વસંતપંચમી સમા પ્રતાપભાઈ પંડ્યા

 

 

તા 4~4~2017 પ્રતાપભાઈના 80 માં જન્મદિવસે શુભેચ્છા, સુગંધિત રહો અને બીજાને પણ સુગંધિત કરતા રહો.   

અઢળક પ્રેમની અને આશીર્વાદની અપેક્ષા સાથે વંદન. 

જ્ઞાન પામવા માટે મુરતની જરૂર નથી પડતી. જ્ઞાન એટલે વસંત. વસંતપંચમી એટલે વણમાંગ્યું મુરત. વસંત એટલે નવપલ્લવિત થવું .મન ક્યારેક વેલી જેમ વતર્તુ  હોય છે.પાણી આપો એટલે ઉગે અને પછી ઉગ્યા જ કરે.  જીવનમાં બધાને ક્યાંકથી પ્રેરણા મળતી હોય છે. કૂંપળની જેમ ફૂટી વૃક્ષ બનવા સુધીની પ્રેરણા. આપણે  પુસ્તક પરબ શરુ કર્યું ત્યારે ડૉ. પ્રતાપભાઈ પંડ્યાએ પ્રોત્સાહ આપ્યું અને આજે આ જ પ્રવૃત્તિ લેખન સુધી ખેચી ગઈ.

પ્રતાપભાઈ પંડ્યાનો પરિચય  ૨૦૧૦ પછી વધુ થયો. હવે એમ કહી શકું કે એમને હું વ્યક્તિગત રીતે ઓળખું છું.પોતે પુસ્તક થકી જ આગળ આવ્યા અને જ્ઞાને એમને જીવનમાં સદાય દ્રષ્ટી દેખાડી તો એમણે એજ માર્ગ બધાને દીધો. સાહિત્યના વ્યાપક અર્થમાં તેઓ પુસ્તકના ચાહક છે, એમનો જીવ વાચકનો એટલે  બધાને વાચક બનાવ્યા.  પોતાને સહજ જે મળ્યું એ બીજા માટે ઉપલબ્ધ કરવું એ એક માત્ર દ્રઢ નિર્ણય. પુસ્તક પરનો એમનો લગાવ સવિશેષ એટલે “પુસ્તક પરબ” બંધાઇ  અને મોરારીબાપુ જેવા સંતે પણ એમના કાર્યને બિરદાવ્યુ પણ પ્રતાપભાઈએ આ પ્રવૃત્તિને બાપુના આશીર્વાદ  સમી ગણી સહજપણે ચાલુ રાખી. એક કોડિયામાંથી અનેક કોડિયામાં ઘી પૂરી દીપમાળા પ્રગટાવી. પુસ્તક માનવીને પળે પળે અજવાળી શકે છે એ વાતની એમને પ્રતીતિ થતા બીજાને આ વાત  પ્રસરાવી પોતાની પળે પળ તો સુગંધિત કરી સાથે બીજાને સભર કરી આગળ વધતા રહ્યા .

મનની મોસમ એટલે ઈશ્વરે આપેલી અલૌકિક કુદરત નિસર્ગ સૃષ્ટિની સાથે માનવ સૃષ્ટિની ભેટ.આપણને સૌને આ ભેટ મળી પ્રતાપભાઈ થકી અને મોસમ ખીલી.  જ્ઞાનની જ્યોત પ્રગટી. વસંત પંચમી જાણે વગર તિથિએ આવી. દેવી શારદા “પુસ્તક પરબ”માં પ્રગટયા.આ આહ્લાદક વાતાવરણને માણવાની મોલવાની શક્તિ અને ભક્તિ દરેક વાચકને “પુસ્તક પરબ”માં મળી અને દરેક વાંચનાર પર  દેવી સરસ્વતીની કૃપા દ્રષ્ટિ મળી.  એમણે પુસ્તક આપણા જીવન ઉપવન ની શોભામાં પુષ્ટિ કરવા વહેતા મુકયાં ત્યારે  પુસ્તકો વાંચતા આપણાં મુખેથી શબ્દ સહજ સરી પડ્યા.

અરે વાહ !!!! શું વસંત ખીલી છે!! મળ્યા પુસ્તક અને પરબે વાંચનની સુગંધ પ્રસરાવી, જ્ઞાન થકી થયા બધા નવપલ્લવિત ફૂંકાયો પવન વાંચનનો  અને વણમાગ્યા મુરતની જેમ દરેક દિવસ બન્યો  વસંતપંચમી સમો અને ઉગ્યો  જ્ઞાનનો સૂરજ….

 

“બેઠક”ના દરેક વાચક અને સર્જકો તરફથી ખોબો ભરીને શુભેચ્છા.

