બેઠક – ‘वाचिकं सर्व वाङ्ग्मयम्’ – 04 : વાગ્મી કચ્છી

જયશ્રીબેન મર્ચન્ટ લિખિત વાર્તા વાગ્મી કચ્છીના અવાજમાં સાંભળો.

મને આશા છે નયનાબેન જેવો જ આનંદ મેળવશો.

બેઠક – ‘वाचिकं सर्व वाङ्ग्मयम्’ – 08 : નયનાબેન પટેલ

મિત્રો, આજનું વાચિકમ્ પ્રસ્તુત છે. તમારા પ્રતિભાવ ગમશે.

પ્રેમ એક પરમ તત્વ 23 સપના વિજાપુરા

પ્રેમ એટલે એક એહસાસ! એક સુંદર ભાવના! પ્રેમનું નામ આવે એટલે સુગંધ સુગંધ પ્રસરે ચોતરફ! કોઈ તમારી આંખે કેસર ઘૂટે તો કેવું લાગે!!પ્રેમનો અનોખો એહસાસ તમને કલ્પનાની દુનિયામાં લઈ જાય છે. વ્હાલમના આવવાનો એહસાસ કેવો છે? વાસંતી વાયરાની વહાલ ભરી લહેરખી!! પંખીઓનો કલરવ સંભળાય, કોઈનું આંગણ પ્રેમના પાવાથી ગુંજી ઊઠે.કોઈ મનગમતી વ્યકિત નજરે ચડે તો ધડકન ચૂકી જવાય!! ભરી મહેફીલમાં બસ એક વ્યકિત પર નજર ઠરી જાય!! મન એના રાગે રંગાઈ જાય! અને એના આવવાથી આંખો લજાય લજાય જાય !!આસમાન એના રંગે રંગાઈ જાય!આસમાન મેઘધનુષી બની જાય અને એના રંગ તમારી છાતીમાં સમાય જાય!જગ આખું નવપલ્લવિત લાગે!! બધી દુનિયાનાં વહેવારની વાત ભૂલાઈ જાય! સમાજ, ધર્મ કુટુંબકબીલા બધા શું કહેશે એ વાત ભૂલાઈ જાય! આંખમાં કેસર ઘૂંટવાની વાત કેટલી મીઠી લાગે છે! પ્રેમનો નશો સીધો આંખોમાં ઊતરે છે.જે વ્યકિત પ્રેમ કરે છે એની આંખો ઉપરથી જાણી શકાય છે, કે આ વ્યકિત પ્રેમમાં છે!!પ્રેમનોએહસાસ થાય તો આ જગ ખૂબ સુંદર લાગે, કારણકે વહાલમના વહાલનો રંગ હર ફૂલમાં હર ઝરણમા, હર પંખીમાં દેખાય છે  એ વહાલમ શમણેઆવી હેત વરસાવે છે.પ્રિતનું આલેખન આનાથી વધારે ક્યું સુંદર હોય શકેપ્રેમના એહસાસને કલમથી વર્ણવવો ખૂબ મુશ્કેલ છે આ મુશ્કેલ કામ કવિ ખૂબ આસાનીથી કરી શકે છે. હિન્દી ગીતો અને ગઝલથી પ્રેમથી ભરપૂર જોવા મળે છે. પ્રેમનું આકર્ષણ એવું હોય છે કે જેને ખાળવું મુશ્કેલ હોય છે માણસ પરવશ બની  પ્રેમી તરફ ખેંચાતો જાય છે. ” દિલ ખો ગયા, હો ગયા કિસિકા અબ રાસ્તા મિલ ગયા ખુશીકા આંખોમે હૈ ખ્વાબ હૈકિસિકારિશ્તા નયા રબ્બા દિલ છુ રહા હૈ,ખીંચે મુજેહ કોઈ ડોર મુજેહ તેરી ઔર તેરી ઔર! પ્રેમમાં પવિત્રતા હોવી જરૂરી છે. જો ફકત શરીરનું આકર્ષણ હોય તો આ આકર્ષણ થોડા સમય પછી ઓસરતું જાય છે કારણકે  દેહ સદા સરખો રહેતો નથી. પણ મનનું ખેંચાણ હોય તો એને બુઢાપાની અસર આવતી નથી.કવિ શ્રી તુષાર શુકલનું આ ગીત વાંચતા આવી કૈંક ભાવના ઉત્પન્ન થઈ!! પ્યારકા  દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા!!

