માઈફ્રોફીક્ષન વાર્તા-(62)- રામ રાખે તેને કોણ ચાખે  – જયવંતી પટેલ


આંચલ અને અંકુરને દાદા ખૂબ વ્હાલા.  દાદીમાં તો પાંચ વર્ષ પહેલાં જ મૃત્યુ પામ્યા હતા.  તેમની મમ્મી નીરૂબેનને છેલ્લાં પાંચ વર્ષથી બાપાનું પણ ધ્યાન રાખવું પડતું.  કોઈકવાર કંટાળતા  પણ ખરા  પણ બંને છોકરાઓ દાદા સાથે ખૂબ હળી મળી ગયા હતા અને ગુજરાતી બોલતા પણ શીખી ગયા હતા.  તે સંતોષ હતો.  છેલ્લા એક મહિનાથી દાદા દેશ ગયા હતા, જે ઘણા વખતથી એમની ઈચ્છા હતી.  આજે પાછા આવી જવાના હતા.


ફોનની ઘંટડી વાગી એટલે નરેન્દ્ભાઈએ ફોન ઉપાડ્યો.  સામેથી ખબર આવ્યા કે જે ફ્લાઈટમાં તેમનાં પિતા દેશથી આવી રહયા હતા તે કમનસીબે એન્જીનમાં આગ લાગતા જમીનદોસ્ત થયું છે અને ઘણાં મુસાફરો મૃત્યુ પામ્યા છે.  તેમાં તેમના પિતા પણ છે કે જે વ્હીલ ચેરમાં હતા.  બધાને ખૂબ ધક્કો લાગ્યો.  બંને છોકરાઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા.  નરેન્દ્રભાઈએ, આ રીતે તેમનાં પિતા, ઓચિંતાની વિદાય લેશે એ સ્વપ્ને પણ ધાર્યું ન્હોતું.  બન્ને પતિ પત્ની અને છોકરાઓના આંસુ રુકતા ન્હોતા.

આ વાતને બાર દિવસ વિતિ ગયા.  આજે બાપુજીનું બારમું હતું.  આંચલ અને અંકુરની પરીક્ષા ચાલતી હતી એટલે ન છુટકે નિશાળે જવું પડ્યું પણ ઘરે વહેલા આવી ગયા.  બ્રાહ્મણ છેલ્લી વિધિ કરાવી રહયા હતા.  પીંડ કાપવાનો સમય હતો.

ત્યાં દરવાજાની બેલ વાગી.  અંકુરે ઉઠીને બારણું ખોલ્યું.  સામે બે ઊચાં પેરામેડીક્સ ઊભા હતા.  અને પૂછતા હતા ,” આ મિસ્ટર નરેન્દ્રનું ઘર છે ?  હેવ યુ લોસ્ટ યોર ફાધર ?

અંકુરે જવાબ આપ્યો ,”  હા, આ એમનું ઘર છે.  વી હેવ લોસ્ટ અવર ગ્રાન્ડ  પા ”

ત્યાં તો પાછળથી વ્હીલ ચેરમાંથી દાદા બોલ્યા ,”  અંકુર બેટા !!  હું બચી ગયો છું  ઉતાવળમાં મારે બદલે કોઈ બીજાને બેસાડી દીધો હતો. ” અંકુર તો પેલા બન્નેને ખસેડી અવાક બની દાદાને જોઈ રહયો અને પછી દોડીને ભેટી પડ્યો –

બારમાની વિધિ ત્યાં જ સમાપ્ત થઇ ગઈ.

