01/26/2018 -‘બેઠક’નો અહેવાલ -તરુલતાબેન મહેતા

અમેં  સૌ  ગુજરાતી છીએ,સાકર સરખા મીઠા,સૌ જન સાથે હળીએ મળીએ હળવે હસતા હસતા.’ (પદમાબેન કનુભાઈ શાહ )


 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

26મી જાન્યુઆરી 2018ની શુક્રવારની સાંજે મિલ્પીટાસના આઈ.સી.સી.હોલમાં ‘બેઠક’નું આયોજન થયું . ‘બેઠક’ના આયોજક પ્રજ્ઞાબેનને સૌને પ્રેમથી આવકાર્યા .કાતિલ  ઠન્ડી અ ને વાદળ  ઘેરી  સાંજે ચાળીસેકની સંખ્યામાં ગુજરાતીઓ બેઠકમાં આવ્યા હતા . ઊષ્માભર્યા આવકારથી ગુજરાતી ભાષાપ્રેમીઓ  -સાહિત્યરસિકો ખુશખુશાલ બેઠકના કાર્યક્રમને માણવા ઉત્સુક હતા .પ્રજ્ઞાબેન દ્વારા  પસન્ન વદને થતા  સંચાલનની શરૂઆત કલ્પનાબેન રધુ શાહના મધુર કંઠે ગવાયેલી    પ્રાર્થનાથી  થઈ . ભારતમાં સ્વાતંત્ર દિનની ઉજવણી વતનપ્રેમીઓ બેઠકમા પરસ્પર અભિવાદન કરી કરતા હતા.

સ્ટેજ પર વચ્ચેની ખુરશીમાં બિરાજમાન વડીલ સભ્ય  કવિયત્રી પદમાબેન કનુભાઈ શાહ આજની બેઠકના ધ્યાનાર્હ વ્યક્તિ હતા.તેમના ‘મા તે મા ‘( આ..બે 2017) પુસ્તકનું લોકાર્પણ તરૂલતા મહેતાના હસ્તે થયું.આ પુસ્તકની પહેલી આવૃત્તિ 2016માં પ્રજ્ઞાબેન દાદભવાળાએ તૈયાર કરી ‘બેઠક ‘તરફથી તેમને ભેટ આપી હતી જેનું વિમોચન જાણીતા કવિ  અનિલ જોશીના હસ્તે થયું હતું। .બેઠક ગુજરાતીમાં  વાંચવા લખવાનું વાતાવરણ પૂરું કરી ગુજરાતી ભાષાની સેવા કરે છે.બેઠકના બગીચામાં ફૂલોને ખીલવવાનું માળીનું કામ પ્રજ્ઞાબેન અને સૌ સહાયકર્તાઓ ઉમંગથી કરે છે.  ખરેખર “શબ્દોના સર્જન”ને વયની મર્યાદા  નથી .પ્રજ્ઞાબેનના સતત ઉત્સાહથી જેમણે કદી કલમ ચલાવી નહોતી તેઓએ શબ્દોના સર્જન બ્લોગ પર વિવિધ વિષયો પર લખવાની શરૂઆત કરી.પદમાબેન શાહ તેમનાં કાવ્યો ,લેખો અવિરતપણે શબ્દોના  સર્જન પર લખતા રહ્યાં ‘ટીપે ટીપે સરોવર ભરાય ‘ તેમ તેમનાં કાવ્યો,નિબંધો નું દળદાર 130 જેટલાં પાનાનું સુંદર પુસ્તક તૈયાર થયું ,પોતાની જન્મદાત્રી માનું  અને માતૃભાષનું ઋણ અદા કર્યું છે.પદ્માબેન ખૂબ ખુબ અભિનન્દન ।.પુસ્તકનું આવરણ પુષ્ઠ ગુજરાતના સ્થાપત્ય વારસાને પ્રગટ કરે છે.સરસ રીતે તૈયાર થયેલું પુસ્તક માની કોખને ગૌરવ અર્પે છે.ત્રણ પેઢીઓને ભાષા અને સંસ્કુતિના વારસાથી સાંકળે છે। આ કામ પદમાબેનની જેમ દરેક કુટુંબમાં માં જ કરી શકે..એમના સ્નેહી પરિવારને અભિનન્દન અને શુભેચ્છા।

આમ તો આપણામાં કહેણી છે કે ‘માં તે માં ,બીજા બધા વગડાના વા ‘ માની તોલે કોઈ નહિ। અહીં હું જરા જુદી રીતે કહેવા માંગુ છું ,એક માં જન્મ દેનારી અને બીજી માં માતૃભાષા જેના ધાવણ જીવનને પોષે ,વિકસાવે .આપણાં સુખ -દુઃખ ,પ્રેમ આનન્દની અભિવ્યક્તિ માતૃભાષામાં અનાયાસ થાય। માના હાથનો રોટલો અમૃત જેવો લાગે તેમ ગુજરાતીમાં વાતચીત કરવાનો ,લખવાનો અનેરો આનંદ છે ,ભાઈ આપણે તો જનેતાની બોલીમાં  ગાણાં ય ગાવા ,ગરબા રમવા ,નાટકો અને ભવાઈ કરવી અરે પ્રેમ કરવો ,લડવું ઝગડવું અને સપના ય ગુજરાતીમાં જોવા.માની જગ્યા ઓરમાન માં  ન લઈ શકે તેમ બીજી ભાષાથી આપણો વ્યવહાર ચાલે પણ ગુજરાતી જેવી મીઠાશ ના  મળે.

