નિબંધ કેવી રીતે લખવો? તરૂલતા મહેતા

 

ગદ્યમાં પદ્ધતિસરનું લખાણ માટે નિબંધનું સ્વરૂપ  ઉત્તમમાધ્યમ પૂરું પાડે છે. શાળા-કોલેજોથી શરૂ કરીને સ્પર્ધાત્મક પરીક્ષા સુધી આ સ્વરૂપ અત્યંત મહત્વનું છે! વળી, યુ.પી.એસ.સી. કે જી.પી.એસ.સી.ની પરીક્ષામાં તો તમામ પ્રશ્નપત્રોના લાંબા જવાબ નિબંધ સ્વરૂપે લખવાના હોય છે. આમ, આ સ્વરૂપ પરની પકડ અનેક ક્ષેત્રે કામમાં આવે છે.

નિબંધ શબ્દ સૂચવે છે તેમ તેમાં બંધનથી મુક્ત રહીને વિચારોની ફૂલગૂંથણી કરી શકાય છે! નિબંધમાં શબ્દમર્યાદાનું પણ બંધન નથી! તે ગમે તેટલા શબ્દોનો હોઈ શકે! ૨૦૦ શબ્દનો પણ નિબંધ કહેવાય અને ૫૦૦૦ શબ્દોથી લાંબો પણ હોઈ શકે! નિબંધમાં લેખકનો દ્રષ્ટિકોણ કેન્દ્રસ્થાને હોવો જોઈએ! ગમે તેટલા તથ્યો સમાવ્યા હોય પણ જો લેખક વ્યક્તિગત અભિગમ કેળવતો નથી તો નિબંધ બનતો નથી!

નિબંધ કેવી રીતે લખવો તેવો પ્રશ્ન સામાન્યતઃ સહુને મૂંઝવે છે! પણ તમે પધ્ધતિસર આ કળાને ખીલવી શકો! શરૂઆતમાં નાના નિબંધો અને સરળ ટોપિકથી શરૂઆત કરો! અને નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખીને ચોક્કસપણે આ કૌશલ્ય ખીલવી શકો!

નિબંધના વિષયવસ્તુને ત્રણ ભાગમાં બાંધવાનું હોય છે. સૌપ્રથમ ફકરામાં’પરિચય’ હોય છે જેમાં જેતે વિષયવસ્તુનો ટૂંકો પરિચય આપો. વચ્ચેનો ભાગ ‘બોડીપાર્ટ’ તરીકે ઓળખવામાં આવે છે જે સૌથી લાંબો ભાગ છે! અંતે તો ‘સારલેખન’ કે કનક્લુઝન હોય છે!

પ્રથમ એક ફકરામાં વિષયવસ્તુમાં ટૂંકમાં પ્રવેશવાનું હોય છે! તેનો પરિચય આપવાનો હોય છે. ત્યારબાદ બોડી પાર્ટમાં તેનો ઊંડાણમાં વિવિધ પરિમાણોની ચર્ચા આવે. અહીં સૌથી પહેલા જે-તે વિષયને લગતા કયા મુદ્દા સમાવવા તેનો વિચાર કરવો! ટોપિકને લગતા સર્વ આયામ તેમાં સમાવી લેવાય તેટલો બહુઆયામી નિબંધ સારો! ખાસ કરીને વિષયનો ઈતિહાસ, ક્રમિક વિકાસ, તેના સામાજિક અને આથક પાસા,ભારતના સંવિધાનમાં કે કોઈ મહત્વના કાયદામાં તેના વિષે જો કોઈ જોગવાઈ કરેલ હોય તો તેના વિશેનો ઉલ્લેખ, વિષયની સમસામયિક મહત્વ, હાલમાં ચાલતા વિવાદો અને તેનું વિશ્લેષણ, આંતરરાષ્ટ્રીયપરિમાણો- અન્ય રાષ્ટ્રોમાં આવા મુદ્દે કેવી પરિસ્થિતિ પ્રવર્તે છે તેનો પરિચય- વગેરે કેટલાક પાસાઓને બોડીપાર્ટમાં સમાવી શકાય. આ પાસાઓ નક્કી કર્યા બાદ તેને કયા ક્રમમાં લખવા તે નક્કી કરવું. તેનું કાચું માળખું બને તો દોરીને તૈયાર કરવું. ત્યારબાદ આ વિષયને સારી રીતે સજાવવા માટે તેમાં કયા સુવાક્યોને ટાંકી શકાય તે શોધવું.

નિબંધનો અંતિમ ભાગ લેખકના પોતાના વિચારો દર્શાવવા માટે ઉત્તમ છે! અહી સમગ્ર ચર્ચા પૂર્ણ થયા બાદ અંતે લેખકે પોતાના વિચારો વ્યક્ત કરવાના હોય છે. એટલે કે બોડીપાર્ટ બને તેટલો ‘ઓબ્જેક્ટીવ’ હોવો જોઈએ જયારે ‘કનક્લુઝન’ વધુ સબ્જેક્ટીવ હોય છે. તેમાં લેખકે વિષયના તરફ કે વિરોધમાં ચોક્કસ પક્ષ લેવાનો હોય છે. તથા વિવાદો કે સમસ્યાઓનો ઉકેલ શું હોઈ શકે તે તરફ આંગળી ચિંધવાની હોય છે. વળી, કનક્લુઝન ફ્યુચરીસ્ટીક-ભવિષ્યવાદી હોવું જોઈએ! ભવિષ્યમાં આ વિષય પ્રત્યે લેખકનું વિઝન દર્શાવી શકે તેવું હોવું જોઈએ.

આટલા આયોજન કર્યા બાદ નિબંધ લખવાની શરૂઆત કરવી જોઈએ! અત્રે ધ્યાન રાખવું કે નિબંધનું સ્વરૂપ ફકરાનું રાખવું જોઈએ. પોઈન્ટમાં ઉત્તર લખવા નહિ. આ ઉપરાંત ઉત્તર લખતી વખતે શક્ય હોય તેટલી વધુ આકૃતિઓ દોરવી જોઈએ. જ્યાં બને ત્યાં સુધી ચાર્ટ, નકશા વગેરે ઇંફોગ્રાફિક્સ દ્વારા દર્શાવવું જોઈએ. લખતી વખતે ચર્ચાની ભાષા પ્રયોજીને વિષયના વિવિધ પાસાઓ ચર્ચવા જોઈએ. ઊંચા સ્તરની તર્કસંગતતા જાળવવી જોઈએ.

આ મુજબ મહાવરો કરીને શ્રેષ્ઠ નિબંધો લખી શકાય છે. આ ઉપરાંત પોતે તૈયાર કરેલ નિબંધને અન્ય સફળ ઉમેદવારોના લખાણ સાથે તુલના કરવાથી ક્યાં સુધારા વધારા કરવાની જરૂર છે તે નમ્રતાપૂર્વક સ્વીકારવું જોઈએ.

નિબંધમાં લેખકના વિચારોની મૌલિકતા તેના કેંદ્રસ્થાને છે. જો તેમાં વિષયવસ્તુની માત્ર વિગતો અને તથ્યપ્રધાન હોય તો તેને સારો નિબંધ ગણી શકાય નહિ! પણ કઈક મૌલિક્તાની અપેક્ષા તેમા રાખવામા આવે છે. ગાઇડો અને અપેક્ષિતોના આધારે માર્ક મેળવવાના આપણા વલણને લીધે આજે બાળકો ક્રિએટીવીટી ગુમાવી બેસે છે. અને લાંબાગાળે ગોખણપટ્ટીનુ આ શિક્ષણ બિનઉપયોગી બની રહે છે.ગદ્યમાં પદ્ધતિસરનું લખાણ માટે નિબંધનું સ્વરૂપ ઉત્તમત્તમ માધ્યમ પૂરું પાડે છે. શાળા-કોલેજોથી શરૂ કરીને સ્પર્ધાત્મક પરીક્ષા સુધી આ સ્વરૂપ અત્યંત મહત્વનું છે! વળી, યુ.પી.એસ.સી. કે જી.પી.એસ.સી.ની પરીક્ષામાં તો તમામ પ્રશ્નપત્રોના લાંબા જવાબ નિબંધ સ્વરૂપે લખવાના હોય છે. આમ, આ સ્વરૂપ પરની પકડ અનેક ક્ષેત્રે કામમાં આવે છે.

નિબંધ શબ્દ સૂચવે છે તેમ તેમાં બંધનથી મુક્ત રહીને વિચારોની ફૂલગૂંથણી કરી શકાય છે! નિબંધમાં શબ્દમર્યાદાનું પણ બંધન નથી! તે ગમે તેટલા શબ્દોનો હોઈ શકે! ૨૦૦ શબ્દનો પણ નિબંધ કહેવાય અને ૫૦૦૦ શબ્દોથી લાંબો પણ હોઈ શકે! નિબંધમાં લેખકનો દ્રષ્ટિકોણ કેન્દ્રસ્થાને હોવો જોઈએ! ગમે તેટલા તથ્યો સમાવ્યા હોય પણ જો લેખક વ્યક્તિગત અભિગમ કેળવતો નથી તો નિબંધ બનતો નથી!

નિબંધ કેવી રીતે લખવો તેવો પ્રશ્ન સામાન્યતઃ સહુને મૂંઝવે છે! પણ તમે પધ્ધતિસર આ કળાને ખીલવી શકો! શરૂઆતમાં નાના નિબંધો અને સરળ ટોપિકથી શરૂઆત કરો! અને નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખીને ચોક્કસપણે આ કૌશલ્ય ખીલવી શકો!

નિબંધના વિષયવસ્તુને ત્રણ ભાગમાં બાંધવાનું હોય છે. સૌપ્રથમ ફકરામાં’પરિચય’ હોય છે જેમાં જેતે વિષયવસ્તુનો ટૂંકો પરિચય આપો. વચ્ચેનો ભાગ ‘બોડીપાર્ટ’ તરીકે ઓળખવામાં આવે છે જે સૌથી લાંબો ભાગ છે! અંતે તો ‘સારલેખન’ કે કનક્લુઝન હોય છે!

પ્રથમ એક ફકરામાં વિષયવસ્તુમાં ટૂંકમાં પ્રવેશવાનું હોય છે! તેનો પરિચય આપવાનો હોય છે. ત્યારબાદ બોડી પાર્ટમાં તેનો ઊંડાણમાં વિવિધ પરિમાણોની ચર્ચા આવે. અહીં સૌથી પહેલા જે-તે વિષયને લગતા કયા મુદ્દા સમાવવા તેનો વિચાર કરવો! ટોપિકને લગતા સર્વ આયામ તેમાં સમાવી લેવાય તેટલો બહુઆયામી નિબંધ સારો! ખાસ કરીને વિષયનો ઈતિહાસ, ક્રમિક વિકાસ, તેના સામાજિક અને આથક પાસા,ભારતના સંવિધાનમાં કે કોઈ મહત્વના કાયદામાં તેના વિષે જો કોઈ જોગવાઈ કરેલ હોય તો તેના વિશેનો ઉલ્લેખ, વિષયની સમસામયિક મહત્વ, હાલમાં ચાલતા વિવાદો અને તેનું વિશ્લેષણ, આંતરરાષ્ટ્રીયપરિમાણો- અન્ય રાષ્ટ્રોમાં આવા મુદ્દે કેવી પરિસ્થિતિ પ્રવર્તે છે તેનો પરિચય- વગેરે કેટલાક પાસાઓને બોડીપાર્ટમાં સમાવી શકાય. આ પાસાઓ નક્કી કર્યા બાદ તેને કયા ક્રમમાં લખવા તે નક્કી કરવું. તેનું કાચું માળખું બને તો દોરીને તૈયાર કરવું. ત્યારબાદ આ વિષયને સારી રીતે સજાવવા માટે તેમાં કયા સુવાક્યોને ટાંકી શકાય તે શોધવું.

નિબંધનો અંતિમ ભાગ લેખકના પોતાના વિચારો દર્શાવવા માટે ઉત્તમ છે! અહી સમગ્ર ચર્ચા પૂર્ણ થયા બાદ અંતે લેખકે પોતાના વિચારો વ્યક્ત કરવાના હોય છે. એટલે કે બોડીપાર્ટ બને તેટલો ‘ઓબ્જેક્ટીવ’ હોવો જોઈએ જયારે ‘કનક્લુઝન’ વધુ સબ્જેક્ટીવ હોય છે. તેમાં લેખકે વિષયના તરફ કે વિરોધમાં ચોક્કસ પક્ષ લેવાનો હોય છે. તથા વિવાદો કે સમસ્યાઓનો ઉકેલ શું હોઈ શકે તે તરફ આંગળી ચિંધવાની હોય છે. વળી, કનક્લુઝન ફ્યુચરીસ્ટીક-ભવિષ્યવાદી હોવું જોઈએ! ભવિષ્યમાં આ વિષય પ્રત્યે લેખકનું વિઝન દર્શાવી શકે તેવું હોવું જોઈએ.

આ મુજબ મહાવરો કરીને શ્રેષ્ઠ નિબંધો લખી શકાય છે. આ ઉપરાંત પોતે તૈયાર કરેલ નિબંધને અન્ય સફળ ઉમેદવારોના લખાણ સાથે તુલના કરવાથી ક્યાં સુધારા વધારા કરવાની જરૂર છે તે નમ્રતાપૂર્વક સ્વીકારવું જોઈએ.

નિબંધમાં લેખકના વિચારોની મૌલિકતા તેના કેંદ્રસ્થાને છે. જો તેમાં વિષયવસ્તુની માત્ર વિગતો અને તથ્યપ્રધાન હોય તો તેને સારો નિબંધ ગણી શકાય નહિ! પણ કઈક મૌલિક્તાની અપેક્ષા તેમા રાખવામા આવે છે.  ક્રિએટીવીટી  એ સાહિત્યનો પ્રાણવાયુ છે.   રસાળ નિબંધ જીવનના પરમ રહસ્ય અને સત્યને સહજ રીતે વાચક સમક્ષ ખોલે છે.

તરૂલતા મહેતા

(હિરેન દવેની કોલમને આધારે )

તેવા આદરણીય સાહિત્યકાર મુ.ભગવતીકુમાર શર્માને આજે પ્રેમથી યાદ કરી રહી છું.