માઈફ્રોફીક્ષન વાર્તા-(61)-નાનીમા-વસુબેન શેઠ. – 

નાનીમા આજે આવવાના હતા,ઘર બરોબર સાફ થઈ ગયું, નાનામાં આવે એટલે બધાના મુખ પર આનદ છવાઈ જાય ,માં આ વખતે લાંબો સમય રહેવાના હતા,નાનીમાને પાન અને ચાની ટેવ,રોજ પાન વાટીને આપવાનું,સાંજ પડે એટલે એમની હાક પડે,ચાલો છોરાઓ મંડો પલાખા ગોખવા,

નાનીમા રોજ સાંજે ચા પી ને જાગે અને અમને બધાને પલાખા ગોખાવે,જ્યાં સુધી તેઓને ઊંઘ ના આવે ત્યાં સુધી અમારે જાગવાનું ,
એક દિવસ મને નવું કરવાનું સુજ્યું,એક પલાખો નાનીમા માટે બનાવ્યો’
ચા એકુચા ,ચા દુલારી ,
ચા તેરી ચાહના,
ચા ચોક વચ્ચે ,
ચા પંચા પાચ દે,
ચા છક્કા છોડે,
ચા સત્તા તેરી,
ચા અઠે દ્વારકા,
ચા નવા તેજ દે,
ચા દશા બોળે,
પલાખાવાળો કાગળ નાનીમાના હાથમાં મુકીને હું સુવા જતી રહી ,
સવારે નાનીમાને પગે લાગીને નિશાળે જતા મને થયું ,હમણાં નાનીમા કઈક બોલશે,પણ હમેશની જેમ ‘ખુશ રહો’ જોર થી બોલ્યા,
સાંજ પડી એટલે બધા તૈયાર હતા કે હમણાં નાનીમા સાદ પાડશે ,
પણ આ શું —————
નાનીમા તો નિરાતે ઊંઘી ગયા હતા.કેમ?;;;;;;
પણ ચા નું શું?
 
                                                                      વસુબેન શેઠ. 

માઈફ્રોફીક્ષન વાર્તા-(60)-“તને હાથ જોડું છું” – હેમંત ઉપાધ્યાય

અક્ષત   અને અપર્ણા ના  પ્રેમ લગ્ન .બંને  વચ્ચે એટલી બધી સમજણ અને બૌદ્ધિક  સામ્યતા કે દરેક   એક  જ  વાત  બોલે   ‘” ‘ MADE  FOR  EACH OTHER “

આવી   સ્ત્રી  પુરુષ  ની જોડી  જોઈ ને  કેટલાક ને   ઈર્ષ્યા   થતી ,કેટલાક આશીર્વાદ   આપતા અને કેટલાક  આવું પાત્ર પોતાને મળે એવી  પ્રભુ ને  પ્રાર્થના   કરતા .

અક્ષત એક  વિદેશી કંપની માં   ઉચ્ચ  હોદ્દા પર ખુબ મોટા  પગાર ની  નોકરી કરતો .મુંબઈ ના સમૃદ્ધ વિસ્તાર માં ત્રીજા  માળના વિશાળ ફ્લેટ માં  આ  દંપતિ  કિલ્લોલ   કરતા .એક દિવસ  સવાર નો સમય . અક્ષત ને કોઈક  કારણસર  સવારે અપર્ણા સાથે  જરાક માં   મનદુઃખ  થયું .તે કશુય  બોલ્યો નથી  .

મન ના ભાવ વાંચી જનારી  અપર્ણા  દુખી થઇ   અને  ક્રોધ માં  આવી ગઈ . અક્ષત  ઓફીસ જવા નીકળ્યો . નીચે  પહોંચી જોયું  તો રોજ ની જેમ  બાલ્કનીમાં થી  . મીઠા સ્મિત થી   ” બાય ” કહેનારી  અપર્ણા  ઉભી હતી .તેણીએ  બુમ  પડી ને  કહ્યું    “ઉભા   રહો  “અક્ષત   કશું  વિચારે  તે  પહેલા  અપર્ણા એ    કપડા   ફેંક્યા .  “હવે   અહીં   આવતા   નહિ ” થોડી વાર  માં  પેટી ફેંકી , લેપટોપ  ફેંક્યું ,

અક્ષત  ખુબ આજીજી   કરતો રહ્યો પણ    અપર્ણા   બધું  ફેંકતી જ  રહી ,હવે  તે  ગીતાર નું  મોટું બોક્સ    લાવી . .ઊંચકવા   માં  તકલીફ  થતી  હતી  છતાંય ઉપાડતી હતી .અક્ષત  કરગરે  છે . આ  બોક્સ   રહેવા દે .મહેરબાની  કરી ને  આ ગીતાર નું બોક્સ    ના   ફેંકીશ .તને  હાથ જોડું  છું  અપર્ણા   કશું જ  સાંભળવા  તૈયાર  નથી .અને તેણીએ   ગીતાર નું બોક્સ   ફેંક્યું ,

બોક્સ  જેવું જમીન પર પડ્યું   કે ખુલી  ગયું .અને એમાંથી   હજાર  હજાર  ની નોટો  ઉડવા  માંડી .