બેઠકના સભ્ય કવિયત્રી ,લેખિકા સપનાબેન  પદમાબેનના પુસ્તક  વિષે બોલવા પધાર્યા .તેમણે કહ્યું। માં તે માં શીર્ષક જ ખૂબ સુંદર છે.એમાંની કવિતાઓ લાગણીથી છલકાતી અને સુંદર રીતે લખાયેલી છે.જીવનના તહેવારો,પ્રંસગો,જન્મદિવસ ,પ્રકૃતિ ,પરિવારના સભ્યો એમ વિવિધ વિષયોનો રસથાળ પદમાબેને શાહે ‘માં તે મા ‘પુસ્તકમાં માતૃભાષાને ચરણે અર્પ્યો છે.કલ્પનાબેન રધુ શાહે તેમણે અગાઉના પુસ્તકવિમોચનની ફિલ્મ યુ ટ્યૂબ પર મૂકી છે.તેમણે પદમાબેનના સર્જનકાર્યને વધાવ્યું છે.

‘બેઠક’ના લેખિકા વસુબેન શેઠે સ્વહસ્તે બનાવેલું કલાત્મક કાર્ડ અને મનીષાબેને પીળા ફૂલોનો સુંદર પુષ્પગુછ પદમાબેનને અર્પણ કર્યો અને મનીષાબેનને અભિનંદન આપી પદ્મામાસીના આશીર્વાદ લીધા ત્યારે સૌએ તાળીઓથી વધાવી પુસ્તક પ્રકાશનની ખુશી વ્યક્ત કરી.આમ બેઠકના પ્રણેતા પ્રતાપભાઈ પંડ્યાની ખોટ તેમના પુત્રી મનીષાબેને પુરી.

માનનીય પદમાબેને ભાવવિભોર થઈ સૌનો આભાર માન્યો. સહજ અંતરની લાગણી થી તેમણે પોતાની લખવાની પવૃત્તિનો જશ પ્રજ્ઞાબેનને આપ્યો।’બેઠખ અને ‘શબ્દોનું સર્જન ‘ તેમની લેખિનીને સતત બળ આપતા રહ્યા.તેમનાં સ્વ માતુશ્રીના ઋણ અને ગુણોને  યાદ કરતા ગળગળા થઈ ગયા.તેમના બાળપણની મીઠી યાદો હાજર રહેલા કુટુંબીજનો અને પરિવાર સમી બેઠકના સૌ કોઈને સ્નેહથી ભીંજવી ગઈ.પ્રજ્ઞાબેને વડીલને પ્રણામ કરી પદમાબેન અને સ્વ.કનુભાઈ શાહના ઋણને વ્યક્ત કર્યું। ભાષાપ્રેમી દંપતીએ પ્રજ્ઞાબેનને સહકાર અને માર્ગદર્શન પર પાડ્યા .

રાજેશભાઈએ બેઠકની 2017ની અનેકવિધ પ્રવુતિઓનું  વિગતવાર સરવૈયું કર્યું। તેમના વ્યક્તવ્યમાં તેમણે કહ્યું  જીવનમાં આનન્દ કરવો અને આપવો તો જ ફેરો સાર્થક થાય.રાજેશભાઈ હું તમારા મત સાથે સહમત છું તેથી જ સર્જનની પવૃત્તિ સાથે સંકળાયેલી છું .’બેઠક ગમતાનો ગુલાલ કરવાનો મોકો આપે છે.

પ્રજ્ઞાબેનની બે વાર્તાઓના વાચિક્મ પ્રયોગથી સૌને મોકળા મને હસવાનું મળ્યું। ઉપાધ્યાય દંપતીએ મઝાના લ્હેકામાં વાર્તાને નાટયમય બનાવી ગુજરાતીની મસાલાવાળી ‘ચા તે ચા ‘.બીજી વાર્તા ‘આયેગા આનેવાલા ‘ રહસ્યમય વાર્તાનું વાચિક્મ જિગીષાબેન અને ઉષાબેને સરસ કર્યું। પ્રજ્ઞાબેનના સહકારથી બન્ને વાર્તાઓના વાચિક્મ થી સૌને ભરપેટ આનંદ મળ્યો.ભવિષ્યમાં જુદા જુદા લેખકોની કુંતિના વાચિક્મ થતા રહેશે તેથી રાજેશભાઈએ ક્યુ તેમ બેઠક મુગટમાં નવા પીંછા ઉમેરાતા રહે છે.

સ્વાદિષ્ઠ ભોજન અને મિલન મુલાકાતનો આનંદ બોનસમાં!

‘ઝાઝા હાથ રળિયામણા ‘ તો આપણી ગુજરાતી ભાષાને ઉજાગર કરવા મળીએ,લખીએ ,બોલીએ અને ફૂલની પાંખડી માતુભાષાને અર્પીએ !

સૌ મિત્રોને વાંચન -સર્જન માટે શુભેચ્છા।

તરૂલતા મહેતા જા .2018

જન્મદિવસ મુબારક ….અભિનંદન …..

પરમાત્મા નાં ત્રણ સ્વરૂપો  શાસ્ત્ર માં કહેલા છે.—સત્—ચિત્—આનંદ ..

