સભાલાતું.રસ્તા કાચા હતા.રાતે સાપ નીકળતા.અવર નવાર વીછું દેખા દેતા.બસ કે ઘોડાગાડી નોતાં.કુલીઓ સામાન માથે મૂકી ઘર સુધી ચાલતા. તેજ પાર્લા જ્યારે 1992માં છોડ્યું ત્યારે રસ્તે ચાલવાની જગ્યા ન હતી.1948 માં અમારા નિવાસ્થાને જવા કાચો રસ્સ્તો હતો.અને વરસાદના દિવસોમાં કાદવ કીચડ થઇ જતો.લોકો ના ચંપલ તથા બુટ તેમાં ફસાઈ જતા.મેં મ્યુનીસિપાલીટી ને કેટલીએ વાર આ બાબતે લખ્યું હતું.પણ કોઈ એકસન લેવાતા નહિ.આથી મેં આજું બાજુ ના મકાનની મીટીંગ બોલાવી પ્રસ્તાવ મુક્યો કે બધાએ દસ દસ રૂપિયા કોન્ટ્રીબ્યુટ કરવા તથા દરેક ઘર દીઠ એક વ્યક્તિએ રસ્તા માટે રવિવારે આખો દિવસ કામ કરવું.મીટીંગ માં તે પસાર થઇ ગયું. રવિવારે પડોસીઓ બાપુ ,બર્વે, તેમ્બુલકર, સાઠે,મુકુંદા વગેરે રસ્તા પર આવી ગયા.રેતી ,ઈટો ,પથ્થર વગેરે સામગ્રી આવી ગઈ.મોડી સાંજ સુધીમાં સરસ રસ્તો તૈયાર થઇ ગયો.મી બર્વે બહુ ઉત્સાહી હતા અને બધી વાતે કુશળ હતા.પિતાશ્રી આવી બાબતમાં રસ લેતા નહિ.તેમના વતી હું જતો.
3.)-એક દિવસ અમારી બિલ્ડીંગના મેમ્બર મનુભાઈ દોશી એમની દુકાને જવા નીકળ્યા તે વખતે પોર્ચમાં ઉપરથી સ્લેબનો મોટો પીસ પડ્યો અને સેહજ માટે બચી ગયા.મને ફિકર થતી કે પિસ્તાલીસ વર્ષ થયા મકાનમાં કોઈ રીપરીંગ કે રંગરોગાન થયું નોતું.વળી મકાનની દીવાલમાં ઝાડ ઉગી નીક્લુતું.મકાન માલિક દાદ આપતો નહિ.કમ્પાઉડ હતું નહિ માટે કોઈ બી મકાનમાં ઘુસી જતું.ફેરી વાળા નો બહુ ત્રાસ હતો.બધા પ્રોબ્લેમ ઉકેલવા અને રસ્તો કાઢવા મેં મારે ઘરે મીટીંગ બોલાવી.દરેક ને પૂછ્યું કે અહી રેહવાના છો કે મુવ થવાના છો.જો અહી રેહાવાના હોઈતો બિલ્ડીંગ ને ઠીક ઠાક કેમ નહિ રાખવું ? મકાન માલિક પણ આ મીટીંગમાં હતા.તેઓ પણ મકાનમાં રેહતા હતા.મેં પ્રપોસલ મુક્યું કે દરેકે રૂ 5000 કાઢવા.મેં મારા રૂ 5000 પહેલા મુક્યા.મકાન માલિકે સબસીડાઈઝ ભાવથી કડિયા ને મજુર આપવાનું કબુલ્યું પણ પૈસા ના કાઢ્યા.બાકી બધાના પૈસા આવી ગયા.મેં મકાન માલિકને સાથે લીધો કે જેથી વાંધા વચકા ના કાઢે.કામ શરુ થયું. જેમ કામ થતું ગયું તેમ પૈસા વપરાતા ગયા મેં. હિસાબ કર્યો અને મને લાગ્યું કે બીજા પાચ હઝાર બધાએ કાઢવા પડશે.મીટીંગ બોલાવી પ્રસ્તાવ મુક્યો.બધાએ વધાવી લીધો.મેં કામ પૂરું કરાવ્યું.હવે કમપોઉંડ કોક્રીટ થઇ ગયું.લોખંડના બે દરવાજા થઇ ગયા ,ઝાડ રોપાઈ ગયા,બેસવા બાસ્ટીઓ મૂકાઈ ગઈ.ભીતનાઝાડ નીકળી ગયા.એમ અનેક સુધારા થઇ ગયા.મકાનની સુરત બદલાઈ ગઈ.
4)-.મારી કોલેજમાં પોપ્યુલારીટી ઘણી.તેનો ઉપયોગ કોલેજના છોકરાના ગત વર્ષના જુના ચોપડા કાઢી આપવામાં મદદ કરતો. હું તેમને તેમના પુસ્તકો તેમની કીમતે કાઢી આપતો. એમાં બેઉંના કામ થતા.હું તેના માટે કોઈ કેનવાસિંગ કરતો નહિ.આ કામ જુનીઅરના વર્ષ પુરતું સીમિત હતું.આમ મારી પોપ્યુલારીટી નો લાભ લેનાર તથા વેચનાર બેને થતો.અને મારી પોપુલારીટી ઘણી વધી ગઈ.
5)-.1974 માં મને વિચાર આવ્યો કે લોકોને લગ્ન માટે છોકરા કે છોકરી શોધવા અઘરા પડતા.કારણ કે નોકરી ધંધા માટે લોકો દુર દુર વસવા માંડ્યા.જ્ઞાતિ વેર વિખેર હતી.મને થયું કે લગ્ન ની પસંદગી માટે હવે જ્ઞાતિના મેરેજબ્યુરો ની જરૂર છે. એક જગા જ્યાંથી છોકરા કે છોકરીની વિગતો મળી શકે.મેં વોલન્ટયર સિલેક્ટ કર્યા.તેમાં બે લેડીસ અને ત્રણ જેન્ટ્સ.મેરેજ કોઉંસેલીંગ ની અંધેરી ખાતે પ્રેક્ટીસ કરતા ડોક્ટર અશ્વિન શાહ ને પણ સાથે લીધા.
અમારા પૈસે હેન્ડબીલ છપાવ્યા અને જ્ઞાતિમાં ઘેરે ઘેર વેહ્ચવ્યા. લાડ જ્ઞાતિએ મીટીંગ બોલાવી.તેમાં અમને આમંત્રિત કર્યા.હું અલીવાળા ને શશી રાત્રે મીટીંગમાં પાર્લા થી મુંબઈ લાડની વાડી માં ગયા.જ્ઞાતિએ ખુબ વાધા વચકા કાઢ્યા ને વિરોધ કર્યો.પણ અમે મક્કમ રહ્યા ને કામકાજ શરુ કર્યું.પાછળથી એજ લોકો લાભ લેતા થઇ ગયા.1974 માં શરુ કરેલો બ્યુરો હજુ પણ ચાલે છે.હું અમેરિકા વસવાટ માટે આવ્યો ત્યારે બેંકમાં સારી થાપણ હતી.લગભગ 250 જેટલા લગ્નો બ્યુરો મારફત થયા હતા.બે સમૂહ લગ્નો મેરેજ બ્યુરોએ કર્યા હતા.અમેરિકા આવ્યા પછી પણ વાર્ષિક હેવાલ મને મોકલાવતા.હું મુંબઈ હતો ત્યારે નિયમિત રવિવારે બ્યુરોમાં જતો. સરુઆતમાં મેરેજ બ્યુરો મારે ઘરે ચાલતો. મી ગાંધી આર્ટિટેક્ટ ની ઓફીસ વિલે પાર્લે સ્ટેસન ની સામે હતી.તે મારે ઘરે તેમની છોકરી માંટે વિગતો લેવા આવ્યા હતા.તેમણે તેમની ઓફીસ મને રવિવારે ફ્રી વાપરવા આપી.આમ મારું સ્વપ્ન સાકાર થયું. 6)-.હું ઇન્ડિયાથી રિટાયર થઇ અમેરિકા 1992 માં આવ્યો ત્યારે અહી એકલતા બહુ લાગતી.ત્યારે હું લોસ એન્જલીસમાં હતો.1993 માં હું સાન હોઝે આવ્યો.ત્યારે મેં બસ ટુરની તપાસ શરુ કરી જે મારી દીકરી પ્રીતિએ પૂરી કરી.તેણે મને એક ફ્લાયર લાવી આપ્યું.તેમાં ચીનો બસ ઓપેરેટર ડોંગ હવા જંગ હતો. તેની પાસે ફરવાના સ્થળોએ પણ બસ વ્યવસ્થા હતી ને રેહવા માટે મોટેલ.ઇન્ડિયન સીનીઅર્સ ડ્રાઈવ ન કરતા હોવાથી તેમને માટે આ સારી સુવિધા હતી. તેની કંપની મારફતે મેં પંદરથી વધારે વરસોમાં ઘણી ટુરો નું આયોજન કર્યું અને લગભગ 5000 ઇન્ડિયનસ ને યાદગાર ટુરો કરાવી.અમેરિકા ની અંદર તથા બહાર.  યલોસ્ટોન પાર્ક ,ગ્રાન્ડ કેનિયન ,બ્રાઈસ કેનિયન.સાન્ડિયાગો,લોસ એન્જલીસ,યુરોપ, ચાઈના, હવાઈ, આલાસ્કા વગેરેની વરસો વરસ ટુરો થઇ.ઇન્ડિયન સેન્ટરે મને સર્ટીફીકેટ આપ્યું.કેટલાના થેન્ક્સના પત્રો આવી ગયા.ન્યુયોર્ક થી પબ્લીશ થતા ઇન્ડિયન મેંગેઝીન ‘મંત્રા’માં ‘મારો ઈન્ટરવ્યું લઇ હેવાલ છાપ્યો.અમે અતિ વૃદ્ધ અને ડિસેબલ લોકોને પણ લઇ જતા.આજે પણ લોકો મને ટુર માટે યાદ કરે છે.મેં કેસીનોની અગણીત ટુર કરી અને તે પણ બસ ભરી ભરીને.આજે હું બ્યાસી વર્ષ નો છુ અને આજે પણ અમે નાના ગ્રુપ માં જઈએ છીએ.
7)-.મેં કેટલાય સીનીયર્સને ઈન્ડીપેન્ડટ બસો માં ફરતા કર્યાં.કેત્લાનેય સમય સારી રીતે કેમ વાપરવો તે બતાવ્યું.અહી ઇન્ડિયન સેન્ટર છે પણ સીનીઅર્સ ને ફીસ મોઘી લાગેછે.તેમને અમેરિકન સેન્ટર આવવું નથી.ત્યાં પણ ત્રણ ડોલર લંચ ના ભરવા પડે.વળી ત્યાનું વેજી માફક આવતું નથી.ને છોકરા પાસે પૈસા માગવા નથી.તેમને નોકરી ક્યાં શોધવી તે ખબર નથી.વળી અહીની અંગ્રેજી શીખવી નથી.તેઓ ફક્ત ઘરમાંજ સમય પસાર કરે છે.ને ગ્રાન્ડચિલ્ડ્રન ની દેખ ભાળ કરે છે.થોડા મોટા થાય એટલે એટેચમેન્ટ રેહતી નથી અને ગ્રાન્ડ પેરન્ટ extended ફેમીલી ગણાઈ છે તેથી અઈસોલેસન અનુભવે છે.
હું સાનહોઝેમાં એક અમેરિકન સેન્ટર માં જાઉં છુ અને ત્યાં આવતા વયોવ્રધ લોકો ને મદદ કરું છુ ત્યાં પચરંગી લોકો આવે છે.મેં ઘણા ઇન્ડિયન સીનીઅર્સ  લોકો ને આ સેન્ટર માં આવવા કહ્યું કારણ કે ફ્રી છે.ફક્ત લંચના ત્રણ ડોલર આપવાના હોઈ છે અને ઓછા આપો તોએ ચાલે ના અપાઈ તો નહિ આપો તો પણ કંઈ નહિ.. જયારે ઇન્ડિયા કમ્યુનીટી માં લંચ ઉપરાંત મંથલી ફી આપવી પડે છે.અહી ચાઇનીસ ,ફિલીપીન્સ ,મેકશીકન ,આફ્રિકન,પાકિસ્તાની તથા ઇન્ડિયન લોકો આવે છે. આ છે મીની અમેરિકા Real અમેરિકા., ટુકી આવકવાલા ને જરૂરમંદ લોકો ને સરકાર તરફથી બ્રાઉનબેગ આપે છે.તેમાં એક અઠવાડિયા નું રેસન આપે છે જેમાં બ્રેડ સ્પગેટી ના ડબ્બા ,ફ્રુટ વગેરે વસ્તુઓ હોઈ છે. બેગ અપાતી ઘણા સમય થી બંધ કરી હતી.તે કાઉંટીના વોલંટીયર અને મેનેજરની મદદ થી ચાલુ કરાવી.હવે દર બુધવારે અપાઈ છે.
9).-પહેલા સેન્ટર ના રસોડે જમવાનું બનતું.પણ કોસ્ટ સેવીંગ ના બહાને તે બંધ કરી કેટરર ને સોપ્યું.કેટરરનું ખાવાનું સૌને ભાવતું નહિ.પરિણામે મેમ્બર્સ જવા લાગ્યા.પહેલા કરતા સંખ્યા ઘણી ઘટી ગઈ સેન્ટરે રસોડું ચાલુ કરવાની પરવાનગી માગી અને કેટરર થી ઓછી કોસ્ટે સીનીઅર્સ ને ગરમ અને તાજું લંચ આપવાનું નક્કી કર્યું.તે માટે ની બધી મીટીંગ મેં અટેન્ડ કરી સક્રિય ભાગ લીધો હતો અપીલ માન્ય થઇ અને રસોડું ચાલુ થયું.જમવામાં કેટલાક સુધારા સૂચવ્યા હતા.પરિણામે આજે હોલ ભરાઈ તેટલા મેમ્બર્સ આવે છે.
10).-સેન્ટરમાં પહેલા એક વયોવૃદ્ધ ઇન્ડિયન લેડી બ્લડ પ્રેસર ચેક કરતી હતી.તેણે રેઠાણ બદલ્યું ને લીવર પુર રેહવા ચાલી ગઈ.બ્લડ પ્રેસર લેવાતું બંધ થયું.સેન્ટર મેનેજરને કહી ચાલુ કરાવ્યું.આજે એક યંગ લેડી બ્લડ પ્રેસર ચેક કરે છે અને બધા તેનો લાભ લે છે.
11)-.કેટલાક સીનીઅર્સ ને આઉટરીચ (ટેક્ષી ) સેન્ટર તરફ થી લેવા અને મુકવા બુધવારે આવતી. આ સુવિધા કાઉન્ટીતરફ થી ફ્રી હતી.એકા એક બધ થઇ ગઈ.અહી 80 વર્ષ ની ઉપરના વૃધો આવતા બંધ થઇ ગયા.આથી મેં એક પત્ર લખી બધાની સહીઓ લીધી ને મોકલી આપ્યો.તુરંત આઉટ રીચ ચાલુ થઇ ગઈ.અને બંધ થયેલા વૃધો ફરી આવતા થઇ ગયા.
12)-.39 રૂટ ની બસ બંધ કરવાની VTA ની જાહેરાત આવી ટ્રાફિક મળતો નથી.કારણ અપાયું હતું. હું ને મારા મિત્ર સખાળકર આ બસ વાપરતા હતા.આ બસ બંધ થાય તો અનેક સીનીઅરસ તેમજ નોકરી કરતા માણસો ને ઘેર બેસવા નો વખત આવી જાય.ચાલીને WHiTE ROAD જવું બહુ સમય માગી લે અને પાછા આવવા હિલ ચઢવો મુસીબત થઇ જાય.વળી ગુરુદ્વારા હિલની ટોચે આવ્યું ત્યાં આવતા લોકો બંધ થઇ જાય.મેં એક લેટર તૈયાર કર્યો અને થોડા સીનીઅર રહીસોને સાથ આપવા અપીલ કરી.લેટર સાથે નવો બસ રુટ સજેસ્ટ કર્યો.ગુરુદ્વારા માં એક દિવસ બેસી 180 સહીઓ લીધી અને ડેલીગેસન લઇ VTA ની મુખ્ય ઓફિસમાં ગયો.ત્યાં ચર્ચા કરી પત્ર આપ્યો.પબ્લિક મીટીંગ માં મેં અને સખાળકરે અવાજ ઉઠાવ્યો અને સુચન કર્યું કે મોટી બસ ને બદલે નાની કમ્યુનીટી બસ વાપરો.પરિણામે આજે બસ ચાલુ છે.એટલુજ નહિ પણ બસ સવારના ફૂલ જાય છે.શનિ ,રવિ ગુરુદ્વારામાં બહુ લોકો આવતા હોવાથી મોટી બસ વપરાઈ છે.
દ્રશ્ય-57-સહિયારી પ્રોપર્ટી નું પાર્ટીસન
કંચનબા ની સૌથી નાની દિકરી મીના તેમને બહુ વહાલી હતી.કુટુંબમાં સૌથી વધારે ભણેલી હતી અને અગ્રેજી માધ્યમ ની પ્રાઈમરી સ્કુલમાં પ્રિન્સીપાલ હતી.આથી તેના કુટુંબમાં તેનું માન સારું.કંચનબા સીધા સાદા ને સરળ સ્વભાવના પ્રેમાળ વ્યક્તિ.તેઓ કેટલાય સમયથી વિધવા હતા.મારા સસરા સાકરલાલ રેલ્વે માં નોકરી કરતા.તેમના બે જમાઈઓ અમ્રતલાલ ને ભુપેન્દ્ર પણ રેલ્વે માં હતા.તે જમાનામાં રેલ્વે ની નોકરી દેસાઈઓ નો ઈજારો હતો ખાસ કરી ને ગુજરાતમાં.સાકરલાલે તે જમાનામાં થોડી આવકમાં અને ટુકા જીવનમાં સારી પ્રોપર્ટી વસાવી હતી.બે મકાન એક દુકાન અને થોડી જમીન.કંચન બા મર્યા ત્યારે કોઈ વીલ કરેલું નહિ.અમ્રતલાલ કુટુંબમાં વડીલ હતા.તેમના પત્રો અવાર નવાર આવતા.એક દિવસ તેમનો પત્ર આવ્યો કે અંકલેશ્વર આવો તો પ્રોપર્ટી ની વેહ્ચણી થાય.મેં લખ્યું કે છોકરીઓ ને વેકેસન પડે ત્યારે આવશું અને બધા કામ આટોપી લઈશું.અમો વેકેસન પડતાજ અંકલેશ્વર પોહચી ગયા.અનુભવી ની દોરવણી થી પપેર પર વેહ્ચણી થઇ.મીના અને કલાબેનના ભાગે દેસાઈ ફળિયાનું ડબલ ગળાનું મકાન આવ્યું.અમરતલાલે દુકાન લીધી ને ભુપેન્દ્ર ભાઈ એ વકીલ ને ભાડે આપેલું મકાન લીધું.અને બેબી બેનને પૈસા.અશ્રુબેને ઘરેણા ની વેહ્ચણી કરી અને ભુપેન્દ્ર ભાઈએ ઘર વખરી ની કરી.સારી રીતે વિભાજન પતિ ગયું.કોઈ વાધા વચકા નહિ.કંચન બા ની ક્રિયા કાંડ છોકરીઓ તથા જમાઈઓ એ સારી રીતે કરી સદગત ના આત્માને શાંતિ પોહચાડી.અમારા ભાગે આવેલી પ્રોપર્ટી નું વિભાજન મારે નોતું કરવું.તેથી મેં મોહનલાલ સાથે વાતચીત કરી તેમને રોકડા પૈસા આપવા જણાવ્યું.પણ મોહનલાલની રકમ મીના ને મોટી લાગી.એટલે વાત પડતી મૂકી.મોહનલાલ ને અંકલેશ્વર માં ઈન્ટરેસ્ટ નોતો.તેઓ અમદાવાદમાં બંગલો બાંધતા હતા.જે થોડ વખતમાં તૈયાર થશે.જયારે મીનાને, હું રીટાયર થાવ ત્યારે થોડો સમય મુંબઈ અને થોડો અંકલેશ્વર ગુંજારવોતો. વળતું સજેસન પાર્ટીસન પાડવાનું.કંચનબા પૂર્વીના જન્મ પહેલા1972માં ગુજરી ગયા.તે  વાતને પંદર વર્ષ થઇ ગયા.અમે પાર્ટીસન 1987 માં ના છુટકે પાડ્યું બંનેની હાજરીમાં ગલુ કોન્ટ્રેકટર સાથે નક્કી થયું.અગલી ભીત થી છેડે સુધી ભીત ચણાઈ ગઈ અને બે ભાગ થઇ ગયા. બે એન્ટ્રન્સ જુદા થયા.દુખ તો બહુ થયું પણ ના ઈલાજ. બે નાના મકાન થઇ ગયા.મીનાને ભાગે જે મકાન આવ્યું તેમાં મેં ઉપર નીચે ઉભા રસોડા કરાવ્યા.બાથ રૂમમાં સફેદ અને ભૂરી લાદી નખાવી ચોવીસ કલાક પાણી આવે તેથી મોટી ટાંકી મુકાવી આખા મકાનમાં લાદી જડાવી. ઇલેક્ટ્રિક ફીટીંગ બદલાવ્યું 22 લાઈટો મૂકાવી નવા પખા મુકાવ્યા.નવા ગોદડા કરાવ્યા અને સ્ટીલના સેટ લીધા.આમ અમારું નવું મકાન તૈયાર થઇ ગયું.આખો મહિનો કામ ચાલ્યું.મીના ની મોટી બેનને અંકલેશ્વર આવવું નોતું તેથી તેમણે તેમના ભાગનું મકાન વેચી કાઢ્યું.અમે તે દિવસે કામ પતાવી રીક્ષા પકડવા નાકે ગયા.થોડું ચાલ્યા ત્યાં મીનાને છાતીમાં દુખ્યું.મેં ડોક્ટર પાસે લઇ જવા કહ્યું.તેણે કહ્યું કાલે મુંબઈ જઈને ડોક્ટરને બતાવશું.અમો રીક્ષા પકડી ભરૂચ ગયા ને મામીને મળ્યા.તેઓ ખુબ ખુશ થયા.પાર્ટીસનની વાત કરી.મામીની વાતો ખૂટતી નહિ અને ઘડિયાળનો કાટો અટકતો નહિ.મેં ઘડિયાળ જોઈ કહ્યું અમારે પાછા અંકલેશ્વર જવાનું છે અને કાલે મુંબઈ.તેઓએ અમને જમ્ડ્યા અને અમો અંકલેશ્વર રીક્ષામાં પાછા આવ્યા.નવા ઘરમાં બધું થયા પછી હમો ત્રણ દિવસ રહ્યા અને ખુબ માણ્યું પણ ઢાઈકા કરમ ની કોને ખબર કે મીનાના આ મકાનમાં આ છેલ્લાજ ત્રણ દિવસ હશે.અમે મુંબઈ પાછા ફરી ડોક્ટરને બતાવ્યું તેણે અમને ડોક્ટર ગાંધી કર્ડીઓ લોજીસ્ટ પાસે મોકલ્યા.
દ્રશ્ય-58-પત્નીની જીવ લેણ બીમારી
ડોક્ટર ગાંધી કાર્ડીઓ લોજીસ્ટ હતા.તેમના નામ પાછળ ડીગ્રીઓ ની લાંબી લાઈન હતી.લગભગ ઘણી ડીગ્રી અમેરિકા ની હતી.તેમની ફીસ પણ મસ મોટી હતી. અમે તેમની એપોઇન્ટમેન્ટ લીધી, એપોઇન્ટમેન્ટ સાંજના પાચ વાગ્યાની હતી.તે હોળી ધૂળેટી ના દિવસો હતા.મીના નું સ્ટ્રેસ ટેસ્ટ કર્યું અને નિદાન આપ્યું કે બ્લોકેજ છે. કેટલું છે અને કયા ભાગમાં છે તે નક્કી કરવા એનજીઓ ગ્રાફી કરવી પડશે.ને તે માટે નાણાવટી હોસ્પિટલ માં દાખલ કરવી પડશે.મીનાને ઓપેરેસન કરાવું નોતું.તેને દવાથી ફેર પાડવો હતો.કારણ છોકરીઓ હજુ નાની હતી.તે માટે તે ટાળતી.આમને આમ પાચ મહિના નિકળી ગયા.હવે મોડું કરવાનો કોઈ અર્થ નોતો.અવર નવર દુખી આવતું.ત્યારે આખો ઉપર ચઢી જતી.વળી ઘરમાં કોઈ રેહતું નહિ કે મદદ મળે.હું ઓફીસમાંથી નિયમિત ટેલીફોન કરતો ને ચેક કરતો.છોકરીઓ બે માંથી એક અમેરિકા હતી અને બીજી કોલેજ જતી.બેબી બેન નિયમિત આવતા.ભુપેન્દ્ર ભાઈ ને અશ્રુ બેનને પત્ર લખી વિગત જણાવી.તેઓ તુરત મદદ માટે આવી ગયા.મેં તેઓની તથા અમ્રતલાલની સાથે વિગતમાં વાત કરી ડોક્ટરનું નિદાન જણાવ્યું.અમે નક્કી કર્યું કે મીનાને હોસ્પીટલમાં દાખલ કરવી.દાખલ કરવાના દિવસે હું ઓફિસમાં થી વેહલો આવી ગયો ચાર વાગે અમો હોસ્પિટલ જવા તૈયાર થયા તેણે શ્રીનાથજી ની છબી પાસે ઉભા રહી ઈશ્વર સ્મરણ કર્યું અને ભગવાનને નમન કરી રીક્ષામાં બેઠા અને હોસ્પિટલ પોહ્ચ્યા.સાંજ પડી ગઈ હતી તેને સેકંડ ક્લાસમાં એડમીટ કરી.રૂમમાં બે ખાટલા હતા.બીજા ખાટલા પર એક ગુજરાતી બેન હતા.તેઓ બહાર ગામથી આવેલા.તેમને પણ હાર્ટનું દર્દ હતું.તેમની પણ બાઇપાસ સર્જરી કરવાની હતી.તેઓને નાના બે બાળક હતા.કાચો સંસાર હતો.બેબી બેન રાત્રે મીનાની મદદમાં રેહવાના હતા.તેમને સેટ કરી હું ઘરે ગયો.મીનાને બે દિવસ ઓબ્સરવેસન માં રાખી.ત્રીજે દિવસે અન્જીઓગ્રાફી માટે ઓપરેસન થીએટેર માં લઇ ગયા.હું ત્યાજ હતો.લગભગ બે કલાકે પાછા લાવ્યા.સાથે ડોક્ટર ન હતા.વોર્ડ બોય ખાટલે સુવાડી જતો રહ્યો.મેં મીનાને પૂછ્યું કેવું રહ્યું ?તેણે કહ્યું ખબર નહિ.એટલામાં ખબર આવી કે બાજુના ખાટલામાં ગુજરાતી બેન હતા તે બાઈપાસ માં ગુજરી ગયા. તેમના બે ભૂલકાઓ એક ધણી ની આંગળીએ અને બીજું હાથ માં હતું.આખો રૂમ શોકાતુર થઇ ગયો.તેમના સગા સ્નેહીઓ ખિન્ન વદને “હરી ની ઈચ્છા “કહી સામાન લઇ રૂમ ખાલી કરી ગયા.મીના એકલી પડી ગઈ.દિવસ દરમીયાન બધા રેહતા અને રાત્રે બેબી બેન સુતા.હું હાલમાંજ માંદગી ભોગવી ચુક્યો હતો તેથી બેબી બેન જીદ કરી રેહતા.મીનાએ લગભગ એક વર્ષ દવાથી ફેર પાડવામાં ખેચી કાઢ્યું બાકી નિદાન તો 1988 માં થયેલું.બીજે દિવસે હું સવારના હોસ્પીટલ પોહચી ગયેલો.જોઈતી બધી સામગ્રી લઇ ગયોતો.સવારના ડોક્ટર આવ્યા ને મીનાને ફરી એનજીઓગ્રાફી માટે લઇ જવાના હતા.ત્યારે મેં ડોક્ટરને કહ્યું કે ફરી એનજીઓગ્રાફી કેમ? પરમ દિવસે શું કર્યું ? ત્યારે મને કહ્યું કે બ્લડ પ્રેસર બહુ નીચે જવાથી એનજીઓગ્રાફી અધર વચ્ચે બંધ કરવી પડી.મેં કહ્યું કે આ વાત મને કોઈએ કેમ ના કરી ?તેઓ કશું બોલ્યા વગર ગુપ ચુપ ચાલી ગયા.મીનાને ઓપેરેસન થીએટરમાં લઇ ગયા.ત્યાં સુધી બપોર થઇ ગઈ હતી.જયારે પાછી લાવ્યા ત્યારે બે વાગી ગયા હતા.લાવી ખાટલે ટ્રાન્સફર કરી.હજુ તે ભાનમાં નોતી.તેને આરામની જરૂરત હતી.લગભગ ચાર વાગે નર્સે જણાવ્યું કે કાલે સવારે નવ વાગે તાત્કાલિક ઓપરેસન ડોક્ટર કરશે.તે માટે તમે 14 બોટલ બ્લડ લાવવાની વ્યવસ્થા કરશો અને રૂ.25000 ઇનિસિઅલ ડીપોસીટ કરશો અને બીજા તૈયાર રાખજો.મેં કહ્યું હું 14 બોટલ બ્લડ ક્યાં થી લાવું? પણ હું તેના પૈસા આપિસ.તેણે મને જણાવ્યું કે હોસ્પીટલ નો રૂલ છે કે પેસંટ ને લાગતું બ્લડ પેસંટે આપવાનું રેહશે.તમારા સગા સબંધી જે બ્લડ આપવા તૈયાર હોઈ તેણે સવારે હોસ્પીટલ માં હાજર થઇ જવાનું.તેઓનું કોઈ પણ બ્લડ ગ્રુપ હશે તો ચાલશે.તમારા પેસંટ ને જોઈતું ગ્રુપ અમારા સ્ટોકમાંથી વાપરશું.હું ઘરે ગયો ને તુરંત શશી ,કામાક્ષી ,અશોક વગેરેને ટેલીફોન કર્યા બધાને બ્લડ આપવા રિક્વેસ્ટ કરી.બધા સવારના હોસ્પીટલ જઈ બ્લડ આપી આવ્યા.મારું બ્લડ લેવાની હોસ્પીટલે ના પાડી કારણકે મારી ઉમર પચાસ ની ઉપર હતી.બ્લડ કલેક્ટ થઇ ગયું.એટલે શાંતિ હતી મીનાને સ્ટ્રેચર પર સુવાડી અને સ્ટ્રેચર હાથ ગાડી માં મૂકી ઓપરેસન થીએટરમાં લઇ ગયા.હું ગાડી સાથે ઓપરેસન થીએટર સુધી ગયો.મને અંદર આવવાની મનાઈ હતી.અંદર દાખલ થતા પહેલા મેં એના માથે હાથ મુક્યો.તેણે ઘણી રાહત અનુભવી. મેં કહ્યું ફિકર નાકરીશ હું.દરવાજા પાસે રહીશ.અને દરવાજો બંધ થઇ ગયો.
અંદર ગયાને બે કલાક ઉપર થઇ ગયા.કોઈ આવે તો હું પુછુ? પણ કોઈ બહાર ના આવ્યું.હું દરવાજા બહાર આટા મારી રહ્યો હતો.તેટલામાં હેલ્પેર ઝડપ થી દરવાજા બહાર આવ્યો.તે ખુબ ટેન્સન માં હતો.તેણે મને સવાલ કર્યો કે અમારે પંપ ભાડે થી લેવો પડશે. તમને મંજુર છે ?મેં કહ્યું જે કરવું ઘટે તે ત્વરીત કરો મારી પરવાનગી છેજ.મને હવે પૂછવા ના અવસો.હું બહુ વ્યથીથ હતો.મને એકાએક ગીડીનેસ ફીલિંગ થઇ , ચક્કર આવ્યા ને હું પડી બેહોશ થઇ ગયો.ભુપેન્દ્ર ભાઈ અશ્રુ બેન અને હોસ્પીટલ ના લોકો મારી આસ પાસ વિટ્લાઈ વળ્યા.મને ઉચકી સ્ટ્રેચર પર સુવાડ્યો.થોડી વારે ભાન આવ્યું ને મેં તરત પૂછ્યું મીનાને બહાર લાવ્યા ?.ભુપેન્દ્ર ભાઈએ જવાબ આપ્યો કે બહાર આવવામાં થોડી વાર છે યુ રેલેક્ષ.હું ઉભો થઇ ઓપરેસન થીએટર પાસે ગયો તેવામાં ડોક્ટર કોલેટ બહાર આવ્યા.તેમની સાથે બે ડોક્ટર હતા.અમારા ફેમીલી ડોક્ટર બોરઘરકરપણ હતા.ડોક્ટર કોલેટે પૂછ્યું who. s Mr surt. ?મેં કહ્યું. iam Mr. surti. તે બોલ્યા we are very sorry that we could not save your wife. હું કાઈ પુછુ તે પહેલા ચાલી ગયા.સવારના નવ થી સાંજના છ સુધી જે ઓપરેસન ચાલ્યું તેનું આ પરિણામ?. ડોક્ટર ગાંધીએ ડોક્ટર કોલેટ ને રેકમેન્ડ કરેલા અને જણાવ્યું હતું કે તેઓ અમેરિકા ના અનુભવી ડોક્ટર છે.હું બહુજ અપ સેટ હતો.ડોક્ટર બોરઘરકરે ઓપરેસન થીએટરમાં પપેર તપાસી કહ્યું પંપથી હાર્ટ ધબકતું રાખતા પણ સ્વ બળે હાર્ટ ધબકતું નહિ.પંપ ખસેડી લેવાથી ધીમું પડી જતું.લાંબા સમયના પ્રયત્નો પછી પણ હાર્ટ પોતાની ગતિ પ્રાપ્ત ના કરી શક્યું.તે અત્યંત માર ખાઈ નબળું પડી ગયું હતું. મીનાનું બોડી હોસ્પીટલ ના કબજામાં હતું.તેને કોલ્ડ સ્ટોરેજ માં ટ્રાન્સફર કર્યું હતું. હવે રાતના સાડા આઠ વાગી ગયા હતા.કાલે બોડીનો કબજો લઇ ક્રીમેટ કરવાનું હતું.ક્રીમેસન સેન્ટર હોસ્પીટલથી નજીકજ હતું.તેથી હોસ્પીટલથી સીધા ક્રીમેસન સેન્ટર લઇ જવાનો નિર્ણય લીધો. બધાને સવારે હોસ્પીટલ આવવા કહી વિદાઈ આપી.અમો પણ ઘરે ગયા.તે રાત્રે ઉઘ હરામ થઇ ગઈ.ઘરના કારભારી વગર જીવન કેમ જીવાશે?બીજે દિવસે સવારના બધા આવી ગયા.મીનાનું શબ કોલ્ડ સ્ટોરેજમાં થી કાઢી હોસ્પીટલના પાછલા ભાગમાં રાખ્યું હતું.ત્યાં કેટલાક લેડીઝ શબ ને મન ગમતા કપડા પેહરાવતા. તેમાં મીનાના મોટા બેન અશ્રુ તથા બાગ ના પત્ની તેમજ બીજા લેડીઝ હતા.શબ જેવું તૈયાર થયું કે હોસ્પીટલ ના માણસોએ ગાડી માં મુક્યું.અમો પ્રોસેસન માં ગાડી ચલાવી ક્રીમેસન સેન્ટર ગયા.અમારામાંના અનુભવીઓ એ ચિતા બનાવી શબ ઉપર મુક્યું.મેં ફેરા ફરી શબ અને ચિતાને અગ્ની દાહ આપ્યો.જોત જોતામાં અગ્ની પ્રજ્વ્લ્યો અને ભડકા થયા અને મીના રાખમાં મળી ગઈ.અમો ચિતાને નમન કરી ઘરે પાછા ફર્યા.મારા જીવનનું નું નવું ચેપ્ટર શરુ થયું.ત્યાર પછીના એક અઠવાડિયા સુધી હું સુનમુન થઇ ગયો હતો.અશ્રુ બેન બધું સંભાળી લેતા.મીનાના ભણકારા મને હજુ સંભળાતા.તેનો અવાજ જાણે ઘરમાં ગુંજતો હતો.તેની ગેરહાજરી સતત વર્તાતી.તેની સરવણી નો દિવસ આવી ગયો.સરવણી સારી રીતે પતાવી બે ત્રણ દિવસમાં અશ્રુબેન જતા રહ્યા.ફક્ત હું ને પૂર્વી બાકી રહ્યા.મેં ઓફિસે જવાનું ચાલુ કર્યું.પૂર્વી કોલેજ જતી.મેં અને મીનાએ તેને તેની બર્થ ડે પર બાઈસીકલ ભેટ આપી હતી.તે બાઈસીકલ પર કોલેજ જતી હતી.મને યાદ છે કે ત્રણ મહિના પહેલા જયારે બા ને ખોઈ ત્યારે મીના અનહદ રડી હતી.અરે એટલું તો એની માં ના મૃત્યુ વખતે રડી નોહતી.બા ની સરવણીમાં અમે સજોડે સરવા બેઠા હતા.આ પહેલા અમે બા પાછળ ગુરૂ પુરાણ બેસાડ્યું હતું.આ બધી વીધિ તેણે બહુ ભાવ પૂર્વક કરી હતી.
દ્રશ્ય-59-પ્રીતિનું પરદેસ ગમનસાલ 1988.પ્રીતિ B.SC. માં ફર્સ્ટ ક્લાસ પાસ થઇ.મેં તેને આગળ ભણવા કહ્યું.પણ તેનેતો જેનેટીક્સમાં સ્કુલમાથીજ ઇન્ટરેસ્ટ હતો પણ હુમન જેનેટીક્સ ઇન્ડિયામાં હતું નહિ.તેથી તેના ટીચર હમેશા કેહતા જો કોઈ સગા અમેરિકામાં હોઈ તો ત્યાં જઈ કરવું.પ્રીતિને જેનેટીક્સ ભણવું હતું એટલે અમેરિકા જવાની પ્રબળ ઈચ્છાહતી.મીનાને ત્યાની પરિસ્થીતી નો બિલકુલ ખ્યાલ નોહતો.પ્રીતિને તો એમ કે એટલા બધા કાકાને ફોઈ અમેરિકામાં છે એટલે વધો નહિ આવે. ના તો મને કોઈએ ત્યાની પરીસ્થીતી નો ખરો ખ્યાલ આપ્યો.તેથી જંપલાવ્યું.બાકી અમારી ઈચ્છા તો બંને છોકરી અમારી આખ આગળ રહે અને ભણુંવું હોઈ એટલું ભણે અને સેટલ થાય એટલે લગ્ન કરાવી એક એક ફ્લેટ બંને ને આપી દેવો એક સૂરી બિલ્ડીંગ નો અને બીજો કાંદિવલીનો.અમારે થોડો સમય વાર ફરતી બંને સાથે રેહવું, બાકીનો સમય અંકલેશ્વરના રેનોવેટેડ ઘરમાં રેહવું.એવો પ્લાન હતો.પણ મેન પ્રપોસીસ એન્ડ ગોડ ડીસ્પોઝીઝ.આ વિચારણા ચાલતીતી તેટલામાં ગોપાળ નો લેટર આવ્યો કે બા ની તબિયત સારી રેહતી નહિ હોવાથી તમે અને સરલા આવી જાવ.પ્રીતિને પણ લાવશો.મને અને મારા ફેમિલીને મારા ભાઈ મનુએ 17 વર્ષ પહેલા સ્પોન્સોર કર્યો હતા. પણ મીનાને ત્યાં જવું નોતું તેથી હું ટાળતો.જયારે જયારે અમેરિકન એમ્બસીનો પત્ર આવતો ત્યારે હું જવાબ આપતો કે હું હજુ તૈયાર નથી.જયારે તૈયાર હોઇસ ત્યારે જણાવીશ.મારી ઈમીગ્રેસન ફાઈલ તેમણે 17 વરસ ખુલ્લી રાખી હતી.તે બદલ તેમને ધન્યવાદ આપવો ઘટે.
સરલા તે વખતે મુંબઈ મારે ઘેર હતી અમે બા ની તબીયત તથા જવાનો પ્લાન ડિસ્કસ કરી રહ્યા હતા.ત્યાં અંકલેશ્વરથી મટુ બાં (સરલાના સાસુ) નો ફોન આવ્યો ને સરલા ઉઠી ગઈ.તેણે કહ્યું કે મારે અંકલેશ્વર જવું પડશે.વધારે કંઇજ કહ્યું નહિ.તે સાંજે ગાડી પકડી અંકલેશ્વર ગઈ.હું બીજે દિવસે એમ્બસીની ઓફીસ માં ગયો અને વીન્ડો ઉપર તપાસ કરી.તેમણે જણાવ્યું કે તમને બેત્રણ દિવસમાં પત્ર આવી જશે.મને મેડીકલ માટે પત્ર આવ્યો.બીક એ હતી કે મારી 1986 ની માંદગીના સિમ્પટમ કઈ ના આવે.પણ o. k આવ્યો.પ્રીતિને કોઈ વાધો ના આવ્યો.મારા પાસપોર્ટ પર સાઉદી ના ઘણા સ્ટેમ્પ, મારી ઇન્ડિયા આવજા અંગે હતા.તેઓને મારી પોલીસ તપાસ કરવાની હતી.રેગ્યુલર તપાસ માં વાર લાગે માટે મારી પાસે રૂ 500 લઇ કેબલ કર્યો.છતાં જવાબ ના આવ્યો એટલે હું ગયો અને બા બીમાર છે ને મારે જવું પડે તેમ છે એવું એમ્બસીને સમજાવ્યું કે તરત વિઝા આપી દીધો.ગોપાલે તુરંત પૈસા મોકલ્યા અને મેં મામા તાહેર પાસે થી બે ટિકટ લઇ લીધી.તે વખતે મારી રીટર્ન ટિકટ રૂ.12000 ની આવી અને પ્રીતિની રૂ 9000 ની આવી.ઓગસ્ટ નો મહિનો હતો વરસાદ હાલજ અટક્યો હતો જવાને હવે બે દિવસ હતા ને પ્રીતિ ની તબીયેત બગડી ગઈ.પણ મન જવા માટે મક્કમ હતું.ફેમીલી ડોક્ટરને બતાવ્યું.તેણે કહ્યું કે બ્લડ ટેસ્ટ કરાવો પડશે.રવિવારે લેબ બંધ હોઈ છે.પણ ડોક્ટરની ચીઠી હતી એટલે ખોલી અને ટેસ્ટ કર્યો અને રિપોર્ટ પણ આપી દીધો રિપોર્ટ લઇ ડોક્ટરને બતાવ્યો. ડોકટરે જોઈ o. k કર્યું.અને દવા આપી. જેથી રાતના ફ્લાયટ પકડી શકે.અમારી રાતની ફ્લાયટ કેનેડા જતી હતી.હું ને પ્રીતિ લોન્જમાં બેઠા હતા હજુ કાઉ ટર ખુલ્યો નોતો.થોડી વાર પછી એનાઉસમેન્ટ થઇ કે ‘ફ્લાયટ ગોઇંગ ટુ કેનેડા ઇસ કેન્સલડ.બીજી એનાઉનસ્મેન્ટ થઇ કે પેસેન્જર્સ બોર્ડીંગ ધીસ  ફ્લાઈટ સુડ બોર્ડ ધ સેમ ફ્લાઈટ ટુમોરો. અમે પાછા ઘરે ગયા.મીના અને પૂર્વી અમને જોઈ નવાઈ પામ્યા.બીજે દિવસે એજ ફ્લાઈટ પકડી અમે અમેરિકા પોહચી ગયા.મેં એજંટને અમારી બદલાયેલી ફ્લાઈનો મેસેજ મોકલવા કહ્યું હતું ને એણે કન્ફર્મ કર્યું હતું પણ મેસેજ પોહ્ચ્યો નોહતો તેથી કોઈ લેવા આવ્યું ના હતું. અગલા દિવસે બધા જ લેવા આવ્યા હતા અને અમારા નામની એનાઉસમેન્ટ કરાવી હતી.તે પછી કેટલીએ વાર થોભી તેઓ પાછા ગયા હતા.હું ને પ્રીતિ એક ખૂણામાં બેસી તેમની રાહ જોતા હતા.દર મીનીટે વિમાન આવતું તેમાંથી લોકો ઉતરતા અને જોત જોતામાં પોતાને રસ્તે પડી જતા..બહુ વાર લાગી એટલે હું ટેલીફોન કરવા ઉઠ્યો.પણ પ્રયત્ન છતાં ના કરી શક્યો.એક કાળી કદાવર બાઇએ મને ફાફા મારતો જોયો.તેણે પૂછ્યું વોટ ઇસ ધ પ્રોબ્લેમ ?મેં મારી અગવડ સમજાવી.તેણે મારી પાસે નંબર માગી જોડ્યો અને વાત કરવા આપ્યો.મારી વાત થયા પછી કલાકે એ લોકો આવ્યા.એર પોર્ટ ખાસ્સું દુર હતું.બા હોસ્પિટલ માં હતી.અમે ગોપાલ સાથે ઘરે પોહ્ચ્યા.મને વાતારણ બહુ માફક ના આવ્યું.મને છોકરી ને મૂકી જવાની ઈચ્છા ઓછી.મારા પર દાબ રાખતો એમ વારમ વાર મને થતું.મને પોહ્ચ્યાનો ટેલીફોન કરવાની પણ મનાઈ હતી.મીના માટે બધાને નફરત હતી.તેનો અગ્રેસીવ સ્વભાવ અને અસલામતી પણ કંઈક અંશે આડે આવતા હતા. પણ કોઈ સમજતું નહિ કે તેના સાથ વગર હું કશું કરી શક્યો ના હોત.મારું પરણિત જીવન એ સમૂહ જીવન હતું, સહ જીવન નહિ.બીજે દિવસે અમો બા ને મળવા ગયા.અને તેની સાથે આખો દિવસ ગુજાર્યો.રંજન તથા મહેશ નો ટેલીફોન આવ્યો કે ધનુભાઈ તથા પ્રીતિ ને કેલીફોર્નિયા જેમ બને તેમ જલ્દી મોકલી દો. અમો કેટલાક દિવસ સ્ટેટન આઈલેન્ડ રહ્યા અને તેમની સાથે ન્યુયોર્ક, વોશિંગટન,કેનેડા ,નાઈગ્રા  ફર્યા ને પછી L A જતા રહ્યા.
દ્રશ્ય -60-પ્રીતિની અમેરિકામાં સ્ટ્રગલ
હું ને પ્રીતિ ન્યુયોર્ક થી લોસં એન્જલીસ મહેશ ને ઘરે આવ્યા.મહેશ ઓફિસ થી છુટી સીધો એરપોર્ટ પર લેવા આવ્યો હતો. અમે તેની સાથે વાતો કરતા કરતા તેને ઘરે પોહચ્યા.ત્યારે સાંજના સાડા છ વાગી ગયા હતા.પ્રભાભાભી જમવાની ઉતાવળ કરતા હત.વેહલા જમવાની અમને આદત ના હતી પણ જમી લીધું.મહેશ રોલેન્ડ હાઇટ પર રેહતો હતો.તેના ઘરની પાછળ થી લોસ એન્જલીસ શહેર નો વ્યુ સારો આવતો.લાઈટો થી ઝગારા મારતું લોસ એન્જલીસ શેહર એક અતિ સુંદર નઝારો હતો.પ્રીતિ મહેશ ના છોકરા સાથે સારી રીતે ભળી ગઈ.સવારના બધા ગયા પછી હું ને પ્રીતિ રોલેન્ડ હાઇટ નો ટેકરો ઉતરી પગે ફરતા.શેહરની જ્યોગ્રાફી તથા બસો ની જાણકારી ના હોવાથી બહુ દુર જઈ શકતા નહિ.બે ત્રણ દિવસ રહી મારી નાની બેન રંજન અમને ગ્રાન્ડ કેનિયન લઇ ગઈ.રસ્તે મારા ચંપા ફોઈનું (આજે તેઓ હયાત નથી ) ઘર આવતું હતું.ત્યાં રાત રોકાઈ સવારના ફોનિક્સ થી ગ્રાન્ડ કેનિયન ગયા.ફોઈ કને ખુબ વાતો કરી હતી.અને જૂની યાદો તાજી કરી હતી. ગ્રાન્ડ કેનિયન કુદરત નો એક બે નમૂન નઝારો છે.બીજે દિવસ અમે લોસ એન્જલીસ આવવા નીકળ્યા.રસ્તામાં રંજનને સ્પીડ ટીકીટ મળી.મને ખુબ દુખ થયું કારણ તે હમારા માટે ખાસ આવી હતી.પણ હું નાઇલાજ હતો.મારી પાસે ખરચવા અમેરિકન ડોલર હતા નહિ.અમે રંજન સાથે થોડા દિવસ રહ્યા.મારી હાજરી દરમિયાન આમ તો મને બધું સારું લાગતું.મને રંજન તથા મહેશ પર પૂરો વિશ્વાસ હતો કે પ્રીતિ સ્થાઈ થાય ત્યાં સુધી ઇનિસિઅલ સપોર્ટ આપશે. હવે મારો જવાનો વખત આવી ગયો.મારી રજા પૂરી થતી હતી.મારાથી હાલમાં અહી સ્થાઈ થવાય તેમ ના હતું.મારે નોકરી બાકી હતી ,પૂર્વી નો અભ્યાસ અધૂરો હતો અને મીનાની શારીરિક ફરીયાદ ચાલુ હતી.આ પરિસ્થિતી માં હું પાછો ન્યુ યોર્ક ગયો અને બીમાર બા સાથે થોડો વખત રહ્યો.પછી ઇન્ડિયા પરત ગયો.પ્રીતિ SAN GABRiAL HOSPITAL માં વોલંનટીયર તરીકે જોડાઈ હતી.તેને પેસંટ નું લોહી ખેચવાનું શીખવી તે કામ આપ્યું હતું.તેને સવારનું જમવાનું હોસ્પીટલ તરફ થી મળતું.થોડો સમય રહી તે વધારે કલાક સેવા આપી સાંજે ત્યાં જમીને આવતી.મેં ન્યુ યોર્ક પાછા જતા પહેલા મહેશ તથા પ્રભાને સાથે ઉભા રાખીને વાત કરી હતી કે પ્રીતિને તમારા અને રંજનના ભરોશે મૂકી જાવ છુ.તે તમને મદદ રૂપ થશે અને કમાતી થશે એટલે પૈસા પણ આપશે.મહેશ તેમજ પ્રભા બેમાંથી એકેએ જવાબ ના આપ્યો.ફક્ત મૂડી હલાવી.મને હજુ પ્રીતિ ને મુકવાની બહુ ઈચ્છા ન હતી પણ પ્રીતિને અહી રેહવું હતું ,ભણવું હતું, કમાઈ ને સ્થાઈ થવું હતું.તે ઈરાદાની પાકી હતી. હું મુંબઈ પોહ્ચ્યો અને ત્યાના કામકાજ માં પડી ગયો.અમે પ્રીતિ ની વાતો કરતા કે જે પાર્લાની બહાર એકલી ગઈ નથી તે પરદેશની મુસીબતો નો સામનો કેવી રીતેકરશે? એટલામાં રાતે ટેલીફોન આવ્યો કે પ્રીતિ મહેશ કે રંજન ના ઘરે રહી શકે તેમ નથી મને એ સમજાયું નહિ કે તેમની મજબૂરી શું હતી ? તેજ અરસામાં રંજન ઇન્ડિયન જેનેટીક્ષ ડોક્ટરને બતાવા ગઈ હતી. એને કદાચ જરૂર પડે એટલે સાથે પ્રીતિને પણ લઇ ગઈ હતી. ઇન્ડિયન ડોક્ટર સાથે વાતચીતમાં રંજને પ્રીતિની ઓળખ આપી અને સાથે કહ્યું કે તેની પાસે રેહવાની જગ્યા નથી અને વાહન નથી.ડોકટરે પ્રીતિને જોબ ચાલુ કરવા કહ્યું.રેહવા માટે તેના મકાનમાંથી એક રૂમ પ્રીતિને કાઢી આપી.તેમના રેહવાના મકાનથી દવાખાને ડોક્ટર લઇ આવતા.ભાડા પેટે $150 પગારમાં થી દર મહીને કપાતા.પ્રીતિ એ ડોક્ટરની ઓફીસમાંથી જેનેટીક્સ શીખી અને એ ડોક્ટરની પૂરી ઓફીસ થોડાકજ મહિનામાં સંભાળતી થઇ ગઈ.પ્રીતિને એ ડોક્ટર ફેમીલી માટે ઘણું માન છે જેણે પ્રીતિને એક પોતાના ફેમીલી મેમ્બર જેમ રાખી. પ્રીતિ અહી એકલી રેહતી.કોઈ એને ટેલીફોન કરતુ નહિ કે ભાવ પૂછતું નહિ. બા ન્યુ યોર્કમાં લાચાર  હતી.ગોપાળ અને કનું પણ ક્યારે યાદ કરતા નહિ.દક્ષા અને ભુપેન્દ્ર દુર હતા પણ જરૂરત પડે મદદ કરતા. દક્ષા પ્રીતિ ને અવરનવર આશ્વાસન આપતી.રંજન કરે તેમ હતી પણ ના જાણે કેમ સાસરા નું બંધન હતું? દર સોમવારે પ્રીતિના ટેલીફોન આવતા ને હું એને ધીરજ તેમજ હિંમતથી કામ લેવા કેહતો.તેને મેં ગીતાની નાની ચોપડી આપી હતી.પ્રીતિએ મને કહ્યું હતું કે જો કોઈએ મને ફેમિલીમાં થી મદદ કરી હોઈ અને ઇનીસીઅલ સપોર્ટ આપ્યો હોઈ તો એ તેની રંજન ફોઈએ આપેલો. . પ્રીતીએ ડોક્ટરની ઓફિસ એક વર્ષ સંભાળી અને પાવરધી થઇ ગઈ.ડોક્ટર એને છોડવા રાજી ના હતો પણ પ્રીતિને આગળ ભણવુંતું.તેણે નોકરી દરમિયાન પુરિ વિગતો જાણી કેલીફોર્નિયા યુનિવર્સીટી માં એપ્લાઇ કર્યું.તેના જવાબમાં તેને રીટન ટેસ્ટ તથા ત્રણ રાઉન્ડ ટેબલ ઈન્ટરવ્યું લેવાયા. તે બધી જાતની ટેસ્ટમાં પાસ થઇ.આમાં 4 છોકરા સિલેક્ટ થયા.જેમાં 2 ડાક્ટર એક p h d અને પ્રીતી B. SC હતી.તેઓ ને સ્કોલર શીપ પેટે મફત એક વરસનો કોર્સ કરવા દેવાશે.આ કોર્સની ફી $25000 હતી.ડોક્ટરની નોકરી છોડવા પ્રીતીએ લગ્નનું બહાનું બતાવ્યું અને પરવાગી મળી ગઈ.પ્રીતિ જયારે યુનિવર્સીટીમાં ભણવા ગઈ ત્યારે એ રંજનની એસીસસ્ટંટ MARY જે બર્મીસ હતી એના મકાનમાં એક રૂમ ભાડે કરીને રેહતી.ભાડું $275 હતું.મકાન 3RD સ્ટ્રીટ માં હતું.MARY ના ઘરથી યુનિવર્સીટી બહુ દૂર નહતી. પ્રીતીની યુનિવર્સીટી અને રંજનની ઓફિસ એકજ બિલ્ડીંગ માં હતી.ઘણી વખત અનુકુળતા હોઈ તો MARY કે રંજન પ્રીતી ને લેવા મુકવાનું કરતા.બાકી પ્રીતી. independently બસ લઇ જતી.અને શની રવિ shree lankan ડોક્ટર ને ત્યાં કામ કરતી.એમ પ્રીતિનું ભણવાનું એક વરસમાં પતી ગયું.પ્રીતિને NCA નું આખા USA માં જેનેટીક્સ ના કામ કરી શકે તેવું લાઇસન્સ મળી ગયું.4 માં થી ત્રણ છોકરા પાસ થયા તેમાં બે ડોક્ટર હતા ને ત્રીજી પ્રીતી B SC. જયારે ટેલિફોન આવ્યો કે પપ્પા હું પાસ થઇ ગઈ ત્યારે એના આનંદ ની એ ચીર સીમા હતી. આમ પ્રીતી એક વરસમાં જેનેટીક્સ નો કોર્સ કરી Ceder sinai.  Hospital માં સ્થાઈ નોકરી કરતી થઇ ગઈ.પછી તો પ્રીતી એ લગ્ન પછી બે છોકરા સાથે અહીની B. SC પાસ કરી.. યુનિવર્સીટી ચાલુ થાય ત્યાં સુધી મેડીકલ સેન્ટરમાં નોકરી કરી.યુનિવર્સીટી ચાલુ થઇ એટલે ભણવાનું શરૂ થયું.ઇન્ડિયા ની પદ્ધતિથી સાઉ જૂદું.પણ તેના પ્રોફેસર ઇન્ટરેસ્ટ લઇ તેને ભણાવતા.પ્રીતિ ને સ્કુલ પૂરી થયા પછી મોડે સુધી ભણાવતા.પ્રીતિ આ 4 સિલેક્ટેડ છોકરામાં યંગેસ્ટ હતી.અને અહી ભણવાનો તેનો નવીન અનુભવ હતો.પ્રીતિના દર સોમવારે ટેલીફોન આવતા અને લાંબા સમય સુધી વાત થતી.હું તેને પ્રોત્શાહન આપતો.મેરીના ઘરમાં રાત્રે બીક લગતી.ત્યારે તેની પાસેની ગીતાની એક નાની પુસ્તિકા હતી તેનું રટણ કરતી. જયારે વર્ષ પૂરું થવા આવ્યું ત્યારે પ્રીતિને પરીક્ષા આપવાની હતી, ત્યાં મીનાને હોસ્પીટલમાં દાખલ કરી અને ત્રણ દિવસમાં મૃત્યુ પામી.બળવંત ભાઈએ રંજન તથા પ્રીતિને ફોન કરી ખબર આપ્યા.પ્રીતિએ ઇન્ડિયા જવા પ્રોફેસર પાસે રજા માગી.જવાબ મળ્યો કે અમે કોઈને રજા આપતા નથી પણ તારો સ્પેસીઅલ કેસ હોવાથી તને બે અઠવાડિયા ની રજા મંજુર કરીએ છીએ.રજા તો મંજુર થઇ પણ જવાના પૈસા પ્રીતિ પાસે નોતા.તેની ટીકીટ ગોપાલે કઢાવી હતી.હું અહી આવ્યો ત્યારે ગોપાલને મેં ચેક મોકલ્યો હતો પણ લેવાની ના કહી પાછો મોકલ્યો હતો.પ્રીતિ આવી ત્યારે તેના મેડમ હેડે તેને ગુલાબનો ગુચ્છો આપી માથે હાથ ફેરવ્યો હતો. મેં મારા નાનાભાઈ ને પણ ચેક મોકલાવ્યો હતો અને મારી ગેહાજરી માં મદદ માટે આભાર માન્યો હતો.પ્રીતિ બે અઠવાડિયા રહી પાછી જતી રહી અને ભણવામાં હાજર થઇ ગઈ.ગયા પછી પણ ટેલીફોન આવતા રહ્યા.પરીક્ષા શરુ થઇ અને પૂરી થઇ ગઈ.એક દિવસ ટેલીફોન આવ્યો કે પપ્પા આજે હું બહુ ખુશ છુ કેમકે મારું રીઝલ્ટ આવી ગયું અને હું પાસ થઇ ગઈ. મેં ઈશ્વર નો ઉપકાર માન્યો.પાસ થતા જ કૈસર માં થી ટેલીફોન આવ્યો અને જોબ ઓફર આવી. પ્રીતિએ કહ્યું હમણાં એક અઠવાડિયું નહિ આવું કારણકે પરીક્ષા ની મેનહત નો થાક ઉતારવા તેટલો સમય જોઇશે.બે ડોક્ટર પાસ થયા તેમાંની એક શ્રીલંકન હતી જે પ્રીતિની બેનપણી હતી.પછી તો અહીની પણ બેચલર ઓફ સાયન્સ પ્રીતિએ પાસ કરી. સ્વાર્થ માણસ ને અંધો બનાવી દે છે મને અપનો પર ખુબ અફસોસ થયો.મારી પત્ની મને કેહતી કે you are taken for granted. તમે મૃગ જળ જોવા છોડી દો. મેરી પ્રીતિ માટે ઈશ્વરે મોકલેલ દૂત હતી પ્રીતિ ને માંદી હોઈ ત્યારે કાઉન્ટી હોસ્પીટલ લઇ જતી અને ખાવાનું પણ આપી જતી.માર્કેટ માં જાય ત્યારે માર્કેટ લઇ જતી.

