૭.”જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” – અલ્પા શાહ

વૈશ્વિક કવિતાના ભાવવિશ્વમાં એક સફર…

નમસ્કાર મિત્રો,

પ્રેમની અભિવ્યક્તિના મહિના ફેબ્રુઆરીના અંત તરફ આપણે સૌ આગળ ધપી રહ્યા છીએ. ફેબ્રુઆરી મહિનાનો અંત આવશે પણ પ્રેમની ધારા તો શાશ્વત છે અને અનંતકાળ સુધી વહેતી રહેશે. “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળા અંતર્ગત આજે આ અનંત અને અતોનાત પ્રેમને ઉજાગર કરતી, કવિવર રવીન્દ્રનાથ ટાગોર લિખિત એક ખુબ ભાવપૂર્ણ બંગાળી કવિતા જેનું શીર્ષક છે ” কতবার ভেবেছিনু” અથવા “કેટલી વાર કરું વિચાર…”નો  ભાવાનુવાદ અને રસાસ્વાદ માણીશું.આ કવિતામાં  ગુરુદેવે જેણે પ્રેમનો પ્રત્યક્ષ એકરાર કર્યો નથી એવા પ્રેમીના મૃદુ મનોભાવોનું  ખુબ બારીકાઈથી આલેખન કરેલું છે. આ કાવ્યના બંગાળી શબ્દો and English transliteration તમે આ લિંક પર જોઈ શકશો. http://anondogaan.blogspot.com/2014/01/kotobaro-bhebechhinu-lyrics-translation.html

ગુરુદેવની ગૂઢ અને ગહન અર્થ ધરાવતી કવિતાઓને સંપૂર્ણપણે સમજવાની મારી કોઈ પાત્રતા નથી છતાંય અત્રે મેં આ કવિતાનો પદ્ય ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે જે હું રજુ કરું છું.

આ કવિતામાં ગુરુદેવે પ્રેમની પરાકાષ્ઠા સમાન દાસ્ય ભાવે પ્રેમ કરતા પ્રેમીના ભાવજગતનું તાદ્રશ વર્ણન કર્યું છે.  કાવ્યની પ્રથમ બે પંક્તિઓ પરથી એવું ફલિત થાય છે કે અહીં પ્રેમીના પોતાના મનમાં જ રચાયેલો સંવાદ રજુ થયેલ છે. ગુરુદેવની કલમે અહીં પ્રિયજનને દેવ અને પ્રેમને પૂજા તરીકે પ્રસ્થાપિત કર્યા છે. દાસ્ય ભાવે એકપક્ષીય પ્રેમની પાવક જ્વાળામાં પ્રજ્વલિત થતા પ્રેમીની વેદના અને વ્યથા આ કાવ્યના શબ્દે શબ્દમાં નીતરે છે. કાવ્યની છેલ્લી બે પંક્તિઓ દ્વારા એવું ફલિત થાય છે કે આ પ્રેમ અવ્યક્ત રહેવાજ સર્જાયેલો છે અને એજ આ પ્રેમની અંતિમ નિયતિ છે.

ગુરુદેવની કલમે અવતરેલું આ સુંદર કાવ્ય એક ખુબ પ્રખ્યાત બંગાળી ગીત તરીકે પરિવર્તિત થયું છે. આ ગીતનું સ્વરાંકન પણ કવિવરે પોતે કરેલું છે. કવિવરે આ કાવ્યની રચના  એક English song પરથી પ્રભાવિત થયા બાદ કરી હતી.આ કાવ્યમાં કવિવરે મૂળ ગીતનું હાર્દ જળવાઈ રહે તેવી રીતે બંગાળી શબ્દોની શબ્દગૂંથણી કરી છે. This song is based on the English song titled “To Celia” written by famous English playwright and poet Benjamin Jonson and first published in 1616. This English song is famous as “Drink to me only with thine eyes” song.  You can find the lyrics of the original English song here. https://www.poetrybyheart.org.uk/poems/song-to-celia/. કવિવરે બંગાળી ગીતનું સ્વરાંકન પણ English song પ્રમાણેજ કરેલું છે. આ બંગાળી ગીતનું હિન્દીમાં પણ રૂપાંતર થયેલું છે અને તેનું સ્વરાંકન પણ English song પ્રમાણેજ થયેલું છે અને મેં પણ આ ગુજરાતી ભાવાનુવાદમાં શબ્દોની ગૂંથણી એ જ સ્વરાંકન પ્રમાણે કરવાનો પ્રયત્ન કરેલ છે.

 ગુરુદેવે આ કાવ્ય કેવા સંજોગને સંદર્ભમાં રાખીને લખ્યું હતું તેની તો મને ખબર નથી પણ ઋજુ લાગણીઓને દર્શાવતા આ કાવ્યમાં જે એકપક્ષીય, અવ્યક્ત પ્રેમ unexpressed love નું આલેખન થયેલ છે એ કદાચ સૌથી વધુ પીડાદાયક પ્રેમ ગણી શકાય. અહીં સામેનું પાત્ર તમારી તેના પ્રત્યેની લાગણીઓથી તદ્દન અજાણ હોવાથી પ્રેમનો પ્રતિસાદ સાંપડતો નથી. The most painful love there is, is the love left unshown and an affection left unknown. And the most painful thing about such unexpressed love is, it never fades away. આ અવ્યક્ત પ્રેમ માત્ર સ્ત્રી અને પુરુષ વચ્ચે જ હોય એવું જરૂરી નથી, દુનિયાના કોઈ પણ સંબંધમાં અવ્યક્ત પ્રેમનું અસ્તિત્વ હોઈ શકે.

મારી દ્રષ્ટિએ પ્રેમ એતો લાગણીઓનું વહેતુ ઝરણું છે. આ પ્રેમના ઝરણામાં જો સામેની વ્યક્તિ ભીંજાય નહિ તો પ્રેમનું સાતત્ય અપૂર્ણ રહે છે. Any type of relationship is meaningless if you do not express your genuine emotions and feelings through your actions, gestures, and words. એટલે એનો મતલબ એવો નહિ કે જેને તમે પ્રેમ કરતા હોવ એને તમારે સતત I love you કહેવું પડે. સામેની વ્યક્તિ તરફનો પ્રેમ તમારા વાણી, વર્તન અને વ્યવહારમાં અભિવ્યક્ત થવો જોઈએ. સામેની વ્યક્તિને તમારા પ્રેમનો અહેસાસ થવો જોઈએ. ઘણીવાર અડોઅડ રહીને પણ બે વ્યક્તિઓ જળકમળ રહે છે અર્થાત પ્રેમની છાલકે ભીંજાતા નથી અને ઘણી વાર માઈલો દૂરથી બે વ્યક્તિઓ વચ્ચે પ્રેમની ઉષ્માનો અનુભવ થાય છે. મનોવિજ્ઞાન પણ કહે છે કે લાગણીઓને તો પ્રદર્શિત કરવીજ જોઈએ. પ્રખ્યાત મનોવિજ્ઞાની Sigmund Freud  કહે છે કે Unexpressed emotions will never die. They are buried alive and will come forth later in uglier ways. માટે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ પ્રેમને, લાગણીને અભિવ્યક્ત કરવી જરૂરી બની રહે છે. અને આ પ્રેમને અભિવ્યક્ત કરવા માટે કારણ હોવું પણ જરૂરી નથી. અકારણ અભિવ્યક્તિનો આનંદજ અનેરો છે – આપણા માટે અને સામેની વ્યક્તિ માટે. Just try it out. Without any reason, express your love and feelings with genuine affectionate words to someone you love and see how their face lit up!!

તો ચાલો, આજે જીવનના દરેક સંબંધમાં કારણ-અકારણ પ્રેમ અને લાગણીની અભિવ્યક્તિ કરવાનો નિર્ણય કરીએ અને ગુરુદેવની આ સુંદર રચનાના બંગાળી ગીત  અને  “Drink to me only with thine eyes” ની મેડલી સ્વાગતલક્ષ્મી દાસગુપ્તાના મધુર સ્વરમાં સાંભળતા સાંભળતા મારી કલમને વિરામ આપું છું. આવતા અઠવાડિયે એક નવા વિષયની કવિતા સાથે ફરી મળીશું. તમારા માર્ગદર્શન અને અભિપ્રાયો ની અપેક્ષા સાથે.

– અલ્પા શાહ

૬ .”જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” – અલ્પા શાહ

વૈશ્વિક કવિતાના ભાવવિશ્વમાં એક સફર…

નમસ્કાર મિત્રો,

પ્રેમના પમરાટની આ પુરબહાર ખીલેલી મોસમમાં આપ સૌ પણ ભીંજાતા હશો. “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળા અંતર્ગત આજે હિન્દી ભાષાના સુપ્રસિદ્ધ કવિયત્રી મહાદેવી વર્મા  દ્વારા લિખિત એક હિન્દી કવિતા “जो तुम आ जाते एक बार…” નો ભાવાનુવાદ અને રસાસ્વાદ માણીશું.આ નાનકડા સુંદર કાવ્યમાં કવિયત્રીશ્રીએ પોતાના પ્રેમીજનનું સંભવિત આગમન થાય ત્યારે થતી પરિકલ્પનાઓનું  ખુબ સરળ પણ ભાવવાહી શબ્દોમાં આલેખન કર્યું છે. આ કવિતાની મૂળ હિન્દીમાં રજૂઆત આપ આ લિંક પર માણી શકશો. https://www.bharatdarshan.co.nz/magazine/literature/109/jo-tum-aa-jate-ek-baar.html

અત્રે મેં આ કવિતાનો પદ્ય ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે જે હું રજુ કરું છું.

