૧૩ “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” – અલ્પા શાહ

વૈશ્વિક કવિતાના ભાવવિશ્વમાં એક સફર…

નમસ્કાર મિત્રો,

એપ્રિલ મહિનો વાસંતી વધામણાં અને છાંટણા સાથે અહીં આગળ ડગલાં ભરી રહ્યો છે. ચારેકોરે હવામાં વાસંતી ખુશ્બુ ફેલાયેલી છે. “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” એ લેખમાળા અંતર્ગત આજે આપણે આ વાસંતી વૈભવને વર્ણવતી એક ખુબ સુંદર French કવિતાનો ભાવાનુવાદ જાણીશું અને માણીશું. આ કવિતાનું શીર્ષક છે Printemps or Springtime અર્થાત ઋતુ વસંત… written by famous French poet Victor Hugo. તમે આ ફ્રેન્ચ કવિતાને એના મૂળ સ્વરૂપે અને અંગ્રેજી ભાષાંતર આ લિંક પર માણી શકશો.  https://www.mamalisa.com/blog/printemps-sprintime-poem-by-victor-hugo-with-mp3-recording/

આ નાનકડી કવિતામાં કવિએ  પોતે પ્રકૃતિ સાથે ઓતપ્રોત થઈને ઋતુરાજ વસંતના ભવ્ય નજારાને સરળ શબ્દોમાં વહેતો મુક્યો છે.આ શબ્દોમાં કોઈ ગૂઢ અર્થ નથી અને હોઈ પણ ન શકે કારણકે  અહીં તો પ્રકૃતિનું સચોટ અને તાદ્રશ વર્ણન છે. અને પ્રકૃતિથી પારદર્શક તો આ બ્રહ્માંડમાં કશું હોઇ જ ના શકે. આ કવિતામાં કવિ વાસંતી મહિનાઓમાં પ્રકૃતિ દરેક સ્વરૂપે કેવી રીતે નિખરે છે  તેનું અલંકારિક વર્ણન કરે છે. ઋતુરાજ વસંતની વધામણી થાય ત્યારે સોનેરી સ્મિતની રસધારની સાથોસાથ આ આકાશી ઘૂમ્મટ નીચે અનંત આનંદનો આવિષ્કાર થાય છે તેની વાત famous French writer Victor Hugoની કલમે અહીં થયેલ છે.

1802માં જન્મેલા Victor-Marie Hugo ફ્રેન્ચ સાહિત્યજગતના અત્યંત પ્રખ્યાત સાહિત્યકાર હતા. છ દાયકા ઉપરની તેમની સાહિત્યિક કારકિર્દીમાં તેમણે ફ્રેન્ચ સાહિત્યજગતને  Notre-Dame de Paris (1831) and Les Misérables (1862) જેવા અમૂલ્ય સર્જનોની ભેટ આપીને ફ્રેન્ચ સાહિત્યનું નામ આંતરરાષ્ટ્રીય ફલક પર આગલી હરોળમાં મૂકી દીધું. Notre-Dame de Paris and Les Misérables novels inspired music and legendary musicals have been created from them. Hugo is renowned for his poetry collections, such as Les Contemplations (The Contemplations) and La Légende des siècles (The Legend of the Ages). Hugo was at the forefront of the Romantic literary movement with his play Cromwell and drama Hernani. He produced more than 4,000 drawings in his lifetime and campaigned for social causes such as the abolition of capital punishment.

ઋતુરાજ વસંત હંમેશા કવિઓ અને સર્જકો માટે એક પ્રેરણાદાયી વિષય બની રહેલ છે. અને કેમ ના હોય? વિશ્વના મોટાભાગના વિસ્તારમાં ઠંડા અને બરફાચ્છાદિત લાંબા શિયાળા પછી વસંતનું આગમન થાય છે. વસંતઋતુ એ પ્રકૃતિના નવપલ્લવિત થવાની ઋતુ છે. આ ઋતુઓનું ચક્ર પણ કેવું અનોખું છે. દરેક ઋતુને પોતાનું આગવું વ્યક્તિત્વ અને ખુમારી હોય છે. ઋતુઓનું ચક્ર મનુષ્યના જીવનમાં એક લયબધ્ધતા rhythm લાવે છે. એક predictability લાવે છે. It is certain that spring will follow winter and summer will follow spring. Yes – global warming is impacting up to certain extent, but the predictability is still being maintained. અને સાથે સાથે બદલાતી ઋતુઓ આપણે એ સંદેશ પણ આપે છે કે જીવનમાં કશુંજ constant નથી. Change is the only constant. જે તે ઋતુ જયારે આવે ત્યારે તે ઋતુનો આનંદ માણી લેવો કારણકે એના સમયે ઋતુ તો બદલાવાનીજ છે અને નવી ઋતુ આવવાનીજ છે. એટલેજ જે આ ક્ષણને માણતા શીખી જાય તે જીવનને જાણતા શીખી જાય. અને આ કવિતામાં તો કવિ જાણે આંનદ અને ઉલ્લાસનો ખજાનો ખુલ્લો મૂકે છે અને નવપલ્લવિત પ્રકૃતિના રૂપને ખોબલે ખોબલે પોંખે છે...

તો ચાલો આજે હું પણ મારી બારીની બહારના વાસંતી નજારાને માણતા માણતા મારી કલમ ને વિરામ આપું છું.આવતા અઠવાડિયે એક બીજી વાસંતી કવિતા સાથે ફરી મળીશું.તમારા માર્ગદર્શન અને અભિપ્રાયોની અપેક્ષા સાથે…. 

– અલ્પા શાહ

૧૨ “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” – અલ્પા શાહ

વૈશ્વિક કવિતાના ભાવવિશ્વમાં એક સફર…

નમસ્કાર મિત્રો,

આજે નવા મહિનાનો એટલે કે એપ્રિલ મહિનાનો પ્રારંભ થઇ રહ્યો છે. આમ તો આજનો દિવસ એટલેકે April 1st  નો દિવસ દુનિયામાં April Fool Day તરીકે ઓળખાય છે પણ હું તો તેને હંમેશા April Full તરીકે જોતી આવી છું. It is a day to accept and appreciate the abundance showered on us. April Full Day નો દિવસ એટલે કુદરતે આપણા પર જે કૃપા વરસાવી છે તેનો અહેસાસ કરવાનો સમય. Abraham Hicks have said that “The entire universe is conspiring to give you everything you want.”. We must be ready to receive the abundance.

માર્ચ-એપ્રિલ મહિનો  એટલે અહીં USA માં વસંત ઋતુના આગમનના દિવસો.વસંત ઋતુ એટલે પ્રકૃતિ નવપલ્લવિત થાય તેની ઋતુ.એક નવી આશા અને ઉમંગની ઋતુ. The beautiful spring season when nature resumes her liveliness so that the human soul can also revive. આ મહિનામાં “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” એ લેખમાળા અંતર્ગત આપણે વસંત એટલેકે Spring ના વિષય પરની જુદી જુદી ભાષાની કવિતાઓ અને તેમનો ભાવાનુવાદ જાણીશું અને માણીશું. 

આ વાસંતી વૈભવને માણવાની શરૂઆત આપણે Robert Frostદ્વારા રચિત “A-Prayer-in-Spring” અર્થાત “એક વાસંતી પ્રાર્થના”નો ભાવાનુવાદ જાણીશું અને માણીશું. તમે મૂળ અંગ્રેજી કવિતા આ લિંક પર વાંચી શકશો. https://poets.org/poem/prayer-spring

નાનકડી અને સરળ શબ્દોમાં રચાયેલી પ્રાર્થનામાં કવિ, વસંતના આગમને પરમકૃપાળુ પરમેશ્વરને પોતાની કૃતજ્ઞતા તો વ્યક્ત કરે છે પણ સાથે પ્રકૃતિનો વૈભવ માણતા માણતા ક્ષણમાં જીવી શકે, He can live in the moment તેની પ્રાર્થના કરે છે. કવિતાની શરૂઆતમાંજ કવિ પ્રભુને  આવતીકાલની ચિંતા છોડી આજમાં જીવી શકે તેની યાચના કરે છે. આગળ જતા પ્રભુએ પાથરેલા વાસંતી વૈભવને વધાવતા કવિ વૈભવ સાથે સાયુજ્ય સાધીને આનંદ લઇ શકે તેવી પ્રાર્થના કરે છે. એક પંક્તિમાં કવિ એવું પણ દર્શાવે છે કે, વૈભવનો આનંદ તેમને પોતાની આસપાસ પણ વેરવો છે. અને કવિતાના અંતમાં કવિ  પ્રભુએ વાસંતી વૈભવ દ્વારા વરસાવેલા પ્રેમ અને કૃપા પ્રત્યે  કૃતજ્ઞતા વ્યક્ત કરતા કવિતાને વિરામ આપે છે.