ત્યાં થી પસાર  થઇ  રહેલી  ઇન્કમ ટેક્સ   ની  ટીમ  ને  અચાનક  મઝા   પડી ગઈ .

 

હેમંત   ઉપાધ્યાય 

માઈકોફ્રીક્શન વાર્તા – (59)”નવો છું”-જયા ઉપાધ્યાય

સદભાગી   ને લગ્ન   ના   પાંચ   વર્ષ   પછી   પહેલી   પ્રસુતિ   છે.  આખો   પરિવાર  ખુબ  ખુશ  છે.
હોસ્પિટલ માં  ઓપરેશન    થીયેટર   ના બહાર   બધા  જ આતુરતા પૂર્વક  રાહ  જોઈ ને   ઉભા   છે .
બારણું   ખુલ્યું  અને  નર્સ   બહાર  આવી.
અભિનંદન   “બાબો   આવ્યો  છે “
થોડી વાર  માં બીજી નર્સ   બાબા  ને લઇ ને  આવી   અને  તેના  પિતા  ના હાથ માં મુક્યો .
પિતા   ખુબ રાજી થયા  અને નર્સ  ને  બક્ષીસ  આપી.  પિતા એ તેની  માં ને આપ્યો .
માં  એ  દીકરી ને  આપ્યો..
દીકરી એ  જમાઈ ને   આપ્યો.  જમાઈ   એ  તેના  દીકરા   ને આપ્યો .
દીકરા  એ   તેની બહેન  ને  આપ્યો.  એમ  કરતા  કરતા   છેલ્લે    બાબા  ને  તેના  દાદા   ને  આપ્યો 
ત્યાં  અચાનક   બાબો  બોલ્યો .   દાદા   આ બધું   શું છે ?  મને  કેમ  ફેરવ ફેરવ  કરો છો?
દાદા  એ સરસ   કહ્યું…માર્કેટ  માં  નવો છે ને!  
એટલે   ફોરવર્ડ   કરીએ  છીએ 
 
 
-જયા   ઉપાધ્યાય-   

માઈફ્રોફીક્ષન વાર્તા-(58)-“તમે મારા દેવના દીધેલ છો” -પ્રજ્ઞા દાદભાવાળા

હાઈ પ્રિન્સ

અજુગતું લાગે છે ને સંબોધન?

તમારા સમાચાર વાંરવાર વાંચુ છું  ત્યારે આટલે દુરથી પણ ગર્વ અનુભવું છું તમે આજે  જે રીતે ખુબ પ્રગતી કરી છે અને વધુ કરો  એવી શુભેચ્છા !

આજે આ ક્ષણે હું ભૂતકાળમાં અજાણતા જ સરી જાવ છું..હું   જિંદગીના  અનુભવે હોશિયાર થઇ છું.પણ મારા માબાપ ના આપેલા સંસ્કાર અને પારિવારિક વાતાવરણે મને વધુ પરીપક બનાવી,હું શાંતિથી વિચારું ત્યારે થાય છે કે મારા માબાપે મને સદા સરળ એમના જ દ્રષ્ટાંતો આપી પાઠ ભણાવ્યા અને એજ જાણે મારા જીવતરનો પાયા બની ગયા.

પપ્પાજીએ ક્યારેય મને દીકરી ની  જેમ નહિ  દીકરા સમાન જ ગણી, બધા જ સંતાનોને એક સરખી આગળ વધવાની તક આપી, મને સ્વતંત્ર બનાવી અને જે મને સ્વતંત્ર મંતવ્ય અને વિચારો કેળવવામાં મદદ રૂપ થઇ.  

