વાર્તા રે વાર્તા -3-વસુબેન શેઠ

હિમ્મતે મર્દા તો મદદે ખુદા 
ઉદય હવે અમેરિકાનો સીટીઝન થયા પછી નિશ્ચિત થઈ ગયો. એમતો ખૂબ સારું ભણેલો અને એક  સ્ટાર્ટ અપ કંપનીમાં સારા હોદા ઉપર કામ કરતો હતો.પગાર પણ સારો હતો। પણ નોકરી કરતા પોતાની એક કમ્પની હોય એવું સ્વપ્નું સેવ્યું હ્તું જે પૂરું કરવાનો સમય આવી ગયો। પોતાની પત્ની અનિતા ને આ વાત કરી,અનિતાએ તેને પ્રોત્સાહન આપતા કહ્યું ,હા ઉદય તું કશું નવું કર ,આમ પણ મને કામ પર પ્રમોશન મળ્યું છે ,માટે ઘર ની જવાબદારી આપણાથી જીલાશે ,અને ઉદયે પોતાની નોકરી છોડી સ્ટાર્ટઅપ માં ઝ્મ્પ્લાવ્યું ,હવે ઘર ચલાવવાનો બધો બોજો અનિતા પર આવ્યો ,ઉદય તો એકદમ વ્યસ્થ રહેવા લાગ્યો ,એક તરફ પ્રોજેક્ટ તૈયાર કરવાનો ,બીજી તરફ ટીમ સાથે કામ લેવાનું અનેં સાથે સાથે વી,સી ને ફન્ડિંગ માટે મળવાનું ,અનિતા ને તેની નોકરી સંભાળવાની અને સાથે સાથે છોકરાઓને ભણાવવાના અનેપ્ર્વૃતી માં મુકવા લેવા જવાનું વગેરે કાર્યોમાં તે પણ વ્યસ્થ રહેવા લાગી ,તેવામાં આ વાતે જુદો વણાંક લીધો ,અમેરિકાની પરિસ્થિતિ ખરાબ થઈ અને ચારે તરફ લોકોની નોકરી જતી રહી અને તેમાં ફન્ડિંગ ની વાત જ જવાદો ,
 
અનિતા ની મુજવણ વધી ,ધાર્યું તું શું અને થઈ ગયું શું ,દિવસે દિવસે અનિતાની જવાબદારી વધતી ગઈ પણ એણે ધિરજ ન ગુમાવી ,ઉદય ને હમેશા હિમત આપતી કે આજ નહી તો કાલે જરૂર સફળતા મળશે,ઉદય જ્યાં જતો ત્યાં એને નિષ્ફળતાજ મળતી,ધીમે ધીમે ડીપ્રેશનમાં જવા લાગ્યો,ઘર માં થોડી ઘણી પણ મદદ કરતો હતો તે પણ બંધ થઇ ગઈ ,જેમ જેમ દિવસો વિતતા ગયા તેમ તેમ જીવન માં અસ્થિરતા અનુભવવા લાગ્યો,
 
અનિતા ની ઓફિસમાં કામ કરતા એક ભાઈ ને કેન્સર થયું તેથી તેણે નોકરી છોડી દીધી ,અનિતાએ તક જડપી લીધી ,પોતાના પતી ને આ જોબ આપવા માટે બોસ ને વિનતિ કરી,બોસ તે દિવસે મુડ માં હશે એટલે નોકરી ની હા પાડી દીધી ,અનિતા ખુશ થતી ઘેર જઈને પોતાના પતી ને વાત કરી,ઉદય પણ થોડો ઉત્સાહમાં આવી ગયો,ઘરે બેઠો છું તેના કરતા કામ કરીશ તો મન પ્રફુલિત રહેશે ,નોકરી તો શરુ કરી પણ ,થોડા વખત માંજ પોતાની પત્નીની હાથ નીચે કામ કરવાનું ખટકવા લાગ્યું ,ઓફીસ માં અનિતાના વખાણ કોઈ કરતું તે પણ એને કાટા ની જેમ વાગતું ,ઓફિસમાંથી છૂટે એટલે બન્ને જણા સાથે ઘેર જાય,પણ ઉદય તે દિવસે મન ઉદાસ હોવાથી એકલો વિચાર કરતો કરતો ચાલતો રસ્તા પર ઘેર જવા લાગ્યો ,નસીબ નું પાંદડું ક્યારે બદલાય છે તેની કોઈને ખબર પડતી નથી,અનીતા ઉદય ને શોધવા એની પાછળ ગઈ ,પણ એટલામાં જોરથી કઈ અથડાવવાનો અવાજ આવ્યો,અનિતા એ દિશા માં પહોચી તો માણસોના ટોળા વચે ઉદય નીચે જમીન પર પડ્યો હતો અને બોજુમાં ગાડી ઉભી હતી જેમાં બે જુવાન છોકરાઓ લથડિયા ખાતા ભાર નીકળ્યા,અનિતા હોશિયાર હતી ,સમય સુચકતા વાપરી 911 બોલાવી ઉદય ને દવાખાને રવાના કરી બન્ને છોકરાની માહિતી લીધી ,અને વકીલ દ્વારા સુ કર્યા ,ઉદય થોડા વખતમાં સારો થઈ ગયો,અનિતા ના ઈન્સ્યુંર્સથી ઉદય ની ટ્રીટમેંટ થઈ ગઈ ,એકસીડન્ટ ના પૈઈસા આવ્યા તે એણે ઉદય ને આપીને કહ્યું જ તારી કંપની ઉભી કર ,ઉદય આશ્ચર્ય પામ્યો એટલા બધા પૈઈસા ક્યાંથી આવ્યા,અનિતાએ ખુલાસો કર્યો ,ઉદય ને પોતાના વ્યહવારથી ઘણું દુખ અને પસ્તાવો થયો પણ અનીતા માટે ઘણું માન અને પ્રેમ વધી ગયો,અનિતાની હિમ્મત અને ઈશ્વરની કૃપા થી જીવન સુખ મય વિતાવવા લાગ્યા,
                                                            
                                                                            વસુબેન શેઠ 
 
                                         

