ચોપાસ-8-મર્યા પછી પણ ભારતીય સીમાની સુરક્ષા કરે છે સિપાઈ.

 ચોપાસ  એટલે ચારે કોર.. ચારે બાજુ.., આજ કાલ ચારે તરફ દેશના વીર જવાનોની, તેમના સરહદ પર ચોકી કરતા આપેલા બલિદાનની,  દેશદાઝની , વતન માટેની ખુમારી ની વાતો ચાલી રહી છે.

ત્યારે અમે વતનની સરહદ સિક્કિમમાં  ન જૉઈ  શક્યા તેનો અફસોસ હતો અને જેફએ અમારી ગાડી બાબાના મંદિર તરફ હંકારી મેં મારા મનને ખંખેરી બાબા વિષે જાણવાની ઉત્સુકતા જેમ્સને દેખાડી। ..આ બાબા કોણ છે ? મંદિર એટલે શ્રદ્ધાનો વિષય એમ સમજી મેં પૂછ્યું કોઈ સ્વામી છે ? તો કહેના ના…. 

આ દુનિયા ઘણી અજીબો-ગરીબ રહસ્યો થી ભરેલી છે અને તેમાં વિજ્ઞાન ને પણ પાછુ પાડી દે એવી ઘણી ઘટનાઓ પણ બનતી હોય છે.અથવા આપણે લોકો પાસેથી ઘણી બધી એવી વાતો સાંભળતા હોઈએ છીએ કે જેના પર આપણને વિશ્વાસ જ ના થાય. જે વાત અમને જેમ્સે કરી.. એક એવા વ્યક્તિની વાત કરી જેમનું શરીર નથી પરંતુ તે આત્મા છે, જેમને લોકો બાબા હરભજનસિંહ તરીકે ઓળખે છે. તેમનું મંદિર અહીં છે.એક ભારતીય સૈનિકની કે જેઓ શહીદ થયાં બાદ પણ છેલ્લા ૪૯ વર્ષ થી સેનામાં  ફરજ બજાવી રહ્યા છે. કહેવાય છે કે માર્યા પછી પણ  સિક્કિમમા પંજાબ રેજિમેન્ટ ના જવાન હરભજનસિંહ ની આત્મા છેલ્લાં ૪૯ વર્ષો થી આ દેશ ની સેવા કરે છે. તેમજ તેમના ચમત્કારો ના લીધે તેમની યાદમાં  એક મંદિર બનાવવામાં  આવ્યું છે.ભારતીય સેનાના સૌનિકો આજે પણ તેમના બૂટને પોલિશ કરે  છે આ મંદિરની સેવા પણ સૌનિકો વગર પગારે આપે છે એટલું જ નહિ પોતાના પગારમાંથી બાબાના પરિવારને પગાર મોકલાવે છે  એથી પણ વિશેષ બાબા નો આત્મા આજે પણ ત્યાં છે તમે માનશો નહિ પણ ચીનના સૈનિકો હરભજનસિંહ હોવાની વાત પર વિશ્વાસ કરે છે અને તેથી  ભારત અને ચીન વચ્ચે થનાર દરેક ફ્લેગ મિટીંગ મા બાબા હરભજન ની આજે પણ એક ખાલી ખુરશી રાખવામા આવે છે જેથી તે મિટીંગ આવી અને જોડાઈ શકે.. 

 એક સૈનિક કે જે શહીદ થઈ ગયા બાદ છેલ્લાં ૪૫ વર્ષોથી આજે પણ દેશસેવા કરી રહ્યા છે અને સરહદની સુરક્ષાની જવાબદારી સંભાળે છે.કોઈ પણ કામ આટલી સિન્સયારિટિ થી નિષ્ઠાપૂર્વક , વિશુદ્ધ ભાવથી કરવું  એક અવિશ્વનીય પરંતુ સત્ય વાત માની ન શકાય તેવી છે ભારતીય જવાનો ના કેહવા મુજબ હરભજન બાબા ની આત્મા ચીન તરફ થી આવનાર જોખમ વિશે પહેલે થી જ તેમને જણાવી આપે છે. બાબા ની આત્મા ઈચ્છે છે કે બન્ને દેશ હળીમળી ને રહે. આ વાત કદાચ તમને સાચી નહી લાગે પરંતુ ચીન ના સૈનિકો પણ આના ઉપર વિશ્વાસ કરે છે.તેમનો જન્મ ૩૦ ઓગષ્ટ ૧૯૪૬ ના રોજ જિલ્લો ગુજરાવાળા થયો હતો અને અત્યારે આ જગ્યા પાકિસ્તાન આવેલી છે. પોતાની ભણતર પૂરું કર્યા ની સાથે ૧૯૬૬ મા ભારતીય સેનામાં   ભરતી થયા. તે ૨૪મી પંજાબ રેજીમેન્ટ ના જવાન હતા પરંતુ હજુ તો માત્ર બે વર્ષ નૌકરી ના વીત્યા હતા અને ૧૯૬૮મા એક અકસ્માત નો ભોગ બન્યાં હતા.  તેઓ ખચ્ચર લઈને પાણીની નહેર પાર કરી રહ્યા હતા, ત્યાં જ એકાએક ખચ્ચરનો પગ લપસી જતા નહેરમાં પડવાથી તેમનું મૃત્યું થયું. નહેરમાં  પાણીનું વહેણ વધુ હોવાના કારણે તેઓ  પાણીના વહેણમાં તણાઈ ગયા. ત્રણથી ચાર દિવસ સુધી તેમના દેહની શોધ કરવામાં આવી, પરંતુ દેહ ના મળ્યો. ત્યારબાદ, રાત્રે તેઓ તેમના મિત્રના સ્વપ્નમાં આવ્યા અને તેમણે પોતાનું પાર્થિવ શરીર ક્યાં છે, તે અંગેની માહિતી આપી. ત્યાર પછી, બીજા જ દિવસે સવારે તેમના મિત્રો તેમને શોધવા ગયા અને સ્વપ્નમાં જે જગ્યા બતાવી હતી ત્યાંથી જ તેમનું પાર્થિવ શરીર અને તેમની રાઇફલ પણ મળી આવી. ત્યારબાદ, સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા,સેનાના દરેક જવાનને હંમેશા એવો અહેસાસ થતો કે, બાબા આપણી સાથે જ ડ્યુટી પર છે. અનેક વ્યક્તિના અનુભવે હરભજનસિંહ આપણા જવાનો માટે બાબા હરભજનસિંહ બની ગયા અને તેમનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું. આ મંદિર ગંગટોક મા જેલેપ્લા દર્રે અને નાથુલા દર્રે ની વચ્ચે ૧૩૦૦૦ ફૂટ ઉંચાઈ ઉપર ડુંગર મા આવેલું છે.આજે પણ આટલી ઉંચાઈએ સાંકડા, ખતરનાક,  પથ્થરાળ  રસ્તા પર લોકો આવે છે પસાર થનારા માથું ટેકવીને જાય છે આ મંદિરમાં બાબાના કપડાં, જૂતાં, સુવા માટે પલંગ અને અન્ય જરૂરી સામાન રાખવામાં આવ્યો છે. તેમને એક કર્તવ્ય સૈનિક તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. આજે પણ સેનાના પેરોલમાં તેમનું નામ છે તેમના નામથી આજે પણ તેમનો પગાર પરિવારને મોકલાય છે. 