ધનંજય સુરતી

મારી ડાયરીના પાના -ધનંજય સુરતી-૪૧ થો ૫૦

દ્રશ્ય-41-તક

હું કેટલા સમયથી નોકરી બદલવાની તક શોધતો હતો.મારી ઉમંર વધે જતી હતી.હું ચાલીસી નજીક જઈ રહ્યો હતો.તેવામાં મને એક સોઉથ ઇન્ડિયન ની ફર્મ માં પાર્ટનર તરીકે ઓફર થઇ હતી.પણ કામ તેનો ઓડીટ ડીપાર્ટમેન્ટ સંભાળવાનું હતું તે મને બહુ રુચતું નહિ.મારે ટેક્ષનું કામ પણ કરવુંતું.એટલે મેં બહુ રસ લીધો નહિ.એટલામાં પપેર માં કિર્લોસ્કર કન્સલટંટ ની જાહેર ખબર આવી કે તેમને સુરત ઇલેક્ટ્રિક કંપની માટે સેક્રેટરી ની જરૂર છે  મેં તેના જવાબમાં મેં મારો રેઝ્યુંમે મોકલાવ્યો.સુરત ઇલેક્ટ્રિક અમારી સિસ્ટર કંપની હતી.અને તે પણ ઇલેક્ટ્રિકના બીસનેસ માં હતી.મને ઇન્ટરવ્યુ આવ્યો.ઇન્ટરવ્યુ માટે પુના જવું પડ્યું.કીર્લોસ્કરે બે નામની ભલામણ કરી એમાં હું પહેલો ને મારો ડેપ્યુટી બીજો હતો રેકેમેડેસન અમારા ચેરમેન પાસે ગયા કારણ તેઓ સુરતના પણ ચેરમન હતા તેમણે નામ જોતાજ મારા બોસને ટેલીફોન કર્યો કે તમારા બે માણસોએ સુરત માટે એપ્લાઇ કર્યું હતું તમને ખબર છે ? મારા બોસે ના પાડી.ચેરમેને મને ઘરે બોલાવ્યો અને ટર્મ્સ કન્ડીસન કહી અને મારો જવાબ બે દિવસમાં માંગ્યો.ચેરમેને બોંર્ડ ને જણાવ્યું કે સુરતી આપણા માણસ છે અને મારો પગાર પણ તેમણે નક્કી કર્યો જે કીર્લોસ્કારના રેકેમનડેસન થીસારો એવો ઓછો હતો મેં ઘરમાં વાત કરી બા અને મીનાને અને જણાવ્યું કે મારે બે દિવસમાં જવાબ આપવાનો છે મીના સુરત મુવ થવા રાજી હતી.પણ બાએ વાંધો ઉઠાવ્યો કે ભાઈ તું જો જાય તો અહિયા કોણ બધું સંભાળે ? માટે તારે સુરત જવાનું નથી બે દિવસ પછી હું ચેરમેનને તેમને ઘરે મળ્યો.મેં તેમને કહ્યું પગાર સિવાય શું સુવિધા આપો ઘર અને ગાડી ?તેમણે કહ્યું તું પહેલા જોડાઈ જા પછી વિચારીશું.મેં કહ્યું મને માન્ય નથી.તે મારાથી નારાજ થઇ ગયા કારણકે તેમણે બોર્ડ ને કમીટ કરેલું કે સુરતી આપણા વિશ્વાસુ માણસ છે અને એ આવશે જ. વાત અહીથીજ ખતમ થઇ ગઈ મેં મારા ડેપ્યુટી ને સલાહ આપી જોડાઈ જવા કહ્યું અને તે જોડાઈ ગયો. જોકે ના કેહવાની કીમત મારે પછી ભોગવવી પડી આ વાતને થોડો સમય થયો હશે.ત્યાં મને દુબઈ ઇલેક્ટ્રિક કંપનીમાં ઓડીટર ની જગા માટે ઈન્ટરવ્યું આવ્યો.તેમાં તાજ હોટલ પર જવાનું હતું.મારી તાજમાં ડીરેક્ટર જોડે મીટીંગ હતી.હું સુટ બુટ પહેરી નવી ટાઈ લગાવી ગાડી પકડી ચર્ચગેટ ગયો ત્યાંથી ટેક્ષી પકડી તાજ હોટલ ગયો.લીફ્ટ પકડી ઉપર પોહ્ચો.હું એકલોજ હતો.ડીરેક્ટર આરબ હતો.અમારી વાતચિત પછી હું ઘેર આવ્યો.મારે બે દિવસમાં જાણવાનું હતું.ઘરે આવી બા તથા મીનાને વાત કરી બાએ તેજ પ્રશ્ન દોહરાવ્યો કે તું જાય તો અહીનું કોણ સંભાળે ?તે વખતે ભુપેન્દ્રનું પરદેસ ગમન પ્લાનીગ ચાલુ હતું.મેં તેમને ના નો જવાબ ટેલીફોન થી આપી દીધો ત્યાં પણ મારી જૂની કંપની નો માણસ જોડાઈ ગયો   ત્યાર પછી મેં નવી તકો શોધવાની થોડો વખત બંધ કરી કારણકે હરેકવખતે ઘરના પ્રશ્નો નો સવાલ ઉઠતો.એટલે હવે ઘરના પ્રશ્નો એક પછી એક લેવા અને તે પુરા કરવા તેઓ નિર્ધાર કર્યો..

દ્રશ્ય-42-સંઘર્ષ

મારા લગ્ન પછી મારા વાઈફ ના આવેથી સંઘર્ષ વધી ગયો.પહેલા એકજ લોહી હતું એટલે ઝગડો થાય પણ ઘડી પછી બધા એક.ઝગડો દોહરાવતો નહિ.પણ હવે પરિસ્થી જુદી હતી.બધાને મારા અથાગ પ્રયત્ન છતાં અસલામતી લાગતી હતી.હું મારી પત્નીને મારી આવક અને હોદ્દા પ્રમાણે રાખતો નહિ પરિણામે અમારો મનમેળ બિલકુલ હતો નહિ મેં લગ્નનાપહેલા પાચ વરસમાં તેને એક સાડી પણ અપાવી ન હતી.જો કે તેણે એક વાર પણ મને ફરિયાદ કરી ન હતી.પણ મને ક્યારેક ક્યારેક કેહતી કે હું તો સાત છોકરા ના બાપ ને પરણી. મારી જુવાનીના પંદર વરસો એળે ગયા એના માટે હું જવાબદાર હતો.ઘરમાં પ્રાઈવસી કોઈ હતી નહિ મારી સેકન્ડ લાઈન ઓફ સુપોર્ટ બહુ નબલી હતી. હું ઘરમાં બીજા કોઈને જવાબદારી સોપીને જુદો રહું તે શક્ય ન હતું.કોઈને હું લગ્ન કરું તેમાં રસ નોહતો.મેં જાતેજ બધું કર્યું હતું.કન્યા પણ બદલી નાખી ને ગામની પસંદ કરી તે પણ ઓળખાણ માં.મોટું કુટુંબ એટલે કામ બહુ રેહતું. મારી પત્ની નું નામ મીનાક્ષી હતું પણ તેને હુ મીના કહી સંબોધતો. તે અંગ્રેજી મીડીયમ ની નાની સ્કુલમાં પ્રિન્સીપાલ હતી.તેના ઘરમાં ત્રણ માણસ હતા.તેથી કામ ઓછુ રેહતું.અહી સતત કામ કર્યા પછી પણ જસ ને બદલે અપજશ મળતો.બધાજ એને ઇગ્નોર કરતા.એ પત્ની મારી હતી પણ એના પર રોફ બધાજ મારતા.માનસિક ત્રાસ બહુ પડતો.તે વારે વારે તેની માં સાથે રેહવા જતી રેહતી.હું છત્રીસ વરસે પરણ્યો અને પહેલા પાંચ વરસ એક બીજાને જાણવા સમજવા અને અનુકુળ થવા જરૂરી છે તે એળે ગયા.ઓફીસ માં ધર મૂળ થી ફેરફાર થતા કામ નો બોજ વધારે રહેતો તેના લઇ ને હું ઘરે મોડો આવતો મારે રોજ થાણા અપ ડાઉન કરવું પડતું.મેં મારો નવી કંપની માં લોન સમય પૂરો થતા સાન્તાક્રુસ પાછા જવાને બદલે થાણા પસંદ કરેલું કેમકે મને પગાર રૂપિયા 250 વધુ મળતો. અને તે મારી જરૂરીયાત હતી  હું ઘરે રાત્રે પોહ્તો ત્યારે મારી પત્ની માથું બાંધી સુતી હોઈ કાતો કામ કરતી હોઈ.વાતાવરણ હમેશાં ટેન્સ રેહતું.ક્યારેય અમે સાંજે કે રાત્રે ફરવા જતા નહિ.બધાને એમ હતું કે વહુ આવે પછી બાને આરામ કરવાનો હોઈ.રોજ નાના મોટા ઝગડા થતા.મીનાને સહજે  થતું કે પોતે કામના ઢસરડા કરે ને મારા પતિ ની કમાણી થી ઘર ચાલે ને ઉપરથી મને અપજશ.મોટે ભાગે રાત્રે રડતી કેમ કરી શાંત થતિ નહિ મારી પાસે કોઈ વિકલ્પ નહતો મને બીક એ હતી કે રોજ ની રોકક્લ તેને મેન્ટલ પેસંટ બનાવી ન દે. ઘરમાં વધારેપડતું અવિશ્વાસનું વાતાવરણ હતું.મને ગુનેગાર ની નજરે જોવાતો. અમારા ઘરમાં લગ્ન ગુનો ગણાતો. મેં વિચાર્યું કે ઝગડા નું મૂળ કામ છે.માટે મેં અમૃતલાલ મારા સાઢુંભાઈ ને વાત કરી નવસારી માં થી નોકર બોલાવ્યો.જે અખો દિવસ ઘર માં રહે ને કામ કરે.આ અમારા રેગ્યુલર નોકર ની ઉપરાંત હતો તેનું નામ ભાગ્યો હતું.તે નવસારી માં પારસી ને ઘરે કામ કરતો.પારસીને ત્યાં ફક્ત બે જણા હતા.તે અમારા ઘરમાં ઝાડું પોતા તેમજ રાત્રે પથારીઓ પાથરતો ને સવારના ઉપાડતો. પણ તેના એકેય કામમાં ભલીવાર નહતો.સવાર પડે તેનું ધ્યાન ઘાટી મંડળીમાં જતું.ઘાટી મડળી અમારા ઘર નજીક બંધ પડેલી બટન ની ફેક્ટરી ના ઓટલા પર બેસતી.સવારના ભાગ્યા માટે ચાહ ને નાસ્તો બનવા પડતા બપોરે લંચ સાજે ચાહ ને સ્નેક્સ અને રાત્રે ડીનર.આતો બકરી કાઢતા ઊટ પેઠું એવો ઘાટ થયો.કામમાં ફક્ત ચાર પથારી ને એક મોટો બેડ.અને ચાર ઓરડા. જુને ઘરે કામ કરવા જતો અને અમે તેને કેહતા નહિ. બાને મીના બન્ને કંટાળી ગયા આ બધું તો ઠીક પણ મહિનો બે મહિના માંડ થયા હશે ત્યાં એક દિવસ ભાગ્યા ને તેનું ઘર યાદ આવી ગયું.તે હોમ સીક થઇ ગયો ને પાછા જવાની રટ પકડી.નસીબ જોગે અમ્રતલાલ કઈ કામ માટે મુંબઈ આવ્યાંતા તેમની સાથે ભાગ્યાને નવસારી મોકલી દીધો. આમ ને આમ લગ્ન જીવન ના દસ વરસો બહુજ સંઘર્ષ મય વીત્યા.અમે બે સંતાનના માતા પિતા બન્યા હતા.મારી નાનેરા પ્રત્યે ની ભણતર ની જવાબદારી લગભગ પૂરી થવા આવેલી.જેને જે ભણવુંતું તે ભણાઇ ગયું.ઘરમાં ડોક્ટર એન્જીનીઅર અકોઉં ટંટ અને બાઈઓ લોજીસ્ટ થયા.મારી નવી જવાબ દારી મારી છોકરીઓ ની સરુ થઇ.સરલાની ડીલીવરીઓ પણ મુંબઈ મારે ઘરે થઇ.બે બેનો તથા બે ભાઈઓ ના લગ્ન પણ મારે ઘરે મુંબઈમાં થયા હું ક્યારેક થાકી જતો હતાસ થઇ જતો.ના કરવાના વિચાર મને આવતા મારી પાસે ખાસ બચત નહતી તેનો એહસાસ હું સખત માંદો પડ્યો ત્યારે થયો. મને હાર્ટ અટેક અને સ્ટ્રોક ત્યારે એકી સાથે આવ્યા હતા.

દ્રશ્ય-43-રંજન નું પાસ થવું -1972

રંજન એ મારી નાની બેન હતી.એનો નંબર આઠમો હતો.તે દેખાવે નાનપણમાં બહુ સુંદર હતી.તેનો જન્મ ભરૂચ મોસાળ માં મામા ને ઘરે થયો હતો.કીકા મામા તેને ઝમકુ કેહતા.બહુ લાડ કરતા ત્યારે ઝમકુડી

કેહતા.તેનો જન્મ ઓક્ટોબર 1952 માં થયો હતો.તે અમારા ઘર નું આઠમું અને છેલ્લું સંતાન હતું.

તે પહેલેથીજ તંદુરસ્ત્ત હતી.તે જન્મ પછી મુંબઈ માં જ ઊછરી.તે નાની ગોકલી બાઈ માં ભણતી અને એકલી જતી.ત્યારે બહુ ટ્રાફિક નહતો.તે ભણવામાં ક્યારે ય પાછલ પડી નહતી.તે 1968માં ssc પાસ થઇ મીઠીબાઈ કોલેજ માં દાખલ થઇ અને BSC 1972 માં થઇ. મને બરોબર યાદ છે કે જ્યારે હું CA પાસ થયો ત્યારે તે પાંચ વર્ષ ની હતી.મારે કેટલાક ડોક્યુમેન્ટ વડોદરા લઇ જવાના હતા.તે વખતે હું તેને વડોદરા લઇ ગયો હતો ત્યારે તે પાચ વરસ ની હતી. તે બધા સાથે સાથે ભળી જતી. તે ગો ગેટર (go getter )હતી.અમો એક દિવસ કૃષ્ણલાલ ને ઘરે રહી પાછા મુંબઈ આવી ગયા હતા.મને કોઈ જ તકલીફ મુસાફરી દરમિયાન કે વડોદરા રોકાણ માં પડી નહતી.મારી દીકરી પ્રીતિ ને નાનપણમાં રંજનની માયા હતી.મને બરાબર યાદ છે રંજન નાની હતી ત્યારે ખુબ લખોટા જીતી લાવતી.એક દિવસ ઓફીસમાંથી હું સાંજે ઘરે પાછો ફર્યો ત્યારે બા એને ખાટલામાં સુવાડી પાસે બેઠી અને હવા નાખતી હતી. તેને આખા શરીરે SMALLPOX નીક્ળા હતા તાવ ખુબજ હતો આખો ખુલતી નહતી.ઓફિસેથી આવતા હું તેને માટે નવા જોડા લાવ્યો તો તે બતાવ્યાં પણ તાવ ના જોરે નતો આખ ખુલતી કે પ્રતિ ઉતર.. હું કપડા બદલી તેની તેહનાત માં લાગી ગયો.હું તેને ઉચકી ફરતો.બધા કેહતા કે તમને ચેપ લાગશે પણ હું ગણકારતો નહિ.જે દિવસે આ સીતળા ની બીમારી લાગી તે સવારના અમારી નજીક રેહતા પ્યારેલાલ ને ત્યાં મ્યુનિસિપાલિટી વાળા સીતળા ની રસી બધાને આપતા. તે વખતે રંજન ત્યાં રમતી હતી. તેણે તરત પાછી આવીને ઘરમાં ફરી ફરીને કહ્યું કે મને રસી લેવી છે પણ કોઈએ દાદ આપી નહિ રંજન સારી તો થઇ ગઈ પણ દાઘ ના ગયા. પસ્તાવો જીંદગી નો રહી ગયો લાવણ્ય હણાઈ ગયું. કેટલાક વરસો પછી ખબર મળી કે ભાટિયા હોસ્પિટલમાં પ્લાસ્ટિક સર્જરી થાય છે.મેં નક્કી કર્યું કે સર્જરી કરાવવી,મેં ભાટિયા હોસ્પિટલ માં રંજન ને એડ મીટ કરાવી. મને યાદ છે ત્યાં લગી ડોક્ટર ગુજરાતી હતા. ઓપરેશન સારી રીતે પતી ગયું ને રંજન ને હોસ્પિટલમાં થી રજા આપવાના હતા તે દિવસે હું ટ્રેઈન માં પૈસા લઇ હૉસ્પીટલ માં ભરવા જતો હતો. ભીડ ખુબ હતી.હું દરવાજા પાસે ઉભો હતો અને સતત ખિસ્સામાં હાથ રાખેલો માહિમ સ્ટેશન આવતા મારા પર ભીસ વધી ગઈ કોઈકે મારા ખિસ્સામાં થી રૂપિયા કાઢવા ની કોશીસ કરી પણ પૈસા નીકળા નહિ.રેલ્વે નો પાસ તથા અન્ય પપેર પ્લેટફોર્મ પર વેરવિખેર થઇ ગયા.ઝડપથી ઉતરી પાસ તથા પપેર્સ લઇ ગાડી માં ચઢ્યો..પૈસા બચી ગયા તે બદલ મેં ઈશ્વર નો ઉપકાર માન્યો હોસ્પીટલ નું બીલ ચૂકવી રંજન ને ઘરે લઇ આવ્યો. ઓપરેશન પછી ચામડી માં થોડો સુધાર થયો પણ જોઈએ તેવો નહિ. તેણે હાફ કીન ઇન્સ્ટી ટ્યુટ માં થી કોઈ કોર્સ કરેલો જેની ફી રૂપિયા છસો હતી.તેને કોર્સ સકસેસ ફૂલી કમ્પ્લીટ કર્યો અને હાફ કિન ના કામ માટે દુર પરામાં કામ કરવા જતી.જેમ સરલાં ના પૈસા હું લેતો નહિ તેમ રંજનના પૈસા પણ લેતો નહિ. તેનો અલગ એકાઉંટ બેંક માં હતો  તે અમેરકા જવા અધીરી હતી.તેવામાં તેનો વીસા રીજેક્ટ થયો હતો.ને તે બહુ નાસીપાસ થયેલી.મારા અનેક દિલાસા પણ કામ ના લાગ્યા.હું તેના માટે યોગ્ય મેચ શોધી રહ્યો હતો.બા ની પણ તેજ ઈચ્છા હતી.બે છોકરા અમે જોયા પણ જામ્યું નહિ.આ અરસામાં પ્રભા તેની છોકરીઓ ગીતા અને કવિ ને લઇ ઇન્ડિયા ફરવા આવ્યા હતા.તે દરમિયાન રંજનનો દિલ્હી માં કનેડિયન એમ્બસી માં થી ઈન્ટરવ્યું કોલ આવ્યો.મારે રંજનને લઇ દિલ્હી જવાનું હતું.મેં વિચાર કર્યો કે પ્રભા તથા છોકરીઓને પણ દિલ્હી લઇ જશું ને તાજ ની ટુર કરાવીશું.નાનાભાઈ તેમની બેન તથા બે છોકરી જવાની હતી એટલે કોઈ સરકારી અફસર ના ઘરે ઉતારવા ની વ્યવસ્થા કરી હતી.અમો સવારની ફાસ્ટ ટ્રેન માં મુબઈ થી રવાના થયા. રીઝર્વેસન હતું એટલે સારું હતું રાતના બધા ને ઉઘ સારી આવી.મોડી સવારે અમે દિલ્હી પોહ્ચ્યા.સામાન ઉતારવી હું હોસ્ટને ટેલીફોન કરવા ગયો.તેમની સાથે વાતચીત થઇ.તેમણે અકબર રોડ પર તેમના બંગલા નો નંબર કહ્યો..મેં ટેક્ષી ભાડે કરી પણ જોયું તો સામાન ન હતો.રીક્ષાવાળો સામાન ઉઠાવી પોતાની રીક્ષામાં ગોઠવી દીધો. તેને અમે ટેક્ષી માં જવાના છીએ એમ કહ્યું એટલે તે અમારી સાથે ઝગડવા માંડયો પોલીસ ની મદદ લઇ પ્રોબ્લેમ સોલ્વ કર્યો.અમો ટેક્ષીમાં અકબર રોડ પોહ્ચ્યા..તેમનો નોકર સમાન ઉઠાવી અંદર લઇ ગયો.ટેક્ષી ભાડું ચૂકવી અમો અંદર ગય.મકાન વિશાલ હતું હોસ્ટે કહ્યું તમારી પાસેથી ટેક્ષી વાળો ડબલ ઉપર પૈસા પડાવી ગયો.મીટર પ્રમાણે પૈસા ચૂકવ્યા પણ તે અમોને ફેરવી ફેરવી લાવ્યો હતો. બધું તો ઠીક પણ મને ઘરનો માહોલ ઠીક ના લાગ્યો.એવું લાગ્યું કે વી આર અન વેલકમ ગેસ્ટ.બાકી બધાએ જમી લીધું.મેં જમવાની ના પાડી.પછી તેમનો માણસ એક ચીટ્ઠી લાવ્યો.તે ચીટ્ઠી અમોને ગુજરાતી સમાજ માં ઉતારો આપવા વિશે હતી. મને થયું જાન છુટી.અમો રીક્ષા કરી ગુજરાતી સમાજ ગયા.તેમણે ચીઠી જોઈ અમોને ઉપરનો ખાટલા વાળો રૂમ આપ્યો.સમાન રૂમ ઉપર મુકાવી.ચાહ પી કાલ ની તૈયારી કરી કારણ કે બીજે દિવસે રંજન નો કેનેડિયન એમ્બસી માં ઇન્ટરવયું હતો બીજે દિવસે હું તથા રંજન તૈયાર થઇ બસ પકડી એમ્બસીની ઓફીસ પોહચી ગયા.ત્યાં બહુ માણસો ન હતા.અમો વેટીંગ રૂમમાં બેઠા. સમય પહેલા પોહ્ચવાથી થોડી રાહત હતી.ત્યાંચોપાનીયા પડ્યા હતા તેમાં થી એક ચોપાનિયું લઇ વાચવા બેઠા.રંજન કેનેડા વિશે નું મેગેઝીન વાંચતી હતી.પંદર થી વીસ મિનીટ પછી રંજન નો નંબર આવ્યો એટલે તે ઉઠી ઓફિસરની ચેમ્બરમાં ગઈ.લગભગ પચીસ થી ત્રીસ મિનીટ પછી બહાર આવી.હું ઉભો થઈ ગયો અને તેની તરફ ગયો.હું પરિણામ માટે ઉત્સુક હતો.મેં સહજ સવાલ પૂછ્યો કેમ કેવું રહ્યું ? તેણે જવાબ આપ્યો ધારવા કરતા સારું રહ્યું.મગેઝીન વાચન બહુ કામ લાગ્યું.તે ખુશ ખુશાલ હતી.અમો ઈન્ટરવ્યું પતાવી બહાર આવ્યા.બસ પકડી ખાવ ગલી તરફ ગયા.ફેરિયા પાસે દિલ્હીની ચાટ ખાધી.પછી ગુજરતી મંડળ ના ઉતારા તરફ પ્રયાણ કર્યું. રાત્રે ગુજરાતી મંડળ માં જમ્યા ગીતા ને કવિ ને બહુ તીખું લાગ્યું.બીજે દિવસે છોકરાઓ ને દિલ્હી બતાવાનો પ્રોગ્રામ હતો ત્રીજે દિવસે અમો ઉઠી નિત્ય કર્મ પતાવી કનકતેડ ટુર માં સવાર થયા ને દિલ્હી ફર્યા.સાજે એવા તો થાકી ગયાતા  કે ના પૂછો વાત.અધૂરામાં પૂરું મહેશ ની છોકરીઓ કનેડા માં ઉછરી હોવાથી બહુ ચાલવા ટેવાયલી ન હતી તેમને ઉચકી ઉચકી હું બહુ થાકી જતો.એક ને હું ઉચકતો બીજીને પ્રભા અને ક્યારેક રંજન..રાત્રે ભોજન કરી ઘસઘસાટ સુઇ ગયા.ચોથે દિવસે આગ્રા પ્રયાણ કર્યું.આગ્રા પોહચી ઘોડાગાડી કરી તાજ મહાલ પોહ્ચ્યા આગ્રા સ્ટેશન થી તાજ જવાનો સુંદર રસ્તો છે આજુ બાજુ ઝાડ વાવેલા છે જે ઉનાળામાં શીતળતા આપે છે.તાજ ને આગળ પાછળ ફરી જોયો બહુ ફોટો લીધા પછી રસ્ટોરંટ માં જમવા ગયા.ત્યાં આલુંના પરાઠા ને શાક જમ્યા ને પછી દિલ્હી રવાના થયા.વળતે દિવસે દીલ્હી થી મુંબઈ આવવા રવાના થયા.ત્યાં પોહોચી રોજ ના રૂટીન માં પડી ગયા.પ્રભા છોકરીઓ નું વેકેસન પત્યું એટલે કેનડા ઘરે પાછી ગઈ.કેટલાક દિવસ વીત્યા હશે પછી એક દિવસ ટપાલી રંજન નો વીસા લેટર લાવ્યો અને અન્ય ડોક્યુમેન્ટ્સ. ઘરમાં ખુશાલી પ્રસરી ગઈ.સૌથી ખુશ રંજન હતી.તેની જવાની તૈયારીઓ થવા લાગી લઇ જવાના કપડા ઘરેણા વગરે ની ખરીદી.આ ખરીદી તેના લગ્ન ને ધ્યાન માં રાખી થઇ હતી.રંજન કેનેડા જવા ઉતાવળી થઇ હતી.મામા તાહેર પાસે રંજનની એર ટીકીટ બુક કરાવી હતી.મારા ના કેહવા છતાં રંજને વેહાલા જવા માટે એર ફ્રાંસમાં કોશીસ કરી પણ પ્લેન ફૂલ હોવાથી તે કામયાબ ન થઇ.રાત્રે ખબર આવી કે વિમાન માં આગ લાગી છે.એર પોર્ટ અમારા ઘરથી નજીક હતું એટલે લોકો ત્યાં જોવા પોહચી ગયા.બળતા વિમાન ના ધુમાડા તથા ભડકા દેખાતા હતા.પસેન્જારો કુદી ને બહાર નીકળી ગયા હતા.જોકે કેટલાક જખ્મી થયા હતા.કોઈ મર્યું નહતું. અમોએ પ્રભુ નો રંજન ને બચવા માટે ઉપકાર માન્યો બે દિવસ પછી રંજન ની ઉડાન હતી.એટલે બીજે દિવસે સત્ય નારાયણ ની પૂજા હતી હમેશ મુજબ પડોશી સુભેચ્ચકો સગા ને સ્નેહીઓ ને નિમંત્રિત કર્યા હતા.કથા નીરવિઘ્ને પતિ ગઈ.બધા જમી પરવારી પ્રસાદ લઇ ને સુભેચ્છા આપતા ગયા.સર્વે ની સુભેચ્છા લઇ કેનેડા પ્રસ્થાન કરી ગઈ.ફોટોગ્રાફરે ગ્રુપ ફોટા પડ્યા.રંજન ને અમે સિક્યુરીટી ગેટમાં અદ્રશ્ય થતી જોઈ રહ્યા.  જેમ જેમ ઘર ખાલી થતું તેમ તેમ ખુલ્લા મતભેદ ઓછા થતા ગયા.મને વિચાર આવ્યો કે ભાઈ બેન નાના હતા ત્યારે કેવા મળી સંપી ને રેહતા. પણ મોટા થયા પછી સ્વતંત્ર વિચાર ધારા તેમજ સ્વતંત્ર સ્વપ્નો જોતા થયા.તમને સાથે રાખવા અશક્ય હતું.