મારું મનડું રમે છે આજ ફાગે
કે કોણ આમ કેસર ઘૂંટે છે મારી આંખે?
મારી આંખો લજાય એના રાગે
કે કોણ આમ કેસર ઘૂંટે છે મારી આંખે?
પંચમના સૂરે આજ ટહુકે કોકિલ
મારા મનના માન્યાનો ભણકારો,
વાસંતી વાયરાની વ્હાલ ભરી લ્હેરખીમાં
એના આવ્યાનો અણસારો,
મારે આંગણીએ પ્રીત પાવો વાગે

કે કોણ આમ કેસર ઘૂંટે છે મારી આંખે?
મારી છાતીમાં મેઘધનુ જાગે
કે કોણ આમ કેસર ઘૂંટે છે મારી આંખે?
વહેવારુ વાત બધી વીસરી
વ્હાલમિયાએ તહેવારુ ગીત આજ ગાયું
જોતા જોતામાં તો આખું આકાશ
એની વ્હાલપના રંગે રંગાયું

કો’ક શમણે વરસ્યાનું મને લાગે
કે કોણ આમ કેસર ઘૂંટે છે મારી આંખે?

કોઇ વાયરે ચડીને વ્હાલ માગે
કે કોણ આમ કેસર ઘૂંટે છે મારી આંખે?

સપના વિજાપુરા

 

૩૫ –હકારાત્મક અભિગમ- આપણી પાસે શું છે? – રાજુલ કૌશિક

એક સત્ય ઘટનાની વાત છે.

રાજકીય કારણોસર જર્મનીના બે ભાગ પડી ગયા હતા અને પૂર્વ જર્મની- પશ્ચિમ જર્મની વચ્ચે એક તોતિંગ દિવાલ બનાવી દેવામાં આવી.

જ્યારે બે પરિવાર વચ્ચેની વાત હોય ત્યારે ક્યાંક લાગણીમાં ઓટ આવી હોય કે ક્યાંક લાગણીઓ ઘવાઇ હોય, લાગણીઓને ઠેસ પહોંચી હોય અથવા તો જર- જમીનના ઝગડાએ પણ આ સ્થિતિ ઊભી થઈ હોય પરંતુ જ્યારે બે વિસ્તાર વચ્ચે જો દિવાલ ઊભી થઈ હોય ત્યારે એના મૂળ  રાજકીય હોવાના અને એમાં ક્યાંય કોઇ તડજોડની શક્યતા નહીંવત જ હોવાની.

બન્યું એવું કે એક દિવસ પૂર્વ જર્મનીના કેટલાક લોકોએ એક ટ્રક ભરીને કચરો- ગંદકી દિવાલની બીજી તરફ- પશ્ચિમ જર્મનીમાં ઠલવી દીધો.

હવે આના જવાબમાં પશ્ચિમ જર્મનીના લોકોએ શું કર્યું? સ્વભાવિક છે કે ઈંટનો જવાબ પત્થરથી જ આપ્યો હોય ને ? એક તરફના લોકોએ ટ્રક ભરીને ગંદકી ઠાલવી તો બીજી તરફના લોકોએ બે ટ્રક કે એથી વધુ ગંદકી જ ઠાલવી હોય ને?

પણ ના! એવું ના બન્યું . સામાન્ય ધારણાથી સાવ અલગ જ જવાબ પશ્ચિમ જર્મનીવાળાએ આપ્યો. એમણે ફ્રુટ, બ્રેડ, દૂધ અને જીવન જરૂરિયાતની સારી એવી વસ્તુઓ ભરેલી ટ્રક પૂર્વ જર્મનીની દિવાલને અડીને વ્યવસ્થિત ગોઠવી દીધી અને ઉપર એક બોર્ડ મુક્યું જેની પર લખ્યું હતું …….. “ જેની પાસે જે વસ્તુ હોય તે જ તે આપી શકે.”

કેટલી સાચી વાત સાવ જ સ્વભાવિક અને સરસ રીતે દર્શાવી દીધી !

આપણી પાસે શું છે?

પ્રેમ કે તિરસ્કાર ?