આ નાનકડી કવિતામાં કવિયત્રી પોતાના પ્રેમીજનની પ્રતીક્ષા કરતા કરતા તેના સંભવિત આગમન સમયની પોતાની મન:સ્થિતિની રજૂઆત કરે છે. આ કાવ્યના શબ્દે શબ્દમાં પ્રિયજનના મિલનની તીવ્ર ઝંખના છલકે છે. Every word echo longing of the loved one. પ્રિયજનનું આગમન – આમ તો એક સામાન્ય ઘટના,પણ અહીં તો આ સામાન્ય ઘટના પણ મનોભાવોનો મહાસાગર છલકાવા સક્ષમ છે તેવું પ્રતીત થાય છે. અને એજ તો પ્રેમની સુંદરતા છે. જેને તમે સાચો પ્રેમ કરતા હોવ તેની તો એક ઝલક કે અવાજ પણ તમારા દિલને ઝંકૃત કરવા પર્યાપ્ત છે. આ કવિતામાં શબ્દોની પસંદગી મહાન કવિયત્રીએ જે રીતે કરી છે તે ખુબજ નોંધપાત્ર છે. પોતાના પ્રેમીજનના સંભવિત આગમન માટે લખાયેલી કવિતા વાંચતા એવું લાગે કે આતો જાણે  મીરાંબાઈ પોતાના ગિરિધર ગોપાલ ને ઉદ્દેશીને કહે છે કે શબરી પોતાના પ્રાણાધાર શ્રી રામની પ્રતીક્ષામાં આ શબ્દો ઉચ્ચારે છે.

કવિયત્રી શ્રી મહાદેવી વર્મા હિન્દી સાહિત્યના અગ્રગણ્ય કવિયત્રી હતા. તેઓ હિન્દી સાહિત્ય જગતમાં આધુનિક મીરા તરીકે ઓળખાતા.તેઓ હિન્દી સાહિત્યના છાયાવાદી યુગના( ૧૯૧૪-૧૯૩૮) પ્રમુખ સ્તંભ માનવામાં આવે છે.તેમણે પોતાના જીવનકાળ દરમિયાન પ્રયાગ મહિલા વિદ્યાપીઠના પ્રિન્સિપાલ અને ચાન્સેલર તરીકે ફરજ બજાવી. તેમના કાવ્યોમાં મનુષ્યની અને ખાસ કરીને સ્ત્રીની સૂક્ષ્મ સંવેદનાઓને તેમણે સ્નેહથી શણગારીને રજુ કરી છે. તેમને ૧૯૭૯માં ભારતીય સાહિત્યના સર્વોચ્ચ પુરસ્કાર – સાહિત્ય અકાદમી પુરસ્કાર દ્વારા નવાજવામાં આવ્યા હતા. ત્યારબાદ,૧૯૮૨ માં જ્ઞાનપીઠ એવોર્ડ અને ૧૯૮૮ માં પદ્મવિભૂષણ એવોર્ડ પ્રાપ્ત થયા હતા.હિન્દી સાહિત્યના શિરમોર કવિયત્રીની કવિતાની અહીં રજૂઆત કરતા આજે હું ખુબ હર્ષ અનુભવું છું.

પ્રેમ એક એવું સનાતન સત્ય છે કે જે  માનવ મનની દરેક સંવેદના અને ભાવને સમાવી શકે છે.પ્રેમ ક્યારેક વાત્સલ્યનો મધુર રસ છલકાવે તો ક્યારેક સખ્યનો સહચારનો ભાવ જગાવે. ક્યારેક  દાસ્ય ભાવે શરણાગતિનો રસ રેલાવે તો ક્યારેક ઝંખના અને પ્રતીક્ષાની વિહવળતા પણ વહાવે. આ કવિતામાં પણ કવિયત્રીએ સરળ શબ્દો દ્વારા પ્રેમીજનની પ્રતીક્ષા કરતા કરતા ઉઠતા ભાવોને શબ્દદેહ આપ્યો છે. હિન્દી સાહિત્યના વિવેચકોના મત  પ્રમાણે આ કવિતામાં કવિયત્રીની નિજી જિંદગીની એકલતાની વેદના કલમ દ્વારા અવતરી છે.

આ કવિતામાં કવિયત્રીએ પોતાના પ્રિયજન માટેની પોતાના મનની તીવ્ર ઝંખનાની અનુભૂતિ કરાવી છે. જેવી રીતે મીરાંબાઈ પોતાના ગિરિધર ગોપાલને ઝંખતા હતા તે રીતે!. આ તીવ્ર ઝંખના માટે અંગ્રેજી માં એક સુંદર શબ્દ છે – Longing. A longing is a strong feeling of need or desire for someone or something. Longing એટલે આકર્ષણ નહિ. આ તીવ્ર ઝંખનાના ભાવને શબ્દો દ્વારા વર્ણવવો મુશ્કેલ છે કારણકે એનો તો અહેસાસજ હોય. જાણીતા લેખિકા Sue Monk Kidd એ તીવ્ર ઝંખના અથવા Longing વિષે બહુ સુંદર વાક્ય કહ્યું છે. The soul often speaks through longing. જ્યાં આત્માનો સંવાદ હોય ત્યાંજ આ  તીવ્ર ઝંખનાની ઉપસ્થિતિ બંને બાજુ હોય. આ આત્માનો સંવાદ કે આત્માથી આત્માનું  જોડાણ કોઈ પણ બે વ્યક્તિ વચ્ચે હોઈ શકે – માત્ર પ્રેમી-પ્રેમિકા વચ્ચે કે સ્ત્રી-પુરુષ વચ્ચે જ હોય એવું જરૂરી નથી. અને એટલેજ કદાચ આ દુનિયામાં ચોમેર માનવમહેરામણ ઉમટેલો હોવા છતાં જેની સાથે આત્માનું જોડાણ હોય તેનીજ હાજરી અને ઉપસ્થિતિ માટે આપણું મન આટલી તીવ્ર ઝંખના અનુભવતુ હશે!.અને એ વ્યક્તિની હાજરીમાં આપણું રોમેરોમ, આપણું  સમગ્ર વ્યક્તિત્વ એ ચોક્કસ વ્યક્તિમય બની જતું હોય છે અને ત્યારે એ ખાસ વ્યક્તિ માત્ર વ્યક્તિ ના રહેતા આપણું  સમગ્ર વિશ્વ બની જતું હોય છે અને એ જ રીતે એ વ્યક્તિનું વિશ્વ પણ આપણામાંજ સમાઈ જતું હશે. Dr. Seuss has said it beautifully, “To the world you may be just one person; but to that one person you may be their entire world.”

અને જો આવું આત્માનું અનુસંધાન પરમેશ્વર સાથે સધાય અને when we start feeling the longing for the divine with our heart and soul, ત્યારે આત્મ-કલ્યાણની સફરનો આરંભ થાય. તો ચાલો આજે આ કવિતામાં પ્રદર્શિત થતા longing ના ભાવને વાગોળતા અને આવુ જ આત્માનું અનુસંધાન પરમાત્મા સાથે સધાય તેવી પ્રાર્થના સાથે મારી કલમને વિરામ આપું છું. ફરી મળીશું આવતા અઠવાડિયે એક બીજા આવા જ સુંદર કાવ્ય સાથે.

તમારા માર્ગદર્શન અને અભિપ્રાયો ની અપેક્ષા સાથે….