તમે તો એવા ને એવા રહ્યા (14) વસુબેન શેઠ,

ભારે શરીર વાળા ચંપાબેન ધુઆ ફૂવાં થઈ ને ઘર માં ધમધમ કરતા પેઠા ,હાથ માંથી બે મોટા થેલા ,શાકભાજીથી ભરેલા  હેઠા મુક્યા,અને ધબાક કરતા સોફા પર બેઠા,અડધો સોફા પણ નમી ગયો ,સાડલાના છેડા થી મોઢું લૂછતાં તડૂક્યા,તમે નહી બદલાવ ,ભાઈ બંધ મળ્યા નથી કે વાતો ના તડાકા મારવા બેસી ગયા ,પાછુફરી ને જોતા પણ નથી કે મારી અર્ધાંગીની કેટલો બધો ભાર ઉચકી એકલી  ઢહળાતી ,ઢ હળાતી આવી રહી છે તો એક થેલો તો ઉચક વા માં મદદ કરું ,ના,ના,એતો પુઝીસનમાં પંચર પડે,  પ્રાણ  ને પ્ર કૃતી સાથે જ જાય,એ કહેવત ખોટી નથી,આદતો જે નાનપણ થી ગળથુતી  માં જ જે મળી હોય તેને
  બદલવી મુશ્કિલ  હોય છે,ચપાબેન બબડતા  રહ્યા ,પણ કરસન કાકા પર ચંપા બેનના ગુસ્સાની જરા પણ અસર દેખાતી નહતી ,
  એ તો જઈ ને ઠડા પાણીનો ગ્લાસ લાવીને ચંપા બેનના હાથ માં પકડાવી દીધો,અને વ્યગમાં બોલ્યા ,આગળથી હવે દયાન
  રાખીશ ,કહીને આરામ ખુરસી પર લાંબા પગ તાણીને છાપામાં મોઢું પરોવી દીધું,પચાસ વરસ થી આ  જ તમારા શબ્દો
  સાંભળું છુ,આ  થેલા ઉચકીને લાવી પણ તારા શરીરમાં ક્યાય ગોબો પડ્યો હોય તેવું દેખાતું નથી,કરસન કાકા બોલ્યા ,એમાં
  પાછુ ઉમેર્યું,તારામાં પણ ક્યાં કઈ સુધારો છે,જયારે બજારમાં જાય ત્યારે થેલા ભરી ને  આવવું જરૂરી છે,,પછી આખા  ગામમાં
  લાણાં કરતી ફરે છે,ચંપાબેન ભડક્યા,થોડી મીઠી તુતુ મેમે પછી ચંપાબેન રસોડામાં પેઠા,બન્ને જણા રોજ ના દિનચર્યા માં
  પરોવાય ગયા,એટલામાં દરવાજાની ઘટળી વાગી, કરસન ભાઈએ દરવાજો ખોલ્યો,આવનાર વ્યક્તિ એ પૂછ્યું ,ચંપા છે
  હું ગાર્ગી,એની નાનપણ ની સખી ,,કરસનભાઈ મલકાતા મલકાતા રસોડા ભણી ગયા અને ધીમેથી બોલ્યા હાશ હમણાં ચંપા
  નો ગુસ્સો ઠંડો થઈ જશે,કરસનભાઈ ના અવાજ માં જોર આવી ગયું,ચંપા તારી કોઈ સખી આવી છે ,ચંપાબેન સાડલાના છેડે હાથ
  લુછતા લુછતા દરવાજા આગળ આવ્યા, આવેલ વ્યક્તિ ચંપા ને જોઈ ને ઘેલી થઈ ગઈ અને ભેટી પડી ,ચંપા  અચાનક આવા