Robert Frostની કવિતા એક સરળ કવિતા છે જ્યાં પ્રભુ સાથેનો સંવાદ કોઈ પણ જાતના અંચળા વિના સીધેસીધો રજુ કરેલ છે. 1874માં સાન ફ્રાન્સીસકોમાં જન્મેલા Robert Frost, English Literature ના બહુ મોટા ગજાના અને પ્રખ્યાત કવિ હતા. His work was initially published in England before it was published in the United States. Frost was honored frequently during his lifetime and is the only poet to receive four Pulitzer Prizes for Poetry

આ વાસંતી પ્રાર્થનામાં  મને કવિની શાબ્દિક નિખાલસતા ખુબ સ્પર્શી ગઈ. પ્રાર્થના એટલે પ્રભુ સાથેનો સીધો સંવાદ. એમાં પણ જો આડંબર ભળે તો એ પ્રાર્થના કદાચ જ્યાં પહોંચવી જોઈએ ત્યાં સુધી પહોંચે જ નહિ. આ પ્રાર્થનામાં કવિ પ્રભુ પાસે કઈંક માંગવાની સાથે સાથે પ્રભુએ આપેલી સોગાદો માટે  આભાર અને કૃતજ્ઞતા પણ વ્યક્ત કરે છે. જયારે આપણે એકેક શ્વાસ માટે એના ઋણી છીએ ત્યારે આપણી પ્રાર્થનામાંથી  માત્ર યાચનાની યાદીના રણકાર સાથે સાથે આભારના અત્તરની મહેક પણ વ્યક્ત થાય ત્યારેજ તે પ્રાર્થના સાર્થક થયેલી ગણાય. Pray not only because you need something but because you have a lot to thank GOD for. Be thankful every day for your blessings. Do not wait to pray until you need something.

બીજી જે વાત મને અહીં સ્પર્શી ગઈ તે એ કે અહીં કવિ પ્રભુ પાસે યાચે છે કે હું આજની ખુશીઓને આજે વધાવી શકું અને આ પળને ઉત્સવ બનાવીને જીવી શકું. આપણે સૌએ આ વાત ગાંઠે બાંધીને જીવવાની જરૂર છે. Some wise person taught me about EEMO or “Enjoy Every Moment” અર્થાત પળે પળે પરમાનંદ – એ માનીને જીવીએ તોજ જીવનને મનભરીને જીવી શકાય. બાકી તો દરેક શ્વાસ-ઉચ્છવાસે આપણે આપણી અંતિમ ગતિ તરફ સરકીજ રહ્યા છીએ. જયારે આપણને  આવતી પળની પણ ખબર નથી, ત્યારે ભવિષ્યની બહુ ચિંતા કર્યા વગર આપણે આજની ક્ષણ ઉજવી લઈએ તે ખુબ જરુરી  છે.દરેક ક્ષણે તે ક્ષણમાં ઓતપ્રોત થઈને જીવીએ એનેજ જીવ્યા કહેવાઈએ. Thick Nhat Hanh has said it beautifully that Live the actual moment. Only this actual moment is life. હા ભવિષ્યનું યોગ્ય આયોજન કરવું જોઈએ પણ ભવિષ્ય વિષે બહુ વિચાર્યા કરવાનો કોઈ ફાયદો નથી. આમ પણ આ બ્રહાંડમાં બધુજ પૂર્વનિશ્ચિત છે અને આપણા જીવનના મોટા ભાગના સંજોગો પર આપણો કોઈ control હોતો નથી એવું મારૂ માનવું છે.

તો ચાલો આજે હું “પળે પળે પરમાનંદ”નો પાઠ ફરી એક વાર પાકો કરીને, પ્રકૃતિએ પાથરેલા આ વાસંતી નજારાને માણતા માણતા મારી કલમ ને વિરામ આપું છું.આવતા અઠવાડિયે એક બીજી વાસંતી કવિતા સાથે ફરી મળીશું.તમારા માર્ગદર્શન અને અભિપ્રાયોની અપેક્ષા સાથે…. 

– અલ્પા શાહ

૧૧. “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” – અલ્પા શાહ

વૈશ્વિક કવિતાના ભાવવિશ્વમાં એક સફર…

નમસ્કાર મિત્રો,

માર્ચ મહિનાના અંતિમ ગુરુવારના પડાવ પર આપણે આવી પહોંચ્યા છીએ. આ લેખમાળા  અંતર્ગત “મન” વિષય પરની આ અંતિમ કવિતામાં આપણે આપણા મનમાં સર્જાતી અસીમ અને અનંત કલ્પનાઓની સંગે સફર કરીશું અને કવિવર શ્રી રબીન્દ્રનાથ ટાગોરની સુપ્રસિદ્ધ બંગાળી રચના ” কোথাও আমার হারিয়ে যাওয়ার নেই মানা মনে মনে” અર્થાત ” IN MY IMAGINATION” અથવા “મારી કલ્પનામાં…” નો ભાવાનુવાદ જાણીશું અને માણીશું. તમે આ બંગાળી કવિતા અને તેનું અંગ્રેજી ભાષાંતર આ લિંક પર વાંચી શકશો.

http://anondogaan.blogspot.com/2014/11/kothao-amar-hariye-jawar-lyrics.html

ગુરુદેવની સર્વ રચનાઓની જેમ એકદમ સરળ લગતી આ રચના પણ ગૂઢ અર્થથી ભરેલી છે અને તેનામાં રહેલ ઊંડાણ સમજવાની મારી કોઈ પાત્રતા નથી પણ તે છતાંય મેં આ કવિતાનો પદ્ય ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે જે હું રજુ કરું છું.

કવિવરની આ રચનામાં આપણા મનની કલ્પનાઓની અનંતતા અને અમાપતા ને શબ્દદેહ મળેલ છે.કલ્પનાની પવનપાવડી પર ચઢીને આપણું મન શું ના કરી શકે? પોતાના સ્વપ્નનગરમાં ઓગળી પણ જઈ  શકે અને  મનગમતા ગીતમાં એકાકાર પણ થઇ શકે. તો વળી પરીઓના દેશમાં અને મૌનના પ્રદેશમાં પણ વિહરી શકે. અને ક્યારેક ફૂલોના જંગલોમાં અથવા વાદળોના ગુચ્છાઓમાં ખોવાઈ પણ શકે…આપણી કલ્પનાઓની જાહોજલાલી અનંત છે અને ક્યારે  કલ્પનાના ઘોડા કઈ દિશામાં દોડશે તેનું પણ કોઈ ઠેકાણું નહિ…

There are absolutely no boundaries to our mindscape and that limitless mindscape keeps us alive… જરા વિચાર કરો, જો આપણું મન કોઈ કલ્પનાઓ ના કરી શકતું હોત અને આપણે માત્ર અને માત્ર જિંદગીની કઠોર અને કઠિન વાસ્તવિકતાઓ સાથેજ જીવવાનું હોત તો જિંદગી જીવવી અસહ્ય બની જાત. દુનિયાની એકેએક વ્યક્તિને પોતાની કલ્પનાની દુનિયા હોય જ અને એ દુનિયાનો એ પોતે રાજા અને એ કલ્પનાની દુનિયામાં પોતે પોતાની રીતે કોઈ રોકટોક વિના વિહરી શકે. 

મનોવિજ્ઞાન પણ Imagination અથવા કલ્પનાને mental health માટેનું એક અવિભાજ્ય અંગ ગણાવે છે. પોતાની આગવી કલ્પનાશ્રુષ્ટિમાં વિહરવાથી  આપણું મન આપણી અપેક્ષાઓ અને ઈચ્છાઓ અથવા લક્ષ્યની માનસિક છબી બનાવે છે અને કલ્પનાશ્રુષ્ટિમાં તેની પૂર્તિ પણ થાય છે. અને વિજ્ઞાન પુરવાર કરે છે કે આ કલ્પનાઓ દ્વારા આપણી લાગણીઓને અને તર્કને વહેવા માટે એક ઢાળ મળે છે અને આપણા મન પરનો બોજો ઓછો થાય છે.

કલ્પના અથવા પરિકલ્પના કરવી તે કદાચ જ્ઞાન મેળવવાથી પણ વધારે અગત્યની છે. Albert Einstein famously said, “Imagination is more important than knowledge. For knowledge is limited to all we now know and understand, while imagination embraces the entire world, and all there ever will be to know and understand.” Imagination will let us explore ideas or things that are not physically present or that do not exist or have never experienced before. And this is the foundation of all the inventions. Imagination is the base of each invention on this planet. અર્થાત આ દુનિયાની એકેએક શોધના પાયામાં ક્યાંક કોઈની કલ્પના રહેલી છે. હા, માત્ર કલ્પનાઓમાં જ રાચવાથી કોઈ લક્ષ્ય પૂર્તિ  નહિ થાય કે માનવજીવનના કે આ પૃથ્વીના કલ્યાણમાટે કોઈ નવી શોધ નહિ થાય, તેના માટે તો જ્ઞાન અને પુરુષાર્થની આવશ્યકતા છે. આ કલ્પનાઓને મૂર્તિમંત કરવા પુરુષાર્થની એરણે ચઢવુજ રહ્યું…

 પણ એક વાત તો ચોક્કસ કે આપણા મનની કલ્પનાઓજ થકીજ આપણે  જીવંત રહી શકીએ છીએ, ધબકતા રહી શકીએ છીએ. આ કલ્પનાઓજ આપણી અંદર એક અનોખી અદકેરી શ્રુષ્ટિનું સર્જન કરે છે અને આપણી બહારની શ્રુષ્ટિની જેમજ કલ્પનાઓની આંતરિક શ્રુષ્ટિ પણ કુદરતની અમૂલ્ય ભેટ છે. જેમ કવિવરના આ કાવ્યમાં દર્શાવ્યું છે તેમ, આપણી કલ્પનાઓ અસીમ છે અને કલ્પનાઓને

જેમ કવિવરના આ કાવ્યમાં દર્શાવ્યું છે તેમ, આપણી કલ્પનાઓ અસીમ છે, અમાપ છે, અનંત છે.અને આપણા મનની કલ્પ્નાઓજ થકીજ આપણે  જીવંત રહી શકીએ છીએ, ધબકતા રહી શકીએ છીએ. આ કલ્પ્નાઓજ આપણી અંદર એક અનોખી અદકેરી શ્રુષ્ટિનું સર્જન કરે છે અને આપણી બહારની શ્રુષ્ટિની જેમજ કલ્પનાઓની આંતરિક શ્રુષ્ટિ પણ કુદરતની અમૂલ્ય બક્ષિશ છે. આ અમૂલ્ય બક્ષિશ માટે પરમચેતનાનો આભાર માની હું મારી કલમને આજે વિરામ આપું છું. અને હા,કવિવરનું આ કાવ્યગીત એક નૃત્ય ગીત પણ છે. ચાલો આપણે નાના બાળકોની સાથે તેમની કલ્પનાના ઘોડે ઉડીને તેમની કલ્પનાની દુનિયામાં ડોકિયું કરીએ અને આ બાળ નૃત્ય માણીએ. 