અલ્પા શાહ

૫. “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” – અલ્પા શાહ

વૈશ્વિક કવિતાના ભાવવિશ્વમાં એક સફર

English Poem “I Carry Your Heart with Me” By E.E. Cummings

નમસ્કાર મિત્રો,
ફેબ્રુઆરી મહિનાની પ્રેમની મોસમ પુરબહાર માં ખીલી ઉઠી છે. આ અઠવાડિયે તો પ્રેમના પમરાટને સમર્પિત એવા Rose Day, Propose Day, Chocolate Day  એવા દિવસોની હારમાળા ચાલી રહી છે.  પ્રેમના એકરારનો દિવસ એટલે કે Valentine’s Day આવીજ પહોંચ્યો છે. “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળા અંતર્ગત આજે આપણે  E. E. Cummings દ્વારા લિખિત એક સુપ્રસિદ્ધ અંગ્રેજી કવિતા I Carry Your Heart with Me નો ભાવાનુવાદ અને રસાસ્વાદ માણીશું. પોતાના પ્રિયજન પ્રત્યેના નિર્મળ પ્રેમને શબ્દોમાં વહાવતી આ કવિતાની અંગ્રેજી રજૂઆત તમે આ લિંક પર માણી શકશો. https://www.poetryfoundation.org/poetrymagazine/poems/49493/i-carry-your-heart-with-mei-carry-it-in.
 અત્રે મેં આ કવિતાનો પદ્ય ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે જે હું રજુ કરું છું.
E.E. Cummings ખુબ પ્રખ્યાત અમેરિકન કવિ હતા. તેમણે ૩૦૦૦ થી વધુ કવિતાઓની રચના કરી હતી. તેઓ તેમની આગવી અને પોતીકી શૈલી માં કવિતાઓની રચના માટે ખુબ પ્રસિદ્ધ હતા. He incorporated unconventional style of utilizing the punctuation, capitalization, and intentional misspelling in his poems. Moreover, he was keeping the use of the pronoun “i” in the lowercase letter throughout the poem. He has used all these techniques deliberately to make his poems unique. Many grammatical mistakes are also found in the poem like absence of commas, full stops, spaces, the wrong placing of nouns and adjectives etc. but these mistakes are the reasons behind the creation of a masterpiece.
૧૯૫૨ માં publish થયેલી આ નાનકડી કવિતામાં કવિ પોતાના પ્રિયજન પ્રત્યેના સાત્વિક અને સાશ્વત પ્રેમને શબ્દો દ્વારા રજુ કરે છે. પોતાના પ્રિયજનને ઉદેશીને કવિ પ્રથમ ચાર પંક્તિઓમાં તેમના પ્રિયજન સાથે જે અસ્તિત્વનું સાયુજ્ય સધાયું છે તેની વાત કરે છે અને પ્રિયજન સાથેની અવિભાજ્ય એકરૂપતા દર્શાવે છે. પ્રેમમાં સધાતી આ  એકરૂપતાની તાકાત પર કવિ આગળ જતા કહે છે કે હવે તેઓ ભવિષ્યના ડરથી ભયમુક્ત છે કારણકે તેમનું જગત તેમના પ્રિયજનમાંજ સમાય છે અને રવિના કિરણો રૂપે કે પ્રેમના પ્રતીક એવા ચંદ્રની ચાંદની રૂપે પ્રિયજનની હાજરી જ રેલાય છે. છેલ્લી ચાર પંક્તિઓમાં પ્રકૃતિના વિવિધ રૂપકો આપી કવિ પ્રેમમાં રહેલી પ્રચંડ તાકાતની ઝાંખી કરાવે છે.
આ કવિતામાં પ્રેમ અને માત્ર પ્રેમજ કેન્દ્ર સ્થાને છે. ઘણીવાર આપણને એવો સવાલ થાય કે આ અઢી અક્ષર નો શબ્દ “પ્રેમ” એટલે શું?
                       પ્રેમ એટલે સ્નેહની સરવાણીની સરગમ રેલાવતું સ્તવન?
                                              કે પછી
                       પ્રેમ એટલે છલકાયેલી લાગણીઓનું આખેઆખું નંદનવન?
આ અઢી અક્ષરના શબ્દ પ્રેમમાં મનુષ્યના ભાવજગતના બધાજ ભાવોનો સમાવેશ થઇ જાય. પ્રેમમાં વાત્સલ્ય, સખ્ય  કે દાસ્ય ભાવ હોય ત્યાં સુધી પ્રેમની પારદર્શકતા અને પવિત્રતા જળવાઈ રહે છે પણ પ્રેમમાં જેવો આધિપત્યનો ભાવ પ્રવેશે, એટલે પ્રેમ પોતાની પવિત્રતા ખોઈ બેસે છે અને એ એક લેવડ-દેવડ નો સબંધ બનીને રહી જાય છે.
આ કવિતામાં કવિ પોતાના પ્રિયજન પ્રત્યેનો પ્રેમ બહુ નિખાલસ ભાવે કોઈ પણ જાતના આધિપત્ય કે અપેક્ષા વગર ખુબ પારદર્શિતાથી પ્રદર્શિત કરે છે. અહીં ક્યાંક કોઈ જાતનો માલિકી ભાવ નથી. કવિવર રવીન્દ્રનાથ ટાગોરે ખુબ સુંદર રીતે આ વિચાર પ્રદર્શિત કરેલ છે.
Love Does Not Claim Possession, But Gives Freedom
પ્રેમ ની પહેલી શરતજ સ્વતંત્રતા છે. પ્રેમ તો મનની મોકળાશ અને લાગણીની ભીનાશ વચ્ચે ખીલતો છોડ છે.  તમે કોઈને પ્રેમ કરો છો એટલે તમે એમના માલિક નથી બની જતા.આ બાબત દુનિયાના દરેક સંબધમાં ખીલતા પ્રેમને લાગુ પડે છે. પતિ-પત્ની, બે મિત્રો કે પ્રિયજન સાથેનો પ્રેમ કે બીજા કોઈ પણ સંબંધમાં ખીલતા  પ્રેમમાં જો માલિકી ભાવ પ્રવેશ્યો તો પ્રેમનો છોડ મુરઝાવા લાગે છે. વળી તમે કોઈને પ્રેમ કરો તેનો મતલબ એવો નથી કે તે વ્યક્તિએ પણ તમને પ્રેમ કરવોજ પડે. There is no compulsion in love. હા, તમે જેને પ્રેમ કરતા હોવ એ પાત્ર પણ તમને એટલીજ પારદર્શિતા થી પ્રેમ કરે તો સોનામાં સુગંધ ભળે.
આ કવિતા વિશેની એક આડ વાત. આ કવિતા ૧૫ લીટીની નાનકડી કવિતા છે But still it is considered a Sonnet. The word “sonnet” is derived from an Italian word “sonetto” which means “small lyric” or “little song. Sonnets are the poems that are traditionally written in 14 lines that follow a rhyming scheme and a final rhyming couplet, but Cummings reinvented the sonnet and wrote this poem in a new version of sonnet, utilizing all the modern techniques. This poem became very popular especially after being used in the film” In her shoes”.
તો ચાલો, આ Valentine’s Day ના દિવસે, આપણે પોતાનું સ્વઅવલોકન કરીને નક્કી કરીએ કે આપણે જેને પ્રેમ કરીએ છીએ, તેને આપણે આધિપત્ય અને અપેક્ષાઓના ઓછાયા હેઠળ બાંધીને તો નથી રાખ્યાને! Because after all as Richard Bach has said,
If you love someone, set them free. If they come back, they are yours; if they do not, they never were.”
 ફરી મળીશું આવતા ગુરુવારે એક બીજા આવા જ એક સુંદર કાવ્ય સાથે. ત્યાં સુધી મારી કલમને વિરામ આપું છું. તમારા માર્ગદર્શન અને અભિપ્રાયો ની અપેક્ષા સાથે….
અલ્પા શાહ

૪. “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” – અલ્પા શાહ

વૈશ્વિક કવિતાના ભાવવિશ્વમાં એક સફર…

Spanish poem “Amemos” Or “ચાલને કરી લઈએ પ્રેમ…” By  Amando Nervo

Love is the essential existential fact. It is our ultimate reality and our purpose on earth. – Marianne Williamson

અર્થાત પ્રેમ છે એક સત્ય નિર્વિકાર અને પ્રેમ જ છે આપણા અસ્તિત્વનો સાર…

નમસ્કાર મિત્રો, ૨૦૨૧ નો બીજો મહિનો એટલેકે ફેબ્રુઆરી મહિનો શરુ થઇ ગયો છે અને ચારેકોરે પ્રેમના એકરારના દિવસની એટલે કે Valentine’s day ની મહેક ફેલાવા માંડી છે. “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળા અંતર્ગત ફેબ્રુઆરી મહિનામાં આપણે “પ્રેમ” વિષય ઉપર આધારિત જુદી જુદી ભાષાઓની કવિતાઓનો રસાસ્વાદ અને ભાવાનુવાદ જાણીશું, માણીશું અને સમજીશું.

આજની પ્રેમ વિશેની કવિતા એક સુંદર સ્પેનિશ કવિતા છે, જેનું શીર્ષક છેAmemos  અર્થાત “Let’s love” અથવા ચાલને કરી લઈએ પ્રેમ…”. પ્રેમનું માહાત્મ્ય સમજાવતી નાનકડી કવિતા ના કવિ છે Amando Nervo. કવિતાની સ્પેનિશ ભાષામાં રજૂઆત લિંક પર જોઈ શકશો. https://medium.com/@symarroun/la-poema-amemos-de-amado-nervo-f97937d8c7fc

અત્રે મેં આ કવિતાનો પદ્ય ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે જે હું રજુ કરું છું.

૧૮૭૦માં મેક્સિકોમાં જન્મેલા Amando Nervo, Juan Crisóstomo Ruiz de Nervo નામે પણ ઓળખાતા. Spanish languageના ખુબ જાણીતા કવિની મોટાભાગની રચનાઓમાં તેમના અને તેમના આંતરમન વચ્ચેના સંવાદની રજૂઆત થયેલ જણાય છે. સ્વ સાથેનો સંઘર્ષના આલેખન  અને આંતરિક શાંતિની ખોજની સફર તેમની કલમ દ્વારા પ્રગટી છે. ૧૮૯૫માં તેમણે તેમની પ્રથમ નવલકથા El bachiller publish કરી.

આ ટચુકડી કવિતામાં કવિ મનુષ્યજીવનનો અને અસ્તિત્વનો અર્થ સ્પષ્ટપણે બહુ થોડા શબ્દોમાં સમજાવી જાય છે.હાસ્ય અને રુદન નું રૂપક આપીને શરૂઆત કરતા  કવિ કહે છે કે આપણે પામર મનુષ્ય છીએ જેને આગલી ઘડીએ  શું થવાનું છે તેની ખબર નથી. આપણા જીવન અને મૃત્યુ પર આપણું કોઈ શાણપણ કે ડહાપણ ચાલતું નથી અને આ ભવસાગરમાં આપણે સૌ એક અદ્રશ્ય મુકામ તરફ તરી રહ્યા છીએ.અને છેલ્લે કવિ બહુ તર્કબદ્ધ વાત કરતા કહે છે કે જો મનુષ્ય જીવન આમજ અનિશ્ચિતતા અને ક્ષણભંગુરતા ની વચ્ચે હિલોળા લેતું હોય તો ચાલને આપણે એકમેક ને પ્રેમ કરી લઈએ, કદાચ તેનાથીજ આ જીવન સાર્થક થયું ગણાશે.

આ ટચુકડી કવિતા કેટલો ગહન સંદેશ આપી જાય છે.કવિ આ કવિતામાં આલેખે છે એમ પ્રેમ માં એટલે કે આ અઢી અક્ષરના ટચુકડા શબ્દમાં સમગ્ર જીવનને સાર્થક બનાવવાની પ્રચંડ તાકાત  રહેલી છે. કેટલી સચોટ વાત છે! આપણે જન્મ્યા ત્યારથી પ્રેમ અનેકાક સ્વરૂપે આપણા જીવનમાં પ્રગટતો અને પ્રસરતો રહીને જીવનચાલક ઇંધણ પૂરું પાડે છે.પ્રેમ એક એવું તત્વ છે કે જેની વ્યાખ્યા માટે શબ્દો વામણા પુરવાર થાય. પ્રેમ તો એક અનુભૂતિ છે. એક એવી અનુભૂતિ કે જે તમારા મન, તન અને આત્માને ભલેને થોડા સમય માટે પણ આનંદમય સ્થિતિ માં લઇ જાય. અહીંયા હું માત્ર સ્ત્રી અને પુરુષ વચ્ચેના પ્રેમની વાત નથી કરતી. પ્રેમ તો કોઈ પણ વ્યક્તિ સાથે થાય, કોઈ શોખ સાથે પણ થાય, કોઈ સ્થળ સાથે પણ થાય અને પરમાત્મા અને પ્રકૃતિ સાથે પણ થાય.

શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ ભગવાને સ્વયં કહેલ છે કે ભક્તિયોગ પ્રભુ પ્રાપ્તિનો શ્રેષ્ઠ માર્ગ છે. ભક્તિના મૂળમાં તો પ્રભુ પ્રત્યેની પ્રીત જ રહેલી છેને!  અને મીરા અને શબરીની પ્રેમલક્ષણા ભક્તિથી તો આપણે સૌ વાકેફ છીએજ. આ દુનિયાના દરેક દરેક સંબંધનો મિનારો પ્રેમના પાયે જ ટટ્ટાર રહી શકે છે. માતા-પિતા અને બાળકના સબંધ સિવાયના મોટાભાગના સંબંધોમાં સકારણ પ્રેમની હાજરી હોય છે એટલે કે પ્રેમની લેવડ-દેવડ હોય છે.  આ દુનિયામાં Mother Teresa  જેવા અમુક જ વિરલ વ્યક્તિત્વો હોય જે પોતાની આસપાસ અકારણ પ્રેમનો ઉજાસ પાથરે છે અને સેવા દ્વારા સર્વેને પ્રેમની લ્હાણી કરવામાંજ સમગ્ર જીવન વ્યતીત કરે છે. મને Mother Teresa નું આ વાક્ય ખુબ ગમે છે.