  હૂમલાથી થોડી આભી બની ગઈ ,ચંપાએ ઊંડો શ્વાસ લીધો ને બોલી મને તારી ઓળખાણ
નથી પડી,હું ગાર્ગી ,તારી સખી,મને તું હમેશા શિવણ માં મદદ કરતી,તું એવીને એવીજ દેખાય છે ,તારો અંબોડો,માથામાં ફૂલ ,
કપાળમાં મોટો ચાંદલો,અને તારી સાડલો પહેરવાની ઢબ અને તારો પહાડી અવાજ,
પણ તે મને શોધી ક્યાંથી કાઠી ,ચંપા ,તું શાક વાળા સાથે રકજક કરતી હતી ત્યારે તારો અવાજ સાંભળ્યો ,
તને જોઈ ને મને ખાતરી થઈ ગઈ કે આ તો ચંપા જ છે,એટલે હું તારી પાછળ પાછળ આવી અને તારા દરવાજે ટકોર મારી ,
 આવ,આવ અંદર આવ ,બન્ને ચા નાસ્તો કરવા ટેબલ પર બેઠા ,ચા પીતા પીતા ગાર્ગી બોલી ,તને યાદ છે પરીક્ષા વખતે હું રાતે જયારે ચા પીતી ત્યારે તું બોલતી ,
ચા એકુ ચા ,ચા દુલારી ,ચા તેરી ચાહના, ચા ચોક વચે ,ચા પચા પાચ દે ,ચા છક્કા છોડે, ચા સત્તા તેરી ,ચા અઠે દ્વારકા ,ચા નવા તેજ દે, 
ચા દશા બોળે,બન્ને સખીઓ નાનપણની વાતો માં મશગુલ  બની ગઈ, એટલામાં ગાર્ગી બોલી ,આપણી વાતો તો ઘણી કરી પણ કામમાં તારા પતિ નો કેટલો સાથ છે ,
મદદ તો ઘણી કરે પણ જો કોઈ ભાઈબંધ મળી ગયો કે કોઈ નો ફોન આવ્યો તો પતી ગયું ,તો પછી સુધાર્યા કેમ નહી,ગાર્ગી એ મજાક કરી,ચંપા બોલી,અરે ઘેલી થઈ છે ,
મારે સુધારવા નથી, સુધરી જ્શે તો મને ઠંડા પાણી નો ગ્લાસ કોણ આપશે ,બન્ને સખીઓ દિલ ખોલી ને હસ્યા ,
મારી તો ઘણી વાત કરી તારા વિશે તો જણાવ ,તારા પરિવાર માં કોણ કોણ છે ,મારા એ પણ કોઈનાથી જાય એવા નથી ,ગાર્ગી ટટાર થઈ ને બેઠી ,
એમનો બોલ બોલ કરવાનો જે સ્વભાવ છે તે સુધરતો નથી ,ફક્ત જયારે એમના મોઢા માં કીમામ વાળું પાન હોઈ ત્યારેજ ચુપ ,પાન પૂરું કે વાતો ચાલુ ,
મારે ત્યાં કોઈ કામવાળા એમને લીધે ટકતા નથી,કહે કાકા તો બહુ બોલે,હું પણ ઘણી વખત કંટાળું ત્યારે ફટાક કરતું પાન  બનાવીને એમને ધરી દઉ ,
જે દસ મિનીટ શાંતિ,આમ કરતા કરતા પાન ની ઘણી જ આદત પડી ગઈ છે,હવે પસ્તાવો થાય છે,મને લાગે છે કે ક્યાંક આપણો પણ વાક છે ,
એમની આદતો ના જવાબદાર આપણે છે ,એમની આદતો ને આધીન થઈ ને મોટી ભૂલ કરી છે ,સુધારવાને બદલે આપણે એમની ટેવો થી  ટેવાઈ ,
જઈએ છે ,તમે તો એવાને એવાજ રહ્યા કહી  બધું જતું કરીએ છે , એટલે   આપણે પણ આ ગુનાના ભાગીદાર તો કહેવાયે,આપણેજ પહેલા સુધરવું પડશે
 ચંપા કહે ,તને નથી લાગતું કે આપણે એક બીજા ની ભૂલ  સુધારવામાં ઘણું મોળું કરી નાખ્યું ,ગાર્ગી જોરમાં બોલી પ્રયત્ન કરવામા શું જાય છે,બ્લડપ્રેસર નહી વધારવા નું ,
 બન્ને બહેન્પણીયો વાતો કરીને છુટ્ટી પડી , કોણ જાણે  કોણે કોને  સુધાર્યા કે પછી વાતો બધી હવામાજ રહી, વાતો કરવી સહેલી છે જીવનમાં ઉદાહરણ ઉતા રવું એટલુજ અઘરું છે ,
 જીવનમાં અસંખ્ય વ્યક્તીયોના પરિચય માં આવતા હોયે છે , ઘણી વખતતો પોતાનાજ ઓળખીતાનો અવરનવર ભેટો થતો હોય છે ,
 વર્ષોની   આદતોથી આપણે  એટલા બધા જાણકાર થય જયે છે ત્યારે આ કહેવત પ્રાણ જાય પણ પ્રકૃતિ ન બદલાય સાચી લાગે છે, યુગ આખો બદલાય ગયો , 
સમજુ લોકો ઘણા પોતાને બદલવાનો પ્રયત્ન કરે છે , ખાસ કરીને નવા યુગના લોકો પોતાનો સંસાર સાચવવા બદલાય પણ છે , પણ અમૂક લોક ,
 કહું તો પંચોતેર ટકા એવા ને એવાજ રહ્યા , કદાચ એમાં મારો પણ સમાવેશ છે ,દીકરી ના બાળકો ને ઉછેરવા માં એટલા મશગુલ થઈ જઈએ છે કે બાળકોના માં બાપ માટે મુશ્કિલ ઉભી કરીએ છે ,
એલોકો આપણી ગેરહાજરીમાં ખોવાઈ જાય છે  નોકરી કરનાર વ્યક્તિ નું જીવન ઘણે ભાગે નિયમિત હોય છે,જયારે નિવૃત થાય છે ત્યારે અમુક સમય સુધી અટવાયેલો રહે છે,
કારણકે રોજિંદી જીવન થી એટલો બધો ટેવાઈ ગયો હતો કે એને જીવનનો અચાનક આ  બદલાવ તે જીરવી શકતો નથી,રાજકારણીઓ ભાષણ આપવાની આદત થી ટેવાયેલા છે ,
સંતો વ્યાખ્યાન માં જનતાને ઉદ્દેશી ને કે  છે કે જગત માં તમે કોને કોને બદલશો,એના કરતા તમે તમારી જાતને બદલો,શું સંતો બદલાશે, જગત બદલાશે,નહી,બધા એવાને એવાજ રહેશે 
 
વસુબેન શેઠ,

“કયા સંબંધે”-(1) વસુબેન શેઠ,

અને પરી આકાશમાં ઉડી ગઈ….