આવતા અઠવાડિયે નવો મહિનો શરુ થઇ જશે એટલે એક નવાજ વિષય પરની કવિતાઓ જાણીશું અને માણીશું.તમારા માર્ગદર્શન અને અભિપ્રાયો ની અપેક્ષા સાથે…. 

અલ્પા શાહ

૧૦. “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” – અલ્પા શાહ

વૈશ્વિક કવિતાના ભાવવિશ્વમાં એક સફર…

નમસ્કાર મિત્રો,

આપણે હવે માર્ચ મહિનાની મઝધાર પાર કરી ગયા છીએ. આજે આપણે આ મહિનાના વિષય “મન”ના જ સર્જન એવા સપના પરની એક અંગ્રેજી કવિતાનો ભાવાનુવાદ જાણીશું અને માણીશું. આ જીવન મૃગજળનો ભાસ છે કે એક નક્કર અહેસાસ છે – એ પ્રશ્નના મનોમંથન દ્વારા ઉદ્ભવેલી આજની કવિતાનું શીર્ષક છે ” A Dream within a Dream ” અર્થાત ” સપના મહીનું એક સપનું…”  જેના રચયિતા છે  Edgar Allan Poe. તમે આ અંગ્રેજી કવિતા આ લિંક પર વાંચી શકશો. https://poets.org/poem/dream-within-dream

અત્રે મેં આ કવિતાનો પદ્ય ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે જે હું રજુ કરું છું.

આ નાનકડી લાગતી કવિતામાં કવિએ ખુબ ઊંડા અને ગહન વિચારનું વિચારબીજ રોપ્યું છે. કવિ માનવજીવનને એક સ્વપ્નવત નહિ, પણ તેથી પણ એક ડગલું આગળ વધીને સ્વપ્નમાંનું એક સ્વપ્ન દર્શાવે છે. અહીં કવિએ માનવ જીવનની ક્ષણભંગુરતાની અને ક્ષુલ્લકતાની માત્રા દર્શાવી છે. છેલ્લી પંક્તિમાં તો કવિએ માનવજીવનની નક્કરતા પર જ પ્રશ્નાર્થ ચિન્હ લગાવ્યું છે. કવિતાના પ્રારંભમાં કવિ પોતાના પ્રિયજનથી વિખુટા પડવાની વેદના વર્ણવતા કહે છે કે તારાથી દૂર ગયા પછી મારી જિંદગીના દિવસો હવે સ્વપ્નવત જ ભાસે છે. ત્યારબાદ આશાની જ્યોત  ધીમે ધીમે કેવી ક્ષીણ થતી જાય છે તેની રજૂઆત કરતા કવિ કહે છે કે મૃગજળ સમાન આ જિંદગીની હેસિયત તો સ્વપ્નમાંના સ્વપ્ન જેટલી ક્ષણિક છે. પછી આગળ વધતા કવિ હાથમાંથી સરકી જતી રેતીની ઉપમા આપીને વહી જતા સમયની કરચો ભીતરે વેદનાની જે ટીશ સર્જે છે તેનું વર્ણન કરે છે અને છેવટે એ સમયને બાંધી ન શકવાની અસમર્થતા દર્શાવતા પરમતત્વને પોકારે છે અને “શું જિંદગીની ધારા સપના મહીનું એક સપનું જ છે – સાચે?” એ પ્રશ્ન તેમની સમક્ષ વહેતો મૂકે છે.

Edgar Allan Poe (1809-1849) ની ગણના અમેરિકાના એક સુપ્રસિદ્ધ સાહિત્યકાર તરીકે થાય છે. ટૂંકી વાર્તાઓ અને ખાસ કરીને horror stories માં તેમનું નોંધપાત્ર યોગદાન રહેલ છે. આ કવિનું જીવન સંઘર્ષોની હારમાળા હતું. બાળવયમાંજ માતા-પિતાને ગુમાવ્યા બાદ તેઓ પાલક પિતા John Allan પાસે ઉછર્યા.આ કાવ્યની રચના તેમણે માંદગીના બિછાનેથી  જીવનના ઉત્તરાર્ધમાં કરી હતી અને એટલેજ કદાચ આ કવિતામાં તેમની મનોવ્યથા અને મનોદશાનું પ્રતિબિંબ પણ જોવા મળે છે.

માનવજીવનની ક્ષુલ્લકતા અને ક્ષણભંગુરતાની યાદ અપાવતી આ કવિતા કેટલી સહજ રીતે આ જીવનની ક્ષણિકતાને સ્વપ્નમાંના સ્વપ્ન તરીકે દર્શાવે છે. હા, માનવજીવન ક્ષણિક છે અને દરેક શ્વાસ અને ઉચ્છવાસ સાથે આપણે આપણા અંતિમ લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ એજ નક્કર વાસ્તવિકતા છે, પણ જ્યાં સુધી આપણી શ્વાસ-ઉચ્છવાસની લેવડ-દેવડ  ચાલુ છે ત્યાં સુધી શું કરવું એ સંપૂર્ણપણે આપણા મન અને વિચારો પર આધારિત છે. આ જિંદગી ભલે સ્વપ્નમાંના સ્વપ્ન જેટલી temporary અને insignificant હોય, પણ એ સ્વપ્નનો આપણે ઉત્સવ બનાવવો કે ઉપહાસ એ તો આપણે અને આપણી મન:સ્તિથિએ  નક્કી કરવાનું છે. સમયની સોનેરી રેતને આપણે ક્યારેય મુઠ્ઠી માં બંધ કરી શકવાના નથી એ અસમર્થતા સ્વીકારીને આપણે એ સમયની સોનેરી રેતમાંથી ચારેકોર આનંદ-ઉત્સવનું અજવાળું પ્રસરાવીએ ત્યારેજ તો આપણું જીવન સાર્થક થયું ગણાય, બાકી તો દિવસ પછી રાત અને રાત પછી દિવસ, એમ ધીમે ધીમે શેષ સમયની રેતી સરકતીજ જશે, સરકતીજ જશે… અને નિયતિએ નિર્ધારેલા સમયે શ્વાસ-ઉચ્છવાસની લેવડ-દેવડ પર સદાયને માટે પૂર્ણ-વિરામ મુકાઈ જશે…

   તો ચાલો પ્રભુ કૃપાએ મળેલી સ્વપ્નમાંના સ્વપ્ન સમી ક્ષણિક પણ અમૂલ્ય ભેટ – એટલે કે આપણા જીવનનો નિત્ય ઉત્સવ મનાવવાની આપણી મન:સ્તિથિ કેળવાય તેવી પરમચેતનાને પ્રાર્થના સાથે હું મારી કલમને આજે વિરામ આપું છું. આવતા અઠવાડિયે મન વિશેની એક બીજી સુંદર કવિતા સાથે ફરી મળીશું. તમારા માર્ગદર્શન અને અભિપ્રાયો ની અપેક્ષા સાથે…  

– અલ્પા શાહ

૯.”જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” – અલ્પા શાહ

વૈશ્વિક કવિતાના ભાવવિશ્વમાં એક સફર…

નમસ્કાર મિત્રો,

માર્ચ મહિનો એક મક્કમ ગતિથી આગળ વધી રહ્યો છે. જેમ તમે જાણો છો તેમ, આ મહિનાનો આપનો વિષય છે “મન”.હવે મનની વાત આવે તો વિચારોને તો કઈ રીતે ભુલાય? મન અને વિચારોનો સબંધ એતો જાણે પાંપણ અને પલકારોનો સંબંધ…આ મનમાંથી ઉદ્ભવતા વિચારોજ આપણા જીવંત હોવાની સાબિતી છે.  “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળા અંતર્ગત આપણે મન/વિચારો વિષય પર આજે આપણે એક સુંદર જર્મન કવિતા/લોકગીત નો ભાવાનુવાદ જાણીશું અને માણીશું.જેનું શીર્ષક છે ” Die Gedanken sind frei ” અથવા “મુક્ત વિચારો…”. તમે આ મૂળ German folksong lyrics અને તેનું English translation આ લિંક પર જોઈ શકશો. https://sedulia.blogs.com/sedulias_translations/2005/05/thoughts_are_fr.html.

અત્રે મેં આ કવિતાનો પદ્ય ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે જે હું રજુ કરું છું.