Spread love everywhere you go. Let no one ever come to you without leaving happier.

અર્થાત તમારા આસપાસ તમે પ્રેમનો એવો ઉજાસ પાથરો કે તમારી પાસે આવેલ દરેક વ્યક્તિ આવ્યો હતો તેના કરતા વધુ ઉલ્લાસ થી પાછો જાય.ઈશ્વરે પ્રત્યેક જીવમાં પ્રેમને પામવાની અને બીજાને પ્રેમ આપવાની ભરપૂર શક્તિ મુકેલી છે. જરુર છે માત્ર આ આડંબર અને અહંનો અંચળો ખસેડીને અકારણ પ્રેમ આપવાની એ શક્તિને ખીલવવાની અને પછી સર્વેને અકારણ હેતની હેલીમાં ભીંજવવાની. જેમ કવિ કહે છે તેમ, શી ખબર આ અકારણ પ્રેમની લ્હાણી કરવી એજ કદાચ આપણા જીવનનો સાર હશે… Afterall, Love is the essential existential fact. It is our ultimate reality and our purpose on earth.

તો ચાલો, પ્રેમ આપવાની મારી શક્તિને વધુને વધુ ખીલવી શકું અને મારી આસપાસ હું અકારણ પ્રેમની લ્હાણી કરી શકું તેવી પ્રાર્થના સાથે આજે મારી કલમને વિરામ આપું છું . Espero verte pronto, hasta el próximo poema! અર્થાત ફરી મળીશું આવતા ગુરુવારે એક બીજા આવા જ એક સુંદર કાવ્ય સાથે.

 તમારા માર્ગદર્શન અને અભિપ્રાયો ની અપેક્ષા સાથે….

અલ્પા શાહ

૩. “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” – અલ્પા શાહ

વૈશ્વિક કવિતાના ભાવવિશ્વમાં એક સફર

જખોન પોડબે ના મોર પાયરે ચિહ્નો એઈ બાટે…  – વિશ્વકવિ રવિન્દ્રનાથ ટાગોર

નમસ્કાર મિત્રો,

“જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળા અંતર્ગત આજે આપણે “જીવનચક્ર” સબંધિત એક સુપ્રસિદ્ધ અને હૃદયસ્પર્શી બંગાળી કવિતાનો રસાસ્વાદ અને ભાવાનુવાદ માણીશું. મૃત્ય અને મૃત્યુ બાદની સફરની ખુબ સમીપેથી દર્શન કરાવતી આ પ્રસિદ્ધ કવિતાના રચયિતા છે  વિશ્વકવિ (Poet Laureate of the World) રવિન્દ્રનાથ ટાગોર. અને તેના મુખડાના શબ્દો છે ” જખોન પોડબે ના મોર પાયરે ચિહ્નો એઈ બાટે “. અર્થાત જયારે છાપ મારા પગલાંની જાય ભૂંસાઈ….  આ ગૂઢ અર્થ ધરાવતી કવિતાનો મેં મારી સમાજ પ્રમાણે પદ્ય ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે જે હું અત્રે રજુ કરું છું.. જો કે ભાવાનુવાદ માં જો ભાવનું નિરૂપણ યોગ્ય રીતે ના થયું હોય તો ક્ષમા ચાહું છું.

જયારે છાપ મારા પગલાંની જાય ભૂંસાઈ…

જયારે
ભૂંસાઈ જાય મારા પગલાંઓની છાપ,
ચૂકવાઈ જાય મારા લેણદેણના હિસાબ,
પ્રસરી જાય આસપાસ નિઃશબ્દતા અગાધ,
ત્યારે તારલિયાની સાખે, કોઈ કરશો ના મને યાદ, દેશો ના મને સાદ
જયારે
સૂના પડી જાય મારી વહાલી વીણા કેરા તાર,
જંગલી વેલથી ઉભરાઈ જાય મારી ઘરદીવાલ,
શેવાળના ઝુંડે ઢંકાઈ જાય મારો પુકુરકિનાર,
ત્યારે તારલિયાની સાખે, કોઈ કરશો ના મને યાદ, દેશો ના મને સાદ

અકબંધ રહેવાની છે પેલી બંસીની સૂરીલી તાન,
એક પછી એક દિવસો વીતતા જવાના છે આમ,
યથાવત ચાલતું જ રહેવાનું છે આ જગત તમામ,
ત્યારે તારલિયાની સાખે, કોઈ કરશો ના મને યાદ, દેશો ના મને સાદ

એક નવા દિવસે અને નવા રૂપે, મારી હસ્તી પરખાશે
એક નવા નામે અને નવા આલિંગને મારી હાજરી વર્તાશે
અને આમ
મારો(આત્માનો) આવનજાવનનો ફેરો ચાલ્યા જ કરશે.

શ્રી રવિન્દ્રનાથ ટાગોર કે જે ગુરુદેવના હુલામણા નામથી પ્રખ્યાત છે તેમને કોઈ ઔપચારિક પરિચયની તો ક્યાં જરૂર જ છે! તેઓ ૧૯૧૩ માં સાહિત્યનું નોબેલ પારિતોષિક ધરાવનાર પ્રથમ  non-European હતા. સંગીત, ચિત્રકલા, નાટ્યકાર,લેખક અને કાવ્ય ક્ષેત્રે પોતાનું સર્વ જીવન સમર્પિત કરનાર ગુરુદેવ હંમેશા કહેતા કે আমি কবি  (aami kavi) અર્થાત હું એક કવિ છું. ગુરુદેવે પોતાની કવિતાઓ દ્વારા માનવના મન અને હૃદયની સ્થૂળથી સૂક્ષ્મ એવી એકેએક સંવેદના અને ભાવને આવરી લીધા  છે. તેઓની કવિતાઓમાં ભાવનાઓનું જે ઊંડાણ જોવા મળે છે અને તે સામાન્ય માણસ થી માપી શકાય તેમ નથી તેથીજ તેઓની કવિતાઓનો તાદ્રશ ભાવ સમજવો લગભગ અશક્ય છે. ગુરુદેવની મૂળ બંગાળી રચનાઓનું ભાષાંતર તો જોવા મળે છે પણ ભાવાનુવાદ જવલ્લેજ જોવા મળે છે.

જિંદગીના સાશ્વત સત્ય એવા મૃત્યુ જેવા વિષય પર ગુરુદેવે ખુબ સંવેદનાસભર કાવ્યોની રચના કરેલી છે. જીવનના પૂર્વાર્ધમાં ગુરુદેવે પોતાના ચાર અંગત આપ્તજનોને ખુબ ટૂંકા સમયગાળામાં ગુમાવ્યા હતા અને આમ મૃત્યુને તેમણે ખુબ નિકટતા થી નિહાળ્યું હતું. જીવનના ઉત્તરાર્ધમાં જયારે તેઓ ગંભીર માંદગીમાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તેમણે જન્મ, મૃત્યુ અને પુન:જન્મ વિષે અઢાર કવિતાઓ લખી અને આ કાવ્યસંગ્રહ  “પ્રાંતિક” નામે પ્રગટ કર્યો.ગુરુદેવે આ કવિતાઓમાં મૃત્યુને ખુબ સાહજિક રીતે સ્વીકારી લીધું છે. જોકે આજની અત્રે રજુ કરેલી કવિતા “પ્રાંતિક” કાવ્યસંગ્રહમાં ની એક નથી પણ ૧૯૧૬માં રચાયેલી આ કવિતા તેમની મૃત્યુ વિષયને કેન્દ્રમાં રાખીને લખેલી કવિતાઓમાં સર્વશ્રેષ્ઠ ગણાય છે. આ કાવ્યનું સ્વરાંકન પણ ગુરુદેવે પોતેજ કરેલું છે અને આ કાવ્ય ગીત તરીકે અનેક બંગાળી ફિલ્મોમાં ઉપયોગમાં લેવાયું છે.આ કવિતાનું મૂળ બંગાળી શબ્દાંકન અને અંગ્રેજીમાં ભાષાંતર તમે આ લિંક પર જોઈ શકશો. http://gitabitan-en.blogspot.com/2010/08/

કવિતાની શરૂઆતમાં કવિ મૃત્યુને સ્વાભાવિક રીતે રજુ કરતા અનુરોધ કરે છે કે જયારે મારા લૌકિક અસ્તિતવનો અંત આવે ત્યારે તમે સૌ સહજતાપૂર્વક તેનો સ્વીકાર કરીને મને આ લૌકિક સબન્ધોમાંથી મુક્ત કરજો.અત્રે કવિ મૃત્યનું આગમન થશે ત્યારે જીવનકાળ દરમિયાનના સર્વે દુન્યવી હિસાબ-કિતાબ અને લેણદેણનો અંત આવશે અને જીવનકાળ દરમિયાનની આપણી સર્વ મૂડી અને પ્રિય જણસો સુની પડી જશે તે નિર્વિવાદ સત્યને રજુ કરે છે. આગળ વધતા કવિ અત્રે આ અવિરત પણે ચાલતા જીવનચક્રનો ઉલ્લેખ કરતા કહે છે કે મારા અંતિમ લક્ષ ભણીના  પ્રયાણ પછી પણ આ વિશ્વની ગતિમાં રત્તી ભરનો ફરક નહિ પડે અને જીવનચક્ર ચાલ્યાજ કરશે. અને છેલ્લે ગુરુદેવ આ અવિનાશી આત્માના કાયમી અસ્તિત્વનું પ્રમાણ આપતા કહે છે કે મારા આ દેહનો અંત આવશે પણ તમે મારી હાજરીને, મારી હસ્તીને એક નવાજ રૂપે એક નવાજ સ્વરૂપે અનુભવી શકશો…આ ગૂઢ અર્થ ધરાવતી કવિતાનો મેં પદ્ય ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. જો કે ભાવાનુવાદ માં જો ભાવનું નિરૂપણ યોગ્ય રીતે ના થયું હોય તો ક્ષમા ચાહું છું.