સર્જનાત્મકતા કે વિધ્વંસતા?

પૉઝિટિવિટી કે નેગેટિવિટી ?

કોઇપણ સંજોગોમાં આપણે આપણી સારપ સાચવી જાણીએ છીએ ખરા? સામેની વ્યક્તિની જે પ્રકૃતિ હોય આપણી સ્વસ્થતા જાળવી શકીએ છીએ ખરા? ખોટા કે ખરાબ થવું કદાચ સરળ છે પરંતુ સાચા કે સારા નિવડવા જેટલી સમજ કેળવી શકીએ છીએ ખરા?

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

 

 

 

 

૩૧-હકારાત્મક અભિગમ- પરમ સૌંદર્ય-રાજુલ કૌશિક

કવિ કલાપીની એક સુંદર કવિતા

“સૌંદર્યો ફેડફી દેતા ના સુંદરતા મળે,

સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે”…

આ વાતને ફેર એન્ડ લવલીની એડવર્ટાઇઝ સાથે કોઇ સંબંધ નથી. આ તો વાત છે આંતરિક સૌંદર્યની, પરમાત્મમા સાથે જોડી દે એવા મનના અને આત્માના સૌંદર્યની

વાત છે અહીં કવિવર શ્રી રવિન્દ્રનાથ ટાગોરના સ્વાનુભવની…માંડીને વાત કરીએ તો ટાગોરને હાઉસબોટમાં રહીને સમય પસાર કરવો અત્યંત ગમતો.

આવી રીતે એક વાર હાઉસબોટમાં પૂનમની રાતે સૌંદર્ય એટલે શું એ જાણવા કવિવર સૌંદર્યશાસ્ત્રનું કોઇ પુસ્તક વાંચી રહ્યા હતા. ચારેબાજુ નિતાંત શાંતિ હતી. પૂનમની રાત હતી, ચાંદની જાણે સરોવરને ઉજાળી રહી હતી. દૂધમલ પ્રકાશમાં સરોવરના શાંત પાણી અને જરા અમસ્તો પવનનો સરસરાટ ચિત્તને પ્રસન્ન્તા આપી રહ્યા હતા. થોડા સમય પછી એમને જરા આરામ કરવાની ઇચ્છા થઈ એટલે એમણે હાઉસબોટમાં બેઠા હતા ત્યાં મીણબત્તી ઓલવી નાખી.

કવિવર બેઠા હતા ત્યાં પ્રકાશ રેલાવતી નાનકડી અમસ્તી મીણબત્તી શું ઓલવી કૅબીનની બારીઓ અને બારણામાંથી પૂનમની ચાંદની રેલાઇ ગઈ અને કવિવર પણ જાણે મનથી ઝળહળ.. “અરે ! તો એ આ મીણબતી હતી જેના પ્રકાશે આ ચાંદનીના ઉજાસને બહાર જ રોકી રાખ્યો હતો.”

હવે કવિવરનું અનુસંધાન સીધુ જ પ્રકૃતિ સાથે જોડાઇ ગયું. હવે એમની નજર ચારેકોર વેરાયેલી સુંદરતા પર ગઈ. આસમાનથી માંડીને સરોવરના શાંત પાણી સુધી રેલાયેલા ધવલ ઉજાસે એમનું મન પણ જાણે પ્રકાશિત- પાવન થઈ ગયું.

એમણે આ સુંદરતાને મન ભરીને માણી અને પોતાની ડાયરીમાં નોંધ કરી. “ આપણે કેવા મૂર્ખ છીએ ! આપણે સૌંદર્યની શોધ પુસ્તકમાં કરીએ છીએ અને ખરેખર તો સુંદરતા બારણાની બહાર ઊભી આપણી વાટ જુવે છે. આપણે એક નાનકડી મીણબત્તીના પ્રકાશમાં આપણી જાતને બાંધી રાખીએ છીએ જે બહારના ઉજાસને જ રોકી રાખે છે ?