આ લોકગીતના રચયિતા અજ્ઞાત છે. ૧૮૪૦ માં Germanyમાં થયેલા વિદ્રોહ વખતથી આ લોકગીત પ્રકાશમાં આવ્યું હતું. ખુબ સાદા અને સરળ શબ્દો દ્વારા આ ગીતમાં માનવ મન અને મનના વિચારોની ઋજુતા અને વેધકતા એકજ ગીતમાં રજુ કરાયેલ છે. ગીતમાં વહેતી સંવેદના દ્વારા એવું પ્રતીત થાય છે કે કોઈક બંદી કે ગુલામ દ્વારા આ ગીતના શબ્દો કંડારાયા હોવા જોઈએ. ભલે તે પોતે શારીરિક રીતે કદાચ સ્વતંત્ર ન હોય, પણ તેના વિચારો દ્વારા તે તો તેના ખુશીના ખજાનાનો માલિક બનીને વિહરે છે. તેને હવે તેની આજુબાજુની બેડીઓ કે લકીરોની કોઈ પરવાહ નથી અને સઘળી ચિંતાઓને ભૂલીને, પોતાના વિચારોમાં  પોતાના જામ અને પ્રિયતમ સાથેના સંગાથમાં દુનિયાનો સૌથી અમીર અને આનંદિત વ્યક્તિ હોવાની અનુભૂતિ અનુભવે છે. તેના મનની આજ સંવેદનાઓ તેણે શબ્દો દ્વારા ખુબ પારદર્શક રીતે આ ગીતમાં રજુ કરી છે.

આમ તો આ ગીત ક્યારે અસ્તિત્વમાં આવ્યું તેની કોઈ પાકી માહિતી નથી અને રચયિતા પણ અજ્ઞાત છે પણ એવું મનાય છે કે during antiquity period (the period of cultural history between the 8th century BC and the 6th century AD centered on the Mediterranean Sea comprising the interlocking civilizations of ancient Greece and ancient Rome known as the Greco-Roman world.) દરમિયાન આવા ભાવ કવિતા રૂપે સૌ પ્રથમ વ્યક્ત થયા હતા. બીજા વિશ્વયુદ્ધ વખતે, હિટલરની તાનાશાહી દરમિયાન Germanyમાં આ ગીત ફરી પાછું ખુબ પ્રચલિત થયું હતું. પ્રજા આ ગીત દ્વારા પોતાની સંવેદના અને આક્રોશ વ્યક્ત કરતી અને હિટલરની નાતઝી પાર્ટીવાળાઓ સામ ,દામ,દંડ દ્વારા પ્રજાને રોકતા.

Thoughts એટલે કે વિચારો. વિચારો અને મન – એકબીજાના પર્યાય. વિચારો થકીજ  આપણી દરેક માનવીય સંવેદનાઓ અને લાગણીઓ પોંખાય.મુક્ત બનીને વિહરતા આપણા વિચારો થકીજ આપણી જિંદગીની દશા અને દિશા ફંટાય. કહેવાય છેને કે Thoughts create your destiny અથવા What you think is what you become. મને પહેલા એવો કાયમ પ્રશ્ન થતો કે શું ખરેખર આપણા વિચારો આપણી નિયતિ નક્કી કરી શકતા હશે? હું એવું માનું છે કે આ બ્રહ્માંડમાં થતી એકેએક ગતિવિધિ અને ઘટના પૂર્વ-નિર્મિત હોય છે, એ આપણી ઉપર રહેલી દિવ્ય પરમ-ચેતના દ્વારા અગાઉની કરેલી ગોઠવણ હોય છે. તો પછી મારા-તમારા વિચારો થી એ ક્રમમાં થોડો કઈ ફેરફાર થવાનો હતો? પણ ધીમે ધીમે જિંદગીએ મને શીખવાડી દીધું કે, મારા વિચારોથી એ ક્રમમાં તો મીનમેખ ફેરફાર વાનો નથી પણ જિંદગીની સારી-નરસી દરેક ઘટનાઓ મારા પર કેવી રીતે અસર કરશે એ મારા વિચારો અને મારો દ્રષ્ટિકોણ જરૂરથી નક્કી કરશે. And that is why it is said Watch your thoughts, they become your words; watch your words, they become your actions; watch your actions, they become your habits; watch your habits, they become your character; watch your character, it becomes your destiny. હા, જિંદગીની નરસી ઘટનાઓથી આપણું માનવ મન વિચલિત થઇ જાય તે સ્વાભાવિક છે, પણ સકારાત્મક વિચારો એકજ ઘટનાને સકારાત્મક દ્રષ્ટિથી મુલવશે અને નકારાત્મક વિચારો નકારાત્મક દ્રષ્ટિથી મુલવશે. સકારાત્મક વિચારોના સહારે આપણે જિંદગીમાં આવતી એ નરસી ઘટનાઓને  કદાચ ઓછી મુશ્કેલીએ પસાર કરી શકીશું અને આપણા મન અને આત્માને આનંદના આવિષ્કારની અનુભૂતિ કરાવી શકીશું. જેમકે આ લોકગીતમાં આપણે જોયું તેમ, ભલે એ ગુલામ કે બંદી હોય, પણ તેના મનમાં આવતા સકારાત્મક વિચારોના સહારે તેના કપરા કાળમાં પણ આનંદની અનુભૂતિ કરી રહ્યો છે.

   તો ચાલો, આ વિચારોના ઘોડાની લગામ હાથમાં લઈને તેણે સાકારત્મકતાની કેડીએ સ્થિર રાખવાનો પ્રયત્ન કરતા કરતા મારી કલમને વિરામ આપું છું. આવતા અઠવાડિયે મન વિશેની એક બીજી સુંદર કવિતા સાથે ફરી મળીશું. આ લોકગીતનું ખુબ સુરીલું rendition in German language સાંભળવા જેવું છે જે હું તમારી સાથે વહેંચું છું. ભાષા ખબર નહિ પડે, પણ સંગીત અને સંવેદનાઓને ભાષાના સીમાડા ક્યાં નડે છે… તમારા માર્ગદર્શન અને અભિપ્રાયો ની અપેક્ષા સાથે….

– અલ્પા શાહ

૮.”જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” – અલ્પા શાહ

વૈશ્વિક કવિતાના ભાવવિશ્વમાં એક સફર…

નમસ્કાર મિત્રો,

૨૦૨૧ ના માર્ચ મહિનાની શુભ શરૂઆત થઇ ચુકી છે. “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળા અંતર્ગત આ મહિને આપણે એક નવાજ વિષય પરની વિવિધ કવિતાઓનો ભાવાનુવાદ અને રસાસ્વાદ માણીશું. આ મહિનાનો વિષય છે “મન” એટલેકે Mind. મારુ,તમારું, આપણું મન. આ વિષય પર દરેક ભાષામાં મનભરીને સાહિત્યનું સર્જન થયેલું છે અને મનોવિજ્ઞાનીઓનો તો આ ગમતો વિષય. આપણા ભાવજગતનું કેન્દ્રબિંદુ એટલે આપણું મન,આપણી સંવેદનાઓનો સરવાળો એટલે આપણું મન, આપણા અસ્તિત્વનો એટલે પર્યાય આપણું મન. હમણાં મેં  “મન” એટલે કે “Mind” ની એક ટચુકડી પણ સચોટ વ્યાખ્યા વાંચી.  Mind – A Beautiful Servant but a dangerous master! શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ મન વિષે આજ સમજાવેલું છે.

बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जित: |
अनात्मनस्तु शत्रुत्वे वर्ते तात्मैव शत्रुवत्

આ મનને જો આપણે વશમાં રાખીએ તો મન આપણું  અંગત મિત્ર અને જો મન આપણને વશમાં રાખે તો આપણો જન્મજાત શત્રુ.

આ લેખમાળા અને વિષય અંતર્ગત આજે આપણે અમેરિકાની સુપ્રીસિદ્ધ કવિયત્રી Emily Dickinson લિખિત English કવિતા “The Brain is Wider than the Sky” નો ભાવાનુવાદ અને રસાસ્વાદ માણીશું. આ લિંક પર તમે original English poem જોઈ શકશો https://www.americanpoems.com/poets/emilydickinson/the-brain-is-wider-than-the-sky/. અત્રે મેં આ કવિતાનો પદ્ય ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે જે હું રજુ કરું છું.

શાબ્દિક રીતે  નાનકડી લાગતી આ  કવિતામાં કવિયત્રી મનને લગતી અતિ વિશાળ વાત કહી જાય છે. અહીં કવિયત્રીએ Brain શબ્દનો ઉપયોગ કર્યો છે. આમતો brain નો અર્થ મગજ – એટલે કે આપણા શરીરમાં રહેલું એક અંગ. પણ આ કવિયત્રીના લખાણની એક લાક્ષણિકતા એ હતી કે તેઓ નિરાકાર, તાત્ત્વિક વિષયોને એક નક્કર tangible રીતે રજુ કરતા. એટલે અહીં brain ને મનના સંદર્ભમાં રજુ કરાયેલ છે.