ભગવતીકુમાર શર્મા, સુરત માટે આ નામ જ કાફી છે.પણ  તેમને ભાવભરી અંજલિ આપતા  કહીશ કે સુરત અને સમગ્ર સાહિત્યજગતના આકાશમાં તારાની જેમ નહીં પરંતુ સૂરજની જેમ ઝળહળતા ભગવતીકુમાર શર્માના પવિત્ર આત્માએ આજે તા.5મી સપ્ટેમ્બરના વહેલી સવારે 6 વાગ્યે પોતાનો દેહત્યાગ કર્યો છે.તેમનું સાહિત્ય ક્ષેત્રે માતબર પ્રદાન સદાય સ્મરણીય રહેશે।
 શબ્દબ્રહ્મના ઉપાસક તેઓ  સાહિત્યના પ્રાણવાયુથી જીવતા અને અન્યને ચેતનવંતા કરતા તેઓ મારી જેમ અનેકના પ્રેરણાસ્તોત્ર હતા.
મારી   મુ.ભગવતીકુમાર શર્મા સાથેની મુલાકાતોએ એક પથદર્શકન -ગુરુનું કામ પ્રેમથી કર્યું હતું.તેઓ સદેવ મારા વંદનીય  રહ્યા છે.
તેમની સાથેની કેટલીક યાદો આજે વેદનાસભર હૈયે કહીશ.

જેમણે મારા જીવનને સર્જનાત્મક માર્ગે પથદર્શન કરાવ્યું તેવા આદરણીય સાહિત્યકાર

મુ.ભગવતીકુમાર શર્માને આજે પ્રેમથી યાદ કરી રહી છું.સુરતથી હું દસ હજાર માઈલ દૂર બેઠી છું,પણ તેમના લાગણીભર્યા સહકારથી મારી  લેખિનીમાં હમેશા બળ પૂરાયું છે.પરોક્ષપણે તેમની નવલકથા ,વાર્તાઓ અને ગઝલોથી હું એમને જાણતી હતી.પણ

1975ની સાલમાં સુરતમાં મને પ્રથમ ભગવતીકુમાર શર્માનો પ્રત્યક્ષ પરિચય થયો.સાવલીના કવિમિત્રો પુરુરાજ જોષી અને જયદેવ શુક્લ દ્રારા તેમને મળવાનું થયું.સુરત મારા માટે અજાણ્યું શહેર હતું,કોલેજની નોકરી નવી હતી,પરંતુ તેમના મિલન પછી સુરત આજે પણ મારું પ્રિય શહેર છે.

સુરતમાં એનીબેસન્ટરોડ પર જયદેવ શુક્લ અને ભગવતીકુમાર શર્મા પાડોશી,ગુજરાત મિત્રના પત્રકાર,લેખક તરીકે તેમને સૌ ઓળખે.એમના ત્રણ માળના મકાનના ત્રીજા માળે સાહિત્યગોષ્ઠી થાય.મારા જેવા નવોદિતોને પ્રોત્સાહન અને માર્ગદર્શન અનાયાસ ત્યાં મળે,વાર્તા,કવિતા,લેખો સૌનું વાંચન થાય,સૌની રચનાઓને તેઓ હદયપૂર્વક માણે,સાંભળે.તેમનો પ્રતિભાવ તેમના સન્વેદનશીલ ચહેરાના હાવભાવથી કે એકાદ હુકારાથી ખબર પડે.તેમની અનેક ગઝલો અને કાવ્યોનો રસાસ્વાદ થાય,તેઓ પ્રતિષ્ઠિત અને નામી સર્જક પણ અમારી રચનાઓને પોંખે ,અમે પોરસાઈએ,અમારી સર્જનશક્તિને સઁકોરે. આકાશમાં ઉદિતમાન સૂર્ય તેની અજવાળાની અંગુલિથી પથદર્શન કરાવે તેવી ભગવતીકુમારની અમાર્રી વચ્ચે હાજરી સર્જનની સીડી ચીંધે.તેમાં સ્વ.તેમના અર્ધાંગી જ્યોતિભાભી હૂંફાળા સ્વાગતથી અમને પ્રસન્ન કરી દે.નયન દેસાઈ ,બકુલેશ ,રવિન્દ્ર પારેખ અને બીજા અનેક ત્યાં ભેગા મળે.સ્વ.મનહર ચોકસી જેવા અનુભવીનો લાભ મળે.મુકુલ ચોકસીની નવજાત મસ્ત રચનાઓ માણીએ.

ભગવતીકુમારની સાહિત્યનિષ્ઠા મને માર્ગ ચીંધે.વર્તમાનપત્ર સાથે પત્રકાર તરીકેનો નાતો રાખી , ઉંચા સાહિત્યિક મૂલ્ય ધરાવતી કૃતિઓની રચના કરવાનું કઠિન કામ તેમણે સમતુલા જાળવી કર્યું તે મારા માટે માર્ગદર્શન આપે છે.કેટલીક વાર રજાના દિવસે તેમના ત્રીજા માળના બેઠકરૂમમાં હું જતી ત્યારે બારી પાસેના ટેબલખુરશીમાં એક કુશકાય,જાડા ચશ્મા પહેરેલા લેખક માથું ઢાળી

‘અસૂર્યલોક ‘જેવી સદીની નોંધપાત્ર નવલકથાનું લેખન કરતા હોય,એ દ્રશ્ય નર્મદ કે ગોવર્ધનરામના વારસાને જીવન્ત કરે.ગમે તેવી વિપરીત  સામાજિક,રાજકીય કે શારીરિક પરિસ્થિતિમાં તેમનું લેખનકાર્ય અવિરત ચાલ્યા કરે.આજે પણ લેખનમાં નિમગ્ન ભગવતીકુમારની એ મૂર્તિને હું લખવા બેસું ત્યારે સ્મરું છું.એક સર્જક તરીકેનું તેમનું નમ્ર,પ્રેમાળ ,સાલસ વ્યક્તિત્વ મારા જેવા અનેકને સાહિત્ય સર્જનનો પથ દર્શાવે છે.ફળથી પલ્લવિત વૃક્ષો નીચે નમે છે.ભગવતીકુમાર શર્મા ભારતીય સાહિત્ય એકાદમી અને બીજા અનેક પુરસ્કારોથી સન્માનિત હોવા છતાં એમને મળવું એટલે સહદય સાથેની હળવાશ,પ્રેમની અમીવર્ષા અને ‘શું નવું લખ્યુંની?’મીઠી પુછપરછ. એમણે પ્રમાણિક  ,નિષ્ઠાપૂર્વકની કલમથી ગુજરાતી સાહિત્યની સેવા કરી છે,અને કરી રહ્યા છે,તે જ તેમનો સાહિત્યસન્દેશ મારા માટે આજે પણ પથદર્શક છે,મારું સદભાગ્ય કે મારા સુરતના દશ વર્ષના નિવાસ દરમ્યાન મુ.ભગવતીકુમારની સતત પ્રેરણા અને પથદર્શન મને ઉપલબ્ધ થયું.કેટલાંક ઋણ હદયમાં તાંબાના લેખની જેમ  કોતરાઈ જાય છે,એને કોઈ રીતે ચૂકવી શકાતા નથી,શબ્દો દ્રારા એમને મારી ઝાઝેરી સલામ.ગુજરાતી સાહિત્ય ભગવતીકુમાર જેવા સાહિત્યરત્નોથી સદા ગોરવવન્તિ છે.જે આવનાર પેઢીને પથદર્શન કરાવતી રહે છે.એમની ગઝલની બે પંક્તિથી મારા જીવનના પ્રવાસમાં મને મળેલા પથદર્શકને વન્દન કરીશ.

આ ક્ષણો પછીથી નહિ રહે,ન સુવાસ ફોરશે શ્વાસમાં ,
ચલો સન્ગ થોડુંક ચાલીએ ,સમયના આ દીર્ઘ પ્રવાસમાં (ભગવતીકુમાર શર્મા)

તરુલતા મહેતા 6 -9-2018

૧૦-વાર્તા સ્પર્ધાની એક વાર્તા ‘કુટુંબ અને કારકિર્દીના ‘ ક્ષેત્ર –વચ્ચેનો સંઘર્ષ અને સમતુલન-પ્રદીપ બ્રમ્ભટ્ટ

જીવનનુ ઝરણુ

 આજે  સોમવારની સવાર  થઈ એટલે શનિભાઈ સમયસર ઉઠીને ઘરમાં નાના મંદીરમાં ભગવાનને પગે લાગી દીવો અગરબત્તી કરી અને સુર્યદેવને વંદન કરી નીચે દુકાન ખોલવાની હતી એટલે તૈયાર થઈ ઉપલા માળેથી પગથીયા ઉતરી નીચે આવ્યા દુકાન ખોલી પગે લાગી અંદર આવી દીવો કરી કામકાજ શરૂ કર્યુ.દુકાનના માલિક તેમના ગુજરાતી મિત્ર સંજયભાઈછ મહિના પહેલા શરીરની બિમારીને કારણે દવાખાનામાં ઇમરજન્સીમાં દાખલ કર્યા હતા અને   મળેલદેહના જીવનનુ ઝરણુ ક્યારે અટકે તે કોઇને ખબર પડતી નથી.પંદરમા દિવસે હ્રદય બંધથઈ ગયુ જેથી સંજયભાઈનુ દવાખાનામાં જ મૃત્યુ થઈ ગયુ.આ બનાવની વાત તેમના પત્ની નિર્મળાબેને તેમના અંગત મિત્ર શનિભાઈને ફોન કરી જણાવ્યુ કારણકે સંજયભાઈએ બિમારીવખતે તેમની પત્નીને વાત કરી હતી કે મને કંઇ થાય તો તારે તારી જરૂરત માટે તારા ભાઈ જેવા મારા અંગતમિત્ર સંજયભાઇને કહેજે તે ચોક્કસ અહીં આવી તને મદદ કરશે.એટલે જ નિર્મળાબેને પોતાના બંન્ને દીકરાઓને વાત કરી ફોન કર્યો કારણ બંન્ને છોકરા હજુ ભણતા હતા.અને દુકાનમાં ગ્રાહકો સારા આવતા હતા જેથી ઘરમાં આવક સારી હતી.અને સંજયભાઈએપત્નીને કહેલુ કે શનિભાઈનો દીકરો સારુ ભણ્યો એટલે તેની લાયકાતથી કૉલેજમાં પ્રોફેસરનીનોકરી મળી ગઈ.છેલ્લા પાંચ વર્ષથી તેણે તેના પપ્પાને કામઘંધામાંથી નિવૃત કરી દીધા હતા.અને તેના લગ્ન પણ થઈ ગયા હતા તેની પત્નિ સારૂ ભણેલી અને વેબસાઈટ પર ઘેરથી જ કામ કરતી હતી એટલે શનિભાઈને ખુબ શાન્તિ હતી અને દીકરી પણ સારૂ ભણી તો સારા છોકરા સાથે લગ્ન કરાવ્યુ તે જમાઈ અમેરીકામાં ભણ્યો અને ત્યાં નોકરી પણ મળી ગઈ એટલે સારી પોઝીસન હતી તેના માબાપને યોગ્ય માહિતી મળતા શનિભાઈને મળ્યા અને તેમના દીકરા ની માહિતી આપી કે અમારો દીકરો જીગર અમેરીકાથી લગ્ન માટે બોલાવ્યો છે તો તે આવ્યો છે.તમારી દીકરી ગોપી સારૂ ભણેલ છે તે બધી માહિતી મને મળી તો અમારી ઇચ્છા છે કે  મારા દીકરાને ભણેલ અને સંસ્કારી પત્ની મળે.એટલે અમે મુંબઇથી તમને મળવા અહીં આવ્યા કારણ મારા ફોઇના દીકરા મનોહરભાઈ વડોદરા રહે છે તેમના મિત્રની તપાસથી તમારી દીકરીની માહિતી મળી એટલે અમે મળવા આવ્યા છીએ.ભગવાનની કૃપાએ સમયસર લગ્ન થઈ ગયા અને કાયદેસર હક્ક મળતા તે અમેરીકા પહોંચી ગઇ.એટલે શનિભાઈને બન્ને સંતાનોથી શાંન્તિ  મળી ગઈ.  તેમના દીકરાએ તો ઘણા સમયથી પિતાને નિવૄત કરી દીધા એટલે શનિભાઈ સામાજીક સેવા કરતા અને દુઃખી વ્યક્તિને મદદ પણ કરતા થઈ ગયા.અને મંદીરમાં જઈને ધાર્મીક કામમાં પણ મદદ કરતા. સમય જગતમાં કોઇથીય પકડાય નહીં આપણે તેની સાથે ચાલવુ એ આપણી  માણસાઈ અને ફરજ છે.