            કાવ્ય હું જયારે જયારે વાંચુ ત્યારે મને હંમેશા એક સવાલ થાયમૃત્યુ એટલે શું પૂર્ણવિરામ કે પછી અલ્પવિરામ? શ્રીમદ ભગવદ ગીતામાં કહ્યું છે કે 

वासांसि जीर्णानि यथा विहाय
नवानि गृह्णाति नरोऽपराणि |
तथा शरीराणि विहाय जीर्णा
न्यन्यानि संयाति नवानि देही ||

અર્થાત,મૃત્યુ સમયે અમર અવિનાશી આત્મા માત્ર કલેવર એટલે કે દેહ બદલે છે અને નવા દેહ થકી જન્મ લે છે. આપણે જન્મમાં જે દેહ લઈને અવતર્યા છે તે આપણો પહેલો જન્મ નથી અને છેલ્લો પણ નથી.અવિનાશી આત્માનું એક દેહમાંથી બીજા દેહમાં અવતરણનું ચક્ર તો ચાલ્યા કરે છે.જન્મ દરમિયાન આપણે કરેલા કર્મફળ દ્વારા આપણે આપણા આત્માની ઉર્ધ્વગતિ અથવા અધોગતિ થાય છે અને પ્રમાણે દેહના મૃત્યુ પછી આપણા આત્માની ગતિ થાય છે અને આત્માનો અવિનાશી ફેરો ચાલ્યા કરે છે. ગુરુદેવે કાવ્ય દ્વારા એવોજ કઈંક ભાવ પ્રગટ કર્યો છે. એટલે કદાચ ગુરુદેવે કહ્યું છે કે

“Death is not extinguishing the light; it is only putting out the lamp because the dawn has come.” – Rabindranath Tagore 

તો ચાલો, આજે આજ કાવ્યનું ખુબ સુંદર અને ભાવવાહી બંગાળી ગીત જયંતી ચક્રવર્તીના સુમધુર અવાજમાં  સાંભળતા સાંભળતા છુટ્ટા પડીએ. ફરી મળીશું આવતા ગુરુવારે એક બીજા આવા જ એક સુંદર કાવ્ય સાથે. ત્યાં સુધી મારી કલમને વિરામ આપું છું. તમારા માર્ગદર્શન અને અભિપ્રાયો ની અપેક્ષા સાથે….

અલ્પા શાહ

૨ – “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” – અલ્પા શાહ

વૈશ્વિક કવિતાના ભાવવિશ્વમાં એક સફર

“The Tide Rises, The Tide Falls” By Henry Wadsworth Longfellow

નમસ્કાર મિત્રો,

જ્યાં પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ લેખમાળા અંતર્ગત, વિશ્વની જુદી જુદી ભાષાઓની ચૂંટેલી કવિતાઓ અને કવિઓના ભાવવિશ્વની સફરનો આજથી આરંભ કરીએ છીએ. અત્રે આપણે દરેક મહિને એક ચોક્કસ વિષય પરની જુદી જુદી ભાષામાં રચાયેલી કવિતાઓને જાણવા અને માણવાનો પ્રયત્ન કરીશું. મહિનાનો એટલે કે જાન્યુઆરી મહિનાનો વિષય છે જીવનચક્ર.

જીવનચક્ર એટલે કે Life Cycle. દરેક જીવ માટે જન્મ અને મૃત્યુ બેજ જીવનના સાશ્વત સત્ય છે. અને બે સાશ્વત સત્યોના છેડા વચ્ચે વહી જતી પળો એજ જિંદગી. સૃષ્ટિનું નિર્માણ થયું ત્યારથી અનેકવિધ જીવોનું જીવનચક્ર ચાલતું આવ્યું છે. જીવનનુંચક્ર આપણા જન્મ પહેલા પણ ચાલતું હતું અને આપણા મૃત્યુ પછી પણ ચાલતું રહેવાનું.. સમયના અવિરત ચક્રની સાથે જીવનચક્ર તો સદાકાળ ચાલતું રહેશે. અનંત સંસારમાં આપણું જીવન તો અફાટ સાગરમાં પાણીની એક બુંદ સમાન છે. We are just a tiny speck in this vast universe!

આજે આપણે આજ વિષયવસ્તુને રજુ કરતી એક સુપ્રસિદ્ધ અંગ્રેજી કવિતા “The Tide Rises, the Tide Falls” નો રસાસ્વાદ અને ભાવાનુવાદ માણીશું. આ કવિતાના કવિ છે Henry Wadsworth Longfellow. ૧૮૦૭માં પોર્ટલેન્ડ, USA માં જન્મેલા કવિ Henry Wadsworth Longfellow તેમના નિવૃત્તિ કાળમાં Massachusetts ના દરિયાકિનારે આવેલા Nahant નામના ગામમાં રહેતા હતા. તે દરિયાના મોજાંઓથી પ્રેરિત થઈને આ કવિતાની રચના થયેલ હતી. The original poem in English is as below. You can find out about more about the poet here: https://www.poetryfoundation.org/poets/henry-wadsworth-longfellow

The Tide Rises, The Tide Falls
The tide rises, the tide falls,
The twilight darkens, the curlew calls;
Along the sea-sands damp and brown
The traveller hastens toward the town,
And the tide rises, the tide falls.

Darkness settles on roofs and walls,
But the sea, the sea in darkness calls;
The little waves, with their soft, white hands,
Efface the footprints in the sands,
And the tide rises, the tide falls.

The morning breaks; the steeds in their stalls
Stamp and neigh, as the hostler calls;
The day returns, but nevermore
Returns the traveller to the shore,
And the tide rises, the tide falls.

               ૧૯મી સદીમાં રચાયેલી આ કવિતા તેની સરળ ભાષા અને ખુબ ગહન ભાવાર્થને લીધે ખુબ પ્રખ્યાત બની હતી. અહીં કવિ દરિયાના મોજાનું પ્રતીક લઈને જીવનના જે બે અફર સત્ય છે તેનું ખુબ સાદગી પૂર્ણ નિરૂપણ કરે છે. “Tide Rise and The Tide Falls” દ્વારા કવિ અત્રે જન્મ અને મૃત્યુને આલેખે છે અને આ જન્મ અને મૃત્યુનું ચક્ર સમયને  સંગે કેવું અવિરત ચાલ્યા જ કરે છે તેનું સૂચન કરે છે.  

આ કાવ્યની શરૂઆતમાં કવિ આલેખે છે કે twilight એટલેકે સંધ્યા પહેલાનો ઝંખેરા ઉજાસમાં curlew નામનું પંખી ટહુકા કરે છે એટલે કે જેમ જેમ જીવનની સંધ્યા તરફ ગતિ થાય તેમ તેમ મૃત્યનો નાદ સંભળાવા લાગે છે અને ધીમે ધીમે પ્રવાસી એટલે કે જરા અવસ્થામાં પહોંચેલ મનુષ્યના પગલાં મૃત્યુ તરફ મંડાતા જાય છે. આગળ કવિ આલેખે છે કે જયારે પ્રવાસીનો અંતિમ સમય આવે છે ત્યારે મૃત્યુનો ઓળો ઉતરી આવે છે અને મૃત્યુ ખુબ નાજુકતતાથી પ્રવાસીને પોતાની આગોશમાં સમાવી લે છે અને ધીમે ધીમે તેના પગલાંની છાપ પણ રેતી માંથી વિખરાઈ જાય છે. અત્રે કવિએ એક નક્કર અને કડવી વાસ્તવિકતાને વહેતી મૂકી છે. આપણા ગયા પછી થોડા સમય બાદ આપણી યાદો ધીમે ધીમે વિસરાઈ જવાની. અને છેલ્લે કવિ એક નવા પ્રભાતની વાત કરતા કહે છે કે પ્રવાસીના મૃત્યુ બાદ નવી સવાર પડે છે અને સંસારની ગતિ ચાલ્યા જ કરે છે. બધુજ પૂર્વવત છે પણ માત્ર પ્રવાસીની ગેરહાજરી છે અને આમ એક પ્રવાસી ભલે અંતિમ ગતિ કરી ગયો પણ દરિયાના મજાની ભરતી અને ઓટની જેમ આ જીવનચક્ર તો અવિરત ચાલ્યાજ કરે છે. આ કવિતાનો સ્વરચિત પદ્ય  ભાવાનુવાદ અત્રે રજુ કરું છું.

ભરતી ને ઓટ સતત આવે ને જાય
સૂર્યનો નિરંતર ઉદય ને અસ્ત થાય
કિનારે ભીની સુવાસ મહેકાય
પ્રવાસીના ડગલા લક્ષ ભણી ફંટાય

ભરતી ને ઓટ સતત આવે ને જાય
અંધારો ઓથાર સર્વત્ર ફેલાય
મોજાઓ કિનારે આવી અથડાય
પ્રવાસીના પગલાં હળવેથી ભૂંસાય

ભરતી ને ઓટ સતત આવે ને જાય
નવલા પ્રભાતે નવી લાલી પ્રસરાય
પંખીના શોરે આકાશ છલકાય
પ્રવાસીનો ખાલીપો હૈયે વર્તાય

 આપણે સૌ જાણીએ છીએ કે દરેક શ્વાસે આપણા ભાગે લખાયેલા શ્વાસોમાંથી એક એક શ્વાસ ઓછો થાય છે. We all are travelers here and progressing towards our ultimate destination slowly and steadily with each and every breath we take. શ્રીમદ ભગવદગીતામાં પણ કહ્યું છે કે जातस्य हि ध्रुवो मृत्युर्ध्रुवं जन्म मृतस्य च।. જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે.

પણ મને અહીં કવિએ આપણી હયાતી પછીની હસ્તીની જે ક્ષણભંગુરતા રજુ કરી છે તે ખુબ સ્પર્શી ગઈ.આપણે હયાત હોઈએ ત્યારે આપણી ગમે તેટલી આવડત,હોશિયારી, ખ્યાતિ,પ્રખ્યાતિ વગેરે ધરાવતા હોઈએ તે બધુજ આપણા ગયા પછીએક નિશ્ચિત અવધિ સુધી સીમિત રહેશે ફૂલ ગયા પછીની ફોરમ થોડો સમય સુધી આસપાસ રહેશે. આપણી હયાતી પછીની હસ્તીની અવધિ  આપણા પદ, પ્રતિષ્ઠા કે પૈસા કરતા આપણે આપણી આસપાસ કેટલો પ્રેમ પ્રસરાવ્યો, આપણે કેટલા લોકોને મદદરૂપ થયા, કેટલાના મુખ પર સ્મિત ફેલાવ્યું તેના પર વધુ રહેતો હોય છે. માટેજ આ શેષ બચેલા જીવનકાળ દરમિયાન આપણી આસપાસ આનંદ,ઉલ્લાસ, પ્રેમ અને લાગણી ની લ્હાણી કરતા કરતા, દરેક પળ ને ઉજવતા ઉજવતા બાકીની સફર પુરી કરીએ તેમાંજ જીવનનું સાર્થક્ય છે તેવું હું માનું છું. અને હા,આપણા ગયા પછી પણ નવુંનકોર નવલું પ્રભાત એક નવી ઉર્જા સાથે ઉગશે અને જીવન ચક્ર ચાલ્યાજ કરશે, ચાલ્યા કરશે, ચાલ્યા કરશે

તો ચાલો મિત્રો, ફરી મળીશું આવતા ગુરુવારે એક બીજા આવા જ એક સુંદર કાવ્ય સાથે. શેષ બચેલી દરેક ક્ષણને મહોત્સવ બનાવવાના નિર્ણય સાથે આજે મારી કલમને વિરામ આપું છું. તમારા માર્ગદર્શન અને અભિપ્રાયો ની અપેક્ષા સાથે….