પ્રથમ પંક્તિઓમાં કવિયત્રી આ મનને આકાશ સાથે સરખાવતાં મનની infinite વિશાળતાનો ચિતાર આપે છે. કાવ્યમાં બહુ સહજ રીતે રજુ કર્યું છે કે અનંત સુધી વિસ્તરી શકતું મન આપણા અસ્તિત્વને પણ ગળી જઈ શકવા સમર્થ છે અને આખેઆખ્ખું આભ મનમાં સમાઈ જાય  એ રૂપક દ્વારા કવિયત્રી મનની અનંતતા ને છતી કરે છે. આગળ જતા કવિયત્રી મનની ગહેરાઈની ઝાંખી કરાવે છે.સાગરનું સમગ્ર પાણી અને બીજી સંપત્તિની ઉપમા દ્વારા કહે છે there is nothing that our mind cannot comprehend or absorb એટલે કે સમગ્ર સાગરની સમર્થતાને મન પોતાનામાં સરળતાથી સમાવી શકે એટલી ઊંડાઈ આ મન ધરાવે છે. ત્રીજો stanza પહેલા બે stanzas થી ઘણો જુદો છે. અહીં કવિયત્રી પરમ ચેતનાનો સ્વીકાર કરતા કહે છે કે આપણું મન એ પરમ ચેતનાનો એક અતિ સૂક્ષ્મ ભાગ છે. Our mind and consciousness are part and parcel of that omnipotent, omnipresent supreme consciousness. અને આ દિવ્યતાના શરણું જ આ મનને વશમાં કરી શકશે.અને જેમ સ્વર છેવટે નાદબ્રહ્મમાં સમેટાય તેમ આપણા મનની ચેતનાની અંતિમ ગતિ પણ એ પરમ ચેતનાજ છે

૧૮૬૦માં Massachusetts માં જન્મેલા Emily Elizabeth Dickinson ની ગણના અમેરિકાના સુપ્રસિદ્ધ કવિયત્રીઓમાં થાય છે. તેમણે લગભગ ૧૮૦૦ થી વધુ કવિતાઓની રચના કરી છે પણ માત્ર ૧૦ રચનાઓ તેમણે તેમના જીવનકાળ દરમિયાન પ્રકાશિત કરી હતી. તેમની ફિલસુફી પ્રમાણે, કવિતા ફક્ત નિજાનંદ માટે લખાય, પ્રસિદ્ધ કરવાના હેતુ થી નહિ. તેમણે તેમનું મોટાભાગનું જીવન એકાંતમાં વીતાવેલું.તેમની ઘણી બધી કવિતાઓ મૃત્યુના વિષય પર લખાયેલી છે. તેમની કવિતાઓમાં જીવનના અનુભવોનો નિચોડ અને જીવનના સાતત્ય અને અંતિમ સત્ય એવા મૃત્યુને લગતી ફિલોસોફી જોવા મળે છે.

મનની અસીમતા અને મનની અંતિમ ગતિ બંને આ કવિતામાં ચિત્રિત થયા છે.  અનાદિ કાળથી પ્રચંડ સામર્થ્ય ધરાવતા આ મનને વશમાં કેવી રીતે રાખવું તેની અવઢવમાં મનુષ્યજાતિ રહેલી છે. શ્રીમદ ભગવદગીતામાં ધ્યાન યોગમાં દર્શાવ્યા પ્રમાણે અર્જુનને પણ આજ અવઢવ સતાવતી હતી  

चञ्चलं हि मन: कृष्ण प्रमाथि बलवद्दृढम् |
तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम् ||

અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે આ મન તો ખુબ ચંચળ, જિદ્દી અને શક્તિશાળી છે. તેને વશમાં કરવું તો પવનને વશમાં કરવાથી પણ અઘરું છે. તો આ મનને વશ શી રીતે કરવું. આપણે સૌ જાણીએ છીએ કે મર્કટ સમ આ મનને વશમાં રાખવું એ કાંઈ સહેલી વાત તો છે નહિ. આ ચંચળ મનને વશમાં રાખવા માટે મનને તપસ્યા દ્વારા પહેલા કેળવવું પડે. શ્રીમદ ભગવદ ગીતામાં મનને કેવી રીતે કેળવવું તે બહુ સુપેરે સમજાવ્યું છે.

मन: प्रसाद: सौम्यत्वं मौनमात्मविनिग्रह: |
भावसंशुद्धिरित्येतत्तपो मानसमुच्यते |

અર્થાત મૌન,આત્મ-સંયમ,વિચારોની શુદ્ધતા, વાણીની મૃદુતા, અને હેતુની પવિત્રતા જો કેળવવા આવે તો આ મન ધીમે ધીમે કેળવાતું જાય છે અને આપણા વશમાં આવતું જાય છે. અને જેમ કવિયત્રીએ આ કાવ્યમાં દર્શાવ્યું છે તેમ જયારે આપણે આપણું મન પરમચેતનામાં ઓગાળી દઈએ અને એ દિવ્યતાને સર્વ-સંપૂર્ણ રીતે સમર્પિત થઇ જઇયે ત્યારેજ આ મન તેની અંતિમ ગતિને પામી શકે. 

 તો ચાલો, મારા મનને એ પરમચેતના તરફ વાળવાનો પ્રયત્ન કરતા મારી કલમને વિરામ આપું છું. આવતા અઠવાડિયે મન વિશેની એક બીજી સુંદર કવિતા સાથે ફરી મળીશું. તમારા માર્ગદર્શન અને અભિપ્રાયો ની અપેક્ષા સાથે….

– અલ્પા શાહ

૭.”જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” – અલ્પા શાહ

વૈશ્વિક કવિતાના ભાવવિશ્વમાં એક સફર…

નમસ્કાર મિત્રો,

પ્રેમની અભિવ્યક્તિના મહિના ફેબ્રુઆરીના અંત તરફ આપણે સૌ આગળ ધપી રહ્યા છીએ. ફેબ્રુઆરી મહિનાનો અંત આવશે પણ પ્રેમની ધારા તો શાશ્વત છે અને અનંતકાળ સુધી વહેતી રહેશે. “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળા અંતર્ગત આજે આ અનંત અને અતોનાત પ્રેમને ઉજાગર કરતી, કવિવર રવીન્દ્રનાથ ટાગોર લિખિત એક ખુબ ભાવપૂર્ણ બંગાળી કવિતા જેનું શીર્ષક છે ” কতবার ভেবেছিনু” અથવા “કેટલી વાર કરું વિચાર…”નો  ભાવાનુવાદ અને રસાસ્વાદ માણીશું.આ કવિતામાં  ગુરુદેવે જેણે પ્રેમનો પ્રત્યક્ષ એકરાર કર્યો નથી એવા પ્રેમીના મૃદુ મનોભાવોનું  ખુબ બારીકાઈથી આલેખન કરેલું છે. આ કાવ્યના બંગાળી શબ્દો and English transliteration તમે આ લિંક પર જોઈ શકશો. http://anondogaan.blogspot.com/2014/01/kotobaro-bhebechhinu-lyrics-translation.html

ગુરુદેવની ગૂઢ અને ગહન અર્થ ધરાવતી કવિતાઓને સંપૂર્ણપણે સમજવાની મારી કોઈ પાત્રતા નથી છતાંય અત્રે મેં આ કવિતાનો પદ્ય ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે જે હું રજુ કરું છું.

આ કવિતામાં ગુરુદેવે પ્રેમની પરાકાષ્ઠા સમાન દાસ્ય ભાવે પ્રેમ કરતા પ્રેમીના ભાવજગતનું તાદ્રશ વર્ણન કર્યું છે.  કાવ્યની પ્રથમ બે પંક્તિઓ પરથી એવું ફલિત થાય છે કે અહીં પ્રેમીના પોતાના મનમાં જ રચાયેલો સંવાદ રજુ થયેલ છે. ગુરુદેવની કલમે અહીં પ્રિયજનને દેવ અને પ્રેમને પૂજા તરીકે પ્રસ્થાપિત કર્યા છે. દાસ્ય ભાવે એકપક્ષીય પ્રેમની પાવક જ્વાળામાં પ્રજ્વલિત થતા પ્રેમીની વેદના અને વ્યથા આ કાવ્યના શબ્દે શબ્દમાં નીતરે છે. કાવ્યની છેલ્લી બે પંક્તિઓ દ્વારા એવું ફલિત થાય છે કે આ પ્રેમ અવ્યક્ત રહેવાજ સર્જાયેલો છે અને એજ આ પ્રેમની અંતિમ નિયતિ છે.

ગુરુદેવની કલમે અવતરેલું આ સુંદર કાવ્ય એક ખુબ પ્રખ્યાત બંગાળી ગીત તરીકે પરિવર્તિત થયું છે. આ ગીતનું સ્વરાંકન પણ કવિવરે પોતે કરેલું છે. કવિવરે આ કાવ્યની રચના  એક English song પરથી પ્રભાવિત થયા બાદ કરી હતી.આ કાવ્યમાં કવિવરે મૂળ ગીતનું હાર્દ જળવાઈ રહે તેવી રીતે બંગાળી શબ્દોની શબ્દગૂંથણી કરી છે. This song is based on the English song titled “To Celia” written by famous English playwright and poet Benjamin Jonson and first published in 1616. This English song is famous as “Drink to me only with thine eyes” song.  You can find the lyrics of the original English song here. https://www.poetrybyheart.org.uk/poems/song-to-celia/. કવિવરે બંગાળી ગીતનું સ્વરાંકન પણ English song પ્રમાણેજ કરેલું છે. આ બંગાળી ગીતનું હિન્દીમાં પણ રૂપાંતર થયેલું છે અને તેનું સ્વરાંકન પણ English song પ્રમાણેજ થયેલું છે અને મેં પણ આ ગુજરાતી ભાવાનુવાદમાં શબ્દોની ગૂંથણી એ જ સ્વરાંકન પ્રમાણે કરવાનો પ્રયત્ન કરેલ છે.