 

 

 

 

 

 

 

 

 

 

ડલાસ/ ફોર્ટવર્થ સાહિત્ય પ્રેમીઓ માટે આનંદના સમાચાર

13254149_10154184612709347_713597727167079900_n

 

“પુસ્તક પરબ”ગુજરાતી સાહિત્ય પરિવારના પ્રણેતા ડો. પ્રતાપ પંડ્યાના સહકારથી   ડલાસ/ ફોર્ટવર્થ એરિયાના ગુજરાતી સાહિત્ય પુસ્તક પરબની સ્થાપના યોજાઈ રહી છે. તારીખ ૨૪ ઓક્ટોબરના રોજ ગુજરાતી સાહિત્ય રસિકોની એક મિટિંગ અરવિન ખાતે મળી હતી, જેમાં સુશ્રી. મીના દવે, સુશ્રી કલ્પના પંડિત, ડો. પ્રતાપ પંડ્યા, સર્વ  શ્રી. સુધીર દવે, બી.કે. પંડિત, સુરેશ જાની અને સુભાષ શાહ ( ગુજરાત દર્પણ) હાજર રહ્યા હતા. આ મંડળનું નામ ‘ગુજરાતી સાહિત્ય સર્કલ’ સૂચવવામાં આવ્યું  હતું. ‘પુસ્તક પરબ’ દ્વારા આ મંડળના પુસ્તકાલયને જૂદા જૂદા, નામાંકિત લેખકોનાં પુસ્તકોનો સેટ વિના મૂલ્યે આપવામાં આવશે. હાલના તબક્કે બે પુસ્તકાલયો સ્થાપવામાં આવશે. ૧) અરવિન/ આર્લિંગ્ટન વિસ્તારમાં અને ૨) પ્લેનો/ ફ્રિસ્કો વિસ્તારમાં. સૂચિત સર્કલની સભા દર મહિનાના પહેલા સોમવારે યોજવાનું સૂચવવામાં આવ્યું છે. વધુ માહિતી માટે સંપર્ક –

શ્રી. સુધીર દવે (૮૧૭૬૫૮૬૩૪૫)

શ્રીમતિ કલ્પના પંડિત (૩૧૨૩૬૯૯૧૨૪)

શ્રી. સુભાષ શાહ ( ૯૭૨૨૦૦૪૮૭૩)

presentation1

%e0%ab%a9

પુસ્તક પરબ’ના ભિષ્મ પિતામહ એવા, ડો.પ્રતાપ પંડ્યાની તાજેતરની ડલાસ/ ફોર્ટ વર્થ ખાતેની મુલાકાત વખતે યોજાયેલ એક મૈત્રી મુલાકાત દરમિયાન ચર્ચાયેલી બાબતો –

