6 દ્રષ્ટિકોણ – ભૌતિક પ્રેમ – દર્શના

મિત્રો મારા દર્શના વારિયા નાડકર્ણી અને બેઠક તરફથી તમારું સ્વાગત. આ કોલમ ઉપર આપણે જુદા વિષયો અથવા જુદા દ્રષ્ટિકોણ થી વિષયોને માણીએ છીએ. આજે પ્રેમ અને વાસના નો વિષય લઈએ તો કેમ? આજે ઓગષ્ટ 25, કિસ અને મેક અપ ડે છે. બે પ્રેમીઓ વચ્ચે તકરાર હોય તો ચુંબન થી તકરારનો અંત આણવા જેવી સુંદર વાત બીજી શું હોય? બધા મિત્રો અને પ્રેમીઓ વચ્ચે લડાઈ ઝગડા તો થતાંજ હોય છે. આજનો ખાસ દિવસ તે લડાઈ સમાપ્ત કરવા માટેનો દિવસ છે. એ પણ જેમ તેમ નહિ પરંતુ ચુંબન કરીને પ્રેમ થી સમાપ્ત કરવાનો દિવસ છે. તો આજે સુતા પહેલા તમારા પ્રેમી કે પ્રેમિકા ની આંખોમાં આંખ પરોવી ચુંબન કરી ને પછી વાત જ્યાં પહોંચતી હોય ત્યાં જવા દેશો.  
આજના દિવસની સંવેદનશીલતાને ધ્યાન માં રાખીને હું બે કાવ્ય પ્રસ્તુત કરું છું. પહેલા કાવ્યમાં  એન્ડ્રુ માર્વેલ નામના કવિએ લખેલ આ અંગ્રેજી કાવ્યનો મેં ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. (અને બીજું મારું લખેલ કાવ્ય “સાંકડો બાંકડો” બીજા વિડિઓ લિંક ઉપર સાંભળશો ). મોટા ભાગના પ્રેમના કાવ્યો આધ્યાત્મિક પ્રેમ ઉપર કેન્દ્રિત હોય છે. પરંતુ ભૌતિક પ્રેમ પણ જિંદગીની વાસ્તવિકતા છે અને તેવા શારીરિક આકર્ષણ અને ઉમળકાને કલમ દ્વારા કાગળ ઉપર ઉતારવાની પણ એક ખૂબી છે.  આ કાવ્યમાં પ્રેમી તેની શરમાળ પ્રેમિકાને પ્રેમના શારીરિક બંધન માં જોડાવા માટે દામ, દંડ, અને ભેદ ને છોડી, સામ ના ઉપયોગ થી ખાતરી કરાવવાની કોશિશ કરે છે. તે તર્કશાસ્ત્ર એટલે logic ના આધારે તેમની પ્રિયતમા ને ખાતરી કરાવવાનો પ્રયત્ન કરે છે. કહે છે આમ તો તે વર્ષો ના વર્ષો રાહ જોવા તૈયાર છે. તે દરમ્યાન શરમાળ પ્રેમિકા રેતી માં રમે, માણેક ને મોતી ગોતે, ને વિચાર ને વાતો માં સમય ગુજારે તો તેમાં પ્રેમી ક્યે છે કે તેને કોઈ વાંધો નથી. પણ પછી મૂળ વાત ઉપર આવે છે કે તેટલો તેમની પાસે સમય નથી. બધી દલીલો વાપરીને અંત માં કવિ પ્રેમિકા ને ક્યે છે કે સૂર્યને ઉભો તો નહિ રાખી શકાય એટલે કે સમય કોઈના માટે રોકાતો નથી પણ પ્રેમ બંધન માં જોડાઈને તેવી ચરમ સીમાએ તેમનો પ્રેમ પહોંચશે તો કદાચ સૂર્ય દોડશે ખરો.  તો સાંભળો.
કાવ્ય નું શીર્ષક છે
તેની શરમાળ પ્રેમિકાને સંબોધીને  by એન્ડ્રુ માર્વેલ
આપણી પાસે સમય હોતે
તો આ શરમાવાની તારી અદાને હું અપરાધ ના ગણતે
આપણે બેસીને વાતો કરતે અને સાથે વિચાર કરતે
કે કઈ દિશામાં ચાલીએ,
અને આપણો પ્રેમ નો દિવસ વીતાવતે
જેમાં તું ભારત ની ગંગા નદી કિનારે માણેક ગોતે
હું થોડી થોડી ફરિયાદ કરતે।
હું તને  નોઆ નું પૂર આવ્યું તેના
દસ વર્ષ પહેલા થી ચાહત
અને તારું મન થાય તો ફરી ફરીને તું ઇન્કાર કરતે
શાકભાજી માફક મારો પ્રેમ ઉગ્યાજ કરતે
સામ્રાજ્યોની જેમ ફેલાતે, અને તે પણ ધીમે ધીમે
એક સો વર્ષ હું તારી આંખોની પ્રશંશા કરતે
અને ટગર ટગર તારા કપાળ ને જોયા કરતે
બસો વર્ષ તારા એક એક સ્તન ની પૂજા કરતે
અને ત્રીસ હાજર વર્ષ તારા બાકીના શરીર માટે રાખતે
અને છેલ્લી સદી મને તારા હૃદયે પહોંચાડતે
કેમકે પ્રિયે તું આ પૂજાની હકદાર છે
ને હું કઈ નીચલી કક્ષાએ ચાહવાવાળો નથી
પણ મને સમય ની સમાપ્તિ નું સંગીત સંભળાય છે
ને તે પછી આપણી સમક્ષ હશે માત્ર
અનંતકાળ નું વિશાળ રણ
તારી સુંદરતા ઓગળી ગઈ હશે
મારા પ્રેમ ગીત ના પડઘા શાંત થઇ ગયા હશે
તારા સાંચવેલાં કૌમાર્યને કીડાઓ માણતા હશે
તારી અનોખી માન મર્યાદા ધૂળ માં મળી ગયી હશે
અને મારી વાસના રાખ થઇ ગઈ હશે
કબર એક સુંદર અને ખાનગી જગ્યા છે,
પણ તે આલિંગન ની જગ્યા નથી
       હવે, જ્યારે યુવાન રંગછટા
સવાર ની ઝાકળની જેમ તારી ચામડી પર બેઠી છે,
અને જ્યારે તારો આત્મા તૈયાર છે
તારી કાયાના દરેક છિદ્ર પર આગ ભડકે છે
ચાલ હવે રમત રમી લઈએ
પ્રેમના શિકાર થઇ જઈએ
આ સમય ને ચાવી ને બધી મીઠાસ ને ગળી ને
જિંદગીના તમામ સુખ ની પરાકાષ્ટા ને
એક સંઘર્ષ માં ફાડીને જીવનના લોખંડી દ્વાર ખોલીયે
સૂર્યને ઉભો તો નહિ રાખી શકીએ પણ કદાચ તેને દોડાવીશું
Darshana Varia Nadkarni, Ph.D.
http://www.darshanavnadkarni.wordpress.com