શ્રદ્ધા વિષય પર દરેક વ્યક્તિના અલગ વિચારો હોય છે.શ્રદ્ધા, આસ્થા, વિશ્વાસ.વફાદારી, ભક્તિ. ‘સિન્સિયરિટી’ આ બધી વાત ભલે ઘણાને થોડી કાલ્પનિક અને વિચિત્ર લાગતી હોય, પરંતુ સત્ય છે. ભારતીય સેના  પુરા વિશ્વાસથી આજે પણ માત્ર આજ સરહદ પર નહિ બધી જ સરહદ પર એક દેશપ્રેમની દાઝ સાથે પુરી નિષ્ઠા સાથે ભારતની સરહદને સુરક્ષિત રાખે છે ભારત – ચીન સીમા પર આવેલી નાથુલા બૉર્ડર પર તાપમાન હંમેશા માટે શુન્યથી  નીચું જ રહેતું હોય છે ! બર્ફીલા પહાડ પર ગમે ત્યારે પગ લપસે એટલે ગમે ત્યારે શ્વાસ બંધ થઇ જાય. પરંતુ આવી જગ્યા પર આપણા જવાનો કોઈ પણ ચિંતા કર્યા વગર રક્ષા કરતા હોય તો મનની એકાંત સ્થિતિમાં આપણી શું નૈતિક ફરજ હોય તે વિચારવા જેવી વાત છે.   

ચોપાસ-7-પ્રજ્ઞા દાદભાવાળા

પ્રવાસ કેમ કરવાનો ?પ્રવાસ અને ફરવાના પ્રસંગો તો ઘણાં બન્યા દરેક પ્રવાસ કંઇક અલગ જ છાપ મુકતો ગયો છે  અંતઃકરણે અનુભવેલા, મનએ માણેલા પ્રસંગોને શબ્દોના વાઘા પહેરાવવાનો પ્રયત્ન કરું છું. ઘણી વાર વિચાર આવે પ્રવાસ કેમ કરવો જોઈએ ? રોજ ની આ જિંદગી માંથી એટલકે રૂટિન માંથી ભાગવાનો આ પ્રયત્ન છે કે જિજ્ઞાસા ? હા કલ્પના અને વાસ્તવિકતા વચ્ચે ઘણું અંતર હોય છે.ઘણી ફિલ્મોમાં ઘણા દર્શ્યો મને આકર્ષતા પણ એ જગ્યાને પ્રત્યક્ષ જોવાનો માણવાનો  આંનદ જ કંઈક અનોખો હોય છે.કોઇ પણ પ્રવાસના  સ્થળે ફરવા જવું એ હંમેશાથી એક રોમાંચકારી અનુભવ હોય છે અને તમે ત્યાંથી પરત ફરતી વખતે એકલા નથી આવતા, તમારી સાથે હોય છે, ત્યાંની અનેક યાદો. વાત ભલે કોઇ એવા સ્થળની હોય કે જ્યાં પહેલા પણ લોકો જઇ ચૂક્યા છે, અથવા તો એવું સ્થળ જ્યાં વધુ લોકો નથી ગયા. બન્ને સ્થિતિમાં તમને કંઇ નવું જોવા અને શીખવા મળે છે.
ગેંગટોકના ની સવાર  સાચે જ નોખી ઉગી મારી રૂમની બારી માંથી દેખાતો સૂર્યોદય અને કાંચનજંગા ઉપર પડતા એ સૂર્યના કિરણો એક અનોખું જ દૃશ્ય ,થોડી વાર માટે હું કેમેરો પણ  ભૂલી ગઈ ત્યાં તો શરદે  કહ્યું હું નીચે નાસ્તાના ટેબલ પર  રાહ જોઉં છું  ત્યાં આવ હમણાં ગાડી આવશે આપણે હા આપણી કમનસીબી તો જુઓ આપણે જે શેડ્યૂલમાંથી ભાગીને આવ્યા તેને જ ફોલો કરતા હતા સમયપત્રક માંથી ભાગવાનો અમારો પ્રયત્ન પણ નિષ્ફ્ળ દેખાયો। . હું ઝટ તૈયાર થઇ નીચે નાસ્તો કરવા પોહચી ગઈ અનેક વાનગીઓ સાથે અમારો નાસ્તો તૈયાર હતો હું મદ્રાસમાં હતી કે સિક્કિમ એજ ખબર ન પડી ગરમ ઈડલી ડોસા ઝાપટી લીધા।.આમ જોવા જઈએ તો સિમ્મીમ માણવું હોય તો અલગારી રખડપટ્ટી માં જ માણી શકાય ત્યાંના લોકલના ઘરમાં માણવું જોઈએ ખુલ્લા આકાશમાં નવી જગ્યાઓ એક્સ્પ્લોર કરવા નીકળી પડવાની ફિતરત હોય તો એ હકીકત છે કે ​તેમ  એક અલગ જ રોમાંચનો અનુભવ​ કરશો ..​ આમ ફાઇવ સ્ટાર હોટલમાં ન મણાય  પણ જવા દયો એ વાત ભાઈ આપણે ગુજરાતી ઘરમાં બધું ચાલે નહિ અને બહાર બધું ફાવે નહિ સમજી ગયા ને ! …
હા તો આજે અમે ટૉસમોન્ગો લેક  અને બાબા મંદિર જવાના હતા… સિક્કિમ બાબા હરભજન સિંઘને પૂજે છે.માત્ર સિક્કિમ નહિ સમગ્ર ભારત કહી શકાય।  બાબા હરભજન સિંહ નાથુલાની આસપાસ આજે પણ સરહદ પર તહેનાત છે.અમે ઉત્સુકતા સાથે વાતો કરતા હતા ત્યાં હોટેલનો માણસ આવી ને કહી ગયો આપકી ગાડી આ ગઈ હે અને ત્યાં જઈને જોયું તો જેમ્સ આવ્યો હતો અમે થોડા ખુશ થયા અને બોલ્યા અરે તુમ આ ગયે ,તો બોલ્યો અબ મે હી આપકે સાથ રહૂંગા। …મનમાં થયું જાણીતું ભૂત સારું।..