મમ્મજી ખાસ હોશિયાર કે ભણેલા પણ નહિ ,પણ પરિવાર માટે ની જવાબદારી  અને ફરજ કેટલી મજબુત અને શ્રેષ્ઠતાપુર્વક નિભાવતા,જીવનના પડકારોને જીલતાં,છતાં સદાય સ્મિત સાથે ,મમ્મીજીની ખંત અને સમર્પણે અમારા જીવનમાં ખુબ મહત્વપૂર્ણ ભૂમકા ભજવી છે.

તમે આગળ વધો છો ત્યારે આનંદ થાય છે પણ ઘરે તમે બોસ નહિ પણ તમારું સ્થાન શું છે એ સદાય ધ્યાનમાં રાખો છો અને તમારા સપના પુરા કરતા તમે તમારી આસપાસ લોકોની લાગણીઓ પ્રત્યે સંવેદનશીલ છો, એનાથી વિશેષ બીજું શું હોય શકે. મુશ્કેલી કોને નથી આવતી ? તમને પણ આવી જ હશે પણ એમાં થી બહાર આવી આગળ વધો છો ત્યારે ગૌરવ થાય છે.

મેં અપનાવેલા પપ્પાજીના પાઠ  અને મને મળેલ દીકરા દીકરીને સમાન દજ્જો આજે તમારામાં સાકાર થતા જોઉં છું ત્યારે મન કહે છે….

“તું મારી પ્રિન્સેસ નહિ ઘરનો પ્રિન્સ છો ”   

 

માઈકોફ્રીક્શન વાર્તા – (57)- !-ચારુશીલા વ્યાસ

મિત્રો “બેઠક”ની  નવા સર્જક ચારુશીલા વ્યાસ  નું સ્વાગત છે.
આપણી બેઠકમાં સૌ પ્રથમવાર આવી લખી રહી  છે.
હવે તેમના લખાણ ને વધાવવાની જવાબદારી આપણા સૌની છે.

નાની શી કુસુમ ત્રણ ,ચાર વર્ષ ની હશે તેની મા ને ટીબી થયો હતો તે  ખૂબ માદી હતી તેટલી  જ વાત કુસુમ ને ખબર હતી બાકી તેને કોઈએ  કઈ કહ્યું નહોતું સયુંકત  કુટુંબ હતું માં,,બાપુ દાદીમાં કાકા કાકી બધાં ય રહેતા હતા કાકી માં કરતા મોટા હતા માં બીમાર હતી એટલે  એનો ઓરડો