Picture4

તે દિવસે હું ઘરના ઝગડા અને રોજની તું તું,મેં,મેં થી બસ કંટાળી ગઈ,આ સંસારમાં કોઈ આપણું છે જ નહિ બધાને પોતપોતાની પડી છે કોઈને મારી ક્યાં જરૂર છે?આ દીકરો પણ જાણે પરાયો થઇ ગયો છે,ક્ષણિક ઘર છોડવાનું મન પણ મને થયું પણ મારા મનને હળવું કરવા હું ચેમ્બુરના મદિરે ગઈ.મદિર ખુબ છેટું હતું પણ કયારેક કંટાળતી ત્યારે ત્યાંજ જતી એ બહાને બસમાં અને ટ્રેનમાં મુસાફરી થાય અને મન હળવું થતા પાછી આવતી,મદિર માં જઈ ઊંડો શ્વાસ લીધો,મજાનું ભજન ગાઈ ને મન હળવું કર્યું મન મુંજાએલ હતું એટલે શબ્દો પણ એવા જ સરી પડ્યા।..
“સ્વાર્થનું સંગીત ચારે કોર વાગે…
કોઈ નથી કોઈનું આ દુનિયામાં આજે”
મનના મંદિરમાં અંધારું થાય ના
ઝાંખો ઝાંખો દીવો મારો જોજેને બુજાય ના……
પ્રાર્થના મને બળ આપતી અને મેં મારો ભાર હળવો કર્યો એટલામાં પાછળથી મારો કોઈ એ હાથ પકડ્યો અને કહે બેન આપ ખુબ સુંદર ગાવ છો,આપનો અવાજ પણ મધુર છે મેં કહ્યું શું માસી આભાર પણ સાચું કહ્યું હું તમારું નામ ભૂલી ગઈ છું મને કહે આપણે એક બીજાને ઓળખતા નથી પણ મને એક વાત કહેવાનું મન થયું એટલે તમને રોક્યા,બ્હેને મારી બે હથેળી પકડી રાખી મારો હાથ છોડયો જ નહી,જાણે મારી હથેળી માંથી ઉષ્મા ન લેતા હોય તેવું લાગ્યું હું જોઈં રહી, હું કઈ કહ્યું તે પહેલા એકદમ ભેટી પડ્યા ને કહે તમારા ભજને મારું હ્રદય વલોવી નાખ્યું,બસ તમને મળી લીધું,તમને હું કદી ભૂલીશ નહી,એમ કરી ને ચાલ્યા ગયા,એ બ્હેન નો ભોળો ચહેરો ,મીઠી વાણી હૃદયને સ્પર્શી ગઈ, આમ પણ મારી બાના ગુજરી ગયા પછી હું એમને ખુબ યાદ કરતી આજે જાણે બા જ આવી ને ભેટી ગયા એવું મને કોણ જાણે કેમ ભાસ્યું,હું વિચારને ખંખેરી, મારે ટ્રેન પકડવી હતી એટલે હું સ્ટેશન તરફ વળી સ્ટેસન પર ઘણા મુસાફરો હતા,માંડ માંડ ટેનમાં ચડી, મારી સામે એક સુંદર ઘાટીલી સ્ત્રી બેઠી હતી,હું એની સામે જોઈ ને હસી,એણે પ્રત્યુતરમાં ખોટું સ્મિત કર્યું પણ કોણ જાણે મને એમાં રુદનનો આભાસ થયો ,જાણે પરાણે હસતું મોઢું રાખતી હોય તેવું લાગ્યું,સ્મિત પછી અમે થોડી વાતચીત કરી થોડી મિત્રતા થતા મે એમને હિમત કરી પ્રશ્ન પૂછ્યો વાંધો ન હોય તો એક વાત પુછુ અને એણે બોલ્યા વગર હકારમાં જવાબ આપતા મેં ધીમેથી પૂછ્યું,બેન તમને કોઈ તકલીફ છે,અને બેન ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા,એક ક્ષણ તો મને થયું મેં ખોટું કર્યું,મેં કહ્યું કે માફ કરજો મારો ઈરાદો આપને દુઃખી કરવાનો ન હતો પણ કોણ જાણે કેમ અનાયસે હું પુછી બેઠી,પણ થોડી વારમાં બેન સ્વસ્થ થઈ ગયા,એટલે મને હાશ થઇ મને કહે સારું થયું તમે મારું મન હલકું કરી નાખ્યું,મારા કુટુંબીજન મને મારે ગામ પાછી મોકલી આપે છે. બોમ્બે સેન્ટ્રલ થી મારી ટ્રેન પકડીશ,શું કામ ? શેના માટે ?વગેરે પૂછવાની મારી હિમંત હવે ન હતી, વાત માંડીશ તો ફરી દુઃખી કરીશ એમ વિચારી અલક મલક ની વાતો કરી એના સ્ટેશન આવતા આવજો કહી સ્ટેશને ઉતરી ગયા.એટલામાં એક નવ જવાન એક હાથ માંપેટી બીજા હાથમાં વૃદ્ધ ડોસીમાનો હાથ પકડીને ઉપર ચડ્યો,પેટી મૂકી માજી ને ટ્રેન માં બેસાડી ને ચાલતો થયો,માજી જોર જોર થી બોલતા હતા ભઈલા તારું ભલું થાજો,મેં ભાઈ ને પૂછ્યું તમારા માજી એકલા મુસાફરી કરશે ,ત્યારે એ ભાઈ મારાસામું જોઈ ને ફક્ત એટલું બોલ્યો આપ માજીને એના સ્ટેશન ઉતારવામાં મદદ કરશો,અને મારો આભાર માની જતો રહ્યો ,એમના ભાવ પરથી હું સમજી ગઈ કે એમણે તો માજી ને ફક્ત મદદ કરી હતી,મારું સ્ટેશન આવતા હું ઉતરી પણ માજી માટે પેલા ભાઈની જેમ કોઈને ભલામણ કરતી ગઈ અને હું ટ્રેન માંથી ઉતરી બસ સ્ટોપ તરફ ગઈ.આ દોડતી જિંદગીમાં વિચાર વાનો સમય ક્યાં હતો માજી એકલા કેમ હતા? ક્યાં જવાના હશે? એ જુવાન કોણ હતો?,આમ પણ હું વિચારોથી ઘેરવા નોહતી ઈચ્છતી, બસ ને આવવાની વાર હતી એટલે હું બાકડા પર બેઠી ,બાજુમાં નાનો બગીચો હતો,બાળકો કલ્લોલ કરી ને રમતા હતા ,એટલામાં લગભગ છ વર્ષ ની બાળકી મને નમસ્તે કરીને પોતાનો નાસ્તાનો ડબ્બો લઈ ને મારી સાથે બાકડા પર બેસી ને સેવ મમરા ખાવા લાગી,મારી સામે વારંવાર જોઈ ને હસતી,મેં તેને પૂછ્યું તારે રમવા નથી જવું,તો કહે મને થાક લાગે છે હું બીમાર છુ ,બા હું નાસ્તો કરૂ ત્યાં સુધી બેસશો,એના મીઠા નિર્દોષ શબ્દોએ મને જકડી રાખી, મેં કહ્યું તારી સાથે કોણ આવ્યું છે ?કહે મમ્મી છે પણ નાની બહેનને લેવા ગઈ છે હમણાં અહી બસમાં આવશે,બસ આવી પણ મમ્મી ન ઉતરી મને થયું કેવી માં છે ?આમ બાળકીને મુકીને ગઈ મેં મારી બસને જતી કરી ત્યાં તો એક બેન નાની બાળકી સાથે આવ્યા હાફળા, ગભરાયેલા આવ્યા અને કહે ચાલ બેટા,એના મમ્મી હતા,મેં કહ્યું આમ બાળકીને મુકીને જવાય નહિ ,તો કહે આભાર પણ મારી પાસે બે ટીકીટના પૈસા ન હતા એટલે અહી બેસાડી, ચાલો મારે કામે જવાનું છે કામે નહિ જાવ તો સાંજે જમશું શું ?આભાર તમારો, તે દિવસે હું ટેક્સી કરી હું ઘરે ગઈ. બીજે દિવસે હું મારા નિયમ મુજબ ગરીબ બાળકોને દવાખાનામાં ફળ આપવા ગઇ,ત્યાં એક પલંગ પર મેં બસ સ્ટોપ વાળી બાળકીને જોઈ મને કહે માસી કેમ છો એ ભોળું સ્મિત અને માસુમ ચહેરો એને જોઈ ને મારા થી પૂછી જવાયું તું અહી શું કરે છે કેમ ભૂલી ગયા હું બિમાર છું ?મેં ડોક્ટર ને પૂછ્યું તો કહે એ થોડા દિવસ ની મેહમાન છે,આજુબાજુ કોઈ ન હતું એટલે એની પાસે જઈ ને મેં માથે હાથ ફેરવ્યો,મેં કહ્યું ફ્રુટ ખાઇશ તો કહે ના ચોકલેટ ભાવે છે મેં કહ્યું કાલે લાવીશ અને પછી મને મારા હાથમાં ચોપડી આપતા કહે પરીની વાર્તા કહોને તો ઊંઘ આવી જાય અને મીઠું સ્મિત આપ્યું મારો હાથ પકડીને મને પોતાની પાસે બેસવાનું કહ્યું મેં વાર્તા કહેવાની શરુ કરી, એક પરી હતી અને એ સ્વપ્નોની દુનિયામાં ખોવાઈ ગઈ મારો હાથ છોડ્યા વગર આંખો બંધ કરી સંભાળતી રહી મને કહે તમારા ખોળામાં માથું રાખું મેં હા પાડી,કોણ જાણે આ છોકરી મને પોતીકી લાગી એ મારો હાથ પકડી ખોળામાં માથું મૂકી સંભાળતી રહી, ક્યારેક મારી સામે જોઈ સ્મિત કરતી,મારે ઘરે જવાનો સમય થતા મેં વાર્તાનો અંત લાવતા કહ્યું,…અને પરી આકાશમાં ઉડી ગઈ,પણ એ એમ જ સુઈ રહી કદાચ ઊંઘ આવી ગઈ હશે એમ સમજી મેં કહ્યું સાંભળે છે ને કે સુઈ ગઈ ? પણ એણે મારા ખોળામાં હાથ પકડી સદા ને માટે આખો મીચી દીધી…. પોઢી  ગઈ…