અને એ બોલ્યો …ચલો જલ્દી આજ બાબા કે મંદિર જાના  હે  અમે કહ્યું નાથુલા નહિ ? તો કહે આપકા પરમિશન નહિ મિલા વો મિલિટરી એરિયા હે !વિદેશી ટુરિસ્ટ​કો મંજૂરી જરૂરી છે. 14,200 ફૂટની ઊંચાઇએ, નાથુલા પાસ ભારત-ચીન સરહદ પર આવેલું છે. તે સિક્કિમને ચીનના તિબેટ પ્રદેશ સાથે જોડે છે,વિદેશી પ્રવાસીઓને પ્રોટેક્ટેડ એરિયા પરમિશન (PAP) લેવી પડે છે .. અહીં પહોંચીને તમારે  24 કલાકમાં ફોરેન રજિસ્ટ્રેશન ઓફિસમાં રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. ​સિક્કિમની કેટલીક જગ્યાઓ જેવી કે સોંગોમો લેક, નાથુલા, કુપુપ .અને મેનચેચો લેક તેમજ ઉત્તર સિક્કિમના ચુંગથાંગ, લાચુંગ, યમથાં .. ​વગેરે ​વિદેશી પ્રવાસીઓને પ્રોટેક્ટેડ એરિયા પરમિશન (PAP) લેવી પડે છે. અમે પૂછ્યું એમ કેમ ?​આ પાછળનું કારણ છે અહીં રહેતી આદિવાસી જનજાતિઓ સાથે જ ભૂતાન, ચીન અને મ્યાનમાર ​દેશોની સીમા જોડાયેલી છે. વેસે તો પરમીટ મિલતી હે મગર આપકે ટ્રાવેલ એજેન્ટ ટાઈમ પર  કામ નહિ કિયા વો મેરા પ્રોબ્લેમ નહિ હે! ..પત્યું। ..અમે ચૂપ થઇ ગયા.   અમારા ઉત્સાહનું  જાણે  મૃત્યુ થયું। …અમારા મિત્રએ ધીરેથી સવાલ પૂછતાં કહ્યું કુછ પૈસા દે કર નહિ હો શકતા ? તો કહે આપ તો ચલે જાઓગે મેંરા પરમીટ  જાયેગા મેં ક્યાં કરુંગા ? અમે ગાડીમાં ગોઠવાઈ ગયા। ..મંદિર સે જ્યાદા હમકો નાથુલા જાનેકા મન થા અમે કહ્યું ,.મેં કહ્યું જેમ્સભાઈ .રૂટિન ટુરિસ્ટ પ્લેસિસ કરતા કંઇક હટકે જગ્યાઓ જોવા મળે.​ મજા  આવતા હે ના ? તો બોલ્યો બાબા મંદિર અહીં ખુબ પ્રચલિત છે સાથે આજે ગાઈડ પણ હતો એણે  અમને જણાવ્યું, ​જો ટુર પે આતે હે વો બાબા મંદિર જરૂર જાતે હે…
વાત જયારે સરહદની  આવી ત્યારે મન વિચારે ચડી ગયું કુદરતની કેટલીક લીલાઓ એવી બોલકી છે જે આપણને  માનવા મજબુર કરે છે ​કુદરતે ​ખામોશપણે માણસને કેટકેટલું આપ્‍યું છે?આ પહાડો કેટલાય વખતથી અંખડ ઉભા છે આ વૃક્ષો સીમા વગર ઊગ્યે રાખે છે આ નદીઓ જાણે કેટલાય કાળથી વ્હેયે જાય છે આ નદી ઝરણાં  કોઈ સીમા ને યાદ રાખ્યા વગર અનેક જીવનને તૃપ્ત કરતા વહે છે કુદરત એટલે બારી બારણાં વગર નું અસીમ જગત​,​ કુદરતે માણસને જીવાડવા સૃષ્‍ટીમાં અનેક વ્‍યવસ્‍થાઓ કરી છે.જીવસૃષ્ટીએ ધરતી પર કેવી રીતે જીવવું તેબાબતમાં તેનો કોઈ હસ્‍તક્ષેપ નથી. અને આપણે બાંધી  સીમા​…​ હા માણસે બનાવી ​.​ ​માણસે  ધરતી પર પ્રેમથી ​રહેવાને બદલે નફરતને ઉગાડી અને સરહદો  બાંધી  આ તારું, આ મારુ,..આ  અમારું।.  માણસ, પૃથ્‍વીલોકની અતી મહત્‍વની હસ્‍તી છે​ એ જાણે ભૂલી ગયો અને ઘુસણખોરી થઈ શકે છે.​એ ડરથી સતત જીવે છે.​આ ઉડતા પંખીને બારી બહાર જોયા ત્યારે મન ચોપાસ વિચારોથી ઘેરાઈ ગયું શું પંખીને કોઈ સરહદ નડે છે ?.ત્યારે શૈલા મુનશાની એ પંક્તિઓ યાદ આવી ગઈ..
ઊડતાં એ પંખી ના થંભે કોઈ સીમાડે ના કોઇ સરહદે
વહેતો એ વાયુ ના બંધાય કોઈ સીમાડે ના કોઈ સરહદે.
મુરખ બસ એક માનવી, નીત શોધે ઉપાય નવા નવા,
કરી યુધ્ધ ને હિંસા, બસ! કેમ બાંધવા સીમાડા ને સરહદ.  
જન્મ્યા ત્યારે નહોતી કોઈ માલિકી, મરશું ત્યારે રહેશે બધું અહીં
સાવ સાદી ને સરળ વાત, તો શીદ બાંધવી સીમા ને કોઈ સરહદ.
 