કવિવરે આ અનુભવને કંઇક આવી રીતે વર્ણવ્યો છે..“ આપણો આ નાનકડો અહમ ઇશ્વરને જ આપણી ભીતર આવતા રોકી રાખે છે. મીણબત્તીનો ઝાંખો પ્રકાશ જેમ બહારની ચાંદનીને બહાર જ રોકી રાખે તેમ આપણો અહમ ઇશ્વરના દિવ્ય પ્રકાશને આપણા સુધી પહોંચવામાં આડખીલી બને છે. જરૂર છે પુસ્તકીય જ્ઞાનનો આશરો લેવાના બદલે અહમની મીણબત્તી ઓલવીને ભીતરથી બહાર આવવાની, ભીતરથી બહાર આવીને સીધા જ એ પરમ સૌંદર્યને પામવાની.

કવિવરે કેવી સરસ વાત  કરી !  આ આપણા મનની ભીતરનો અહમ જ તો છે જે આપણને સત્ય સુધી પહોંચવા નથી દેતો. આપણા મનની ગ્રંથીઓ, આગ્રહો કે પૂર્વાગ્રહોથી જો આપણી જાતને વેગળી રાખી શકીએ તો તો સત્યમ,  શિવમ, સુંદરમ સુધી પહોંચી શકીએ. પરમ તત્વ, પરમ ઉજાસ સાથે અનુસંધાન માટે સૌથી જરૂરી છે બંધિયાર માનસિકતાની મીણબત્તી ઓલવવાની.

 

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

 

આ મહિનાનો વિષય -નાટક -સ્ક્રીપ્ટ-2

(ત્રણ સ્ત્રીઓ…એક ફ્લેટના હૉલમાં બેઠી હતી,પહેલી સ્ત્રી ગર્વિતા,બીજી આનંદિતા અને ત્રીજી આશ્રયા.અને એક મહાશય હતા વકિલ જેવા વેશમાં.)

ગર્વિતા : મિ.કશ્યપ,હું તમને આપની ફીસ કરતા પણ વધારે કિંમત આપીશ બસ તમે મને આ છુટાછેડા અપાવી દો.

(મિ.કશ્યપ કંઇક બોલવા જાય છે પણ એ પહેલા-)

આંનદિતા : હા,અને મને પણ…પણ પૈસા હું સામટા નહી આપી શકું.થોડા-થોડા આપી શકીશ..બસ,મને આ લગ્નથી છુટકારો અપાવો!

આશ્રયા : મારા નામ પ્રમાણે જ હું છું…મારે મારા પતિથી છુટુ થવુ છે પણ છુટાછેડા પછી જ પુરી ફીસ ચુકવી શકીશ!

(વકિલ વિચારે છે કે હવે બોલવાની શરૂઆત કરું કે નહી?)

મિ.કશયપ : મેં તમારી વાત સાંભળી છે અને આપ ત્રણેયનો કેસ પણ આપણા પક્ષમાં જ છે અને રહી વાત પૈસાની તો હું ત્રણેય પાસેથી લઇશ.થોડુ વહેલા થોડુ મોડા.(ખંધાઇથી લુચ્ચુ હસે છે)તો હું રજા લઉં.

એ ઉભા થાય છે અને સાથે ત્રણેય સ્ત્રીઓ પણ ઉભી થાય છે.

(બારણાનો પરદો સહેજ હલે છે.મિ.કશ્યપ બહાર નીકળે છે અને એક વૃધ્ધ વ્યક્તિ અંદર પ્રવેશે છે.)

વૃધ્ધ વ્યક્તિ : માફ કરજો દિકરીઓ,હું બહાર ઉભો-ઉભો તમારી વાતો સાંભળતો હતો.

ત્રણેયના ચહેરા પર સહેજ ગુસ્સો અણગમો સાફ દેખાયો.

(એ વૃધ્ધ વ્યક્તિ છે રામાનુજ અંકલ કે જે એ ત્રણેય સ્ત્રીઓના મકાન માલિક છે.)

રામાનુજ : જો આપને વાંધો ન હોય તો હું તમને એક વાત કહું.

(અને એ વૃધ્ધ ખુબ જ ખરાબ રીતે ખાંસતા-ખાંસતા ત્યાં જ ખુરશી પર બેસી પડે છે જે ગર્વિતાને ગમતું નથી.આંનદિતા દોડીને પાણી લાવે છે.)

ગર્વિતા : તમે ભાડા માટે વાત કરવા આવ્યા છો ?

રામાનુજ : હા,પણ અંદર આવવાને બદલે બહાર ઉભો રહીને તમારી  વાતો સાંભળતો હતો..અને જુઓને આ ખાંસી જરાય જંપવા નથી દેતી!