https://youtu.be/z-hq6nKonQ0

https://youtu.be/NhGT9XGvZts

હાસ્ય સપ્તરંગી -(8)પદ્માબેનશાહ-“ઘડપણ”

“ઘડપણ”

ઘરડા કહેવાય છતા તેમને ઘરડા ન કહેવાય

એવા મારા સાસુમા શું કરું વાહ વાહ કે કરું તોબા તોબા?

ઉપરથી આપણને સમજાવે ઘરડા કોને કહેવાય?

પુત્રવધુ દર્શા અને પૌત્રી વિધિ સાથે ચર્ચા કરતા લખાઈ ગયું ઘડપણ

તો લોં સાંભળો

પૌત્રી કહે બા તમે હવે ઘરડા લાગો ઘરડા કહેવાવ

શું બોલી?મને ઘરડી કીધી?ખબરદાર જો ફરી બોલી!

પણ બા દાંત તો બધા હવે પડી ગયા!

મોઢામાં ના દીસે એકે દાંત ? તેથી શું થાય?

આખી બત્રીસી છે, ચોકઠું તેની સાક્ષી છે, સહુ સ્વાદની બક્ષિશ છે

તો ના ક્હો બોખી એટલું રાખજો ગોખી, સહુ  શબ્દો બોલો જોખી

બા હવે તો આંખે ચશ્માં આવી ગયાને!

આંખે ચશ્માં ફેશનનો છે મહિમા,જાતભાતના તમે પહેરો ચશ્માં

કદિ થયા તમે  ઘરડા,બોલો ?

ફેશનની ક્રાંતિમાં દીસે મુખની કાંતિ ,ચાર ચાર આંખોથી હું થઇ દુનિયા જોતી

બા,હવે તો લાકડીને વોકર પણ આવી ગયા!