વસુબેન શેઠ,

કિટ્ટા ​ બુચ્ચા ​(7)વસુબેન શેઠ-

ઇટ્ટા કિટ્ટા બુચ્ચા ​

એકવાર..હુ  બની ચકી

લાવી ચોખાનો દાણો

ને તું બન્યો ચકો
લાવ્યો મગનો દાણો
એમ કરીને ઓરી ખીચડી


ને ખીચડી રંધાયા વિનાજ બળી ગઈ..

આંધણ ઓછા પડ્યા કે પ્રેમ ?

 તું   જીગરને હું તારી હું અમી

ને એમ  કહી હું તુંમાં સમી

ક્યારેક તું રીસાતો ક્યારેક હું

ક્યારેક તું – ક્યારેક હું
કાયમ તું – કાયમ હું

અને પછી રીસાતા જ રહ્યા

ને આપણે…

સદાની ઇટ્ટા કિટ્ટા થયી ગયી

    મનામણા જાણે ઓછા પડ્યાં !

     રિસામણા જાણે પુરા ન થયા

   જીગરરોળાય ગયો સંસારમાં

    અને જાણે જાળવણ ઓછા પડ્યા!

અમીઝહેર બની ગઈ

ચાલ ફરી એકવાર

 માંડીએ ઘરઘરની રમત

ભેગાં થઈ ને કરીએ ચકાચકીની ગમત

ખીચડીને હવે બળવા નહી દઈએ

    આંધણ વગર નહીં સુકાવા દઈએ  
  

સ્વાર્થ અપેક્ષા અને અહમથી દાજવા નહિં દઈએ

બસ પ્રેમ અને માત્ર પ્રેમ 

એવા સંબંધના તાણાવાણાથી

   ચકા ચકીનો માળો બંધાય 

જીવનમાં જાણે બધું બદલાય,

રમત રમત નહી, ગમત ગમત જ થાય

બધું નિર્દોષ સહજ થાય 

ઇટ્ટા -કિટ્ટા -બુચ્ચા થઇ જાય 

 


વસુબેન શેઠ

‘ તસ્વીર બોલે છે ’(8)વસુબેન શેઠ,

સહિયરુ સર્જન ટંતીય ખેંચ

 ગામને છેવાડે નાનું અમથું તળાવ હતું।તળાવના સ્થીર પાણીમાં લીલ છવાઈ હતી.સૂર્યના કિરણો એના પર પડતા ત્યારે લાગતું કે લીલા રગ ની મખમલની જાજમ પાથરી છે। આજુબાજુ ઘણા નાનામોટા જાળ હતા જે બધાજ તળાવ તરફ ઢળેલા હતા.જાણે ડોકિયું કરી જાજમની મજા માની રહ્યા હતા ,તળાવની વચમાં બે મોટા પથર। ,સૂર્યોદય થાય એટલે એક દેડકો અને એક દેડકી તળાવમાંથી ડોકિયું કરીને કુદકો મારી પથર પર બેસી જાય ,આજુબાજુ ખોરાક દેખાય કે લાંબી જીભ કાઢીને ભોજન નો આનંદ મેળવે, એક દિવસ દેડકો થોડો રોજના એકનાએક વાતાવરણ થી કંટાળી ગયો હતો ,એટલે એકલો ઉચી ડાળ પર જઈ ને બે પગ લબડતા રાખી બે પગ ના આધારે લટકી રહ્યો હતો,એટલામાં એના પગ પર ભાર લાગવા માંડ્યો,નીચે નજર કરી તો દેડકી એના પગે લટકી ગઈ હતી,દેદ્કીયે પ્રશ્ન કર્યો,કોઈ દિવસ નહી ને આજે અમ મારા વગર એકલો ડાળ પર લટકી  રહ્યો છે,જરૂર તને મુંજવણ છે,દેડકો બોલ્યો રોજ ના આ એકનાએક  વાતાવરણ થી થાકી ગયો છું ,એટલે વિચાર કરું છુ કે હું ક્યાંક દુર જતો રહું,દેડકી તડુકી તું મને છોડી ને જવા માંગો છો ,જો એવો વિચાર કરશો તો હું તમારો પગ છોડી દઈશ ,જરા નીચી નજર કરો મારી શું દશા થશે,દેડકાએ નજર કરી અને ગભરાયો ,અને દેડકીને ઉપર ખેચી લીધી,અને ભેટી પડ્યો,એને એની ભૂલ સમજાય ,પસ્તાવો થયો,જે દેદ્કીએ મને આખી જિંદગી સાથ આપ્યો તેને હું આમ રજ્ડતી મૂકી ને જાઉં તો ધિક્કાર છે મારા જીવતરને,દેડકા એ મીઠી નજરથી દેડકી સામે જોયું અને કહ્યું તું તારે મારા પગે લટકી રહે હું તને કડી પણ છોડી ને નહી જાઉં,આ તો પ્રેમ નું બંધન છે ભાઈ,