અલ્પા શાહ

કવિના આધ્યાત્મિકપદો આપણે સમજ્યાં નથી!

આદ્ય કવિ નરસિંહ મહેતા એટલે શબ્દ, સૂર અને સંગીતના સ્વામી, અલખના આરાધક. સૈકાઓ થયાં, નરસિંહ મહેતા વિષે ઘણું લખાયું છે અને લખાતું રહેશે.

જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા‚..

તમારે ઓશીકડે મારાં ચીર તો ચંપાયા…જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…૦

પાસું રે મરડો તો વા’લા ! ચીર લઉં હું તાણી રે‚

સરખી રે સૈયરું સાથે જાવું છે પાણી રે…જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…૦

પંખીડા બોલે રે વા’લા ! રજની રહી થોડી રે‚

સેજલડીથી ઊઠો વા’લા ! આળસડાં મરોડી રે…જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…૦

તું ને સાદ રે પાડું તો વા’લા ! સૂતાં લોકું જાગે રે‚

અંગુઠો મરડું તો મારા દલડામાં દાઝે…જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…૦,

સાસુડી હઠીલી વેરણ‚ નણદી મારી જાગે રે‚

પેલી રે પાડોશણ ઘેરે વલોણું ગાજે…જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…૦

જેને જેવો ભાવ હોયે‚ તેને તેવું થાવે રે‚

નરસૈયાના સ્વામી વિના વ્હાણલું ના વાયે…જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…૦

ક્યારેક વિચાર આવે છે કે નરસિંહ માં આકર્ષણ તત્વ શું ? એની  સચ્ચાઈ ,શ્રધા, નીડરતા કે સહજતા.આમ જોવા જઈએ તો બધુ જ।  સ્વયં અનુભવેલી પ્રભુ સાથેની એક્મ્યતા નરસિંહના પદની લાક્ષણીકતા છે.એની શ્રધા અને  સહજતા પણું એમને ક્યારેક યશોદા તો ક્યારેક રાધા અને ગોપી બનાવતા. સ્ત્રી બની કૃષ્ણ ને પ્રેમ કરતા,જગડતા, ફરિયાદ કરતા, રીસાતા,આજ પ્રિયસી ભાવ પ્રભુ સાથેનું એકત્વ આ પ્રભાતીયામાં છલ્કાય છે  અને અંતમાં સાધકના ચિત્તને પરિવર્તિત તરફ વાળે છે…. અને આજ નરસિંહનો ઇલ્મ આપણને આખું અસ્તિત્વ એકાકાર તદ્રુપ ચૈતન્યમય ની અનુભૂતિ કરાવે છે અને  ચમત્કાર થતા નરસિંહની જેમ  આપણને ગાઢ નિદ્રામાંથી જગાડી દે છે.પોતે જ સ્ત્રી પાત્ર બની શબ્દોમાં નિરૂપણ કરવું.. આટલી હદ સુધીનું પ્રભુ સાથેનું તાદાત્મય સાધવું એ બહુ ઊંચી કક્ષાની સાધના જ કહી શકાય.

આ લીલાજગતમાં આપણે સૌ રત છીએ. મનુષ્ય જ્યાં સુધી જાગતો નથી ત્યાં સુધી ભોગોમાંજ ભટક્યાં કરે છે.ત્યારે આજ નરસિંહની પરમ અનુભૂતિ – જાગૃતિ ની આ ક્ષણે અનાયાસે સરી પડેલું આ કાવ્ય …દરેકને આધ્ત્મના ઊંચા શિખર સર કરાવે છે.. નરસિંહ જેવા જ્ઞાની ભક્ત જ એમાંથી જગાડી શકે.

નરસિંહ માટે  ભજન તો એક સાધન છે પરંતુ  એટલેથી ન અટકતા નરસિંહ ની જેમ આજે પણ તેમના  ભજન ગાતા સાધકને પ્રભુ પરાયણ થવામાં સાધન મદદરૂપ થઇ શકે.સાથે સમાજને પોષણ દેનારો છે એમાં કોઈ શંકાને સ્થાન નથી  સાધકના ચિત્તને પરિવર્તિત કરવાની શક્તિ આવાં પ્રભાતીયામાં  દ્રષ્ટિગોચર થાય છે. 

નરસિંહની રચના અનુભવવાણી છે.અને એટલે જ શ્વાસ લેવા જેટલી સહજતાથી નરસિંહ પદો રચતા સ્રી સહજ શરમનું વર્ણન કરતા નરસિંહ આધ્યાત્મમાં ભાવનો અર્થ સમજાવે છે….

અંગુઠો મરડું તો મારા દલડામાં દાઝે…જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…૦

સાસુડી હઠીલી વેરણ‚ નણદી મારી જાગે રે‚

પેલી રે પાડોશણ ઘેરે વલોણું ગાજે…જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…૦

પ્રથમ દ્રષ્ટી આ અટપટા ભોગ અને ઊંઘમાં દેખાતી લીલા નું વર્ણન છે પ્રેમલક્ષણા ભક્તિ સાથે સંયોગ શ્રીંગાર નું જે વર્ણન કર્યું છે …અને પછી નરસિંહ હિંમતભેર તે વખતનાં સમાજનાં બંધનો એટલે  સાસુ અને ..નણદીને પણ આલેખી ઉંગલીનિદેશ કરે છે.નરસિંહનું કદાચ એ જમનાં ના કવિનું  ક્રાંતિકારી પગલું કહી શકાય.

નાગર જ્ઞાતિને તેના શૃંગાર રસના પદો સાથે વાંધો હતો, પણ આ પદોય આધ્યાત્મિક ઉંડાણ વાળા જ છે. આ શૃંગાર રસ વાળા પદો આપણા ચોખલીઆ સાહિત્યકારોએ જાણીજોઇને આપણા સુધી આવવાજ નથી દીધા।….કવિના આધ્યાત્મિકપદો આપણે સમજ્યાં નથી અને શૃંગાર કાવ્યો વાંચ્યા જ નથી।… ભોગ ત્યજીને આપણે આપણા ધર્મ સંભાળવા એવી વાત નરસિંહ અહી  કરે છે એટલે ભાવ કર્મનો મર્મ સમજાવતા  આધાયાત્મમાં ભાવનો મહિમા ગાયો છે. 

માનવીનાં જીવનનાં મૂલ્યો એના ઓશીકા નીચે જ પડ્યાં છે જેને મેળવવા માટે ઓરડા જેવી આખી દુનિયામાં ફાંફાં મારે છે, પરંતુ ખુદનાં તકિયાને તપાસતો નથી.જેની ભાવના શુદ્ધ હશે.. તે તૃપ્ત હશે અને વિવેકી પણ હશે..પ્રજ્ઞાવાન પુરુષનું ત્રીજું લક્ષણ એનો શુદ્ધ ભાવ છે. ભાવનો અર્થ અહીં કિંમત બદલે મૂલ્ય કરવાનો છે અને એ પણ કોઈ ચીજનાં બજારું મૂલ્યની વાત નથી પણ જીવનનાં મૂલ્યોની વાત છે. મૂલ્યનિષ્ઠ જીવનમાં જેનો ભાવ શુદ્ધ છે, અણીશુદ્ધ છે તેવાં માણસની વાત છે.જીવ માંથી શીવ તો માનવી ઇચ્છાએ થાય છે, એ વાત આ પંક્તિમાં કહી છે.અધ્યાત્મમાં શું બાકી છોડ્યું છે આ અવધુતે ?.

જેને જેવો ભાવ હોયે‚ તેને તેવું થાવે રે”

ઊર્મિ,ભક્તિ અને જ્ઞાન એમ ત્રણે વાત નરસિંહ એવી વણી લીધી છે કે વાત જ ન પૂછો। ..માનવીએ સતત જાગૃત રહેવાનું છે. એનો ભીતરનો અર્થ છે. જાગવું એટલે મનને સાધવું.. દશે દિશામાં પ્રસરતા રહેતા મનને બાંધવું સહેલું નથી. નરસિંહ પ્રભાતિયા ગાતા કારણ   જાગૃતિ લાવનાર હતા, સંગીત અને અક્ષરના માધ્યમ થી નરસિંહ અંતરના નાદને સાંભળી શકતા.

(ભજન, કીર્તન, પ્રભાતિયા- is free energy is to reach the transition state..)

પ્રજ્ઞા દાદભાવાળા

 

૩૪ -કવિતા શબ્દોની સરિતા- રાજુલ કૌશિક

સ્પર્ધા સતત સફરમાં ફાવી શકો તો ફાવો,
રજૂઆત સાવ જૂદી લાવી શકો તો લાવો.

છપ્પનની છાતી રાખી પડકાર સૌ ઉભા છે,
છપ્પનની છાતી સાથે આવી શકો તો આવો.