 1. તારીખ      ૨૪, ઓક્ટોબર – ૨૦૧૬
 2. સ્થળ      અરવિન, ટેક્સાસ
 3. ભાગ લેનાર ગુજરાતી સાહિત્ય પ્રેમી વ્યક્તિઓ
  1. ડો. પ્રતાપ પંડ્યા
  2. શ્રી. સુભાષ શાહ
  3. શ્રી. બી.કે. પંડિત
  4. શ્રીમતિ કલ્પના પંડિત
  5. શ્રી. સુધીર દવે
  6. શ્રીમતિ મીના દવે
  7. શ્રી. સુરેશ જાની
 4. ચર્ચાયેલા મુદ્દાઓ
  1. ડો, પ્રતાપ પંડ્યાએ ગુજરાતમાં ‘પુસ્તક પરબ’ શરૂ કરવા માટેનાં કારણો અને તે શી રીતે કામ કરે છે, તે સમજાવ્યું હતું. અમેરિકામાં પણ તે શરૂ કરાઈ રહી છે, તેનો ખ્યાલ તેમણે આપ્યો હતો.
  2. ભાગ લેનાર સૌ મિત્રો ડલાસ/ ફોર્ટવર્થ વિસ્તારમાં ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિના પ્રસાર, સંવર્ધન અને તેનાં મૂલ્યોની જાળવણી ની જરૂરિયાત બાબત સંમત થયા હતા.
  3. ખાનગી ઘરમાં, વ્યક્તિગત રીતે આવાં બે નાનાં પુસ્તકાલયો પ્રાયોગિક ધોરણે શરૂ કરવાનું વિચારવામાં આવ્યું હતું. આવું એક પુસ્તકાલય પ્લેનો/ ફ્રિસ્કો વિસ્તારમાં અને બીજું અરવિન/ આર્લિન્ગટન વિસ્તારમાં શરૂ કરવા માટે સૂચન/ પ્રસ્તાવ પણ કરવામાં આવ્યા હતા. આ અંગે હાજર રહેલ સ્થાનિક સાહિત્ય પ્રેમીઓએ ડો. પ્રતાપ પંડ્યાની દોરવણી હેઠળ, પોતાનાથી બની શકે તેટલી મદદ અને કામગીરી કરવા તૈયારી બતાવી હતી.
  4. ડો. પ્રતાપ પંડયાએ જણાવ્યું હતું કે, જો આવાં ઘરઘરાઉ પુસ્તકાલયો શરૂ કરવામાં આવે, અને તેના સંચાલનની જવાબદારી વ્યક્તિગત ધોરણે ઊઠાવવામાં આવે, તો ગુજરાત સ્થિત ‘પુસ્તક પરબ’ સંસ્થા કોઈ પણ ખર્ચ વિના પુસ્તકો પૂરાં પાડવાની જવાબદારી ઉપાડી લેશે.
  5. હાજર રહેલ મિત્રોએ ડલાસ/ ફોર્ટવર્થ ખાતે ગુજરાતી સાહિત્ય અંગે ચર્ચા, વિચાર વિમર્શ અને સાહિત્ય રચનાઓના સહિયારા સર્જન અને આદાન/ પ્રદાન માટે નિયમિત રીતે, દર મહિને એક વાર, ‘ગુજરાતી સાહિત્ય બેઠક’ યોજવા પર પણ ભાર મુક્યો હતો અને તે અંગે કાર્યવાહી હાથ ધરવા કબૂલ થયા હતા. સાહિત્યના બધા જ પ્રકારો ( કવિતા, વાર્તા, નવલથા, નાટક, લોકગીતો, સંશોધન, પ્રવાસ વર્ણન, નિબંધ, વિવેચન વિ.) ના વાંચન, સર્જન અને વિચાર વિમર્શ આવી બેઠકમાં કોઈ બાધ વગર સમાવી લેવામાં આવે તેમ સર્વાનુમતિએ નક્કી કરવામાં આવ્યું હતું. આવી બેઠકને ‘ગુજરાતી સાહિત્ય વર્તુળ/ સર્કલ’ નામ આપવું , તેમ પણ વિચારાયું હતું.
  6. આવી બેઠક યોજવામાં આવે તો અરવિનમાં પ્રાયોગિક ધોરણે, ભાડેથી આવી જગ્યાની વ્યવસ્થા કરવા શ્રી. સુરેશ જાનીએ તૈયારી બતાવી હતી. બીજું સૂચન એ પણ હતું કે, આવી બે જગ્યાઓ રાખવી – ૧) મેટ્રોપ્લેક્સના અરવિન/ યુલિસ જેવા મધ્ય સ્થળે અને ૨) ઉત્તર ભાગના વિસ્તાર જેવા કેમ પ્લેનો/ ફ્રિસ્કો વિ. જ્યાં વારાફરતી આવી બેઠકો યોજી શકાય.
  7. પ્રાયોગિક ધોરણે માર્ચ – ૨૦૧૭થી મહિનાના પહેલા સોમવારે સાંજના સાત વાગે આવી “બેઠક” યોજવાનું શરૂ કરવું, એમ પણ સર્વાનુમતે નક્કી થયું હતું.
સુધીર દવે

 

વિશેષ મહિતી…

 • શ્રી પ્રતાપભાઈનો સંપર્ક :pratapbhai@gmail.com
 • અમેરિકા :12643 paseo flores ,saratoga CA 95070
 • ફોનનંબર 1-469-586-7482
 • ભારત : A1/1 સામ્રાજ્ય, મુંજ મહુડા રોડ, વડોદરા-૨૦.
  ફોન નંબર – 9825323617

“પુસ્તક પરબ” એજ “બેઠક”-પરદેશમાં ગુજરાતી વાંચવાની ભૂખ પરબમાં સંતોષાય છે

10955541_10153182911209347_7545686870249663973_n

બેઠકનું આયોજન –પ્રજ્ઞા દાદભાવાળા,

સંચાલન:પ્રજ્ઞાબેન દાદભાવાળા,કલ્પનારઘુ શાહ ,રાજેશભાઈ શાહ.

સેવા અને સહકાર -રમેશભાઈ પટેલ,સતીશ રાવલ ,તસ્વીર –રઘુભાઈ શાહ 

સમાચાર પ્રસારણ: રાજેશભાઈ શાહ,રેડિયો પ્રસારણ –જાગૃતિ શાહ 

ધ્વની પ્રસારણ અને સંચાલન : દિલીપભાઈ શાહ .

