પ્રેમ એક પરમ તત્વ -સપનાબેન વિજાપુરા

મિત્રો
આજે સપનાબેનના “પ્રેમ એક પરમ તત્વ”ના  ૫૧ લેખ પુરા થતા આનંદ સાથે ગૌરવ અનુભવું છું. તો ચાલો સૌ સાથે મળીને વધાવીએ.

મારા જીવનમાં મૈત્રી એ મોટામાં મોટી મિરાત છે. જયશ્રીબેન મર્ચન્ટ અમારી મૈત્રીના નિમ્મીત બન્યા. મૈત્રીનું પંચાંગ નથી હોતું બસ અચાનક મળી જવું અને સહજ ફૂલોની જેમ ખીલવા માંડે ત્યારે દરેક સીમાઓ ઓળંગી જાય દરેક મોસમમાં વસંત ખીલે.સપનાબેન જે સપના દેખાડે શબ્દોને ગઝલમાં ખીલવે પણ બધાની પાછળ એક પરમ તત્વ પ્રેમ અને એજ એમની ઓળખ.

મિત્રો પ્રેમ એક પરમ તત્વ છે એ વાત સપનાબેને દરેક લેખમાં અનેક સંબધોને વણીને સમજાવી છે.આપણી આસપાસ સતત પ્રેમ છે માત્ર એને ઓળખવાની જરૂર છે. આ વાતને સપનાબેને દરેક પ્રકરણમાં ઘુંટીને પીરસી દીધી છે.વાત પ્રેમને પૂર્ણતાથી પીવાની છે.પ્રેમનું તત્વ આપણી બહાર નથી પણ ભીતરમાં છે એની સુંદર સમજણ સપનાબેને આપી પરમ તત્વનો અહેસાસ કરાવ્યો છે.જે ગઝલ લખી શકે એને સંવેદના ક્યાં શોધવા જવાની જરૂર છે?.એમની ગઝલ અને “પ્રેમ એક પરમ તત્વ”ના ૫૧ લેખોમાં એક સામ્ય છે સંવેદનબિંદુ.

સપનાબેન એક સદાબહાર લેખિકા છે.સપનાબેન એક સાથે મહેફિલ અને મંચની વ્યક્તિ છે.એમના અહેવાલમાં પત્રકારત્વની ક્ષમતા છે.એમની પાસે માત્ર ન્યુઝ નથી પોતાના વ્યુઝ પણ છે અને સૌથી મોટી વાત એ નિષ્પક્ષ સાક્ષી છે.એ પ્રેમથી સેતુ બાંધી જાણે છે.પ્રેમને કોઈ ધર્મ નથી કોઈ જાત નથી કોઈ સંપ્રદાય નથી અને એને અર્થનું કોઈ વળગણ નથી એને એણે પ્રેમને આંખોની કીકીમાં સદાય ભરી રાખ્યો છે.કેવળ શંકા અને ટીકાથી જીવન જીવાઈ નહિ પણ જીવવા માટે પ્રેમ જોઈએ એ વાત આ ૫૧ લેખોમાં એમણે કરી આપણને જીવનને મૂલવતા શીખવ્યું છે.વાંચતા વાંચતા આપણે આપણી લાગણીની લીપીને ઉકેલી છે.ક્યારેક વૃક્ષની છાયા જેવો વિસામો તો ક્યારેક કોઈને નફરત કર્યાનો દોષ પણ અનુભવ્યો છે.અને અંતે એમ થાય છે માણસે પ્રેમ તો કરવો જ જોઈએ અને પ્રેમ વિના માણસ અધુરો છે. પ્રેમ એ સમયની મહામૂલી સોગાત છે. પ્રેમ છે માટે પરમ તત્વ આપણી સાથે છે જેનો અહેસાસ આ ૫૧ લેખોમાં સપનાબેને સૌને કરાવ્યો છે.મિત્રો તમે સૌએ આ લાખોને વધાવ્યા છે. તો આપણે ભાવના ભાવીએ કે સપનાબેનની કલમ સદાય લખતી રહે.

હું એમને ફરી આમંત્રણ આપું છું કે જાન્યુઆરી મહિનાથી આપ “શબ્દોના સર્જન” પર એક નવા વિષય સાથે આપની કલમ રજુ કરો. તે દરમ્યાન આ લેખ લખતા થયેલા આનંદ અને અનુભવને આપ દર રવિવારે  લખી ચાલુ રાખો જેથી બીજાને લખવાની પ્રેરણા મળે.

આપણી ભાષા સમૃદ્ધ છે માટે વાંચન અને સર્જન સાથે ગતિમય રહેવી જોઈએ. આપણી માતૃભાષાને સાચવવાની જવાબદારી સૌની છે. સપનાબેન  તમારા યોગદાનની ‘બેઠક’ કદર કરે છે અને અમે તમારા માટે ગૌરવ અનુભવીએ છીએ.

પ્રજ્ઞા દાદભાવાળા

bethak-8

પ્રેમ પરમ તત્વ : 51 : પ્રેમ : સપના વિજાપુરા

પ્રેમ પરમ તત્વની સફર માંથી પસાર થતા ઘણી જાતના પ્રેમની આપણે વાતો કરી ,જેમાં મા દીકરાનો પ્રેમ, પિતા પુત્રીનો પ્રેમ, ભાઈ બહેનનો પ્રેમ, બહેન બહેન નો પ્રેમ, મુગ્ધાનો પ્રેમ, પ્રિયતમનો પ્રેમ અને પતિનો પ્રેમ અને એ સિવાય વતન પ્રેમ પુસ્તક પ્રેમ, કવિતા પ્રેમ, પ્રકૃતિ પ્રેમ ઈશ્વર પ્રેમ, ધર્મ પ્રત્યે પ્રેમ , શ્રદ્ધા પ્રત્યે પ્રેમ,પૃથ્વી પ્રત્યે પ્રેમ, સ્વાર્થરહિત પ્રેમ, ઘડપણ નો પ્રેમ, આવા અનેક પ્રકારના પ્રેમ વિષે વાતો થઇ.

 

માનવ એક સામાજિક પ્રાણી છે. જેમ ખોરાક અને પાણી વગર માનવી રહી શકતો નથી એજ રીતે પ્રેમ વગર માણસ રહી શકતો નથી. નફરત અને પ્રેમ ની વચ્ચે એક પાતળી રેખા છે. રેખાની આ બાજુ પ્રેમ છે અને રેખાની પેલી બાજુ નફરત છે. જે વ્યક્તિ પ્રેમને પસંદ કરે છે એના માટે વિશ્વમાં પ્રેમ જ છે. પેલું કહે છે ને “દેંગે વહી જો પાયેંગે ઇસ જિંદગીસે હમ” પ્રેમ વહેંચશો તો પ્રેમ મળશે અને નફરત ના સોદાગર બનશો તો નફરત જ મળશે।  ઘણી વાર આ પ્રેમ તમે વિચાર્યું પણ ના હોય તેવી વ્યક્તિ પાસેથી મળી જાય છે અને ઘણીવાર નફરત પણ તમારી નજીકની એવી વ્યક્તિ પાસેથી મળી જાય છે જેની તમે કદી આશા રાખી ના હોય. ત્યારે હતાશા મળી જાય છે. પણ પ્રેમનો આધાર ફકત એક વ્યક્તિ પર નથી કદાચ એક વ્યકતિની નફરત આખા જગતના પ્રેમ સાથે મુલાકાત કરાવી દે છે.