ચટ્ટાન ફોડી તોડી શબ્દો હજાર ઉગશે,
બસ એક બુંદ શાહી વાવી શકો તો વાવો

સમયગાળો આશરે ૨૦૦૮ વર્ષાંતનો. અમેરિકન પ્રેસિડન્ટનું ભાવિ નિશ્ચિત કરતી મત ગણતરી શરૂ થઈ ગઈ હતી. એ સમયે બરાક ઓબામા લિડિંગમાં હતા એવા સમાચાર આટલાંટા-જ્યોર્જીયાના એક પબ્લિક પ્લેસના ટી.વી પર ફ્લેશ થયે રાખતા હતા અને ત્યાંના સ્થાનિક લોકોમાં જે જીતનો ઉન્માદ છવાયેલો જોયો છે એ આજે પણ ભૂલાયો નથી. ચહેરા પર આનંદ અને આંખોમાં આંસુની ધાર સાથે લોકલ પબ્લિક ઓબામાની જીત તરફની કૂચ માણી રહી હતી. અમેરિકામાં એ દિવસ સુધી શ્વેત અમેરિકન પ્રેસિડન્ટ જ હોય એવી પ્રણાલી, એ પરંપરા તોડવામાં આફ્રિકન-અમેરિકન ઓબામા વિજયી નિવડ્યા હતા. માર્ટિન લ્યુથર કિંગ પછી ફરી એકવાર એમનામાંની, જાણે ઘરની જ કોઈ વ્યક્તિ મસીહા બનીને, એમનો અવાજ બુલંદી સુધી લઈ જવાના હોય એવી અપેક્ષાઓ એમના ચહેરા પર છલોછલ છલકાતી હતી. ફક્ત અવામના અવાજ જ નહીં પણ અમેરિકાના આંતરરાષ્ટ્રીય સબંધોને પણ મજબૂત બનાવવામાં તેઓ સફળ રહ્યા એ તો આપણે સૌ જાણીએ છીએ. ગાંધીજીની જેમ ડૉ. માર્ટિન લ્યૂથર કિંગે શ્વેત-અશ્વેત વચ્ચે પ્રવર્તતા રંગભેદને દૂર કરવા જે સિવિલ રાઈટ્સ મુવમેન્ટની આગેવાની સંભાળી અને ઈતિહાસમાં એમનું નામ અમર થઈ ગયું. ઓબામા ફરી એકવાર આ શ્વેત-અશ્વેતના રંગભેદ પર પોતાની કાબેલિયતથી ખરા ઉતર્યા.

એવી જ રીતે એટલો જ ઉન્માદ સાવ સામાન્ય પરિવારમાંથી આવતા simple living high thinking ધરાવતા નરેન્દ્ર મોદીએ જ્યારે ભારતની ગાંધી પરંપરા તોડીને જે વિજય પ્રાપ્ત કર્યો, પોતાની કાબેલિયતથી ભારતના વડાપ્રધાન પદે ચૂંટાયા અને અમેરિકાના મેડીસન સ્ક્વેર ખાતે એમની સ્પીચ આપી ત્યારે જોવામાં આવ્યો. લગભગ ૧૮,૫૦૦થી વધુ ભારતીય અમેરિકનોએ અત્યંત ઉમળકાભેર એમને સાંભળ્યા. એ દિવસ સુધી કોઈપણ ભારતીય નેતાને આવો આવકાર નહીં મળ્યો હોય એવો ઉષ્માભર્યો પ્રતિસાદ એમને મળ્યો.

શું દર્શાવે છે આ ઉન્માદ, આ ઉમળકો?

વર્ષોથી ચાલી આવતી પરંપરાનો એક ચીલો ચાતરીને કોઈ આગળ વધે ત્યારે શક્ય છે એને ય ક્યાં તરત જ તખ્ત કે તાજ મળી જતા હોય છે?

પણ અમેરિકાના શ્વેત પ્રેસિડન્ટની એક પરંપરા તોડીને બરાક ઓબામા આવ્યા ત્યારે એકદમ અલગ માહોલ જોયો. એવી જે રીતે ભારતમાં ગાંધી પરિવારની રાજાશાહી, ગાંધી પરિવારનું વર્ચસ્વ વટાવીને જ્યારે અત્યંત સાદી જીવનશૈલી ધરાવતા મોદીએ ભારતનું સુકાન સંભાળ્યું ત્યારે એવો જ માહોલ જોયો.

આ હદે આટલો ઉમળકાભર્યો આવકાર મળવો એ માત્ર નસીબની જ બલિહારી જ નથી હોતી. એની પાછળ આત્મવિશ્વાસ, મહત્વકાંક્ષા, એ પામવાની ક્ષમતા, ગજવેલ જેવું મનોબળ, સ્વના બદલે સર્વની પ્રગતિની ભાવના અને પ્રત્યેક કદમ પર વેરાતા કાંટા પર ચાલવાની, તમામ ઝંઝાવાતોને ડામીને આગળ વધવા અર્જુન જેવી લક્ષ્યવેધી આંખ હોવી જરૂરી છે. આ તમામનો સરવાળો કોઈ એક વ્યક્તિમાં જો હોય તો વિજય નિશ્ચિત જ છે. સ્વબળે વિજયી બનનાર, નવો ચીલો ચાતરનાર કેટલીય વિભૂતિઓ છે જેમના નામ આજે પણ ઈતિહાસના પાના પર કોતરાયેલા છે.

જીવનમાં આવતી તમામ સ્પર્ધાની સફરમાં ફાવી જવા માટે અનેક પરિબળો કામ કરતાં હોય છે. એક તરફી નજર રાખીને ચાલતા ગાડરિયા પ્રવાહને નાથીને એને યોગ્ય દિશાએ વાળવા એક નવી રજૂઆતને નજર સામે લાવવાની તાકાત હોવી જરૂરી છે. નવી રજૂઆત મુકવાની સાથે જ ઊભા થતા પડકાર ઝીલવાની તૈયારી હોવી જરૂરી છે. ઈતિહાસ કોનાથી અજાણ્યો છે? એક તરફી સોચ ધરાવતા લોકોને કોઈપણ નવી શરૂઆતને સ્વીકારતા કરવા ય ક્યાં સહેલા છે?

આ પરિવર્તન આણતા પહેલા ઊભા થતા પડકારો કોઈ એક ક્ષેત્ર પુરતો ક્યાં સીમિત છે? ધાર્મિક, સામાજિક, વૈજ્ઞાનિક કે રાજકીય ક્ષેત્રની ઘરેડથી માંડીને કોઈપણ નવી શોધને વિશ્વ સામે મુકનારને પણ કેટલાય પડકારોનો સામનો કરવો પડ્યો છે એ કોનાથી અજાણ છે? એ પડકારો ઝીલી લેવા ઢાલ જેવી છાતી જોઈએ. ઘણીવાર કાળમીંઢ પત્થરની ફાંટમાંથી કોઈ એક કૂંપળ ફૂટી આવેલી તો આપણે ય જોઈ છે. બસ એ કાળમીંઢ ચટ્ટાનને તોડી ફોડી નાખવાની જીગર જોઈએ. એક એવો બુલંદ અવાજ જોઈએ જે વર્ષોના વર્ષો સુધી લોક માનસમાં પડઘાયા કરે. નક્કર જમીનમાં એવું ખેડાણ જોઈએ જે આવતી અનેક પેઢી માટે કાયમી ફસલ બનીને લહેરાયા કરે.

કાવ્ય પંક્તિ- જય. એસ. દાવડા

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

૩૩ – કવિતા શબ્દોની સરિતા- રાજુલ કૌશિક

આકાશી આંબાને આવ્યો છે મોર અને છે જળબિલ્લોરી

ચાંદાની આંખોમાં છલક્યો તોર અને છે જળબિલ્લોરી.

વરસાદે ભીંજાતા- ન્હાતા છોરાં શો કલશોર મચાવે,

કે ન્હાવા આવે તડકો થૈને ચોર અને છે જળબિલ્લોરી

આજ સુધી મનમાં વૈશાખી બપોરની એક કલ્પના હતી..ધોમધખતો, બળબળતો, શરીરને અડે તો ય તતડી જવાય એવો તાપ. ઘરની બહાર નજર પડે ને આલ્સ્ફાટની સડકોની ગરમી આંખને દઝાડે. જાણે દુર્વાસાના ક્રોધે માઝા ન મુકી હોય એમ પ્રકૃતિ પણ એના પૂર્ણ રૌદ્ર સ્વરૂપે બધુ બાળીને ભસ્મ કરવા ભભૂકતી હોય. આભની અટારીએથી લૂ વરસતી હોય અને ધરતીના પેટાળમાં જાણે લાવા ખદબદતો હોય. સૂર્યદેવની પ્રચંડ ગરમીથી દાઝેલા વૃક્ષો પણ જાણે ઊનાઊના નિસાસા જેવા વૈશાખી વાયરા વિંઝતા હોય. કાકા સાહેબ કાલેલકરે તો એટલે સુધી કહ્યું છે કે ભેંસો દૂધ દોહરાવતી વખતે જેમ આંખો બંધ કરીને નિસ્તબ્ધ ઊભી હોય એમ ઉનાળાનું આકાશ તડકાની સેરો છોડતું ઊભુ રહે છે. દિવસોના દિવસો સુધી આસપાસ ઘુમારાયા કરતો અસહ્ય ઉકળાટ અને વાતાવરણનો બફારો……બાપરે !

જો કે એ ઉનાળાનો તાપ સહીને પણ લૂમેઝૂમે લચી રહેલા એ ફૂલો પણ એવા જ સાગમટે યાદ આવ્યા. કેસૂડો લહેરાય અને ઉનાળો આવે છે એની આલબેલ સંભળાય. એ પછી તો ગુલમહોર, ગુલતોરા અને પીળો ધમરક ગરમાળો, એક બાજુ લાલ પીળા રંગોની છટા અને બીજી બાજુ શ્વેત પણ ખોબામાં લઈને ભગવાનના ચરણે મુક્યા પછી ય ખોબામાં એની સુગંધ વેરતા જાય એવા મોગરા, રાતે  મન મુકીને મહેંકી ઊઠતી રાતરાણી, મધુમાલતી અને મધુકામિની, જૂઈ અને જાસુદ, બારે મહિના ખીલી રહેતી બારમાસી… ધગધગતા ઉનાળાની સાથે પણ કેટ-કેટલી મઘમઘતી યાદો જોડાયેલી છે નહીં?

કેટલાક વર્ષો પહેલાના એવા દિવસોની યાદ આવે ત્યારે એક જ ક્ષણમાં તખ્તો બદલી નાખતી અહીંની ઋતુ સાથે આપોઆપ સરખામણી કર્યા વગર મન ઝાલ્યું રહે ખરું? વૈશાખી વાયરા કોને કહેવાય એ અહીં રહેતા, ઉછરતા બાળકોને શી રીતે સમજાવી શકાય?