dsc0117-bethak-team

“પુસ્તક પરબ” એજ “બેઠક”-
2012 મા પ્રતાપભાઈ પંડ્યા ના સૌજન્ય થી પુસ્તક પરબ શરુ કરેલ પછી “બે એરીયા ગુજરાતી સમાજે” પુસ્તક આપ્યા અને પુસ્તક પરબને નવું સ્વરૂપ આપ્યું” બેઠક” આપણી ભાષાને ઉજાગર કરવા ,ગુજરાતી ભાષાના વૈશ્વિક પ્રચાર, પ્રસાર અને જાળવણીના એક નાનકડો પ્રયાસ રૂપે “બેઠક”ની શરૂઆત થઇ અને બે એરીયામાં રહેતા ગુજરાતી ભાષાના પ્રેમીઓએ ઉપાડી કલમ…જેના.ફળ સ્વરૂપે માત્ર વાંચન નહિ લખવાનું કાર્ય બેઠકમા થયું. હેતુ છે,પુસ્તક દ્વારા નવા વિચારો સમાજને આપવા અને વાંચન ની સંવેદના ખીલવવાનો.અહી વાંચન સાથે સર્જન કાર્ય પણ થાય છે“નિતનવા વિષયો સાથે લખવું અને ભાષાની સાથે કલમને પણ સર્જકોએ કેળવવી”.., ગુજરાતી ભાષાની લગોલગ ઉભા રહેવાનો અમારો આ નમ્ર પ્રયત્ન છે. ડો.પ્રતાપભાઈ પંડ્યા, કનુભાઈ શાહ,ડો. દિનેશ શાહ, વિજયભાઈ શાહ, જયશ્રીબહેન મર્ચંટ પી.કે.દાવડા ,મહેશભાઈ રાવલ ,તરુલતાબેન મહેતા પ્રેરણાનું બળ બન્યા. વિજયભાઈ શાહના સહિયારા સર્જન અને નૂતન વિષય સાથે સર્જન શક્તિ પણ ખીલવા માંડી, મૌલિક વિચારોએ લોકોનું ધ્યાન આપ મેળે ખેચયું, ઉગતા લેખકો-કવિઓ ને યોગ્ય તક ની સાથે યોગ્ય માર્ગદર્શન પણ મળી રહે અને સર્જન થાય તે માટે યોગ્ય વાતાવરણ ઉભુ કરવા દિનેશભાઈ શાહ
,દેવિકાબેન ધ્રુવ ,મહેશભાઈ રાવલ, કૃષ્ણ દવે ,આદમ ટંકારવી, અનિલભાઈ ચાવડા ,કાજલ ઓઝા વૈદ્ય  જેવા લેખકો અને કવિને બેઠકમાં આમંત્રણ આપી સર્જન ને યોગ્ય દિશા આપવાનો મારા પ્રયત્ન હજુ ચાલુ જ છે. ગઝલનો વર્કશૉપ રાખ્યો તો ક્યારેક વાર્તા સ્પર્ધા પણ યોજી. બાળકો દ્વારા નરસિંહ મહેતા આદિકવિ નસિહ મહેતાને સંગીત દ્વારા પ્રસ્તુત કરી ગુજરાતી સાહિત્યને જીવત કર્યું તો લેખકો દ્વારા ક્યારેક ઝવેરચંદ મેઘાણી, કલાપી તો ક્યારેક નરસિંહ જેવા કવિ ની કવિતા નો આસ્વાદ કરાવી સાહિત્યના પાના ઉખેડ્યા. “બેઠક”ની માળાના મણકામાં નિત નવા મણકા ઉમેરવાનો આ અમારો નમ્ર પ્રયાસ છે. જેના ફળ સ્વરૂપે પુસ્તક સર્જાયા,

આપ સર્વે આદર થી તેને વખાણશો – વધાવશો તો લખનાર ને પ્રોત્સાહન મળશે.

Presentation1

“બેઠક” વિષે

દર મહિને મળતી પુસ્તક પરબને મળ્યું નવું સ્વરૂપ… “બેઠક”પરબમાં કાવ્યપઠન,વિચારો અને લખાણો વાંચન પૂરતા માર્યાદિત હતા,તેને મોટો મંચ આપી, કોઈએ વાચ્યું હશે,અનુભવ્યું હશે તે સર્જન દ્વારા રજુ કરશે.તેમજ હવે”શબ્દોનાસર્જન”https://shabdonusarjan.wordpress.com/માં  લખતા લેખકો એમની રજૂઆત” બેઠક” દ્વારા કરશે.બેઠક લખવા માટે લોકોને પ્રેરશે,ગુજરાતી ભાષામાં જે ઉત્તમ સાહિત્ય સર્જન થાય છે તેને લોકો સમક્ષ રજૂ કરશે,બે એરિયાના ગુજરાતી ભાષાના પ્રેમીઓ અને પ્રતિભા ને મંચ આપી લોકો સમક્ષ રજુ કરશે ટુકમાં લેખક,વાચક,પ્રેક્ષક અને કલાકાર વચ્ચે કડી થવાનો સેતુ -એટલે “બેઠક”

“બેઠક”માં ઔપચારિકતા કરતા નિકટતા વધુ છે.મારું કામ વાચક સર્જક અને પ્રક્ષકોને મેળવવાનું છે.બેઠકના સર્જકો પાસે વિચારો છે સાથે લખવાનો સંઘર્ષ પણ ,મહત્વની વાત એ છે કે કોઈ પ્રયત્ન છોડતા નથી ,કામ નાના પાયા પર થાય છે, “બેઠક” વાંચનાર ની અનુભૂતિનું સર્જન છે.અહી લખનાર દરેક વ્યક્તિ પહેલા વાંચે છે,અનુભવે છે અને અનુભવ્યા પછી કલમને ઉપાડે છે.