ચોપાસ -6

 

મું બઈ થી શરુ થયેલો અમારો પ્રવાસ પ્રથમ કલકત્તા પહોંચ્યો ત્યાંથી અમે પ્લેનમાં સિક્કિમના નવા હવાઈ મથકે પાક્યોંગ ઉતર્યા,આટલું શાંત એરપોર્ટ પહેલીવાર જોયું! નવું હતું, શ્રી મોદી સાહેબે જ એનું ઉદઘાટન કર્યું હતું. આ એરપોર્ટ ભારત-ચીન સરહદથી ફક્ત 60 કિમી દૂર છે. એટલે રણનૈતિક દ્રષ્ટિએ આ એરપોર્ટનું ઘણું મહત્વ છે.આવનારા સમયમાં પાક્યોંગને ભુતાન, નેપાળ અને થાઇલેન્ડ સાથે જોડવામાં આવશે. આ એરપોર્ટ બની જતાં સિક્કિમ પહોંચવામાં 4-5 કલાકનો સમય બચશે. તેનાથી રાજ્યમાં પ્રવાસનને પ્રોત્સાહન મળશે.હવે અહીં લોકોને ‘ક્વોલિટી લાઈફ’ મળશે, .
સિક્કિમ દેશનું એકમાત્ર એવું રાજ્ય હતું કે જેની પાસે અત્યાર સુધી પોતાનું એરપોર્ટ નહોતું.સિક્કિમ 1975માં ભારતનું 22મું રાજ્ય બન્યું હતું1975થી ગણીએ તો સિક્કિમમાં દાખલ થવા સિક્કીમવાસીઓને પ્લેનની સુવિધા લેવા માટે પશ્ચિમ બંગાળ સુધી લાંબુ થવુ પડતું, સિક્કિમ બન્યાને 40 વર્ષ થઈ ગયા, પરંતુ રાજ્યને દુનિયાના હવાઈ નકશા પર હમણાં જગ્યા મળી અત્યાર સુધી નજીકનું હવાઈ મથક પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં આવેલું બાગડોગરા હવાઈ મથક ગણાતું . આ હવાઈ મથક ગંગટોકથી ૧૨૪ કિમી દૂર છે..જેમાં તેમને 4-5 કલાક વધુ ફાળવવા પડતા હતા.આજે સિક્કિમમાં એમનું પોતાનું કહી શકાય તેવું એરપોર્ટ છે.
આ જોવા જાઈએ તો સિક્કિમ ભારતનું સૌથી નાનું રાજ્ય છે.અંગુઠા જેવા આકારવાળા આ રાજ્યની પશ્ચિમમાં નેપાળ, ઉત્તર અને પૂર્વમાં તિબેટ, દક્ષિણ-પૂર્વમાં ભૂતાન સરહદથી જોડાયેલુ છે. પોતે ચીન, નેપાળ તથા ભૂતાન સાથે જોડાયેલું હોવા છતાં સિક્કિમ અલુપ્ત હતું અને એજ એનું સૌંદર્ય છે. મારુ મન સિક્કિમનો નવો અવતાર સ્વીકારવામાં નવા વિચારો સમજવામાં ઉણુ ઉતર્યું અને મન બોલી ઉઠ્યું,પરંતુ એમનું અલાયદું કુદરતી સૌંદર્ય જળવાશે ખરું?
“પ્લેનના પૈડાં રનવેને અડે ત્યારે અને ઊંચકાય ત્યારે હૃદય થોડા ધબકાર ચૂકી જાય છે કે નહી .બસ આવો જ અનુભવ એરપોર્ટ આવતા અમને થયો.”
સિક્કિમના સંસ્કૃતિના પડઘા પડતા પાક્યોંગ એરપોર્ટ પર ગૌતમ બુદ્ધની પ્રતિમા શાંતિ નો અહેસાસ કરાવતી હતી ,અમે કલકત્તા જેવા ભીડભાડ વાળા શહેરમાંથી અહીં આવ્યા એટલે એરપોર્ટની બહાર જાણે ખુબ મોકળાશ અનુભવી, ખુલ્લા પહાડી પ્રેદેશે અમારી આંખોને આંજી દીધા,ચારે તરફ પહાડોની વચ્ચે એરપોર્ટની બહાર ફરકતા રંગબેરંગી ઝંડાઓ જાણે અમને આવકારતા હતા અને એથી પણ વધુ ભારતનો ઝંડો અમને ગૌરવ નો અહેસાસ કરાવતો હતો અમારો હાથ એની મેળે જ સલામ કરવા ઉંચકાયો…..
ત્યાં એક ફાંકડો ગોગલ્સ પહેરેલો એક યુવાન આમારી પાસે આવ્યો, હું જેમ્સ આપનો ડ્રાઈવર આપનું સિક્કિમમાં સ્વાગત છે. લાવો આપનો ફોટો પાડી દઉં. અમે સૌએ ફોટા પડાવ્યા,અમારો સામાન એ ગોઠવવા લાગ્યો ,એમે થોડા મુંજાણા,સામાન વધારે હતો અને એ બોલ્યો ચિતા નહિ કરવાની હું બધું જ ગોઠવી દઇશ જાણે કહેતો ન હોય “મેં હું ના !”
એણે સમાન ગોઠવી દીધો અને અમે ગેંગટોક તરફ પ્રયાણ કર્યું.
બારીની બહાર સૌંદર્ય જોતા આંખો મટકું મારવા પણ તૈયાર ન્હોતી ,ગીચ વૃક્ષોની વનરાજી કુદરતના ખોળે આવ્યાનો અહેસાસ કરાવતી હતી,થોડા ઉબડખાબડ વાળા રસ્તા “રો બ્યુટી” જેવા લગતા, નિશાંત શાંતિ અને પ્રકૃતિના અદભુત નજારાને જોતા મન ધરાતું નહોતું ,બસ આમને આમ ડ્રાઈવ કરતા રહીએ એમ થતું ,જે તસ્વીર આંખો ન જીલતી એને અમે કેમેરામાં જીલતા ગયા મન પ્રફુલ્લિત થાય તેવો તડકો ચારે બાજુ છવાઈ ગયો હતો,વચ્ચે આવતા સ્થળો જોવા અમારો ડ્રાઈવર જેમ્સ ગાડી ઉભી રાખતો અને કહેતો આ સુંદર દ્રશ્ય છે ફોટા પડી લો… આ ધોધ છે જોઈ આવો… ,અમે સૌ ઉતારતા પણ અમારું ધ્યાન આમારા સમાન તરફ રહેતું.
એ કહેતો ચિતા ન કરો હું છું. ધ્યાન રાખીશ અને એ ગાડી એક બાજુ મૂકી ચા પીવા જતો હું ડરતી અમારો સમાન આમ રઝળતો રાખ્યો છે ક્યાંક કોઈ ચોરી તો નહિ લે ને ? હું પાછી ગાડી પાસે આવી ઉભી રહી જતી.એણે મને કહ્યું, “સામાન ની ચિંતા નહિ કરતા”. હું ગાડીમાં બેઠી પણ વિચારોએ આ સૌંદર્ય વચ્ચે પણ મને ચોપાસ ઘેરી લીધી. વિચારોનું દ્વંદ્વ ચાલ્યું….
વિશ્વાશ ભરોશો નિષ્ઠા જેવા શબ્દો આપણી જિંદગીમાં જીવતા હોઈએ છે આ શબ્દો ક્યારેક ઝીલાય છે અને ક્યારેક દેખાય છે કોઈ અજાણી વ્યક્તિ પર વિશ્વાશ મુકવો અઘરો હતો પણ કોઈ વ્યક્તિને આપણા ડર થકી શક કરવો એ પણ યોગ્ય તો નહોતું જ ! હા… “પણ ચેતતા તો રહેવું જ પડે…”. આપણે જયારે કોઈ વ્યક્તિ પર ભરોસો કરીએ છીએ ત્યારે તે વ્યક્તિની આપણા પ્રત્યે જવાબદારી પણ વધી જાય છે ને ? બન્ને પક્ષે ભરોસો એકબંધ રાખવાનો હોય છે અને આ જ તો માણસોની વચ્ચે રહી તેમની સાથે વિશ્વાશ ભર્યો વહેવાર કરવાનો એક માનભરેલો રસ્તો છે. અને અમે નક્કી કર્યું જેમ્સ સારો છે માટે ભરોસો રાખવાનો,
વિચારોમાં રસ્તો ક્યારે કપાયો ખબર ન પડી અમારી હોટેલ આવી ગઈ અને જેમ્સ સામાન ઉતારી, રજા લેતા બોલ્યો જાઉં છું કાલે બીજો ડ્રાઈવર અને સાથે આ ગાઈડ આવશે,અમને ગાઈડની ઓળખાણ કરાવી ,અમે પૂછ્યું તું નહિ આવે તો કહે ના,.. .મેં કહું કે તું કેમ નહિ? તો કહે તમારા ટુર મેનેજરને પૂછો !… વહ ઉસકા કામ હે મેરા નહિ! ..પણ હવે અમે હોટેલમાં બેસીને શું કરીએ ? તો કહે આરામ કરો .અમે કહ્યું પણ જેમ્સ અમારે બૌદ્ધ મંદિર જોવા જવું છે,પેલો નેશનલ પાર્ક પણ જોવો છે તો કહે તમારી મેળે ટેક્સી કરીને જાવ મને જેટલું કહેવામાં આવ્યું છે તે થઇ ગયું ,કઈ જાણવું હોય તો આ ગાઇડને પૂછી લો…એતો ગાડી ભગાવી ચાલ્યો ગયો,અમે કેટલા વિશ્વાસ સાથે આખી ટુર એજન્ટ રાખી અરેન્જ કરી હતી,… હવે શું ?….
અમે રૂમમાં જઈએ તે પહેલા હોટલમાં અમારું વાઈન અને સિક્કિમ સ્કાર્ફ પહેરાવી હોટેલવાળાએ સ્વાગત કર્યું , એ પીળો સ્કાર્ફ વિશ્વાસ અને ભરોસાના પ્રતીક સમાન હતો,હવે અમારા માટે વિશ્વાશ,ભરોશા જેવા શબ્દો ને જીવવાનો વારો હતો શબ્દ જયારે જીવાય,સચવાય અને પરખાય ત્યારે જ તો શબ્દોની ગરિમા ખીલી ઉઠે છે.ને ..