દ્રશ્ય-44-પૂર્વી નો જન્મ

પ્રીતિના જન્મ વખતે મીના ને ડોક્ટર પુરંદરે ને બતાવ્યું હતું.મીનાને તે વખતે પેટમાં બેબી ની સાથે ફાય બ્રોઈડ હતું.ડોકટરે સલાહ આપી કે ડીલીવરી પછી ફાયફ્રોઈડ કઢાવી નાખજો. મેં વિચાર કર્યો કે કોઈ આપણા જ સર્કલમાં કોઈના જાણીતા ડોકટર ની પાસે કરાવું.મારા ફોઈ ની દીકરી નિરંજના ડોક્ટર હતી. મેં તેને પૂછ્યું.તેણે મને તેના ઓળખાણ માં ડોક્ટર શાહ બતાવ્યો જે સર્જન હતો અને પોતાનું નર્સિંગ હોમ હતું.મેં તેની સાથે વાતચીત કરી તારીખ નક્કી કરી.નિરંજના મારી સાથે હતી.મીનાને તે તારીખે લઇ જઈ એડમીટ કરી.તે વખતે બેબીબેન મીનાના મોટા બેન ત્યાં આવેલા અને મીના સાથે રહેલા.બેબી બેને હમેશા ખડે પગે સેવા કરી.તેમની હૂફ બહુ રેહતી.ઓપરેસન સારી રીતે પતિ ગયું.કંચન બા આવ્યા હતા.તેમણે બધા સ્ટાફ ને ખુશ કરી દીધા અને અમે મીનાને લઇ હોસ્પિટલમાં થી વિદાઈ લીધી.ત્યાર પછી મીનાના બે ઓપરેસન હર્નિયા ના કરાવા પડ્યા.તે સાન્તાક્રુઝ આશા પારેખ હોસ્પિટલ માં કરાવ્યા.તે પણ મેં સેકંડ ક્લાસ માં સિંગલ રૂમરાખી ને કરાવ્યા.પણ ચોથું હાર્ટ ઓપરેસન નાણાવટી હોસ્પિટલ માં કરાવ્યું તે જીવલેણ પુરવાર થયું. મીનાને ડોકટરે હવે વધુ બાળક ની ના પાડી.છતા મીના મને રોજ કેહતી કે આપણે એક છોકરો તો જોઈએ જ.જે તમને બુઢાંપા માં મદદ કરે.હું જાન નું જોખમ લઈને પણ તમને દીકરો આપીશ.મેં તેને ડોક્ટરની સલાહ  યાદ અપાવી.ઉપરાંત કહ્યું હું હવે છોકરા ઉછેરી થાકી ગયો છું મને હવે થોડી નિરાત જોઈએ છે.પંડિત નેહરુ ને ક્યાં છોકરો હતો ?તેમને એકજ દીકરી હતી તે ઇન્દિરા.કેવી પાવરફૂલ.આપણે પણ એક દીકરી થી  સંતોષ માનવો જોઈએ.મેં કહ્યું કે રિસ્ક લેતા પહેલા આપણે કોઈ જ્યોતીસ ને બતાવશું.તે સંમત થઇ.પછી એક દિવસ હું અમારા કમર્સિયલ એન્જીનીયર સાથે લંચ બ્રેક માં બેઠો હતો.તેમને જ્યોતિષ નો અભ્યાસ સારો હતો તેમણે  જન્મ કુંડળી તપાસી કહ્યું કે 1972 માં સંતાન લાભ છે.બહુતિક છોકરો છે પછી તો ઈશ્વર ઈચ્છા.આ વાત મેં મીના ને કહી તે ખુબ રાજી થઇ. વર્ષ 1972માં બે ફેમીલી મેમ્બર ગુમાવ્યા.એક સુરેન્દ્ર લાલ અને બીજા કંચન બા.મને યાદ છે કે ઇન્ડિયા માં ટેલી વિઝન પહેલી વાર સરુ થયા હતા.મેં અમારા માટે ટેલીરેડ TV ખરીદ્યું. આજુ બાજુ ના છોકરા પણ જોવા આવી જતા..એક દિવસ TV જોતતા ત્યારે સંદેશો આવ્યો કે સુરેન્દ્ર લાલ કોસંબા ખાતે ગુજરી ગયા છે.ને કાલે અગ્નિ દાહ આપવાનો છે માટે તે પહેલા પહોચી જજો.હું ને મીના બેગ તૈયાર કરી દાદર સ્ટેસન પોહચી ગયા.પહેલી ગાડી જે મળી તેમાં બેસી ગયા.બેઠા પછી માલમ પડ્યું કે ગાડી કોસંબા ઉભી રહેતી નથી.અમો સુરત ઉતરી ગયા.સુરત તપાસ કરી તો લોકલ સવારની હતી તે કામ ન લાગે માટે રીક્ષા ની તપાસ ચલાવી.ખુબ તપાસ પછી એક રીક્ષા વાળો તૈયાર થયો.તે પણ જ્યારે તેને સમજાવ્યો કે મૈયત માં જવું છે ત્યારે.અમે રીક્ષા માં બેઠા.મીનાને એના ઘરેણા ની બીક હતી.રસ્તો ઝાડી ઝાંખરા વાળો હતો ખાડા ટેકરા બહુ આવતા.કોસંબા પોહ્ચ્યા ત્યારે રાત્રે અગિયાર વાગી ગયા હતા.સવારના સ્મશાને અગ્નિ દાહ આપ્યો.બે દિવસ રહ્યા પછી મુંબઈ પાછા ગયા. સુરેન્દ્રલાલ મીના ના બનેવી થતા અને મારા સાઢું ભાઈ.કંચનબા મીનાની બા હતા.  થોડા દિવસ ગયા હશે ને મીનાને પેટમાં દુખાવો ઉપડ્યો.ડોક્ટર વનલીલાને બતાવ્યું.મેં વિચાર્યું કે અરવિંદ શાહ ને કેમ ના બતાવું. ?તે વધારે અનુભવી કેહવાઇ.બા પણ તે વખતે ઇન્ડિયા માં હતી.તે અમારી સાથે આવી હતી. ડોકટરે દવા લખી આપી અને રેગ્યુલર ચેક અપ કરવાનું કહ્યું.મીનાને ઓબઝરવેસન માં રાખી.જેમ દિવસ ગયા તેમ શારીરીક તકલીફો વધતી ગઈ.આ અરસા માં કંચન બા નું અવસાન થયું.આ ઘા મીના માટે કારમો હતો.અમો જેમ તેમ અંકલેશ્વર પોહ્ચ્યા.ઘોડા ગાડી માં થી ઘરમાં પેસતાજ તે ઉમરા પર ફસડાય ગઈ.અને જોર જોરથી રડવા લાગી અને પછી હિબકે ચઢી ગઈ.અશ્રુ બેન બેબી બેન અમરતલાલ ને ભુપેન્દ્ર ભાઈ ના પ્રયત્ન થી શાંત થઇ પણ પાછુ યાદ આવતું ત્યારે રડી ઉઠતી ત્યારે મીના પ્રેગનન્ટ હતી ડોક્ટરની જરૂર હતી માટે વેહલી તકે અમે મુંબઈ પાછા ફર્યા.ડોકટરે દુઆડીલ નામની ટીકડી લખી આપી હતી. વારે વારે બેબી ઉધું થઇ જતું હતું તેથી તકલીફો બહુ થતી હતી.પણ કોઈ સ્તિથી સાશ્વત નથી.મીના ડોક્ટર શાહ ની હોસ્પીટલ માં હતી.રોજ સવાર સાંજ હું તેની ખબર પૂછવા તથા કઈ જોઈતું કરતુ લાવવા પૂછવા જતો. એવી એક સવારે હું જેવો હોસ્પીટલ માં પેઠો અને વોર્ડ માં ગયો કે નર્સે ખબર આપી કે બેબી ગર્લ આવી છે મીના આથી બહુ નાસી પાસ થઇ.અખમાં થી ધડ ધડ આસું સરી પડ્યા.મેં કહ્યું કે વોહી હોતા હૈ જો ખુદા કો મંજુર હોતા હૈ.એમાં તારું કે મારું ચાલે તેમ નથી.મેં કહ્યું કે આજના જમાના માં છોકરો કે છોકરી બન્ને સરખા. મને કાઈ ફરક પડતો નથી.વખત જતા મીનાને અમારી બીજી દીકરી ગમવા માંડી.તે તેની સતત દરકાર લેતી અમે તેની નામ કરન વિધિ રાખી તેનું નામ પૂર્વી રાખ્યું.પૂર્વી સ્કુલે જતી થઇ એટલે તેને પણ પ્રીતિ ની સ્કુલ માં દાખલ કરી.સ્કુલ ઘરની નજીક હતી.સ્કુલ ઈગ્લીશ મીડીયમ હતી.મીના પૂર્વી ને સ્કુલે મુકવા જતી ત્યારે નાસ્તો પોપટ ની દુકાને થી અપાવતી.એક દિવસ મીના મુકવા ના જઈ શકી ત્યારે પૂર્વીએ નાસ્તો પોપટની દુકાનેથી લીધો.પણ જયારેદુકાનદારે પૈસા માગ્યા.ત્યારે પૂર્વીએ કહ્યું મમ્મી અપશે.જયારે મીનાને ખબર પડી ત્યારે મીનાએ દુકાનદારને ધમકાવી નાખ્યો. ને કહ્યું મારી હાજરી સીવાઈ કાઈ પણ આપવું નહિ.કારણકે છોકરા ને વારે ઘડીએ ઉધાર લેવાની કુટેવ પડી જાય.એને પહેલે થીજ દાબવી પડે.પૂર્વી ને સ્કુલમાં થી જ બુક કીપીંગ લેવડાવ્યું હતું. આગળ જતા પૂર્વી મુબઈ માંથી ફર્સ્ટ ક્લાસ બી કોમ થઇ અને અમેરિકા જઈ CPA થઇ અને લાઇસન્સ ની પરીક્ષામાં પાસ થઇ. અત્યારે પૂર્વી હિટાચી કુ માં સીનીઅર ગ્લોબલ મેનેજર છે. આમ અમારે પ્રીતિ અને પૂર્વી બે દીકરીઓ થઇ.અમારો સંસાર પૂર્ણ થઇ ગયો.

દ્રશ્ય-45-મારો વધુ અભ્યાસ

મને થતું કૈક મારામાં કંઈક ખૂટે છે.તે દિવસો માં જ્યાં ત્યાં ફીનાન્સ ની વાતો થતી.એવામાં એક દીવસ પપેર માં જાહેર ખબર વાચી કે બજાજ સ્કુલ ઓફ મેનેજમેન્ટ અને મુંબઈ યુનિવરસીટી શરુ કરેછે નવા કોર્સીસ વિથ લીમીટેડ સીટ્સ.અડ્મીસન ઓન્લી બાઇ મેરીટ્સ.દરેક બ્રાન્ચ માં ચાલીસ કેન્ડીડેટ જોબમાં પોઝીસન પણ જોવાશે.ફીસ રૂપિયા બારસો.એક વરસનો કોર્સ.મેં તુરંત એપલાઈ કર્યું.એપ્લીકન્ટની સીલેક્સન પહેલા તેમને બે આઇ કયું ટેસ્ટ આપવાની હતી.બે હઝાર કેન્ડીડેટે એપ્લાઇ કર્યું હતું.તમાંથી બસો ચાલીસ કેન્ડીડેટ ને લેવાના હતા.ટેસ્ટ ની તારીખ આવી ગઈ નંબર જોઈ આવ્યો વાચવા નું તો કઈ હતુ નહી ટુકા સવાલ ને યસ નો જેવી ટેસ્ટ.આપાર કે પેલે પાર જેવી ટેસ્ટ હતી ટેસ્ટ આપી રીઝલ્ટ ની રાહ જોવાતી હતી.જમનાલાલ બજાજ મનેજ મેન્ટ સ્કુલમાં તપાસ કરવા ગયો ત્યારે ખબરપડી કે રીઝલ્ટ ઘરે લેટરથી આવશે.બે ચાર દિવસ પછી લેટર આવ્યો કે તમે ટેસ્ટ માં પાસ છો.ને તમારો ઇન્ટરવ્યુ આ તારીખે છે ઇન્ટરવ્યુ વખતે આ લેટર સાથે લાવવો.ઇન્ટરવ્યુમાં તમે સિલેક્ટ થાવ પછી રૂપિયા અઠસો ભરવાના રહેશે.હું ઇન્ટરવયું માં પાસ થઇ ગયો.પણ મને પૂછવામાં આવ્યું કે તમે રોજ થાણાથી ચર્ચગેટ આવી શકશો ?ક્લાસ દરોજ સાંજે છ થી સરુ થશે.કોલેજ રાત્રે નવ વાગે છુટશે.મેં કહ્યું હું જરૂર આવી શકીશ.મને અડ્મીસન મળી ગયું.હું ક્લાસ માં ગયો ત્યારે ખબર પડી કે મારા જુના મિત્રોમાં થી શ્રોફ અને મેહતા બે હતા.અમે રોજ ક્લાસમાં મળતા અને જૂની યાદો તાજી કરતા.હું ઓફીસ માંથી ચાર વાગે નીકળી છ વાગા સુધી કોલેજ પોહચી જતો.એવામાં ત્યાં એક દિવસ સર્વોત્તમ ઠાકોર સાહેબ મળી ગયા.તેઓ અમારી સિસ્ટર કંપની માં ઇડીપી ઓફિસર અને મારી કોલેજમાં કમ્પ્યુટર ના પ્રોફેસર હતા.તેઓ મને તેમની કારમાં દરોજ લઇ જતા.આથી થોડો સમય જરૂર બચી જતો અને થાક ઓછો લાગતો. દસેકવાગે ઘરે પોહચી ટપાલ વગેરે જોતો પછી જમતો. સુતા સાડા અગિયાર થી બાર થઇ જતા..ક્યારેક હોમવર્ક હોઈ તો સુવાનું પણ લંબાઈ જતું.હું રજાને દિવસે પુવી ને બાજુ માં ગોદડી પર સુવાડી મારું વાંચતો.અમે ચાલીસ છોકરા આ કોર્સ માટે સેલેક્ટ થયા હતા.તેમાંથી સાત છોકરા પાસ થયા હતા.તેમાં મારો પણ નંબર હતો.જોકે હું બે પાર્ટ કરી પાસ થયો હતો.મારા મિત્રોએ તો છોડી દીધું હતું.ત્યાર પછી આ કોર્સ બંધ થઇ ગયો કારણ યોગ્ય કેન્ડીડેટ મળતા નહિ.મેં મારું સ્વપ્ન પૂરું કર્યું.ઓફિસે મને ફીસ ભરી હોઈ તે પાછી આપવા જણાવ્યું.પણ મેં ના પાડી. મને પાસ થયાનો સંતોશ હતો. એકવધુ ડિગ્રી મારા નામ સાથે જોડાઈ. હવેહુંB.COM.,A.C.A.,D.M.A. થયો.કોલેજ માં જતો ત્યારે આગળ થી પણ બોર્ડ પર લખેલું વંચાતું નહિ.એટલે અખના ડાક્ટર ને બત્વ્યું તેણે આખ તપાસી કહ્યું તમને ચશ્માં ની જરૂર છે.મને બેતાલા ના ચશ્માં આવી ગયા.તે વખતે મારી ઉમર બેતાલીસ વરસની હતી. તે વર્ષ 1973 નું પુરું થવા આવેલું.

દ્રશ્ય-46-મહેશ ના લગ્ન

રોજ ઓફિસે થી આવી ટપાલ જોવાનું કામ મારું હતું.અમારા ડ્રોઈંગરૂમ માં રેડીઓ કેસ હતું તેમાં રો જ ની રોજ ટપાલ મુકાતી. હું આવીને જોઈ લેતો.નકામી હોઈતે તુરંત વેસ્ટ પેપર બાસ્કેટ માં જતી.અને કામની હોઈ તેનો નિકાલ કરતો.એમાં સગા સબંધીઓના પત્રો હોઈ તેના જવાબ આપી દેતો.ભાઈઓના પણ પત્ર અમેરિકા અને કેનેડા થી આવતા.એવી એકસાંજે ટપાલ જોતોતો તેમાં ભાઈમહેશનો કેનેડાથી પત્ર હતો.મહેશ તે વખતે એકલો જ હતો ને ટોરેન્ટો માં રહેતો હતો.પત્રમાં તેને લગ્ન કરવાની ઈચ્છા દર્શાવી હતી.અને તે પણ ઇન્ડિયા ની કન્યા સાથે.મેં અહીંથી જવાબ લખ્યો તેમાં ત્યાં સેટલ થયેલી ઇન્ડિયા ની છોકરી વધારે સારી.કારણ તેને ટ્રેઈન કરવાની ના હોઈ.વળી નોકરી ચાલુ હોઈ એટલે ઇન્કમ સપોર્ટ પણ સારો.આમ બધી વાતે સારું પડે.ફક્ત ચેક કરવું પડે.વળતા જવાબ આવ્યો તેની ઈચ્છા ત્યાની છોકરી સાથે કરવાની નથી.તેણે તાજેતરમાં તેના ઇન્ડિયન મિત્ર નો કેવો ફિયાસ્કો થયો તે કારણ દર્શાવ્યું.અને જણાવ્યું કે હું અગલા મહીને ઇન્ડિયા આવી રહ્યો છું માટે છોકરી જોઈ રાખજો.અને બીજું કે મને એકવીસ દિવસ થી વધારે રજા મળી શકે તેમ નથી.પત્ર મળતાજ મેં ચક્રો ચાલુ કરી દીધા.મુંબઈ સમાચાર ને ટાઈમ્સ માં જાહેર ખબર આપવા જાહેર ખબર ડ્રાફ્ટ કરી.મુંબઈ સમાચાર ની અમારી નીચે રેહતા પ્રકાશ ને આપી.તે વખતે તે મુંબઈ સમાચાર ની ઓફીસ માં કામ કરતો હતો બા રોજ સાંજે મંદિરે જતી મંદિરમાં તેની ઘણી ઓળખાણ હતી.તેમાંની એક ઓળખાણ એટલે પ્રભા ની બા. સદભાગ્યે તેમનો છોકરો નાનાલાલ મને ઓળખે.એ પણ ચાર્ટર એકાઉટંટ. એક અઠવાડિયા માં જાહેર ખબરના જવાબો આવી ગયા.રિસ્પોન્સ સારો આવ્યો હતો. જવાબો લીસ્ટ ઓઉટ કર્યા.અને ઇન્ટરવ્યુ લિસ્ટ તૈયાર કર્યું. લિસ્ટ કરતી વખતે એડ્જ્યુંકેશન ,ઉમર ,ફેમિલી વગેરે ધ્યાન માં રાખ્યા. પ્રોગ્રામ એવો રાખ્યો કે પહેલા દશ બાર દિવસ જોવાનું ,મળવાનું.દરોજના બે થી ત્રણ કેન્ડીડેટ, સવાર બપોર ને સાજ. જે આપણા હિસાબે યોગ્ય ના લાગે. તે પહેલી મીટીંગ માં આઉટ. યોગ્ય કેન્ડીડેટ મળ્યા પછી ફેમીલી મીટીંગ કરી પાકું કરવું. પછી વિધી ને લગ્ન અને આખર માં વિદાઈ.મહેશ આવ્યો તેને એરપોર્ટ પર રીસીવ કરી ઘરે લઇ આવ્યા.અને તેજ સવાર થી છોકરીઓ જોવાનું ચાલુ કરી દીધું. રોજ ત્રણ મીટીંગ થતી.તેમાં પાર્લે પ્રોડક્ટ વાળાની પણ છોકરી હતી.મીના અને બા ને બહુ કામ રેહતું.મેહમાનો ની તેહનાતમાં.ચાઈ નાસ્તો તૈયાર રાખવા હરેક મીટીંગ વખતે. બહુ છોકરીઓ જોયા પછી મહેશે બા ની બેનપણી વાસંતીબેન ની છોકરી પસંદ કરી. તેઓ મૂળ નંદરબારના હતા અને વરસો થી મુંબઈ વસેલા. આપણી માફક આપ બળે એસ્ટાબ્લીશ. તેમના બાપા હયાત ન હતા..બે ભાઈ નાનાલાલ અને ચીમનલાલ icic.  કંપની માં નોકરી કરતા અને સારું કમાતા છોકરી સાયન્સ ગ્રેજ્યુએટ હતી. લગ્ન પછી થોડો વખત નોકરી કરી હતી. પગાર અમે પૂછતાં નહિ કે પૈસા અમે લેતા નહિ. મહેશ ને જવાને હવે સમય બહુ થોડો હતો.તેથી તેમની સાથે વાતચીત કરી નક્કી કર્યું કે લગ્ન આર્ય સમાજ હોલ માં કરવા. તે માટે સંતાક્રુઝ નો હોલ બુક કર્યો. લગ્ન વિધિ પછી રીસેપ્સન રાખ્યું. લગ્ન સારી રીતે પતી ગયા. અમે નવ વરવધૂ ને ટૅક્સી માં ઘરે લાવ્યા. અન્ય કુટુંબીજનો પણ ટૅક્સી માં આવ્યા. મેં ચારેક ટૅક્સી કરી હતી. મેં ને મીનાએ અમારો બેડ રૂમ મહેશ ને આપ્યો. તે રાત કદાચ તેની આખરી રાત હતી. બીજે દિવસે તે કેનેડા જવા ઉપડી ગયો. પણ પ્રભા ને ના લઇ જઈ શક્યો.પ્રભાના પેપર ફાઇલ થઇ ગયા પણ વિસા આવ્યો નહતો.મેડીકલ તપાસ માં એમ્બોસ એ એકસરે નો વાંધો ઉઠાવ્યો હતો.મેડીકલ જ્યાં સુધી ક્લીયર ના થાય ત્યાં સુધી વિસા મળે નહિ. અમે એક પછી એક એક્ષ્રરે રજુ કર્યા અને સાથે ડોક્ટરનું ઓકે સર્ટીફીકેટ. પણ તે કાઈ કામ ના આવ્યું. આ બાબતમાં મહેશ સાથે સતત સંપર્ક રેહતો.મહિના ઉપર મહિના જવા લાગ્યા ને ચિતા થઇ કે આ પ્રોબ્લેમ કેમ સોલ્વ કરવો. શું મહેશે ઇન્ડિયા હમેશ માટે આવી જવું પડશે ?શું તેને અહીં ફાવશે ?વગેરે સ્વાભાવિક પ્રશ્નો ઉભા થયા.જીવનની શરુઆત કડવી થઇ ગઈ. હું ને બા ચિંતિત હતા. મેં ત્યાં કોઈ લોયર ની સલાહ લેવા નું સુચન કર્યું. પણ મહેશે જાતે ત્યાં અઢિયા નો સંપર્ક કર્યો. અઢિયા આપણા ઇન્ડિયન હતા અને તે આપણા લોકોને તેમના પ્રોબ્લેમમાં મદદ કરતા.તેમની મદદ થી અને લોયર ની સલાહ થી આખરે વિસા પ્રશ્ન ઉકલી ગયો.મહેશનો મેસેજ આવી ગયો કે જેવો વિસા હાથમાં આવે કે પ્રભા ને મોકલી દેશો. મેં ચીમનભાઈ તથા નાનાલાલને આ ખુશ ખબર આપ્યા.બધા ખુશ થયા. મેં ટ્રાવેલ એજંટ મામા તાહેર કને એક ઓર ટીકીટ કપાવી.જવાનો દિવસ આવી ગયો.અમો સર્વે ટેક્ષી કરી એરપોર્ટે ગયા.નાનાલાલ ચીમનલાલ વાસંતી બેન પણ હતા.શાંતા માસી તથા રાજુમાસા પણ હતા.ટોરંટો જતા વિમમાનની અનોઉન્સમેન્ટ થઇ અને પ્રભાભાભીએ સિક્યુરિટી ગેટ તરફ પ્રયાણ કર્યું. બધા શુભ વિદાઇ આપી ઘરે પાછા ફર્યા.ઘરની ઔર એક વ્યક્તિ વિદેશ ગઈ. મને દરેક ઉડાન વખતે બેલુર મઠ વાળા સાધુ ની આગાહી યાદ આવતી ‘ઇસ ઘરમે ફોરીન જાના ફુદીના કી ચટણી બરાબર હોગા. બા હમેશાં ચિંતા કરતી કે છોકરા એકલા ત્યાં કેવી રીતે રહેતા હશે. શું ખાતા હશે ને શું પીતાં હશે ?વગેરે પ્રશ્નો તેના મગજને થકવી નાખતા.પણ હવે તેને બહુ રાહ જોવી નહિ પડે. ઈશ્વરને વધારે ફિકર છે. પ્રભા ને ગયે ખાસ્સો સમય થયો હતો તેને બે દીકરીઓ પણ હતી ગીતા અને કવિ. મનુ ભાઈ કેનેડામાં મહેશ સાથે રેહતો.ગોપાળ ના યુએસે ગયા પછી તે યુએસે મુવ થઇ ગયો.

દ્રશ્ય-47-બા નું પરદેશ ગમન

બા હમેશાં ચિંતા કરતી કે છોકરા એકલા શું કરતા હશે ? શું ખાતા હશે ? પારકા પરદેશમાં કેમ રેહતા હશે?વગેરે પ્રશ્નો તેને સતત મુંઝવતા.એને કદાચ એમ પણ થતું હશે કે મેં કાઢી મુક્યા.વળી રંજન પણ વરસ થયા ત્યાં હતી તેની પણ ચિંતા થતી.હવે મારા પરીવાર સીવાય અહી બીજું કોઈ હતું નહી. હવે ફ્રીક્સન ઓછુ થતું પણ જનરેસન ગેપ ઓછો થવાનો છે ?.જેમ નવી પેઢીઓ આવતી જાય તેમ નવા વિચાર નવી લાઈફ સ્ટાઈલ આવતી જાય તેને કોઈ રોકી શકે નહિ.જૂની પેઢી સમજી ને અડ્જસ્ત ના થઇ શકે તો કાં તો સંઘર્શ થાય કાં તો જુદા થાય કાં તો રોજ કકળાટ થાય ને નાહકના દુખી થાય.મેં ચાર પેઢી જોઈ મારા દાદા મારા બાપા હું ને મારા છોકરાઓ.દુનિયા રોજ બદલાઈ રહી છે વાતાવરણ પણ ઘણું બદલાઈ રહ્યું છે એને કોઈ રોકી શકે નહિ.સ્વીકારો અને અનુકુળ થાવ એજ સુખી થવાનો રસ્તો.બધા ગયા પણ મારો તેમની સાથે સતત સંપર્ક રેહતો.હું બધાનો પ્રોગ્રેસ પૂછતો ને સંતોશ પામતો. ત્યાં થી અવર નવર ચોકલેટ્સ રમકડા વગેરે મોકલાવતા.એવામાં મહેશ નો એક દિવસ પત્ર આવ્યો કે બાના વિસા ની વીધિ પતી ગઈ છે જેવો લેટર મળે કે તુરંત મુંબઈ ઓફીસ નો સંપર્ક કરશો જેથી વિલંબ ના થાય. બા ની જવાની તૈયારી મારે કરવાની હતી.બા ના લઇ જવાના ઘરેણા પાર્લા માં સોની હતો. તેની દુકાન માર્કેટ માં હતી.જુના ભંગાવી તેમાં ઉમેરવું પડે તે ઉમેરી નવા કરી દીધા.મહેશ ની છોકરીઓ ને આપવાની વસ્તુઓ પણ કરાવી લીધી.રંજન ગઈ ત્યારે તેના ઘરેણા લઇ ગઈ હતી. બા મોટાઈનાગુજરી  ગયા પછી સફેદ લૂગડાં પહેરતા.આથી ભૂલેશ્વર તથા કાલબાદેવી જઈ સફેદ સાડલા ખરીદ્યા.બાના જોડા તથા ચંપલ પાર્લામાં થી લીધા.તિતલી તંબાકુ ના ડબ્બા ,ચૂનાની ડબ્બી ઓ વગરે બા ની ઉપયોગી વસ્તુઓ ની ખરીદી પૂરી કરી. ત્યાર પછી સત્ય નારાયણ ની પૂજા હમેશ મુજબ રાખી.બા પૂજા માં બેઠી હતી સગાં સબંધીઓ ની હાજરી માં પૂરી કરી.બા ને મળવા અનેક શુભેચ્છક આવ્યા. જૂની વાતો નવી થઇ. વાતાવરણ ઈમોસનલ થઇ ગયું.મંદિર ની મંડળી પણ તેમાં સામેલ હતી. ગળે મળ્યા ને છુટા પડ્યા. સાડી ના પાલવ થી આખો લુછી.આવજો અને તબીયત સાચવજો ના અવાજ સાથે છુટા પડ્યા.એમ્બસી માં થી લેટર આવ્યો તે પછી બાને મેડીકલ ચેક અપ માં લઇ ગયા.મેડીકલ ઓ.કે. થયું ને વિસા મળી ગયો. વિસા ની મુદત અંદર કેનેડા પ્રયાણ કરવું રહ્યું. પણ બા ની મને એ ચિંતા હતી કે ઇંગ્લિશ માં વાત ના કરી શકે તો પરદેશમાં પોતાનો રસ્તો કેમ કાઢશે.હું કોઈ ગુજરાતી ફેમિલી ટોરંટો જનાર હોઈ તેની તપાસ માં હતો.પણ કોઈ મળતું નહિ.આજથી 40 વરસ પહેલા બહુ થોડા લોકોપરદેશ જતા અને તે પણ બા ની ઉમરમાં તો જુજ.પણ બા ને વિશ્વાસ હતો કે ભગવાન જરૂરમદદ કરશે.તેની હિમત સારી હતી આજના જેવી ઈ -મૈલ નીવ્યવસ્થા તે વખતે નહોતી કે મેસેજ મોકલી કમ્પેનિયન ઢુંઢી લેવાઈ. બા ની ટીકીટ આવી ગઈ.તે પણ ટ્રાવેલ એજન્ટ મામા તાહેર પાસે લીધી.તે સમયે રૂપિયા સાત હઝાર પાંચસો આપ્યા હતા.એ વાયા ન્યુ યોર્ક થઇ ટોરંટો જનાર flight હતી. જેમાં ગોપાલ ન્યુ યોર્ક થી બા સાથે ટોરેન્ટોજવાનો હતો. ન્યુયોર્ક સુધી તે flightમાં એકલી જવાની હતી.બધું પ્લાનીંગ જડબે સલાક હતું.જવાના દિવસે અમો બધા બા ને મુકવા એર પોર્ટ ગયા.બેગેજ ચેક ઇન કરવા લાઈન માં ઉભા હતા.મારી નજર કોઈ કમ્પેનીયન ઢૂઢતી હતી.એટલામાં એક બા જેવા બેન લાઈન માં અમારાથી થોડે આગળ ઉભા હતા.હું ત્યાં ગયો ને તપાસ કરી તેઓ ન્યુ યોર્ક જતા હતા.તેઓ આગળ પણ એક વાર જઇ આવેલા પણ તેમને ત્યાનું જીવન ગમતું નહિ.તેઓ પરાણે જતા લાગ્યા.તેઓ પણ ઈંગ્લીશ માં વાતચીત કરી શકતા નહિ મેં તેમને બા નું ધ્યાન રાખવાનું કહ્યું.તેમણે ભલે કહ્યું અને મને થોડી શાંતિ થઇ. એટલામાં અનોઉસમેન્ટ થઇ “ ઓલ પેસેન્જરસ ઓફ કેનેડિયન ફ્લાઈટ શુડ પ્રોસીડ ટુ સેક્યુરીટી ગેટ”.બા ને ગેટ સુધી મૂકી આવ્યા ને દેખાતી બંધ થઇ ત્યાં સુધી હાથ હલાવે રાખ્યા.બધું પત્યા પછી અમે ઘરે ગયા.તે રાત મને ઉઘ બરાબર આવી નહિ.આખી રાત વિચારોમાં મન અન્ટવાઈ ગયું.તે વખતે ટેલીફોન બહુ મોઘા હતા.મારા ઘરે ટેલીફોન હતો નહિ. ક્યાંતો પોહ્ચ્યા નો તાર આવતો કે પત્ર.સુખરૂપ પોહ્ચ્યા ની ખબર મળી ત્યારે શાંતિ થઇ..રોજના રૂટીન માં અન્ટવાઈ ગયા.બા ના ભણકારા ઘર માં હજીએ વાગતાં હતા. બા ની યાદ હર હમેશ આવતી.પ્રસંગો પાત વધારે આવતી.

દ્રશ્ય-48-નાસિક,શિરડી,અજંતાઅને ઈલોરનો પ્રવાસ

બા ગઈ તે વરસ 1975 નું હતું.તે પછી મારી કંપની લઇ લેવાની વાતો થતી હતી.અમારી કંપની નું લાઇસન્સ 1977 માં પૂરું થતું હતું.જો મહારષ્ટ્ર સરકાર કંપની લે તો બધા ટોપના માણસો ને ના લે.તો ટોપ ના માણસો માં હું આવી જાંવ  એટલે મારી નોકરીનું સો ટકા રીસ્ક.હું કેટલાયે સમયથી બાહરગામ ગયો નહતો.તેથી મારું એલ ટી એ જમા થયું હતું.જે કંપની જતાપહેલા વાપરી નાખવાનું હતું ખીચડીયા મારા સહ કાર્યકર હતા.મેં સરુ કરેલી મેરજ બ્યુરોસંસ્થામાં મારી સાથે કામ કરતા.તેમણે મને નાસીક માટે ભલામણ અનેક વાર કરી હતી.મેં તેમને અઠવાડિયા માટે ફેમીલી સાથે નાસિક જવાની વાત કરી.તેમણે મને ટ્રસ્ટી નો ભલામણ પત્ર આપ્યો અને કહ્યું કે જગ્યા નદી ને કિનારે છે બહુ સેફ અને ચોખ્ખી છે.તે વખતે લોકો ટુરીસ્ટ તરીકે નહિ પણ યાત્રાળુ તારીખે જતા. એટલે બહુતીક સારી  હોટેલો ન હતી.મેં ભલામણ પત્ર લઇ ગજવામાં મુક્યો.બીજે દિવસે બસ ટેર્મીનલ પર જઈ નાસિકની ટીકીટો બુક કરાવી.ઘરે આવી મુસાફરી માટે તૈયારી કરી.મીનાએ તેની અને બે દીકરીઓ ની પેટી તૈયાર કરી.બહુ સામાનની હું વિરુધ માં હતો.અમે જાતે મેનેજ કરી શકીએ એટલો સમાન  રાખ્યો.મુકરર દિવસે હમો બસ ટેર્મીનલ પર જઈ બસ પકડી.તે વખતમાં લકઝરી બસો હતી નહી.બસમાં સીટને ગાદી પણ નહિ.અમો સાંજના નાસિક બસ ટેર્મીનલ પોચ્યા ત્યારે ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો.ઘોડા ગાડી કરી ઉતારે ગયા.ગાડી હદથી આગળ જઈ શકતી નહી.તેથી બેગો ઉતારી સમાન સાથે ચાલવા માંડ્યું. ગાડીવાળો પૈસા લઇ ચાલ્યો ગયો.નાનો સાંકડો રસ્તો ઉતારા તરફ જતો હતો.રસ્તાની એક બાજુ મકાન ની હરોળ હતી.અને બીજી બાજુ નદી હતી.સામે કિનારે થોડા ઘટાદાર વ્રુક્ષો હતા.તેના ઉપરથી કાબર નો કિલબીલાટ સભલાતો હતો.દશેક મિનીટ ચાલ્યા પછી થોડા મકાન મૂકી સેનેટરીયમ નું મકાન આવ્યું.અહી અમારો ઉતારો હતો.હું મીના તથા છોકરાઓ અંદર ગયા.એક વયો વૃદ્ધ કાકા ખખડાટ સાંભળી નીચે આવ્યા.મેં નમસ્કાર કરી ભલામણ કાગળ આપ્યો. મારા નામ ઠામની રજીસ્ટરમાં નોધણી કરી.મેં દસ રૂપિયાની નોટ ધરી ને કહ્યું કે હું ફમેલી વાળો આદમી છું.એકતો પૈસા અને ભલામણ પત્ર બેઉ કામ કરી ગયા. કાકાએ અમને ઉપરનો ઓરડો આપ્યો જેને એક ગેલરી પણ હતી. છોકરાઓને ગેલરીમાં બેસી નદી માં થતી ક્રિયાઓ નિહાળવાની ગમ્મત આવતી.મુંબઈ માં આવા દ્રશ્યો જોવા મળતા નહિ.નદીમાં ભૂલકાઓ નાહતા ,ઢોરો પાણી પિતા, બૈરાઓ કપડા ધોતાં.આખા દિવસની મુસાફરી નો થાક અને રસ્તામાં સરખી ચા ના મળવાથી સુસ્તી લાગતી હતી.કાકાએ અમને સ્ટવ કપ રકાબી તપેલી વગેરે આપ્યા.મીનાએ મસાલા ની સરસ ચા બનાવી. અમે કાકાને પણ ચા માટે બોલાવ્યા.ચા પીતા એમની સાથે નાસિક ની જોવા જેવી જગ્યા ની માહિતી લીધી તેમજ જમવા માટે સારી લોજ કે રેસ્ટોરાં ના લોકેશન પૂછ્યા.ચા ને નાસ્તો કર્યા પછી અમો તૈયાર થઇ ઘોડા ગાડીમાં બેઠા.ગામમાં ફરી લોજ માં ભાણું જમ્યા.તે વખતમાં આજના જેવી રેસ્તોરંટ ના હતી.જમી પરવારી ઘોડા ગાડી કરી ઘેર આવ્યા.કાલ નો પ્રોગ્રામ કરી સુઈ ગયા.થાકી ગયા હતા એટલે ઉઘ આવી ગઈ.બીજે દિવસે સવાર ના ઉઠી નિત્યક્રમ પરવારી રિક્ષા માં બેઠા. અમે રિક્ષા સવારે નવ થી બાર ને સાંજે ચાર થી સાત લેતા.બપોરે જમવા લોજ માં જતા અને પછી આરામ કરી સજના ચાર વાગે પાછા રિક્ષા માં બેસતા આમ કરી નાસિક તથા તમ્બ્કેશ્વર જોઈ લીધા પચવટી, સીતા ગુફા વગેરે સ્થળો ની મુલાકાત લીધી.અમે નાસિક માં ચાર દિવસ રહ્યા.સેનાટોરીયમ ના કાકા અમારા પર મેરબાન હતા.પાંચમે દિવસે અમે બસ માં શિરડી રવાના થયા.બસ ખીચો ખીચ ભરેલી હતી.સાંજે શિરડી પોહ્ચ્યા.શિરડી પોહ્ચતા પહેલા મેં વાત વેહતી મૂકી હતી કે જે ફેમીલી ને અમારા અજંતા ઈલોરા ગ્રુપ માં જોડાવું હોઈ તે મને મળે.આઠ દસ ફેમીલી તૈયાર થઇ ગયા.તે બધાને તેમની ટીકીટ બુક કરવા કહ્યું. અમો બીજે દિવસે બધું પરવારી બસ સ્ટેશને ભેગા થયા અને દરેકે પોતપોતાના પરિવારની ટીકીટ બુક કરાવી.હું મીના તથા બે દીકરીઓ ઘોડાગાડીમાં બેસી શાકોરી ગયા.શાકોરી માં બ્રહ્માંકુમારી નો આશ્રમ છે.બપોરે શિરડી આવી સાઈબાબાનાદર્શન કરી રસોડે જમ્યા.કઈ હજારો લોકો રોજ જમતા હશે.તે વખતે શિરડી ધામમાં હોટેલો નોહતી કે રેસ્ટોરાં. ત્રીજે દિવસે અમે ઓઉરંગાબાદ ની બસ માં બેઠા.અમારી સાથે અમારા ગ્રુપ ના મેમ્બરો પણ હતા.બસ ઉપાડતા કોઈકે સાઈ બાબાની જે બોલાવી અને બધા એ ઉપાડી લીધી. સમી સાજે બસ ઓઉરંગાબાદ પોહચી.અમે સૌ નીચે ઉતર્યા અને નકી કર્યું કે અશોકા હોટેલ માં જવું.બધી રીક્ષાઓ અશોકા હોટેલ તરફ રવાના થઇ. સાથે આવેલા બધા ફેમીલી અશોકા માં ઉતર્યા.સમાન વગેરે મૂકી ફ્રેશ થઇ જમવા ગયા.ઓઉરંગાબાદ કોઈ બહુ મોટું ગામ નહિ એટલે દુકાનો જલ્દી બંધ થઇ જાય.નજીક ની હોટલ માં જઈ જમી લીધું.નવ ઉપર વાગી ગયા હોવાથી સુઈ ગયા.બીજે દિવસે સવારના બસ પકડી અજંતાની ગુફાઓ જોવા ગયા.બડી વેરાન જગા હતી. ગરમી સખત હતી ગુફાઓ ની હરોળ હતી.એક પછી એક ગુફા જોઈ. કેટલીક તો બહુ અંધારી.તેમાં વિરાટ મૂર્તિઓ હતી.કેટલીકમાં તો ધોળે દિવસે દીવાસળી કે મીણબતી સળગાવી પડતી વિચાર આવ્યો કે આવા માં બુદ્ધ સાધુઓ રહેતા કેમ હશે ?આખો દિવસ ફરી ને થાકી ગયા હતા પણ ત્યાં કોઈ સોઈ નહતી.વળી પાછા જવા બસ પણ એક હતી. તે કોઈને પણ ચૂકવી પરવડે નહિ. બધા બસના સમય પહેલાજ પહોંચી ગયા.હવે ઢળતા સુરજે ગરમી ઓછી હતી.સમય થયે બધા બસમાં બેઠા.બસ ઉપડી એટલે જે બોલાવી. બસ ચાલી તેના રીધમમાં ઉઘ આવી ગઈ.ઉઠ્યા ત્યારે ઔરંગાબાદ આવી ગયું. રાત્રે જામી કરી સુઈ ગયા. બીજે દિવસે ઈલોરા ગુફા જવાનો પ્રોગ્રામ હતો.તે મુજબ બસ પકડી ઈલોરા ગુફા જોવા ગયા.અહી થોડા સમયમાં પતિ ગયું. ખાસ બે એક ગુફા હતી. ત્રીજે દિવસે ઔરંગાબાદ માં ફરવાનો તથા શોપિંગ નો પ્રોગ્રામ કર્યો. ખાસ બીજુતો કઈ જોવાનું હતું નહિ.બસમાં બેસી બજાર ગયા.ત્યા ઓઢવા પાથરવા માટે ચારસા સરસ મળે.અમે ચારેક ચારસા લીધા જે અમે અમેરિકા માં પણ વાપરીએ છીએ.ચોથે દિવસે ખીચો ખીચ ભરેલી બસમાં બે છોકરા લઇ ચઢ્યા અને ગોઠવાઈ ગયા. બીજે દિવસ થી રૂટીન માં પરોવાઈ ગયા.ભેગા કરેલા બ્રોચરો અને ફલાયરો વગર વાંચે અન્ટ્વાઈ ગયા. આ હતું 1974-1975 નું વર્ષ.