 

ઈશ્વરે માનવ હૃદયમાં પ્રેમ મૂકી એકબીજાની સંભાળ રાખતા કરી દીધા છે. વિચારો કે જો મા ના હૃદયમાં પ્રેમ ના મૂક્યો હોત તો કોઈ મા પોતાના બાળકની સંભાળ ના રાખત। પશુ પંખી માં પણ આ મમતા મૂકી છે. જેથી તો પંખી એક એક દાણો લાવી પોતાના બચ્ચાને જીવાડે છે. અને વાઘ પોતાના બચ્ચા માટે શિકાર કરે છે। પ્રેમની તાકાત પરમ કરતા પણ વધારે છે. પ્રેમ વિષે લખવા બેસું તો ગ્રંથ લખાય અને આમ કલમ લઈને બેસું છું તો થાય છે કે શું લખું? બસ આ પ્રેમ પરમ તત્વની સફરે મને પણ ભાન કરાવી દીધું કે હું કેટલી કેટલી વ્યકતિઓને પ્રેમ કરું છું , વસ્તુ અને એહસાસ ને પણ .પ્રેમ કરતી વ્યક્તિ દુનિયામાં પોતાની એક અમિટ છાપ મૂકી જાય છે. જેમકે મધર ટેરેસા ! જીવન એવું જીવું કે કોઈ મને પ્રેમથી યાદ કરે નફરતથી નહીં।  કોઈના દિલમાં ઘર કરી જાઉં। પ્રેમનું નામ આવે એટલે સપના યાદ આવે. 

અંતમાં એટલું જ કહીશ।…..

 “પ્યાર કોઈ બોલ નહિ, પ્યાર આવાઝ નહિ ,
એક ખામોશી હૈ સુનતી હૈ કહા કરતી હૈ ,
ના યેહ બૂઝતી હૈ ના રુકતી હૈ ના ઠેહરી હૈ કહી 
એક નૂરકી બુંદ હૈ  સદિયોસે બહા કરતી હૈ ,
સિર્ફ એહસાસ હૈ યેહ રૂહ સે મેહસૂસ કરો
પ્યારકો પ્યાર હી રેહને દો કોઈ નામ ના દો”

 

સપના વિજાપુરા

પ્રેમ પરમ તત્વ : 50 : સ્ત્રીશક્તિ : સપના વિજાપુરા

જ્યારે સ્ત્રીશક્તિની વાત કરીએ ત્યારે આપણી સમક્ષ ઘણી સ્ત્રીઓના નામ આવી જાય છે. જેમકે મધર ટેરેસા ,ઇન્દિરા ગાંધી, ઝાંસી ની રાણી કે પછી રઝિયા સુલતાન। આપણે આજ એક એવી સ્ત્રીની વાત કરવાના છીએ જે ભીલાઈ મઘ્યપ્રદેશ છે. જેની ઓળખાણ દર્શના દ્વારા થઇ. એનું નામ પપીહા નંદી છે. જેવું મીઠું નામ છે એવા મીઠા કાર્ય પણ કરે છે. એને મને એક સાઈટ આપી.https://www.leadinheelsus.org/ એના કામનો ખ્યાલ આવ્યો। આ એન જી ઓની શરૂઆત 2015 માં થઇ હતી. કેલિફોર્નિયાની રેડિયો ટેલિવિઝન હોસ્ટ પપીહા નંદી એ હાલમાં એની બાગડોર સંભાળી છે.

 

સ્ત્રીઓનું સશક્તિકરણ એટલેકે શક્તિ આપવાનું કામ કરે છે. જે સ્ત્રીઓ છૂટાછેડા લીધેલી છે અને સિંગલ મધર્સ છે, જે સ્ત્રીઓ પર ઘરમાં જુલ્મ થતા હોય અથવા એસિડથી જે સ્ત્રીઓના ચહેરા બગાડી આપવામાં આવ્યા હોય તેવી સ્ત્રીઓને નાની રકમ લોન પર આપી એમને એકલા હાથે હિંમતથી જીવનમાં આગળ વધવા માટે મિસ પપીહા મહેનત કરે છે.

 

તે સિવાય બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રીઓ ને એ લોકો કાઉન્સલીંગ કરે છે તેમ જ હ્યુમન ટ્રાંફેકીંગ માંથી સ્ત્રીઓને છોડાવે છે. તેમજ આવી બાળકીઓને જ્યારે માબાપ અપનાવતા નથી ત્યારે મિસ પપીહા નંદી અને એની ટિમ ને આસરો આપે છે અને આવી દીકરીઓને ભણતરની વ્યવસ્થા કરે છે તે સિવાય ઉંમરલાયક થાય તો એમના લગ્ન પણ કરાવી આપે છે. હાલમાં મોરારી બાપુને હાથે આવી દીકરીઓના કન્યાદાન કરવામાં આવ્યા હતા. આવી જ રીતે પ્રોસ્ટિટ્યુટ નો ભોગ બનેલી સ્ત્રીઓને પણ આ લોકો સલામતીવાળું ઘર ,કોલેજનો ખર્ચ વિગેરે આપી સ્ત્રીઓને પગભર કરે છે. જેથી એમને જીવનનિર્વાહ માટે કોઈ પુરુષ સામે હાથ લાંબો ના કરવો પડે.

 

આ સિવાય ગરીબ લોકો માટે હેલ્થકૅમ્પ, જીવલેણ રોગ કેન્સર વિગેરે માટે ટ્રીટમેન્ટ માટે ફંડ ડોક્ટર વગેરેની સગવડતા કરે છે.તેમના કાર્યને કારણે કેલિફોર્નિયા રાજ્યના એસેમ્બલી દ્વારા રાજ્યના આર્થિક અને સાંસ્કૃતિક વિકાસને આગળ વધારવા માટે તથા ઘણા યોગદાન અને સિદ્ધિઓ માટે, “કેલિફોર્નિયાના ઇન્ડો-અમેરિકન સમુદાયના પ્રતિષ્ઠિત સભ્ય તરીકે,” સમર્પણ અને સેવા બદલ, તેને બહુવિધ પ્રમાણપત્રો આપવામાં આવ્યા છે.

 

હૈદરાબાદ , પુના, મુંબઈ અને કલકત્તા જેવા શહેરોમાં એમના એન જી ઓ જુદા જુદા નામથી ચાલે છે. એમનો હેતુ સ્ત્રીઓને આત્મબળ આપી પોતાના પગ પર ઉભી રાખવાનો છે. અને જે સંસ્થાઓ આવા કાર્ય કરતા હોય તેમની મદદથી આવી સ્ત્રીઓને અને બાળકોને ન્યાય અપાવાનો છે. લીગલ કેસ માં વકીલની ફીઝ વગેરે માટે પણ મદદ કરે છે.

 

અંતમાં મિસ પપીહા નંદી ના શબ્દોમાં કહું તો “જો સ્ત્રીને અવાજ અને સ્વત્રંતતા આપવામાં આવે તો એ આખી દુનિયા પર રાજ્ય કરી શકે છે.”

 

પ્રિન્સ હેરી કહે છે કે ,”જ્યારે મહિલાઓને સશક્તિકરણ આપવામાં આવે છે, ત્યારે તેઓ આજુબાજુના દરેકના જીવન – તેમના પરિવારો, તેમના સમુદાયો અને તેમના દેશોના જીવનમાં ભારે સુધારો લાવે છે. આ ફક્ત મહિલાઓ વિશે જ નથી; આપણે માણસોએ જે ભાગ ભજવ્યો છે તે ઓળખવાની જરૂર છે. વાસ્તવિક પુરુષો સ્ત્રીઓ સાથે સન્માનપૂર્વક વર્તે છે અને તેમને તે આદર આપે છે જેનો તેઓ લાયક છે.

 

મુંબઈ કાંદિવલી માં મિસ ત્રિવેણી આચાર્ય જે છેલ્લા વીશ વરસથી આ કરુણા અને દયાનું કામ કરી રહ્યાં છે એમની સાથે મિસ પપીહા જોડાઈ ને પોતાના કાર્યને વેગ આપી રહયા છે.

 

આપણા સમાજ માં સ્ત્રીને અવાજ આપવાનું કામ કરવું તે એક પરમ તત્વ છે. જે કામમાં સ્વાર્થ નથી અને ભલાઈ છે. સમાજ માં જેના પર જુલ્મ થયા છે એવી સ્ત્રી ને પ્રેમ આપવો એટલે ઈશ્વરને પ્રેમ કરવા બરાબર છે. કોઈપણ ને આ ભલા કામમાં પ્રેમ અને કરુણા વહેંચવા હોય તો ઉપર લિંક આપી છે. આપણે ફૂલ નહિ તો ફૂલની પાંખડી આપી મિસ પપીહા નંદી ના કામને બિરદાવીએ। જિંદગી તો નેક કામ નહિ કરો તોય પસાર થવાની અને કરો તોય પસાર થવાની। આપણે આપણા સમયનો અને આપણા પૈસાનો ક્યાં સદઉપયોગ કરવો તે આપણે નક્કી કરવાનું છે.