મે મહિનામાં ય શીતળતા રેલાવતા આકાશી ગોખમાં છેલ્લા કેટલાય દિવસોથી સૂર્યનારાયણે દેખા જ ક્યાં દીધી છે? અજબ ગજબની અહીંની પ્રકૃતિ છે. હજુ તો હમણાં જ જાણે ઠુંઠા બાવળ જેવા દેખાતા પેલા ઊંચા ઊંચા વૃક્ષો તો જાણે જાદુગરે જાદુઈ છડી ફેરવી ના દીધી હોય એમ અચાનક જ લીલાછમ બનીને મહોરવા માંડ્યા. હજુ તો હમણાં જ જાણે ઘરથી થોડે દૂર દેખાતો રસ્તો અને એના પરથી પસાર થતા વાહનો ય જોયા જ છે સ્તો અને બસ અચાનક જ બે ચાર દિવસમાં  તો એ રસ્તાની આડે લીલોછમ પડદો લહેરાયો અને એની વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક જગ્યા શોધીને ફૂટી નિકળેલા પેલા લાલ, પીળા, કેસરી ટ્યુલિપ અને ઠંડા મઝાના વાયરામાં પ્રસન્નતાથી લહેરાતા ડેફોડીલ જોઇને તો મન પણ પ્રસન્ન…….જાણે કોઈ કુશળ ચિત્રકારે પીંછીના લસરકાથી ઈઝલ પર ગોઠવેલા કેન્વાસનું આખેઆખું સ્વરૂપ ના બદલી નાખ્યુ  હોય! પ્રકૃતિની આ કમાલ જોઈને જ તો મનમાં કોઈ એક વણદેખ્યા કલાકારની હાજરી વર્તાય છે ને?

વૈશાખની એ ઊના ઊના દિવસોથી સાવ અલગ અહીંનું વાતાવરણ… જાણે બે અલગ જ ઋતુ. અહીંનો વરસાદે ય મનમોજી, એને તો કોઈ ઋતુની પાબંદી ક્યાં નડી છે? એને ક્યાં કોઈ નિયમો નડે છે? એ તો ત્યારે ય ગોરંભાયેલો જ હતો અને એકદમ ધમાકાભેર એ વરસી પડ્યો  અને વરસતો જ રહ્યો અને એ પછી તો એથી ય વધુ આશ્ચર્યની વાત એ બની કે કેટલાય દિવસથી ન દેખાતા સૂર્યનારાયણે પણ અચાનક દેખા દીધી. એ દિવસ સુધીના ઘેરા રાખોડી આકાશનું ઓઢણું હળવેકથી ખસેડીને, ઘેરાયેલા ગગનની ગંભીરતા છેદીને તડકો ય ફૂટી નિકળ્યો. વરસાદની વાછટમાં ભીંજાવાની રાહ જોતા બાળકો જેમ જરાક અમસ્તી છૂટ મળે અને કેવા કૂદી પડે એવી જ રીતે ભીંજાવા દોડી આવેલા બાળકોની જેમ તડકાએ પણ વરસાદમાં ન્હાવા દોટ મુકી. એને જોઈને પેલા લીલાછમ વૃક્ષો ય રાજી રાજી થઈને ચમકી ઊઠ્યા. એમની ચમકદમકથી આખું વાતાવરણ જાણે ઉજ્જવળ-ઉજ્જ્વળ..અને એ જલબિલ્લોરીની સાથે મન પણ બિલ્લોરી .

કાવ્ય પંક્તિ ઉષા ઉપાધ્યાય

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

6 દ્રષ્ટિકોણ – ભૌતિક પ્રેમ – દર્શના

મિત્રો મારા દર્શના વારિયા નાડકર્ણી અને બેઠક તરફથી તમારું સ્વાગત. આ કોલમ ઉપર આપણે જુદા વિષયો અથવા જુદા દ્રષ્ટિકોણ થી વિષયોને માણીએ છીએ. આજે પ્રેમ અને વાસના નો વિષય લઈએ તો કેમ? આજે ઓગષ્ટ 25, કિસ અને મેક અપ ડે છે. બે પ્રેમીઓ વચ્ચે તકરાર હોય તો ચુંબન થી તકરારનો અંત આણવા જેવી સુંદર વાત બીજી શું હોય? બધા મિત્રો અને પ્રેમીઓ વચ્ચે લડાઈ ઝગડા તો થતાંજ હોય છે. આજનો ખાસ દિવસ તે લડાઈ સમાપ્ત કરવા માટેનો દિવસ છે. એ પણ જેમ તેમ નહિ પરંતુ ચુંબન કરીને પ્રેમ થી સમાપ્ત કરવાનો દિવસ છે. તો આજે સુતા પહેલા તમારા પ્રેમી કે પ્રેમિકા ની આંખોમાં આંખ પરોવી ચુંબન કરી ને પછી વાત જ્યાં પહોંચતી હોય ત્યાં જવા દેશો.  
આજના દિવસની સંવેદનશીલતાને ધ્યાન માં રાખીને હું બે કાવ્ય પ્રસ્તુત કરું છું. પહેલા કાવ્યમાં  એન્ડ્રુ માર્વેલ નામના કવિએ લખેલ આ અંગ્રેજી કાવ્યનો મેં ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. (અને બીજું મારું લખેલ કાવ્ય “સાંકડો બાંકડો” બીજા વિડિઓ લિંક ઉપર સાંભળશો ). મોટા ભાગના પ્રેમના કાવ્યો આધ્યાત્મિક પ્રેમ ઉપર કેન્દ્રિત હોય છે. પરંતુ ભૌતિક પ્રેમ પણ જિંદગીની વાસ્તવિકતા છે અને તેવા શારીરિક આકર્ષણ અને ઉમળકાને કલમ દ્વારા કાગળ ઉપર ઉતારવાની પણ એક ખૂબી છે.  આ કાવ્યમાં પ્રેમી તેની શરમાળ પ્રેમિકાને પ્રેમના શારીરિક બંધન માં જોડાવા માટે દામ, દંડ, અને ભેદ ને છોડી, સામ ના ઉપયોગ થી ખાતરી કરાવવાની કોશિશ કરે છે. તે તર્કશાસ્ત્ર એટલે logic ના આધારે તેમની પ્રિયતમા ને ખાતરી કરાવવાનો પ્રયત્ન કરે છે. કહે છે આમ તો તે વર્ષો ના વર્ષો રાહ જોવા તૈયાર છે. તે દરમ્યાન શરમાળ પ્રેમિકા રેતી માં રમે, માણેક ને મોતી ગોતે, ને વિચાર ને વાતો માં સમય ગુજારે તો તેમાં પ્રેમી ક્યે છે કે તેને કોઈ વાંધો નથી. પણ પછી મૂળ વાત ઉપર આવે છે કે તેટલો તેમની પાસે સમય નથી. બધી દલીલો વાપરીને અંત માં કવિ પ્રેમિકા ને ક્યે છે કે સૂર્યને ઉભો તો નહિ રાખી શકાય એટલે કે સમય કોઈના માટે રોકાતો નથી પણ પ્રેમ બંધન માં જોડાઈને તેવી ચરમ સીમાએ તેમનો પ્રેમ પહોંચશે તો કદાચ સૂર્ય દોડશે ખરો.  તો સાંભળો.
કાવ્ય નું શીર્ષક છે
તેની શરમાળ પ્રેમિકાને સંબોધીને  by એન્ડ્રુ માર્વેલ
આપણી પાસે સમય હોતે
તો આ શરમાવાની તારી અદાને હું અપરાધ ના ગણતે
આપણે બેસીને વાતો કરતે અને સાથે વિચાર કરતે
કે કઈ દિશામાં ચાલીએ,
અને આપણો પ્રેમ નો દિવસ વીતાવતે
જેમાં તું ભારત ની ગંગા નદી કિનારે માણેક ગોતે
હું થોડી થોડી ફરિયાદ કરતે।
હું તને  નોઆ નું પૂર આવ્યું તેના
દસ વર્ષ પહેલા થી ચાહત
અને તારું મન થાય તો ફરી ફરીને તું ઇન્કાર કરતે
શાકભાજી માફક મારો પ્રેમ ઉગ્યાજ કરતે
સામ્રાજ્યોની જેમ ફેલાતે, અને તે પણ ધીમે ધીમે
એક સો વર્ષ હું તારી આંખોની પ્રશંશા કરતે
અને ટગર ટગર તારા કપાળ ને જોયા કરતે
બસો વર્ષ તારા એક એક સ્તન ની પૂજા કરતે
અને ત્રીસ હાજર વર્ષ તારા બાકીના શરીર માટે રાખતે
અને છેલ્લી સદી મને તારા હૃદયે પહોંચાડતે
કેમકે પ્રિયે તું આ પૂજાની હકદાર છે
ને હું કઈ નીચલી કક્ષાએ ચાહવાવાળો નથી
પણ મને સમય ની સમાપ્તિ નું સંગીત સંભળાય છે
ને તે પછી આપણી સમક્ષ હશે માત્ર
અનંતકાળ નું વિશાળ રણ
તારી સુંદરતા ઓગળી ગઈ હશે
મારા પ્રેમ ગીત ના પડઘા શાંત થઇ ગયા હશે
તારા સાંચવેલાં કૌમાર્યને કીડાઓ માણતા હશે
તારી અનોખી માન મર્યાદા ધૂળ માં મળી ગયી હશે
અને મારી વાસના રાખ થઇ ગઈ હશે
કબર એક સુંદર અને ખાનગી જગ્યા છે,
પણ તે આલિંગન ની જગ્યા નથી
       હવે, જ્યારે યુવાન રંગછટા
સવાર ની ઝાકળની જેમ તારી ચામડી પર બેઠી છે,
અને જ્યારે તારો આત્મા તૈયાર છે
તારી કાયાના દરેક છિદ્ર પર આગ ભડકે છે
ચાલ હવે રમત રમી લઈએ
પ્રેમના શિકાર થઇ જઈએ
આ સમય ને ચાવી ને બધી મીઠાસ ને ગળી ને
જિંદગીના તમામ સુખ ની પરાકાષ્ટા ને
એક સંઘર્ષ માં ફાડીને જીવનના લોખંડી દ્વાર ખોલીયે
સૂર્યને ઉભો તો નહિ રાખી શકીએ પણ કદાચ તેને દોડાવીશું
Darshana Varia Nadkarni, Ph.D.
http://www.darshanavnadkarni.wordpress.com

https://youtu.be/z-hq6nKonQ0

https://youtu.be/NhGT9XGvZts