          સંજય અને શનિ બંને સ્કુલમાં અન્ર કોલૅજમાં સાથે ભણતા હતા એટલે સમય સમય પ્રમાણે સાથે રમતા ભણતા અને આનંદ પણ કરતા.ઘણા વર્ષો પહેલા તે મિત્રના પિતા હિમાલયની નજીક એક નાના ગામમાં એક સંબંધીની દુકાન ચલાવવા જવુ પડયુ હતુ એટલે તે ત્યાંજ કામ કરતા હતા તેમની પત્ની સાવિત્રીબેનને શંકર ભગવાન પર ઘણી શ્રધ્ધા અને વિશ્વાસ હતો એટલે તેને તો ઘણો જ આનંદ થયો અને દીકરા સંજયને પણ સાથે રાખેલ.ઉંમર કોઇથી છુટે નહીં.સોળ વર્ષથી દુકાન સંભાળી ફરજ બજાવી પિતાજીનુ તબીયત બગડતા અવશાન થયુ એટલે દીકરા સંજયની ફરજ  થઈ અને દુકાન ચલાવવાનુ શરૂ  કર્યુ.સંજયભાઇ અને શનિભાઈ સાથે ભણતા હતા એટલે સમય મળતા ફોનથી વાત કરી આનંદ કરતા. એક દીવસ સંજયભાઇની પત્નિએ તેમના પતિને હાર્ટ એટેક આવ્યો છે અને બી.પી. વધી ગયુ એટલે  તે ઇમરજંસીમાં દાખલ કર્યા છે તેવુ શનિભાઈને ફોનથી જણાવ્યુ.સમાચાર સાંભળી તેમને ઘણુ દુઃખ થયુ તેમણે તેમની પત્નિને વાત કરી તેને પણ ઘણુ દુઃખ થયુ કારણ શનિભાઈને તે ભાઈ જેવા જ સમજતી હતી.તેથી પતિની સાથે મંદીર જઈ શંકર ભગવાન અને કૃષ્ણ ભગવાનને દીવો કરી પ્રાર્થના કરતા હતા.પચીસ દીવસ બાદ રાત્રે સાડા દસ વાગે સંજયભાઈના દીકરાનો ફોન આવ્યો કે કાકા  મારા પપ્પા દવાખાનામાં મૃત્યુ પામ્યા છે અને મમ્મી અત્યારે ખુબ રડે છે એટલે મેં તમને જણાવવા  ફોન કર્યો છે.સમાચાર સાંભળી શનિભાઈ પણ રડી પડયા દીકરાએ પપ્પાને બાથમાં લઈ કહ્યુ પપ્પા   જગતમાં કોઇપણ જીવની તાકાત નથી કે એ દેહ જીવ્યા કરે સમયે જીવ દેહ મુકી જતો રહેશે જો ભગવાનની કૃપા હશે તો જીવને મુક્તિ મળશે ફરી દેહ લેવાની જરૂર નહીં પડે.
            દસ દીવસ માનશીક અશક્તિને કારણે મિત્રને ઘેર ફોન ના કર્યો.શનિભાઈની પત્નીએ ફોનથી વિનંતી કરીકે નિર્મળાબેન તમારે કોઇ કામની જરૂર હોય તો મારા દીકરાને ફોન કરી જણાવશો તો તે મદદ કરી શકશે.દશ દિવસ પછી સંજયભાઇના દીકરા મહેશનો ફોન આવ્યો તેણે કાકાને   ફોનમાં વિનંતી કરી કે કાકા મારા પપ્પાની દુકાન અત્યારે બંધ કરવી પડી છે.કારણ હુ હજુ ભણુછુ.તમે થોડા સમય માટે અહી આવી દુકાન ચલાવી મદદ કરો તો અમને રાહત મળે.પછી સમયઆવતા હુ તે ચલાવીશ.આ વાત શનિભાઇએ મંદીર જતા પત્નિને વાત કરી કે સંજયભાઈના દીકરાને  હાલ દુકાન ચલાવવાની તકલીફ છે તેથી મને ત્યાં મદદ કરવા બોલાવે છે તો તને વાંધો ના હોયતો એક બે વર્ષ તેને દુકાન ચલાવી મદદ કરવા એકલો ત્યાં જઉ.તો સંજયભાઇના દીકરા અને નિર્મળાબેનને પરમાત્મા શાંન્તિ આપે.આ સાંભળી તેમની પત્નિએ કહ્યુ કે તમને ફાવતુ હોય તો તમે જાવ અને મદદ કરો.બીજે દીવસે સંજયભાઇના દીકરા મહેશને ફોન કરી જણાવ્યુ કે હું પરમદિવસે  એટલે કે મંગળવારે બપોરે ગાડીમાં આવી જઈશ તો તુ મને રેલ્વે સ્ટેશન પર લેવા આવી જજે. મહેશે  કહ્યુ સારુ કાકા હુ લેવા આવી જઈશ.
            સોમવારે સવારે શનિભાઇએ સાથે લઈ જવાની બેગ તૈયાર કરી દીધી.સાંજે તેમની દીકરી ગોપીએ મદદ કરી પપ્પાને રીક્ષામાં રવાના કર્યા.મંગળવારે બપોરે ત્યાં પહોંચી ગયા.તેમના મિત્રનો દીકરો મહેશ તેમને લેવા આવી ગયો હતો.શનિકાકાને દુરથીજ ઓળખી લીધા નજીક આવી પગે લાગ્યો અને બોલ્યો કાકા તમારો ધણો આભાર તમે મારા પપ્પાના પરમ મિત્ર છો.ચાલો આપણે રીક્ષામાં બેસી ઘેર જઈએ. રીક્ષામાં કાકા સાથે વાત કરતા કહે છે કે કાકા મારા પપ્પાને તમારા માટે ઘણોજ પ્રેમ છે મારા ભાઈ   હેમંતને આ વર્ષે ભણતરમાં ડીગ્રી મળી ગઈ એટલે વકીલની ઓફીસમાં નોકરી મળી ગઈ પણ મારે હજુ છ મહિના કૉલેજમાં ભણવાનુ છે પછી મને ડીગ્રી મળતા નોકરી મળી જશે.એટલે અત્યારે દુકાનની  તકલીફ જણાતા  મમ્મીએ કહ્યુ કે પપ્પાના મિત્ર પણ મારા માટે તો મારા મોટાભાઈ જેવાજ શનિભાઈ છે.અને તમારો પ્રેમ છે તો તમે સમયસર આવી ગયા.રિક્ષા દુકાન આગળ આવી એટલે મહેશે આંગળી ચીંધીને કહ્યુ કે આ જે મહાદેવ ગ્રોશરી લખેલ છે તે અમારી દુકાન છે અને ઉપર બે માળનુ મકાન  દેખાય છે તે અમારુ ઘર છે.રિક્ષામાંથી ઉતરી દુકાનની બાજુના પગથીયા ચડી ઘરનો બેલ માર્યો. ત્યાંજ નિર્મળાબેને બારણુ ખોલ્યુ અને તરત જ શનિભાઇને પગે લાગી બોલ્યા પધારો મોટાભાઈ બહેન તમારી રાહ જુએ છે.શનિભાઇ બહેનને વ્હાલ કરી કહે તમે ચિંતા ના કરતા હુ ફરજ બજાવવા આવી ગયો છુ.એટલામાં મોટો દીકરો હેમંત આવી ગયો અને કાકાને ભેટી પગે લાગ્યો.શનિભાઇને ઘણો
આનંદ થયોંઅહેશે તેમને રહેવાની રુમ બતાવી અને બીજી રુમો પણ બતાવી આ જોઇને શનિભાઇખુબ આનંદ થયો એટલે બોલ્યા કે મને તો એવુ લાગે છે કે આપણે નડીયાદમાં આવી ગયા છીએ. તમે ભગવાન ભોલેનાથની કૃપા મેળવીને જ પવિત્ર ગંગાની નજીકના ગામમાં આવી ગયા તે બહુજ  સારુ કહેવાય.
          જગતમાં સમય કોઇથી પકડાય નહીં તમે જુઓ કે શનિભાઇ અહીં આવી તેમના મિત્રની દુકાન ચલાવતા થયા.એક દિવસ સવારમાં એક ગ્રાહક આવ્યા શનિભાઇને જોઇ બોલ્યા તમે તો ગુજરાતી જેવા દેખાવ છો,શુ તમે ગુજરાતી છો.શનિભાઈ કહે હા ભાઇ હુ ગુજરાતી અને મારુ નામ શનિભાઇ શંકરભાઈ મહેતા છે હુ નડીયાદનો છુ.તમારુ નામ. મારુ નામ નંદીભાઇ ભગવાનદાસ રાવલ   અને હુ સુરતનો છુ અને મહીના માટે મારી દીકરીને ત્યાં આવ્યો છુ.તમને મળીને ધણો આનંદ થયો. આપણો જીવ બહુ નશીબદાર કહેવાય કારણ દુનીયામાં ભારત જ પવિત્રભુમી છે.તેની સાબિતીએ છે કે આ ધરતીપર ભગવાને પવિત્રદેહ લીધા છે જેમાં શ્રીશંકરભાઇ,શ્રીવિષ્ણુભાઈ,શ્રીરામભાઇ,શ્રીકૃષ્ણભાઇ,
શ્રીમતી પાર્વતીબેન,શ્રીમતી લક્ષ્મીબેન,શ્રીમતી સીતાબેન,શ્રીમતી રાધાબેન આ પવિત્ર જીવો જેણે ભારત દેશમાં દેહ લીધો અને માનવીને પવિત્ર જીવન જીવવાની રાહ બતાવી દેહ મુકી વિદાય લીધી છે.એટલે દેહ લીધો તેને મૃત્યુ મલે જ તે પવિત્ર સાચી વાત છે.એટલે મહત્વની વાત એ છે કે મળેલ દેહનુ જીવનનુ ઝરણુ કઇ રીતે વહે છે.