બસ ..આ જ આનંદ જે  –અપ્રગટ છે એને પામશો …..જન્મદિવસ મુબારક

 ….અભિનંદન …..

વ્હાલા ભાઈ  ચિ. દિનેશને  શુભેચ્છાઓ અને અભિનંદન 

ચિ. દિનેશભાઈ માનવતાના દિવ્ય દિપક

ગેઇન્સવિલ ગામના  સૌ  એમના  ચાહક

ડો. શાહ છે વિદ્યાર્થી આલમનું અજબ નૂર

નાનામોટા ચાહે આદર અનેપ્રેમથી ભરપૂર

ફ્લોરીડા સ્ટેટમાં જાણીતુ ડો.દિનેશ શાહ નામ

સ્નેહિ  સ્વજનો સૌ લોક નમ્રતાથી નમે તમામ

ઘરની ભવ્ય આગતા સ્વાગતા અને પ્રેમ

સૌના હૈયામા એ યાદ જીવંત અખંડ ક્ષેમ

અસંખ્ય સંસ્મરણો અનેક જન અનુભવતા

ચીર સ્મરણિય સૌના હૈયે ચિરંતન રમતા

યુનિવર્સીટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી હતા જ્યાં જ્યાં

શુભેચ્છા, અભિનંદન અને સંદેશ પાઠવતા રહ્યા

પરિવાર સૌ આનંદ ઉત્સવ ગૌરવ સહ  ઉજવે

“મા”શારદા,”અર્ધાંગિની” સુવર્ણા શાંતિ અનુભવે

પદ્માબેન કનુભાઈ

તેલ પૂરી ઝગમગતો કરવાની પ્રેરણા -પદ્માબેન કનુભાઈ શાહ

DSC_2263

 

 

 

પદ્માબેન કનુભાઈ શાહ

મુ. પ્રજ્ઞાબેનનું પ્રદાન મારા ગુજરાતી ભાષાના વારસાને ચાલુ રાખવાના પ્રયત્નોમાં અવિસ્મરણીય રહેશે  . રણના મુસાફરને જેમ કોઈ વહેતું ઝરણું મળી જાય તેવીજ રીતે મારી મુલાકાત પ્રજ્ઞાબેન સાથે અહિયાં બેએરીયામાં થઇ.  મુંબઈમાં અમારું જીવન ગુજરાતી વાતાવરણથી સભર હતું  . બધા પડોશીઓ ,મિત્રમંડળ , સૌ ગુજરાતી હતા  . 1979 માં અહી અમેરિકા આવ્યા પછી અમારી ગુજરાતી ભાષાની દુનિયા ઉપર પડદો પડી ગયો  . જોબ , ટીવી , બાળકો સાથે  તેમજ ન્યુઝપેપર બધેજ ઇન્ગ્લીસ નો ઉપયોગ થતો રહ્યો  .  ત્યારબાદ પ્રજ્ઞાબેનની ઓળખાણ થઇ  અને બેઠક જેવી પ્રવૃત્તિ શરુ થતા મને ગુજરાતી સાહિત્ય લખવાની તક મળી.

અનુભવથી જે આનંદ, શાંતિ અને સંતોષ મેં અનુભવ્યો તે અવર્ણનીય છે  .  મારા ગુજરાતી સાહિત્યના હોલવાઈ જતા કોડિયામાં ફરીથી તેલ પૂરી ઝગમગતો કરવાની પ્રેરણા આપવા બદલ હું પ્રજ્ઞાબેન ની રૂણી  છું.  મારા જે ઘણા નિવૃત વ્યક્તિઓ આવીજ લાગણી અનુભવે છે. પ્રજ્ઞાબેન પ્રવૃત્તિ ચાલુ રાખે અને સૌને લાભ આપે તેવી શુભેછા  .  


પદ્માબેન કનુભાઈ શાહ , સનીવેલ, કેલીફોર્નિયા

 

શામળિયા ને નીરખિએ ..

શ્રી નરસિહ ના સ્વામી શામળિયા ને નીરખિએ ..

ભક્ત નરસિહ  આ કાવ્યમા એમના મનના  માનિતા સુંદર શ્યામસ્વરૂપશ્રી   શામળિયા ના અંતકરણ  પૂર્વક આવવાના એન્ન્ધાણ  સાંભળી  ભાવ વિભોર થઇ જતા.કવિ એમના દેહને રાધા સ્વરૂપ મા જ પાતાની જાતને જોતા અને તન્મયતા અનુભવતા,કવિ એમના સુંદર શામળિયા વરને નિરખીને આનંદ મગ્ન થતા.

એમના મનના માનેલા મનમોહક સુંદર શ્યામના નાજૂક પગલાના પગરવના એન્થાન સાંભળે છે. ઠંડા પવનના  સુસવાટા સંભળાવા લાગ્યા,વિજળી જબુકવા લાગી,ઘનઘોર વાદળ વિજળીના કડાકા સાથે વાદળ ગર્જના કરવા લાગ્યા ને ત્યાંજ એમના સુંદર સોહામણા ઘનશ્યામ ના પગરવ સંભળાય છે.