પ્રજ્ઞા દાદભાવાળા 

ચોપાસ -5


આજે અમે મઠ જોવા જવાના હતા સિક્કિમમાં ખુબ મઠો આવેલા છે. સિક્કિમના મઠો જોઈએ ત્યારે થાય   
અહીં હવા માત્ર સ્વચ્છ નથી પણ  નિર્મળ  પણ છે. થાય આંખો બંધ કરી ઊંડા શ્વાસ લઇ નિર્મળ હવાથી ફેફસાં ચિક્કાર ભરી લઈએ.. . .ડુંગરામાંથી ધસમસતા પાણીના ધોધનાં ફીણ સપાટી પર તરતા  તમારા તરફ  આવે  ત્યારે  ઠંડા પાણીને સ્પર્શ કરવાનું એવું  મન થાય જાણે કદી પાણી જોયું જ  નથી ….આકાશ જાણે અચરજનું લાગે અને થાય આંખોમાં ભરાય એટલું  ભરી લો,, પાછું આવું ક્યાં  મળશે ? કાંચનજંઘાની સફેદ પહાડીઓ એવું મનને પ્રફુલ્લિત કરી દે…તમને થયેલ આહ્લાદક અનુભવ અને અલૌકિક અનુભૂતિરૂપી ‘દ્રશ્ય ને બાકી રહી ગયું  તેમ કેમરામાં  ક્લિક ક્લિક કરી ઝડપવા મંડીએ.

ચોપાસ એટલે ચારે કોર ચારે બાજુ, ચારે તરફ…સિક્કિમમાં પણ એવું જ ચારે કોર બસ કુદરતી સૌંદર્ય,….સિક્કિમ ના ચોપાસ સૌંદર્યને માણતા  ઈશ્વર પક્ષપાતી હોવાની શંકા થાય ખરી. આપણો જીવ બળે કે ઈશ્વરે અહીં  ખોબેખોબે સૌદર્ય આપ્યું અને આપણને ‘વધ્યું ઘટ્યું’! આપણે આશ્વાસન લેવાનું કે અમારા તો માત્ર ભૌતિક સમૃદ્ધિ ,સાચું કહું બુદ્ધના મઠો ને જોયા ત્યારે થયું સાંસ્કૃતિક વારસા અને આધ્યાત્મિકતા પણ  ઈશ્વરે અહીં જ  વેરી…. 

કોઈ પણ અજાણ્યા દેશને કે અજાણી જગ્યાને ત્રણ ચાર દિવસની  ઉપર છલ્લી મુલાકાતમાં ઓળખવું કે જાણવું મુશ્કેલ છે. પણ જેમ્સ અમારો ડ્રાયવર એવી વાતો કરતો કે અમે સિક્કિમને ખુબ જાણી અને માણી શક્યા, વાતો પણ એવી કરે કે આપણને શરમાવી દે,તે દિવસે જેમ્સે અમને કહ્યું જ્યાંત્યા કચરો નહિ ફેંકતા, આ ભૂમિ ઈશ્વરની સૌગાત છે ! એક આઠ ચોપડી ભણેલો ડ્રાયવર ની આટલી સજાગતા ? અમે અમારી ભૂમિને સ્વચ્છ રાખીએ છીએ. અને બોલ્યો  ઈશ્વરે જે કંઈ આપ્યું એને નિભાવવું અને એને નિખારવું તો માણસના હાથમાં છે ને? 

સિક્કીમ બીજા પહાડી હિલ સ્ટેસશન જેવું જ સુંદર। …બરફથી ઢંકાયેલા પર્વતો, લીલા રંગના ઢાળવાળા વિસ્તારો, , જયાં જુઓ ત્યાં આંખોને તેવા  દ્રષ્યો અને આશ્ચર્ય કરી દેતી હિમનદીઓ, ..,ઓકના જંગલોથી ભરપૂર….અપ્રતિમ ઝળહળતી વનરાઈ શાંત તળાવો અને ત્યાં આવેલા બૌદ્ધ મઠ પ્રવસીઓને અધ્યાત્મિક્તા ના દર્શન કરાવે …સૌથી મોટી વાત નદીના ખળખળ વહેતા પાણી, વોટરફોલ્સ કચરાથી અને પ્રદુશણ મુક્ત ….આકર્ષક સુંદરતા તો ખરી પણ સલામત સ્થળ ,સ્વચ્છ આબોહવા…..ચોપાસ  દેખાતા સ્વચ્છ રસ્તાને જોતા મને વિચાર આવ્યો,ઈશ્વરે કોને કેટલી ભૌતિક સમૃદ્ધિ અને સૌન્દર્ય આપ્યાં એનો હિસાબ માડવા કરતાં કોણે કેટલું સાચવ્યું કે કોણે કેવું નિખાર્યું એનો હિસાબ માંડીએ તો ?  આજે જ્યારે આખી દુનિયા ખાદ્ય પદાર્થોમાં કેમિકલના વધતા જતા ઉપયોગથી બે ફિકર છે, ત્યારે સિક્કિમે દુનિયામાં ભારતનું નામ ઊંચું કરી દીધું છે…ઓર્ગેનિક બધું જ હવા પાણી અને ખોરાક।

ઈશ્વરે આપેલી આ કુદરતી બક્ષિશનાં વખાણ નથી કરવાં, મારે માણસને બિરદાવવો છે. મારે દુનિયાની આ સૌંદર્યનું વર્ણન નથી કરવું પણ આ સૌંદર્યનું  જતન કરતા હા..આ  પહાડી લોકોને સલામ કરવી છે, કુદરતી સૌદર્યની માવજત કરતા માણસને સલામ કરવી છે. બાકી જ્યાં ત્યાં પ્લાસ્ટિક નો કચરો જોઉં છું  ત્યારે થાય છે આ ક્યાં અટકશે ?

ઈશ્વરે સમજીને જ આપણને  ભેટ નથી આપી. ​અને કોન્ક્રીટ જંગલો આપ્યા છે પણ એને પણ ક્યાં સાચવીએ છે ?​આપણે ​બિલ્ડિંગના ચાર પગથિયાં નથી સાચવી શકતા … ​પાનની પિચકારી મારી ચીતરી નાખીયે છીએ ને ? ત્યારે કુદરતને ​ ક્યાંથી સાચવી​ ​શકવાના?  પ્લાસ્ટિક,ડિસ્પોઝેબલ, ફોન અને કોમ્પ્યુટરનો કચરો બસ ખડકી  દીધો છે. 
​પહાડી ​ જિંદાદિલ અને ખેલદિલ પ્રજા સંપીને ​કુદરતની માત્ર સંભાળ જ નથી લેતી, સામે ​કુદરતી વાવી ​ઘણું ઘણું ​પાછું ​આપીને ઈશ્વરે આપેલ ભેટનો હિસાબ સરભર કરે છે.જ્યાં ત્યાં તમે સિક્કિમમાં લાલ પીળા ઝંડા ફરકેલા  જોશો..ૐ શબ્દ અહીં ચોપાસ વસેલો છે.ગોળ ગોળ ફરતા યંત્રમાં ૐનો નાદ છે,આ ​બીજું કહી નહિ  અસૂર સામે કદિ ન હારવાના ​અહીંના ​માણસના મનસૂબાનું એક પ્રતીક​…છે.