==============================================================================

 

 

 

 

 

૩-વાર્તા સ્પર્ધાની એક વાર્તા ‘કુટુંબ અને કારકિર્દીના ‘ ક્ષેત્ર –વચ્ચેનો સંઘર્ષ અને સમતુલન-ઈરફાન જુણેજા

કોર્પોરેટ લાઈફ

“સંધ્યા તું સાંભળે છે? મારે ઓફીસ જવાનું મોડું થાય છે. જલ્દી નાસ્તો લાવને..” ડાઇનિંગ ટેબલ પરથી ઉંચા અવાજે અવિનાશ બોલ્યો.
“હા લાવી, તમે જલ્દી ઉઠતા નથી અને પછી ગરમ ગરમ નાસ્તો માંગો છો. આવું કઈ ચાલતું હોય?” સંધ્યાએ રસોડામાંથી જવાબ આપ્યો.
“સંધ્યા આજે ઓફીસ એક ક્લાઈન્ટ આવવાના છે. ખુબ જ જરૂરી મીટીંગ છે. પ્લીઝ થોડું જલ્દી કરને..”
“હા અવિનાશ, બસ જુવો આવી ગઈ. આ રહી તમારી આદુવાળી ચા અને બ્રેડ-જામ..”
“થેંક્યું સંધ્યા. તું પણ બેસી જા, આજે સાથે નાસ્તો કરી લઈએ..”
“ના અવિનાશ, હજી મારે થોડું કામ બાકી છે. તમે કરી લ્યો, હું પછી કરી લઈશ..”
“જેવી તારી મરજી..” અવિનાશએ વધુ દબાણ ન કરતા નાસ્તો કર્યો.
અવિનાશ અને સંધ્યા પતિ-પત્ની છે. બંને વચ્ચે પ્રેમ ભરપૂર છે. અવિનાશ અને સંધ્યાના લગ્નને પાંચ વર્ષ થયા છે પણ હજી ઘરમાં ઘોડિયું નથી બંધાયું. અવિનાશના પિતા સારા વકીલ છે. પણ આજકાલ હવે એ રિટાયરમેન્ટના દિવસો વિતાવી રહ્યા છે. અવિનાશના માતા એક સારા ગૃહિણી રહી ચુક્યા છે. જીવનમાં સંધ્યાના આવવાથી આ પરિવાર હર્યુંભર્યું લાગે છે. બસ ખોટ છે તો એક શેર માટીની.
અવિનાશ ઘરેથી નાસ્તો કરીને ઓફીસ જાય છે. અવિનાશ આજે જે ક્લાઈન્ટને મળવાનો હોય છે એ ખુબ જ નામચીન કંપનીના માલિક હોય છે. અવિનાશ એક મલ્ટીનેશનલ સોફ્ટવેર કંપનીમાં પ્રોજેક્ટ મેનેજરની ભૂમિકા ભજવી રહ્યો હોય છે. અવિનાશની કલાઇન્ટ સાથે મીટીંગ થાય છે અને પ્રોજેક્ટ કન્ફોર્મ થાય છે. અવિનાશ ખુબ જ ખુશ હોય છે. કંપની પણ અવિનાશના આ પરફોર્મન્સથી ખુશ થાય છે. આવા મોટા ક્લાઈન્ટની વેબસાઈટ બનાવવી અને મોટા બજેટના પ્રોજેક્ટની લીડને ઓપોર્ચ્યુનિટીમાં કન્વર્ટ કરવામાં અવિનાશ સફળ થતા કંપનીના ઑનર શર્મિલા અવિનાશને મળવા બોલાવે છે.
અવિનાશને કંપનીના ઑનર વિષે ફક્ત માહિતી હોય છે. પણ અવિનાશ ક્યારેય શર્મિલાને મળ્યો નથી. શર્મિલાનો મેઈલ જોઈ એ ૨૬માં માળે આવેલી શર્મિલાની કેબીન પાસે જાય છે. અવિનાશ દરવાજા પર નોક કરે છે.
“યસ કમ ઈન..”
અવિનાશ અંદર પ્રવેશે છે.  શર્મિલા ડાર્ક ગ્રે બ્લેઝર, વાઈટ શર્ટ અને શોર્ટ્સમાં ખુબ જ સુંદર લાગી રહી હતી. અવિનાશ પણ કંપનીનો હેન્ડસમ મેન હતો.
“પ્લીઝ સીટ મિસ્ટર અવિનાશ..”
અવિનાશ સામેની ખુરશી પર બેઠો અને બંને વચ્ચે વાર્તાલાપ શરૂ થયો. શર્મિલા કંપનીની ઑનર હતી પણ જીવનમાં એકલી હતી. શર્મિલાના બિન્દાસ સ્વભાવ અને ફ્રીડમવાળા જીવન જીવવાના અંદાજ માટે એનો સંસાર લગ્નના એક વર્ષમાં જ વિલીન પામ્યો. એક ડાઈવોર્સી સ્ટેટ્સ સાથે એ છેલ્લા પાંચ વર્ષથી જીવી રહી હતી. પૈસા, હોદ્દો બધું જ વ્યવસ્થિત હતું પણ એકલતા એને કોરી ખાતી હતી. અવિનાશ  ને જોઈને એના મનમાં એક ખોટી નજર જન્મી. અવિનાશને એ મનોમન પસંદ કરવા લાગી.
જેમ જેમ દિવસો વીતવા લાગ્યા શર્મિલા અવિનાશની નજીક આવવાની કોશિષ કરવા લાગી. શર્મિલા જાણતી હતી કે અવિનાશ મેરિડ છે પણ એ હવે એને પામવા માટે પુરા પ્રયત્નો કરી રહી હતી. અવિનાશને આ વાતની ધીરેધીરે ભનક લાગી રહી હતી. અવિનાશ એક એમ્પલોય હોવાથી બોસની વાત માનવી પડે નહીંતર નોકરી ખતરામાં આવી જાય એ સમજી વિરોધ મનમાં જ દબાવીને રાખી દેતો.
લગભગ એકાદ મહિના પછી શર્મિલાએ અવિનાશને રોજની જેમ પોતાની કેબિનમાં બોલાવ્યો. આજે શર્મિલાની આંખોમાં એક અલગ જ કાવતરું વર્તાઈ રહ્યું હતું.
“અવિનાશ, પ્લીઝ સીટ..”
“મેમ, મારે થોડું કામ છે. જો આપને વાંધો ન હોય તો આપણે ઉભા ઉભા જ વાત કરી લઈએ?”
“અવિનાશ.. મેં કહ્યું એટલું કર.. બેસી જા”
અવિનાશ કઈ પણ વિરોધ પ્રગટ કર્યા વગર ખુરશી પર બેઠો. શર્મિલા એની પાસે આવી એની આંગળીઓ અવિનાશના ચહેરા પર ફેરવતા બોલી.
“અવિ.. મેં એક બિઝનેસ ટુર પ્લાન કરી છે. સારા ક્લાઈન્ટસ્ છે. તારે એક અઠવાડિયા માટે ત્યાં જવું પડશે..” અવિનાશ શર્મિલાની આંગળીઓના સ્પર્શથી થોડો અતડું અનુભવી રહ્યો હતો. પણ એક ડર હતો કે નોકરી જશે તો આ મેગા સીટીમાં પરિવારનું ગુજરાન કેવી રીતે ચાલશે.
“મેડમ આપણે બીજા કોઈ એમ્પલોયીને ના મોકલી શકીએ?”
“ના અવિ.. મને બીજા એમ્પલોયી પર ભરોસો નથી. તારામાં ક્લાઈન્ટને કન્વિન્સ કરવાની અનોખી ખૂબી છે..” શર્મિલા થોડા મનમોહક અવાજમાં બોલી.
“હા, સારું મેમ.. હું જઈશ..” અવિનાશે ના છૂટકે હા પાડી.
અવિનાશ પાસે વિઝા ટિકિટને બધું આવી ગયુ હતું. કંપનીએ સેવનસ્ટાર હોટેલમાં રહેવાની વ્યવસ્થા પણ કરાવી દીધી હતી. અવિનાશ સંધ્યા અને એના માતા-પિતાને કહીને નીકળ્યો કે એ યુરોપ જાય છે. એકાદ અઠવાડિયા પછી પાછો ફરશે. અવિનાશ એરપોર્ટ પહોંચ્યો. ત્યાં જઈને જોયું તો અવિનાશના હોશ જ ઉડી ગયા. બ્લેક વનપીસ, હોટ રેડ લિપસ્ટિકમાં એકદમ સેક્સી લુકમાં શર્મિલા એનો જ વેઇટ કરી રહી હતી.
“મેમ તમે અહીં?”
“હા અવિનાશ.. એકચ્યુલી ક્લાઈન્ટએ કહ્યું કે મારે પણ તારી સાથે આવવું પડશે..”
અવિનાશ એની ચાલ સમજી રહ્યો હતો. અવિનાશ મનમાં વિચારી રહ્યો કે આને મારી સાથે આવવા જ આ પ્લાન કર્યો છે. પણ હવે કોઈ રસ્તો નથી. જોઇયે આગળ જે થશે એ જોયું જશે.
અવિનાશ અને શર્મિલા યુરોપ પહોંચ્યા. હોટેલમાં જઈને ચેકઈન કર્યું. બંનેના રૂમ અલગ હતા. અવિનાશને એ જોઇને થોડી રાહત થઇ. મોડી રાત થઇ ચુકી હતી. બંનેએ ફ્લાઈટમાં જ જમી લીધું હતું એટલે અવિનાશ ફ્રેશ થઈને પોતાના રૂમમાં આરામ કરી રહ્યો હતો. રાત્રે ૨:૦૦ વાગે અવિનાશના રૂમમાં ડોરબેલ વાગી. અવિનાશ થોડો ગભરાયો કે રાત્રે બે વાગે કોણ હશે? એને દરવાજો ખોલ્યો અને સામે જોયું તો રેડ કલરની સિલ્કી નાઇટીમાં શર્મિલા સામે ઉભી હતી.
“મેમ તમે અત્યારે?”
“અવિ.. મને નીંદર નથી આવતી, તને વાંધો ન હોય તો હું તારા રૂમમાં બેસી શકું? નીંદર આવશે પછી ચાલી જઈશ..”
“મેમ પણ..”
“પણ બણ કઈ નઈ. ચાલ રસ્તો કર મારે આવવું છે.” શર્મિલા અવિનાશને પોતાના શરીરથી સ્પર્શીને અંદર આવી ગઈ. અવિનાશ અચંબિત થઇ ગયો.
અવિનાશ દરવાજો બંધ કરીને અંદર આવ્યો. અવિનાશના હાથપગ કાંપી રહ્યા હતા. શર્મિલાની આંખોમાં એક અલગ જ નશો દેખાઈ રહ્યો હતો. અવિનાશને શું કરવું અને શું ન કરવું કઈ જ સમજાતું ન હતું. શર્મિલાએ અવિનાશ સાથે સહવાસ માણવાની ઈચ્છા વ્યક્ત કરી. અવિનાશએ ગુસ્સે થઈને ના પાડી. એ જોઈ શર્મિલા ગુસ્સે થઇ અને અવિનાશને બ્લેકમેલ કરવા લાગી.
“જો અવિનાશ, હું તને ચાહું છું. હું તને નથી કહેતી કે મારી સાથે લગ્ન કર. બસ તું મારી ઈચ્છાઓ પુરી કર. મને જયારે પણ જરૂર પડે તું મને તૃપ્ત કર. હું તને પ્રોજેક્ટ મેનેજર માંથી કંપનીનો મેનેજિંગ ડાયરેક્ટર બનાવી દઈશ..”
“મેમ, પ્લીઝ તમે આવું ન કરો. તમે જે કંપનીના કામ કહેશો એ હું કરીશ. હું એક મેરિડ વ્યક્તિ છું હું મારી પત્ની સાથે દગો ન કરી શકું..”
“ઓકે, તો તું નહિ માને એમ ને? હવે જો હું શું કરું છું..” શર્મિલા વધારે ગુસ્સે થઇને અવિનાશને ધમકાવા લાગી.
જો અવિનાશ એની વાત ન માને તો શર્મિલા એને ઓફીસમાં બદનામ કરી દેશે. ઓફીસમાંથી એને કાઢી મુકશે અને પોલીસ કેસ કરશે કે એને શર્મિલાની ઈજ્જત લૂંટવાની કોશિષ કરી. સાથે સાથે એની પત્ની અને પરિવારને પણ નુકશાન પહોંચાડશે. અવિનાશ જાણતો હતો કે શર્મિલાના કોન્ટેક્સ વધારે હશે. લગભગ એકાદ કલાક પછી અવિનાશ મજબૂરી સમજી એની ઈચ્છા પુરી કરવા રાજી થયો. બંને વચ્ચે શરીર સંબંધ બંધાયો.
જયારે બીજા દિવસે સવાર થઇ. અવિનાશ જાગ્યો એના રૂમમાં શર્મિલા ન હતી. અવિનાશ ઝડપથી તૈયાર થઇને શર્મિલાના રૂમ પાસે ગયો પણ એ ત્યાં પણ ન મળી. નીચે હોટેલ સ્ટાફથી જાણકારી મળી કે શર્મિલા આજે સવારે ૧૦:૦૦ વાગે ચેકઆઉટ કરીને નીકળી ગઈ છે. અવિનાશએ ઘડિયાળમાં સમય જોયો બપોરનો એક વાગી રહ્યો હતો. એને શર્મિલાને ફોન કરવાની કોશિષ કરી. પણ શર્મિલાનો મોબાઇલ બંધ આવી રહ્યો હતો. અવિનાશ એ ઘણા પ્રયત્નો કર્યા પણ શર્મિલા વિષે કઈ જ જાણવા ન મળ્યું.
અવિનાશને ક્લાઈન્ટના ફોન આવ્યા લાગ્યા. એ એક પછી એક ક્લાઈન્ટને મળીને મિટિંગ્સ કરવા લાગ્યો. ટેન્શન સાથે અવિનાશએ યુરોપની આ ટુર પુરી કરી અને ઇન્ડિયા પાછો ફર્યો. અવિનાશ ઘરે પહોંચ્યો ત્યારે એના મોબાઈલમાં એક વોટ્સઅપ આવ્યો. શર્મિલાએ અવિનાશને એક વિડિયો મોકલ્યો હતો. એ રાત્રે બંને વચ્ચે જે બન્યું એ દરેક ઘટના એ વિડીયોમાં રેકોર્ડ હતી. અવિનાશનું ટેન્શન વધવા લાગ્યું. પરિસ્થિતિ પણ એવી હતી કે એ ઘરે કોઈને આ વાતની જાણ ન કરી શકે. શર્મિલા આ વિડીયોનો સહારો લઈને અવિનાશને પોતાના ઘરે બોલાવતી અને મજા માણતી. અવિનાશ આ ખાઈમાં ધકેલાઈ રહ્યો હતો. કંપનીમાં પણ અવિનાશને પ્રમોશન આપવામાં આવ્યું.
અવિનાશ આ વસ્તુથી કંટાળી એક દિવસ આત્મહત્યા કરવાનું વિચારી રહ્યો હતો. ઘરે કોઈ હતું નહીં એટલે એણે રૂમમાં પંખા પર રસ્સી બાંધી અને લટાકવાની તૈયારી કરી. સંધ્યા અને અવિનાશના માતા-પિતા બહારથી પાછા ફરી રહ્યા હતા. અવિનાશ આત્મહત્યા કરવાની તૈયારીમાં હતો પણ એની જીગર નહોતી ચાલી રહી. એટલામાં જ ઘરની ડોરબેલ વાગી. અવિનાશએ દરવાજો ન ખોલ્યો. સંધ્યાને થયું કે કોઈ ઘરે નઈ હોય. અવિનાશ પણ કામથી બહાર ગયા હશે. સંધ્યાએ પોતાની પાસે રહેલી ઘરની બીજી ચાવીથી દરવાજો ખોલ્યો. સંધ્યા જેવી રૂમમાં પ્રવેશી તો તેણે જોયું કે અવિનાશ લટકવાની તૈયારી કરી રહ્યા છે. સંધ્યાએ બુમાબુમ કરી નાખી. અવિનાશના પિતા ત્યાં આવીને અવિનાશને જોરથી નીચે ખેંચી લીધો અને બે થપ્પડ લગાવી દીધી. થોડીવાર કોલાહલ બાદ અવિનાશ એ ઘરમાં બધાને પોતાની પરિસ્થિતિ વિષે જાણ કરી. અવિનાશના પિતા વકીલ હતા એટલે એમને આ કેસને કઈ રીતે હેન્ડલ કરવો એનો વિચાર કર્યો. સંધ્યા અવિનાશથી નારાજ થઇ પણ એની મજબૂરી સમજીને એની સાથે જ ઉભી રહી.
અવિનાશના પિતાએ ઘણા પ્રયત્નો કર્યા પણ શર્મિલા પર એની કોઈ જ અસર ન થઇ. શર્મિલાએ બ્લેકમેલ ચાલુ જ રાખ્યું. સંધ્યા મન પર પથ્થર મૂકીને પોતાના પતિને શર્મિલા પાસે જવા દેવા મજબુર બની. શર્મિલા પોતાના મોજશોખ ખાતર અવિનાશ અને એના પરિવારનું જીવન બરબાદ કરી રહી હતી. અવિનાશ નોકરી છોડવાની કોશિષ કરતો ત્યારે પણ શર્મિલા એને વિડીયોની ધમકી આપી રોકી લેતી.
લગભગ ત્રણ એક મહિના બાદ અવિનાશ સવારે ઓફિસ પહોંચ્યો. ઓફીસમાં શોકનું વાતાવરણ હતું. સમાચાર મળ્યા કે કંપનીની ઑનર શર્મિલાનું મૃત્યુ થયું છે. લોકોને પૂછતા જાણ થઇ કે શર્મિલા રાત્રે વધુ ડ્રગ્સ લઇ ચુકી હતી અને નશાની હાલતમાં એને હાર્ટઅટેક આવ્યો. અવિનાશને જાણીને દુઃખ થયું કે કંપનીની ઑનર મૃત્યુ પામી. પણ બીજી બાજુ ખુશી પણ થઇ કે હવે એને બ્લેકમેલ સહન નહિ કરવું પડે. અવિનાશ એ સાંજે ઘરે આવીને સમાચાર આપ્યા અને એના પરિવારે રાહતનો શ્વાસ લીધો.
***
સમાપ્ત
       

2-વાર્તા સ્પર્ધાની એક વાર્તા ‘કુટુંબ અને કારકિર્દીના ‘ ક્ષેત્ર –વચ્ચેનો સંઘર્ષ અને સમતુલન-સપના વિજાપુરા

મૌન 

 