દ્રશ્ય-49-અમારી કંપનીનું ટેક ઓવર

અમારી કંપની નું લાઈસન્સ 1977 માં ખલાસ થતું હતું.જો મહારાષ્ટ્ર ગવર્મેન્ટ લાઈસન્સ રીન્યુ ના કરે તો કંપની જતી રહે. અને કંપની જવાની વાતો જોર પકડી રહી હતી. આથી સ્ટાફ નું મોરલ નીચે જતું હતું.લોવર સ્ટાફ તો ઠીક પણ ઓફિસર ક્લાસ બહુ ઇન્સીક્યોર ફિલ કરતો હતો. ખાસ કરીને નોન ટેકનિકલ સ્ટાફ.મોરલ બુસ્ટીગ મીટીંગ ચેરમેને બોલાવી હતી જેમાં ફક્ત નોન ટેકનિકલ અને ગણ્યા ગાંઠા ટેકનીકલ ઓફિસરોને બોલાવ્યા હતા.તેમાં મુખ્ય એકાઉટ સ્ટાફ.ચેરમેને એલાન કર્યું કે જે લોકો કંપની સાથે રેહવા માંગતા હોઈ તે હાથ ઉચો કરે.તેમને બાહે ધારી આપવામાં આવી કે અહી અથવા સિસ્ટર કંપની માં તેમને સમાવામાં આવશે.જેમ જેમ દિવસ પાસે આવતો ગયો તેમ અનસરટનટી વધતી ગઈ. એકબાજુ મહારષ્ટ્રબોર્ડે ઓફિસરના ઈન્ટરવ્યુંચાલુ કર્યા જેને લેવાતા તેને લેટર આપ્યા અને ત્રીસ દિવસની મોલત આપી. થાનાવાળા જેઓ મેઈનસ એન્જીનીયર હતા તેમને કંપની તરફથી જવાબ ના મળતા બોર્ડમાં જોડાઈ ગયા.ત્યાં તેઓ વધારે માન અને સત્તા પામ્યા.સર્વિસ પૂરી થતા કમ નસીબે ગુજરી ગયા.હિમત ભાઈ શાહ જેવો કંપની સાથે રહ્યા તેઓ ટી.બી ના શિકાર થઇ કમોતે ગુજરી ગયા.કંપનીએ હજારો ડીપોસટરો ની ડેપોસીટો પાછી આપવાનું ડીસીસન લીધું હતું.તે માટે જોઈ તા માણસો લેવા નું મને સોંપ્યું હતું કારણ કે અમારો સ્ટાફ બોર્ડ માં જોડાઈ ગયો હતો. મારું બેસવાનું હવે મુલુંડ કનેકશન સેન્ટર માં હતું. ભાંડુ પ નું અમારું નવું મકાન હવે બોર્ડ નું થઇ ગયું. મારી જે અપટુડેટ કેબીન હતી તેમાં બોર્ડનો ઓફિસર બેસતો. તેઓને જરૂર પડતી ત્યારે હું ત્યાં જતો અને સામે ની ખુરશી પર બેસી તેમની ગુચો ઉકેલતો.વિધિ ના લેખ અગમ છે મેં ઘણા જાણીતા અને નીડી છોકરા છોકરીઓ ને પાર્ટ ટાઇમ જોબ માટે લીધા હતા. આ કામ લગભગ છ મહિના ચાલ્યુ.કંપની ના મેનેજીંગ ડિરેક્ટર સાંજે એક વાર આટો મારતાં ને સ્ટેટીસસ્ટીકસ જોઈ લેતા.મૂડ હોઈ તો ચાહ પીતાં. પછી મારું બેસવાનું મુંબઈ ઓફિસમાં થયું. મુંબઈ ઓફિસ બેલાર્ડ એસ્ટેટ પર હતી બધું સવે કરતા વરસ પૂરું થયું.ઓડીટ કમ્પ્લીટ થયું. નવી બેલેન્સશીટ છપાઈ. શેર હોલ્ડર્સ ને મોકલાવી.કેટલાક જુના સ્ટાફ પાસે શેરો હતા અને કદાચ મીટિંગમાં વાંધા વચકા કાઢે. એટલે અમોને મીટીંગ અટેન્ડ કરવી પડી. પણ કશું થયું નહિ. મીટીંગ સારી રીતે પતિ ગઈ. એક બાજુ મારી પહેલાની કંપની ને મારી જરૂર હોઈ મને ટ્રાન્સફર કરવા દબાણ કરતી.જયારે મારી કંપની જ્યાં સુધી પૂરું સમેટી ના લેવાઈ ત્યાં સુધી છોડવા તૈયાર નહતી.આખરે ચૅરમૅન ના કેહાવાથી મારી ટ્રાન્સફર થઇ.ચેરમને મને મારી જૂની કંપની ના ચીફ ને મળવા કહ્યું. બીજે દિવસે હું તેમને મળ્યો. અમારે વાતચીત થઇ.તેમણે મારે માટે ચાહ ઓર્ડર કરી.મને તેમણે પગાર કહ્યો.મેં મારો હાલ નો પગાર તેમને કહ્યો.ડીફરન્સ ઘણો હતો. મેં કહી જોયું પણ તેમણે મજબૂરી બતાવી. હું ચૅરમૅન ની ઓફિસે ગયો અને તેમને કહ્યું કે આ નાઇન્સાફી છે. પગાર બહુ કપાયો છે. તેમણે કહ્યું કે તે ત્યાંના ચીફ ની જવાબદારી છે તમે તેમને કહો. ફરી પાછો હું તેમને મળ્યો ને વાત કરી. તેમણે ઓર સો ઓછા કર્યા. હું નાસીપાસ થયો.થયુકે મેનેજમેન્ટ ને બધી વાતે સહકાર આપવાનો આવો નતીજો?મારા વકીલ મિત્રે મને કાયદા નો આશરો લેવા કહ્યું અને ખાત્રી આપી કે હું તારો કેસ વગર ફી એ લઢીસ અને તને ન્યાય અપાવીસ.મેં તેને સમજ્યો કે પાણીમાં રહી મગર સાથે દુશ્મની ના થાય. મને નોકરી ની જરૂર હતી અને મારી વધતી ઉંમરે મારી પાસે કોઈ વિકલ્પ ન હતો કે નહોતી કોઈ ઇન્ફ્લુઅન્સ.મારી દીકરીઓ હજુ નાની હતી. તેને ભણવાની હતી પરણવા ની હતી.કેહવાની જરૂર નથી પણ ઈશ્વરનો ન્યાય અચૂક હોઈ છે. ગણતરી ના દિવસો માં ચીફ ને નોકરી છોડવી પડી. કારણ તો માલમ નથી પણ હકીકત સાચી હતી. મને જાણવા માં આવ્યું કે મારી અપોઈમેન્ટ મારી મેડિકલ ટેસ્ટ આધીન છે. એટલે કે મારી જૂની કંપની માં પાછા ફરવા મારે મેડિકલ ટેસ્ટ પાસ કરવી પડશે? મને ડોક્ટર પર લેટર આપવામાં આવ્યો. હું વળતે દિવસે ડોક્ટર પાસે ગયો. તેમની કલીનીક સાન્તાક્રુઝ માં હતી. ડોક્ટર ગુજરાતી હતા. તેમણે મને તપાસ્યો અને મને રિલેક્ષ થવા કહ્યું.મારા મગજમાં ચિંતા પેસી ગઈ.અને મારા પ્રયત્ન છતાં હું રેલેક્ષ ના થઇ શક્યો તેમને મને ત્રણ વાર તપાસ્યો.બધી વખત મારું બ્લડ પ્રેશર હાઈ આવતું હતું.ડોકટરે મને કહ્યું તમે મેડીકલી ફીટ નથી. હું એક દમ નર્વસ થઇ ગયો. મેં ડોક્ટરને સમજાવ્યાં કે નોકરી મારે માટે કેટલી જરૂરી છે અને બાયાધારી આપી કે મારા ફેમીલી ડોક્ટર પાસે દવા લઇ પ્રેસર નીચે લાવીશ. મારું આ કામ હું વરસો થી કરતો આવ્યો છું ને મને કોઈ તકલીફ થઇ નથી તો હવે શું થાય ? કંપની ના ડૉકટર મારી વિનંતી માની ગયા અને હું બચી ગયો. મેં મનોમન ઈશ્વરનો અભાર માન્યો.અને ડોક્ટરને થેન્ક્સ આપી હું ચાલ્યો ગયો. મારે કંપની માં પાછા નહોતું આવવું. તેને માટે મેં અથાગ પ્રયત્ન કરેલા.કેટલાયે ઈન્ટર્વ્યુ આપ્યા હતા. હું ઇન્ટરવ્યુ માટે અમદાવાદ ,આણદ મુંબઈ પુના કોલાપુર વગેરે શેહરો ગયો.મુંબઈમાં છેલા એક દોઢ વરસથી પ્રયત્ન કરતો પણ ફાવતો નહિ.અહી કપાયેલો પગાર પણ બધી ઓફર થી વધારે હતો. મેં પ્રેક્ટિસ માટે પણ બહુ પ્રયાસો કર્યા. મેં ગૂડ્વીલ આપવાની પણ મરજી બતાવી હતી. અને પ્રોફેશન માં પણ વાત વેહતી કરી હતી. એટલુંજ નહિ પણ મારી ખુદની પ્રેક્ટિસ સેટઅપ કરવા હું અંકલેશ્વર આખા દિવસની રિક્ષા કરી ઉદ્યોગીક વસાહત માં ફર્યો ને બધા ને મળ્યો અને વાત કરી. તેમને વિચાર બહુ ગમ્યો. કારણ હાલ તેમને આ કામ માટે સુરત કે બરોડા જવું પડતું. મારું મકાન અંકલેશ્વર માં હતું અને ખાસ્સું મોટું હતું. જેમાં મારી ઓફિસ થાય. મામા ની ભરૂચ ખાતે ઓફિસ હતી પણ ટાઇમ પાસ હતી. મામા નોકરી સાથે પ્રેક્ટિસ કરતા તેથી તેમનો સપોર્ટ ઝાઝો નહિ. વળી તેજ ઓફિસમાં જગમોહનદાસ બેસતા અને તે રિટાયર્ડ ઓડિટર હતા. તેઓ સરકારી કોઓંપરેટીવ ડિપાર્ટમેન્ટ માં હતા. મામાની ઓફિસ માં બેસતા અને કોઓપરેટીવ બેન્કોના ઓડિટ કરતા. જે મને કામ લાગે તેમ ના હતું. તેઓ બપોરે જમી ને આવતા અને ગાદી તકિયે આરામ કરતા. ઘી ઊઠીને ચાહ તથા ભુસા ભજિયા ખાતા. તેમના સાથીદારો સાથે ગામગપાટા મારી ઘેર જતા. તેમને મન પ્રેક્ટિસ પાસ ટાઇમ હતો. બે એક છોકરા રાખ્યા હતા જે બેન્કમાં બેસી ઓડિટ કરતા હતા. મુંબઈ જઈ  મીનાને અંકલેશ્વર ઓફિસ કરવાની વાત કરી. સાથે સજેસ્ટ કર્યું કે તું અને છોકરીઓ મુંબઈ રહેજો અને હું અપ ડાઉન કરીશ દર અઠવાડીએ.તેણે ના ફરમાવી અને કહ્યું કે શરુઆત માં ઠીક. પણ રોજનું થાય એટલે અઘરું પડે. અને શું ગૅરંટી કે પ્રેક્ટિસ ચાલશે જ ? વળી શરીર પર અસર ચોકસ થવાની.એના કરતા ઘર આગંણે નોકરી મળતી હોઈ તો શું ખોટી ? બાંધી ઇન્કમ તો ખરી. મને ખોટી જીદ કરવાનું ના કહ્યું. હું માની ગયો. મારી પાસે પ્રેક્ટિસ જમાવવા પુરતો વેઇટિંગ ટાઇમ હતો નહી. હું આખરે મારી જૂની કંપની માં જોડાઈ ગયો. મારી પાસે પ્રેક્ટિસ ના પ્રપોઝલ તો આવતા પણ બધા વન સાઈડ હતા. બધાને એમ હતું કે મહેનત હું કરું ને મલાઈ તેઓ ખાઈ. કાં તો વયોવૃદ્ધ હોઈ કે ભૂખડી બારસ.મનમાં વિચાર કર્યો કે એક વાર કંપનીમાં પેઠા પછી લાગ જોઈ ખોટ વસૂલ કરી લઇશ.

દ્રશ્ય-50-મારું જૂની કંપની માં પાછું ફરવું

હું વળતે દિવસે કંપની ના ચીફ પાસે ગયો ને મારી સંમતિ જણાવી. તેમણે ચીફ એકાઉનટંટ ને બોલાવ્યા. અને કહ્યું કે મિસ્ટર સુરતી ને સાથે લઇ જાવ ને તેમનું કામ સોપો. આમ તો અમે એક બીજાને ઓળખતા અને કેટલીય વાર મળેલા. તેમને ખબર હતી કે હું મારી કંપની માં નંબર વન હતો. મને એક કેબીના આપવામાં આવી અને કેટલીક જૂની ફાઈલો આપવામાં આવી અને તેનો સ્ટડી કરવા કહ્યું અને તે જતા રહ્યા.અહી હું દસ બાર સી. એ માં નો એક હતો. ત્યાં મને બે સી. એ રિપોર્ટ કરતા.ફાઈલો માં કાઈ ખાસ જોવાનું હતું નહિ. મને ખુબજ કંટાળો આવતો. ચીફ એકાઉટંટ દસ એક દિવસે એક વિસીટ મરોલ ઓફિસમાં મારતાં ત્યારે મને સાથે લઇ જતા.ત્યાના એકાઉટ ડિપાર્ટમેન્ટ ના હેડ ને ખખડાવતા.મોદી નામનો ક્લાર્ક સેલ્સટેક્ષ નું કામ સભાળતો તે કન્સલ્ટન બાપટ ને જોઈતી વિગતો આપતો.ચીફ ને સેલટેક્ષ નો ન હતો અભ્યાસ કે અનુભવ.તેથી મોદી તથા સેલટેક્ષ મને સોપી દીધા.બીજું એ કે મરોલ ઓફિસમાં સી એ એક પણ ના હતો.હું હેડ ઓફિસમાં અવર જવર જતો.ત્યારે મેં સેક્રેટરી ને વાત કરી અને કહ્યું કે મરોલ ઓફિસમાં મને ટ્રાન્સફર કરે તેમને વાત બરાબર લાગી.માંરોલના ચીફ ની સંમતી થી એનો અમલ થયો. ને હું મરોલ ટ્રાંસફર થઇ ગયો. ચીફ ની વીંઝી હેડ ઓફિસે બંધ કરાવી દીધી અને મરોલ ઓફીસ સ્વતંત્ર થઇ. શરૂઆતમાં મારે બેસવાની જગ્યા હતી નહિ એટલે હું કેબીન શેર કરતો. કામ તો ખાસ હતું નહિ એટલે બેઠો બેઠો દિન ચર્યા નિહાળતો.ક્યારે હું સુબ્રમાંનિયન પાસે તેમની કેબીન માં વાતચીત કરવા જતો. તેઓ ઓવરસી કોન્ટ્રેક્ટ સંભાળતા.ક્યારેક હું ઉપર મારી જૂની કંપની માંથી ટ્રાન્સફર થયેલા મારા સાહેબ સાથે બેસતો અને મારા રેગ્યુંલર કામ ની માંગણી કરતો.તે દિવસોમાં અમારા સાઉદી અરેબિયામાં ઘણા બધા પ્રોજેક્ટ્સ ચાલતા.લગભગ બે હઝાર લોકો ત્યાં કામ કરતા.કંપની માટે આ નવી દિશા હતી.હું એવી કોઈક તક શોધતો હતો.નવો પ્રોજેક્ટ મળે ત્યાં સુધી રાહ જોવાની.આ દરમિયાન હું કોમ્પુટર ડિવિઝન સંભાળતો.જોશી અને મોદી મારા બે ખાસ આસિસ્ટંટ હતા. દરરોજ મારી બેઠક સુબ્રમનીયમ સાથે હતી. હું તેમના કેટલાક અંગત ટેક્સ પ્રોબ્લેમમાં તેમને મદદ કરતો. તેઓ મારાથી ઉંમરમાં મોટા હતા ને આંગળી જોબનમાં જનરલ મેનેજર હતા. તેઓ ઓલમોસ્ટ રીટાયરીંગ મૂડ માં હતા. તેઓ ટાઇમ પાસ મુડમાં હતા. પાચ વાગે તેમની મોટર લઇ જતા રેહતા.એક દિવસ ખબર આવી કે આપણું ટેન્ડર પાસ થયું. અને નવો પ્રોજેક્ટ અમારી કંપની ને મળ્યો. પ્રોજેક્ટ સાઉદી અરેબીઆમાં હતો. શહેર જુબેલ હતું પ્રોજેક્ટ ઈલેક્ટ્રીફીકેસન ઓફ સાઉદી વીલેજીસ હતો. તેને રૉયલ કમિશન સુપરવાઇઝર કરવાનું હતું. તેમણે કી પોઝીશન માટે કેન્ડીડેટના બાયો ડેટા મગાવ્યા.ફાઈનાન્સ મેનેજર તરીકે સુબ્રમનીયમ નું કામ સંભળાયું હતું. એટલે મને થયું કે મારો ચાન્સ કદાચ ના પણ લાગે. તેમને જવાની ના મરજી બતાવી અને મારું નામ સજેસ્ટ કર્યું. હું કોઈક કામ અર્થે હેડ ઓફિસ માં ગયો ત્યારે સેક્રેટરી ને વાત કરી. મેં કહ્યું કે મને જૂની કંપનીએ ટ્રાન્સફર કર્યો તેમાં મને ઘણો લોસ થયો છે માટે મને આ તક મળવી જોઈએ. તેમને વાત જચી ગઈ.તેઓ બોલ્યા કે તમે જાઓ તે વધારે સારું. તેમણે મારું નામ મરોલ ના જનરલ મેનેજર ને આપ્યું. અને સીલેક્સન પૂરું થયું. જનરલ મેનેજર મિસ્ટર જોશી મને બોલાવી મારો બાયોડેટા તૈયાર કરી રૉયલ કમિશન ને એપ્રુવલ માટે મોકલી દીધો.રોયલ કમીસને બાયોડેટા તપાસી O. K કરી મોકલી દીધો.રોયલ કમીસને ચારે ટોપ ના માણસો ને O. K આપ્યા પછી પ્રોજેક્ટ ચાલુ કરવા દબાણ વધાર્યું.કારણ કે છ મહિના અન્ય સ્ટાફ ના વિસા મેળવવા માં જતા રહ્યા.મેનેજમેન્ટે એમ નક્કી કર્યું કે પ્રોજેક્ટ ના ચાર ટોપ ના ઓફિસરે સાઉદી વીઝીટ કરી. ત્યાં ઓફિસ સેટ કરવાની પૂર્વ તૈયારીઓ કરવી. કંપની ના ઓફિસર મિસ્ટર ચડ્ઢા રિયાધ ઓફિસ ખાતે છે તેઓ તમને જોઈતી મદદ કરશે અમને ચારે ને અમારી એર ટીકી ટ આપવામાં આવી. એર ટીકીટ ફર્સ્ટ ક્લાસ ની હતી. મારો આ પહેલો અનુભવ હતો. બીજી બાજુ બોર્ડ ઓફ ડિરેક્ટરે મને પ્રોજેક્ટ માટે સીગ્નેટરી ટુ બેંક એકાઉટ નું રેઝોલયુસન પસાર કરી દીધું. અને મને ખબર કરી.મરોલ ઓફિસ માં હું પેહલો જ નોનટેકનીકલ માણસ હતો જેને ચેક પર સહી કરવાની સત્તા હતી આથી ઇર્ષ્યા ઘણા લોકો ને થતી  આ મારું પહેલું પરદેશ ગમન હતું. મારું કામ નિર્વિધ્ને પાર પાડવા બદલ મનોમન ઈશ્વરનો આભાર માન્યો.

 

ડાયરીના પાના -૩૧થી -૪૦ -ધનંજય સુરતી

દ્રશ્ય 31- સરલાના લગ્ન

બેન સરલા માટે છોકરો જોવા ભરૂચથી હીરાલાલમાસા નો પત્ર આવ્યો હતો સરલા મારી નાની બેન હતી સ્વભાવે તે ઠરેલ ને સરળ સીધી સાદી હતી પણ જવાબદાર વ્યક્તિ હતી.પિતાના મૃત્યુ બાદ ઘર ઉભું રાખવામા તેનો મને સહકાર ઘણો હતો.મુબઈમાં રહી ભરૂચ છોકરો જોવા જવાની વાત મને ગળે ઉતરતી નહિ.પણ માસા ના પત્રો થી લાગતું કે એક વાર જોઈતો આવવો જોઈએ.બા મનુભાઇ વગરે ભરૂચ જવાના હતા મેં તેઓને જલ્દીજ રવાના કરી દીધાને માસાને જાણ કરી. છોકરાનું નામ શરદચંદ્ર હતું.એક નો એક હતો.બાપ જીવંત નોતા.ઘરડા માં હતા.નામ મટુબા હતું.છોકરાનું ભણતર બી ઈ સીવીલ એન્જીનીયર હતું અને તે અંકલેશ્વર ONGC માં એનજીન્યર છે બા તથા મનુભાઈ તેમને મળ્યા.મટુબા એ જણાવ્યું કે એમની પાસે પોતાનું ઘર નથી તેઓ ભાડેથી રહે છે.બાએ ઉપર પ્રમાણે મને રિપોર્ટ આપ્યો પણ નિર્ણય મારા પર મુલતવી રાખી ને કહ્યું કે મારો મોટો છોકરો જે કરે તે ખરુ.મનુભાઈ એ તેમાં ટાપસી પુરાવી તેમના આવ્યા પછી હું ગયો ને ભરૂચ માસા ને મળ્યો. .વિગતે વાત કરી. હું તથા માસા બે વાર મળવા ગયા પણ મેળાપ થયો નહિ.મેં છેવટે સરલાને પૂછી જોયું કે છોકરો કેવોક લાગ્યો ?તને ગમ્યો ? તેણે  હકાર માં જવાબ આપ્યો.મને સરલા પર વિશ્વાસ હતો.મેં કહ્યું ઘર હમણાં નથી તો પછી થશે પણ મુળે છોકરો તને સુખી કરે તેવો હોવો જોઈએ.બાકી બધું તો ઠીક. તેને હકાર ભણ્યો. તો મેં કહ્યું તો કરો કંકુના.ને વેવીસાલ કર્યાં ને તૂરંત જુલાઈ માં લગ્ન ન ક્કી કર્યા.લગ્ન અંકલેશ્વર ખાતે નક્કી કર્યા અમારું ઘર તો રિટાયર્ડ સ્ટેશન માસ્ટર ને મોટા મામાની ભલામણ થી ભાડે આપેલું. આથી લગ્ન દસાલાડ ની વાડી માં રાખ્યા હતા મોસાળ માં અમે રહેતા. લગ્ન તથા સ્વજનો સાથે રહેવાનો ભાધોજ ખર્ચ મેં ઉપાડી લીધો હતો ને ઘરે રાંધવા મહારાજ રાખ્યો હતો. હું ને બા સરલા માટે ઘરેણા તથા કપડાની ખરીદી કરવા ભરૂચ માં ગયા હતા. જસુભાઈ ચોકસી મોટાઈ ના ખાસ દોસ્ત હતા. તેઓની વડ પાડા ખાતે મોટી દુકાન હતી. લગ્નની વાત સાંભળી ખુબજ રાજી થયા અને અમને પસંદ પડે તેવા ઘરેણા આપ્યા ચોખાની તે વખતે બંધી હતી , પણ માસાના પ્રયત્નથી કોઈ વાંધો આવ્યો નોતો.લગ્ન રંગે ચંગે પતિ ગયા અને બહેન સરલા વિદાઇ થઇ ગઈ. ઘર માં તેની ગેર હાજરી વર્તાઈ.આજે સરલા સુખી છે તેનો અંકલેશ્વર માં બંગલો છે શરદચન્દ્ર ડેપ્યુટી જનરલ મનેજર ની કામગીરી બજાવી રીટાયર થયા એમના પરિવારમાં ત્રણ પુત્રી છે.નામ નીપા, લોપા ને ધરતી છે.ત્રણે પરણીત છે અને તેમના પરિવાર સુખી છે ત્રણે ભરૂચ તથા અમદાવાદમાં સેટલ થઇ. હીરાલાલ માસા ની મદદ અને દોરવણી માટે બહુ આભારી છુ મોસાળનું પ્રેમાળ વાતાવરણ હું આજે પણ યાદ કરું છું.મારા સરોજ માસી સૌથી નાના હતા તેઓ હમણાજ એશી વરસે ગુજરી ગયા.

દ્રશ્ય -32-મારુ વેવિશાળ

બેન સરલાના લગ્ન પછી કુટુંબમાં બે વ્યક્તી ઓછી થઇ હતી.સુનું તો જરૂર લાગતું થોડા દિવસ દિલ બેચેન હતું પણ ઈલાજ નહિ.મારી ઉમર પણ વધતી જતી હતી. મારા વિલંબથી નાનાઓ ને અન્યાય થાય. એ મને રુચતું નહિ આ સમયે ધનસુખલાલ ઘર શોધતા આવી પોહ્ચ્યા. તેમને કોઈકે મારું નામ સજેસ્ટ કર્યું હતું. એમનો શોખ મેચ મેકિંગ હતો.તેઓ લગ્નના ચોકઠા બેસાડતા.તેઓ સીધા સાદા આદમી હતા.કફની બંડી ધોતિયું ને પગમાં ચંપલ તેમનો પહેરવેશ હતો.તેઓ મુંબઈમાં આરબની ચાલ માં રેહતા હતા.તે દર થોડા વખતે નવા નવા પ્રપોસલ લાવતા.તે વખતમાં મેરજ બ્યુરો જેવી સંસ્થાઓ ન હતી. મારા લગ્નનું ડીસીસન મારેજ લેવાનું હતું. મારે અન્ય કુટુંબીક જવાબદારી ઓ પણ હતી. મારે નાના ભાઈ બેનોનું ભણતર પૂરું કરાવાનું હતું. મને બીક હતી કે પરણ્યા પછી કદાચ વિક્ષેપ આવે તો તેઓ રખડી પડે. મારે સેકંડ લાઈન ઓફ ડિફેન્સ નબળી હતી. આ વિચાર મને ગમગીન કરી દેતો.તેથી હું લંબાવે રાખતો. અગાઉ હું મારા મિત્ર રમેશના લગ્નમાં તેની સાથે ગયો હતો.ત્યારે અમે વડોદરા રમેશ ના મિત્ર કુલેન્દુ ને ઘરે રહ્યા હતા.તેઓ નાગર બ્રાહ્મણ હતા. કુલેન્દુ બી.કોમ. ફર્સ્ટ કલાસ ફર્સ્ટ હતો ને ત્યાની સ્ટેટ બેંકમાં નોકરી કરતો હતો  તે વખતે તેની નાની બહેન માળા સાથે પરિચય થયો.તે મેટ્રિક માં હતી.તે રેડીઓ આર્ટિસ્ટ હતી હું ત્યારે જુનીઅર બી.કોમ. માં હતો અમે લગભગ આઠ દિવસ પરિચય માં આવેલા. પાછા વળતા તેના માં એ મને અણસાર આપ્યો હતો. પણ મારા અધૂરા ભણતરે મારી ઈચ્છા ન હતી. અને મોટાઈ ની ધાક. એટલે હું ચુપ રેહ્યો.આ વાતને પાચ વર્ષ વીતી ગયા હશે ત્યારે હું C A થઈ ગયો હતો પણ સંજોગો બદલાઈ ગયા હતા મોટાઈ હયાત ન હતા માળા કદાચ ગ્રેજ્યુએટ થઇ પરણી ગઈ હશે.વાતપર પડદો પડી ગયો.ધનસુખલાલ પ્રપોસલો લાવતા તે દરમિયાન નગીન કાકાએ મને અને બાને વાત કરી.વાત એમ હતી કે તેઓ જ્ઞાતના કારભારીના સંપર્ક માં આવ્યા હતા. કારભારી એ તેમની છેલ્લી બાકી રહેલી છોકરી વિશે વાત કરી. નામે સુકન્યા અને ભણતર બી.કોમ. બી.એ. એલ એલ બી. વ્યવસાયે નોકરી સ્કોડા જર્મન કુ માં.પગાર સારો.નગીન કાકા બા ના સગ્ગા કાકા ને વ્યવસાયે શેર બ્રોકર હતા પેહલી પરિચય મીટીંગ નાના કાકાએ ગોઠવી.હું છોકરી ને મળ્યો.મને તે ઠીક લાગી.અને વધુ વાર મળવાની ઈચ્છા બતાવી.અમારી એક મીટીંગ એપોલો બંદર પર થઇ.બીજી ગ્રાન્ટરોંડ પર સિનેમા માં થઇ.એવી કેટલીક મીટીંગો પછી વેવીસાલ નક્કી કર્યું.વેવાઈએ વેવીસાલની વિધિ સારી રીતે ઉજવી.જમણવાર થયો તેમના સગાં સબંધીને મળ્યો. પછી ઘરે ગયો. થયું કે એક મોટું કામ પતિ ગયું. તે પછી અમે અવારનવાર મળતા. હું સુકન્યાને ભરૂચ તથા અંકલેશ્વર પણ લઇ ગયો હતો જેથી બહેન ,મામા મામી તથા માસીના પરિચયમાં આવે. તે બધા સાથે હળી તો ગઈ પણ મારી સાથે કોઈ વાતચીત કરી નહિ કે પ્રતીસાદ આપ્યો નહિ.બે દિવસ પછી અમે મુંબઈ પાછા ફર્યા અને રોજ ના રૂટીનમાં જોડાઈ ગયા.મને પ્રવાસમાં ને બે દિવસના રોકાણ દરમિયાન એવો એહસાસ થયો કે તે મને સતત અવગણે છે  આગળ પણ મને એવા અનેક અનુભવો થયા. મારી અન્ય કુટુંબીક જવાબદારીઓ થી હું અતિ ચિંતિત હતો અને તેથી સતત વિચારતો રેહતો.નાનેરના ભણવાના પ્લાન તેમને અમેરિકા મોકલવાના પ્લાન અને તે માટે આવક તેથા ખર્ચા ના પ્લાન.તે સમયે એક ડોક્ટર અને બે અન્જીનીયેર નું ભણી રહ્યા હતા.અને નાની બહેન હાઈસ્કૂલ માં હતી. મને સતત થયા કરતું કે શુંકન્યા સાથે લગ્ન થયા પછી શું હું જવાબદારી ઓ પૂરી કરી શકીશ? અને જો ના કરી શકું તો તેમનું ભવિષ્ય શું ?લગ્નની તૈયારી ચાલતી હતી. બધું હું જ કરતો. હોલ જોતો ડેકોરેશન નો પ્રબંધ, કેટરિંગ ની વ્યવસ્થા. પણ મન માનતું ન હતું. ઊંડે ઊંડે થયા કરતું કે કાઈ ખોટું તો થતું નથી ને? અમારું વેવીસાળ લગભગ છ મહિના ચાલ્યું હશે. આ દરમ્યાન સુ કન્યા મારા કુટુંબ તથા મારી જવાબદારીથી સારી એવી માહિતગાર થઇ હશે. પછી તેણે રસ ના લીધો. મળવાનું બંધ થયું.થોડાજ દિવસોમાં વેવીસાલ વખતે આપેલી સાડીઓ અને ઘરેણા નાના કાકા મારફતે પરત કર્યા. જીવનનું એક ચૅપ્ટર પૂરું થયું. પાછો હું રૂટીન માં પડી ગયો પ્રોપોસલો આવતા ગયા ને હું જોતો રહ્યો ને ના પાડતો રહ્યો. મારા જન્માક્ષર ઘણા જોશીઓએ જોયા હતા પણ સર્વ પક્ષે નિદાન એજ હતું કે લગ્ન સ્થાન કલુષિત છે મારી ઉમર હવે છત્રીસ ની અને મોટી ઉમરની કન્યાઓ મળતી તો મને કામ લાગે તેવી નહતી.મનમાં એક ધુનકી લાગી હતી કે આ પ્રશ્ન નો નિવેડો લાવવો.એવામાં ભરૂચથી મુ.હીરાલાલ માસાનો પત્ર આવ્યો કે તું ત્વરિત આવ અહીં છોકરી હાજર છે. કોઈ કામ સર હું ના જઈ શક્યો. વળી મને એમ થતું કે મુંબઈ માં કા છોકરીઓ ઓછી છે કે ખાસ ભરૂચ જવું પડે ?છોકરી તથા તેના સગાં મારી ઘેર હાજરી ને લઈને પાછા ફર્યા. વાત બંધ રહી.

દ્રશ્ય-33-મારું બીજું વેવિશાળ

 

હું રોજ ના રૂટીન માં ગુથાઈ ગયો ને વાત ભૂલી ગયો તેવામાં પાછો હીરાલાલ માસાનો પત્ર આવ્યો. આ વખતે તેમણે લખ્યું હતું કે છોકરી જાણીતી છે તેઓ તારાબેનની બાજુમાં વરસો રહેલા.તારાબેન મારી બા ની બા અને મારા દાદી હતા.છોકરી બી.એ. બી એડ છે અને સુરતમાં ઇંગ્લિશ મીડી અમ પ્રાઈમરી સ્કુલમાં પ્રિન્સીપાલ છે. તેને જન્માક્ષર માં મંગળ હોવાથી તેઓ વિવાહ તુટલો છોકરો શોધે છે મેં અને બાએ વાતચીત કરી નક્કી કર્યું કે મારે જવું. છોકરી જોવી. જો ના પસંદ પડે તો મુંબઈ પહોંચી ના લખી દેવી. આ વખતે મિટીંગ અંકલેશ્વરમાં રાખી હતી.સરલા નું ઘર હવે અંકલેશ્વરમાં હતું. હું બહેન સરલાના ઘરે પહોંચી ગયો. કેટલીક માહિતી મેં સરલા અને હીરાલાલમાસા પાસેથી મેળવી. બીજે દિવસે સવારના હું ચાહ પાણી પી દાઢી કરતો હતો તે સમયે છોકરી ના બનેવી ભુપેનદ્રભાઈ સરલાના ઘરે આવી પોહ્ચ્યા.તેમણે ખબર આપી કે બપોર ના ત્રણ વાગે છોકરી ના ઘરે મીટીંગ રાખી છે ચાપાણી પતી ગયા પછી તેઓ ગયા. તેમના ગયા પછી નક્કી કર્યું કે હું તથા હીરાલાલમાસા જઈશું.ઠરાવિક સમયે અમો ત્યાંપોહચી ગયા. ત્યાં છોકરીના માં તેમજ બે બનેવી અમ્રતલાલ તથા ભુપેન્દ્રભાઇ હાજર હતા.અમ્રતલાલ ને ભુપેન્દ્રભાઈ તેમનો કારભાર કરતા.અમ્રતલાલ વિધુર હતા તેઓ રિટાયર્ડ હતા છોકરી ના બાપ હયાત ન હતા. માણસો સરળ લાગ્યા. છોકરી નું નામ મીનાક્ષી પણ તેને ઘરમાં મીના કહેતા  તેઓ ની અટક દેસાઈ હતી ઓળખ વિધી પૂરી કર્યા પછી જનરલ વાતચીત થઇ. છોકરીને બોલાવી તેની સાથે ઓળખાણ કરાવી ઉપલા માળ માં અમારા બે વચ્ચે મીટીંગ થઇ. મીટીંગ લગભગ પંદર મિનિટ ચાલી ઉપરના માળ માં પતરા હતા. ઉનાળાનો દિવસ હતો અને ગરમી સખત હતી. છોકરી સહેજ ભરાવદાર હોવાથી પરસેવે રેબઝેબ થઇ ગઈ. હવે નીચે જઈશું?નીચે પણ વાતો થાય તેણે કહ્યું. મેં કહ્યું ચાલો. અમો નીચે આવ્યા.ચાહ્પણી થયા વડીલોએ અંદરના રૂમમાં જઇ મંત્રણા કરી બહાર આવ્યાં પછી એકાંત માં છોકરી અને તેના વડીલો એ મસલત કરી. મને માસાએ પૂછ્યું કેમ લાગે છે મેં કહ્યું દૂધ નો દાજેલો છાશ ફૂકી ફુકીને પીએ. માણસો જાણીતા હતા સ્વભાવે સરલ હતા. તો માસાએ કહ્યું કરો કંકુ ના.હું પણ જોઈ જોઇને કંટાળ્યો હતો. ક્યારેક હું પસંદ કરું તો સામે ના પસંદ આવે અને v.I ce a versa. જેવું માસાએ ઓકે કર્યું કે વાતાવરણમાં તેજી આવી ગઈ. ઘર ખુશ ખુશહાલ થઇ ગયું.નારિયલ ને સવા રૂપિયાની વિધી થઇ અને ચાંદલા થયા. ખુશાલી ઉજવ્યા પછી બધા વિખરાયા, વેવિશાળ પૂરું થયું. મારે આવતી કાલે મુંબઈ પાછા જવાનું હોવાથી હું પણ સરલાને ઘરે ગયો.સરલા તેમના વિશે બહુ જાણતી નહિ સિવાઈ કે તેઓ દેસાઈ ફળિયામાં રહેતા હતા. આ હતું વર્ષ 1968 નું..

દ્રશ્ય 34-મારા લગ્ન
વળતા દિવસે હું ગાડી પકડી મુંબઈ પાછો આવતો હતો. ત્યારે મીના એજ ગાડીમાં મારા ડબ્બામાં હતી. તે તેની નોકરી પર સુરત જતી હતી. ગાડી એક્ષપ્રેસ હોવાથી બીજું સ્ટોપ સુરત હતું. એમ તો મીના બોલ્ડ હતી તેણે વિના સંકોચે મારી સાથે ઠરેલ વાતચીત કરી.એટલામાં સુરત આવી ગયું તેને રજા લીધી ને જતા જતા મને તાળી આપી ને બાય કર્યું ને ઊતરી ગઈ.તાળીનો ચમચમાટ મારા હાથમાં રહી ગયો. આ મારા જીવનનો એક સુખદ અનુભવ હતો હું મુંબઈ પહોંચી ગયો અને રોજની ધમાલ માં પડી ગયો.બાંએ પૂછ્યું કે શું થયું ?મેં કહ્યું મેં ડીસીસન લઇ લીધું. ખરું કે ખોટું એ તો માલમ નથી પણ મારી કુટુંબી ક જવાબદારી ઓ નો વિચાર કરીને ભણેલી પણ સરળ ગામની છોકરી પસંદ કરી. હું મારું વેવીસાલ વિધિસર કરી આવ્યો. માસા અને સરલાબેન હતી. મને માણસો સીધા સરળ ને પ્રેમાળ લાગ્યા. સમય વહેતો ગયો દિવસો થઇ ગયા. મારી વ્યસ્તતા અને કામના કારણે હું કોઈ કોમ્યુનિકેશન કરી શક્યો નહિ. પરિણામે સામે પક્ષે ચિતા થઇ.વેવાઈપક્ષનો પત્ર આવ્યો કે લગ્ન ક્યારે અને ક્યાં ?મેં ને બાએ તે બાબતની ચર્ચા કરી. ભરૂચ અમારું ઘર હતું પણ ભાડૂત રહેતો હતો. તેણે ખાલી કરવાની ના પાડી. વધુ દબાણ થતા કહ્યું કે ખાલી નહિ થાય પણ લગ્ન માટે ઘર વાપરી શકો છેવટે અમે નક્કી કર્યું કે લગ્ન વાડી માં કરવા ત્યાં બધી વ્યવસ્થા હતી. મેં બાને કહ્યું આપણે મોસાળ માં રહી શું ને લગ્ન વાડી માં કરીશું. મેં તે પ્રમાણે અમરતલાલ ને ભૂપેન્દ્રભાઈ ને પત્ર લખી દીધો.બા ને પંદર દિવસ પહેલાજ ભરૂચ તૈયારી માટે મોકલી દીધી.નક્કી કર્યુકે જે ખર્ચ થાય તે આપણે ઉપાડી લેવો.બાએ પહોંચી તુરંત તૈયારી સરુ કરી રોજબરોજના વપરાશ ની બધી વસ્તુઓ મંગાવી લીધી.લગનના ઘર માટે કામ કરવા બાઈ પણ રાખી લીધી. હું આવ્યો પછી ઘરેણા અમે જસુભાઈ ચોકસી ની પાસે કરવ્યા.જસુ ભાઈ મોટાઈ ના ખાસ દોસ્ત હતા. વડા પડામાં તેમની દુકાન હતી જાન અંકલેશ્વર લઇ જવાની હોવાથી મેં બસ બૂક કરી. લગ્નની વિધિ માટે મહારાજ નક્કી કર્યો. કંકોત્રી મુંબઈ માં છપાવી ને ત્યાંથી બધે મોકલાવી હતી.વાડીમાં માઈક નો બંદોબસ્ત કર્યો. .રસોઇઆ નક્કી થઇ ગયા કુટુંબ ના વરસો જુના ગોર રેવાશકર.તપાસ કરતા માલમ પડ્યું કે તેઓ ગુજરી ગયા પણ તેમનો છોકરો ક્રિયા કાંડ કરે છે તેને લગ્નની વિધિ માટે લીધો.અગલે દિવસે મોહનરાધે મને પીઠી ચોળી પીળો કર્યો ને પોતાનો લાગો વસુલ કર્યો.મોહનરાધ અમારા જુના હજામ હતા તેઓ બહુતિક વાણિયાના હજામ હતા.તેમની રીતભાત અને દેખાવ પરથી કોઈ ના માને કે તે હજામ છે મારા લગ્ન ને મારે જ બધી વ્યવસ્થા કરવાની હતી. સવારના નાહી ધોઈ બધા વાડી માં એકઠા થયા. મારી ચાર માસીઓ તથા તેમનો પરિવાર.નાના મામા તથા તેમનો પરિવાર મોટા મામા અને તેમનો પરિવાર. ચંપા માસી નો ભગવત મારો ખાસ મિત્ર પણ હતો.તે આવા કામમાં કુશળ હતો.અમે સાથે ભણતા. તે મેટ્રિક પાસ થઇ કોલેજમાં બે વરસ ભર્યો પછી સ્ટેટબેંકમાં લાગી ગયો મેં તેને વાડીનો ચાર્જ આપ્યો. સવારથી જ મહારાજ આવી ગયા હતા શાક ભાજી વગેરે કાપવા ચોરા પર સગા સ્નેહીઓ કુંડાળે બેઠા હતા વચ્ચે મોટી કથરોટ હતી તેમાં કાપેલું શાક નખાતું હતું.વાડીના રસોડામાં ચાહ બનતી હતી.લાઉડ સ્પીકર માં ફિલ્મી ગીત વાગતા હતા.નાના મામાને બહારના કામનો ચાર્જ આપેલો. મુકરર સમયે લગ્નની વિધિ કરાવનાર ગૌરીશકર ગોર આવી ગયા.મંત્રો ઉચાર થયા અને મહારાજે વિધિ સરુ કરી સગા સબંધીઓ ખુરશી પર ગોઠવાઈ ગયા.વિધી દરમિયાન લાઉડ સ્પીકર બધ રહ્યા. ચોરીમાં હવન થયો.ગ્રહ શાન્તિ થઇ ગઈ. બીજી બાજુ પાટલા મંડાઈ ગયા અને બાજો બટેરા પણ ગોઠવાઈ ગયા સવારના જમવાની તૈયારીઓ થઇ ગઈ. શુકન કંસાર હતો. જમી પરવારી કાલની તૈયારી માં પડી ગયા. કાલે જાન અંકલેશ્વર જવાની હતી. બીજે દિવસે બસ સાડા અગિયારે આવી ગઈ.ભરૂચની ગલીઓ માં બસ આવી ના શકે એટલે સુનેરી મેહલ પર ઝાડ નીચે ઉભી હતી. ડ્રાઈવરે બસ આવ્યા ની શેઠ ફળીયે ખબર આપી. બધા તૈયાર થઇ આગંણે ભેગા થયા હું સૂટને ટાઈ માં સજ્જ હતો. હાથમાં નારિયલ હતું કપાળ માં ચાંદલો હતો. અમારું પ્રોસેસન ભરૂચની ગલીઓ વટાવી સુનેરી મહેલ ના ચોગાનમાં પહોંચી ગયું. હું આગળ મર્દો પછી અને લેડીઝ પાછ્ળ લગ્નના ગીતો ગાતા હતા. રાજુ માસા મારી સાથે હતા.ભગવત તથા નાના મામા કોઈ પાછ્ળ રહી ના જાય તેની દેખરેખ માં હતા. બધાં ગોઠવાઈ ગયા શ્રીનાથજી બાવાની જે બોલાવી બસ ઉપાડી.અંકલેશ્વર ભરૂચ થી બીજું સ્ટેશન એટલે બહુ વાર લાગી નહિ.  વેવાઈ પક્ષ તેમના સગાં સ્નેહી ઓ સાથે અમને સત્કારવા દેસાઈ ફળિયાના દરવાજે ઊભા હતા. જેવી બસ આવી કે આનંદ ને ઉત્સાહ થી વાતાવરણ તેજ થઇ ગયું. અમોને એક ઘરમાં ઉતારો આપ્યો હતો. અમે સર્વ માળિયામાં ગોઠવાયા. બેસવા પાથરણા અને ગાદી તકિયા હતા અસ્તાવાસ્તા માં ચાહ તથા શરબત ને નાસ્તો આવ્યો. પાંચ વાગે વરઘોડો કાઢવા નો હતો બહેન સરલા ત્યારે દગા ફળિયામાં રેહતી.વરઘોડો દગા ફળીયા માં થી કાઢવો અને ગામમાં ફેરવવો ને પછી કન્યાને માંડવે લાવવો એમ બનેવી સરદચંદ્રે સંમતી થી નક્કી કર્યુ.તેમણે બેન્ડ વાજા વાળા નો બંદોબસ્ત પહેલેથી જ કરી દીધો હતો ઓપેન મોટર નો પણ. મને આ બધું પસંદ નહોતું પણ ચલાવી લેતો. પાચ વાગે બેન્ડ વાળા આવી ગયા. અને ફિલ્મી ગીતોની ધુન સરુ થઇ ગઈ. હું તૈયાર થઇ ગયો. લગ્નનો સુટ અને ટાઈ મેં પહેર્યા હતા નવા બૂટ તેમજ મોજા પહેરી લીધા.કોટના આગળના ખિસ્સામાં રૂમાલ ગોઠવ્યો.અત્તર છાંટ્યું શરદ ચંદ્ર એ બનારસી પાનનું બીડું આપ્યું. ને હું મોટરમાં ગોઠવાયો.વરઘોડો ધીમી ગતિએ આગળ ચાલવા માંડ્યો. આગળ વાજાવાળા પછી મરદો પછી મોટર અને સ્ત્રી વર્ગ.વાજા વાળાએ ફિલ્મી ધુન ચાલુ કરી બહારો ફૂલ વરસાવો મેરા મેહમુબ આયા હૈ મેરા મેહબૂબ આયા હે.પાછ્ળ સ્ત્રી વર્ગ લગ્નના ગીતો ગાતા હતા.વરઘોડો જોવા શેરીએ અને ચૌટે લોકો ભેગા થયા.આખરે મારી મોટર ગલીઓ તથા ચૌટા ના ખાબડ ખૂબડ રસ્તા પાર કરી કન્યાને માંડવે પોહચી ગઈ. મોટર નીચે ઉતરી દેસાઈ ફળિયા નો દરવાજો વટાવી ઘર આગણે આવ્યા. ત્યાં પોખવા ની વિધિ થઇ. આ દરમિયાન કલબલાટ વધી ગયો નારીઅલ ને સોપારી વેહેચ્યા.પછી ચોરીની ચોખટમાં વિધિ સરુ થઇ. તેમાં આઠ વાગી ગયા. હસ્ત મેળાપ ના સમયે જ્યારે ગોરે સાવધાન સાવધાન ઉચાર્યું ત્યારે મારી બાજુ માં આવી કોકે કાનમાં કહ્યું કે ગોપાળ ની નોકરી છુટી ગઈ.ગોપાળ મારો નાનો ભાઈ.તે સીવીલ એન્જિનિયર થઇ નોકરી કરતો. થોડો વખત મારો મૂડ ખરાબ થઇ ગયો થયું કે મારા નસીબ માં સેકંડ લાઈન ઓફ ડિફેન્સ જ નબળી છે.મારે એકલે હાથે જ ભાર ખેચવાનો છે મેં હસતે મોઢે ચુપચાપ ફેરા પુરા કર્યા હસ્તમેળાપ થઇ ગયો. કંચન બા મીનાના બા તથા મારા સાસુ થતા હતા.મારા ભણતર નો તેમને બહુ ગર્વ હતો.મીના તેમની સૌથી નાની દીકરી હતી અને બહુ વહાલી હતી.જમણ વારમાં પાચ પકવાન હતા.આખી દેસાઈની નાતને નોતરા દીધા હતા જમી કરી સૌ ઉતારે જતા રહ્યા.જાન બીજે દિવસે કન્યા લઇ ભરૂચ પાછી ફરી.લગ્ન પતિ ગયા.આ હતી 1967 ની સાલ ને મહિનો જુલાઈ.