 

આ સાથે મારા પચાસ લેખ પુરા થાય છે. આપ સર્વ એ જે પ્રેમ અને મહોબત બતાવી એ મારા માટે પરમ છે. આપ સર્વની ખૂબ ખૂબ આભારી છું. ખાસ કરીને પ્રજ્ઞાબેને જે મહોબત આપી છે એમને સલામ કરું છું. મળતા રહીશું શબ્દોના સથવારે।

 

સપના વિજાપુરા

પ્રેમ પરમ તત્વ : 49:લક્ષ : સપના વિજાપુરા

કિસીકી મુસ્કુરાહટો પે હો નિસાર
કિસીકા દર્દ મિલ સકે તો લે ઉધાર
કિસીકે દિલમે હો તેરે લિયે પ્યાર
જીના ઉસીકા નામ હૈ
હા ગીતનાં બોલને સાર્થક કરે છે ડો  એ આર કે પિલાઈ..દુનિયાનાભરના લોકોનું દર્દ એમનાં હ્ર્દયમાં છે. રક્તપીત્ત રોગ ભારતમાંથી દૂર કરવાનું બીડુ એમણે ૪૫ વરસ પહેલાં ઝડપેલુ. અને આજ ૪૫ વરસ પછી એમણે આ કામ પાર પાડી દીધું છે. રક્તપિત્ત ની નાબુદી માટે ડો પિલાઈ એ પોતાની જોબ  છોડી અને ફૂલ ટાઈમ આ કાર્યને માટે વક્ફ કર્યો। હવે ભારતમાંથી ૯૯% રક્તપિત્ત રોગ દૂર થયો છે.આ સિવાય એ અનાથ બાળકોનાં શિક્ષણનું પણ કાર્ય કરે છે. એમનુ કહેવુ છે ભારતમાં ૯ મિલિયન બાળકો અભ્યાસ લેતા નથી.  આ 2012 નો આંકડો છે.  ગરીબો માટે દવાખાનાઓ ખોલ્યા કે જેમાં ઓછા ખર્ચે ગરીબોની સારવાર થઈ શકે.વળી વાતાવરણ પણ સ્વચ્છ રાખવા માટે પગલાં લેવાયા.
અમેરિકા ખાતે શિકાગો શહેરમાં ઓકટોબર ૧૯,૨૦૧૨ ઈન્ડિયા હાઉસમાં શ્યામબર્ગ નામનાં પરામાં ૮૫ વરસના ડો.આર.કે.પિલાઈના હસ્તે IDF ઇન્ડિઅન ડેવલોપ્મેન્ટ ફાઉન્ડેશનની સ્થાપના થઈ. રિવાજ પ્રમાણે યુ.એસ.એ ના કોંગ્રેસમેન જો વોલ્સે દિપ પ્રગટાવ્યો..એમણે આશા વ્યકત કરી કે આઈ. ડી.એફ દુનિયામાં શાંતિ અને સુલેહ લાવશે. અને એમણે ડો. પિલાઈને વચન આપ્યું કે શિકાગો તથા અમેરિકા એમનાં ભલા અને માનવતા ભર્યા કામમાં બનતી મદદ કરશે. અમેરિકામાં વસતા ભારતવાસીઓએ ડો.પિલાઈને ભારતમાં જે જે જગાયે મદદની જરૂર પડશે એમાં મદદ કરશે એવું વચન આપ્યું.
આઈ  ડી એફ સંસ્થા ત્રણ વસ્તુ પર લક્ષ  રાખે છે. હેલ્થ  જેમાં રક્તપિત્ત, કેન્સર એઇડ  જેવી બીમારી માટે ખર્ચ કરે છે, અને એડ્યુકેશન માટે એમને રાજસ્થાન માં 5 બાળકોથી બાળમન્દિર ચાલુ કરેલું જે હવે  કાશ્મીરથી કન્યાકુમારી સુધી 200 બાલમંદિર બનાવ્યા છે. અને ડેવોલોપમેન્ટ જેમાં પચાસ વિદ્યાર્થીથી ચાલુ કર્યું હતું અત્યારે 50,000 વિધાર્થીઓ આ સુવિધા નો લાભ લે  છે. પુખ્ત વયની સ્ત્રીઓ માટે એડ્યુકેશન પ્રોગ્રામ પણ રાખે છે.
અનાથ બાળકો માટે અભ્યાસ માટે ૧૦૦ જેટલી શાળાઓ અને સ્ત્રીઓને સમર્થન આપવા માટે પાંચ જેટલા સ્ત્રી આશ્રમ અને ૧૨૦ જેટલા દવાખાનાઓ નાખવા માટેનું કામ ડો પિલાઈએ હાથ ધરેલુ છે જેમાં અમેરિકાના આઈ.ડી. એફના પ્રતિનિધીઓ સક્રિય રીતે ભાગ લઈ રહ્યા છે.
ડો પિલાઈના શબ્દો સાથે વિરમુ છું. “દિવાળીના દિપક સાથે આત્મામાં માનવતાના દિવા પણ પ્રગટાવૉ..તમારો પાડોશી જો ભૂખ્યો સુતો હોય તો તમારે ગળે કોળિયો કેવી રીતે ઉતરે ?…સાથ હી  હાથ બઢાના  સાથ હી એક અકેલા થક જાયેગા..મિલકે બોજ ઉઠાના…” ડો. પિલાઈએ ભારત સરકાર તરફથી મળેલી ગ્રાન્ટ (આર્થિક સહાયતા) ને પણ સ્વિકારી ના હતી અને પોતાની મહેનતથી કામ કરતા રહે છે. એમણે મધર ટરેસા ની યાદ અપાવી દીધી.કદાચ અનાથ બાળકોનાં ચાહવાવાળાના નામ જુદા જુદા ભલે હોય પણ કામ એક સરખા હોય છે. ડો પિલાઈ મારાં હ્ર્દય પર એક અમિટ છાપ મૂકી ગયાં છે. વેષ્ણવ જન તો એને રે કહીએ જે પિડ પરાઈ જાણે રે!! એમણે  ગરીબોની સેવા અને ગરીબ બાળકોનો અભ્યાસ અને ગરીબ લોકો માટે દવાખાના ખોલવાનું પોતે લક્ષ  બનાવ્યું હતું।  અને એ સપનાને પૂરું કરવા એમણે  અથાક મહેનત કરી, અને અત્યારે 90 વરસની ઉંમરે પણ આ કાર્ય ચાલુ રાખ્યું છે. આનાથી પરમ તત્વ બીજું શું હોય શકે? ઈશ્વરને પામવા માટે કોઈ મંદિર કે મસ્જિદ માં જવાની જરૂર નથી. કોઈ ગરીબની મદદ કરીને કે કોઈ દુઃખીને ખુશ કરીને પણ ઈશ્વરને પામી શકાય છે.
માના અપની જેબસે ફકીર હૈ
ફિર ભી યારો દિલકે અમિર હૈ..
આવતા રવિવારે મારો છેલ્લો લેખ હશે એ પણ આવીજ કોઈ સંસ્થા પર છે.
સપના વિજાપુરા