આરતી પોતાના પ્રેમને બીજાનો થતા જોઈ રહી હતી!! કોઈને ખબર ના પડે એ રીતે એણે પોતાની આંખો લૂંછી નાખી!! અજય ..મારો અજય આજ પારકો થતો હતો!! કેટલાં વરસોનો પ્રેમ હતો બન્ને વચ્ચે!!યાદ પણ નથી!! બન્ને ને કહેવામાં આવ્યું હતું કે તમે બન્ને એક દિવસ પતિ પત્ની બનશો અને હા તે દિવસથી એ અજયને પોતાનો પતિ માનતી હતી!! ઘરનાં બધાં એ સ્વીકારી પણ લીધું હતું. અજય પણ એનો ખૂબ ખયાલ રાખતો. એનાં માટે જલેબી લઈ આવતો તો ક્યારેક ચણી ના બોર અને ક્યારેક પાડોશીના બંગલા માં થી ગુલાબ ચોરી એનાં વાળમાં ગુથી દેતો! અને એ પણ અજયનું ખૂબ ધ્યાન રાખતી!! અજય માટે સજતી સંવર તી! અને હા અજયની ભાવતી ખીર પણ બનાવતી! ક્યારેક અજય એના ગાલ પર ટપલી મારતો તો શરમથી લાલ લાલ થઈ જતી! 
પણ આજથી અજય એનો ના હતો!! અને એ પણ આજ અજયને પોતાની સગી બહેનને સોંપી રહી હતી!! ” હવે વર કન્યાને મંગળસૂત્ર પહેરાવે” ગોર મહારાજ નો અવાજ સંભળાયો!! અને આરતી ઝબકીને જાગી ગઈ!! હા, ખરેખર અજય હવે પરાયો હતો!!
એને એ દિવસ યાદ આવી ગયો જ્યારે પપ્પાની તબિયત ખૂબ લથડી ગઈ હતી!! ઘરમાં પૈસાની ખૂબ તંગી રહેતી હતી!! નાની બહેન અને નાનો ભાઈ સ્કૂલમાં જતા હતાં. અને પોતાનું કોલેજનું પહેલું વરસ હતું!! એ ફકત અઢાર વરસની હતી!! અને અભ્યાસ છોડવો પડ્યો!! પપ્પાએ દૂરના એક સગા સાથે એને દિલ્હી મોક્લી આપી હતી!! સગાની પત્ની બીમાર છે કહી એ આરતીને સાથે લઈ ગયા. અને મહીને દસ હજાર રૂપિયા મોક્લશે એમ કહી એને લઈ ગયાં. આરતી મનસુખ કાકાની પત્ની સેવામાં લાગી ગઈ!!મનસુખ કાકા સ્વભાવના સારા હતાં પણ કાકી ખૂબ કર્કશા હતી!! પણ આરતી એમની ખૂબ સેવા કરતી!! વળી પપ્પાની કથળેલી હાલત પણ યાદ આવતી!! દવાદારૂના પૈસા ભાઈ બહેનના અભ્યાસના પૈસા ઘર ખર્ચના પૈસા!! એને સહન કર્યા વગર છૂટકો જ ન હતો!! અપમાનિત દશામાં પણ એ કાકાને ત્યાં પડી રહી હતી, કે પોતાના ઘરવાળાનું બરાબર પેટ ભરાઈ!
આરતી પપ્પાને પૈસા મોક્લતી રહી. અને ઘર ચાલતું રહ્યુ. અને એક દિવસ મનસુખ કાકાએ નક્કી કર્યુ કે કાકીને બતાવવા અમેરિકા લઈ જશે. કાકાએ આરતીને ઘરે પાછાં જવા સમજાવી. અને એ પાછી પણ આવી. પણ ઘરમાં તો લોકોને એના પૈસાની એટલી આદત પડી ગયેલી અને પપ્પાની નોકરી પણ ગયેલી અને ઘરમાં બેસી ગયેલા. ભાઈ અને બહેન પૈસા ઉડાડવામાં પાવરધા થઈ ગયેલા. મા પણ જાણે એની હાજરી થી ચીડાતી હતી. ઘરમાં એની જરૂર ન હતી!! જરૂર હતી તો બસ એનાં પૈસાની. 
પોતાની થતી અવગણના એ સમજી ગઈ. આ ઘરમાં એનું સ્થાન નથી. એ ફરી દિલ્હી ગઈ!! ત્યાં ચાર વરસનાં ગાળામાં ઘણી ઓળખાણ થયેલી. એ મિસ માધવી પાસે ગઈ જે એક એન જી ઓ ચલાવતી હતી!! ત્યાં જઈ આરતી એ વિનંતી કરી કે એને કોઈ કામ આપે. મિસ માધવીએ એને મેનેજર નું કામ આપ્યું. એ ખૂબ મહેનતી છોકરી હતી!! મિસ માધવીએ એની કોલેજ પણ ચાલું કરાવી આપી!! આરતી ભણતી પણ અને મેનેજરની જવાબદારી પણ ઉપાડતી!! ઘરે પૈસા પણ મોક્લતી!! ધીર ધીરે એ એટલી હોશિયાર થઈ ગઈ કે મિસ માધવીની તબિયત બરાબર રહેતી ના હોવાથી લગભગ એન જી ઓની બધી જવાબદારી આરતી પર આવી ગઈ. એરકન્ડિશન્ડ ઓફીસ મળી ગઈ અને કેટલી  બધી અનાથ છોકરીઓની એ ‘મા’ બની ગઈ!
અહીં આ બાજું નાની બહેન સંધ્યા અજયને ચાહવા લાગી હતી. પણ અજય હજુ આરતીની પ્રતીક્ષા કરી રહ્યો હતો.સંધ્યા આરતી વિષે અજયને કાઈ ને કાઈ ચડાવતી રહેતી!! કે આરતી તો પૈસાની પાછળ પાગલ થઈ ગઈ છે!! એને પૈસા સિવાય કાઈ દેખાતું નથી! ખબર નહીં ત્યાં દિલ્હી માં કેવા કામ કરે છે કે આટલા બધા પૈસા આવે છે!!આવું બધું કહી અજયનાં કાન ભંભેરતી. પુરુષ છે!! મનમાં જાત જાતની શંકાઓ આવવા લાગી.અજયે એક દિવસ ફોન ઊઠાવી ફોન કરી નાખ્યો.
“હલો, હું અજય બોલું છું!! મિસ આરતી સાથે વાત કરી શકું?” સામેથી સેક્રેટરી નો એ જવાબ આપ્યો મેમ મિટીંગમાં છે!! અજયને ગુસ્સો આવ્યો!! એણે કહ્યુ,” હાલને હાલ મિસ આરતીને બોલાવ.” સેક્રેટરી એ આરતીને મેસેજ આપ્યો!! આરતીને એકદમ ગુસ્સો આવ્યો. એણે સેક્રેટરીને કહ્યુ કે મિસ્ટર અજયને કહો કે બિઝનેસ પર કોલ ના કરે!! અજયને આ વાતનું એટલું ખરાબ લાગ્યું કે એણે આરતી સાથે બોલવાનું બંધ કરી નાખ્યું આમ પણ દિલમાં શંકાનો કીડો તો પેસી ગયો હતો.
આરતી હવે સાવ એકલી થઈ ગઈ હતી!! ઘરના તો  ફક્ત એનાં પૈસાને પ્રેમ કરતા હતાં!! હવે અજય પણ એનો ના રહ્યો. એ પોતાને પણ એન જી ઓ ની એક અનાથ છોકરી જ માનવા લાગી હતી. ક્યારેક બાળપણ ના ખૂબસુરત  દિવસોમાં ખોવાઈ જતી. કેવા અલ્લડ દિવસો હતાં. જો અજયને એક દિવસ ના જુએ તો કેટલી બેચેન થઈ જતી. અને ઘરના પણ કેટલાં ચાહતા હતાં. શું થયું હશે? આ પૈસાએ આ જરૂરિયાતો  એ પ્રેમને ઓગાળી નાખ્યો હશે. શું પૈસા વગર બધું નકામું છે!! મા, પિતા, ભાઈ, બહેન અરે પોતાનો પ્રેમી પણ બદલાઈ ગયાં!! મારે આ પૈસા હવે કોના માટે કમાવા? જેના માટે કમાવા આવી હતી એ બધાં તો હવે મારા રહ્યા પણ નથી!!
મા નો કોલ આવ્યો!! “બેટા, અજય સંધ્યા સાથે લગન કરવા માગે છે અને તારી સાથે સગાઈ તોડી નાખવા માગે છે બોલ શું કરું?” આરતીને લાગ્યું કે એની દુનિયા લૂટાઈ રહી હતી, એ ધીમા સ્વરે બોલી,’ તમને ઠીક લાગે તેમ કરો.” તો આવતી પુનમે લગ્ન ગોઠવું?” તું આવીશ? તું આવે કે ના આવે પણ પાંચ લાખ રૂપિયા મોક્લી આપજે તો સંધ્યા માટે કપડા દાગીના લઈ લઉં!”આરતી ના ગળામાં ડુમા અટવાઈ ગયાં. “સારુ!!” કહી ફોન મૂકી દીધ. 
પૈસા મોક્લી આપ્યા. અને લગ્નમાં પણ પહોંચી ગઈ. સંધ્યાની જરાપણ ઈચ્છા ન હતી કે આરતી એનાં લગ્નમાં આવે.
આરતી ભીની આંખે જોઈ રહી ફેરા ફરાઈ ગયાં હતાં. સંધ્યા એના પ્રેમને લઈ વિદાય થઈ ગઈ. અજય આરતી થી નજર ચુરાવતો રહ્યો. જિંદગી ક્યાંથી ક્યાં આવી ગઈ હતી!! પપ્પા હજુ પથારીમાં ખાસતા હતાં. મા પૈસા ગણવામાં અને ભાઈ પૈસા ઉડાડવામાં પડ્યો હતો!!આરતી શું વિચારે છે શું ચાહે છે કોઈને વિચારવાનો સમય પણ ન હતો.
આરતી ભારે હૈયે દિલ્હી પાછી આવી. ફરી સુના સુના રસહીન દિવસો પસાર થવાં લાગ્યાં. માં ના ફોન આવતાં પણ જ્યારે પૈસાની જરૂર હોય ત્યારે!! સંધ્યા એક બાળકની મા બની ગઈ હતી. પોતાના પ્રેમીના બાળકની મા. પોતાની આલિશાન ઓફીસમાં આરતી બેઠી છે!! ઓફીસની ચારે દિવાલ જાણે નજીક આવી રહી છે!! પૈસા રૂપી અજગર એનો ભરડો લે છે!!સામે ની દિવાલ પર એક અનાથ બાળકીનું પિકચર  જાણે ખડખડાટ હસી રહ્યું છે!!

સપના વિજાપુરા

૧-વાર્તા સ્પર્ધાની એક વાર્તા ‘કુટુંબ અને કારકિર્દીના ‘ ક્ષેત્ર –વચ્ચેનો સંઘર્ષ અને સમતુલન

અલકાએ બારીનો પડદો ખસેડી જોયું. સાંજનો શરૂ થયેલો વરસાદ નવ વાગ્યા છતાં ય ચાલુ હતો. ત્રણ નમ્બરના બઁગલામાંથી વરસાદના અવાજને વીંધીને ઊંચા સાદે થતી ટપાટપી સંભળાતી હતી. તેણે છત્રી લઈને ઇક્ષા – મિહિરને ત્યાં જવા વિચાર્યું. આજે બપોરે ઇક્ષા એને ત્યાં આવી હતી. અંદરથી ભાંગીને ભૂકો થઈ ગઈ હોય તેમ ઇક્ષા બોલી હતી :

‘દીદી, રાત્રે મિહિર ઘર છોડીને જવાનો છે. ‘

અલકાના ચહેરા પર કોઈ ચાલ ચાલ્યાનો આનંદ હતો કે શું?

ઇક્ષા દીદીને મલકાતાં જાણી છોભીલી પડી ગઈ. તે એકદમ ધીમેથી બોલી:

‘દીદી, તમે ખુશ છો? મારે એને રોકી લેવો જોઈએ ને? પણ પછી મારી નોકરીનું શું? ‘

અલકા એક ક્ષણ માટે ઇક્ષાની હાજરીને વીસરી જઈ બીજી જ કોઈ વ્યક્તિ સાથે બોલતી હતી:

‘હા, હા ! હું તારા પગ પકડીને રોકી લઉં, તું કહે તેમ કરવા તૈયાર થાઉં એવું જ તું ઈચ્છે છે ને? ‘

ઇક્ષા ગભરાયેલા અવાજે બોલી:

‘દીદી, તમે કોને કહો છો ? આટલાં બધાં ક્મ્પો છો કેમ?

ઇક્ષાએ તેને રંગેહાથ પકડી હોય તેમ અલકા નીચું જોઈ ગઈ. ‘

પાંચ વર્ષ પહેલાં આવા જ સમયે કમલેશને કહેલા શબ્દોની નાગચૂડમાં એ સખ્ત રીતે ફસાઈ ગઈ હતી. કમલેશ સાથે ત્યારે તેને નિકટની દોસ્તી હતી. કૉલેજના પ્રાગણમાં બપોરની ચપટીક ક્ષણોમાં તેઓ ગુલમહોરની છાયામાં ચુબકીય આકર્ષણથી મળતા. જે દિવસે કમલ દેખાય નહિ તે દિવસે વુક્ષની છાયામાં બે પડછયાને અલકા દૂરથી મિલન માટે ઝૂરતા જોયા કરતી.

કમલેશ નડિયાદની ડી. ડી. આઈ. ટી કોલેજમાં કોમ્પ્યુટરનો અભ્યાસ કરતો હતો. અલકા સામેની આર્ટ્સ કોલેજમાં સમાજવિદ્યામાં એમ, એ. ના બીજા વર્ષની તૈયારી કરતી હતી. એક દિવસ સાંજે તેઓ કેમ્પસના બગીચામાં ‘હાશ’ કરી નિરાંતે બેઠાં. કૉલેજની ટર્મ પૂરી થઈ હતી. અલકાએ કમલેશની આંગળીઓને અછડતો સ્પર્શ કરતાં કહ્યુ :

‘ભણવાનું પૂરું થાય પછી શું વિચાર્યું છે કમલ ? ‘

કમલેશની ડોક ટટ્ટાર થઈ. સાંજનાં કિરણોમાં બુદ્ધિથી ચમકતા તેના ચહેરાને અલકા જોઈ રહી. પરિસ્થિતિને સારી રીતે સંભાળી લેવી અને બસ ઉંચા નિશાન તાકતી તેની આંખોમાં મહત્વાકાંક્ષા છલકાતી હતી. તે આકાશમાં દૂર

જોતા બોલ્યો:

‘મારે તો બે વર્ષ અમેરિકા જઈ ભણવું છે. ‘

અલકાનો હાથ દઢ રીતે પકડીને કહે:

‘બે મહિના પછી આપણે સાથે જઈશું. તું ત્યાં નોકરી કરજે, હું સારી રીતે ભણી શકીશ. ‘

અલકાને પોતાનો હાથ કમલેશની પૌરુષી હથેળીઓમાં ચૂરચૂર થતો લાગ્યો. તેનામાંની સઘળી તાકાત જાણે કમલેશે ગ્રહી લીધી હતી. તેણે ઘીમેઘીમે પોતાનો હાથ છોડાવવા પ્રયત્ન કર્યો. હમેશાં કોઈના સહારાની જરૂર ન પડે તેથી તે પગભર થવા માંગતી હતી. પરવશ જિંદગી તેને માન્ય નહોતી.

અલકાએ એક ઝાટકે બળપૂર્વક પોતાનો હાથ ખેંચી લીધો.

કમલેશે હસતા હસતા કહ્યું:

‘તારામાં ય ઘણી તાકાત છે, બોલ તું મને સાથ આપીશ ને? ‘

અલકાના સૂરમાં અંદરની મક્કમતા હતી:

મારે તો અમદાવાદ જઈ ગુજરાત યુનિવર્સીટીમાં સઁશોધન કરવું છે, પછી યુનિવર્સીટીમાં નોકરી કરવી છે. ‘

કમલેશે અલકાને સમજાવવાના પ્રયત્નો ચાલુ રાખતા કહ્યું :

‘હું સારું ભણું તો આપણા કુટુંબનું ભવિષ્ય બને. તું તો પછી પણ સઁશોધનકાર્ય કરી શકીશ . ‘

અલકાનું મન દ્વિધામાં ઝોલા ખાતું હતું. પગભર થવાના સ્વપ્નનું તેને ગૌરવ હતું. પણ કમલેશ વિના

કેમ જીવાશે ? ચાર દિવસ તે ન મળે તો પાછી પીગળી જતી. મનોમન કહેતી, ‘હું તારી સાથે તું કહે ત્યાં જવા તૈયાર છું.. ચલો દિલદાર ચલો મનમાં ગૂંજ્યા કરતું.

 

કમલેશ મળવા આવતો ત્યારે તેનું મન ફૂંફાડા મારતું, ‘હું શા માટે નમી જાઉં ? મારે મારી પ્રગતિ – નોકરી શું કામ છોડી દેવી ? ‘

અલકા તેના એકાંત ઓરડામાં આંટા મારતી રહી. ફરી બારી પાસે આવી ઉભી રહી.

***

મિહિરની બેગ ઓટલા પર હતી. તેણે બૂટ પહેરી જવાની તૈયારી કરી હતી. અલકાએ કલ્પના કરી ઈક્ષા ઘરમાં પગ પછાડતી હશે. કેટલાય દિવસો પૂર્વે અલકાએ તેનામાં એક જામગરી ચાંપી હતી. હવે તો તોપના ધડાકાથી ફૂરચેફૂરચા ઊડવાના હતા. પણ વીજળીના ચમકારામાં તેણે જોયું કે મિહિર પાછો ફરી તેની પ્રિયાને મનાવવા ગયો પણ રુદનને રોકતી ઈક્ષા કહેતી હતી :

‘મિહિર, તને મારી પડી નથી, મને અહીં સારી નોકરી મળી એટલે જ ઈર્ષાથી તેં બદલી કરાવી છે. ‘

મિહિર ઘવાયો, તે એકદમ મોટા અવાજે બોલી ઉઠ્યો:

ઇક્ષા, તું શું બોલે છે તેનું તને ભાન છે? મને પ્રમોશન મળે એટલે બદલી તો થાય જ ને ? તારી નોકરી પર થોડું ઘર ચાલવાનું છે? ‘

ઇક્ષા તોરમાં બોલી :’બે વર્ષમાં મારા પગારથી ઘરમાં આપણે કેટલું બધું વસાવી શક્યાં ‘

મિહિર બહારના પગથિયાં સુધી પહોંચી ગયો હતો. તે હતાશામાં બોલ્યો:

‘હવે બહું થયું ઇક્ષા બન્ધ કર! આ બે વર્ષથી આપણું ઘર કેવી રીતે ચાલ્યું છે તે તું ય સારી રીતે જાણે છે. સાંજે તું એટલી થાકેલી હોય કે બહાર જમવા ઉપડી જતાં. રવિવારે એક દિવસ સાથે આનંદમાં ગાળવાને બદલે આપણે કામમાં જ રોકાઈ રહેવું પડતું. પતિ -પત્નીનું સહજીવન ગયું, હવે શું અર્થ ? ‘

ઇક્ષાને ‘શું અર્થ, શું અર્થનું ‘તીર હદયમાં ખૂંપી ગયું.