(આશ્રયા ‘લપલપિયો ડોસો’ એવુ કંઇક બબડે છે.)

રામાનુજ : લગ્ન એક ખુબસુરત સંબંધ છે જેને આટલી સહેલાઇથી તોડી ન નંખાય.બેટા,અલગ થવા આટલી મહેનત કરવી એના કરતા સાથે રહેવા સહેજ મહેનત કરશો તો જિંદગી મહોરી ઉઠશે.

(ચશ્માના કાંચ સાફ કરે છે.)

આંનદિતા : અમે પહેલેથી જ માનસિક ત્રાસ માંથી પસાર થઇ રહ્યા છે અને આવી સલાહો માટે તૈયાર નથી.

આશ્રયા : અમે તમારી વાતો સાથે સહમત છે પણ અમે જે પરિસ્થિતિમાં છે એ અલગ છે.

રામાનુજ : દિકરીઓ,સમજી શકુ છું તમારી પરિસ્થિતિ.મારે પણ લગ્નને ચાળીશ વર્ષ થયા અને એ દરમિયાન મારી અને વસુધા વચ્ચે ઘણા મતભેદો થયા છે પણ મનભેદ નથી થયા.એ મને મારા જીવ કરતાય વહાલી છે.પણ વીતેલી ક્ષણો પાછી નથી લાવી શકાતી!

(રામાનુજ અંકલ રજા લે છે.)

(બીજા દિવસે સાંજના સમયે એક જાજરમાન સ્ત્રી પ્રવેશે છે.સુંદર ઢબે પહેરેલી સાડી.ભરાવદાર અંબોડામાં વાળમાં પરોવેલી વેણી અને લાલ ચટ્ટક ચાંદલો.)

ગર્વિતા : તમે અમારા ઘરમાં આમ સીધા ક્યાં ઘુસી આવો છો?કોનું કામ છે તમારે?

આગંતુક સ્ત્રી : તમારું ઘર?આ ઘર મારું છે જ્યાં તમે લોકો આવ્યા છો.(હસે છે)હું વસુધા રામાનુજની પત્ની.

ગર્વિતા : સૉરી આંટી પણ અમે ઓલરેડી એક સમસ્યાઓથી ઘેરાયેલા છે એટલે સહેજ તોછડા થઇ જવાય છે પણ બેસો આ આશ્રયા કંઇક ઠંડુ લઇ આવશે.

ગર્વિતાએ આમ ઓર્ડર આપ્યો એટલે આશ્રયા એની સામે આંખો કાઢે છે.પેલી સ્ત્રીની નજર બંન્ને સામે છે.આશ્રયા એ જોવે છે એટલે એ અંદર રસોડામાં જાય છે.

(એક-બે મુલાકાતો પછી વસુધા એ ત્રણેય સાથે હળી જાય છે.)

(ત્રણેય સ્ત્રીઓ પોતાના સાથે રહેવા દરમિયાન થોડા જ દિવસોમાં એકબીજા સાથે કોઇને કોઇ વાત માટે ઝ્ગડ્યા કરે.

ગર્વિતાનો બીજા લોકોને વાત-વાતામાં ઉતારી પાડવાનો સ્વભાવ પેલી બંન્ને માંથી કોઇને નથી ગમતો.આંનંદિતા કેરલેસ છે..એ ઘર સુઘડ રાખી શકતી નથી.અને એના આવવા-જવાનો સમય ફિક્સ ન હોય.રાત્રે મોડી આવે અને આંનદિતા એ જ દરવાજો ખોલવા ઉંઘ માંથી ઉઠવુ પડે એટલે આંનદિતા આશ્રયા પર ચિલ્લાયા કરે.

આંનદિતા ‘હું આખો દિવસ ઘરમાં રહું એટલે મારે જ બધા કામ કરવાના?’ બસ એ જ ડાયલોગ બોલ્યા કરે.

આમ ત્રણેય વચ્ચે કચ-કચ ચાલ્યા જ કરે.

ફરી વસુધા અહી આવે છે.)

વસુધા : મારે તમારી અંગત જિંદગીમાં દખલ તો ન કરવી જોઇએ પણ મેં રામાનુજ પાસેથી જાણ્યુંકે તમે ત્રણેય તમારા પતિઓથી અલગ થવા માંગો છો?