પરદેશમાં ગુજરાતી વાંચવાની ભૂખ પરબમાં સંતોષાય છે.પુસ્તકોમાં પાના ફેરવી જતા લોકો વાંચતા થયા છે ત્યારે મને પરદેશમાં ગુજરાતી ભાષા જીવંત છે તેવું લાગે છે,અહી નું આયોજન મુક્ત રહી… કહી પણ પુરવાર કાર્ય વગર માત્ર નિજાનંદ માટે છે હું એક બેઠકના આયોજક તરીકે માનું છું  કે અતિશય બુદ્ધિમતા પ્લાનિંગ અને આયોજન કરી લખનાર વ્યક્તિ સારો સર્જનકાર ન થઇ શકે.બેઠક બોલાવવી,લેખો છાપવા,પુસ્તકો પ્રકાશિત કરવા એ માત્ર પ્રેરણાના બળ છે, કોઈ નામના કે પૈસા કમાવાની કે ફંડ ઉભો કરવાની વૃતિ નથી.લખનાર વ્યક્તિ અત્યારે પોતાના સ્તર મુજબ લખે છે, અત્યારે માત્ર સાહિત્યનો સ્પર્શ માત્ર દેખાશે,હું માનું છું કે આજના હૃદયમાંથી નીકળેલા અનુભૂતિના શબ્દો ભવિષ્યમાં સાહિત્ય જરૂર બનશે…આપણી ભાષાને વાંચન,લેખનઅને રજૂઆત  દ્વારા જીવંત રાખવાનો “બેઠક”નો  અમારો નમ્ર પ્રયત્ન છે.વાચકો ,સર્જકો પ્રક્ષકો,જાણતા અજાણતા સાહિત્યના પાના ઉખેડે છે.વડીલો જે પરદેશમાં પોતાની માતૃભાષાને શોધતા હતા તેમના માટે “બેઠક”ગોળના લાડવા છે,મારો પ્રયત્ન માત્ર ધરબી રાખેલું બહાર કાઢવાનો છે,બેઠકમાં સંખ્યાનું મહત્વ નથી,હાજરી કે આંકડાની વાત ક્યાય નથી,જેને માન થાય તે ભાષાને શોધતા આવે છે અને ન આવી શકે તો પોતાનું લખાણ જરૂર મોકલે છે ત્યારે મને “બેઠક”બોલાવ્યાની સાર્થકતા લાગે છે.

“બેઠક”પરદેશમાં ભાષાપ્રેમી ગુજરાતી માટે જીવનને પુષ્ટ કરતુ પરિબળ બને,અને માતૃભાષાના સંવર્ધન અને વિકાસનો એક પ્રયત્ન પણ બની રહે તો મને એક નીમ્મિત થયાનો સંતોષ જરૂર થશે.

-“બેઠક”-પ્રજ્ઞા દાદભાવાળા

World Book Day -“વિશ્વ પુસ્તક દિવસ” –

આજે વિશ્વ પુસ્તક દિવસ નિમ્મીતે આપ સર્વને ખુબ શુભેચ્છા

પુસ્તક પરબના પ્રણેતા શ્રી પ્રતાપભાઈ પંડ્યા અને તેમના પત્ની શ્રીમતી રમાબેન પંડ્યા ને વંદન

_DSC0434

12072668_952661648105229_4673360863324007643_n

 

 

 

 

 