દ્રશ્ય-35-હનીમુન

તે વખત માં હનીમુન શબ્દ બહુ પ્રચલિત નહોતો. નામ લેતા શરમ આવતી  બહુ થાય તો નવદંપતી ડાકોર કે શ્રીનાથજી જતા. મેં બધાના હિસાબ કિતાબ ચૂકતે કરવા માંડ્યા બાને બધું પતાવી મુંબઈ પાછા જવાની ઉતાવળ હતી અન્ય ભાઈ બેનોને પણ તેમની કોલેજો ચાલુ હતી. મારું અને મીનાનું મારા સગાં તેના ઓળખીતાને મળવાનું ચાલુ હતું. એક સવારે મને તેમના ઓળખીતા વૈદ મામા પાસે લઇ ગઈ. મારી ઓળખ કરાવી ને મારા વજન વધારવા માટે કોઈ વૈદિક સુ જાવ માંગ્યો જે તેમણે આપ્યો. .બા તેનું કામ પતાવી મુંબઈ ગઈ. ભાઈ બહેનો પાછા ગયા. અમે અમદાવાદ ગયા ,ત્યાં કલાબેન સાથે બે એક દિવસ રહ્યા. કળા બહેન મીનાનાસૌથી મોટા બહેન થાય. અમે મિલન પિક્ચર જોયું. પછી બે દિવસ બાબુ ભાઈ ની સાથે રહ્યા ત્યાંથી પછીમાઉન્ટ આબુ ગયા. તેમાં ટ્રૈન અને બસ ની મુસાફરી હતી.ટ્રૈનમાં થી ઉતરી બસમાં બેઠા. બસ પહાડ પર લઇ ગઈ. સામાન ઉપાડવી હોટલમાં ગયા. અમે જગ્યાએથી અજાણ્યા હતા. કુલી લઇ ગયો તે હોટલ માં ઉતર્યા.સાંજ થઇ ગઈ હતી. અજાણી જગ્યામાં રાતે બહાર જવાનો બહુ વિચાર ન હતો.ત્યાજ જે મળ્યું તે જમી લીધું આખી હોટલમાં અમે એકલા જ હતા બહુ ભેંકાર લાગતું હતું. વળી વરસાદની સિઝન સરુ થઇ ગઈ હતી. બહાર વરસાદ જોર થી આવતો હતો હોટલમાં કોઈ વાત કરનાર પણ ન હતું પવન ના સુસવાટા રૂમ અંદર પણ સંભળાતા હતા વાતાવરણ ઠંડુ ગાર હતું બહુ થાકી ગયા હોવાથી ઉ ઘી ગયા. ક્યારે સવાર થયું તે માલમ ના પડ્યું. જલદી નિત્ય ક્રમ પરવારી બહાર ગયા. જગા અજાણી હોવાથી ક્યાં જવું ,શું જોવું ?વરસાદની સિઝન મા કન્ડક્ટેડ ટુર ન હતી.હોટલો બધી ખાલી હતી.એકલ દોકલ માણસો રસ્તે દેખાતા.અમે થોડુક ફર્યા હશે કે વરસાદ ચાલુ થઇ ગયો.અમો પાછા ફરતા સુધીમાં તરબોળ થઇ ગયા.આમ આબુનો પ્રવાસ બહુ ફળ્યો નહિ.અમો બીજે દિવસે થોડું ફરી અંબાજી ની બસ પકડી એક દિવસ અંબાજી માં રહી દર્શન કરી ત્યાનું પવિત્ર અને સુંદર વાતાવરણ માણી ત્યાંથી ડાકોર ગયા.ત્યાં બે દિવસ રહ્યા.ને પાછા મુંબઈ ફર્યા ને રોજની ધમાલ માં પડી ગયા.ધાર્મિક સ્થળો અને ત્યાં નું સુંદર વાતાવરણ અને પવિત્રતા મન ને નિર્મળ કરે છે

દ્રશ્ય- 36-પ્રીતિ નો જન્મ

મારી પત્ની મીનાને બહુ મુંબઈ માં રહેવું ગમતું નહિ. વળી મોટા ફેમિલીમાં રહેવાની આદત ન હતી. તેથી મુંઝારો થતો. અને વારંવાર તે તેની માં પાસે નવસારી જતી રેહતી.ત્યાં પૂરી સ્વતંત્રતા હતી. ફેમિલીમાં ફક્ત ત્રણ જણા તેમાં માં અને બનેવી વૃદ્ધ. આ અવર જ્વરમાં એક વાર મુંબઈ માં હતી ત્યારે પેટમાં દુખાવો થયો. એટલે ડોક્ટર પુરંદરે ને બતાવ્યું. નિદાન એ થયું કે પ્રેગનન્સી સાથે ટયૂમર છે. પણ હાલ માં ઓપરેશન થાય નહિ.ડીલીવરી પછી જ થાય. વખત વહેતો ગયો. થોડાક મહિના થયા હશે ત્યાં અમૃતલાલ નો પત્ર આવ્યો કે અમે સુરતમાં મકાન ભાડે રાખ્યું છે ને સુરત મોટું શહેર હોવાથી અહીં બધી સુવિધા છે. તેથી મીનાને ડિલિવરી માટે સુરત લઇ જવા હું આવું છું મીના સુરત ગઈ. હું કામકાજના બોજ માં સુરત જઈ ના શક્યો. પણ અમૃતલાલ નો પત્ર આવ્યો કે ડોક્ટર શેલત સુરત જનરલહોસ્પીટલના ગાયનેકોલોજિસ્ટ છે. ને બહુ સારા ડોક્ટર છે મને કામમાં થોડી રાહત થઇ એટલે મેં સુરત જઈ ડોક્ટર સેલત ને મળવાનો વિચાર કર્યો.બાને પણ એ ઠીક લાગ્યું. હું બીજે જ દિવસે રવાના થયો સુરત પહોંચી ડોક્ટર સેલત ને મળ્યો. તેમણે મને ખાત્રી આપી કે સેફ ડિલિવરી થશે. સારો એવો વખત મારી સાથે વાતચીત કરી.અમૃતલાલ તથા કંચનબા ને કઈ કામ પડે તો વિના સંકોચે જણાવશો કહી મુંબઈ પાછો આવી ગયો ત્રીજી જુલાઈ 1968 ને દિવસે ડોક્ટરે ખબર આપ્યા કે ડિલિવરી સેફ થઇ છે અને છોકરી જન્મી છે અમૃતલાલનો હરખનો પત્ર આવ્યો કે કન્યા રત્ન છે અને બન્ને ની તબિયત સારી છે બધું નીર વિઘ્ન પતિ ગયું. હું તથા બા સુરત ગયા. ત્યાં થોડા દિવસ રહ્યા ને પ્રીતિ તથા મીનાને મળ્યા. પ્રીતિ ની તબિયત મને નાજુક લાગી.ડોકટરે ગ્લેક્સો ના પાઉડર નું દૂધ આપવાનું ચાલુ કરવા કહ્યું.પ્રીતિને તે માફક આવી ગયું અમે રહ્યા ત્યાં સુધી રોજ હોસ્પિટલ જતા હતા અને જોઈતી વસ્તુ લઇ જતા મારી રજા પૂરી થઇ એટલે મુંબઈ જતા રહ્યા. તે વરસે સુરતમાં વરસાદ ખુબજ પડ્યો. સુરત શહેર જળ બમ્બાકાર થઇ ગયું. તાપી નદી માં રેલ આવી હતી બજારો ને ઘરો માં પાણી ભરાઈ ગયા હતા. કંચન બા ને અમૃતલાલ ના મકાન માં ભોઈ તળિયું પાણી માં હતું. દાદર અડધો ડૂબેલો હતો. નીચે ઉતારાય તેવી પ્રશસ્તિથી ન હતી. તેવામાં પ્રીતિ ને પીવા દૂધ લાવવા જવું અશક્ય હતું. થોડા દિવસ તેને ચલાવું પડ્યું. ધીરે ધીરે રેલ ના પાણી ઓસરી ગયા ને બધું નોર્મલ થતા સારો એવો સમય વીતી ગયો. ત્રણ એક મહિના વીતી ગયા હશે હું પ્રીતિ ને મીનાને લેવા નવસારી ગયો હતો ડિલિવરી પછી મહિનો માસ પછી તેઓ સુરતનું ઘર બંધ કરી.નવસારી જતા રહ્યા. સુરતનું મકાન લીમીટેડ પિરિયડ માટે ભાડે લીધું હતું પ્રીતિ, બા તથા મીનાની સંભાળ માં મોટી થતી ગઈ. તેની નામ વિધિ કરણ નો પ્રોગ્રામ કર્યો પછી દિવસો વીતતા ગયા ને પ્રીતિ અઢી વરસે અલવારીસ ની સ્કૂલ માં જતી થઇ ગઈ ને આખી એબીસીડી બોલતાં શીખી ગઈ.મીનાએ શિક્ષક ની નોકરી છ એક મહિના કરી. પ્રીતિ બા સાથે મંદિર રોજ જતી અને ચાર મિલે ચોસઠ ખીલે આખું ભજન ગાતી.જેમ મોટી થતી ગઈ તેમ નવું નવું શીખતી ગઈ. ઘણા વર્ષ ભારત નાટ્ય ડાન્સ નો ક્લાસ અટેન્ડ કર્યો.સ્કુલના પ્રોગ્રામમાં વરસો વર્ષ ભાગ લીધો. પૂર્વી પણ તેમજ કરતી. બંને બહેનો એકજ સંકુલમાં હતી. પૂર્વી પ્રીતિ થી ચાર વરસે નાની હતી. તેમના પ્રોગ્રામ હું ને મીના જોવા જતા. અમે તેઓને પ્રોતશાહિત કરતા. બંને GBES સ્કુલમાંથી દશમી મી પાસ થઇ કોલેજમાં ગયા. બેઉની કોલેજ પાર્લામાં હતી. પ્રીતિ ની પાર્લે કોલેજ અને પૂર્વી ની મીઠીબાઈ કોલેજ. બને ગ્રેજ્યુએટ થઇ અમેરિકા જતા રહ્યા પહેલા પ્રીતિ 1988માં અને ચાર વરસ પછી પૂર્વી ને લઇ 1992માં હું પહોંચી ગયો.. મીના નિયમિત તેમને ભણાવતી. બંને ની પર્વ રીસ તેણે કાળજી પૂર્વક કરી.

..દ્રશ્ય-37-મનુભાઈનું પરદેશ ગમન-

મનુભાઇ મારો નાનો ભાઈ અને નંબર ટુ હતો. તે મુંબઈની સીડ નામ કોલેજ માંથી બી.કોમ. થયો હતો. તે પછી તેને સેલ્સ અને માર્કેટિંગ માં અભ્યાસ કર્યો હતો. અને છેલ્લે એશિયા પબ્લિશિંગ હાઉસ માં સેલ્સ એક્સીક્યુટીવની નોકરી કરતો હતો. મોટે ભાગે ઓફિસ ના કામ કાજ અંગે મુંબઈની અંદર બહાર જા આવ કરતો. વળી મરીન લાઇન્સ સ્ટેશન નજીક નાની સરક્યુંલેટીગ લાઈબ્રેરી નો સ્ટૉલ હતો. તેમાં તે ત્રીજો ભાગીદાર હતો.. જ્યાં નવારસ ના સમયે જતો અને રાત ના નવ વાગે દુકાન બંધ કરી ત્રણે ભાગીદાર ઘરે જતા આ દુકાનમાં માંથી આવક તો ક્યારે મેં જોઈ નથી ઉપરથી મારી પાસે બે વાર હજાર. હજાર રૂપિયા લઇ ગયો જે દુકાન માંથી કદી પાછા મળ્યા નથી. તે તેના પૈસાદાર ચિત્રની દુકાનની સરસાઈ કરતો તેના મિત્ર બાબા ની મરીન લાઈન્સ પર મોટી એસ્ટાબ્લીસ ચોપડીયો ની દુકાન હતી.બાબો મનુભાઈનો એશિયા પબ્લીસીંગ રૂએ ઘણો લાભ લેતો. પણ મનુભાઈને તેની ખબર પડતી નહિ. મનુભાઈએ ત્યાર પછી વાયટાપોલ નો ધંધો બાજુમાં રહેતા જયંતી લાલ સાથે શરુ કર્યો.જયંતીલાલ વ્રજલાલ શેઠના છોકરા હતા. મારી પાસે તે માટે ય પૈસા લઇ ગયો.જંતીલાલ નું મુખ્ય કામ મકાન ને જમીન ની દલાલી હતું મનુભાઈનો કોઈ કંટ્રોલ નહી પૈસાની વાત જયંતીલાલના હાથમાં હતી શરુ શરુ માં પોસ્ટર લગાવ્યા હૅન્ડ બીલો ઘરે ઘરે છાપાં સાથે વેહ્ચ્યા.પણ સરવાળે કાઈ વળિયું નહિ અને જયંતી લાલ બેંક નું ખાતું દબાવી ગયા. પણ હિંમત હારે તે મનુ ભાઈ નહિ તે પછી મનુ ભાઈએ ઓલ્ડ કસ્ટમ હાઉસમાં ટેબલ સ્પેસ લેવડાવી અને એકાઉન્ટ બ્યુરો શરુ કર્યો.ઓફીસમાં જતો દોસ્તારો આવતા, રોજ ચાહ પાણી થતા પણ લાંબા સમય સુધી પ્રયત્ન કરવા છતાં કોઈ કામ મળ્યું નહિ. અને ખર્ચા ચાલુજ હતા.છેવટે મેં કંટાળી ટેબલ સ્પેસ કાઢી નાખી.મનુભાઈએ શેર બજારમાં પણ હાથ અજમાવી જોયો પોતાની પાસે પૈસા નહિ એટલે શેર નો સટ્ટો ખેલ્યો.બાના કાકા નગીનલાલ પોતે શેરો ની દલાલી કરતા.તેઓની મારફત શેરો ખરીદ્યા.તે પછી ભાવ ખુબ બેસી ગયા સેટલમેન્ટ વખતે પૈસા નહિ તેથી સેર બજાર જવાનું બંધ.એક દિવસ કાકાને મળવા હું ગયો ત્યારે કાકાએ મને વાત કરી મેં કહ્યું મને તો આજે ખબર પડી મેં ઘરે જઈ તેની ઉલટ તપાસ કરી ત્યારે કબુલ કર્યું.નગીન કાકા વયોવૃદ્ધ માણસ.વળી તેમનો છોકરો બહુ હોશિયાર નહિ. એ પોતાનું ગાડું જેમ તેમ ચલાવતા.તેમના પૈસા દુબાડાઈ નહિ. મેં રૂપિયા પાચ હજાર નો ચેક તેમને લખી દીધો. અને શેરો ની ડિલિવરી લીધી. એ શેર ક્યારે પણ ઉપર ના ગયા. અને કંપની ફડચા માં ગઈ. મારા અમેરિકા આવતા પહેલા શેરો કચરા પેટીમાં નાખી દીધાં હું તેનાથી કંટાળી ગયો. મેં કહ્યું કે સીધી નોકરી કર. હું મહેશ ને પત્રમાં જણાવતો.મહેશ તે વખતે કેનેડાના માં હતો ને સેટલ હતો તેણે લખ્યું કે મનુભાઈને આવવું હોઈ તો કેનેડા મોકલી દો મેં મનુભાઈને વાત કરી તે તરત માની ગયો મહેશે તેને સ્પોન્સર કર્યો. તેનો ઈન્ટર્વ્યુ દિલ્હી માં થયો.મેડીકલમાં પાસ થયા પછી વીસા મળ્યો હવે પૈસાનો બંદોબસ્ત કરવાનો રહ્યો એક પરદેશ ગમન ,બે લગ્ન, બે ડીલીવરી અને નાનેરાને ભણાવા ના કોલેજ ના ખર્ચા પછી ખાસ બચત રેહતી નહિ.કમાનાર હું એકલોજ.જે કઈ બચાવેલા હતા તે ઘર ખર્ચ,કોલેજની ફીઓ તથા પરદેશ ગમનમાં વપરાઈ જાય તો આગળના પ્રોજેક્ટ તથા તેના ખર્ચા તેમજ કોન્ટીજ ન્સી ને પહોંચી કેમ વળાય તે મારી ચિંતા હતી એક દિવસ હું કામ અર્થે પ્રિન્સેસ સ્ટ્રીટ ગયો હતો. કામ પતાવી ઉમેદચંદ કાકા ને મળવા ગયો. તેઓ મોટાઈ ના ખાસ દોસ્ત અને અમારા ખાસ હિતેચ્છુ હતા. મેં તેમને મનુભાઈના પરદેશ ગમનની વાત કરી. તેઓ અત્યંત ખુશ થયા તેમણે મને ત્રણ હજાર રૂપિયા માગ્યા વગર આપ્યા અને કહ્યું કે મનુ ભાઈ ને કહેજો કે પરદેશમાં કમાઈ ત્યારે આપજે મારે કોઈ જ ઉતાવળ નથી. નહિ આપે તો પણ ચાલશે. હું તેમનો ઉત્સાહ અને લાગણી જોઈ તેમને નારાજ ન કરી શક્યો. તેમણે મનુ ભાઈ ને શુભેચ્છા મોકલી.  હું હાથ મિલાવી ચાહ પી હું નીકળી ગયો. બીજે દિવસે કોઈક ના કેહવાથી હું મામા તાહેરને મળ્યો તેની ઓફિસમાં. તે ટ્રાવેલ એજન્ટ હતા તેમજ સારો ડિસ્કાઉન્ટ આપતા.મનુભાઈ ને પૂછી તેમની કેનેડાની ટિકિટ બુક કરી. કપડા લત્તા ની ખરીદી કરી નવા વુલન સુટ કરાવ્યા. નવી પેટી લઇ સમાન જેમ તૈયાર થાય તેમ મૂકવા માંડ્યો. મનુ ભાઈની વિદાઇ ની તારીખ આવી ગઈ. તેમને માટે પણ સત્ય નારાયણની કથા રાખીતી.સગા સેન્હી તથા પડોશીઓ તેમજ મિત્રો ને આમંત્રિત કર્યા હતા. કથા પછી સગાને જમવા નું અને અન્યને માટે અલ્પાહાર હતો. પ્રસંગ રંગે ચંગે ઉજવાઈ ગયો.પાસપોર્ટ ટીકીટ વગેરે આવી ગયા.નાડકરર્ણી, ઉપાદ્યાય વગેરે મનુભાઈને મળવા આવી ગયા જવાને દિવસે મનુ ભાઈ ને શુકન નું નારીએલ તથા ચાંદલો કરી સુખડ નો હાર પહેરાવ્યો.અમે ત્રણ ટૅક્સી કરી સાન્તાકૃઝ એરપોર્ટે ગયા. ત્યાં ફોટોગ્રાફર સાથે ફોટા પડાવ્યા.મનુભાઈ સિક્યુરિટી ગેટ માં દાખલ થયા પછી અંદર ને અંદર જતારહ્યા.દેખાતા બંધ થયા ત્યાં સુધી આવજો આવજો કર્યા કર્યું. અમે તેમને વળાવી પાછા ફર્યા.ચિંતા તો એ હતી કે ક્યાં ખોટું તો સાહસ નથી કર્યું ને? વળતા અઠવાડીએ હું મુંબઈ ગયો ત્યારે ઉમેદચંદ કાકાને તેમના રૂ 3000 પાછા આપી આવ્યો. આજે મારો એ ભાઈ તો નથી પણ એની યાદો છે. એ ન્યુયોર્ક સીટી (મ્યુનીસીપાલીટી) માં એકાઉંટ ડીપાર્ટમેન્ટમાં  હતો.સુગર નો મરીઝ હતો.કદી પરેજી પાળતો નહિ.મરવાથી કદી બીતો નહિ.લોટરી અને ઘોડા નો શોખીન.કોમા માં ગયો ત્યાં સુધી લોટરી લતો.આખો ગુમાવી પગ ખોયા અને વીલ ચેર માં ફર્યો. એની દેખભાળ નાનો ભાઈ ગોપાલ જે સીવીલ એન્જિનિયર છે તે લેતો. ગોપાળ બા તથા મનુ ભાઈ ની સંભાળ લેવા ફ્લોરીડા થી ન્યુયોર્ક આવી ગયો. તેની 42 રૂમ ની મૉટેલ નામે THUNDER Bird વેંચી કાઢી મનુ ભાઈ 18મી માર્ચ 1999માં અને બા 18 જુન 1989માં મૃત્યુ પામ્યા.

દ્રશ્ય-38-ગોપાલ નું પરદેશ ગમન

મારો ચોથો નાનો ભાઈ ગોપાલ.નાનપણ થી તદુરસ્તી સારી.તે ગાય નુજ દૂધ પીતો તેને બીજું ચાલતું નહિ.

અમે રાઘલા ને બે દૂધ લાવવાનું કહ્યું ગાયનું અને ભેસનું તેને ડોક્ટર પણ હોમી જ ફાવતો.જયારે એ બીમાર હોઈ ત્યારે હું ને બા મોટા મામાની ઘોડા ગાડી માં લઇ જતા ડોક્ટર હોમી પારસી હતા.સરલા ની મોટલાબાઈ ગર્લ્સ સ્કુલ ની બાજુમાં તેમનો બંગલો હતો સ્વછ ને સુઘડ.બંગલા માં ભોય તળિયે તેમનું દવાખાનું હતું ને ઉપર તેઓ રેહતા હતા.અમારા ઘર માં કોઈ પણ નાના છોકરા રડે કે તેમને બહાર લઇ જવા પડતા નહિતો મોટાઈ નો ગુસ્સો વધી જતો.એવી એક સાંજે ગોપાલ બહુ રડતો હતો.બાના અથાગ પ્રયત્ન છતાં છાનો રહેતો નહિ હું તેને ઉચકી બહાર ગલી ના પગથીયા ઉતરી ગોલવાડ માં થઇ સોનેરી લાઈન્સ પાર કરી થીએટર પાસે લઇ ગયો.ત્યાં લાઈટો હતી હોટલો માં થી ફિલ્મી ગીતો ના અવાજ આવતા હતા.ગોપાલ રડતો બંધ થયો હતો પણ ઉચકી ઉચકીને હું થાકી ગયો હતો માટે બેસવાની જગ્યા શોધતો હતો.મને થયું કે અંદર જવા મળે તો ખુરસી પર ગોપાલ ને લઈને બેસું.એવામાં ડોર કીપરે પદ્ડો ઉચે કરી મને અંદર લીધો કમ નસીબે એક પણ સીટ ખાલી ન હતી.ગોપાલ તેની ચકળવકલ આખે ફિલ્મ જોઈ રહ્યો બહુ સમય થઇ ગયો ને બા ની ચિંતા ને મોટાઈ નો ગુસ્સો યાદ આવતા હું ત્યાંથી નીકળી ગયો ને ઘરે પોહચી ગયો.ત્યાં મને ડાટ અને શિખામણ મળ્યા તે જુદા.એજ મારો નાનો ભાઈ ગોપાલ, અપ્રિલ 1965 માં બી ઈ સીવીલ થયો.તેણે મુંબઈ ની VJTi માંથી B. E CiViL ની ડિગ્રી1965માં લીધી હતી સરુમાં તેણે કન્સલ્ટીંગ ફર્મ માં નોકરી લીધી હતી કેટલાક મહિના પછી જોબ બદલી જોશી એન્ડ કંપની માં ગયો.તેઓ કન્સ્ટ્રક્ટસનના ધંધા માં હતા. મોટા પુલ તથા બંધ બાંધવા ના કામમાં જાણીતા હતા.ગોપાલનું તેવા એક પ્રોજક્ટ પર પોસ્ટીંગ થયું.સાઈટ પટના માં હતી ત્યાં જવું પડેલું. ઘરના વાતાવરણ થી તદ્દન જુદું.ખાવાનો મેળ પડતો નહિ સુવાનું કેમ્પ માં હતું.વળી કુટુંબ થી દુર જેથી હોમ સીક થઇ ગયો અને છોડી પાછો આવી ગયો આમ ને આમ સમય વીતતો ગયો કસે ઠરી ઠામ થયો નહિ.તેનો મિત્ર વ્યન્ક્ટેસ પણ સિવિલ એન્જીનીયર હતો તે રોજ ગોપાલ ને મળવા ઘરે આવતો. બન્ને તેમના પ્લાન બનાવતા.અમારા ચંપા ફોઈ નો મોટો છોકરો ભગવત પણ સિવિલ એન્જીનિયર હતો.તે ઇન્દોર માં થી થયો હતો.હોસ્ટેલમાં રેહતો એટલે સ્ટ્રીટ સ્માર્ટ હતો.તે મારવાડી કોન્ટ્રકટર પાસે કામ કરતો અને સાઈટ સુપરવાઈઝ કરતો. રોજ સાંજે છુટી મારે ઘરે આવતો અને ભવિષ્યના અમેરિકા જવાના પ્લાન ના સ્વપ્ના જોતો.તેને મિત્રો તરફથી પત્રો આવતા કે જલ્દી આવી જા.એક દિવસ એવો પણ આવી ગયો કે તેને સ્પોન્સોર મળી ગયો અને તે અમેરિકા જતો રહ્યો. તેણે સરુઆતમા શરમ મૂકી અદના કામ કર્યા.પછી લાઈનની જોબમાં જતો રહ્યો.તે સ્વભાવે ખટ પટી હતો.આજે પૈસે ટકે સુખી છે. ગોપાળ ના પાચ વરસ આમ જ ચાલી ગયા અહી સારી અને સ્થાઈ જોબ મળતી નહિ..એટલે મેં તેને અમેરિકા મોકલવાનો વિચાર કર્યો.અમેરિકન એમ્બસીમાં જઈ ઈમ્મીગ્રેશન માટે નું ફોર્મ તેની પાસે ભરાવ્યું.ત્રણ એક મહીને પ્રોસેસ થઇ ઈન્ટરવ્યું આવ્યો.અને મેડીકલ ચેક અપ પહેલા થયું.મેડીકલ ચેકઅપ માં પાસ થયો તે પછી મામા તાહેરને ટીકીટ માટે ટેલિફોન કર્યો.તેને મળવાનો ટાઇમ લઇ તેની ઓફિસે ગયો.મેં તેને કહ્યું આ બીજી ટીકીટ છે અને બીજી વધુ આવશે ની પ્રોમિસ કરી સારો ડિસ્કાઉટ મેળવો.ટીકીટ લીધા પછી સત્ય નારાયણ ની કથા નો દિવસ નક્કી કર્યો.સગા સ્નેહીઓ ને નીમંત્રિત કર્યા.ભાઈ ગોપાલ કથા માં બેઠો હતો. કથા પછી સ્નેહીઓ ને અલ્પાહાર ને સગાને જમાડી ને પ્રસાદ આપી વિદાઈ કર્યા.આ અમારા ઘરમાં ત્રીજું પરદેશ ગમન હતું.સગા વર્તુલ માં આશ્ચર્ય થતું.કારણ કે તેમને સ્વપ્ને પણ ખ્યાલ નોતો કે અમે પરદેશ જઈશું અને તે પણ એકલ દોકલ નહિ પણ બધાજ.જવાના દિવસે ગોપાલ ને મુકવા બધા એરપોર્ટ મુકવા ગયા.રાજુ માસા તેમજ શાંતા માસી પણ આવેલા.ગોપાલ ને સુકન નો સવા રૂપીઓ તથા સુખડ નો હાર પહેરાવ્યો.ફોટોગ્રાફરે ગોપાળ સાથે ગ્રુપ ફોટો પડ્યો.મારી દિકરી પ્રીતિ ત્યારે ત્રણ વર્ષ ની હતી ગોપાલ જેવો સીક્યુરીટી ગેટ માં દાખલ થયો કે બધાએ આવજો બાઈ કહી હાથ હલાવવા માંડ્યા તે દેખાતો બંધ થયો ત્યાં સુધી આ ચાલતુજ રહ્યું.પ્લેન ઉડ્યું તેની એનોઉન્સમેન્ટ થઇ ત્યારે ઘરે પાછા ફર્યા ઘર સુનું સૂનું લાગતું હતું.ઔર એક પંખી દરિયાપાર ઊડી ગયું

દ્રશ્ય-39–ભુપેન્દ્ર ડોક્ટર થયો

ભુપેન્દ્ર નું બધું કામકાજ બહુ ધીરુ હતું.તે સાત વરસ સુધી ચાલી સકતો નહિ.બાએ કેટલીએ માનતા માની. કેટલાય ડોકટરો ને બતાવ્યું.પણ કઈ વળ્યું નહિ.એક વાર અમે ભરૂચ ગયા હતા ત્યારે ચાલન ગાડી તેના માટે લાવ્યા હતા.અમારી ચિંતા તેને ચાલતો કરવાની હતી.સવારના એ રસોડા થી ઘસડાતો જઈ આરામથી ઓટલે બેસતો. અમારા સામે વાળા પડોસી જોષિજી ને તેની બહુ માયા હતી.તેને જોતાજ તે કેહતા શ્રી ગણેશ કેમ છે ? ભુપેન્દ્ર નો આ રોજનો કાર્યક્રમ હતો.એક દિવસ તેની સામે ચાલન ગાડી મૂકી તેને ઉભો રાખી ચલાવાની કોસિસ કરી.સર્વે ના આશ્ચર્ય વચ્ચે તે થોડા ડગલા ચાલી ગયો.પછી તો રોજ ચાલન ગાડી થી ચાલતો થઇ ગયો.બા તથા અમારા સર્વે ને ખુબ આનદ થયો.બાએ તે દિવસે ખાસ પુરી બનાવી તેની સાથે વેહ્ચાવી.આજ ભુપેન્દ્ર આજે ડોક્ટર થઇ અમેરિકામાં પ્રેક્ટીસ કરે છે.ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે ગોપાલ ને ભુપેન્દ્ર માટે મને વિશેષ ચિંતા રહેતી.કારણ કે આ લાઈનો માં અધકચરા ની કોઈ વેલ્યુ નહિ. ગોપાલ મારો ચોથા નંબરનોભાઈ નો અને ભુપેન્દ્ર મારાથી પાચમા નંબર નો ભાઈ.ભૂપેન્દ્ર ssc પાસ કરી ખાલસા કોલેજ માં સાયન્સમાં જોડાયો ઇન્ટર પાસ થયા પછી લાઈન સેલેકટ કરવાની હોઈ.તેણે મુંબઈમાં મેડીકલ માં જવાની કોશીસ કરી પણ નાકામયાબ રહ્યો સાથે સાથે તેણે ડેન્ટલ કોલેજો માં પણ અરજી કરી હતી.એવામાં નાયર ડેન્ટલ કોલેજ માં થી તેને કોલ આવ્યો.મેં તેને નાયર માં જોડવા પ્રોસાહિત કર્યો.વિધિ પતાવી ફી ભરી દાખલ થઇ ગયો તે વરસ 1966 નું હતું સરુઆત ના વરસો માં પાસ થઇ ગયો પણ છેલા વર્ષ માં કસોટી થઇ. . કયારેક પરીક્ષા અર્થે પેસંટ મળતા નહિ વખત બેકાર જતો ‘હું નાના ભાઈ બેનોને પ્રોશાહિત કરતો રેહતો.આખરે ભુપેન્દ્ર ડોક્ટર થઇ ગયો 1971માં.મારા એક પછી એક પ્રોજેક્ટ કામયાબ થતા ગયા.હું મનોમન ઈશ્વર નો આભાર માનતો ગયો હજુ મારે બે કામ બાકી હતા.એક તો કનું અને રંજન નું ગ્રેજ્યુંએસન અને બીજું રંજનના લગ્ન.  ભુપેન્દ્ર ડેન્ટીસ્ટ તો થયો પણ પછી શું ?ડેન્ટીસ્ટ માટે નોકરી ના અવેન્યું બહુ ઓછા હતા.ગણી ગાંઠી હોસ્પિટલો માં ડેન્ટલ વિભાગ હતો.તેમાં પણ પેહલાના ડેન્ટીસ્ટ કામ કરી રહ્યા હતા.નવી ઓપેનીંગ બહુ જુજ હતી જેમના બાપા ડેન્ટીસ્ટ હતા અને પોતાની પ્રેક્ટીસ હતી તેઓ બાપા સાથે જોડાઈ ગયા.બાકીના માટે પોતાનું દવાખાનું કાઢવા નું મુસ્કેલ હતું કારણકે ઇનિસિઅલ ઇન્વેસ્ટમેન્ટ બહુ હતું જે મારા ગજાની બહાર હતું.વળી મારે બીજા બે નું પણ કોલેજ ભણતર બાકી હતું.શું કરવું તેની વિચારણા ચાલી રહી હતી.તેવામાં ભુપેન્દ્ર ખબર લાવ્યો કે ડોક્ટર કાપડીને તેની ડેન્ટીસ્ટ પત્નીનું દવાખાનું લીઝ પર આપવું છે મહીને રૂપિયા ચારસો.આ પરવડે તેમ લાગતું હતું.જોકે તે સમયે રૂપિયાની વેલ્યુ સારી હતી હું ડોક્ટર કાપડી ને મળ્યો.તેણે ભુપેન્દ્રને દવાખાનું બતાવ્યું ભુપેન્દ્રને પસંદ આવ્યું.ડોક્ટરે રૂપિયા દસ હઝાર ડેપોસીટ માગ્યા.મેં ચેક લખી દીધો.અને નક્કી કરી નાખ્યું.એગ્રીમેન્ટ પર બન્ને પક્ષો એ સહી સીક્કા કર્યા અને ઉઠ્યા.દવાખાના ના ઉદ્ઘાટન ના નીમત્રણો બધાને મોકલ્યા..તે દિવસે બધા પરેલના દવાખાને સવારના ભેગા થયા.દવાખાનું સારું હતું.બધાને ગોલ્ડ સ્પોટ ની બાટલી પીવા આપી બધાએ શુભેચ્છા આપી.બધા ગયા પછી અમે દવાખાનું બંધ કરી ઘરે ગયા ભુપેન્દ્રએ બીજે દિવસ થી દવાખાને બેસવાનું ચાલુ કર્યું. લોવર પરેલ પરામાં દવાખાનું હતું વસ્તી બધી મિલ એરયાની હતી અટલે ડેન્ટીસ્ટ નું દવાખાનું ચાલવું મુસ્કેલ હતું.આ તો આ બેલ  ગલે લગ જા જેવી વાત હતી.મને ભુપેન્દ્ર ના ભવિષ્ય ની ચિંતા હતી.આમ ને આમ મહિના પછી મહિના ખાલી જતા.હું પણ બીજા અનેક પ્રશ્નો માં ગુંચવાઈલો રેહતો.એવામાં ગોપાલનો પત્ર આવ્યો કે તેને યુએસે મોકલી દ્યો. ઇમિગ્રન્ટ વિસા માટેના પપેર્સ તૈયાર કરવામાં લાગી ગયો જેવા પપેર્સ તૈયાર થયા કે તેને લઇ એમ્બસી ની ઓફીસમાં ગયો અને પપેર્સ ફાઈલ કરી દીધા સાથે સાથે કનુના પણ પપેર્સ ફાઇલ કરી દીધા. હવે કાપડી ના એગ્રીમેન્ટ માં થી બહાર કેમ આવવું તે વિચારવું રહ્યું.મેં ભુપેન્દ્ર મારફત તેને સંદેશો મોકલી મીટીંગ નક્કી કરી અમે મળ્યા ને તેને જણાવ્યુ કે ભુપેન્દ્ર અમેરિકા જવાનો છેતેથી એગ્રીમેન્ટ ખતમ કરાવવું છે. તેણે છ મહિનાના રૂપિયા ચોવીસો કાપી બાકીના પાછા આપ્યા આજે એ રકમ ભલે નાની લાગે પણ તે વખતમાં તેની વેલ્યુ ઘણી હતી.પતિ ગયું એટલે ગંગા નાહ્યા.બધું પત્યું ત્યાં તો વિસા કોલ આવી ગયો અને

હું તેની વિદાય ની તૈયારી માં પડી ગયો આ મેં ચોથું પરદેશ ગમન પ્લાન કર્યું મનો મન ઈશ્વરનો અભાર માન્યો  ભુપેન્દ્રના અમેરિકા ગયાને મહિનઓ વીતી ગયા હશે પછી એક રવિવારે અમારી નજીક રેહતા કાપડિયા તેમના ડેન્ટીસ્ટ છોકરા ને અમેરિકા મોકલવા પૂછ પરછ કરવા આવ્યા.તેમનો પુત્ર ભુપેન્દ્ર નો મિત્ર થતો હતો તેવું તેમણે મને જણાવ્યું હતું.મેં તેમને પરિસ્થતિ નો ખ્યાલ આપ્યો હતો.પછી તો એમની અવર જવર વધી ગઈ.અને તે ગયો ત્યાં સુધી ચાલુ રહી.ભુપેન્દ્રના ઇનિસિઅલ સપોર્ટ થી તે ત્યાં સ્થાઈ થયો પણ બીજા સ્ટેટ માં.કારણ કે ન્યુયોર્ક ઘણું મોઘું હતું.