આશ્રયા : હા,સાવ સાચી વાત! (મોંઢુ નીચુ કરી લે છે)

ગર્વિતા : અનિકેતને મારી સફળતાથી સમસ્યા છે.એ એની લાઇફમાં કંઇ ઉકાળી શક્યો નથી અને મારી સાથે ચર્ચામાં ઉતર્યા કરે.દલીલો કરતા લોકોથી મને નફરત છે અને હવે,તો એની એટલી હિંમત થઇ ગઇ છે કે એ મારી સાથે ચર્ચા તો શું વાત પણ કરવા તૈયાર નથી..સાવ મીંઢો નીકળ્યો! મને બિઝનેસ શીખવાડવા નીકળી પડ્યો !ઉપરથી મારા પપ્પા પણ એની જ તરફેણ કરે છે અને મારે ઘર હોવા છત્તા અહી રહેવાનો વારો આવ્યો.

આશ્રયા : મેં અને અભિલાષે પ્રેમ લગ્ન કર્યા હતા.મેં ઘણા સપનાઓ જોયા હતા.હરવા-ફરવાનું અને બસ જલસા કરવાના…અને મુક્તિનો આંનદ માણવો હતો પણ એમને મને ઘરની ચાર દિવાલો માં જ ગોંધી રાખી.ત્રણ વર્ષથી સેટ થવાનું બહાનું બતાવ્યા કરે.મને ગુંગળામણ થતી હતી.અઠવાડિયે એકવાર લૉજમાં જમાડીને ખુશ કરવાનો પ્રયત્ન કરે.હું કહું છું કે પ્રેમની સાથે થોડી સગવડો તો જોઇયે કે નહી !એક કામવાળી બાઇ બાંધી અપાવવાની ત્રેવડ નથી એમનામાં! (કહી મોં મચકોડે છે)

(એનો ફોન વાઇબ્રેટ થાય છે અને બાજુ પર જઇને ગુસપુસ વાતો કરે છે.આનંદિતા અને ગર્વિતા એકબીજા ચહેરા તાકે છે.આશ્રયા ઉદાસ ચહેરે પાછી ફરે છે.)

આંનદિતા : અને મારે તો આખી દુનિયા ફરવી છે.ઢગલો રૂપિયા કમાવા છે.હજી તો કંઇક અચિવ નથી કર્યું અને ભુલથી હું પ્રેગ્નેન્ટ થઇ ગઇ.સત્યેને અબોર્શન ન કરવા દીધુ.અને નિશી આવી ગઇ અને નિશીને હું ન સંભાળી શકું.એ મને કહે છે કે હું બધુ જ છોડીને ઘર અને નિશીને સંભાળુ.હું આજની સ્ત્રી છું.નિશી મનેય વહાલી છે જ પણ હું શું કરી શકું એમાં! (ફ્રુસ્ટ્રેટ થઇને કપાળે હાથ મુકી દે છે.)

વસુધા આ બધાની વાતો ધ્યાનથી સાંભળતી હોય છે એટલામાં વકિલ મહાશયનો પ્રવેશ થાય છે.

મિ.કશ્યપ : તમારા પતિદેવો આમ સહેલાઇથી છુટાછેડા આપે એમ લાગતું નથી તો હું આગળ બીજી કોઇ કાર્યાવાહી કરી શકુ એ માટે આપ ત્રણેયે મને થોડી રકમ તો ચુકવવી પડશે.

આંનદિતા : શું કહે છે એ લોકો ?

મિ.કશ્યપ : એ બધુ  હું સંભાળી લઇશ.માત્ર તમે પૈસાની વ્યવસ્થા કરો હું પરમદિવસે આવું.

(મિ.કશ્યપ જાય છે)

વસુધા : દિકરીઓ,તમને લાગે છે કે આ માણસ તમારા વકિલ તરીકે યોગ્ય છે?એમને તમારા કેસમાં નહી પણ ફીસમાં વધારે રસ હોય એમ લાગે છે!

ગર્વિતા : મને પણ એમ જ લાગે છે પણ શું કરી શકાય ?