પ્રેમ પરમ તત્વ : 48 : બેઠક : સપના વિજાપુરા

પ્રેમ મળે ત્યારે દિવાળી
હું 2016 માં શિકાગોથી કેલિફોર્નિયા મુવ થઇ. અજાણ્યું રાજ્ય, અજાણ્યું, શહેર , અજાણ્યાં  લોકો અને એની વચ્ચે હું સાવ એકલી. દીકરો અને દીકરાની વહુ!! પણ પ્રજ્ઞાબેન દાદભાવાલાની  સાથે એ પહેલા એક મુલાકાત થયેલી જયશ્રી  મર્ચન્ટ દ્વારા.અને એમને મને ખૂબ  પ્રેમથી અને માનથી બેઠકમાં બોલાવેલી અને મને એક આખો કાર્યક્રમ ફક્ત મારા માટે ગોઠવેલો.  હું તો ખૂબ  ખુશ હતી. કવિને બીજું શું જોઈએ માઈક અને શ્રોતા!! આ બંને વસ્તુ પ્રજ્ઞાબેને આપી.ત્યાર પછી હું શિકાગોથી કેલિફોર્નિયા આવી ગઈ અને હર મહિને બેઠકમાં જવા લાગી.  મને એ પ્રેમ અને માન હજુ સુધી મળે છે. ‘બેઠક’ એ મારો પરિવાર બની ગયો.મારો પરિવાર વધતો ગયો. ‘બેઠક’ સિવાય લોકો મને એમના ઘરે પણ બોલાવવા લાગ્યા.  પ્રજ્ઞાબેન ,પ્રતાપભાઈપંડ્યામનીષાબેન,સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ મહેતા ,કલ્પનાબેન રઘુ, રાજેશભાઈજયવંતીબેનવસુબેનદર્શના બીજા અનેકે મને ખૂબ સ્નેહ આપ્યો. બધા નામ નું લિસ્ટ ઘણું મોટું છે. સાચું કહું તો શિકાગોમાં હું 40 વરસ રહી. પણ મને આવો સ્નેહ અને પ્રેમ મને શિકાગોથી નથી મળ્યો.  આ માટે હું ખરેખર પ્રજ્ઞાબેન અને એમના સાથીઓની આભારી છું
ગઈકાલે ‘બેઠક’માં દિવાળી પાર્ટી થઇ. આખું વર્ષ અમે આ પાર્ટીની રાહ જોઈને બેસીએ છીએ. નવા નવા કપડાં અને ખૂબ મીઠાઈ અને ભાવતા ભોજન.  અને ચહેરા પર ઉલ્લાસ અને અને હોઠ પર મીઠાઈ કરતા પણ મીઠા સ્મિત.  મારે અને દર્શનાને પાવભાજીની  ભાજી બનાવવાની હતી. દર્શના બધું શાકભાજી લઈ આવી. અને અમે ભાજી બનાવવાનું શરુ કર્યું. બંનેએ ખૂબ મહેનત અને ખંતથી આ ભાજી બનાવી એમાં પાવભાજી મસાલા કરતા પ્રેમની માત્રા વધારે હતી. એટલે થોડી સ્વાદિષ્ટ વધારે બની. અમે પહોંચી ગયા ભાજી લઈને આઈ. સી. સી.(ઇન્ડિયા કોમ્યુનીટી સેન્ટર)  મીલ્પીટાસમાં જ્યાં અમારી ‘બેઠક’ હતી. ત્યાં જાત જાતની વાનગીઓ થી ટેબલ સજ્ હતું. બધાને સાલમુબારક કહી અમે ભાવતા ભોજન કર્યા.  જેમાં પાવભાજી, ખમણ,હાંડવો, પુલાવમઠિયા , ચોળાફળી,રસ મલાઈ,અડદિયા, બુંદી, દિવાળીના ગુઘરા,એ સિવાય ઘણી મીઠાઈ થી ટેબલ ભરેલું હતું. મુખ્ય વસ્તુ એ હતી કોણ શું લાવ્યું તેના નામની જાહેરાત નહોતી કરી પણ બધાએ માત્ર પ્રેમ પીરસ્યો હતો. અહી સાંનિધ્યનો આનંદ છે.
ભોજન બાદ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી થઇ વસુબેન અને જયવંતીબેને પ્રાર્થના કરી. પછી કવિતાનો દોર શરુ થયો. જેમાં કલ્પનાબેન રઘુ, અલ્પાબેનરીટાબેન જાની, હેમંતભાઈસપના વિજાપુરા, વગેરેએ પોતાની કવિતાનું પઠન કર્યું।.
પછી સંગીતનો દોર શરુ થયો, જેમાં અમારા અતિથિ વિશેષ શ્રી આશિષભાઇ  સોપારકર અને વાગમી  કચ્છી  હતા.  આશિષભાઇ જે મેઘમની ઓર્ગેનિક કંપનીના માલિક છે. જેમનો બિઝનેસ દેશ વિદેશમાં ફેલાયેલો છે. જેની કંપનીનું નામ ફોર્બમેગેઝીનમાં પણ આવેલું છે. તેઓ શ્રી મોટા બિઝનેસ મેન  નહિ પણ એક મીઠા કંઠના માલિક પણ છે. એમણે  તથા વાગમી કચ્છી એ પણ એક પણ સંગીત તાલીમ લીધેલી ગાઈકા છે, તેમણે જુના ફિલ્મી  ક્લાસિકલ ગીત સંભળાવી શ્રોતા ને ભાવ વિભોર કરી દીધા! અમારા ‘બેઠક’ના કલાકાર શ્રી રાજેશભાઈ શાહ અને એમની પત્ની શ્રીમતી જયશ્રી શાહે,અલ્પાબેન ,સુબોધભાઈ અને તેમના પત્ની પણ મધુર ગીત ગાઈને લોકોનું મનોરંજન કર્યું હતું.  ત્રણ કલાક કાર્યક્રમ ચાલ્યો પણ સમયનું પણ ભાન ના રહ્યું.સુગમ સંગીત સાથે શાસ્ત્રીય સંગીતનો પણ સમન્વય થતા માહોલ સર્જાયો. 
‘બેઠક’ એ એક સાહિત્ય સર્જકને પ્રોત્સાહન આપનારી સંસ્થા છે. સીનિયર લોકોને લખતા કરવાં. અને એમના હ્ર્દયનો ભાર હળવો  કરવો એ આ સંસ્થાનો હેતુ છે. પ્રજ્ઞાબેનના નેતૃત્વ નીચે ઘણા સીનિયર લોકો લખતાં થયા છે. અને જે સીનિયર લખે છે એનો સંગ્રહ તૈયાર કરી પ્રજ્ઞાબેન પ્રકાશિત કરે છે. લોકો માટે પોતાનો સંગ્રહ હોવો એક સપનું હોય છે સપના વિનાની આંખો તો વાંઝણી કહેવાય પણ એ સપનાને પ્રજ્ઞાબેન સાકાર કરે છે. 
પ્રેમ ,સ્નેહ , લાગણી, માન આ દરેક વસ્તુનો માનવી ભૂખ્યો હોય છે. જેમ વેલને જ્યાં સહારો મળે ત્યાં ચડી જાય છે એમ માનવ પણ જ્યા થોડી લાગણી થોડો પ્રેમ મળે એ તરફ ઢાળી જાય છે. અને પ્રજ્ઞાબેન એ અડીખમ વૃક્ષ બની ગયા છે જેની પર ઘણા સીનિયર વેલ બની એમને વીંટળાઈ ગયા છે. અહીં કોઈ ધર્મ કે કોઈ જાતિ અથવા કાસ્ટ ના ભેદ નથી. અહીં ફક્ત પ્રેમનો ધર્મ ચાલે છે, ફક્ત પ્રેમનો ધર્મ નિભાવાઈ છે. જો એ પ્રેમનો સિક્કો નથી, તો અહીં ચાલતો નથી. 
પ્રેમ ખરેખર શું છે? પ્રેમ એ માનવતા છે. પ્રેમને કોઈ ધર્મ નથી, પ્રેમ એ ધર્મ છે. જો તમે ખરેખર માનવ હો તો તમે કોઈ દુઃખીને જોઈને દુઃખી થતા હો, તમે કોઈ દુઃખીને એનો ધર્મ પૂછવા રોકાતા ના હો તમે ખરેખર પરમને પામી ગયા છો અને  એપ્રેમ પરમ ઈશ્વર સુધી પહોંચાડે છે.
સપના વિજાપુરા 