“હે જશોદાજીના જાયા, હે નંદજીના લાલ,તમારા દર્શનની અભિલાષા મા મારુ મન નાચી રહ્યું છે”

ગોકુળના ગામમા મોરલાનો ટહૂકાર ટહૂકી રહ્યો છે ને શ્યામ સુન્દર ના પગલા ના ઝણકાર ના ભણકાર વાગી રહ્યા છે ,આપના દર્શનની રાહ જોઈ રહ્યોછુ ,આપના મુખારવિંદ ના દર્શન કરવા મન તલસી રહ્યુ છે.

હે દામોદર, હે માધવ, તમે ગોકુલમા ગાયો ચરાવતા, તમે ગોવાલણીના ઘરમા પ્રેમથી માખણ આરોગતા,કાળી કામળી ઓઢી વ્રજમા ગાયો ચરાવતા,કદંબના વૃક્ષના છાયામાં આપ વેણુ નાદ છેડતા જેના સૂરે સારાએ વ્રજના ગોપગોપી ઘેલા થઇ ગુલતાન બની રાસ રમતા,એક એક કાન અને એક એક ગોપીનુ યુગલ બની રાસની રમઝટ જામતી,

કેટલી ય વાર મધુર વાંસળીના સુરે ગોપિઓ ભાન ભૂલી ને વાછરડા છોડી મુક્તી ,ભૂલમા તેમના બાળકોને ગાયના ખૂંટે બાંધી દેતી,વાંસળીના નાદે આંખનું કાજળ ગાલે લગાડતી,આ મોહક વેણુ નાદમા સાનભાન ભૂલી ગોપાન્ગનાઓ કૃષ્ણમય બની જતી.એજ રીતે નરસિંહ મહેતાએ એમના શ્રી વર શામળિયા ના મહારાસને હાથમા મશાલ લઇ આનંદ વિભોર થઈ નિહાળ્યુ,ધન્ય ધન્ય ભક્ત નરસિંહ લગાડતી,આ મોહક વેણુ નાદમા સાનભાન ભૂલી ગોપાન્ગનાઓ કૃષ્ણમય બની જતી.એજ રીતે નરસિંહ મહેતાએ એમના શ્રી વર શામળિયા ના મહારાસને હાથમા મશાલ લઇ આનંદ વિભોર થઈ નિહાળ્યુ,ધન્ય ધન્ય ભક્ત નરસિંહ.

 

Padmaben Kanubhai Shah

Sunnyvale, CA.  June 2014

 

માડી તારુ કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો

ગુજરાતી ગીત, ગરબા અને લોકગીતના રચનાર અને તે સ્વરબધ્ધ કરનાર લોકપ્રિય કવિ અવિનાશ વ્યાસને આજે પણ સૌ યાદ કરે છે.  એમણે ઘણી ગુજરાતી ફિલ્મ  સંગીતનું  સ્વર નિયોજન કરેલુ.  1943માં એમનું પહેલુ ચિત્રમહાસતી અનસુયાથી શરૂઆત કરેલી. “ભક્ત ગોરા કુંભારનું  સ્વર નિયોજન ખૂબજ લોકપ્રિય નીવડેલું.

એમનો જન્મ અમદાવાદ શહેરમાં 1912ની જુલાઈની એકવીસમીએ થયેલો.  એમણે બારસોથી વધુ ગીતો સ્વરબધ્ધ કર્યા છે. ગીતા દત્ત, મહંમદ રફી, સમશાદ બેગમ, મન્નાડે, હેમંતકુમાર, કિશોરકુમાર, લતા મંગેશકર, અશાભોસલે અને બીજા ઘણા સાથે ગીત ગાયા  છે જે આજે પણ બધાને ગાવા અને સાંભળવા ગમે છે.ઘણા સંગીતકારો સાથે મળીને ગીતો રચ્યા છે. ગીતો ખૂબજ લોકપ્રિય થયા છે. ……. જેમાંમારી વેણીના ચાર ચાર ફૂલ“, “પાંદડું લીલુ ને રંગ રાતો“,

ચરર ચરર મારું ચકડોળ ચાલે“, “રાખના રમકડાને મારા રામે “, “ભાભી તમે થોડા થોડા થાવ વરણાગીવિ. ગીતો આજે પણ ઉમળકાથી લોકો ગાય છે.એમણે એકાવન જેટલા ચલ ચિત્રોનું સંગીત નિયોજન કરેલુ. “રામલક્ષ્મણ“,  “જંગ બહાદૂર“, ‘રિયાસત‘, “હવામહેલવિ. વિ. ફિલ્મોનું સંગીત આપેલું.

કવિ પ્રદીપજી, પ્રેમ ધવન, ભરત વ્યાસ, રાજા મહેંદી અલીખાન વિ. સાથે મળીને ચલચિત્રોના ગીત સગીતની રચના કરી હતી. આજના સંગીત કલાકારોમાં એમની છત્ર છાયામાં વિકાસ પામનાર પુરૂષોત્તમ ઉપાધ્યાય, આસિત દેસાઈ, રાસબિહારી દેસાઈ, અતુલ દેસાઈ વિ. તેમની સાધનાને બિરદાવી આજે પણ યાદ કરે છે. તેમનેપદ્મશ્રીનો એવોર્ડ મળ્યો હતો. 20મી ઓગસ્ટ 1984માં એમનો દેહ પંચ મહાભૂતમાં વિલીન થયો.એક અતિ લોકપ્રિય કવિ અને સંગીતકાર ગુમાવ્યાનું દુ: સૌએ અનુભવ્યું.