વસુધા : હું તમને એક રસ્તો બતાવું.તમે ત્રણેય એક સાથે રહો છો..એકબીજાને ઓળખવા લાગ્યા છો.મને લાગે છે ત્યાં સુધી તમને એકબીજાની આદતો-રહેણીકરણી સહેજેય નથી ગમતી તો વિચારો તમારા પતિઓ તમારી સાથે કંઇ રીતે રહી શકતા હશે?

(આંનદિતા ડોકુ હલાવે છે.)

વસુધા : તમે એકબીજાના પતિને મળો એ લોકો એમની પત્ની વિશે શું વિચારે છે એ જાણવાની કોશિષ કરો અને ઘરે આવીને એકબીજા વિશે ચર્ચા કરો.સ્ત્રીઓ માટે એકબીજાની ભુલો બતાવવી સાવ સહેલી છે…(હસે છે)આપણા સ્વભાવની એ મર્યાદાનો ઉપયોગ કરો.છુટાછેડા એ છેલ્લો પર્યાય નથી.પાછળથી પસ્તાસો તો પણ બધુ સુધારી નહી શકાય!

(ત્રણેય વિચારે છે ખચકાય છે પણ પછી સહમત થાય છે.)

(બીજા દિવસે પોતપોતાના પતિઓ સાથે વાત કરીને આ રીતે મળવાની રજા માંગી લે છે.)

ગર્વિતા-આશ્રયાના પતિને મળે છે.

આશ્રયા-આનંદિતાના પતિને મળે છે.

આનંદિતા-ગર્વિતાના પતિને મળે છે.

આનંદિતા : ગર્વિતા,તારા પતિ અનિકેત ઇચ્છે છે કે તમે બંન્ને અલગ ન થાવ.એ સાચે જ તમને પ્રેમ કરે છે પણ જો તમે સાચે જ ઇચ્છશો તો એ તને સહેલાઇથી છુટાછેડા આપી દેશે.મારું માને ત્યાં સુધી તારે નમ્ર બનવાની જરૂર છે.તારામાં ઇગો અને એટિટ્યુડ ભર્યા પડ્યા છે અને લગ્નજીવનમાં એ ગુણોનું કોઇ કામ જ નથીને!તારા પપ્પાને સાચા વ્યક્તિની પરખ છે એટલે જ એ જમાઇના પક્ષમાં છે દિકરીના નહી!

ગર્વિતા : હા ખરેખરતો અનિકેતમાં આવડતો છે જ કે એ પણ બિઝનેશ સંભાળી શકે પણ હમણા સુધી મેં જ એને ગણકાર્યો નહી અને આવડતોને નજરઅંદાજ કરી.(સહેજ ઉદાસ થાય છે)

આશ્રયા : અને કહેવું પડે તારા પતિનું.એ એકલા હાથે જ તારી બાળકીને સંભાળી શકે છે.આ રીતે તું જ તારી બાળકી અને પ્રેમાળ પતિથી દુર થઇશ.એમાં એમનું નહી માત્ર તારું જ નુકશાન છે.અને એ તારી યોગ્ય માંગણીઓ સ્વીકારે જ છે અને બીજી સમસ્યાઓ ચર્ચાથી ઉકેલી શકાય છે પણ જો તમે ઇચ્છો તો ! બાકી તું જો રાજી થતી હોઇશ તો એ કોર્ટની મુદ્દ્ત પુરી થતા જ તને આ સંબંધ માંથી છુટ્ટી કરી દેશે.

આનંદિતા : હું સ્વાર્થી બની ગઇ હતી.મને માફ કરી દે સત્યેન.(બંન્ને હાથોથી ચહેરો છુપાવીને રડે છે)

ગર્વિતા : આશ્રયા,અલય તને છેતરી રહ્યો છે એ તને ખબર છે.એણે તને તારા પતિથી છુટી થવા માટે ઉશ્કેરી અને તને ફોસલાવીને એક પછી એક ઘરેણા પણ માંગવા લાગ્યો અને તું એની પાછળ એવી પાગલ થઇ ગઇ કે તારો સંસાર લુટાવી દેવા તૈયાર થઇ ગઇ!તને એમ કે એ તને વૈભવી જીવન આપી શકશે?તેં  અભિલાષને હર્ટ કર્યો છે.