ફોટા માટે લીંક ખોલો –

ફોટો માટે રઘુભાઈ શાહ નો ખાસ આભાર

પ્રેમ પરમ તત્વ : 47: દિલ : સપના વિજાપુરા

પ્રેમ નો સીધો સંબંધ દિલથી છે. દિલ જે કહે તે પ્રેમ!!  દિલ જે સત્ય કહે છે, દિલ જે કોઈની વાત માનતું નથી. દિલ જે પોતાનોકક્કો સાચો માને છે. દિલ વિષે કેટલાય મુવી બની ગયા છે અને દિલ વિષે હજારો ગીત, હજારો ગઝલ, અને હજારો કવિતાઓ લખાય ગઈ છે. પણ એમ પણ કહી શકાય કે કવિ દિલ માટે  બન્યો છે કા તો દિલ તૂટવા થી અથવા દિલ ના સંવારવાથી।
ચાલો દિલ વિષે વાત કરીએ તો માનવ શરીરનું એક અગત્યનું અંગ છે. જેના હોવાથી  આપણું હોવાપણું છે અને જેના બંધ થવાથી દુનિયા સ્થગિત થઇ જાય છે. આમ તો દિલનું કામ આખા શરીરમાં લોહી પહોંચાડવાનું અને ખરાબ લોહીને શુદ્ધ કરવાનું છે. બાકી કોઈ કામ દિલનું નથી.
પણ દિલનું સૌથી મોટું કામ લાગણીઓને સ્પર્શવાનું છે. કોઈ પણ લાગણી પ્રેમની , નફરતની, સુખની, દુઃખની, કરુણાની, દયાનીપછી જાતીય સુખની। આપણને સ્પર્શની  ભાષાનું ભાન દિલ અને દિમાગ કરાવે છે. દિલ દિમાંગની વાત સાંભળી એ લાગણીનું વિશ્લેષણ કરે છે અને દિમાગને  હુકમ આપે છે કે આપણે શી રીતે વર્તવાનું છે. કદાચ કોઈ ડોક્ટર આ વાત નહિ માને પણ મારો અભિપ્રાય છે.

સૌથી પહેલા નફરત વિષે જાણીએ કોઈ વ્યક્તિ આપણને નફરત કરે છે. એના હાવભાવ અને તમારી સાથેનીવાતચીત પરથી તમને ખબર પડી જાય છે. તમને આ વ્યક્તિ ગમાડતી નથી.  દિલને દુઃખ પહોંચે છે એ દિમાંગને કહે છે કેફલાણી વ્યક્તિથી દૂર રહે. અને દિમાગ જાત જાતની કોશિશ કરે છે એ વ્યક્તિથી દૂર રહેવા માટે. સુખની લાગણી તો બહુ સ્વાભાવિક છે. દિલને ગમ્યું તે થયું તો સુખ અને દિલને ના ગમતું થયું તો દુઃખ.  કરુણા અને દયાની  લાગણીમાં દિલ  દિમાગને હુકમ કરે છે કે ફલાણી વ્યક્તિ પીડિત છે જે મારાથી જોયું જતું નથી. કોઈ ગરીબ, કોઈ ફકીર, કોઈ જરૂરતમંદ ,કોઈ બીમાર. કોઈ ઇજા પામેલ અને કોઈ મુસાફર, આ બધા પ્રત્યે દયા અને કરુણા ઉત્પન્ન થાય છે અને દિલ દિમાગને  હુકમ કરે છે મદદ કરવા માટે અને એ માટે દિમાગ  કોશિશ કરે છે.
હવે વાત આવી ગમતો જાતીય  સુખનો સ્પર્શ અને અણગમતો સ્પર્શ.  દિલને બંધ ખબર  પડે છે અને દિલ ફરી દિમાગને  હુકમ કરે છે અને ક્યાં ચેતીને ચાલવાનું છે તે જણાવે છે. અમેરિકામાં તો આ માટે બાળકોને પણ ખાસ લેસન આપવામાં આવે છે।ગમતા સ્પર્શ અને અણગમતા સ્પર્શ માટે.  કોઈ વ્યક્તિ પર બળાત્કાર થતો હોય તો દિલ બરાડા પાડીને ના પાડે છે અને દિમાગ ને હુકમ કરે છે અને દિમાગ બચાવાની હાલતમાં હોય તો વ્યક્તિને બચાવી લે છે.
છેવટે  વાત કરીએ પ્રેમની.  પ્રેમનો સીધો રસ્તો દિલ સાથે છે. દિલ ને કોઈ ગમી જાય, કોઈની જીલ જેવી આંખોમાં ડૂબી જવાનું મન થાય. કોઈ નો સ્પર્શ દુનિયાના કોઈપણ સ્પર્શ કરતા વહાલો લાગે અને કોઈનો વિચાર દિલને પુલકિત કરી દે. કોઈ નો વિચાર કર્યા  વગર દિલ રહી ના શકે. દિલ વારંવાર કહે કે “દિલ હૈ કી માનતા નહિ.” દિલ તો હૈ દિલ દિલકા ઐતબાર  ક્યાં  કીજે ” દુનિયા આખીના બધા દિલ પરના ગીત તમારા માટે લખાયા છે એવું લાગે ત્યારે દિલ તમારું ચોરાયું છે એમ માની લેવું અને  અને દિલ પર કોઈ જોર ચાલતું નથી.  હવે પ્રેમ દિલમાંથી ઉદભવે છે અને દિલ આ પ્રેમને પરમ સુધી પહોંચાડવા માગે છે. જો બે આત્માનું મિલન થાય તો દુનિયા સ્વર્ગ બની જાય છે. પણ જો બે આત્મા મળે નહિ તો આ પ્રેમ દિલમાં ધરબાઈ જાય છે. અને દિલ ની અંદર ક્યાંક એ પ્રેમ જળવાઈ  રહે છે. અને જો આ પ્રેમને જો સાધના ગણી લેવામાં આવે તો આ પ્રેમ પરમ સુધી પહોંચીકે છે.
ઘણીવાર શરીરનું મિલન શક્ય નથી ત્યારે આત્મા મળી જાય છે.  પ્રેમ એક સાધના બની પરમ તત્વ બની જાય છે. પ્રેમનીવ્યાખ્યા બધા પાસે જુદી જુદી હોય છે. કોઈ બાળકને પ્રેમ વિષે પૂછશો તો કહેશે કે મારી માતા એ પ્રેમ. અને કોઈ યુવાન કેયુવતીને પૂછશો તો પોતાના પ્રેમીને પ્રેમ ગણાવશે કોઈ પતિ પત્નીને પૂછશો તો  એક બીજાની કાળજીને પ્રેમ તરીકેગણાવશેઅને કોઈ માતાપિતાને પૂછશો તો બાળકોને પ્રેમ કહેશે દરેક ઉંમરમાં પ્રેમની વ્યાખ્યા બદલાઈ છે. પણ પ્રેમ તો ત્યાંજઅડગ ઉભો છે, પરમ બનીને। માનવીને પ્રેમ વગર રહેતા આવડતું નથી. એટલે છેલા શ્વાસ સુધી પ્રેમને ઝંખતો અને ખોળતોરહે છે.
સપના વિજાપુરા

પ્રેમ પરમ તત્વ : 46 : તહેવાર : સપના વિજાપુરા

ભારતવર્ષ એ તહેવારનો દેશ છે. અહીં દરેક પ્રસંગ માટે તહેવાર હો છે. ઋતુ પ્રમાણે પણ તહેવાર બદલાતા રહે છે, વળી ભારતમાં ઘણા રાજ્યો આવેલા છે તો દરેક રાજ્યના પણ જુદા જુદા તહેવાર હો છે. રક્ષાબંધન, ભાઈબી, કડવા ચોથ, નવરાત્રી, દશેરા, દિવાળી બૈસાખી, હોળી,ગણેશ ચતુર્થી, ઓનમ ,જન્માષ્ટમી, ઈદ વગેરે.

ભારત ના લોકોને ઉજવણી કરવી ગમે છે. અને દરેક તહેવારની પાછળ કાંઈ ને કાંઈ હેતુ અને બોધ રહેલો હો છે. જેમકેહોળીની ઉજવણી માં હોળી સળગાવા આવે છે જેમાં પોતાનામાંથી બુરાઈનેઅહમને  હોળી માં નાખી સળગાવી દેવામાં આવે છે. અને રંગની પીચકારીમાંથી પ્રેમભાવના વરસાવામાં આવે છે. જે ભાઈચારા અને પ્રેમનો સંદેશ આપે છે.