આખું બ્રમ્ભ્માંડ ચાલી રહ્યું એકમેકના ટેકે ટેકે,તું ના હવે ટોકે

હાથમાં લાકડી કે વોકર એ તો બઢતી ઉંમરની છે બક્ષિશ!

તું ના હવે રોકે, હકારાત્મક વિચાર સદા હું રાખીશ!

પણ બા,તમે તો હવે વાંકા વળી ગયાને?

ઓહ! તેથી શું થયું?બેટા, વળવું એતો જીવનનો છે  ટર્નીંગ પોઈન્ટ

વળવાથી આવે નમ્રતા,ઇન્ડીયન હોય કે કે અમેરિકન પ્રેસીડન્ટ

એક હાથે કે બે હાથ સંગ ઝુકતા જાયે સહુ સંત

આખી ઉંમર હુ ટટાર રહી,પ્રભુ દ્વારે હું અટકી ગઈ/

એક   ડાળી વૃક્ષની  ના વળી ,અફ્સોસ, એ તૂટી ગઈ !

એક   ડાળી  વૃક્ષની  ઝુકી ગઈ,વાંકા વળતા વળતાં હું જીવી ગઈ!

અંતરમાં પ્રભુના ચરણને છુ ગઈ!

પદમા-કાન

ગયા મહિનાનો વિષય -કવિતા(21)(22)-જયવંતી પટેલ

                                                                                    સીમા

વચને બાંધી સીમા
સમયે ટકોરી સીમા
સંજોગોએ વણી સીમા 
તકદીરે ન સાંધી સીમા
સંસ્કાર નારીની સીમા
સપનાએ પણ રચી સીમા
ગાવા અને ચાહવાની સીમા
પ્રેમ વ્યક્ત કરવાની સીમા
ઉછરે  મનના રાફડામાં સીમા
ક્યાં ક્યાં ડંસે સાપણ સીમા
ધરતી આંગણ માનવીના મન
બધાની આ ઘડીક મિલનવેળા,
વાટમાં વચ્ચે ક્યાં આવી સીમા ?
**************************************

–ફાધર્સ ડે  — 

ડેડી, તમે મને કેમ કહયું નહીં કે

તમે જાવ છો ?

ડેડી, તમે મને ગુડબાય કર્યા વગર

ચાલ્યા ગયા ?

તમે શા માટે ગયા ?

અને તમને યાદ કરી હું કેટલું રડી !

હવે હું રીસાઈશ તો મને કોણ મનાવશે ?

મને એમ કે મારો પ્રેમ તમને મારાથી

વિખૂટા નહીં પડવા દયે

પણ હું ખોટી પડી

હું તમને કેટલી ચાહુ છું.

આજે પણ ખૂબ ચાહું છું અને ચાહીશ

તમારી વાટ જોવ છું.

 મારા હૃદય માં તમારું સ્થાન અનેરું છે.

એ સ્થાન કોઈ નહીં લઈ શકે.

તમે ગયા ત્યારે મારું નાનકડું હ્નદય

ચૂરેચૂરા થઇ ગયું હતું.

પણ ડેડી ! હું એમ માનું છું કે

તમે એકલા નથી ગયા

તમારી સાથે મારો પણ એક અંશ

તમારી સાથે આવ્યો છે.

ડેડી મારામાંથી તમને કોઈ છુટા નહિ કરી શકે !

તમે કહ્યું હતું ને!

ડેડી  કોઈ દિવસ ચીટીંગ નથી કરતા.

પણ

તમે પણ  મારી સાથે ચીટીંગ કર્યું છે.

જે દિવસે તમે મને છોડીને પ્રભુને પ્યારા થઈ ગયા.

એક વિયોગી દીકરી

જયવંતી પટેલ

ગયા મહિનાનો વિષય -કવિતા(૨૦)હેમંત ઉપાધ્યાય

સાઈ   ને  બે   કર્મ      શ્રદ્ધા    અને સબુરી  
અહી   સીનીયર    ને  બે  ચીજ   રાખવાની      શ્રદ્ધા  અને સબુરી 
આ સાથે  મારી ભાવોર્મિ    વાંચો 
 
શ્રદ્ધા    અને સબુરી  
 
જય  જય   હે સીનીયર , તમારા   મહા મોલ 
તમારી  વ્યથા  ના અંકાય  નહિ  કોઈ  તોલ         જય જય  હે 
 