આશ્રયા : મારી ભુલ થઇ ગઇ.(રડે છે)

ગર્વિતા :  ખરેખર તો આપણે ત્રણેયે ઘણી બધી ભુલો કરી છે.જેને જલ્દી જ સુધારવી પડશે.

(સાંજ પડતા જ રામાનુજ રૂમમાં પ્રવેશે છે.ત્રણેય સ્ત્રીઓ શાંત અને ઉદાસ હોય છે.)

રામાનુજ : શું થયું દિકરીઓ આજે કેમ સાવ શાંત છો?મારી તબિયાત જરા બગડી હતી એટલે આટલા દિવસ આવી ન શક્યો.

આશ્રયા : અંકલ,વસુ આન્ટીને લઇને અવાય ને?એકલા શા માટે આવ્યા?

આનંદિતા : તમે ન’તા આવતા પણ આન્ટીએ અમારી આંખો ઉઘાડી…અને અમે ત્રણેયે નક્કી કર્યું છે કે અમે

અમારા ઘરે પાછા ફરીશું અને નવી શરૂઆત કરવાનો પ્રયત્ન કરીશું.

ગર્વિતા : હા,અને અમારે જતા પહેલા એમને મળવુ છે.

રામાનુજ : તમારે વસુને મળવું છે અને એ અહી આવતી હતી ?

ગર્વિતા : હા,લગભગ દરરોજ, બસ આ બે દિવસથી નથી આવ્યા!

(રામાનુજ એ ત્રણેયના ચહેરા તાકી રહે છે અને ઉભા થાય છે.એ ફ્લેટના એક બંધ રૂમ તરફ જઇને તાળુ ખોલે છે એમની પાછળ પેલી ત્રણ પણ જાય છે.અંદર રૂમમાં ઢગલો સામાનની સાથે દિવાલ પર મોટી ફ્રેમમાં એક સ્ત્રીનો ફોટો ટાંગેલો હોય છે.)

રામાનુજ : આને મર્યે પંદર વર્ષ થયા.(અને એમની આંખોમાં પાણી ઉભરાઇ આવે છે)

ત્રણેય સ્ત્રીઓ ફાટી આંખે એ તસ્વીર તરફ જોઇ રહે છે.

ગર્વિતા : તમે તો કહેતા હતા કે તમારા લગ્નને ચાળીશ વર્ષ થયા?

રામાનુજ : હા,અને પાંત્રીસ વર્ષથી હું એની લાગણીઓ સાથે એના પડછાયા સાથે મારી જિંદગી વિતાવી રહ્યો છું એની ગેરહાજરીમાં પણ એ સતત મારી પાસે જ છે અને હું હજીયે એને એટલો જ પ્રેમ કરું છું.

એ હજીયે મારી આસપાસ હોવાની અનુભુતિ મને આપતી જ રહી છે.

આશ્રયા : તો અહી જે અમને મળવા આવતા હતા એ ?

રામાનુજ : કુદરતની માયા અકળ છે જેની જ્યાં જરૂર પડે એને ત્યાં પહોંચવુ જ પડે.બેટા..મને નથી ખબર અહી એ કંઇ રીતે આવી પણ એ તમને સમજાવી શકવામાં સફળ થઇ એની મને ખુશી છે.

આનંદિતા : એમનું મૃત્યુ કંઇ રીતે થયું હતું ?

રામાનુજ :  એનું ગર્ભાશય કમજોર હતું છત્તાય લગ્નના ઘણા વર્ષો પછી એ ગર્ભવતી થઇ..મારી ના છત્તા પણ મારી જ ખુશી માટે અને એમાં જ બાળક અને મારી વહાલી પત્ની મૃત્યું પામ્યા.પણ એનું મૃત્યુ અમને અલગ કરી શક્યું નહી….એની લાગણીઓ મારી સાથે હજીયે જોડાયેલી છે.

(ત્રણેય સ્ત્રીઓ આઘાત અને આંખમાં આંસુ સાથે દિવાલ પર ટિંગાડેલા ફોટો તરફ તાકી રહે છે.)

(ફોનની રિંગ વાગે છે ગર્વિતા ઉપાડે છે)

ગર્વિતા : (ચિલ્લાઇને) નથી જરૂર અમને કોઇ વકિલની,આજ પછી અમને ત્રણ માંથી એકેયને ફોન કરવાની જરૂર નથી.)

ભૂમિ માછી