કર્ણપ્રિયસંગીત અને અર્થસભર ગીતો લખનારા એ કસબી અવિનાશ વ્યાસ  ની કાવ્ય રચનાઅજર અમર કૃતિ મને ખૂબજ ગમી છે જે અત્રે રજુ કરૂ છું. કાવ્યમાં કવિની કુદરત પ્રત્યેની અતૂટ શ્રધ્દ્ધા અને ભક્તિના દર્શન થાય છે. બ્રહ્માંડના અસ્તિત્વને ધરતી તથા સૂર્ય,ચંદ્ર અને તારાના શણગારને માના આભૂષણ તરીકે વર્ણવ્યા છે. કવિ દેવીના અનન્ય ઉપાસક હતા. કાવ્ય કૃતિ અંબાજી માના  મદિરમાં દર્શન કર્યા પછી સ્ફૂરેલી. તે રાત્રે  આસો સુદ પુનમનો ચંદ્ર ખીલેલો હતો નોરતાના ગરબા ગવાતા હતા…. અને  ભાવ ભર્યા શબ્દો તેમના હૃદયમાં ઉદભવ્યા.       માં …. માં  …..

માડી તારુ કંકુ ખર્યું ને સૂરજ  ઊગ્યો
જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો.

મંદિર સર્જાયુ ને ઘંટારવ ગાજ્યો
નભનો ચંદરવો મા આંખ્યુમાં આંજ્યો
દીવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો
કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો
માડી તારુ કંકુ ખર્યું ને સૂરજ  ઊગ્યો.

માવડી ની કોટમા તારાના મોતી
જનની ની આંખ્યું માં પૂનમની જ્યોતિ
છડી રે પુકારી મા ની મોરલો ટ્હુક્યો
કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો
માડી તારુ કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.

નોરતાં ના રથનાં ઘૂઘરા રે બોલ્યા
અજવાળી રાતે મા અમરત ઢોળ્યાં
ગગન નો ગરબો મા ના ચરણોમાં ઝૂક્યો
કંકુ ખર્યું ને સૂરજ  ઉગ્યો
             માડી તારુ કંકુ ખર્યું ને સૂરજ  ઊગ્યો…            ( અવિનાશ વ્યાસ )

ગુજરાતી ગીતોને લોકબોલીથી માંડીને સાહિત્યિક ભાષામાં રજૂ કરવાની હથોટી આદરણીય અવિનાશભાઈ પાસે હતી ગીતો જીવનના વિવધ રંગો અને તબક્કાને બખૂબી રજૂ કરતા હતા.  બાળપણથી માંડીને આજ સુધી ઘણા બધા ગુજરાતી ગીતો સાંભળ્યા છે અને ગમ્યા છે. આજે માડી તારુ કંકુ ખર્યું ને સૂરજ  ઊગ્યો……. અદકેરો આનંદ તો ખરો જ! લાલાશ ભર્યા સોનેરી સૂર્યના પ્રકાશમાં જેના સપ્ત રંગી કિરણો ધરતીના પટને ચેતનવંતો ને આનંદમય કરે છે….. ચારે બાજુ ઉષ્મા ભર્યું વાતાવરણ સર્જાય છે. … જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો…કવિ અવિનાશ વ્યાસની ઉત્તમ કાવ્ય કૃતિ છે

.પદ્માબેન કનુભાઈ શાહ  (Sunnyvale CA )

મધર્સ  ડે ની  માં   ને    શ્રધાંજલિ-પદમાબેન કનુભાઇ શાહ

Picture1

પ્રણામ  માડી ચરણે  તારા, મીઠી  છાયા દીધી  રે

જન્મ દઈને  અમૃત  પાયા   ઉછેર્યા   ખોળા   માહી  રે

પાપા  પગલી   ભરતા   શિખવી  હળવે  પકડી હાથરે

મ્હોમા  મુક્યા પ્રસાદ પ્રભુના,જળ  સાકાર ને તુલસી રે

રક્ષણ  કીધા શિક્ષણ દીધા, ચીન્દ્યા માર્ગ અમુલારે

સુખ શાંતિની વાડ બનાવી, જતન કરી સંભાળ્યા રે

શું શું અર્પુ ચરણે તારા, યાદ ઘણી ઉભરાતી રે

મેહ વરસતો આંસુઓનો , પુષ્પ ચરણમા  ધરતી રે

માનવતાના મૂલ્ય હૃદયમાં , ક્વચિત હૂં ના ભૂલું રે

કર્તવ્યો ના તર્પણ કરીને, ઋણાનું બંધન ચૂકવું રે

આદર્શો હું  કદીના વિસરુ, જીવનપંથે તરવું રે

ઉજ્વલ ધ્યેય ને  પાર ઉતારું , ઓ ઇશ સદા બળ દેજે રે

સુખ દુખના ડગલે ને પગલે, હું રોજ તને સાંભળું રે

કદીયે ના વિસરુ માં હું તુજને, સન્મુખ  તુજને નીરખું રે

 

