Category Archives: કલ્પનારઘુ

કહેવત – ગંગા * આભાર દર્શન – કલ્પના રઘુ

“કહેવત ગંગા”ના 51 લેખ પૂરા કર્યા. સાહિત્યનો સાગર અમાપ અને અગાધ છે … અસંખ્ય કહેવતોથી ભરપૂર! આ 51 લેખો લખતાં મને અનેક કહેવતો યાદ આવતી. સાથે-સાથે સમાનાર્થી અને વિરોધાર્થી કહેવતો તો ખરી જ! મિત્રો, વાંચતી વખતે તમારી દશા પણ મારા જેવી … Continue reading

Posted in કલ્પનારઘુ, કહેવત-ગંગા, લેખ શ્રેણી, લેખક | Tagged , , , , , , | 9 Comments

કહેવત ગંગા -કલ્પનારઘુ

મિત્રો, આજે કલ્પનાબેનના  “કહેવત ગંગા”ના  ૫૧ આર્ટીકલ પુરા થયા છે જે જણાવતા આનંદ અનુભવું છુંતો ચાલો તેને વધાવીએ. કલ્પનાબેન એક એવા લેખિકા છે જે પોતાની જ આવડત અને રહસ્યથી અજાણ છે. કહેવત’ એટલે જે કહેવાતી આવી છે તે વાત.ભાઈ કહેવાતી … Continue reading

Posted in કલ્પનારઘુ, કહેવત-ગંગા, ચિન્તન લેખ, માહિતી લેખ | Tagged | 7 Comments

૫૧ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

હાથીના ચાવવાના જુદા અને બતાવવાના જુદા આ કહેવતનો ઉપયોગ દરેકે કર્યો જ હશે. અર્થ ખૂબ જ ગહન છે. વળી હાથીના દાંત કોઈકે જ જોયા હશે. હા, જે દાંત બહાર હોય જેને હાથીદાંત કહીએ છીએ, તે તો સૌએ જોયા હશે જ. … Continue reading

Posted in કલ્પનારઘુ, કહેવત-ગંગા, લેખ શ્રેણી, લેખક | Tagged , , , , , , | 11 Comments

૫૦ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

જૂનું એટલું સોનું સોનું ગમે તેટલું જૂનું થાય, એ સોનું જ રહે છે. જૂનું એટલું સોનું એ કહેવત આજના સમયમાં ગહન વિચાર માંગી લે છે. જૂની વસ્તુ, પરિસ્થિતિ કે જૂની વ્યક્તિ, શું સોનાની જેમ આજની સરખામણીમાં કિંમતી કે સારી છે? … Continue reading

Posted in કલ્પનારઘુ, કહેવત-ગંગા, લેખ શ્રેણી, લેખક | Tagged , , , , , , | 4 Comments

૪૯ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

લાલો લાભ વગર ના લોટે આ કહેવત પાછળની વાર્તા છે. કરિયાણાની દુકાનેથી ઘી લઈને ઘેર જઈ રહેલો લાલો, ઠેસ વાગતા પડી ગયો. બધું જ ઘી ઢોળાઈ ગયું. લાલાની માને કોઈએ આ સમાચાર આપ્યા, ત્યારે ડોશી સમજી ગઈ કે મારો લાલો … Continue reading

Posted in કલ્પનારઘુ, કહેવત-ગંગા, લેખ શ્રેણી, લેખક | Tagged , , , , , , | 2 Comments

૪૮ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

સોટી વાગે ચમચમ વિદ્યા આવે ઘમઘમ જૂના જમાનાની આ જાણીતી કહેવત છે. એ જમાનામાં મારવું એ શિક્ષકો અને વાલીઓ માટેનું શસ્ત્ર હતું. સોટી મારવી એટલે સજા કરવી. સોટી અને તે પણ નેતરની. કેટલી ચચરે! અરે સોળ પડી જાય! એની પીડા … Continue reading

Posted in કલ્પનારઘુ, કહેવત-ગંગા, લેખ શ્રેણી, લેખક | Tagged , , , , , | 3 Comments

૪૭ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

બાંધી મુઠ્ઠી લાખની ને ખૂલી જાય તો ખાકની બંધ મુઠ્ઠી એટલે છૂપાયેલા રહસ્યો. મુઠ્ઠી ખુલે ત્યારે જ તેમાં રહેલા કંઈક રહસ્યો છતાં થાય છે. બંધ મુઠ્ઠી ખાલી પણ હોઈ શકે અને ભરેલી પણ. મુઠ્ઠી કોની છે તેના પર તેનો આધાર … Continue reading

Posted in કલ્પનારઘુ, કહેવત-ગંગા, લેખ શ્રેણી, લેખક | Tagged , , , , , , | 1 Comment

૪૬ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

    ફરે તે ચરે, બાંધ્યો ભૂખે મરે પોતાના સ્થાનેથી બીજી જગ્યાએ ફરવું એટલે યાત્રા કરવી. મનુષ્યની આ સ્થળાંતરની પ્રવૃત્તિ પ્રવાસ શબ્દ દ્વારા ઓળખાય છે. પ્રવાસ એટલે પરગામ વસવું, મુસાફરીએ જવું તે. તેને પર્યટન, જાત્રા, સફર પણ કહી શકાય. માનવની … Continue reading

Posted in કલ્પનારઘુ, કહેવત-ગંગા, લેખ શ્રેણી, લેખક | Tagged , , , , , , | Leave a comment

૪૫ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

   સાપ ગયા અને લીસોટા રહ્યા આ કહેવત વાંચતાં જ આજની પેઢીના બાળકોને વિચાર આવે, સાપ તો જોયો હોય પણ આ લીસોટા શું છે? આ કહેવત જૂના જમાનાની છે. જ્યારે ગામડામાં ધૂળિયા રસ્તા હતા. જ્યાંથી સાપ પસાર થાય ત્યાં ધૂળમાં લિસોટા … Continue reading

Posted in કલ્પનારઘુ, કહેવત-ગંગા, લેખ શ્રેણી, લેખક | Tagged , , , , , , | 2 Comments

૪૪ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

સીદીબાઈને સીદકા વહાલાં આ કહેવતમાં માની મમતા દર્શાવવામાં આવી છે. સીદી એટલે હબસી જાતિ અને સિદકા એટલે તેમનાં બાળકો. હબસી જાતિનાં બાળકો તેમના આનુવાંશિક ગુણ પ્રમાણે કાળા જ હોય છે. બીજાને એ ગમે કે ના ગમે પણ સીદીબાઈને તો એ … Continue reading

Posted in કલ્પનારઘુ, કહેવત-ગંગા, લેખ શ્રેણી, લેખક | Tagged , , , , , , | 5 Comments