દિવાળી પણ દશેરા પછી આવે છે જેમાં રાવણનો વધ કરી રાવણને સળગાવવામાં આવે છે. દિવાળીનો સંદેશ પણ બુરાઈનો નાશઅને ભલાઈની સ્થાપના છે. શ્રી રામ જ્યારે રાવણનો નાશ કરી સીતાને લઈને અયોધ્યા આવ્યા એટલે અયોધ્યાના લોકોએ અયોધ્યાને કોડિયા  અને દીવા થી શણગારી દીધું. અને આખું અયોધ્યા ઝગમગાટ કરવા લાગ્યું જ્યારે રામ અને સીતા અયોધ્યા પધાર્યા તો ફટાકડા ફોડી એમનું સ્વાગત કરવામાં આવ્યું.  બસ આ રીતે ભલાઈની, સત્યની જીત થઇ અને બુરાઈ અને અસત્અને જુલ્મની નાબૂદી થઇ એટલે ભારત દિવાળી ઉજવી આ પ્રસંગને યાદ કરે છે. દશેરા અને દિવાળી પહેલા નવરાત્રી આવે છે જેમાં ગરબા રમી આનંદ માણવામાં આવે છે.

જન્માષ્ટમી શ્રી કૃષ્ણ ના જન્મ દિવસની ઉજવણી તરીકે ઊજવવામાં આવે છે. તેમાં પણ ઉપર દોરડા પર મટકી  બાંધી ગામના જવાનો એક બીજા પર  ચડી એ મટકી સુધી પહોંચે છે અને મટકીને ફોડે છે જેમાં દહીં ભરેલું હો છે. જવાનો ને  આ તહેવાર ખૂબ ગમે છે. ધમાલ અને મસ્તી.

બૈશાખીમાં ઘઉંનો પાક તૈયાર થા એટલે ખેડૂત આ ઉજવણી કરે છે. ઓનમ  પણ પાક પાકે ત્યારે ઊજવાય છે.

ભારતમાં મુસલમાનની પણ વસ્તી છે. મુસલમાન ભાઈ બહેનો અલ્લાહના હુકમથી આખો મહિનો રોઝા રાખે છે અને 30 રોઝા પુરાથા એટલે ઈદની ઉજવણી કરે છે. જેમાં એક બીજાને ભેટ આપે છે. લોકો ઘરે ઘરે એકબીજાને મળવા જા છે. સવારે નમાઝ થા છે ત્યારબાદ લેક્ચર હો છે જેમાં આખી દુનિયા માટે ભાઈચારાનો સંદેશ હો છે. રોઝા રાખવા એ પણ એક ઉજવણી હો છે. રોઝાનો અર્થ કોઈ પણ વસ્તુને છોડી દેવી. જેમાં સૌથી પહેલા તો અન્ન અને પાણીનો ત્યાગ થા છે. પછી અહમ નોત્યાગ, ખરાબ વિચારોનો ત્યાગ, ગુસ્સાનો ત્યાગ, લાલચનો ત્યાગ,અસત્યનો ત્યાગ, બુરી નજરનો ત્યાગ,કોઈને શબ્દથી કેશારીરિકરીતે ઇજા પહોંચાડવાનો ત્યાગ. 

આ રીતે ભારતવર્ષમાં બધા તહેવારો અર્થપૂર્ણ છે. જો આપણે એ તહેવાર ઉજવીએ તો સાથે સાથે એના બોધને સમજીએ તો એકબીજા સાથે ભાઈચારો રાખીએ તો ઈશ્વર સુધી પહોંચી જઈએ. દરેક ધર્મ એ ફક્ત ભાઈચારા અને પ્રેમનો સંદેશ આપે છે. માનવતા નો સંદેશ આપે છે. ધર્મ તો પછી આવે પહેલા તો” હું માનવી માનવ થાઉં તો  ઘણું “બધા ના ખુદા સુધી પહોંચવાનામાર્ગ જુદા જુદા છે પણ અંતે બધાને એક સ્થાને ભેગા થવાનું છે.પરમ ને પામવા પ્રેમનો માર્ગ  ઉત્તમ છે.

ના તેરા ખુદા કોઈ ઔર હૈ ના મેરા ખુદા કોઈ ઔર હૈ

યેહ જો રાસ્તે જુદા જુદા હૈ વોહ મામલા કોઈ ઔર હૈ

સપના વિજાપુરા

પ્રેમ પરમ તત્વ : 45:એહસાન : સપના વિજાપુરા

એહસાન મેરે દિલપે તુમ્હારા હૈ દોસ્તો 
યે  દિલ તુમ્હારે પ્યારકા મારા હુઆ હૈ દોસ્તો 
એહસાન તેરા હોગા મુજપર  દિલ ચાહતા હૈ વોહ કહેને દો 
મુજેહ તુમસે મહોબત હો ગઈ હૈ મુજેહ પલકોકી છાવમે  રહીને દો 
એહસાન ના કેટલાય પ્રકાર છે દોસ્ત પર એહસાન, પ્રેમી પર એહસાન પણ સૌથી વધારે અને મહાન એહસાન છે માબાપ પર એહસાન!! 
 એહસાન નો બદલો એહસાન સિવાય બીજો કોઈ નથી. તમને બધાને તમારા માબાપ પર  એહસાન કરવાનો હુકમ થયો છે અનેજો માબાપ તમારા પર ગુસ્સો કરે તો એની સામે ઉફ પણ નહિ કરતા. આ કુરાનની આયાત છે. 
એહસાન કરવો એટલે ભલાઈ કરવી.  ખાલી માબાપ સાથે  નહિ પણ દરેક  માનવજાત પર એહસાન કરો. ભલાઈનો બદલો ભલાઈથી મળશે.  માબાપ ના એહસાનનો બદલો તો કદી વાળી  શકાતો નથી તેથી અલ્લાહે હુકમ આપ્યો કે તારા માબાપ પરએહસાન કર.
અહીં મને ટોડરમલ ની વાત યાદ આવે છે કે એક વખત ટોડરમલે એની મા ને કહ્યું મા તારા બધા એહસાન ઉતારી દેવા શું કરવું?  મા  એ કહ્યું કે બસ એક રાત તું મારી સાથે સૂઈ જા  તો તારી પર મારા કરેલા બધા એહસાન ચૂકવાઈ જશે.ટોડરમલ તૈયાર થયા. એ રાતે એ મા સાથે પથારીમાં સુવા ગયા. જરા એમની આંખો ઊંઘથી ભારે થઇ એટલે માં એ એને ઉઠાડી અને કહ્યું  મને તરસ લાગી છે પાણી આપ. એ પાણી લઇ આવ્યા. મા એ થોડું પાણી પી ને બાકીનું પથારીમાં ઢોળી  નાખ્યું. એમને  ગુસ્સો આવ્યો છતાં કશું બોલ્યા વગર સૂવાની કોશિશ કરી. એમની આંખો ઊંઘથી બોજલ થઇ એટલે મા એ ફરી પાણી માગ્યું.  ફરી એ વસ્તુ મા એ કરી હવે ટોડરમલ નો ગુસ્સો કાબુમાં ના રહ્યો એમને કહ્યું કે મા  આ શું પથારી ભીની કરી મારે સૂવું શી રીતે? માં એ હસીને કહ્યું , બેટા  તું તો એક રાતમાં થાકી ગયો, હું તો તું ત્રણ વરસનો થયો ત્યાં સુધી તારી કરેલી ભીની પથારીમાં સૂતી હતી અને તને સૂકામાં  સુવાડતી હતી. ભીને સુઈ પોતે સુકે સુવાડ્યા આપને , એ અમીમય આંખને  ભૂલીને ભીંજવશો નહિ  આ તો ખાલી પાણી છે એ તો તારી કરેલી ગંદગી હતી. પણ આ તો ફક્ત ત્રણ વર્ષના એહસાનની વાત છે. એ સિવાય લાખો એહસાન કર્યા એ તો ગણાવી પણ નથી શકતી.  હવે કહે તું ઉતારી શકીશ મારું ઋણ ? ટોડરમલે કાન પકડ્યા કે માનું ઋણ  ઉતારવું શક્ય નથી. 
કહેવાય છે કે છોરું કછોરું  થાય પણ માવતર કમાવતર ના થાય.એટલે કોઈપણ હાલતમાં માના   દિલમાંથી તો દુઆ નીકળતી હોય છે. ઈશ્વર બધે પહોંચી વળતો ના હતો તેથી એને મા બનાવી દુનિયામાં ભલાઈ ફેલાવવા માટે. વળી ઈશ્વરને ભજવાથી મા નથી મળતી પણ માની સેવા કરવાથી ઈશ્વર ચોકક્સ મળે છે. તો માબાપ પર એહસાન કરો જેવા  એને તમને બાળપણથી જવાની સુધી પહોંચાડવામાં એહસાન કર્યા એવા એહસાન તમે એના વૃદ્ધાવસ્થામાં કરો. જો ઇશ્વર ને પામવો હોય તો એક સહેલો માર્ગ માબાપની સેવાનો છે. તમને ઈશ્વર ઊંચા સ્થાન બેસાડી દેશે. શ્રવણકુમાર જો માબાપને ખભા પર બેસાડી યાત્રા કરાવી શકે તો ટ્રેનની ટિકિટ લઇ આજનો શ્રવણ કુમાર માબાપને યાત્રા પર  મોકલી શકે છે. ઈશ્વરનો પરમ પ્રેમ પામવો હોય તો માબાપ પાર એહસાન કરો ભલાઈ કરો. લોકો સાથે ભલાઈ કરો એહસાન કરો. તમને ઈશ્વર શોધતો આવશે. 
સપના વિજાપુરા 