40-ભુપેન્દ્ર તથા કનું નું પરદેશ ગમન

કનું મારો છઠો નાનો ભાઈ.તે પહેલેથી હુસીયાર હતો.મને હજુ યાદ છે કે નાનો હતો ત્યારે ઝબલું પહેરતો.એક દિવસ ગોકલી બાઇ સ્કુલ નો સિપાઈ ઘરે આવ્યો અને પૂછ્યું કે કનું ભાઈ કોણ છે? ત્યારે કનું ઝબલું પહેરી ઘરમાં ફરતો હતો. ઝબલું અને મોઢું ભૂરા રંગથી રંગાઈ ગયું હતું. તેના હાથમાં ખાલી શીશી હતી તે પોટેસીયમ પરમેગનેટની શીશી હતી.સિપાઈ પર્બીડ્યું આપી ગયો તેમાં કનુને સ્કૂલમાંથી મળેલા ઇનામ ની વિગત હતી.તે ભણતા ભણતા બી ઈ ઈલેકટ્રોનીક્સ થઇ ગયો.તેનું એકેય વરસ બગડ્યું નથી તે વખતે ઇલકટ્રોનીક્સ્સ ખાસ ડેવોલપ થયેલું નહિ. તે vjt. માં થી બી..ઈ ઈલેકટ્રોનીક્સ થયો તે વર્ષ 1970 નું હતું.પાસ થઇ નોકરી ના ઘણા પ્રયત્ન કર્યા પણ કેમે કરી ઠેકાણું પડતું નહિ.કારણ આ નવી લાઈન હતી.મેં તેનો અમારી કંપની માં ઇન્ટરવ્યું ગોઠવ્યો હતો પણ જામ્યું નહિ આખરે અમારા ઇડીપી ઓફિસર સર્વોત્તમ ઠાકોર પાસે ગયો તેઓ USA રહી આવેલા પણ ફેમીલી પ્રોબ્લેમ લઇ ને પાછા આવી ગયા હતા.તેમણે સુચન કર્યું કે usa મોકલી દો જલદી ઠેકાણું પડી જશે.એવામાં અમારા સગા કમળનયને પોતાની ઓફીસ ખોલી હતી. ટરબાઇન બનવાનું કારખાનું શરુ કર્યું હતું.તેમણે પ્રસ્તાવ મુક્યો કે કનુને મારી ઓફીસ માં મોકલી આપો કનું રોજ ત્યાં જતો હતો ને તેમને મદદ કરતો.એ અરસામાં ગોપાલના પત્રો આવતા કે કનું અને ભુપેન્દ્ર બેઉને  જલ્દી મોકલી દો.મેં કનુની ઇમિગ્રન્ટ કારવાઈ શરું કરી. પપેર્સ તેમજ જરૂરી ડોક્યુંન્ટસ ભેગા કરી એમ્બસી ઓફીસ માં પોહચી ઈમીગ્રેસન ફોર્મ ફાઈલ કર્યું.આ બધું ચાલતું હતું તેવામાં કમળ નયન ઘરે આવ્યા હતા ત્યારે વાત કરી કે તેમના પાર્ટનરે દગો દીધો ને કલકત્તા ની પાર્ટી એ દેવાળું કાઢ્યું અને ટરબાઇન ના પૈસા ડૂબી ગયા.તેઓના ભાઈએ તેમને સ્પોન્સર કર્યા છે અને તેઓ અમેરિકા જવાના છે તેઓ ફેમીલીને લઈને અમેરિકા જતા રહ્યા.એવામાં એક નવો પ્રોબ્લેમ ઉપસ્તિથ થયો.બા રોજ દ્વાર્કાધીસ મંદિરે જતી હતી ત્યાં બાને ઓળખનારા ઘણા

બૈરા હતા.તેઓ ઘરે પણ આવતા એક દિવસ એક બુઢા માંબાપને છોકરા સાથે બન્યું નહિ અને ઘરમાં થી કાઢી નાખ્યા.તે લોકોએ બા ને ભલામણ કરી.બાએ મને મળવાનું કહ્યું.એક દિવસ બૈરાઓ નું ડેલીગેસન સાંજના વખતે આવ્યું.તેમને વૃદ્ધ માં બાપ નો કિસ્સો મને સભલાવ્યો.મેં જગા મારે જોઈએ ત્યારે પાછી આપવાની બાહેધારી માગી અને તેઓએ આપી.તે વૃદ્ધ બાપ નું નામ બારોટ હતું મને જણાવ્યા પ્રમાણે તેમનો ધંધો મોટર દલાલીનો હતો.મેં કોઈ લખાણ વગર તેમને નીચેના રૂમની ચાવી આપી દીધી, તેઓ લગભગ વરસ થી રેહતા હતા.ખાલી કરવાનું કહેવા છતા કોઈને કોઈ બહાના બતાવી ખાલી ન કરતા.કોમ્પેનસેસન આપવા નું નામ નહિ પણ ક્યારેય પાણી તથા લાઈટ ના બીલ ભર્યા નહિ jજે લેડીસ ડેલીગેસનઆવેલું તેને હાથ ખંખેરી કાઢ્યા.બારોટ ના છોકરાએ પણ ના કહી.તે મુંબઈ ના ટાઈમ્સ ઓફ ઇન્ડિયા માં કામ કરતો હતો આખરે જગા તો બારોટે ખાલી કરી મેં પણ તેમને ચડેલા કોપેંસેસન તેમજ પાણી અને લાઈટ ના બીલ માફ કર્યા થોડો સમય વીત્યો હશે ને બા વાત લાવી કે બારોટને લોહીની ઉલટી થઇ અને ગુજરી ગયા. કનું ના પપેર પ્રોસેસ થઇ ઈન્ટરવ્યું આવી ગયો.તે પહેલા મેડીકલ ટેસ્ટ થઇ અને વિસા અપાયો આમ ભુપેન્દ્ર અને કનું બન્ને ના વિસા આવી ગયા.તેમની પણ કપડા લત્તા વગેરે ની ખરીદી થઇ ગઈ.સત્ય નારાયણ ની કથા માટે શુભ દિન મહારાજે નક્કી કર્યો.સગા સ્નેહીઓ ને નિમંત્રિત કર્યા.કથા તેમને અર્થે હતી માટે કથામાં તેઓ બેઠા હતા કથા પૂરી થયે પ્રસાદ વેહ્ચાયો અને સ્નેહીઓ ને અલ્પાહાર ને સગા ને જમણ વાર થયો.બધા શુભેચ્છા આપી વિદાઈ થયા જવાને દિવસે અમો સૌ ટેક્ષીઓ કરી એર પોર્ટ પોહ્ચ્યા ફોટોગ્રાફર ને બોલાવી ગ્રુપ ફોટો લીધો.સુખડના હાર પેહરાવ્યા.શુભેચ્છા તેમજ સલાહ સુચન થયા.તેઓ સેક્યુરીટી ગેટમાં દેખાતા બંધ થયા ત્યાં સુધી આવજો આવજો થયું આ સાથે કુટુંબ ના પાચ ઈમીગ્રેસન મેં પુરા કર્યા.અમે સર્વે ટેક્ષીમાં પાછા ફર્યા.હવે કુટુંબ ની ત્રણ વ્યક્તિ અમેરિકા હતી એટલે પહેલા જેવી ચિંતા થતી નહિ.હવે ફક્ત રંજન બાકી હતી.તેનું ભણવા નું ચાલતું હતું

ધનંજય સુરતી

 

મારી ડાયરીના પાના -૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦

24-આગે કુચ

મેં મારી ફર્સ્ટ જોબ ભાગ્યે પાચ છ મહિના કરી હશે. ત્યાં બીજી સારી જોબ મળી ગઈ. અને તે પણ ફર્સ્ટ ક્લાસ ફર્મ માં. વળી મોટાઈ ની ઈચ્છા હતી ત્યાં જ. એટલે તેમનું બીજું સ્વપ્ન પૂરું થયું. પહેલું કે મારે CA થવાનું બીજું જી. પી કાપડિયાને ત્યાં કામ કરવાનું.  મેં અહીં સાડા ત્રણ વર્ષ કામ કર્યું આ વરસો દરમિયાન નાગદા ,રતલામ ઉજ્જૈન ગ્વાલીયર ,લશ્કર ,અમદાવાદ , ,ગોંડલ,ડીસા ,રાજકોટ ભાવનગર જામનગર પોરબંદર,આગ્રા વગેરે શેહરો ને ગામો જવાની અને જોવાની તક મને મળી અને ઓડિટર તરીકે રૉયલ ટ્રીટમેન્ટ મળી. ચિત્ર વિચિત્ર અનુભવો પણ થયા નાગદા માં સુંદર ગેસ્ટ હાઉસ હતું મોટા ભાગે ત્યાં ગોરા લોકો રહેતા. કુ. નો રેયોન પ્લાન્ટ ઈરેકટ કરવા  આવ્યા હતા કંપની એ અમને ગેસ્ટ હાઉસ માં ઉતારો આપ્યો હતો.ગાયવાળા ફૉરેસ્ટ ઓફિસર અમને ગેસ્ટ હાઉસમાં મળવા આવ્યા તેઓ મુંબઈના હતા. તેમણે  જોયું કે અમને ખાવાનું ફાવતું નથી. બીજે દિવસે તેમને ઘરે થી ટીફીન આવ્યું. કેન્ટીન મેનેજરને ખબર પડી કે તેઓ દોડીને અમારી પાસે આવ્યા  અને કહ્યું  મારી નોકરી ખતરા માં ના મુકો ?તમને રૂચે તેવું ખાવાનું બનશે. મેં ગાયવાળા ને કહી બંધ કરાવ્યું. ગોવાનીઝ કુક ને ગુજરાતી જેવું ખાવાનું બનાવતા ન આવડે. અમારે લાંબુ રહેવું પડે તેમ હતું. અમો કંટાળી સ્ટાફ કેન્ટીન મા થોડા વખત માટે જતા રહ્યા અને ગેસ્ટ હાઉસ મૅનેજર ને સમજાવી દીધું. ગેસ્ટ હાઉસમાં પાર્ટી અવર નવર થતી. અમો પાર્ટી માં જતા. રવિવાર બહુ કંટાળા જનક હતો. કારણ કે રવિવારે કાંઈ કામકાજ રહેતું નહિ.નાગદા ગામમાં કંપની ની ફેકટરી તેમજ વસાહત સિવાય કાઈ હતું નહિ. રેલવે ની એક બાજુ વસાહત ને ફેકટરી અને બીજી બાજુ ગામ. ગામમાં બહુ વસ્તી હતી નહિ. બજાર તથા થોડા જુના ઘરો હતા. બજારમાં રવિવારે ગુજરી ભરાતી. ગામ લોકો માટે ફૅક્ટરી બહુ લાભદાયી હતી. ગામના બહુંતિક લોકો ફેક્ટરીમાં કામ કરતા. ફેક્ટરીની એક સ્કૂલ પણ હતી.જ્યાં ગામના તથા કંપનીના એમ્પ્લોઇઝ ના છોકરા ભણતા. ક્યારેક અમો ટ્રેન માં ઉજ્જૈન જતા અને રવિવાર ત્યાં ગુજારતા. સિનેમા જોતા જમતા તેમજ જોવા જેવી જગ્યાએ જતા. મહાકાળનું મંદિર તથા જંતરમંતર વગેરે જગ્યાએ ત્યાનું આકર્ષણ ગણાતી કયારેક કંપની વાળા અમોને ઇન્દોર લઇ જતા. ઇન્દોર એ મધ્ય પ્રદેશ નું છોટામુંબઈ કહેવાતું. ત્યાં ફરવાની તથા રેસ્ટોરાં માં જમવાની ને લેટેસ્ટ પિક્ચર જોવાની મજા આવતી. કંપની ના બોસ બિરલાજી માટે કંપનીએ એલીફન્ટ હાઉસ બનાવ્યું હતું. જેના બેડ રૂમ માં થી અહેસાસ થાય કે બારી બહાર હાથ કાઢો એટલે પાણી અડકે પણ ખરું જોતા પાણી દુર હતું. બોસ ના રાયટ હૅન્ડ મડેલ્યા હતા. તેમનો ધાક જબરો હતો. તેનો મને અનેક વાર અનુભવ થયો હતો. તેમને રોજ સવારે પાચ વાગે તરત દોહીલું દૂધ પીવા જોઈતું. સવારના ત્રણ સાડા ત્રણથી ગેસ્ટહાઉસમાં  દોડાદોડ સરુ થતી. એટલી મોટી કંપની ના હિસાબ હિન્દી માં લખતા. મોટા ભાગનો સ્ટાફ મારવાડી હતો કંપનીની એક બોટ પણ હતી. ગેસ્ટ હાઉસ પાછળ ચંબલ નદી વેહતી હતી. અમો ક્યારેક તેમાં ફરવા જતા હલેસા મારી હાથ દુઃખી જતા. બગ્રોડીયા કંપની ના સેક્રેટરી હતા અને પારેખ જનરલ સેક્રેટરી હતા. ઓડિટ પતાવી અમે મુંબઈ પાછા ફર્યા ને પોદાર મિલ નું ઓડિટ શરૂ  કર્યું. કંપની દિવાળીમાં બધા સ્ટાફ ને મુંબઈ બોલાવી લેતી. ધનતેરશ ને દિવસે ચોપડા પૂજન થતું તેમાં બધો સ્ટાફ હાજરી આપતો. ચોપડા પૂજન પછી જી પી હસ્તક દરેકને બોનસ ના પકેટ અપાતા. તેમજ પ્રસાદ વેહ્ચાતો. મને પહેલું બોનસ રૂ 750.નું મળ્યું. મેં તેમાંથી રૂ 550નો મરફી રેડીઓ લીધો. બહુ સરસ હતો. જેને માટે લાકડાનું શોકેશ લીધું. તે વખતે TV નહોતા. બીનાકા ગીતમાલા અને ગોવા રેડીઓની બોલબાલા હતી. દર મંગલવારે રેડીઓ પર આવતા નાટક સાંભળવાની મજા આવતી. કાપડિયા કંપની ની સતત ટુ રિંગ ની જોબ છોડી સ્થાઈ જોબ માં જોડાઈ ગયો તારીખ. સપ્ટેમ્બર. 1996..

25-ગ્વાલીયર ઓડિટ

અમે નાગદા નું ઓડિટ કરતાતા તેવામાં એક દિવસ ટેલીગ્રામ આવ્યો કે મારે ગોરડિયા ને લઈને ગ્વાલીયર જવું. આ સાંભળી ઇન્દ્રવદન ડાંગર વાળા જે મારી સાથે મને મદદ માં આવેલા તે નિરાશ થઇ ગયા. અમારી બે જણા ની ટિકિટો બુક થઇ ગઈ. અમારે વળતી સવારે ગ્વાલીયર જતી ગાડી માં જવાનું હતું ઇન્દ્રવદન ને સલાહ સુચન આપી અમોએ ગાડી પકડી. ગ્વાલીયર ઉતરી ટાંગો કરી અમે ગેસ્ટ હાઉસ પહોંચ્યા. ત્યાં અમારી કંપની ના માણસો જી સી શેઠ,ગાંધી વગેરે હતા. ત્યાં બાટલી બોઇ કુ ના સંપટ તથા બીજા એક ભાઈ હતા. તેઓ અમારી સાથે જોઈન્ટ ઓડીટર હતા. સંપટ ઉમરમાં સૌથી મોટા હતા તેમના અડધા વાળ સફેદ હતા. તેઓ રંગીન સ્વભાવના હતા. આખો આંજતા પાઉડર લગાવ તા અને પાન નો ડૂચો મોમાં રાખતા ટૂંકમાં ઇસકી હતા. આખો વખત તેમની બહાદુરી ની વાતો કરતા. તે કલકત્તા ના હતા. શેઠ બહુ વાતોડિયા હતા. આખો દિવસ કામને બદલે વાતો કરતા અને ઓફિસ બંધ થાય ત્યારે એકદમ સભાન થઇ કામે વળગતા ને મોડે સુધી બધાને બેસવાનો આગ્રહ કરતા. બધા તેમનાથી કંટાળી જતા સંપટ પણ તેવા જ હતા. મેં તેમને કહ્યું મને ઓફિસ અવર દરમ્યાન કામ કરવાની આદત છે માટે હું જુદો બેસી કામ પતાવી દઇશ. ઓફિસ અવર પછી હું ને ગોરડિયા સ્વિમિંગ પુલ માં તરતા સુંદર પુલ હતો. અંદર રંગ બે રંગી લાઇટો હતી રવિવારે સાંજે રસોડું બંધ રહેતું એટલે અમે તૈયાર થઇ ટાંગામાં બેસી લશ્કર જતા. લશ્કર ગ્વાલીયર થી દુર હતું. સાંજે પાણી પૂરી ભેલ વગેરે ખાઈ સિનેમા જોવા જતા અને રાતે બાર વાગ્યે ગેસ્ટ હાઉસ પાછા ફરતા શનિ રવિ ક્યારેક આગ્રા જતા ને તાજ મહાલની મજા માણતાં. મને બરાબર યાદ છે એક વાર હું ટ્રેન માં આગ્રા જઈ રહ્યો હતો ત્યારે ફટાફટ બારી બારણા લોકોએ બંધ કર્યા કેટલાક તો સીટ ની નીચે ભરાઈ ગયા. નાના છોકરા રડી ઉઠ્યા. મને નવાઈ લાગી કે એકા એક શું થઇ ગયું ?તેમણે જણાવ્યું કે ચાલતી ગાડીએ ચંબલ ની ઝાડિયો આગળથી ગાડી પસાર થતી હતી ત્યારે કેટલાક બહારવાટિયા સાથે ડાકુ ભૂપત ટ્રૈન માં સવાર છે ને લૂટમાર ચાલી રહી છે. પણ થોડીવારમાં બધું શાંત થઇ ગયું. મેં પૂછ પરછ કરી તો માલમ પડ્યું કે કેટલાક ગામડા વાસીઓ માથે ફાળિયા અને ચાંચીયા જોડા પહેરી હાથમાં ડંગોરા લઇ ગાડી માં પ્રવેશેલા એ કેસ ઓફ મિસ્ટેકન આયડેન ટી.ટી. હું આગ્રા આવતા ઊતરી ગયો.હોટેલમાં જઇ જમ્યો. પછી ટાંગો કરી તાજમહાલ જોવા ગયો ત્યાં રાત સુઘી રહ્યો. તે દિવસે પૂર્ણિમા હતી. ધરાઈ ને મૂન લાઈટ માં તાજ જોયો. રાત્રે નવ વાગે હું હોટેલ માં રેહવા ગયો પણ મારી સાથે કોઈ સામાન નાહોવાથી મને કોઈએ રૂમ આપી નહિ.થાકી હું સ્ટેશન પોહચી ગયો મોડી રાતે ગાડી મળી તેમાં ગ્વાલીયર પાછો આવ્યો.પ્રસંગો પાત અમે બીરલા ના વીઆઈપી ડાઈનીગ રૂમમાં જમતા. અહી પણ હિશાબ હિન્દીમાં લખતા. મોસ્ટલી સ્ટાફ મારવાડી હતો. એકાઉટંટ રાઠીજી હતા જવાના વખતે કામ રેહતું ત્યારે મોડે સુધી કામ કરતા. એક વીઝીટ દરમિયાન અમે તાનસેન કબર ,ગ્વાલીયાર પેલેસ અને બોરડીગ સ્કુલ વગરે જોયા.અમારી ઓફિસમાં અમારી બહુ ઈર્ષા થતી. ખાસ કરીને જે લોકોને ઓફિસમાં ગોધાવું પડતું તેમને મારી બહુ ઈર્ષ્યા થતી. મારા સાડા ત્રણ વર્ષ દરમિયાન મેં બહુ ફરી લીધું પછી અલવિદા કહી દીધુ.

26-અલવીદા –જી. પી. કાપડિયા કુ.

આ મારી છેલ્લી વિસીટ હશે તે ખબર નહોતી. હું ઓફીસ માં ગયો ને બધાને લાંબે વખતે મળ્યો લગભગ બે વાગ્યા હતા ત્યાં ચાહ આવી. તે પીતો હતો ત્યાં પટાવાળાએ કહ્યું કે જતા મીસીસ શ્રોફ ને મળતા જજો. જતા જતા હું તેમને મળ્યો તેમને મને ફ્રન્ટીયર મેલ ની ટીકીટ આપી ગોરડિયાને સાથે લઇ જવા કહ્યું ગોરડિયા તેમની ટીકીટ તથા એડવાન્સ લઇ ગયા છે જવાને દિવસે ઘરે જમવાનો સમય ના મળ્યો કારણ ફ્રન્ટીયર સાત વાગે દાદર સ્ટેશન થી ઉપડે છે એટલે ઘરે થી પાચ વાગે નીકળી ગયો.અમો દાદર થી અંદર બેઠા. ગાડી બહુ રુકતી નથી. ગાડી ઉપડી અને મુબઈ છોડે તે પહેલા રાતના કપડા પેહરી તૈયાર થઇ ગયા અને જમીને પોત પોતાના બર્થ પર નાઈટ લેમ્પમાં વાચતા વાચતા સુઈ ગયા. સવાર ક્યારે પડી ગઈ તેની ખબર ના રહી. રતલામ સ્ટેસન આવી ગયું. મીસ્ટર શારદા સ્ટેશને લેવા આવ્યા હતા.રતલામ આમ તો રેલ્વે જકશન છે પણ મને તો મોટા ગામડા જેવું લાગ્યું. અમારી ગાડી ગામમાં થઇ બહાર આવી ત્યારે સરસ ડામર ના રસ્તા પર મોટો ગેટ આવ્યો જેની પછવાડે વિશાલ જગામાં મીલનો વિસ્તાર હતો. મીલનું નામ સજ્જન મીલ હતું. અંદર પેસતા ઓફિસનું મકાન હતું. સ્ટાફ મોટે ભાગે મારવાડી હતો. શારદા એકાઉ ટંટ હતા તેનાથી આગે ગેસ્ટ રૂમ્સ હતા. અને ગેસ્ટ રૂમની નજીક વિશાલ બંગલો હતો. જેમાં ઉમરાવ સીંગ અને તેમનો પરિવાર રેહતો હતો. ઉમરાવ સીંગ મનેજીંગ ડીરેક્ટર હતા. તેમના નીકટના સગા પબ્લીક રીલેસન સંભાળતા.અમોને ગેસ્ટ રૂમ આપ્યો હતો સવારની ચા તથા બ્રેકફાસ્ટ રૂમ પર મળતા અને જમવા સવાર સાંજ બંગલે જતા. ગેસ્ટ રૂમ્સ ની પાછ્ળ વિશાલ જગામાં શાકભાજી ઉગાડતા ને તે બંગલે વપરાતા. પાર્ટીઓ ઘણી થતી તેમાં જતા. ફરવાનું તો ખાસ હતું નહિ. સાંજે ઉજ્જડમાં આટા મારતા. ક્યારેક શની રવિ અમને ઇન્દોર ફેરવતા. ત્યાં ફરવાનીમઝા આવતી ને પિક્ચર જોવાની મઝા આવતી. નારાયણ બંગલા નો સીનીયર નોકર હતો. તેનો ઠાઠ બહુ હતો. રોજ અસ્ત્રી દાર કપડા પહેરતો. કફની ધોતિયું ને ચાચીયા સફેદ ટોપી તેનો ડ્રેસ હતો. બંગલામાં પાન નો કોર્નર તેનો ચાર્જ હતો. રોજ કલકત્તાથી એક કરંડિયો મગાઈ ના પાન આવતા. નારાયણ પાન ફક્કડ બનાવતો. તે હમેશા પાનનો ડૂચો ગળેફા માં રાખતો. બંગલાના ગેસ્ટ માટે પાન તેજ બનાવતો. અમારું ધ્યાન તેજ રાખતો. જમવાને સમયે ગેસ્ટ રૂમ પર બોલવા તેજ આવતો..બંગલામાં રોજ બાલદી થી દૂધ વપરાતું. નારાયણને હું કેહતો કે અમારે માટે જોઈતુજ દૂધ તથા નાસ્તો લાવ. કારણ ના વપરાયેલ વસ્તુઓ ગટરમાં જતી. જયારે કંપાઉંડમાં કામ કારનારા મજુરો લંચ સમયે સુકા રોટલા અને ઝાડના પાન ખાતા. પણ મારું સૂચન નારાયણને મંજુર નોતું. તે કહેતો સાબ તેમ કરતા મારી નોકરી જતી રહે.  ઉમરાવ સીંગ કલકત્તાના હતા. શરીરે મોટા અને કફની ધોતિયું ને બંડી પેહરતા. બપોરના હમેશા નેપ લેતા. જમીને ચલમ પીતા અને ધુમાડાથી ઓરડો ભરી દેતા. પછી મચ્છરદાની નાખી સુઈ જતા. અમારી સાથે બધી ફોર્મલ વાતો થતી.છેલ્લા દિવસો માં અમારી કુ ના પાર્ટનર કે. એમ કે કાપડિયા આવેલા અને ઓડીટ ક્વેરી સુલટાવી રહ્યા હતા ત્યાં પટાવાળાએ આવી મને મારો લેટર આપ્યો. બધું પતી ગયા પછી વાચ્યો. મારે ઘરેથી લેટર આવ્યો હતો. તેમાં લખ્યું હતું કે બોમ્બે સબરબને પટાવાળા સાથે ઘરે લેટર મોકલ્યો છે એમાં જલદી જોઈન કરવા જણાવ્યું હતું.મુંબઈ પાછા ફરી કે એમ કાપડિયા ને મળ્યો અને નવી નોકરીની વાત કરી રાજીનામું આપ્યું. નવી નોકરી નો પગાર પૂછ્યો અને નવાઈ પામ્યા. ફેર બહુ હતો કોમ્પેસટ થાય તેમ નોહતું એટલે શુંભેછા આપી વિદાય કર્યો. હું પહેલી સપટેમ્બર. 96. થી બોમ્બે સબરબન માં જોડાઈ ગયો આતો મારા જીવનની મીઠી યાદો છે.             

27 મનુભાઈ ને મહેશનું રીઝલ્ટ

મારી તથા બેન સરલાની નોકરી ચાલુ થઇ પછી ઘણી રાહત હતી. હવે મહેશ ને મનુભાઈ નું બીકોમનું રીઝલ્ટ આવી ગયું મહેશ પાસ થઇ ગયો પણ મનુભાઈ નપાસ થયા. ફરી પરીક્ષા છ મહિના પછી આપવાની રહી. મનુભાઈ એ ભણવાનું છોડી દેવાની જીદ કરી.તેને સમજાવતા મારો દમ નીકળી ગયો. તેને વેપાર કરવોતો. મેં અને મહેશે તેને સમજાવ્યો કે બીકોમ થયા પછી જે કરવું હોઈ તેની છુટ છે તે માની ગયો અને પાસ પણ થઇ ગયો. મહેશે શક્તિ મિલ માં નોકરી લીધી. ત્યાં મારા દોસ્ત રશાનીયા ચીફ એકાઉટંટ હતા. મનુભાઈ સેલ્સ ની લાઈન માં પછી જોડાઈ ગયા ને મારી માફક ટ્રાવેલિંગ કરતા થઇ ગયા. તે સ્વભાવે બહુજ આશાવાદી હતા. મહેશને થોડા અનુભવ પછી સિંધીની કંપની માં ઈન્ડીપેન્ડનડટ એકાઉંટંટ ની જગા મળી પગાર બેવડો પણ બહુ ચાલી નહિ. તે નોકરી સાથે એલએલબી પણ કરી રહ્યો હતો. એલએલબી ની પછી તેને ચાર્ટર્ડ સેક્રેટરી કરવા માંડેલું. તે પહેલા એલએલ એમ કરવાનું લીધું હતું. તેને નીલા પ્રોડક્ટ માં સેક્રેટરી ની જોબ મળી ગઈ અને કંપની મીટીગ એટેન્ડ કરતો થઇ ગયો. કસ્તુર ભાઈના ધ્યાનમાં બેસી ગયો. ઘરમાં પણ મહેસની મને મદદ સારી હતી. મનુભાઈ નંબર ટુ હતા પણ બહુ ખર્ચાળ રોજ રૂ પાચ ના પાન ખાવા જોઈતા કપડા બેન્ડ બોક્સ માં ધોવાતા અને મોટે ભાગે લંચ બહાર લેતા. તે કોઈ જવાબદારી લેતા નહિ કે તેમને અપાતી નહિ. થોડો વખત ગાડી ચાલી અમે મોટી જગાની શોધમાં હતા પાઘડી ની મોટી રકમનું રીસ્ક લેવાનું ઉચીત લાગતું નહિ. અને ઓનેરસીપ ની જગા માં બધા પૈસા મુકવા ઉપરાંત થોડો કરજો લેવો પડે તેમ હતું. તેવખતમાં બેંક લોંન નોતી. બધા પૈસા રોકડા આપવા પડતા.  અંણધાર્યા ખર્ચા આવે તો કેમ પોહચી વળવું તે મુઝવણ હતી. ઉપરાંત ભણવા ને ઘરના ખર્ચા તો કાઢવા રહ્યા. પણ ઈશ્વરની કૃપાથી નજીકના સુરી બિલ્ડીંગમાં એક જગા ખાલી પડી. જગા બીજે માળે હતી. બીજો માળ નવોજ બન્યો હતો. અમરનાથ સુરી તે મકાનના માલિક હતા. બહુ લોકોએ તેને માટે કોસિસ કરી હતી. અમરનાથ ની વાઈફ પણ બાને ઓળખતી. અમરનાથ ને હું મળ્યો અને જગા ની પૂછ પરછ કરી. તેમણે કહ્યું કે તમે આવસો તો મને ગમશે. મેં તે જગા લીધી. આ ફ્લેટ ના ચાર રૂમ હતા. રસોડું મોટું હતું ચોથો રૂમમોટો પણ ઓપેન હતો. જે મેં ચણાવી બારીઓ મુકાવી. હવે જગ્યાની મોક્લાસ થઇ. જૂની તથા નવી જગ્યા મળી છ રૂમ થતા અને બંગલી ભણવા માટે કામની હતી. બન્ને મકાનનું ભાડું રૂ. 60 /.80 થતુ હતું. તે વખતમાં બહુ લાગતું પણ બહુ રકમ રોકવી પડી નહિ. સુરી બિલ્ડીંગમાં અમે ત્રીસ વરસ રહ્યા. 962 થી. 992.મહેશ મુઝાતો હતો જાણે કોઈ મોટી ચિંતા હતી. હું તે પામી ગયો ને જે હોઈ તે કહેવા જણાવ્યું. તેણે ગભરાતા મને કહ્યું કે તેને બ્રિટીશ એમ્બસી માંથી પત્ર આવ્યો છે કે તેને બ્રિટન આવવા તથા ત્યાં કામ કરવાની પરમીટ મળી છે અને તેની વેલીડીટી ચાર મહિનાની છે. આ કાગળ તેને ઓફીસ ના સરનામે આવ્યો હતો. કારણ કેટલાક સમય પર ઓફીસ માં લંચ સમયે ટાઈમ્સ વાચતા બ્રિટીશ એમ્બસી નું નોટીફીકેસન જોઈ અરજી ઓફિસમાંથી કરી હતી અને સરનામું ઓફિસનું આપ્યું હતું. હું જાણી ખુબ ખુશ થયો મેં તેને પ્રોશાહિત કર્યો અને કહ્યું કે અહીની ફિકર ના કરતો હું સંભાળી લઈશ. જવું હશે તો પ્લાનીગ કરવું પડશે. કેટલા દિવસો તો કાગળ ડાબી રાખવા ને મને નહિ કેહવા માં ગયા..મેં વિચાર્યું કે જે દેશમાં જવું હોઈ ત્યાની જાણકારી મેળવવી જોઈએ. માટે નક્કી કર્યું કે ત્યાં સ્થાઈ થયેલા ને લખવું જોઈએ અને ત્યાં જઇ આવેલા ને મળવું જોઈએ. મેં બે જણ ને પત્ર લખ્યા. એક હતા કોઠારી ને બીજા ભરતભાઈ. કોઠારી મારા મિત્ર હતા અહીની તેમની પ્રેક્ટીસ મને અને માણેકલાલ ને  સોપી ગયા હતા. ભરતભાઈ ના મોટાભાઈ વિનોદ મારા મિત્ર હતા તેઓ થોડા સમય પહેલા મુબઈ શિફ્ટ થયેલા. કોઠારી નો જવાબ ના આવ્યો પણ ભરતભાઈ નો જવાબઆવ્યો કે મહેશને મોકલાવી દો. આ પત્રે થોડી હિમત આપી.મહેશ ને મેં કહ્યું કે જવું હોઈ તો મન મક્કમ કર ને જણાવ. નહિ તો ભૂલી જવાનું. પણ આવા પરદેશ જવાના ચાન્સ જીવનમાં કોક વારજ આવે. ને ના લઈએ તો જીવનભર પસ્તાવું પડે. અમે પ્લાન કર્યો કે દરોજ એકને મળવાનું. અમે મોટી પતરાની બેગ લઇ આવ્યા. મને થયું કે ઠંડાં પ્રદેશમાં જાય તો વુલન કપડા જોઈએ. લંડન માં પહેરવા લોંગ વુલન કોટ દાદરમાં સીવડાવા નાખ્યો બ્લેન્કેટ લીધું બેડિંગ ને અનુરૂપ ગાદી કરાવી. અન્ય બેઝીક જરૂરી વસ્તુ એક વરસ સુધી ચાલે એટલી ખરીદી. મહેશનો પેસેજ બુક કર્યો. બહુ વિચાર્યા પછી સ્ટીમરમાં મોકલવાનું નક્કી કર્યું..લાઓસ સીપ હતું. સીપ માં લંડન પોહ્ચતા સમય લાગે તેથી હવા પાણી તેમજ રીત રસમ થી પરીચિત થવાય. કાપડ બજારમાં થી વુલન કાપડ લઇ સુટ કરવા નાખ્યા. થોડા પેન્ટ કરાવ્યા. નવા જોડા લીધા. અને એજંટ પાસે ટિકિટ લઇ આવ્યા. બધી તૈયારી થઇ ગઈ. એક બાજુ ઉત્સાહ હતો બીજી બાજુ વિરહનું દુખ. કુટુંબ માંથી કે સગા માંથી કોઈ પરદેશ ગયું નહતું. પણ મેં તેને કહ્યું હતું કે છ મહિના કોસિસ કરવી જો સકસેસ ના મળે તો જાણ કરવી ને સમય બગડ્યા સિવાય આવી જવું મેં તેને રૂપિયા ત્રણ હઝાર ના પાઉન્ડ આપેલા સન 1964માં. તૈયારી બધી વ્યવ્સ્તીથ થઇ ગઈ.

દ્રશ્ય 28-પરદેસ ગમન-મહેશ 1964

મેં તથા બાએ સત્યનારાયણ ની કથા આ શુંભ પ્રસંગે રાખી હતી કથા જવાના પહેલા હતી. કાન્તા ફોઈ તેમજ ચંપા ફોઈ અને શાન્તા માસી નાના કાકા, અડોસી પડોસી સૌઉને સપરિવાર નિમંત્રણ આપ્યા હતા કાન્તા ફોઈ માનવા તૈયાર નહતા. તેમને મજાક લગતી હતી. તેઓ એ મને કહ્યું કે લંડન જવાનું બહુ ખર્ચાળ છે પૈસા લાવ્યા ક્યાંથી ?મેં કહ્યું અમે કોઈની પાસે માગ્યા નથી અને માંગીશું નહિ. અમે સોચ વિચારીને રૂપિયા સાત હજાર નું રિસ્ક લીધું છે તમે બધા આવજો અને મહેશને શુંભ આશીસ આપજો. મોટાઈના મિત્ર ઉમેદચંદ ને પણ આમંત્રણ આપ્યું હતું તેઓ ખુબખુશાલ થયા અને તાળીઓ પર તાળીઓ આપી ખડખડાટ હસતા. હીરાલાલ માસા ચંપા માસી કીકા મામા બધા આવેલા. જાણે ઘરમાં લગ્ન પ્રસંગ હોઈ તેવું વાતાવરણ હતું. કથા સારી રીતે પાર પડી સગા સબંધી જમ્યા અને મેહમાનોને અલ્પા હાર તેમજ પ્રસાદ વહેચી છુટા પડ્યા  મનુભાઈ એ એમની કુપની માં થી બસની સગવડ કરી. મહેશનો જવાનો દિવસ 3.સ્ટ ઓક્ટોબર ઓગણીસો ચોસઠ હતો. લાંવોસ સીપ મુંબઈ ડોક માં થી ઊપડવાનું હતું. શીપ સાંજે છ વાગે ઉપાડવાનું હતું. પાર્લા થી અંતર ઘણું હતું. માટે બસ આવી ને તેમાં સઉં ગોઠવાયા. બસ સમય સર ડોક માં પોહચી. પહેલા હાર કલગા થયા ને નારિયલ અપાયું. પછી ફોટો સેસન થયા. ગ્રુપ ફોટો તથા સીંગલ ના. સામાન ડોકમાં ચેક થયો. અમો સ્ટીમરની રાહ જોતા ઉભા. બહુ વખત થયો પણ સ્ટીમર આવી નહિ. હવે લગભગ સાત વાગ્યા હશે ત્યારે એનાઉન્સ થયું કે સીપ ડોકમાં નહિ આવી શકે માટે પસેન્જર હોઈ તે બોટ માં બેસવા જાય.મહેશ ઉતાવળ માં બધાને મળી ન શક્યો ને બોટ માં બેસવા ચાલી ગયો. મારે પણ છેલી વાતચીત થઇ ના શકી. સીપ દરિયામાં આગે હતું. બોટ થી પસેન્જર સીપ તરફ ગયા પછી શું થયું તે ખબર નથી. સીપ ની સાયરન થોડી વારે  સંભળાઈ અને એનોઉંન્સ થયું કે સીપ ઉપડી ગઈ. અમો સર્વે વિખરાયા. અમે ઘરે આવ્યા ને લાગ્યું કે કશુક ખોયું હતું. તે દિવાળીની એક રાત હતી ફટાકડાના અવાજ આખી રાત ગુંજતા હતા. તે રાત્રે મને ઉઘ ના આવી. વિચારો કરી મગજ થાક્યું ને આખ બંધ થઇ ગઈ. હું ને મનુભાઈ કેબીનમાં હતા. મહેશની ગેરહાજરી સાલતી હતી. તે દિવસ હતો 31ST OCTOBER 1964.

દ્રશ્ય 29-પ્રોફ્સી

મારા જીવન માં મને અનેક વાર ઈશ્વરની પ્રતીતિ થઇ છે મહેશ ના જવાથી બધો ભાર મારે માથે આવી ગયો. સરલાના પૈસા હવે લેતો નહિ. તે તેના નામથી એકઠા કરતી. તેને મેં બેંક ઓફ બરોડા માં ખાતું ખોલાવી આપ્યું હતું. તેની થાપણ નો કારભાર પણ હું કરતો.તેના લગ્ન પછી પણ હું કરતો. ઘણા સમય પછી તેને મેં તેને થાપણ પાછી સોપી  મારી નવી નોકરીને બે અઢી વર્ષ થયા હશે. તે વખતે અમો મોર્નિંગ ક્લબ ચલાવતા જેમાં સવારના છ થી આઠ બેડમિંગટન રમતા.રમ્યા પછી આપણા ઘરે ચા પાણી થતા. એક દિવસ જન્માક્ષર ની વાત નીકળતા ભાગવતે મારા જન્માક્ષર માગ્યા અને મેં આપ્યાં. તેમણે ગણતરી કરી કહ્યું કે પરિવર્તન આવશે અને તે પણ પેહલી અપ્રિલ થી. તેજ દિવસ પેહેલી અપ્રિલ હતો અને સાલ. 964. મારા માનવામાં આવે તેવી વાત ન હતી. હમેશ મુજબ હું ઓફીસ ગયો. દસ એક વાગ્યા હશે રાબેતા મુજબ સવારની ચાહ આવી. કેન્ટીન બોય ચાહની ટ્રે ટેબલ પર મૂકી ગયો. હું ચાહ પીતોતો એટલામાં પટાવાળાએ કહ્યું કે બડા સાબ બુલાતા હૈ. હું જલ્દી ચાહ ખતમ કરી ઉપર આપ્ટે સાબ ની ચેમ્બરમાં ગયો. આપ્ટે સાબ અમારી કંપની ના ચીફ બોસ હતા. તેમનું ટાઈટલ રેસીડેન્ટ એન્જીનીયર હતું. મને કેહવામાં આવ્યું કે તમે એમ આર ભટ્ટ સાથે જાવ ને નવી કંપની નો ચાર્જ લેવામાં તેમને મદદ કરો. હું ભટ્ટ સાહેબને મળ્યો. તેઓ બાજુની ચેમ્બરમાં બેસતા. મારી સર્વિસ છ મહિના નવી કંપનીને લોંન કરી મારો પગાર રૂ.250થી વધી ગયો નવી કંપની થાણા હતી ભટ્ટ સાહેબ ટેકનીકલ સાઇડ જોતા હતા ને હું અકોઉંનટસ અને એડ્મીનીસ્ટ્રેસન સંભાળતો. પણ કંપની ના બોસ ભટ્ટ સાબ હતા અમે થાણા પોહચી નવી કંપનીના માણસોને મળ્યા. ઠાકારાજી ત્યાના બોસ હતા. તેઓ પારસી હતા. કંપની માલિક પણ પારસી હતા. સ્ટાફ બહુતિક પારસી ને મરાઠી હતો. લોકલ માણસ ઘણા હતા પણ મકાન નાનું હતું. ફૂર્નીચર સરખું ન હતું. હું ને ભટ્ટ બાજુ બાજુમાં નાના ટેબલ પર બેસતા. અમે નજીકનું સ્કુલ બિલ્ડીંગ સરુઆત માં ભાડે લીધું પાછળથી વેચાણ લઇ લીધું. મકાન બે માળનું અને રસ્તા પર નું હતું.પછી ફૂર્નીચર ઓર્ડર કર્યું અને કેબીન બનાવ્યા. સ્ટાફ રિક્રુટ કર્યો. મારી કેબીન કાચની કરી જેથી સ્ટાફ પર ચાંપતી નજર રખાઈ. અમે રવિવારે ઈન્ટરવ્યું લેતા અને માણસો સિલેક્ટ કરતા. હું મારા રીપોર્ટ તૈયાર કરતો ને ભટ્ટ સાહેબને આપતો તે પછી અમે હેંડ ઓફીસ મોકલતા. થાણા એરિયા ફાસ્ટ ડેવેલપીંગ હતો. છ મહિના બહુ હેકટીક વીત્યા. ભટ્ટ સાબ પાછા અમારી જૂની કંપની માં જતા રહ્યા મને કેહવામાં આવ્યું કે તમે ફોઉં ડેસન નાખ્યું તમેંજ ચણતર કરો તો સારું. તમારા જે કઈ પ્રોબલેમ હશે તેનો કંપની નિકાલ કરશે. હું ચેરમેંન ને નાખુશ ના કરી શક્યો. અને મનેવધારે પૈસાની જરૂર હતી. મારો પગાર પાછો લગભગ રૂ 200 થી વધી ગયો. મહેશ ના જવાથી આવકમાં જે ફટકો પડ્યો હતો તેમાં થોડી રાહત થઇ. અને ગાડી આગળ ચાલી. ગોપાલ ને ભુપેન્દ્ર કોલેજમાં છેલા વરસો માં હતા ને કનું V.J.T.I. માં હતો.

દ્રશ્ય-30-આગાહી

સાલ 1965ની -ગોપાલ મારો ચોથો નાનો ભાઈ હવે બી. ઈ સિવિલ, વી.જે.ટી.આઈ.માં થી થઇ ગયો અને ટુક સમય માં કન્સલ્ટીંગ ફર્મ માં કામે લાગી ગયો. થોડો વખત કામ કર્યા પછી જોશી કન્સ્ટ્રકસન કંપની માં જોડાયો.કંપની બ્રીજનુ બાધકામ કરતી હતી. તેમાં તેને પટના જવું પડેલું.સાઈટ ની લાઈફ તેના સ્વભાવ ને માફક ના આવી.પરિણામે પાછો ફર્યો.મેં મારી કંપની માં કોશીસ કરી પણ સફળ ના થયો.અમારા ફોઈ નો દીકરો ભગવત અમેરીકા ગયો હતો.તેના પત્રો આવતા હતા તે ગોપાલને ત્યાં બોલાવતો.નાના ભાઈઓ ભુપેન્દ્ર ને કનું હજુ ભણી રહ્યા હતા.મનુભાઈ મારા બીજા નંબર ના ભાઈ તેમની નોકરી વારે વારે છુટી જતી ક્યાં છોડી દેતા.બહ આશાવાદી તેનો સ્વભાવ અને વાતો શેખચલ્લી જેવી લાગતી.તેની વાતોમાં કોઈને વિશ્વાસ આવતો નહિ.પગાર કરતા ખર્ચ વધારે.શોખ પણ ગજા વગરના.રોજ રૂ પાચ ના પાન, બેન્ડબોક્ષમાં કપડા ધોવાડવા અને બહુતીક બહાર ખાવું.રોજ બા પાસે બહાર જાય ત્યારે પૈસા લેવા. આ તેની ખાસ ટેવો હતી. આ દરમિયાન એક દિવસ બપોરના સમયે બે માણસો આવ્યા.બેલ માર્યો એટલે બાએ દરવાજો ખોલ્યો અને પૂછ્યું કોણ છો ? તથા ક્યાંથી આવો છો ? કોનું કામ છે.? તેઓએ કહ્યું કે અમને તમારા સગા હીરાલાલ ગાંધી જે વકીલ છે અને ભરૂચમાં રહે છે તેમણે ભલામણ કરી છે કે ધનંજય ને મળજો.તેમણે તમારું સરનામું આપ્યું હતું.અને કામ તો અમારા ગુરૂ ને ધનંજય ને મળવું છે.અમે બેલુર મઠ ના સ્વામીઓ છીએ.હું ઓફીસ ગયો હોવાથી બાએ રવિવારે બપોરે આવવા જણાવ્યું.તેઓ રવિવારને દિવસે આવ્યા.હું પેલે ઘરે બપોરે આરામ કરતો હતો.પેલું ઘર નજીક હતું.મારા નામની બુમ પડી એટલે હું અગાસીમાં ગયો ને હાથ કર્યો ને ત્યાં જવા જુના ઘરે તાળું મારી ને નવા ઘરે પોહ્ચ્યો.જોયું તો ગુરુ સોફા પર બેઠેલા. બાએ ઓળખ આપી કે આ આમારો જ્યેષ્ઠ પુત્ર ધનંજય.સ્વામીજી એ નીચે સાદડી પાથરવા કહ્યુ અને બધાના જન્માક્ષર આપવા કહ્યું. પોતે નીચે સાદડી પર બેઠા અને મને તેમની સામે બેસવા કહ્યું.મેં કહ્યું હું જ્યોતિષ માં નથી માનતો.તેમણે કહ્યું પહેલે બેઠ જાવ.બાનાં આગ્રહ થી બેસી ગયો.તેમણે કહ્યું જો પૂછના હે વો પૂછો ને ડાયરી મેં નોધ કરો.મેં તેમનો ટેસ્ટ કરવા મારા જન્માક્ષર ન આપતા મહેશના જન્માક્ષર આપ્યા.જોઇને તેમણે કહ્યું એ તુમારા નહિ હૈ એ આદમી અબ દરિયા પાર હૈ.ને ખરેખર મહેશ લંડન હતો.મનુભાઈ ના જન્માક્ષર જોઈ કહ્યું કે એ આદમી અભી પહાડો મેં હૈ.મેં કહ્યું એતો કાશ્મીર ખીણ મેં ગયા હૈ.સ્વામીજીએ કહ્યું તસ્સ્લી કર લેના.અને ખરેજ મનુભાઈને પ્લાન બદલવો પડ્યો હતો.ને તે પહાડ ઉપર ગયો હતો.મેં આગળ પૂછ્યું કે હવે ઘરમાંથી કોઈ ફોરન જશે કે નહિ ? સ્વામીજીએ કહ્યું કે ફોરન જાના તુમારે ઘર મેં ફુદીના કી ચટણી જૈસા હો જાયગા.અને ખરેજ બધા અમેરિકામાં વસી ગયા.પછી મેં મારી બેન સરલાના જ્નામક્ષર આપી પૂછ્યું કે ઈન કી સાદી કબ હોગી ?સ્વામીજીએ કહ્યું લડકી હાજર કરો ઇસકા કપાળ દેખકે બતાયેગા બેન સરલાને અંદરના રૂમમાંથી બોલાવી સ્વામીજી સામે બેસાડી.સ્વામીજીએ કપાળ ની રેખાનું નિરક્ષણ કરી કહ્યું જુલાઈ મેં હો જાયેગા.મેં કહ્યું યે અપ્રિલ ચલ રહાહૈ અમને અભીતક કોઈ લડકા દેખા નહિ અને દેખને કી કોસિસ ભી કી નહિ ?.સ્વામીજીએ કહ્યું લીખ લો ના હોવે તો મુજે બતાના.અને ખરેજ સરલાના લગ્ન જુલાઈ માં થઇ ગયા.એક જ છોકરો જોયો ને બન્નેને પસંદ પડી ગયો.ઉઠતા સ્વામીજીએ કહ્યું જ્યોતીષ વિદ્યામેં પઢે લિખે લોકો કા વિશ્વાસ જગાને કે લીયે મેં જગા જગા જાતા હું,મારી કને નવું નામ માગ્યું. સ્વામીજી પોતે M.A ( wIth eng.) હતા મેં રાજુમાંસાનું નામ તથા સરનામું આપ્યા.રાજુમાસાને તેમના પાર્ટનર થી છુટા થઇ પોતાની ફેક્ટરી કરવી હતી.સ્વામીજીએ તેમનો ભૂતકાળ બતાવ્યો અને નવી ફેક્ટરી થશે તેમ વિશ્વાસ થી કહ્યું.સ્વામીજીએ ઘણા ઓળખીતા ના ભવિષ્ય જોઈ આપ્યા અને બધાને વિસ્મય પમાડી દીધા આ વાતને બહુ સમય વીત્યા પછી માસાએ મારી પાસે સ્વામીજીનું સરનામું માગ્યું.મને ફક્ત એટલીજ ખબર હતી કે તેઓ બેલુર મઠ થી આવ્યા હતા.માસા બેલુર મઠ પોહચી ગયા.તપાસ કરતા માલમ પડ્યું કે સ્વામીજી ગુજરી ગયા.મારી ડાયરી જુનું ઘર કાઢતી વખતે ખોવાઈ ગઈ અને તેની સાથે પુછાયલા સવાલો પણ ભુલાઈ ગયા.મારા જીવનમાં આ અનેરો અનુભવ હતો.