અલકાને થયું ઇક્ષા બેઠકરૂમમાં ડૂસકાં ભરતી ઘુંટણીયે પડી છે ને મિહિર પગથિયું ઉતરવામાં વિલંબ કરતો હતો.

અલકાને કમલેશ સાથેની અંતિમ મુલાકાત યાદ આવી. બન્નેજણે

એકબીજાને ‘કોંગ્રેટ્સ’ કહ્યા હતા, કમલેશને અમેરિકાની બોસ્ટન યુનિ. ની સ્કોલરશીપ મળી હતી, તે પ્રથમ નમ્બરે આવ્યો હતો.

અલકાની આંખો ક્ષિતિજ હોય તેવી રીતે જોતા બોલ્યો :

‘અલકા, આપણે લગ્ન કરી લઈએ. છ મહિના પછી તું પણ સ્ટેટ્સ આવજે’.

અલકાએ તે ક્ષણે અનુભવ્યું કમલેશ બેવડી તાકાતથી ઉડવા માંગતો હતો. તે વિચારી રહી કે બુદ્ધિશાળી અને મહત્વાકાંશી કમલેશ માટે તેણે હંમેશા મદદરૂપ થવાનું રહેશે એનું પોતાનું કોઈ સ્વતંત્ર વ્યક્તિત્વ નહિ રહે .

અલકાએ નજર જમીન તરફ વાળી લીધી. તે મક્ક્મતાથી બોલી:

‘કમલેશ, છ મહિનામાં મારું સઁશોધન કાર્ય પૂરું ન થાય. હું તો અહીં જ રહેવા વિચારું છું . ‘

કમલેશ નિરાશમાં બોલ્યો :

‘ક્યાં રહેવું, શું કરવું એ તો બધું ગૌણ છે અલકા, હું પરસ્પર પ્રેમમાં એક થઈ જવાની ઝન્ખના સેવતો હતો પણ મને આજે ખાતરી થઈ કે આપણે એક નહીં થઈ શકીએ. ‘

અલકા કંઈ કહે તે પહેલાં કમલેશ એક ઝાટકે ઊભો થઈ ચાલ્યો ગયો. અલકાની ધારણા હતી કે કમલેશ ગુસ્સામાં ગયો છે છેવટે માની જશે. એ વાતને પાંચ વર્ષ થઈ ગયા. અમેરિકા ગયેલા કમલેશે પાછું વાળી જોયું નહીં.

છતાં ય અલકા ‘કમલેશ પાછો આવે તો ? ‘ના થડકા સાથે જીવ્યે જતી હતી.

***

અલકા છત્રી લઈ સોસાયટીના ખાડા ટેકરાવાળા પાણીથી ઊભરાતા રસ્તા પરથી ઈક્ષાના આંગણામાં આવી ઊભી રહી. મિહિર નીકળી ચૂક્યો હતો. વરસાદી બૂટનો પાણીમાં છબાક છબાક કરતો અવાજ ડાબી તરફ આવેલા સ્ટેન્ડ પાસે થમ્ભી ગયો. ઇક્ષાના ઘરનું બારણું ખુલ્લું જ હતું. ક્યારામાં ખીલેલાં ગુલાબને અલકા જોઈ રહી.

‘પારિજાત’ સોસાયટીના ત્રણ નંબરના બંગલામાં ઇક્ષા મિહિર રહેવા આવ્યાં તેથી આખી સોસાયટી જાણે સજીવ લાગતી હતી. તે યુવાન કપલની મીઠી ધમાચકડી, ખુલ્લું ખડખડાટ હસવાનું, મસ્તી મઝાક ઘણાને ગમતી પણ અલકા ઉદાસ થઈ જતી.

મિહિર ઑફિસે જતો તે પછી ઇક્ષા લહેરથી ઘરનું, બગીચાનું કામ કરતી. અલકા ચાર વાગ્યે યુનિવર્સીટીમાંથી ધેર.

આવતી ત્યારે કોઈ મેગેઝીન કે પુસ્તક લેવાને બહાને ઇક્ષા તેને ત્યાં આવી જતી. એ મીઠી અને હસમુખી છોકરી અલકાને ગમતી, એની ઉદાસી ઇક્ષાના આનન્દથી છલકાતા શબ્દોમાં ગાયબ થતી. ‘દીદી, હું આપણા માટે ચા બનાવું, હું તમારી રાહ જોતી હતી. ‘ બન્ને સાથે અલકમલકની વાતો કરતાં ચા પીતાં. અલકાને પોતાનું પાંચ વર્ષ પહેલાનું પ્રતિબિબ સામે બેઠેલી હોંશીલી ઇક્ષામાં દેખાતું. એ જેને માટે તડપતી હતી તે ઇક્ષાનું રૂપ હતું. પોતાના પ્રણયીને સમર્પિત છલકાતી નારી. ઇક્ષાની વાતોમાં મિહિરને આ ભાવે ને તે ગમે ચાલતું. સમય જતાં અલકાને તેમનાં દાંપત્યની બળતરા થવા લાગી.

એક દિવસ તેણે ઇક્ષાને પૂછ્યું :

‘તેં મિહિરને પસન્દ કર્યો ત્યારે તારી કોઈ ઈચ્છા માટે તેં કહ્યું હતું ‘.

ઇક્ષા શરમાતી બોલી :’અમે એવાં મુગ્ધ હતાં કે કશું બોલવાનું મન થયું નહિ ‘.

તે વખતે સ્કુટરનું હોર્ન સાંભળી તે એવી રોમાંચિત થઈ ઊઠી કે ‘મિહિર આવી ગયો ‘ કહેતી ભાગી.

સાંજે બગીચાના હીંચકા પર મિહિર -ઇક્ષા ગોટપોટ ઝૂલતાં, મિહિરના સ્નાયુબદ્ધ ખભે ઇક્ષાના રેશમી સુંવાળા કાળાની લટો ઝૂમી રહેતી. અલકાને પોતાની બારીના પડદાના ચીરેચીરા ઉડાડવાનું મન થતું. રાત્રે ઊકળાટમાં તે કેમે ય કરી ઉંઘી શકતી નથી. બારી ઉઘાડવાની હિંમત નથી, ત્રણ નમ્બરનો બંગલો રાત્રે તેને માળો લાગતો.

માળાના બે પંખીના ફફડાટ, સરસરાટ, મધુરી ચહચહાટ ચાંચમાં ચાંચ પરોવી થતી ગોષ્ઠી… ઘીમે ઘીમે અલકાને બધું અસહ્ય થઈ પડ્યું હતું. તેને ઠેસ મારી ચાલ્યા ગયેલા કમલેશની પીઠ દેખાતી. તે મિહિર પર મનમાં ગુસ્સે થતી.

‘આ ભણેલી છોકરીને પાંજરામાં પૂરી રાખે છે. ‘

એક દિવસ અલકાએ ઇક્ષાને કહ્યું :

‘તેં લાયબ્રેરીનો કોર્સ કર્યો છે, યુનિવર્સીટીમાં એક જગ્યા ખાલી પડી છે, તું અરજી કરી દે. ‘

ઇક્ષા ઉત્સાહમાં બોલી :’મેં નોકરી માટે વિચાર્યું નહોતું પણ તમે કહો છો તો પ્રયત્ન કરીશ. ‘

બે પંખીઓ સવારથી માળામાંથી જુદી જુદી દિશામાં ઉડી જતાં. અલકા મનથી રાજી થઈ. ઇક્ષા -મિહિરના સુખલોકમાં તેણે આગ લગાડી હતી.

***

છત્રી લઈને ઊભેલી અલકા અત્યારે શું કહેવા આવી છે? એમ ને કે

‘ઇક્ષા તું પગભર છે, જવા દે મિહિરને ‘

અલકાએ ઘરના ઉંબરમાંથી જોયું, મિહિર વિનાના સૂના ઘરમાં ઇક્ષા ખૂણાની એક ખુરશીમાં ઢગલો થઈ બેઠી હતી. આકાશમાં વીજળીનો કડાકો થતાં અલકા ઘરમાં આવી ગઈ ને ડરેલી ઇક્ષા તેને વળગી રહી. અલકાએ આવેગથી તેના ખભા હચમચાવ્યા :

‘ઇક્ષા મિહિરને પાછો બોલાવી લે. ‘

‘ના, દીદી ! મિહિર ઈચ્છે છે તેવી પત્ની હવે હું નથી રહી. ‘ ઇક્ષા રુદનને ખાળવા મથતી હતી.

અલકા મોટીબહેનના વાત્સલ્યથી તેનો હાથ ઝાલી કહે:

‘ઇક્ષા તું હજી મિહિરની પ્રિયા છું, એને માટે તલસતી સ્ત્રી છું. ‘

પછી સ્વગતોક્તિ કરતી હતી:’હું ય એવી જ છું. આ વરસાદમાં કમલેશને હું રોમ રોમ ઝખું છું. ‘

ઇક્ષાને નવાઈ લાગી:

‘દીદી, આ તમે કહો છો ? તમે તો મને નોકરીની પ્રેરણા આપી હતી. પગભર થવા સમજાવ્યું હતું. ‘

અલકાના સૂરમાં તડપન હતી :

‘મિહિરને તું બોલાવી લે, એકમેકના હાથ મિલાવી સપનું સાકાર કરજો . ‘

‘હાલ તો મારે અહીંની નોકરી જતી કરવી પડે. ‘

‘મિહિરને જવા ન દે, એકવાર કાચા સૂતરનો તૂટેલો તંતુ કાળના પ્રવાહમાં ક્યાંય તણાઈ જાય છે ‘. અલકાએ ઇક્ષાને મિહિરને બોલાવવા તૈયાર કરી.

‘એ તો ચાલ્યો ગયો —‘ઇક્ષા ડામાડોળ જવું કે ન જવુંની સ્થિતિમાં હતી.

***

ઇક્ષા -મિહિરના ઘરમાં ઉભેલી અલકા હૂંફ અનુભવતી હતી. ખાટલા, ખુરશી, દિવાન –ખૂણે ખૂણેથી શ્વાસ -સ્પર્શ -સુગન્ધની લહેરો ઉઠતી હતી. તેને પોતાના કમરાની થીજેલી ઠન્ડક યાદ આવતા ધ્રુજારી આવી ગઈ. એ પાછી ત્યાં જઈ રહી હતી.

દૂરથી ઇક્ષા બોલાવતી રહી:

‘દીદી, તમારી છત્રી લેતાં જાવ. ‘

અલકાની પીઠ જોઈ રહી -એક છત્રીમાં ઇક્ષાનું માથું મિહિરના ખભા પર ઢળેલું હતું.

તે ઝડપથી પોતાના કમરામાં ધુસી ગઈ. બારીનો પડદો ખસી ગયો હતો. વીજળીના ચમકારે વરસાદમાં ભીંજાતો ત્રણ નમ્બરનો બંગલો, બગીચો, હીંચકો અદ્દભૂત આંનદની દીપ્તિમાં ચમકી ઉઠ્યાં.

***

તરુલતા મહેતા વાર્તા -સ્પર્ધાની જાહેરાત

જૂન મહિનાની ‘બેઠક ‘ માં ‘શબ્દોના સર્જન ‘માટે મારા તરફથી વાર્તા -સ્પર્ધાની જાહેરાત કરી હતી.
મિત્રો તમારી સર્જનાત્મક શક્તિને ગુજરાતી ભાષામાં વાર્તાસ્વરૂપે વહેવા દો.તમારી કલમને કસી ,મંથન કરી આપણા વાચકોને વાર્તાનો રસથાળ પીરસો . પૂરતો સમય આપી વાર્તાના વિષયનો વિચાર કરી ,નહિવત જોડણી ભૂલોથી તમારી વાર્તાને રજૂ કરશો તેવી આશા છે. વાર્તા સ્પર્ધામાં ભાગ લેવા માટે નીચેની વિગતો જોઈ લેશો.
(! ) વાર્તાનો વિષય :  ‘કુટુંબ અને કારકિર્દીના ‘ ક્ષેત્ર –વચ્ચેનો સંઘર્ષ અને સમતુલન . સ્ત્રી , પુરુષ ,બાળક ,વડીલ કોઈપણ પાત્ર દ્રારા હાલના કૌટુંબિક જીવનનો ચિતાર આપી શકો છો.
વાસ્તવિક વર્તમાન જીવનના પ્રશ્નોની રજુઆત અપેક્ષિત છે .ગમતા -નગમતાં બધા જ પાસાંને તટસ્થાતી આલેખવા પ્રયત્ન કરશો.વાર્તામાં એની શરૂઆતથી અંત સુધી વાચકો  જિજ્ઞાસાથી જકડાઈ રહે તેવું   રસપૂર્વક ઘટના ,વાતાવરણ,પાત્રનું આલેખન થાય તે ઇચ્છનીય છે. બધો આધાર તમારા ભાષાના કસબ ઉપર છે.
(2)  વાર્તાના શબ્દોની મર્યાદ .  800 થી 1500. તેથી ઓછા કે વધુ શબ્દોવાળી વાર્તાને ઇનામ આપવામાં નહિ આવે.
(3) વાર્તાનું શીર્ષક આપવું જરૂરી છે.
(4) સ્વરચિત વાર્તા જ સ્વીકારાશે. તમે પોતે લખીને મોકલશો.
(5) મોકલવાની અંતિમ તારીખ 15મી ઓગસ્ટ છે.
(6) સપ્ટેમ્બરમાં વાર્તા સ્પર્ધાનું પરિણામ જાહેર થશે.
(5) કુલ ત્રણ વાર્તાઓને નીચે મુજબ પુરસ્કાર મળશે .
 પ્રથમ વાર્તાને ઇનામ: $ 51
બીજી વાર્તાને ઇનામ : $ 35
ત્રીજી વાર્તાને ઇનામ : $ 25
આશ્વાસક બે ઇનામો : $ 15
તમારી વાર્તા પસંદ થાય એ જ તમારી  શક્તિ માટેનું સાચું ઇનામ છે.તમે માતૃભાષા ગુજરાતીમાં લખો અને તમારું ઉત્તમ સર્જન કરી ભાષાનું સંવર્ધન કરો તેવી શુભેચ્છા.
વાચકો બધી વાર્તાઓ વાંચી લેખકોને પ્રોત્સાહન આપી મા ગુર્જરીને દીપાવશો.
‘બેઠક ‘અને ‘શબ્દોનું સર્જન ‘ ની પ્રવુતિ દ્રારા આપણી ભાષા અને સંસ્કુતિના સંવર્ધન કાર્યને તન-મન થી સેવા કરતા પ્રજ્ઞાબેનને આપણે સૌ દિલથી સહકાર આપીએ .
તેમ થશે તો ‘બે હાથે તાળી ‘ વાગશે. તો થોડું એકાંત અને સમય ફાળવી વાર્તા લખો અને વાંચો.
શુભેચ્છાસહ  તરૂલતા મહેતા તા.9મી જુલાઈ 2018

હજી મને યાદ છે -૯-એક માની આંતરડી ઠરી-તરુલતા મહેતા

નાના ભાઈ હરીશના લગ્ન મહાલી બસમાં અમે  સૌ હેમખેમ આણદથી ઘરે નડિયાદ આવી ગયાં,ઘણાં વર્ષે બધાં ભેગાં થઈ નિરાંતે હસીખુશી ગપ્પાં મારતાં હતાં.ત્યાં અચાનક બુમાબૂમથી અમે સૌ ચોકી ગયાં.