પ્રેમ પરમ તત્વ : 44 : સ્મિત :સપના વિજાપુરા

એક સ્મિત દુઃખીને આપી તો જુઓ

આ મફતનું કામ કરવું જોઈએ!!

મારી ગઝલનો આ શેર છે. જ્યારે સવારની વોક લેવા નીકળ્યાં  હો અને એક બેન્ચ પર  એક વ્યકિત નિરાશ થઈને બેઠી હોય એને તમે જઈને સ્મિત આપી ને શુભ સવાર કહો જોઈએ!! એ વ્યક્તિનો દિવસ સુધરી જશે. કોઈ ગરીબ બાળકને સ્મિત સાથે પાંચ રૂપિયાની નોટ આપો. એ બાળક આખો દિવસ તમને યાદ કરશે. સ્મિતનું જાદુ એવું છે. એ બધાને પોતાના મોહપાશ માં રાખે છે. વળી સ્મિતની એક બીજી આદત છે કે ચેપી છે,  સુખ વહેંચવા માટે તો સ્મિત કરતા રહો અને સુખ વહેંચતા રહો. કોઈ તમારી સામે સ્મિત કરે તમે રહી  નહિ શકવાના તમે સામું સ્મિત આપવાના!!

સ્મિત ભલે બધી પીડાનો ઈલા નહિ હોય પણ એ બધી પીડાનો મલમ જરૂર છે. સ્મિત તમને જીવવાનું બળ  આપે છે, તેમદરેક દુઃખની સામે ઢાલ  બને છે. અને ગમે તેવા દુઃખને પડકારે પણ છે. ઘણા શાયરોએ સ્મિત માટે ઘણી શાયરી કરેલી છે. સ્મિતમાં ઈશ્વરનો વાસ છે. નિદા  ફાઝલી નો એક શેર છે કે

ઘર સે મસ્જીદ હૈ બહુત દૂર
ચલો યૂં કર લે,
કિસી રોતે હુએ બચ્ચે કો હંસાયા જાયે !

કોઈ રડતા બાળકને હસાવાથી જો ઈશ્વર ખુશ થતો હોય તો એ હાસ્ય અને એ સ્મિતની કિંમત કોઈ આંકી શકતું નથી એ અણમોલબની જાય છે.  એક બાળકને કે એક વ્યકિતને હસાવવી એટલે કદાચ એની દુનિયા બદલી જાય. કદાચ એનામાં નવો જોશ નવો ઉમંગ આવે જીવવા માટે. આખી દુનિયાને બદલવી અઘરી છે પણ એક વ્યકિતના ચહેરા પાર સ્મિત લાવવું અઘરું નથી. અને એ વ્યકિત બીજાના ચહેરા પર સ્મિત લાવે એમ આ કડીને જોડતાં  રહીએ તો આખું વિશ્વ મધુર સ્મિત કરતુ થઇ જાય. આજકાલ તો લાફ્ટર કલાસીસ ચાલે છે. હસો અને હસાવો. એક મીઠું  સ્મિત એ આખી દુનિયા માટે પ્રેમની ભાષા છે। ઘણીવાર સંબંધ ટકાવી રાખવા માટે ચૂપ રહીને સ્મિત આપી દેવું એ પણ બસ છે. જ્યારે તમે કોઈને સ્મિત આપો છો તો તમે એક પ્રેમની ભેટ આપો છો. સૌથી સસ્તી અને મીઠી ભેટ.

 સ્મિત એ તમારા શરીરનો સદકો(દાન)  છે. ઘણીવાર આપણે પૈસાથી સદકો  કાઢીએ છીએ પણ પૈસા સિવાય ફક્ત એક સ્મિત પણ તમારી બલાઓ  દૂર કરી શકે છે. સવારની શુભ શરૂઆત સ્મિતથી કરો, સવાર પડતા પતિ કે પત્નીની સામે સ્મિત કરો ,બાળકો સામે સ્મિત કરો, ઘરના નોકર ચાકર, દૂધવાળો, પેપરવાળો , પોસ્ટમેન,ધોબી, તેમ લિફ્ટ માં ચડતા ઉતરતાં દરેક વ્યક્તિ સામે સ્મિત આપો, આ સ્મિત એમનો  નહિ પણ તમારો દિવસ સુધારી દેશે. સ્મિત માં છુપાયેલો પ્રેમ પણ છે. જે પ્રેમતમે મફતમાં જગત ને વહેંચી શકો છો. વિચારો કે જે વ્યક્તિને તમે જાણતા પણ નથી એ વ્યક્તિનો દિવસ કદાચ ખરાબ જઈ રહયો હોય, બની શકે કે કોઈ મોટી મુશ્કેલીમાં હોય, પણ જુઓ તમારુ એક સ્મિત કેવું ચમત્કાર બતાવે છે. તમે કોઈ પણ ના જીવનને નવી રોશની આપી શકો છો.

એક સ્મિત પાછળ હજારો ગમ પણ છુપાયેલા હોય છે તેમ છતાં હસતા રહેવું એ ઈશ્વરનો આભાર માનવા બરાબર છે. ઇસ્લામમાં કહેવાય છે કે એક સ્મિત થી 70 નેકી લખાય છે તો નેકી ભેગી કરતા રહો તો જ્યારે તમે ખુદા પાસે જાઓ તો તમારી ઝોળી માં કરોડો નેકીઓ હશે. અને હસતા હસતા ઈશ્વરને મળશો.  આ કોઈના ચહેરા પાર સ્મિત લાવો, આ કોઈના સ્મિતનું કારણ બનો. ઈશ્વરને પામવા માટે, પરમને પામવા માટે  અઘરા રસ્તા અપનાવવાની જરૂર નથી, બસ એક સ્મિત કાફી છે. 

મને કોઈ એ એકવાર કહ્યું હતું કે 

હસતી  હુઈ તુમ બહોત ખૂબસૂરત  લગતી  હો 
બસ ઉસી દિનસે  મુસ્કરાયે જાતી હું મૈં 

સપના વિજાપુરા 

પ્રેમ પરમ તત્વ : 42:ધરતીમાતા : સપના વિજાપુરા

આખા બ્રહ્માંડ માં સૌથી વધારે  પ્રિય ગ્રહ  કયો? અને બધા એક સાથે બોલી ઉઠશે પૃથ્વી. હા, મારો પ્રિય ગ્રહ મારી માતા મારી પૃથ્વી છે. બીજા કોઈ ગ્રહમાં માનવજાત છે કે નહિ એની શોધ હજુ સુધી થઇ નથી. અને હશે તો પણ આપણે આપણી ધરાને ખૂબ  ચાહીએ છીએ.  અને જયાં ચાહત આવે ત્યાં જવાબદારી આપોઆપ આવી જાય છે.