વસુબેન શેઠ

થાવ થોડા વરણાગી-(3)વસુબેન શેઠ

અમે બે બહેનો, મોટા બેન રૂપાળા, તંદુરસ્ત, વાળ સુંદર એટલે એ જયારે પણ બહાર જાય ત્યારે સરસ ​તૈયાર ​થાય ને જાય. અને અમને બધુ​ ​જ શોભતુ​.​ હું શામળી​,​નબળી। નાનપણ થીજ મગજમાં એક​ ​જ વાત હતી કે હું કશું પણ ​પહેરીશ ​ કે શણગાર સજીસ તો પણ મને નહી શોભે​.ઉંમર ​થઈ એટલે મારા લગ્ન લેવાયા ‘જિંદગી માં પહેલી વાર હું તેયાર થઈ​.​મારી સખી આવીને મારા કાન પછવાડે ટીલું કરી ગઈ​.​મેં મારી જાત ને અરીસામાં જોઈ,મને મારામાં ઘણો ફેર લાગ્યો​.​આદત થી મજબુર એટલે લગ્ન પછી પણ હું જેવી હતી તેવી થઇ ગઈ​.​મારા નણદ હરતા ફરતા ગાતાજાય ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી​.​તેજ દિવસથી મારા માથામાં ​કરંટ ​પસાર થયો.નક્કી કર્યું કે મારે હવે થોડું વરણાગી થવું​.​મનમાં થોડો ડર હતો કે મારા પતિ મને ઠપકો આપશે​,​કહેશે આપણને આ બધું ના શોભે​ ​પરતું મારા વખાણ કર્યા​.​મને તો પ્રોતસાહન મળી ગયું​.​આમ કરવાથી આત્મવિશ્વાસ ​વધવા માંડ્યો બસ ​ હવે ​મારી ​ રોજ-બરોજની જિંદગીનો ભાગ​ ફેશન ​ બની ગઇ છે​.​ત્યાર થી ફિલ્મ જોવાનું વધી ગયું​.​બરોબર ધ્યાન થી જોતી કે કોણે શું પહેર્યું છે​.​અંબોડો કેવો વાળ્યો છે​.​
બસ શરુ થઈ ગયો જીવન​માં ​ બદલાવ​,​પણ એક દિવસ ભારે પડી ​ગયું મારું ​વરણાગી​પણું ​​​​.​.​એ દિવસે પિકચરમાં જોએલી ઇરોઇન જેવા હિલવાળા સેન્ડલ પણ હું લઇ આવી.ટાઈટ સાડી પહેરીને તેયાર થઇ​.​અંબોડો વાળ્યો અને ફુલ પણ નાખ્યું પણ જાણો છો શું થયું? પગથીયા ઉતરતાજ ધબાક દય ને પડી​.​હા.​ ફેશન કરતા એક મહિનાનો ખાટલો થયો, હીલ્સ પહેરવી ​હતી ​પછી પગ ​ભાંગે ​ત્યારે દુખી પણ થાવું ​જ પડે ને !​​
પણ​ મારા પતિ કહે ચંપલ ન પહેરતી પણ ​અંબોડો સારો લાગે છે બસ ત્યારથી ચકલીના માળા જેવો અંબોડો વળવાનું તો ચાલું રાખ્યું​.​ ગુલાબનું ફૂલ કાન પછવાડે તો અચુક નાખવાનું​.​જાતજાતના બીબા થી ચાંદલા તો કરવાના​.​ચાંદલો મોટા કપાળ માં શોભે એટલે કપાળમાં નડતા વાળને ખેંચી કાઢ્યા​.​હવે લાગે છે કે સ્ત્રી સોળ શણગાર થી શોભે એ વાત જરૂરી નથી​.​હા પણ ફેશનને લીધે મને મારું મહત્વ સમજાયું ,બેન ગોરી અને હું કાળી એ વાત મારા મનમાંથી સદાય માટે નીકળી ગઈ.
વરણાગીતો ​ રેડિયો પર આવતા હતા અને પ્રોત્સાહિત કરતા , પણ ​રેડિયો ગયો ટીવી આવ્યું​.​ફોનના ડબલા ગયા આય ફોન અને આય પેડ આવ્યા​.​ પંખા ગયા એસી આવ્યું​.​સાઇકલ ગઈ કાર આવી ​….​ઉમર થઈ ધોળા વાળ આવ્યા ​…..​અરે બ્યુટી પાર્લર માં જવાનું વધી ગયું​….​ જેમ મેં પહેલા કીધું તેમ આદત સે મજબુર​,​જીવન અધ્યાત્મિએક​તા તરફ ​વાળ્યું ​ તો પણ વરણાગી તો રહી​……​પોતાના બનાવેલા ભજન ગાવા​….​હાથે બનાવેલા વાઘા ભગવાન ને પેરાવવાના​ ​અને પોતાના ઢાળ માજ ગાવું ;​ફેશને મને આત્મવિશ્વાસ અપાવ્યો,આ વિચારોનું વરણાગીપણું હતું. …હું જે સર્જન કરું એજ ફેશન એ વાત પાકી થઇ ગઈ ​.
-વસુબેન શેઠ-