અહી  સંભાળે  નહિ  ,કોઈ  તમારા    બોલ 
રાજી રહેવા ફરવું તમારે  મોટા મોટા  મોલ          જય જય  હે
હવે  બકા  ને અહીં   બકો   કહેવાય   નહિ 
” ડોટર ઇન લો  ‘ની ખોલાય  નહિ   પોલ             જય જય  હે
જમાઈ ક્યારેક  સાચવે નહિ  માન કે આદર 
પણ દીકરી ની નજર માં તમે રહો  અણમોલ       જય જય  હે
દુખડા  સીનીય ના અહીં જાણે નહીં    કોઈ 
તોય સમૃદ્ધિ  ના પીટવા અહીં મોટા   ઢોલ         જય જય  હે
ભૂલો સ્નાન  તીરથના  કે ભારત ની નદીના 
અહીં તો નહાવા મળશે  નહીં  તમને ડોલ         જય જય  હે
ચોરાયા  કે ઓટલાની  રંગત જાવ    ભૂલી 
અહીં મંદિરે  આવી ને   કરો તમે કિલ્લોલ          જય જય  હે
“ડે કેર ” “મેડીકેલ”અને  એસ એસ   આઈ
ઢકાવે છે    આપણી    સંપત્તિ ની     પોલ            જય જય  હે
ઇમેલ ,ફોન ,ફેસબુક  અને   વોટ્સ અપ માં 
સમય  જાય દોડી ને હરખ ના બંધાય કોલ         જય જય  હે
વતન ની સંસ્કૃતિ અને સંસ્કાર ના જતન માટે 
“જયહેમ”કહે  સીનીયરો    કરે  બોલબોલ        જય જય  હે
ઓમ માં   ઓમ -હેમંત ઉપાધ્યાય 

આ મહિનાનો વિષય -કવિતા(19)ઇન્દુબેન શાહ

   “અંશ રૂપ”
ચહેરો દિશે હસતો રૂડો રૂપાળો
ભીતરે દુ:ખ દર્દ વિલાપ કરતો
નિત નવા નીતિ નિયમ નિશ્ચય કરું
ન થાય અમલ નિયતિનો સ્વીકાર કરું
ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે
યાદ કરું મનને મનાવું ઠાલા પ્રયતને
હું ઘડવૈયો બની નિત નવા ઘાટ રચું
મે કર્યું હું કરું અભિમાન ધરી નાચું
કકડભૂસ ભાંગે ઘડેલા ઘાટ જ્યારે
હું કરું હું કરું બ્રહ્મણા ભાગી ત્યારે
તું જ કરે તું જ ભાંગે જુજવા રૂપ અનંત
અવિનાશી બ્રહ્મનના અંશ રૂપ અખંડ
ઇન્દુબેન શાહ

આ મહિનાનો વિષય કવિતા (18) પ્રજ્ઞા દાદભાવાળા

ઘર 
જે દરેકનું એક  સપનું  હોય.
જ્યા બધા સાથે સપના સેવતા હોય. 
જ્યાં  સૌ સંતોષના ઓડકાર  લેતા હોય. 
પાણી પીધા પછીની હાશ હોય. 
આનંદ, અપેક્ષાઓ, અને આશ હોય.
વેદનાઓ અને આંસુમાં….  
બધે બધો સહિયારો સાથ હોય.
જીવન ધબકાર….
ઘરને સજીવન રાખતો હોય 
અને  સુખના ઓડકાર ખાતો હોય,
જ્યાં માના ખોળાની ભાવના હોય, 
જ્યાં જગત વૈભવની અનુભૂતિ હોય,
જેમાં એક પોતાપણાની ઝલક હોય,
જ્યાં સૌ કોઈ કિલ્લોલમાં રાચતાં હોય,
જ્યાં વહેંચીને ખાતાં હોય, 
અચાનક આવી ચડેલા મહેમાન માટે 
બે ખુલે હાથે આવકાર હોય, 
જ્યાં બધાનો સમાવેશ હોય , 
આપણાંપણા નો અહેસાસ હોય. 
જ્યાં ચાર દીવાલ બંધ બારી હોવા છતાં 
મોકળાશ હોય…. 
ભીતોમાં તિરાડ પડે તો પણ…  
 મન સદાય સંધેલા જ હોય
જ્યાં આપણા ઘરેથી નીકળતા પગલા 
આપો આપ સાંજે જે તરફ વળતા હોય.
જ્યાં કોઈ આપણી પાછા આવવવાની 
રાહ કોઈ જોતું હોય ,
એ બીજું કઈ નથી પણ ઘર છે.  
હા બસ આ જ ઘર છે.
પ્રજ્ઞા દાદભાવાળા

આ મહિનાનો વિષય -કવિતા- કૃષ્ણ દવે

સુઘરી.