જેમ હું મારું આંગણું સાફ રાખું છું, જેમ હું મારું ઘર સાફ રાખું છું, જેમ હું મારી શેરી સાફ રાખું છું, એમ મારે મારી આ ધરાને સાફ રાખવાની છે. ફક્ત મારા માટે નહિ, મારી આવનારી પેઢી માટે પણ મારે એની સંભાળ રાખવાની છે.

આ અઠવાડિયામાં ન્યુયોર્કયુ એસ એ માં કલાઇમેટ સંબંધી એક કોન્ફેરેન્સ થઇ જેમાં ફક્ત આ વિષે પર ચર્ચા થવાની હતી જેમાં આપણા પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ પધારેલા હતા. દુનિયાનાં મોટા મોટા લીડર આવેલા હતા. 23 સપ્ટેમ્બર થી 29 સુધી કલાઇમેટ અઠવાડિયું ગણવામાં આવ્યું હતું.

ફેક્ટરી, કોલસા અને અશ્મિભૂત ઈંધણને બંધ કરવા તથા ખેતી અને ઇલેક્ટ્રિકલ અને આબોહવાને માફક આવે તેવા સાધનો તરફ વળવું  એ આ સમીટ નો હેતુ હતો. આપણી પૃથ્વી આપણી માનું તાપમાન દર વર્ષે 3 ડિગ્રી વધી રહ્યું છે. હાલમાં અમારી અલાસ્કાના ક્રુઝ દરમ્યાન જાણવા મળ્યું કે અલાસ્કાના ઘણા ગ્લેશિયર ઉષ્ણતામાનને લીધે ઓગળી રહ્યા છે.અને છેલ્લા દસ  વર્ષમાં  સમુદ્રનું તાપમાન લગભગ આઠ ડિગ્રી વધી ગયું છે. આ કાર્બન ડાયોક્સાઈડ ના  વધારાથી બને છે. તેથી કાર્બન ડાયોક્સાઈડ ઉત્પન કરતા કેમિકલ અને ટેક્નોલોજી ને રોકી દેવા જોઈએ જેથી આપણી પૃથ્વીના તાપમાન માં ઘટાડો કરી શકીએ.

સ્વીડનની એક યુવતી ગ્રેટા થનબર્ગ  આ કામ માટે બીડું ઝડપ્યું છે. જાન્યુઆરી 3, 2003 માં જન્મેલી આ યુવતી એક ગાયિકા અને એક્ટરની દીકરી છે. 2011 થી એના મનમાં કલાઈમેટની ચિંતા થયેલી. ત્રણ વર્ષમાં એને એક બીમારી લાગુ પડી એને ખાવા પીવાનું છોડી દીધું અને વાત કરવાનું પણ છોડી દીધું.  એને કલાઇમેટ ની એટલી બધી ચિંતા હતી જેથી  એને આ ડિપ્રેશન નીબીમારી લાગુ પડેલી. અને નવમાં  ધોરણમાં આવતા એને સ્વીડનની પાર્લામેન્ટ સામે કલાઇમેટ માટે સ્કૂલની સ્ટ્રાઇક એવું બોર્ડ લઇ બેસવાનું ચાલુ કર્યું અને સ્કૂલ જવાનું બંધ કર્યું.  એના પિતાને આ વાત ગમી નહિ પણ એને જણાવ્યું કે એ સ્કૂલમાં જઈને દુઃખી થાય એના કરતા કલાઇમેટ માટે કૈક કરી છૂટવાથી  સુખી થાય એ વધારે સારો રસ્તો છે.

બે વર્ષ સુધી એને પોતાના ઘરના ને  સમજાવ્યું કે ફલાઇટ નહિ લેવાની  અને કાબર્ન ડાયોકસાઇડ ઉત્પન્ન થાય એવા વાહનો નહિ વાપરવાં. એની મા  ને તેના માટે પોતાની કેરિયર છોડવી પડી કારણકે ગાયિકા તરીકે એને ગાવા માટે પ્લેનમાં એક જગ્યાથીબીજી જગ્યાએ જવું પડતું. 

2019 ની સમીટમાં ગ્રેટા આવી તો સ્વીડનથી  બોટમાં આવી અને એને સાબિત કરી આપ્યું કે એ ખાલી વાતો નથી કરતી પણજે બોલે છે એને એક્શનમાં પણ ઉતારે છે. અત્યારે દુનિયાની ખૂબ  જાણીતી કલાઇમેટ ની ચળવળ કરવા વાળી તરીકે પ્રખ્યાતથઇ ગઈ છે. એના પગલે મિલિયન્સ ઓફ બાળકો એનિ સાથે જોડાય છે. ટી વી ઇન્ટરવ્યૂ અને રેડીઓ ઇન્ટરવ્યૂ તેમ પેપર માં ઇન્ટરવ્યૂ આપી ચૂકીછે.  અને ઘણા લીડરને એને ઊંચા નીચા કરી દીધા છે અને આંખો ખોલી  દીધી છે.અને હવે બધા આ  બાબત હકારત્મક પગલાં ભરવા માટે તૈયાર થયા છે.

પણે શું શીખી શકીએ આ સોળ  વરસની બાળા પાસેથી? આ પૃથ્વી કોઈ એકનું ઘર નથી એ આપણા બધાનું સહિયારું ઘર છે. ઘણીવાર મારા ‘એકલા’ના કરવાથી શું ફરક પડશે, એમ આપણે માની લઈએ છીએ પણ એક સે એક મિલે તો કતરા  બનસકતા હૈ દરિયા.   એમ આપણે એકબીજાની સાથે હાથ મેળવી આપણી પૃથ્વીને બચાવવાનું કામ કરી શકીએ.  રેલી કાઢી શકીએકારપૂલ કરી ગેસનો બચાવ કરી શકીએ, વાતાવરણ ને ના ગમતી વસ્તુઓ કેવી કે પ્લાસ્ટીક બેગ્સ પેપર પ્રોડક્ટ નોઉપયોગ ઘટાડી શકીયે, ગો ગ્રીન ચળવળ ચાલુ કરી શકીએ. એટ લિસ્ટ આપણે આપણી ગારબેઝમાં કેન, પેપર ,પ્લાસ્ટિકબોટલ વિગેરે ફેંકીએ છીએ  તે રિસાયકલ માં નાખીએ।. મારા એકલાથી શું ફર્ક પડવાનો છે. એના બદલે મારાથી ફર્ક પડવાનો છે એ અભિગમ રાખીએ તો આપણે આપણી આ પૃથ્વીને ઘણી સારી સ્થિતિમાં આપણી નવી પેઢીને આપી શકીએ.

આ પૃથ્વી સિવાય આપણી પાસે બીજું કોઈ ઘર નથી તેથી આ પૃથ્વીને બચાવ્યા સિવાય છૂટકો નથી. આપણને એમ લાગે છે કેહવે થોડા વર્ષમાં તો આપણે નહિ હોઈએ તો આપણે શું ચિંતા  કરવી,પણ આપણા  બાળકો આપણને દોષી માનશે કે આપણા મધર પ્લેનેટ ની સંભાળ આપણે ના લીધી।. અને હું માનું છું કે આપણી આ ધરાનું  આપણે ધ્યાન ના રાખીએ તો એ મોટું પાપછે. જેવી રીતે તમારી મા  નું ધ્યાન ના રાખો તો ઈશ્વર નારાજ થાય તે રીતે ધરતીમાતાનું ધ્યાન ના રાખો તો ઈશ્વર નારાજથાય.આપણા બાળકોને જો પ્રેમ કરતા હોઈએ તો આપણી ફર આવે છે કે આપણે એને એક તંદુરસ્ત વાતાવરણ આપીએ. અને ઈશ્વરે આપેલી આ ધરતીની સંભાળ લઈએ એ પ્રેમ છે અને એ પરમ સુધી પહોંચાડશે.

સપના વિજાપુરા