જુદો હતો તેને મળવા કોઈ નહોતું જતું નાની કુસુમ ને દાદી અને બાપુ નો ખુબ પ્રેમ મળતો માનો ખોળો ન મળતો પણ બાકીના બધા તેને લાડ કરતા
  એક સવારે એ ઉઠી ત્યારે બધા રડતાં હતા કુસુમ ને કહેવામાં આવ્યું કે ‘તારી માં ભગવાનને પાસે જતી રહી એ બહુ સમજી નહી  સાંજે  મને ઉપાડી ને લઇ ગયા  તે માં ના રૂમમાં  કોઈ ન દેખાયું દાદીને કહેતા સાંભળ્યું કે ‘સારું થયું કે એ જતી રહી બહુ ખરચો થતો હતો ‘ કાકી એ  દાદી સામે જોયુ કાકી માંથી મોટી હતી તેથી તેના પર ઘર ની જવાબદારી હતી
    થોડા વખત પછી બાપુ ના લગ્ન થયા કુસુમ ને કઈ સમજાતું નહોતું તે હવે બાપુ પાસે બહુ જઈ નહોતી શક્તી પહેલા ની જેમ બાપુ પાસે સુઈ નહોતી શકતી તેના પર નવી માં નો હુકમ ચાલતો હતોઃ નવી માં જૂની માં જેવો પ્રેમ નોહોતી કરતી સમય જતા  ઘરમાં નાનો ભાઈ આવ્યો કુસુમ ને તેને રમાડવો બહુ ગમતો તે તેનું એકી ,છી સાફ કરે નવી માના હુકમથી પણ તેની સાથે તે રમી ન શક્તિ તે તેને વહાલ કરવા જતી તો તેને હડસેલો મળતો એક વાર બોટલ થી દૂધ પાવા છાની છાની ગઈ અને હાથમાંની બોટલ પડી ને ફૂટી ગઈ તે દિવસે નવી  માં એ ખૂબ  માર પડ્યો
  આવી રીતે એ રોજ ભાઈ માટે માર ખાવા લાગી ઘર માં બધા ભાઈને જ  પ્રેમ કરવા લાગ્યા તેને કોઈ બોલાવતું નહોતું બાપુ પણ ભાઈ ને જ રમાડ્યા કરે છે તેને થતું કે ‘હું શું કરું કે બધા મને પહેલા જેવો પ્રેમ કરે?’
 એક દિવસ ઘરમાં બધા કામમાં હતા નવી માં અને બાપુ બહાર ગયા હતા દાદી સૂતા હતા ને ભાઈ રડયો કોઈ ને ખબર ન પડે તેમ તેને ઘોડિયા માંથી તેડયો તેને કઈ વિચાર આવી ગયો અને તેને ઉપરથી નીચે ફેકી દીધો પોતે દોડી ને ખાટલા નીચે છુપાઈ ગઈ
ચારુશીલા વ્યાસ

માઈકોફ્રીક્શન વાર્તા – (56)- નિર્દોષતા-નિરંજન મેહતા

ઓફીસના પૈસાના ગબનમાં ચાલતાં કેસમાં જતીનને કોર્ટે નિર્દોષ ઠરાવ્યો એની ખુશાલીમાં તે રાતના મોડે સુધી દોસ્તો સાથે બારમાં પાર્ટી મનાવી ઘરે પાછો ફરી રહ્યો હતો.

થોડોક નશો હોઈ તે કારની સ્પીડને કાબુમાં રાખવા બહુ પ્રયત્ન કરી ચલાવતો હતો ત્યાં એક ટૂવ્હીલર ચાલક તેની કારને ઓવરટેક કરીને આગળ નીકળ્યો પણ તેની આગળ એક સાઈકલ સવારને જોઈ તે ટૂવ્હીલરના ચાલકે અચાનક બ્રેક મારી.

શું થયું તે સમજાય અને તે બ્રેક મારે તે પહેલા તો જતીનની કારે પેલા ટૂ વ્હીલરને ટકકર મારી. આને કારણે ટૂવ્હીલર અને તેનો ચાલક ફેંકાઈ ગયા. જતીન કારની બહાર આવી તેને મદદ કરે તે પહેલા ત્યાંથી પસાર થતી પોલીસવાને આ અકસ્માત જોયો એટલે તે પણ આવી લાગી. તપાસ દરમિયાન જણાયું કે જતીન પીધેલી હાલતમાં હતો એટલે તેની સામે ગુનો દાખલ કરી દીધો અને જેલમાં મૂકી દીધો.

જતીને વિચાર્યું ‘વાહ, કુદરત. નિર્દોષતાની આટલી જ અવધિ!’

 