“તો સારું”-વસુબેન શેઠે

“તો સારું “
મિત્રો ​,
  “તો સારું” ની બેઠકમાં એક પછી એક રજૂઆત થઇ અને” તો સારુ”ને  લોકો એ પોતાના દ્રષ્ટીકોણ થી રજુ કર્યો ,તો વસુબેન શેઠે પ્રભુ સાથે “તો સારું” કહી પોતાની ઈચ્છા દર્શાવી અને પ્રાર્થના કરી  ,પ્રાર્થના  એટલે પ્રભુ સાથે ગોષ્ટી પ્રાર્થના એટલે અંતરનો પોકાર,‘પ્રાર્થના એટલે ભગવાનને કહેવાતા એવા શબ્દો કે જેમાં આપણી માંગણી,,પ્રાર્થના એટલે પ્રભુ સાથેનો સીધો વાર્તાલાપ, પ્રભુની સમક્ષ કરવામાં આવતું નિવેદન, અંતરમાંથી ઊઠતો પોકાર.મિત્રો આ તો સારું શબ્દનો જાદુ જ કૈક નોખો છે આ બે શબ્દો જાણે બધુજ કહી શકે છે ,વસુબેન નો ભય ,દુઃખ ,સંતાપ ચિંતા બળ , શક્તિ બધું જ આ બે શબ્દ” તો સારું”કાવ્યમાં રજુ કરે છે  અને  કહી જાય છે આપણું  મન જયારે જોઇતી વસ્તુનો એક વિચાર કરે છે ત્યારે આપણા  આંતરિક  મનમાં થી એક અવાજ નીકળે છે “તો સારું ” વધુ કહી નથી કહેવું આપ જ વસુબેનની રજૂઆત વાંચીને માણો.

બેઠક-vasuben

પ્રભુ પ્રાર્થના સાંભળો” તો સારું ​”
વિપતિમાં મારી રક્ષા કરો એ ,મારી પ્રાર્થના  નથી 
પણ વિપતીમાં હું ભય ન પામું તો સારું 
 
દુઃખ અને સંતાપથી ચિતવ્યથિત થઈ જાય ત્યારે સાંત્વન ન આપો તો ભલે 
પરંતુ દુઃખ પર પ્રભુ વિજય મેળવી શકું તો સારું
 
મને  ટાંકણે સહાય ન આવી મળે તો કાઈ નહિ 
પણ મારું બળ ટુંકી ન પડે તો સારું 
 
પ્રભુ સંસાર જ છેતરામણી  છે, નુકશાન થાય પણ 
ત્યારે મારા અંતરમાં કોઈને માટે શંકા ન કરું તો સારું 
 
જીવનનો બોજો હળવો કરી હૈયાધારણ ન આપો તો કહી નહિ
પણ  પ્રભુ એને ઉચકીને જઈ શકું એવો ખભો આપો  તો સારું
 
મને તમે ઉગારો એવી મારી પ્રાર્થના  નથી 
પણ હું તરી  શકું એટલું બળ પ્રભુ  મળે તો સારું 
 
દુખની રાત્રે સમગ્ર ધરા જયારે પગ તળેથી ખસી જાય ત્યારે 
ત્યારે તમે છોજ એ વાત વધુ દ્રઠ  થાય તો સારું 
 
પ્રભુ આ જીવન તમારું આપેલું જ છે, માટે આ પ્રાર્થના  છે 
પરંતુ હું કમજોર નથી માટે આજીજી  ન સમજો તો સારું   
 
-વસુબેન શેઠ- 

સંભારણા -ગણતંત્ર દિવસના

મિત્રો ,
Displaying mummy.jpg
ચાલો આજે માણીએ આપણા નવા લેખિકા વસુબેન શેઠને ,અત્યાર સુધી મેં  એક સિનયર તરીકે મેં એમને ઓળખ્યા પણ આજે તો  એમની અંદર ધરબી પડેલી લેખિકા નેજોઈ…શબ્દોનાસર્જન માં ભાવ ભર્યુ અને સ્નેહ નીતરતું સ્વાગત્.આપે સર્જનની કેડીપર પગ માંડ્યા છે, તો જીવનના વિવિધ પાસાઓને સ્પર્શતા તમારા અનુભવો ને અભિવ્યક્તિ  આપજો …  તેમજ  આપની માતૃભાષાની ચાહતને વ્યક્ત કરવા  શબ્દોના સર્જન બ્લોગ નો લાભ લેજો  ..અમે  ભાષાને અને આપની અભિવ્યક્તિ ને  તેના મહત્તમ ચાહકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશું…..આપ બધાના  સપના ના વાવેતર  કરવાનો મારો  એક વ્યક્તિગત પ્રયત્નછે… તમારે માત્ર હિમત કરી …ધીરજથી ઉંબરા ઓળંગવાના છે ..તો બસ, ઉઠાવો કલમ…….. અમને આપનો લેખ, આપની કૃતિ આ વેબસાઇટ પર પ્રકાશિત કરવા માં અત્યંત આનંદ થશે !… તો મિત્રો આવકારો આપણા નવા મિત્રને અને અભિપ્રાય આપી, પ્રોત્સાહન આપજો ..Inline image 1
છવ્વીશમી જાન્યુઆરી આવતા ભૂતકાળ ડોકિયું કરવા માંડ્યું ,.. ૬૫ વર્ષના વ્હાણા વીતી ગયા…મન ભૂતકાળ માં સરવા માંડ્યું…પ્રજાસત્તાક દિન,ગણતંત્ર દિવસ,૨૬ જાન્યુઆરી,૧૯૫૦ એ ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. આ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યુ,અને ભારત બ્રિટિશ વાલીપણા હેઠળનાં દેશમાંથી સંપૂર્ણ પ્રજાસત્તાક (ગણતંત્ર) દેશ બન્યો.ભારતના પહેલાં રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદે 26મી જાન્યુઆરી 1950ના દિવસે 50 તોપોની સલામી આપ્યા બાદ ભારતના રાષ્ટ્રીય ધ્વજને ફરકાવીને  ભારતીય ગણતંત્રના ઐતિહાસિક જન્મની ઘોષણા કરી હતી.

ભારતવાસીઓ આજે  ૬૫માં ણતંત્ર  દિન ઉજવી રહ્યા છે.ત્યારે કેમ ભૂલાય એ વ્યક્તિઓં? આદિવસે ભારતનું બંધારણઅમલમાં આવ્યુ,અને ભારત બ્રિટિશ વાલીપણા હેઠળનાં દેશમાંથી સંપૂર્ણ
પ્રજાસત્તાક (ગણતંત્ર) દેશ બન્યો. કેમ ભૂલાય એ કુરબાની ? જેના થકી ભારતદેશ  સ્વતંત્ર થયો.