થોડો બાવળને આવ્યો કંટાળો.
ઑફિસમાં બોલાવી સુઘરીને પૂછ્યું કે કેટલોક બાકી છે માળો ?

સુઘરી કહે કે સાહેબ પોતાનું ઘર છે કાંઈ બિલ્ડરની જેમ થોડું બાંધીએ ?
એક એક તરણાંની રાખીએ ડિટેલ, એને જાતમાં પરોવીએ ને સાંધીએ.
વ્હાલસોયાં બચ્ચાંનો હોય છે સવાલ, એમાં સ્હેજે ના ચાલે ગોટાળો…
થોડો બાવળને આવ્યો કંટાળો…

ધોધમાર ધોધમાર વરસે વરસાદ તોય છાંટાની લાગે ના બીક,
ફલૅટની દીવાલ અને ધાબાં જોયાં છે ! એક ઝાપટામાં થઈ જતાં લીક,
રેતી સિમેન્ટમાં હેત જો ભળે ને, તો જ બનતો આ માળો હૂંફાળો…
થોડો બાવળને આવ્યો કંટાળો…

ક્વૉલિટી માટે તો ધીરજ પણ જોઈએ ને ? બાવળ કહે કે ભાઈ ઑ.કે.,
ચોમાસું માથે છે એટલે કહ્યું જરાક જાવ હવે કોઈ નહીં ટોકે.
ખોટું ના લાગે તો એક વાત કહી દઉં કે –
આ ઊંધા લટકીને જે પ્લાસ્ટર કરો છો, એમાં થોડીક શરમાય છે આ ડાળો…
થોડો બાવળને આવ્યો કંટાળો…

– કૃષ્ણ દવે

આ મહિનાનો વિષય -કવિતા(16,17) વિજય શાહ

લોટરી જો લાગી ગઇ કાલે તો

લોટૅરી જો લાગી ગઇ કાલે તો …
પહેલા દીવો કરીશ પ્રભુ તારા નામનો
પછી પ્રણામ કરીશ મારા તાતને, માતને
આનંદનાં અતિરેક છોને આવે
પણ જલ્દી નહિ ખુલે હ્રદયનાં દ્વારરે!
તને આપીશ તારી ઇચ્છ મુજબનું સૌ
નમણી હીરાની નથ મારી માતને
દિકરો માંગે તે બધુજ લાવી દઉ
દિકરીને ગમતા કપડા જોડી  બાર લઉ
મારી બેનો, બનેવીઓ,ભાઇઓ,ભાભીઓ
તારી બેનો, બનેવીઓ,ભાઇઓ,ભાભીઓ
આપણા સૌનાં ભાણેજો, ભત્રીજાઓ
બધાને કંઇક દીધા પછી
મોટી પાર્ટી- સાહેબો, મિત્રો અને તેમની પત્નીઓ
સૌને સાકરટમ તેડુ
અને ખર્ચી નાખીશ આખી લોટરી
મુર્ખાની ગણતરીમાં આવીને પણ
સૌને હસાવીશ, મઝા કરાવીશ
હિસાબ કરતા જો કંઇક વધશે તો

ભાવનગરી ઠાઠમાં
પગ લટકાવી આરામ ખુરશીમાં
મેડીનાં ત્રીજા માળે ખાઇશ
ઠંડી હીમ સમ દ્રાક્ષ
લોટરી જો લાગી ગઇ.. કાલે તો…

મકાઇ નો દાણો

cornseed.jpg

મકાઇ નો દાણો
મારે, તમારે – અને તમારે સૌને
સુંઘવો છે, ચાવવો છે, ભુંજવો છે, પચાવવો છે
પણ શરત એટલી જ છે કે
ફક્ત એકને જ તે મળવાનો છે
બાકીનાં સૌએ તો ફક્ત તેને

સુંઘતો, ભુંજાતો, ચવાતો અને પચાવાતો જોવાનો છે-
અને દ્રાક્ષ ખાટી છે વાળી વાતને
નસીબ- પૈસા – તકદીરનાં ત્રાજવે આપણે ઉણા
કહીને ફડ્ફડતા નિ:સાસા નાખવાનાં છે.
આ મકાઇનાં દાણાને તમે સ્વાર્થ કહેશો?
હું તો તેને સત્ય, માણસાઇ અને પરોપ્કાર કહું છું
દિવો લઇને શોધું છું
કારણ મારે એને
ભુંજવો, ચાવવો કે પચાવવો નથી
તેને મારે
વાવવો, જાળવવો, ઉછેરવો અને વહેંચવો છે.
પછી
બધાને પહોંચે તેટલા મકાઇનાં દાણા તેમાંથી ઉગાડવા છે
તમને મળે તો તો મને તે આપશો?