પદમાબેન કનુભાઇ શાહ

સનીવેલ, કેલિફોર્નિયા

May 10, 2015

થોડા થાવ વરણાગી …….(16) પદ્માબેન કનુભાઈ શાહ

થોડા થોડા થાવ વરણાગી  ……..
વરણાગીપણું  શેમાં લાવવું જોઈએ ?આપણા  સંતોએ  કહ્યું છે કે સાત્વિક  વિચાર ,વાણી અને વર્તનમાં  લાવવું જોઈએ.પ્રથમ સાત્વિક વિચાર વિષે વિચારીએ.
પરોપકારનું પ્રથમ પગથિયું  કુટુંબથી શરું કરવું જોઈએ. ઘરના ને મદદરૂપ થયા બાદ સમાજ ને અને દેશને ઉપયોગી થવાના પ્રયત્નો વધારી વરણાગી થવાય. વાણી માં વિવેક અને મીઠાશ લાવી વરણાગીપણું  ખીલવી શકાય. વિચાર અને  વાણી માં વરણાગીપણું  આવતાં  વર્તન આપોઆપ  વરણાગ્યું દેખાશે .
બેનો  ઘરની સ્વછતા , સુઘડતા  અને બાળકોનાં  શિક્ષણ માં રસ લઇ  વધુ વરણાગી થઇ શકે છે. સમયને અનુરૂપ થઇ ને રહેણીકરણી માં ફેરફારકરી  વરણાગી  થઇ શકાય . હાલના સંજોગ મુજબ  પાણી ની તેવડ કરવી અનિવાર્ય છે. પાણીનો યોગ્ય ઉપયોગ ,અને વપરાયેલા પાણીનો પણ
ઉપયોગ  કરી આંગણું લીલુંછમ રાખે  અને સમાજ માં બીજા લોકોને પણ  જણાવે તેય  વરણાગીપણા નું એક પાસું   છે. પૈસા ખર્ચી ને જ વરણાગી થવાય એવું નથી. તેવડ કરી વસ્તુ  ને શોભાયમાન કરવી એમાં સાચી કળા સમાયેલી છે. કસરત,યોગ આસન તેમજ ઘરના કામકાજ કરી , શારીરિક
સ્ફૂર્તિ મેળવી મોં ઉપર લાલાશ લાવીએતો  તે સાચું વરણાગીપણું  છે.

પદ્માબેન કનુભાઈ શાહ

શ્રી કૃષ્ણાવતાર

krishna

 શ્રીકૃષ્ણનું જીવન પ્રેરણાદાયી છે, તેમના જીવનમાંથી આપણને શુભવિચારો સાંપડે છે, જે આપણા સૌના જીવનને પ્રકાશિત કરે.જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભગવાન શ્રીકૃષ્ણ સૌને આશીર્વાદ આપે તેવી હૃદયપૂર્વકશુભેચ્છા

મારા વ્હાલા વાચકોને આજના પવિત્ર દિવસે ખુબ ખુબ શુભેચ્છાઓ !! આવનારી દરેક પળ આપ સૌને માટે શુભવંતી,મઈ,માખણ, મીસરી અને પંજરી થી ભરપુર અને વેર,ઈર્ષ્યા,ક્રોધ,રૂપી કંસનું નિકંદન થાય એજ અભ્યર્થના. ..

નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલકી,

હાથી ઘોડા પાલકી,   જય કનૈયાલાલકી.

શ્રી કૃષ્ણ

દેવ દાનવની સૃષ્ટિમાં અમૃત પીવા થઇ તકરાર

અંતે શ્રી કૃષ્ણએ ધર્યો વિશ્વ મોહિનીનો અવતાર.

કંસરૂપી’ હણ્યો દાનવ-માનવનો ‘અહંકાર’

માનવ જગમાં થયો કૃષ્ણનો જય જયકાર

.

મિત્રો 

 કલ્પના બેનની  અનુભૂતિનો અહેસાસ માણ્યા  પછી પદ્મા માસીની આ કવિતા માણો એ પહેલા  દીપક કાશીપુરિયા  ની વાત સમજી લઈએ કે અવતાર એટલે શું? …દર વર્ષે કૃષ્ણ જન્મ ઉજવીએ તો છીએ પરંતુ ગીતાનો ચોથો અધ્યાય ને સમજી લેશું તો પ્રભુ ના દર્શન જરૂર થશે 

ગીતાના ચોથા  અધ્યાયમાં ૪૨ શ્લોક છે. તેમાં ૪૧ શ્લોકો માત્ર ‘ભગવાનુંવાચ’ ના છે.

જ્યારે માત્ર ૧  શ્લોક જ ‘અર્જુન ઉવાચ’ નો છે. અર્જુને આ એક જ પ્રશ્નમાં ‘અવતાર’ વિશે જિજ્ઞાસા  વ્યક્ત કરી છે.

શ્રીકૃષ્ણ ભગવાન અર્જુનને અવતાર વિશે જણાવતાં કહે છે: ‘અલૌકિક તત્વ  જગતમાં આવીને પોતાની તેજસ્વિતાથી, પોતાની શક્તિથી, પોતાની સત્તાથી,  વાણી-વર્તન-વ્યવહારથી તથા સદાચારથી મનુષ્યોને માર્ગદર્શન આપે છે એને ‘અવતાર’  કહેવાય.’

‘અવતાર’ શબ્દ ‘અવરોહણ’ પરથી બન્યો છે. અવરોહણ એટલે ઉપરથી અને અવતરણ એટલે  નીચે. ઉપરથી નીચે એટલે અવરોહણ-અવતાર
-શ્રીકૃષ્ણ ભગવાન અવતારી પરમાત્મા છે.