 ગાંધીજીના નેતૃત્વમાં હજારો સ્વાતંત્ર્ય સેનાનીએ  ભારતને સ્વતંત્ર કરવવાની  ચળવળમાં ભાગ લીધો. કંઈ કેટલાય લોકોએ જીવ ગુમાવ્યો, કેટલાય શહિદ થયા ત્યારે જઈને દેશ આઝાદ થયો. ભારતને સ્વતંત્રતા અપવવામાં મહત્વનો ભાગ ભજવનારા નેતાઓ અને જેને પગલે સમગ્ર દેશમાં જુવાળ પેદા થયો હતો, અને આજના પર્વે કેમ ભૂલી શકાય।…  
આમ જોઈએ તો 1857થી સ્વતંત્રતાની લડત શરુ થઇ ,મોગલોનો અંતિમ અંત ત્યારથી શરુ થયો ,તાતા ટોપી અને અને અનેક મહાન વ્યક્તિએ અંગ્રજોના ધજ્યા ઉડાવી દીધા ,દરેક ભારતીઓ સ્વતંત્રતાની લડતમાં જોડવા લાગ્યા ,કફન બાંધીને પોતાની આહુતિ દેશમાટે આપવા કુદી પડ્યા ,ઝાંસીની રાણીની  બહાદુરી સામે બહાદુર ઝફરને પણ હથિયાર મૂકી દેવા પડ્યા,રાજા રામમોહનરાય ,ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ,સ્વામી દયાનંદ સરસ્વતી ,રામક્રિષ્ણ પરમહંસ ,સરોજીની નાયડુ ,દાદાભાઈ નવરોજી એવા અનેક વીરો અને વીરાંગના એ ભારતમાં જન્મી પોતાના વતન માટેજ જીવન અર્પિત કર્યું 
લોકમાન્ય તિલકના એક વાક્ય એ ભારત ના જન જન ને જગાડ્યો .. ‘સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે”ના આ સૂત્રે દેશના અને દેશ બહાર રહેલા હજારો ભારતવાસીઓમાં ક્રાંતિની ભાવના ફૂંકી.
​1914માં યુદ્ધ પ્રારંભ થયું અને ​સ્વતંત્રતાની ચળવળમાં ‘ભારત છોડો’નો નારો લગાવનાર ,પોતડી પહેરતાને ખાદીં કાંતતા મોહનદાસ કરમચંદ ગાંધી ઉર્ફ બાપુ મેદાનમાં આવ્યા દાંડી માર્ચ કરી પોતાનો વિરોધ દર્શાવ્યો,હિંદુ મુસલમાનને એક કરી અંગ્રેજોનો સામનો કરતા શીખવ્યું Quit India નું એલાન કરી અંગ્રેજોને પાછા વળવા કહું ,,‘ભારત છોડો આંદોલન’ વૈશ્વિક ઇતિહાસના પાનાઓમાં મહત્વનું સ્થાન ધરાવે છે. , મહાત્મા ગાંધીના અનુયાયી લાલબહાદુર શાસ્ત્રી ૧૯૨૦માં સ્વાતંત્રતા ચળવળમાં જોડાયા.‘જય જવાન જય કિશાન’નો નોરો લગાવી કિસાન થી જવાન સુધી સહુને જગાડ્યા ૧૯૨૭માં બ્રિટિશ સરકારે ભારતની સ્થિતિની સમીક્ષા અને તેના બંધારણ માટે નિમેલ સમિતિ ‘સાયમન કમિશન’ના અધ્યક્ષ એટલે સર જ્હોન સાયમન. લાલા લજપત રાયે સાયમન કમિશનને શાંતિ પૂર્વકનો વિરોધ કર્યો અને સૂત્ર આપ્યું ‘ગો બેક સાયમન’. આ તરફ બારડોલી સત્યાગ્રહમાં  ૧૯૨૭માં ગાંધીજી સાથે લોખંડી પુરુષ’ સરદાર વલ્લભભાઈ પટેલ પણ જોડાયા   સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન ભગત સિંહેએ ‘ઇન્કલાબ ઝિન્દાબાદ’ દ્વારા યુવાનોમાં નવો જ જુવાળ ફૂંક્યો.તો નેતાજીના હુલામણા નામે જાણીતા સુભાષ ચંદ્ર બોઝે ૧૯૪૭માં ‘જય હિંદ’નું સૂત્ર આપ્યું.તો બીજી તરફ ‘વંદે માતરમ્’ના નારા સાથે તેઓ ખુશી ખુશી ખુદી રામ બોસ ફાંસીએ ચઢી ગયા. આપણા દેશના રાષ્ટ્રીય ગીતના પ્રથમ બે શબ્દો ‘વંદે માતરમ્’ છે.‘વંદે માતરમ્’ સૂત્ર બંકિમ ચંદ્ર ચટોપાધ્યાયે ૧૮૮૨માં લખેલ બંગાળી દુર્ગા સ્તૃતિ છે  તેજ પ્રમાણે ભારતના જાણીતા શિક્ષણશાસ્ત્રી અને ચળવળકાર મદનમોહન માલવિયાએ આપેલું સૂત્ર ‘સત્યમેવ જયતે’ આજે તે દેશના રાષ્ટ્રીય સૂત્ર તરીકે સ્વીકારાયું છે. ભારતના રાષ્ટ્રીય પ્રતિક પર દેવનાગરી લીપીમાં તે જોઈ શકાય છે.
 
આ ઉપરાંત સ્વાતંત્ર્ય ચળવળકારોમાં ચંદ્રશેખર આઝાદ, બાઘા જતિન, મદન લાલ ધિંગરા, ઉધમ સિંહ, ગોપાલ કૃષ્ણ ગોખલે, વીર સાવરકર અને મંગલ પાંડે સહિતના અનેક નેતાઓ હતા, જેમણે દેશની આઝાદી માટે પોતાનો જીવ આપ્યો. જેમની કુરબાનીને પગલે આજે આપણે મુક્ત હવામાં શ્વાસ લઈ રહ્યા છીએ. સલામ આ તમામ સ્વાતંત્ર સેનાનીઓને.
 
સંકલન: વસુબેન શેઠ