 ગુરુદેવે આ કાવ્ય કેવા સંજોગને સંદર્ભમાં રાખીને લખ્યું હતું તેની તો મને ખબર નથી પણ ઋજુ લાગણીઓને દર્શાવતા આ કાવ્યમાં જે એકપક્ષીય, અવ્યક્ત પ્રેમ unexpressed love નું આલેખન થયેલ છે એ કદાચ સૌથી વધુ પીડાદાયક પ્રેમ ગણી શકાય. અહીં સામેનું પાત્ર તમારી તેના પ્રત્યેની લાગણીઓથી તદ્દન અજાણ હોવાથી પ્રેમનો પ્રતિસાદ સાંપડતો નથી. The most painful love there is, is the love left unshown and an affection left unknown. And the most painful thing about such unexpressed love is, it never fades away. આ અવ્યક્ત પ્રેમ માત્ર સ્ત્રી અને પુરુષ વચ્ચે જ હોય એવું જરૂરી નથી, દુનિયાના કોઈ પણ સંબંધમાં અવ્યક્ત પ્રેમનું અસ્તિત્વ હોઈ શકે.

મારી દ્રષ્ટિએ પ્રેમ એતો લાગણીઓનું વહેતુ ઝરણું છે. આ પ્રેમના ઝરણામાં જો સામેની વ્યક્તિ ભીંજાય નહિ તો પ્રેમનું સાતત્ય અપૂર્ણ રહે છે. Any type of relationship is meaningless if you do not express your genuine emotions and feelings through your actions, gestures, and words. એટલે એનો મતલબ એવો નહિ કે જેને તમે પ્રેમ કરતા હોવ એને તમારે સતત I love you કહેવું પડે. સામેની વ્યક્તિ તરફનો પ્રેમ તમારા વાણી, વર્તન અને વ્યવહારમાં અભિવ્યક્ત થવો જોઈએ. સામેની વ્યક્તિને તમારા પ્રેમનો અહેસાસ થવો જોઈએ. ઘણીવાર અડોઅડ રહીને પણ બે વ્યક્તિઓ જળકમળ રહે છે અર્થાત પ્રેમની છાલકે ભીંજાતા નથી અને ઘણી વાર માઈલો દૂરથી બે વ્યક્તિઓ વચ્ચે પ્રેમની ઉષ્માનો અનુભવ થાય છે. મનોવિજ્ઞાન પણ કહે છે કે લાગણીઓને તો પ્રદર્શિત કરવીજ જોઈએ. પ્રખ્યાત મનોવિજ્ઞાની Sigmund Freud  કહે છે કે Unexpressed emotions will never die. They are buried alive and will come forth later in uglier ways. માટે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ પ્રેમને, લાગણીને અભિવ્યક્ત કરવી જરૂરી બની રહે છે. અને આ પ્રેમને અભિવ્યક્ત કરવા માટે કારણ હોવું પણ જરૂરી નથી. અકારણ અભિવ્યક્તિનો આનંદજ અનેરો છે – આપણા માટે અને સામેની વ્યક્તિ માટે. Just try it out. Without any reason, express your love and feelings with genuine affectionate words to someone you love and see how their face lit up!!

તો ચાલો, આજે જીવનના દરેક સંબંધમાં કારણ-અકારણ પ્રેમ અને લાગણીની અભિવ્યક્તિ કરવાનો નિર્ણય કરીએ અને ગુરુદેવની આ સુંદર રચનાના બંગાળી ગીત  અને  “Drink to me only with thine eyes” ની મેડલી સ્વાગતલક્ષ્મી દાસગુપ્તાના મધુર સ્વરમાં સાંભળતા સાંભળતા મારી કલમને વિરામ આપું છું. આવતા અઠવાડિયે એક નવા વિષયની કવિતા સાથે ફરી મળીશું. તમારા માર્ગદર્શન અને અભિપ્રાયો ની અપેક્ષા સાથે.

– અલ્પા શાહ

૬ .”જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” – અલ્પા શાહ

વૈશ્વિક કવિતાના ભાવવિશ્વમાં એક સફર…

નમસ્કાર મિત્રો,

પ્રેમના પમરાટની આ પુરબહાર ખીલેલી મોસમમાં આપ સૌ પણ ભીંજાતા હશો. “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળા અંતર્ગત આજે હિન્દી ભાષાના સુપ્રસિદ્ધ કવિયત્રી મહાદેવી વર્મા  દ્વારા લિખિત એક હિન્દી કવિતા “जो तुम आ जाते एक बार…” નો ભાવાનુવાદ અને રસાસ્વાદ માણીશું.આ નાનકડા સુંદર કાવ્યમાં કવિયત્રીશ્રીએ પોતાના પ્રેમીજનનું સંભવિત આગમન થાય ત્યારે થતી પરિકલ્પનાઓનું  ખુબ સરળ પણ ભાવવાહી શબ્દોમાં આલેખન કર્યું છે. આ કવિતાની મૂળ હિન્દીમાં રજૂઆત આપ આ લિંક પર માણી શકશો. https://www.bharatdarshan.co.nz/magazine/literature/109/jo-tum-aa-jate-ek-baar.html

અત્રે મેં આ કવિતાનો પદ્ય ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે જે હું રજુ કરું છું.

આ નાનકડી કવિતામાં કવિયત્રી પોતાના પ્રેમીજનની પ્રતીક્ષા કરતા કરતા તેના સંભવિત આગમન સમયની પોતાની મન:સ્થિતિની રજૂઆત કરે છે. આ કાવ્યના શબ્દે શબ્દમાં પ્રિયજનના મિલનની તીવ્ર ઝંખના છલકે છે. Every word echo longing of the loved one. પ્રિયજનનું આગમન – આમ તો એક સામાન્ય ઘટના,પણ અહીં તો આ સામાન્ય ઘટના પણ મનોભાવોનો મહાસાગર છલકાવા સક્ષમ છે તેવું પ્રતીત થાય છે. અને એજ તો પ્રેમની સુંદરતા છે. જેને તમે સાચો પ્રેમ કરતા હોવ તેની તો એક ઝલક કે અવાજ પણ તમારા દિલને ઝંકૃત કરવા પર્યાપ્ત છે. આ કવિતામાં શબ્દોની પસંદગી મહાન કવિયત્રીએ જે રીતે કરી છે તે ખુબજ નોંધપાત્ર છે. પોતાના પ્રેમીજનના સંભવિત આગમન માટે લખાયેલી કવિતા વાંચતા એવું લાગે કે આતો જાણે  મીરાંબાઈ પોતાના ગિરિધર ગોપાલ ને ઉદ્દેશીને કહે છે કે શબરી પોતાના પ્રાણાધાર શ્રી રામની પ્રતીક્ષામાં આ શબ્દો ઉચ્ચારે છે.

કવિયત્રી શ્રી મહાદેવી વર્મા હિન્દી સાહિત્યના અગ્રગણ્ય કવિયત્રી હતા. તેઓ હિન્દી સાહિત્ય જગતમાં આધુનિક મીરા તરીકે ઓળખાતા.તેઓ હિન્દી સાહિત્યના છાયાવાદી યુગના( ૧૯૧૪-૧૯૩૮) પ્રમુખ સ્તંભ માનવામાં આવે છે.તેમણે પોતાના જીવનકાળ દરમિયાન પ્રયાગ મહિલા વિદ્યાપીઠના પ્રિન્સિપાલ અને ચાન્સેલર તરીકે ફરજ બજાવી. તેમના કાવ્યોમાં મનુષ્યની અને ખાસ કરીને સ્ત્રીની સૂક્ષ્મ સંવેદનાઓને તેમણે સ્નેહથી શણગારીને રજુ કરી છે. તેમને ૧૯૭૯માં ભારતીય સાહિત્યના સર્વોચ્ચ પુરસ્કાર – સાહિત્ય અકાદમી પુરસ્કાર દ્વારા નવાજવામાં આવ્યા હતા. ત્યારબાદ,૧૯૮૨ માં જ્ઞાનપીઠ એવોર્ડ અને ૧૯૮૮ માં પદ્મવિભૂષણ એવોર્ડ પ્રાપ્ત થયા હતા.હિન્દી સાહિત્યના શિરમોર કવિયત્રીની કવિતાની અહીં રજૂઆત કરતા આજે હું ખુબ હર્ષ અનુભવું છું.

પ્રેમ એક એવું સનાતન સત્ય છે કે જે  માનવ મનની દરેક સંવેદના અને ભાવને સમાવી શકે છે.પ્રેમ ક્યારેક વાત્સલ્યનો મધુર રસ છલકાવે તો ક્યારેક સખ્યનો સહચારનો ભાવ જગાવે. ક્યારેક  દાસ્ય ભાવે શરણાગતિનો રસ રેલાવે તો ક્યારેક ઝંખના અને પ્રતીક્ષાની વિહવળતા પણ વહાવે. આ કવિતામાં પણ કવિયત્રીએ સરળ શબ્દો દ્વારા પ્રેમીજનની પ્રતીક્ષા કરતા કરતા ઉઠતા ભાવોને શબ્દદેહ આપ્યો છે. હિન્દી સાહિત્યના વિવેચકોના મત  પ્રમાણે આ કવિતામાં કવિયત્રીની નિજી જિંદગીની એકલતાની વેદના કલમ દ્વારા અવતરી છે.