તેઓ બ્રહ્નાંડમાંથી-પૃથ્વી પર ઉપરથી-નીચે  આવ્યા-અવતર્યા એટલે અવતાર ધારણ કર્યો.

ભગવાન કહે છે: ‘જોકે હું આ જન્મ છું અને મારો  દિવ્ય દેહ કદી નાશ પામતો નથી.

હું સર્વ જીવોનો સ્વામી છું છતાં દરેક યુગમાં મારા  દિવ્ય મૂળ રૂપમાં પ્રગટ થાઉં છું.

’અવતાર વિશે આટલું જાણીએ તો પણ પર્યાપ્ત છે.

શ્રી કૃષ્ણ

દેવ દાનવની સૃષ્ટિમાં અમૃત પીવા થઇ તકરાર

અંતે શ્રી કૃષ્ણએ ધર્યો વિશ્વ મોહિનીનો અવતાર

કાળ યવન અને જરાસંઘના યુધ્ધમાં થયો  મહાસંહાર

શ્રી કૃષ્ણએ કરી અદ્ધવીતિય દ્વારિકાપૂરી સમુદ્રમાં તૈયાર

દ્વારકાધીશ કહેવાયા પ્રભુજી, ભોમાસુરનો કર્યો સંહાર

કૌરવ પાંડવનુ મહા  યુદ્ધ નિવારવા બન્યા વિષ્ટિકાર

મિત્ર સખા અર્જુનને કહી સંભળાવ્યો સપૂર્ણ ગીતાસાર

નિષ્કામ કર્મ કરે જા તું  સખા, કોઈ ફળની આશ વગર

ના માન્યો ક્રોધી  દુર્યોધન યુધ્ધમાં થયો મોટો સંહાર

પાંડવ યુદ્ધ જીત્યા, પણ સંતાન ગુમાવ્યાનું દુઃખ અપાર

દ્રૌપદીના સંતાનના શિષ વાઢનારનુ શીર લાવીશ નિર્ધાર

ક્ષમા દીધી ગુરૂપુત્ર અશ્વત્થામાને, મણી લઇ લીધો સત્વર

-પદ્માબેન કનુભાઈ શાહ-

“નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી.”

અરરરર ! (2)-પદ્માબેન કનુભાઈ શાહ

અરરરર !

કૌરવ   અને  પાંડવ  જુગટુ રમતા દાવ પર દાવ હારજીતમાં ચડસે ચડ્યા,દુર્યોધન મામા શકુની ની ચાલબાજી પ્રમાણે કાવાદાવાથી રમવામાં એક પછી એક દાવ જીતતો ગયો અને પાંડવો દાવ હારવા લાગ્યા, પાંડવો એમના રાજવી પોષાક,એમના પહેરેલા જરઝવેરાત હાર્યા અને છેલ્લે એમણે એમની પત્ની દ્રૌપદી ને હોડમાં મુકી ,છેવટે તેઓ દ્રૌપદીને પણ દાવમાં હારી ગયા.

મહારથી  દાદા ભિષ્મ પિતામહ તેમજ અન્ય ભાઈઓ કાકા મામા અને વડિલ ગુરુઓ થી ભરેલી સભામાં અહંકારી દ્દુષ્ટ દુર્યોધન એના ક્રૂર સ્વભાવ મુજબ એણે દુર બેઠેલી દ્રૌપદીને સભા વચે ખેંચી લાવવા દુશાસનને હાંક મારી ‘હે દ્રૌપદી! તારા પાંચ પતિઓ તને હોડમાં હારી ગયા છે હવે તુ મારી દાસી છે ”

પાંડવ પત્ની દ્રૌપદી રજસ્વલા હોવાથી એકબાજુ પર બેસી એમના પતિના સામુ જોઈ રહી હતી.બાણાવળી અર્જૂન એને સહાય જરૂર કરશે તેવી આશા હતી, દાદા ભિષ્મ પણ દુર્યોધનને એના વર્તાવ માટે રોકશે એમ માનેલુ,પણ દાદા પણ કાઈ બોલ્યા નહિ કારણ કે તેઓ દુર્યોધનનું લૂણ ખાતા હતા ,દુર્યોધન ભરી સભામાં સતી દ્રૌપદીને બીભત્સ ગાળો દેવા લાગ્યો,સાથળ ઠોકિને ખોળામાં બેસવાનુ કહેવા લાગ્યો,”હવે  તો તું મારી દાસી છે ”આ શબ્દો સાંભળી દુશાસન ભારીસભા મધ્યે દ્રૌપદી ને ખેચી લાવ્યો,સતી દ્રૌપદી નિસહાય બની ચીસો મારી.