વધુ આવતા અંકે ….
ધનંજય સુરતી

 

 

 

 

 

 

મારી ડાયરીના પાના

21.-અંતિમ ઘડી

ફાઇનલ C.A ની પરીક્ષા નજીક આવી રહી હતી. વાચવાનું સમય કાઢી ચાલુ હતું. મોટાઈ થી પેથડિન વગર સુવાતું નહિ. અને ડોક્ટર તેની ના પડતા. એક દિવસ પેથડિન ને બદલે ડી સ્ટીલ વોટર નું ઇન્જેકશન આપ્યું. અસર ના થઇ એટલે ચિડાઈ ગયા. તેમને ખાત્રી હતી કે આજે પેથેડીન આપ્યું નથી. બહુ જીદ ને લઈને છેવટે અમારે આપવું પડયું. જેમ દિવસો જતા ગયા તેમ તેમનું શરીર ક્ષીણ થતું ગયું. જીવંત હાડ પિંજર લાગતું. અમારા દુર ના સગાં ને શુભચિંતક જગમોહનદાસ ખબર કાઢવા આવ્યા ત્યારે જોઇને બહુ દિલગીર થયા. તેમણે વ્રજેશ્વરી વાળા મહારાજ ને બતાવવાનું સુચન કર્યું. મહારાજે દર્દી ને જોયા વગર જડી બુટ્ટી આપવાની ના કહી. આથી જગમોહનદાસે એક દિવસ નક્કી કરી તેમની ગાડી માં મહારજને લઇ આવ્યા. મહારાજે જોઈ પછી ધ્યાન કરી કહ્યું કશું કામ લાગે તેમ જણાતું નથી. ફક્ત સમય ની વાર છે પણ હું જડી બુટ્ટી ની દવા આપીશ તેનાથી રાહત જરૂર મળશે. પંદર દિવસ પછી દવા આશ્રમ પર થી લઇ જશો દવા બનાવી જમીનમાં ઝાડ નીચે પંદર દિવસ સુધી દાટવી પડશે. પંદર દિવસ પછી દવા આવી. પિતાની સાથે થોડી સ્ફ્રુતી આવી ને લાગ્યું કે ધીરે ધીરે સુધાર થશે. પણ આશા ઠગારી નીકળી. થોડા દિવસ પછી પાર્લાના ડોક્ટર અરવિંદ શાહ ને બોલાવવા પડ્યા. દવા તો કાંઈ અપાઈ તેમ ન હતું. પૂછપરછ કરી નાડી,હાર્ટ બિટ ને બ્લડપ્રેશર તપાસી સલાહ સુચન આપી જતા રહ્યા. હવે પરિક્ષા ગણતરીના દિવસો માં શરુ થશે. એક બાજુ જીવન મરણની લડાઈ અને બીજી બાજુ પરીક્ષાનું પ્રેશર. જો હું પાસ ન થયો તો કુટુંબ નું ભવિષ્ય અંધકારમય. હવે મોટાઈ ની વગર પગારની રજા ચાલુ થઇ. આવક બંધ અને ખર્ચો ચાલુ. મનુ ભાઇ તથા મહેશનીઇન્ટર કોમર્સ ની પરીક્ષા હવે પતી ગઈ.મોટાઈના કેહવાથી તેઓને કોન્ટ્રાકટરને ત્યાં નોકરી મળી ગઈ. બહુ સ્ટ્રેસ અને થાક ને લઈને મહેશને લોહીની ઉલટી થઇ. કુટુંબ માટે એક વધુ ચિંતાનો વિષય થયો. ડોક્ટર પાટણકર ની સારવાર ને દવાથી ઠીક થઇ ગયું. એ મેં મહિનો હતો ને વરસ. 1957નું હતું. પરીક્ષા સરુ થઇ. મારે હવે એકજ ગ્રુપ ની બાકી હતી. તેથી ચાર દિવસ ચાલવાની હતી. મોટાઈ ની તબીયત બહુજ લથડી ગઈ હતી અને કઈ ઘડીએ અચાનક મૃત્યુ થાય તે કળવું મુશ્કેલ હતું. આ સંજોગોમાં પરીક્ષા ના ત્રણ દિવસ તો નીકળી ગયા. રોજ મને પૂછતાં પેપર કેવા ગયા ? હું હમેશાં સારા ગયા કહેતો. ત્રીજા દિવસની મધરાતે મારે કેબિનમાં થી વાંચવું પડતું મૂકી તેમની પાસે જવું પડ્યું તેમને ઉઘ આવતી નહિ. થોડું સુવે તો આરામ થાય. ચર્ચા વિચારણા પછી પેઠેડીનનું ઇન્જેકશન આપી હું કૅબિન માં આવી વાચવા બેઠો ને વાંચતા વાંચતા સૂઈ ગયો. સવારે ઊઠ્યો ને કેમ લાગે છે તે પૂછવા ઉપર ગયો. તેમણે મને કહ્યું કે હમણાં ને હમણાં ઘરની બહાર ચાલ્યો જા મારે તારું મોઢું નથી જોવું. આમ વિચિત્ર વર્તન જોઈ મને નવાઈ ને દુખ થયું. બા ને તેનો અમલ કરવા કહ્યું. હું પરિક્ષાનો સમાન લઇ નીકળી ગયો. ગાડી પકડી ચર્ચ ગેટ પહોંચ્યો. ટોઇલેટ રૂમમાં જઈ હાથ મોં ધોઈ સામે એશિયાટીક હોટેલમાં જઈ ચાહ પીધી. પણ કયા કારણ થી કાઢી મૂક્યો તે વિચાર મારો પીછો છોડતા નહિ. હું પરીક્ષા હોલ પર ગયો. કોઈ ત્યાં આવ્યું નહોતું. પરીક્ષા ને બે કલાક બાકી હતા. હોલ ખૂલ્યો નો તો તેથી હું પગથીયે બેસી વાંચતો હતો. આજે છેલો દિવસ હતો. ટાઇમ થયો એટલે પરીક્ષા હોલ ખૂલ્યો. આજનું પેપર ચાર કલાક નું હતું. પરીક્ષા ચાલુ થઇ. મેં પેપર લખવા નું સરુ કર્યું. એક પછી એક જવાબો લખતો ગયો. લગભગ કલાક બાકી હતો ત્યારે એકદમ પરસેવો છૂટ્યો અને ટ્વીલ નું પાટલૂન પણ ભીનું થઇ ગયું. મને કઈ ગરબડ ની શંકા મનમાં આવ્યા કરતી. હું ઊઠ્યો પેપર આપવા. મને નિરીક્ષક કે કહ્યું હજુ કલાક બાકી છે વિચારો, ચાહ કે સોડા માગવું ?.  પણ મેં કહ્યું મારો પેપર પૂરો થઇ ગયો મારે કશું વિચારવા નું નથી. હું ઝડપથી પેપર આપી બહાર નીકળી ગયો. તરત ગાડી પકડી ઘરે ગયો. વિલેપાર્લે સ્ટેશન થી ઘરે જતો હતો ત્યાં મારો ભાઈ સામે મળ્યો. તે ડોક્ટરે લખી આપેલું ઇન્જંક્શન લેવા જતો હતો. મેં તેને હાલ પૂછ્યા તો એણે મને ઘરે જલ્દી પહોંચવા કહ્યું. મેં ઘરે પહોંચી પહેલા બા ને મોટાઈ ની તબિયત વિશે પૂછ્યું. તેણે જણાવ્યું કે સવારે લગભગ બાર વાગે બે ડોક્ટરને બોલવા પડ્યા. ડોક્ટર પાટણકર તથા અરવિંદ શાહ. ડોક્ટર એ નિદાન આપ્યું કે હવે બહુ સમય નથી ગમે તે વખતે આંખ મીંચાઈ જાય માટે છોકરાને પરીક્ષા માંથી પાછો બોલાવી દો. પરીક્ષા તો છ મહિના પછી પણ આપી શકશે પણ બાપ ને નહિ મળી શકે. આ વાક્ય સાંભળી મોટાઈ બોલ્યા ખબરદાર એવું કઈ કર્યો. એ આવે ત્યાં સુધી મને

 

કાંઈ થવાનું નથી. એ છોકરા પર આખા ઘરનું ભાવી છે. બારણા બંધ કરાવી બધાને નજર આગળ ખુરશી પર બેસાડી દીધા ને ઉઠવાની મનાઈ કરી. હું સત્વર ઉપર ગયો ને તેમના ખાટલા સામે ઉભો. તેમણે મને ખુરસી ખેંચી બેસવા કહ્યું. મેં તે પ્રમાણે કર્યું ને બેઠો. મને પૂછ્યું કે પેપર કેવા ગયા. મેં જવાબ દીધો કે સારા ગયા. પછી તેમણે મારો હાથ પકડી કહ્યું. YOU WILL CERTAINLY PASS WHAT EVER THE PERCENTAGE OF RESULT MAY BE. THESE ARE MY BLESSINGS TO YOU.આટલું કહી મૃત્યુ સરણ થઇ ગયા. ડોક્ટરે તપાસી કનફર્મ કર્યું. આખું ઘર શોક માં ડૂબી ગયું. તે દિવસે રાત્રે કોઈ સુતું નહિ. ઘર આખું સગા સંબંધીઓ થી ઊભરાઈ ગયું.

 

 

 

22- અસ્થિ વિસર્જન

બીજે દિવસે અગ્નિ સંસ્કાર કર્યા. બોડી લઇ જતી વખતે બહુ રડારોળ થઇ. પડોશી ઓ ની આખો પણ ભીની થઇ.થોડાદિવસ ક્રિયાકાંડ માં ગયા. હવે ઇન્કમ તો કઈ હતી નહિ. અને મારી પરીક્ષા પત્યે બે દિવસ થયા હતા અને મારા આર્ટીકલ્સ છેક જુલાઈ માં પુરા થશે. ત્યાં સુધી રાહ જોવાની રહી. બધાની નજર મારા પર હતી. ઘરમાં સૌથી મારી નાની બેન ફક્ત પાચ વરસ ની હતી. બાકી ના બે થી ચાર વરસ ના તફાવત મોટા. હતા. આટલા મોટા ફેમિલીને ચલાવવા કોઈ સક્ષમ ન હતું. વણ માગી સલાહ લોકો બહુ આપતાં. બહુજ નિકટ ના સગાએ કહ્યું કે આ મુંબઈ માં રહેવું તમારે માટે અઘરું છે. અહીં કોઈ હેલ્પ કરે નહિ. માટે ભરૂચ ચાલ્યા જાવ. ત્યાં ભાડૂતને ખાલી કરાવી રેહજો. પણ મોટાઈ એ મને હોસ્પિટલના દિવસોમાં સલાહ આપી હતી. કે કોઈ પણ કહે પણ મુંબઈ છોડશો નહિ. આપણા મકાનનું ભાડું ભૂરચના ભાડામાં થી નીકળી જશે અને તું પાસ થયા પછી કમાશે એટલે ગાડી ચાલશે. હાલ તો અમે મૂડી વાપરતાં. હું મોટાઈ ના અસ્થિ લઇ ભરૂચ નર્મદામાં પ ધરાવવા ગયો. દ્સાશમેધ ઓવારે અસ્થિ વિસર્જન કર્યા. મારી સાથે કીકા મામા આવ્યા હતા. મહારાજે મંત્રો ભણ્યા અને મેં નમસ્કાર કર્યા અને અમો ઘરે પાછા ફર્યા. એક સવારે હું માળીયે સુતો હતો. નીચેથી મારા નામની બૂમ આવતા હું સફાળો ઊભો થઇ નીચે આવ્યો. નીચે આવી મોટા ઘડિયાળમાં ટાઇમ જોયો. સવારના સાત વાગ્યા હતા. ડોક્ટર રતિલાલ વખારિયા હીચંકા પર ઝુલતા હતા. હું બ્રશ કરી મોઢું ધોઈ હિચંકે બેઠો. તેમણે એક પેંડો બોક્સ માં થી કાઢી મારા મોમાં મૂક્યો. હું સમજો કે તેમની છોકરી ના એગેજમેંટ થયા હશે. મેં કારણ પૂછ્યું. તેમણે કહ્યું ખબર નથી આજે તારું રિઝલ્ટ આવ્યું છે અને તું CA માં પાસ થઇ ગયો. આ સાંભળતા જ મને ખુબજ આનંદ થયો. અને મનોમન ઈશ્વરનો બહુ ઉપકાર માન્યો. લાગ્યું વિધાતા મારે માટે નવા રસ્તા ખોલે છે કેવા કેવા સંજોગોમાં પરિક્ષા આપી હતી. કઈ પણ ઘડીએ હાદસો થઇ જાય ને પરીક્ષા પડતી મૂકવી પડે. હું જલદી થી મુંબઈ મારે ઘરે જવા ઉતાવળે થઇ ગયો. આ સારા ખબર હીરાલાલ મસા ને ચંપા માસી ને તેમને ઘરે આપ્યા બન્ને ખુબજ ખુશ થયા બીજે દિવસે હું મુંબઈ જવા નીકળી ગયો. ઘરે પહોંચી માણેકલાલ ને ઓફિસે ફોન કર્યો. અને જણાવ્યું કે હું બપોર સુધીમાં ઓફિસે પહોંચી જઈશ. જમી પરવારી ઓફિસ પહોંચી ગયો. પેપર માં નામ જોયું. ઇન્સ્ટીટ્યુટની ઓફિસે જઈ માર્ક સીટ લીધા અને બોસ હરિદાસ પણ ખુશ થયા હું તથા માણેક લાલ મેટીની શો જોવા લીબર્ટી ટોકીઝ ગયા. ઝનક ઝનક પાયલ બાજે પિક્ચર જોયું. મારો તો વિચાર ઘરે જવાનો હતો પણ માણેકલાલ જવા દે તેમ ન હતા. પિક્ચર સમાપ્તિ પછી હું ઘરે ગયો. પાસ થયો તેની ખુશાલી માં

શાંતિલાલ ફુવા એ મને એક પેન્ટ અને બુસસર્ટ નું કાપડ ભેટ આપ્યું હતું.

23-મારી ઓડિટ ટુરો

પહેલા જ દિવસે ઓફિસ માં થી મને ફર્સ્ટ ક્લાસ ની ટીકી ટ ને એડવાન્સ આપી સૂચના કરી કે કાલે તમારે નાગદા જવાનું છે. ગાડી ફ્રન્ટીયર મેલ છે. તમારી સાથે ગોરડિયા એસિસ્ટ કરવા આવશે. હું ભારે ઉત્સાહ માં આવી ગયો. ઘરે જતા જતા રંજન માટે બૂટ લીધા. અને ઉતાવળે ઘરે પહોંચ્યો. રંજન મારી સૌથી નાની બહેન હતી ઉમર વર્ષ પાચ  અને બધાની લાડકી હતી. ઘરે પહોંચી હેરત પામ્યો. રંજન ખાટલે સુતી હતી. તાવ સખત હતો મનુભાઈ પણ શિતલાથી ભરાઈ ગયા હતા હું દ્વિધા માં પડી ગયો બાએ ઘરગથ્થુ ઈલાજો કરવા માંડ્યા હતા બા  ડૉક્ટરી તપાસ નિષેધ છે એવું માનતી. મહેશ ને ગળાની અંદર શીતલા થયા હતા ત્યારે ગભરાઈ ડોક્ટર પાટણ કરે લખી આપેલી દવાથી સારું થઇ ગયું હતું બા એ હિંમત આપી કે તું જા અમે સંભાળી લણશું. બા ની તનતોડ મેહનત લીધે બંને સારા થઇ ગયા એમ બાના પત્ર પરથી જાણ્યું. નવી નોકરી હતી એટલે હું ગયો. પછી તો સિલસિલો ચાલુ રહેતો. હું વરસ માં આઠ મહિના બહારગામ ફરતો રહેતો. મારી ટુરીંગ લાઈફ માં અનુભવો તો ઘણા થયા પણ થોડાક નોંધ પાત્ર હતા. એમાં નો એક બનાવ એ હતો કે જ્યારે જ્યારે હું ગોંડલ જતો ત્યારે હું રેલવે ના રિટાયરિંગ રૂમમાં રહેતો. એક સાંજે હું પોરબંદર મરીવાલાની કુ નું ઓડિટ પતાવી ગાડીમાં બેઠો. મારે ગોંડલ યુકો બેંક માં જવાનું હતું. ગાડી ધીમી ગતિએ જતી હતી. ફર્સ્ટ ક્લાસ માં હું એકલો જ હતો અને બેઠે બેઠે બોર થતો હતો. કેટલાક સ્ટેશન ગયા પછી એક સજ્જન આવ્યા ને મારી સામેની સીટ પર બેઠા. ગાડી ઉપાડી પછી વાતચીત થઇ. તેમણે કપડાની પાન સોપારી મુકવાની થેલી કાઢી પાન બનાવ્યું સોપારી કાપી મોમાં મૂકી. મને ઓફર કરી મેં ના પાડી થેંક્યું કહ્યું. મને પૂછ્યું કા ઉતરવાનો છો? મેં કહ્યું ગોંડલ. રહેશો ક્યાં? મેં કહ્યું રેલ્વે ના રિટાયરિંગ રૂમ માં. બીજો કોઈ વિકલ્પ નથી. એમણે કહ્યું ત્યાં ના રહેતા કારણ નીવેટિયા રાતે ત્યાં રહેલા તે સવારે ઉઠ્યા ત્યારે રૂમના ખાટલા ને બદલે અગાશી માંથી ઉઠ્યા તેમને ખબર ના પડી કે તેઓ બહાર ક્યાંથી આવી ગયા. તેઓ તેજ સવારે રિટાયરિંગ રૂમ છોડી ગાડી પકડી જતા રહ્યા. પેલા ભાઈ તેમનું સ્ટેશન આવે થી ઉતરી ગયા અને જતા જતા કહી ગયા BE CAREFUL AND TAKE CARE.હું વિચાર માં પડી ગયો કે શું કરવું. ? એટલા માં ગોડંલ સ્ટેશન આવી ગયું. બેગ ને એટેચી કુલીએ ઉતારી. રેલવે સ્ટેશન પર લાઈટો ઝગારા મારતી માણસો ની અવરજવર ખુબ હતી તેથી રળિયામણું લાગતું. કુલીએ પૂછ્યું ઘોડા ગાડી કે ચાલીને ? મેં કહ્યું ચાલીને રિટાયરિંગ. રૂમ માં લઇ જા. અમો રિટાયરિંગ રૂમમાં ઉપર પહોંચ્યા ત્યાં તો ગાડી ઊપડી ગઈ ને સ્ટેશન ની લાઈટો ઓલવાઈ ગઈ. ઘોડાગાડીઓ જતી રહી ને બધું અંધારું ઘોર થઇ ગયું અને નિર્જન ભેંકાર લાગવા માંડ્યું.  હું રૂમમાં બધી ટ્યૂબ લાઇટો ચેતાવી એટેન્ડડઁટની રાહ જોઈ રહ્યો હતો.. થોડી વારમાં અટેન્ડડંટ આવ્યો મેં ખાવાના વિશે પૂછ્યું તેણે જણાવ્યું કે કાઠિયાવાડ લોજે બંધ થઇ ગઈ. પણ સ્ટેશન ની હોટેલ બંધ થવાની તૈયારી માં છે. અને ત્યાં ચાહ બિસ્કિટ સિવાય કશું નહિ મળે. મેં જે મળે તે ચાલશે કહ્યું. તે ઝટ પટ લઇ આવ્યો. મેં જતા પહેલા તેને અહીં રાતે સુવા કહ્યું. પણ તેને લાચારી દાખવી ને કહ્યું કે તેની પત્ની છેલ્લા કેટલા દિવસથી બીમાર છે ને તેને મારી જરૂરત છે તે ગયો ને મેં ચાહ બિસ્કિટ પુરા કર્યા. માળિયા પર અગાશેમાં એક બાજુ લાઈનમાં રિટાયરિંગ રૂમ હતા બાજુમાં અગાશિ હતી. અગાશી માં વડનું તોતિંગ ઝાડ અને ઝાડ પાસે અંધારિયો દાદર. હવાથી ઝાડ ના પાન ખખડતા. ને અગાશી માં વેરાતા.જયારે પવન આવતો ત્યારે ઉડતા અને ખડ ખડ અવાજ કરતા હું ચોપાનીયાં તથા પેપર લઇ શરુઆત માં સુતા સુતા વાચતો ઉઘ બિલકુલ આવતી નહિ. એટલા માં પવન ફુકાયો ને પાંદડાનો અવાજ વધી ગયો. હું બેચેન થઇ ગયો. બહાર જવાની હિંમત ચાલી નહિ બધા રૂમ ખાલી હતા હું એકલો ને અટુલો. થોડી વારે પવન ઠંડો પડ્યો ને ખખડાટ બંધ થયો ને મેં ઉઘવાની કોશિશ કરી. બાર વાગી ગયા હતા. પેપર વાંચતા ઝોકું આવ્યું ત્યાં તો ટાંકી બાથરૂમ માં ઉંઘ ભરવા માડી એના વિચિત્ર અવાજથી હું સફાળો બેઠો થઇ ગયો ને ઉંઘ ઉડી ગઈ. બાથ રૂમમાં જવાની હિંમત ના હતી. દરેક વખતે નિવેટિયા ની યાદ આવતી રાત્રી ના છેલ્લા પહોર માં છાપું વાંચતા ક્યારે આખ મીચાઈ ગઈ તેનો અંદાજ ના રહ્યો. સવારના ઊઠ્યો ત્યારે દશ વાગી ગયા હતા લાઈટો તેમજ પંખા ચાલુ હતા. તે ઓલવ્યા અને દરવાજો ખોલ્યો. બારણા સામે અટેન્ડડંટ  રામલો માથે હાથ દઈ બેઠો હતો. મને જો તાજ તે બોલ્યો બહુ વાર દરવાજો ખડ ખટાવ્યો પણ જવાબ ના મળ્યો તેથી લાગ્યું કે તમે ચોક્કસ ખલાસ થઇ ગયા. તેણે કહ્યું કે હું બીજી પાંચ મિનિટ પછી સ્ટેશન માસ્ટર ને રિપોર્ટ કરવા જવાનો હતો. હું જલ્દી જલદી તૈયાર થઇ બેંક નું ઓડિટ પતાવી રાત પહેલા રવાના. થયો. રામલાએ કહ્યું ઘણા લોકો ને ભૂતકાળ માં વિપરીત અનુભવ થયા હતા તેથી મને તમારી ચિંતા હતી.

24-આગે કુચ

મેં મારી ફર્સ્ટ જોબ ભાગ્યે પાચ છ મહિના કરી હશે. ત્યાં બીજી સારી જોબ મળી ગઈ. અને તે પણ ફર્સ્ટ ક્લાસ ફર્મ માં. વળી મોટાઈ ની ઈચ્છા હતી ત્યાં જ. એટલે તેમનું બીજું સ્વપ્ન પૂરું થયું. પહેલું કે મારે CA થવાનું બીજું જી. પી કાપડિયાને ત્યાં કામ કરવાનું.  મેં અહીં સાડા ત્રણ વર્ષ કામ કર્યું આ વરસો દરમિયાન નાગદા ,રતલામ ઉજ્જૈન ગ્વાલીયર ,લશ્કર ,અમદાવાદ , ,ગોંડલ,ડીસા ,રાજકોટ ભાવનગર જામનગર પોરબંદર,આગ્રા વગેરે શેહરો ને ગામો જવાની અને જોવાની તક મને મળી અને ઓડિટર તરીકે રૉયલ ટ્રીટમેન્ટ મળી. ચિત્ર વિચિત્ર અનુભવો પણ થયા નાગદા માં સુંદર ગેસ્ટ હાઉસ હતું મોટા ભાગે ત્યાં ગોરા લોકો રહેતા. કુ. નો રેયોન પ્લાન્ટ ઈરેકટ કરવા  આવ્યા હતા કંપની એ અમને ગેસ્ટ હાઉસ માં ઉતારો આપ્યો હતો.ગાયવાળા ફૉરેસ્ટ ઓફિસર અમને ગેસ્ટ હાઉસમાં મળવા આવ્યા તેઓ મુંબઈના હતા. તેમણે  જોયું કે અમને ખાવાનું ફાવતું નથી. બીજે દિવસે તેમને ઘરે થી ટીફીન આવ્યું. કેન્ટીન મેનેજરને ખબર પડી કે તેઓ દોડીને અમારી પાસે આવ્યા  અને કહ્યું  મારી નોકરી ખતરા માં ના મુકો ?તમને રૂચે તેવું ખાવાનું બનશે. મેં ગાયવાળા ને કહી બંધ કરાવ્યું. ગોવાનીઝ કુક ને ગુજરાતી જેવું ખાવાનું બનાવતા ન આવડે. અમારે લાંબુ રહેવું પડે તેમ હતું. અમો કંટાળી સ્ટાફ કેન્ટીન મા થોડા વખત માટે જતા રહ્યા અને ગેસ્ટ હાઉસ મૅનેજર ને સમજાવી દીધું. ગેસ્ટ હાઉસમાં પાર્ટી અવર નવર થતી. અમો પાર્ટી માં જતા. રવિવાર બહુ કંટાળા જનક હતો. કારણ કે રવિવારે કાંઈ કામકાજ રહેતું નહિ.નાગદા ગામમાં કંપની ની ફેકટરી તેમજ વસાહત સિવાય કાઈ હતું નહિ. રેલવે ની એક બાજુ વસાહત ને ફેકટરી અને બીજી બાજુ ગામ. ગામમાં બહુ વસ્તી હતી નહિ. બજાર તથા થોડા જુના ઘરો હતા. બજારમાં રવિવારે ગુજરી ભરાતી. ગામ લોકો માટે ફૅક્ટરી બહુ લાભદાયી હતી. ગામના બહુંતિક લોકો ફેક્ટરીમાં કામ કરતા. ફેક્ટરીની એક સ્કૂલ પણ હતી.જ્યાં ગામના તથા કંપનીના એમ્પ્લોઇઝ ના છોકરા ભણતા. ક્યારેક અમો ટ્રેન માં ઉજ્જૈન જતા અને રવિવાર ત્યાં ગુજારતા. સિનેમા જોતા જમતા તેમજ જોવા જેવી જગ્યાએ જતા. મહાકાળનું મંદિર તથા જંતરમંતર વગેરે જગ્યાએ ત્યાનું આકર્ષણ ગણાતી કયારેક કંપની વાળા અમોને ઇન્દોર લઇ જતા. ઇન્દોર એ મધ્ય પ્રદેશ નું છોટામુંબઈ કહેવાતું. ત્યાં ફરવાની તથા રેસ્ટોરાં માં જમવાની ને લેટેસ્ટ પિક્ચર જોવાની મજા આવતી. કંપની ના બોસ બિરલાજી માટે કંપનીએ એલીફન્ટ હાઉસ બનાવ્યું હતું. જેના બેડ રૂમ માં થી અહેસાસ થાય કે બારી બહાર હાથ કાઢો એટલે પાણી અડકે પણ ખરું જોતા પાણી દુર હતું. બોસ ના રાયટ હૅન્ડ મડેલ્યા હતા. તેમનો ધાક જબરો હતો. તેનો મને અનેક વાર અનુભવ થયો હતો. તેમને રોજ સવારે પાચ વાગે તરત દોહીલું દૂધ પીવા જોઈતું. સવારના ત્રણ સાડા ત્રણથી ગેસ્ટહાઉસમાં  દોડાદોડ સરુ થતી. એટલી મોટી કંપની ના હિસાબ હિન્દી માં લખતા. મોટા ભાગનો સ્ટાફ મારવાડી હતો કંપનીની એક બોટ પણ હતી. ગેસ્ટ હાઉસ પાછળ ચંબલ નદી વેહતી હતી. અમો ક્યારેક તેમાં ફરવા જતા હલેસા મારી હાથ દુઃખી જતા. બગ્રોડીયા કંપની ના સેક્રેટરી હતા અને પારેખ જનરલ સેક્રેટરી હતા. ઓડિટ પતાવી અમે મુંબઈ પાછા ફર્યા ને પોદાર મિલ નું ઓડિટ શરૂ  કર્યું. કંપની દિવાળીમાં બધા સ્ટાફ ને મુંબઈ બોલાવી લેતી. ધનતેરશ ને દિવસે ચોપડા પૂજન થતું તેમાં બધો સ્ટાફ હાજરી આપતો. ચોપડા પૂજન પછી જી પી હસ્તક દરેકને બોનસ ના પકેટ અપાતા. તેમજ પ્રસાદ વેહ્ચાતો. મને પહેલું બોનસ રૂ 750.નું મળ્યું. મેં તેમાંથી રૂ 550નો મરફી રેડીઓ લીધો. બહુ સરસ હતો. જેને માટે લાકડાનું શોકેશ લીધું. તે વખતે TV નહોતા. બીનાકા ગીતમાલા અને ગોવા રેડીઓની બોલબાલા હતી. દર મંગલવારે રેડીઓ પર આવતા નાટક સાંભળવાની મજા આવતી. કાપડિયા કંપની ની સતત ટુ રિંગ ની જોબ છોડી સ્થાઈ જોબ માં જોડાઈ ગયો તારીખ. સપ્ટેમ્બર. 1996..

25-ગ્વાલીયર ઓડિટ

અમે નાગદા નું ઓડિટ કરતાતા તેવામાં એક દિવસ ટેલીગ્રામ આવ્યો કે મારે ગોરડિયા ને લઈને ગ્વાલીયર જવું. આ સાંભળી ઇન્દ્રવદન ડાંગર વાળા જે મારી સાથે મને મદદ માં આવેલા તે નિરાશ થઇ ગયા. અમારી બે જણા ની ટિકિટો બુક થઇ ગઈ. અમારે વળતી સવારે ગ્વાલીયર જતી ગાડી માં જવાનું હતું ઇન્દ્રવદન ને સલાહ સુચન આપી અમોએ ગાડી પકડી. ગ્વાલીયર ઉતરી ટાંગો કરી અમે ગેસ્ટ હાઉસ પહોંચ્યા. ત્યાં અમારી કંપની ના માણસો જી સી શેઠ,ગાંધી વગેરે હતા. ત્યાં બાટલી બોઇ કુ ના સંપટ તથા બીજા એક ભાઈ હતા. તેઓ અમારી સાથે જોઈન્ટ ઓડીટર હતા. સંપટ ઉમરમાં સૌથી મોટા હતા તેમના અડધા વાળ સફેદ હતા. તેઓ રંગીન સ્વભાવના હતા. આખો આંજતા પાઉડર લગાવ તા અને પાન નો ડૂચો મોમાં રાખતા ટૂંકમાં ઇસકી હતા. આખો વખત તેમની બહાદુરી ની વાતો કરતા. તે કલકત્તા ના હતા. શેઠ બહુ વાતોડિયા હતા. આખો દિવસ કામને બદલે વાતો કરતા અને ઓફિસ બંધ થાય ત્યારે એકદમ સભાન થઇ કામે વળગતા ને મોડે સુધી બધાને બેસવાનો આગ્રહ કરતા. બધા તેમનાથી કંટાળી જતા સંપટ પણ તેવા જ હતા. મેં તેમને કહ્યું મને ઓફિસ અવર દરમ્યાન કામ કરવાની આદત છે માટે હું જુદો બેસી કામ પતાવી દઇશ. ઓફિસ અવર પછી હું ને ગોરડિયા સ્વિમિંગ પુલ માં તરતા સુંદર પુલ હતો. અંદર રંગ બે રંગી લાઇટો હતી રવિવારે સાંજે રસોડું બંધ રહેતું એટલે અમે તૈયાર થઇ ટાંગામાં બેસી લશ્કર જતા. લશ્કર ગ્વાલીયર થી દુર હતું. સાંજે પાણી પૂરી ભેલ વગેરે ખાઈ સિનેમા જોવા જતા અને રાતે બાર વાગ્યે ગેસ્ટ હાઉસ પાછા ફરતા શનિ રવિ ક્યારેક આગ્રા જતા ને તાજ મહાલની મજા માણતાં. મને બરાબર યાદ છે એક વાર હું ટ્રેન માં આગ્રા જઈ રહ્યો હતો ત્યારે ફટાફટ બારી બારણા લોકોએ બંધ કર્યા કેટલાક તો સીટ ની નીચે ભરાઈ ગયા. નાના છોકરા રડી ઉઠ્યા. મને નવાઈ લાગી કે એકા એક શું થઇ ગયું ?તેમણે જણાવ્યું કે ચાલતી ગાડીએ ચંબલ ની ઝાડિયો આગળથી ગાડી પસાર થતી હતી ત્યારે કેટલાક બહારવાટિયા સાથે ડાકુ ભૂપત ટ્રૈન માં સવાર છે ને લૂટમાર ચાલી રહી છે. પણ થોડીવારમાં બધું શાંત થઇ ગયું. મેં પૂછ પરછ કરી તો માલમ પડ્યું કે કેટલાક ગામડા વાસીઓ માથે ફાળિયા અને ચાંચીયા જોડા પહેરી હાથમાં ડંગોરા લઇ ગાડી માં પ્રવેશેલા એ કેસ ઓફ મિસ્ટેકન આયડેન ટી.ટી. હું આગ્રા આવતા ઊતરી ગયો.હોટેલમાં જઇ જમ્યો. પછી ટાંગો કરી તાજમહાલ જોવા ગયો ત્યાં રાત સુઘી રહ્યો. તે દિવસે પૂર્ણિમા હતી. ધરાઈ ને મૂન લાઈટ માં તાજ જોયો. રાત્રે નવ વાગે હું હોટેલ માં રેહવા ગયો પણ મારી સાથે કોઈ સામાન નાહોવાથી મને કોઈએ રૂમ આપી નહિ.થાકી હું સ્ટેશન પોહચી ગયો મોડી રાતે ગાડી મળી તેમાં ગ્વાલીયર પાછો આવ્યો.પ્રસંગો પાત અમે બીરલા ના વીઆઈપી ડાઈનીગ રૂમમાં જમતા. અહી પણ હિશાબ હિન્દીમાં લખતા. મોસ્ટલી સ્ટાફ મારવાડી હતો. એકાઉટંટ રાઠીજી હતા જવાના વખતે કામ રેહતું ત્યારે મોડે સુધી કામ કરતા. એક વીઝીટ દરમિયાન અમે તાનસેન કબર ,ગ્વાલીયાર પેલેસ અને બોરડીગ સ્કુલ વગરે જોયા.અમારી ઓફિસમાં અમારી બહુ ઈર્ષા થતી. ખાસ કરીને જે લોકોને ઓફિસમાં ગોધાવું પડતું તેમને મારી બહુ ઈર્ષ્યા થતી. મારા સાડા ત્રણ વર્ષ દરમિયાન મેં બહુ ફરી લીધું પછી અલવિદા કહી દીધુ.

26-અલવીદા –જી. પી. કાપડિયા કુ.

આ મારી છેલ્લી વિસીટ હશે તે ખબર નહોતી. હું ઓફીસ માં ગયો ને બધાને લાંબે વખતે મળ્યો લગભગ બે વાગ્યા હતા ત્યાં ચાહ આવી. તે પીતો હતો ત્યાં પટાવાળાએ કહ્યું કે જતા મીસીસ શ્રોફ ને મળતા જજો. જતા જતા હું તેમને મળ્યો તેમને મને ફ્રન્ટીયર મેલ ની ટીકીટ આપી ગોરડિયાને સાથે લઇ જવા કહ્યું ગોરડિયા તેમની ટીકીટ તથા એડવાન્સ લઇ ગયા છે જવાને દિવસે ઘરે જમવાનો સમય ના મળ્યો કારણ ફ્રન્ટીયર સાત વાગે દાદર સ્ટેશન થી ઉપડે છે એટલે ઘરે થી પાચ વાગે નીકળી ગયો.અમો દાદર થી અંદર બેઠા. ગાડી બહુ રુકતી નથી. ગાડી ઉપડી અને મુબઈ છોડે તે પહેલા રાતના કપડા પેહરી તૈયાર થઇ ગયા અને જમીને પોત પોતાના બર્થ પર નાઈટ લેમ્પમાં વાચતા વાચતા સુઈ ગયા. સવાર ક્યારે પડી ગઈ તેની ખબર ના રહી. રતલામ સ્ટેસન આવી ગયું. મીસ્ટર શારદા સ્ટેશને લેવા આવ્યા હતા.રતલામ આમ તો રેલ્વે જકશન છે પણ મને તો મોટા ગામડા જેવું લાગ્યું. અમારી ગાડી ગામમાં થઇ બહાર આવી ત્યારે સરસ ડામર ના રસ્તા પર મોટો ગેટ આવ્યો જેની પછવાડે વિશાલ જગામાં મીલનો વિસ્તાર હતો. મીલનું નામ સજ્જન મીલ હતું. અંદર પેસતા ઓફિસનું મકાન હતું. સ્ટાફ મોટે ભાગે મારવાડી હતો. શારદા એકાઉ ટંટ હતા તેનાથી આગે ગેસ્ટ રૂમ્સ હતા. અને ગેસ્ટ રૂમની નજીક વિશાલ બંગલો હતો. જેમાં ઉમરાવ સીંગ અને તેમનો પરિવાર રેહતો હતો. ઉમરાવ સીંગ મનેજીંગ ડીરેક્ટર હતા. તેમના નીકટના સગા પબ્લીક રીલેસન સંભાળતા.અમોને ગેસ્ટ રૂમ આપ્યો હતો સવારની ચા તથા બ્રેકફાસ્ટ રૂમ પર મળતા અને જમવા સવાર સાંજ બંગલે જતા. ગેસ્ટ રૂમ્સ ની પાછ્ળ વિશાલ જગામાં શાકભાજી ઉગાડતા ને તે બંગલે વપરાતા. પાર્ટીઓ ઘણી થતી તેમાં જતા. ફરવાનું તો ખાસ હતું નહિ. સાંજે ઉજ્જડમાં આટા મારતા. ક્યારેક શની રવિ અમને ઇન્દોર ફેરવતા. ત્યાં ફરવાનીમઝા આવતી ને પિક્ચર જોવાની મઝા આવતી. નારાયણ બંગલા નો સીનીયર નોકર હતો. તેનો ઠાઠ બહુ હતો. રોજ અસ્ત્રી દાર કપડા પહેરતો. કફની ધોતિયું ને ચાચીયા સફેદ ટોપી તેનો ડ્રેસ હતો. બંગલામાં પાન નો કોર્નર તેનો ચાર્જ હતો. રોજ કલકત્તાથી એક કરંડિયો મગાઈ ના પાન આવતા. નારાયણ પાન ફક્કડ બનાવતો. તે હમેશા પાનનો ડૂચો ગળેફા માં રાખતો. બંગલાના ગેસ્ટ માટે પાન તેજ બનાવતો. અમારું ધ્યાન તેજ રાખતો. જમવાને સમયે ગેસ્ટ રૂમ પર બોલવા તેજ આવતો..બંગલામાં રોજ બાલદી થી દૂધ વપરાતું. નારાયણને હું કેહતો કે અમારે માટે જોઈતુજ દૂધ તથા નાસ્તો લાવ. કારણ ના વપરાયેલ વસ્તુઓ ગટરમાં જતી. જયારે કંપાઉંડમાં કામ કારનારા મજુરો લંચ સમયે સુકા રોટલા અને ઝાડના પાન ખાતા. પણ મારું સૂચન નારાયણને મંજુર નોતું. તે કહેતો સાબ તેમ કરતા મારી નોકરી જતી રહે.  ઉમરાવ સીંગ કલકત્તાના હતા. શરીરે મોટા અને કફની ધોતિયું ને બંડી પેહરતા. બપોરના હમેશા નેપ લેતા. જમીને ચલમ પીતા અને ધુમાડાથી ઓરડો ભરી દેતા. પછી મચ્છરદાની નાખી સુઈ જતા. અમારી સાથે બધી ફોર્મલ વાતો થતી.છેલ્લા દિવસો માં અમારી કુ ના પાર્ટનર કે. એમ કે કાપડિયા આવેલા અને ઓડીટ ક્વેરી સુલટાવી રહ્યા હતા ત્યાં પટાવાળાએ આવી મને મારો લેટર આપ્યો. બધું પતી ગયા પછી વાચ્યો. મારે ઘરેથી લેટર આવ્યો હતો. તેમાં લખ્યું હતું કે બોમ્બે સબરબને પટાવાળા સાથે ઘરે લેટર મોકલ્યો છે એમાં જલદી જોઈન કરવા જણાવ્યું હતું.મુંબઈ પાછા ફરી કે એમ કાપડિયા ને મળ્યો અને નવી નોકરીની વાત કરી રાજીનામું આપ્યું. નવી નોકરી નો પગાર પૂછ્યો અને નવાઈ પામ્યા. ફેર બહુ હતો કોમ્પેસટ થાય તેમ નોહતું એટલે શુંભેછા આપી વિદાય કર્યો. હું પહેલી સપટેમ્બર. 96. થી બોમ્બે સબરબન માં જોડાઈ ગયો આતો મારા જીવનની મીઠી યાદો છે.

ધનનંજય સુરતી

મારી ડાયરીના પાના -૧૯,૨૦,૨૧,૨૨.-ધનંજય સુરતી

19-ઘરે સારવાર

મોટાઈ માટે  ઘરે તેમનો ખાટલો તૈયાર હતો. ખટલો ઉપર માળે હતો. ત્યાં લઇ જઈ સુવાડ્યા. બાજુમાં ટેબલ પર દવાઓ ગોઠવી અને પાણીનો ગ્લાસ મુક્યો. જમવામાં સોફ્ટ સ્પગેટી પાસ્તા સૂપ વગેરે વારાફરતી કોશિશ કરતા. અમારા દૂરના સગા DR નવનીતલાલ ના દીકરા બાબુભાઈ ડોક્ટર મોટાઈ ની ડૉક્ટરી તપાસ નિયમિત કરતા. તેઓ સ્વભાવે સેવાભાવી હતા હવે ઓપરેશન ઘા રુઝાઈ ગયો હતો પણ ખાવાનું ઊતરવાની તકલીફ ગઈ ન હતી. એક રૂટીન ચેક વખતે ડોક્ટરે જણાવ્યું કે કીમો થેરાપી લેવી પડશે. તેને માટે નિયમિત ટાટા હોસ્પિટલ જવું પડે. મોટાઈ ની સ્થિતિ ટ્રેન માં જવાની નહોતી. મગનમાંમાં એ જાણ્યું કે કે દર બે ત્રણ દિવસે ટાટા હોસ્પિટલ લઇ જવા પડે છે. તેમણે બા ને તેમના દાદર નિવાસસ્થાને મોટાઈ ને ખસેડવા કહ્યું. મોટાઈ ની સંમતી થી ત્યાં લઇ ગયા. મગનમાંમાં બાના માસિયાઈ ભાઈ થતા. તેમણે આગલો રૂમ મોટાઇ માટે કાઢી બાકી ના રૂમમાં સાકડ્મોકડ રહી લેતા. પણ કોઈ જાતનો ઉચાટ નહિ. રોજ દુકાને થી આવી મોટાઈ સાથે બેસતા. મોટાઈ ને બા પ્રોત્સાહિત થાય તેવી વાત કરતા. આવા પ્રેમાળ માણસો આજે મળવા મુશ્કેલ છે. કેટલીક કીમો થેરાપી લીધા પછી શરીર સુધરવાને બદલે સુકાવા માંડ્યું. શરીરમાં લોહી ઓછુ થઇ ગયું, કાયા હાડપીંજર સમી થઇ ગઈ. બાબુ દાક્તરે લોહી ચઢવાની સૂચના આપી. લોહી ક્યાંથી લાવવું તે સવાલ થઇ ગયો. બાબુ ડોક્ટર ટી બી હોસ્પિટલમાં કામ કરતા ત્યાંથી પૈસા ભરી લોહી લાવવા નું નક્કી કર્યું.  તે માટે હું વહેલી સવારે અંધારામાં ટ્રેન પકડી એલ્ફિસ્ટન પહોચ્યો.પાછળની બારી ખટખટાવી. બારી ઉઘાડી અને બાટલી મને મળી. મેં બાટલી થેલી માં સરકાવી ઝડપથી ચાલવા માંડ્યું થોડું ચાલ્યો હોઈશ ત્યાં પોલીસે રોક્યો. ઘડી ભર ભયભીત થઇ ગયો. અંદર કા ચીજ નિકા લો ઔર ક્યાં હૈ વો દિખાવ. મેં બાટલી કાઢી બતાવી. એણે અજવાળામાં લઇ જઈ જોઈ. પૂછ્યું કે એ ક્યાં હૈ ?મેં કહ્યું કે બીમાર દર્દી કે લિયે લહુ હૈ દારૂ નહિ. મને કહ્યું ઠીક જાવ. હું ઝડપ ભેર ટ્રેન પકડી પાર્લા આવ્યો. ઘરે પહોંચતાં ઠીક અજવાળું થઇ ગયું. નાહી પરવારી હું જોગસ્વરી મોટાઈ ના ટાટા મેલ નર્સ ને ઘરે પહોંચી ગયો. તેનું ઘર જોગેશ્વરી ની ઝૂપડ પટ્ટીમાં હતું. તેને ટાઇમ આપી ઘરે બોલાવ્યો. બાબુ ડોક્ટર ના સુપવીઝન નીચે નર્સે લોહી ચડાવ્યું. ઈશ્વર કૃપા થી કોઈ મોટી તકલીફ થઇ નહિ. આમ ત્રણ થી ચાર વાર ઘરે લોહી ચડાવ્યું હતું. મેલ નર્સ તે વખતે વિઝિટ ના ત્રીશ રૂપિયા લેતો. બધી સારવાર કરતા પણ ખાવાની તકલીફ ઓછી થતી નહિ. આથી ટાટાના ડોક્ટર બોર્જીસે કહ્યું કે નાનું ઓપરેશન કરવું પડશે. તે માટે દિવસ નક્કી થયો ને. મોટાઈ નું બીજું ઓપરેશન થયું. બીજા ઓપરેશન થી પેટમાં કાણું પાડી ટ્યૂબ મૂકી. દર થોડા વખતે ગરણી વડે દૂધ જ્યુસ વગેરે પ્રવાહી ખોરાક આપવાના. આનાથી થોડી રાહત જરૂર થઇ. પણ રોજ તેને ડ્રેસિંગ કરવું પડે. આમ સારવારમાં સમય જતો. ટાઇમ મળે ત્યારે પરીક્ષાનું વાંચતો. મેં સમયના અભાવે ફક્ત લો ગ્રુપ આપવાનું નક્કી કર્યું હતું અને તે પ્રમાણે વાંચતો.