સારું ગુજરાતી સાહિત્ય દરેંક જિજ્ઞાસુ સુધી પહોચે એ આશ્રય થી અને મુ. પ્રતાપભાઈ પંડ્યા ના સોજન્ય થી ” પુસ્તકપરબ દ્વારા અગણિત પુસ્તકો પ્રતાપભાઈએ વાચકો ને પહોચતા કર્યા છે.પુસ્તક ને  પરમેશ્વર માની પુસ્તક મારફતે માનવ જાતની સેવા આપતા  દંપતી ડો પ્રતાપભાઈ  પંડ્યા અને રમાબેન પંડ્યા ગુજરાતના ૧૨૦ પુસ્તકાલય ખોલીને હવે અમેરિકામાં વસતા ગુજરાતીઓની વાંચનની ભૂખ..સંતોષવા પુસ્તકાલયો  શરુ  કર્યા છે .માતૃભાષા ગુજરાતી ના હિમાયતી અને ઉતમ ગુજરાતી સાહિત્ય ના પ્રેમી શ્રી પ્રતાપભાઈ પંડ્યાએ ગુજરાતીમાં પી.એચ.ડી કર્યું છે, અને સૌરાષ્ટ્રમાં વિદ્યાધિકારી (એજ્યુકેશન ઓફિસર) રહી ચૂકયા છે. અને સ્વય પુસ્તકો પણ લખ્યાં છે. હાલ વડોદરાના ગુજરાત પુસ્તકાલયના પ્રમુખ છે. એ ઉપરાંત અન્ય સેવાકીય  સંસ્થાઓં માં ત્રષ્ટિ  સભ્ય રહીને ૧૦ વરસ તન મન ધન થી કોઈ અપેક્ષા વિના કામ કરી સેવા આપી છે.આદર્શ નમ્રતા સરળતા જેવા ગુણોને લીધે લોકોનો પ્રેમ મેળવીને સૌના વ્હલાપંડ્યા કાકાસર્વત્ર સૌના સ્વજન બની ગયા છે.એમણે જીવન ગ્રામ શિક્ષણનો તથા ગુજરાતી વાંચનનો પ્રસાર કરવામાં સમર્પીત કર્યું છે.પ્રતાપભાઈએ એમના નિવૃત્તિફંડનો સદુપયોગ કરી ‘પુસ્તક પરબ‘. ચલાવે છે.સમસ્ત ગુજરાતનો પ્રવાસ કરી ૫૦૦ ઉપરાંત ખાનગી પુસ્તકાલય ની જાતે મુલાકાત લઇ બંધ પડેલા પુસ્ત્કાલને પોતાના ખર્ચે મદદ કરી પુસ્તકાલય પ્રવૃત્તિ  ધમ ધમતી કરી છે અને “પુસ્તક પરબ” નામની   સંસ્થા  સ્થાપી ગુજરાતમાં ૧૨૦ ઘર પુસ્તકાલયો પાંચ વરસથી ચલાવે  છે.દરેક  વાંચકોને સરળતાથી પુસ્તકમળે એવી વ્યવસ્થા કરી સરળ સંચાલન કરે છે .પ્રતાપભાઈ પુસ્તકોનું દાન કરે છે, એટલુંજ નહિ,લોકોને પુસ્તક પરબો શરૂ કરવામાં મદદ કરી એમનું સંચાલન કરવાનું માર્ગદર્શનપણ  આપે છે. અને તેથીજ એમના કાર્ય માટે પૂજ્ય મોરારી બાપુએ અસ્મિતા પર્વમાં પ્રતાપભાઈનું સન્માન કર્યું હતું. તેમના ધર્મ પત્ની શ્રીમતી રમાબેન માતા પિતાના ઉત્તમ સંસકારો સાથે જીવે છે જેણે  પ્રસિદ્ધ  કેળવણીકાર નાનાભાઈ ભટ્ટ અને ઉતમ ચિંતક  સર્જક  સાહિત્યકાર  મુશ્રી મનુભાઈ પંચોલી પાસેથી મેળવી  પ્રમાણિક   નિષ્ઠાવાન શિક્ષક તરીકે રાજ્ય અને રાષ્ટ્ર કક્ષા ના  એવોડ  વિજેતા  બની   સમગ્ર ગુજરાતમાં  આદર્શ  શિક્ષક દંપતી  તરીકે  પ્રતિષ્ઠા  પ્રાપ્ત કરી  છે પણ બન્ને પતિ પત્ની નો ધ્યેય એક જ છે આપણી માતૃભાષા ગુજરાતીને  પરદેશમાં પણ  જીવંત રાખવીઅને  સમૃધ્ધ કરવી તેમજ લોકોને સારાં સંસ્કાર સાહિત્ય સભર પુસ્તકો આપવાં અને પુસ્તકો દ્વારા વાંચનની સંવેદના ખીલવવી અને નવા વિચારો સમાજને આપવા આ છે.એના એક નવા પગલા રૂપે  2012 મા પ્રતાપભાઈ પંડ્યા ના સૌજન્ય થી “પુસ્તક પરબ” શરુ કરેલ અને વાંચન ની સંવેદના ખીલવી છે.સૌ પ્રાથમ સાનફ્રાન્સિસ્કો બે એરિયામાં આઈ. સી. સી.માં શરુ કર્યું અને બે એરિયાના સમગ્ર ગુજરાતીઓ માટે જ્ઞાન ને વહેતું મુક્યું,

પુસ્તકો વગરની આ દુનિયા કેવી હોત ?
શું માનવનો આટલો બધો માનસિક વિકાસ થયો હોત ?
આપણી આટલી બધી સભ્યતાઓ વિકસિત થઈ હોત ?
શું ગ્લોબલાઈઝેશનની શરૂઆત  પુસ્તકો વિના થઈ હોત ?
શું માનવી ચંદ્ર સુધી પહોંચી શક્યો હોત ? ..
પુસ્તકોમાં એક શક્તિ છે. એક આખા જગતને બદલવાની, સમાજધર્મને કેળવવાની.