અમારા વિચારોને તોડતો જેમ્સ બોલ્યો મઠ આવી ગયું છે. અહીં થી ઉપર તમારે જાતે ચાલીને જવું પડશે મેં કહ્યું આતો ખુબ ઊંચો ઢળાવ છે ગાડી ઉપર લઇ લઈ લે ને ? ભગવાન સહેલાઈ થી નથી મળતો, દર્શન કરી આવો, અમે બુદ્ધ મઠમાં થોડીવાર શાંત ચિત્તે ઇસ્વરમાં દયાન પરોવી​ ​બેઠા ​પણ ​અનેક વાજિંત્રો સાથે બોલતા મંત્રો ચાર વચ્ચે પણ મન સ્થિર ન થયું​.અંત:ચક્ષુ સમક્ષ યાત્રાની અનેક છબી ઉપસી આવી પણ વધુ તો જેમ્સની વાતો અને ​ વિચારોએ અમને ચોપાસ ઘેર્યા​.​ વાત​ ​જીવન મૂલ્યોને ઓળખવાની​ છે. ક્યાં આપણી આધુનિકતા અને ક્યાં આ ભાવુક્તાથી ધબકતા લોકો ? કુદરત અને માનવી વચ્ચેનો એક અનેરો સંબંધ ​બધું જોયા પછી થયું આપણે બે ડગલાં આગળ કે પાછળ ?……​

ચોપાસ-4

સિક્કિમમાં રાત ખુબ જલ્દી થતી, ચાર વાગ્યાના અંધારા પછી સમય પસાર કરવા અમે પત્તા રમતા બુખારો જામતો (પાના ની રમત) પણ રાણી ઉતર સાથે પેલી સ્ત્રી યાદ આવતી ..એ સ્ત્રી કોણ હશે ,અને જેમ્સ સારો માણસ છે ને ? એવા પ્રશ્ન પણ થતા.
કોઇ પ્રવાસ સ્થળે ફરવા જવું એ હંમેશાથી એક રોમાંચકારી અનુભવ હોય છે અને તમે ત્યાંથી પરત ફરતી વખતે એકલા નથી આવતા, તમારી સાથે હોય છે, ત્યાંની અનેક યાદો. વાત ભલે કોઇ એવા સ્થળની હોય કે ત્યાંના લોકો સાથે અનુભવેલા કોઈ પ્રસઁગની હોય કે બન્ને સ્થિતિમાં તમને કંઇ નવું જોવા અને શીખવા સાથે રોમાન્ચ નો પણ અનુભવ થતો જ હોય છે. બસ અમને પણ એવો જ અનુભવ થયો.
બીજે દિવસે અમારા નાસ્તાના ટેબલ પર જેમ્સની વાતો થઇ.. અમે નાસ્તો પતાવી ફરવા માટે તૈયાર થઈને બેઠા પણ જેમ્સ ન આવ્યો ,અમે ફોન લાગવ્યો તો કહે નાસ્તા કરતા હું અભી આ રહા હું અમે ત્યાં સુધી હોટલના ગાર્ડનમાં બેઠા ફોટા પડ્યા આજુ બાજુ સુંદર દ્ર્સ્યો હતા. પણ મન જેમ્સની રાહ જોતું હતું, ત્યાં જેમ્સ આવ્યો, મારી ફ્રેન્ડે હાસ્ય સાથે જેમ્સને પૂછ્યું જેમ્સ આજ કયો લેટ હો ગયા ? જેમ્સ બોલ્યો નાસ્તા કર રહા થા અને અમારો સામાન ગોઠવવા મંડ્યો..ગાડી શરુ થતા જ અમે કહ્યું આજ કિસીકો ગાડીમેં લિફ્ટ દેનેકા નહિ એતો તરત જ બોલ્યો કલ આપકો ના બોલના ચાહીએ મેં તો નહિ લેને વાલા થા..
આપને હા બોલા તો મેં ક્યાં કરું ? અચ્છા તો તુને ઉસકો હોટેલ્સે પહેલે કયો નહિ ઉતાર દિયા ? ઓર ઘર તક છોડને ગયા ? એ કહે એ જે ની સાથે વાતો કરતી હતી તે ઉપરથી લાગ્યું કે એ મારા ઓળખીતા ગામની છે મેં મારા ઘરે ફોન કર્યો તો તેમણે કહ્યું તેના ઘરે જ એને મૂકી આવજે આપણા જાણીતા છે ? અને હું ત્યાં જ રોકાણો એમણે મારી સારી આગતાસાગતા કરી મને નાસ્તો પણ કરાવ્યો.
હવે અમારી જીજ્ઞસા વધી તું પરણેલો છે ? તો કહે હા અને ના ..
અમે હસ્યા ..એટલે ?
મેં લગ્ન કર્યા છે મારી પત્નીને મેં ભગાડી લગ્ન કર્યા છે એ મારા ઘરે જ રહે છે પણ તેના પિતાએ મને સ્વીકાર્યો નથી ,મારી પત્ની ઘરમાં સૌથી નાની છે તેની બે મોટી બેનના લગ્ન થયા નથી, મારા સસરા અઢી લાખ મારી પાસે માંગે છે પછી જ લગ્ન કરાવશે એના ઘરના બધા મારી વિરુદ્ધ છે. અમારા સમાજમાં પુરુષે ડાવરી દેવાની હોય છે.એને દેવા માટે હું પૈસા ભેગા કરું છું. અમે કહ્યું …પણ હવે તો એ તારા ઘરે રહે છે તો શું ફર્ક પડે ? .
ના સમાજ સામે લગ્ન કરીશ અમારા રીતરિવાજ સંસ્કારને સાચવીને એને પરણીશ ..
અમે મૌન થઇ ગયા .કેવા વિચારો અમે કર્યા ?
આ સ્ત્રી મારા સસરાના પરિવારની હતી,મને તેની ફોન પરની વાતચીત થી ખબર પડી કે એ મારી પત્નીનાં કાકાની દીકરી થાય,….
મારા સસરા મને સ્વીકારે કે નહિ ?
પણ મેં તો તેને સસરા તરીકે સ્વીકાર્યા છે ને ? …મારે તેને સાચવવી જોઈએ ને ?
એક અભણની કેટલી મોટી સમજણ ?
કેટલી સરળતા ?
સંબંધોમાં આટલી આત્મિયતા ?
વાત અભિપ્રાય ની છે……
કોઈ વ્યક્તિ માટે,…. અમારા મને કેવા અભિપ્રાય આપ્યા ?
આખું મનજ અભિપ્રાયથી બંધાયેલું જ રહ્યું.એનાથી પ્રેશ્નોનું, દ્વન્દ્વોનું, સર્જન થયું,
અભિપ્રાયોને લીધે અમે કુદરતી સૌંદર્ય કે ઉગતા સૂરજને પણ માણી ન શક્યા
કુદરતી સૌંદર્ય માણવાને બદલે
મનના વિચારો, આંદોલનો, વમળો, તેની અવળચંડાઇ ……
અને અભિપ્રાયોએ ચોપાસથી અમેને ઘેરી લીધા
સાંકડા થતા ​મનમાં આપણે પણ ​ક્યાં અટવાઈ ​ગયા ?
તેનો પ્રત્યક્ષ અનુભવ અમને થયો.
અને અમે સૌ ચુપચાપ। ..દ્રષ્ટિ .બારી ની બહાર ……જોતા રહ્યા
અહીં શું નથી ? ​ભરપૂરતા અને વિપુલતા.. વિશાળતા અને ગહનતા
એને માણવાણી સંપૂર્ણ સમજણ તો આપણે જ કેળવી પડે ને ?
ધીરે ધીરે વિચારોની સાથે મન આસપાસની કુદરત સાથે તાદાત્મય થતું ગયું અને અમે ચુપચાપ કુદરતમાં પરમાનંદ નો અનુભવ લેતા રહ્યા।