20-પરીક્ષા

મારી પરીક્ષા નવેમ્બેરમાં હતી. મનુભાઈ અને મહેશની માર્ચમાં હતી. પણ મોટાઈ ને મારી અથવા બા ની સારવાર ફાવતી.રોજ રાતના પેથેડીન નું ઇન્જેકશન મારે આપવું પડતું સવારના પેટ ના કાણા નું ડ્રેસિંગ હું કરતો. શરુઆત માં મેલ નર્સ કરતો જેની પાસેથી હું શીખ્યો. હવે મોટાઈ ની કપાતે પગારની રજા સરુ થઇ હતી. એટલે પૈસા ઓછા આવતા તેમાંથી ઘર ખર્ચ દસ માણસનો તથા દવાદારૂ ના ખર્ચો માંડ નીકળતા. તે એકલા કમાનાર વ્યક્તિ હતા. મારી પરીક્ષા કઠીન હતી રિઝલ્ટ ફક્ત પાચ ટકા ભાગ્યે જ આવતું. તે જમાનામાં કોઈ ગાઈડન્સ હતી નહિ. કોઈ ટ્યુટોરીયલ નહિ. કઈ ચોપડીયો વાચવી તે પણ ખબર નહિ. દરેક પોતાની સુજ પ્રમાણે વાંચતું દરેક વિષય માં કોઈ સીમા નહિ. છોકરાઓ છેલા ત્રણ ચાર વરસના પેપર સોલ્વ કરતા. એ માટે વિશાલ વાચન અને સમયની ની જરૂર હતી. અને સમય ઓછો મળતો. આથી મેં પહેલા લો ગ્રુપ ની આપવી. તેમ નક્કી કર્યું. લો ગ્રુપ માં ચાર વિષય હતા. દિવસ ના સમય મળતો નહિ એટલે રાત ના મોડે સુધી વાંચતો. ક્યારેક બે ત્રણ વાગી જતા ને ટેબલ ખુરસી પરજ સુઈ જતો આખો દિવસ મોટાઈ ની સારવાર, લાવવા મુકવાના ધક્કા અને વિઝિટર ની કતાર ને લીધે થાકી જતો છતાં રાત્રે મોડે સુધી વાંચતો.  આખરે પરીક્ષા આવી ને જતી રહી. પૂરી થઇ એટલે થોડી રાહત અનુભવી. રોજ ના રૂટીનમાં બે મહિના વીતી ગયા ને રિઝલ્ટ નો દિવસ આવી ગયો. સવારે પરવારી ઉપર મોટાઈ સાથે બેઠો તો. કાર્પેટ પર બેસી પેપર ધ્યાન થી જોતો હતો. મોટાઈ ની નજર મારા પર પડી ને પૂછ્યું શું રિઝલ્ટ આવી ગયું ?મેં હા કહ્યું. તેમણે પેપર માગ્યું. મારો નંબર માંગ્યો ને જોયું. પણ નંબર નહોતો. તેમણે કહ્યું નપાસ થયો, મેં હ કારમાં ડોકું ધુણાવ્યું. તેમણે કહ્યું બહુ સ્ટ્રીક લાગે છે કારણ બહુજ ઓછા છોકરા પાસ થયા છે જીવનમાં પહેલી જ વાર તેમણે મને કહ્યું કે તારો કઈ વાંક નથી તારા સંજોગો જ વિપરીત હતા અને મને હિંમત આપીને કહ્યું નેક્સ્ટ ટાઇમ થોડી વધુ મેહનત કરજે. તે દિવસે સાંજે વિઝિટર ખુબજ આવ્યા ને બધા નપાસ ના સમાચાર જાણી નિરાશ થયા. મને ખુબજ દિલાસો ને સલાહ મળી. મોટાઈ ના દોસ્ત ઉમેદચંદ ખુબ નારાજ થયા. તે રાત્રે હું જામી પરવારી કેબિનમાં ગયો. અને ચોપડા વ્યવસ્થિત કર્યા ને વાંચવાનો આરંભ કર્યો. મોડી રાત સુધી વાંચી સૂઈ ગયો. સુતા પહેલા નિરાધાર કર્યો આર્ટિકલ પુરા થાય તે પહેલા પાસ થઇ જવું. હવે લાંબુ ભણવાનું પર વડે તેમ નથી.

બીજે દિવસે સવારના નાહી ધોઈ પરવારી મોટાઈ સાથે ઉપર હતો. તેમનું ડ્રેસિંગ કરી રહ્યો હતો ત્યારે બાજુ વાળા નો ઘાટી મધુ તેડવા આવ્યો કે તમારો ટેલીફોન છે. હું દોડી તેમને ત્યાં ગયો. ટેલીફોન મારા કલીગ માણેકલાલ નો હતો. તેમણે મને અભિનંદન આપી જણાવ્યું કે હું પાસ થઇ ગયો. ઓફિસ માં આવવા જણાવ્યું. સંદેશો પહેલા મજાક લાગી પણ તેમણે દાવાથી કહ્યું કે તેમની પાસે ટાઇમ્સ ઓફ ઇન્ડિયા પેપર છે અને તમારું નામ તેમાં છે. મારી ખુશાલીનો પાર નહોતો. આ ખુશ ખબર મારા બીમાર બાપ ને આપી તેઓ પથારીમાં બેઠા થઇ ગયા અને ખુબજ ખુશ થયા મેં ખુલાસો કર્યો કે રોજની ધમાલ ને ટેન્શન માં ભૂલથી ખોટો નંબર યાદ રહી ગયો. અને તે નંબર નપાસ હતો. હું પાસ થયો તેથી આશા બંધાઈ કે હવે c.A થવાશે. અમારા બોસ હરિદાસને પણ થયું કે તેમની ફર્મ હોશિયાર છોકરા લે છે. હવે અમે ત્રણ આર્ટીકલ ક્લાર્ક થયા. હું સીનીઅર હતો. માણેકલાલ નંબર ટુ અને રવજીભાઈ નંબર થ્રી. રાજુભાઈ મારા સગપણે માસા થતા હતા. તેમના આર્ટિકલ હવે પુરા થઇ ગયા હતા. તેઓ તેમના દોસ્ત જીતેન્દ્ર સાથે તેમની પેટીમાં મૅનેજર થઇ ગયા. હવે અમારી ઓફિસ યુનિવર્સલ ઇન્સ્યોરન્સ માં થી પોદાર ચેંબર ગઈ હતી સમય પસાર થઇ રહ્યો હતો.મોટાઈની તબિયત માં કોઈ સુધારો થતો નહિ. પ્રવાહી રોજ પેટમાં ટ્યૂબ વાટે ઊતરતા તેથી રોજ પુરતી શકિત રેહતી. ધીરે ધીરે શરીર ગળાતું જતું હતું.

21.-અંતિમ ઘડી

ફાઇનલ C.A ની પરીક્ષા નજીક આવી રહી હતી. વાચવાનું સમય કાઢી ચાલુ હતું. મોટાઈ થી પેથડિન વગર સુવાતું નહિ. અને ડોક્ટર તેની ના પડતા. એક દિવસ પેથડિન ને બદલે ડી સ્ટીલ વોટર નું ઇન્જેકશન આપ્યું. અસર ના થઇ એટલે ચિડાઈ ગયા. તેમને ખાત્રી હતી કે આજે પેથેડીન આપ્યું નથી. બહુ જીદ ને લઈને છેવટે અમારે આપવું પડયું. જેમ દિવસો જતા ગયા તેમ તેમનું શરીર ક્ષીણ થતું ગયું. જીવંત હાડ પિંજર લાગતું. અમારા દુર ના સગાં ને શુભચિંતક જગમોહનદાસ ખબર કાઢવા આવ્યા ત્યારે જોઇને બહુ દિલગીર થયા. તેમણે વ્રજેશ્વરી વાળા મહારાજ ને બતાવવાનું સુચન કર્યું. મહારાજે દર્દી ને જોયા વગર જડી બુટ્ટી આપવાની ના કહી. આથી જગમોહનદાસે એક દિવસ નક્કી કરી તેમની ગાડી માં મહારજને લઇ આવ્યા. મહારાજે જોઈ પછી ધ્યાન કરી કહ્યું કશું કામ લાગે તેમ જણાતું નથી. ફક્ત સમય ની વાર છે પણ હું જડી બુટ્ટી ની દવા આપીશ તેનાથી રાહત જરૂર મળશે. પંદર દિવસ પછી દવા આશ્રમ પર થી લઇ જશો દવા બનાવી જમીનમાં ઝાડ નીચે પંદર દિવસ સુધી દાટવી પડશે. પંદર દિવસ પછી દવા આવી. પિતાની સાથે થોડી સ્ફ્રુતી આવી ને લાગ્યું કે ધીરે ધીરે સુધાર થશે. પણ આશા ઠગારી નીકળી. થોડા દિવસ પછી પાર્લાના ડોક્ટર અરવિંદ શાહ ને બોલાવવા પડ્યા. દવા તો કાંઈ અપાઈ તેમ ન હતું. પૂછપરછ કરી નાડી,હાર્ટ બિટ ને બ્લડપ્રેશર તપાસી સલાહ સુચન આપી જતા રહ્યા.

હવે પરિક્ષા ગણતરીના દિવસો માં શરુ થશે. એક બાજુ જીવન મરણની લડાઈ અને બીજી બાજુ પરીક્ષાનું પ્રેશર. જો હું પાસ ન થયો તો કુટુંબ નું ભવિષ્ય અંધકારમય. હવે મોટાઈ ની વગર પગારની રજા ચાલુ થઇ. આવક બંધ અને ખર્ચો ચાલુ. મનુ ભાઇ તથા મહેશનીઇન્ટર કોમર્સ ની પરીક્ષા હવે પતી ગઈ.મોટાઈના કેહવાથી તેઓને કોન્ટ્રાકટરને ત્યાં નોકરી મળી ગઈ. બહુ સ્ટ્રેસ અને થાક ને લઈને મહેશને લોહીની ઉલટી થઇ. કુટુંબ માટે એક વધુ ચિંતાનો વિષય થયો. ડોક્ટર પાટણકર ની સારવાર ને દવાથી ઠીક થઇ ગયું. એ મેં મહિનો હતો ને વરસ. 1957નું હતું. પરીક્ષા સરુ થઇ. મારે હવે એકજ ગ્રુપ ની બાકી હતી. તેથી ચાર દિવસ ચાલવાની હતી. મોટાઈ ની તબીયત બહુજ લથડી ગઈ હતી અને કઈ ઘડીએ અચાનક મૃત્યુ થાય તે કળવું મુશ્કેલ હતું. આ સંજોગોમાં પરીક્ષા ના ત્રણ દિવસ તો નીકળી ગયા. રોજ મને પૂછતાં પેપર કેવા ગયા ? હું હમેશાં સારા ગયા કહેતો. ત્રીજા દિવસની મધરાતે મારે કેબિનમાં થી વાંચવું પડતું મૂકી તેમની પાસે જવું પડ્યું તેમને ઉઘ આવતી નહિ. થોડું સુવે તો આરામ થાય. ચર્ચા વિચારણા પછી પેઠેડીનનું ઇન્જેકશન આપી હું કૅબિન માં આવી વાચવા બેઠો ને વાંચતા વાંચતા સૂઈ ગયો. સવારે ઊઠ્યો ને કેમ લાગે છે તે પૂછવા ઉપર ગયો. તેમણે મને કહ્યું કે હમણાં ને હમણાં ઘરની બહાર ચાલ્યો જા મારે તારું મોઢું નથી જોવું. આમ વિચિત્ર વર્તન જોઈ મને નવાઈ ને દુખ થયું. બા ને તેનો અમલ કરવા કહ્યું. હું પરિક્ષાનો સમાન લઇ નીકળી ગયો. ગાડી પકડી ચર્ચ ગેટ પહોંચ્યો. ટોઇલેટ રૂમમાં જઈ હાથ મોં ધોઈ સામે એશિયાટીક હોટેલમાં જઈ ચાહ પીધી. પણ કયા કારણ થી કાઢી મૂક્યો તે વિચાર મારો પીછો છોડતા નહિ. હું પરીક્ષા હોલ પર ગયો. કોઈ ત્યાં આવ્યું નહોતું. પરીક્ષા ને બે કલાક બાકી હતા. હોલ ખૂલ્યો નો તો તેથી હું પગથીયે બેસી વાંચતો હતો. આજે છેલો દિવસ હતો. ટાઇમ થયો એટલે પરીક્ષા હોલ ખૂલ્યો. આજનું પેપર ચાર કલાક નું હતું. પરીક્ષા ચાલુ થઇ. મેં પેપર લખવા નું સરુ કર્યું. એક પછી એક જવાબો લખતો ગયો. લગભગ કલાક બાકી હતો ત્યારે એકદમ પરસેવો છૂટ્યો અને ટ્વીલ નું પાટલૂન પણ ભીનું થઇ ગયું. મને કઈ ગરબડ ની શંકા મનમાં આવ્યા કરતી. હું ઊઠ્યો પેપર આપવા. મને નિરીક્ષક કે કહ્યું હજુ કલાક બાકી છે વિચારો, ચાહ કે સોડા માગવું ?.  પણ મેં કહ્યું મારો પેપર પૂરો થઇ ગયો મારે કશું વિચારવા નું નથી. હું ઝડપથી પેપર આપી બહાર નીકળી ગયો.

તરત ગાડી પકડી ઘરે ગયો. વિલેપાર્લે સ્ટેશન થી ઘરે જતો હતો ત્યાં મારો ભાઈ સામે મળ્યો. તે ડોક્ટરે લખી આપેલું ઇન્જંક્શન લેવા જતો હતો. મેં તેને હાલ પૂછ્યા તો એણે મને ઘરે જલ્દી પહોંચવા કહ્યું. મેં ઘરે પહોંચી પહેલા બા ને મોટાઈ ની તબિયત વિશે પૂછ્યું. તેણે જણાવ્યું કે સવારે લગભગ બાર વાગે બે ડોક્ટરને બોલવા પડ્યા. ડોક્ટર પાટણકર તથા અરવિંદ શાહ. ડોક્ટર એ નિદાન આપ્યું કે હવે બહુ સમય નથી ગમે તે વખતે આંખ મીંચાઈ જાય માટે છોકરાને પરીક્ષા માંથી પાછો બોલાવી દો. પરીક્ષા તો છ મહિના પછી પણ આપી શકશે પણ બાપ ને નહિ મળી શકે. આ વાક્ય સાંભળી મોટાઈ બોલ્યા ખબરદાર એવું કઈ કર્યો. એ આવે ત્યાં સુધી મને કાંઈ થવાનું નથી. એ છોકરા પર આખા ઘરનું ભાવી છે. બારણા બંધ કરાવી બધાને નજર આગળ ખુરશી પર બેસાડી દીધા ને ઉઠવાની મનાઈ કરી. હું સત્વર ઉપર ગયો ને તેમના ખાટલા સામે ઉભો. તેમણે મને ખુરસી ખેંચી બેસવા કહ્યું. મેં તે પ્રમાણે કર્યું ને બેઠો. મને પૂછ્યું કે પેપર કેવા ગયા. મેં જવાબ દીધો કે સારા ગયા. પછી તેમણે મારો હાથ પકડી કહ્યું. YOU WILL CERTAINLY PASS WHAT EVER THE PERCENTAGE OF RESULT MAY BE. THESE ARE MY BLESSINGS TO YOU.આટલું કહી મૃત્યુ સરણ થઇ ગયા. ડોક્ટરે તપાસી કનફર્મ કર્યું. આખું ઘર શોક માં ડૂબી ગયું. તે દિવસે રાત્રે કોઈ સુતું નહિ. ઘર આખું સગા સંબંધીઓ થી ઊભરાઈ ગયું.

22- અસ્થિ વિસર્જન

બીજે દિવસે અગ્નિ સંસ્કાર કર્યા. બોડી લઇ જતી વખતે બહુ રડારોળ થઇ. પડોશી ઓ ની આખો પણ ભીની થઇ.થોડાદિવસ ક્રિયાકાંડ માં ગયા. હવે ઇન્કમ તો કઈ હતી નહિ. અને મારી પરીક્ષા પત્યે બે દિવસ થયા હતા અને મારા આર્ટીકલ્સ છેક જુલાઈ માં પુરા થશે. ત્યાં સુધી રાહ જોવાની રહી. બધાની નજર મારા પર હતી. ઘરમાં સૌથી મારી નાની બેન ફક્ત પાચ વરસ ની હતી. બાકી ના બે થી ચાર વરસ ના તફાવત મોટા. હતા. આટલા મોટા ફેમિલીને ચલાવવા કોઈ સક્ષમ ન હતું. વણ માગી સલાહ લોકો બહુ આપતાં. બહુજ નિકટ ના સગાએ કહ્યું કે આ મુંબઈ માં રહેવું તમારે માટે અઘરું છે. અહીં કોઈ હેલ્પ કરે નહિ. માટે ભરૂચ ચાલ્યા જાવ. ત્યાં ભાડૂતને ખાલી કરાવી રેહજો. પણ મોટાઈ એ મને હોસ્પિટલના દિવસોમાં સલાહ આપી હતી. કે કોઈ પણ કહે પણ મુંબઈ છોડશો નહિ. આપણા મકાનનું ભાડું ભૂરચના ભાડામાં થી નીકળી જશે અને તું પાસ થયા પછી કમાશે એટલે ગાડી ચાલશે. હાલ તો અમે મૂડી વાપરતાં. હું મોટાઈ ના અસ્થિ લઇ ભરૂચ નર્મદામાં પ ધરાવવા ગયો. દ્સાશમેધ ઓવારે અસ્થિ વિસર્જન કર્યા. મારી સાથે કીકા મામા આવ્યા હતા. મહારાજે મંત્રો ભણ્યા અને મેં નમસ્કાર કર્યા અને અમો ઘરે પાછા ફર્યા.

એક સવારે હું માળીયે સુતો હતો. નીચેથી મારા નામની બૂમ આવતા હું સફાળો ઊભો થઇ નીચે આવ્યો. નીચે આવી મોટા ઘડિયાળમાં ટાઇમ જોયો. સવારના સાત વાગ્યા હતા. ડોક્ટર રતિલાલ વખારિયા હીચંકા પર ઝુલતા હતા. હું બ્રશ કરી મોઢું ધોઈ હિચંકે બેઠો. તેમણે એક પેંડો બોક્સ માં થી કાઢી મારા મોમાં મૂક્યો. હું સમજો કે તેમની છોકરી ના એગેજમેંટ થયા હશે. મેં કારણ પૂછ્યું. તેમણે કહ્યું ખબર નથી આજે તારું રિઝલ્ટ આવ્યું છે અને તું CA માં પાસ થઇ ગયો. આ સાંભળતા જ મને ખુબજ આનંદ થયો. અને મનોમન ઈશ્વરનો બહુ ઉપકાર માન્યો. લાગ્યું વિધાતા મારે માટે નવા રસ્તા ખોલે છે કેવા કેવા સંજોગોમાં પરિક્ષા આપી હતી. કઈ પણ ઘડીએ હાદસો થઇ જાય ને પરીક્ષા પડતી મૂકવી પડે. હું જલદી થી મુંબઈ મારે ઘરે જવા ઉતાવળે થઇ ગયો. આ સારા ખબર હીરાલાલ મસા ને ચંપા માસી ને તેમને ઘરે આપ્યા બન્ને ખુબજ ખુશ થયા બીજે દિવસે હું મુંબઈ જવા નીકળી ગયો. ઘરે પહોંચી માણેકલાલ ને ઓફિસે ફોન કર્યો. અને જણાવ્યું કે હું બપોર સુધીમાં ઓફિસે પહોંચી જઈશ. જમી પરવારી ઓફિસ પહોંચી ગયો. પેપર માં નામ જોયું. ઇન્સ્ટીટ્યુટની ઓફિસે જઈ માર્ક સીટ લીધા અને બોસ હરિદાસ પણ ખુશ થયા હું તથા માણેક લાલ મેટીની શો જોવા લીબર્ટી ટોકીઝ ગયા. ઝનક ઝનક પાયલ બાજે પિક્ચર જોયું. મારો તો વિચાર ઘરે જવાનો હતો પણ માણેકલાલ જવા દે તેમ ન હતા. પિક્ચર સમાપ્તિ પછી હું ઘરે ગયો. પાસ થયો તેની ખુશાલી માં

શાંતિલાલ ફુવા એ મને એક પેન્ટ અને બુસસર્ટ નું કાપડ ભેટ આપ્યું હતું.

ધનંજય સુરતી

 

 

 

 

 

મારી ડાયરીના પાના -૧૬,૧૭,૧૮.

16-અમારી ઓફિસ

આમ ને આમ વરસ પૂરું થાય તે પહેલા એક ગૂંચ આવી. ગૂંચ એ આવી કે મારે ફર્સ્ટ સી. એ ની પરીક્ષા આપવાની કે નહિ ? તેની જોરદાર પૂછ પરછ કરવા માંડી. પણ કાંઈ સુજ પડતી નહિ. આખરે ઘાટેલ્યા કુ ના ઘાટેલ્યા ને મળ્યો. તેમણે કહ્યું કે કોઈ નોટીફીકેશન હજુ આવ્યું નથી. પણ આપી દેવી સારી. કારણ કે બે પરીક્ષા ફર્સ્ટ અને ફાઇનલ વચ્ચે અગીઆર મહિના નો ગેપ જોઈએ. આથી મેં ઉતાવળે પરીક્ષા આપી દીધી. પરિણામ સારું ન આવ્યું. પણ હું હિંમત હાર્યો નહિ. મોટાઈ પણ હિંમત હાર્યા નહિ. તેમણે ગુસ્સો કરી બુમો જરૂર પાડી. તેમની ઓફિસ માં સ્ક્રૂવાલા સાહેબે તેમને કહ્યું કે છોકરા નું ગજું હોઈ તેમ લાગતું નથી. નકામી જીંદગી વેડફે છે. પણ મોટાઈ મક્કમ રહ્યા. તેમને ત્રણ શહેરમાં ફર્મ ખોલવીતી.છ મહિના પછી હું પાછો પરિક્ષા માં બેઠો અને પાસ થયો. હવે સી. એ થવાશે ની આશા બંધાઈ. કેટલાક દિવસ પછી મને દિલ્હીથી અમારી સંસ્થાનો પત્ર આવ્યો કે તમારે ફર્સ્ટ સી. એ ની પરિક્ષા આપવાની જરૂર નથી. જે છોકરાઓએ ચાર વરસ ના આર્ટિકલ સાઇન કર્યા હોઈ તેમણે આપવી પડશે. હવે પોદાર ચેમ્બેર્સમાં અમોને ઓફિસ મળી હતી.  અમે ત્રણ આર્ટીકલ્સ હતા. માણેકલાલ શાહ અને આરડી પટેલ નવા આર્ટીકલ્સ હતા જૂનમાં પટેલ (નિરંજન પટેલ ના ભાઈ) ને રાજુભાઈએ આર્ટીકલ્સ પુરા કર્યા હતા નિરંજન મારા કોલેજ મિત્ર હતા. રાજુભાઈ તેમના ભાઈબંધ ની ઓફિસમાં મેનેજર થઇ ગયા. પટેલ હું માનું છું કે તેમના ભાઈ નિરંજન જોડે લંડન જતા રહ્યા. સંપટ પણ જુના આર્ટીકલ્સ હતા. તેઓ પોતાની પ્રેક્ટિસ કરતા. હું તેમની ઓફિસમાં અવારનવાર જતો. તેમના પિતાશ્રી તેમની ઓફિસનો કારભાર કરતા. મારી તેમની સાથે બેઠક હતી.  હવે અમને કોંગ્રેસ હાઉસ, યુનિવર્સલ ઇન્સ્યોરન્સ, એશિયન ઇન્સ્યોરન્સ, હિન્દુસ્તાન ઇલેક્ટ્રિક વગેરે ઓડિટ મળ્યા. અમે ક્લાયન્ટ ની ઓફિસમાં ઓડિટ કરતા. પોદાર ચેમ્બેર્સમાં શર્મા અને બીજા એક આફ્રિકા ના પટેલ બેસતા. બન્ને કામ વગરના હતા.  સિગારેટ પીતાં ને ગપ્પાં મારતાં ને ચાહો પિતા.  હવે બોસ હરિદાસે એક સિપાઈ રાખ્યો હતો. તે ઓફિસની ટપાલ નોબલ ચેમ્બેર્સ માં થી લાવી શર્માને આપતો. અને શર્મા હરિદાસને પોચાડતા. પોદાર ચેમ્બેર્સ પહેલા અમને યુનિવર્સલ ઇન્સ્યોરન્સ ના બિલ્ડીંગ માં પહેલા માળે ઓફિસ આપી હતી. અત્યાર સુધી અમો ઘરની ઓડિટ પેન્સિલ વાપરતાં. અમારે પૈસે ઓફિસમાં ચાહ પિતા અને મફત નોકરી કરતા. ઓડિટ મળ્યા પછી કલાયન્ટ તરફથી ચાહ ને નાસ્તો મળતો.  આમ વરસ નિકળી ગયું. હરિદાસ ક્યારે પણ ઓફિસ માં આવતા નહિ. તે બે ત્રણ કંપની માં ડિરેક્ટર હતા. તેમાં વિઝિટ મારી બપોરે ઘરે જતા. લંચ કરી. બપોરે પત્તા રમતાં. સાંજે મોટરમાં બેસી ઈમ્પીર્યલ સિનેમા જતા અને હીરાલાલ પાસે બેઠક જમાવ તા. રાત્રે જામી પરવારી પત્તા સેશન સરુ થતું. મારા મિત્ર તલવલકર ની ઓફિસ માં કામ ખાસ હતું નહિ. એમની રીક્વેસ્ટને કારણે હું તેમને ઓડિટ માટે કલાયન્ટની ઓફિસે  બોલાવતો. તે આવતા ને શી ખતા. શર્માને લીધે બીજા ફાલતુ લોકો પણ પોદાર ચેમ્બરની  ઓફિસ માં આવતા.

17-નિદાન

1955 મોટાઈ કેન્સર વિશે બહુ વાંચતા અને તેમના મિત્ર ડો. ભીડે સાથે તેની ચર્ચા કરતા પણ સિગારેટ છુટતી નહિ. એક રજા ના દિવસે મને તથા નાનેરાને લઇ કાલબાદેવી જે. જે. & સનસ ની દુકાને ગયા. ત્યાંથી બધાને જોડા અપાવી અમો ચોપાટી ગયા.ચોપાટી પરથી ભીની સીંગો તથા ગંડેરી લઇ કમલા નહેરુ પાર્ક તરફ જતી બસ માં બેઠા. સ્ટોપ આવે થી ઉતરી પાર્ક માં ગયા. નાનેરાને ત્યાં બધું બતાવ્યું. ઉપરથી બધું બહુ સુંદર લાગતું હતું. અમો એક ઝાડ નીચે બેસી સીંગ તથા ગંડેરી ખાતા હતા. મોટાઈ જેવા ખાવા ગયા કે અમને ગળેચી પેટમાં ઊતરતા તકલીફ પડતી. બહુ કોશિશ કરતા પણ ઉતરતું નહિ. અને સફોકેશન બહુ થતું. આથી અમો ઘરે પાછા ફર્યા. બાએ સૂપ તથા બ્રેડ આપ્યા. નસીબ જોગે ક્યારેક ઉતરતું અને ક્યારેક નહિ. હું બજાર જઈ સ્પગેટી ના ડબ્બા બ્રેડ પાકા કેળાં વગેરે નરમ વસ્તુ લઇ આવ્યો. હજુ પ્રવાહી ઊતરતા બહુ તકલીફ પડતી નહિ. કુટુંબ ના વડીલની તબીયત બગડવાથી આખા ઘરનું વાતાવરણ ગમગીન હતું. લોકલ ડોક્ટર પાટણ કરના પ્રયત્ન બહુ કામ આવ્યા નહિ. તેમને ટાટા હોસ્પિટલમાં બતાવવા કહ્યું. ટાટા હોસ્પિટલ માં ચાર ડોક્ટર હતા કોને બતાવવું તે નક્કી કરવાનું હતું. આ બાબતમાં ડો ભીડે જે મોટાઈના દોસ્ત હતા અને તેમની ઓફિસમાં હેંલ્થઓફિસર હતા તેમની સલાહ સુચન લીધી. મોટાઈ ને તેમનામાં બહુ વિશ્વાસ હતો. અમે ડોક્ટર બોર્જીસની એપોઇન્ટમેન્ટ લેવાનું નક્કી કર્યું. પણ ડોક્ટર બોર્જીસની વહેલી એપોઇન્ટમેન્ટ મળવી અઘરી હતી. એક બાજુ ખાવાનું ખવાતું નહિ અને બીજી બાજુ જલ્દી એપોઇન્ટ મળે નહિ. આ સંજોગોમાં હતાશા આવી જતી. ડોક્ટર ભીડે ની કોશિશ કામ આવી ને અમોને એપોઇન્ટમેન્ટ મળી ગઈ. તે દિવસે હું મોટાઇ ને લઇ ટાટા હોસ્પિટલમાં ગયો. હૉસ્પીટલ એલ્ફિસ્ટનમાં હતી. મને થયું શું આટલા બધાને કેન્સર થાય છે ? ખબર પડી કે માણસો દુર દુર થી આવે છે બીજા શહેરો માં થી પણ આવે છે અમે વેઇટિંગ રૂમમાં બેઠા ને નંબર આવવાની રાહ જોતા હતા એટલા માં અમારું નામ બોલાયું અમો અંદર ગયા. ડોક્ટર બોર્જીસ પાતળા તથા ઘઉં વર્ણા હતા. અને બહુ સ્માર્ટ ને એક્ટીવ વ્યક્તિ હતા. મોટાઈ ને તેમની વચ્ચે સવાલ જવાબ થયા. પછી છાતી ના કેટલાક એક્ષરે લેવડાવ્યા. ત્યાર પછી પાછા આવવા ની તારીખ આપી. જતા જણાવ્યું કે નિદાન આપતા પહેલા કેટલીક ટેસ્ટો કરવી પડશે. અમો આપેલી તારીખે ટાટા હોસ્પિટલ પહોંચી ગયા. તેમણે ફાઇલ તથા એકસરે જોયા અને કહ્યું બાયાપ્સી લેવી પડશે. બયાપ્સી માટે તારીખ પણ આપી. આમ દિવસો જતા પણ ખાવાની તકલીફ ઓછી થતી નહિ કે જવાનું નામ લેતી નહિ. ઈલાજ કોઈ શરુ થતો ન હતો.ઠરાવિક દિવસે બયાપ્શી થઇ ગઈ. બ્યાપ્શી લીધા પછી ડોક્ટરે જણાવ્યું કે ઓપરેશન કરવું પડશે. ઓપરેશન ની તારીખ નક્કી થઇ અને ડોક્ટરે જણાવ્યું કે જે ખવાઈ તે ખાજો. ઓપરેશન નો દિવસ આવી ગયો. મોટાઈને હોસ્પિટલમાં દાખલ કર્યાં. હું હમેશાં તેમની પાસે રહેતો. ક્યારેક બા પણ અમારી સાથે રહેતી. મોસાળ તથા શાંતા માસીને ખબર આપ્યા. હીરાલાલ માસા શાન્તા માસીને ઘરે હતા. ચંપા ફોઈની હૂંફ ને હિંમત સારી હતી. હું ને બા ઓપરેશન ના દિવસે હોસ્પિટલમાં હાજર થઇ ગયા. અમો મોટાઈ ના વોર્ડ માં ગયા. તેમને પૂછ્યું કે રાત્રે ઉઘ આવી કે નહિ ?સવારના ચાહ પીધી કે નહિ?કઈ ખાધું કે નહિ?મને જોઈ મારો હાથ પકડી લીધો મારી પાસે તેમને અપેક્ષા ને ઉમીદ હતી મોટાઈ નું બદલાયેલું નરમ વર્તન અનુભવી મને થયું કે સંજોગો માણસને બદલે છે. ટાઇમ થયે મોટાઈ ને સ્ટેચર પર સુવાડી ઓપરેશન થીએટરમાં ગયા. હવે તેમાં ફક્ત ડોક્ટર, પેશન્ટ અને મદદનીશ હતા. અમને બહાર ઉચાટ ને ચિંતા હતી. કલાક ઉપર થઇ ગયો. અમો સર્વે આતુરતા થી રાહ જોતા બેઠા હતા. એટલામાં ડોક્ટર બોર્જીસ આવ્યા ને તેમણે પૂછ્યું કે ફેમિલીમાં વડીલ કોણ છે ? હીરાલાલ માસા આગળ આવ્યા ને કહ્યું કે હું છુ. ડોક્ટર તેમને દૂર લઇ ગયા ને કહ્યું કે કેસ ઇનઓપેરેબલ છે કારણ કે કેન્સર બધે પ્રસરી ગયું છે. HE CANNOT BE CURED. IT IS ONLY A MATTER OF TIME. હીરાલાલ માસાએ આ વાત મને પછી કરી. હું બાવરો બની ગયો ને આ બાવરવાટ માં ત્રણ ડોક્ટર ચર્ચા કરતા તેમાં ઘુસી સવાલોની ઝડી વરસાવી. અચાનક ખલેલ પડવા થી ડોક્ટર બોર્જીસ ગુસ્સે થયા ને કહ્યું DON’T YOU UNDERSTAND ? WHEN I AM TALKING

WITH OTHER DOCTORS YOU SHOULD HAVE PATIENCE? હું હતાશ થઇ ગયો. ધરતી પગ નીચે સરકવા લાગી. નાની વય ને નોકરી ધંધા વગર આટલા મોટા કુટુંબની જવાબદારી મને નર્વસ કરી દેતી.

 

 

 

18- દ્વિધા

એક બાજુ મારી C. A ની ફાઈનલ પરિક્ષા ને મનુ ભાઈ તથા મહેશ ની ઇન્ટર કોમેર્સ ની પરિક્ષા આવી રહી હતી. બીજી બાજુ મોટાઈનું ટાટા હોસ્પિટલમાં કેન્સર નું ઓપરેશન અને તે પછી ની કાળજી. રોજ આખો દિવસ હોસ્પિટલમાં હાજરી અને રાત્રે પણ. આમતો ટાટા હોસ્પિટલ રાત્રે કોઈને સુવા દેતી નથી. પણ નાજુક કેસમાં રૂપિયા પાચનો એક રાતનો પાસ લઇ સુવા દેતા. રોજના પાચ ભરી પાસ લેવા છતાં હેરાનગતિ થતી. મોટાઈ ને રાત્રે ઘરના માણસની જરૂર પડતી. ઉઠવા બેસવાનું થતું નહિ. અને આખા વોર્ડ ખાતે ફક્ત એક નર્સ રહેતી જે તેના રૂમમાં પેપર વર્ક  કરતી. મહેશ રાત્રે હોસ્પિટલમાં રહેતો. રોજ ના રૂપિયા પાચ ભરી ને પણ ચોરી છુપી રહેતો. ચેકિંગ થતું ત્યારે છ્ત પરની પાણી ટાંકી પાછળ છૂપાઈ જતો. જ્યારે સદંતર સોપો પડી જાય ત્યારે મોટાઈ ના ખાટલા નીચે સુઈ જતો. બાકી બહાર બાસ્ટી પર બેસી પરીક્ષાનું વાંચતો. એક દિવસ મહેશને તમારા દર્દીને કોઈની જરૂર નથી કહી હોસ્પિટલ બહાર કાઢી મુક્યો અને હોસ્પિટલની બિલ્ડીંગોનો મુખ્ય દરવાજો બંધ કરી અંદરથી લોક કરી દીધો. આખી રાત હોસ્પિટલના ઓટલા પર ગેટની લાઇટથી વાંચતો રહ્યો. સવારના દરવાજો ખુલતા જ ઉપર જઈ મોટાઈ ના કામકાજ કર્યા. મહેશને છોડાવવા હું સવારના હોસ્પિટલ પહોંચી જતો મહેશ ઘરે આવી જામી પરવારી સુઈ જતો. બા સાંજનું જમવા નું બનાવી હોસ્પિટલ આવી જતી. બહેન સરલા જે હવે SSC માં આવી તે રસોડું સંભાળી લેતી. હું અને બા રાત્રે આઠ વાગ્યા સુધી હોસ્પિટલ માં રહેતા ત્યાં સુધીમાં મહેશ જમી પરવારી હોસ્પિટલમાં રાતની ડ્યુટી માટે હાજર થઇ જતો હું ને બા રાત્રે ઘરે પાછા ફરતા ત્યારે સહેજે નવ વાગી જતા. ત્યાં સુધીમાં સરલા તથા અન્ય કુટુંબીજનો જમી પરવારી ઉપર પોતાની પરીક્ષાનું વાંચતા. બા ને હું જમી પરવારી ને સાવજી ને રસોડું સુપ્રત કરી ઉપર જતા. સાવજી રસોડાની સફાઈ કરી એઠાં વાસણ સાફ કરી ગોઠવી રસોડાને તાળું મારી બાને ચાવી ઉપર આપી જતો. પછી બા નીચે આવી મારે માટે કોફી બનાવતી જે પીને હું બંગલી માં ઉપર વાચવા જતો. ટેબલ ખુરસી પર વાંચતા વાંચતા ઉઘી જતો અને લાઈટ ચેતતી રહી જતી ત્યારે ત્રણ  વાગ્યા હશે. સવારના નિત્ય કર્મ પરવારી હોસ્પિટલમાં ડ્યુટી માટે હાજર થઇ જતો. મનુભાઈ રાત્રે તેનું વાચી અગાશી માં સુવા ચાલી જતો. મનુભાઈને હોસ્પિટલની કોઈ ડ્યુટી હતી નહિ. કારણ કે મોટાઈ ને તે ફાવતું નહિ. એટલે મોટાઈ ની સૂચનાનો અમલ કરવો પડતો.મોટાઈને ઓપરેશન વખતે છાતી પર 6″ઈચ નો કાંપ મુક્યોતો. અંદરનો ભાગ તપસ્યા પછી માલમ પડ્યું કે કેન્સર બહુ પ્રસરી ગયું છે. તેથી કાપ સીવી લીધો. રોજ ડ્રેસિંગ થતું હતું. ઘા ધીમે ધીમે રુઝાઈ રહ્યો હતો. તે વખતમાં ટાટાની હોસ્પિટલ એક લોટી હોસ્પિટલ હતી જે કેન્સર નો ઈલાજ કરતી. આથી ધસારો ખુબજ રેહતો.પરિણામે દર્દીને ઈલાજ કરી જલદી રજા આપી દેતા. અમો ડોક્ટરનું સન્માન હારતોરા પેહરાવી કરતા. નર્સ ને સિનેમા ની ટી કીટો લાવી આપતા તથા વોર્ડબોય ને સાધનો અને સેવા માટે રોકડ આપતા. પરિણામે તેઓ સાંભળતા. અમે તે બહાને મોટાઈ ના મેલ નર્સ ની મિત્રાચારી કરી. માણસ ભલો હતો. તેને વિશ્વાસ માં લઇ પૂછી જોયું કે ઘરે ગયા પછી શું ડ્રેસિંગ કરવા ઘરે આવી શકશે ? સમય પસાર થઇ રહ્યો હતો. હોસ્પિટલના ચક્કર ચાલુ હતા. મોટાઈ ની સીક લીવ હવે ખલાસ થતી હતી માટે તેને લંબાવવા અરજી આપવા કહ્યું હતું મેં મોટાઈ ની સહી લઇ અરજી સુપ્રત કરી. તે મંજુર થઇ પણ હવે કપાતે પગારે અને તે પણ થોડા સમય પુરતી. દર્દ હઠીલું હતું જલદી ઊભા થવાના કોઈ જ ચિન્હ દેખાતા નહિ. હવે સંઘર્ષ સરુ થયો રોજની દોડાદોડી. ખાવાના કોઈ ઠેકાણા નહિ. ડોક્ટર તથા હોસ્પિટલના ખર્ચો અને તેમાં પગાર ખલાસ થઇ જતો. હોસ્પિટલ માટે પી. એફ માંથી લોન લીધી. દસ માણસ નું ભરણ પોષણ ને ભણવાના ખર્ચો. ઈશ્વરે આતે કેવી કસોટી કરી. કુટુંબ ના મુખ્ય માણસ અને તે પણ રળનાર ને તેમની ખરી પ્રગતિ ની ઉંમરે આ દિવસ દેખાડ્યો. તેમની ઉમર ફક્ત 50 વરસની હતી એક સવારે હું હોસ્પિટલ ગયો. મોટાઈ ને મળ્યો ને તબિયત ની પૂછ પરછ કરી. તેમણે મારો હાથ પકડી કહ્યું મારું એક કામ કરીશ ?મેં હા પાડી. તેમણે કહ્યું વચન આપ કે તું મારા મૃત્યુ પછી બધાને ભણાવિશ અને પરણવાની કોઈ ઉતાવળ નહિ કરે. મેં કહ્યું વિશ્વાસ કરો હું કરીશ. તેમને શાંતિ થઇ. એટલા માં ડોક્ટર રાઉન્ડ પર આવ્યા. તપાસી કહ્યું હવે તમો ઠીક લાગો છો. તમને કાલે ડિસ્ચાર્જ કરવાના છે માટે તૈયાર રહે જો. નર્સ ને જરૂરી સૂચના આપી ડોક્ટર જતા રહ્યા. મોટાઈ ની મરજી હજુ થોડો સમય હોસ્પિટલમાં રહેવાની હતી જેથી બધું સમય સર થાય. ડોક્ટર ભીડે હોસ્પિટલમાં ખબર લેવા આવ્યા હતા. તેમની ઓળખાણ ને ભલામણ થી સાયન હોસ્પિટલમાં થોડા વખત માટે ટ્રાન્સફર કર્યા. ત્યાં સારવાર તો કાઈ લેવાની નહોતી. કારણ કે આ તેમનો કેસ નોતો.અહી પણ મહેશ રાત્રે રહેતો ને હોસ્પિટલમાં વાંચતો. મોટાઈ ઉઘવા માટે રાત ના ઇન્જંક્શન લેતા. પણ તેમની બાજુના દર્દી ના નસકોરાં બહુ બોલતાં આથી ઇન્જંક્શન ની અસર થતી નહિ મહેશ નું કામ તેના નસકોરાં બોલતાં બંધ કરવાનું હતું. કામ અઘરું હતું. મહેશ તેના નસકોરાં નજીક હાથ રાખી મુકતો તેનાથી થોડોક વાર બંધ થતા. આ પ્રયત્ન રાત ભર ચાલુ રહેતો રોજ રાત્રે વોર્ડ ની લાઈટ બંધ થતી લોબી ની લાઈટ પણ મોટેથી બંધ થતી આ સંજોગોમાં અંધારે બહાર જતા મહેશનો પગ લોબીમાં ઉઘતા કુતરાની પર પડ્યો આથી કૂતરો ચમકી જોર જોર થી ભસવા માંડ્યો. મોટાઈ ની ઊંઘ ઇન્જેકશન લેવા છતાં ઊડી ગઈ. બાજુમાં સૂતેલા દર્દી ના નસકોરાં જોર જોરથી બોલવા મળ્યા. બિચારો મહેશ નિરાતનો દમ લેવા બહાર ગયો હતો તે પાછો ફર્યો ને મોટાઈ ને સુવડાવાના પ્રયત્ન કરતો રહ્યો. આમ સાયન હોસ્પિટલમાં બે એક અઠવાડિયા વહી ગયા ને ઘરે જવાનો વખત આવી ગયો. હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ થઇ ઘરે આવ્યા.

 

ધનંજય સુરતી