આ કવિતામાં કવિયત્રીએ પોતાના પ્રિયજન માટેની પોતાના મનની તીવ્ર ઝંખનાની અનુભૂતિ કરાવી છે. જેવી રીતે મીરાંબાઈ પોતાના ગિરિધર ગોપાલને ઝંખતા હતા તે રીતે!. આ તીવ્ર ઝંખના માટે અંગ્રેજી માં એક સુંદર શબ્દ છે – Longing. A longing is a strong feeling of need or desire for someone or something. Longing એટલે આકર્ષણ નહિ. આ તીવ્ર ઝંખનાના ભાવને શબ્દો દ્વારા વર્ણવવો મુશ્કેલ છે કારણકે એનો તો અહેસાસજ હોય. જાણીતા લેખિકા Sue Monk Kidd એ તીવ્ર ઝંખના અથવા Longing વિષે બહુ સુંદર વાક્ય કહ્યું છે. The soul often speaks through longing. જ્યાં આત્માનો સંવાદ હોય ત્યાંજ આ  તીવ્ર ઝંખનાની ઉપસ્થિતિ બંને બાજુ હોય. આ આત્માનો સંવાદ કે આત્માથી આત્માનું  જોડાણ કોઈ પણ બે વ્યક્તિ વચ્ચે હોઈ શકે – માત્ર પ્રેમી-પ્રેમિકા વચ્ચે કે સ્ત્રી-પુરુષ વચ્ચે જ હોય એવું જરૂરી નથી. અને એટલેજ કદાચ આ દુનિયામાં ચોમેર માનવમહેરામણ ઉમટેલો હોવા છતાં જેની સાથે આત્માનું જોડાણ હોય તેનીજ હાજરી અને ઉપસ્થિતિ માટે આપણું મન આટલી તીવ્ર ઝંખના અનુભવતુ હશે!.અને એ વ્યક્તિની હાજરીમાં આપણું રોમેરોમ, આપણું  સમગ્ર વ્યક્તિત્વ એ ચોક્કસ વ્યક્તિમય બની જતું હોય છે અને ત્યારે એ ખાસ વ્યક્તિ માત્ર વ્યક્તિ ના રહેતા આપણું  સમગ્ર વિશ્વ બની જતું હોય છે અને એ જ રીતે એ વ્યક્તિનું વિશ્વ પણ આપણામાંજ સમાઈ જતું હશે. Dr. Seuss has said it beautifully, “To the world you may be just one person; but to that one person you may be their entire world.”

અને જો આવું આત્માનું અનુસંધાન પરમેશ્વર સાથે સધાય અને when we start feeling the longing for the divine with our heart and soul, ત્યારે આત્મ-કલ્યાણની સફરનો આરંભ થાય. તો ચાલો આજે આ કવિતામાં પ્રદર્શિત થતા longing ના ભાવને વાગોળતા અને આવુ જ આત્માનું અનુસંધાન પરમાત્મા સાથે સધાય તેવી પ્રાર્થના સાથે મારી કલમને વિરામ આપું છું. ફરી મળીશું આવતા અઠવાડિયે એક બીજા આવા જ સુંદર કાવ્ય સાથે.

તમારા માર્ગદર્શન અને અભિપ્રાયો ની અપેક્ષા સાથે….

અલ્પા શાહ

૫. “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” – અલ્પા શાહ

વૈશ્વિક કવિતાના ભાવવિશ્વમાં એક સફર

English Poem “I Carry Your Heart with Me” By E.E. Cummings

નમસ્કાર મિત્રો,
ફેબ્રુઆરી મહિનાની પ્રેમની મોસમ પુરબહાર માં ખીલી ઉઠી છે. આ અઠવાડિયે તો પ્રેમના પમરાટને સમર્પિત એવા Rose Day, Propose Day, Chocolate Day  એવા દિવસોની હારમાળા ચાલી રહી છે.  પ્રેમના એકરારનો દિવસ એટલે કે Valentine’s Day આવીજ પહોંચ્યો છે. “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળા અંતર્ગત આજે આપણે  E. E. Cummings દ્વારા લિખિત એક સુપ્રસિદ્ધ અંગ્રેજી કવિતા I Carry Your Heart with Me નો ભાવાનુવાદ અને રસાસ્વાદ માણીશું. પોતાના પ્રિયજન પ્રત્યેના નિર્મળ પ્રેમને શબ્દોમાં વહાવતી આ કવિતાની અંગ્રેજી રજૂઆત તમે આ લિંક પર માણી શકશો. https://www.poetryfoundation.org/poetrymagazine/poems/49493/i-carry-your-heart-with-mei-carry-it-in.
 અત્રે મેં આ કવિતાનો પદ્ય ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે જે હું રજુ કરું છું.
E.E. Cummings ખુબ પ્રખ્યાત અમેરિકન કવિ હતા. તેમણે ૩૦૦૦ થી વધુ કવિતાઓની રચના કરી હતી. તેઓ તેમની આગવી અને પોતીકી શૈલી માં કવિતાઓની રચના માટે ખુબ પ્રસિદ્ધ હતા. He incorporated unconventional style of utilizing the punctuation, capitalization, and intentional misspelling in his poems. Moreover, he was keeping the use of the pronoun “i” in the lowercase letter throughout the poem. He has used all these techniques deliberately to make his poems unique. Many grammatical mistakes are also found in the poem like absence of commas, full stops, spaces, the wrong placing of nouns and adjectives etc. but these mistakes are the reasons behind the creation of a masterpiece.
૧૯૫૨ માં publish થયેલી આ નાનકડી કવિતામાં કવિ પોતાના પ્રિયજન પ્રત્યેના સાત્વિક અને સાશ્વત પ્રેમને શબ્દો દ્વારા રજુ કરે છે. પોતાના પ્રિયજનને ઉદેશીને કવિ પ્રથમ ચાર પંક્તિઓમાં તેમના પ્રિયજન સાથે જે અસ્તિત્વનું સાયુજ્ય સધાયું છે તેની વાત કરે છે અને પ્રિયજન સાથેની અવિભાજ્ય એકરૂપતા દર્શાવે છે. પ્રેમમાં સધાતી આ  એકરૂપતાની તાકાત પર કવિ આગળ જતા કહે છે કે હવે તેઓ ભવિષ્યના ડરથી ભયમુક્ત છે કારણકે તેમનું જગત તેમના પ્રિયજનમાંજ સમાય છે અને રવિના કિરણો રૂપે કે પ્રેમના પ્રતીક એવા ચંદ્રની ચાંદની રૂપે પ્રિયજનની હાજરી જ રેલાય છે. છેલ્લી ચાર પંક્તિઓમાં પ્રકૃતિના વિવિધ રૂપકો આપી કવિ પ્રેમમાં રહેલી પ્રચંડ તાકાતની ઝાંખી કરાવે છે.
આ કવિતામાં પ્રેમ અને માત્ર પ્રેમજ કેન્દ્ર સ્થાને છે. ઘણીવાર આપણને એવો સવાલ થાય કે આ અઢી અક્ષર નો શબ્દ “પ્રેમ” એટલે શું?
                       પ્રેમ એટલે સ્નેહની સરવાણીની સરગમ રેલાવતું સ્તવન?
                                              કે પછી
                       પ્રેમ એટલે છલકાયેલી લાગણીઓનું આખેઆખું નંદનવન?
આ અઢી અક્ષરના શબ્દ પ્રેમમાં મનુષ્યના ભાવજગતના બધાજ ભાવોનો સમાવેશ થઇ જાય. પ્રેમમાં વાત્સલ્ય, સખ્ય  કે દાસ્ય ભાવ હોય ત્યાં સુધી પ્રેમની પારદર્શકતા અને પવિત્રતા જળવાઈ રહે છે પણ પ્રેમમાં જેવો આધિપત્યનો ભાવ પ્રવેશે, એટલે પ્રેમ પોતાની પવિત્રતા ખોઈ બેસે છે અને એ એક લેવડ-દેવડ નો સબંધ બનીને રહી જાય છે.
આ કવિતામાં કવિ પોતાના પ્રિયજન પ્રત્યેનો પ્રેમ બહુ નિખાલસ ભાવે કોઈ પણ જાતના આધિપત્ય કે અપેક્ષા વગર ખુબ પારદર્શિતાથી પ્રદર્શિત કરે છે. અહીં ક્યાંક કોઈ જાતનો માલિકી ભાવ નથી. કવિવર રવીન્દ્રનાથ ટાગોરે ખુબ સુંદર રીતે આ વિચાર પ્રદર્શિત કરેલ છે.
Love Does Not Claim Possession, But Gives Freedom
પ્રેમ ની પહેલી શરતજ સ્વતંત્રતા છે. પ્રેમ તો મનની મોકળાશ અને લાગણીની ભીનાશ વચ્ચે ખીલતો છોડ છે.  તમે કોઈને પ્રેમ કરો છો એટલે તમે એમના માલિક નથી બની જતા.આ બાબત દુનિયાના દરેક સંબધમાં ખીલતા પ્રેમને લાગુ પડે છે. પતિ-પત્ની, બે મિત્રો કે પ્રિયજન સાથેનો પ્રેમ કે બીજા કોઈ પણ સંબંધમાં ખીલતા  પ્રેમમાં જો માલિકી ભાવ પ્રવેશ્યો તો પ્રેમનો છોડ મુરઝાવા લાગે છે. વળી તમે કોઈને પ્રેમ કરો તેનો મતલબ એવો નથી કે તે વ્યક્તિએ પણ તમને પ્રેમ કરવોજ પડે. There is no compulsion in love. હા, તમે જેને પ્રેમ કરતા હોવ એ પાત્ર પણ તમને એટલીજ પારદર્શિતા થી પ્રેમ કરે તો સોનામાં સુગંધ ભળે.
આ કવિતા વિશેની એક આડ વાત. આ કવિતા ૧૫ લીટીની નાનકડી કવિતા છે But still it is considered a Sonnet. The word “sonnet” is derived from an Italian word “sonetto” which means “small lyric” or “little song. Sonnets are the poems that are traditionally written in 14 lines that follow a rhyming scheme and a final rhyming couplet, but Cummings reinvented the sonnet and wrote this poem in a new version of sonnet, utilizing all the modern techniques. This poem became very popular especially after being used in the film” In her shoes”.
તો ચાલો, આ Valentine’s Day ના દિવસે, આપણે પોતાનું સ્વઅવલોકન કરીને નક્કી કરીએ કે આપણે જેને પ્રેમ કરીએ છીએ, તેને આપણે આધિપત્ય અને અપેક્ષાઓના ઓછાયા હેઠળ બાંધીને તો નથી રાખ્યાને! Because after all as Richard Bach has said,
If you love someone, set them free. If they come back, they are yours; if they do not, they never were.”
 ફરી મળીશું આવતા ગુરુવારે એક બીજા આવા જ એક સુંદર કાવ્ય સાથે. ત્યાં સુધી મારી કલમને વિરામ આપું છું. તમારા માર્ગદર્શન અને અભિપ્રાયો ની અપેક્ષા સાથે….
અલ્પા શાહ