મારાં છોકરાં ક્યાં ગયાં ?’,કોઈએ જોયો મારા ભીખાને ?”મારી ગીતુ ક્યાં ગઈ?’ ચીસાચીસથી મોડી રાત્રે અમે સૌ દોડીને ઘરની બહાર બગીચામાં આવી ગયાં. સવિતા બાવરી બની ચારે બાજુ જોતી દોડીને સોસાયટીના રોડેથી રડતી ,કકળતી બૂમો પાડતી હતી.અમે સૌ અવાચક થઈ શું કરવું તેની મૂઝવણમાં પડી ગયા.ત્યાં બાપૂજીએ ઘાંટો પાડી કહ્યું,’જા,હરીશ સવિતાને બોલાવ, બધાં જાન્નેયા બસમાં આવ્યાં ત્યારે સવિતાના છોકરાંની ભાળ રાખી હતી કે નહી?’ બધાં બાપૂજીનો પ્રશ્ન સાંભળી નીચું જોઈ ગયાં.અમે મોટો ગુનો કર્યો હોવાનું અનુભવતાં હતાં. સવિતા એટલે બા -બાપૂજીની હાથલાકડી, ઘરના નાનામોટા કામ તે જ કરતી.અમે ચાર ભાઈ -બહેન અમેરિકા વસેલાં, અમારી ગેરહાજરીમા સવિતાના છોકરાંની દોડાદોડથી ઘરમાં વસ્તી લાગતી.બા -બાપુજીનું હેત જોઈ સવિતા કહેતી ,’ છોકરાંને  મન તમે હાંચાં દાદા-દાદી છો, ઘેર એનો બાપા લડે ત્યારે દાદા દાદા કહી દોડે છે.

બાપૂજી મારી તરફ જોઈ બોલ્યા,’તેં  મોટા ઉપાડે બઘી જવાબદારી લીધી હતી,તારી દીકરી અને ગીતુને મંડપમાં મેં રમતાં જોયાં હતાં,બધાયનાં છોકરાં બસમાં બેઠાં,સવિતાનાં છોકરાં કોઈને યાદ ન આવ્યાં?’ બા સવિતાને બરડે હાથ ફેરવતાં બોલ્યાં,’બઘાની બેગો -વસ્તુઓનું ધ્યાન રાખવામાં ખુદના છોકરાં ભૂલી ગઈ?’

બાપૂજીનો પિત્તો ઉછળ્યો,’ઘરના  માણસ સવિતા આ લાવ ,ને તે લાવ કરી બિચારીને અધમુઈ કરી દે છે.એનાં છોકરાનું જતન ક્યારે કરે?’

મેં હરીશના સાસરે ફોન જોડ્યો,રીંગો જતી હતી કોઈ ફોન ઉપાડતું નહોતું,ત્રીસેક વર્ષ પહેલાં દેશમાં મોબાઈલ ફોનનું ચલણ નહોતું,હું અકળાતી હતી,ફોનથી સમ્પર્ક થાય તો સવિતાના  છોકરાં વિષે જાણવા મળે. સવિતાનું રડવાનું ચાલુ જ હતું,’મારાં છોકરાંને કોઈ ભરમાવી ઉપાડી જશે તો મારો વર મને જીવતી નહિ છોડે,’

મેં તેને શાંત પાડતા કહ્યું ,’તારાં છોકરાંને ગમે તેમ કરીને લઈ આવીશું.

જાન્યુઆરીની  કાતિલ ઠંડીમાં મધરાત્રે રીક્ષામાં થરથરતા હરીશના સાસરે જવાનું હતું. નાના ગામમાં ટેક્ષીઓ મળવી મુશ્કેલ હતી.બાજુવાળા સુરેશભાઈ જાનમાં આવેલા તે જાગી ગયા હતા,એમણે કહ્યું મારા ટેમ્પામાં જઈએ,નડિયાદથી આણંદ અડધો કલાક થશે.હરીશ એમની સાથે જવા તેયાર થયો એટલે મારો વચલો ભાઈ કહે ‘,હું જઈશ.એને વહેલી સવારે ફ્લાઈટ પકડવાની હતી એટલે હું સ્વેટર લઈને ટેમ્પામાં બેઠી,દોડીને સવિતા આવી,જીદ કરીને મારી પાસે બેસી ગઈ. ટેમ્પાની એ અડધા કલાકની મુસાફરી દરમ્યાન સવિતા તેનાં સંતાન માટે હેયાફાટ રડતી અને તડપતી રહી.કામ કરીને રુક્ષ થઈ ગયેલા તેના હાથને ઝાલીને સાંત્વના આપતા મારું મન ડંખતું હતું,હું મા હતી માત્ર મારા સંતાનની ચિતા કરતી,લાડ કરતી અને ખુશ રહેતી હતી.

સવિતાની ગીતુ સાથે રમવાનું મારી અલ્પાને  ખૂબ ગમતું.અમેરિકામાં આવું રમનારું કોણ મળે?બાની ઘેર સવિતા કામકાજમાં મદદ કરતી,અને અલ્પુને કમ્પની મળી ગઈ એટલે બજારના કામકાજ મને છુટ્ટોદોર મળી ગયો હતો.અત્યારે સવિતાની મોઘી અનામતને જો આંચ આવશે તો મારે ઢાંકણીમાં પાણી લઈ ડૂબી જવું પડે તેવી દશા થશે.એના છોકરાં એકલાં ગભરાઈને ક્યાંક જતાં રહેશે તો કેમ શોધીશું?વાડીમાં લગ્ન હતાં,પરવારીને બધા જતાં રહેશે. અમારાં છોકરાંનું ધ્યાન રાખ્યું ને ગીતુ અને ભીખુને ભૂલી,અરર..બા -બાપૂજી કદાચ  માફ  કરે પણ મારો અતરઆત્મા કેમ માફ કરશે?અલ્પુ મોટી થઈ પૂછશે કે ગીતુ ક્યાં ગઈ ?

સુરેશભાઈએ વાડી આગળ ટેમ્પો ઊભો રાખ્યો.વાડીમાંથી સામાન લાવી મજૂરો બહાર ખટારામાં મૂકતા હતા,સવિતા સીઘી વાડીમાં દોડી ને ,’ભીખુ ,ગીતુ ને બોલાવવા લાગી‘,બહાર આવીને મને વળગી પડી.કોઈ બોલતું નથી,હાય ,હું ક્યાં શોધીશ? ‘ સુરેશભાઈએ મજૂરોને પૂછ્યું આટલામાં બે નાનાં છોકરાં ફરતાં જોયાં છે?’મજૂરે કહ્યું ,’અંદર તપાસ કરો,અમે કામમાં છીએ.

વાડીમાં મોટાભાગની લાઈટો બંઘ હતી,સુરેશભાઈએ  ટેમ્પામાંથી બેટરી લાવી બધે જોવા માંડ્યું ,એક ખૂણામાં પાથરણા વાળીને મૂક્યા હતા.ત્યાં સવિતા બોલી ઉઠી ,ભીખુ ઉઠ તારી મા છું ,ગીતુ ..બિચારા  ઠંડીમાં ઠીગરાઈ ગયાં છે,બોલતા ય નથી ‘. મેં સુરેશભાઈને કહ્યું ,’તમે અડઘી રાત્રે મદદ કરી,છે તે એક માની આતરડી ઠારી,થેંક્યું વેરી મચ

મારા મનમાં હું સુરેશભાઈનો એમ પાડ માનતી હતી કે આજે તેમને કારણે એક મોટા અપરાધમાંથી બચી ગઈ.હા એવો અપરાધ કે  મારા જેવી સ્વાર્થી માને  બીજી મા જેણે પોતાના સંતાનો ખોયાં છે તે કદી માફ ન કરે.મારી પાસે બેઠેલી સવિતાના ખોળામાં બેસવા ચડસાચસડી કરતાં એનાં છોકરાં જોઈ અત્યાર સુધી બાંધી રાખેલી મારી  લાગણી પ્રવાહી બની વહેવા લાગી. સવિતા એની બહેન હોય તેમ એના ખોળામાં  ગીતુને બેસાડી બોલી, ‘લો,આ બે જણા સાજાસમાં મલ્યા,હવે શેના ઢીલાં થાવ છો.ઈ તો કાલે માતાજીને હુખડી ધરીશ પછી સૌ સારાવાના.

સવિતાનની દીકરી મારી છાતી પર માથું ઢાળી નિદ્રામાં ઝૂલતી હતી,એના વાળમાં ફરતી મારી આંગળીઓ અલ્પુના વાળમાં ફરતી હતી.  અલ્પુની માબનવા લાયક થઈ હોય તેવો ભાવ થયો,

તરુલતા મહેતા

ઝૂરતું ઘર -તરુલતાબેન મહેતા

 

મિત્રો ,

ઘરના વિવિઘ ચહેરા ,નીતનવીન સ્વરૂપો મને મોહ પમાડે છે.તેથી જ લાંબા સમય સુઘી એક જ ઘરમાં રહેવા છતાં સ્વીટ હોમ કહીએ છીએ.ઘરમાંથી એક પછી એક સ્વજન કામ ઘન્ઘે કે બીજા નિમિત્તે જાય છે,ઘરની યાદો કદી છૂટતી નથી ,ઘરથી  સ્વજન દૂર ગયો એમ ભલે હોય પણ ઘર અચલ ,શાંત રાહ જોયા કરે છે. ઘર ઝૂર્યા કરે છે.જે  ઘરમાં પા પા પગલી ભરી,પાવ રે પાવ કર્યું,સંતાકુકડી રમ્યા,ભાઈની પાછળ દોદોડાદોડી કરી ,બા નો પાલવ ખેચી જીદ કરી તે ઘર સ્વજન બની ગયુ.આવા ઘરની માયા કેમ છૂટે ?અને ઘર પણ એની માયાની અદશ્ય દોરીથી અતિ વહાલા સ્વજનને બાંધી રાખે છે. એવા એક  ‘ઝૂરતા ઘરની વાર્તા રજૂ કરું છુ.

એક ઝૂરતું ઘર‘  તરુલતા મહેતા

વલસાડના સ્ટેશનથી ઊતરી સીઘા રોડ પર ચાલતા જાવ કે વાહનમાં જાવ તમને સીલબંઘ દરવાજાની પાછળ એક હવેલી જેવું પીળા રંગનું બે માળનું ઘર દેખાશે ,એ ઘરની લાલ ફ્રેમની બારી અને બારણા પરની ઘૂળ ,કરોળિયાના જાળા અને કબૂતરની અઘારથી તમને સૂગ આવશે,બીજા માળના ખૂલ્લા વરંડામાં તૂટેલી હાલતમાં હીંચકો ખેતરના ચાડિયા જેવોપવનમાં હાલ્યા કરતો જોઈ તમને દુઃખ થશે,એવું બને કે ઘરના વરંડામાં હીંચકો ઝૂલાવવાનું તમારું સપનું હજી પૂરું થયું નહોતું। બાપની મિલકત માની રીતસર  હૂપ હૂપ કરતાવાંદરા  જોઈ તમને ભગાડવાનું મન થઈ જશે.તમે  ચાલતા હો તો ઘરના કમ્પાઉડના

ખૂણે બીડી ફૂકતા ચોકીદારને બોલાવવાનો વિચાર કરતા ઊભા રહો ,કદાચ   માથું ખંજવાળી રહ્યા છો ત્યાં એક ખાનદાન સન્નારી દરવાજે ઊભી રહે છે.જાણે એનું જ ઘર છે,પણ લાંબા સમય પછી આવી હશે  તેથી વિમાસણમાં પડેલી દેખાય છે.તમે ગામમાં નવા એટલે સીઘા રોડથી આગળ નીકળી ગયા.તમે અનુમાન કર્યું હશે કે પેલી સન્નારી ઘરમાં ગઈ હશે.પણ જો તમારું અનુમાન સાચું હોત તો આ વાર્તા ન લખાત। એ ઘર ભાઈઓના ઝઘડામાં આ જ હાલતમાં ઘણા સમયથી દેખાય છે,કેટલાં વર્ષો ઘરની હાલત માલિક વગરની રહેશે કોઈ જાણતું નથી.માલિકણ દરવાજે રાહ જોયા જ કરે છે,શું તેણે પ્રતીક્ષાવ્રત લીધુ હશે?

રોડ પરની દુકાનમાં આવેલો ઘરાક અને વેપારી વાત કરતા હતા.ઘરાક આ બાઈ ત્યાં ઊભી રહી શું કરે છે? એની ચાવી ખોવાઈ ગઈ છે?’

વેપારી કહે ,’ચાવી હોય તો ગુમ થાય ને! જવા દો ને વાત રોજની રામાયણ છે.આખી બપોર દરવાજેથી બૂમો પાડયા કરશે।કોઈ ખોલો દરવાજો ખોલો ,મારે બારીઓ ,બારણાઓ ચોખ્ખા કરવા છે,કચરો વાળવો છે,અરે ,સાંભળે છે કે પેલા વાંદરાને તો કાઢો.

ઘરાક પૂછે છે,’ચોકીદાર દરવાજો કેમ ખોલતો નથી?’

વેપારી કહે છે,’તે ક્યાંથી ખોલે?પાંચ વર્ષ પહેલાં જુદી વાત હતી,એનું ઘર હતું।એના કુટુંબ સાથે મઝેથી રહેતી હતી.હવે કોર્ટનું સીલ વાગી ગયું છે.કેસનો નિકાલ ન આવેત્યાં સુધી કોઇથી અંદર દાખલ થવાય નહિ , ત્યાં સુઘી ઘર ખંડેર પડી રહેવાનું.