 પુસ્તકના આ મહત્ત્વને સમજવા, સમજાવવા અને તેને કાયમ રાખવા .”વિશ્વ પુસ્તક દિવસ” નિમ્મીતે
 
“બેઠક”ના દરેક વાંચકો અને સર્જકોના વંદન 

“તમે સર્જક છો” -પ્રતાપભાઈ પંડ્યા

સૌ પ્રથમ જ્ઞાન નો આધાર અનુભવ  છે. એ વાત યાદ રાખવા યોગ્ય છે અનુભવ માંથી માણસ એક સમજણ કેળવે અને તેને શબ્દ્સ્વરૂપ મેળવતા એક સમ્યક સમજણ એટલે સાહિત્ય.  

અહી રજૂઆત એક અનુભવી વ્યક્તિની છે. પ્રતાપભાઈ પંડ્યા એક જિંદગીના અનુભવે થી ઘડાયેલી વ્યક્તિ છે ,જેમણે  બેઠકનું સંચાલન કરી “બેઠક”ને અનુભવના રસ પાયા છે એની વાત છે.. ગયા મહિનાની “બેઠક”માં પ્રતાપભાઈ પંડ્યાએ પોતાના અનુભવે સર્જકોને પ્રોત્સાહન આપ્યું જે આજે મુદ્દા  સ્વરૂપે રજુ કરું છું  જેથી ન આવેલ માણે અને હાજરી આપેલ દરેક ફરી ફરી વાગોળે…..   

 ​1-તમે તમારા સિવાય કોઈના અભિપ્રાય પ્રમાણે ન લખતા  અંદરથી જે વેદના સંવેદના જાગે તે સાદી સરળ ભાષામાં પણ લખશો તો પણ સાહિત્યનુ રૂપ પામશે.માત્ર મૌલિકતા જાળવજો…હૃદયમાંથી નીકળેલી સંવેદના છે માટે જ ઉત્તમ છે એટલી શ્રદ્ધા  આત્મવિશ્વાસ સાથે લખજો જેનો આનંદ સ્વયં પોતાને પણ થવો જોઈએ. 

2-ગુજરાતી ભાષા ની શરૂઆત થઇ પછી 10 -20-50 વર્ષ ગાળામાં અનેક સમય ગાળામાં અસંખ્ય લેખકો કવિઓ થયા, આમ  દરેક દેશની દરેક ભાષામાં સમય અનુસાર સાહિત્યકારો પેદા થયા તેવું જ ગુજરાતી ભાષામાં પણ થયું, સૌથી ઉત્તમ સાહિત્ય સંસ્કૃત ભાષામાં ઋષિમુનીઓએ આશ્રમમાં લખ્યું છે વેદો જગતભરમાં શ્રેષ્ઠ સાહિત્ય ની તુલનામાં આવે છે અન્ય ભાષા સંસ્કૃત ભાષાની જ દેનગી  છે અને ગુજરાતી પણ એટલેજ મીઠી, મધુર, સંસ્કૃતી  રસક લક્ષણો વાળી છે આપણી  માતૃભાષા ગુજરાતી બની એટલે વધારે પ્રિય લાગે અને તેના પ્રત્યેની મમતા કયારેય ઓછી થવાની નથી માટે ભાષાને જાણી, માણી, પ્રેમ થી સર્જન કાર્ય કરો અને પ્રયાસ કદી છોડવો નહિ…