પ્રજ્ઞા દાદભાવાળા

ચોપાસ-3-

સિક્કિમની અમારી સફર દરમ્યાન  કુદરત ની સાથે કુદરતના ખોળે  રહેતા માણસોને જોવાનો એક મોકો મળ્યો. મારી નજર કોણ જાણે કેમ પહાડોની સાથે રસ્તા પાર ચાલતા નિશાળે જતા બાળકો પર પડતી અને મારી ઉત્સુકતા અમારા ડ્રાઈવર જેમ્સને પૂછી ઉઠતી ,અહીં સ્કૂલ બસ નથી આ બાળકો આમ પહાડમાં  એકલા જાય છે ,તમને ડર  નથી લાગતો। .આ છોકરીઓ સાવ સુમસાન રસ્તા પર જાય છે તો। …અને હું વાક્ય પૂરું ન કરું તો પણ એ સમજી જતો  અને તરત જવાબ આપતો આજ સુધી કોઈ તમે વિચારો છો  તેવી ઘટના સર્જાય નથી.મસ્તીમાં ક્યારેક ભૂતની વાતો કરે અને પૂછે ડર  લગતા હે? .. અમે પૂછીએ અહીં ભૂત દેખાય છે તો કહે હા દેખાય છે. તમે ડરો  છો  ?મેં કહું દેખા નહિ તો કહેશે પતા  ચલે! .દેખના હે ? તો ડરો  જો ડરતા હે ઉસે ભૂત દિખતા હે…… ચાર વાગ્યામાં તો અંધારું થઇ જાય..મોટા પહાડો અને ગીચ જંગલ।..કોઈ વાઘ વરુ કે એથી પણ વધારે કોઈ વરુ જેવા માણસો ..અને હું વિચાર માત્ર થી ધ્રુજી ઉઠતી એ જ ધ્રુજારી મને એમની જિંદગીમાં ડોકયા કરાવતી ..આખી મુસાફરી દરમ્યાન આમારો ડ્રાઈવર અમને કૈક અવનવી વાતો કહેતો. સિક્કિમના પહાડી લોકોના રીત રિવાજ વગેરે અમે એની પર્સનલ વાત પણ ક્યારેક મજાક કરીને પૂછતાં.સાંજે અમને હોટેલમાં પાછા મુકતા પહેલા અચૂક બિયરની બે બોટલ લેતો અમને મૂકી પછી પોતાના રહેવાના સ્થળે જઈ ખુબ પીતો એકવાર હું મારુ ચાર્જર ગાડીમાં ભૂલી ગઈ મેં ફોન કરી એને કહ્યું જરા રૂમ પર  આપી જશે  તો કહે નહિ અભી નહિ અબ મેં બેડ સો ગયા કલ ગાડીમેં ચાર્જ કર લેના.. અને ફોન મૂકી દીધો.આ રોજ નો એનો પ્રોગ્રામ સવારે પણ વહેલો ન આવે ચિક્કર પીને જલ્દી ઉઠતો નહિ. .
આખો પ્રદેશ ખુબ રળિયામણો અને આજુબાજુ ગીચ જંગલ, નાના નાના ગામ અને હાટડીઓ જેવી નાની ગરમ કપડાંની દુકાનો ,ચાર વાગે ત્યાં બધું  શાંત જાણે બધા પોતાના ઘરમાં ન ઘુસી ગયા હોય.. .

એક દિવસ ફોટા પાડવામાં સમય વીતતો ગયો, સૂર્યે અસ્તાચલ પરથી વિદાય લીધી.અમે ફરીને પાછા  આવતા થોડું મોડું થઇ ગયું ચોપાસ રાતનું અંધારું પથરાવા લાગ્યું. અને ગાઢ અંધકાર ફેલાઇ ગયો,અંધારામાં ઘાટમાં એ ગાડી ચલાવે ત્યારે ખુબ ડર લાગે,બેત્રણ વાર કહેવાય જાય ભાઈ ધીરે ચલાવજે ,પણ જુવાન લોહી અને વાતચિતમાં થોડો અલ્લડ પણ અમે ડરતા ડરતા બેસી રહ્યા।..અને એને ઘરે પોંહચવાની  ઉતાવળ એટલે કહે બીજીવાર ફોટા પાડવામાં આટલું મોડું ન કરતા.ત્યાં એક નાનકડું ગામ આવ્યું બરાબર દાખલ થતા પોલીસો દેખાણા અમારી ગાડી ઉભી રખાવી  એને નીચે ઉતાર્યો કાગળ માંગ્યા  ક્યાં જાય છે ? પૂછ્યું, પછી પોલીશ  અમારી ગાડી  તરફ આવ્યો, આવી ગાડીમાં જોયું  અને પુછ્યું  બીજું કોઈ છે ? બસ ચાર છો ? અમે કહ્યું હા આ પ્રાઇવેટ ટેક્સી છે.. ક્યાંથી આવો છો। .અમે મુંગા મુંગા ઈશારા કર્યા.. .અમે ભારતીય છે અને મુંબઈથી આવ્યા છીએ એમ કહ્યું..ત્યાં (NRI )માટે અમુક જગ્યા એ જવા માટે પરમિટ જોઈએ છે એ અમે જાણતા હતા.. અમારા ચહેરા પર  થોડો ભય ઉપસી આવ્યો. પોલીસ બોલ્યા આ સ્ત્રીને તમારી ગાડીમાં બેસાડો.હાથમાં એક પર્સ  અને નાની થેલી, ખુબ દેખાવડી  અમે જવાબ વાળીએ  તે પહેલા ત્યાં જેમ્સ આવ્યો અને કહે આ સ્ત્રીને આપણી ગાડીમાં લિફ્ટ આપું છું  એને આપણી હોટલ પાસેજ જવું છે. અને દરવાજો ખોલી અમારી બાજુમાં બેસાડી. અમારો ડર વધી ગયો  આ કોઈ આડાઅવળા ધંધા તો નહિ કરતી હોય ને ? ક્યાંયક  કોઈ માલની હેરાફેરી હશે તો ?આ હવાલદાર  જેમ્સ અને સ્ત્રી બધા મળેલા હશે તો ? અને વધુ કંઈ  પૂછીએ કે બોલીએ એ પહેલા જેમ્સે ગાડી હંકારી.અમે સૌ મૌન….અણઘટતા સવાલો થી આ પોલિશ હેરાન નહિ કરે ને ? ડરના  માર્યા બેઠા રહ્યા.પેલી એ કહ્યું તમારી હોટલ પહેલા મારુ ગામ આવશે મને ઉતારજો હું અંદર ચાલીને જઇશ, સફર દરમ્યાન  ચાર પાંચ કોઈને ફોન લગાવતી રહી એની ભાષામાં વાત કરે હશે.જેમ્સ સમજે અને એની ભાષામાં  વાત કરે  અને પેલી જવાબ વાળે . હોટેલ પહેલા બજારમાંથી  દારૂની દુકાન માંથી જેમ્સે દારૂ લીધો અને સામે એક બીજો ટેક્સીવાળો એનો મિત્ર હશે તેને કહ્યું ચલ મળીએ આ લોકોને મૂકીને જલ્દી આવ્યો જ સમજ.પેલીએ પણ હસીને એને હાય  કહ્યું .અમારી હોટલ આવી પણ એ ન ઉતરી અમારો  સમાન જેમ્સે હોટલમાં ઉતાવળમાં જ ઉતાર્યો અને બોલ્યો હું જાવ છું .. તો કાલે 10 વાગે મળશું। .. અને પેલી સ્ત્રી હસતી હસતી એની બાજુમાં આગળ ગોઠવાઈ ગઈ। ..અને જેમ્સે ગાડી મારી મૂકી। .અમારું બધાનું મોઢું જોવા જેવું હતું। . આ સ્ત્રી કોણ હતી….સારી હતી કે ધન્ધો કરનારી ?..એની થેલીમાં શું હશે? . એ પહેલા ઉતરવાની હતી તો કેમ ન ઉતરી ? એના થેલામાં શું હતું ? આટલી મોડી  અંધારામાં ઘરે જવા કેમ નીકળી? આ જેમ્સના કોઈ લોચા નથી ને ?આટલા નિર્જન રસ્તાપર અજાણ્યા લોકોની લિફ્ટ માગવી અને એ પણ પોલિશ અને જેમ્સ સાથે  મળી ગાડીમાં એને બેસાડવી ..  અમે કુદરતી સૌંદર્ય જોયું હતું તે ભૂલી ગયા અને અમે પ્રશ્નોના ચોપાસથી  ઘેરાઈ ગયા। . અમે આખી રાત અને ડિનર  દરમ્યાન વિચારોમાં ઘેરાયેલા જ રહ્યા અંતે આ સ્ત્રી હતી કોણ ?