હવેલીની સામેની ફર્નિચરની દુકાન વેપારી સોમચંદની છે.એ ત્રીસ વર્ષોથી ઘન્ઘો કરે છે.સ્ટેશનરોડ એટલે પરગામના અને ગામના ઘરાકો ફર્નીચર ખરીદવા આવ્યા કરે. સોમચંદ દુકાનની બહાર આવી ભાવથી  બોલ્યા ,’સરલાબેન ,તાપ છે,દુકાનમાં આવો।આમ ને આમ સાંજ સુધી થાકી જશો. આપણે

તો પાડોશી ,તમે ઘરમાં રહેતાં હતાં ત્યારે ઠંડું પાણી મારી દુકાને મોકલતા ,મોહનભાઈ હતા ત્યારે રોજ દુકાને આવતા.

સરલાબેને  સાડલાની ધૂળ ઉડાડી ,ચંપલ બહાર કાઢી દુકાનમાં આવ્યાં ,બોલ્યાં ભાઈ ,મને ગંદકી ના ગમે.

સોમચંદ બોલ્યા ,’દુકાનમાં બધાં જૂતા સાથે આવે છે,હવે બઘા મોર્ડન થઈ ગયાં ,જૂતા વગર એમને ન ચાલે।

સોમચંદે બે ચાનો ઓર્ડર આપ્યો,પછી બોલ્યા ,’સાભળ્યું કે તમે મોટી દીકરીને ત્યાં અમેરિકા જવાના છો,આ ઘરના કકળાટમાંથી

છુટો ,’દેખવું ય નહિ ને દાઝવું ય નહિ

સરલા પાલવથી આંખો લુછતા બોલી ,’ભાઈ ,આ ઘર ગયું ત્યારની કાયમની દાઝી ગઈ છું ,નથી ખાવાનું મન થતું કે રાત્રે ઊઘ આવતી ,પથારીમાં જેવું ઓશિકા પર માથું મુકું એટલે હવેલીના બારી -બારણા ખૂલી જાય અને ને હવામાં એવાં ભટકાય કે સફાળી ઊભી થઈ જાઉં ,વલસાડ આખામાં તિથલના  દરિયાના પાણી કંઈ ઊમટે કે જોવાય નહિ ,તેમાં હવેલીના ખૂલ્લા બારણેથી હુડ હુડ કરતા ઘૂસી જતાં પાણી કાળોકેર વર્તાવે

સોમચદે ચાનો  કપ સરલાને આપ્યો,બોલ્યા ,’સરલાબેન મન મજબૂત રાખો ,આ બઘી તમને ભ્રમણા થાય છે.કેસનો ચૂકાદો આવી જશે. બહેન હવે આપણે પાકું પાન કહેવાઈએ ,મેં દીકરાને ઘણું સોંપી દીઘું છે,તમેય ઘરની માયા છોડી દો ,આ હવેલી ભંગાર થઈ ગઈ રહેવા લાયક રહી નથી.

સરલા બોલી ,’આ તમારી પાસે હેયાવરાળ કાઢી ,બાકી મારા બળાપાથી છોકરો વહુ કંટાળી ગયાં છે.ચાલીશ વર્ષો જે ઘરમાં સાફસૂફી કરી ,રસોઈપાણી કર્યા ,સઉને જમાડ્યાં,દીકરાને પરણાવ્યો તે બધું કેમ વિસારું ?છેવટે તમારા ભૈબંઘના છેલ્લા શ્વાસ—હજી હવેલીમાં ઘૂમરાતા હશે! એક વાર હવેલીમાં જઈ એમની બેસવાની આરામખુરશી અને માળા લઈ આવું તો મને ચેન પડે.

સરલાની વાત સાંભળી સોમચદ પણ ખિન્ન થયા ,તેમણે સહાનુભુતિથી કહ્યું ,’હા ,એ આરામખુરશી મોહનભાઈ હોંશથી મારી દુકાનેથી જ લઈ ગયા હતા ,ભોળા દિલના અને હસમુખા હતા.

સરલા યાદ કરી બોલી હું નવી સાસરે આવેલી ત્યારે હવેલી જોઇને છક થઈ ગઈ હતી ,પછીના વર્ષે પારણું તમારે ત્યાંથી લઈ ગયેલાં ,’

તમને બધું યાદ છે.સોમચંદ બોલ્યા

સરલા હવેલી તરફ જોઈ રહી છે,કોઈ એના કાનમાં ઝીણીઝીણી વાત કરતું હતું,તેને થયું આ ઘર વણપૂજ્યા માતાજીના મંદિર જેવું છે,સાફસૂફી માટે રાહ જોતું હશે,તુલસીનો છોડ પાણી વગર સૂકાય છે,કીડી ,મકોડા ઘરને ચટકા ભરતા હશે,ઉઘયથી કોરાતું હશે.

 તે  ખાલી ખાલી ,દીવા બત્તી વગરનું અંઘારામાં  કેવું હીજરાતું હશે.મારી  યાદો કાંટા જેવી
તેને  વાગતી હશે!મને તો  સૂનું સૂનું ઘર ડૂસકા ભરતું સભળાય છે‘. સરલા સોમચંદની દુકાનમાંથી જાણે ઓગળી ગઈ ,સોમચંદ આંખો ચોળતા દુકાનને ઓટલે આવી ગયા ,હવેલીના બારણાં

ખૂલ્લાં   હતાં ,લાઈટો થયેલી હતી ,સરલા બીજા માળના વરંડામાં હિચકે ઝૂલતી હતી.સોમચંદ દુકાનને તાળું વાસી સીઘા રોડ ઉપર જતા જતા  સરલાનો વિચાર કરતા હતા ,’સરલા  હવેલીમાં ક્યાંથી જતી રહી!

તરુલતા મહેતા 10મી ઓગસ્ટ 2015

કોઈ પણ કારણ વગર જવાય તેવું એક ઘર મળે ‘ઝૂરતું ઘર 

તરુલતાબેન મહેતા

સૌ વિજેતા સર્જકોને અભિનંદન

પ્રિય પ્રજ્ઞાબેન .

તરુલતા મહેતા ‘વાર્તા સ્પર્ધાનું પરિણામ 

‘શબ્દોનું સર્જન’ના સૌ સર્જકમિત્રો તથા વાચકમિત્રો આપ સૌ ટેક્નોલોજીની પારિવારિક સંબંધો પર અસર વિષયને કેન્દ્રમાં રાખી લખાયેલી વાર્તાઓના પરિણામને જાણવા આતુર હશો .વાર્તાસ્પર્ધાની  બ્લોગ પર જાહેરાત કર્યા પછી મને પણ ઘણી ઉત્સુકતા હતી કે કેટલી વાર્તાઓ આવશે ,કેવી લખાઈ હશે ? કુલ 24 વાર્તાઓ સ્પર્ધામાં સ્થાન પામી છે.બધા જ વાર્તાકારોને મારા અભિનન્દન છે .સૌએ  મૌલિકપણે વાર્તા લખી છે.દરેક વાર્તામાં કંઈક નવા વિચારો ,નવી રજૂઆત ,ભાષા અને પાત્રોની વિવિધતા છે.વાર્તા નિમિત્તે સ્વ નિરીક્ષણ કરવાની તક મળી.ટેક્નોલોજીનો ઉપયોગ આજના આપણા જીવનનું મહત્વનું પાસું છે,આજની સમાજવ્યવસ્થા ટેક્નોલોજી પર આધારિત છે .એક જમાનામાં સમાજમાં કુટુંબો વચ્ચે વાટકીવ્યવહાર અને પત્રવ્યવહાર હતા આજે સેલફોનના મેસેજ અને ઈમેઈલ કે ફેસબુકના પોસ્ટીગ કે વ્હોટસ અપ વિના કોઈને ચાલતું નથી.આ વિષય ઉપર સરસ વાર્તાઓ મળી છે.કોને પસંદ કરવી એ મારા માટે કપરી કસોટી હતી.સ્પર્ધાનું  પ્રયોજન સર્જકોને લખવા માટે પ્રોત્સાહન આપવું અને વાચકોને રસપ્રદ વાચન પીરસવું. બેઠકના સૌ મિત્રો વાર્તાઓ વાંચવાની મઝા માણે તેમ આશા રાખું છું .

તરુલતા મહેતા વાર્તાસ્પર્ધાના ઈનામોની જાહેરાત .

પ્રથમ ઇનામ:   (1)  વૈશાલી  રાડિયા  વાર્તા  ‘હે  ય માય સન વૉટ્સ ? ‘ 

                       (2)  સપના વિજાપુરા  વાર્તા ‘વંદેમાતરમ  ‘

દ્વિતીય ઇનામ :   (1)  આરતી રાજપોપટ  વાર્તા  ‘ મ્યુચ્યલ ફ્રેન્ડસ ‘

                         (2) ઈલા કાપડિયા  વાર્તા  ‘જીવનસન્ઘ્યાનું  ડિજિટલાઝેશન ‘

તૃતીય ઇનામ ;   (1) કુન્તા શાહ વાર્તા ‘મિલન ‘

                        (2) રાજેશ શાહ  વાર્તા ‘લય કે પ્રલય ‘

પ્રોત્સાહક  ઇનામો : (1) દર્શનાબેન નાડકર્ણી વાર્તા ‘ ટેકનોલોજી સમયસકર કે સમયસેવર’

                            (2) જયવંતીબેન પટેલ વાર્તા ‘સમય  સાંકળ ‘

સૌ વિજેતા સર્જકોને અભિનન્દન. ગુજરાતીમાં લખી ,વાંચી,બોલી આપણી માતુભાષાનું ગૌરવ અને સંવર્ધન કરતા રહીએ તેવી શુભેચ્છા.

તરુલતા મહેતા 23મી સપ્ટેમ્બર 2017.

 

 

સૌ વિજેતા સર્જકોને અભિનન્દન. ગુજરાતીમાં લખી ,વાંચી,બોલી આપણી માતુભાષાનું ગૌરવ અને સંવર્ધન કરતા રહીએ તેવી શુભેચ્છા.

આ સ્પર્ધા લખવા માટે પ્રોત્સાહન મળે ,ગુજરાતીમાં સર્જકો લખે અને વાચકોને નવું વાચન મળે તે પ્રયોજનથી રાખી છે.વાર્તામાં કથાબીજના  વિકાસમાં પાત્ર ,વાતાવરણ,ભાષા ,સંવાદો તેને અનુરૂપ સર્જાય તો જ રસ કે ભાવનું  નિરુપણ થાય અને ભાવક આનન્દ સમાધિમાં લીન થાય.એ બે ઘડી બધું ભૂલી સર્જકે ખડા કરેલા વિશ્વને માણે છે .વાર્તા કરુણ ,હાસ્યં ,પ્રેમ ગમે તેનું આલેખન કરે વાચક રસમાં તરબોળ થાય ત્યારે વાર્તાનું સર્જનકાર્ય લેખે લાગે.સર્જકના કાર્યને સમજવા માટે વાચક પોતાના ,વિચારો,માન્યતા,પૂર્વગ્રહોને વીસરી જઈ કૃતિ વાંચે તેવી અપેક્ષા રહે છે.મેં એ રીતે સ્પર્ધાની વાર્તાઓ વાંચી ને મૂલવણી કરી છે.

પ્રથમ સ્થાને આવેલી વૈશાલી રાડીયાની વાર્તા ‘હે ય માય સન ..’માં પેસાદાર પિતાનો યુવાન પુત્ર ટેક્નોલોજીની બૂરી સાઈડનો શિકાર બન્યો હતો.આવા સન્જોગોમાં મોડી રાત્રે ઘરમાં દાખલ થયેલો પુત્ર અને ચિંતાતુર પિતા વચ્ચે મૌનની અડીખમ દિવાલ છે.તેમનાં પગલાં અલગ દિશામાં જાય છે.લેખિકાએ જીવંત નિરૂપણ કરી વાર્તાનો પ્રસંગ શરૂ કર્યો છે.એ જ રીતે કયી પરિસ્થિતિમાં યુવાનનું હદય પરિવર્તન થયું  તેનું  આલેખન વાચકને  જકડી રાખે તેવું છે.સુખદ અંત યોગ્ય છે.પોઝિટિવ સન્દેશ વાર્તામાં વણાઈને મળે છે.સન્દેશ આપવાની કે શોધવાની ચિંતા કરવી નહિ .

પ્રથમ સ્થાને આવેલી સપના વિજાપુરની ‘વન્દેમાતરમ ‘વાર્તામાં ભારતમાં સરહદ પર રહેતી મુસ્લીમ યુવતી મોબાઈલના ઉપયોગ દ્વારા આતંકવાદી સગાને હિંમતપૂર્વક પોલીસને હવાલે કરે છે.વાર્તાનું ગરીબ કુટુંબનું વાસ્તવિક આલેખન સ્પર્શી જાય છે.સરળ ભાષામાં સહજ રીતે પાત્રને જીવંત કર્યું છે.સપનાબેન નિખાલસતાથી એમના સમાજની વાત લખે છે.હવે શું થશે? તેવી તાલાવેલી વાચકને થાય છે.વન્દેમાતરમ દેશના ગૌરવને 

સલામ કરતો સન્દેશ સુખદ છે.

બીજા સ્થાને આવેલી આરતી રાજપોપટની વાર્તા ફેસબુકની મૈત્રી ક્યારેક કેવી પોકળ હોય છે અને નાલાયક મિત્રને કેમ પાઠ ભણાવવો તેનું જીવંત  નિરૂપણ આધુનિક કપલને કેન્દ્રમાં રાખી સરસ કર્યું છે.

ઇલાબેન કાપડિયાની વાર્તા સિનયર સીટીઝન ટેક્નોલોજીના સદુપયોગથી પોતાના જીવનને સરળ બનાવી શકે તેનું આલેખન રસપ્રદ પસંદ દ્રવારા કરેછે.

સર્જકે પોતાની વાર્તાના પાત્રોને જીવંત કરવાના હોય છે.

આ સ્પર્ધામાં અનુભવી અને જાણીતા લેખકોએ તેમની વાર્તા મોકલી છે તે આનંદની વાત છે.તેમની વાર્તાઓ સરસ છે,તેમને મારી માનપૂર્વકની સલામનું ઇનામ છે.પ્રજ્ઞાબેન,પ્રવિણાબેન ,રશ્મિબેન તથા આદરણીય વિજયભાઈ આપ સૌ વાચકોને તમારી વાર્તાઓ દ્વારા  સમૃદ્ધ કરતા રહેશો.

જેમણે વાર્તાઓ લખી છે,તેઓ પોતે જ વાચનથી પોતાની ત્રુટિને સમજી શકશે.વાર્તાની ચર્ચા કરવા માટે મારો સંપર્ક કરી શકો છો.આપણે સૌ વાચન અને લેખનથી માતૃભાષાનું ઋણ ચૂકવીએ તેવી અભ્યર્થના.

તરુલતા મહેતા 4થી ઓક્ટોબર 2017.