3-સમગ્ર સૃષ્ટિનો સર્જક પરમાત્મા -ઈશ્વર છે તેવું આપણે સહુ જાણીએ છીએ સમસ્ત બ્રહ્માંડમાં સર્ય ચંદ્ર તારા અને ગૃહો દરેક જીવ માત્ર ,પાણી પવન પ્રકાશ ,દ્રવ્યો પદાર્થો આ મહાન સર્જકની ભેટ છે અને આપણે સહુ એના એક અંશ છીએ એજ સત્ય છે અને કોઈ પણ પદાર્થ તેના નાનામાં નાના અંશ કે કણમાં તેના ગુણો હોય જ છે તે વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલ છે.આપણે આ મહાન સર્જકના એક અંશ છીએ તે વાત સમજી સ્વીકારીને સર્જક બનવાનું છે. કોઇ વ્યક્તિ કંઇક સર્જન કરે ત્યારે પણ તેને સર્જક કહે છે,તમારું  લખાણ સત્ય અથવા સાહિત્ય હોઇ શકે છે.એ ભૂલવાનું નથી,માટે મૌલિકતા જાળવી તેના સિદ્ધાંત ને વળગી કલમને કસવી.કુદરતના  સર્જનમાં કોઈ ભૂલ કાઢે કે ટીકા કરે તો સર્જન ક્રિયામાં ફેરફાર કરતો નથી તેમ એક મહાન સર્જકના અંશ તરીકે આપણા આત્મના અવાજને વફાદાર રહી આત્મશ્રદ્ધાના તેજ થી આપણો પ્રકાશ ઉત્પન્ન કરવાનો તો જ  પોતાની સંવેદનાઓનું પ્રતિબિંબ ..દેખાશે ત્યારે અનુભૂતિની સચ્ચાઈથી રણકતું સાહિત્ય સર્જાશે ફરી એજ વાત કે આપણે એક મહાન સર્જકના અંશ છીએ માટે વફાદારી સાથે જ સર્જન કરવું અને કરવું તો એવું કરવું કે ભાવક ભીતરથી હાલી ઊઠે … અને આ માત્ર પ્રયત્ન દ્વારાજ પ્રાપ્ત થશે. હું છેલ્લા 10 વર્ષથી લખું છું  હજી પણ વાંચન ચાલુ છે. હું સાહિત્યની ટીકા ,વિવેચન અને અન્ય બાબતમાં પડ્યો જ નથી. લખ્યા કરશો તો ઈચ્છા મુજબની સફળતા જરૂર પ્રાપ્ત થશે.

4-સર્જકમાં ભાષા, સંસ્કૃતિનું જતન-સંવર્ધન કરવાની, સમાજને પ્રેરવાની અસાધારણ ક્ષમતા હોય છે,માટે વાંચો  અને વંચાવો ની ભાવના કેળવો  લખનાર હોય પણ વાંચનાર  ન મળે તો ? એક ક્ષણ માટે વિચારી જુઓ ? માટે વાંચનમાં જનમાનસની અભિરુચિ કેળવાય એ ખુબ જરૂરી છે.. અને સર્જન કાર્ય માટે પણ વાંચન અને અનુભવ જરૂરી છે,આ સાથે સંવેદનાઓને મુક્ત હૈયે શબ્દોમાં વહેતી રાખો….

5-છેલ્લા બે વર્ષથી “બેઠક”ના લેખકોની સંખ્યા સાથે સર્જન કાર્ય વિકસતા જોઉં છું. આ પ્રવૃત્તિ ફૂલે ફાળે  અને વાંચન સાથે ઉત્તમ સાહિત્ય રચાય તેવી શુભ ભાવના. આ સાથે સાહિત્ય ,સાહિત્યકાર, અને અનુભવી લેખકો અને કવિઓનું  માર્ગદર્શન અને ફાયદો સર્જકોને મળે જેથી સર્જક યોગ્ય રીતે વિકસે એવી પણ ભાવના ભાવુ છું. 

પુસ્તક પરબની સફળતાનો યશ બધા સર્જકોને, પ્રેક્ષકોને અને વાંચકોને  હું આપું છું,આપ બધા પુસ્તકો પ્રગટ કરી ખુબ આગળ વધી રહ્યા છો અને માટે જ પ્રસંશા ને યોગ્ય છો. સર્જન કરવું અને કર્યા પછીનો આનંદ મેં 2002માં પહેલું પુસ્તક પ્રગટ કર્યું અને અનેક વાંચકોએ વધાવ્યું ત્યારે અનુભવ્યો છે અને મારું પહેલું પુસ્તક “લાગણીનો દસ્તાવેજ” મારા માટે પ્રેરણા રૂપ બની ગયું તેમ તમારા દરેક પુસ્તકો તમને પ્રેરણા દેતા રહેશે…”હું કૈક લખી શકું છું” તેવી મારા જેવી અનુભૂતિ આપ સહુને થઇ હશે મારા દસ પુસ્તકો પ્રગટ થયા અને વિશાળ સંખ્યામાં વાચકો પણ મળ્યા તેમ તમારા પુસ્તકો પણ અનેક વાંચે તેવી ભાવના કેળવું છું…બીજમાંથી કે ગોટલામાંથી આંબો બની રસદાર કેરીઓ આપે તેવા સાહિત્યના આમ્રવૃક્ષો બની આપણી આ” બેઠક” સદા લીલી છમ્મ બની મેંહકી અને શોભી રહે એવી શુભેચ્છા……  

 પ્રતાપભાઈ પંડ્યા    ( “બેઠક”ના પ્રણેતા)