વધુ આવતા શુક્રવારે

 પ્રજ્ઞા દાદભાવાળા

ચોપાસ – 1-હુગલી નદી કિનારે વસેલું શહેર કલકત્તા -પ્રજ્ઞા દાદભાવાળા

કલકત્તા એટલે ચાસણીમાં ડૂબેલા રસગુલ્લા અને રસમાં ડૂબેલા બંગાળી। ..કાલી ઘાટ ,,ભડથી ખદબદ તો હાવડા બ્રિજ કલકત્તા એટલે સમયની સતહ પર અટકી ગયેલું શહેર. કલકત્તા એટલે કારણ વિના ગુસ્સો કરી નાખનારા, પોતાની જ મહત્તામાં ચકચૂર બંગાળીઓનું શહેર .બુઝાઈ ગયેલા કોલસાની વાસવાળું શહેર. બાડા બજાર અને પેલી ચૌરંગી લેન ,સમય પહેલા ઢળી જતી સાંજોનું શહેર.અને આખી રાત જાગતું શહેર। .આવડેતો કલકત્તા એટલે આપવાનું અને લેવાનું શહેર વિવેકાનંદ , રવીન્દ્રનાથ ટાગોર રામકૃષ્ણ પરમ હંસ।,શાસ્ત્રીય સંગીતજ્ઞો, સિઝન પર રમતા ફૂટબૉલ-હૉકીના ખેલાડીઓ, ચિત્રકારો અને બધાને પ્રેરણા અને દાદ આપતા પ્રક્ષકો। …શું નથી આપ્યું ?હા માનવીની કલાને જગાડતું શહેર। ….માતૃભાષાનું ગૌરવ લઇ જીવાડતું શહેર …..ટાગોરે 1937માં કલકત્તા વિશ્વવિદ્યાલયમાં દીક્ષાંત પ્રવચન આપતાં કહ્યું હતું કે માતૃભાષા ઉષઃકાળનો મૃદુ ઉજાસ છે, જે આખા દિવસને-જીવનને ઉજાળતો રહે છે. માતૃભાષાનો કોઈ વિકલ્પ નથી આ શહેર જ્યાં ગુજરાતી ભાષા અને સાહિત્યના બીજ રોપાણાં છે ગુજરાતી રંગભૂમિ પણ અહીં પાંગરી।….પારસી રંગભૂમિ અને મેઘાણી યાદ આવ્યા તેમણે પણ કલકત્તાનિવાસ દરમિયાન બંગાળી ભાષા ના સાનિધ્યમાં -ગુજરાતી સાહિત્ય લેખન-કારકિર્દીનું મંગલાચરણ કર્યું. બાઉલ-ભજનો અને રવીન્દ્ર-કવિતાનો પરિચય તથા લોકસાહિત્યનો ઘનિષ્સંપર્ક થકી સાહિત્યના બીજ રોપ્યા પહેલવહેલું ગીત ‘દીવડો ઝાંખો બળે’ રચાયું.અને બધાથી બંધાયેલી કાવ્યરુચિવાળી મેઘાણીની અનેક કવિતાએ ગાંધીયુગીન ભાવનાઓને ઝીલી।..એમણે વાર્તાલેખનની હથોટી ટાગોરની ‘કથા ઓ કાહિની’ની કથાઓ પરથી કેળવી તેમની રવીન્દ્રનાથના ‘કથાઓ કાહિની’નાં બંગાળી કથાગીતો પરથી આલેખેલા સ્વાર્પણ અને ત્યાગના ભાવના-પ્રસંગોનો નાનો સંગ્રહ રૂપાંતરિત ‘કુરબાનીની કથાઓ’ આપીને લેખન-કારકિર્દીનું મંગલાચરણ કર્યું.
તેજ રીતે બક્ષી યાદ આવ્યા ચંદ્રકાંત બક્ષીનો જન્મ ભલે પાલનપુરમાં થયો પણ તેમણે પ્રારંભનું શિક્ષણ પાલનપુર અને કલકત્તામાં લીધું હતું. તેઓ કલકત્તા સ્થાયી થયા અને કલકત્તા યુનિવર્સિટીમાંથી ૧૯૫૬માં એલ.એલ.બી. અને ૧૯૬૩માં ઇતિહાસ અને રાજકારણ વિષય સાથે એમ.એ. થયા કલકત્તામાં તેમણે ૧૨ વર્ષ કપડાંની દુકાનમાં વેપાર કર્યો અને ત્યાં તેમણે પોતાની પ્રથમ વાર્તા મકાનનાં ભૂત લખી હતી. તેમનું પ્રથમ પુસ્તક પડઘાં ડૂબી ગયા ૧૯૫૭માં પ્રકાશિત થયું હતું। .