૪. “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” – અલ્પા શાહ

વૈશ્વિક કવિતાના ભાવવિશ્વમાં એક સફર…

Spanish poem “Amemos” Or “ચાલને કરી લઈએ પ્રેમ…” By  Amando Nervo

Love is the essential existential fact. It is our ultimate reality and our purpose on earth. – Marianne Williamson

અર્થાત પ્રેમ છે એક સત્ય નિર્વિકાર અને પ્રેમ જ છે આપણા અસ્તિત્વનો સાર…

નમસ્કાર મિત્રો, ૨૦૨૧ નો બીજો મહિનો એટલેકે ફેબ્રુઆરી મહિનો શરુ થઇ ગયો છે અને ચારેકોરે પ્રેમના એકરારના દિવસની એટલે કે Valentine’s day ની મહેક ફેલાવા માંડી છે. “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળા અંતર્ગત ફેબ્રુઆરી મહિનામાં આપણે “પ્રેમ” વિષય ઉપર આધારિત જુદી જુદી ભાષાઓની કવિતાઓનો રસાસ્વાદ અને ભાવાનુવાદ જાણીશું, માણીશું અને સમજીશું.

આજની પ્રેમ વિશેની કવિતા એક સુંદર સ્પેનિશ કવિતા છે, જેનું શીર્ષક છેAmemos  અર્થાત “Let’s love” અથવા ચાલને કરી લઈએ પ્રેમ…”. પ્રેમનું માહાત્મ્ય સમજાવતી નાનકડી કવિતા ના કવિ છે Amando Nervo. કવિતાની સ્પેનિશ ભાષામાં રજૂઆત લિંક પર જોઈ શકશો. https://medium.com/@symarroun/la-poema-amemos-de-amado-nervo-f97937d8c7fc

અત્રે મેં આ કવિતાનો પદ્ય ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે જે હું રજુ કરું છું.

૧૮૭૦માં મેક્સિકોમાં જન્મેલા Amando Nervo, Juan Crisóstomo Ruiz de Nervo નામે પણ ઓળખાતા. Spanish languageના ખુબ જાણીતા કવિની મોટાભાગની રચનાઓમાં તેમના અને તેમના આંતરમન વચ્ચેના સંવાદની રજૂઆત થયેલ જણાય છે. સ્વ સાથેનો સંઘર્ષના આલેખન  અને આંતરિક શાંતિની ખોજની સફર તેમની કલમ દ્વારા પ્રગટી છે. ૧૮૯૫માં તેમણે તેમની પ્રથમ નવલકથા El bachiller publish કરી.

આ ટચુકડી કવિતામાં કવિ મનુષ્યજીવનનો અને અસ્તિત્વનો અર્થ સ્પષ્ટપણે બહુ થોડા શબ્દોમાં સમજાવી જાય છે.હાસ્ય અને રુદન નું રૂપક આપીને શરૂઆત કરતા  કવિ કહે છે કે આપણે પામર મનુષ્ય છીએ જેને આગલી ઘડીએ  શું થવાનું છે તેની ખબર નથી. આપણા જીવન અને મૃત્યુ પર આપણું કોઈ શાણપણ કે ડહાપણ ચાલતું નથી અને આ ભવસાગરમાં આપણે સૌ એક અદ્રશ્ય મુકામ તરફ તરી રહ્યા છીએ.અને છેલ્લે કવિ બહુ તર્કબદ્ધ વાત કરતા કહે છે કે જો મનુષ્ય જીવન આમજ અનિશ્ચિતતા અને ક્ષણભંગુરતા ની વચ્ચે હિલોળા લેતું હોય તો ચાલને આપણે એકમેક ને પ્રેમ કરી લઈએ, કદાચ તેનાથીજ આ જીવન સાર્થક થયું ગણાશે.

આ ટચુકડી કવિતા કેટલો ગહન સંદેશ આપી જાય છે.કવિ આ કવિતામાં આલેખે છે એમ પ્રેમ માં એટલે કે આ અઢી અક્ષરના ટચુકડા શબ્દમાં સમગ્ર જીવનને સાર્થક બનાવવાની પ્રચંડ તાકાત  રહેલી છે. કેટલી સચોટ વાત છે! આપણે જન્મ્યા ત્યારથી પ્રેમ અનેકાક સ્વરૂપે આપણા જીવનમાં પ્રગટતો અને પ્રસરતો રહીને જીવનચાલક ઇંધણ પૂરું પાડે છે.પ્રેમ એક એવું તત્વ છે કે જેની વ્યાખ્યા માટે શબ્દો વામણા પુરવાર થાય. પ્રેમ તો એક અનુભૂતિ છે. એક એવી અનુભૂતિ કે જે તમારા મન, તન અને આત્માને ભલેને થોડા સમય માટે પણ આનંદમય સ્થિતિ માં લઇ જાય. અહીંયા હું માત્ર સ્ત્રી અને પુરુષ વચ્ચેના પ્રેમની વાત નથી કરતી. પ્રેમ તો કોઈ પણ વ્યક્તિ સાથે થાય, કોઈ શોખ સાથે પણ થાય, કોઈ સ્થળ સાથે પણ થાય અને પરમાત્મા અને પ્રકૃતિ સાથે પણ થાય.

શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ ભગવાને સ્વયં કહેલ છે કે ભક્તિયોગ પ્રભુ પ્રાપ્તિનો શ્રેષ્ઠ માર્ગ છે. ભક્તિના મૂળમાં તો પ્રભુ પ્રત્યેની પ્રીત જ રહેલી છેને!  અને મીરા અને શબરીની પ્રેમલક્ષણા ભક્તિથી તો આપણે સૌ વાકેફ છીએજ. આ દુનિયાના દરેક દરેક સંબંધનો મિનારો પ્રેમના પાયે જ ટટ્ટાર રહી શકે છે. માતા-પિતા અને બાળકના સબંધ સિવાયના મોટાભાગના સંબંધોમાં સકારણ પ્રેમની હાજરી હોય છે એટલે કે પ્રેમની લેવડ-દેવડ હોય છે.  આ દુનિયામાં Mother Teresa  જેવા અમુક જ વિરલ વ્યક્તિત્વો હોય જે પોતાની આસપાસ અકારણ પ્રેમનો ઉજાસ પાથરે છે અને સેવા દ્વારા સર્વેને પ્રેમની લ્હાણી કરવામાંજ સમગ્ર જીવન વ્યતીત કરે છે. મને Mother Teresa નું આ વાક્ય ખુબ ગમે છે.

Spread love everywhere you go. Let no one ever come to you without leaving happier.

અર્થાત તમારા આસપાસ તમે પ્રેમનો એવો ઉજાસ પાથરો કે તમારી પાસે આવેલ દરેક વ્યક્તિ આવ્યો હતો તેના કરતા વધુ ઉલ્લાસ થી પાછો જાય.ઈશ્વરે પ્રત્યેક જીવમાં પ્રેમને પામવાની અને બીજાને પ્રેમ આપવાની ભરપૂર શક્તિ મુકેલી છે. જરુર છે માત્ર આ આડંબર અને અહંનો અંચળો ખસેડીને અકારણ પ્રેમ આપવાની એ શક્તિને ખીલવવાની અને પછી સર્વેને અકારણ હેતની હેલીમાં ભીંજવવાની. જેમ કવિ કહે છે તેમ, શી ખબર આ અકારણ પ્રેમની લ્હાણી કરવી એજ કદાચ આપણા જીવનનો સાર હશે… Afterall, Love is the essential existential fact. It is our ultimate reality and our purpose on earth.

તો ચાલો, પ્રેમ આપવાની મારી શક્તિને વધુને વધુ ખીલવી શકું અને મારી આસપાસ હું અકારણ પ્રેમની લ્હાણી કરી શકું તેવી પ્રાર્થના સાથે આજે મારી કલમને વિરામ આપું છું . Espero verte pronto, hasta el próximo poema! અર્થાત ફરી મળીશું આવતા ગુરુવારે એક બીજા આવા જ એક સુંદર કાવ્ય સાથે.

 તમારા માર્ગદર્શન અને અભિપ્રાયો ની અપેક્ષા સાથે….

અલ્પા શાહ