હે કૃષ્ણ !હે કૃષ્ણ !હે મારા વીર !ભાઈ!તમારી બેન દ્રૌપદી ની વ્હારે આવો,હે  મારા તારણહાર ભાઈ !આ દુષ્ટ કૌરવ દુશાસન થી મારી લાજ બચવો,અરરરર ભરી સભામાં સૌના મુખેથી ઉદગાર નીકળ્યા,સૌ નિસહાય થઇ આ દ્રશ્ય જોઈ રહ્યા,કોઈનો  પણ વિરોધ નો અવાજ ના નિકળ્યો ,પાષાણની  માફક ભરી સભા સ્તબ્ધ બની ગઈ,

અને ત્યાંજ સૌએ કૌતુક ભરી દ્રષ્ટિથી નિહાળ્યું કે બેન દ્રૌપદીની પોકાર ભાઈ કૃષ્ણએ સાંભળી,બેન દ્રૌપદીની સાડી જેમ જેમ દુશાસન  ખેચતો ગયો ખેચતો  ગયો તેમ તેમ સાડી વધવા લાગી,ભાઈ શ્રી કૃષ્ણ એ બેન દ્રૌપદીને નવસો નવ્વાણું ચીર પહેરાવ્યા,બેન દ્રૌપદી ની લાજ બચાવી,દુશાસન નવસો નવ્વાણું ચીર ખેંચતા ખેચતા થાકી ગયો, પરસેવા થી રેબઝેબ થઈ ગયો,એના હાથમાંથી સાડી સરકી ગઈ,થાકી જઈ બેસી પડ્યો, ભરી સભામા સૌના મોંમાથી ચિત્કાર નિકળ્યો,અરરરર ધિક્કાર છે આ દંભી કૌરવોનો પિતા ધૃતરાષ્ટ્ર  છે જે આખે અંધ અન્યાયી અને લોભી પિતા,આંખે દેખવા છતાં પાટા બાંધી અંધ રહેનાર માતા ગાંધારી ના પુત્રો સૌ કપટ કરનારા બુધ્ધી મા અંધ નિકળ્યા,અરરરર !

 

પદ્માબેન  કનુભાઈ   શાહ

સનીવેલ

 

રક્ષાબંધન -પદ્માબેન ક. શાહ

રક્ષાબંધન

રક્ષાબંધન  નિસ્વાર્થ ભાઈ બેનની ભાવનાનો પર્વ ,

સ્નેહથી ઉજવાય છે આ આનંદભર્યો પર્વ ,નાનકડાં ભાઈને બાંધે હાથે રાખડી

ભાઈ સુખી રહે એવી આશિષ માગતી,ભારતમાં ઉજવાતો આ એક સુંદર આનંદભર્યો તહેવાર છે.બેન તેમના ભાઈના હાથે સુંદર રાખડી બાંધે છેને પ્રભુને પ્રાર્થના કરે છે કે મારા ભાઈને સુખી અને દીર્ઘાયુ કરજો,પોતાના પિતાની પ્રતિભા અને પ્રેમ એ ભાઈમાં નિહાળ્રે છે.ભાઈના સ્નેહ અને પ્રગતિ જોઈ બેનને ખૂબ આનંદ આવે છે.

મહાભારતમાં આ વાચ્યુ છે કે બેન દ્રૌપદીએ ભાઇ શ્રી કૃષ્ણની આંગળી માંથી લોહી નીકળતા જ સત્વર પોતાના પાલવ માથી ચીન્દરડી ફાડીને ભાઈ કૃષ્ણને આંગળી એ બાંધી દીધી જયારે શ્રી કૃષ્ણ ની પટરાણી ઓ પાટો શોધવા દોડી,બેન દ્રૌપદી ના પ્રેમને નિહાળી મનોમન બેનની લાગણી ની કદર કરી,

જ્યારે ભરી સભામા જુગટુ મા હારેલા પાંડવ પત્ની દ્રૌપદી ને દુષ્ટ દુર્યોધન પડકારતો હતો ત્યારે દુષ્ટ દુશાસન રજસ્વલા દ્રૌપદી ને ખેંચી લાવ્યો ને ભરી સભામાં પાલવ ખેંચવા માંડ્યો ને બેન દ્રૌપદી,ચિત્કાર કરી દાદા ભીષ્મની મદદ માંગી પણ એક શબ્દ બોલી શક્યા નહિ કારણ એ દુર્યોધન નું અન્ન ખાતા હતા,છેવટે દ્રૌપદીએ શ્રી કૃષ્ણ ને યાદ કર્યા ”હે વીર હે ભાઈ કૃષ્ણ  તારી બેનની લાજ બચાવવા આવ ”

બેન દ્રૌપદી ની પૂકાર સાંભળી વીર શ્રી કૃષ્ણ એ નવસો નવાણું ચીર પહેરાવ્યા કે જે ખેચતા ખેચતા દુષ્ટ દુશાસન થાક્યો અને પસીને રેબઝેબ થઇ ગયો,શ્રી કૃષ્ણ એ બેન દ્રૌપદી ની ખરા સમયે લાજ બચાવવા મદદ કરી,આ ભાઈ બેનનું ઉત્તમ ઉદાહરણ મહાભારત મા છે

રાજસ્થાન ની રાજ્પુતાણી એ બાદશાહ હુમાયુને પોતાના દેશને ભયમાં જોતા પત્ર લખી ભાઈ બનાવ્યાનું કહેણ મોકલ્યું,જેથી હુમાયુએ એ રાણીને પોતાની બેન ગણી રાજસ્થાન પર આક્રમણ કર્યુ નહિ,આ રીતે દેશને પતન માથી બચાવ્યો,રક્ષાબંધન આ ભારતમાં ખૂબ આનંદમા ઉજવાય છે।.

Padmaben  K,Shah    Sunnyvale.