આ મહિનાનો વિષય -કવિતા(15) દર્શના ભટ્ટ

ચાલને…
———-
ચાલને…
ચાલતા ચાલતા આ વળાંકો સાથે જ વળી લઈએ.
ચાલને..
ભમતાં ભમતાં આ જંગલોમાં સાથે જ રાખડી લઈએ.
ચાલને..
ચડતાં ચડતાં આ પર્વત શિખર સાથે જ આંબી લઈએ.
ચાલને…
ઉડતાં ઉડતાં આ નાભોતેજને સાથે જ સ્પર્શી લઈએ.
ચાલને…
તરતાં તરતાં આ ઉદધિની ગહનતાને સાથે જ માપી લઈએ.
ચાલને…
રડતાં રડતાં આંસુના દરિયાને સાથે જ વહાવી દઈએ .
ચાલને..
હસતાં હસતાં હાસ્યની મધુરિમાને સાથે જ માણી લઈએ.
ચાલને…
ગાતાં ગાતાં ” પૂર્ણમિદમ “ની પૂર્ણતાને સાથે જ પામી લઈએ.

દર્શના ભટ્ટ

આ મહિનાનો વિષય -કવિતા(13,14) પદમા-કાન

કવિતા 

“સ્વપ્ન કે આશિષ? લખતાં બની ગઈ કવિતા”!

ના કોઈ આ સ્વપ્ન હતું,ના સ્વપ્નમાં પણ સોચ્યું હતું

પ્રતાપભાઈ ની પુસ્તક પરબે,મળતા સહુ  સાહિત્યની બેઠકે

ચકળવકળ  ફરતાં નેણ,પ્રજ્ઞાને ના પડતું ચેન

તરસ્યાં આવે પીવા પાણી બેઠકમાં સહુ સુણતાં વાણી,

શું કરું “”તો સારું” પ્રથમ વિષયે વિચાર્યું,

ચરતાં ચરતાં વિચાર્યું, “સંવર્ધન -માતૃભાષાનું” મહાગ્રંથમાં ઉતાર્યું,

એ ગ્રંથમાં અમને ઉતાર્યા! ને અમે?અમે સહુ ઉચકાયા!

“સંવર્ધન-માતૃભાષા”નું થાય,મા સરસ્વતીનું પૂજન થાય!

’સંવર્ધન-માતૃભાષા”મા સહુ મલકે,છલકે,ઝલકે  

પ્રવીણ પ્રજ્ઞા,હેમ કિરણે,વિજયનો ઘંટ રણકે

ઝીલવા પ્રભુની આશિષ,આતુર સહુ નત મસ્તકે!

આનંદે,આનંદે,આનંદે.

પદમાં-કાન  

******************************************

“ઈશારો કુદરતનો” કવિતા

પ્રેમ પ્રકૃતિનો છે ગાઢો સંબંધ,જળવાઈ રહે સારું જગ તેમાં અકબંધ

વર્ષા પહેલા વાદળ ગરજે ,ગર્જના સાથ વીજળી ચમકે

શક્ય છે કે કાળા કાળા વાદળમાં વીજળી ચમકે? હા

ભાવી ચમકે વીજળીના ચમકારે, ઢોલ નગારા  વાદળના ગડગડાટે,

તો એ માનવ કાં ન સમજે ?એજ ક્રમતો તેના જીવનમાં સર્જે!

વરસતાં પહેલાં વર્ષાને પણ ખુબ તપવું પડે છે

અગ્નિ પરીક્ષા સૂર્યની ટોચ પર લઈ જાયે

એટલું જ નહિ ત્યાંથી પડતું મુકાવે, એને જ માનવ સુખની હેલી સમજે

ધીર ધરે,સમતા રાખે નીરીક્ષણ કરે ,વાગોળે

તો કાં ન પામે ? માનવ,ઈશારો કુદરતનો? જરૂર પામે!

પદમા-કાન