નિરંજન મહેતા

માઈકોફ્રીક્શન વાર્તા – (55)-શાકની થેલી !-પ્રવીણા કડકિઆ

આજે થાકીને કામ પરથી આવી હતી. જો કે આ રોજનું હતું. ઘરમાઆવતાની સાથે બાલકો સ્કૂલેથી
આવી ગયા હોય એટલે બધો થાક ગાયબ થઈ જાય. તેમની વાતો સાંભળવામાં થાક દુમ દબાવીને
ભાગે. આજે તેમને રજા હતી. પતિદેવને કામ હતું તેથી તેઓ વહેલાં આવવાના છે તેની ખબર હતી.
કામ પરથી પાછાં ફરતા સહેલી મળી. તે બસની રાહ જોતી ઉભી હતી.
‘બેસી જા તને હરે ઉતારી દઈશ’.
અમેરિકામાં વર્ષોથી હોવા છતાં ચારેક બહેનપ્ણીઓ છે જેઓ ગાડી ચલાવતા નથી. અચંબો પમાડે
તેવી વાત છે પણ હકિકત છે. બન્ને જણા વાતે વળગ્યા. ઘણા વખતે મળ્યા હતા તેથી વાતો ખૂટતી
ન હતી. ક્યારે તેનું ઘર આવી ગયું ખબર પણ ન પડી.
આવને અંદર!
‘ બાળકો આવી ગયા હશે, હું જાંઉ’.
‘અરે આજે તારા પતિદેવ ઘરે છે તે વાતમાં મને કહ્યું’.
હવે મારે કાંઈ બોલવા જેવું રહ્યું નહી.
અમે બન્ને ઘરમાં આવ્યા. તેની દીકરી દસ મિનિટમાં ચાના બે કપ અને નાસ્તા સાથે આવી.
હું તો જોતી રહી ગઈ. મારી આંખોના ભાવ વાંચીને કહે, ‘આ મારી ‘લક્ઝરી’છે.  હું નોકરી પરથી આવું ત્યારે
મને દરરોજ આટલી સેવા મળે છે’ !
સ્તબ્ધ થઈ ગઈ અને મનમાંને મનમાં રાજી થઈ. અમેરિકામાં પણ દીકરી  માને ભારતની દીકરીઓની જેમ
પ્યાર જતાવે છે.’ મને મારું બાળપણ યાદ આવી ગયું. મારી મમ્મી શાક લઈને આવતી ત્યારે તેના હાથની થેલી
દોડીને સામે લેવા જતી !

માઈક્રોફિક્શન વાર્તા…(54)સ્વબચાવ નું શિક્ષણ-અર્ચિતા દીપક પંડ્યા

મારો દીકરો નર્સરી માં મૂક્યો અને શાળાના નિયમ મુજબ વાલી તરીકે અમારે બાળકની જોડે રહી શકાતું , જ્યાં સુધી બાળકને બરાબરશાળામાં ગોઠી ન જાય ……તે વખતે મારો દીકરો સંસ્કાર અને શિસ્તના કડક શિક્ષણ ની સભાનતાને લીધે પ્રતિક્રિયા આપતા ડરતો . અને એને લીધે,હું જોયા કરતી હતી કે એ જે રમકડું
લે એને એક બીજો બાળક ;આદતથી મજબૂર ; પચાવી પાડતો
મને ખરાબ લાગતું પણ બોલાય કેવી રીતે ? એક વખત રોજની જેમ આ સિલસિલો સતત ચાલ્યો અને જયારે મારું બાળક પડવાની અણી પર આવી ગયું ત્યારે ડરના માર્યા એણે એ તોફાની છોકરાનાવાળ પકડી લીધાં …….!અને મને વિચાર આવ્યો કે નાહક ચિંતા કરતી હતી ….

સ્વ બચાવ કુદરતી ગુણ છે , એ પ્રગટે જ !!!!

 

LikeShow more reactions

માઈક્રોફિક્શન વાર્તા…(54)-સીઝન-અર્ચિતા દીપક પંડયા

મારી નાનકડી દીકરીને ફળ બહુ જ ભાવે અને વર્ષો પહેલાં આજની જેમ બારેમાસ બધા ફળ અને શાકભાજી નહોતા મળતા ત્યારની વાત ….. એ જયારે સીઝન ના હોય એવા ફળની માંગણી કરે ત્યારે સીઝન નથી કહી એની માંગણી ટાળવી પડતી ….. એક વખત એ ચિંતામાં એ પૂછી બેઠી કે ” મા , ચોકલેટની સીઝન ક્યારે હોય ? “……

દુનિયા અને દુનિયાદારી ની હજૂ સમજણ કેળવતા બાળની સાવચેતીની તકેદારી સ્પર્શી ગઈ !
નન્ના નો ડર આપણને બધાને હોય જ છે !!!!!

અર્ચિતા દીપક પંડ્યા